________________
આત્માથી પરમાત્મા
આપ જ સ્રષ્ટા (સર્જનહાર) છો અને આપ જ જગતના પિતામહ છો. આપનું ધ્યાન કરનારો જીવ અવશ્ય જ મૃત્યુરહિત સુખ અર્થાત્ મોક્ષસુખને પ્રાપ્ત થાય છે.
આપની આ દિવ્યધ્વનિ, જ્ઞાનીજનોને શીઘ્ર જ તત્ત્વોનું જ્ઞાન કરાવી દે છે. હે ભગવન, આપનું વાણીરૂપી આ પવિત્ર પુણ્ય જળ અમારા લોકોના મનના સમસ્ત મેલને ધોઈ રહ્યું છે, વાસ્તવમાં આ જ તીર્થ છે અને આ જ આપના દ્વારા કહેવાયેલું ધર્મરૂપી તીર્થ ભવ્યજનથી ને સંસારરૂપી સમુદ્રથી પાર થવાનો માર્ગ છે. હે ભગવન્, મુનિ લોકો આપને જ પુરાણ પુરુષ અર્થાત્ શ્રેષ્ઠ પુરુષ માને છે, આપને જ ઋષિઓના ઇશ્વર અને અક્ષય ઋદ્ધિને ધારણ કરનારા અચ્યુત અર્થાત્ અવિનાશી કહે છે તથા આપને જ અચિન્ત્ય યોગને ધારણ કરનાર અને સમસ્ત જગતના ઉપાસના કરવા યોગ્ય યોગીશ્વર અર્થાત્ મુનિઓના અધિપતિ કહે છે.
હે ભગવન, આપ ત્રણેય લોકોના એક પિતામહ છો. એટલા માટે આપને નમસ્કાર છે, આપ પરમ નિવૃત્ત અર્થાત્ મોક્ષ અથવા સુખના કારણ છો. એટલા માટે આપને નમસ્કાર છે. આપ ગુરુઓના પણ ગુરુ છો તથા ગુણોના સમૂહથી પણ ગુરુ અર્થાત્ શ્રેષ્ઠ છો એટલા માટે પણ આપને નમસ્કાર છે, એના સિવાય આપે સમસ્ત ત્રણેય લોકોને જાણી લીધા છે એટલા માટે પણ આપને નમસ્કાર છે. હે જિનેન્દ્ર, આપની સ્તુતિ કરીને અમે લોકો આપનું વારંવાર સ્મરણ કરીએ છીએ અને હાથ જોડીને આપને નમસ્કાર કરીએ છીએ.33
337
આદિપુરાણના ઉક્ત કથનથી એ સ્પષ્ટ થઈ જાય છે કે પરમાત્માનું ધ્યાન કરનાર સાધક (અભ્યાસી) જ મોક્ષસુખની પ્રાપ્તિ કરે છે. આ અભ્યાસી પરમાત્માના દિવ્યધ્વનિના સહારે જ ધ્યાનમગ્ન થઈને પરમાત્માનું જ્ઞાન (અનુભવ) પ્રાપ્ત કરે છે. એટલા માટે આપણે એકમાત્ર આ પરમાત્માનું જ ચિંતન અને ધ્યાન કરવું જોઈએ. આ પરમાત્માને જ બધા ગુરુઓના ગુરુ કહેવામાં આવે છે, કારણ કે સંસારમાં આવનારા બધા સાચા ગુરુ વાસ્તવમાં તે નિરાકાર પરમાત્માનું જ સાકારરૂપ હોય છે.