________________
139
માનવ-જીવન
આ સંસારમાં જીવ મનના દ્વારા જ વિચાર કરે છે અને ઠીક-ઠીક વિચાર કરવા માટે તેમાં વિવેક (ભલા-બૂરાની ઓળખ કરનારી શક્તિ)નું હોવું આવશ્યક છે. આ પ્રમાણે આ સંસારમાં મન અને વિવેક-આ બન્નેથી યુક્ત થવા પર જ જીવ પોતાનો સમુચિત (યોગ્ય) વિકાસ કરી શકે છે.
જૈન ધર્મ અનુસાર સંસારમાં અસંખ્ય જીવ એવા છે જેમને કેવળ એક જ ઇન્દ્રિય (સ્પર્શેન્દ્રિય) પ્રાપ્ત છે, જેમ કે- વનસ્પતિઓ. પછી ક્રમશઃ બે, ત્રણ, ચાર અને પાંચ ઇંદ્રિયોવાળા જીવ હોય છે. એમનાથી પણ ઉપરની શ્રેણીમાં તે જીવો આવે છે જેમને પાંચ ઇંદ્રિયો સિવાય મન પણ પ્રાપ્ત થાય છે. તેઓ સંશી (મનથી યુક્ત) જીવ કહેવાય છે. જે જીવોમાં મન હોતું નથી તેમને અસંશી જીવ કહે છે. સંજ્ઞી જીવોમાં એકમાત્ર મનુષ્ય જ વિવેકથી યુક્ત હોય છે. એટલા માટે ફક્ત તે જ પોતાના વિવેકના સદુપયોગ દ્વારા સંયમપૂર્વક પારમાર્થિક સાધનામાં લાગીને મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. આ જ કારણે ગણેશપ્રસાદ વર્ણી મનુષ્ય યોનિને બધી યોનિઓથી ઉત્તમ બતાવતાં કહે છેઃ
આત્માની નિર્મળ પરિણતિનું નામ જ ધર્મ છે. ત્યારે જેટલા જીવ છે બધામાં તેની યોગ્યતા છે પરંતુ આ યોગ્યતાનો વિકાસ સંજ્ઞી જીવને જ થાય છે. જે અસંશી છે અર્થાત્ જેમને મન નથી તેમનામાં તો તેના વિકાસનું કારણ જ નથી. સંજ્ઞી જીવોમાં એક મનુષ્ય જ એવો છે જેનામાં તેનો પૂર્ણ વિકાસ થાય છે. આ જ કારણ છે કે બધા પર્યાયો (યોનિઓ)માં મનુષ્ય પર્યાય (યોનિ) જ ઉત્તમ માનવામાં આવી છે. આ પર્યાયથી આપણે સંયમ ધારણ કરી શકીએ છીએ (પોતાની ચિત્તવૃત્તિને સાંસારિક વિષયોથી નિવૃત્ત કરી શકીએ છીએ, અથવા હટાવી શકીએ છીએ) અન્ય પર્યાયમાં સંયમની યોગ્યતા નથી.
વર્ણીજી અનુસાર આ મનુષ્ય-જીવન, જે આપણને સંયમ કરવાનો અવસર પ્રદાન કરે છે, કોઈ મહાન પુણ્યથી જ પ્રાપ્ત થાય છે. તેઓ સ્પષ્ટ કહે છેઃ
મનુષ્યાયુ (મનુષ્ય-જીવન) મહાન પુણ્યનું ફળ છે. સંયમનું સાધન આ જ પર્યાયમાં હોય છે. સંયમ નિવૃત્તિ રૂપ છે, અને નિવૃત્તિનું મુખ્ય સાધન આ જ માનવ શરીર છે.