________________
જૈન ધર્મઃ સાર સંદેશ
સંસારની ભાગ-દોડ અને ઝાકમઝાળમાં આપણે એ રીતે ભૂલેલા રહીએ છીએ કે આપણને ન પોતાના અને ન પોતાના સગાસંબંધીઓનાં જીવન ક્ષણભંગુર હોવાનું ધ્યાન રહે છે. આચાર્ય પદ્મનંદિ આ વાત પર આશ્ચર્ય કરે છે અને આપણને પોતાના જીવનની ક્ષણભંગુરતાની યાદ અપાવતાં કહે છેઃ
142
સ્ત્રી પુત્રાદિકના રૂપમાં જે પણ કુટુંબ પરિવાર છે તે બધો વીજળી સમાન ક્ષણભંગુર છે – તેમાં સ્વભાવથી ચલાચલી લાગેલી રહે છે. આવી સ્થિતિ હોવા છતાં જો તેનું કોઈ પ્રાણી ઊઠીને ચાલ્યું જાય છે (મૃત્યુ પામે છે), તો તેના પર શાણા-બુદ્ધિમાન મનુષ્ય પણ કઈ વાતનો ખેદ કરે છે, આ કંઈક સમજમાં આવતું નથી!3
શુભચંદ્રાચાર્ય પણ મનુષ્યના ક્ષણભંગુર જીવનની ઉપમા ક્ષણભર માટે ચમક્તારી વીજળી સાથે કરે છે અને બતાવે છે કે જીવનના આ અત્યંત થોડા સમયમાં જ આપણે પોતાનું ક્લ્યાણ કરી લેવું જોઈએ. આ સંસારમાં અનાડી મનુષ્યો પોતાની ઇંદ્રિયોના વશમાં થઈને સાંસારિક વિષય-સુખ માટે દોડતા ફરે છે. તેઓ સમજતા નથી કે આ વિષય-સુખો અનિત્ય, રસહીન અને દુઃખનું કારણ છે. એનાથી વિપરીત વિચારશીલ મનુષ્યો આ સાંસારિક વિષયોના મોહમાં ન પડતાં પોતાના જીવનના થોડા સમયને આત્મ-કલ્યાણમાં લગાવે છે અને પોતાના જીવનને સફળ કરી લે છે. એને સમજાવતાં શુભચંદ્રાચાર્ય કહે છે.
આ સંસાર નિશ્ચય જ મોટું ગાઢ વન છે, એ દુઃખરૂપી અગ્નિની જ્વાળાથી વ્યાપ્ત છે. આ સંસારમાં ઇંદ્રિયાધીન સુખ છે એટલે અંતમાં નિરસ (રસવિહીન) છે, દુઃખનું કારણ છે, તથા દુઃખથી મળેલું છે. અને જે કામ (કામવાસના) અને અર્થ (ધન) છે તે અનિત્ય છે, સદેવ રહેતા નથી. તથા જીવન વીજળી સમાન ચંચળ છે. આ પ્રમાણે સમીચીનતાથી (યોગ્ય રીતે) વિચાર કરનારા જેઓ પોતાના આત્માના હિતમાં લાગેલા સત્કર્મ કરનારા સત્પુરુષો છે, તેઓ કેવી રીતે મોહને પ્રાપ્ત થાય?4