Book Title: Gunratnakarchand
Author(s): Sahajsundar, Kantilal B Shah
Publisher: Shrutgyan Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/001192/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ आशिक रंनिकर मुज्वलाम रालमा हा सर दवा देवा दरला ॥१ कुशेव हरददातिकाच नाश रामक श्वस्त कमल पुस्तक वासुदमरा कॉलनी एगुल लीग जब साली मुता जगद बालोदनापुरा। श्रादिसा लीला करु दया दानादवि शोक हमदर महा राचार्याः॥ चंदा वदनामृग लो। कमाल जिमीजलपोय ॐ ॥ भीरकम मे व कनी सामिनि ॥६दरिदर ने सरदरदेवाक विदेयो श ल कपाससह विवचित अपारविनाशिमा वा जगमोदन a घमघमक तया ॐ ગુણરત્નાકરછંદ તિ कीराक शाएं बेदारको पतन उदाराज निदमे निदेलि रम्य मो दल वेलिक रश्क म ल गेलि मलमूत कल पनि म । मे 3२मारह मायापनिमयल १० मरिमोदशमिदूरशिखा राता निम्लन खादिमश्क मलमु शायरातपदिवायरा तेज कर जांचंदामहिम पयवंदगंज गमलाड विमलामिरादाय पुरंद श्राय संवतपनर बिऊन शिवरसे। एम बंद रच्य अमन दस्में मुद२बोलत्राणदए संशोधन-संपाहणजे गाजर वसंतऋषिपाल કાન્તિભાઈ બી. શાહ લિકથિર शुभदरावर कलानिक जै कामदामन जय कारीव यरी वियोग न लीलावि ला रंगदी अक रूम हिजसुंदरमया ॥३८ विनोद मनो विधिका रमं ॥मंदद ओपन मेध्ये श्री एमाले हारक श्री विनयप्रमूरि वाचनाची ॥ श्र कलयमस्तु ॥ Bro रामसि | २१ , Page #2 -------------------------------------------------------------------------- ________________ સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ Page #3 -------------------------------------------------------------------------- ________________ Page #4 -------------------------------------------------------------------------- ________________ સહજસુંદરકત ગુણરત્નાકરછંદ સિમીક્ષિત વાચના, આલોચનાત્મક અભ્યાસ, ગદ્યાનુવાદ અને શબ્દકોશ સંશોધક-સંપાદક • ડો. કાન્તિભાઈ બી. શાહ પ્રકાશક શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા અમદાવાદ Page #5 -------------------------------------------------------------------------- ________________ Sahajsundarkrut Gunaratnakarachhand Ed. Dr. Kantibhai B. Shah 1998, Shree Shrutgnana Prasaraka Sabha, Ahmedabad પહેલી આવૃત્તિ, મે ૧૯૯૮ નકલ : ૪૦૦ કિંમત રૂ. ૧૫%૦ પૃષ્ઠસંખ્યા : ૧૬૩૭૯ આવરણ-સંયોજન : રોહિત કોઠારી પ્રાપ્તિસ્થાન : શારદાબહેન ચીમનલાલ એજ્યુ. રિસર્ચ સેન્ટર શાહીબાગ, અમદાવાદ ૩૮૦ ૦૦૪ પ્રકાશક : શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા C/o શ્રી હર્ષદભાઈ બી. શાહ, બી/૫, ગૌતમ ફ્લેટ, માણેકનગર પાસે, સરખેજ રોડ, પાલડી, અમદાવાદ ૩૮૦ ૦૦૭ લેસર ટાઈપસેટિગ : શારદા મુદ્રણાલય જુમ્મા મસ્જિદ સામે, ગાંધી માર્ગ, અમદાવાદ ૩૮૦ ૦૦૧. ફોન : પ૩પ૯૮૬૬ મુદ્રક : ભગવતી ઓફસેટ ૧૫/સી, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ ૩૮૦ ૦૦૪ Page #6 -------------------------------------------------------------------------- ________________ અર્પણ પૂજ્ય આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી અને જયંત કોઠારીને જેમનાં પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શને મારો વિદ્યાવ્યાસંગ ચાલતો રહ્યો. Page #7 -------------------------------------------------------------------------- ________________ કાન્તિભાઈ બી. શાહનાં પુસ્તકો સંશોધન-સંપાદન : ૧. સહજસુંદરકત ગુણરત્નાકરછંદ સંપાદન : ૨. સામાયિકસૂત્ર (મો. દ. દેશાઈકૃત). ૩. જિનદેવદર્શન (મો. દ. દેશાઈકૃત) ૪. જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો (મો. દ દેશાઈકૃત) ૫. પંડિત વીરવિજયજી સ્વાધ્યાયગ્રંથ ૬. ઉપાધ્યાય યશોવિજય સ્વાધ્યાયગ્રંથ (આ. વિજયપ્રદ્યુમ્નસૂરિજી અને જયંત કોઠારી સાથે) ૭. મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય (જયંત કોઠારી સાથે). ૮. સરસ્વતીચંદ્ર : વીસરાયેલાં વિવેચનો (જયંત કોઠારી સાથે) ૯. વિરલ વિદ્ધપ્રતિભા અને મનુષ્યપ્રતિભા (જયંત કોઠારી સાથે) શ્રી મો. દ. દેશાઈનું જીવનચરિત્ર અને એમનાં લખાણોની ગ્રંથસૂચિ-લેખસૂચિ ૧૦. પ્રેમાનંદકૃત અભિમન્યુ આખ્યાન વિનોદ અધ્વર્યું અને સોમાભાઈ પટેલ સાથે) ૧૧. ઉદય-અર્ચના (વિનોદચંદ્ર ૨. શાહ અને કીર્તિદા જોશી સાથે) [ઉદયરત્ન ઉપાધ્યાયકત લઘુકાવ્યકૃતિઓનો સંગ્રહ]. ૧૨. શ્રાવક કવિ ઋષભદાસકૃત શ્રી હીરવિજયસૂરિરાસ મુખ્ય સંપા. આ. શ્રી વિજયહેમ ચંદ્રસૂરિજીની સાથે) ૧૩. એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ (હવે પછી) લખન : ૧૪. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો પરિચય (અન્યના સહયોગમાં) ૧૫ નિબંધપ્રદીપ ( , ). ૧૬. લઘુનિબંધ અને વિચારવિસ્તાર ( , ) Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન કવિ સહજસુંદરકૃત ‘ગુણરત્નાકરછંદ’ કૃતિનું પ્રકાશન એ આ સંસ્થા માટે વિશેષ આનંદની વાત એટલા માટે છે કે સં.૧૫૭૨ (ઈ.સ.૧૫૧૬)માં રચાયેલી, કાવ્યગુણે સભર એવી સ્થૂલિભદ્ર-કોશા વિષયક મધ્યકાલીન ગુજરાતીની આ કથનાત્મક દીર્ઘ કાવ્યકૃતિ જે કેવળ હસ્તપ્રતોનાં પોટલાંમાં સચવાયેલી રહી હતી તે હવે મુદ્રિત થતાં પ્રકાશમાં આવે છે. પ્રા. કાન્તિભાઈ બી. શાહ ઘણાં વર્ષોથી આ કૃતિ ઉપર પોતાનો શોધનબંધ શ્રી જયંતભાઈ કોઠારીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરી રહ્યા હતા. આ શોધનબંધ લખાતો હતો ત્યારે જ પૂ. આચાર્યશ્રી વિજ્યપ્રધુમ્નસૂરીશ્વરજી મહારાજ એમાં ઊંડો રસ લઈને કૃતિના સંશોધન-સંપાદન પરત્વે પ્રેરણા અને પ્રોત્સાહન અર્પતા રહ્યા હતા. ૧૯૯૬માં પ્રા. કાન્તિભાઈએ એમનો શોધનબંધ ‘સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ : એની સમીક્ષિત વાચના અને આલોચનાત્મક અભ્યાસ' ગુજરાત યુનિવર્સિટીમાં રજૂ કરીને પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. એ પછી તરત જ પૂ. આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજીની, પ્રસ્તુત શોધનિબંધને આ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવાની અનુમતિ પ્રાપ્ત થઈ અને એના લસ્વરૂપ આવી સુંદર કૃતિ સૌપ્રથમ પ્રકાશિત કરવાનું શ્રેય આ સંસ્થાને સાંપડયું છે તે માટે પૂ. આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજી મહારાજના અમે ઋણી છીએ. ચાર અધિકારમાં વિભક્ત એવી આ કૃતિની મુખ્ય વાચનાની સાથે પ્રત્યેક કડી વાર ગદ્યાનુવાદ, વિવરણ, પાઠાંતર અને પાઠચર્ચા પણ આપવામાં આવ્યાં છે અને ગ્રંથના પરિશીલન” વિભાગમાં કર્તા, એમનું સાહિત્યસર્જન, સ્થૂલિભદ્ર-કોશાના કથાનકનો આધારસ્રોત, સંકલિત કથાનક, આ વિષયવસ્તુને નિરૂપતું મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, ‘છંદ’ નામક સાહિત્યસ્વરૂપ અને ગુજરાતી સાહિત્યમાં એનો વિકાસ, તેમ જ આ કૃતિની સવિસ્તર સમીક્ષા વગેરેને લગતાં અભ્યાસ-પ્રકરણો સામેલ કરવામાં આવ્યાં છે. આ ગ્રંથનું પ્રકાશન કરવામાં જેમની-જેમની પણ નાનીમોટી સહાય મળી છે તે સૌ પ્રત્યે અંતઃકરણપૂર્વક આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ. આશા રાખીએ કે “ગુણરત્નાકરછંદ' કૃતિનું પ્રકાશન મધ્યકાલીન ગુજરાતીના પદ્યસાહિત્યમાં એક નોંધપાત્ર ઉમેરો બની રહેશે. શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા ૬-૫-૧૯૯૮ અમદાવાદ Page #9 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય નિવેદન થોડાંક વર્ષો પહેલાં મારા મિત્ર ડૉ. નગીનદાસ જી. શાહ જ્યારે લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં અધ્યક્ષપદે હતા ત્યારે એક દિવસ મને બોલાવીને એમણે કવિ સહસુંદરકૃત “ગુણરત્નાકરછંદની એક સુંદર હસ્તપ્રત મારા હાથમાં મૂકીને કહેલું, “આ એક સરસ કૃતિ છે. હજી અપ્રગટ છે. રસ હોય તો એના પર કામ કરવા જેવું છે.” જૂની હસ્તપ્રતના લિપિવાચનથી માંડી એના સંપાદનની શાસ્ત્રીય પદ્ધતિ વિશે ત્યારે હું સાવ જ અજ્ઞાન. પણ એ સંસ્થામાં કામ કરી રહેલા વડીલ સ્નેહીજન શ્રી અંબાલાલ પંડિતે ગુણરત્નાકરછંદની હસ્તપ્રતના લિપિવાચનમાં મને સહાય કરતાં પાઠ-નકલનું પ્રાથમિક સ્વરૂપનું જે કેટલુંક કામ કરી શકાયું તેના પરથી એટલું તો પ્રતીત થયું જ કે આ કૃતિ મધ્યકાલીન ગુજરાતીની કાવ્યગુણે સભર એક સુંદર પદ્યરચના છે, અને એની ઉપર સંશોધન કરી શકાય એ માટે એ પૂરતી સક્ષમ છે. સં.૧૫૭૨ (ઈ.સ.૧૫૧૬)માં રચાયેલી, જૈન સમાજમાં અત્યંત સુપ્રસિદ્ધ અને લોકપ્રિય એવા સ્થૂલભદ્રકોશાના વિષયવસ્તુવાળી, વૈવિધ્યપૂર્ણ છંદોમાં ચારણી પરંપરાની લયછટામાં છંદોગાન કરતી, છંદ સ્વરૂપની આ દીર્ઘ કથનાત્મક કૃતિ ઉપરનું સંશોધનકાર્ય મેં પ્રા. જયંતભાઈ કોઠારીના માર્ગદર્શન નીચે વ્યવસ્થિત રીતે હાથ ધર્યું. આની પાછળનો મારો મુખ્ય ઉદ્દેશ તો એ જ હતો કે આજથી લગભગ પાંચ સૈકા પૂર્વે રચાયેલી આવી સુંદર છતાં હજી સુધી અપ્રગટ રહી ગયેલી કૃતિ પ્રકાશમાં આવે. કૉલેજના અધ્યાપનકાર્ય ઉપરાંત સંસ્થાની ઈતર પ્રવૃત્તિઓમાંની સક્રિય સામેલગીરીને કારણે મારા આ શોધનિબંધનું કામ વચ્ચેવચ્ચે અતિ મંદ ગતિએ થતું રહ્યું અને તેથી બન્યું એવું કે મારો શોધનિબંધ મારી નિવૃત્તિ પછી અઢી વર્ષે હું ગુજરાત યુનિવર્સિટીમાં મે, ૧૯૯૬માં રજૂ કરી શક્યો અને એ જ વર્ષે પીએચ.ડી.ની પદવી મેળવી. ‘ગુણરત્નાકરછંદની ૧૮ હસ્તપ્રતો તો એકલી લા.દ.ભા.સં. વિદ્યામંદિરમાં હતી. અન્ય ૩ પ્રતો શ્રી હેમચંદ્રાચાર્ય જેને જ્ઞાનમંદિર, પાટણ ખાતેથી મેળવી. એમ કુલ ૨૧ પ્રતોમાંથી, આ કતિની વાચના તૈયાર કરવામાં મેં ૧૦ હસ્તપ્રતોને ઉપયોગમાં લીધી છે, જેમાંથી એકને મુખ્ય પાઠ માટે સ્વીકારી બાકીની ૯ હસ્તપ્રતોનાં પાઠાંતરો નોંધ્યાં છે. અહીં પ્રત્યેક કડીના પાઠની સાથે ગદ્યાનુવાદ, વિવરણ, પાઠાંતર અને પાઠચર્ચા આપવામાં આવ્યાં છે. ગદ્યાનુવાદ માટે પ્રત્યેક શબ્દનો સંદર્ભ – અર્થ જાણવો એ પાયાની બાબત બની જતાં, એના ફલસ્વરૂપ લગભગ ૧૮૦૦ શબ્દોનો શબ્દકોશ પણ તૈયાર કરી શકાયો. Page #10 -------------------------------------------------------------------------- ________________ આ જ ગાળામાં મારા માર્ગદર્શક શ્રી જયંતભાઈ કોઠારી મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ તૈયાર કરી રહ્યા હતા, એનો પણ મોટો લાભ આ કૃતિના શબ્દકોશને સહજ રીતે મળ્યો. અહીં કૃતિની સમીક્ષિત વાચનાની સાથે પરિશીલન વિભાગ નીચે છ અભ્યાસપ્રકરણો સામેલ કર્યો છે. ગુણરત્નાકરછંદની વિસ્તૃત સમીક્ષામાં આ કૃતિમાં પ્રયોજાયેલા જુદાજુદા છંદોના છંદોબંધ અંગે પણ રજૂઆત કરી છે. પ્રાચીન કૃતિનું સંશોધન-સંપાદન કેટલી તાલીમ, શિસ્ત, ચીવટ, શ્રમ, નિષ્ઠા અને ધૈર્ય માગી લે છે તે તો આ શોધનિબંધને નિમિત્તે જ પામી શકાયું. સંશોધન-સંપાદનની શિસ્તના તમામ આગ્રહ રાખીને, પણ સાથે આર્ટ કરી મૂકે એવી આત્મીયતા વરસાવીને અત્યંત સૂઝબૂઝભર્યું માર્ગદર્શન પૂરું પાડવા બદલ મારા વડીલ મિત્ર પ્રા. જયંતભાઈ કોઠારીનો હું અત્યંત ઋણી છું. કથળેલી તબિયત પણ શબ્દના અર્થનિર્ણયો માટે “રાજસ્થાની સબદ કોસ' જેવા શબ્દકોશના વિવિધ ભાગો તેમ જ અન્ય સંદર્ભગ્રંથો જોવા માટે તેમણે અનેક વખત લા.દ.ભા.સં. વિદ્યામંદિરમાં જાતે આવીને મને સહયોગ આપ્યો છે, અથવા એમ જ કહો કે જયંતભાઈ જ એમની સાથે મને ત્યાં વારંવાર ખેંચી ગયા છે. મારા આ કાર્યનાં આરંભનાં વર્ષોમાં શ્રી હેમચંદ્રાચાર્ય જેન જ્ઞાનમંદિરમાંથી આ કૃતિની હસ્તપ્રતો મેળવવા તેઓ શ્રમ લઈને મારી સાથે પાટણ આવેલા એનું પણ અત્રે સ્મરણ થાય છે. માર્ગદર્શક તરીકે આવો ખંતીલો શ્રમ જયંતભાઈ સિવાય અન્ય કોણ ઉઠાવે ! શબ્દોના અર્થ, પાઠનિર્ણય, છંદરચનાનું સ્વરૂપ અને કૃતિઅંતર્ગત છંદોબંધ તે સંદર્ભે ઊભા થતા કેટલાક પ્રશ્નોના ઉકેલ માટે ડૉ. હરિવલ્લભ ભાયાણીસાહેબ પાસે જ્યારે જ્યારે જવાનું બન્યું છે ત્યારે ત્યારે એમણે ઉમળકાભેર તે-તે વિષયની ચર્ચા કરવાની તત્પરતા દાખવી છે. આ માટે મુ. ભાયાણીસાહેબનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આ કતિમાં પ્રયુક્ત ચારણી વપરાશના છંદો વિશે ધ્રાંગધ્રાના ગુજરાતીના અધ્યાપક ડૉ. રમણીકલાલ મારુ પાસેથી પત્રવ્યવહાર દ્વારા કેટલુંક માર્ગદર્શન મેળવવાનું જરૂરી બન્યું. મારા પ્રત્યેક પત્રના મુદ્દાસર જવાબો દ્વારા મને સહકાર આપવા બદલ હું ડૉ. રમણીકલાલ મારુનો આભારી છું. શાસ્ત્રાધ્યયન અને સાહિત્ય-સંશોધન પ્રત્યે ઊંડો લગાવ ધરાવતા સુપ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજીનાં પ્રેરક પ્રોત્સાહન અને માર્ગદર્શન આ ગ્રંથનું પ્રકાશન થતાં સુધી સતત મને સાંપડતાં રહ્યાં છે. આ શોધનિબંધ તૈયાર થઈ રહ્યો હતો ત્યારથી જ તેઓ એમાં ઊંડો રસ લેવા ઉપરાંત અવારનવાર કૃતિમાં આવતા જરૂરી જેન સંદર્ભો મને પૂરા પાડતા રહ્યા હતા. પૂજ્યશ્રીએ આ ગ્રંથને શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ દ્વારા પ્રકાશિત કરવાની તત્પરતા સામે ચાલીને દર્શાવી અને ગ્રંથનું મુદ્રણકાર્ય શરૂ કરવાનું સૂચન કર્યું અને હું એમનો મારા ઉપરનો પરમ ઉપકાર સમજું છું. આખો ગ્રંથ કંપોઝ થઈ ગયા પછી આ. શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજીએ આ ગ્રંથ માટે પ્રાસ્તાવિક લખાણ કરી આપવાની મારી વિનંતી પણ તત્કાલ સ્વીકારી; અને એ મિષે આ કૃતિનું ઝીણવટભર્યું વાચન કરતાં કરતાં પાઠનિર્ણય, શબ્દાર્થ, અનુવાદ પરત્વે તેઓ કેટલાક ફેરફારો સૂચવતા રહ્યા. આમાંનાં કેટલાંક સ્થાનોની શુદ્ધિ અનિવાર્યપણે કરવાની થઈ, તો ક્યાંક એવાં સ્થાનોની વૈકલ્પિક નોંધ લેવાની થઈ. આમ આ ગ્રંથ પ્રગટ થતા સુધી ગ્રંથસામગ્રીમાં જે શુદ્ધિવૃદ્ધિ ચાલતી રહી ત્યારે સાચે જ એ વાતની ખાતરી થઈ કે સંશોધનની પ્રક્રિયાને કદી પૂર્ણવિરામ હોતું નથી. આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી પ્રત્યેની મારી કૃતજ્ઞતા અહીં વ્યક્ત કરું છું અને આ ગ્રંથને એમની પ્રસ્તાવના પરિશ્રમને સાર્થક બનાવીએ'નો લાભ સાંપડ્યો એને મારું સદ્ભાગ્ય માનું છું. જૈન સાહિત્ય-સંશોધનમાં એવા જ અન્ય ગળાડૂબ પૂ. આચાર્યશ્રી વિજયશીલચંદ્રસૂરિજીનો પણ હું એટલો જ ઉપકૃત છું. એમણે પણ મારા આ સંશોધનકાર્યમાં ઊંડો રસ લીધો છે. ગ્રંથ પ્રગટ થયા પૂર્વે તેઓશ્રી મારો હસ્તલિખિત શોધનિબંધ અને ખાસ તો ગુણરત્નાકરછંદની સમીક્ષિત વાચના રસપૂર્વક વાંચી ગયા અને કૃતિની કેટલીક સંદિગ્ધ પંક્તિઓના અર્થ બેસાડવામાં જ્યાં મુશ્કેલી અનુભવાતી હતી એ અર્થો એમણે સરળતાથી બેસાડી આપ્યા. મને પીએચડી ની પદવી મળ્યાના સમાચાર મેં એમને આપ્યા ત્યારે ભાવનગરથી વળતી ટપાલે એમણે પત્રમાં લખ્યું: “આનું પ્રકાશન સદ્ય થવું ઘટે. આ અંગે મારે કાંઈ કરવાનું હોય તે સૂચવશો – સંકોચ વિના.” જેમણે સૌપ્રથમ આ કૃતિથી મને પરિચિત કર્યો તે મારા મિત્ર ડૉ. નગીનદાસ જી. શાહનો અત્રે અંત:કરણપૂર્વક આભાર માનું છું. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરાના ગુજરાતી વિભાગના પૂર્વ અધ્યક્ષ અને મારા શોધનિબંધના એક પરીક્ષક ડો. સુભાષ દવેએ આ ગ્રંથને માટે જે આવકારવચનો લખી આપ્યાં તે માટે તેમનો પણ અત્યંત આભારી છું. લા.દ.ભા.સં. વિદ્યામંદિર, અમદાવાદ તેમ જ શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણ એ બન્ને સંસ્થાઓએ આ કૃતિની જરૂરી તમામ હસ્તપ્રતો ઉપલબ્ધ કરી આપી તે માટે હું એ સંસ્થાઓનો ઉપકારવશ છું. લા.દ. સંસ્થાના હસ્તપ્રત વિભાગનો હવાલો સંભાળતા મારા મિત્ર ડો. કનુભાઈ શેઠે મને આ કૃતિની સંસ્થામાંની તમામ ઉપલબ્ધ હસ્તપ્રતો હાથવગી કરી આપવામાં ઘણી મૂલ્યવાન સહાય કરી છે એનો અહીં ઋણસ્વીકાર કરું છું. એ જ રીતે એ સંસ્થાના વયસ્ક લિપિનિષ્ણાત શ્રી લક્ષ્મણભાઈ ભોજક લિપિવાચન અને પ્રતપરિચયના કામમાં અત્યંત સહૃદયતાથી સહાય કરતા .. Page #12 -------------------------------------------------------------------------- ________________ • રહ્યા એ માટે તેમના પ્રત્યે પણ આભારની લાગણી વ્યક્ત કરું છું. મારા સંશોધન-સંપાદનના કામમાં પુસ્તકો, લેખો કે અન્ય જરૂરી સંદર્ભ સામગ્રી ઉપલબ્ધ કરાવી આપવામાં પ્રા. અંજની મહેતા, ડૉ. કીર્તિદા જોશી, ડૉ નિરંજના વોરા, ડૉ. વસંત દવે જેવા અધ્યાપકમિત્રોની સહાય મળતી રહી છે તે સૌનો પણ આભાર માનું છું. જરૂરી સંદર્ભપુસ્તકો માટે લા.દ.ભા.સં. વિદ્યામંદિર, ભો.જે. વિદ્યાભવન જેવી સંસ્થાઓનાં ગ્રંથાલયોનો તેમ જ આ.શ્રી વિજયદાનસૂરીશ્વરજી જ્ઞાનભંડારનો વારંવાર ઉપયોગ કરવાનું બન્યું છે તે સઘળી સંસ્થાઓનો હું ઋણી છું. સુંદર અને સુઘડ લેસર ટાઇપસેટિંગ માટે શારદા મુદ્રણાલયનો તથા કોમ્યુટર પર આવરણચિત્ર તૈયાર કરી આપવા માટે શ્રી રોહિત કોઠારીનો તથા સફાઈદાર મુદ્રણકાર્ય માટે ભગવતી ઓફસેટના શ્રી ભીખાભાઈ પટેલનો હું આભારી છું. આશા રાખું છું કે અદ્યાપિપર્યત અપ્રગટ રહેલી, લગભગ પાંચસો વર્ષ પૂર્વેની આ પદ્યરચના ગુણરત્નાકરછંદ એના કાવ્યસૌંદર્યો કરીને મધ્યકાલીન ગુજરાતી પદ્યસાહિત્યમાં એક નોંધપાત્ર ઉમેરણ બની રહેશે; અને તો આ કૃતિના પ્રકાશન પાછળ લીધેલો શ્રમ લેખે લાગ્યાનો સંતોષ અનુભવાશે. તા. ૫-૫-૧૯૯૮ કાન્તિભાઈ બી. શાહ Page #13 -------------------------------------------------------------------------- ________________ પરિશ્રમને સાર્થક બનાવીએ વિક્રમના સોળમા સૈકાના ત્રીજા ચરણમાં કવિ સહજસુંદર દ્વારા રચાયેલી ગુણરત્નાકરછેદ' રચના એક નોંધપાત્ર ને અદ્ભુત રચના છે. ભલે તેને “છંદ' એવા એક સાહિત્યપ્રકારની સંજ્ઞાના શબ્દના ચોકઠામાં મૂકવામાં આવે છે પણ આ કૃતિ છંદના પ્રચલિત સાહિત્યપ્રકારમાં ગણાય તેવી નથી. અનેકવિધ છંદોથી ઊભરાતી અને સ્થૂલભદ્રકોશા જેવા અલંકારમંડિત વિષયવસ્તુને સુપેરે ન્યાય આપતી આ રચના તો મધ્યકાલીન સાહિત્યમાં પોતાનું નિશ્ચિત સ્થાન અંકિત કરે છે. આ રચના વિદ્વાનથી માંડી વિદ્યાર્થીને આકર્ષિત કરે છે. આમાં ચાર અધિકાર છે અને ચારસો ઓગણીસ કડી છે એ તો તેનું પૂલ અને બાહ્ય માપ છે; પણ એટલા શબ્દવિસ્તારમાં જે અલંકારમંડિત કાવ્યનો દરિયો લહેરાય છે તેમાં અવગાહન કરનારને મબલક મોતીની છાબ હાથમાં આવે છે. કથન - કથાવસ્તુ તો સીમિત છે, પણ તેને વર્ણન દ્વારા એવી રીતે કવિ બહેલાવે છે કે વાચકને આલાદ ઊપજ્યા વિના ન રહે. તેની વર્ણનશૈલીમાં ચમત્કૃતિ અને નાવીન્ય બને છે. ઉદાહરણ તરીકે બીજા અધિકારમાં ૫૬-૫૭મી કડીમાં તેમણે કમાલ કરી છે. પૂછઈ સહીઅરસાથિ ઈંદ્ર અવતર્યઉ કિ, ના ના, પારવતી-ભરતાર ચંદ્રસૂરિજ કઈ ના ના, નલકુબ્બર કઇ ધનદ કઈ સુરતિવલભ ના ના, ભરફેસર હરિચંદ દેવ નારાયણ કિ ના ના, પેખીઉ પુરુષ પરવસિ થઈ અક્કાવારી નવિ રહઈ. સગડાલપુત્ર મ મ ઝંખ તું, સખી એમ ના ના કહઈ. (૨.૫૬) સખી સુષ્ય જે શ્રવણિ સગુણ નર સોઈ કિ હા હા, પિંગલ ભરહ કવિત્ત ગીત ગુણ જાણ કિ હા હા, વિક્સાહલ વ્યાકર્ણ લહઈ પારસી કિ હા હા, ચહેરાસી આસન્ન કોકરસ લહઈ કિ હા હા, સુકબધુત્તરી વિનોદકથા સવિ કહઈ કિ હા હા, કવિ કહઈ સહજસુંદર સદા કરઈ ગોઠિ મીઠી ઘણી પ્રસ્તાવ ભાવ વેલા લહઈ બોલિ બોલિ હા હા ભણી. (૨.૫૭) આવી રીતનું એક પદ્ય કવિ ધનપાલનું રાજા ભોજના સંદર્ભમાં આવે છે તે પ્રસિદ્ધ છે. તે પદ્ય આ પ્રમાણે છે : Page #14 -------------------------------------------------------------------------- ________________ १३ किं नन्दिः किं मुरारि: किमु रतिरमण: किं बल: किं कुबेरः किं वा विद्याधरोऽसौ किमुत सुरपतिः किं विघु: किं विधाता । ... नायं नायं न चायं व खलु नहि नवा नापि वासौ बवैषः क्रीडां कर्तुं प्रवृत्तः खयमिह हि हले । भूपतिर्मोजदेवः ॥ કવિ સહજસુંદરે પણ કડીની પંક્તિઓને અંતે “ના ના મૂકીને સરસ ચમત્કાર સર્યો છે, તો પછીની (૫૭મી) કડીમાં “હા હા મૂકી મઝાનું લયસૌંદર્ય સર્યું છે. એક સાધુપુરુષને જ લભ્ય વિદ્યાના અસીમ સીમાડા સુધી વિસ્તરેલી પ્રજ્ઞા, ચારણી સાહિત્યમાં બહુલતાએ વપરાતા છંદોનું જ્ઞાન, એ છંદોને સમ્યક રીતે પ્રયોજવાની કળા, સંગીતના ઊંડા જ્ઞાનની સાક્ષી આપતી સુરમ્ય લયબદ્ધ પદાવલિ – આવું તો કેટલુંય દર્શન આમાં પદેપદે થાય છે. યથાસ્થાને પ્રયુક્ત સુભાષિતો અને કહેવતો કવિના બહોળા અનુભવને જણાવે છે, તો વિષયને અનુરૂપ સિદ્ધાંત-શાસ્ત્ર-આગમકથિત ભાવોનું નિરૂપણ તેમના શાસ્ત્રોના વ્યાપક અવગાહન અને બોધને જણાવે છે. ચોથા અધિકારમાં ૨૪-૨૫-૨૬ એ ત્રણ કડી સાથે જ વાંચવાની છે. તેમાં તેમણે ચરિત્રગ્રંથોમાં આવતી વાત સરસ શબ્દોમાં ગૂંથી દીધી છે. ઉદર તણાં દુખ દોહિલો કથા કહું સુણિ કોરિ, ઔઠ કોડિ પુરુષે મિલી ગ્ર00 ગુણી નર સોસિ. (૪.૨) વચિ ઘાલી પાખલિ રહી ભમુહ ચડાવી ભાલિ, ધમણિ ધમી તીખી સુઈ તસુ ચોભઈ સમકાલિ. (૪.૨૫) જે વેદન હુઈ તેહનઈ આઠ ગુણી તે પાંહિં, નરગ સમી છઈ વેદના જિન જાણઈ જગમાંહિ. (૪.૨૬) ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રમાં આ વાત આ શ્લોકમાં આવે છે : सूचीभिरग्निवर्णाभिर्भिवस्य प्रतिरोम यत् ।। दुःखं नरस्याष्टगुणं तद् भवेत् गर्भवासिनः ॥ २३४ योनियन्त्रात् विनिष्क्रामन यद दुःखं लमते भवी । गर्भवासमवाद् दुःरवात् तदनन्तगुणं खलु ॥ २३५ (ત્રિષ્ટિ, :પર્વ, વતુર્થ સf, પyભરવામિારિત્રમ) આવી રીતે વિરવુત્તિ છાયા – એ ન્યાયે કવિએ પુષ્કળ અન્ય ગ્રન્થકથિત ભાવો અહીં સરળ ગેય ગુજરાતીમાં ગૂંથ્યા છે. આવા અદ્ભુત ગ્રંથનો અભ્યાસ પ્રા. શ્રી કાન્તિભાઈ બી. શાહે ઘણી જહેમત લઈને કર્યો છે. મહાનિબંધની દષ્ટિએ તેમને એક એક પડમાંથી પસાર થવાનું બન્યું છે. વરસો સુધી એક જ કૃતિનું સઘન અધ્યયન તેમણે કર્યું છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ એકથી વધારે હસ્તપ્રતોના પાઠ નોંધવા, તેનો નિર્ણય કરવો, ને દેશી શબ્દોનો સંગત અર્થ આપવો – આ બધું તેઓએ ઘણી સારી રીતે કર્યું છે. સાચે જ તેઓ ધન્યવાદના અધિકારી છે અને આ ગ્રંથને આવકારતાં હૃદય આનંદનો અનુભવ કરે છે. આજે આવા પ્રાચીન અને કદમાં મોટા કહી શકાય તેવા ગ્રંથનાં કામ કરનારા જ ક્યાં છે ? ઘણા વિદ્વાન/વિદ્યાર્થીઓને આવા મધ્યકાલીન ગ્રંથો સાથે કામ પાડતા જોયા છે ત્યારે તેઓ થોડુંક કામ કરે ત્યાં પ્રશ્નો આવે તેથી તેઓ મંદઉત્સાહી બને અને માંડી વાળે. - આવાં નીરસ જણાતાં કામોમાં તો નાળિયેર જેવો અનુભવ થાય છે. જે માણસો નાળિયેરના ઉપરના બરછટ, ખરબચડા પડને ભેદવાની ધીરજ અને શક્તિ ધરાવે છે, હાથથી કે બીજાની મદદથી પણ તેમાં મંડ્યા રહે છે તેમને જે મધુરમધુર જળ અને મીઠું ટોપરું ખાવા મળે છે તેનો સ્વાદ તો જે માણે તે જ જાણે. શ્રી કાન્તિભાઈ આવા કામમાં કંટાળ્યા નથી બલ્ક તેમણે તો આમાંથી લખલૂટ રસ જ લૂંટ્યો છે અને લૂંટીને ગૂંજે ન ભરતાં બીજાને લૂંટાવ્યો છે, આપણા બધાને આ રસાળ ખજાનો સુલભ બનાવ્યો છે. તેમને તો આ કવિ સહજસુંદરની રચનામાં એ કવિના વિશેષનામમાં કાવ્યના વિશેષણ તરીકે જ દર્શન થયાં છે. જે સહજસુંદર હોય તેને જ કાવ્ય કહેવાય અને આ કાવ્ય સહજસુંદર છે.' આને રસિક બુધજનો સારી રીતે માણે, તેની ખૂબીઓ પિછાને અને કાવ્યના અન્તસ્તત્ત્વને પામીને તેના રસાસ્વાદ દ્વારા પોતાની જિજ્ઞાસાને પરિપુષ્ટ કરીને શ્રી કાન્તિભાઈના પરિશ્રમને સાર્થક બનાવે એ જ શુભકામના. પ્રદ્યુમ્નસૂરિ અક્ષયતૃતીયા વિ.સં.૨૦૫૪ અમદાવાદ WWW.jainelibrary.org Page #16 -------------------------------------------------------------------------- ________________ અંતઃકરણપૂર્વક અભિનંદન ડૉ. કાન્તિભાઈ બી. શાહનો શોધપ્રબંધ, હવે, “સહજસુન્દરકૃત ગુણરત્નાકરછંદના શીર્ષકથી પ્રસિદ્ધ થાય છે એનો આનંદ છે. સહજસુન્દરકત “ગુણરત્નાકરછંદ' મધ્યકાલીન ગુજરાતી જૈન પરંપરાના સાહિત્યની, આશરે, પાંચસો વર્ષ જેટલી જૂની, કૃતિ છે. આ અપ્રગટ રહેલી કૃતિની દશેક હસ્તપ્રતો ઉપલબ્ધ થઈ. અને ડૉ. કાન્તિભાઈ શાહને એ હસ્તપ્રતોનો અભ્યાસ કરતાં, એક અધિકૃત સમીક્ષિત વાચના તૈયાર કરવાનું ‘સૂઝયું. સંશોધકદષ્ટિથી પાઠાંતરો નોંધીને પાઠ-સ્વીકૃતિ માટેની શાસ્ત્રીય છણાવટની રીતિ દ્વારા પસંદગીની પદ્ધતિએ તેમણે અધિકૃત વાચના તૈયાર કરીને, અહીં પ્રકાશિત કરી છે. આ સાથે “ગુણરત્નાકરછંદના યૂલિભદ્ર અને કોશા ગણિકાના વિશિષ્ટ કથાનકનેય, એની વિશાળ પરંપરાની ભૂમિકા સાથે, આસ્વાદશૈલીમાં પ્રસ્તુત કર્યું છે. કૃતિનો ભાષાસંદર્ભ, આપણા સમયથી ખાસ્સો દૂરનો હોઈ, કૃતિગત શબ્દકોશ અને કૃતિનો અવાચીન ગુજરાતીમાં ગદ્યાનુવાદ વાચકો માટે ઉપકારક થશે જ. જીવનનો ચરિતાર્થ શેમાં, અને એ દિશામાં પ્રસ્થાન કરવા ઈચ્છુકની તિતિક્ષાની સંભવિત ભૂમિકાઓ કેવી હોય, એનો, મૂર્ત, સ-રસ અને પરિણામકારી ઉપદેશ સંપડાવતી આ કૃતિનું પ્રકાશન, સંશોધન અને સાહિત્ય ઉભય ક્ષેત્રે સમૃદ્ધિરૂપ બની રહેશે ડૉ કાન્તિભાઈ બી. શાહને, અંત:કરણપૂર્વક અભિનંદન. ૨૩–૩–૧૯૯૮ ડો. સુભાષ દવે વડોદરા Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન સંપાદકીય નિવેદન પરિશ્રમને સાર્થક બનાવીએ / આ.શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી અંતઃકરણપૂર્વક અભિનંદન / ડૉ. સુભાષ દવે પ્રાસ્તાવિક અને પરિશીલન પ્રાસ્તાવિક ૧. કવિ સહજસુંદર અને એમનું સાહિત્યસર્જન ૨. સ્થૂલિભદ્ર-કોશા કથાનકના આધારસ્રોત ગ્રંથો અને સ્થૂલિભદ્ર-કોશાનું સંકલિત કથાનક ૩. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય-પરંપરામાં સ્થૂલિભદ્ર-કોશા વિષયક પ્રગટ-અપ્રગટ કૃતિઓ યાદી અને ઉપલબ્ધ કૃતિઓનો સંક્ષિપ્ત પરિચય ૪. ‘છંદ’ નામક કાવ્યપ્રકાર અને મધ્યકાલીન ગુજરાતીમાં છંદરચનાઓ ૫. ‘ગુણરત્નાકરછંદ’ની સમીક્ષા ૬. પ્રતપરિચય અને પાઠસંપાદનપદ્ધતિ ગુણરત્નાકરછંદ' : સમીક્ષિત વાચના પાઠાંતર, પાઠચર્ચા, ગદ્યાનુવાદ અને વિવરણ સહિત] પહેલો અધિકાર બીજો અધિકાર ત્રીજો અધિકાર ચોથો અધિકાર શબ્દકોશ પરિશિષ્ટ અનુક્રમ ‘ગુણરત્નાકરછંદ’ની વથી ૪ સુધીની હસ્તપ્રતોમાં નિર્દિષ્ટ છંદોની યાદી સંદર્ભસૂચિ ૧૧૭૪ ૩૬ ૭-૨૦ ૨૧-૩૭ ૩૮-૬૯ ૭૦-૯૪ ૯૫-૧૪૯ ૧૫૦-૧૭૩ ૧૭૫-૩૩૫ ૧૭૭૨૦૩ ૨૦૪-૨૬૮ ૨૬૯-૩૦૩ ૩૦૪-૩૩૫ ૩૩૬-૩૬૭ ૩૬૮-૩૭૫ ૩૬૮-૩૭૫ ૩૭૬-૩૭૯ Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક અને પરિશીલન Page #19 -------------------------------------------------------------------------- ________________ Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક જેને આપણે પ્રાચીન કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય તરીકે ઓળખીએ છીએ તે સાહિત્ય ૧૨મા શતકથી ૧૯મા શતકના પૂર્વાર્ધ સુધીના સમયપટ પર પથરાયેલું છે. અંગ્રેજી કેળવણી અને અંગ્રેજી સાહિત્યનો પ્રભાવ ઝીલીને ખેડાયેલા અને વિકસેલા અર્વાચીન ગુજરાતી સાહિત્ય કરતાં આ મધ્યકાલીન સાહિત્ય જે પરંપરામાં વિકસ્યું છે એ એની કેટલીક આગવી લાક્ષણિકતાઓ ધરાવે છે. હસ્તલિખિત કે કંઠસ્થ સ્વરૂપ, બહુધા પદ્યનું માધ્યમ, એનો મુખ્યત: ધાર્મિકસાંપ્રદાયિક સંદર્ભ, છતાં અન્ય જીવનરસો પ્રત્યે પણ એની જળવાયેલી અભિજ્ઞતા, એની ભાષાભિવ્યક્તિ, રચનારીતિ – આ બધી લાક્ષણિકતાઓ ધરાવતું મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ગુર્જર પ્રજાનો એક અતિ મૂલ્યવાન વારસો છે. - મધ્યકાળના આ ગુજરાતી સાહિત્યના સર્જકોમાં પંચોતેર ટકા જેટલા સર્જકો તો જૈન સાધુકવિઓ છે. છતાં મધ્યકાળના ગુજરાતી સાહિત્યને ખેડનારા અને વિકસાવનારા સર્જકોમાં નરસિંહ, મીરાં, અખો, પ્રેમાનંદ, શામળ, દયારામ જેવી જૈનેતર કવિપ્રતિભાઓના સર્જનનાં અભ્યાસ-મૂલ્યાંકન પ્રમાણમાં વિશેષ અને વ્યાપક રીતે થતાં રહ્યાં છે; એવો લાભ કોઈ જૈન કવિને ભાગ્યે જ મળ્યો છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય વિશે લખાયેલા ઇતિહાસોમાં અને શાળામહાશાળાઓમાં તદ્વિષયક અભ્યાસક્રમોમાં જેટલું સ્થાન જૈનેતર ગુજરાતી સાહિત્યને આપવામાં આવ્યું છે એટલું જૈન કવિઓના સાહિત્યસર્જનને આપવામાં આવ્યું નથી. નરસિંહ પૂર્વેના ૧૨માથી ૧૪મા શતકના ગુજરાતી સાહિત્યમાં થોડીક અપવાદરૂપ જૈનેતર કૃતિઓ બાદ કરતાં સઘળું ઉપલબ્ધ ગુજરાતી સાહિત્ય જૈન સાહિત્ય છે. ઈ.સ.૧૧૮૫નું રચનાવર્ષ ધરાવતી સૌથી વહેલી ઉપલબ્ધ ગુજરાતી કૃતિ ભરતેશ્વર બાહુબલિરાસ' એ જૈન સાધુકત શાલિભદ્રસૂરિની રચના છે. જ્યારે ગુજરાતી ભાષાની રચનાવર્ષ ધરાવતી સૌથી પહેલી જૈનેતર કૃતિ હંસાઉલી’ ઈ.સ. ૧૩૭૧માં રચાઈ છે; જે ભરતેશ્વર બાહુબિલરાસ' રચાયાના ૨૦૦ વર્ષ પછી લખાયેલી છે. આમ ગુજરાતી ભાષામાં સાહિત્યસર્જન કરવાનો આરંભ જૈન સાધુકવિઓએ કર્યો જણાય છે. જૈન કવિઓને હાથે વિપુલ સાહિત્યસર્જન પાછળનું મહત્ત્વનું પરિબળ એ રહ્યું કે તેઓ ઘણુંખરું નાની ઉંમરે દીક્ષાજીવન અંગીકાર કરી ઉપાશ્રયોમાં રહી સરસ્વતીની ઉપાસના કરનારા સાધુઓ હતા. જૈન સાધુઓએ પાર વિનાનું કથનાત્મક : Page #21 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય સર્જ્યો છે જેમાં પૌરાણિક-ધાર્મિક, ઐતિહાસિક, લૌકિક, રૂપકાત્મક અને ચરિત્રાત્મક કથાઓનો સમાવેશ થાય છે. આવી કથનાત્મક કૃતિઓને સામાન્ય રીતે એમણે ‘રાસા’ સંજ્ઞાથી ઓળખાવી છે. કેવળ જૈન કથાનકોને જ નહીં, રામાયણ અને મહાભારત આદિનાં કથાવસ્તુઓને પણ એમણે આ કથનાત્મક સાહિત્યસર્જનમાં ઉપયોગમાં લીધાં છે. રાસા અને ફાગુ એ મધ્યકાળમાં જૈન કવિઓને હાથે વિકસેલા સાહિત્યપ્રકારો છે. આ ઉપરાંત બારમાસા, પૂજા, વિવાહલો, વેલી, સ્તવન, સઝાય, છંદ, સલોકો, ચૈત્યવંદન, સ્તુતિ (થોય), પ્રહેલિકા, હરિયાળી, ગહૂંળી – એમ દીર્ઘથી માંડી લઘુ કાવ્યસ્વરૂપોવાળું વિપુલ સાહિત્યસર્જન આ કવિઓને હાથે થયું છે. તેમજ બાલાવબોધ, સ્તબક, ટબો, બોલી જેવાં ગદ્યસ્વરૂપો પણ મોટા પાયા ૫૨ એમણે ખેડ્યાં છે. એ સ્વીકારવું પડે કે આ જૈન સાધુકવિઓનું સાહિત્ય ધાર્મિક પ્રયોજનવાળું હતું. વિશેષે કરીને ધર્મ પ્રત્યેની આ સાધુકવિઓની પ્રતિબદ્ધતા અને એમના ધર્માભિનવેશનું આ પિરણામ હતું. પણ, ધર્મબોધના આ હેતુપ્રાધાન્યને લઈને જ એ સઘળું સાહિત્ય સાહિત્યિક ગુણવત્તા કે કાવ્યતત્ત્વના અંશો ધરાવતું જ નથી એમ કહી શકાશે નહીં. આ જૈન કવિઓમાં પણ સમયેસમયે એવી કેટલીક પ્રતિભાઓ મળતી જ રહી છે જેમની કૃતિઓમાં કાવ્યગુણના ચમકારા વરતાય છે. ધાર્મિક પ્રયોજનથી રચાયેલા આ સાહિત્યમાં તે કવિઓએ પાત્રોના ભાવજગતનાં કરેલાં નિરૂપણો તેમજ ભાષાભિવ્યક્તિ, અલંકારરચનાનું કૌશલ, કથનની સચોટતા, પ્રાસાનુપ્રાસ, આંતર્યમક, ઝડઝમક, છંદો-દેશીઓ-ઢાળોનો વિનિયોગ - વગેરે દ્વારા કાવ્યનાં આંતર-બાહ્ય અંગોની કરેલી માવજત આપણું ધ્યાન ખેંચ્યા વિના રહેશે નહીં. સર્જનપ્રતિભા ધરાવતા આવા કેટલાક જૈનકવિઓમાં જિનપદ્મસૂર, જયશેખરસૂરિ, લાવણ્યસમય, સહજસુંદર, જયવંતસૂરિ, યશોવિજય ઉપાધ્યાય, આનંદઘન, નયસુંદર, સમયસુંદર, ઋષભદાસ (શ્રાવક), જિનહર્ષ, ઉદયરત્ન, દીપવિજય અને પં.વીરવિજયનો સમાવેશ થઈ શકે. વળી, એક મહત્ત્વની વાત એ ધ્યાનમાં રહે કે આ બધા વિઓનું બધું જ સાહિત્ય પ્રગટ થયું નથી. મધ્યકાળનું જૈન સાહિત્ય જેટલું પ્રગટ થયું છે તે કરતાં ઘણું તો હજી અપ્રગટ છે અને ભંડારોમાં હસ્તપ્રતો રૂપે જ સચવાયું છે. જૈનો પાસે હસ્તપ્રતોની અને એના ભંડારોની જાળવણીની એક વિશિષ્ટ સૂઝ અને ચીવટ હોઈને જુદાંજુદાં સ્થળોના અનેક ભંડારોમાં આ હસ્તપ્રતો જળવાઈ છે અને શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ જેવા વિદ્વાન સૂચિકારે ઘણીબધી હસ્તપ્રતોની શતકવાર ૪ / સહજસુંદસ્કૃત ગુણરત્નાકરછંદ Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક / ૫ યાદી કરીને જૈન ગૂર્જર કવિઓજેવા આકરગ્રંથ રૂપે એને પ્રગટ પણ કરી છે. હસ્તપ્રતો રૂપે જ રહેલું આ બધું જ સાહિત્ય જો પ્રગટ થાય તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સમૃદ્ધ વારસો એના યથાર્થ સ્વરૂપે પ્રકાશમાં આવે. આ ભૂમિકા અહીં એટલા માટે રજૂ કરી કે આ શોધનિબંધ માટે સહજસુંદર કવિની કૃતિ ગુણરત્નાકરછંદ વિશેનું સંશોધન હાથ ધરાયું તેની સાથે ઉપર કહેલી બધી વાત સંકળાય છે. ‘ગુણરત્નાકરછંદ' કૃતિ ઈશુની ૧૬મી સદીના પૂર્વાધિમાં થયેલા જૈન સાધુકવિ સહજસુંદરની સં.૧૫૭૨ / ઈ.સ.૧૫૧૬માં રચાયેલી, સ્થૂલિભદ્ર-કોશાના કથાનકને રજૂ કરતી, વિવિધ છંદોમાં વહેતી, કાવ્યાત્મક ગુણવત્તાથી સભર એક કથનાત્મક દીર્ઘ (૪૧૯ કડીની રચના છે અને હજુ સુધી અપ્રગટ છે. કવિ સહજસુંદરે નાનીમોટી થઈને લગભગ પચીસેક કૃતિઓનું સર્જન કર્યું છે. કવિએ સાહિત્યસર્જન કર્યું સોળમી સદીમાં, પણ ત્રણ નાની સઝાયો જેવી લઘુકૃતિઓને બાદ કરતાં છેક ઈ.સ.૧૯૮૪ સુધી આ કવિનું કાંઈ જ સાહિત્ય પ્રગટ થયું નહોતું. છેક ૧૯૮૪-૮૫માં ડૉ. નિરંજના વોરાએ કવિ સહજસુંદરની બે રાકૃતિઓ પરદેશી રાજાનો રાસ’ અને ‘સૂડા સાહેલી રાસ' અનુક્રમે ભાષાવિમર્શ'ના જુલાઈ-સપ્ટે. '૮૪ના અંકમાં અને ઑક્ટો.