________________
અહિંસા
109 વાસ્તવમાં રાગ વગેરે વિકારોથી યુક્ત પ્રમાદી (અસાવધાન) જીવ પોતાના અપવિત્ર મનભાવોને કારણે સદા જ હિંસાનો દોષી માનવામાં આવે છે જ્યારે કે રાગાદિ વિકારોથી મુક્ત અપ્રમાદી (સાવધાન) મનુષ્યમાં હિંસાનો દોષ લાગી શકતો નથી. એને સ્પષ્ટ કરતા જ્ઞાનાર્ણવમાં કહેવામાં આવ્યું છેઃ
જીવોના મરતા અને જીવતા પ્રમાદી (અસાવધાન) પુરુષોને તો નિરંતર હિંસાનું પાપ બંધન થતું જ રહે છે. અને જે સંવરસહિત અપ્રમાદી (રાગાદિ વિકારોથી બચીને રહેનારો સાવધાન સાધક) છે તેમને જીવોની હિંસા થતાં પણ હિંસારૂપ પાપનું બંધન થતું નથી. ભાવાર્થ – કર્મબંધ થવામાં પ્રધાન કારણ આત્માનાં પરિણામ (આંતરિક ભાવ)છે; એ કારણે જે પ્રમાદસહિત (અસાવધાની સાથે) યત્ન વિના પ્રવર્તે (વ્યવહાર કરે) છે તેમને તો જીવ મરે અથવા ન મરે પરન્તુ કર્મબંધ થાય જ છે, અને જે પ્રમાદરહિત યત્નપૂર્વક પ્રવૃત્તિ કરે છે તેમને દેવયોગથી જીવ મરે તો પણ કર્મબન્ધ થતું નથી.’
અહિંસાના સ્વરૂપને સારી-રીતે સમજીને પોતાનું કલ્યાણ ચાહનારા જીવોએ બધા પ્રકારની હિંસાથી દૂર રહેવું જોઈએ. હિંસા ત્રણ પ્રકારની બતાવવામાં આવી છેઃ કૃત (સ્વયં કરેલી), કારિત (બીજાઓ દ્વારા કરાવાયેલી) અને અનુમોદિત (સમર્થિત). એમનામાંથી કોઈપણ પ્રકારની હિંસા કરવી પોતાના પ્રતિ હિંસા કે આત્મઘાત કરવો છે. જિન-વાણીમાં આ ત્રણેય પ્રકારની હિંસાથી બચવાનો ઉપદેશ આ શબ્દોમાં આપવામાં આવ્યો છે?
આ લોકમાં જેટલા પ્રાણી છે ભલે તેઓ ત્રસ (ચલ) હો અથવા સ્થાવર (અચલ), તેમને જાણીબૂઝીને અથવા જાણ્યા વગર પ્રમાદવશ ન સ્વયં મારે અને ન તેમનો બીજા દ્વારા ઘાત (હત્યા) કરાવે. ચાહે કોઈ સ્વયં પ્રાણ-ઘાત કરે અથવા અન્ય જનો દ્વારા કરાવે કે હનન (હણવાવાળાનું) કરનારાનું અનુમોદન કરે તે યથાર્થતઃ પોતાના પ્રત્યે જ વેરભાવની વૃદ્ધિ કરે છે.*