________________
212
જૈન ધર્મ સાર સંદેશ ધર્મનું કોઈ અંગ ધારણ કરીને મોટા ધર્માત્મા કહેવડાવે છે, મોટા ધર્માત્મા યોગ્ય ક્રિયા કરાવે છે – આ પ્રમાણે ધર્મનો આશ્રય કરીને પોતાને મોટા મનાવે છે, તે બધા કુગુરુ જાણવા.
ત્યાં કેટલાય તો કુળ દ્વારા પોતાને ગુરુ માને છે. તેમાં કેટલાક બ્રાહ્મણાદિક તો કહે છે – અમારું કુળ જ ઊંચુ છે, એટલા માટે અમે બધાના ગુરુ છીએ. પરંતુ કુળની ઉચ્ચતા તો ધર્મ સાધનથી છે જો ઉચ્ચ કુળમાં ઉત્પન્ન થઈને હીન આચરણ કરે તો તેને ઉચ્ચ કેવી રીતે માનીએ? જો કુળમાં ઉત્પન્ન થવાથી જ ઉચ્ચપણું રહે, તો માંસભક્ષણાદિ કરે તો પણ તેને ઉચ્ચ જ માનો; તો તે બનતું નથી.
તથા કોઈ કહે છે કે અમારા કુળમાં મોટા ભક્તો થયા છે, સિદ્ધ થયા છે, ધર્માત્મા થયા છે; અમે તેમની સંતતિમાં છીએ, એટલા માટે અમે ગુરુ છીએ. પરંતુ તે વડાઓના વડા તો એવા ઉત્તમ હતા નહીં; જો તેમની સંતતિમાં ઉત્તમ કાર્ય કરવાથી ઉત્તમ માનો છો તો ઉત્તમ પુરુષની સંતતિમાં જે ઉત્તમ કાર્ય ન કરે, તેને ઉત્તમ શા માટે માનો છો? ... એટલા માટે મોટાઓની તુલનામાં મહંત માનવા યોગ્ય નથી. આ પ્રમાણે કુળ દ્વારા ગુપૂણાને માનવું એ મિથ્યા ભાવ જાણવો.
. કેટલાય કોઈ પ્રકારનો વેષ ધારણ કરવાથી ગુસ્પણું માને છે; પરંતુ વેશ ધારણ કરવાથી કયો ધર્મ થયો કે જેનાથી ધર્માત્મા-ગુરુ માનીએ? ત્યાં કોઈ ટોપી લગાવે છે, કોઈ ગોદડી રાખે છે, કોઈ ફકીરનો ચોલો પહેરે છે, કોઈ ચાદર ઓઢે છે, કોઈ લાલ વસ્ત્ર રાખે છે, કોઈ શ્વેત વસ્ત્ર રાખે છે, કોઈ ભગવું રાખે છે, કોઈ ટાટ (ગૂણપાટ) પહેરે છે, કોઈ મૃગચર્મ રાખે છે, કોઈ રાખ લગાવે છે વગેરે અનેક સ્વાંગ બનાવે છે. આવા સ્વાંગ બનાવવામાં ધર્મનું કયું અંગ થયું? ગૃહસ્થોને ઠગવાના હેતુએ આવા વેશ જાણવા, જો ગૃહસ્થ જેવો પોતાનો સ્વાંગ રાખે તો ગૃહસ્થ ઠગાશે કેવી રીતે? અને એમને તેમના દ્વારા આજીવિકા અને ધનાદિક અને માનાદિનું પ્રયોજન સાધવાનો છે; એટલા માટે આવા સ્વાંગ બનાવે છે. ભોળું જગત તે સ્વાંગને જોઈને ઠગાય છે અને ધર્મ થયો માને છે; પરંતુ આ ભ્રમ છે.