________________
જૈન ધર્મની પ્રાચીનતા
પ્રાચીન સમયમાં જ્યારે લખવાની સુવિધાનો અભાવ હતો, ત્યારે બધા ભારતીય ધર્મોની પરંપરા શ્રુતજ્ઞાનના આધારે જ ચાલતી હતી. સૌથી પ્રાચીન ભારતીય ગ્રંથ વેદનું અસ્તિત્વ પણ અનેક શતાબ્દિઓ સુધી શ્રુત-પરંપરાના આધારે જ કાયમ રહ્યું. એટલા માટે એને શ્રુતિ પણ કહે છે. શિષ્ય દ્વારા ગુરુના મુખથી સાંભળેલાં વચનો કે ઉપદેશોને યાદ રાખીને તેમને ફરી પોતાના શિષ્યોને પ્રદાન કરવાની પરંપરાને જ શ્રુત-પરંપરા કહે છે. જૈન ધર્મ અને બૌદ્ધમતના ઉપદેશ પણ કેટલીય શતાબ્દીઓ સુધી શ્રુત-પરંપરાના આધારે જ જીવિત રહ્યા.
જૈન ધર્મના સંબંધમાં પહેલાં એ કહેવાઈ ચૂકયું છે કે ઈ.સ. પૂર્વે 363 થી 351 સુધી જ્યારે મગધમાં બાર વર્ષનો દુકાળ પડ્યો હતો તે જ સમય દરમ્યાન આચાર્ય સ્થૂલભદ્રના નેતૃત્વમાં જૈન સંઘનું પહેલું સંમેલન પાટલિપુત્રમાં બોલાવવામાં આવ્યું હતું. તે સંમેલનમાં 11 અંગોનું વાંચન અને સંકલન કરવામાં આવ્યું હતું. પરંતુ આચાર્ય ભદ્રબાહુએ, જેઓ તે દિવસોમાં દક્ષિણ ભારતમાં હોવાને કારણે આ સંમેલનમાં સામેલ ન હતા, પોતાની અનુપસ્થિતિમાં થયેલા સંકલનનો અસ્વીકાર કરી દીધો. અંતમાં લગભગ 800 વર્ષ પછી ઈ.સ.454 માં 29 આચાર્ય દેવદ્ધિના નેતૃત્વમાં વલભીમાં જૈન સંઘનું બીજું સંમેલન થયું જેમાં એકમતે સ્વીકૃત જૈન ધર્મગ્રંથોને લેખિત રૂપ આપી દેવામાં આવ્યું.
જૈન ધર્મના પ્રાચીનત્તમ ગ્રંથોને પૂર્વ કહેવામાં આવે છે, કારણ કે તેઓ મહાવીરથી પહેલાંના માનવામાં આવે છે. તેમની સંખ્યા 14 કહેવામાં આવે છે. મહાવીરના સમયમાં 12 અંગોની રચના થઈ. પરંતુ પાછળથી દષ્ટિવાદ નામનો બારમો અંગ અને બધા પૂર્વગ્રંથ (જેમને દૃષ્ટિવાદમાં સામેલ કરવામાં આવ્યા હતા.) લુપ્ત થઈ ગયા.
હરમન જાકોબી અનુસાર દૃષ્ટિવાદમાં મુખ્યત્વે મહાવીરના વિરોધીઓના વિચારોનું ખંડન કરવામાં આવ્યું હતું. એટલા માટે તે જેનો માટે જટિલ અને નીરસ બની ગયું હતું. એના સિવાય પછીના અંગો સાહિત્યમાં જૈન મતના વિચારોને સ્પષ્ટ અને સુવ્યવસ્થિત રીતે ઉપસ્થિત કરવાને કારણે પૂર્વ સાહિત્ય અનાવશ્યક લાગવા લાગ્યું અને લોકો તેને ભૂલતા ગયા.20
શ્વેતાબંર અને દિગંબર – બન્ને મતો અનુસાર બધા પૂર્વ ગ્રંથ લુપ્ત થઈ ચૂક્યા છે. માત્ર તે ગ્રંથોની સૂચી સમવાયાંગ નામના ચોથા અંગ અને નંદી