________________
280
જૈન ધર્મ સાર સંદેશ અત્યંત સૂક્ષ્મ પદાર્થને વિષય કરનારો જે આગમ (સદ્ગથ અથવા શાસ્ત્ર) છે તેને આજ્ઞા કહે છે, કારણ કે પ્રત્યક્ષ અને અનુમાનના વિષયથી રહિત ફક્ત શ્રદ્ધાન (શ્રદ્ધા કે વિશ્વાસ) કરવા યોગ્ય પદાર્થમાં એક આગમની જ ગતિ હોય છે. ભાવાર્થ – સંસારમાં કેટલાય પદાર્થો એવા છે જે ન તો પ્રત્યક્ષ દ્વારા જાણી શકાય છે અને ન તો અનુમાનથી જ. એવા સૂક્ષ્મ, અંતરિત (છૂપાયેલા) અને દૂરવર્તી પદાર્થોનું જ્ઞાન માત્ર આગમ (સદ્ગથ) દ્વારા જ થાય છે. જે પરમ ઉત્કૃષ્ટ છે, સૂક્ષ્મ છે અને આખ (સર્વજ્ઞાતા હિતોપદેશક)ના દ્વારા કહેવાયેલું છે એવા પ્રવચન અર્થાત્ આગમને સત્યાર્થ રૂપ માનીને મુનિ આગમમાં કહેવાયેલા પદાર્થોનું ધ્યાન કરે. આ પ્રમાણે ધ્યાન કરવાને આજ્ઞાવિચય નામનું ધર્મ ધ્યાન કહે છે. ૩૦ આજ્ઞાવિચય ધ્યાનને જ્ઞાનાર્ણવમાં આ પ્રમાણે સમજાવવામાં આવ્યું છેઃ જે ધ્યાનમાં સર્વજ્ઞની આજ્ઞાને અગ્રેસર (પ્રધાન) કરીને પદાર્થોને સમ્યક-પ્રકારે ચિંતવન કરીએ (વિચારીએ) તેને મુનીશ્વરોએ આજ્ઞાવિચય નામ ધર્મધ્યાન કહ્યું છે.
શ્રીજિન-આજ્ઞામાં કહ્યું, વસ્તુ સ્વરૂપ જે માને, ચિત્ત લગાવે તેમાં, આજ્ઞાવિચય તેને જાણો.”
ધર્મ ધ્યાનના બીજા ભેદ અપાય વિચયનો અર્થ છે કર્મોના અપાય (નાશ)ના સંબંધમાં વિચાર કરવો. જીવ અજ્ઞાનવશ પોતાના વિકારયુક્ત કાયિક, વાચિક અને માનસિક કર્મોને કારણે જન્મ-મરણના ચક્રમાં પડીને દુઃખ ભોગવી રહ્યો છે. એટલા માટે આ કર્મોના નાશના ઉપાયના વિષયમાં ગંભીરતાથી વિચાર કરવો, બાર અનુપ્રેક્ષાઓ (ભાવનાઓ), ક્ષમા, શૌચ, સત્ય, સંયમ આદિ દસ ધર્મ અને ધર્મના અન્ય અંગોને ગ્રહણ કરી ચિત્તશુદ્ધિ કરવી તથા સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક ચરિત્રને અપનાવીને કર્મોને સમૂળ નષ્ટ કરવા માટે ધ્યાન કરવું અપાય વિચય ધર્મ ધ્યાન કહેવાય છે. આદિપુરાણમાં એને આ પ્રમાણે સમજાવવામાં આવ્યું છેઃ