-ડિસે. '૮૫ના અંકોમાં સંપાદિત કરી પ્રગટ કરી. ત્યારબાદ એમણે સહજસુંદરની એ બે અને અન્ય કેટલીક રાસકૃતિઓ, સઝાય, સ્તવન, ગીત વગેરે નાની-મોટી રચનાઓને ૧૯૮૯માં “કવિ સહજસુંદરની રાસકૃતિઓ' પુસ્તકમાં પ્રગટ કરી. પણ કવિ સહજસુંદરની બધી રચનાઓમાં સર્વોત્તમ કૃતિ તો છે “ગુણરત્નાકરછંદ'; જે અદ્યાપિપર્યત અપ્રગટ જ કૃતિ કથનાત્મક છે, પણ કવિ કેવળ કથા કહી જતા નથી. કથાના આછાપાતળા દોરનો આધાર લઈને સ્થૂલિભદ્ર અને કોશાની ભાવસૃષ્ટિને નિરૂપતી, કાવ્યાત્મક વર્ણનો આલેખતી અને વૈવિધ્યપૂર્ણ લયછટાઓમાં છંદોગાન કરતી આ કૃતિના અંતરંગબહિરંગની કવિએ સુપેરે માવજત કરી છે. કૃતિ તો કાવ્યરસે સભર ખરી જ, તે ઉપરાંત એની ઘણી હસ્તપ્રતો અમદાવાદ, પાટણ, સૂરત આદિના જ્ઞાનભંડારોમાં ઉપલબ્ધ છે. જૈન ગૂર્જર કવિઓમાં જ આ કૃતિની ૨૭ હસ્તપ્રતો નોંધાયેલી છે. લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદમાં એની ૧૮ હસ્તપ્રતો ઉપલબ્ધ છે. છતાં પણ આવી એક રસિક કૃતિ હજી સુધી અપ્રગટ જ રહી જવા પામી. જ્યાં સુધી “ગુણરત્નાકરજીંદા કૃતિ અપ્રગટ છે ત્યાં સુધી કવિ સહજસુંદર પણ અપ્રગટ જેવા જ છે એમ કહીએ તો ચાલે. Page #23 -------------------------------------------------------------------------- ________________ મારા આ શોધનિબંધનો વિષય છે : સહજસુંદરકત “ગુણરત્નાકરછંદ : એની સમીક્ષિત વાચના અને આલોચનાત્મક અભ્યાસ. આ સંશોધનકાર્ય હાથ ધરવા પાછળનો અને તે કાર્ય માટે પ્રસ્તુત વિષય પસંદ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે સોળમી સદીના પૂવધિના એક પ્રતિભાશાળી કવિની કાવ્યગુણ ધરાવતી એક રસિક કૃતિ પ્રકાશમાં આવે; અને મધ્યકાલીન ગુજરાતી કાવ્યરચનાની વિશેષતા દર્શાવનારું એક લાક્ષણિક ઉદાહરણ આપણે પ્રત્યક્ષ કરીએ – મધ્યકાલીન સાહિત્યની આપણી અભિજ્ઞતાને વધુ સંકોરીએ. ૬ / સહજસુંદરકત ગુણરત્નાકરછેદ WWW.jainelibrary.org Page #24 -------------------------------------------------------------------------- ________________ કવિ સહજસુંદર અને એમનું સાહિત્યસર્જન આ જૈન સાધુકવિ ઉપકેશગચ્છના સિદ્ધસૂરિ - ધનસારની પરંપરામાં શ્રી રત્નસમુદ્ર ઉપાધ્યાયના શિષ્ય હતા. એમણે રચેલી કૃતિઓમાંથી સૌથી વહેલું રચનાવર્ષ ધરાવતી કૃતિ “ઇલાતીપુત્ર સઝાય' સં.૧૫૭૦માં રચાયેલી મળે છે, જ્યારે સૌથી મોડું રચનાવર્ષ ધરાવતી કૃતિ તેતલિમંત્રીનો રસ સં.૧૫૯૫માં રચાયેલી મળે છે. આમ આ કવિનો કવનકાળ સં.૧૫૭૦થી સં.૧૫૯૫ (ઈ.સ.૧૫૧૪થી ૧૫૩૯)નો નિશ્ચિત થાય છે. એ રીતે કવિ સહજસુંદર ઈશુના સોળમા શતકના પૂવધિના કવિ ઠરે છે. અને ઈશુના પંદરમા શતકના અંતિમ તબક્કામાં તેઓ જન્મ્યા હોવાનું સંભવિત ગણી શકાય એમ છે. કવિએ રચેલી કેટલીક રાસકૃતિઓમાં તેમજ “ગુણરત્નાકરછંદ જેવી દીર્ઘ કૃતિઓમાં પોતે જે ગુરુપરંપરા અને ગચ્છના નિર્દેશો કર્યા છે તે સિવાય એમના જીવન વિશેની કોઈ વિશેષ માહિતી ઉપલબ્ધ નથી. કવિ સહજસુંદરે રચેલી નાનીમોટી કૃતિઓની સંખ્યા લગભગ ૨૫ જેટલી થવા જાય છે. એ રચનાઓમાં રાસ, છંદ, સંવાદ, વેલી, સ્તવન, સઝાય આદિ સ્વરૂપવૈવિધ્યવાળી રચનાઓનો સમાવેશ થાય છે. આ કવિની પ્રગટ-અપ્રગટ કૃતિઓની યાદી આ પ્રમાણે છે : ૧. ઋષિદના મહાસતી રાસ : ર.ઈ.૧૫૧૬/સં.૧૫૭૨) ૩૬૮ કડીની સતી ઋષિદત્તાના શિયળને નિરૂપતી કતિ. અપ્રગટ છે. ૨. “સ્વામી અંતરંગ રસ / વિવાહલો : (ર.ઈ.૧૫૧૬/૧૫૭૨) ૬૪ કિડીની રચના. પ્રગટ થઈ છે. “કવિ સહજસુંદરની રાસકૃતિઓ' (સં. નિરંજના વોરા, પ્રકા. પ્રાકૃત વિદ્યામંડળ, અમદાવાદ)માં ગ્રંથસ્થ છે. ૩. આત્મરાજ રાસ : (ર.ઈ. ૧૫૨૬(૩૨)/સં.૧૫૮૨(૮), ૮૦ કડીની કૃતિ. અપ્રગટ છે. ૪. પ્રસન્નચંદ્ર રાજર્ષિ રાસ : ર.ઈ.૧૫૩૬/સં.૧૫૯૨) અપ્રગટ છે. પતેતલિમંત્રીનો રાસ : (ર.ઈ.૧૫૩૯/મં.૧૫૯૫, આસો સુદ ૮) ર૬૦ કડીની કથા. પ્રગટ થઈ છે. “કવિ સહજસુંદરની રાસકૃતિઓ સં. નિરંજના વોરા, પ્રકા. પ્રાકૃત વિદ્યામંડળ, અમદાવાદ)માં ગ્રંથસ્થ છે. ૬. ઈરિયાવહી વિચાર રાસ : ૮૭ કડીની બોધાત્મક રચના. પ્રગટ થઈ છે. કવિ સહજસુંદરની રાસકૃતિઓ (સં. નિરંજના વોરા, પ્રકા. પ્રાકૃત વિદ્યામંડળ, Page #25 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદ)માં ગ્રંથસ્થ છે. ૭. પરદેશી ( = પ્રદેશી) રાજાનો રાસ : ૨૧૨ કડીની માનવીનાં શુભાશુભ કર્મનાં ફળોને નિરૂપતી કથા. પ્રગટ થઈ છે. “કવિ સહજસુંદરની રાસકૃતિઓ સં. નિરંજના વોરા, પ્રકા. પ્રાકૃત વિદ્યામંડળ અમદાવાદ)માં ગ્રંથસ્થ છે. ૮. શકરાજ/ સુડા સાહેલી રાસ/પ્રબંધઃ ૧૬૦ કડીની લૌકિક કથાવસ્તુવાળી કૃતિ. પ્રગટ થઈ છે. “કવિ સહજસુંદરની રાસકૃતિઓ' (સં. નિરંજના વોરા, પ્રક. પ્રાકૃત વિદ્યામંડળ, અમદાવાદ)માં ગ્રંથસ્થ છે. ૯. રત્નકુમાર / રત્નસાર ચોપાઈ/શ્રાવક પ્રબંધ : (.ઈ.૧૫૨૬(૩૦)/સં. ૧૫૮૨(૬) ૩૦૮ કડીની નાયકનાં સાહસ અને શૌર્યને આલેખતી કથા. પ્રગટ થઈ છે. “કવિ સહજસુંદરની રાસકૃતિઓ' (સં. નિરંજના વોરા, પ્રકા. પ્રાકૃત વિદ્યામંડળ, અમદાવાદ)માં ગ્રંથસ્થ છે. ૧૦. ગુણરત્નાકર છેદ / સ્થૂલભદ્ર છંદ : (ર.ઈ.૧૫૧૯/મં.૧૫૭૨) ૪૧૯ કડીની, ચાર અધિકારમાં વિભક્ત, વિવિધ છંદોમાં રચાયેલી, સ્થૂલિભદ્ર-કોશાના કથાનકને નિરૂપતી છંદસ્વરૂપની રચના. કૃતિ અપ્રગટ છે. ૧૧. સરસ્વતી માતાનો છંદ : (ર.ઈ.૧૫૧૬/સ૧૫૭૨) ૧૪ કડીની સરસ્વતીની દેવીની સ્તુતિ કરતી, ‘ગુણરત્નાકરછંદ-અંતર્ગત પણ પ્રાપ્ત થતી કૃતિ. પ્રગટ થઈ છે. કવિ સહજસુંદરની રાસકૃતિઓ' (સં. નિરંજના વોરા, પ્રકા. પ્રાકૃત વિદ્યામંડળ, અમદાવાદમાં પ્રર્થસ્થ છે. ૧૨. આંખ-કાન સંવાદ ઃ ૫ કડીની, આંખ અને કાન વચ્ચેના સંવાદ રૂપે નિરૂપાયેલી, અંતમાં બન્ને ઇન્દ્રિયો વચ્ચે સુમેળ સધાવી જિનભક્તિને માણવા પ્રેરતી સંવાદરચના. કૃતિ અપ્રગટ છે. ૧૩. યૌવન-જરા સંવાદ : ૨૫ કડીની, યૌવન અને જરા વચ્ચેના સંવાદને નિરૂપતી, અંતે બન્ને વચ્ચેનો વિરોધ-વિવાદ દૂર કરાવી સુમેળ રચી આપતી સંવાદરચના. કૃતિ અપ્રગટ છે. ૧૪. ગભવિલી : ૪૪ કડીની કૃતિ. કૃતિ અપ્રગટ છે. ૧૫. આદિનાથ શરુંજય સ્તવન : લઘુ સ્તવનરચના. કૃતિ અપ્રગટ છે. ૧૯. સીમંધર સ્તવન : ૧૮ કડીની, સીમંધરસ્વામીની સ્તવના કરતી લઘુકૃતિ. પ્રગટ થઈ છે. “કવિ સહજસુંદરની રાસકૃતિઓ' (સં. નિરંજના વોરા, પ્રકા. પ્રાકૃત વિદ્યામંડળ, અમદાવાદ)માં ગ્રંથસ્થ છે. ૧૭. લાતીપુત્ર સાય/ અસ : (ર.ઈ.૧૫૧૪/સં.૧૫૭૦, જેઠ વદ ૯) ૩૦ કડીની ઇલાતીપુત્રના ચારિત્રને આલેખતી કૃતિ. પ્રગટ થઈ છે. “કવિ સહજસુંદરની ૮ / સહજસુંદરત ગુણરત્નાકરછંદ Page #26 -------------------------------------------------------------------------- ________________ કવિ સહજસુંદર અને એમનું સાહિત્યસર્જન / ૯ રાસકૃતિઓઃસં નિરંજના વોરા, પ્રકા. પ્રાકૃત વિદ્યામંડળ, અમદાવાદ)માં ગ્રંથસ્થ છે. ૧૮. શાલિભદ્ર સઝાય અથવા ધન્ના શાલિભદ્ર સ»ય : ૧૭ કડીની શાલિભદ્રના ચરિત્રને સંક્ષેપમાં રજૂ કરતી સઝાયરચના. પ્રગટ થઈ છે. કવિ સહજસુંદરની રાસકૃતિઓ' (સં. નિરંજના વોરા, પ્રકા. પ્રાકૃત વિદ્યામંડળ, અમદાવાદ), મોટું સઝાયમાળા તેમજ અન્ય સંગ્રહોમાં ગ્રંથસ્થ છે. ૧૯. કાયાપુર પાટણની સઝાય : ૬ કડીની બોધાત્મક સઝાયકૃતિ. પ્રગટ થઈ છે. “શ્રી સઝાયમાલા” ભા. ૧ પ્રકા. શ્રાવક ખીમજી ભીમસિંહ માણેક)માં ગ્રંથસ્થ ૨૦. નિંદાવાક સઝાય : ૬ કડીની બોધાત્મક સઝાયકૃતિપ્રગટ થઈ છે. આ કૃતિ “સઝાયમાલા' (લલ્લુભાઈ કરમચંદ) તથા અન્ય સંગ્રહોમાં ગ્રંથસ્થ છે. ૨૧. નંદ્યાની સ્વાધ્યાય : ૫ કડીની બોધાત્મક સઝાયકૃતિ. પ્રગટ થઈ છે. કવિ સહજસુંદરની રાસકૃતિઓ' (સં. નિરંજના વોરા, પ્રકા. પ્રાકૃત વિદ્યામંડળ, અમદાવાદ) તથા “સક્ઝાયમાલાસંગ્રહમાં ગ્રંથસ્થ છે. ૨૨. સ્થૂલિભદ્ર સ્વાધ્યાય : ૯ કડીની, સ્થૂલિભદ્ર-કોશાના વિષયવસ્તુવાળી સઝાયકૃતિ. પ્રગટ થઈ છે. “કવિ સહજસુંદરની રાસકૃતિઓ'(સં. નિરંજના વોરા, પ્રકા. પ્રાકૃત વિદ્યામંડળ, અમદાવાદ)માં ગ્રંથસ્થ છે. ૨૩. કોશ્ય-ગીતઃ ૭ કડીની “સ્થૂલિભદ્ર-સ્વાધ્યાયને લગભગ મળતી આવતી લઘુકૃતિ પ્રગટ થઈ છે. કવિ સહજસુંદરની રાકૃતિઓ' (સં. નિરંજના વોરા, પ્રકા. પ્રાકૃત વિદ્યામંડળ, અમદાવાદમાં ગ્રંથસ્થ છે. ૨૪. અમકુમારરાસ - ૨૫ સાધુગુણમાળા : આ બન્ને કૃતિઓનો “કવિ સહજસુંદરની રાસકૃતિઓ' પુસ્તકમાં માત્ર ઉલ્લેખ જ મળે છે. ૨૬. વ્યાકરણ પ્રથમ પાદ : આ સંસ્કૃત વ્યાકરણ ગ્રંથ કવિ સહજસુંદરે સે. ૧૫૮૧માં આસો સુદ ૧૪ને મંગળવારે લિપિબદ્ધ કર્યો છે. કૃતિ અપ્રગટ છે. પ્રગટ કૃતિઓનો સંક્ષિપ્ત પરિચય • જબૂસ્વામી અંતરંગ રાસ / વિવાહલો ૬૪ કડીની, રા/વિવાહલો બન્ને સ્વરૂપનામોથી ઓળખાવાયેલી જંબૂસ્વામીના મુક્તિવધૂ સાથેના વિવાહને નિરૂપતી આ રચના છે. કૃતિના અંતમાં રચનાવર્ષ પ્રાપ્ત નથી. પણ ગુજરાતી સાહિત્યકોશેએનો સમય ઈ.૧૫૧૬/સં.૧૫૭૨ હોવાનો નિર્દેશ કર્યો છે. વિરક્તિભાવમાં જેમનું ચિત્ત ચોહ્યું છે એવા જંબુસ્વામીને એમની આઠેય Page #27 -------------------------------------------------------------------------- ________________ પત્નીઓ પોતાને ન ત્યજવા વિનવે છે. તેઓ કહે છે : યૌવન-સરોવર ઊલટઈ, પ્રીયડા બંધન પાલિ, નારિ નિરાસ ન છોડીઇ, જિમ જલ વિણ તડાલિ.” પછી બધી નારીઓ પ્રશ્ન કરે છે કે “અમને ટાળીને તું કઈ અનુપમ નારીને વરવા ઇચ્છે છે ?” ત્યારે બૂસ્વામી ઉત્તર આપે છે કે, “મોક્ષનગરના રાજાની અપ્સરા જેવી કુંવરી મુક્તિ છે. એ બાલકુમારીને અમે પરણશું.’ કમલિનીની ઉપમા આપીને આ મુક્તિસુંદરીને વર્ણવતાં કવિ લખે છે : “તુરણી તે કમલિણિ જિસી સરસ સુગંધ સુવાસ, પુરુષભમર વેધ્યા મરઇ ક્ષણહ ન છોડઈ પાસ. તેહ સિવું ગુણરસ ગોઠડી જે એક વાર કરંતિ, વેધ વિધૂંધુઉ ભમરલુ પાછલે તે ન વલંતિ.” આ રીતે કવિ અહીં નારીઓના વિરહનિરૂપણમાં ક્વચિત્ ભાવોત્કટતા આણે છે, તો મુક્તિવધૂના આલેખનમાં વર્ણનશક્તિનો ચમકાર દાખવે છે. કવિનાં વર્ણનો આલંકારિક અને ચિત્રાત્મક બન્યાં છે. જેમકે – “આક તણાં ફલ કુંણ ભખઈ, જિણિ હો ચાખ્યા અંબ' (જેણે એક વખત કેરીનો સ્વાદ લીધો હોય, પછી આકડાના ફળને કોણ ખાય ) જેવી દાંતાત્મક પંક્તિઓ અહીં છે. - વિવાહલાની ઢાળમાં કવિ જંબુસ્વામીનાં ધ્યાન-તપ-સંયમને વિવાહમંગલના રૂપકથી વર્ણવે છે. જેમકે –. નવ તત્ત્વ પુણ્ય વિશેષતા એ પકવાન ભલી પરિ નીપના એ, આઠ કર્મ ઇંધણ ચઢઈ એ, સુભ ધ્યાન તણા ધાન ઉલટઈ એ.’ અઢાર સહસ્ત્ર શીલાંગનો રથ, ચતુર્વિધ સંઘનું સાજન, કેવળજ્ઞાનનો ઘોડો, પંચમહાવ્રતનાં છત્ર – આ બધા સમેત જોડાયેલી જાન મોક્ષનગરી જઈને ઊતરી. આ મુક્તિવધૂને વરીને કાવ્યનાયકનો જન્મમરણનો ભય ટળ્યો. • તેતલિમંત્રીનો રાસ ૨૬૦ કડીની આ કથાત્મક રચનામાં અવાંતરે ચોપાઈ અને દુહા-છંદનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કવિ શસ' સંજ્ઞાથી ઓળખાવાયેલી આ કથાકૃતિનો સરસ્વતીની સ્તુતિથી પ્રારંભ કરે છે. સંયમમાર્ગે વળવાનો ઉપદેશ આપતી આ એક ધર્મરંગી કથા છે. તેતલિપુર નગરમાં કનકરથ નામે રાજા હતો. તેતલિપુત્ર એક સુવર્ણકારની પુત્રી પોટ્ટિલાના દેહસોંદર્યથી આકર્ષાઈને એની સાથે લગ્ન કરી સુખમાં દિવસો વિતાવવા લાગ્યો. ૧૦ | સહજસુંદકૃત ગુણરત્નાકરછેદ Page #28 -------------------------------------------------------------------------- ________________ કવિ સહજસુંદર અને એમનું સાહિત્યસર્જન / ૧૧ રાજા કનકરથને રાજ્ય ભોગવવાની આસક્તિ એટલી તીવ્ર હતી કે એ પોતાના જન્મેલા પુત્રોને પણ પોતાના હરીફ ગણી, એમને વિકલાંગ બનાવી દેતો. રાણી રાજાની આ આદતથી ખૂબ વ્યથિત રહેતી અને યોગ્ય પિંડદાન કરી શકનાર અને રાજવારસો શોભાવી શકનાર સુપુત્રની ઇચ્છા હંમેશાં રાજા આગળ પ્રગટ કરતી. પણ રાજા રાણીની વિનંતીને ઠુકરાવતો. આથી રાણીએ તેતલિમંત્રીની સાથે વ્યવસ્થા ગોઠવી પુત્રના ગુપ્ત ઉછેર માટે વિચાર્યું. રાણી અને મંત્રીપત્ની બંને સાથે સગર્ભા બનતાં મંત્રીને એ તક મળી. પોટ્ટિલાને જન્મેલી મૃત બાળકી રાણી પદ્માવતી પાસે મૂકી દીધી, અને રાણીને જન્મેલો કુંવર પોટિલાને સોંપ્યો. મંત્રીએ રાજકુંવરનું નામ મકરધ્વજ પાડ્યું. સમય જતાં તેતલિપુત્રને પોટ્ટિલા અપ્રિય થઈ પડી. એક દિવસે સાધ્વી સુવ્રતાનું નગરમાં આગમન થતાં પોલ્ફિલાએ સાધ્વીજીને, પતિપ્રેમ પુનઃ પ્રાપ્ત કરવાનો ઉપાય પૂછડ્યો. સાધ્વીના સદુપદેશથી પોટિલાએ દીક્ષા માટે પતિની અનુજ્ઞા માગી. તેતલિપુત્ર ભવિષ્યમાં પોતાને કેવલ પ્રરૂપિત ધર્મનો આદેશ આપવાની શરતે દીક્ષા માટે સંમતિ આપી. રાજા કનકરથનું મૃત્યુ થતાં મકરધ્વજ ગાદીએ બેઠો. તેતલિપુત્ર વૈભવની છોળોમાં સુખચેનનું જીવન ગુજારવા લાગ્યો. પોટ્ટિલાએ એને બોધ પમાડવા અને એનો મદ ઉતારવા મકરધ્વજને એનાથી વિમુખ કર્યો. રાજા વિમુખ થતાં બધાંથી મંત્રી તિરસ્કૃત થયો. પોઠ્ઠિલદેવે હાજર થઈ એને સંયમમાર્ગ ચીંધ્યો. તેતલિપુત્રને જાતિસ્મરણ જ્ઞાન થતાં પૂર્વભવ સાંભર્યો અને શુભયોગે કર્મક્ષય થતાં એણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. મકરધ્વજે પણ તેતલિપુત્ર પાસે આવી ક્ષમાયાચના કરી સંયમધર્મ અંગીકાર કર્યો. આ કૃતિમાં કથા ઝડપથી ગતિ કરે છે. ક્રમશ: પોટ્ટિલા, તેતલિપુત્ર, મકરધ્વજ સંયમનો માર્ગ સ્વીકારે છે. કૃતિનાં કેટલાંક સ્થાનો કાવ્યસ્પર્શવાળાં બન્યાં છે. ક્યાંક પાત્રરેખાંકન, પાત્રનું મનોમંથન, પાત્રના હૃદયભાવોનું નિરૂપણ સુખપણે થયેલું જોઈ શકાય, તો ક્યાંક વર્ણનો પણ આલંકારિક બન્યાં છે. વિકલાંગ સંતાનનું ચિત્ર કવિ આ પ્રમાણે આપે છે : પાંખ વિહુણા પંખીઆ જિમ ઝુરઇ દિનરાતિ, સુત ઝુરઈ તિમ તાહરા, કાંઇ વિલંધ્યા તાતિ.” તેતલિમંત્રીની પોટિલા તરફની પ્રીતિઓટનું ચિત્ર જુઓ : “જિમ ચૂડી ચટલું તંબોલ, કુકમ કેસરનું જિમ રોલ, જનમ લગઈ ન રહઈ જિમ રંગ, નરનારિ તિમ થયું કુ-રંગ.” પતિનો પ્રેમ ઓસરેલો જોઈ પોટિલા પોતાના મનને સમજાવે છે : Page #29 -------------------------------------------------------------------------- ________________ રે હિયડા તુઝ સીખ દિઉં, નીઠુર સિલું મન વાલિ, તરૂઅરથી ફૂલ જે ખરા, તે કિમ બસઈ ડાલિ.” પોથ્રિલા જ્યારે સંયમમાર્ગે જવા તેતલિપુત્ર પાસે અનુજ્ઞા માગે છે ત્યારે પત્ની માટેની એની ઉત્કટ સંવેદનાની અભિવ્યક્તિ ચિત્રાત્મક બની છે : પગ ભરતાં ઘરિ મુહ મોડતી તે પાલી પલચઈ કિમ સતી' દુખ હતું વેણી ઉહલતાં તે કિમ લોચ હસ્યાં હાંસતાં. • ઈરિયાવહી વિચાર રાસ ૮૭ કડીની આ બોધાત્મક કૃતિ છે. જેન ધર્મમાં એકેન્દ્રિય જીવોથી માંડી પંચેન્દ્રિય જીવો પ્રત્યે મન-વચન-કર્મથી થતી હિંસાને ત્યજવાની સૂક્ષ્મ વિચારણા થયેલી છે. અહીં પણ એકેન્દ્રિય જીવોથી માંડી પંચેન્દ્રિય જીવો પ્રત્યે રસ્તે ચાલતાં થયેલી વિરાધના પાપકર્મ – આશાતના) માટે ક્ષમાયાચના – પ્રાયશ્ચિત કરવા માટેનો કવિનો પ્રતિબોધ છે. મધ્યકાળમાં એક બાજુથી જેમ કથા-વાતરચનાઓ રાસ' સંજ્ઞાથી ઓળખાઈ છે તેમ ધર્મોપદેશ કરતી કેવળ બોધપ્રધાન રચના પણ ‘રાસ' સંજ્ઞાથી ઓળખાઈ છે એનું આ કૃતિ એક ઉદાહરણ છે. રાજગૃહીમાં પધારેલા મહાવીર પ્રભુની મીઠી વાણી સાંભળવા ભરાયેલી બાર પર્ષદામાં સાધુ-સાધ્વીઓ અને શ્રાવક-શ્રાવિકાઓ બેઠાં છે. ત્યાં વીરપ્રભુના મુખ્ય ગણધર ગૌતમ મહાવીરને ઇરિયાવહી વિચાર અંગે (રસ્તે ચાલતાં વિવિધ જીવોની થતી વિરાધના અંગે) પ્રશ્ન કરે છે ને મહાવીર એનો પ્રત્યુત્તર આપે છે એ રીતે આ કાવ્યની રજૂઆત છે. • પરદેશી ( = પ્રદેશી) રજાનો રસ ૨૧૨ કડીની, માનવીનાં શુભાશુભ કર્મોનાં ફળને નિરૂપતી, પરદેશી રાજાના અધર્મમાર્ગમાંથી ધર્મમાર્ગ પ્રતિના હૃદયપરિવર્તનની આ કથા છે. આ કૃતિના છેડે રચનાવર્ષ અપાયું નથી. કવિએ મુખ્યત્વે દુહા-ચોપાઈમાં કથાને પ્રયોજી છે. તે ઉપરાંત વિવિધ ઢાળોને પણ ઉપયોગમાં લીધી છે. જૂજ સ્થાનોએ આલંકારિક વર્ણનો અને કાવ્યાત્મક અંશોના અપવાદ સિવાય એકંદરે વાર્તાકથન સીધેસીધું ગતિ કરતું જોવા મળે છે. શ્વેતવતી નગરીમાં પરદેશી રાજા રાજ્ય કરતો હતો. તે કર્મફળને નહીં માનનારો, અધર્મી. ભોગવિલાસી અને જુલમી રાજા હતો. તેની પત્નીનું નામ રવિકતા અને પુત્રનું નામ સુરકંત હતું. તેનો મંત્રી ચિત્રસાર કાબેલ અને નિપુણ હતો. ૧૨ / સહજસુંદરત ગુણરત્નાકરછંદ Page #30 -------------------------------------------------------------------------- ________________ કવિ સહજસુંદર અને એમનું સાહિત્યસર્જન / ૧૩ આ પરદેશી રાજાને શ્રાવસ્તી નગરીના રાજા જિતશત્રુ સાથે મૈત્રી હોવાથી એક દિવસ રાજાએ મંત્રી ચિત્રસારને કીમતી ભેટ સાથે રાજા જિતશત્રુ પાસે મોકલ્યો. મંત્રીએ શ્રાવસ્તી પહોંચીને જિતશત્રુ રાજાને પરદેશી રાજાની ભેટ અર્પણ કરી. રાજાએ પણ તેનો સારો આદરસત્કાર કર્યો. ચિત્રસાર મંત્રીના શ્રાવસ્તી નગરીના રોકાણ દરમિયાન ત્યાં કેશી ગણધર નામના જૈન સાધુ પધાય. મંત્રી સાધુની વાણીથી પ્રભાવિત થયો અને તેમને પોતાના રાજ્યમાં પધારવા આમંત્રણ આપ્યું. પણ કેશી ગણધર પરદેશી રાજાના અધર્મને જાણતા હોઈ પહેલાં તો ઇનકાર કર્યો પણ મંત્રીનો ખૂબ આગ્રહ થતાં આમંત્રણ સ્વીકાર્યું. થોડા સમય પછી મંત્રી શ્વેતવતી નગરીમાં પાછો ફર્યો. કેટલેક સમયે કેશી ગણધર ત્યાં વિહાર કરતા આવ્યા. ચિત્રસારે એમનું સ્વાગત કર્યું, અને પરદેશી રાજાને, કંબોજ દેશના ઘોડાઓની પરીક્ષા કરવાના નિમિત્તે યુક્તિ કરીને, કેશી ગણધર પાસે લઈ ગયો. સાધુ અને રાજા વચ્ચે ધર્મવિવાદ થયો. અંતે પરદેશી રાજાએ સાધુવાણીથી પ્રભાવિત થઈને જૈન ધર્મનો સ્વીકાર કર્યો. રાણીને પતિના જિનધર્મના સ્વીકારની વાત ન રુચતાં પિતા વિરુદ્ધ પુત્રને ઉશ્કેરવાનો એણે પ્રયત્ન કર્યો. પણ પુત્ર એમાં સંમત ન થતાં, રાણીએ જાતે રાજાને વિષમિશ્રિત આહાર આપ્યો. રાજા રાણીને ક્ષમા આપી મૃત્યુ પામ્યો અને દેવલોકમાં ગયો. આ કૃતિમાં ક્વચિત્ અલંકારસમૃદ્ધિ જોવા મળે છે. ઉદાહરણ તરીકે કેશી ગણધર પરદેશી રાજાના અધર્મને કારણે મંત્રી ચિત્રસારની વિનંતી સ્વીકારતા નથી, ત્યારે મંત્રી સાધુના આગમનથી અધર્મને સ્થાને પણ કેવો ધર્મ પ્રગટશે અને ગુણલાભ થશે એ વાત ઉપમાઓ દ્વારા રજૂ કરે છે. “ભૂપ રહિઉ મદ-કાદવિ લૂંકી, હું જાણઉ વલયઈ તુહ થકી, વંધ્યાન) જિમ પ્રગટઈ ગાભ હોસઈ ધર્મ અને ગુણલાભ. જિમ ગત-વીરિજ હુઈ સકામ, કુબજા રૂ૫ લહઈ અભિરામ, અંધ તણાં જિમ વલઇ સુનેત્ર, ઊષર સફલ હુઈ જિમ ખેત્ર.” પરદેશી રાજા અને કેશી ગણધર વચ્ચેના ધર્મવિવાદ નિમિત્તે બન્ને પાત્રો વચ્ચેના સંવાદમાંથી બંનેનો વ્યક્તિત્વભેદ પણ સારી રીતે પ્રગટ થયો છે. • શુકરાજ | સુડા સાહેલી રાસ / પ્રબંધ કવિ સહજસુંદરની પ્રકાશિત કૃતિઓમાં સૌથી વધુ રસિક અને લૌકિક કથાવસ્તુ આલેખતી આ એક કથાકૃતિ છે. દુહા-ચોપાઈમાં રચાયેલી આ કૃતિનું રચનાવર્ષ પ્રાપ્ય નથી. Page #31 -------------------------------------------------------------------------- ________________ કૃતિનું રસિક કથાનક આ પ્રમાણે છે : ઉજ્જયિની નગરીમાં મકરકેતુ રાજા રાજ્ય કરતો હતો. રાણીનું નામ સુલોચના હતું. એમને ત્યાં સરસ્વતીના અવતાર સમી પુત્રીનો જન્મ થયો. એનું નામ સાહેલી પાડ્યું. સમય જતાં કુંવરી યૌવનકાળમાં પ્રવેશી. એક રાતે, સાહેલીએ એવું સ્વપ્ન જોયું કે જાણે વિદ્યાધરપુરીમાં જઈને એણે એ નગરીના મદન રાજાના શુકરાજ નામના પુત્ર સાથે અનેક ક્રીડાઓ કરી. પ્રાતઃકાળ થતાં જ સ્વપ્ન અદશ્ય થયું. પણ સ્વપ્નમાં માણેલો શુકરાજનો સંગ તે વીસરી શકી નહીં. વિરહવ્યથાને કારણે એની સુકોમળ કાયા કરમાવા લાગી. જીવનમાં એને કોઈ રસ રહ્યો નહીં. એની આ સ્થિતિ જોઈ એની સખીઓ સાહેલીને આનું કારણ પૂછે છે. સાહેલીએ સખીઓને પોતે સ્વપ્નમાં શુકરાજ સાથે માણેલા પ્રણયની વાત કરી, અને હવે પોતે શુકરાજ સિવાય અન્ય કોઈને નહીં પરણે એવો સંકલ્પ જાહેર કર્યો. - સખીઓએ યુક્તિ કરીને સાહેલીના રૂપગુણની અને શુકરાજ સાથેના સ્નેહની વાત દેશવિદેશમાં ફેલાવી. સાહેલીની આવી પ્રશંસા શુકરાજને કાને પહોંચતાં એને પણ સાહેલી પ્રત્યે આકર્ષણ થયું. સ્વપ્નમાં પોતાના પ્રત્યે સ્નેહાસક્ત બનનાર યુવતીને મળવાનો અને એની સાથે લગ્ન કરવાનો એણે નિધરિ કર્યો. શુકરાજ વિવિધ રૂપપલટા કરતો, સૂડાનું રૂપ ધારણ કરી સાહેલીની નગરીમાં આવી પહોંચ્યો. મનુષ્યવાણીમાં ગાથાસમસ્યાઓ બોલતા આ પોપટને જોઈ સાહેલી આનંદિત બની. એણે પોપટનો પરિચય પૂક્યો. પોપટે જણાવ્યું કે પોતે વિદ્યાધરપુરીનો રાજકુંવર હતો અને વિદ્યાના પ્રતાપે દેશવિદેશોમાં ફરતો હતો. તેની મનભાવન પત્ની તેનાથી રિસાઈને ચાલી ગઈ હતી. તેને શોધતો છેવટે તે સાહેલીની રૂપગુણપ્રશંસા સાંભળી અહીં આવી પહોંચ્યો છે. રાણીએ પોપટની આવી વાતો સાંભળી એને આ મહેલમાં રહેવા સૂચવ્યું. સાહેલીને આ સૂચન ગમ્યું. સૂડા માટે રત્નજડિત પાંજરું લાવવામાં આવ્યું. સાહેલી સૂડાના સાનિધ્યમાં પોતાનો સમય વિતાવવા લાગી. એક દિવસ સાહેલીએ પોતાની સ્વપ્નકથા સૂડાને કહી સંભળાવી. અને શુકરાજને મેળવી આપવામાં એની સહાય માગી. સૂડાએ કહ્યું કે જેને નજરે જોયો જ નથી એના અનુરાગમાં દુ:ખી થવું ઉચિત નથી. આ સાંભળી સાહેલી નિરાશ થઈ, અને શકરાજ સિવાય કોઈની સાથે લગ્ન કરવાની નથી એ નિશ્ચય જણાવ્યો. સૂડાના વેશમાં રહેલા શુકરાજને સાહેલીના સ્નેહની દઢ પ્રતીતિ થતાં એણે પોતાનો સાચો પરિચય આપ્યો. પોતાનો મનમાન્યો શુકરાજ પોતે જ અહીં આવ્યો છે અને એ પણ પોતાના પ્રત્યે આસક્ત છે એ જાણી સાહેલી આનંદિત બની ગઈ. ૧૪ / સહજસુંદકૃત ગુણરત્નાકરછંદ Page #32 -------------------------------------------------------------------------- ________________ કવિ સહજસુંદર અને એમનું સાહિત્યસર્જન / ૧૫ બન્ને પ્રેમીઓનું મિલન થયું. પણ ખરી સમસ્યા હવે જ હતી. એક પંખી અને બીજું માનવી. બન્નેનું સાહચર્ય કેમ સંભવે ? પોપટ દુ:ખી હતો. કેમકે વિદ્યાધરી પત્નીના શાપને લઈને પોતે મનુષ્ય બની શકે તેમ નહોતો. એના પૂર્વકર્મનું આ ફળ હતું. સાહેલી પણ દુ:ખમાં દિવસો પસાર કરવા લાગી. તેવામાં એક દિવસ આકાશમાંથી દેવવાણી થઈ. એમાં જણાવાયું કે ઉત્તર-પશ્ચિમ દિશાએ આવેલા વનમાં બહુરૂપી નામે એક વૃક્ષ છે. એના રસમાં સ્નાન કરનાર પુરુષ બની શકે. સૂડો આ વાણીને અનુસર્યો અને તે વનમાં પહોંચી તે વૃક્ષના રસમાં સ્નાન કરી પુરુષરૂપ પામ્યો. સાહેલી-શુકરાજનાં લગ્ન થયાં. અને વર્ષો સુધી વિવિધ સુખો ભોગવ્યાં. એક દિવસ વસંતઋતુમાં વિહાર કરતાં તે બંનેએ કાગડાને ત્યાં હંસીને રહેતી જોઈ, કામદેવની આણ જાતિ-કુજાતિનો વિવેક કેવો વીસરાવી દે છે એનું ભાન થતાં શુકરાજને વૈરાગ્ય પેદા થયો. તાપસ બની, વર્ષો સુધી તપ કરીને તે સ્વર્ગે ગયો. જોઈ શકાશે કે પરદેશી રાજાનો રાસની તુલનામાં આ કૃતિનું કથાનક રસિક છે. તે ઉપરાંત દાંતોની પ્રચુરતાવાળાં અહીં વર્ણનો છે. સાહેલીનું રૂપસૌંદર્ય. એનું સ્વપ્નસુખ, એની વિરહાવસ્થા, પોપટ પંખીનું રૂપ ધારી રહેલા શુકરાજ સાથેની સાહેલીની પ્રીતિ વગેરેનાં આલેખનમાં શૃંગારરસ નિષ્પન્ન થયો છે. પોપટનું મનુષ્યમાં રૂપપરિવર્તન, આકાશવાણી જેવાં ચમત્કારી તત્ત્વોના વિનિયોગથી કથાનકમાં કૌતુકરસ ઉમેરાયો છે. અને એકંદરે કતિ આસ્વાદ્ય બની શકી છે. અણગમતા અને અબુધ પુરુષને પનારે પડેલી નારીની સ્થિતિ કેવી હોય એનું કવિ એક સુંદર દષ્ટાન્તચિત્ર આપે છે તે જુઓ : ‘રતન લોહાર ઘરે જઈ પડિઉં, લોહડા સાથે લેઈ તે ઘડિઉં, ધમિધમિ કીઅલા ગુણ અંગાર, મૂરખ ધરિ એહવું અવતાર.” સહી એ સાંભલયો સુવિચાર, વાયસંગલિ ઘાલિઉ જિમ હાર, સખર અનોપમ મણિ ચૂનડી, કિમ સોભઈ તે કાદવિ પડી.' રત્નકુમાર / રત્નસાર ચોપાઈ | શ્રાવક પ્રબંધ દુહા-ચોપાઈમાં તેમજ દેશીઓમાં રચાયેલી, ૩૦૮ કડીની ઈ.૧૫૨૬ (૩૦)/ સં. ૧૫૮૨(૬)માં રચાયેલી, મિત્ર સૂડાએ આપેલી વિદ્યાના બળે રાજકુમાર રત્નસારનાં સાહસ અને શૌર્યનાં કાર્યોને આલેખતી કથા છે. રત્નસાર એ રત્નપુરીના રાજા રત્નાંગદ અને રાણી રત્નપ્રભાનો પુત્ર છે. આઠ વર્ષની વયે તે વિદ્યાભ્યાસ અર્થે ગુરુને ત્યાં જાય છે. ત્યાં ક્ષ ઉપર રહેતો એક સૂડો તેનો મિત્ર બને છે. સૂડા સાથે ગોષ્ઠિ કરતાં એ પોતાના અભ્યાસમાં Page #33 -------------------------------------------------------------------------- ________________ પણ બેદરકાર રહે છે. ગુરુ રાજા પાસે જઈ આ અંગે ફરિયાદ કરે છે. રાજા રત્નસારને શિક્ષા કરવાની ગુરુને અનુમતિ આપે છે. રત્નસાર તમામ શિક્ષા સહન કરે છે. તે સૂડાને પોતાની વ્યથાની જાણ કરે છે. સૂડો રત્નસારને સરસ્વતીદેવીનો મંત્ર આપે છે. એના પ્રભાવથી રાજકુમાર અનેક વિદ્યાઓમાં નિપુણ બને છે. ગુરુ અને માતાપિતા આથી પ્રસન્ન થાય છે. રાજસભામાં એક દિવસ રાજકુમારની વિદ્યાનૈપુણ્યની કસોટી કરાતી હતી, ત્યાં જ વનપાલક આવીને વનમાં ગજરાજે વેરેલા વિનાશનું વર્ણન કરે છે. રત્નસાર પિતાની આજ્ઞા મેળવી હાથીને અંકુશમાં લેવા પ્રયાસ આદરે છે. હાથી કુમારને પીઠ પર બેસાડી દૂર જંગલમાં લઈ જઈ નીચે ઉતારે છે ને રૂપપરિવર્તન કરી દેવપ્રધાન તરીકે પોતાનો પરિચય આપે છે. તે પોતે પાછો આવે ત્યાં સુધી રત્નસારને અહીં જ થોભવા જણાવે છે. કુમારને વનમાં ફરતાં અહીં ઊછરી રહેલી, ચંદ્રકલા રાણીની પુત્રીનો મેળાપ થાય છે. બંને પરણે છે. તે દરમ્યાન એનો મિત્ર સૂડો એને શોધતો આવી પહોંચે છે, અને રાજધાનીમાં પાછા ફરવા વીનવે છે. પાછા ફરતાં અનેક આક્તોનો સામનો પોતાના શૌર્યબળે કરી, અનેક કન્યાઓ સાથે લગ્ન કરે છે. આવી તેર કન્યાઓ સાથે તે નગરમાં પાછો ફરે છે. રાજા પુત્ર રત્નસારને રાજગાદી સોંપે છે. કેટલાંક વર્ષો વીત્યા પછી એક જેન આચાર્યનો મેળાપ થતાં તેઓ રત્નસારને રાણીઓ અને પોપટના પૂર્વભવની વાત કરે છે. પૂર્વભવનો આ વૃત્તાંત જાણ્યા પછી રત્નસાર રાજ્ય ત્યજી દીક્ષા લે છે. સાથે એની તેર રાણીઓ પણ દીક્ષા લે છે, અને લાંબો સમય તપ તપી કેવળપદને પ્રાપ્ત કરે છે. કૃતિનો આરંભ કવિએ સરસ્વતીદેવીને તેમજ ઋષભ, નેમિ, પાર્શ્વ આદિ તીર્થકરોને નમસ્કાર કરીને કર્યો છે. તે પછી ગુરુમહિમા ગાવામાં કવિએ અનેક દૃષ્ટાંતો પ્રયોજ્યાં છે. જેમકે – વૃતરસ ઘોલ પખિ જિમ ભોજન, મોર પખઈ જમે મોરી રે, વિણ પરિમલ જિમ ફૂલકરંડી, સીલ પખઈ જમ ગોરી રે. ચંદ્રકલા પાખિ જમ યણી, બલ જિસઈ વિણ વેદ રે, મારગ પુણ્ય તણુ જિમ ગુરુ વિણ કોઈ ન બુઝઈ ભેદ રે.' • સરસ્વતી માતાનો છંદ સરસ્વતીમાતાનો છંદ તરીકે ઓળખાયેલી ૧૪ કડીની આ રચના એ હકીકતે કવિની અદ્યાપિપર્યંત અપ્રગટ રચના “ગુણરત્નાકરછંદના પ્રથમ અધિકારની આરંભની ૧થી ૧૪ કડીઓ જ છે. પરંતુ આ સ્તુતિએકમ અલગ રીતે લિપિબદ્ધ થયું હોઈ, ૧૬ / સહજસુંદરત ગુણરત્નાકરછંદ Page #34 -------------------------------------------------------------------------- ________________ કવિ સહજસુંદર અને એમનું સાહિત્યસર્જન / ૧૭ સ્તુતિરચના તરીકે જુદી કૃતિ તરીકે એ પ્રકાશિત થઈ છે. ‘ગુણરત્નાકરછંદ કૃતિ ઈ.સ.૧૫૧૬/સં.૧૫૭૨માં રચાઈ હોઈ, અલગ ઓળખવાળી આ કૃતિનું રચનાવર્ષ પણ એ જ ગણવું જોઈએ. આ કૃતિની પ્રથમ બે કડીઓ સંસ્કૃત શ્લોક રૂપે છે. એમાં સરસ્વતીદેવીને કવિજનના સુકોમળ હૃદયમાં વિચારનારી, વિપ્નો ઉપદ્રવોને હરનારી અને સર્વનું સર્વથા કલ્યાણ કરનારી કહી છે. કવિ સરસ્વતીને અન્ય શક્તિઓના અવતારરૂપ ગણે છે. કવિ સરસ્વતીના શ્વેત શણગારને સાલંકારિક વાણીમાં વર્ણવે છે : ઉuઈ ઉuઈ મોતીનઉ હાર, જિસ્યઉ ઝબક્કઈ તાર, કિદ્ધઉ સેત સિંગાર, વિવહ પરે, હંસગામિનિ હસંતિ હેલિ, રચઈ મોહણવેલિ, કરઈ કમલગેલિ, સજલ સરે, તપતપઇ કુંડલ કાનિ, સોહઈ સોવનવાનિ, બઈઠી સુકલ ધ્યાનિ, પ્રસનમાં, સેવઉ સેવઉ સારદમાય, સંપત્તિ સયલ થાઈ, દારિદપાતિક જાઈ કવીય તણું.” જેના વિના અહીં ધર્મ કે કર્મ કાંઈ થઈ શકતું નથી એવી શક્તિસ્વરૂપા સરસ્વતીને સેવવાનો કવિ અનુરોધ કરી દેવીનું મહિમાગાન કરે છે. • સીમંધર સ્તવન જૈન પરંપરા અનુસાર વીસ વિહરમાન જિનેશ્વરોમાંના એક અને પ્રથમ શ્રી સીમંધરસ્વામી ગણાયા છે. ૧૮ કડીની આ લઘુ કાવ્યકૃતિમાં એમની સ્તવના કરવામાં આવી છે. મોહનિદ્રા, અધર્મ આચરણ, છલના, સંસારની આસક્તિ વગેરે અનેક કર્મબંધોમાં ફસાયેલા આ જીવને ઉગારવા ધન ભાવે ભક્તની યાચનાનું અહીં આલેખન થયું છે. • ઈલાતીપુત્ર સઝાય / રસ - ૩૦ કડીની, ઇલાતીપુત્રના ચરિત્રને આલેખતી, સહજસુંદરની ઉપલબ્ધ સઘળી રચનાઓમાં સૌથી વહેલું રચ્યવર્ષ (ઈ.૧૫૧૪ / સં.૧૫૭૦ જેઠ વદ ૯) ધરાવતી આ કૃતિ છે. સરસ્વતીની સ્તુતિથી કાવ્યનો આરંભ થાય છે. ઈલપુર નગરના ઇલાતી શ્રેષ્ઠીનો યુવાન બનેલો પુત્ર એક દિવસ નગર બહાર વાંસડે દોર બાંધી નૃત્ય કરતા નટોનો ખેલ જોવા ગયો. ત્યાં એ નટવૃંદની એક કન્યા પ્રત્યે તે અનુરક્ત થયો. માતાપિતાને અવગણી એ પેલી કન્યા સાથે દિવસો ગુજારવા લાગ્યો. Page #35 -------------------------------------------------------------------------- ________________ એક વાર બીજે દેશ જઈ, ઈલાતીપુત્ર ત્યાંના રાજા આગળ નૃત્ય કરતો હતો. રાજાનું મન પેલી કન્યામાં આસક્ત થતાં એ દાન આપવામાં વિલંબ કરવા લાગ્યો. રાજાએ મનમાં એવી ઇચ્છા કરી કે જો આ નટ (ઇલાતીપુત્ર) દોરડેથી પડી જાય તો મારું કામ સિદ્ધ થાય. રાજાના મનનો ભાવ કળી જતાં અને એક વિહાર કરતા સાધુ નજરે પડતાં એના હૃદયના ભાવો પલટાઈ ગયા. આ ભવને રોળી નાખવા માટે એને પશ્ચાત્તાપ થયો અને સંયમનો સ્વીકાર કર્યો. ઇલાતીપુત્રના નૃત્યનું વર્ણન નોંધપાત્ર છે. મોટા ભાગની પંક્તિઓનો આરંભનો શબ્દ અહીં બેવડાયો છે. • શાલિભદ્ર સઝાય અથવા ધન્ના શાલિભદ્ર સાય ૧૭ કડીની, શાલિભદ્રના સંક્ષિપ્ત ચરિત્રને રજૂ કરતી આ સઝાય છે. રાજગૃહીમાં જન્મેલા, રૂપમાં મદન સમા, બત્રીસલક્ષણા શાલિભદ્ર બત્રીસ કન્યાઓ સાથે લગ્ન કરી સુખસમૃદ્ધિમાં આળોટે છે. શ્રેણિક રાજા જાતે એક દિવસ શાલિભદ્રનાં રૂપ-વૈભવ જોવા આવે છે. એક વાર વીર પ્રભુની દેશના સાંભળી શાલિભદ્રને સંસાર પ્રત્યે તિરસ્કાર પેદા થયો. રોજ એક એક પત્નીને ત્યજવા સંયમગ્રહણનો નિર્ણય કર્યો. માતા ટળવળવા લાગી, પત્નીઓ પોતાને ન ત્યજવા પાયે પડી વિનંતી કરવા લાગી પણ સંસારમુક્તિ ઝંખતા શાલિભદ્ર અડગ રહ્યા. શાલિભદ્રની બહેનને રડતી જોઈ એનો પતિ ધન્ના રુદનનું કારણ પૂછે છે. ધન્ના સાળા શાલિભદ્રના વૈરાગ્યની વાત સાંભળી કહે છે કે શાલિભદ્ર ગમાર છે. જો દીક્ષા લેવી જ હોય તો બધી પત્નીઓને એક સાથે જ ત્યજી તત્કાલ દીક્ષા લેવી જોઈએ. શાલિભદ્રની બહેન એના પતિને ટોણો મારતાં કહે છે, ‘કહેવું સોહ્યલું છે, કરવું દોહ્યલું છે.’ આ મર્મવચન સાંભળતાં ધન્ના તત્કાલ પોતાની આઠેય પત્નીઓને ત્યજી સંયમનો સંકલ્પ કરે છે, અને શાલિભદ્ર પાસે જઈ એને દીક્ષા માટે હાકલ કરે છે. અંતે સાળો-બનેવી શાલિભદ્ર અને ધન્ના બન્ને વીપ્રભુની પાસે જઈ દીક્ષા લે છે. કવિએ કેટલેક ઠેકાણે પ્રસંગનિરૂપણમાં ઉપમાદિ અલંકારો પ્રયોજ્યા છે. જેમકે વીર તણી વાણી સુણીજી, વુઠો મેહ અકાલ, એક એકી દિન પરહરીજી, જિમ જળ છાંડે પાળ.' * માતા દેખી ટલવલેજી, માછલડી વિણ વાર.’ * વયણ સુણી તવ ઊઠીઓજી, જિસો પંચાયણ સિંહ.’ ૧૮ / સહજસુંદસ્કૃત ગુણરત્નાકરછંદ Page #36 -------------------------------------------------------------------------- ________________ કવિ સહજસુંદર અને એમનું સાહિત્યસર્જન / ૧૯ • કાયાપુર પાટણની સઝાય ૬ કડીની રૂપકકાવ્ય તરીકે આલેખાયેલી આ એક બોધપ્રધાન સઝાય છે. અહીં નશ્વર મનુષ્યદેહને કાયાપુર નગરનું રૂપક અપાયું છે. એને નવ પોળ-દરવાજા છે. એમાં હંસરાજા – આત્મા રાજ્ય કરે છે. મન એનો પ્રધાન છે. જીવ સર્વ કાંઈ પોતાનું છે એમ માને છે, પણ એ એવી વેલ છે જેને “કરહલા’ ચરી જાય છે ને દિનેદિને ઘટતી જાય છે. મુક્તિધામે પહોંચતાં કોઈ હાટડી માર્ગમાં મળશે નહીં, એટલે ભાથું જાતે જ લઈ લેવાનું છે. અંતમાં આત્માને મુક્તિરૂપી રમણી પરણાવવાની વાત કવિ પ્રબોધે છે. ૦ નિંદવાક સઝાય ૬ કડીની, પારકી નિંદા ન કરવા વિશેની આ બોધાત્મક સઝાયકૃતિ છે. ‘મ મ કર જીવડા રે નંદ્યા પારકી, મ મ કરજે વિખવાદ એમ કહી કવિ પાપી જીવડાને સંબોધન કરે છે. અહીં આત્મનિરીક્ષણનો ભાવ રજૂ થયો છે. રાગદ્વેષ અને વિષયકષાયે ભરેલા જીવ પ્રત્યે રસ તો ઘણી ઊપજે છે. પણ ‘કિમ પામું ભવ પાર ?' એ પ્રશ્ન છે. પછી પોતે જ માર્ગ ચીંધતાં કહે છે કે જિનવરની આજ્ઞાનું પાલન કરીએ અને અન્યગુણગ્રહણની નીતિ રાખીએ : જેહ માંહિ જેતલા રે, ગુણ લ્યો તેટલા જિમ રાઈણની કોલિ • નંદ્યાની સ્વાધ્યાય ૫ કડીની, પારકી નિંદા ન કરવાનો બોધ આપતી કવિની આ બીજી સઝાય છે. કવિ કહે છે ઓછાવત્તા અવગુણ તો સહુમાં ભય છે, માટે પરનિંદાની ટેવ ત્યજવી. નિંદાથી વેર અને વિરોધ વધે. કવિ આ માટે એક સુંદર દષ્ઠત આપે છે : પાંહે જો મલ માંહે ધોયાં લૂગડાં રે, તો કીમ ઉજતાં હોય છે. અર્થાત્ નિંદાના મેલથી ખરડાયેલું મન શી રીતે સ્વચ્છ થાય ? પછી કવિ કહે છે : નિંદ્યા જો કરો તો કરયો આપણી રે, જીમ છૂટી પાતિક શોક છે.” • યૂલિભદ્ર સ્વાધ્યાય ૯ કડીની, સ્થૂલિભદ્રના વિરહમાં ઝૂરતી કોશાના વેદનાસભર હૃદયોદ્ગાર રૂપે આલેખાયેલી આ રચના છે. ચંદ્રને સ્થૂલિભદ્ર પાસે પહોંચી સંદેશો આપવા અને પ્રિયતમના સમાચાર લઈ વેળાસર પાછા આવવા માટેની વિનંતી રૂપે કોશાના Page #37 -------------------------------------------------------------------------- ________________ આ ઉદ્ગારો છે. કોશા પોતાની વિરહદશા વર્ણવતાં કહે છે : ઘણું કષ્ટ કરી દિન જાયે, રયણીમે પણિ ન સુહાવે, વીરજીનલ ખાન ન ખમાય રે ચાંદલીયા તું વેગો આવે, જઇ કરીને સમાચાર ત્યારે.' કૌશ્યાગીત ૭ કડીનું આ ગીત વિરહવ્યથા અનુભવતી કોશાના ઉદ્ગાર રૂપે રચાયું છે. આ કૃતિની મોટા ભાગની કડીઓ ઉપરની ‘સ્થૂલિભદ્ર સ્વાધ્યાય’ની કડીઓ સાથે બિલકુલ મળતી આવે છે. એ જોતાં લાગે છે કે જુદાજુદા શીર્ષકથી ઓળખાયેલી અને પ્રગટ થયેલી આ બે કૃતિઓ મૂળે એક જ છે. પણ શીર્ષકભેદે અને કેટલીક પંક્તિના પાઠભેદે અલગઅલગ ગણાઈ ગઈ છે. ૨૦ / સહજસુંદસ્કૃત ગુણરત્નાકરછંદ Page #38 -------------------------------------------------------------------------- ________________ સ્થૂલિભદ્ર-કોશા કથાનકના આધારસોત ગ્રંથો અને સ્થૂલિભદ્ર-કોશાનું સંકલિત કથાનક જૈન ધર્મમાં અને પ્રાચીન-અર્વાચીન જૈન સાહિત્યમાં સ્થૂલિભદ્ર-કોશાનું કથાનક સુપ્રસિદ્ધ છે. તેના આધારસોત સમા જે ગ્રંથો મળે છે એમાંથી નીચેના ગ્રંથોનો, સ્થૂલિભદ્રકોશાનું સંકલિત કથાનક તૈયાર કરવામાં, ઉપયોગ કર્યો છે. ૧. ઉપદેશમાલા : આ ગ્રંથના કતાં શ્રી ધર્મદાસગણિ છે. મૂળમાં આ ગ્રંથ પ્રાકૃત ભાગધી) ભાષામાં ૫૪૦ ગાથાઓમાં રચાયો છે. ગ્રંથના કત ધર્માસગણિ મહાવીરસ્વામીના હસ્તદીક્ષિત શિષ્ય હોવાનું મનાય છે. જો આ વાતને સ્વીકારીએ તો આ ગ્રંથ લગભગ ભગવાન મહાવીરના સમયનો રચાયેલો ગણવો જોઈએ. પરંતુ એમાં મહાવીર પછી થયેલા વજસ્વામી અને સિંહગિરિ આદિની ઐતિહાસિક વિગતો - Allusions મળતી હોઈ શ્રી મનસુખલાલ કીરતચંદ મહેતા આ ગ્રંથ વીર સંવત પર૦ વિ.