________________
290
જૈન ધર્મઃ સાર સંદેશ
નમોકાર મંત્રની ધ્યાન કરવાની આ વિધિ સર્વસાધારણ માટે ઉપયોગી છે. આ વિધિથી મન સ્થિર થઈ જાય છે. વ્યવહારમાં કાર્ય કરનારી વિધિ એ જ છે કે એકાંત સ્થાનમાં બેસીને લલાટના મધ્યમાં – ભ્રમરોની વચ્ચે એનું ચિંતન કરવું. આ મંત્રના ધ્યાનથી સર્વ પ્રકારે સુખ મળે છે.છ
આ મંત્રનો જપ ત્રણ પ્રકારે કરવામાં આવે છે:
વાચકઃ આ જપમાં શબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવે છે અર્થાત્ મંત્રને મોં વડે બોલી-બોલીને જપ કરવામાં આવે છે.
ઉપાંશુઃ આ જપમાં અંદરથી શબ્દોના ઉચ્ચારણની ક્રિયા થાય છે. ગળામાં મંત્રના શબ્દો ગુંજતા રહે છે પરંતુ મુખમાંથી નીકળી શકતા નથી. માનસઃ આ જપમાં શબ્દોના બાહ્ય અને આંતરિક ઉચ્ચારણનો પ્રયાસ અટકી જાય છે. મનમાં મંત્રનો જાપ થતો રહે છે. આ જ ક્રિયા ધ્યાનનું રૂપ ધારણ કરે છે.
જૈન ધર્મ અનુસાર આ માનસ જપ જ સર્વોત્તમ વિધિ છે જે સર્વાધિક પ્રભાવશાળી અને ફળદાયક સિદ્ધ થાય છે.
જેવું કે ઉપર જૈનધર્મામૃતમાંથી આપવામાં આવેલા અવતરણમાં બતાવવામાં આવ્યું છે, પંચપરમેષ્ઠીનાં પાંચ નામ ક્રમથી વિકસિત થયેલી પાંચ પારમાર્થિક અવસ્થાઓને સૂચિત કરનારા ઇષ્ટોનાં નામ છે. આંતરિક જ્ઞાનનો પૂર્ણ વિકાસ ક્રમશઃ પાંચ પડદાઓના દૂર થઈ જવાથી જ થાય છે. પંચપરમેષ્ઠીઓના નામનો જપ અથવા સુમિરન આંતરિક જ્ઞાનના પાંચ પડદાઓને દૂર કરવામાં અત્યંત ઉપયોગી સિદ્ધ થાય છે. આ સત્યને અનુભવ પ્રકાશમાં દીપક પર પડેલા પડદાઓના ઉદાહરણ દ્વારા આ પ્રમાણે સમજાવવામાં આવ્યું છેઃ
જેવી રીતે દીપકની ઉપર પાંચ પડદા પડેલા છે. જ્યારે એક પડદો દૂર થાય છે તો હળવો ધૂંધળો પ્રકાશ થાય છે. બીજો પડદો દૂર થવાથી પ્રકાશ વધી જાય છે. ત્રીજો પડદો હટતાં પ્રકાશ ઓર વધી જાય છે. ચોથો પડદો હટતાં પ્રકાશ તેનાથી પણ અધિક તેજ થઈ જાય છે અને જ્યારે પાંચમો પડદો પણ હટી જાય છે ત્યારે પ્રકાશ આવરણરહિત