________________
જૈન ધર્મઃ સાર સંદેશ
આ જ વિચારોને પ્રગટ કરતાં છઠ્ઠઢાલામાં પણ કહેવામાં આવ્યું છેઃ ‘કોઈ શુભકર્મના ઉદયથી આ જીવ મનુષ્ય ગતિ પ્રાપ્ત કરે છે.’’1
વાસ્તવમાં આ સંસાર સારહીન છે.એ દુઃખોનું ઘર છે. અહીં જીવ મુખ્યતઃ પોતાના કર્મોના ફળ ભોગવવા માટે જન્મ ધારણ કરે છે. એટલા માટે તેમના જીવનને ભોગ-યોનિ કહે છે. માત્ર મનુષ્ય-જીવનમાં જ જીવને પોતાનાં કર્મોનું ફળ ભોગવવા સિવાય સંયમપૂર્વક પારમાર્થિક સાધના કરવાનો દુર્લભ અવસર પણ પ્રાપ્ત થાય છે. એટલા માટે એને કર્મ-યોનિ કહે છે. જો સૌભાગ્યથી જીવને મનુષ્ય-જીવન પ્રાપ્ત થઈ જાય તો તેના માટે ઉચિત છે કે તે પોતાના સ્વરૂપને ઓળખવાનો અને પોતાના જીવનને સફળ બનાવવાનો ભરપૂર પ્રયત્ન કરે. આ સંબંધમાં શુભચંદ્રાચાર્યએ પોતાના વિચારને આ પ્રમાણે વ્યક્ત કર્યો છેઃ
140
દુરન્ત (બૂરા પરિણામોવાળો) તથા સાર રહિત આ અનાદિ સંસારમાં ગુણોથી યુક્ત મનુષ્યપણું (મનુષ્ય-જીવન) જ જીવોને દુષ્પ્રાપ્ય છે, અર્થાત્ દુર્લભ છે. તારે પોતાનામાં જ પોતાના આત્માનો નિશ્ચય કરીને પોતાનું કર્તવ્ય સફળ કરી લેવું જોઈએ. આ મનુષ્ય-જન્મ સિવાય અન્ય કોઈ જન્મમાં પોતાના સ્વરૂપનો નિશ્ચય થતો નથી.
આ વિચારને પ્રગટ કરતાં ચંપક સાગરજી મહારાજ કહે છેઃ
લાખ ચોરાસી ભટકતા, મળ્યો મનુષ્ય અવતાર, ચેતી શકે તો ચેતી લે, આત્મ કર વિચાર. મહા મુશ્કેલીથી પામી લીધો, માનવનો અવતાર, સફળ કરી લે પ્રેમથી, કરી કાર્ય હિતકાર.o
...
માનવ-જીવનની ક્ષણભંગુરતા
અત્યંત કઠિનાઈથી પ્રાપ્ત આ માનવ-જીવન ખૂબ જ થોડા સમય માટે મળે છે. એક તો આ અનિત્ય અથવા નશ્વર છે અને બીજું, એની અવધિ અનિશ્ચિત છે. આપણને ખબર નથી કે આ જીવન ક્યારે હાથથી નીકળી જશે અથવા ક્યારે આપણે મૃત્યુનો શિકાર થઈ જઈશું. આપણને ખબર નથી કે આ મનુષ્ય