સં.૫૦)ના અરસામાં રચાયો હોવાનું અનુમાન કરે છે. ધર્મદાસગણિનો સમય સાતમા સૈકાનો હોવાનું પણ એક અનુમાન છે. કહેવાય છે કે ધર્મધસગણિ પોતે અગાઉ રાજા હતા અને પોતાના પુત્ર- શિષ્ય રણસિંહકુમારને બોધ આપવા આ કૃતિ રચી હતી. આ ઉપદેશમાલા” ઉપર વિસં.ના દશમા સૈકામાં શ્રી સિદ્ધર્ષિસૂરિએ સંસ્કૃત ટીકા લખી છે. આ સંસ્કૃત વૃત્તિ ખૂબ જ ઉપયોગી બની. સિદ્ધર્ષિસૂરિની આ વૃત્તિ પરથી જ ગાથાથે લઈને રત્નપ્રભસૂરિએ સં.૧૨૩૮માં “ઉપદેશમાલા વૃત્તિ રચી. અહીં શ્રી ધર્મદાસગણિવિરચિત ઉપદેશમાલાની શ્રી રામવિજયજીગણિએ રચેલી ટીકાના ગુજરાતી ભાષાંતરને ઉપયોગમાં લીધું છે. ભાષાંતર પ્રકાશક સંસ્થાએ એમના શાસ્ત્રી પાસે કરાવ્યું છે. પુસ્તક : “શ્રી ધર્મદાસગણિવિરચિત ઉપદેશમાળા' – ભાષાંતર, પ્રકા. શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર, ઈ.સ. ૧૯૧૦] ૨. ઉત્તરાધ્યયનસૂત્ર' પરની સુખબોધાવૃત્તિઃ જૈનોમાં જે ૪૫ આગમો ગણાયાં છે તેમાંનાં ચાર મૂલ સૂત્રોમાંનું એક મૂલ સૂત્ર ઉત્તરાધ્યયનસૂત્રછે. એનાં ૩૬ અધ્યયનો છે. એમાં કથા, દષ્ટાંતો અને વિવેચન દ્વારા જેન ધર્મના સિદ્ધાંતો દર્શાવવામાં આવ્યાં છે. આ સૂત્ર ઉપર વિપુલ સંખ્યામાં વિસ્તૃત ટીકાઓ રચાયેલી છે. ઉત્તરાધ્યયનસૂત્ર' પરની સુખબોધાવૃત્તિના કર્તા વડગચ્છના નેમિચંદ્રસૂરિ Page #39 -------------------------------------------------------------------------- ________________ (ઉદ્યોતનસૂરિશિષ્ય આપ્રદેવસૂરિના શિષ્ય) છે. વૃત્તિ સં.૧૧૨૯માં પાટણમાં રચાઈ છે. આ વૃત્તિની સં.૧૩૪રની લેખનપ્રત પ્રાપ્ત છે. અહીં. સુખબોધાવૃત્તિમાં આવતી સ્થૂલિભદ્રની કથાનો સાર જે અંગ્રેજી પુસ્તકમાં આપવામાં આવ્યો છે તેને ઉપયોગમાં લીધું છે. Clarks : A Treasury of Jain Tales' - Prof. V. M. Kulkarni, Published by Shardaben Chimanbhai Education Research Centre, Ahmedabad, 1994.) ૩. યોગશાસ્ત્ર (તૃતીય પ્રકાશ) : આ ગ્રંથના કર્તા શ્રી હેમચંદ્રાચાર્ય છે. હેમચંદ્રાચાર્યનો જીવનકાળ .સ.૧૦૮૮થી ૧૧૭૩ / સં.૧૧૪૫થી ૧૨૨૯ છે. હેમચંદ્રાચાર્યે આ ગ્રંથ બાર હજાર શ્લોકપ્રમાણ સ્વોપણ ટીકા સહિત રચ્યો. આ ગ્રંથનું બીજું નામ “અધ્યાત્મોપનિષદ' છે. યોગશાસ્ત્ર જૈન તત્ત્વજ્ઞાન અને જૈન આચારનો એક પાઠ્યગ્રંથ છે. અહીં ભોગશાસ્ત્રના ગુજરાતી ભાષાંતરને ઉપયોગમાં લીધું છે. પુસ્તક : યોગશાસ્ત્રનો ગૂર્જરાનુવાદ, અનુવાદક આચાર્યશ્રી હેમસાગરસૂરિ.. ૪. “શીલોપદેશમાલા પરની શીલતરંગિણી વૃત્તિ’: “શીલોપદેશમાલા' ગ્રંથના કર્તા શ્રી જયકીર્તિસૂરિ છે. આ ગ્રંથ મૂળ માગધી ભાષામાં લખાયેલો છે. રુદ્રપલ્લીપગચ્છના શ્રી સંઘતિલકના શિષ્ય શ્રી સોમતિલકસૂરિઅપરનામ વિદ્યાતિલક)એ વિ.સં.૧૩૯૨માં “શીલોપદેશમાલા' પર સંસ્કૃતમાં “શીલતરંગિણી' નામે વૃત્તિની રચના કરી. અહીં એના ગુજરાતી ભાષાંતરને ઉપયોગમાં લીધું છે. પ્રકાશક સંસ્થાએ ભાષાંતર એમના શાસ્ત્રી પાસે કરાવ્યું છે. પુસ્તક : “શ્રી શીલોપદેશમાલા - ભાષાંતર', પ્રકા. શ્રી જૈન વિદ્યાશાલા, અમદાવાદ, ઈ.સ.૧૯૦૦). ૫. ભરતેશ્વર-બાહુબલિવૃત્તિ કથાકોશ : આ ગ્રંથની રચના મુનિ સુંદરસૂરિના શિષ્ય શ્રી શુભશલમુનિએ સં. ૧૫૦૯માં સંસ્કૃતમાં કરી છે. એમાં ૬૭ મહાપુરુષો અને પ૩ સતી સ્ત્રીઓની કથાઓ મળીને કુલ ૧૨૦ કથાઓ છે. મૂળ પ્રાકૃત ૧૩ ગાથાઓને આધારે રચાયેલી, લેખકની આ સંસ્કૃત ગદ્યાત્મક વૃત્તિ છે. અહીં આ ગ્રંથના ગુજરાતી ભાષાંતરને ઉપયોગમાં લીધુ છે. પુસ્તક : “શ્રી ભરતેશ્વર બાહુબલિવૃત્તિ - ભાષાંતર' ભા.૧-૨, અનુવાદક શાહ મોતીચંદ ઓધવજી, પ્રકા. શાહ અમૃતલાલ ઓધવજી પૂર્વપ્રકાશક જૈન વિદ્યાશાળા, અમદાવાદની મંજૂરીથી), ઈ.સ.૧૯૩૮). ૯. ઉપદેશપ્રાસાદા : આ ગ્રંથના કત આચાર્યશ્રી વિજયલક્ષ્મી સૂરીશ્વરજી. (શ્રી વિજયસૌભાગ્યસૂરિના શિષ્ય અને પટ્ટધર) છે. લેખકે વૃત્તિ સહિતનો આ ગ્રંથ ૨૨ / સહજસુંદકૃત ગુણારત્નાકરછંદ Page #40 -------------------------------------------------------------------------- ________________ સ્થૂલિભદ્ર-કોશા કથાનકના આધારસોત ગ્રંથો... / ૨૩ સં.૧૮૪૩માં સંસ્કૃતમાં રચ્યો છે. કત શ્રી વિજયલક્ષ્મીસૂરિએ આ ગ્રંથ વરસનાં ૩૬0 વ્યાખ્યાનોની ગોઠવણી કરીને રચ્યો છે. આ ગ્રંથ કવિ સહજસુંદર પછીના કાળની રચના છે. અહીં આ ગ્રંથના ગુજરાતી ભાષાંતરને ઉપયોગમાં લીધું છે. પુસ્તક : “ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ (ભાગ પમો) - ગૂર્જરાનુવાદ', લે. અને અનુ. ૫. શ્રી વિશાલવિજયજી ગણિવર્ય (વિરાટ), પ્રકા. વિરાટ પ્રકાશન મંદિર, મુંબઈ, ઈ.સ.૧૯૭૪.] સ્થૂલિભદ્ર-કોશાનું સંકલિત કથાનક [આ કથનાકના આધારસોત ગ્રંથોમાં સૌથી પ્રાચીન ગ્રંથ “ઉપદેશમાલા હોઈને એ ગ્રંથ-અંતર્ગત સ્થૂલિભદ્રના કથાનકને મુખ્ય આધારરૂપે લીધું છે. અન્ય ગ્રંથોમાંનાં કથાનકોમાં જ્યાં વ્યાવર્તકતા – જુદાપણું દેખાય છે એ કથાશોને તે-તે સ્થાને ચોરસ કૌંસમાં સંકલિત કરી લીધા છે. કૌંસ બહારનું લખાણ ઉપદેશમાલા” ઉપર આધારિત કથાનક સમજવું. ગ્રંથોનાં સંક્ષિપ્ત નામો આપ્યાં છે તે આ પ્રમાણે સમજવાં : ઉપ્રા.' - ઉપદેશપ્રાસાદ, “ઉમ' - ઉપદેશમાલા, ઉં.સુવ. - ઉત્તરાધ્યયનસૂત્ર પરની સુખબોધાવૃત્તિ, ભLબા - ભરતેશ્વર-બાહુબલિવૃત્તિ, કથાકોશ, થો.' – યોગશાસ્ત્ર, શી.' – શીલોપદેશમાલા પરની શીલતરંગિણીવૃત્તિ.] • નંદરાજા અને શકયલ મંત્રી પાટલિપુત્રમાં નંદ નામે રાજા રાજ્ય કરતો હતો. એને શકટાલ નામે નાગર બ્રાહ્મણ જ્ઞાતિનો મંત્રી હતો. [ભ.બા.વ. શકટાલને કલ્પકવંશનો હોવાનું કહે છે. શી.' શકટાલને મહાબુદ્ધિવંત પ્રધાન તરીકે વર્ણવે છે. તેને લાચ્છલદે નામની પત્ની હતી. [ભ.બા.વ અને શી. લક્ષ્મીવતી નામ આપે છે.] શકટાલ અને લાચ્છલદેને મોટો પુત્ર સ્થૂલિભદ્ર, બીજો પુત્ર શ્રીયક અને યક્ષા આદિ સાત પુત્રીઓ હતી. [શી.' અને ચો' શ્રીયકનો નંદરાજાના અંગરક્ષક તરીકે ઉલ્લેખ કરે છે.] • સ્થૂલિભદ્ર અને કોશાનું મિલન અને સાહચર્ય યુવાવસ્થામાં એક દિવસ મિત્રોથી વીંટળાયેલો સ્થૂલિભદ્ર વિનોદ કરતો વન જોવાને ગયો. પાછા ફરતાં એ કોશા નામની વેશ્યાની નજરે ચડ્યો. કોશા સ્થૂલિભદ્રના રૂપથી મુગ્ધ થઈ. કોશાએ તેની સાથે વાત કરવાને બહાને સ્થૂલિભદ્રને રોકી ચતુરાઈથી એનું ચિત્ત વશ કર્યું. શી.', ભ.બા.4 અને ઉ.વ.માં આ પ્રસંગ નથી. “ભ.બા.4 Page #41 -------------------------------------------------------------------------- ________________ અને ઉ.સવમાં શકટાલ મંત્રીના મૃત્યુને કારણે નંદરાજાએ શ્રીયકને મંત્રીપદ સ્વીકારવા પ્રસ્તાવ મૂક્યો ત્યાંથી કથા શરૂ થાય છે. સ્થૂલિભદ્ર કોશાના રૂપગુણથી પ્રભાવિત થઈ એને ઘેર રહ્યો. ત્યાં જ રહી વિષયસુખ ભોગવતો નવાનવા વિનોદ કરવા લાગ્યો. પિતા પણ પુષ્કળ દ્રવ્ય મોકલી તેની ઈચ્છા પૂર્ણ કરવા લાગ્યા. બાર વર્ષ આ રીતે પસાર થયાં. અને સ્થૂલિભદ્ર સાડાબાર કરોડ સોનામહોરનો વ્યય કર્યો. થો.માં સ્થલિભદ્ર કોશાને ત્યાં ભોગ ભોગવતાં બાર વર્ષ રહ્યા એટલો ઉલ્લેખ શ્રીયકને મુખે અતિ સંક્ષેપમાં થયો છે. ત્યાં કોશા સાથેના પ્રથમ મિલન-પ્રસંગની વિગત નથી.] • વરરુચિ બાહારનું કથાનક એક દિવસ વરરુચિ નામના બ્રાહ્મણે કરેલા પ્રયોગથી શકટાલ મંત્રીનું મૃત્યુ થયું. તે વખતે રાજાએ શ્રીયકને પ્રધાનપદ માટે બોલાવ્યો. [શી.', થો.' માં વરરુચિનું કથાનક અને શકટાલની હત્યાની વાત વિગતે આવે છે. ભ.બા.વ”માં પણ વરરુચિનું કથાનક વીગતે કહેવાયું છે પણ ત્યાં એ સમગ્ર ઘટના શ્રીયકની કથાઅંતર્ગત કહેવાઈ છે. “શી', ચો.” અને ભ.બા.4માં લગભગ મળતું આવતું વરરુચિનું કથાનક આ પ્રમાણે છે : - વરરુચિ એક બુદ્ધિવંત – વાચાળ કવિ હતો. તે હંમેશાં ૧૦૮ નવાં કાવ્યો રચી નંદરાજાની સ્તુતિ કરતો. પણ તે મિથ્યાત્વી હોવાથી મંત્રી શકટાલ તેની પ્રશંસા કરતો નહીં. તેથી રાજા પણ તેને કાંઈ આપતો નહીં. એક દિવસ વરરુચિએ શકટાલની પત્ની લક્ષ્મીવતી પાસે જઈ વિનંતી કરી કે શકટાલ પોતાનાં કાવ્યોની પ્રશંસા કરે. બીજે દિવસે નંદરાજાની સભામાં વરરુચિએ કાવ્યરચના રજૂ કરતાં શકટાલે “અહો વાણીની શી મધુરતા !” એમ કહી પ્રશંસા કરી. એટલે નંદરાજાએ વરરુચિને ૧૦૮ સોનામહોર આપી. અને એ પછી એને રોજ આવી સોનામહોર મળવા લાગી. નંદરાજાએ શકટાલને કહ્યું કે “તમે કરેલી પ્રશંસાને કારણે જ હું આ સોનામહોર આપતો હતો.” ત્યારે શકટાલે કહ્યું કે “અન્ય દ્વારા રચેલ કાવ્યોની વળી પ્રશંસા શી? મેં તો કાવ્ય-ગુણની પ્રશંસા કરી હતી; કવિની નહીં. વરરચિ જે કાવ્યો સંભળાવે છે તે તો મારી પુત્રીને પણ આવડે છે. હું કાલે સવારે તમને સંભળાવીશ.” - બીજે દિવસે રાજસભામાં મંત્રીએ સાતેય પુત્રીઓને પડદાની અંદર બેસાડી. સાતેયને અનુક્રમે એક, બે, ત્રણ... સાત વાર સાંભળેલાં કાવ્યો યાદ રહેતાં. એટલે સાતેય પુત્રીઓ – યક્ષા, યક્ષદત્તા, ભૂતા, ભૂતદત્તા, રેણા, વેણા, એણા – અનુક્રમે કાવ્યો બોલી ગઈ. આથી ક્રોધે ભરાયેલા નંદરાજાએ વરરુચિને કાંઈ જ આપ્યું નહીં. હવે વરરુચિ બ્રાહ્મણે રાજાને ખુશ કરવાનો અને આપવડાઈનો નવો નુસખો ૨૪ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ Page #42 -------------------------------------------------------------------------- ________________ સ્થૂલિભદ્રકોશા કથાનકના આધારસોત ગ્રંથો... / રપ શોધી કાઢયો. તે દરરોજ ગંગાના નીરમાં ૧૦૮ સોનામહોરોની પોટલી મૂકી આવતો અને બીજે દિવસે ગંગાની સ્તુતિ કરીને તે પોટલી ગ્રહણ કરતો. આ પ્રમાણે કપટ કરીને વરરુચિએ સહુને આશ્ચર્યમુગ્ધ કર્યા. શકટાલ મંત્રીએ વરરુચિના કપટની વાત પોતાના ગુપ્ત અનુચરો દ્વારા જાણી લીધી. પછી એક દિવસ વરરચિએ ગંગામાં મૂકેલું દ્રવ્ય મંત્રીએ અનુચરો દ્વારા મગાવી લીધું. બીજે દિવસે વરરુચિ ગંગાકાંઠે ગયો. કૌતક જોવા મંત્રી સાથે રાજા પણ આવ્યા. વરરચિએ ગંગાસ્તુતિનો ઢોંગ કર્યો પણ દ્રવ્ય મળ્યું નહીં. તે ભોંઠો પડ્યો. મંત્રીએ ગુપ્તચરો દ્વારા મેળવી લીધેલી સોનામહોરોની પોટલી વરરુચિને પરત કરી અને રાજાને એના સઘળા કપટની વાત જણાવી. રાજા શકટાલની બુદ્ધિની પ્રશંસા કરવા લાગ્યો. એક દિવસ પુત્ર શ્રીયકના વિવાહ પ્રસંગે શકટાલ મંત્રી નંદરાજાને ભેટ આપવા છત્ર-ચામરાદિક તૈયાર કરાવવા લાગ્યો. આ વાત જાણીને વરરચિએ પોતાની પાસે અભ્યાસ કરતાં બાળકોને એવો પ્રચાર કરવાનું શીખવ્યું કે શકટાલ મંત્રી રાજાનો નાશ કરીને શ્રીયકને રાજ્ય આપશે.” બાળકોની આ વાત રાજા પાસે પહોંચી. રાજાને થયું કે બાળકો સ્વયે કહે છે તે ખોટું ન હોય. રાજાએ ગુપ્તચરોને શકટાલને ત્યાં મોકલ્યા. ગુપ્તચરોએ શકટાલને ત્યાં જે તૈયારીઓ થતી જોઈ તેની વાત રાજાને જણાવી. આ તૈયારીઓ શ્રીયકને રાજ્યાસને બેસાડવા માટેની છે એવી શંકાથી રાજા મંત્રી ઉપર ગુસ્સે થયો. બીજે દિવસે શકટાલ રાજસભામાં ગયો એટલે રાજાએ મોં અવળું કરી લીધું. શકટાલે ઘેર આવી શ્રીયકને જણાવ્યું કે “કોઈ દુષ્ટ પુરુષે રાજાને મારી વિરુદ્ધ ગુસ્સે કર્યા જણાય છે. પેદા થયેલો આ ઉત્પાત પોતાના જીવતાં સુધી શમશે નહીં એમ વિચારી શકટાલે શ્રીયકને સૂચવ્યું કે હું કાલે સવારે રાજસભામાં જઈ રાજાને પ્રણામ કરું ત્યારે તારે ખગથી મારો શિરચ્છેદ કરવો.” શ્રીયકે આવું નિર્દય કૃત્ય કરવાનો ઇનકાર કર્યો. ત્યારે શકટાલે કહ્યું, “હે પુત્ર, મારા જેવા વૃદ્ધને મારીને તો તું ખરેખર સમગ્ર કુળનો ઉદ્ધાર જ કરીશ. વળી, હકીકતે તારે પિતૃહત્યા કરવાની જ નથી. કેમકે હું તો તાલપુટ વિષનું ભક્ષણ કરીને મરીશ. તારે તો શિરચ્છેદનો માત્ર દેખાવ જ કરવાનો છે.” આમ શકટાલે પુત્રને પોતાની હત્યા માટે તૈયાર કર્યો. • શકયલનું અપમૃત્યુ બીજે દિવસે શ્રીયકે રાજસભામાં “આ રાજદ્રોહી છે' એમ કહી પિતાનો શિરચ્છેદ કર્યો. રાજાએ શ્રીયકને પૂછ્યું કે “તેં પિતાનો વૃથા વધ શા માટે કર્યો ?” ત્યારે શ્રીયકે કહ્યું કે જેનાથી કાન તૂટી જાય તેવા સુવર્ણથી શું ?” પછી રાજાએ શ્રીયકને મંત્રીમુદ્રા આપવા માંડી. ત્યારે શ્રીયકે પોતાના મોટા ભાઈ સ્થૂલિભદ્રને Page #43 -------------------------------------------------------------------------- ________________ બોલાવી મંત્રી મુદ્રા એને સોંપવાનું સૂચન કર્યું. રાજાએ સ્થૂલિભદ્રને તેડું મોકલ્યું. ભ.બાવમાં શકટાલનો અગ્નિસંસ્કાર કર્યા પછી શ્રીયકને રાજા મંત્રી મુદ્રા ધારણ કરવા કહે છે. શ્રીયક મોટા ભાઈ સ્થૂલિભદ્રનું નામ સૂચવે છે.] . • સ્થૂલિભદ્રનો મંત્રીપદ માટે અસ્વીકાર અને સંસારત્યાગ પોતાના મોટા ભાઈ જે અત્યારે કોશાને ઘેર છે તે પ્રધાનપદ માટે યોગ્ય છે એમ શ્રીયકે રાજાને કહ્યું. નંદરાજાએ સ્થૂલિભદ્રને બોલાવવા સેવકો મોકલ્યા. સ્થૂલિભદ્ર રાજસભામાં આવ્યો. નંદરાજાએ પોતાને મંત્રીપદ આપવાના કરેલા પ્રસ્તાવનો સ્થૂલિભદ્ર અસ્વીકાર કર્યો. રાજાએ કારણ પૂછ્યું ત્યારે એણે કહ્યું કે “સ્વામી, હું વિચારીને કહીશ.’ વિચારી જોવાની રાજાએ રજા આપી. સ્થૂલિભદ્ર અશોકવાટિકામાં એકાંત સ્થળે વિચાર કરવા લાગ્યો : આ સંસારમાં કોઈ કોઈનું નથી. બધા જ સ્વાર્થી છે. પક્ષીઓ ફળ વિનાના વૃક્ષનો, સારસ નિર્જળ સરોવરનો, ભ્રમરો કરમાયેલાં ફૂલોનો, મૃગો બળેલા વનનો, ગણિકા નિધન પુરુષોનો અને સેવકજનો રાજભ્રષ્ટ રાજાનો ત્યાગ કરે છે. જ્યારે મારા પિતા રાજ્યનાં અનેક કાર્યો કરવા છતાં અંતે કમોતે મૃત્યુ પામ્યા, ત્યારે મને આ રાજ્યમુદ્રાથી શું સુખ મળશે ? માટે અનર્થના કારણરૂપ રાજ્યમુદ્રાને સ્વીકારવી તે ધિક્કારપાત્ર છે. અને આ વિષયસુખને પણ ધિક્કાર છે. કેમકે આ વિષયસુખને વશ થયેલા એવા મને પિતાના મૃત્યુની પણ ખબર પડી નહીં.” આ પ્રમાણે વિચારી, વૈરાગ્યમય બની, પંચમુષ્ટિ લોચ કરી, શાસનદેવીએ આપેલા સાધુવેશને ધારણ કરી, નંદરાજાની રાજસભામાં આવી સ્થૂલિભદ્ર ધર્મલાભ આપ્યો. “શી”માં સ્થૂલિભદ્ર મંત્રીપદના પ્રસ્તાવ સંદર્ભે એમ વિચારે છે કે મંત્રી મુદ્રા ધારણ કરનારે સ્વામીનું કામ બરાબર કરી આપવું પડે છે. વળી તેમાં જો તે સ્ત્રીને વશ થયો તો નરકથી વધુ દુઃખ અહીં ભોગવવું પડે છે. વેશ્યાથી પણ વધારે નિંધ આ મંત્રીમુદ્રા છે. આમ વિચારી તે દિક્ષાના અંગીકારનો નિર્ણય કરે છે. થો.માં સ્થૂલિભદ્ર આ સંદર્ભે એમ વિચારે છે કે રાજસેવકો સુખનાં સાધનો ભોગવી શકતા નથી. અંગત સ્વાર્થનો ત્યાગ કરી, રાજાની સેવા કરવા છતાં ચાડિયા ખલપુરુષો રાજસેવકોને ઉપદ્રવ કરે છે. માટે પોતાના આત્માર્થે જ પ્રયત્ન કેમ ન કરવો ? ભ.બા.4માં સ્થૂલિભદ્ર વિચારે છે કે જો મંત્રીપદ ગ્રહણ કરીશ તો હું પરવશ થઈશ. રાજાના વિચારને નહીં અનુસરે તે દિવસે તે મારા પ્રાણ પણ લે.] રાજસભામાં સાધુવેશ ધારણ કરેલા સ્થૂલિભદ્રને જોઈ નંદરાજાએ પૂછ્યું, “આ શું કર્યું ?’ સ્થૂલિભદ્ર પ્રત્યુત્તર વાળતાં કહ્યું, “મેં સારી રીતે વિચાર્યું ને કરવું ઘટે ૨૬ / સહસુંદરકત ગુણરત્નાકરદ Page #44 -------------------------------------------------------------------------- ________________ સ્થૂલિભદ્ર-કોશા કથાનકના આધારસોત ગ્રંથો... / ૨૭ તે જ કર્યું.' [Æબા રૃ.'માં રાજા પૂછે છે, ‘કિં આલોચિતમ્ ?” (“શો વિચાર કર્યો ?”) લોચ કરેલા સ્થૂલિભદ્ર કહે છે, ‘લોચિતમ્’ (‘લોચ કર્યો’ સાધુજીવન સ્વીકાર્યું.) શી.'માં રાજા પૂછતા નથી, પણ સાધુવેશી સ્થૂલિભદ્રને જોતાં પ્રશંસા કરતાં કહે છે, હે મંત્રીસુત, તેં આ બહુ સારું કર્યું, બહુ સારું કર્યું. દુ:સાધ્ય કાર્યનો તેં આરંભ કર્યો. થોમાં કેશલોચ કરેલા સ્થૂલિભદ્ર જ્યારે રાજસભામાં જઈ ધર્મલાભ આપી પાછા ફરે છે ત્યારે રાજાને એવી શંકા જાય છે કે સ્થૂલિભદ્ર આમ કપટ કરીને વેશ્યાને ત્યાં પાછા તો જતા નથીને ! ખાતરી કરાવતાં તેમને સ્થૂલિભદ્ર પ્રત્યે સદ્ભાવ જાગે છે. કેમ કે કોઈ દુર્ગંધી શબવાળા સ્થાનમાં નાસિકા મરડીને જાય તેમ જતા સ્થૂલિભદ્રને એમણે જોયા. ઉ.સુ.માં પણ રાજાને રાજમહેલની અગાશીએ જઈ ખાતરી કરતા દર્શાવ્યા છે. ઉ.સુ.માં આ પ્રસંગ જુદી રીતે અપાયો છે. વેશ્યાના ઘર પાસે રસ્તા ઉપર એક શબ પડ્યું હોય છે. બધા નાક ઢાંકીને, આઘા ખસીને ત્યાંથી પસાર થાય છે; ત્યારે સ્થૂલિભદ્ર શબની દુર્ગંધથી અકળાયા વિના શબની નજીકથી જ પસાર થાય છે. સ્થૂલિભદ્રને વિશે ખાતરી કરવાનો પ્રસંગ ઉ.મા.માં નથી... - સ્થૂલિભદ્રે સંભૂતિવિજય આચાર્ય પાસે જઈ વિધિપૂર્વક ચારિત્ર ગ્રહણ કર્યું. [ઉ.મા.માં આ પછી, કોશાને સ્થૂલિભદ્રના દીક્ષાઅંગીકારની જાણ થઈ તેનો માત્ર ઉલ્લેખ જ છે. પણ શી.’* વિસ્તારથી નોંધે છે કે જ્યારે સ્થૂલિભદ્ર વિહાર કરવા લાગ્યા ત્યારે નંદરાજાએ શ્રીયકને મંત્રીપદ આપ્યું. શ્રીયકે પિતાના વેરનું સ્મરણ કરી કોશાનો આશ્રય કર્યો; એટલા માટે કે આવાં માણસો કપટકાર્યમાં કામ આવે. • શ્રીયકની વરરુચિ બ્રાહ્મણ સાથે વેરની વસૂલાત એક દિવસ શ્રીયકે કોશાને કહ્યું કે પિતાનું મૃત્યુ અને સ્થૂલિભદ્રની દીક્ષાની સ્થિતિ વરરુચિને કારણે થયાં છે. મારે એનું વેર લેવામાં તારી સહાયની જરૂર છે.’ કોશાએ પૂછ્યું કે “વેર કેવી રીતે લેવાશે ?” ત્યારે શ્રીયકે કહ્યું, “તારી બહેનની સાથે વરરુચિને પ્રીતિ છે. જો તારી બહેન વરચિને મદ્યપાન કરાવે તો હું કૃતાર્થ થાઉં.' પછી કોશાએ એની બહેનને વચને મદ્યપાન કરાવવાનો અભ્યાસ કરાવ્યો. વરચિ કવિતાથી રોજ રાજાને ખુશ રાખતો. એક દિવસ રાજાએ શ્રીયકને કહ્યું કે મારી રાજસભા શકટાલ મંત્રી વિના શોભતી નથી. નિશ્ચે, મેં કાગડાને ઉડાડવાને માટે જ રત્ન ફેંકી દીધું છે.' શ્રીયકે રાજાની આ મનોવેદનાની તક લઈને કહ્યું કે “શું કરીએ ? મદ્યપાન કરનારા વર ુચિએ ખોટી વાત ઉડાડવાથી આમ થયું.' રાજા કહે, ‘શું વચિ મદ્યપાન કરે છે ? ત્યારે શ્રીયકે બીજે દિવસે સવારે એની ખાતરી કરાવવાનું જણાવ્યું. બીજે દિવસે સભામાં માળીએ, શીખવી રાખ્યા પ્રમાણે, સૌને Page #45 -------------------------------------------------------------------------- ________________ કમળપુષ્પ આપ્યું. શ્રીયકે કમળ સૂંઘી એની સુગંધનાં વખાણ કર્યા. એટલે સૌ પોતપોતાનાં કમળ સૂંઘવા લાગ્યા. વરરુચિએ પણ તેમ કરતાં મદનફળનું ચૂર્ણ નાકમાં જતાં તેને ઊલટી થઈ. રાજાએ તથા અન્યોએ વરરુચિનું મોં સૂંઘતાં મધના જેવી વાસ આવવા લાગી. વરરુચિ તિરસ્કૃત થઈ ઘેર ગયો. વરરુચિના પુત્રોએ પ્રાયશ્ચિત્ત કરવા માંડ્યું. પણ એટલામાં વરરુચિ મૃત્યુ પામ્યો. શ્રીયક નિર્વિબે મંત્રીપદ શોભાવવા લાગ્યો. - ભ.બા.4માં, શ્રીયક રાજાને વરરુચિના કાવતરાની સાચી જાણ કરતાં રાજા વરરુચિને દેશનિકાલ કરે છે એવો ઉલ્લેખ મળે છે. ત્યાં દેશનિકાલની ઘટના શકટાલના અગ્નિસંસ્કાર પહેલાં અને શ્રીયકને મંત્રીપદના પ્રસ્તાવ અગાઉ બનતી દર્શાવાઈ છે. થો માં વળી આ પ્રસંગ જુદી રીતે નોંધાયેલો છે. ત્યાં મદ્યપાન કરીને પસ્તાયેલો વરરુચિ શુદ્ધિ માટે બ્રાહ્મણો પાસે પ્રાયશ્ચિત્ત માગે છે. ત્યારે તેઓએ મદ્યપાનના પાપને નાશ કરનાર, તપાવેલા સીસાના રસનું પાન કરવા કહ્યું. વરરુચિ તપાવેલું સીસું પી જતાં તત્કાલ મૃત્યુ પામ્યો.] સ્થૂલિભદ્રના ચારિત્રગ્રહણની વાત સાંભળી કોશા ખૂબ દુ:ખી થઈ. આંખમાં આંસુ સાથે તે વિલાપ કરવા લાગી. હે ચાર ચાણક્ય, તમે રાજ્યમુદ્રા ત્યજી ભિક્ષમુદ્રા શા માટે ગ્રહણ કરી ? મારે તમારા વિના કોઈનો આધાર નથી. હું હવે શું કરીશ ? કેવી રીતે જીવીશ ?” આમ કોશા વિરહવચનો બોલવા લાગી. ચાતુર્માસ માટે સંભૂતિવિજય ગુરુનો આદેશ આ બાજુ ગુરુ પાસે એક સાધુએ આગામી ચાતુમસ સિંહગુફા પાસે ગાળવાની ઈચ્છા વ્યક્ત કરી ને ગુરુની આજ્ઞા માગી. બીજા સાધુએ કહ્યું હું સર્પના દર પાસે ચાતુર્માસ કરવા ઇચ્છું છું' ત્રીજા મુનિએ કહ્યું, “હું કૂવાની અંતરાળે રહેલા લાકડા ઉપર ચાતુમસ કરીશ.” ત્યારે ચોથા સાધુ સ્થૂલિભદ્ર કોશાને ઘેર રહી ચાતુમસ ગાળવાની ઇચ્છા પ્રગટ કરી. ગુરુએ પ્રત્યેકની યોગ્યતા પ્રમાણી ચારેયને એમ કરવાની આજ્ઞા આપી. [‘પ્રા.માં તો સ્થૂલિભદ્રમુનિની કથાનો આરંભ જ સંભૂતિવિજય પાસે આવીને સ્થૂલિભદ્ર સહિત ચાર મુનિઓએ જે-જે અભિગ્રહો લીધા તેનાથી થાય છે. ભ.બા.વૃક”માં ત્રણ મુનિઓને યોગ્ય જાણીને આજ્ઞા આપ્યા પછી સ્થૂલિભદ્ર એવી વિનંતી કરી કે પોતે ચાર માસ સુધી ઉગ્ર તપ કર્યા વિના, ષડરસવાળા ભોજનનો આહાર કરીને, કોશાના ઘરમાં રહેશે. ગુરુએ સ્થૂલિભદ્રને પણ આજ્ઞા આપી. ઉમા. અને ઉ.વ.માં સિંહ અને સાપ જેવાં પ્રાણીઓએ ત્યાં પહોંચેલા મુનિઓને જોઈ અત્યંત શાંતભાવે પોતાના રહેઠાણમાં એમને વસવા દીધા એવો ૨૮ / સહજસુંદરકત ગુણારત્નાકરછેદ Page #46 -------------------------------------------------------------------------- ________________ સ્થૂલિભદ્ર-કોશા કથાનકના આધારસોત ગ્રંથો... / ૨૯ ઉલ્લેખ છે. ઉ.વમાં સ્થૂલિભદ્ર તેમજ બે મુનિઓનો ઉલ્લેખ છે. સિંહગુફા અને સાપના દરમાં ચાતુમસ ગાળવા માગતા મુનિઓનો; ચોથા મુનિનો ઉલ્લેખ નથી.) • સ્થૂલિભદ્રનો કોશાના નિવાસસ્થાને ચાતુમસ : કોશાના યૂલિભદ્રને રીઝવવાના પ્રયાસો સ્થૂલિભદ્ર કોશાને ઘેર ગયા. સ્થૂલિભદ્રને આવતા જોઈ કોશા અતિ હર્ષ પામી, સામે આવીને લિભદ્રનાં ચરણોમાં પડી. કોશાની આજ્ઞા લઈ સ્થૂલિભદ્ર તેની ચિત્રશાળામાં રહ્યા. વર્ષાઋતુનો સમય, કોશાના ઘરનો ષટ્રરસનો આહાર, દીવાનખંડમાં નિવાસ, કોશા સાથેનો બારબાર વર્ષનો જૂનો સ્નેહ, કોશાના મુખ અને નેત્રના વિલાસ, હાવભાવ, ગીતસંગીતના મધુર અવાજો, નાટ્યવિનોદ – આ વાતાવરણની વચ્ચે કોશા સ્થૂલિભદ્રને સંસારભોગનું ઇજન આપતાં કહે છે, “હે સ્વામી, સ્વાધીન એવી કામિનીનાં કુચસ્પર્શ અને આલિંગન ત્યજીને આવું કઠોર તપ શા માટે ? હે સ્થૂલિભદ્ર, આ સમય ત્યાગ માટેનો નથી. મારી સાથે યથેચ્છ વિષયસુખ ભોગવો. ફરીથી આ મનુષ્યજન્મ અને આ યૌવન દુર્લભ છે. તપ વૃદ્ધાવસ્થામાં કરવું ઉચિત છે.' [‘શી.' અને ભ.બા.વામાં પોતાને ઘેર આવેલા સ્થૂલિભદ્ર વિશે કોશાને એવો તર્ક કરતી બતાવી છે કે “સ્થૂલિભદ્ર ચારિત્ર્યને સહન ન કરી શકવાથી અને પૂર્વના સ્નેહથી જ મારે ઘેર પુનઃ પધાર્યા છે. પણ નક્કી, તે લજ્જા-સંકોચને કારણે મને કાંઈ કહી શકતા નથી.” ઉમા.”માં પણ સ્થૂલિભદ્રને આવતા જોઈ કોશાને લગભગ એવો જ તક કરતી બતાવાઈ છે. કોશા વિચારે છે કે “સ્થૂલિભદ્ર ચારિત્રથી ઉદ્વેગ પામી, વ્રતનો ભંગ કરીને આવ્યા જણાય છે. ઉપ્રા.માં યૂલિભદ્ર કોશાને સાડાત્રણ હાથ દૂર રહીને નૃત્યાદિ કરવા રજા આપે છે. કોશાના શૃંગારિક હાવભાવનું વર્ણન આ પ્રમાણે છે : ગાત્રોને વાળવાની ચતુરાઈ પ્રગટ કરતી, ત્રિવલી વડે સુંદર એવો મધ્ય ભાગ દેખાડતી, તથા વસ્ત્રની ગાંઠ બાંધવાને મિષે ગંભીર નાભિ રૂપી કૂપને પ્રગટ કરતી કોશા મુગ્ધકર નૃત્ય-નાટક કરવા લાગી. “ઉપ્રા.માં કોશા વતી સખીઓ સ્થૂલિભદ્રને વિનંતી કરે છે.] • ચૂલિભદ્રનો કોશાને પ્રતિબોધ આ સાંભળીને સ્થૂલિભદ્ર બોલ્યા, “હે ભદ્ર, અપવિત્ર અને મલમૂત્રના પાત્ર સમાન કામિનીના દેહને આલિંગવાને કોણ ઈચ્છે ? તપાવેલા લોઢાના થાંભલાને આલિંગવું સારું છે, પણ નરકના દ્વારરૂપ સ્ત્રીના જઘનનું સેવન કરવું સારું નથી. વળી એક વખતના સ્ત્રીસંભોગથી અનેક જીવોનો ઘાત થાય છે.” એક શ્લોક ટાંકીને Page #47 -------------------------------------------------------------------------- ________________ સ્થૂલિભદ્ર કહે છે, મૈથુનની વૃત્તિ વિશે આરૂઢ થયેલો જીવ નવ લાખ સૂક્ષ્મ જીવોને હણે છે એમ તીર્થંકર ભગવાને કહ્યું છે... વળી હે કોશા, આ વિષયો અનેક વાર ભોગવ્યા છતાં તૃપ્તિ તો થતી જ નથી. માટે સર્પઙ્ગા જેવા આ વિષયોને છોડી શીલ-અલંકારથી તારા અંગને અલંકૃત કર. સર્વ કાર્યોમાં ઉત્તમ કાર્ય ધર્મ છે.’ આમ ઉપદેશ આપી સ્થૂલિભદ્રે કોશાનું મન પલટાવ્યું. કોશાએ સમ્યક્ત્વ આપી પોતાનો ઉદ્ધાર કરવા સ્થૂલિભદ્રને કહ્યું. [શી.માં ઉ.મા.' જેવાં સ્કૂલિભદ્રનાં બોધવચનો નથી; કોશાના વ્યર્થ હાવભાવ સામે સ્થૂલિભદ્રની નિર્લેપતાનું જ વર્ણન છે : જેમ પર્વત ઉપર સિંહે મારેલી ફાળ મિથ્યા થાય તેમ કોશાના શૃંગારો ફોકટ થયા. અને વેશ્યાએ કરેલા ઉપસર્ગથી મુનિનું ધ્યાનતેજ વધારે ને વધારે વૃદ્ધિ પામવા લાગ્યું. આ જોઈને કોશાએ સ્થૂલિભદ્રની ક્ષમા માગી. લ્યો.”માં પણ સ્થૂલિભદ્રનાં બોધવચનો નથી. ઉપ્રા.માં એ સંક્ષેપમાં છે. પણ ભ.બા.નૂમાં સ્થૂલિભદ્ર વિસ્તારથી કોશાને બોધવચનો સંભળાવે છે.] સ્થૂલિભદ્રનું ગુરુજી પાસે પુનરાગમન આ પ્રમાણે સ્થૂલિભદ્રે કોશાને પ્રતિબોધ પમાડી. કોશાએ બાર વ્રત અંગીકાર કર્યાં અને પરમ શ્રાવિકા થઈ. રાજાએ મોકલેલા પુરુષ સિવાય અન્ય પુરુષનો હું વચનથી પણ સ્વીકાર કરીશ નહીં' એ પ્રમાણે તેણે ભોગ સંબંધી પચ્ચક્ખાણ (સંકલ્પ) લીધું. ચાતુર્માસ પૂર્ણ કરી સ્થૂલિભદ્ર સંભૂતિવિજય પાસે આવ્યા. પેલા ત્રણ મુનિઓ પણ એમના ચાતુર્માસ પૂરા કરી સ્થૂલિભદ્રની પહેલાં જ આવ્યા હતા. ગુરુએ તે ત્રણ મુનિઓનો દુષ્કર કાર્ય કર્યું’ એમ એક-એક વાર કહીને આદર કર્યો હતો. પરંતુ સ્થૂલિભદ્રને દુષ્કર કાર્ય કર્યું' એમ ત્રણ વાર કહીને વિશેષ માન આપ્યું. તે જોઈ સિંહગુફાવાસી મુનિના મનમાં ઈર્ષ્યા પેદા થઈ. મુનિને થયું, ‘ગુરુનો આ કેવો વિવેક ! ભૂખ-તરસથી પીડાયેલા અમોને દુષ્કર' એમ માત્ર એક વાર કહ્યું અને ષડ્સ ભોજન આરોગનારને અને મોહક સ્થાને રહેનારને દુષ્કર’ એમ ત્રણ વાર કહ્યું.’ ગુરુએ સ્થૂલિભદ્રને ત્રણ વાર દુષ્કર’ કહ્યાનો ઉલ્લેખ માત્ર ઉમા' છે. શીમાં ‘દુષ્કર દુષ્કર’ કહ્યાનો ઉલ્લેખ છે. ભબાતૃમાં એ વખતે ત્રણે મુનિઓ માંહોમાંહે સ્થૂલિભદ્રની ઈર્ષ્યા કરતાં કહે છે કે મંત્રીનો પુત્ર જાણીને ગુરુએ તેમને આ પ્રમાણે કહ્યું.' વળી તેઓ એમ પણ વિચારે છે કે જો ષડ્રસના આહારથી આમ થવાતું હોય તો આપણે પણ આવતા ચોમાસામાં તેવું જ તપ કરીશું. પછી એ સાધુઓએ આઠ માસ કષ્ટપૂર્વક વિતાવ્યા. ઉ.દૃમાં ગુરુએ પોતાના આસનેથી ઊભા થઈને સ્થૂલિભદ્રનો વિશેષ આદર ૩૦ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ Page #48 -------------------------------------------------------------------------- ________________ સ્થૂલિભદ્ર-કોશા કથાનકના આધારસોત ગ્રંથો.... / ૩૧ કનિો ઉલ્લેખ છે. અહીં પણ મુનિઓ સ્થૂલિભદ્ર મંત્રીના પુત્ર હોવાથી એમનો વિશેષ આદર થયાની શંકા કરે છે. ઉપ્રા.માં સ્થૂલિભદ્રને બે-વાર કે ત્રણ વાર દુષ્કર' કહેવાનો ઉલ્લેખ નથી. ત્યાં આવકારનું નિરૂપણ જુદી રીતે થયું છે. - પેલા ત્રણ મુનિઓ આવે છે ત્યારે ગુરુ દરેકને “હે વત્સ, દુષ્કર કાર્ય કરનાર, તું ભલે આવ્યો. તને શાતા છે ?’ એમ કહે છે. જ્યારે સ્થૂલિભદ્રને “હે મહાત્મા ! હે દુષ્કર કાર્યના કરનાર, તું ભલે આવ્યો’ એમ કહે છે. આમ પોતાને “વત્સ, જ્યારે સ્થૂલિભદ્રને ‘મહાત્મા’ના થયેલા આદરથી પેલા ત્રણ મુનિઓને ઈર્ષ્યા આવે છે. એમને પણ સ્થૂલિભદ્ર મંત્રીના પુત્ર હોવાથી આમ થયું હોવાની શંકા જાય છે.] • રથકારનું કથાનક હવે એક દિવસ નંદરાજાની આજ્ઞાથી કોઈ રથકાર કોશાને ત્યાં આવ્યો. બારીમાં રહીને તેણે શરસંધાન દ્વારા આમ્રફલની લૂબ આણી બતાવી. તો સામે કોશાએ સરસવનો ઢગલો કરી, તેના પર સોય મૂકી, તેના પર એક પુષ્પ મૂકી તેના ઉપર નૃત્ય કર્યું. કોશાની આ નિપુણતા જોઈ રથકાર બોલ્યો, “આ અતિ કઠિન કામ છે. ત્યારે કોશાએ કહ્યું કે “શરસંધાનથી આંબાની લંબ તોડવી તે પણ દુષ્કર કાર્ય નથી, અને સરસવ પર નૃત્ય કરવું તે પણ દુષ્કર નથી. દુષ્કર તો એ છે જે સ્થૂલિભદ્ર કર્યું અને નારી રૂપી વનમાં મોહ ન પામતાં શુદ્ધ - પવિત્ર રહ્યા. પર્વતમાં, ગુફામાં, એકાંતમાં અને વનમાં ઇંદ્રિયોને વશ રાખનારા હજારો છે, પણ અતિ રમ્ય હવેલીમાં અને નારીના સામીપ્યમાં રહીને ઇન્દ્રિયોને વશ રાખનાર તો એક શકટાલપુત્ર જ છે.' આ પ્રમાણે સ્તુતિ કરીને કોશાએ સ્થૂલિભદ્રનું સમગ્ર સ્વરૂપ રથકારને કહી બતાવ્યું. પ્રતિબોધ પામેલા રથકારે સ્થૂલિભદ્ર પાસે જઈને ચારિત્ર લીધું. [‘શીમાં રથકારની જગાએ સુથારનો ઉલ્લેખ છે. રાજાએ મોકલેલો સુથાર કોશામુખે સ્થૂલિભદ્રની પ્રશંસા સાંભળીને ઈર્ષાળુ બન્યો. પલંગ ઉપર બેઠાંબેઠાં એણે આંબાની લૅબ વીંધી. પહેલા બાણને બીજું, બીજાને ત્રીજું એમ બાણો લગાડીને, બીજા અધિચંદ્ર બાણથી બે છેદી એણે કોશાના હાથમાં મૂકી. આમ અહીં આપ્રફળની લૅબ વીંધવાનું વર્ણન ઉ.મા.' કરતાં વીગતવાળું છે. થો. રથકારનો ઉલ્લેખ કરે છે. કથાનક “શી.ને લગભગ મળતું આવે છે. ભ.બા.વમાં આ કથાનક “શી.ને મળતું છે. “શી.માં કોશાના નૃત્યથી પ્રસન્ન થયેલા સુથારે કોશાને પૂછ્યું, હું તને શું આપું ?” કોશાએ કહ્યું, “ઘુવડ રાત્રે જુએ છે ને પક્ષીઓ આકાશમાં ઊડે છે એ Page #49 -------------------------------------------------------------------------- ________________ સર્વ જાતિસિદ્ધ છે. એમાં કાંઈ આશ્ચર્યકારી નથી. પણ આશ્ચર્ય તો તે છે કે, નહીં જાતિસિદ્ધ કે નહીં અભ્યાસસિદ્ધ એવું દુષ્કર શીલવંત સ્થૂલિભદ્ર પાળી બતાવ્યું. શીમાં સુથારે દીક્ષા લીધાનો ઉલ્લેખ આવે છે પણ તે સ્થૂલિભદ્ર પાસે લીધાનો ઉલ્લેખ નથી. થો.”માં રથકારે અને ભદબાવમાં સુથારે સદ્ગુરુ પાસે જઈ દિક્ષા લીધી એવો ઉલ્લેખ મળે છે.]. • સ્થૂલિભદ્રનું ચૌદ પૂર્વનું અધ્યયન સ્થૂલિભદ્ર પણ અનુક્રમે સાર્થ દશ પૂર્વનું અને સૂત્રમાત્રથી ચાર પૂર્વનું અધ્યયન કરી, ચતુર્દશપૂર્વમાં છેલ્લા થઈ, ઘણા ભવ્ય જીવોને પ્રતિબોધ પમાડી, નિર્મળ કીર્તિથી જગતને ઉજ્જવળ કરી, પ્રસિદ્ધિ પામી, ૩૦ વર્ષ ઘરમાં, ૨૪ વર્ષ વ્રતમાં અને ૪૫ વર્ષ યુગપ્રધાનપણામાં – એ પ્રમાણે ૯૯ વર્ષનું આયુષ્ય પાળીને મહાવીર સ્વામીનિવણથી ૨૧૫મા વર્ષે સ્વર્ગે ગયા. ઉ.મા.માં કોશાને પ્રતિબોધ પમાડી ગુરુ પાસે પાછા ફરેલા સ્થૂલિભદ્રના ચૌદ પૂર્વના અધ્યયનની, ઉજ્વળ પ્રસિદ્ધિની અને સ્વર્ગગમનની વાત સમાપન રૂપે અતિ સંક્ષેપમાં સમેટી લેવાઈ છે. જ્યારે, “શી.', ભLબા વૃ' અને થો.'માં સ્થૂલિભદ્રનું દશ પૂર્વનું સાથે અધ્યયન અને પછીનાં ચાર પૂર્વાનું સૂત્રમાત્રથી અધ્યયન – અર્થ સહિત કેમ નહીં? – તેની વિગતવાર કથા રજૂ થઈ છે. આ કથા સાથે જ સ્થૂલિભદ્રની સાત બહેનોનું કથાનક પણ અહીં સંકળાય છે. શી.માં કથા આ પ્રમાણે આગળ ચાલે છે : • સ્થૂલિભદ્ર ભદ્રબાહુવામી પાસે સ્થૂલિભદ્રના ગુરુએ સ્થૂલિભદ્ર આદિ ૫૦૦ સાધુને ભદ્રબાહ પાસે દષ્ટિવાદ ભણવા મોકલ્યા. આ ભદ્રબાહુ કોણ હતા તેનું નાનકડું કથાનક પણ અહીં શી માં છે. અભ્યાસાર્થે ગયેલા સર્વે મુનિઓ પોતાને ભદ્રબાહુએ આપેલી થોડી થોડી વાચનાથી ઉદ્વેગ પામીને પોતપોતાને સ્થાનકે પાછા ફરી ગયા. માત્ર સ્થૂલિભદ્ર એકલા જ ભદ્રબાહુ પાસે રહ્યા. ગુરુસેવામાં રત રહી તેઓ ભદ્રબાહુ પાસે દશ પૂર્વ ભણ્યા. થો.” અને “ભ.બા..'માં તો ભદ્રબાહુનું કથાનક “શી.”ના કરતાં પણ વધુ વિસ્તારથી મળે છે. • ભદ્રબાહસ્વામીનું કથાનક ભ.બા.4.માં મળતું ભદ્રબાહુનું કથાનક આ પ્રમાણે છે : એક વાર બાર વર્ષ સુધી દુકાળ પડ્યો. તે વખતે સાધુઓનો સંઘ સમુદ્રવટે શ્રી ગુરુની પાસે આવ્યો. દુષ્કાળની સ્થિતિને કારણે સાધુઓ સુધાથી પીડાતા હોવાથી ૩૨ / સહજસુંદરકત ગુણરત્નાકરછેદ Page #50 -------------------------------------------------------------------------- ________________ સ્થૂલિભદ્ધ-કોશા કથાનકના આધારસોત ગ્રંથો.. / ૩૩ ભણતાગણતા બંધ થયા. અને સૌ સિદ્ધાંતો વીસરી ગયા આ કારણે પાટલિપુત્ર નગરમાં સંઘ એકઠો મળ્યો. ત્યાં જેને જે-જે સૂત્રો આવડતાં હતાં તેને એકઠાં કરી ૧૧ અંગ (આચારાંગ, સૂત્રકૃતાંગ, ઠાણાંગ, સમવાયાંગ, ભગવતી, જ્ઞાનધર્મકથા, ઉપાસક દશા, અંતગડદશા, અનુત્તરોવવાઈ, પ્રશ્નવ્યાકરણ અને વિપાક) પૂર્ણ કર્યો. ત્યાર પછી શ્રી સંઘે બારમા અંગ દષ્ટિવાદ માટે બે સાધુઓને શ્રી ભદ્રબાહુસ્વામી પાસે મોકલ્યા. ભદ્રબાહુને પ્રણામ કરીને સાધુઓએ કહ્યું, “તમને ગુરુમહારાજ પાટલિપુત્ર નગરમાં બોલાવે છે.” ભદ્રબાહુએ કહ્યું, “હમણાં મેં મહાપ્રાણ નામનું ધ્યાન આરંભ્ય હોઈ મારાથી હમણાં ત્યાં આવી શકાશે નહીં.' પેલા બે સાધુઓએ પાછા આવી ભદ્રબાહુસ્વામીનો ઉત્તર ગુરુને અને સંઘને જણાવ્યો. આથી ગુરુએ અને સંઘે ફરીથી બે શિષ્યોને ભદ્રબાહુસ્વામી પાસે મોકલ્યા. તેમણે જઈને ભદ્રબાહુને પૂછ્યું, જે વ્યક્તિ સંઘની આજ્ઞા પ્રમાણે ન વર્તે તેમને શો દંડ કરવો ?” ભદ્રબાહુએ ઉત્તર વાળ્યો, “તેને સંઘની બહાર મૂકવો.” ત્યારે શિષ્યોએ તેમને કહ્યું, “આ વચનથી તો તમે જ સંઘની બહાર થયા. ત્યારે ભદ્રબાહુએ સંઘનો આદેશ પોતાનું પ્રમાણ ગણ્યો. પછી કહ્યું “હમણાં હું મહાપ્રાણ ધ્યાનમાં છું તેથી મને નવરાશ નથી. તો પણ હું તે સાધુઓને સાત વાચના દઈશ. એક વાચના ગોચરીએથી આવીને, બીજી મધ્યાહે, ત્રીજી બહારની ભૂમિથી પાછા આવીને, ચોથી સંધ્યા સમયે અને ત્રણ વાચના પ્રતિક્રમણ સમયે આપીશ. એમ કરવાથી શ્રી સંઘનું અને મારું કાર્ય પણ થશે.' આ ઉત્તર સાથે પેલા બંને શિષ્યો પાછા વળ્યા. આવીને સંઘને બધી વાત કરી. તેથી હર્ષ પામીને સંઘે સ્થૂલિભદ્રની મુખ્યતામાં પાંચસો સાધુને દૃષ્ટિવાદ શીખવાને ભદ્રબાહુસ્વામી પાસે મોકલ્યા. . સ્પેલિભદ્રનું બહેનો સમક્ષ સિંહરૂપ તે પછી એક વાર સ્થૂલિભદ્રની દીક્ષિત બહેનો વિહાર કરતી કરતી સંસારકાળના ભાઈને વંદન કરવા માટે ત્યાં આવી. તેમણે ગુરુને પૂછયું કે “સ્થૂલિભદ્ર ક્યાં છે ?” ગુરુએ કહ્યું “અશોકવૃક્ષની નીચે બેઠાબેઠા સ્વાધ્યાય કરે છે. સ્થૂલિભદ્રે પોતાની બહેનોને આવતી જોઈ અને કૌતુકની ઇચ્છાથી સિંહનું રૂપ ધારણ કર્યું. બહેનો સિંહથી ભય પામી ગુરુ પાસે પાછી જઈ કહેવા લાગી, “હે પ્રભો, અમારા ભાઈને તો સિંહ ખાઈ ગયો છે.' ગુરુએ કહ્યું, “તમે ક્લેશ કરશો નહીં. તમારો ભાઈ કુશળ છે. માટે પુન: ત્યાં જઈ એને પ્રણામ કરો.” ગુરુના કહ્યા પ્રમાણે યક્ષા આદિ સર્વે બહેનો ત્યાં ફરી ગઈ, ને સ્થૂલિભદ્રને જોઈ ભાઈને વંદના કરી. બહેનોએ ભાઈને પોતે જોયેલા સિંહ વિશે વાત કરતાં સ્થૂલિભદ્રે કહ્યું કે “સિંહનું સ્વરૂપ મેં ધારણ કર્યું હતું.' : Page #51 -------------------------------------------------------------------------- ________________ • યક્ષાએ યૂલિભદ્રને કહેલો શ્રીયકના મૃત્યુનો વૃત્તાંત પછી યક્ષાએ સ્થૂલિભદ્ર સમક્ષ ભાઈ શ્રીયકના મૃત્યુની વાત કહી સંભળાવી. યક્ષાએ કહ્યું, “હે ભગવન્, શ્રીયકે પણ અમારી સાથે ચારિત્ર ધારણ કર્યું હતું. પરંતુ તે ભૂખ સહન કરી શકતો નહીં. એક દિવસ તેણે કોઈ પર્વને દિવસે (ચો' અને ભદબાવ અનુસાર પર્યુષણ પર્વ) પોરસી પૂરી થતાં તે પારણું કરવા ઈચ્છુક હતો. ત્યારે મેં ફરીથી એને કહ્યું કે તું આ દુર્લભ પર્વને દિને પૂર્વાહ્નનું વ્રત શું નહીં કરે ? ત્યારે શ્રીયકે લજ્જાને લીધે તે વ્રત ગ્રહણ કર્યું. તે વ્રત પૂર્ણ થતાં મેં તેની પાસે અપરાલનું વ્રત કરાવ્યું. ત્યાર પછી રાત્રી સુખેથી વીતી જશે' એમ કહી ઉપવાસનું પચ્ચકખાણ કરાવ્યું. પછી અડધી રાતે સુધાકુલ બનેલા દેહવાળો શ્રીયક આરાધનાપૂર્વક મૃત્યુ પામી દેવલોકમાં ગયો.” પછી, યક્ષા સ્થૂલિભદ્રને કહે છે, હે પ્રભો, સાધુની હત્યાના પાપથી ભયભીત બનેલી મેં પ્રાયશ્ચિત્ત કરવા માટે સંઘની આગળ આ વાત નિવેદિત કરી. સંઘે જણાવ્યું કે આનું પ્રાયશ્ચિત્ત ન હોય, કારણ કે તમે તો શ્રીયકને તારવા માટે એની પાસે તપ કરાવ્યું હતું. સંઘના ઉત્તર છતાં મેં આત્મનિંદા કરતાં કહ્યું કે જો આવું જ જિનેશ્વર સ્વમુખે કહે તો મારું સમાધાન થાય. એટલે સંઘે કાઉસ્સગ્ગ (કાયોત્સર્ગ) કર્યો. શાસનદેવીએ આવીને સંઘને કહ્યું કે હું આ યક્ષાને સીમંધરસ્વામી પાસે લઈ જઈશ. યક્ષાને પાછી લાવું ત્યાં સુધી તમે કાઉસ્સગ્નમાં રહો. પછી શાસનદેવી મને શ્રી સીમંધરસ્વામી પાસે લઈ ગઈ. મેં પ્રભુને વંદના કરી. પ્રભુએ કહ્યું કે આ સાધ્વી નિર્દોષ છે. પ્રભુએ મારી પાસે ચાર ચૂલિકાનું વ્યાખ્યાન કર્યું. તે મેં ધારી લીધું. પછી શાસનદેવી મને આ ભરતક્ષેત્રને વિશે પાછી લાવી. એટલે મેં ચારેય ચૂલિકા સંઘને અર્પણ કરી.” યક્ષો સ્થૂલિભદ્રને આ પ્રમાણે પોતાનો વૃત્તાંત કહીને સપરિવાર પોતાના આશ્રમે ગઈ. - ભ.