________________
અંતર્મુખી સાધના
અભ્યાસ કરવો સંભવ નથી અને ધ્યાન વિના મુક્તિની પ્રાપ્તિ થઈ શકતી નથી. જ્ઞાનાર્ણવમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
જ્યાં સુધી પ્રમાદ (લાપરવાહી) અને ઇન્દ્રિયોના વિષયોમાં ચિત્તની પ્રવૃત્તિ રહે છે, ત્યાં સુધી કોઈ ધ્યાનમાં લાગી શકતું નથી.
જો તું ધ્યાન કરવા ઇચ્છે છે તો પ્રથમ જ પોતાના મનને વશમાં કર અને શાંતભાવ ધારણ કર.
265
મનનું નિયંત્રણ
મનને પોતાના નિયંત્રણમાં લાવવું કે એને વશમાં કરવું જ અંતર્મુખી સાધનાનું મૂળ છે. જે સાધક વિષયોની તરફ દોડનારા મનને વશમાં કરી લે છે, તે બધાને પોતાના વશમાં કરી લે છે. મનને વશમાં કરવાથી જ કર્મોનો મેલ ઉતરે છે અને ચિત્તમાં શુધ્ધતા આવે છે. એના ફળસ્વરૂપે ધ્યાનમાં નિર્મળતા આવે છે, વિવેકમાં વૃદ્ધિ થાય છે અને અંતમાં સાધક આત્મલીન થઈ મુક્તિની પ્રાપ્તિ કરી લે છે. જ્ઞાનાર્ણવમાં આ વાતોને વિસ્તારથી સમજાવતાં કહેવામાં આવ્યું છેઃ
જેણે મનનો રોધ કર્યો તેણે બધું જ રોક્યું, અર્થાત્ જેણે પોતાના મનને વશ કર્યુ તેણે બધાને વશ કર્યા અને જેણે પોતાના મનને વશીભૂત ન કર્યુ તેનું અન્ય ઇન્દ્રિયાદિકને રોકવું પણ વ્યર્થ જ છે.
મનની શુદ્ધતાથી જ સાક્ષાત્ કલંકનો વિલય (નાશ) થાય છે અને જીવોને તેમનું સમભાવ સ્વરૂપ થતાં સ્વાર્થની (આત્મસ્વરૂપની) સિદ્ધિ થાય છે, કારણ કે જ્યારે મન રાગદ્વેષરૂપ પ્રવર્તતું નથી ત્યારે જ પોતાના સ્વરૂપમાં લીન થાય છે, આ જ સ્વાર્થની સિદ્ધિ છે.
સંયમી મુનિઓને એકમાત્ર મનરૂપી દૈત્યનું જીતવું જ સમસ્ત અર્થોની સિદ્ધિને આપનારું છે, કારણ કે આ મનને જીત્યા વિના અન્ય વ્રત નિયમ તપ તથા શાસ્ત્રાદિકમાં કલેશ કરવો (ધર્મગ્રંથોને વાંચવા અને તેમનો પાઠ કરવાનું કષ્ટ કરવું) વ્યર્થ જ છે.
નિઃસંદેહ મનની શુદ્ધિથી જ જીવોની શુદ્ધતા થાય છે, મનની શુદ્ધિ વિના ફક્ત કાયાને ક્ષીણ કરવી વ્યર્થ છે.