________________
177
મહિમા અમારાથી તો થઈ શકતો નથી. સ્વાધીન (આત્મનિર્ભર, આત્મસંતુષ્ટ, કોઈથી કંઈક લાભની આશા ન કરનારા) ઉપદેશદાતા ગુરુનો યોગ મળતાં જે જીવો ધર્મવચનોને સાંભળતા નથી તેઓ ધીટ (ધૃષ્ટ અથવા ઉદ્ધત) છે અને તેમનું દુષ્ટ ચિત્ત છે.!
જ્યારે જીવ સદ્ગક્ના ઉપદેશને શ્રદ્ધાપૂર્વક સાંભળે છે, તેને માને છે અને પછી તેના અનુસાર દઢતાપૂર્વક અભ્યાસ કરે છે, ત્યારે જ તે પારમાર્થિક માર્ગમાં કંઈક આગળ વધી શકે છે. આ સાહસી અને પુરુષાર્થી સાધકોનો માર્ગ છે, કાયરો અને કામચોરોનો નહીં. ભૂધરદાસજીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છેઃ
સદ્ગુરુ દેવ જગાડી, મોહ નિદ્રા જ્યારે નિવારે,
ત્યારે કંઈ બને ઉપાય, કર્મચોર આવતા અટકે.24
પરમ દયાળ ગુરુ તો દયા કરે છે, પરંતુ મૂઢજન પોતાની મૂઢતા છોડતા નથી. ભાગ્યશાળી મનુષ્ય ગુરુની મહાનતાને સમજીને તેમને પરમાત્મારૂપ માને છે, તેમના પ્રતિ શ્રદ્ધા-ભક્તિનો ભાવ રાખે છે અને તેમની દયાનો લાભ ઉઠાવે છે, પરંતુ મૂઢ લોકો પોતાની મૂર્ખતાને કારણે તેમનો અનાદર કરે છે, તેમને કષ્ટ આપવાની ચેષ્ટા કરે છે અને અંતમાં રડતાં-કકડતાં અને હાથ મસળતાં સંસારથી વિદાય લે છે. સદ્ગુરુ પ્રતિ જ્ઞાની (વિચારવાન વ્યકિત) અને મૂઢજનના વ્યવહારની આ ભિન્નતાનો સંકેત આપતાં પુરુષાર્થસિદ્ધયુપાયમાં કહેવામાં આવ્યું છેઃ
શ્રી ગુરુ પરમદયાળુ થઈ દીધો સત્ય ઉપદેશ, જ્ઞાની માને જાણીને, દ્દઢ કરે મૂઢ કલેશ.25
ગુરુનું સ્વરૂપ આ અધ્યાયના પ્રથમ ભાગનો અંત કરતાં જે દોહાને ઉદાહરણ તરીકે આપવામાં (ઉદ્ઘત કરવામાં) આવ્યો છે, તેની પહેલી પંક્તિ “શ્રીગુરુ પરમદયાળ છે, દીધો સત્ય ઉપદેશથી જ સાચા ગુસ્ના સ્વરૂપના સંબંધમાં અત્યંત મહત્ત્વપૂર્ણ સંકેત મળે છે. આમ તો સાચા ગુરુના જ્ઞાન, સામર્થ્ય અને સદાચાર સંબંધી બધા ગુણોને ગણાવવા કઠિન છે, કારણ કે તેઓ અનંત ગુણોના સ્વામી હોય છે,