બા.વૃક”માં શ્રીયકના મૃત્યુનો પ્રસંગ અને યક્ષાનો પશ્ચાત્તાપ “સ્થૂલિભદ્રની કથા” અને “શ્રીયકની કથા' બંનેમાં અપાયો હોઈ એ ઘટના-પ્રસંગોની વાત બેવડાઈ છે. થો.'માં સાત બહેનો પાટલિપુત્રમાં સ્થૂલિભદ્રને મળે છે એવો ઉલ્લેખ છે. વળી ત્યાં ભદ્રબાહુ સાત બહેનોને સ્થૂલિભદ્ર અશોકવૃક્ષ નીચે નહીં પણ ઉપલા માળે સ્વાધ્યાય કરી રહ્યા હોવાનું કહે છે. થો.”માં સાતેય સાધ્વીબહેનો શ્રીયકની વાત કરે છે. યક્ષાનો વિશેષ ઉલ્લેખ નથી. • કક્ષાએ જે ચાર ચૂલિકાઓ સંઘને અર્પણ કરી તેનાં નામ છે ભાવના, વિમુક્તિ, રતિકલ્પ અને વિવિક્તચય આમાંથી પ્રથમ બે ચૂલિકા - ભાવના અને વિમુક્તિ - “આચારાંગસૂત્રમાં પ્રાપ્ત થાય છે. અને પછીની બે ચૂલિકા – રતિકલ્પ અને વિવિક્તચય – દશવૈકાલિકસૂત્રમાં પ્રાપ્ત થાય છે. ૩૪/ સહસુંદરત ગુણરત્નાકરછેદ Page #52 -------------------------------------------------------------------------- ________________ સ્થૂલિભદ્ધ-કોશા કથાનકના આધારસોત ગ્રંથો / ૩૫ ન • સ્થૂલિભદ્રના અપરાધનો ગુરુએ આપેલો દઃ છેલ્લાં ચાર પૂવનું શાન માત્ર સૂત્ર રૂપે જ શી.', ભ.બાવ અને થો.”માં ભદ્રબાહુએ સ્થૂલિભદ્રને બાકીનાં ચાર પૂર્વોનું અધ્યયન અર્થ સાથે કેમ ન કરાવ્યું તેની વાત આ પ્રમાણે છે : સ્થૂલિભદ્ર જ્યારે વાચના લેવા આચાર્ય પાસે આવ્યા ત્યારે ગુરુએ કહ્યું, ‘હવે તું વાચના આપવા યોગ્ય નથી.” ગુરુનાં આ વચન સાંભળી યૂલિભદ્ર પોતાના અપરાધનું કારણ વિચાર્યું. કાંઈ કારણ યાદ ન આવતાં વૃલિભદ્ર ગુરને કહ્યું કે અને જ્યાં સુધી કરેલા અપરાધની સ્મૃતિ આવતી નથી ત્યાં સુધી હું અપરાધી કહેવાઉં નહીં.” ગુરુએ કહ્યું, “અપરાધ કરીને પાછો તું માનતો નથી?” પોતે સિંહ રૂપ લીધાનું સ્મરણ થતાં સ્થૂલિભદ્ર તત્કાલ ગુરુનાં ચરણોમાં પડ્યા અને અપરાધની ક્ષમા માગવા લાગ્યા. પોતે ફરીથી આવો અપરાધ નહીં કરે એમ પણ કહ્યું. ગુરુએ કહ્યું, “તું ફરીથી અપરાધ કરે કે ન કરે, પણ જેમ તાવવાળાને ચીભડું અપાય નહીં, તેમ હું તને અપરાધીને વાચના આપીશ નહીં.' પછી સ્થૂલિભદ્ર ગુરુને શાંત પાડવા સંઘનો આશ્રય લીધો. સંઘની પ્રાર્થના સાંભળી સૂરિએ સંઘને કહ્યું કે જ્યારે આ સ્થૂલિભદ્ર સરખા પણ આ જ્ઞાનથી વિકાર પામ્યા તો પછી બીજાઓ પામે તો શું આશ્ચર્ય ? માટે બાકીનાં જે પૂર્વોને હું જ જાણું છું તે પૂર્વે અર્થ વિના સ્થૂલિભદ્રને શીખવાડીશ. એટલો તેને દંડ આપવો ઘટે છે. • સંઘના આગ્રહથી ગુરુએ – ભદ્રબાહુસ્વામીએ સ્થૂલિભદ્રને બાકીનાં પૂર્વો અર્થ વિના ભણાવ્યાં. અનુક્રમે આચાર્યપદને પામીને સ્થૂલિભદ્ર ભવ્ય જીર્વોને બોધ પમાડી, તીવ્ર તપ તપી, સ્વર્ગે ગયા.]. • સિંહગુફાવાસી મુનિનું કથાનક ઉ.મા.માં સિંહગુફાવાસી મુનિનું દષ્ટાંત “સ્થૂલિભદ્રનું દષ્ટાંત અંતર્ગત નથી પણ જુદું અપાયેલું છે. પણ તે સ્થૂલિભદ્રકોશા કથાનક સાથે સંકળાયેલું તો છે જ. [“શી”માં આ કથાનક યૂલિભદ્રની કથા-અંતર્ગત જ આવે છે.] એક દિવસ પાટલિપુત્રમાં શ્રી સંભૂતિવિજય આચાર્યના સિંહગુફાવાસી શિષ્ય સ્થૂલિભદ્ર ઉપર ઈષ્ય કરી બીજું ચાતુમસ કોશા વેશ્યાની બહેન ઉપકોશા વેશ્યાને ઘેર ગાળવાની ગુરુ પાસે આજ્ઞા માગી. ગુરુએ કહ્યું કે “હે મહાનુભાવ ! ત્યાં તમારું ચારિત્ર જળવાશે નહીં.” ગુરુએ વાય છતાં એ મુનિ ત્યાં ગયા અને ચાતુમસિ-નિવાસને માટે યાચના કરી. સાથે એમ પણ કહ્યું કે જેવું સ્થૂલિભદ્રને રહેવા મળ્યું હતું તેવું સ્થાન મને આપો.' Page #53 -------------------------------------------------------------------------- ________________ ઉપકોશાએ મુનિને સ્થાન તો આપ્યું પણ પાછળથી એણે જાણ્યું કે આ મુનિ સ્થૂલિભદ્રની ઈર્ષ્યા કરીને અહીં આવેલા છે. તેથી ઉપકોશાએ સ્થૂલિભદ્રની ઈચ્છા કર્યાનાં માઠાં ફળ બતાવવાનો નિર્ણય કર્યો. એ પછી રાત્રે સુંદર વસ્ત્રાલંકાર ધારણ કરી, મુખમાં તાંબુલ ચાવતી, ઝાંઝરનો રણકાર કરતી, કોકિલસ્વરનાદ કરતી ઉપકોશા મુનિ આગળ આવી હાવભાવ કરવા લાગી. કટાક્ષ નાખતી અને અંગોપાંગને મરડતી એવી તે મૃગલોચનાને જોઈને મુનિનું સુસ્થિર મન પણ પરવશ થઈ ગયું. કામવશ બનેલા તે સિંહગુફાવાસી મુનિએ ઉપકોશા પાસે ભોગ માટે પ્રાર્થના કરી. ત્યારે ઉપકોશાએ કહ્યું કે “અમે નિર્ધનનો આદર કરતાં નથી. માટે પ્રથમ ધન લાવો અને પછી ઈચ્છા પ્રમાણે વર્તો. - આ સાંભળી ધન મેળવવાના ઉપાય સંબંધી ચિંતન કરતાં મુનિને યાદ આવ્યું કે ઉત્તર દિશામાં નેપાલ દેશનો રાજા અપૂર્વ નવા સાધુને લક્ષમૂલ્યનું રત્નકંબલ આપે છે. એટલે ત્યાં જઈ, રત્નકંબલ મેળવી લાવી આ નારી સાથે વિષયસુખ સેવીને મનની ઈચ્છા પૂર્ણ કરવાનો વિચાર કર્યો. [‘શી', થો.', ઉ.વ , ઉપ્રા.' અને ભ.બા.વ.માં સિંહગુફાવાસી મુનિ કોશાને ત્યાં આવે છે; ઉપકોશાને ત્યાં નહીં. કોશા-ઉપકોશાના પાત્રભેદે બધા ગ્રંથોમાં આ કથાનક, કોઈકોઈ ગૌણ વીગતને બાદ કરતાં, મળતું આવે છે. ભLબાવમાં મુનિને કોશા નેપાળ જવાનું સૂચન કરે છે.] સિંહગુફાવાસી મુનિએ વષકાળમાં જ, પુષ્કળ વૃષ્ટિ થતી હોવા છતાં નેપાલ દેશ પ્રતિ પ્રયાણ કર્યું. ચોમાસામાં અસંખ્ય નાના જીવોની હિંસા કરતા અને અનેક કષ્ટો સહન કરતા આ મુનિ કેટલેક દિવસે નેપાલ દેશ પહોંચ્યા. રાજાને આશીર્વાદ આપી રત્નકંબલની માગણી કરી. રાજાએ મુનિને રત્નકંબલ આપ્યું. તે લઈને પાછા ફરતાં માર્ગમાં ચોરોએ તે લૂંટી લીધું. તેથી મુનિએ ફરી વાર નેપાલ જઈ રાજાને અરજ કરી. એટલે તેમને ફરીથી રત્નકંબલ આપવામાં આવ્યું. તે રત્નકંબલને વાંસમાં નાખી ગુપ્ત રીતે લાવતાં, એક પોપટે ચોરોને તે જણાવવાથી ચોરોએ મુનિને ઘેરી લીધા અને કહ્યું કે “તારી પાસે એક લાખનું રત્નકંબલ છે તે બતાવ.” મુનિએ કહ્યું, મારી પાસે કાંઈ નથી.” ચોરોએ કહ્યું, “અમારો પોપટ જૂઠું બોલે નહીં. માટે તું સાચું બોલ. અમે તે લઈશું નહીં.” મુનિએ સત્ય વાત જાહેર કરી ચોરોએ ભિક્ષુક જાણી તેમને જવા દીધા. " [શી.માં, ચોરોએ રત્નકંબલને લૂંટી લેતાં મુનિ પુન: નેપાલ જઈ બીજું રત્નકંબલ મેળવે છે એવું કથાનક નથી. પણ અહીં, પોપટ લક્ષ જાય છે' એમ કહેતાં ચોરો મુનિની તપાસ કરે છે. કાંઈ ન મળતાં જવા દે છે. એટલે પોપટ ફરીથી ૩૬ / સહજસુંદકૃત ગુણરત્નાકરછેદ Page #54 -------------------------------------------------------------------------- ________________ સ્થૂલિભદ્રકોશા કથાનકના આધારસોત ગ્રંથો... / ૩૭ લક્ષ જાય છે એમ કહેતાં ચોરો ફરી મુનિને રોકતાં મુનિ સત્ય કહી દે છે. ચોરો દયા આણી મુનિને જવા દે છે. થો.... અને ઉમા.”માં પણ આ કથાંશ લગભગ “શી”ને મળતો આવે છે. જોકે ભ.બા.વમાં ચોરોએ રત્નકંબલને લૂંટી લેતાં ફરી નેપાલ જવું પડ્યું એવો ઉલ્લેખ ઉ.મા. ને મળતો છે. મુનિ પાટલિપુત્ર આવ્યા અને ઉપકોશાને રત્નકંબલ આપ્યું. ઉપકોશાએ એ રત્નકંબલ વડે પોતાના પગ લૂછીને તેને દૂર અપવિત્ર સ્થાને ફેંકી દીધું. ત્યારે મુનિએ કહ્યું કે, “અરે નિભગિણી, આ તેં શું કર્યું ? આ રત્નકંબલ તો અતિ દુર્લભ છે.” તે સાંભળી વેશ્યાએ કહ્યું કે તમારાથી વળી અન્ય કોણ નિભગી-શિરોમણિ છે ? મેં તો આ લક્ષમૂલનું રત્નકંબલ અપવિત્ર જગામાં નાખી દીધું છે પણ તમે તો અમૂલ્ય અને અનંત ભવમાં પામવાં દૂર્લભ એવાં જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપી રત્નત્રયને નટ-વીટ પુરુષને ઘૂંકવાના પાત્ર જેવા અને અપવિત્ર મળમૂત્રથી ભરેલા એવા મારા દેહમાં ફેંકી દીધાં છે. માટે વગર વિચાર્યું કરનાર એવા તમને ધિક્કાર છે. આ મનુષ્યભવ દુર્લભ છે, તેમાં ઉત્તમ કુળ દુર્લભ છે, તેમાં ધર્મનું શ્રવણ દુર્લભ છે, તેમાં શ્રદ્ધા રૂપ તત્ત્વ દુર્લભ છે, અને તેમાંયે સાધુ ધમચરણ તો અતિ દુર્લભ છે. તે છતાં મુક્તિદાયી સાધુત્વને ત્યજીને મારા અંગમાં મોહ પામી, ચોમાસામાં પણ નેપાલ દેશમાં ગમન કરી, અનેક જીવોનો ઘાત કરી, ચારિત્રનો ત્યાગ કરવાથી દીર્ઘકાળ પર્યત નરક આદિ દુર્ગતિની વેદનાને તમે કેવી રીતે સહન કરશો ? ઉપકોશાનાં આ વચનો સાંભળી પુનઃ વૈરાગ્ય પ્રાપ્ત થવાથી તે મુનિ કહેવા લાગ્યા, તને ધન્ય છે. ભવભૂપમાં પડતા મારો તેં ઉદ્ધાર કર્યો છે. હવે હું દુષ્કૃત્યથી નિવૃત્ત થયો છું.' પછી તે મુનિ ગુરુ પાસે આવ્યા. ગુરુનાં ચરણોમાં પડ્યા અને સ્થૂલિભદ્રની ક્ષમાયાચના કરતાં કહ્યું કે “તમને ધન્ય છે. તમારું કામ અમારા જેવા સત્ત્વહીન જાણી શકે નહીં.” | મુનિએ ગુરુને કહ્યું કે, “હે સ્વામી, આપે સ્થૂલિભદ્રને ત્રણ વાર દુષ્કર કરનાર’ એમ કહ્યું તે સત્ય છે.” આમ કહી, પાપની આલોચના કરી, ફરીથી ચારિત્ર ગ્રહણ કરી તે મુનિ સદ્ગતિને પામ્યા. આ સિંહગુફાવાસી મુનિની કથાનો બોધ રજૂ કરતાં ઉ.મા.' કહે છે કે ગુરુની આજ્ઞા અનુસાર આચરણ કરવું તે જ શ્રેષ્ઠ છે. મુનિએ કામથી – સ્ત્રીથી અળગા રહેવું જોઈએ. નિર્ગુણી સાધુએ ગુણી સાધુજન ઉપર ઈષ્ય કરવી વ્યર્થ છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય-પરંપરામાં સ્થૂલિભદ્ર-કોશા વિષયક પ્રગટ-અપ્રગટ કૃતિઓ : યાદી અને ઉપલબ્ધ કૃતિઓનો સંક્ષિપ્ત પરિચય [અહીં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યપરંપરામાં રચાયેલી સ્થૂલિભદ્રકોશા વિષયક પ્રગટ-અપ્રગટ કૃતિઓની યાદી આપી છે. કૃતિના કત, રચનાસમય, કૃતિની કડી સંખ્યા, પ્રગટ કે અપ્રગટ, પ્રકાશન વગેરેની માહિતી, ઉપલબ્ધ હોય તો, યાદીમાં જ સમાવી લીધી છે. અપ્રગટ કૃતિ શેમાં નોંધાયેલી છે તે સંદર્ભ પણ આપ્યો છે. “સંક્ષિપ્ત પરિચય પેટાશીર્ષક નીચે મુખ્યત્વે પ્રગટ કૃતિઓનો પરિચય આપ્યો છે. પણ કેટલીક અપ્રગટ કૃતિ વિશે પણ જો પરિચય ઉપલબ્ધ હોય તો તે આપી નીચે એનો સંદર્ભ દશવ્યિો છે. - જે.ગૂક' = જૈન ગૂર્જર કવિઓ' (સંગ્રાહક અને સંપ્રયોજક મોહનલાલ દલીચંદ દેશાઈJ. યાદી પદ્ય) યૂલિભદ રા/યૂલિભદ્રરાસ કવિ : અજ્ઞાત (પ્રાચીન ગૂર્જર કાવ્યસંચય' પ્રમાણે આ કૃતિના કવિ અજ્ઞાત. જે.ગુ.ક. ભા-૧ (રજી આ) પ્રશ્નાર્થચિલ સાથે કવિનામ ધર્મ (?) દશવિ છે. લે.સં. ૧૩૮૧ પહેલાં. ૪૯ કડી. પ્રગટ, પ્રાચીન ગૂર્જર કાવ્યસંચય', સં.ડો. હ.ચૂં. ભાયાણી અને શ્રી અગરચન્દ નાહટા, પ્રકા. લા દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ, ઈ.સ.૧૯૭૫. ચૂલિભદ્ર કવિતાચરિત કવિ : સોમસુંદરસૂરિ શિષ્ય. ૨.સં.(૧૪૮૧. ૭ર કડી. પ્રગટ. “સ્વાધ્યાય', પુ.૧૨ અં.૪ જન્માષ્ટમી અંકમાં “સોમસુંદરસૂરિત સ્થૂલિભદ્રચરિત' લે. અને સં. વસંતરાય બી. દવે. સ્થૂલિભદ્રાસ કવિ : સિંહદત્તસૂરિ (આગમગચ્છ). લે.સં.૧૫૮૨ પહેલાં. અપ્રગટ. જે.ક.' ભા.૧ (રજી આ.)માં નોંધાયેલી. સ્થૂલિભદ્રરાસ કવિ : શુભવદ્ધનપંડિત શિષ્ય, ઈ.૧૬.મી સદી પૂર્વાર્ધ, અપ્રગટ, ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૧માં નોંધાયેલી. ૩૮ / સહસુંદરકત ગુણરત્નાકરદ Page #56 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યપરંપરામાં સ્થૂલિભદ્ધ-કોશા. / ૩૯ મૂલભદ્રરાસ કવિ : સાધુ કીર્તિવાચક. ૧૭મી સદી. ૩૧ કડી. અપ્રગટ. જૈ.ગુ.ક.' ભા. ૨ (રજી આ.)માં નોંધાયેલી. - સ્થૂલિભદ્રરાસ કવિ : સમયસુંદર (કવિયણ). ૨.સં.૧૯૨૨.૪૧ કડી. અપ્રગટ, જેન્િક.' ભા.૩ (રજી આ.)માં નોંધાયેલી. સ્થૂલિભદ્રરાસ કવિ ઋષભદાસ (શ્રાવક). ર.સં.૧૬૬૮. ૭૩૨ કડી, અપ્રગટ. જૈ.ગૂક.' ભા.૩ (રજી આ.)માં નોંધાયેલી. ગુણરત્નાકરછેદસ્થૂિલભદ્રછેદ કવિ : સહજસુંદર (ઉપકેશગચ્છના રત્નસમુદ્ર ઉપાધ્યાયશિષ્ય). ૨.સં.૧૫૭૨. ચાર અધિકારમાં વિભક્ત. ૪૧૯ કડી. અપ્રગટ, જે.ગુ.ક.' ભા.૧ (રજી આ.)માં નોંધાયેલી. સ્થૂલિભદ્ર મુનીન્દ્ર દ કવિ : મેરુનંદન (ખ. જિનોદયસૂરિશિષ્ય). ૧૫મી સદી. ૮ કડી. અપ્રગટ, જૈમૂક' ભા.૧ (રજી આ.)માં નોંધાયેલી. યૂલિભદ્ર મુનીન છેદ કવિ : મેરુનંદન (ખ. જિનોદયસૂરિશિષ્ય). ૧૫મી સદી. ૨૫ કડી. અપ્રગટ, જે.ગૂ.ક.' ભા.૧ (રજી આ.)માં નોંધાયેલી. સ્થૂલિભદ્ર નવરસ કવિ : ઉદયરત્ન (તપા. વિજયરાજસૂરિની પરંપરામાં શિવરત્નશિષ્ય). ૨.સં.૧૭૫૯ માગશર સુદ ૧૧. ૯ ઢાળમાં વિભક્ત. પ્રગટ. ૧. સ્થૂલિભદ્ર નવરસ જૈન કવિ ઉદયરત્નવિરચિત) સં. જશભાઈ કા. પટેલ, ચારુતર પ્રકાશન, સં. ૨૦૦૭. ૨. પ્રકા. ગુલાબચંદ લખમીચંદ ખેડાવાળા. સ્થૂલભદ્ર નવરસો વરસગીત) કવિ : જ્ઞાનસાગર (અં. ગજસાગરસૂરિ – લલિતસાગર – માણિજ્યસાગરશિષ્ય. ૧૮મી સદી. ૯ ઢાળમાં વિભક્ત. ૭૮ કડી. પ્રગટ () જે.ગુ.ક.' ભા.૪ (રજી આ.)માં નોંધાયેલી. સ્થૂલભદ્ર અવસૃષ્ટિ/ ટ્યૂલિભદ્રની ચોપાઈ કવિ : લાભકુશલ (તપા. સુમતિસાધુસૂરિની પરંપરામાં વૃદ્ધિકુશલના શિષ્ય). ૨.સં.૧૭૫૮ ચૈત્ર વદ ૧૦. ૩૭ ઢાળ Bield: 1912. Kumārapālapratibodha' Ed.by Ludwing Alsdorf, Hamburg Friederichsen de Gruyter & Co. m.b.H., 1928. સ્થૂલિભદ્ર ચોપાઈ કવિ : ચારિત્રસુંદર ખર. કીર્તિરત્ન શાખા). ૨.સં.૧૮૨૪ શ્રાવણ સુ.૫. અપ્રગટ, જૈ.ગૂ.કે.' ભા.૬ (રજી આ.)માં નોંધાયેલી. શ્રી યૂલિભદ્ર લગી સિરિ ચૂલિભદ્ર ફાગુ કવિ : જિનપદ્રસૂરિ. ૧૪મી સદી. ૨૭ કડી. પ્રગટ. ૧. પ્રાચીન ગૂર્જર કાવ્યસંચય', સં. ડૉ. હ. ચૂા ભાયાણી અને શ્રી અગરચંદ નાહટા, પ્રકા. લા.દ, ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ, ઈ.સ. ૧૯૭૫. ૨. પ્રાચીન ફાગુ સંગ્રહ, સં. ભોગીલાલ સાંડેસરા, સોમાભાઈ ધુ. પારેખ, પ્રકા. મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા, બીજી આવૃત્તિ, ઈ.સ. ૧૯૬૦ ૩. પ્રાચીન WWW.jainelibrary.org Page #57 -------------------------------------------------------------------------- ________________ ગૂર્જર કાવ્યસંગ્રહ', સં. સી.ડી. દલાલ ૪. ફાર્બસ ત્રૈમાસિક, એપ્રિલ-સપ્ટે. ૧૯૫૪. સ્થૂલિભદ્ર ફાગ કવિ : હલરાજ. ૨.સં.૧૪૦૯ વૈ.સુ. ૧૩. ૩૬ કડી. પ્રગટ. ૧. ‘સ્વાધ્યાય’ એપ્રિલ ૧૯૭૧ના અંકમાં અધયાવત્ અપ્રસિદ્ધ કવિ હલરાજકૃત સ્થૂલિભદ્ર ફાગુ એક પરિચય’ લે. અને સં. કનુભાઈ શેઠ : સ્થૂલિભદ્ર-કોશા પ્રેમવિલાસ ૠગ કવિ : જયવંતસૂરિ – ગુણસૌભાગ્યસૂરિ (વડતપગચ્છના વિનયમંડન ઉપાધ્યાયશિષ્ય). ૨.સં.૧૬૧૪ આસપાસ. ૪૫ કડી. પ્રગટ. ૧. ‘પ્રાચીન ફાગુ સંગ્રહ', સં. ભોગીલાલ સાંડેસરા, સોમાભાઈ ધૂ. પારેખ, પ્રકા. મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા, બીજી આવૃત્તિ, ઈ.સ.૧૯૬૦, સ્થૂલિભદ્ર ફાગ અથવા ધમાલ કવિ : માલદેવ (વડગચ્છના ભાવદેવસૂરિશિષ્ય). લે.સં. ૧૬૫૦ પહેલાં. ૧૦૭ કડી. પ્રગટ. ૧. ‘પ્રાચીન ફાગુ સંગ્રહ’, સં. ભોગીલાલ સાંડેસરા, સોમાભાઈ ધૂ પારેખ, પ્રકા. મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા, બીજી આવૃત્તિ, ઈ.સ. ૧૯૬૦. - સ્થૂલભદ્ર મોહનનેલિ કવિ : જયવંતસૂરિ – ગુણસૌભાગ્યસૂરિ (વડતપગચ્છના વિનયમંડન ઉપાધ્યાયશિષ્ય). ૨.સં.૧૬૪૩. ૩૨૫ ગ્રંથાગ્ર. અપ્રગટ. જૈ.ગૂ.ક.’ ભા.ર (રજી આ.)માં નોંધાયેલી. : શ્રી સ્થૂલિભદ્રજીની શિયળવેલી કવિ પં. વીરવિજયજી (તપા. શુભવિજયશિષ્ય). ૨.સં.૧૮૬૨. ૧૮ ઢાળમાં વિભક્ત. પ્રગટ. ૧. ‘સઝાયમાલા', સં. શ્રાવક ભીમસિંહ માણેક, મુંબઈ, ઈ.સ.૧૮૯૨. ૨. “પ્રાચીન સઝાય તથા પદસંગ્રહ’, પ્રકા. માસ્તર હીરાલાલ રણછોડભાઈ, સં.૧૯૯૬. ૩. ‘શ્રી સ્થૂલિભદ્રજીની શિયળવેલી', પ્રકા. પં. વીરવિજયજી ઉપાશ્રય તરફથી શા. મણિલાલ ગોકળદાસ, ઈ.સ.૧૯૨૭. ૪. સ્થૂલિભદ્રજીની શિયળવેલ' પ્રકા. સરસ્વતી છાપખાનું, ઈ.સ.૧૯૧૧. સ્થૂલિભદ્ર-કોશા સંબંધ ૨સવેલિ કવિ : માણેકવિજય (તપા. ગુલાલવિજયશિષ્ય). ૨.સં.૧૮૬૭, ૧૭ ઢાળમાં વિભક્ત અપ્રગટ. જૈ.ગૂ.ક.’ ભા.૬ (રજી આ.)માં નોંધાયેલી. સ્થૂલિભદ્ર બારહમાસા વિ : હીરાનંદસૂરિ (પીંપલગચ્છના વીરદેવસૂરિ વીપ્રભસૂરિશિષ્ય). ૨.સં.૧૪૮૫ આસપાસ. ૧૫ કડી. પ્રગટ. ૧. ‘પ્રાચીન-મધ્યકાલીન બારમાસા સંગ્રહ ખંડ–૧', સં.ડૉ. શિવલાલ જેસલપુરા, પ્રકા. નરેન્દ્ર જેસલપુરા, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૪. સ્થૂલિભદ્ર-કોશાના બારમાસ / સ્થૂલિભદ્ર બારમાસા કવિ : ચંદ્રવિજય (તપા. લાવણ્યવિજય – નિત્યવિજયશિષ્ય). ૨.સં.૧૭૩૪ આસપાસ, ૭૧ કડી. પ્રગટ. ૧. જૈનાચાર્ય આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ' સં. મોહનલાલ દ. દેશાઈ. ૨. પ્રાચીન-મધ્યકાલીન બારમાસા સંગ્રહ ખંડ-૧', સં. ડૉ. શિવલાલ જેસલપુરા, પ્રકા. ૪૦ / સહજસુંદરસ્કૃત ગુન્નરત્નાકરછંદ Page #58 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યપરંપરામાં સ્થૂલિભદ્રકોશ. / ૪૧ નરેન્દ્ર જેસલપુરા, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૪. સ્થૂલભદ્ર બારમાસ કવિ : ચતુરવિજય. લે.સં.૧૭પર પહેલાં. ૧૮ કડી. અંશત: પ્રકટ. ૧. જૈનયુગ' પુ.૨ અંક ૭ (ફાગણ-ચૈત્ર ૧૯૮૩)માં પ્રાચીન જૈન કવિઓનાં વસંતવર્ણન' લે.સં. મોહનલાલ દ. દેશાઈ. સ્થૂલિભદ્ર બારમાસા કવિ : વિનયચંદ્ર ખરતરગચ્છના સમયસુંદરની પરંપરામાં પુણ્યતિલક અને હર્ષસાગરશિષ્ય). ૨.સં.૧૭૫૫. ૧૩ સ્તબકમાં વિભક્ત. પ્રગટ, વિનયચંદ્ર-કૃતિ-કુસુમાંજલિ', સં. ભંવરચંદ નાહટા, બિકાનેર, સં.૨૦૧૮. સ્થૂલભદ્ર એકવીસો કવિ : લાવણ્યસમય (તપા. સોમસુંદરની પરંપરામાં લક્ષ્મીસાગર – સમયરત્નના શિષ્ય). ર.સં.૧૫૫૩. ૨૧ કડી. પ્રગટ. ૧. ચુનીલાલ ગાંધી વિદ્યાભવન વાર્ષિક અંક ૧૨-૧૩. ૨. “કવિ લાવણ્યસમયની લઘુ કાવ્યકૃતિઓ', સં.ડો. શિવલાલ જેસલપુરા, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, ઈ.સ.૧૯૬૯. સ્થૂલભદ્ર અઠવીસો કવિ : પદ્મસાગર ભહાડગચ્છના મુનિસુંદરસૂરિશિષ્ય. ૧૬મી સદી. અપ્રગટ, “જે.ગૂક' ભા.૧ (રજી આ.)માં નોંધાયેલી. સ્થૂલભદ્ર બાસઠીઓ અથવા એકત્રીસો) કવિ : જયવલ્લભ માણિક્યસુંદરસૂરિશિષ્ય). ૧૬મી સદી. ૬૩ કડી. અપ્રગટ. જે.ગુ.ક. ભા.૧ (રજી આ.)માં નોંધાયેલી. [ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૧ અનુસાર આ કૃતિના કવિ જયવલ્લભ ક્યા છે તે નિશ્ચિતપણે કહી શકાય એમ નથી.] સ્થૂલિભદ્ર ચંદ્રાયશિ કવિ : જયવંતસૂરિ – ગુણસૌભાગ્યસૂરિ (વડતપગચ્છના વિનયમંડન ઉપાધ્યાયશિષ્ય). ૧૭મી સદી. બે ખંડમાં વિભક્ત, ૧૪૭ કડી. અપ્રગટ. ગુજરાતી સાહિત્યકોશ' ખંડ-૧માં નોંધાયેલી. સ્થૂલિભદ્ર રવાધ્યાય કવિ : સહજસુંદર (ઉપકેશગચ્છના રત્નસમુદ્ર ઉપાધ્યાયશિષ્ય). ૧૬મી સદી. ૯ કડી. પ્રગટ. “કવિ સહજસુંદરની રાસકતિઓ', સં. નિરંજના વોરા, પ્રકા. પ્રાકૃત વિદ્યામંડળ, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૯. સ્થૂલભદ્ર સ્વાધ્યાય કવિ : આણંદસોમ (તપા. સોમવિમલસૂરિશિષ્ય). ૨.સં.૧૬૨૨. પ૩ કડી. અપ્રગટ. જે.ગુ.ક. ભા.ર (રજી આ.)માં નોંધાયેલી. સ્થૂલિભદ્ર સાય | એકવીસો કવિ : નયસુંદર (વાચક) વડતપગચ્છના ધનરત્નસૂરિ – ભાનુમેરુશિષ્ય). ૧૭મી સદી. અપ્રગટ. “ગુજરાતી સાહિત્યકોશ ખંડ૧માં નોંધાયેલી. સ્થૂલિભદ્ર સઝાય / સ્થૂલિભદ્ર-કોશા સંવાદ સંભવત: કવિ : ઋષભદાસ, ૧૭મી સદી. ૧૭ કડી. પ્રગટ. ૧. ચૈત્યવંદન આદિ સ્તવનસંગ્રહ' ભા.૩, પ્રકા. શા. શિવનાથ લંબાજી, ઈ.સ.૧૯૨૪. ૨. “શ્રી સઝાયમાલા' ભા.૧, શ્રાવક ખીમજી Page #59 -------------------------------------------------------------------------- ________________ મુદ્રિત, ઈ.સ.૧૮૯૨. ૩. “સક્ઝાયમાલા', પ્રકા. લલ્લુભાઈ કરમચંદ, સં.૧૯૨૧. ૪. શ્રી પંચ પ્રતિક્રમણ સૂત્ર', પ્રકા. માસ્તર ઉમેદચંદ રાયચંદ, અમદાવાદ, સં.૧૯૯૫. ૫. જૈન સઝાયસંગ્રહ', પ્રકા. સારાભાઈ નવાબ, ઈ.સ.૧૯૪૦. માત્ર “ઋષભ” નામછાપ ધરાવતી આ જ સક્ઝાય જે.ગુ.ક.' ભા.૬ (રજી આ.)માં શ્રી મો. દ. દેશાઈએ કવિ ઋષભવિજયતિપા. વિજયાણંદસૂરિની પરંપરામાં રામવિજયશિષ્ય)ને નામે પણ બતાવી છે. આ કવિ ૧૯મી સદીના છે. કૃતિ ખરેખર ક્યા ઋષભની છે એ કોયડો રહે છે.] સ્થૂલભદ્ર સપ્રય કવિ : જ્ઞાનસાગર (એ. ગજસાગરસૂરિ – લલિતસાગર – માણિજ્યસાગરશિષ્ય). ૧૮મી સદી. અપ્રગટ. જે.ગુ.ક.” ભા.૪ (રજી આ.)માં નોંધાયેલી. સ્થૂલિભદ્ર સઝાય કવિ : જ્ઞાનસાગર (આં. વિદ્યાસાગરશિષ્ય). ૧૮મી સદી. અપ્રગટ, ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૧માં તથા જે.ગુ.ક.' ભા.૧ (રજી આ.)માં નોંધાયેલી. સ્થૂલભદ્ર સ્વાધ્યાય કવિ : જિનહર્ષ - જસરાજ (ખ. શાંતિષશિષ્ય) ૨.સં.૧૭૫૯ આસો સુદ ૫. ૧૭ ઢાળમાં વિભક્ત, ૧૫૧ કડી. અપ્રગટ. જૈમૂક.' ભા.૪ (રજી આ.)માં નોંધાયેલી. સ્થૂલભદ્ર સઝાય કવિ : જિનસમુદ્રસૂરિ ખ. વેગડશાખા જિનચંદ્રસૂરિશિષ્ય). ૧૮મી સદી. ૧૪ કડી. અપ્રગટ. જે.ક” ભા.૪ અરજી આ.)માં નોંધાયેલી. સ્થૂલિભદ્ર સઝાય / સ્થૂલિભદ્રજી તથા કોશ્યાની સઝાય કવિ : ભાવરત્નભાવપ્રભસૂરિ પી. ચંદ્રપ્રભસૂરિની પરંપરામાં મહિમાપ્રભસૂરિશિષ્ય). ૧૮મી સદી. ૧૫ કડી. પ્રગટ, ૧. “સઝાયમાલા બાઈ જાસુદ), ઈ.સ.૧૯૨૧. ૨. “સક્ઝાયમાલા', પ્રકા. પંડિત મફતલાલ ઝવેરચંદ, ૧૯૩૯. સ્થૂલિભદ્રજીની સઝાય કવિ : ઉદયરત્ન (તપા. વિજયરાજસૂરિની પરંપરામાં શિવરત્નશિષ્ય). ૧૮મી સદી. ૬ કડી. પ્રગટ. ૧. “સજઝાયમાલા' (બાઈ જાસુદ), ઈ.સ.૧૯૨૧. ૨. “સક્ઝાયમાલા', પ્રકા. પંડિત મફતલાલ ઝવેરચંદ, ૧૯૩૯, ૩. ઉદય-અર્ચના', સં. કાન્તિભાઈ બી. શાહ, વિનોદચંદ્ર ૨. શાહ, કીર્તિદા જોશી, પ્રકા. શ્રી ઉદયરત્નજી શંખેશ્વર તીર્થયાત્રા સ્મૃતિસંઘ, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૯. સ્થૂલિભદ્ર સ્વાધ્યાય કવિ : લબ્ધિ. સમય અનિશ્ચિત. ૧૭ કડી. પ્રગટ. ૧. જૈન ગૂર્જર કવિઓ' ભા.૩, ખંડ-૨ (પ્રથમ આવૃત્તિ, પૃ. ૨૧૦૦), સંગ્રાહક અને સંપ્રયોજક શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ, ઈ.સ.૧૯૪. સ્થૂલભદ્ધ સઝાય કવિ : ક્ષમાકલ્યાણવાચક ખ. જિનલાભસૂરિ - અમૃતધર્મશિષ્ય). ૨.સં.૧૮૪૮. ૧૩ કડી. પ્રગટ. ૧. “જૈન સક્ઝાયસંગ્રહ', પ્રકા. ૪૨ | સહજસુંદરત ગુણરત્નાકરછેદ Page #60 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યપરંપરામાં સ્થૂલિભદ્રકો.. / ૪૩ સારાભાઈ નવાબ, ઈ.સ.૧૯૪૦ ૨. “સક્ઝાયમાલા', પ્રકા. લલ્લુભાઈ કરમચંદ, સં.૧૯૨૧. ૩. “સક્ઝાયમાલા' ભા.૧, પ્રકા. શ્રાવક ખીમજી ભી.મા, ઈ.સ.૧૮૯૨. યૂલિભદ્રજીની સાય કવિ : રૂપવિજય. ૧૯મી સદી. ૬ કડી. પ્રગટ. ૧. સક્ઝાયમાલા' પ્રકા. લલ્લુભાઈ કરમચંદ, સં.૧૯૨૧. ૨. “સઝાયમાલા' ભા.૧, પ્રકા. શ્રાવક ખીમજી ભી.મા. ઈ.સ.૧૮૯૨. - શ્રી યૂલિભદ્રજીની સાય કવિ : ખુશાલવિજય (હસ્તિવિજયના શિષ્ય). સમય અનિશ્ચિત. ૧૩ કડી. પ્રગટ. ૧. “સક્ઝાયમાલા', પ્રકા. પંડિત મફતલાલ ઝવેરચંદ, અમદાવાદ, ઈ.સ.૧૯૩૯, ૨. “જિનેન્દ્ર ભક્તિ પ્રકાશ', પ્રકા. માસ્તર હરખચંદ કપૂરચંદ, બીજી આવૃત્તિ, ઈ.સ.૧૯૩૮, ૩. પ્રાચીન સઝાય તથા પદસંગ્રહ’ ભા.૧, પ્રકા. માસ્તર હીરાલાલ રણછોડભાઈ, સં.૧૯૯૬. સ્થૂલિભદ્ર સઝાય કવિ : (ઋષિ) જેમલ લોંકાગચ્છ). ૧૯મી સદી. અપ્રગટ. જે ગૂ.ક.' ભા.૬ (રજી આ)માં નોંધાયેલી. સ્થૂલિભદ્રજીની સાય કવિ : શાંતિ. સમય અનિશ્ચિત. ૧૪ કડી. પ્રગટ. ૧. ચૈત્યવંદન-સ્તુતિ-સ્તવનાદિ સંગ્રહ ભા.૩, પ્રકા. શા. શિવનાથ લંબાજી, પુના, ઈ.સ.૧૯૨૪. ૨. “સઝાયમાલા', પ્રકા. પંડિત મફતલાલ ઝવેરચંદ, અમદાવાદ, ઈ.સ ૧૯૩૯. [‘સક્ઝાયમાલા' (પ્રકા. મફતલાલ ઝવેરચંદ માં આ કૃતિ કવિ મયાવિજયજીને નામે દર્શાવાઈ છે.] શ્રી સ્કૂલિભદ્રજીની સઝાય કવિ : ઈંદુ સૂરિ. સમય અનિશ્ચિત. ૩૪ કડી. પ્રગટ. ૧. ચૈત્યવંદન-સ્તુતિ-સ્તવનાદિ સંગ્રહભા.૩, પ્રકા. શા. શિવનાથ લંબાજી, પુના, ઈ.સ.૧૯૨૪. ૨. જિનેન્દ્ર ભક્તિ પ્રકાશ', પ્રકા. માસ્તર હરખચંદ કપૂરચંદ, બીજી આવૃત્તિ, ઈ.સ.૧૯૩૮. કોશ્યાગીત કવિ : સહજસુંદર (ઉપકેશગચ્છના રત્નસમુદ્ર ઉપાધ્યાયશિષ્ય). ૧૬મી સદી. ૭ કડી. પ્રગટ. ૧. “કવિ સહજસુંદરની રાસકૃતિઓ', સં. નિરંજના વોરા, પ્રકા. પ્રાકૃત વિદ્યામંડળ, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૯. ૨. જેનયુગ' પુ.૧ અંક ૫. સ્થૂલિભદ્ર ગીત કવિ : અજ્ઞાત. ૧૪મી સદી. ૧૨ કડી. અપ્રગટ, જે.ગુ.ક.” ભા.૧ (રજી આ.)માં નોંધાયેલી સ્થૂલિભદ્ર ગીત કવિ : અજ્ઞાત. ૧૪મી સદી. ૮ કડી. અપ્રગટ. જે.ગુ.ક.' ભા.૧ (રજી આ.)માં નોંધાયેલી. કોશાગ્રતિબોધ કવિ : અજ્ઞાત, ૧૫મી સદી, ૧૫ કડી, અપ્રગટ, જે.ગુ.ક.' ભા.૧ (રજી આ.)માં નોંધાયેલી. Page #61 -------------------------------------------------------------------------- ________________ સ્થૂલિભદ્ર ગીત કવિ : પદ્મસાગર. ૨.ઈ. ૧૬૬૫. ૭ કડી. અપ્રગટ. ‘ગુજરાતી સાહિત્યકોશ' ખંડ-૧માં નોંધાયેલી. સ્થૂલિભદ્ર ગીતકવિ : સમયસુંદર ઉપાધ્યાય (ખ. જિનચંદ્રસૂરિ – ઉપા. સકલચંદ્રશિષ્ય). ૧૭મી સદી. અપ્રગટ. જૈ.ગૂ.ક.' ભા.૨ (રજી આ.)માં નોંધાયેલી. [પીઉડા, માનો બોલ હમારો રે' એ ઉપાડવાળું ગીત) સ્થૂલભદ્ર-કોશા ગીત કવિ : સમયસુંદર ઉપાધ્યાય (ખ. જિનચંદ્રસૂરિ – ઉપા. સકલચંદ્રશિષ્ય). ૧૭મી સદી. ૪ કડી. પ્રગટ. ૧. જૈનયુગ’ પુ.૪ અંક ૯. (વૈશાખ ૧૯૮૫). સ્થૂલભદ્ર ગીત કવિ : સમયસુંદર ઉપાધ્યાય (ખ. જિનચંદ્રસૂરિ - ઉપા. સકલચંદ્ર શિષ્ય). ૨.સં.૧૬૮૯ ભાદરવો. ૬ કડી. પ્રગટ. ૧. ‘સમયસુંદર - કુસુમાંજલિ', સં. અગરચંદ નાહટા. કૃતિ કોશાની ચંદ્ર પ્રત્યે વિનતિ (ગીત) કવિ : નયસુંદરવાચક (વડતપગચ્છના ધનરત્નસૂરિ – ભાનુમેરુશિષ્ય). ૧૭મી સદી. ૧૯ કડી. પ્રગટ. જૈનયુગ’, જેઠ ૧૯૮૨. સ્થૂલિભદ્ર ગીત કવિ : ગુણસાગરસૂરિ (વિજયગચ્છના પદ્મસાગરસૂરિશિષ્ય). ૧૭મી સદી. ૩૨ કડી. અપ્રગટ. જૈ.ગૂ.ક.' ભા.૩ (રજી આ.)માં નોંધાયેલી. સ્થૂલિભદ્ર-કોશા લેખ/કાગળ/થૂલિભદ્ર ગીતો દિવ : જયવંતસૂરિ ગુણસૌભાગ્યસૂરિ (વડતપગચ્છના વિનયમંડન ઉપાધ્યાયશિષ્ય). ૧૭મી સદી. અપ્રગટ. ‘ગુજરાતી સાહિત્ય કોશ’ ખંડ-૧માં નોંધાયેલી. [‘મુ.પુ.ગુ.હ.સૂચી'માં સજન પંડિતને નામે રચાયેલ ‘સ્થૂલિભદ્ર-કોશા કાગળ'નો ઉલ્લેખ છે. પણ સજન પંડિત એ જયવંતસૂરિનું ઉપનામ છે. એટલે ‘સ્થૂલિભદ્ર-કોશા લેખ’ અને ‘સ્થૂલિભદ્ર-કોશા કાગળ' સંભવત: એક જ કૃતિ છે.] થૂલિભદ્ર મુનિ (મદનયુદ્ધ) વર્ણના બોલી કવિ : અજ્ઞાત, ૧૪મી સદી. ૮ કડી. પ્રગટ. ૧. પ્રાચીન ગૂર્જર કાવ્યસંચય', સં. હ.ફૂ. ભાયાણી અને અગરચંદ નાહટા, પ્રકા. લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ, ઈ.સ.૧૯૭પ. સ્થૂલિભદ્ર મદનયુદ્ધ કવિ : ગોવર્ધન. ૨.સં.૧૬૭૪ મા.સુ. ૧૨. ૩૭ કંડી. અપ્રગટ. જૈ.ગૂ.ક.’ ભા.૩ (રજી આ.)માં નોંધાયેલી. સ્થૂલિભદ્રની કક્કાવાળી કવિ : દેપાલ (શ્રાવક). ૧૬મી સદી. ૩૬ કડી. અપ્રગટ. જૈ.ગૂ.ક.’ ભા.૧ (રજી આ.)માં નોંધાયેલી. સ્થૂલિભદ્રની છાહલી કવિ : દેપાલ (શ્રાવક). ૧૬મી સદી. ૧૦ કડી. અપ્રગટ. ‘ગુજરાતી સાહિત્યકોશ' ખંડ-૧માં નોંધાયેલી. સ્થૂલિભદ્ર નાટક કવિ : પં. વીરવિજય. ૧૯મી સદી. ૩ કડી. અપ્રગટ. જૈ.ગૂ.ક.’ ૪૪ / સહજસુંદકુંત ગુણરત્નાકરછંદ Page #62 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યપરંપરામાં સ્થૂલિભદ્ર-કોશ... / ૪૫ ભા.૬ (રજી આ.)માં નોંધાયેલી. શ્રી સ્થૂલિભદ્રજીની લાવણી કિવ : પં. વીરિવજય. ૧૯મી સદી. ૯ કડી. અપ્રગટ. પંડિત શ્રી વીરવિજયજીનું જન્મચરિત્ર' (લે. મોતીચંદ ગિરધરલાલ કાપડિયા મૌક્તિક)માં નોંધાયેલી. સ્થૂલિભદ્ર સ્થાપના સ્તવન કવિ : ક્ષમાકલ્યાણ વાચક (ખ. જિનલાભસૂરિ અમૃતધર્મશિષ્ય). ૨.સં.૧૮૪૮ અપ્રગટ. જૈ.ગૂ.ક.’ ભા.૬ (રજી આ.)માં નોંધાયેલી. સ્થૂલિભદ્ર નવરસ દુહા કવિ : દીવિજય (કવિરાજ) (સંભવત:). લે.સં.૧૮૪૯ પહેલાં. અંશત: પ્રગટ. `Kumarapālapratibodha' Ed. by Ludwig Alsdorf, Hamburg Friederichsen de Gruyter & Co. m.b.H., 1928. કવિ ઉદયરત્નની ૯ ઢાળની ‘સ્થૂલિભદ્ર નવ૨સ' કૃતિમાં આ દુહા ઉમેરાયેલા છે.] (ગદ્ય) સ્થૂલિભદ્ર ચરિત્ર બાલાવબોધ કર્તા : વિજયજિનેન્દ્રસૂરિશિષ્ય. ૨.સં.૧૭૬૨. અપ્રગટ. ‘જૈ.ગૂ.ક.’ ભા.પ (રજી આ.)માં નોંધાયેલી. [મૂળ સંસ્કૃત રચનાના કતિ જયાનંદસૂર. એ રચના પરનો આ બાલાવબોધ] સ્થૂલભદ્ર ચરિત્ર બાલાવબોધ કર્તા : વલ્લભવિજય (તપા. શાંતિવજય સુજાણવિજય – હિતવિજયશિષ્ય). ૨.સં.૧૮૬૪ જેઠ સુદ ૬. અપ્રગટ ‘જૈ.ગૂ.ક.’ ભા.૬ (રજી આ.)માં નોંધાયેલી. [મૂળ સંસ્કૃત રચનાના કર્તા જયાનંદસૂર. એ રચના પરનો આ બાલાવબોધ] ** * સંક્ષિપ્ત પરિચય થૂલિભદ્દ રાસુ / સ્થૂલિભદ્રાસ ૪૯ કડીની આ રાસાસ્કૃતિનું રચનાવર્ષ મળતું નથી. પણ એની એક પ્રાચીન પ્રતનો લેખન-સમય સં. ૧૩૮૧નો મળતો હોઈ આ કૃતિ તે અગાઉ રચાઈ હોવાનું નિશ્ચિત થાય છે. પ્રાચીન ગૂર્જર કાવ્યસંચય'માં સંપાદકોએ આ કૃતિના કતિ અજ્ઞાત દર્શાવ્યા છે. પણ જૈન ગૂર્જર કવિઓ’ ભા.૧ (૨જી આ.)માં કર્તાનામ ધર્મ (?) દર્શાવેલ છે. કેમકે કૃતિની છેલ્લી પંક્તિ આ પ્રમાણે છે : સ્થૂલભદ્દ જિણ-ધમ્મુ કહેવિ, દેવલોક પહુતઉ જાએવિ.' પણ આ કૃતિમાં ધમ્મુ' એ કવિનામ હોવાનું જણાતું નથી. એ રીતે આ કૃતિના કવિ અજ્ઞાત જ રહે છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ આ રાસામાં, સ્થૂલિભદ્રના કથાનકની મહત્ત્વની ઘટનાઓને સંક્ષેપમાં ગૂંથી લેવામાં આવી છે. શકટાલનું નંદરાજાના દરબારમાં મંત્રીપદ, વરુચિ પંડિતની બનાવટ, એની શકટાલ પ્રત્યેની વૈરવૃત્તિ, શ્રીયકને હાથે પિતાની હત્યા, સ્થૂલિભદ્રને રાજાનું તેડું, મંત્રીપદનો પ્રસ્તાવ, સ્થૂલિભદ્રના મનમાં જાગતો વૈરાગ્યભાવ, સંયમસ્વીકાર, કોશાને ત્યાં પ્રથમ ચાતુર્માસ, કોશાને પ્રતિબોધ પમાડી સ્થૂલિભદ્રનું પ્રત્યાગમન, ગુરુમુખે પ્રશંસા, અન્ય સાધુને થયેલી ઈર્ષ્યા, એ સાધુનું નેપાળથી રત્નકંબલ લઈ કોશાને ત્યાં આગમન, કોશાનાં મર્મવચનથી સાધુનું હૃદયપરિવર્તન, એ સાધુનું, ચારિત્રરત્નનો સ્વીકાર કરી, ગુરુ પાસે આગમન આ બધી ઘટનાઓને કવિ ઝડપથી માત્ર ઉલ્લેખી જાય છે. ઘટનાઓના અછડતા આ ઉલ્લેખોમાં કશી કાવ્યચમત્કૃતિ જણાતી નથી. ચિત્ વેસ સસિવયણિ મૃગનયણિ નવ-જોયણિ સુવિહિ પરિ વિવહ પરિરિ મુણિ લોયણિ' જેવી પંક્તિઓમાં વર્ણન આલંકારિક બન્યું છે અને ઝડઝમકનો ચમકાર જોવા મળે છે. — સ્થૂલિભદ્ર કવિત / ચરિત જૈન ગૂર્જર કવિઓ' ભા.૩ (પ્રથમ આવૃત્તિ)માં શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈએ આ કૃતિને સોમસુંદરસૂરિને નામે મૂકી છે. ‘સ્વાધ્યાય’ પુ.૧૨ અંક ૪માં આ કૃતિનું સંપાદન કરતાં ડૉ. વસંતરાય બી. દવેએ પણ આ કૃતિના કર્તા સોમસુંદરસૂરિ કહ્યા છે. પરંતુ, જૈન ગૂર્જર કવિઓ' ભા.૧ (સંવર્ધિત રજી આવૃત્તિ)ના સંપાદક શ્રી જયંત કોઠારીએ આ કૃતિને કવિ સોમસુંદરની નહીં પણ સોમસુંદરશિષ્યની ગણાવી છે. એટલા માટે કે કૃતિના અંતમાં પંક્તિ આ પ્રમાણે છે : ચાંદ્રગછિ ગિરૂઆ સુપસાð સિરિ સોમસુંદરસૂરિ' અહીં ‘સુપસાě સિરિ સોમસુંદરસૂરિ'નો અર્થ એવો થાય કે શ્રી સોમસુંદરસૂરિના પ્રસાદથી એમના શિષ્યે આ રચના કરી છે. ૭૨ કડીની, સં.(૧૪)૮૧માં રચાયેલી આ કૃતિમાં થૂલિભદ્ર અને કોશાની કથાનો આધાર લઈને કોશાના મનોભાવોને, તેની આંતરવેદનાને કવિએ આલેખી છે. સ્થૂલિભદ્રનું સમગ્ર કથાનક ૨જૂ ક૨વાને બદલે સ્થૂલિભદ્ર ગુરુનો આદેશ લઈ પ્રથમ ચાતુર્માસ ગાળવા માટે કોશાને ત્યાં આવ્યા તે પ્રસંગનિરૂપણથી કવિ કાવ્યનો આરંભ કરે છે. સ્થૂલિભદ્રનો મુનિવેશ અને સંયમની દૃઢતા જોઈ કોશાની વેદના અસહ્ય બને છે. એ કહે છે : બાલાપણનું નેહ ગણઇ નવિ, મઝ સિઉં હસઇ ન બોલઇ.' ૪૬ / સહજસુંદરસ્કૃત ગુણરત્નાકરછંદ Page #64 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યપરંપરામાં સ્થૂલિભદ્ર-કોશા.... / ૪૭ સ્થૂલિભદ્રના પૂર્વગ્નેહને ઉપાલંભ આપતાં કોશા કહે છે : કંત જિસિધું તું નેહ ચિણઉઠી, ભીતરિ ભંગ જિ ધઉલી.” સ્થૂલિભદ્રને રીઝવવાના પ્રયાસો નિષ્ફળ જતાં કોશા વિચારે છે : ધમતાં લોહ તપઈ લોહાગરિ, પાવકિ પાથર પાચ, ગુણઈ ગીઅરસિ લીણીઈ ભુજંગમ, એ પ્રીય પ્રેમિ ને ભીજઈ.” અંતે કોશાના હૃદયપરિવર્તન અને ક્ષમાયાચના સાથે કૃતિ સમાપ્ત થાય છે. આલંકારિક ચિત્રાત્મક વર્ણનો અને કોશાના હૃદયભાવનિરૂપણને કારણે કૃતિ રસિક અને કાવ્યસ્પર્શવાળી બની છે. • સ્થૂલિભદ્ર નવરસ કવિ ઉદયરત્નની સં.