________________
342
જૈન ધર્મઃ સાર સંદેશ
સ્વામી સિદ્ધપરમેષ્ઠીને નિષ્ફળ પરમાત્મા કહે છે. સકળ પરમાત્માને સાકાર અથવા સગુણ પરમાત્મા અને નિષ્ફળ પરમાત્માને નિરાકાર અથવા નિર્ગુણ પરમાત્માના નામથી સંબોધિત કરવામાં આવે છે.40 જ્ઞાનાર્ણવમાં પણ આ જ બન્ને ભેદોનો ઉલ્લેખ કરતાં કહેવામાં આવ્યું છેઃ સાકાર નિર્ગતાકાર
અર્થ- પરમાત્મા કેવા છે, તેનું સ્વરૂપ કહે છેઃ પ્રથમ તો સાકાર છે (આકાર સહિત છે અર્થાત્ શરીરાકાર મૂર્તીક છે) તથા નિર્ગતાકાર (આકાર વગર) કહો નિરાકાર પણ છે.
આ જ બન્ને ભેદોને બતાવતાં હઢાલામાં કહેવામાં આવ્યું છે કે પરમાત્મા પોતાની બન્ને જ અવસ્થાઓમાં એક સમાન બધાને જાણનાર અને જોનાર છેઃ
પરમાત્માના બે પ્રકાર છે- સકળ(સાકાર) અને નિકળ (નિરાકાર) (।) શ્રી અરિહન્ત પરમાત્મા તેઓ સકળ (શરીર સહીત) પરમાત્મા છે, (2) સિદ્ધ પરમાત્મા નિકળ પરમાત્મા છે. તેઓ બન્ને સર્વજ્ઞ હોવાથી લોક અને અલોક સહિત સર્વ પદાર્થોનું ત્રિકાળવર્તી સંપૂર્ણ સ્વરૂપ એક સમયમાં યુગપત્ (એક સાથે) જાણનાર, જોનાર બધાના જ્ઞાતા-દ્રષ્ટા છે.42
આ પ્રમાણે સાકાર પરમાત્માના ધ્યાનના સહારે સાધક નિરાકાર પરમાત્માના ધ્યાનમાં લીન થઈને પરમાત્મા બની જાય છે.
પરમાત્માની પ્રાપ્તિ અથવા અવિનાશી મોક્ષસુખની પ્રાપ્તિ માટે ત્રણ વાતોની આવશ્યકતા હોય છેઃ (1) ગુરુથી દીક્ષા પ્રાપ્ત કરવી (2) તેના અનુસાર નિયમિતરૂપથી અભ્યાસ કરવો અને (3) એમના ફળસ્વરૂપે બાહ્ય પદાર્થોથી ભિન્ન આત્મસ્વરૂપનો અનુભવ પ્રાપ્ત કરવો.
પહેલાં કહેવામાં આવી ચૂક્યું છે કે ગુરુએ જીવન મુક્ત હોવું જોઈએ. જે સ્વયં મુક્ત નથી, તે બીજાને મુક્તિનો ઉપદેશ કેવી રીતે આપી શકે? જે સ્વયં મુક્તિના માર્ગથી પરિચિત નથી, તે બીજાંઓને મુક્તિનો માર્ગ કેવી રીતે બતાવી શકે છે?