________________
90
જૈન ધર્મઃ સાર સંદેશ
અર્થ- જીવાદિ તત્ત્વાર્થોનું સાચું શ્રદ્ધાન જ સમ્યક્ર્શન છે. ત્રીજી પરિભાષાનો ઉલ્લેખ કરતાં મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહેવામાં આવ્યું છેઃ
આત્માનું પરદ્રવ્યથી ભિન્ન અવલોકન તે જ નિયમથી સમ્યક્દર્શન છે.20 ચૌથી પરિભાષાને પુરુષાર્થસિદ્ધયુપાયમાં આ પ્રકારે વ્યક્ત કરવામાં
આવી છેઃ
દર્શનમાત્મવિનિશ્ચિતિ:21
અર્થ- પોતાના આત્માનો જ યથાર્થ રૂપથી નિશ્ચય કરવો સમ્યક્દર્શન છે યદિપ ઉપરથી જોતાં આ પરિભાષાઓ ભિન્ન-ભિન્ન પ્રતીત થાય છે, પરંતુ ધ્યાનપૂર્વક વિચાર કરતાં આપણે જાણી શકીએ છીએ કે આ બધાનો અભિપ્રાય અલગ-અલગ નથી. બધાનું અંતિમ લક્ષ્ય આત્મ તત્ત્વનો જ સાક્ષાત્કાર કરવાનું છે. માત્ર ભિન્ન-ભિન્ન પ્રયોજનોને મુખ્ય રાખવાના કારણે વિભિન્ન આચાર્યોએ અલગ-અલગ પરિભાષાઓ આપી છે. ઉદાહરણ માટે, અરહંતાદિ દેવ, શાસ્ત્ર અને ગુરુ પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસ બધા તત્ત્વોના શ્રદ્ધાન અને જ્ઞાનના કારણે છે. પછી સાસ્ત્રના અંતર્ગત નિશ્ચિત રૂપથી સપ્ત તત્ત્વોનું શ્રદ્ધાન આવી જાય છે અને સપ્ત તત્ત્વોના જ્ઞાન થતાં દેવ શાસ્ત્ર અને ગુરુના પ્રતિ શ્રદ્ધા અને વિશ્વાસ હોવાં આવશ્યક જ છે. આ પણ સ્પષ્ટ છે કે સપ્ત તત્ત્વોના અંતર્ગત આત્મ તત્ત્વ મુખ્ય રૂપે ગ્રહણ કરવામાં આવે છે. આ જ પ્રમાણે સ્વપર-ભેદ વિજ્ઞાનમાં પણ મુખ્ય પ્રયોજન આત્માને જ અજીવાદિ અન્ય તત્ત્વોથી ભિન્ન રૂપમાં જાણવાનું છે. આ પ્રમાણે પ્રત્યેક પરિભાષામાં કોઈ એકને મુખ્યરૂપથી લેવાથી પણ ગૌણ રૂપે અન્ય બધા તેની અંદર આવી જાય છે. અતઃ આ બધી પરિભાષાઓનું અંતિમ લક્ષ્ય આત્મ તત્ત્વનું જ શ્રદ્ધાન કરવાનું છે, જેની શરૂઆત દેવ-શાસ્ત્ર-ગુરુના શ્રદ્ધાનથી થાય છે.
પ્રથમ પરિભાષામાં આવેલા દેવ, શાસ્ત્ર અને ગુરુ શબ્દોના ઠીક-ઠીક અર્થ સમજી લેવા જોઈએ, કારણ કે મોક્ષ-માર્ગ પર કદમ આગળ વધારતાં સમયે એમની વિશેષ આવશ્યકતા હોય છે. સંક્ષેપમાં, મોક્ષ તત્ત્વને પ્રાપ્ત આત્મા જ દેવ કહેવાય છે તથા સંવર-નિર્જરા દ્વારા બધા કર્મોથી રહિત નિર્મળ આત્માને જ