________________
જૈન ધર્મની પ્રાચીનતા 12. દષ્ટિવાદ:- આ અંગ અપ્રાપ્ય છે. એના વિશે અન્ય ગ્રંથોમાં કંઈક
ઉલ્લેખ મળે છે.
2) ઉપાંગ ઉપાંગ પણ બાર છે. એમનામાં બ્રહ્માંડનું વર્ણન, પ્રાણીઓનું
વર્ગીકરણ, ખગોળવિદ્યા, કાળ-વિભાજન, મરણોત્તર જીવનનું વર્ણન વગેરે પ્રાપ્ત થાય છે.
3) પ્રકીર્ણ એમની સંખ્યા દસ છે. એમનામાં વિવિધ વિષયોનું વિવેચન છે. તેઓ પ્રમુખ ગ્રંથોના પરિશિષ્ટ છે.
4) છેદ સૂત્રઃ એમની સંખ્યા છ છે. એમનામાં જેન ભિક્ષુઓ માટે ઉપયોગી
વિધિ નિયમોનું સંકલન છે.
s) મૂલ સૂત્રઃ એમની સંખ્યા ચાર છે. એમનામાં જૈન ધર્મના ઉપદેશ,
ભિક્ષુઓના કર્તવ્યો, વિહારનું જીવન, યમ-નિયમ, વગેરેનું વર્ણન છે.
6) ચૂલિકા સૂત્રઃ એમાં નાંદસૂત્ર તથા અનુયોગ દ્વારા સામેલ છે. આ બંને
જૈનોના સ્વતંત્ર ગ્રંથ છે જે એક પ્રકારના વિશ્વકોષ છે. એમનામાં ભિક્ષુઓ માટે આચરણીય એવી લગભગ બધી જ વાતો લખવામાં આવી છે. સાથે-સાથે કેટલીક લૌકિક વાતોનું પણ વિવરણ મળે છે.
ઉપરોક્ત બધા ગ્રંથો શ્વેતાબંર સંપ્રદાયના જૈનો માટે છે. દિગંબર સંપ્રદાયના લોકો એમની પ્રામાણિકતાનો સ્વીકાર કરતા નથી. એમનું કથન છે કે વીરસેન સ્વામી તથા તેમના પછી આવનારા આચાર્યોને પોતાની પૂર્વ-પરંપરા દ્વારા જૈન સાહિત્યની જે પણ જાણકારી હતી તેના આધાર પર તેમણે તે ગ્રંથોના નામ સહિત તેમનામાં વર્ણવેલા વિષયોનું વિવરણ પોતાની રચનાઓમાં પ્રસ્તુત કર્યું. આચાર્ય સિદ્ધાન્તચક્રવર્તી નેમિચંદ્ર પોતાની ગમ્મસાર જીવકાંડમાં તથા મહાકવિ રાંધૂએ પોતાના ગાથાબદ્ધ સિદ્ધાંતસારમાં ઉક્ત સાહિત્યનો સંક્ષિપ્ત, પરંતુ મહત્ત્વપૂર્ણ પરિચય આપ્યો છે.
આ ગ્રંથો સિવાય દિગંબર સંપ્રદાયમાં અન્ય ઘણા બધા સ્વતંત્ર ગ્રંથ, ભાષ્ય, અને ટીકાગ્રંથ પ્રાકૃત અને સંસ્કૃતમાં લખવામાં આવ્યા છે. તેમનામાં ઉમાસ્વાતિ