૧૭૫૯માં રચાયેલી, આરંભના આઠ દુહાનું એકમ અને આઠ સ્વાધ્યાયો – એમ કુલ નવ ઢાળમાં વિભક્ત આ રચના છે. આ કૃતિ સ્થૂલિભદ્રરાસ અથવા સંવાદ એ નામે પણ ઓળખાવાઈ છે. આરંભની દુહાની ૮ કડીઓમાં, પિતાની હત્યા થયા બાદ શ્રીયક સ્થૂલિભદ્રને કોશાને ત્યાં તેડવા આવે છે ત્યાં સુધીનું કથાનક અતિ સંક્ષેપમાં કવિએ રજૂ કર્યું છે. તે પછીનું આખું કાવ્ય સ્થૂલિભદ્ર–કોશાના ઉદ્ગારો રૂપે જુદીજુદી ગેય દેશીઓમાં નિરૂપાયું છે. પહેલા સ્વાધ્યાયમાં સ્થૂલિભદ્રને રોકવાના પ્રયાસરૂપે કોશાનો સંવાદ છે. તે કહે છે : ... ..જાવા નહીં દઉં રે.. ઈમ કરતાં પણ જો તુમ્હ ચાલો તો મુંહનિ સાથઈં તેડો રે.” સ્વાધ્યાયની છેલ્લી પંક્તિમાં કથાનક ગતિ કરે છે. મુનિ ગયા અને સંયમ લીધો. બીજા સ્વાધ્યાયમાં આષાઢ માસની વષની પાર્શ્વભૂમાં કોશાના વિરહોગાર છે : ‘આવ્યો આષાઢો માસ ના'વ્યો ધુતારો રે. મુવિ ઝૂંધ્યો વિરહ-ભુજંગ, કોઈ ઉતારો રે.” ‘ઝરમર ઝરમર મેહલો વરસિં, ખલહલ વોંકલા વાજિ રે, બાપીયડો પીઉપીઉ પ્રકારે તિમતિમ દિલડું દાઝિ રે.” અંતિમ કડીમાં યૂલિભદ્રનું આગમન થતાં એમને મોતીડે વધાવાય છે. ત્રીજામાં, ધૂલિભદ્રના આગમનથી હવે મનના અભિલાષ ફળશે એવો કોશાનો આશાવાદી સૂર પ્રગટ થયો છે : Page #65 -------------------------------------------------------------------------- ________________ આજ માહરિ આંગણિ આંબો મોય, મૂનિ પૂરવજ પ્રીતે તૂઠા રે.” ચોથા સ્વાધ્યાયમાં કોશાની ચૂલિભદ્રને સાધુવેશ તજી દેવા વિનંતી છે. પણ સ્થૂલિભદ્ર અડગ રહે છે. પાંચમામાં, ગાન-વાદન-નર્તન દ્વારા સ્થૂલિભદ્રને રીઝવવાના કોશાના પ્રયાસોનું વર્ણન આલંકારિક બન્યું છે. પણ અવિચલ રહેલા યૂલિભદ્ર છઠ્ઠા સ્વાધ્યાયમાં વિરકિતભાવયુક્ત ઉદ્ગારો કાઢે છે : શશીહર જો અંગારે વરસે, તો સમુદ્ર મયદા મૂકે રે, તોપણિ હું તારિ વશિ ના'વું સુંદરી માનજે સાચું રે.” વળતા બોલ રૂપે સાતમાં સ્વાધ્યાયમાં કોશા સ્થૂલિભદ્રને ઉપાલંભ આપીને પ્રશ્ન કરે છે કે “તો પછી મને બારબાર વર્ષ લાડ શાને લડાવ્યાં ?’ નાગર કોમને મહેણું મારતાં કોશા કહે છે : ‘નાગર સહિજઈ નિરદય હોવિ મુંહથી બોલિ મીઠું રે, કાલજ માંહિથી કાટ ન છાંડઈ તે પ્રત્યક્ષ દીઠું રે.” છેલ્લા સ્વાધ્યાયમાં સ્થૂલિભદ્ર પોતે સંયમનારી સાથે લગ્ન કર્યાનો ઉલ્લેખ કરે છે : મેં પરણી સંયમનારી રે, તુઝને વિસારી રે.” પછીનો ભાગ કથાકથનથી સમેટાયો છે. કોશા પ્રતિબોધ પામી, ટ્યૂલિભદ્ર ગુરુ પાસે પાછા આવ્યા અને ગુરુમુખે “દુક્કર દુક્કર’ ઉદ્ગાર દ્વારા આદર પામ્યા. આમ, આ કૃતિમાં સ્થૂલિભદ્રના સંક્ષિપ્ત ચરિત્રકથાનક અંતર્ગત કોશાના અને સ્થૂલિભદ્રના સંવાદ દ્વારા કેટલુંક ભાવનિરૂપણ, અને વર્ષાઋતુ, કોશાનાં ગાન-નર્તન જેવાં કેટલાંક વર્ણનો અહીં છે પણ એ સામાન્ય પ્રકારનાં છે. એકંદરે કૃતિ કોઈ વિશેષ કાવ્યચમત્કૃતિ દર્શાવતી નથી. • સ્કુલભદ્ર અવયુરિ / સ્થૂલિભદ્રની ચોપાઈ કવિ લાભકુશલની સં.૧૭૫૮માં રચાયેલી ૩૭ ઢાળની આ કૃતિ છે. જર્મન સંપાદક લુડવિગ આલ્સડોફે સંપાદિત કુમારપાળ-પ્રતિબોધમાં આ કૃતિના કેટલાક અંશો મુદ્રિત છે. કતિનો આરંભ કવિ ૧૦ દુહાના એકમથી કરે છે. એમાં મહાવીર જિનેશ્વરની અને સરસ્વતીની સ્તુતિ કરવામાં આવી છે. પછી ચોપાઇ છંદની પહેલી ઢાળમાં કવિ પાડલપુરનગરી, એમાં રાજ્ય કરતા નંદ રાજા, એમનો પ્રધાન શગડાલ, એની પત્ની લાછલદે અને શગડાલનાં બે પુત્ર, સાત પુત્રીઓનો પરિચય આપે છે. શગડાલનો પરિચય આપતાં કવિ કહે છે : ૪૮ / સહજસુંદકૃત ગુણરત્નાકરછંદ Page #66 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યપરંપરામાં સ્થૂલિભદ્રકોશા.... / ૪૯ શ્રી જિન-આરાધક સદા, હિંસા ન કરઈ સહજઈ કદા, વ્રતધારી ભારી ગુણવંત, દીરઘદરસી દાતા સંત.” બીજી ઢાળ દેશીમાં આલેખાઈ છે. આ ઢાળમાં પાડલપુરમાં વસતી કોશા વેશ્યાના દેહલાવણ્યનું, વસ્ત્રાભૂષણનું, એના હાવભાવ અને કલાનિપુણતાનું અલંકારસમૃદ્ધ વર્ણન થયું છે. રૂપવર્ણન : દાંત જિલા દાડમકુલીરે, અધર પ્રવાલી લાલ, શુકચંચૂ સમ નાસિકા રે, ફૂલ ગુલાબ મેં ગાલ. વાંકી જૂહ ભલી વાલી રે, અષ્ટમી શશિ શોભાલ. શ્યામા વેણી શોભતી રે, મૃગમદ-વાસિત વાલ.” આ વર્ણનમાં ઉપમાઓ, વર્ણસગાઈ, લરકારનાં આવર્તનો અને અંત્યાનુપ્રાસ ધ્યાન ખેંચ્યા વિના રહેતાં નથી. વસ્ત્રાભૂષણનું વર્ણન : “હાર હિયઈ વલિ નવલખો રે, મોતીયઈ જડિત અમોલ, ઉકસ્યા ઉન્નત જોડલાં રે, પરિ વાદુલ સ્તન પીન.” પાટ પંચરંગ પહિરણાં રે, ઓઢણ નવનવ રંગ, મણિ માણિક મોતીયે જડ્યો રે, કંચની કસબી રંગ.” કોશાની ચાલનું વર્ણન : “ભાર નિતંબનિ નાયકા રે, આલસ ગતિ ઉપતિ, રાજહંસની પરિ હાલતી રે, શ્યામા અતિ શોભંત.” પછીના ૭ દુહામાં રાજા રાજસેવકને ધૂલિભદ્રને તેડવા મોકલે છે. નવમી ઢાળમાં રાજસેવકને મુખે રાજાનું તેડું આવ્યાની વાત સાંભળી કોશા સ્થૂલિભદ્રને ન જવા વીનવે છે, રોકે છે. ‘તિતલઈ તે વિલગઈ હો કિ અલગી નવિ જાઈ યૂલિભદ્ર ધણનઈ હો કિ ભીડ્યું થિર થઈ કહઈ મુખથિ એહવો હે કિ “જત્યો સું દોડી કહો, કિણ વિધ એહવઈ હો કિ મુઝનઈ ઈમ છોડી ?' ૧૪મી ઢાળ દુહા અને ચાલિમાં પ્રયુક્ત થઈ છે. દુહાના અંતિમ ચરણનો ચાલિમાં ઊથલો આવે એવી આલેખન-ભાત અહીં જોવા મળે છે. જુઓ : દુહો - - - - - - - - - - - અખિ અખંડિત ધાર. ચાલિ – આંખિ વરસઈ અખંડિત ધારા, વરસાલઈ જિમ જલધારા, કાજલ જલ જોગ) ગલિયા, દુ:ખ સઘળાં આવે મિલિયાં. દુહો - - - - - - - અબલા કવણ આધાર, ચાલિ – અબલાનાં કવણ આધારા, વિણ પ્રીતમ જગ નિરધારા. Page #67 -------------------------------------------------------------------------- ________________ આ પ્રકારની પ્રયુક્તિથી કવિએ અહીં કોશાની વિરહવ્યથાનું નિરૂપણ કર્યું છે. છેલ્લી ૩૭મી ઢાળમાં કવિપરિચય, લથતિ વગેરે સાથે કૃતિ સમાપ્ત થાય છે. • શ્રી યૂલિભદ્ર ફાગ / સિરિ ધૂલિભદ્ર ફાગુ આ ફાગુકાવ્યના કવિ ખરતરગચ્છના જૈન સાધુ શ્રી જિનપદ્રસૂરિ છે. ગુજરાતી સાહિત્યનાં ઉપલબ્ધ ફાગુકાવ્યોમાં સમયાનુક્રમે આ બીજું ફાગુકાવ્ય છે. આ રચનાનું નિશ્ચિત વર્ષ પ્રાપ્ત થતું નથી, પણ એના કવિ જિનપદ્યસૂરિને સં.૧૩૯૦માં આચાર્યપદ પ્રાપ્ત થયાનો અને સં. ૧૪00માં તેઓ કાળધર્મ પામ્યાનો ઉલ્લેખ ખરતરગચ્છની ગુરુપટ્ટાવલિમાં મળતો હોઈ આ કૃતિ સં.૧૩૯૦થી ૧૪૦૦ના દાયકામાં રચાઈ હોવાનું અનુમાન થઈ શકે. આ કૃતિ ૨૭ કડીની નાનકડી ફાગુરચના છે. છંદોરચનાની દૃષ્ટિએ તે સાત વિભાગમાં વિભક્ત છે. અને દરેક વિભાગને ભાસ' નામ અપાયું છે. પ્રત્યેક “ભાસમાં એક દુહો અને તે પછી એક કે એકથી વધુ રોળા વૃત્ત આવે છે. સંભૂતિવિજય ગુરુ પાસે દીક્ષા લીધા પછી પ્રથમ ચાતુર્માસ કોશાને ત્યાં ગાળવા માટે સ્થૂલિભદ્ર પાછા ફરે છે તે વખતે સ્થૂલિભદ્રની પ્રતીક્ષા કરી રહેલી કોશાની વિરહવ્યથાથી આ કૃતિનો આરંભ થાય છે. અહીં કથાવસ્તુનું સમય-પરિમાણ ચોમાસાનું હોઈ પ્રણાલીગત ફાગુરચનામાં જોવા મળતા વસંતવર્ણનને બદલે અહીં વષવિર્ણન છે. આ વષવર્ણનમાં કવિએ એમની નિપુણતા બતાવવા સાથે કોશાના રૂપસૌંદર્યનું અને હૃદયભાવોનું આલેખન પણ કાવ્યાત્મક રીતે કર્યું છે. રવાનુસારી શબ્દોને લઈને વર્ણન કર્ણમંજુલ અને ચિત્રાત્મક બન્યું છે. ઝિરિમિરિ ઝિરિમિરિ ઝિરિમિરિ એ મહા વરિસંતિ, ખલહલ ખલહલ ખલહલ એ વાહલા વહતિ, થરહર થરહર થરહર એ વિરહિણિમણુ કંપઇ.” કોશાસૌંદર્યવર્ણન : “મયણખગ જિમ લહલહંત જસુ વેણીદંડો, સરલઉ તરલઉ સામલઉ રોમાવલિદંડો, તંગ પયોહર ઉલ્લસઈ સિંગારથવક્કા, કુસુમબાણિ નિય અભિયકુંભ કિર કાપણિ મુક્કા.” સ્થૂલિભદ્ર માટેના કોશાના ઉત્કટ પ્રણયનિરૂપણમાં શૃંગારરસની નિષ્પત્તિ થઈ છે. પણ તે બહુધા વિપ્રલંભશૃંગારના સ્વરૂપનો છે. કેમકે કોશા પ્રણયવિહ્વળ છે, પણ સ્થૂલિભદ્ર સંસારવિરક્ત છે. સ્થૂલિભદ્ર ચાતુમસ ગાળી, પોતાના સંયમમાર્ગમાં અડગ રહી પાછા ફરે છે ત્યાં કાવ્ય પૂરું થાય છે. કોશા અને સ્થૂલિભદ્ર વચ્ચે આ અગાઉ બારબાર વર્ષનો ૫૦ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ Page #68 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય-પરંપરામાં સ્થૂલિભદ્ર-કોશા... / ૫૧ ગાઢ સ્નેહ છે, એ ભૂમિકા તો અહીં સ્થૂલિભદ્ર સાથેના સંવાદમાં માત્ર ઉલ્લેખાઈ જ છે. એ રીતે અહીં કથન નહીં, વર્ણન અને ભાવિનરૂપણ મહત્ત્વનાં બન્યાં છે. કોશાનું સૌંદર્યવર્ણન કૃતિનો આસ્વાદ્ય અંશ છે. બે પાત્રો વચ્ચેનો ટૂંકો સંવાદ પણ બન્નેની કેટલીક વ્યક્તિત્વરેખાઓને ઉપસાવી આપનાર બન્યો છે. આખું કાવ્ય સુગ્રથિતતા અને સુશ્લિષ્ટતાની છાપ અંકિત કરે છે. ૦ સ્થૂલિભદ્ર લગ કવિ હલરાજે સં.૧૪૦૯માં રચેલી, ૩૬ કડીની આ નાની ફાગુરચના છે. કૃતિ ‘ભાસ’માં વિભક્ત થઈ છે. કાવ્યનો પદબંધ મુખ્યત્વે રોળા વૃત્તથી બંધાયો છે. પણ ‘ભાસ’ને અંતે દોહાની પંક્તિ જોવા મળે છે. કવિ કાવ્યનો આરંભ સરસ્વતીનંદનાથી કરે છે. તે પછી રાજા નંદ, મંત્રી સગડાલ અને કોશાને ત્યાં આનંદવિલાસ કરતા એના જ્યેષ્ઠ પુત્ર સ્થૂલિભદ્રનો ઉલ્લેખ કરી, કવિ પંડિત વચિની સગડાલ સામેની વૈરવૃત્તિને અત્યંત સંક્ષેપમાં આલેખે છે. સગડાલની હત્યા પછી રાજાનું સ્થૂલિભદ્રને તેડું, મંત્રીપદ માટેનો પ્રસ્તાવ, વૈરાગ્ય જાગતાં સ્થૂલિભદ્રનું દીક્ષાઅંગીકરણ, ગુરુ સંભૂતિવિજય પાસે સ્થૂલિભદ્રનું પ્રાયશ્ચિત્ત વગેરે પ્રસંગોને પણ કવિ ઝડપી ગતિએ નિરૂપે છે. ચોમાસું નજીક આવતાં સ્થૂલિભદ્ર કોશાના આવાસે જવાનો આદેશ માગે છે. સ્થૂલિભદ્રને આવેલા જોઈ હર્ષોલ્લાસ અનુભવતી કોશા સુંદર વેશભૂષા અને શૃંગાર સજીને ચિત્રશાળામાં સ્થૂલિભદ્રને રીઝવવા વિવિધ હાવભાવ સહિત નૃત્ય કરે છે. પણ ધ્યાનસ્થ સ્થૂલિભદ્ર એ તરફ આંખ માંડીને જોતા પણ નથી. કોશાની ભોગ ભોગવવાની વિનંતીનો સ્થૂલિભદ્ર અસ્વીકાર કરતાં કહે છે, ‘રત્નાકર છોડી ખાબોચિયાને, ચિંતામણિ ત્યજી પથ્થરને કોણ ગ્રહે ? અરિહંતને ઉવેખી યક્ષને કોણ નમે ?” આમ મદનરાજ અને સ્થૂલિભદ્ર વચ્ચે યુદ્ધ થતું કવિ નિરૂપે છે, જેમાં સ્થૂલિભદ્ર કામવિજેતા બને છે. સ્થૂલિભદ્ર કોશાને બોધ પમાડી, નિર્મળ ચારિત્ર્ય પાળી, ચાતુર્માસ પૂરો કરી ગુરુ પાસે પહોંચ્યા અને દુક્કર દુક્કર' એમ બે વાર ગુરુની પ્રશંસા પામ્યા. આ ફાગુરચનામાં કવિએ સ્થૂલિભદ્રના પૂર્વવૃત્તાંતને સંક્ષેપમાં રજૂ કરી, સ્થૂલિભદ્ર-કોશા મિલનપ્રસંગ-નિરૂપણ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કોશાની શૃંગારસજાવટ, વર્ષાઋતુ, સ્થૂલિભદ્ર-મદનયુદ્ધ જેવાં કેટલાંક વર્ણનો કાવ્યાત્મક બન્યાં છે. સંસારભોગ અને સંયમ વચ્ચેનો ભેદ કવિએ વિવિધ દૃષ્ટાંતોથી ચિત્રબદ્ધ કર્યો છે. મદનયુદ્ધના કથાંશમાં સ્થૂલિભદ્ર અને મદન વચ્ચે જે સંવાદ થાય છે એમાં કવિએ ઓજસયુક્ત વાણીનું સામર્થ્ય પ્રગટ કર્યું છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ સ્થૂલિભદ્ર કોશા પ્રેમવિલાસ ફાગ કવિ જયવંતસૂરિ – ગુણસૌભાગ્યસૂરિની રચનાવર્ષ વિનાની આ ફાગુરચના છે. આ જ કવિએ ‘શૃંગારમંજરી' નામે શીલવતી સતીનું ચરિત્ર આલેખતી કાવ્યતત્ત્વથી સભર એવી રચના સં.૧૬૧૪માં કરી છે. એટલે આ કૃતિનો રચનાસમય સં.૧૯૧૪ની આસપાસનો હોવાનું અનુમાન કરી શકાય. જો મંગલાચરણની પહેલી કડીમાં થૂલિભદ્ર-કોશાનો નામોલ્લેખ ન થયો હોય તો, ૪૫ કડીની આ રચનાની ૪૧ કડી સુધી તો એમ જ લાગે કે આ કોઈ સાંસારિક પ્રણયકાવ્યની કૃતિ છે. માત્ર છેલ્લી ૪ કડીમાં સ્થૂલિભદ્ર-કોશાનો અછડતો ઉલ્લેખ થયો છે. એ રીતે લાગે કે આ કવિએ કૃતિમાંથી વૃત્તાન્તકથનનો લગભગ લોપ જ કર્યો છે. વિરહાતુર કોશાને સ્થૂલિભદ્ર મળ્યા એટલું જ વૃત્તાન્ત છેવટના ભાગમાં મળે છે. કોશાની વિરહાવસ્થાને આખી રચનાનું મુખ્ય કેન્દ્રબિંદુ બનાવી કવિએ સઘનપણે અહીં ભાવનિરૂપણની તક લીધી છે, અને આખું કાવ્ય કોશાના ઉદ્ગારરૂપે આવે છે. એથી કૃતિમાંનાં વર્ણનો પણ જાણે કે કોશાના હૃદયરંગમાં ઝબકોળાઈને આવતાં લાગે છે. અહીં કોશાના બાહ્ય દેહલાવણ્ય કે શૃંગા૨સજાવટના વર્ણનને તેથી જ ખાસ અવકાશ રહ્યો નથી. અહીં કથન અને વર્ણન સુધ્ધાં બાદ થઈ ગયાં છે, અને કોશાના હૃદયભાવનું નિરૂપણ જ મહત્ત્વનું બન્યું છે. કોશાનાં સ્થૂલિભદ્ર માટેનાં વિવિધ પ્રણયસંવેદનો – ઔત્સુક્ય, ઘેલછા, વિહ્વળતા, વ્યાકુળતા, પ્રતીક્ષા, રોષ વગેરેને અલંકારો પ્રયોજીને, પ્રતીકો દ્વારા, ઉક્તિલક્ષણો દ્વારા કવિએ એ રીતે શબ્દબદ્ધ કર્યાં છે કે સમગ્ર રચના એક રસિક કાવ્યકૃતિ બની રહે છે. વીવાહ વીતઓ માંડવો તિમ હું સૂની કંત' આ પંક્તિમાં વિરહનો ભાવ સચોટપણે ઉપમા દ્વારા ચિત્રિત થયો છે. કોશાના ચિત્તમાં જાગતા વિવિધ અભિલાષ કલ્પનાચિત્રો દ્વારા કાવ્યાત્મક રીતે પ્રગટ થયા છે. જુઓ : હું સિð ન સરજી પંખિણિ, જિમ ભમતી પ્રીઉ પાસિ, હું સિðન સરજી ચંદન, કરતી પ્રયતનુ વાસ. હું સિંન સરજી ફૂલડાં, લેતી આલિંગન જાણ, મુહિ સુરંગ જ શોભતાં, હું સિě ન સરજી પાન.' શ્રી જયંત કોઠારી આ કૃતિ અંગે લખે છે : “સાચું શુદ્ધ કવિત્વ અન્ય પ્રયોજનોને પોતાની પાસેથી કેવાં હડસેલી મૂકે છે એનું આ કાવ્ય સુંદર ઉદાહરણ છે.’’ પ૨ / સહજસુંદéત ગુણરત્નાકરછંદ Page #70 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યપરંપરામાં યૂલિભદ્ર-કોશા.... / પ૩ • સ્થૂલિભદ્ર શગ અથવા ધમાલ કવિ માલદેવ મુનિએ રચેલી ૧૦૭ કડીની આ ફાગુકૃતિ છે. આ કૃતિની હસ્તપ્રત સં.૧૯૫૦ની પ્રાપ્ત થઈ હોઈ કૃતિનો રચનાકાળ વિ.સં.ના ૧૭મા શતકના પૂવધિનો ગણી શકાય કૃતિ સળંગ એક જ દેશમાં રચાયેલી છે જે દેશીને પહેલી કડીમાં કવિએ ફાગ' એવું નામ આપ્યું છે. ગુરુ-શિષ્યનો વસવાટ મુખ્યત્વે મારવાડમાં થયો હોઈ આ કૃતિ ઉપર મારવાડીની છાંટ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. અહીં સ્થૂલિભદ્રની પૂર્વકથાનું આલેખન કવિએ વિસ્તારથી કર્યું છે, જેને લઈને મુખ્ય ઘટનાની આસપાસનો કથાસંદર્ભ ઘણો વ્યાપક બન્યો છે. રાસાસ્વરૂપની રચના માટે આવો કથાવ્યાપ ઉચિત ગણાત, તે આ ફાગુકૃતિમાં કથનકલાની દષ્ટિએ નિષ્ફળ રહ્યો છે. કેવળ પ્રસંગોલેખ કરતા જઈને કવિને આગળ ચાલવું પડ્યું છે, જેથી યોગ્ય પ્રસંગનિરૂપણ ન થતાં કથારસ પણ જામી શક્યો નથી. - છતાં, કેવળ વૃત્તાંતાત્મક બની જતી આ કૃતિમાં ક્વચિત્ રસિક અંશો જોવા મળે છે. જેમ કે, કોશાને ત્યાં સ્થૂલિભદ્રનું આગમન થાય છે એ પ્રસંગના આલેખનમાં કિંચિત્ કાવ્યસ્પર્શ અનુભવાય છે. ત્યાં કવિ વર્ષ અને કોશાના સૌંદર્યનું વર્ણન નિરાંતે કરે છે. વળી કોશાના સ્થૂલિભદ્ર પ્રત્યેના પ્રીતિસંવેદનને વ્યક્ત કરવાની પણ કવિ તક લે છે. સ્થૂલિભદ્રના કામવિજયનો મહિમા કવિએ વિસ્તારીને ગાયો છે. એકંદરે એવી છાપ પડે છે કે કથનકલાના અભાવની નબળાઈ કૃતિને સામાન્ય બનાવી દે છે. વર્ણનના કેટલાક અંશોમાં કવિનું કવિત્વ ઝળકે છે. વિરક્ત સ્થૂલિભદ્ર પ્રત્યેના કોશાના એકપક્ષી પ્રેમ અંગે કવિ લખે છે : ‘એક અંગ કઈ નેહરઈ, કછુ ન હોવઈ રંગો રે, દીવા કે ચિત્તિમાંહે નહીં. જલિ જલિ મરિ પતંગો રે.” એક અંગ નેહરુ, મુરખિ મધુકરિ કીનું રે, કેતકી કે મનહીં નહીં, ભમર મરિ રસ લીણ રે.” • શ્રી સ્યુલિભદ્રજીની શિયળવેલી જૈન સાધુ કવિ પંડિત વીરવિજયજી જેઓ શુભવિજયજીના શિષ્ય હોવાને નાતે “શુભવીરને નામે પણ એટલા જ જાણીતા છે)એ સં.૧૮૬૨માં રચેલી ૧૮ ઢાળમાં વિભક્ત એવી આ કૃતિમાં કોશાની વિરહવ્યથા અને સ્થૂલિભદ્રના વિરલ વિરક્તિભાવને ગાવામાં આવ્યાં છે. મધ્યકાળમાં ‘વેલી કે વેલ' સંજ્ઞા ‘વિવાહના. અર્થમાં પ્રયોજાઈ છે, તો “શુભવેલી' જેવી રચનામાં એ “ચરિત્ર'ના અર્થમાં પ્રયોજાઈ છે. અહીં એ ચરિત્રના અર્થમાં પ્રયોજાઈ છે એમ કહી શકાય. Page #71 -------------------------------------------------------------------------- ________________ કવિએ બધી ઢાળોમાં વિવિધ દેશીઓ પ્રયોજીને કૃતિને સુગેય બનાવવાનો પ્રયાસ કર્યો છે. વળી આ કૃતિ-અંતર્ગત તિથિ, મહિના, સંવાદ જેવાં સ્વરૂપોને પણ કવિએ જુદીજુદી ઢાળોમાં પ્રયોજવાની તક લીધી છે. - કવિ શંખેશ્વર પાર્શ્વનાથ, સરસ્વતીદેવી અને ગુરુને નમસ્કાર કરીને કાવ્યનો આરંભ કરે છે. પ્રથમ ઢાળમાં કથાની પૂર્વભૂમિકા છે. સ્થૂલિભદ્રનાં માતાપિતા, સ્થૂલિભદ્રનું શાસ્ત્રાભ્યાસ અર્થે દેશાંતર-ગમન, સ્થૂલિભદ્રનો કોશા પ્રત્યેનો મોહપાશ જેવી ઘટનાઓનો કવિ ત્વરિત ગતિએ ઉલ્લેખ કરે છે. બીજા ઢાળમાં કોશાનું પરંપરાગત વર્ણન છે. સ્થૂલિભદ્ર કોશાને ત્યાં બાર વર્ષ રહી આયુષ્ય અને ધનનો ક્ષય કર્યો એનો ઉલ્લેખ અતિ સંક્ષેપમાં થયો છે. ત્રીજી ઢાળમાં શકટાલ મંત્રી રાજખટપટનો ભોગ બનતાં અને શ્રીયકે મંત્રીપદનો અસ્વીકાર કરતાં રાજા સ્થૂલિભદ્રને તેડું મોકલે છે. ચોથી ઢાળમાં કોશાની ધૂલિભદ્રને રોકાઈ જવાની કાકલૂદી અને સ્થૂલિભદ્રનું કોશાને વહેલા પાછા ફરવાનું આશ્વાસન છે. પાંચમી ઢાળમાં સ્થૂલિભદ્ર રાજાના પ્રસ્તાવનો તત્કાલ સ્વીકાર કે અસ્વીકાર કરવાને બદલે વિચારણા માટે સમય માગે છે. અશોકવનમાં જઈને કરેલા ચિંતન દ્વારા સ્થૂલિભદ્રના ચિત્તમાં વૈરાગ્યભાવ જાગ્રત થાય છે. લોચકર્મ કરી એ રાજસભામાં જઈ ધર્મલાભ આપે છે. અને માર્ગમાં મળેલા સંભૂતિવિજય પાસે દીક્ષા માટે પ્રાર્થે છે. છઠ્ઠી ઢાળમાં કોશાની વિરહવેદનાનું નિરૂપણ છે. આ વર્ણનમાં કવિએ પરંપરાગત ઉપમાઓ પ્રયોજી છે. સાતમી ઢાળ તિથિસ્વરૂપે આલેખાઈ છે. અહીં પંદર તિથિના વર્ણન દ્વારા કોશાની વિરહવ્યથા અને અંતે મિલનના આનંદની કથા છે. આઠમી ઢાળમાં પરત થયેલા સ્થૂલિભદ્ર અને કોશા વચ્ચેનો સંવાદ છે. કોશા સ્થૂલિભદ્રને રસભર રમવા ઈજન આપે છે. પણ વિરક્ત બનેલા સ્થૂલિભદ્ર કોશાનો એ અભિલાષ સંતોષી શકે એમ નથી. નવમી ઢાળમાં કોશાને ત્યાં જ ચાતુર્માસિ ગાળી રહેલા યૂલિભદ્રને મનાવવા કોશા ચતુરાઈભર્યા ઉગારો કાઢે છે. તે કહે છે કે, વેશ્યાને ઘેર રહીને તે કોઈ યોગ કરે ?” પોતાના નિવાસને એ પંચબાણ તણી રાજધાની કહે છે. કોશાના આ ઉદ્ગારો શૃંગારરસિક બન્યા છે. “રસ-પ્રેમહીંડોળે હીંચો રે, તરુણી તનવેલડી સીંચો રે.' દસમી ઢાળમાં સ્થૂલિભદ્રનો કોશાને પ્રત્યુત્તર છે. એમાં નારીનિંદાની વાત આવે છે. ૧૧– ૧૨ ઢાળમાં પણ સંવાદ પરસ્પર આગળ ચાલે છે. તેરમી ઢાળ બારમાસી સ્વરૂપે આવે છે : એમાં વિરહિણી સ્ત્રીને બારે માસ વિરહાવસ્થા કેવી પડે છે એનું વર્ણન છે. પણ ૧૪મી ઢાળમાં સ્થૂલિભદ્ર દઢતાપૂર્વક કહે છે : મેં ધ્યાનની તાળી લગાઈ નીશાન ચઢાયા રે, સીળ સાથે કીધી સગાઈ તજી ભવમાયા રે.’ ૫૪ / સહજસુંદરફત ગુણરત્નાકરછંદ Page #72 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય-પરંપરામાં સ્થૂલિભદ્રકોશા... પપ નૃત્ય-નાટિક જોવાના, કોશા તરફથી ઢંકાયેલા આખરી દાવનો સ્થૂલિભદ્ર સ્વીકાર કરે છે. ૧૫મી ઢાળમાં કોશાના નૃત્ય-નાટિકના આલંકારિક વર્ણનની તક કવિ લે છે : ઠમક ઠમક પગ ભૂતલ ઠમકે ઝમકે રમઝમ ઝાંઝરિયાં ખલક ખલક કર કંકણ ખલક ઝલક ઝલક ટીકો ઝળકે.” કોશા સ્થૂલિભદ્રને કેતકીથી ઘાયલ થયેલા ભ્રમરનું દષ્ટાંત આપી પ્રેમની વાત વિચારવા સમજાવે છે. પણ સામે સ્થૂલિભદ્ર કોશાને ભવનાટિક સાંભળવા જણાવે છે. સોળમી ઢાળ સ્થૂલિભદ્રના કોશાને ઉપદેશરૂપે છે. કોશા પ્રતિબોધ પામે છે. સત્તરમી ઢાળમાં સ્થૂલિભદ્રના ભાવિ જીવનનો સંક્ષિપ્ત પરિચય અપાયો છે. છેલ્લી અઢારમી ઢાળમાં સ્થૂલિભદ્રનું મહિમાગાન કરી કવિ કૃતિની ફલશ્રુતિ કહે છે. કૃતિ-અંતર્ગત કેટલાંક સ્વરૂપોના પ્રયોગો અને કેટલાંક આલંકારિક વર્ણનો બાદ કરતાં કૃતિ ખાસ કોઈ વિશેષ કાવ્યચમત્કૃતિ દર્શાવતી નથી. • સ્થૂલિભદ્ર બારહમાસા કવિ હીરાનંદસૂરિએ સં.૧૪૮૫ આસપાસ આ બારમાસા-કૃતિની રચના કરી છે. કુલ ૧૫ કડીની આ રચનામાંથી ૧૪ કડીનાં પ્રથમ પાંચ ચરણ દોહરા છંદની દેશીમાં અને પછીનાં ચાર ચરણ હરિગીતિકા છંદમાં છે. દોહરા છંદની દેશી માટે કવિએ શબ્દોને પુનરાવર્તિત કર્યા છે તેમજ પાદપૂરકોનો ઉપયોગ કર્યો છે. જેમ કે – પોલિહિં પોસિડિં નિય તનું પોસીઈ એ, લીજઇ લીજઇ સઘત-આહાર કે” કોશાની વિરહવ્યથા અહીં વર્ણવાઈ છે. જૈન પરંપરા અનુસાર સ્થૂલિભદ્ર માગશરમાં દીક્ષા લીધી હોઈ કાવ્યનો આરંભ કવિ માગશર માસના વર્ણનથી કરે છે. પ્રત્યેક માસના વર્ણનમાં તે સમયની પ્રકૃતિનાં લક્ષણો, સાંસારિક જીવન, જેતે માસમાં ગવાતા રાગ વગેરેનું વર્ણન છે. કેટલાંક ઉદાહરણો જોઈએ - માગશરને વર્ણવતાં કવિ લખે છે કે માગશરમાં નદી પાર કરી શકાય એવા માર્ગ રૂડા બન્યા છે. ગગનમાં નક્ષત્રો પ્રકાશે છે. લોકો ઝીણાં વસ્ત્રો ત્યજી જાડાં વસ્ત્રો ધારણ કરે છે. વેપારી, દોશી, જોશી માટેની તેમજ લગ્ન અને ગૂંડગિરી રાગની આ તું છે. સ્થૂલિભદ્ર વિના કોશા આંસુ સારે છે. ફાગણને વર્ણવતાં કવિ લખે છે કે ફાગણમાં વૃક્ષોને નવી કુંપળો આવી. ઘઉં ઊગી નીકળ્યા. હિમ ઓગળ્યું અને પર્વત સધૂમ થયા. રસિક જનો મળીને હોળીના પર્વમાં ફાગ ખેલે છે. શ્યામળી કોયલ બોલે છે. નીલાં રાયણ ને ચંદન નજરે પડે છે. પણ સ્થૂલિભદ્ર વિના કોશાને બધું અશોભાયમાન છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ચાતુમસ ગાળવા આવતા સ્થૂલિભદ્રને કોશા અષાઢ માસમાં પોતાના આવાસે વધાવે છે. પણ સ્થૂલિભદ્ર તો હવે વિરક્ત અને સંયમધારી બન્યા છે. કોશાનાં ગાનવાદન-નર્તન સામે તેઓ અડગ રહે છે. છેવટે કોશાને પ્રતિબોધ પમાડી સ્થૂલિભદ્ર ચાતુમસ વીત્યે પાછા આવીને ગુરુને વંદે છે. અંતમાં કવિએ ગુરુના સ્થૂલિભદ્ર પ્રત્યેના પ્રશંસા-ઉદ્ગારોથી દ્વેષ અનુભવતા સિંહગુફાવાસી મુનિના કથાનકનો સંક્ષિપ્ત ઉલ્લેખ કરી કાવ્યની સમાપ્તિ કરી છે. કાવ્યના અંત્યાનુપ્રાસ, આંતરયમક, દુહા છંદની દેશી અને હરિગીતિકા છંદ એ બેને સાંકળતો ઉથલાવેલો શબ્દપ્રયોગ, પ્રત્યેક કડીમાં આરંભે આવતું શબ્દઆવર્તન, પ્રકૃતિલક્ષણ, સમાજવ્યવહાર, રાગગાન આદિનું પ્રત્યેક માસનું વર્ણન અને આ સમયે કોશાના હૃદયભાવો – આ બધાના આલેખનમાં કવિએ એક ચોક્કસ આકાર તરાહ જાળવ્યાં છે, અને એની એકવાક્યતાને લઈને આખી કૃતિ સૌષ્ઠવયુક્ત નીવડી આવી છે. ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપોમાં અજ્ઞાન કવિકૃત થૂલિભદ્ર શીલ બારમાસ' નોંધાયેલી છે. એની પ્રત સં.૧૫૮૧માં ઉતારાયેલી છે. માગશરથી વર્ણનનો આરંભ અને બારે માસના વિશિષ્ટ રાગોનો એમાં ઉલ્લેખ થયો છે એ જોતાં એ આ કૃતિ જ હોવાનું જણાય છે. • સ્થૂલિભદ્રકોશાના બારમાસ / યૂલિભદ્ર બારમાસા કવિ ચંદ્રવિજયે સં.૧૭૩૪ની આસપાસ રચેલી આ બારમાસા-કૃતિ છે. આ કૃતિનું રચનાવર્ષ પ્રાપ્ત નથી, પણ કવિના ગુરુ નિત્યવિજયે સં.૧૭૩૪માં એક સઝાય રચી છે તેને આધારે આ કવિની રચના તે સમયના આસપાસની હોવાનું અનુમાન થઈ શકે. આ કાવ્યના બાર માસના બાર ભાગમાં કોશાની વિરહોક્તિઓ છે. છેલ્લે ૧૩મા ભાગમાં સ્થૂલિભદ્રનો પ્રત્યુત્તર છે. પ્રત્યેક ભાગ અલગ અલગ દેશીમાં રચાયો છે અને પ્રત્યેકને પોતાની અલગ ધ્રુવપંક્તિ છે. ૯મા ભાગના અપવાદ સિવાય, પ્રત્યેક ભાગ પાંચ-પાંચ કડી ધરાવે છે. ૯ભામાં નવ કડી છે અને ૧૩મામાં છે કડી તેમજ એક કડી કલશની છે. એમ કુલ ૭૧ કડીનું આ કાવ્ય છે. પ્રત્યેક માસના વર્ણનમાં તે-તે માસની પ્રકૃતિનાં લક્ષણો, વ્યવહારજીવનના અંશોને નિરૂપીને કવિએ કોશાના વિરહને ગાયો છે. છેલ્લે સ્થૂલિભદ્ર કોશાને સંયમમાર્ગે વળવાનો પ્રતિબોધ પમાડે છે. કાવ્યની ભાષામાં મારવાડી બોલીની છાંટ કળાય છે. જેમકે, દિલરા માન્યા', “સખરા' જેવા શબ્દો અહીં જોવા મળે છે. કાવ્યનો આરંભ આસો માસના નિરૂપણથી થાય છે. ૫૬ / સહજસુંદરકૂત ગુણરત્નાકરછેદ Page #74 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય-પરંપરામાં સ્થૂલિભદ્ર-કોશા... / પ૭ માસવર્ણનનાં કેટલાંક ઉદાહરણ જોઈએ : ચૈત્ર માસનું વર્ણન : “ચૈત્રે ચંપો મોરીઓ, સકલ ફલ્યા સહકાર, કોયલ કરે રે ટહુકડા, ભમર કરે હો ગુંજાર. સ-સનેહી ! સુણો વિનતિ, મોરા હો પ્રાણ-આધાર ! વિરહ-વિયોગી માણસો કાં કીધાં, કિરતાર ? સ-સ્નેહી અષાઢનું વર્ણન : “આવ્યા હે આસાઢ ઉદારા, જિહાં મેઘ કરે જલધારા, જિહાં મોર કરે કિંગારા, જે સુલલિત જનને પ્યારા, હો લાલ, મોહન મન મન વસીઓ૦' અષાઢમાં સ્થૂલિભદ્રનું આગમન થતાં કોશાને થયેલા હરખને વર્ણવતાં કવિ કહે છે : “વઠા દૂધ-સાકર જલધારા' - જાણે કે દૂધસાકરની જ વૃષ્ટિ થઈ. છેલ્લે સ્થૂલિભદ્રના સદુપદેશથી કોશા પ્રતિબોધ પામે છે. આ કાવ્યમાં કવિએ ઉપમા, દગંતાદિ અલંકારો પ્રયોજીને અને પ્રકૃતિ અને કોશાની મનોદશાનાં વિરોધચિત્રો સર્જી કાવ્યને રસિક બનાવ્યું છે. જેમકે, ભાદરવા માસમાં પ્રકૃતિનાં તમામ અંગોને ફળતાં બતાવી કવિ કોશાના અફળ રહેલા મનોરથની વાત વેધકપણે નિરૂપે છે. દેશીઓનું વૈવિધ્ય નોંધપાત્ર રહ્યું છે. • સ્થૂલભદ્ર બારમાસ - કવિ ચતુરવિજયે રચેલી, ૧૮ કડીની આ બારમાસા-કૃતિનો વસંતવર્ણનવાળો અંશ જ પ્રકાશિત થયેલો મળે છે. એની હસ્તપ્રત સં.૧૭૫રની પ્રાપ્ત થતી હોઈ વિ.સં.૧૮મી સદીના પૂર્વાધિની રચના જણાય છે. આ કૃતિમાં કોશા સ્થૂલિભદ્રને પોપટ દ્વારા સંદેશો કહાવે છે. કોશાની વિરહસ્થિતિના વર્ણનનો આરંભ ફાગણ માસથી થાય છે. ફગણ માસ જ આવી રે સૂડા, રમીએ તે હોલી ફાગો રે, કેસરભરી કચોલડી રે સૂડા, શ્રી થૂલભદ્ર વિના નહિ લાગો રે.” છેલ્લે મહામાસનો વિરહ વર્ણવતાં તે કહે છે : જમ જમ બોલી સીત પડે રે સૂડા, તેમ તેમ બહુ દુ:ખ થાયે રે, બાર માસનો નેહલો રે સૂડા, મલી ગયો નિરધારી એ.” • સ્થૂલિભદ્ર બારમાસા કવિ વિનયચંદ્ર સં.૧૭૫૫માં રચેલી આ બારમાસા-કૃતિ છે. આ કાવ્ય ૧૩ સ્તબકમાં વિભક્ત છે. પ્રત્યેક સ્તબક ત્રણ કડીનું છે. જેમાં પહેલી કડી દોહા છંદમાં અને પછીની બે કડીઓ હરિગીત છંદમાં છે. દોહા છંદ છે ત્યાં “જી ઉમેરીને કવિએ Page #75 -------------------------------------------------------------------------- ________________ ઢાળ સિદ્ધ કરી છે. કૃતિના ઢાળને કવિએ ઢાળ ચઉમાસિયાની' તરીકે ઓળખાવી છે. પ્રત્યેક દોહાનો છેલ્લો શબ્દ પછીના હરિગીતમાં ઊથલો પામે એ પ્રકારનું આયોજન કરી કવિએ સમગ્ર કાવ્યને એક ચોક્કસ ભાત આપી છે. પોતાની સાથે ભોગવિલાસ માણ્યા પછી ચાલ્યા ગયેલા સ્થૂલિભદ્રના વિરહમાં ઝૂરતી કોશાની મનોવ્યથાનું નિરૂપણ અહીં થયું છે. આ માનવસંવેદનને કવિએ પ્રત્યેક માસના ઋતુવર્ણન સાથે સાંકળી લીધું છે. કૃતિનો આરંભ અષાઢના વર્ણનથી થાય છે. કતિની અન્ય એક વિશેષતા એ છે કે અહીંથી માંડીને નવ માસ સુધીના આલેખનમાં કવિએ ભરત-નિર્દિષ્ટ એક એક રસ લઈને નવેય રસોને ક્રમશ: ગૂંથી લીધા છે. અષાઢ સાથે શૃંગારરસથી આરંભ કરી ફાગણ સાથે શાંતરસને કવિએ સાંકળ્યો છે. પછી ચૈત્ર સાથે સ્થાયીભાવ, વૈશાખ સાથે સાત્ત્વિક ભાવ અને જેઠ સાથે સંચારી ભાવ વર્ણવીને આખું વર્તુળ પૂરું કર્યું છે. અષાડ સાથે સંકળાતા શૃંગારનું વર્ણન જોઈએ : વેલડી વનિતા ત્યાં આલિંગન, ભૂમિ ભામિની જલધરા, જલરાશિ કંઠઈ નદી વિલગી, એમ બહુ શૃંગારમાં, સમ્મિલિત થઈનઈ રહૈ અહનિશિ, પણિ તુન્હે વતભારમાં.” • સ્થૂલભદ્ર એકવીસો કવિ લાવણ્યસમયની સં.૧૫૫૩ | ઈ.૧૪૯૭માં રચાયેલી ૨૧ કડીની આ એક લઘુ કાવ્યકૃતિ છે. પ્રત્યેક કડીની પ્રથમ ચાર પંક્તિ દેશમાં અને પછીની ચાર પંક્તિ હરિગીત છંદમાં આલેખાઈ છે. આખી રચના દેશી અને હરિગીતમાં અવાન્તરે ચાલ્યા કરે એ પ્રકારે કૃતિનું આયોજન થયું છે. ગણિકા કોશાને ત્યાં જે સ્થૂલિભદ્ર અગાઉ બારબાર વર્ષ પડ્યાપાથર્યા રહ્યા તે જ સ્થૂલિભદ્ર હવે દીક્ષા ગ્રહણ કરીને પ્રથમ ચાતુમસ ગાળવા પૂર્વાશ્રમની પ્રેમિકાને ત્યાં પધારે ત્યાંથી કાવ્યનો આરંભ થઈ, કોશાના હૃદયપરિવર્તન આગળ કાવ્યની સમાપ્તિ થાય છે. કાવ્યના આ આરંભ-અંતની વચ્ચે કોશાએ પોતાના રૂપછાકથી, વિધવિધ હાવભાવથી, ઉત્કટ વિનવણીથી સ્થૂલિભદ્રનું મન ચલિત કરવા અથાગ પ્રયાસ કર્યો પણ સ્થૂલિભદ્ર તો અડગ અને નિશ્ચલ જ રહ્યા. એમના આ વિરક્તિભાવે કોશાના હૃદયને પલટાવી નાખ્યું. કૃતિ નાની છે પણ ભાવપૂર્ણ અને કાવ્યાત્મક બની છે. એ રીતે : એક, કોશાના હૃદયભાવોનું રસિક નિરૂપણ અહીં છે. બે, કોશાના અંગસૌંદર્યનાં, ૫૮ / સહજસુંદકૃત ગુણરત્નાકરછંદ Page #76 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય-પરંપરામાં સ્થૂલિભદ્ર-કોશ... / ૫૯ હાવભાવનાં, સ્થૂલિભદ્રની અડગતાનાં અલંકારપ્રચુર અને કલ્પનાસમૃદ્ધ વર્ણનો અહીં છે. કાવ્યનો આરંભ વર્ષાઋતુના ચિત્રથી થાય છે. સ્થૂલિભદ્રના આગમનનો પ્રતિભાવ કોશા આ રીતે આપે છે : ‘કુણ મુરખ રે અંબીંબ સરખા ગણઇ ?’ સ્થૂલિભદ્રની અડગતાના ચિત્રણ માટે યોજાયેલી દૃષ્ટાંતમાલા કે ‘અતિ કુંઅલઇ રે કિટલીકઇં કેસરી હસ્યā' પંક્તિમાંનો વ્યતિરેક ધ્યાન ખેંચે છે. લગભગ પ્રત્યેક પંક્તિમાં જોવા મળતા શબ્દાનુપ્રાસ, ઝડઝમક તેમજ કોશાની આભૂષણસજ્જાના વર્ણનમાં આવતા રવાનુસારી શબ્દપ્રયોગો સમગ્ર ચિત્રને કર્ણમંજુલ બનાવે છે. જવ ધપમરે ધો ધોં મદ્દલ રણકિયાં નાચંતાં રે કંકણડાં કિર ખકિયાં સખિ રિમિઝિમિ રે ઝાંઝરડાં પાયે ઝમિકયાં, કુંડલનાં રે તેજ તિવારěઝળકિયાં.' કેટલીક કડીઓના પહેલા ચરણમાં આવતો આગલી કડીના છેલ્લા ચરણનો ઊથલો ધ્યાન ખેંચે છે. વળી, તે વખતે કવિ ખૂબી એ કરે છે કે દેશીના પંક્તિખંડને ઉથલાવીને હિરગીતમાં ઢાળે છે સાંકળે છે. કવિના છંદપ્રભુત્વ વિના આ યોજના સફળ ન બને. દા.ત. ઊથલો ...રંગ વલી કીઇ નવઉ’ નવરંગ કીજě રિસ રમીð • સ્થૂલિભદ્ર ચંદ્રાયશિ કવિ જયવંતસૂરિએ રચેલી, ૧૭મી સદીની આ રચના છે. કૃતિ હજી અપ્રગટ છે. ૧૪૭ કડીની આ કૃતિ બે ખંડમાં વિભક્ત છે. પહેલા ખંડમાં સ્થૂલિભદ્ર અને કોશાના મિલનપ્રસંગનું આલેખન છે. બીજા ખંડમાં સ્થૂલિભદ્રે રાજમંત્રીપદનો કરેલો અસ્વીકાર, દીક્ષાગ્રહણ, કોશાની વિરહાવસ્થા, સ્થૂલિભદ્રનું કોશાના નિવાસે ચાતુર્માસ માટે આગમન અને અંતે કોશાને પ્રતિબોધ વગેરે પ્રસંગોનું આલેખન થયું છે. પહેલા ખંડમાં સંયોગશૃંગારને કવિએ નિષ્પન્ન કર્યો છે. શિકારેથી પાછા વળતા સ્થૂલિભદ્રને કોશા જુએ છે અને એમના પ્રત્યે મુગ્ધ બને છે, ત્યાંથી કથાનકનો આરંભ થાય છે. કવિએ અહીં કામચેષ્ટાઓનું ઉત્કટ આલેખન કર્યું છે, અને કોશાનાં અંગોપાંગની સૌંદર્યશોભાને રસિકતાથી વર્ણવી છે. વર્ણન અલંકારસમૃદ્ધ બન્યું છે. કૃતિમાં એક વિશિષ્ટ પ્રકારની અભિવ્યક્તિછટા જોઈ શકાય છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ કોશની અનંગપીડાનું ચિત્ર કવિ આમ આપે છે : મયનહ નવમ દશા કોશિ પાઇ, પિઉ પિઉ જપતઈ ખબરિ ગમાઈ, શીતલ ચંદનબુંદ તનિ લાઈ, વિયેત વયત ચેતન આઈ.” કૃતિમાં રાજસ્થાની, હિંદી, ફારસી શબ્દોની છાંટ જોવા મળતી હોઈ કૃતિનો ભાષાકીય દષ્ટિએ એક નિજી રણકો સાંભળી શકાય છે. સંદર્ભ : “મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય' (સં. જયંત કોઠારી, કાન્તિભાઈ બી. શાહ) પુસ્તકમાં જયંત કોઠારીનો પંડિત, રસજ્ઞ, સર્જક કવિ જયવંતસૂરિ લેખ. • સ્થૂલિભદ્ર સ્વાધ્યાય કવિ સહસુંદરે રચેલી, ૧૬મી સદીની, ૯ કડીની આ સઝાય છે. સ્થૂલિભદ્રના વિરહમાં ઝૂરતી કોશાના વેદનાસભર હૃદયોદૂગાર રૂપે એનું આલેખન થયું છે. કોશાને વિરહ અસહ્ય બન્યો છે. નાથે પોતાની સાથે કપટ કર્યું છે, એમ કહી એ પોતાનો ઉકળાટ ઠાલવે છે. કોશા ચંદ્રને સ્થૂલિભદ્ર પાસે વેગે જઈ સંદેશો પહોંચાડવા વીનવે • સ્થૂલિભદ્ધ સઝાય / સ્થૂલિભદ્રકોશા સંવાદ કવિ ઋષભદાસ (શ્રાવકે) રચેલી મનાતી, ૧૭મી સદીની, ૧૭ કડીની આ રચના છે. આ સઝાયકૃતિ “સ્થૂલિભદ્રકાશાસંવાદને નામે પણ ઓળખાઈ છે. ચાતુમસિ ગાળવા ન્યૂલિભદ્ર કોશાને ત્યાં આવે છે ત્યાંથી કૃતિનો આરંભ થાય છે. અને પછી સ્થૂલિભદ્ર અને કોશા વચ્ચેના વાર્તાલાપ રૂપે એ ગતિ કરે છે. સ્થૂલિભદ્ર કોશાને સંસારની અસારતા આલંકારિક વાણીમાં સમજાવે છે. જ્યારે કોશા બાર વર્ષની માયા સહેજવારમાં શું જતી થાય એમ કહી કેટલીક દલીલો પણ કરે છે. તે કહે છે, વેશ્યામંદિરે આવનાર તો મનગમતા ભોગ માટે જ આવે. જોગી તો જંગલમાં જાય.” કોશા જૂની સ્મૃતિઓ તાજી કરી સ્થૂલિભદ્રના મનને પિગળાવવા પ્રયાસ કરે છે. આ સક્ઝાયની પ્રત્યેક કડી વારાફરતી સ્થૂલિભદ્રકોશાના ઉદ્ગાર રૂપે છે. દરેક કડીનો છેલ્લો શબ્દ ઉપાડી લઈ પછીની કડીમાં બીજું પાત્ર ઉલ્બોધનનો આરંભ કરતું હોય તે પ્રકારનું સંવાદ-આયોજન અહીં થયું છે. જેમ કે – કોશા : પ્રીતલડી કરતાં તે રંગભેર સેજ જો, રમતા ને દેખાડતા ઘણું હેત જો, રીસાવી મનાવી મુજને સાંભરે જો.’ ધૂલિ : સાંભરે તો મુનિવર મનડું વાળે જો ૬૦ / સહજસુંદરકૃત ગુણરત્નાકરદ Page #78 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય-પરંપરામાં સ્થૂલિભદ્ર-કોશ.... / ૬૧ ઢાંક્યો. અગ્નિ ઉઘાડ્યો પરજાળે જો. સંયમ માંહે એ છે દૂષણ મોઢું જો.' કોશા : મોઢું આવ્યું રાજા નંદનું તેડું જો....’ છેવટે સ્થૂલિભદ્ર કોશાને શ્રાવકનાં બાર વ્રત પ્રબોધે છે. માત્ર ઋષભ નામછાપ ધરાવતી આ જ સજ્ઝાય ‘જૈ.ગૂ.ક.’ ભા.૬ (૨જી આ.)માં શ્રી મો. દ. દેશાઈએ કવિ ઋષભવિજય (તપા. વિજયાણંદસૂરિની પરંપરામાં રામવિજયશિષ્ય)ને નામે બતાવી છે. આ વિ ૧૯મી સદીના છે. કૃતિ ખરેખર કયા ઋષભની છે એ કોયડો રહે છે. • સ્થૂલિભદ્ર સઝાય / સ્થૂલિભદ્રજી તથા કોશાની સઝાય કવિ ભાવરત્ન ભાવપ્રભસૂરિએ રચેલી, ૧૮મી સદીની, ૧૫ કડીની આ રચના છે. કોશા અને સ્થૂલિભદ્રના સંવાદરૂપે આ કૃતિનું આલેખન થયું છે. ૧થી ૭ કડી કોશાના ઉદ્ગારો છે અને ૮થી ૧૫ કડી સ્થૂલિભદ્રનો કોશાને પ્રત્યુત્તર છે. સાધુવેશ અંગીકારી પોતાને ત્યાં પધારેલા સ્થૂલિભદ્રને કોશા વિવિધ દૃષ્ટાંતો દ્વારા મર્મવચનો કહી સંયમવ્રત અને સાધુજીવન ત્યજવાની ટકોર કરે છે. એ કહે છે : વાય ઝકોળે ડોલે દીવો, અગ્નિથી ઘી પીગળાયે, તેમ નારી સંગે વ્રત ન રહે, આખરે હાંસી થાય. બોલોના જી.’ સ્થૂલિભદ્ર પ્રત્યુત્તર વાળે છે કે ચિત્રલેખિત પુતલડી પણ નિરખે નહીં સોભાગી, તો કિમ નિશદિન નારી સંગે રાચે વડ વૈરાગી છેડો ના જી’ સ્થૂલિભદ્રના આ સંયમટેકથી અંતે કોશાનું મન ભેદાયું અને એણે પણ શીલવત સ્વીકાર્યું. એક વાંઝણીને બેટો મોટો તે સાચો કેમ પ્રીછો, તિમ વેશ્યાની સંગે આવી સંયમ રાખણ ઇચ્છો. બોલોના જી • કાવ્યમાં દૃષ્ટાંતો, આંતરપ્રાસ વગેરે ધ્યાન ખેંચે છે. સ્થૂલિભદ્રજીની સઝાય કવિ ઉદયરત્ને રચેલી, ૧૮મી સદીની, ૬ કડીની આ સઝાય છે. આ કૃતિમાં, કોશાને ત્યાં પાછા ફરેલા સ્થૂલિભદ્રને રીઝવવા મથતી કોશાને પ્રત્યુત્તર રૂપે સંયમધારી સ્થૂલિભદ્રનું ઉદ્બોધન છે. કેટલાંક કલ્પનચિત્રો દ્વારા કૃતિને રસિક બનાવાઈ છે. જેમ કે - - Page #79 -------------------------------------------------------------------------- ________________ શશધર જો અંગારા વરસે, સમુદ્ર મયદા મૂકે, પવને જો કનકાચલ ડોલે, નક્ષત્ર મારગ ચૂકે રે, તોપણ તાહરે હું વશ નાવું સુંદરી માનજે સાચું.” • સ્થૂલિભદ્ર સ્વાધ્યાય કવિ લબ્ધિએ રચેલી ૧૭ કડીની આ સઝાય છે. કવિ સંભવતઃ જૈન સાધુ હોવાનું જણાય છે. પણ ક્યા લબ્ધિ તે નિશ્ચિત થઈ શકતું નથી. સમય પણ અનિર્ણાત રહે છે. , કોશા સાથે ભોગવિલાસમાં રત રહેલા સ્થૂલિભદ્રના વર્ણનથી કૃતિનો આરંભ થાય છે. પિતાનું મરણ જાણીને યૂલિભદ્ર સંયમ સ્વીકારતાં કોશા ધૂલિભદ્રના વિરહમાં ઝૂરવા લાગી એનું ચિત્ર કવિ આપે છે. કોશાની એકલતા અને વેદનાના નિરૂપણમાં વિપ્રલંભ શૃંગાર નિષ્પન્ન થયો છે. કોશાના ઉદ્ગાર જુઓ : “કુણ કરસે અંઘોલ, કુણ પ્રીસે ધૃત ઘોલ ? આજ હો વાગે રે, કેસરીયે કસ કુણ બાંધએજી.” ચોમાસામાં સ્થૂલિભદ્ર કોશાને ત્યાં પાછા આવ્યા ત્યારે કોશાના હૃદયમાં હરખ માતો નથી. પણ સોળે શણગાર સજેલી કોશા વિરક્ત બનેલા સ્થૂલિભદ્રનું મન ચળાવી શકતી નથી. કૃતિને અંતે સ્થૂલિભદ્ર કોશાને પ્રતિબોધે છે. • સ્થૂલિભદ્ર સઝાય કવિ ક્ષમા કલ્યાણ વાચકે સં.૧૮૪૮માં રચેલી ૧૩ કડીની આ સઝાય છે. મહાવીરસ્વામીના આઠમા પટ્ટધર તરીકે સ્થૂલિભદ્રની ઓળખ આપી કવિ કૃતિનો આરંભ કરે છે. સ્થૂલિભદ્ર-ચરિત્રનો અતિ સંક્ષેપમાં પરિચય કરાવતી, કશી કાવ્યચમત્કૃતિ વિનાની સામાન્ય રચના છે. • યૂલિભદ્રજીની સઝાય કવિ રૂપવિજયની, ૧૯મી સદીમાં રચાયેલી, ૬ કડીની આ સઝાય છે. કૃતિમાં ગુરુપરંપરા નહીં હોઈ ક્યા રૂપવિજયજી તે નિશ્ચિત કરી શકાતું નથી. ‘આંબો મોર્યો હે આંગણે પરિમલ પુછવી ન માય' જેવી વર્ણનાત્મક પંક્તિથી કવિ આરંભ કરે છે. વાસંતી વાતાવરણમાં કોશા ધૂલિભદ્રને ઇજન આપે છે. પ્રીતની ભરતી-વૃદ્ધિ માટેનાં કલ્પનો આકર્ષક છે. પ્રીતવિહોણાં જનોને આવળનાં ફૂલની ઉપમા અપાઈ છે, જે રળિયામણાં દીસે છે પણ એનું મૂલ્ય કાંઈ જ નથી. છેલ્લી કડીમાં કોશાને ધૂલિભદ્ર સમકિતસાર આપે છે. દર / સહજસુંદકૃત ગુણરત્નાકરછંદ Page #80 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય-પરંપરામાં સ્થૂલિભદ્ર-કોશ.... / ૬૩ • શ્રી સ્થૂલિભદ્ર સજ્ઝાય કવિ ખુશાલવિજયની ૧૩ કડીની આ સઝાયકૃતિ છે. કવિનો સમય નિશ્ચિત નથી. સ્થૂલિભદ્રને પોતાને ત્યાં પરત આવેલા જાણી, કોશાના આનંદોદ્ગાર સાથે કૃતિનો આરંભ થાય છે. આજ મારે મોતીડે મેહ વુઠયા, દેવ દેવી સર્વે તુછ્યા, મેં તો જીવન નયણે દીઠા રે.’ કોશા સ્થૂલિભદ્રને ચિત્રશાળામાં ઉતારો આપે છે, ભાવતાં ભોજન જમાડે છે તેમજ વાજિંત્રગાન, શૃંગારસજાવટ, નાટકચેટક દ્વારા સ્થૂલિભદ્રને રીઝવવાના પ્રયાસો કરે છે છતાં સ્થૂલિભદ્ર આમાંનું કાંઈ જ મનમાં ધરતા નથી. સ્થૂલિભદ્રનો નિર્ણય આ છે, ‘હું તો પરણીશ શિવ-પટરાણી.’ સ્થૂલિભદ્રે સંયમની દૃઢતાથી કોશાને ભીંજવી અને સમિકતધારી બનાવી. • સ્થૂલિભદ્રજીની સજ્ઝાય કવિ શાંતિરચિત ૧૪ કડીની આ રચના છે. કવિની ઓળખ કે સમય અનિર્ણીત છે. ‘સજ્ઝાયમાલા’ (પ્રકા. પંડિત મફતલાલ ઝવેરચંદ)માં આ કૃતિ મયાવિજયજીને નામે દર્શાવાઈ છે. બાર વર્ષ સુધી ભોગવિલાસ ભોગવ્યા પછી રાજ્યનું તેડું આવતાં સ્થૂલિભદ્ર પાછા આવવાનો કોલ આપીને જાય છે તે પછીની કોશાની વિરહવેદનાને નિરૂપતી આ કૃતિ છે. કોશા સખીઓને દશે દિશામાં થૂલિભદ્રની તપાસ કરવા કહે છે. સ્થૂલિભદ્રને ઉપાલંભ આપતાં એ કહે છે કે ચાર ઘડીનો કોલ આપીને ગયેલા તમે હજી પાછા આવ્યા નહીં. તમે મને છેતરીને ગયા.’ કોશાની સ્થૂલિભદ્ર માટેની તત્પરતા, પ્રતીક્ષા, આતુરતાના ભાવો કવિએ સુંદર દૃષ્ટાંતોથી નિરૂપ્યા છે. જેમ બપૈયા મેહ, મચ્છને જલશું નેહ, આ ભમરાને મન કેતકીજી, ચકવો ચાહે ચંદ્ર, ઇન્દ્રાણી મન ઇન્દ્ર, આવ' કોશા પોતાના કર્મને દોષ દે છે. એટલામાં સ્થૂલિભદ્રનું આગમન થતાં કોશા આનંદિવભોર બને છે. સ્થૂલિભદ્રની અવિચલતા કવિ આ રીતે વર્ણવે છે : સો બાળક સાથે રોઈ, પાવઇયાને પાનો ન હોય, Page #81 -------------------------------------------------------------------------- ________________ પત્થર ફાટ્યો તે કિમ મલેજી, સમુદ્ર મીઠો ન થાય, પૃથ્વી રસાતલ જાય, આ સૂર્ય ઉગે પશ્ચિમેજી અંતે સ્થૂલિભદ્ર કોશાને પ્રતિબોધ પમાડે છે. • શ્રી સ્થૂલિભદ્રજીની સઝાય ઈંદુ સૂરિની ૩૪ કડીની આ સઝાય છે. કવિની ઓળખ અને કૃતિનો સમય અનિશ્ચિત રહે છે. સંયમપ્રહણ કરીને સ્થૂલિભદ્ર કોશાના આવાસે ચાતુમસ ગાળવા પધારે છે ત્યારે કોશા અને સ્થૂલિભદ્રના સંવાદરૂપે આ કૃતિની રચના થઈ છે. સ્થૂલિભદ્રનો સાધુવેશ જોઈ કોશા પોતાની વેદના પ્રગટ કરે છે. એ કહે અણધાર્યું રે સ્વામી આ શું કર્યું. લાજે સુંદર કાયજી, કોણ રે ધુતારે તમને ભોળવ્યા ?' ત્યારે સ્થૂલિભદ્ર જવાબ આપે છે : બોધ સુણી સુગુરુ તણો લીધો સંજમ ભારજી માતપિતા પરિવાર સહુ જૂઠો આળપંપાળજી નથી રે ધુતારે મને ભોળવ્યો.” અંતે ધૂલિભદ્ર કોશાને ઉપદેશ દ્વારા મોહજાળથી મુક્ત કરે છે. કોઈ વિશેષ કાવ્યગુણ આ કૃતિ ધરાવતી નથી. આ • કોશ્યાગીત કવિ સહજસુંદરે રચેલું ૭ કડીનું આ કોશ્યા-ગીત’ વિરહવ્યથા અનુભવતી કોશાના ઉદ્ગાર રૂપે છે. આ કૃતિની મોટા ભાગની કડીઓ આ જ કવિની “સ્થૂલિભદ્ર સ્વાધ્યાયની કડીઓ સાથે બિલકુલ મળતી આવે છે. એ જોતાં લાગે છે કે જુદાજુદા શીર્ષકથી ઓળખાયેલી અને પ્રગટ થયેલી આ બે કૃતિઓ મૂળે એક જ રચના છે. પણ શીર્ષકભેદે અને કેટલીક પંક્તિના પાઠભેદે અલગ અલગ ગણાઈ ગઈ છે. • સ્થૂલભદ્રકોશા ગીત કવિ સમયસુંદર ઉપાધ્યાયનું, ૧૭મી સદીમાં રચાયેલું, ૪ કડીનું આ ગીત છે. એની ધ્રુવ પંક્તિ છે પ્રીતડિઆ ન કીજઈ હો નારી પરદેસિયા રે.” ત્રણ કડી સુધી કોશાની વિરાવસ્થાનું આલેખન એના જ ઉગારોરૂપે થયું છે. એ કહે છે : મનના મનોરથ સવિ મનમાં રહ્યા છે, કહીએ કેહનિ સાથિ, કાગલીઓ લખતાં ભીનો આંસુએજી, ચડિયો હો દુર્જન હાથિ.” ૬૪ / સહજસુંદરકત ગુણરત્નાકરછંદ Page #82 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય-પરંપરામાં સ્થૂલિભદ્રકો... / ૬૫ છેલ્લી કડીમાં “સીલ સુરંગી પેહરો ચુનડિજી' એવા શબ્દો દ્વારા સ્થૂલિભદ્ર કોશાને પ્રતિબોધે છે. • સ્થૂલભદ્ર ગીત કવિ સમયસુંદર ઉપાધ્યાયનું સં.૧૯૮૯માં રચાયેલું ૬ કડીનું આ ગીત છે. ગીતનો આરંભ સ્થૂલિભદ્રમાં મન ખોઈ બેઠેલી કોશાના ઉદ્દગારથી થાય છે. “મનડઉં તે મોહ્યલું માહવું રે, કહઈ ઈમ કોશા નારિ રે' એ ગીતની ધ્રુવપંક્તિ છે. અંતે સ્થૂલિભદ્ર કોશાને ધરમ ઉપરિ ધરઉ રાગ રે એ બોધ આપે છે. કવિએ આ નાનકડા ગીતમાં અંતે રચનાવર્ષ, સ્થળ, કવિનામની માહિતી આપી છે. • કોશાની ચંદ્ર પ્રત્યે વિનતિ કવિ નયસુંદર (વાચકોનું ૧૭મી સદીમાં રચાયેલું ૧૯ કડીનું આ ગીત છે. એમાં કોશા ચંદ્ર દ્વારા સ્થૂલિભદ્રને જે સંદેશો પાઠવે છે એમાં એની વિરહવેદના વર્ણવાઈ છે. • સ્થૂલિભદ્ર-કોશા લેખ / કાગળ / યૂલિભદ્ર ગીતો કવિ જયવંતસૂરિ – ગુણસૌભાગસૂરિએ રચેલાં ૮૦ જેટલાં ગીતોમાંથી વધારે ગીતો તો સ્થૂલિભદ્ર-કો તેમજ તેમ-રાજુલ વિશેનાં છે. આ ગીતો અપ્રગટ છે. આ સ્થૂલિભદ્ર-ગીતોમાં મુખ્યત્વે કોશાના વિરહોદ્ગારો છે, ક્યારેક કોશાનો સખી સાથેનો સંવાદ છે તો ક્યારેક પત્રલેખનની પદ્ધતિ પણ પ્રયોજાઈ છે. આ ગીતોને પ્રણોર્મિકાવ્યો જ કહેવાં પડે. હા, ગીતને અંતે કોશા પ્રતિબોધ પામતી હોય એ રીતે મધ્યકાલીન પરંપરા અનુસાર એને ભક્તિનો સ્પર્શ તો કરાવ્યો હોય. પણ એ અંતને અળગો રાખીએ તો સમગ્ર રચનામાં વિરહી નારીની મનોદશા સરસ રીતે અભિવ્યક્ત થાય છે. ઉદાહરણ તરીકે – નયનચકોરાં ટલવલઈ રે જોવા તુહ્મ મુખચંદ (સ્થૂલિભદ્ર-કોશા લેખ, “ગીતસંગ્રહ' – ૩) માછિલડી પ્રીતિઈ ભલી, બહોલા જલ વિણ મરઈ તતકાલ, . વિરહઈ માણસ નવિ મરઈ, પણ સૂકીનિ થાઈ સાલ કિ’ | (સ્થૂલિભદ્ર-ગીત “ગીતસંગ્રહ – ૪૫) વેધ લાઇ, રહ્યા વેગલાં રે, વલતી ન કીધી સાર, પંજર માહિ પલેવાં રે, નયન ન ખંડળ ધાર.” (સ્થૂલિભદ્ર-ગીત, ગીતસંગ્રહ – ૫) Page #83 -------------------------------------------------------------------------- ________________ આ ગીતોમાં સાર્થપતિના કોશા પ્રત્યેના આકર્ષણનું ગીત છે, તો સ્થૂલિભદ્રના કામવિજયને રૂપક દ્વારા નિરૂપતું કાવ્ય પણ છે. “મુ.પુ.ગુ.હસૂચીમાં સજન પંડિતને નામે રચાયેલા “સ્થૂલિભદ્રકોશા કાગળનો ઉલ્લેખ મળે છે. પણ સજન પંડિત એ કવિ જયવંતસૂરિનું જ ઉપનામ છે. એટલે “સ્થૂલિભદ્ર-કોશા લેખ” અને “ધૂલિભદ્રકોશા કાગળ સંભવત: એક જ કૃતિ છે. . સંદર્ભ : મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય' (સં. જયંત કોઠારી, કાન્તિભાઈ બી. શાહ) પુસ્તકમાં જયંત કોઠારીનો પંડિત, રસજ્ઞ, સર્જક કવિ જયવંતસૂરિ લેખ. • યૂલિભદ્ર મુનિ ભદનયુદ્ધ) વર્ગના બોલી કોઈ અજ્ઞાત કવિની ૮ કડીની અનુમાને ચૌદમી સદીની આ રચના છે. આખી કૃતિ હરિગીતમાં રચાઈ છે. અહીં મદન રૂપી મલ્લને જીતનાર સ્થૂલિભદ્રની પ્રશસ્તિ કરવામાં આવી છે. સ્થૂલિભદ્રનો કામવિજય યુદ્ધવર્ણન રૂપે આલેખાયો છે. ક્યાંક વર્ણન આલંકારિક બન્યું છે. કેટલીક ઉપમાઓ નોંધપાત્ર છે. જેમ કે, જેમ તિમિર ઋત્તિ ભિજ્જઈ પિકિખ રવિ ગયગંગણે. તિસ્વ મયણુ મયણ જિમ્ન વિલિજ્જઈ થૂલિભદ્દહ દંસણે.” ભાગીને પોતાના ઘરમાં પ્રવેશેલા અનંગને રતિ શિખામણ આપે છે કે સ્થૂલિભદ્રની સાથે સ્પર્ધા કરીને કહ્યું ફળ પામશો ?' ‘વેશ્યાને ઘેર ચોમાસું રહીને અને રસાળ ભોજન આરોગતા છતાં જેણે મદનને જીત્યો તે સ્થૂલિભદ્રને ચરણે પ્રણમું છું.” કૃતિની ભાષા અપભ્રંશ જણાય છે. • સ્થૂલિભદ્ર નાટક ૫. વીરવિજયે રચેલી, ૧૯મી સદીની ૩ કડીની રચના છે. કૃતિ અપ્રગટ કવિ કૃતિનો આરંભ દુહાથી કરે છે. સ્થૂલિભદ્રના પરિવારની ટૂંકી માહિતી એમાં અપાઈ છે. રાજદરબારમાં સ્થૂલિભદ્ર આવે છે તે વેળાનું શબ્દચિત્ર આમ દ્વાદસ તિલક સિરે ધરી, આજે રાજદરબાર કરમાલા જપતો હરિ.” સ્થૂલિભદ્ર રામનામનો જાપ કરે છે. રામનામથી મુક્તિ મળે છે એમ જણાવીને તે રામનો મહિમા પ્રગટ કરે છે. ૬૬ / સહજસુંદરકૂત ગુણરત્નાકરછંદ Page #84 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય-પરંપરામાં સ્થૂલિભદ્રકોશા.... / ૬૭ જૈન સાધુઓ તો જિનેશ્વર – તીર્થકરને ભજનારા. તો પછી સ્થૂલિભદ્રના મુખમાં રામ' શબ્દપ્રયોગ ભગવાનના પર્યાયરૂપે પ્રયોજ્યો જણાય છે. ‘રામનામ હે સકલ કામકો, જગતમેં આસરો રામનામ કો, રામનામ જપતા જે ધરા, જ્ઞાની મુગતી લહે શુભવીરા.” દુહા, સોરઠી દુહા અને દેશમાં આ લઘુકૃતિની રચના થઈ છે. અહીં સ્થૂલિભદ્ર સાધુવેશ ધારણ કરી રાજદરબારમાં જાય છે એને નાટ્યઅંશ ગણવો હોય તો ગણાય, બાકી નાટકનાં કોઈ લક્ષણો આ કૃતિમાં નથી. સંદર્ભ : આ કૃતિપરિચય માટે ડૉ. કવિનું શાહના “પં. વીરવિજયજી' વિશેના અપ્રગટ શોધનિબંધનો ઉપયોગ કર્યો છે. • શ્રી સ્થૂલિભદ્રજીની લાવણી પં. વીરવિજયે રચેલી, ૧૯મી સદીની, ૯ કડીની રચના છે. કૃતિ અપ્રગટ બાર વર્ષ સુધી કોશા સાથે ભોગવિલાસ કરીને સ્થૂલિભદ્ર દીક્ષા અંગીકાર કરે છે. કોશા સ્થૂલિભદ્રના પાછા વળવાની પ્રતીક્ષા કરે છે. કોશાના વિરહભાવોને ઊર્મિસભર વાણીમાં કવિએ વ્યક્ત કર્યા છે. કૃતિની ભાષા મુખ્યત્વે હિન્દી છે. લાવણીની આરંભની કડી આ પ્રમાણે છે : સુણો સખીરી રંગમહેલમેં મેં ફિરતી'તી દિવાની, મેરા પ્રીતમ કોઈ મિલાવે, ધરી પલક દુ:ખ કટ જાવે.” ૧ કોશાના હૃદયમાં સ્થૂલિભદ્ર એવું સ્થાન પામ્યા છે કે હૃદયથી વેગળા થતા નથી. આંસુ સારતાં કોશા કહે છે : ગોખમેં હોતી ફિરતી જોતી, પર મેં જાકર ફિર રોતી. બાર વરસ લગે ખેલ ખેલાઈ, વાલ્હિમે છોરી રોતી.' છેલ્લે જો ચોમાસું આવશે ને નાથ નહીં આવે તો મરણ સિવાય કોઈ ઉપાય નથી. કોઈ મંત્રથી સ્વામી મળે તો પોતે સર્વસ્વ સમર્પિત કરવા તૈયાર છે. આ રીતે કોશાના હૃદયભાવોને અહીં વાચા અપાઈ છે. સંદર્ભ : આ કૃતિ-પરિચય માટે ડૉ. કવિનું શાહના ૫. વીરવિજયજી' વિશેના અપ્રગટ શોધનિબંધનો ઉપયોગ કર્યો છે. • ચૂલિભદ્ર નવરસ દુહા આ દુહા એ સંભવતઃ દીપવિજય (કવિરાજીની રચના છે. લે.સં.૧૮૪૯ પહેલાં એ રચાયા છે, અને કવિ ઉદયરત્નની કૃતિ “સ્થૂલિભદ્ર – નવરસની નવ ઢાલમાં Page #85 -------------------------------------------------------------------------- ________________ એ દુહા ઉમેરાયા છે. જર્મન સંપાદક લુડવિગ આલ્સફોર્ડ સંપાદિત કરેલ કુમારપાલપ્રતિબોધ ગ્રંથમાં દીપવિજયના આ દુહા આંશિક સ્વરૂપે પ્રગટ થયા છે. આ અંશત: પ્રકાશિત ૪ર દુહાને આધારે કહી શકાય કે એમાં સ્થૂલિભદ્રનું ચરિત્ર સંક્ષેપમાં રજૂ કરવામાં આવ્યું છે. રાજા નંદ, સકડાલનું કુટુંબ, સ્થૂલિભદ્ર બાર વરસ કોશાને ત્યાં વિતાવી સાડીબાર કરોડ જેટલા દ્રવ્યનો કરેલો વ્યય, સકડાલનું મૃત્યુ, અને કોશાને ત્યાં રાજાનું તેડું લઈ શ્રીયકનું આગમન – આટલું કથાનક તો આરંભના નવ દુહામાં જ કવિએ રજૂ કર્યું છે. પછીના દુહાઓમાં સ્થૂલિભદ્રને મંત્રીપદનો પ્રસ્તાવ, સ્થૂલિભદ્રનું ચિંતન, સંભૂતિવિજય પાસે સંયમસ્વીકાર એ પ્રસંગોનું કથન આવે છે. કોશાના વિરહને વર્ણવતા દુહાઓ અહીં છે. ઉ.ત. – ‘ચ્ચાર ઘડીની અવધિ કરી, આવ્યો આસાઢ માસ, કામણગારો કંતજી, (સખિ) નાવ્યો આજ અવાસ’ ગુરુનો આદેશ મેળવી ચૂલિભદ્ર કોશાને ત્યાં ચાતુર્માસ ગાળવા પહોંચ્યા. દાસીએ વધામણી આપતાં કોશા ધૂલિભદ્રને મળવા કેવી તત્પરતા બતાવે છે તે જુઓ : તવ ઊઠી સા સુંદરી, પ્રિઉને મલવા કાજ ચાતુક જિમ ચતુરાઈ હુઇ, તે ઊભી કરિ લાજ.' સંયમમાં દઢ રહી છેવટે સ્થૂલિભદ્ર ગુરુ પાસે આવ્યા. ગુરુએ વારંવાર દુષ્કર' કહીને એમને સન્માન્યા. ગુરુ કહે છે : ... ... ... તું જગ સાચો સીહ, કોસ્યાને પ્રતિબૂઝવી તેં રાખી જગ લીહ.” અંતિમ દુહાઓમાં લશ્રુતિ છે. કવિએ આ દુહાઓને ઉદયરત્નરચિત રાસઅંતર્ગત મૂક્યા છે તેનો ઉલ્લેખ આ અંતિમ કડીમાં મળે છે : એહ કીર્તિ સ્થૂલિભદ્ર તણી, ઉદયરત્ન નવ ઢાલ, દુહા દીપવિજે લખ્યા, ભણતાં મંગલ માલ.” જૈન સમાજમાં સ્થૂલિભદ્ર-કોશાનું કથાનક એટલું લોકપ્રિય અને સુપ્રસિદ્ધ છે કે આ વિષય લઈને મધ્યકાળના જૈન સાધુકવિઓએ જુદે જુદે સમયે મધ્યકાલીન ગુજરાતીની પરંપરામાં દીર્ઘ અને લઘુ કાવ્યપ્રકારોવાળી અનેક રચનાઓ આપી છે. આપણે સ્થૂલિભદ્ર-કોશા વિષયક કૃતિઓની જે યાદી જોઈ તેને આધારે કેટલુંક વિશ્લેષણ કરીએ તો જણાશે કે છેક પ્રાગુ-નરસિંહયુગમાં લગભગ ૧૪મી સદીના આરંભકાળે અજ્ઞાત કવિ દ્વારા “સ્થૂલિભદ્રરાસ' રચાયો છે. એ જ સદીમાં શ્રી જિનપદ્રસૂરિએ “સિરિ ધૂલિભદ્રફાગુ' જેવી કાવ્યગુણે સભર એવી ફાગુરચના આપી ૬૮ / સહજસુંદકુત ગુણરત્નાકરદ Page #86 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યપરંપરામાં યૂલિભદ્રકો... / ૬૯ છે. કવિ હલરાજ પાસેથી પણ આ જ વિષય પરની બીજી ફાગુરચના પ્રાપ્ત થાય, છે. ૧૫મી સદીમાં સોમસુંદરસૂરિશિષ્ય “સ્થૂલિભદ્ર કવિત / ચરિત' જેવી કાવ્યસ્પર્શ ધરાવતી રચના કરી છે. ૧૯મી સદીમાં સ્થૂલિભદ્રકોશાનું વિષયવસ્તુ લઈને કાવ્યગુણમાં ઘણી જ ચડિયાતી એવી જે રચના મળે છે તે કવિ સહજસુંદરનો ‘ગુણરત્નાકરછંદ', વૈવિધ્યપૂર્ણ છંદોગાનવાળી, કથન કરતાંયે વર્ણન અને ભાવનિરૂપણમાં વિશેષ રસ દાખવતી ૪૧૯ કડીની દીર્ઘ કૃતિ છે. આ સદીના લાવણ્યસમયે રચેલી “સ્થૂલિભદ્ર એકવીસો’ અને ૧૭મી સદીમાં જયવંતસૂરિની ‘સ્થૂલિભદ્ર પ્રેમવિલાસ ફાગ’ જેવી કાવ્યગુણ ચડિયાતી કૃતિઓ મળે છે. આ સદીમાં ઋષભદાસ (શ્રાવકે) “સ્થૂલિભદ્રરાસ' જેવી દીર્ઘ રચના આપી છે. ૧૭મી-૧૮મી સદીમાં સંખ્યાબંધ નાનીમોટી કૃતિઓ આ વિષય પર રચાતી રહી છે. છેક ૧૯મી સદીના આરંભકાળે પં. વીરવિજયજી પાસેથી શ્રી યૂલિભદ્રજીની શિયળવેલી જૈનોમાં ખૂબ જાણીતી બની છે. આમ ૧૪મીથી ૧૯મી સદીના લાંબા સમયપટ પર સ્થૂલિભદ્ર-કોશા વિષયક જે કૃતિઓ સર્જાતી રહી તે વિવિધ સાહિત્યસ્વરૂપે પ્રાપ્ત થાય છે. રાસા, ચોપાઈ, છંદ, ફાગુ, બારમાસા, વેલી, સ્તવન, સઝાય, નાટક, લાવણી, એકવીસો અઠાવીસો, એકત્રીસો, બાસઠીઓ, ગીત, કક્કાવાળી, છાહલી, લેખ/પત્ર, ચંદ્રાયણિ, દુહા, સંવાદ, તેમજ ગદ્યસ્વરૂપમાં બાલાવબોધ જેવા પ્રકારે આ વિષય નિરૂપાયો છે. આ બધામાં લઘુ સ્વરૂપ તરીકે સઝાયરચનાઓ વિશેષ પ્રમાણમાં સર્જાયેલી મળે છે. - સ્થૂલિભદ્ર-કોશાના વિષયવસ્તુવાળી આ નાની-મોટી રચનાઓમાં ક્યાંક કથાનકને, ક્યાંક વર્ણનોને, ક્યાંક કોશાના હૃદયભાવ-નિરૂપણને – એના વિરહોગારને - લક્ષમાં રખાયું છે. ગુણરત્નાકરછંદ જેવી રચનામાં તો છંદોગાનનો પણ કવિનો તીવ્ર રસ ભળે છે. આ કૃતિઓમાંથી હજી સંખ્યાબંધ કૃતિઓ કેવળ હસ્તપ્રત રૂપે જ સચવાયેલી અને અપ્રગટ જ છે. ગુજરાતના જુદાજુદા ભંડારોમાં અને લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર જેવી સંસ્થામાં જેની ઘણી બધી હસ્તપ્રતો ઉપલબ્ધ હોવા છતાં ગુણરત્નાકરછંદ' જેવી મહત્ત્વની દીર્ઘ કૃતિ પણ હજી અપ્રગટ જ રહી છે એ એનું એક ઉદાહરણ છે. કવિ ઋષભદાસ (શ્રાવક) રચિત “યૂલિભદ્રરાસ' પણ હજી અપ્રગટ જ છે. પણ, પ્રગટ-અપ્રગટ કૃતિઓની યાદી જોતાં એક વાત સ્પષ્ટ છે કે સ્થૂલિભદ્રચરિત્રનો અને સ્થૂલિભદ્રકોશા કથાનકનો ઘણો મોટો પ્રભાવ જૈન કવિઓ પર પડેલો છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ છંદ' નામક કાવ્યપ્રકાર અને મધ્યકાલીન ગુજરાતીમાં છંદરચનાઓ છંદ' નામક કાવ્યપ્રકાર મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કાવ્યબંધ અને પદબંધનું વૈવિધ્ય અસાધારણ છે. કાવ્યબંધ કે પદબંધને કારણે અપાયેલાં પ્રકારનામોની યાદી કરીએ તો આશરે પંચોતેર જેટલી થવા જાય. એક જ પ્રકારની કૃતિને જુદાંજુદાં નામોથી ઓળખાવેલી હોય છે, તો બીજી બાજુ, જુદાજુદા પ્રકારોવાળી કૃતિઓ એક જ પ્રકારનામે ઓળખાવાયેલી જોવા મળે છે. ઉદાહરણ તરીકે માધવાનલ-કામકંદલાની વાર્તા માધવાનલ કામકંદલા કથા / રિત / ચોપાઈ / પ્રબંધ / રાસ' · આટલાં પ્રકારનામોએ ઓળખવામાં આવી છે, તો બીજી બાજુથી પરદેશી રાજાનો રાસ' જેવી લાંબી કથનાત્મક રચનાને પણ ‘રાસ' સંજ્ઞા મળી છે અને ઇરિયાવહી વિચાર રાસ' જેવી બોધાત્મક કૃતિને પણ ‘રાસ’ સંજ્ઞાથી ઓળખવામાં આવી છે. મધ્યકાળમાં પ્રકારનામો સાહિત્યકૃતિનાં વિષયવસ્તુ, પ્રયોજન, રચનારીતિ, છંદોબંધ અને કડી-ઢાળ-પદ આદિની સંખ્યા વગેરે કારણોથી અસ્તિત્વમાં આવ્યાં જણાય છે. જેમકે, વિવાહલુ/લો' કૃતિના વિષયવસ્તુનું સૂચન કરે છે. (‘નેમિનાથવિવાહલો’). ‘સઝાય’ કૃતિના પ્રયોજનનું સૂચન કરે છે. (‘શાલિભદ્ર-સઝાય’). ‘કક્કો’, ‘સંવાદ’ કૃતિની રચનારીતિનું સૂચન કરે છે. (‘સ્થૂલિભદ્ર કક્કાવળી', ‘સમુદ્ર-વહાણ સંવાદ’). ‘ચોપાઈ’, ‘સવૈયા’ વગેરે કૃતિના છંદોબંધનું સૂચન કરે છે. (માધવાનલકામકંદલા ચોપાઈ’, ‘સવૈયા બાવની'). જ્યારે બત્રીસી', છત્રીસી', ‘પચીસી’, ‘બાવની’, “બહોતેરી’, ‘વીસી’, ‘ચોવીસી’ જેવાં પ્રકારનામો કડી-ઢાળ-પદની સંખ્યાનું સૂચન કરે છે. (“હિતશિક્ષા છત્રીસી', “પ્રેમપચીશી’, ‘સૂડા બહોતેરી’, ‘વિહરમાન જિન-વીશી'). ઉપર જે કેટલાક પ્રકારોનો ઉલ્લેખ થયો એ પ્રકારોની સાથે મધ્યકાળમાં છંદ’ નામક કાવ્યપ્રકારની પણ ઠીકઠીક કૃતિઓ મળે છે. પણ ‘છંદ’ એ ‘રાસા’, ‘આખ્યાન’, ‘પદ્યવાર્તા’ ‘ફાગુ’ કે પદ’ જેવું સ્વતંત્ર સાહિત્યસ્વરૂપ નથી. છંદ’ એ કૃતિના ૭૦ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ Page #88 -------------------------------------------------------------------------- ________________ છંદ નામક કાવ્યપ્રકાર અને મધ્યકાલીન ગુજરાતીમાં છંદરચનાઓ / ૭૧ છંદોબંધને અનુલક્ષીને અપાયેલું નામ છે. પછી એ કૃતિ લઘુ સ્તુતિકાવ્ય હોય કે લાંબી કથનાત્મક રચના હોય પણ એના વિશિષ્ટ છંદોબંધને લઈને એની સાથે છંદ સંજ્ઞા જોડવામાં આવે છે. ડૉ. મંજુલાલ મજમુદાર એમના ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો' પદ્યવિભાગ) ગ્રંથમાં છંદ પ્રકારની ઓળખ આપતાં કહે છે કે છંદ એટલે અક્ષર કે માત્રામેળ – નિયમથી બનેલી કવિતા.” પ્રશ્ન એ થાય કે અક્ષરમેળ કે માત્રામેળ છંદોમાં રચાયેલી મધ્યકાળની રચનાઓ બધી “છંદ નામે ઓળખાઈ છે ? જૈન રાસાઓ ને પ્રબંધો બહુધા માત્રામેળ છંદોમાં રચાયા છે અને ક્વચિત્ આ માત્રામેળ છંદો કેટલાંક પાદપૂરકો કે લયાવર્તનો દ્વારા દેશમાં પણ રૂપાંતરિત થયા છે. ઘણી લોકકથાઓ ચોપાઈ-દોહરા જેવા માત્રામેળ છંદોમાં વિશેષ રચાઈ છે. જ્યારે આખ્યાનો ઘણુંખરું દેશીબદ્ધ કડવાંમાં રચાયાં છે. અક્ષરમેળ વૃત્તોનો ઉપયોગ મધ્યકાળમાં અલ્પપ્રમાણમાં જ થયો છે. એ રીતે ગુજરાતી કવિતા અપભ્રંશની પરંપરાને વિશેષ અનુસરી છે. માત્રામેળ છંદોમાં રચાયેલી આ રચનાઓ જો ચોપાઈમાં રચાઈ હોય તો ‘ચોપાઈ', કે દુહામાં રચાઈ હોય તો “દોમ્પક | દુહા' – એવા ચોક્કસ છંદનામે ઓળખાઈ છે, પણ માત્રામેળ છંદમાં રચાયેલી આ રચનાઓ બધી કાંઈ છંદનામે ઓળખાઈ નથી. તો પછી “છંદ પ્રકારસંશા શાનું સૂચન કરે છે ? શ્રી જયંત કોઠારી એમની મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનોનું પ્રદાન' પુસ્તિકામાં “છંદને સંભવતઃ ચારણી પરંપરામાંથી આવેલો પ્રકાર ગણે છે. ચારણી સાહિત્યપરંપરાએ સંસ્કૃત પિંગળોમાં પ્રસિદ્ધ એવા અક્ષરમેળ-રૂપમેળ છંદોનો અને માત્રામેળ છંદોનો (મોતીદામ, ભુજંગપ્રયાત, તોમર, પદ્ધરી, તોટક, નારાચ, સવૈયા, દુહો, ઉધોર, ત્રિભંગી, ઝૂલણા, હરિગીત, રોળા, દુમિળા, છપ્પય વગેરે) તેમજ હિંગળના પિંગળોમાં ચર્ચિત છંદોનો રેણકી, ચર્ચરી, ઝમાળ, ભાખડી, સિંહચલો, ત્રકૂટબંધ વગેરે) – એમ ત્રણ પ્રકારના છંદોનો ઉપયોગ કર્યો છે. સાથેસાથે ચારણી સાહિત્યમાં અંત્યાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ, યતિખંડોના આંતરપ્રાસ, વર્ણસંકલના, ઝડઝમક, રવાનુસારી શબ્દાવલિનો નાદવૈભવ – એ બધા પર વિશેષ ધ્યાન અપાયું છે. એટલે આ બધાના સમન્વયથી અસ્તિત્વમાં આવતો વિશિષ્ટ છંદોલય પણ છંદ ઓળખવાળી રચનામાં અભિપ્રેત હોવાનું સમજાય છે. જેમકે, આ શોધનિબંધ માટે પસંદ કરેલી કૃતિ “ગુણરત્નાકરછંદમાં જ અડયુલ્લ, રેડકી, પડી, દુહા, ત્રિભંગી, લીલાવતી, વૃદ્ધનારાચ, સારસી, ભુજંગપ્રયાત જેવા છંદોનું Page #89 -------------------------------------------------------------------------- ________________ વૈવિધ્ય પણ છે, તો સાથેસાથે એ છંદોગાનને પૂરક બને એવાં અંત્યાનુપ્રાસ, આંતરપ્રાસ, ઝડઝમક, રવાનુસારી શબ્દાવલિનો નાવૈભવ વગેરેમાંથી સર્જાતી છંદોલયની વિશિષ્ટ છટાઓ પણ જોવા મળે છે. એટલે આવી કૃતિનું દૃષ્ટાંત લઈને છંદ’ પ્રકારસંશાની સાર્થકતા સિદ્ધ કરી શકાય એમ છે. ‘ગુણરત્નાકરછંદ’થીયે પા સદી પહેલાં રચાયેલા, કવિ લાવણ્યસમયકૃત રંગરત્નાકર નેમિનાથ છંદ' (૨.સં.૧૫૪૬ / ઈ.સ.૧૪૯૦)માં પણ ચારણી વપરાશના છંદોનું વૈવિધ્ય અને ભાષાપ્રભુત્વ જોવા મળે છે. એથી યે આગળ જઈએ તો પ્રાગ્નરસિંહ કાળમાં ઈશુની ૧૪મી સદીના છેડા પર રચાયેલા, જૈનેતર કવિ શ્રીધ૨ વ્યાસના ‘રણમલ્લછંદ' (૨.સં.૧૪૫૪ / ઈ.સ.૧૩૯૮)માં પણ ભુજંગપ્રયાત, આર્ય, ભુજંગી, હાટકી, દુમિળા, પંચચામર, છપ્પય જેવા તેમજ દુહા, ચોપાઈ, રિગીત વગેરે માત્રામેળ છંદો પ્રયોજાયેલા છે. આ ઉપરાંત પ્રાસાનુપ્રાસ, ઝડઝમક, રવાનુસારી પદાવલિ એ બધી લયછટાપૂરક લાક્ષણિકતાઓ પણ એ કૃતિ ધરાવે છે. મધ્યકાલીન ગુજરાતી કવિતામાં સ્તુતિ, સ્તવન, સઝાય, શ્લોકો તરીકે ઓળખાયેલી કેટલીક લઘુકૃતિઓને પણ ‘છંદ' સંજ્ઞા અપાયેલી છે. ત્યાં પણ એમ જ અભિપ્રેત લાગે છે કે આ રચનાઓ પદબંધ તરીકે કોઈ દેશી કે રાગનો ઉપયોગ કરવાને બદલે ઘણુંખરું કોઈ ને કોઈ ચારણી વપરાશવાળા છંદને ઉપયોગમાં લઈ કેટલીક વિશિષ્ટ લયછટાઓમાં રચવામાં આવી હોય છે ત્યારે એની સાથે ‘છંદ’ સંજ્ઞા જોડવામાં આવી હોવાનું જણાય છે. - આમે ય મધ્યકાળનું પદ્યસાહિત્ય શ્રાવ્ય તો હતું જ; એટલે ગવાતું પણ ખરું. આ ગેય તત્ત્વ બે રીતે સિદ્ધ થતું. (૧) જો પદ્યરચના અક્ષરવૃત્ત કે માત્રાવૃત્તમાં હોય તો અક્ષર / ગણનાં કે માત્રાનાં વિવિધ આવર્તનો દ્વારા. (૨) ગેય દેશીઓના ઢાળો દ્વારા. ચારણી પરંપરાએ પહેલી રીત પ્રમાણે સંસ્કૃત પિંગળના અક્ષરમેળ-માત્રામેળ છંદો કે ડિંગળના છંદોને ઉપયોગમાં લીધા અને અંત્યાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ, આંતરપ્રાસ, વર્ણસગાઈ, ઝડઝમક જેવી પ્રયુક્તિઓને સાંકળી લીધી એ પણ પેલા છંદોના ગેયતત્ત્વને વિશેષ રૂપે સિદ્ધ કરવા અર્થે જ. આ પ્રભાવ તળે રચાયેલી મધ્યકાલીન ગુજરાતી છંદરચનાઓ દીર્ઘ હોય કે લઘુ, કથનાત્મક હોય, વર્ણનાત્મક હોય કે સ્તુત્યાત્મક હોય, છંદોવૈવિધ્યવાળી હોય કે એક જ છંદમાં ચાલતી હોય, પણ આ છંદરચનાનું મહત્ત્વનું લક્ષણ એનું ગેયતત્ત્વ છંદ દ્વારા પ્રગટતું, સિદ્ધ થતું ગેયતત્ત્વ છે; એટલેકે છંદોગાન છે. ૭૨ / સહજસુંદરસ્કૃત ગુણરત્નાકરછંદ Page #90 -------------------------------------------------------------------------- ________________ છંદ નામક કાવ્યપ્રકાર અને મધ્યકાલીન ગુજરાતીમાં છંદરચનાઓ / ૭૩ મધ્યકાલીન ગુજરાતીમાં છંદરચનાઓ મધ્યકાળમાં એક પ્રાગ્નરસિંહ કાળથી માંડી ૧૯મી સદી સુધીના સમયના લાંબા પટ ઉપર છંદ' સંજ્ઞા ધરાવતી રચનાઓ થતી રહી છે. ૧૫મી–૧૯મી સદીની આવી રચનાઓ તો સાવ જૂજ જ છે; સૌથી વધારે ૧૭મી–૧૮મી સદીની છંદરચનાઓ પ્રાપ્ત થાય છે. અને ૧૯મી સદીમાં દિપવિજય જેવા કવિને હાથે રચાયેલી છંદરચનાઓ મળે છે. તો કેટલીક છંદરચનાઓનો સમય અનિશ્ચિત રહે છે. ઈશુની ૧૪મી સદીના છેક છેડે જેનેતર કવિ શ્રીધર વ્યાસે સં.૧૪૫૪ | ઈ.સ.૧૩૯૮માં ૭૦ કડીના “રણમલ્લદ પ્ર.)ની રચના કરી છે. આ ઉપરાંત કોઈ શ્રીધર કવિ (જેને શ્રી કે. હ. ધ્રુવ અને શ્રી કે. કા. શાસ્ત્રી “રણમલ્લ છંદના કવિ શ્રીધર વ્યાસ ગણે છે)નો ૧૨૪ કડીનો શાસ્ત્રી સાહસી) પાઠ છંદ અથવા માતાજીનો % અથવા સપ્તશતી ઈદ / ઈશ્વરી છંદ પ્રાપ્ત થાય છે. રણમલ્લ છંદના આરંભના ૧૦ શ્લોક સંસ્કૃતમાં આ છંદમાં છે. બાકીની કડીઓ દુહા, ચોપાઈ, હરિગીત વગેરે માત્રામેળ છંદોમાં તેમજ ભુજંગપ્રયાત, ભુજંગી, સારસી, હાટકી (મરહટ્ટા), દુમિલા, પચચામર, છપ્પય જેવા છંદો કે જેમાંના ઘણાનો ચારણી છંદો તરીકે વપરાશ થયો છે તેમાં લખાયેલી છે. ડિંગળની પૂર્વભૂમિકાની ચારણી અવદ્ધ ભાષામાં આ કૃતિ રચાઈ છે. અમદાવાદના મુસલમાન સૂબા ઝફરખાન ઈ.સ.૧૩૯૮ લગભગ ઈડર પર સવારી લઈ ગયો. ઈડરની તળેટીમાં એણે પડાવ નાખ્યો અને લૂંટેલો ખજાનો પાછો મોકલવા કહેણ મોકલ્યું. રાણાએ એનો કડક પ્રત્યુત્તર વાળ્યો અને યુદ્ધ માટે તત્પરતા દર્શાવી. એની પાસે મોટું લશ્કર હતું. રજપૂતોના પ્રહારો સામે મુસ્લિમો થાક્યા, હાંફી ગયા અને પીછેહઠ કરી ભાગવા લાગ્યા. આ રચના વીરરસપ્રધાન છે. યુદ્ધનાં અને સૈન્યનાં વર્ણનોમાં રવાનુસારી શબ્દો, ઝડઝમક, અંત્યાનુપ્રાસ, આંતરપ્રાસ – આ બધાં તત્ત્વો વિશિષ્ટ છંદોલયને ગતિ આપે છે, અને કૃતિમાં પ્રયુક્ત સંયુક્તાક્ષરી શબ્દો ભાષાને બળ પૂરું પાડે છે. અરબીફારસી શબ્દોનું પ્રમાણ પણ ધ્યાન ખેંચે છે. શેલી પ્રૌઢ અને ઓજસ્વી છે. | વિવિધ છંદોમાં પ્રયોજાયેલી કેટલીક કડીઓ જુઓ : સારસી છંદ ડુંગરાઈ ફૂફૂંકાર ફારક ફોજ ફરિ સુરમાણિયા, હુંકાર કરકડિ, કરઈ શરઝડિ, કરવિ કરિ કમ્માણિયાં, * જે છંદરચનાઓ પ્રકાશિત થયેલી છે તે રચનાઓના નામોલ્લેખ સાથે ગોળ કૌંસમાં ત્ર.) એમ દર્શાવ્યું છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ ફુક્કારિ, મીર મલ્લિક મુફરદ મૂછ મરડી મચ્છરાં, સંચરઈ શક સુરતાણ સાહણ સાહસી સવિ સંગર. હાટકી છંદ હેપારવિ હયમર હસમસિ ખુરરવિ અસણિ કિપાણ કસન્ત, ઉદ્ધસવિ કસાકસિ અસિ તરતર બિસિ, ધરમસિ ધસણિ ધસત્ત, ભૂમંડલિ ભડ કમધજ્જ ભડોહડિ મુજબલિ ભિડસ ભિન્ત, રણમલ્લ રાકુલ રણિ રોસારુણ મુણસત્તાણિ તુવરત્ત. પંચચામર કડકિ ભૂંછ ભીંછ મેચ્છ મલ્લ મોલિ મુઝારિ, ચમક્કિ ચલ્લિ રણમલ્લ ભલ્લ ફેરિ સમરિ. ધમક્કિ ધાર છોડિ ધાન ઇંડિ ધાડિ-ધગ્ગડા, પડક્કિ વાટિ પકડન્ત મારિ મીર મક્કડા. ભુજંગપ્રયાત જિ મુદ્દા-સમુદા, સદા રુસદ્દા, જિ બુમ્બાલ ચુમ્બાલ બંગાલ બન્દા, જિ ઝુઝાર તુકખાર કમાલ મુક્કિ, રણમ્મલ્લ ડિફેણ તે ઠામ ચુદ્ધિ. શ્રીધર કવિનો જે “સપ્તશતી છંદ' પ્રાપ્ત થયો છે તેમાં માર્કંડેયપુરાણનાં દેવીચરિત્ર સંક્ષેપમાં વર્ણવ્યાં છે. કુલ ૧૨૪ કડીના આ છંદકાવ્યમાં આરંભે શાર્દૂલવિક્રીડિતમાં સંસ્કૃત શ્લોક છે. એ પછી ચોપાઈ, આય, દુહો અને છેલ્લે છપ્પય છંદો પ્રયોજાયા છે. ૧પમી સદીમાં મેરનંદન (ખ. જિનોદિયસૂરિશિષ્ય)ના બે સ્થલિભદ્ર મુનીન્દ્ર છેદ (૮ કડીનો અને ૨૫ કડીનો) પ્રાપ્ત થાય છે. તેમજ બે “ગૌતમસ્વામી છંદ (૧૦ કડી અને ૧૧ કડીના) પ્રાપ્ત થાય છે. “ગૌતમસ્વામી છંદ' (૧૧ કડીનો)માં જે છંદપ્રયોગ કવિએ કર્યા છે એનો ઉલ્લેખ આરંભની કડીમાં કરતાં કવિ કહે છે : ‘અટ્ટ છંદ દસ દૂહડા છપદુ અડિલ્લા દુનિ, જે નિસુણઈ ગોયમ તણા, તે પરિવરિય) પુનિ.” બન્ને છંદોમાં ગૌતમસ્વામીની સ્તુતિ કરવામાં આવી છે, એ જ રીતે બન્ને ‘ધૂલિભદ્ર મુનીન્દ્ર છંદમાં યૂલિભદ્રની પ્રશસ્તિ કરવામાં આવી છે. અહીં પણ કવિએ દુહા, અડય જેવા છંદોનો ઉપયોગ કર્યો છે. એક કડી જુઓ : ધૂલિભદુ મુણિવરુ જયઉં, ધણ ગુણરયણનિહાણ, સયલ સંઘ મંગલ કર, ધીરિમ મેરુ સમાણું.” ‘ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો' (પદ્યવિભાગ)માં શ્રી મંજુલાલ મજમુદારના ૭૪ / સહજસુંદકૃત ગુણરત્નાકરછંદ Page #92 -------------------------------------------------------------------------- ________________ છંદ નામક કાવ્યપ્રકાર અને મધ્યકાલીન ગુજરાતીમાં છંદરચનાઓ / ૭૫ જણાવ્યા પ્રમાણે ઈ.સ.૧૪૩૧માં હયાત એવા કીર્તિમરુ કવિએ “અંબિકા છંદ લખ્યો છે જે ખંડ હરિગીતને મળતી ચાલમાં છે. જયદેવની અષ્ટપદીઓમાં આવતા અનુપ્રાસ અને સંસ્કૃત સ્તોત્રોમાંનું રવમાધુર્ય એમાં કવિએ પ્રયોજ્યાં છે. કવિ લાવણ્યસમયે ઈ.સ.૧૪૯૦માં ૨૫૨ કડીના અને બે અધિકારમાં વિભક્ત રંગરત્નાકર નેમિનાથ પ્રબંધ/છંદ (પ્ર.)ની રચના કરી છે. અને પછીના વર્ષોમાં આ કવિ પાસેથી ૯ કડીનો ગૌતમમાષ્ટક છંદ પ્ર.), ૪૫/૪૭ કડીનો “આદીશ્વર જિન છંદ (ર.ઈ.૧૫૦૬) (બ), ૫૪ કડીનો અંતરીક્ષ પાર્શ્વનાથ છંદ (ર..૧૫૨૯) પ્ર.), ૩૮ કડીનો “જીરાઉલા પાર્શ્વનાથ છંદ (પ્ર) અને ૩૦ કડીનો ‘સૂર્યદીપવાદ છંદ પ્રાપ્ત થાય છે. “રંગરત્નાકર નેમિનાથ પ્રબંધ/છંદમાં લાવણ્યસમયે બાવીસમા તીર્થંકર નેમિનાથના જન્મથી માંડી કેવળપદપ્રાપ્તિ સુધીના જીવનપ્રસંગોને આલેખ્યા છે. જોકે એમાં મુખ્ય નિરૂપણ નેમિનાથના લગ્નપ્રસંગનું છે. કૃષ્ણના અંત:પુરની રાણીઓનું નેમિનાથ સાથેનું વસંતખેલન અને એમનાં હંસીમજાક, રાજિમતીનું દેહસૌંદર્ય જેવાં વર્ણનો નોંધપાત્ર બન્યાં છે. ઉપમા, ઉàક્ષા, વ્યતિરેક જેવા અથલિંકારો, કહેવતો, પ્રાસાનુપ્રાસ, આંતર્યમક, રવાનુકારી પ્રયુક્તિઓથી કેટલાંક વર્ણનો ચિત્રાત્મક અને લયાન્વિત બન્યાં છે. રાજુલના સૌંદર્યને વર્ણવતાં “જીતા સીહલા કટિને લંકે, “જતાં જતાં નયણે હરિણ, વેણઈ વાસગ જિત્ત જવ, ‘છતાં રાતાં કમલ કરિ જેવી પંક્તિઓ દ્વારા કવિએ વ્યતિરેકોની આખી શ્રેણી ઊભી કરી છે. નેમકુમાર લગ્નમંડપેથી પાછા ફરી જતાં રાજિમતીના જીવનમાં વ્યાપી વળતી શૂન્યતાને કવિએ યમકના પ્રયોગ દ્વારા આ રીતે નિરૂપી છે ; ખિણિ ખાટઇં ખિણિ વાટાં લોટઇં, ખિણિ ઉંબરિ ખિણિ ઊભી ઓટઇ, ખિણિ ભીતરિ, ખિણિ વલી આંગણઈ એ, પ્રીય વિણ સૂની વલી ગણઈ એ;' લગ્નવિધિ, સન્માનની પ્રણાલી, ભોજનની વાનગીઓ, લગ્નોત્તર જીવનનાં દુ:ખો, પાપી જીવોને સહન કરવાના દંડ – જેવાં વીગતપ્રચુર વર્ણનોમાં તત્કાલીન સમાજજીવન પ્રતિબિંબિત થયું છે. આ કૃતિમાં કવિએ દુહા, રોળા, હરિગીત, આય, ચરણાકુલ, પદ્ધડી જેવા માત્રામેળ છંદો પ્રયોજ્યા છે. જ્યાં છંદપલટો આવે છે ત્યાં કવિએ ઊથલાની પદ્ધતિ પણ પ્રયોજી છે. ભાષાપ્રભુત્વ એ આ કૃતિનું આકર્ષક તત્ત્વ છે. આ કવિનો ‘ગૌતમાષ્ટક છંદ જેનોમાં ખૂબ જ લોકપ્રિય બન્યો છે અને ઘેરઘેર પ્રાત:કાળે ગવાતો રહ્યો છે. મોટા ભાગની કડીઓમાં ચરણનો ઉપાડ ‘ગૌતમ નામે..' Page #93 -------------------------------------------------------------------------- ________________ એમ થતો હોવાથી છંદોગાનને એ અંશ પૂરક – સહાયક બને છે. જેમકે, ગૌતમ નામે નિર્મળ કાય, ગૌતમ નામે વાધ આય, ગૌતમ જિનશાસન શણગાર, ગૌતમ નામે જયજયકાર.' “જીરાઉલા પાર્શ્વનાથ છંદમાં જીરાઉલા પાર્શ્વનાથનો મહિમા ગવાયો છે. અન્ય દેવો કરતાં આ દેવનું ચડિયાતાપણું દશવિવા કવિએ વીસેક કડીમાં થઈને ચાળીસેક દષ્ટાંતોની આખી માળા રજૂ કરી છે. જેમ કે – જેવડો અંતર બગલા હંસ, તેવડો અંતર કાનડ કંસ, જેવડો અંતર રાવણ રામ, તેવડો અંતર ઠામ કુઠામ.” જેવડો અંતર બાજર કુર, તેવડો અંતર કાયર શૂર, જેવડો અંતર રાણી દાસ, તેવડો અંતર દહીં ને છાશ.” પછી કવિ લખે છે – ‘તું ભેટિયો અવર દેવને ન નમું, અમૃત લઈ આછણ કિમ જમું આખી રચના ચોપાઈ છંદમાં થઈ છે. આ કવિનો “અંતરિક્ષ પાર્શ્વનાથ છંદ અંતરિક્ષ પાર્શ્વનાથની મૂર્તિનો ઉદ્ધવ અને એના ચમત્કારની કથા રજૂ કરતી છંદરચના છે. કાવ્યતત્ત્વની દષ્ટિએ ખાસ કશી ચમત્કૃતિ આ કૃતિમાં દેખાતી નથી. સૂર્ય-દીપવાદ છંદમાં કવિએ સૂર્ય અને દીપક વચ્ચેના ચડિયાતાપણાના વિવાદને છપ્પાની ૩૦ કડીમાં નિરૂપ્યો છે. આદીશ્વર જિન છંદ એ જુદે જુદે નામે ઓળખાયેલી કૃતિ છે. એમાં શત્રુંજય તીર્થનું સ્તવન છે. કર્મબંધને કારણે અસંખ્ય ભવફેરા પછી સાચા આદીશ્વર દેવ પ્રાપ્ત થયા છે. એ દેવને ભવોભવના ફેરા ટાળવા માટેની યાચના છે. કૃતિના આંતરપ્રાસ ધ્યાન ખેંચે છે : જય પઢમ જિણેસર, અતિ અલવેસર, આદીશ્વર ત્રિભોવન ધણીય, શેત્રુંજ સુખકારણ સુણિ ભવતારણ વીનતડી સેવક ભણીય.” કૃતિ ચોપાઈ છંદમાં ચાલે છે. વચ્ચે કોઈ કોઈ કડી હાટકી છંદમાં પણ પ્રયોજાઈ ઈશુની સોળમી સદીના બીજા દાયકામાં જૈન સાધુકવિ સહજસુંદર પાસેથી છંદસ્વરૂપની એક મહત્ત્વની દીર્ઘરચના પ્રાપ્ત થાય છે તે ગુણરત્નાકરછંદ (ર.