________________
જૈન ધર્મઃ સાર સંદેશ સંસારના અનંત જીવોને ચોરાસી લાખ યોનિઓમાં વહેંચવામાં આવે છે. પણ આ બધામાં મનુષ્ય યોનિને જ શ્રેષ્ઠ યોનિ માનવામાં આવે છે, કારણ કે મનુષ્યમાં જ વિવેક કરવાની શક્તિ હોય છે. એનો સદુપયોગ કરીને તે પોતાના લક્ષ્યને નિશ્ચિત કરી શકે છે અને ઉચિત પ્રયત્ન દ્વારા તેને પ્રાપ્ત કરી શકે છે. મનુષ્ય-જીવનની આ જ વિશેષતાની તરફ ધ્યાન અપાવતાં નાથુરામ ડોંગરીય જૈન કહે છેઃ
138
અહીં ચોરાસી લાખ યોનિઓ દ્વારા જીવો જન્મ-મરણ કરતા રહે છે. સંપૂર્ણ યોનિઓમાં મનુષ્ય યોનિ જ શ્રેષ્ઠ યોનિ છે; કારણ કે એને મેળવીને આત્મા પોતાના ભલા-બૂરાનો વિચાર કરી શકે છે, સાથે જ મુક્તિ પણ પ્રાપ્ત કરી શકે છે.
આ પ્રમાણે માત્ર મનુષ્ય-જીવનમાં જ જીવ પારમાર્થિક સાધનામાં લાગીને મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. એટલા માટે મનુષ્ય-જીવનને સર્વોત્તમ માનવામાં આવે છે. આ વાતને બતાવતાં કાતિક્રયાનુપ્રેક્ષામાં કહેવામાં આવ્યું છેઃ
:
મનુષ્યગતિમાં જ તપ થાય છે. મનુષ્યગતિમાં જ સમસ્ત મહાવ્રત થાય છે, મનુષ્યગતિમાં જ ધ્યાન થાય છે અને મનુષ્યગતિમાં જ મોક્ષની પ્રાપ્તિ થાય છે.3
અનંત જીવોથી ભરેલા આ સંસારમાં મનુષ્યોની સંખ્યા ઘણી ઓછી છે, તો પણ એકમાત્ર મનુષ્યમાં જ પોતાનો પૂર્ણ વિકાસ કરવાની અને પરમપદને પ્રાપ્ત કરવાની ક્ષમતા છે. એટલા માટે મનુષ્ય-યોનિને સર્વશ્રેષ્ઠ અથવા સર્વોત્તમ માનવામાં આવે છે. આ વાતને ગણેશપ્રસાદજી વર્ણીએ ખૂબ સારી રીતે સમજાવી છે. તેઓ કહે છેઃ
સંસારની અનંતાનંત જીવરાશિમાં મનુષ્ય સંખ્યા બહુ ઓછી છે. પરંતુ એ અલ્પ હોવા છતાં પણ બધી જીવરાશિઓમાં પ્રધાન છે. કારણ કે મનુષ્ય પર્યાય (જન્મ)થી જ જીવ નિજ શક્તિનો વિકાસ કરીને સંસાર–પરંપરાને અનાદિ કાલીન કાર્મિક દુઃખ-સંતતિને સમૂળ નષ્ટ કરીને અનંત સુખોનો આધાર પરમપદ પ્રાપ્ત કરે છે.