સં.૧૫૭ર | ઈ.સ.૧૫૧૬). ૪૧૯ કડીની, ચાર અધિકારમાં વિભક્ત, સ્થૂલિભદ્રકોશાના વિષયવસ્તુવાળી કથનાત્મક આ કૃતિ વિવિધ છંદોમાં રચાઈ છે. છંદોગાન એ કવિનું લક્ષ્ય છે અને એ માટે કવિ સસંકલ્પ રહ્યા છે. આય, બેઅક્ષરીઆ, ૭૬ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ Page #94 -------------------------------------------------------------------------- ________________ છેદ' નામક કાવ્યપ્રકાર અને મધ્યકાલીન ગુજરાતીમાં છંદરચનાઓ / ૭૭ રેડકી, છપ્પય, અનુષ્ટ્રપ, અડયલ, જડયલ, મડયલ, મંડલિ, સારસી, દુહા, ત્રિભંગી, લીલાવતી, વૃદ્ધનારાચ, પદ્ધડી, હાટકી, ભુજગપ્રયાત, રસાઉલી, મુત્તાદામ એમ લગભગ વીસેક જેટલા અક્ષરમેળ, માત્રામેળ ચારણી વપરાશવાળા છંદોને પ્રયોજીને ચારણી છંદોલયની છટામાં કવિએ આ કૃતિને ગાઈ છે અને “છંદ' સંજ્ઞાને ચરિતાર્થ કરી છે. છંદોગાનની સાથે, એમાં વિવિધ અલંકારો દ્વારા થયેલાં કાવ્યાત્મક વર્ણનો, સ્થૂલિભદ્ર અને કોશાના હૃદયભાવોનાં નિરૂપણો, કોશાની વિરહવેદનાનું આલેખન, સમગ્ર કૃતિમાં જોવા મળતા અંત્યાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ-આંતપ્રાસ, ઝડઝમક, લલિત કોમલ પદાવલિ, વાજિંત્રગાનનો નાદવૈભવ, રવાનુસારી શબ્દાવલિ – આ બધા દ્વારા આ કૃતિ કાવ્યકલાની દષ્ટિએ મહત્ત્વની છે. આ કૃતિની ઘણીબધી હસ્તપ્રતો ઉપલબ્ધ હોવા છતાં, અદ્યાપિપર્યત એ અપ્રગટ રહી છે. જુદાજુદા છંદવાળી કેટલીક કડીઓ જોઈએ : લીલાવતી છંદ ‘ચાલઈ ચમકતઉં, ઘમઘમયંતી, રમઝમકંતઉ, ઠમકતલ, રૂડઉ દીસંતઉ, મુખિ બોલતઉ, હીઈ હીંસંતઉ, રીંનંતક, લીલા લટકંતઉ, કર ઝટકંતઉ, ક્ષણિ ચટકંતઉ, વિલખંતઉ, પુણવીતલિ પડતઉ, પુત્ર આખડતલ, ન રહઈ રડતલ, ઠણકંતઉ.” વૃદ્ધનારાજ છંદ ‘ચદંતિ મોર ચિત્તચોર હાવભાવ મંડએ, જુવત્તિ મત્તિ રત્તચિત્ત હત્યિ નકિખ ખંડએ, અનંગરંગ અંગ અંગ કોટિ વેશિ દલ્મએ, કડન્મ-ચલ્મ તીર તિકખ તિખિ તિમ્બ મુક્કએ’ મુત્તાદામ છંદ ‘ઝબક્કઈ વીજ, ચબક્કઈ ચાલ, ટલક્કઈ ટોલ, ખલક્કઈ ખાલ, ભડક્કઈ ઢોર, કડક્કઈ ઝાડ, ધડુક્કઈ મેહ, ફડક્કઈ તાડ.” આ સહજસુંદર કવિને નામે ૧૪ કડીનો સરસ્વતી માતાનો છેદ પ્ર) મળે છે, જે હકીકતે “ગુણરત્નાકરછંદ-અંતર્ગત સરસ્વતીની સ્તુતિની આરંભની ૧થી ૧૪ કડી છે. પણ આટલા કાવ્યાંશની અલગ હસ્તપ્રત થઈ હોઈ એ જુદી કૃતિ તરીકે ગણાઈને પ્રકાશિત થઈ છે. “ગુણરત્નાકરછંદનું રચના વર્ષ સં.૧૫૭૨ / ઈ.સ.૧૫૧૬ મળતું હોઈ આ કૃતિનું રચનાવર્ષ પણ એ જ ગણવું જોઈએ. આ કૃતિમાં ૧થી ૫ કડી આય છંદમાં, ૬થી ૯ કડી બેઅક્ષરી આયમાં, Page #95 -------------------------------------------------------------------------- ________________ ૧૦થી ૧૩ રેડકી છંદમાં અને ૧૪મી કડી છપ્પયમાં છે. અહીં કવિ સરસ્વતીને અન્ય શક્તિઓના અવતાર રૂપે વર્ણવે છે, એની સ્વરૂપ-શોભાને પ્રશંસે છે અને પોતાની ઉપર અમૃતવાણીની કૃપા કરવા યાચના કરે છે. સરસ્વતીની શોભા વર્ણવતી રેડકી છંદની એક કડી જુઓ : ‘સિરિ સોહઈ સિંદૂર શિખા, રાતા નિમ્મલ નખા, હસઈ કમલમુખા, રમલિ ચડઈ, કરિ ધરઇ મધુર વીણા, વાજઈ સરસ ઝીણા, નાઈ સુગુણલીણા, ગણિ ગઈ, રણઝણ) તલતાલ, સુણઈ સુસર ઢાલ, જપઈ જાનમાલ, રત્તિદિગં. સેવઉ સેવઉ સાર૬માય. હર્ષસાગર નામના કવિએ ૧૧ કડીનો પદ્માવતીનો છેદ (ક) (લે.ઈ.સ.૧૫૭૫ પહેલાં) રચ્યો છે. પણ આ હર્ષસાગર કયા તે નિશ્ચિત થઈ શકતું નથી. સંસ્કૃત ભાષાના પ્રભાવવાળી આ રચનામાં જિનશાસનદેવી પદ્માવતીદેવીની શોભા વર્ણવીને એમનો મહિમા ગાવામાં આવ્યો છે. કૃતિમાં આવતા આંતરપ્રાસ, અલંકારો અને લયછટા નોંધપાત્ર છે. અહીં પદ્માવતીદેવીનું વર્ણન વિશેષણ-ખચિત પદાવલિ યોજીને કરવામાં આવ્યું છે. કૃતિ લીલાવતી છંદમાં યોજાઈ હોવાનું જણાય છે. આ કૃતિની પદ્માવતીદેવીની શોભા વર્ણવતી એક કડી જુઓ : નાસા અણીયાલી અધર પ્રવાલી જીભ રસાલી નિરદોષી, દાડિમકણ દેતી મધુર લવતી જિનગુણ યુવતી તારનખી, જિત કિન્નરવાદી સુસ્વરવાદી જિનગુણ લાધી રાગવતી.' આ સદીના સોમસુંદરસૂરિશિષ્ય ૩૬ કડીના નેમિનાથ સમવસરણ) સ્તવન અથવા છંદ પ્ર.) તેમજ નન્નસૂરિએ જીરાઉલા પાર્શ્વનાથ છંદ ની રચના કરી છે. આ સદીમાં જૈનેતર કવિ નાકરનો સમાપ્રચુર, સ્તોત્રશૈલીમાં રચાયેલો ભવાની છંદ મળે છે. એની ઝડઝમકયુક્ત એક કડી જુઓ : અસુર સંહારિણી સુરહિતકારિણી પ્રકટિત રૂપ મનોહરણા, | ભિન્ન તિલક ચરણ શિર ચાંપિત, હરતી પ્રાણ મહિસાસુરણા.” ૧૬મી સદી સુધી આ છંદરચનાઓનું પ્રમાણ પછીની બે સદીમાં મળતી છંદરચનાઓની તુલનામાં અલ્પ છે. હવે પછી ૧૭–૧૮માં સૈકામાં કવિઓને હાથે મોટા ભાગની છંદરચનાઓનું સર્જન થાય છે. - ૧૭મી સદીમાં કવિ ભાવવિજયનો ૫૧ કડીનો અંતરીક્ષ પાર્શ્વનાથ છંદ ૭૮ / સહજસુંદરકત ગુણરત્નાકરછેદ Page #96 -------------------------------------------------------------------------- ________________ છંદ' નામક કાવ્યપ્રકાર અને મધ્યકાલીન ગુજરાતીમાં છંદરચનાઓ / ૭૯ (પ્ર.) મળે છે. કૃતિનો આરંભ કવિ દુહા છંદથી કરી પછી અડયલ્લ, સારસી, હાટકી, ત્રિભંગી, નારાચ વગેરે છંદોમાં વિશિષ્ટ લયછટામાં કવિએ પાર્શ્વનાથનો મહિમા ગાયો છે. નારાચ છંદની આંતપ્રાસ શબ્દાનુપ્રાસથી ખચિત એક કડી જુઓ: સુયોતિ મોતિ યોતિ થે સુદંત પંતિ દીપ્પએ, ગુલાલ લાલ ઉષ્ટ થે પ્રવાલ માલ છિપ્પએ, સુસાસ વાસ વાસ થે કપૂર પૂર ભજ્જએ, ઉલંબ લંબ બાહુ થે મૃણાલનાલ લજ્જએ.' સમગ્ર કૃતિ એના છંદોવૈવિધ્ય અને છંદોગાનને કારણે ધ્યાનાકર્ષક બની છે. કવિ પ્રીતિવિમલે (ઈ.સ.૧૫૯૩-૧૬૧૦ દરમિયાન હયાત) ૬ કડીનો ‘નવકાર મંત્રનો છંદ' (પ્ર.) ઝૂલણા છંદમાં રચ્યો છે. એમાં નવકારમંત્રના સ્મરણથી મળતાં ફળ દર્શાવી મંત્રનો મહિમા વર્ણવાયો છે. નયરંગ કવિએ ૧૦૮ કડીનો ‘ગૌતમસ્વામીછંદ' રચ્યો છે. એક અજ્ઞાત કવિનો ૪૪ કડીનો ‘સરસ્વતીછંદ’ (૨.સં.૧૬૮૪ [૪૮] ?) મળે છે. આરંભે અનુષ્ટુપમાં સંસ્કૃત શ્લોક છે. સરસ્વતીની સ્તવના કરતી બેઅક્ષરી આર્યાની, ચરણાન્ત પ્રાસસૌંદર્ય જાળવતી આ કડી જુઓ : ભગવતિ ભાવě તુઝ નમિજ્જઇ, અષ્ટ મહાસિદ્ધિ શીઘ્ર લહીજ્જઇ, મંત્ર સહિત એ કવિત ભણિજ્જઇ, ભણતાં ગુણતાં લીલ કરજ્જઇ.’ અડયલ્લ છંદને પણ કવિએ અહીં પ્રયોજ્યો છે. નયપ્રમોદ (ખ. હીરોદયસૂરિશિષ્ય)નો આ સદીના ઉત્તરાર્ધમાં ૧૩ કડીનો શંખેશ્વર પાર્શ્વનાથ છંદ' પ્ર.) મળે છે. છંદરચના સારસી છંદમાં ઝડઝમકયુક્ત શૈલીમાં થઈ છે. અરબી-ફારસી શબ્દોની પ્રચુરતા ધ્યાન ખેંચે છે. જુઓ : તુંહી માદર પિદર મેરો, બિન બિરાદર તું ધરા, અજીજી બંધ ખલક તેરા, ભાગ્ય તેરા અબ ખુલ્યા.' કવિ ભક્તિલાભ ઉપાધ્યાયે ૧૮ કડીનો સીમંધરસ્વામી સ્તવન / છંદ'ની રચના કરી છે. કવિ જયચંદ્રે (પાર્શ્વચંદ્ર-સમરચંદ્ર-રાયચંદ્ર-વિમલચંદ્રશિષ્ય) પાર્શ્વચંદ્રસૂરિના ચરિત્રને નિરૂપતો પાર્શ્વચંદ્રસૂરિના ૪૭ દુહા (અથવા છંદ)' દુહાની ૪૭ કડીઓમાં રચ્યો છે. કવિ કુશલલાભે ૧૭ કડીમાં ‘નવકારછંદ (અથવા સ્તોત્ર) (પ્ર.)ની રચના કરી છે. પંચ પરમેષ્ઠીને જેમાં નમસ્કાર કરવામાં આવ્યા છે એવા નવકારમંત્રનો મહિમા એમાં ગવાયો છે. છંદના આરંભની ૪ કડીઓ દુહામાં છે. જેવી કે સકળ મંત્ર શિર મુકુટમણિ સદ્ગુરુ ભાષિત સાર, સો ભવિયાં મન શુદ્ધ શું નિત જપીએ નવકાર.' Page #97 -------------------------------------------------------------------------- ________________ પછીની કડીઓ હાટકી છંદમાં છે. અહીં જૈન કથાનકોમાં આવતાં શ્રીપાલ રાજા, મયણાસુંદરી, ચારુદત્ત, પાકુમાર વગેરેનાં દષ્ટાંતો નોંધીને કવિએ નવકારમહિમા આલેખ્યો છે. હાટકી છંદની એક કડીમાં કવિએ પંચસંખ્ય વિષયોની નોંધ કરી છે. પંચ પરમેષ્ઠી જ્ઞાન જ પંચાહ પંચ દાન ચારિત્ર, પંચ સાય, મહાવ્રત પંચાહ પંચ સુમતિ સમકિત પંચ પ્રમાદહ વિષય તજો પંચ, પાળો પંચાચાર.” આ જ કવિએ ૨૩ કડીના ગોડી પાર્શ્વનાથ સ્તવન (અથવા ઈદ)ની રચના કરી છે. કવિએ કરેલા છંદોગાનની સાથે ઝડઝમકની ચમત્કૃતિ જુઓ : “અસુર ઈંદ્ર નર અમર વિવિધ વ્યંતર વિદ્યાધર.' મનુષ્યતર યોનિ વાળા સૌ સુરાસુરોને પણ પાર્શ્વનાથનું નામ જપતા વર્ણવી કવિએ ગોડી પાર્શ્વનાથનો મહિમા કર્યો છે. વિવેકચંદ્ર (ભાનુચંદ્રશિષ્ય)નો ૨૭ કડીનો “જીવદયાનો છેદ (પ્ર) મળે છે. જીવદયા જાળવવાનો ધર્મબોધ આપતી, ચોપાઈમાં રચાયેલી આ છંદરચના છે. વાદિચંદ્ર કવિએ ૫૮ કડીના કથનાત્મક ભરત બાહુબલિ છંદની રચના કરી છે. આણંદવર્ધને (ખાના મહિમાસાગરશિષ્ય) ૯ કડીનો “અંતરીક્ષ પાર્શ્વનાથ છંદ' ભુજંગપ્રયાતની ચાલમાં રચ્યો છે. કોઈ સધર (શ્રીધર) કવિનો ૬ કડીમાં રચાયેલો તથા બીજો બે કડીનો યુગલ) જગડૂસાહ છંદ (લે.સ.૧૬૭૦ પહેલાં) મળે છે. ગુજરાતી સાહિત્ય કોશ' ખંડ-૧ નોંધે છે તે પ્રમાણે શ્રાવક કવિ ઋષભદાસે ૩૨ કડીનો પાલનપુરનો છંદ પ્ર.) ૧૦૮ રચ્યો છે એમાં પાલનપુરના વણિક વંશોની તથા અન્ય ઇતિહાસપ્રસંગોની માહિતી અપાઈ છે. શ્રી મંજુલાલ મજમુદારે ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો' પદ્યવિભાગ)માં કવિ સંઘવિજયે ઈ.સ.૧૯૮૭માં અધ્યલ છંદમાં રચેલા ૪૨ કડીના ભારતી / ભગવતી છંદનો ઉલ્લેખ કર્યો છે. આ છંદરચનામાં ૧૬ વિધાદેવી, ૨૪ શાસનદેવી, ૬૪ યોગિની, નવદુર્ગા – બધાંનું સ્તવન કરવામાં આવ્યું છે. મધ્યકાળના જાણીતા જૈન સાધુકવિ નયસુંદરે ૧૩૨ કડીના સંસ્કૃત-ગુજરાતી મિશ્રિત શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન (અથવા ઇદ)' પ્ર.)ની રચના કરી છે. એમાં કવિ પાર્શ્વનાથનાં તીર્થોની યાદી રજૂ કરીને એમનું મહિમાવર્ણન કરે છે અને પાર્શ્વનાથ પ્રભુની આર્તભાવે સ્તુતિ કરે છે. સમયસુંદર ઉપાધ્યાયે ૮ કડીનો કહેવામંડણ પાથર્વનાથ સ્તવન અથવા છંદ' (પ્ર.) તોટક છંદમાં રચ્યો છે. શાંતિકુશલે ૩૩ કડીના ભારતી સ્તોત્ર (અથવા છંદ અથવા અજારી સરસ્વતી ૮૦ / સહસુંદરકૃત ગુણરત્નાકરછંદ Page #98 -------------------------------------------------------------------------- ________________ છંદ' નામક કાવ્યપ્રકાર અને મધ્યકાલીન ગુજરાતીમાં છંદરચનાઓ / ૮૧ અથવા શારદ છંદ' પ્ર.)ની અડયલ્લ છંદમાં રચના કરી છે. એમાં સરસ્વતીને જુદીજુદી શક્તિઓના અવતારરૂપે કવિએ વર્ણવી છે. સરસ્વતીના સૌંદર્યનું અને વસ્ત્રાભૂષણનું વર્ણન આલંકારિક છે. અહીં સરસ્વતીની કૃપાયાચના અને સ્તુતિ કરવામાં આવી છે. કવિ ગુરુદાસ ઋષિએ ૮ કડીનો નેમિનાથ રેખતા છંદ' રચ્યો છે. એમાં બાવીસમા તીર્થંકર નેમિનાથની સ્તુતિ કરવામાં આવી છે. ‘રેખતા' એ ફારસી-ઉર્દૂ અસરવાળી કવિતા માટે વપરાય છે. કૃતિ અપ્રગટ હોવાથી ફારસી-ઉર્દૂ અસર કેવી ઝિલાઈ છે એ કહી શકાતું નથી. છેલ્લી કડી દુહામાં છે : મુક્તિસંગ જિઉ પાઇય, ટલહિ જુ સકલ કિલેસ, મદનમાન જિનિ ખંડિઉ, ધ્યાવો સોઇ જિનેશ.’ શ્રીસાર પાઠકે ૨૧ કડીનો ફ્લોધી પાર્શ્વનાથ સ્તવન અથવા છંદુ' (પ્ર.) રચ્યો છે. અહીં આરંભમાં દુહા અને પછી ભુજંગી છંદ પ્રયોજાયા છે. છંદકૃતિ સ્તુત્યાત્મક છે. ગુણસાગરસૂરિએ ૨૧ કડીના શાંતિજિન વિનતિરૂપ સ્તવન અથવા છંદ’ (પ્ર.)ની રચના કરી છે. કૃતિ ચોપાઈ છંદમાં છે. એમાં સોળમા તીર્થંકર શાંતિનાથે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ચતુર્વિધ સંઘની સ્થાપના કરી દેશના આપી, સર્વ કર્મનો ક્ષય કરી નિર્વાણ પામ્યા તે વિશેની માહિતી અપાઈ છે. તે અગાઉ શાંતિનાથનો મહિમા વર્ણવાયો છે. કવિની ભાષામાં હિંદીની છાંટ જોવા મળે છે : શારદા માય નમું શિર નામી, હું ગુણ ગાઉં ત્રિભુવન કે સ્વામી, શાંતિ શાંતિ જપે સબ કોઈ તે ઘર શાંતિ સદ્ઘ સુખ હોઈ, શાંતિ જપી જે કીજે કામ, સોહિ કામ હોવે અભિરામ, શાંતિ જપી જે પરદેશ સધાવે, તે કુશળે કમળા લેઇ આવે.' ૧૭મી-૧૮મી સદી (પૂર્વાર્ધ)ના ગાળામાં થયેલા જ્ઞાનવિમલ – નવિમલે ૨૭ કડીનો ચોવીસ જિનેશ્વરનો છંદ' રચ્યો છે. આ કૃતિનું છંદોવૈવિધ્ય અને છંદોગાન ચારણી છટામાં થયું છે. ચોપાઈ, દુહા, સવૈયા, વૃદ્ધનારાચ, ત્રિભંગી આદિ છંદોમાં ચોવીસે તીર્થંકરોની એક એક કડીમાં સ્તુતિ કરવામાં આવી છે. સવૈયાની એક કડી જુઓ : અજિત જિણંદ દયાલ માલ વિસાલ નયન, કૃપાલ જુગં, અનુપમ ગાલ, મહામૃગ-ચાલ સુભાલ સુજાનગ બાહુ જુગં મનુષ્યમેં બલીહ મુનિસરસિંહ અબીહ નિરીહ ગયે મુગતિ, કહે નય ચિત્ત ધરી બહુ ભક્તિ નમે જિનનાથ ભલી .જુગતી.’ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૧૮મી સદીમાં નયસુંદરશિષ્યનો ૩૨ કડીનો પાર્શ્વનાથ છંદ મળે છે. કવિ જિનહર્ષનો ૪૭ કડીનો પાર્શ્વનાથ ઘઘર નીસાણી અથવા છંદ) પ્ર.), ૩૭ કડીને “મહાવીર છંદ', ૨૯ કડીનો ગણેશજીનો છેદ', ૨૨ કડીનો “શ્રાવક કરણી સઝાય અથવા ઇદ પ્ર.) તેમજ ૪૭ કડીનો ક્લોધી પાર્શ્વનાથ બૃહત્ સ્તવન / ઈદ પ્ર.) મળે છે. એમાંથી પાર્શ્વનાથ ઘઘર નીસાંણી પાર્શ્વનાથની સ્તુતિ કરતી મુખ્યતયા હિંદી ભાષામાં ૪૭ સવૈયામાં રચાયેલી કૃતિ છે. સવૈયાની એક કડી જુઓ : સુખસંપતિદાયક નરસુરનાયક પરતિક પાસ નિણંદા હૈ, જાંકિ છબિ કાંતિ અનોપમ ઉપમ દીપતિ જાણિ જિગંદા હૈ, મુખજોતિ ઝિગામિ ઝગમગિ ઝગમગિ પુનિમ પૂરણ ચંદા હૈ, સબ રૂપ સરૂપ વખાણેત્ત ભૂપ સો તુંહી ત્રય ભુવણંદા હૈ.” મહાવીર છંદની અંતિમ કડી છપ્પયમાં છે. એમાં મહાવીરને વિવિધ ઉપમાનોથી વર્ણવાયા છે. ‘તું સુરવૃક્ષ સમાન તુંહી જ સુરકુંભ સમોવડિ, કામધેનું કલિજુગ તુંહી જ સુરમણી તડોવડિ, તું દીપતઉ દીવાણ આણ તોરી આરાધું, વડિમ ચઢાવણ વંસ સસ તાહરઉ સરાહું. ધનધત્ર સિદ્ધારથ પધરા, ધન ત્રિસલા ઉયર ઈં ધર્યઉં, જિનહર જિનવર જયઉ જિણિ આતમ પર ઉદ્ધયઉ.” “શ્રાવક કરણી સઝાય અથવા છંદ આખો જ ચોપાઇ છંદમાં રચાયો છે. એમાં શ્રાવકજીવનનાં રોજિંદાં પવિત્ર કર્તવ્યો દર્શાવવામાં આવ્યાં છે. એ રીતે આ આખો જ છંદ બોધાત્મક છે. ચોપાઈની એક કડી જુઓ : “શ્રાવક તું ઊઠે પરભાત, ચ્યાર ઘડી લે પાછલી રાત, મનમાં સમરે શ્રી નવકાર, જિમ પામે ભયસાયર પાર.” લબ્ધિરુચિનો ૩૨ કડીનો પારર્વનાથનો છંદ (ર.સં.૧૭૧૨) પ્ર.) મળે છે આખી કૃતિ તોટકની ચાલમાં રચાઈ છે. જુઓ : જયજય જગનાયક પારિજન, પ્રણતાખિલમાનવદેવ ગત, શંખેશ્વરમંડણ સ્વામિ જયો, તુમ દરિસન દેખી આનંદ ભયો.” સર્વ ભય – સર્વ સંક્ટવિમોચન અને રિદ્ધિ-સિદ્ધિદાયક તરીકે શંખેશ્વર પાર્શ્વનાથનો મહિમા એમાં ગવાયો છે. અંચલગચ્છના કવિ મોહનસાગરે પણ ૧૫ કડીમાં પાર્વનાથજીનો છેદ (પ્ર.) રચ્યો છે. ચોપાઈમાં રચાયેલી આ કૃતિમાં કવિએ વિવિધ સ્થળોના પાર્શ્વનાથનું સ્મરણ ૮૨ / સહસુંદરકૃત ગુણરત્નાકરદ Page #100 -------------------------------------------------------------------------- ________________ છંદ નામક કાવ્યપ્રકાર અને મધ્યકાલીન ગુજરાતીમાં છંદરચનાઓ / ૮૩ કર્યું છે. - કવિ રાજશાભનો ૨૮ કડીનો ગોડી ઇદ (ર.સં.૧૭૬૫ | ઈ.સ.૧૭૦૯) મળે છે. રઘુપતિગણિ – રૂપવલ્લભે “ગોડી છંદ', “કરણી છંદ અને ૩૫ / ૩૬ કડીનો જિનદત્તસૂરિછેદ (ર.સં.૧૮૩૯ / ઈ.સ.૧૭૮૩) આપ્યા છે. છંદસ્વરૂપી લઘુ રચનાઓમાં ઉદયરત્ન (તપા. વિજયરાજસૂરિની પરંપરામાં શિવરત્નશિષ્ય)નો ફાળો નોંધપાત્ર છે. આ કવિએ ૨૩ કડીનો “શંખેશ્વર પાર્વનાથનો શલોકો (અથવા ઇદ) (ર.સં.૧૭૫૯ / ઈ.સ.૧૭૦૩) (પ્ર.), ૧૧ કડીનો ભીડભંજની પાર્શ્વનાથ છંદ પ્ર.), ૭ કડી અને ૫ કડીના બે શંખેશ્વર પાર્શ્વનાથ છંદ (પ્ર.), ૮ કડીનો “ગોડી પાર્શ્વનાથ છંદ (પ્ર.), ૯ કડીનો ગૌતમ સ્વામીનો છંદ (પ્ર.), ૧૧ કડીનો પાર્શ્વનાથ છંદ (પ્ર.), ૧૧ કડીનો મોહરાજા વર્ણન છેદ (પ્ર.), ૧૭ કડીનો “સોળ સતીનો છંદ પ્ર.) જેવા છંદો રચ્યા છે, જેમાં પાર્શ્વનાથ વિષયક છંદોની બહુલતા તરત ધ્યાન ખેંચે છે. - ર૩ કડીના “શંખેશ્વર પાર્શ્વનાથનો શલોકો (અથવા છંદોમાં શંખેશ્વર તીર્થની ઉત્પત્તિના કારણભૂત કૃષ્ણ અને જરાસંધના યુદ્ધને કવિએ વર્ણવ્યું છે. અહીં કેવળ કથનનિરૂપણ છે. કવિએ બધે ચરણાન્ત પ્રાસ જાળવ્યા છે. એ સિવાય કોઈ કાવ્યગુણ આ કૃતિમાં નથી. એક જ છંદમાં આખી કૃતિ રચાઈ છે. ભીડભંજન પાર્શ્વનાથ છંદની ૧૧ કડી તોટક છંદની ચાલમાં ગવાઈ છે. ભીડભંજન પાર્શ્વનાથની સ્તુતિ કરતાં કવિએ સંસ્કૃત રણકાવાળા ચરણાન્ત પ્રાસ પ્રયોજ્યા છે. જુઓ : તોટકની ચાલ ભીડભંજન ભવભયભીતિહર, જયો પાપ્રભ જિન પ્રીતિકર, સેવક મનવંછિત સિદ્ધિપ્રદં, પ્રભુદર્શન કોટી ગમે ફલદે.” ૭ કડીના શંખેશ્વર પાર્શ્વનાથ છંદમાં કવિએ અન્ય દેવદેવીઓની ઉપાસના છોડીને શંખેશ્વર પાર્શ્વનાથની ભક્તિ એકાગ્ર ભાવે કરવાનું કહી એનો મહિમા વિવિધ દાંતો આપીને વર્ણવ્યો છે. ભુજંગી છંદમાં આ કૃતિ રચાઈ છે. જુઓ : કિહાં કાંકરો ને કિહાં મેર-શંગ ? કિહાં કેસરી ને કહ્યું તે કુરંગ ? કિહાં વિશ્વનાથા કિહાં અન્ય દેવા ? કરો એક ચિત્તે પ્રભુ પાસ-સેવા.' ૫ કડીનો નાનો શંખેશ્વર પાર્શ્વ છંદ જૈનોમાં ખૂબ જ લોકપ્રિય છે અને ઘણો જ ગવાય છે. શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ સમક્ષ પ્રબળ ભક્તિભાવે નમ્ર યાચના કરતી આ સ્તુતિ છે. પૂજારીએ બંધ કરેલાં દ્વાર ખોલાવવા માટેની Page #101 -------------------------------------------------------------------------- ________________ ભક્તકવિની આ પ્રાર્થના છે. ઝૂલણા છંદની ચાલમાં લખાયેલી આ કૃતિની પહેલી કડી જુઓ : પાસ શંખેશ્વરા, સાર કર સેવકા, દેવ કાં એવડી વાર લાગે, કોડી કર જોડી દરબાર આગે ખડા, ઠાકુરા ચાકુરા માન માગે.' ગોડી પાર્શ્વનાથ છંદમાં આ કવિએ અનેક ભયોના નિવારક એવા ગોડી પાર્શ્વનાથનો મહિમા ગાયો છે. ‘ગૌતમસ્વામીનો છંદ' પણ ઝૂલણાની ચાલમાં ગવાયો છે. એમાં ભગવાન મહાવીરના પ્રથમ ગણધર ગૌતમના ચરિત્રનો સંક્ષિપ્ત પરિચય અને ગૌતમની સ્તુતિ કરવામાં આવ્યાં છે. ક્યાંક કૃતિમાંના આંતરપ્રાસ નોંધપાત્ર બન્યા છે. જેમ કે વસુભૂતિનંદન વિશ્વજનવંદન દુરિતનિકંદન નામ જેહનું.' ગૌતમને માટે અહીં ચિન્તામણિ, સુરત અને કામધેનુનાં ઉપમાનો અપાયાં છે. ૧૧ કડીનો ‘પાર્શ્વનાથ છંદ' ભુજંગપ્રયાતમાં રચાયો છે. એમાં પણ આંતરપ્રાસ શબ્દાનુપ્રાસની પ્રચુરતા ધ્યાન ખેંચે છે; જો કે એ ક્યાંક કૃતક પણ લાગે છે ખરા. જુઓ : ક્રોધાલા ભૂપાલા હઠાલા કરાલા, વડા થિંગ ત્રિસિંગ મહાસિંધવાલા, રોસાલા દોસાલા મોસાલા તે રૂઠા, તોસાલા પોસાલા હવે પાસ તૂઠા.’ ઉદયરત્ને રચેલા સોળ સતીનો છંદ'માં જૈન કથાઓમાં આવતી, પવિત્ર જીવન જીવી ગયેલી સોળ સતીઓનો સંક્ષિપ્ત પરિચય કવિ આપે છે. આ સતીઓમાં બ્રાહ્મી, સુંદરી, ચંદનબાળા, ધારિણી, રાજિમતી, દ્રૌપદી, કૌશલ્યા, મૃગાવતી, સુલસા, સીતા, સુભદ્રા, કુંતા, પદ્મિની, દમયંતી, પુષ્પચૂલા અને પ્રભાવતીનો સમાવેશ થાય છે. કવિએ આ રચના આઠ આઠ માત્રાની બે મધ્ય યતિઓવાળા રુચિરા છંદમાં કરી જણાય છે. - કવિ સતીનામસ્મરણની ફ્લશ્રુતિ જણાવતાં કહે છે 1:0 વીરે ભાખી, શાસ્ત્ર શાખી, ઉદયરત્ન ભાખે મુદા એ, વહાણું વાતાં, જે નર ભણસે, તે લહેસે સુખસંપદા એ.' ‘મોહરાજા વર્ણન છંદ' પણ આખો ભુજંગપ્રયાત છંદમાં રચવામાં આવ્યો છે. જેમને આપણે દેવો, મહર્ષિઓ, મહાપુરુષો માન્યા છે તે પણ મોહના ફંદામાં . કેવા ફસાયા છે તેનાં પ્રત્યેક કડીમાં અલગ અલગ દૃષ્ટાંતો આપીને કવિએ આ છંદને રસિક બનાવ્યો છે. કાવ્યાંતે, આવા મોહને નષ્ટ કરનાર નાથને ભજવા કવિનો પ્રતિબોધ છે. કૃતિની એક કડી જુઓ : વૃંદાવને ગોપીનારી વિહારી, કદંબે ચઢયા ચીર ચોરી મુદિર, કુબજા ભજી પ્રીતિ સેં મૂકી માઝા.' ૮૪ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ Page #102 -------------------------------------------------------------------------- ________________ છંદ' નામક કાવ્યપ્રકાર અને મધ્યકાલીન ગુજરાતીમાં છેદરચનાઓ / ૮૫ - કવિ ઉદયને નામે ૭ કડીનો ગોડી પાર્શ્વનાથ છંદ' .) છે; પણ તે કયા ઉદય તે નિર્ણય થઈ શકતો નથી. એ જ રીતે ઉદયવાચકનો ૭ કડીનો “શ્રી પંચ પ્રભુ ઇદ (પ્ર.) મળે છે પણ તે ઉદયવાચકને નામે જાણીતા બનેલા ઉદયરત્નનો છે કે અન્ય કોઈ ઉદયવાચકનો છે તે સ્પષ્ટ થતું નથી. એ જ રીતે ઉદયને નામે ૫ કડીનો ભીડભંજન પાર્શ્વનાથ છંદ (ર.સં.૧૭૭૮ | ઈ.સ.૧૭૨૨) ઝૂલણા છંદમાં રચાયેલો મળે છે. - કવિ માવજીએ ૧૦૧ કડીનો પાર્શ્વનાથ છંદ' (લે.સં.૧૭૬૦ પહેલાં) રચ્યો છે. એમાં જુદાંજુદાં ગામોના પાર્શ્વનાથનું વર્ણન છે. કૃતિનો આરંભ દુહાથી થાય છે. અંતે છપ્પય છે. કવિ જ્ઞાનસાગર – ઉદયસાગરસૂરિએ ૧૩૪ અતિશયનો છેદ પ્ર.) નામની જ્ઞાનાત્મક કૃતિ આપી છે. તેમજ આ જ સદીના મહિલાભ / મયાચંદે પણ ૧૩ કડીનો ‘જિનેશ્વરના ૩૪ અતિશયનો છેદ (પ્ર.) રચ્યો છે. ચોપાઈ છંદની આ રચનામાં પ્રભુના ૩૪ અતિશયો – વિશેષ લાક્ષણિકતાઓ – વર્ણવવામાં આવ્યા છે. કાંતિવિજયગણિ પ્રેમવિજયશિષ્ય)નો પ૧ કડીનો ગોડી પાર્શ્વનાથ છંદ (પ્ર.) દુહા, નારાચ, ભુજંગી એમ વિવિધ છંદોમાં ચારણી લયછટામાં રચાયેલો મળે છે. શબ્દાનુપ્રાસ, ઝડઝમક, સંયુક્તાક્ષરી શબ્દાવલિ વગેરે છંદોલયને પૂરક બને છે. નારાચ છંદની એક કડી જુઓ : પ્રવિત્ત કંત્તિ કીર્તિ દિત્તિ સત્તિ જુત્તિ સોહએ. અપાર સાર રૂપ ભાર આરપાર મોહએ, કલત્ર સુત પુત્ર વિત્ત તત્ર મતિદાયક, પ્રભાતિ ભક્તિ જુત્તિ નિત્ય પૂજી પાસ નાયકં.” કવિએ અહીં સભિય, સંગ્રામભય, સમુદ્રભય, રોગભય, રાજભયનાં ચિત્રાત્મક આલેખનો કરી, એમાં પાર્શ્વનું નામ કેમ સુખકારી બને છે એ દર્શાવી ગોડી પાર્શ્વનાથનો મહિમા ગાયો છે. કવિનું પાંડિત્ય પણ અહીં ધ્યાન ખેંચે છે. બીજા એક કાંતિ / કાંતિવજયે ૨૪ કડીનો અંબિકા છંદ', ૧૫ કડીનો તાવનો છેદી .) અને ૩૯ કડીનો “ગોડીજીરો છેદ' પ્ર) રચ્યા છે. આ કવિ પણ આગળના કાંતિવિજયે રચેલા ગોડી પાર્શ્વનાથ છંદના જેવી જ છટાઓ દાખવે છે અને વિવિધ ભયોમાં ગોડી પાર્શ્વનાથનું નામ કેવું સંકટનિવારક છે તે દર્શાવે છે. ‘તાવનો છંદમાં તાવને આનંદપુર નગરના અજયપાલ રાજાને ત્યાં જન્મેલા પુત્ર તરીકે કવિ કલ્પ છે. એ સાત રૂપે એની શક્તિ પ્રગટાવે છે. એ સાત રૂપો એટલે એકાંતરો, બેયાંતરો, ત્રઈયો, ચોથિયો, શીત, ઉષ્ણ અને વિષમ વર. કવિ તાવને આ રીતે વર્ણવે છે: Page #103 -------------------------------------------------------------------------- ________________ ‘આવતો થરહર કંપાવે, ડાહ્યાને જિમતિમ બહેકાવે, હીંહાંહુંહુંકાર કરાવે, પાંસલિયા હાડા કકડાવે.” રામવિજયે ૬૩ કડીના ગોડી પાસ સ્તવન (અથવા દઈ' (ર.સં.૧૭૭૨/ ઈ.સ.૧૭૧૬)ની રચના કરી છે. અંતિમ કડી સોરઠામાં છે. જિતવિજયે પણ ૨૫ કડીના ગોડી પાર્શ્વનાથ જિન છેદ' પ્ર.)ની ભુજંગી છંદમાં રચના કરી છે. આ કવિએ પણ વિવિધ ભયો (સર્પ, રોગ, અગ્નિ, વાયુ આદિની સામે સંકટમોચન ગોડી પાર્શ્વનાથનો મહિમા ગાયો છે. જીવણવિજયે (તપા.ના જીવવિજયજીશિષ્ય) ૧૨ કડીમાં શંખેશ્વર પાર્શ્વનાથ છેદ (ર.ઈ.૧૭૪૨) (પ્ર.)ની પહુડી છંદમાં રચના કરી છે. ઝડઝમકયુક્ત હિંગળી ભાષાશૈલી ધ્યાન ખેંચે છે. ધર્મવર્ધને ૨૯ કડીનો ગોડી પાર્વછંદ અથવા અષ્ટભય નિવારણ છંદ પ્ર.) રચ્યો છે. જ્ઞાનસારે ૧૩૩ કડીનો પૂર્વદિશવર્ણન છેદ (ર.સં.૧૮૫ર / ઈ.સ. ૧૭૯૬)ની રચના કરી છે. આ કૃતિની ભાષા ગુજરાતી-હિંદી મિશ્ર છે. આરંભ જાતિ ત્રિભંગીથી કર્યો છે તે છેક ૧૩૨ કડી સુધી ચાલે છે. છેલ્લી કડી છપ્પયમાં છે. કઈ મેં દેખા દેશ વિશેષા નહિ રે અબકા સબહી મેં જિહ રૂપ ન રેખા નારી પુરુષા ફિરફિર દેખા નગરીમેં. જિહ કાંણી ચુચરી અંધરી બધરી લંગરી પંગુરી હવે કાઈ પૂરવ મતિ જાજ્યો પશ્ચિમ જાજ્યૌ દક્ષિણ ઉત્તર હો ભાઈ.” જ્ઞાનસાર કવિએ સં.૧૮૪૯થી ૧૮૫ર એમ ચાર ચાતુર્માસ પૂર્વદિશમાં કર્યા હતાં. એ અનુભવને આધારે એમણે પૂર્વદિશ અને એના જનપદને અહીં વર્ણવ્યો મુનિ મેઘરાજે ૯ કડીના શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિન છેદ' પ્ર.) રચ્યો છે. સંસ્કૃત રણકાવાળી વિશિષ્ટ લયછટા દાખવતું, ત્રિભંગી છંદમાં થયેલું ગાન ધ્યાન ખેંચે છે. જુઓ એક કડી : પવિત્રાભરણે ત્રિભુવનસરણં મુકટાભરણે આચરણે, સુરવર ચિતચરણ, શિવસુખકરણ, દારિદ્રહરણ આવરણ, સુખસંપત્તિભરણે, ભવજલતરણ, અઘસંહરણે ઉદ્ધરણે, ગો અમૃતઝરણું, જનમનહરણ, વરણાવરણ, આદરણું.” સરૂપચંદ (ખ. હર્ષના શિષ્ય)નો હિન્દી-રાજસ્થાનીમાં ‘ઉપાધ્યાય જયમાણિક્યજી રો છેદ (ર.ઈ.સ.૧૭૬૫) પ્ર.) રચાયો છે. ૮૬ / સહજસુંદકૃત ગુણરત્નાકરછેદ Page #104 -------------------------------------------------------------------------- ________________ “છંદ નામક કાવ્યપ્રકાર અને મધ્યકાલીન ગુજરાતીમાં છંદરચનાઓ / ૮૭ કાંતિવિજયે (દર્શનવિજયશિષ્ય) ૩૨ કડીનો ચાર કષાય છેદ (ક્રોધમાનમાયાલોભનો છેદ') (ર.સં.૧૮૩૫ | ઈ.સ.૧૭૭૯) પ્ર.) રચ્યો છે. એમાં ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયો વિશેનું નિરૂપણ છે. કવિ ભક્તિવિજયનો ૨૯ કડીનો “સરુષ છેદ અથવા સાધુવંદના સઝાય' (ર.સં. ૧૮૦૩ | ઈ.સ.૧૭૪૭) મળે છે. લક્ષ્મીવલ્લભે ૯૯ કડીના “ભરત બાહુબલી છંદ, ૯૬ કડીના મહાવીર ગૌતમસ્વામી છંદ (લે.સં.૧૭૪૧ પહેલાં) તેમજ ૪૬ કડીના “ગોડી પાર્શ્વનાથ) દેશાંતરી છંદ' પ્ર.)ની રચના કરી છે. ‘ભરત બાહુબલી છંદમાં ઋષભદેવના પુત્રો ભરત અને બાહુબલિ વચ્ચે થયેલા યુદ્ધને વર્ણવી પછી અંતે બાહુબલિએ કરેલા સંયમ સ્વીકારની પ્રશસ્તિ કરાઈ (ગોડી પાર્શ્વનાથ) દેશાંતરી છંદ કવિએ ત્રિભંગી છંદમાં રચ્યો છે. પાર્શ્વનાથ જે દેશમાં જન્મ્યા તે દેશનું આંતરપ્રાસ અને ઝડઝમકયુક્ત, અનુનાસિકતાની પ્રચુરતાને કારણે સંસ્કૃત રણકારવાળી કાવ્યબાનીમાં કવિએ વર્ણન કર્યું છે. જુઓ : જિહાં જાપ જપતા ધ્યાન ધરતા સોલહ વિદ્યા સાધંતા, હોઈ વિદ્યાધરી તે નરનારી અંબાચારી ઉડતા.” પ્રાચીન છંદ સંગ્રહ’ પુસ્તકમાં આ કૃતિ અનુક્રમણિકામાં વિપાસ કવિને નામે દર્શાવાઈ છે તે ભૂલ જ છે. આ ભૂલ પંક્તિપાઠ ખોટી રીતે બેસાડવાને લીધે થઈ છે. કોઈ મુનિ ઉદયસાગરે ભીડભંજન પાર્શ્વનાથનો છંદ ) સં.૧૭૭૮ / ઈ.સ.૧૭૨૨માં રચ્યો છે. વિવેક કવિએ ૧૫ કડીનો “શ્રી વીર સ્વામીનો છંદ' (લે.સં.૧૮૫૪ પહેલાં) (પ્ર.) રચ્યો છે. પ્રાચીન છંદ સંગ્રહ' પુસ્તકમાં આ કૃતિ કવિ પુન્યઉદયને નામે દર્શાવાઈ છે. પણ તે કર્તાનામ શંકાસ્પદ જણાય છે. કૃતિની અંતિમ કડી આ પ્રમાણે ‘પુન્ય ઉદય હુઓ ગુરૂ આજ મેરો, વિવેકે લહ્યો મેં પ્રભુ દર્શન તોરો.” ભુજંગપ્રયાતમાં આ રચના થઈ છે. લક્ષ્મીકલ્લોલનો ૧૬ કડીનો “શ્રી જ્ઞાનબોધ છંદ' પ્ર.) મળે છે. કતની ઓળખ અસ્પષ્ટ રહે છે. ચોપાઈની દરેક કડીમાં ઉત્તમ છે.” “ઠાકુર તે...”, “ગિરૂઓ તે...” એમ આરંભ કરી કવિએ સામાન્ય જ્ઞાન-બોધ પીરસ્યાં છે. ૧૯મી સદીમાં ઉત્તમવિજયે ખુશાલવિજયશિષ્ય) શ્રી પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ Page #105 -------------------------------------------------------------------------- ________________ નામનો છંદ' (૨.સં.૧૮૮૧ / ઈ.સ.૧૮૨૫) પ્ર.) રચ્યો છે. આ કૃતિ ઝૂલણાની ચાલમાં રચાઈ છે. જેમની ભક્તિથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે એવા પાર્શ્વનાથનો મહિમા ગવાયો છે. કવિ લખે છે : સાચ જાણી સ્તવ્યો મન માહરે ગમ્યો, પાર્શ્વ હૃદયે રમ્યો પરમ પ્રીતે, સમીહિત સિદ્ધિ નવનિધિ પામ્યો સહૂ, મૂજ થકી જગતમાં કોણ જીતે.’ આ ઉપરાંત આ કવિએ ૧૩ કડીનો પાર્શ્વનાથ સ્વામીનો છંદ' (૨.સં.૧૮૮૦ / ઈ.સ.૧૮૨૪) (પ્ર.) તોટક છંદમાં રચ્યો છે. કૃષ્ણવિજયશિષ્યનો ૫૬ કડીનો ભૃગસુંદરી માહાત્મ્ય ગર્ભિત છંદ' (૨.સં.૧૮૮૫ / ઈ.સ.૧૮૨૯) મળે છે. એમાં મૃગસુંદરીનું માહાત્મ્ય ચોપાઈ છંદમાં ગવાયું છે. ચોપાઈ ખાંડણ પીસણ ચૂલકઠામ ચૈત્ય સામાયક જલવિશ્રામ, પોઢણ ધાન વિગય ભોજન, એ દશ ઠામેં કરીયે જતન.' અમૃતવિજયે ‘કલિયુગનો છંદ' (૨.સં.૧૯૦૨ / ઈ.સ.૧૮૪૬) રચ્યો છે. આ કૃતિ પણ ચોપાઈ છંદમાં રચાઈ છે, જેમાં કલિયુગનાં લક્ષણો વર્ણવાયાં છે. છેલ્લે કિવ કલિયુગનું આ ચિરત્ર જોઈને મોહમમતા ત્યજવાની શીખ આપે છે. કવિ રૂપનો ૧૧૨ કડીનો ગોડી પાર્શ્વનાથ છંદ' અને ‘આબુજીનો છંદ' પ્રાપ્ત થાય છે. કવિ દીપવિજય કવિરાજે ૫ કડીમાં માણિભદ્ર છંદ' રચ્યો છે. (પ્ર.). જૈનોમાં ઘંટાકર્ણ વીરની જેમ માણિભદ્ર એક વીર ગણાયા છે. અને ઐહિક સુખની અપેક્ષાએ એમની ઉપાસના કરવામાં આવે છે. દુહામાં રચાયેલી આ કૃતિમાં માણિભદ્ર વીરનો પ્રભાવ વર્ણવાયો છે : તું હિ ચિંતામણી રતન ચિત્રાવેલ વિચાર, માણિક સાહેબ માહરે દોલતનો દાતાર.’ રઘુનાથ નામના જૈન સાધુ કવિએ ૧૬ કડીનો શાંતિનાથ સ્વામીનો છંદ' (૨.ઈ.સ.૧૮૩૮) (પ્ર.) હિંદી મિશ્ર ગુજરાતીમાં રચ્યો છે. રચના ચોપાઈ છંદમાં થઈ છે. પ્રાચીન છંદ સંગ્રહ'માં આ કૃતિના કવિ ખુશાલવિજયજી હોવાનું જણાવ્યું છે. જ્યારે ડૉ. કવિન શાહ જૈન સાહિત્યની છંદ રચનાઓનો પરિચય'એ લેખ પુસ્તક જૈન સાહિત્ય સમારોહ ગુચ્છ • ૪')માં આ છંદના કવિ ખુશાલદાસ હોવાનું જણાવે છે. પણ ગુજરાતી સાહિત્ય કોશ ખંડ-૧'માં આ કૃતિ ઉત્તમવિજય (ખુશાલવિજયશિષ્ય)ની દર્શાવાઈ છે જે હકીકત કૃતિની અંતિમ કડી જોતાં સાચી જણાય છે. જુઓ કડી : ‘અઢાર એકાસીએ ફાલ્ગુન માસીએ, બીજ ઉજ્જ્વલ પખે છંદ કરીયો, ગુરુ ગૌતમ તણા વિજયખુશાલનો, ઉત્તમે સુખ સંપત્તિ વરીયો.' ૮૮ / સહજસુંદરસ્કૃત ગુન્નરત્નાકરછંદ Page #106 -------------------------------------------------------------------------- ________________ છંદ' નામક કાવ્યપ્રકાર અને મધ્યકાલીન ગુજરાતીમાં છંદરચનાઓ / ૮૯ કવિ કાન (શ્વેતાંબર)નો ૧૨૨ કડીનો “ક્લવધી પાર્શ્વનાથનો ઇદ મળે છે. આ છંદની ભાષા રાજસ્થાની છે. કાવ્યનો આરંભ શાર્દૂલવિક્રીડિત છંદમાં પાર્શ્વનાથ ભગવાન અને પદ્માવતીની સ્તુતિથી કરવામાં આવ્યો છે. બીજી કડી “ગાહાની છે. ત્રીજી કડીમાં વછૂઆ (વસ્તુ) છંદ પ્રયોજાયો છે. કડી માં અડલ્સ, પથી ૪૩માં મોતીદામ, ૪થી ૪૮માં દુહા, ૪૯થી ૭૩માં ત્રાટકી જાતિ, ૭૪માં કવિત્ત, ૭૫માં દુહા, ૭૬થી ૧૦૯માં વૃદ્ધનારાચ, ૧૧૦થી ૧૨૧માં જાતિ કેસરી અને છેલ્લી કડી ‘કલશની છે. આમ આ કૃતિનું છંદોવૈવિધ્ય ધ્યાન ખેંચનારું છે. આંતરપ્રાસ અને વર્ણસગાઈયુક્ત એક કડી જુઓ : જય વિજય સંપદ સાનકારક દુખનિવારક પાસ જિન, પરમાણંદ આણંદ પ્રેમ પ્રફુલ્લત નેત્ર વિકસ્મત પ્રતિમત્ર, નિકલંક નિરંજણ નાથ નમો નમહું સરણે પ્રભુ ત્રિભયણ, જયતિ જય પારસનાથ જયો ફલવિધ અધિપતિ જયતિ જિર્ણ.” લોકાગચ્છના ઋષિ જેમલજીએ ૨૬ કડીમાં ‘શાંતિનાથનો છંદની રચના કરી છે. તેમાં સોળમા તીર્થંકર શાંતિનાથનાં પાંચ કલ્યાણકની અને એમણે કરેલી આરાધનાની માહિતી અપાઈ છે. એ રીતે શાંતિનાથનું સંક્ષિપ્ત ચરિત્ર રજૂ કરતી આ કૃતિમાં શાંતિદાયક આ તીર્થકરનો મહિમા ગવાયો છે. કૃતિ તોટક છંદમાં રચાઈ ‘તુમ નામ લિયા સવિ કાજ સરે તુમ નામે મુગતિ-મહેલ મળે તુમ નામે શુભ ભંડાર ભરો.” આ સદીની જૈનેતર છંદરચનાઓમાં કવિ લાલની ૮૫ કડીની સં.૧૮૩૪ આસપાસ હિંદીમાં લખાયેલી “અભય ચિંતામણિ' (ગર્ભચેતાવણી ] નામની છંદરચના મળે છે. આ કૃતિ દુહા છંદમાં રચાઈ છે. “ગભચેતાવણીનાં કાવ્યોની પરંપરા હેઠળ આ કાવ્યની રચના થઈ હોવાનું જણાય છે. જુઓ : ગરભવાસકી ત્રાસ મેં રહ્યો, રહ્યો ઊર્ધ્વ દસ માસ, હાથ પાંવ સુક પ્યાર હૈ, દ્વાર ન આવે સાસ.” કોઈ જેનેતર અજ્ઞાત કવિએ આ સદીમાં ૬૫ કડીનો “વીસહથી માતાજીનો અથવા ભવાનીનો છંદ રચ્યો છે. એમાં શક્તિમાતાનો મહિમા વર્ણવાયો છે. સમયની અનિશ્ચિતતાવાળી છંદરચનાઓ : બીજી પણ કેટલીક છંદરચનાઓ છે જેમનો સમય નિશ્ચિત નથી. એમનું રચનાવર્ષ તો પ્રાપ્ય ન હોય, પણ એમના કતનો સમય પણ નિશ્ચિત થઈ શકતો નથી. અને ક્યાંક તો કતની અન્ય કોઈ Page #107 -------------------------------------------------------------------------- ________________ ઓળખ પણ સ્પષ્ટ થતી નથી. ડૉ. મંજુલાલ મજમુદારે ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો (પદ્યવિભાગ)માં કોઈ મયણબન્મ કવિની “મયછેદ નામની ૩૪ છપ્પામાં રચાયેલી, વિરહને અંતે સંભોગશૃંગારને વર્ણવતી છંદરચનાનો ઉલ્લેખ કર્યો છે. પ્રાચીન ગુજરાતી છંદ' પુસ્તકમાં જસવિજયજીને નામે ૧૨ અને ૧૫ કડીના બે શંખેશ્વર પાર્શ્વનાથ છંદ (પ્ર.) મળે છે. આ બે છંદોમાંથી ૧૫ કડીનો જે છંદ છે એને “ગુજરાતી સાહિત્ય કોશ ખંડ-૧ જસસૌભાગ્યશિષ્યને નામે દશવેિ છે. કવિનો સમય અસ્પષ્ટ રહે છે. પ્રાચીન ગુજરાતી છંદ' પુસ્તકમાં જસવિજયજીને નામે ૯ કડીનો ગૌતમસ્વામીનો ઈદ પ્ર.) ઝૂલણા (પ્રભાતી)ની ચાલમાં મળે છે. આ સંવિજય પણ કોણ છે અને કયા સમયના છે તે નક્કી થઈ શકતું નથી. અહીં કોઈ રૂપચંદશિષ્ય ચંદ રચિત ૬ કડીનો ગૌતમસ્વામીનો છંદ' પ્રિ.) છે. અનુક્રમણિકામાં આ કૃતિનું કર્તુત્વ રૂપચંદને નામે દર્શાવાયું છે તે ભૂલ છે. છેલ્લી કડી આ પ્રમાણે છે : કવિ રૂપચંદગણિ કેરો શિષ્ય, ગૌતમ ગુરુ પ્રણમે નિશદિશ, કહે ચંદ એ સમતાગાર, જયો જયો ગૌતમ ગણધાર.” કવિનો સમય અસ્પષ્ટ રહે છે. કોઈ સ્વરૂપચંદ્રનો ૨૧ કડીનો ત્રેસઠ શલાકાનો છેદ' ) આ પુસ્તકમાં ગ્રંથસ્થ છે પણ કવિની ઓળખ અને સમય અસ્પષ્ટ રહે છે. આ છંદમાં ૨૪ તીર્થકર, ૧૨ ચક્રવર્તી, ૯ વાસુદેવ, ૯ બલદેવ અને ૯ પ્રતિવાસુદેવ એમ મળી ૬૩ શલાકાનું સ્મરણ કરવામાં આવ્યું છે. કૃતિ ચોપાઈ છંદમાં ચાઈ છે. ઉદયકુશલ (સુખકુશલશિષ્ય) કવિએ ૨૭ કડીના “શ્રી માણિભદ્રજીનો છંદ (પ્ર.)ની રચના કરી છે. સમય અનિશ્ચિત છે. આ રચના દુહા અને અડયલ્લ છંદમાં થઈ છે. એમાં માણિભદ્રવીરનું સંક્ષિપ્ત ચરિત્ર રજૂ કરીને એમનો મહિમા ગાવામાં આવ્યો છે. એ જ રીતે શિવકીર્તિ રચિત ૯ કડીનો શ્રી મણિભદ્રજીનો છંદ (પ્ર.) મળે છે. સમય અસ્પષ્ટ છે. કૃતિ તોટક છંદમાં ગવાઈ છે. કવિ લલિતસાગરરચિત ૬૩ કડીનો અને ૩૧ કડીનો એમ બે શનિશ્ચરનો છંદ. પ્ર.) મળે છે. કવિની ઓળખ અને કૃતિસમય અનિશ્ચિત છે. ૯૩ કડીવાળી રચના ચોપાઈની દેશીમાં ગવાઈ છે. એમાં સહુને રંજાડતા શનિની અને એને વશમાં આણતા વિક્રમરાજાની સીધેસીધી કથા કહેવાઈ છે. કાવ્ય તરીકે તદ્દન સામાન્ય છે. ૩૧ કડીનો શનિશ્ચર છંદ એ કોઈ અલગ રચના નથી જણાતી, પણ ૬૩ કડીવાળી રચનાનો સંક્ષેપ જ છે. કેટલીક કડીઓ તો બંને રચનાઓમાં સરખી જ છે. પ્રાચીન ૯૦ | સહજસુંદરકૃત ગુણરત્નાકરદ Page #108 -------------------------------------------------------------------------- ________________ છંદ નામક કાવ્યપ્રકાર અને મધ્યકાલીન ગુજરાતીમાં છંદરચનાઓ / ૯૧ છંદ સંગ્રહ’ પુસ્તકમાં ૧૬ કડીનો એક ત્રીજો “શનિશ્ચર છંદ પ્ર.) પણ મળે છે, પણ કત અંગે કશી માહિતી જ નથી, કતનામ પણ નથી. કલિયુગમાં શનિ કેવું પોતાનું ધાર્યું કરી શકે છે એ વર્ણવીને કવિ એનો મહિમા ગાય છે. અહીં, ૪૨ કડીનો “શ્રી સરસ્વતી માતાનો છેદ પ્ર.) અડિયલ છંદમાં રચાયેલો મળે છે પણ કતનામ નથી. સમય અનિશ્ચિત છે. આ છંદમાં સરસ્વતીદેવીનું આલંકારિક વર્ણન અને મહિમાગાન થયું છે. શીલમુનિએ ૬૫ કડીનો “શંખેશ્વર પાર્શ્વનાથ છંદ (પ્ર.) રચ્યો છે. કતની ઓળખ અને કૃતિસમય અસ્પષ્ટ રહે છે. આ છંદની આરંભની ૧૧ કડીઓ દુહામાં છે. બાકીની કડીઓ રસાવળી છંદમાં પ્રયોજાઈ જણાય છે. જુદાંજુદાં સ્થળોના પાર્શ્વનાથની નામાવલિ સાથે શંખેશ્વર પાર્શ્વનાથનો મહિમા ગાયો છે. ૨૪ કડીનો પંચાંગુલીદેવી છંદ પ્ર.) મળે છે. પણ અહીં કતનામ કે કૃતિ સમય નથી. આ કૃતિ હાટકી રહટ્ટા) છંદમાં રચાઈ હોવાનું જણાય છે. એમાં પંચાંગુલીદેવીની શોભાનું વર્ણન કરી કવિએ દેવીનો મહિમા ગાયો છે. - કવિ હંસનો ૧૧ કડીનો સંભવજિન વિજ્ઞપ્તિ છંદ પ્ર.) મળે છે. પણ કવિની ઓળખ અને કૃતિસમય અસ્પષ્ટ છે. | તિલક કવિનો ૯ કડીનો ત્રિભંગી છંદમાં “શ્રી મહાવીર જિન. છંદ પ્ર.), ધર્મસિંહ મુનિનો ૫ કડીનો ચોપાઈમાં “મહાવીર સ્વામીનો છંદ પ્ર.), ૭ કડીનો ચોવીસ જિનવરનો છંદ પ્ર.), ૭ કડીનો ચોપાઈમાં “પાંસડિયા યંત્રનો છંદ (પ્ર.) મળે છે. પણ કવિની ઓળખ અને કૃતિઓના સમય અસ્પષ્ટ રહે છે. અહીં, કોઈ ઉત્તમ કવિનો ૯ કડીનો તોટક છંદમાં ‘શિખામણનો છંદ (પ્ર.) મળે છે. અહીં નેમવાચક કવિનો ૪ કડીનો શંખેશ્વર પાર્શ્વનાથનો છંદ પ્ર) મળે છે. હર્ષસાગરનો ૯૭ કડીનો “સુદર્શન શ્રેષ્ઠિ છંદ મળે છે. પણ ક્યા હર્ષસાગર કવિ તે નિશ્ચિત નથી. કૃતિનો સમય પણ અસ્પષ્ટ રહે છે. ચારણી અને રાજસ્થાની સાહિત્યમાં કેટલીક છંદરચનાઓ : ચારણી સાહિત્યમાં સં.૧૬૫૧ | ઈ.સ.૧૫૯૫ આસપાસ ચારણ સૂકો નાગરાજોત કૃત “રાજ જેતસીનો છંદ નામે એક છંદરચના મળે છે. હુમાયૂન બાદશાહના બાંધવ કામરાને બિકાનેર પર આક્રમણ કર્યું. રાવ જેતસીએ વિશ્વાસુ સેનાપતિઓને ગઢમાં રાખી મધરાતે શત્રુઓ પર છાપો માર્યો. મોગલોએ જેતસીને હાથે હાર ખાધી. આ વિષયવસ્તુનું પ્રૌઢ અને તેજસ્વી વાણીમાં Page #109 -------------------------------------------------------------------------- ________________ કવિએ કતિમાં આલેખન કર્યું છે. પદ્વરી જેવા ચારણ છંદો એમાં પ્રયોજાયા છે.' વિક્રૂ મેહાએ ૧૬મી સદીના ઉત્તરાર્ધમાં કેટલીક રચનાઓ કરી છે તેમાં પાબુજી. Rા છેદી, ભાટી સોમસી રતનાવત રો છેદા, ‘કરણીજી રા છેદ આદિ છંદરચનાઓ છે. ૧૯મી સદીના ઉત્તરાર્ધ અને ૧૭મી સદીના પ્રારંભના કવિઓમાંના એક જાડા મેહડૂએ સાદૂલ પરમાર રો ઈદની રચના કરી છે. કેસોદાસે ચંદ મહાદેવજી રો કે શંકર છંદ) અને છંદશ્રી ગોરખનાથ' જેવી કૃતિઓ આપી છે. આ બધી છંદરચનાઓનું વિષયની દષ્ટિએ વર્ગીકરણ કરતાં જણાય છે કે આ રચનાઓ (૧) કથનાત્મક (૨) સ્તુત્યાત્મક (૩) ઐતિહાસિક અને (૪) જ્ઞાનાત્મક – બોધાત્મક છે. (૧) કથનાત્મક છંદોમાં બાવીસમા તીર્થંકર નેમિનાથ, કામવિજેતા જૈન સાધુ સ્થૂલિભદ્રઋષભદેવના પુત્રો ભરત-બાહુબલિ, મૃગસુંદરી, સુદર્શન શ્રેષ્ઠી આદિનાં કથાનકોને નિરૂપતા છંદોનો સમાવેશ થાય છે. કવિ ઉદયરત્નનો શંખેશ્વર પાર્શ્વનાથનો સલોકો અથવા છંદ શંખેશ્વર તીર્થની ઉત્પત્તિના કારણભૂત કૃષ્ણ-જરાસંધના યુદ્ધની ઘટનાને નિરૂપે છે. તો શનિશ્ચરનો છંદ લલિતસાગરકૃત)માં સહુને રંજાડતા શનિની અને એને વશમાં આણતા વિક્રમરાજાની કથા રજૂ કરાઈ છે. ક્યારેક તૃત્યાત્મક છંદોમાં પણ ઇષ્ટદેવ-દેવીની સ્તુતિ-પ્રશસ્તિ કે મહિમાગાન કરતાં અગાઉ તેમનું ચરિત્ર પણ સંક્ષેપમાં કહેવામાં આવ્યું હોય છે. જેમકે, ઋષિ જેમલજીરચિત “શાંતિનાથનો છંદમાં ૧૯મા તીર્થંકર શાંતિનાથનો મહિમા ગવાયાની સાથે એમનું સંક્ષિપ્ત ચરિત્ર પણ રજૂ કરવામાં આવ્યું છે. () છંદરચનાઓમાં સૌથી વધુ રચનાઓ સ્તુતિ-પ્રશતિની મળે છે. સૌથી વિશેષ છંદો ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથની સ્તુતિના છે. જુદાં જુદાં સ્થાનોએ પાર્શ્વનાથજીની મૂર્તિ પ્રતિષ્ઠિત થવાને કારણે તેમજ અન્ય મહિમાને કારણે પાર્શ્વનાથ અનેક નામભેદે ઓળખાયા છે. જેમકે, શંખેશ્વર પાર્શ્વનાથ, ગોડી પાર્શ્વનાથ, અંતરીક્ષ પાર્શ્વનાથ, જીરાઉલા પાર્શ્વનાથ, મહેવામંડણ પાર્શ્વનાથ, ફ્લોધિ પાર્શ્વનાથ, ભીડભંજન પાર્શ્વનાથ. આ બધા જ પાર્શ્વનાથની સ્તુતિ કરતા છંદો મળે છે. એમાંયે સૌથી વિશેષ ગોડી પાર્શ્વનાથ અને શંખેશ્વર પાર્શ્વનાથના છંદો રચાયા હોવાનું જણાય છે. પાર્શ્વનાથ અષ્ટભયનિવારક ગણાયા હોવાને કારણે પણ આ વિષયના સ્તુત્યાત્મક છંદો વધારે પ્રાપ્ત થાય છે. ૧, પુસ્તક : “ચારણો અને ચારણી સાહિત્ય', લે. ઝવેરચંદ મેઘાણી. ૨. પુસ્તક : રાજસ્થાની સાહિત્યના ઇતિહાસની રૂપરેખા', લે. હીરાલાલ માહેશ્વરી, અનુ. ઉપેન્દ્ર પંડ્યા. ૯૨ / સહજસુંદકૃત ગુણરત્નાકરછંદ Page #110 -------------------------------------------------------------------------- ________________ છંદ' નામક કાવ્યપ્રકાર અને મધ્યકાલીન ગુજરાતીમાં છંદરચનાઓ / ૯૩ આ ઉપરાંત ૨૨મા તીર્થંકર નેમિનાથ, આદિ તીર્થંકર ઋષભદેવ, ૨૪મા તીર્થંકર મહાવીરસ્વામી, ૧૬મા તીર્થંકર શાંતિનાથ, ૩જા તીર્થંકર સંભવનાથ, વિહરમાન જિનેશ્વર સીમંધરસ્વામી વગેરે તીર્થંકરોની સ્તુતિના છંદો મળે છે. ઉપરાંત એક જ છંદરચનામાં ચોવીસે તીર્થંકરોની સ્તુતિ સાંકળી લેવામાં આવી હોય એવી છંદરચના પણ મળે છે. મહાવીરસ્વામીના મુખ્ય ગણધર ગૌતમસ્વામીની સ્તુતિના છંદો ઠીકઠીક સંખ્યામાં લખાયા છે. સરસ્વતી, અંબિકા, ભવાની / વીસહથા માતાજી, જિનશાસનદેવી પદ્માવતી આદિ દેવીઓની સ્તુતિના, સ્થૂલિભદ્ર જેવા ચૌદપૂર્વધર સાધુની સ્તુતિના, સોળ સતીઓની સ્તુતિના, માણિભદ્ર વીરની સ્તુતિના છંદો રચાયા છે. (૩) ઐતિહાસિક વિષયવસ્તુવાળા છંદોમાં ઈડરના રાવ રણમલ્લ અને મુસ્લિમ સૂબા ઝફરખાનના સૈન્ય વચ્ચે ઈડરની તળેટીમાં ખેલાયેલા યુદ્ધપ્રસંગને વર્ણવતો જૈનેત૨ કવિ શ્રીધર વ્યાસનો ‘રણમલ્લ છંદ', જૈન સાધુ પાર્શ્વચંદ્ર તેમજ જિનદત્તસૂરિનાં ચરિત્રો રજૂ કરતા પાર્શ્વચંદ્રસૂરિના ૪૭ દુહા અથવા છંદ' અને ‘જિનદત્તસૂરિછંદ', કચ્છના શ્રેષ્ઠી જગડૂશાહની સં. ૧૩૧૫ના દુષ્કાળ સમયની દાનવીરતા વર્ણવતો જગડૂસાહ છંદ', આબુ વિશેની માહિતી અર્પતો ‘આબુજીનો છંદ’, પાર્શ્વનાથ જે દેશમાં જન્મ્યા તે દેશનું વર્ણન કરતો ‘(ગોડી પાર્શ્વનાથ) દેશાંતરી છંદ” તેમજ “પૂર્વદેશ વર્ણન છંદ' વગેરે છંદોનો સમાવેશ થાય છે. (જી શાનાત્મક - બોધાત્મક છંદોમાં શ્રાવક કરણી વિશે, કરણી વિશે, ૩૪ અતિશયો વિશે, કલિયુગ વિશે, ક્રોધ-માન-માયા-લોભ એ ચાર કષાયો વિશે, સત્પુરુષનાં લક્ષણો વિશે, અભય ચિંતામણિ – ગર્ભ ચેતાવણી વિશેના છંદો ઉપરાંત મોહરાજા વર્ણન છંદ', ‘તાવનો છંદ’, ‘નવકાર છંદ’, ‘જીવદયાનો છંદ’, ‘જ્ઞાનબોધનો છંદ', ‘શિખામણનો છંદ' વગેરે છંદોનો સમાવેશ થાય છે. નાની-મોટી છંદરચનાઓમાં થયેલી છંદપ્રયુક્તિ વિશે વિચારતાં આ છંદરચનાઓ બે ભાગમાં વહેંચાય છે. (૧) છંદોવૈવિધ્ય ધરાવતી છંદરચનાઓ : છંદોવૈવિધ્યવાળી કેટલીક મહત્ત્વની છંદરચનાઓમાં રણમલ્લછંદ', ‘સપ્તશતીછંદ', ‘રંગરત્નાકર નેમિનાથ છંદ', ‘ગુણરત્નાકર છંદ’, ભાવવિજયનો ‘અંતરીક્ષ પાર્શ્વનાથ છંદ', જ્ઞાનવિમલ નવિમલનો ચોવીસ જિનેશ્વરનો છંદ', કાંતિવિજયગણિનો ગોડી પાર્શ્વનાથ છંદ', કવિ કાન (શ્વેતાંબર)નો ‘ફલવર્ધી પાર્શ્વનાથનો છંદ' વગેરેનો સમાવેશ થાય છે. (૨) સળંગ છંદવાળી રચનાઓ : ઉપર દર્શાવ્યા સિવાયની રચનાઓ સામાન્યત: કોઈ સળંગ છંદમાં રચાયેલી કૃતિઓ છે. ખાસ કરીને લઘુકૃતિઓ કોઈ Page #111 -------------------------------------------------------------------------- ________________ એક સળંગ છંદમાં રચાયેલી મળે છે. લાવણ્યસમયનો ગૌતમાષ્ટક છંદ અને જીરાઉલા પાર્શ્વનાથ છંદ ચોપાઈમાં, “સૂર્યદીપવાદછંદ છપ્પામાં, નયપ્રમોદનો “શંખેશ્વર પાર્શ્વનાથ છંદ' સારસીમાં, જયચંદ્રનો પાર્વચંદ્રસૂરિના ૪૭ દુહા (અથવા છંદ) દુહામાં, સમયસુંદરનો “મહેવામંડણ પાર્શ્વનાથ સ્તવન અથવા છંદ' તોટકમાં, શાંતિકુશલનો “ભારતી સ્તોત્ર (અથવા શારદા છંદ) અડયલ્સમાં, જિનહર્ષનો પાર્શ્વનાથ ઘઘર નિસાણી છંદ સવૈયામાં અને “શ્રાવક કરણી સઝાય અથવા છંદ ચોપાઈમાં, ઉદયરત્નનો ગૌતમસ્વામીનો છંદ ઝૂલણામાં, ૧૧ કડીનો પાર્શ્વનાથનો છંદ અને “મોહરાજા વર્ણનછંદ ભુજંગપ્રયાતમાં, લક્ષ્મીવલ્લભનો “(ગોડી પાર્શ્વનાથ) દેશાંતરી છંદ ત્રિભંગીમાં, ઉત્તમવિજયનો “પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ નામનો છંદ ઝૂલણામાં રચાયેલા છે. સળંગ છંદવાળી રચનાઓમાં પણ કવિ આરંભે ઈષ્ટદેવ-દેવીની સ્તુતિ કરતી કડી શ્લોક રૂપે કે દુહામાં રચે છે. તો અંતિમ કડી – “કલશ' છપ્પયમાં હોવાનું વિશેષ જણાયું છે. આ બધી રચનાઓમાં છંદના બંધારણને ચુસ્ત રીતે વળગી રહેવાને બદલે એમાં છૂટછાટ લઈને કવિ એ છંદની ચાલમાં પણ રચના કરે છે. અક્ષરસંખ્યા, ગણ, માત્રા, તાલ, યમક, પ્રાસ એમ કવિ કેવી છૂટછાટ લે છે એના પર તે છંદની ચાલ – ચાલિનો આધાર રહે છે. તો ક્યારેક કવિ નવાં પાદપૂરકો પણ ઉમેરે છે. પણ આ બધું કવિ એણે રચેલી કૃતિના છંદોગાનને – છંદ દ્વારા સધાતા ગેયતત્ત્વને પુષ્ટિ આપવા માટે કરે છે. છંદોગાન એ આ છંદરચનાઓનું એક માણવા જેવું તત્ત્વ છે. ૯૪ / સહસુંદરકત ગુણરત્નાકર Page #112 -------------------------------------------------------------------------- ________________ ૫ ‘ગુણરત્નાકરછંદ”ની સમીક્ષા ‘ગુણરત્નાકરછંદ’ એ જૈન સાધુવિ સહજસુંદરની સં.૧૫૭૨ / ઈ.સ.૧૫૧૬માં એટલે કે આજથી બરાબર ૪૮૧ વર્ષ પહેલાં રચાયેલી મધ્યકાલીન ગુજરાતીની દીર્ઘ કૃતિ છે. કવિ સહજસુંદ૨ે નાનીમોટી થઈને પચીસેક રચનાઓ કરી છે. (જેનો પરિચય આપણે આગળ ‘કિવ સહજસુંદર અને એમનું સાહિત્યસર્જન' વિષયક અભ્યાસમાં કર્યો.) પણ ‘ગુણરત્નાકરછંદ' આ કવિની શ્રેષ્ઠ રચના છે. અને જ્યાં સુધી આ રચના અપ્રગટ છે ત્યાં સુધી સહજસુંદર પણ અપ્રગટ જેવા જ છે એમ કહેવામાં વાંધો નથી. આ કૃતિના શીર્ષકમાં જેનો સંકેત છે તે પ્રમાણે આ કૃતિ જુદાજુદા છંદોમાં રચાયેલી છે. એ છંદોમાં ચારણી પરંપરાના છંદોનો પણ સમાવેશ થતો હોઈ કૃતિ મુખ્યત્વે ચારણી છંદોલયની છટામાં ગવાય એવી બની છે. છેક ઈ.સ.૧૩૯૮માં ‘રણમલ્લછંદ’ જેવી રચનાથી માંડી મધ્યકાળના વિવિધ તબક્કાઓમાં જે નાનીમોટી છંદરચનાઓની એક પરંપરા ઊભી થઈ હતી તેમાં છંદસ્વરૂપની એક રચના લેખે ‘ગુણરત્નાકરછંદ’ પણ મોખરાનું સ્થાન ધરાવે એવી કૃતિ છે. આ કૃતિ ચાર અધિકારમાં વિભક્ત અને ૪૧૯ કડીની બનેલી છે. જૈન સમાજમાં સુપ્રસિદ્ધ સાધુ સ્થૂલિભદ્ર અને કોશાનું ચિરત્ર આલેખતી આ એક દીર્ઘ કથનાત્મક કૃતિ છે. આ કૃતિનું અપરનામ સ્થૂલભદ્રછંદ’ એમ પણ મળે છે, પણ મુખ્યત્વે સઘળી હસ્તપ્રતોમાં એ ‘ગુણરત્નાકરછંદ'ને નામે જ ઓળખાઈ છે. કાવ્યનાયક સ્થૂલિભદ્રને અહીં ગુણોના રત્નાકર કહ્યા છે. મુખ્યત્વે પાંચ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ કૃતિની સમીક્ષા કરવાનો અહીં ઉપક્રમ છે : ૧. આ કૃતિ સ્થૂલિભદ્રની ચિરત્રકથા રજૂ કરતી કથનાત્મક રચના છે, પણ કથન એ કવિનું ગૌણ લક્ષ્ય રહ્યું છે. ૨. કથન નહીં, વર્ણન અહીં વિશેષ ધ્યાન ખેંચે છે. ૩. કૃતિના બહિરંગની માવજત એ આ કૃતિનો સવિશેષ આસ્વાદ્ય અંશ રહ્યો છે. ૪. છંદ' સંજ્ઞાને સાર્થક કરતી આ રચના છે. ૫. કૃતિમાં કવિનાં પાંડિત્ય અને બહુશ્રુતત્વ જોવા મળે છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ ગુણરત્નાકરછંદ' સ્થૂલિભદ્રની ચરિત્રકથા રજૂ કરતી દીર્ઘ કથનાત્મક કૃતિ હોઈ એમાં કથન ખરું, પણ કથન એ કવિનું ગૌણ લક્ષ્ય રહ્યું છે. આ મુદ્દો સ્થાપિત કરવા માટે સૌપ્રથમ આપણે કડીવાર કૃતિનું વસ્તુવિશ્લેષણ કરીએ. પહેલો અધિકાર ૧-૧૪ સરસ્વતીની સ્તુતિ. ૧૫-૨૦ સ્થૂલિભદ્રના ગુણવર્ણન માટે દેવી પાસે મતિ-વાણીયાચના. ૨૧-૪૦ સ્થૂલિભદ્ર-ગુણપ્રશસ્તિ. ૪૧-૪૫ નેમિકથાનક કરતાં સ્થૂલિભદ્રકથાનકનું ચડિયાતાપણું. ૪૬-૫૮ પાડલપુર નગરનું વર્ણન. ૫૯-૬૦ નંદરાજા-પરિચય. ૬૧-૬૮ શકટાલ-લાછલદેવીને ઘેર પુત્રજન્મ. બીજો અધિકાર ૧-૩ શારદાસ્તુતિ. ૪-૧૫ સ્થૂલિભદ્ર-જન્મમહોત્સવવર્ણન – નામકરણ. ૧૬-૨૨ સ્થૂલિભદ્રના શૈશવનું, ઉછેરનું, માતાપિતાના વાત્સલ્યનું વર્ણન. ૨૩ સ્થૂલિભદ્રનો વિદ્યાભ્યાસ. ૨૪-૩૫ સ્થૂલિભદ્રના યૌવનસંક્રમણનું વર્ણન. ૩૬-૩૮ સ્થૂલિભદ્રની રાજસવારીનું વર્ણન. ૩૯-૪૮ સ્થૂલિભદ્રનો વનવિહાર. ૪૯-૫૧ સ્થૂલિભદ્રને પોતાને ત્યાં આવતા જાણી કોશાના મનોરથો. ૫૨-૫૯ સ્થૂલિભદ્રના સ્વાગત અને દર્શન પછી કોશાના મનોભાવો. ૬૦-૬૧ અક્કાની સલાહ સામે કોશાનો અનુરાગભર્યો પ્રત્યુત્તર. ૬૨-૭૫ રૂપસૌંદર્ય, શૃંગાર સજાવટ અને ગાન-વાદન-નર્તન આદિ કલાનૈપુણ્ય દ્વારા સ્થૂલિભદ્રને રીઝવવાના કોશાના પ્રયાસોનું વર્ણન. ૭૯-૮૩ વેશ્યાચરિત્ર વિશે સ્થૂલિભદ્રના ઉદ્ગારો. ૮૪–૧૦૧ કોશાના વળતા ઉત્તરમાં અકુલીન સ્ત્રીના આચારો વિશે રજૂઆત. ૧૦૨–૧૦૮ સ્થૂલિભદ્ર પ્રત્યેની પ્રીતિમાં કોશાની નિશ્ચલતા અને સ્થૂલિભદ્રને ઇજન. ૧૦૯-૧૧૧ કોશાના આવાસનું વર્ણન. ૧૧૨-૧૬૦ સ્થૂલિભદ્ર અને કોશાના ભોગવિલાસ અને રંગરાગનું વર્ણન: ૯૯ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછેદ Page #114 -------------------------------------------------------------------------- ________________ ગુણરત્નાકરઇદની સમીક્ષા / ૯૭ ત્રીજો અધિકાર ૧-૪ ત્રીજા અધિકારનો પ્રસ્તાવ અને સરસ્વતી પાસે વાણીયાચના. ૫-૧૩ સ્થૂલિભદ્રના ભોગવિલાસ દરમિયાન પિતાની હત્યાનું સંક્ષિપ્ત કથાનક. ૧૪–૧૭ રાજ્યનું તેડું લઈને શ્રીયકનું આગમન અને મોટા ભાઈને સલાહ. ૧૮-૨૦ સ્થૂલિભદ્રનું મનોદ્ધ. ૨૧-૨૬ ન જવા માટે કોશાની વિનંતી – કાકલૂદી. ૨૭–૨૮ કોશાને સમજાવીને સ્થૂલિભદ્રનું પ્રયાણ. ૨૯-૩૦ રાજસભામાં સ્થૂલિભદ્રનું આગમન; રાજાનો મંત્રીપદ માટે પ્રસ્તાવ. ૩૧-૪૫ સ્થૂલિભદ્રનો આંતરવિમર્શ રાજખટપટ અને સ્ત્રી-આસક્તિ પ્રત્યે ધિક્કારભાવ.. ૪૬-૪૯ જ્ઞાનપ્રકાશ. વૈરાગ્ય માટેનો નિર્ણય. ૫૦–પર રાજાને વિચારનિર્ણયની જાણ. સૌ રાજપુરુષોનો ઠપકો. ૫૩૭૮ સ્થૂલિભદ્રના સંયમ સ્વીકારની વાત સાંભળી કોશાના હૃદયભાવો વિરહવેદનાનું નિરૂપણ. ૭૯-૮૧ સ્થૂલિભદ્રનાં વધામણાં. ગુરુ પાસે સ્થૂલિભદ્રનો શાસ્ત્રાભ્યાસ. ૮૨-૯૨ આગામી ચાતુમસ કોશાને ત્યાં ગાળવા સ્થૂલિભદ્રનો નિર્ણય. ચેતવણી સાથે ગુરુનો આદેશ. સ્થૂલિભદ્રનું કોશાને ત્યાં આગમન. ૯૪-૯૬ કોશાનો આનંદ. સ્થૂલિભદ્રનો જુદા જ ખ્યાલ આદરસત્કાર. ૯૭–૯૮ ચાતુમસ-મુકામ માટે સ્થૂલિભદ્રની માગણી અને સ્વીકાર. ૯૯-૧૦૪ આનંદમહોત્સવની તૈયારીનું વર્ણન. ચોથો અધિકાર ચોથા અધિકારનો પ્રસ્તાવ ૨-૯ કોશાના સ્થૂલિભદ્રને રીઝવવાના પ્રયાસોનું વર્ણન. કોશાનો ઉપાલંભ. ૧૦-૫૧ સ્થૂલિભદ્રનો કોશાને પ્રતિબોધ. તે અંતર્ગત ગર્ભવિકાસની પ્રક્રિયા, ગર્ભસ્થ જીવની વેદના, નરકનાં દુઃખો, પરમાધામીઓના જુલ્મો, મોટા દુશ્મન સમી વિષયવાસના, જર્જરિત વૃદ્ધત્વ વગેરે વિશેનું વર્ણનાત્મક નિરૂપણ. ૫૨-૬૦ સ્થૂલિભદ્રની શિખામણનો સ્વીકાર, પણ દીક્ષાપાલન માટેની કોશાની લાચારી. અંતે સમ્યક્તથી રંગાઈને કોશાનું શુદ્ધ શ્રાવકવ્રતનું પાલન. સ્થૂલિભદ્રનું ગુરુ પાસે પ્રત્યારામન. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ગુરુ દ્વારા સ્થૂલિભદ્રનો અન્ય મુનિઓ કરતાં વિશેષ આદર. ૬૩-૬૫ અન્ય મુનિઓને સ્થૂલિભદ્રની ઈર્ષ્યા. ૬૬-૮૧ સિંહગુફાવાસી મુનિનું કથાનક. ૮૨-૮૭ સ્થૂલિભદ્રગુણપ્રશસ્તિ, ફલશ્રુતિ, રચનાવર્ષ-કવિનામ આદિ. ઉપર્યુક્ત વસ્તુવિશ્લેષણમાં જોઈ શકાશે કે મોટા ભાગની કડીઓ વર્ણનો અને પાત્રોના મનોભાવો – હૃદયભાવોનાં નિરૂપણોમાં રોકાયેલી છે. પહેલા અધિકારની ૨૧થી ૪૦ કડીઓમાં સ્થૂલિભદ્રની ગુણપ્રશસ્તિમાં એમના જીવનના કેટલાક પ્રસંગોના કેવળ અલપઝલપ ઉલ્લેખો જ કવિએ કર્યા છે. મિત્ર ધનદેવને સુખી કર્યાના, કુટુંબને સંયમમાર્ગ દેખાડ્યાના, પોતાની બહેનોને સિંહરૂપ દર્શાવ્યાના તેમજ રથવાહના કથાનકના અહીં માત્ર ઉલ્લેખો જ છે. સ્થૂલિભદ્રના ચરિત્રની અન્યથા જાણકારી ન હોય તો કેવળ આ પ્રસંગોલેખથી તે-તે કથાપ્રસંગોનો પર્યાપ્ત પરિચય પામી શકાય નહીં. નંદરાજા, શકટાલ મંત્રી, લાછલદે અને શ્રીયકના નિર્દેશો ત્રણેક કડીમાં કવિએ કર્યા છે. સ્થૂલિભદ્રના જન્મપ્રસંગ આગળ કવિ પહેલો અધિકાર પૂરો કરે છે. બીજા અધિકારમાં પણ કવિ કથાના પાતળા દોર ઉપર એક પછી એક આવતાં વર્ણનોમાં જ કૃતિને આગળ વધારે છે. સ્થૂલિભદ્રના કોશાને ત્યાં આગમનથી માંડી બીજા અધિકારના અંત સુધીનો બધો જ ભાગ (કડી પરથી ૧૬૦) સ્થૂલિભદ્ર-કોશા વચ્ચેના સંવાદો, કોશાના સ્થૂલિભદ્રને રીઝવવાના પ્રયાસો અને સ્થૂલિભદ્રકોશાના ભોગવિલાસ અને રંગરાગનાં વર્ણનોમાં જ રોકાયો છે. ત્રીજા અધિકારના આરંભમાં રાજખટપટને કારણે પિતા શકટાલના અપમૃત્યુના પ્રસંગને કવિએ અતિ સંક્ષેપમાં આલેખ્યો છે. વરરુચિ પંડિતની શકટાલ પ્રત્યેની દ્વેષવૃત્તિનો આખો કિસ્સો સ્થૂલિભદ્રચરિત્રના આધારગ્રંથોમાં મળે છે, તે અહીં અતિ સંક્ષેપને કારણે ઊપસ્યો જ નથી. સ્થૂલિભદ્રના મનોદ્ધદ્ધ અને પરિવર્તનની એક ભૂમિકા પૂરી પાડવા પૂરતો જે એનો અહીં અલ્પનિર્દેશ થયો છે. - આ અધિકારમાં સ્થૂલિભદ્રનો સંયમ સ્વીકાર અને કોશાને ત્યાં ચાતુર્માસ ગાળવા માટે એમણે ગુરુનો માગેલો આદેશ – આ બે મહત્ત્વના બનાવોનો આધાર લઈને સ્થૂલિભદ્રના મનોજગતને, એમના દઢ સંકલ્પને, સ્થૂલિભદ્રના સાધુવેશની જાણ થતાં કોશાની હૃદયવ્યથા અને વિરહવેદનાને કાવ્યાત્મક રીતે વર્ણવવામાં જ કવિએ વિશેષ રસ દાખવ્યો છે. ચોથા અધિકારની ૮૭ કડીઓમાંથી ૬૫ કડી સુધીનો ભાગ કોશાને ત્યાં આવેલા સ્થૂલિભદ્ર કોશાને ઉપદેશવચનોથી પ્રતિબોધ પમાડી એમાં જ રોકાયેલો ૯૮ / સહજસુંદરકત ગુણરત્નાકરછેદ Page #116 -------------------------------------------------------------------------- ________________ ‘ગુણરત્નાકરછંદ'ની સમીક્ષા / ૯૯ છે. તે પછી, ઈર્ષ્યાવૃત્તિથી પ્રેરાઈ ગુરુનો સ્થૂલિભદ્રને મળ્યો તેવો જ આદર પામવા કોશાને ત્યાં ચાતુર્માસ ગાળવા તત્પર બનેલા સિંહગુફાવાસી મુનિનું કથાનક આવે છે. પણ તેને કવિએ માત્ર પંદરેક કડીમાં જ સમેટ્યું છે. ૭૫મી કડીમાં તો મુનિ રત્નકંબલ લેવા નેપાળ દેશ પહોંચે ને પછીની ૭૬મી કડીમાં તો પ્રવાસ ખેડી કોશાને ત્યાં પરત આવે એટલી ત્વરાએ વાત કરી છે. એટલે જોઈ શકાશે કે જ્યાં કથન કરવું છે ત્યાં કવિએ ઝડપ રાખી છે ને સંક્ષેપ કર્યો છે; જ્યારે વર્ણનો – ભાવનિરૂપણોમાં મન મૂકીને જાણે વરસ્યા છે, વિસ્તર્યા છે. જો કવિનો મુખ્ય રસ કથાકથનનો જ રહ્યો હોત તો આધારગ્રંથોમાં મળતા સ્થૂલિભદ્રચરિત્રના અન્ય ઘણા પ્રસંગોને વિસ્તારથી રજૂ કરીને કૃતિને કેવળ કથાકથનથી જ હજી વધુ દળદાર કરી શક્યા હોત. પણ કથન એ કવિનું ગૌણ લક્ષ્ય રહ્યું અને સ્થૂલિભદ્ર-કોશાના સંબંધોના મુખ્ય વસ્તુફ્તક ઉપર જ કવિએ કાવ્યસર્જનનું લક્ષ રાખ્યું છે. • આધારગ્રંથોમાં મળતા સ્થૂલિભદ્રચરિત્રનો ગુણરત્નાકરછંદમાં વિનિયોગ : આ શોધનબંધમાં, આ અગાઉ, આધારસ્રોત ગ્રંથોમાં મળતાં સ્થૂલિભદ્રકથાનકોનો આધાર લઈને સંકલિત કથાનક રજૂ કર્યું છે. ત્યાં જુદાજુદા ગ્રંથોમાં આ કથાપ્રસંગોની વ્યાવર્તકતા પણ જે-તે સ્થાને દર્શાવી છે. અહીં, ‘ગુણરત્નાકરછંદ’માં એ કથાનકોનો કેવોક વિનિયોગ થયો છે તેની થોડીક તુલના કરીશું. અહીં પાડલપુર (પાટલિપુત્ર) નગર, નંદરાજા, એનો મંત્રી શકટાલ, શકટાલની નાગર બ્રાહ્મણની જ્ઞાતિ, શકટાલની પત્ની લાછલદેવી, સ્થૂલિભદ્ર અને શ્રીયક એ બે પુત્રો અને સાત પુત્રીઓના ઉલ્લેખો મૂળ કથાનક પ્રમાણેના છે. સ્થૂલિભદ્રનો જન્મમહોત્સવ, સ્થૂલિભદ્રનું શૈશવ, બાળઉછેર, માતાપિતાનું વાત્સલ્ય વગેરેનાં વર્ણનો કવિએ કર્યાં છે. મૂળ કથાનકમાં આવાં વિસ્તૃત વર્ણનોનો આધાર નથી. ‘ઉ.મા.'માં યુવાન બનેલો અને મિત્રોથી વીંટળાયેલો સ્થૂલિભદ્ર વનપ્રદેશમાં વિહાર કરીને પાછા ફરતાં કોશા નામની વેશ્યાની નજરે ચઢ્યો અને કોશા એના રૂપથી મુગ્ધ થઈ એ કથાનકનો આધાર લઈ કવિએ અહીં સ્થૂલિભદ્રની રાજસવારી, વનદર્શન, વનવિહારનાં વર્ણનો પછી, કોશાના નિવાસે સ્થૂલિભદ્ર આવ્યા એ પ્રકારનું નિરૂપણ કર્યું છે. ‘ઉ.મા.'માં કોશાએ સ્થૂલિભદ્રનું ચિત્ત ચતુરાઈથી વશ કર્યું એ પ્રસંગનો આધાર લઈ સ્થૂલિભદ્ર-કોશા-મિલનને ખૂબ જ વિસ્તારીને રજૂ કર્યું છે. કોશા સ્થૂલિભદ્રને જોઈ કેવા અભિલાષ કરે છે, પ્રીતિભાવ અનુભવે છે, રૂપસૌંદર્ય, હાવભાવ અને કલાનૈપુણ્ય દ્વારા સ્થૂલિભદ્રને રીઝવે છે, કોશાને સ્થૂલિભદ્ર વેશ્યાચરિત્ર સંભળાવે છે, એના જવાબમાં કોશા અકુલીન ગૃહિણીનાં લક્ષણો વર્ણવે છે એ બધી Page #117 -------------------------------------------------------------------------- ________________ કવિની સરજત છે. સ્થૂલિભદ્ર કોશાને ત્યાં બાર વર્ષ ભોગવિલાસમાં રત રહ્યા અને સાડાબાર કરોડ સોનામહોર જેટલો દ્રવ્યવ્યય કર્યો એ પ્રસંગને ઉ.મા.'નો આધાર છે. વરરુચિ પંડિતની દ્વેષવૃત્તિનું કથાનક ‘શી.”, ‘ભ.બા.વૃ.’, ‘યો.’ આદિ ગ્રંથોમાં વીગતે આવે છે. એમાંથી અહીં એકલસંથી વિદ્યા જાણતી પુત્રીઓએ પંડિતને ભોંઠો પાડ્યો એ પ્રસંગ, પોતાનો મહિમા દર્શાવવા ગંગાતટે પ્રપંચ કરીને વરિચ ગંગાના જળમાંથી રોજે ધન મેળવતો એ પ્રસંગ, શકટાલ વિરુદ્ધ દુહો લખી એનો ઘેરઘેર પ્રસાર કરાવી વરરૃચિએ રાજાની અપ્રત્યક્ષ કાનભંભેરણી કરી એ પ્રસંગ, નંદરાજા ગુસ્સે થતાં શ્રીયકે પિતાની હત્યા કરી. એ પ્રસંગ તથા મંત્રીપદનો પ્રસ્તાવ થતાં સ્થૂલિભદ્રને રાજાનું તેડું ગયું એ બધા કથાપ્રસંગો સાતેક કડીમાં જ અતિસંક્ષેપમાં સ્થૂલિભદ્ર-કોશાના કથાનકની ભૂમિકારૂપે માત્ર નિર્દેશાયા જ છે. પણ પિતા શકટાલે જાતે જ વિષપાન કરી લીધું અને આખા કુટુંબને રાજાના કોપમાંથી ઉગારી લેવા માટે જ પુત્ર શ્રીયકને રાજસભામાં પોતાની હત્યા કરવા સમજાવ્યો એવા મૂળ કથાનકમાં આવતા પ્રસંગનો કોઈ નિર્દેશ અહીં મળતો નથી. આ પ્રસંગકથન વિના, અહીં, તવ સિરીઇ માર્યઉ પિતા' – શ્રીયકે ત્યારે પિતાની હત્યા કરી - એ પ્રસંગની માર્મિકતા અગ્રાહ્ય રહે છે. અને શ્રીયકના પાત્ર વિશે ગેરસમજભર્યો પ્રશ્નાર્થ ઊભો કરી શકે એમ છે. ‘ઉ.મા.’માં નંદરાજાએ સ્થૂલિભદ્રને બોલાવવા સેવકો મોકલ્યાનો ઉલ્લેખ છે, જ્યારે અહીં, શ્રીયક જાતે મોટા ભાઈને બોલાવવા જાય છે. પણ આ ફેરફારથી સ્થૂલિભદ્રના મનોસંઘર્ષને સારો ઉઠાવ મળ્યો છે. કેમકે એક તરફ કોશાની પ્રીતિ અને બીજી તરફ લઘુબાંધવ શ્રીયકની રાજ્ય અને કુટુંબ પ્રત્યેની ફરજોને પ્રેરતી શિખામણ એ બે પિરબળો સક્ષમ બન્યાં છે. સ્થૂલિભદ્રનું રાજસભામાં ગમન, રાજાએ મંત્રીપદનો કરેલો પ્રસ્તાવ અને વિચારીને પોતે નિર્ણય લેશે એવો સ્થૂલિભદ્રનો જવાબ – એ પ્રસંગો ‘ઉ.મા.’ને અનુસરે છે. મૂળમાં પણ સ્થૂલિભદ્ર એકાંતે જઈ આંતરવિમર્શ કરે છે, અહીં પણ, કવિએ રાજા, રાજ્યતંત્ર, વિષયાસક્તિ, સ્ત્રીમાં આસક્તિ વગેરે વિશે ઊંડું વિચારતા સ્થૂલિભદ્રને નિરૂપ્યા છે. શાસનદેવીએ આપેલા સાધુવેશને ધારણ કરી, કેશલોચ કરી સ્થૂલિભદ્ર રાજસભામાં આવ્યા તે પ્રસંગ પણ ‘ઉ.મા.’ના કથાનકને અનુસરતો છે. ‘યો.’, ‘ઉ.સુ.પૃ.’ રાજસભામાંથી પાછા ફરતા સ્થૂલિભદ્ર કોશાને ત્યાં પાછા તો નથી જતાને એવી ખાતરી રાજાએ કરાવી એમ કહે છે. અહીં કવિ યો.’ અને ‘ઉ.સુ.પૃ.’ના આ પ્રસંગને અનુસર્યા નથી. સ્થૂલિભદ્ર, પછી, સંભૂતિવિજય પાસે ચારિત્ર્ય ગ્રહણ ૧૦૦ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ Page #118 -------------------------------------------------------------------------- ________________ ‘ગુણરત્નાકરછંદની સમીક્ષા / ૧૦૧ કરી એમની પાસે રહ્યા એ પ્રસંગ ‘ઉ.મા.’ને અનુસરે છે. ‘ઉ.મા.’માં સ્થૂલિભદ્રના સંયમ-અંગીકારની કોશાને જાણ થતાં વિલાપ કરવા લાગી એ પ્રસંગનો ઉપયોગ કરી વિએ કોશાની હૃદયવ્યથા અને વિરહવેદનાના નિરૂપણની સુંદર તક લીધી છે. લગભગ ૨૬ કડીઓમાં યમકપ્રયોગ સાથેનું આ વર્ણન અલંકારસમૃદ્ધ અને વિપ્રલંભશૃંગારનું નિષ્પાદક બન્યું છે. ‘શી.’માં વરુચિ પંડિત સાથેની શ્રીયકની વેરની વસૂલાતનો કિસ્સો વિસ્તારથી કહેવાયો છે. આ વસૂલાત માટે શ્રીયક કોશા દ્વારા કોશાની બહેન ઉપકોશાને મદદમાં લે છે. માળીને શીખવ્યા પ્રમાણે મદનફળના ચૂર્ણવાળું કમળપુષ્પ વરુચિને રાજસભામાં અપાય, વરુચિ તે સૂંઘે, તેને ઊલટી થાય અને એ તકનો લાભ લઈ એણે મદ્યપાન કર્યું હોવાનું આળ વરચિ ઉપર મુકાય ને પિરણામે એ તિરસ્કૃત – બહિષ્કૃત થાય આ આખાયે પ્રસંગનો ‘ગુણરત્નાકરછંદ’માં ક્યાંયે નિર્દેશ થયો નથી. ત્રણ મુનિઓ અને સ્થૂલિભદ્ર આગામી ચાતુર્માસ ગાળવાનો સંભૂતિવજય ગુરુ પાસે આદેશ માગે છે એ કથાનક ઉ.મા.’ને અનુસરે છે. સ્થૂલિભદ્ર ચાતુર્માસ માટે કોશાને ત્યાં ગયા, કોશા હર્ષ પામી, સ્થૂલિભદ્ર કોશાની ચિત્રશાળામાં રહ્યા, કોશાએ બાર વર્ષનો જૂનો સ્નેહ તાજો કરવાનો પ્રયત્ન કર્યો, ભોગવિલાસ માટે ઇજન આપ્યું, એ મૂળના કથાનકને કવિ અહીં અનુસર્યા છે. અરથીઉ વ્યસની થયઉ એહ, તઉ આવીયઉ મિન ધરીઅ નેહ' એમ અહીં કોશા સ્થૂલિભદ્રને જોઈને વિચારે છે તે પ્રસંગમાં ‘શી.’ અને ભ.બા.પૃ.'ને કવિ અનુસર્યા છે. ત્યાં કોશાને એવો તર્ક કરતી બતાવી છે કે ‘સ્થૂલિભદ્ર ચારિત્ર સહન ન કરી શકવાથી અને પૂર્વના સ્નેહથી જ મારે ઘેર પુનઃ પધાર્યા છે. વ્રતનો ભંગ કરીને તેઓ આવ્યા જણાય છે.' સ્થૂલિભદ્ર કોશાને પ્રતિબોધે છે એ પ્રસંગ ઉ.મા.’માં છે. ત્યાં મૂળમાં મુખ્ય વાત એ છે કે ‘અપવિત્ર અને મલમૂત્રના પાત્ર સમાન કામિનીના દેહને આલિંગવાને કોણ ઇચ્છે છે ? સ્ત્રીને નરકના દ્વાર સમી ત્યાં વર્ણવી છે. મૈથુનને કારણે લાખો સૂક્ષ્મ જીવોની થતી હિંસાની વાત એમાં કહેવાઈ છે. અસંખ્ય ભોગ ભોગવ્યા પછી પણ વિષયની તૃપ્તિ થતી નથી. અહીં પણ, કોશાને પ્રતિબોધતાં સ્થૂલિભદ્ર વિષયને મોટો વેરી કહી એના વ્યાપ અને પ્રભાવને વર્ણવે છે. વિષયને અગ્નિ, કળણ, ધાડપાડુ, મધુબિંદુ, નરકનો દૂત જેવી ઉપમાઓ આપી એના દુષ્કૃત્યને કવિએ વર્ણવ્યું છે. પણ તે ઉપરાંત કવિએ અહીં ગવિકાસની પ્રક્રિયા, ગર્ભસ્થ જીવની વેદના, નારકીનાં દુ:ખો અને પરમાધામીઓના જુલ્મો પણ વર્ણવ્યા છે. અંતે કોશા સંપૂર્ણપણે સમ્યક્ત્વથી ભીંજાઈ ગઈ, પ્રતિબોધ પામી અને પરમ શ્રાવિકા બની એ ઉલ્લેખો મૂળ કથાનકોને Page #119 -------------------------------------------------------------------------- ________________ અનુસરતા છે. ઉ.મામાં કોશાને ત્યાંથી પાછા ફરેલા ધૂલિભદ્રને ગુરુ દુષ્કર કાર્ય કર્યું એમ ત્રણ વાર કહીને વિશેષ માન આપે છે. અહીં, “દુક્કર દુક્કર તઈ વછ કિધ્ધી એમ બે વાર કહીને માન આપે છે; એમાં “શી.'નું અનુસરણ છે. ત્રણે મુનિઓને સ્થૂલિભદ્રની ઈર્ષ્યા થઈ એ પ્રસંગ બધાં કથાનકોમાં છે. ‘ઉ.મા.” તેમજ અન્ય ગ્રંથોમાં રથકારનું કથાનક આવે છે, જેમાં રથકારે એની શરસંધાનની નિપુણતા દશવી એની સામે કોશાએ એનું નૃત્યકલાકૌશલ્ય બતાવ્યું. રથકારે કોશાની પ્રશંસા કરી કહ્યું કે આ કઠિન કામ છે. ત્યારે કોશાએ માર્મિક જવાબ આપતાં કહ્યું કે “શરસંધાનથી આંબાની લંબ તોડવી તે પણ કઠિન નથી કે સરસવ પરનું નૃત્ય પણ કઠિન નથી; કઠિન તો તે છે જે સ્થૂલિભદ્ર કર્યું. રથકાર કોશાના આ ઉત્તરથી પ્રતિબોધ પામી સ્થૂલિભદ્ર પાસે જઈ ચારિત્રગ્રહણ કરે છે એવો પ્રસંગ છે. અહીં કૃતિના લગભગ આરંભે સ્થૂલિભદ્રની ગુણપ્રશસ્તિ કરતાં કવિ એક જ કડીમાં આ કથાનકનો સંક્ષપ્તિ નિર્દેશ કરે છે. રથકાર નહીં પણ રથવાહ - સારથીનો ઉલ્લેખ અહીં થયો છે. યૂલિભદ્ર કોશાને ત્યાંથી પાછા ફરી ભદ્રબાહસ્વામી પાસે જઈ ચૌદ પૂર્વેનું અધ્યયન કરે છે તેની વાત બધાં મૂળ કથાનકોમાં આવે છે. એમાંયે દશપૂર્વોનું જ્ઞાન અર્થથી અને પછીનાં ચાર પૂર્વોનું જ્ઞાન કેવળ સૂત્રથી જ ગુરુએ કેમ આપ્યું એની વીગતવાર કથા “શી.”, “ભ.બા..', થો.” વગેરેમાં આવે છે. પણ અહીં કવિએ સ્થૂલિભદ્રના આ ઉત્તરચરિત્રની વાતને આલેખવાનું ઉચિત ગણ્યું નથી. કેવળ, સ્થૂલિભદ્રની ગુણપ્રશસ્તિ રૂપે ભદ્રબાહુનઈ પાટિ એ આવ્યા અને એમને દશપૂર્વધર એવા મહાગિરિ અને સુહસ્થી શિષ્યો હતા એના ઉલ્લેખો જ કરવાનું પર્યાપ્ત માન્યું “શી.માં, જ્યારે સ્થૂલિભદ્ર ભદ્રબાહુસ્વામી પાસે અધ્યયન માટે ગયા ત્યારે પોતાને વંદન કરવા આવતી બહેનોને જોઈને કૌતુક ખાતર સિંહરૂપ પ્રગટ કરી બહેનોને ભયભીત કરી એ પ્રસંગનો પણ અહીં સ્થૂલિભદ્રની ગુણપ્રશસ્તિ-અંતર્ગત કેવળ એક જ પંક્તિમાં ઉલ્લેખ જ કરવામાં આવ્યો છે, “આવતી બહિનિ દેખી કરી, સીહ રૂપ દાખ્યઉ વલી.” યો.” અને “ભ.બા.વ.માં ભદ્રબાહુ સ્વામી વિશેના વિસ્તારથી મળતા કથાનકમાં આ કવિ સહેજ પણ ગયા નથી. એ જ રીતે શી.' આદિ કથાનકોમાં બહેન યક્ષાએ શ્રીયકના મૃત્યુનો વૃત્તાંત સ્થૂલિભદ્રને કહી સંભળાવ્યો એનું જે વિસ્તૃત આલેખન છે એને પણ કવિ સ્પશ્ય નથી. ‘ઉ.મા.” કે “શી.’ આદિ ગ્રંથોમાં નહીં, પણ ૧૦૨ સહજસુંદરકૃત ગુણરત્નાકરછેદ Page #120 -------------------------------------------------------------------------- ________________ ગુણરત્નાકરદની સમીક્ષા / ૧૦૩ ઉત્તરાધ્યયનસૂત્ર'ના બીજા અધ્યયનમાં જ્ઞાનપરીષહના દૃષ્ટાંત રૂપે સ્થૂલિભદ્ર એમના સંસારી અવસ્થાના મિત્ર ધનદેવને મંત્રના પ્રભાવે સુખી કર્યાનું જે કથાનક આવે છે તેનો આ કવિએ સ્થૂલિભદ્રની ગુણપ્રશસ્તિ-અંતર્ગત એક પંક્તિમાં ટૂંકો ઉલ્લેખ કર્યો છે. સિંહગુફાવાસી મુનિનું દષ્ટાંત મૂળ ગ્રંથોમાં આવે છે તેનો આધાર લઈ આ કવિએ કૃતિના ચોથા અધિકારમાં પંદરેક કડીમાં આ કથાનકને નિરૂપ્યું છે. ઉ.મા.માં આ મુનિ સંભૂતિવિજય ગુરુ પાસે કોશાની બહેન ઉપકોશાને ત્યાં ચાતુમસ ગાળવાનો આદેશ માગે છે અને એ આદેશ લઈ ઉપકોશાને ત્યાં જાય છે. પણ “શી”, “ભ.બા.વૃ', યો.' વગેરે ગ્રંથોમાં આ મુનિને કોશાને ત્યાં જતા દર્શાવ્યા છે. અહીં કવિ “ઉ.મા. ને નહીં, પણ અન્ય ગ્રંથોનાં કથાનકને અનુસરી, સિંહગુફાવાસી મુનિને કોશાને ત્યાં જતા આલેખ્યા છે. પણ એમ કરવાથી આ કૃતિમાંના વસ્તુનિરૂપણમાં સુગ્રથિતતા અને સઘનતા આવી શક્યાં છે. કેમકે “આ મુનિ સ્થૂલિભદ્રની સ્પર્ધામાં અને ઈષ્યમાં આવ્યા જણાય છે એ વાત કોશા જ યોગ્ય સંદર્ભમાં બરાબર પક્કી શકે. અને અગાઉ સ્થૂલિભદ્રથી પ્રતિબોધ પામેલી કોશા જ આ મુનિને પદાર્થપાઠ આપી બોધ પમાડે એમાં વસ્તુવિષયનો સુગ્રથિતપણે માર્મિક કાવ્યાત્મક ઉઠાવ આવે છે. આમ ધૂલિભદ્રના પ્રસિદ્ધ ચરિત્રકથાનકમાં, અન્ય ગ્રંથોની તુલનામાં કવિ ‘ઉ.મા.અને વિશેષ અનુસરતા અને ક્યાંક અન્ય ગ્રંથોને અનુસરતા દેખાય છે. મૂળ ગ્રંથોનો જરૂરી આધાર લઈને, વિસ્તૃત કથાનકનો ઠીકઠીક ભાગ છોડી દઈને, ક્યાંક કેવળ નિર્દેશ કરવો જ પર્યાપ્ત ગણીને કવિએ નિજ સર્જક-શક્તિથી આ કાવ્યકૃતિનું નિર્માણ કર્યું છે. આ કૃતિની સમીક્ષાનો આપણો બીજો મુદ્દો એ છે કે કથન નહીં, વર્ણન અહીં વિશેષ ધ્યાન ખેંચે છે. આપણે સમીક્ષાના પ્રથમ વિભાગમાં વસ્તુવિષયનું કડીવાર જે વિશ્લેષણ કર્યું તેના પરથી પણ વર્ણન-વિષયોની કેટલીક યાદીનો ખ્યાલ આવ્યો હશે જ. અહીં સરસ્વતીદેવીનાં, પાડલપુરનગરનાં, ધૂલિભદ્ર-જન્મમહોત્સવનાં, સ્થૂલિભદ્રના શૈશવનાં, માતાપિતાના વાત્સલ્યનાં, સ્થૂલિભદ્રના યૌવનસંક્રમણનાં, રાજસવારીનાં, વનવિહાર અને વનશોભાનાં, કોશાના રૂપસૌંદર્યનાં, વસ્ત્રાભૂષણનાં, શૃંગારસજાવટનાં, કોશાનાં ગાન-વાદન-નર્તન આદિની કલાનિપુણતા દ્વારા સ્થૂલિભદ્રને રીઝવવાના પ્રયાસોનાં, ધૂલિભદ્ર-કોશાના ભોગવિલાસનાં, કામક્રીડાનાં, કોશાના આવાસનાં, સ્થૂલિભદ્રના પુનરાગમને કોશાને ત્યાં આનંદમહોત્સવની તૈયારીનાં, ગર્ભસ્થ જીવની Page #121 -------------------------------------------------------------------------- ________________ વેદનાનાં, નરકની યાતનાનાં, વસંતનાં, વર્ષાઋતુનાં – એમ અનેક વર્ણનો અહીં થયાં છે. - આ બધાં સ્થળ, સમય, મહોત્સવ, વ્યક્તિ આદિનાં બાહ્ય વર્ણનો તો ખરા જ, સાથેસાથે સ્થૂલિભદ્રના મનોહેંદ્રનાં, આંતરવિમર્શનો, કોશાની હૃદયવ્યથાનાં, કોશાની વિરહ વેદનાનાં પણ વર્ણનો કવિએ આપ્યાં છે. પણ કેવળ વર્ણન-વિષયોની પ્રચુરતા એ કંઈ કવિની સિદ્ધિ બની શકે નહીં. એ વર્ણનો કેવો કાવ્યસ્પર્શ પામી શક્યાં છે એમાં કવિની સિદ્ધિ છે. ક્યાંક કવિએ સ્વાભાવિક વીગતોવાળાં વર્ણનો આપ્યાં છે તો ક્યાંક વિવિધ અલંકારોથી વિભૂષિત કરી, ક્યાંક ભાવની ઉત્કટતા સિદ્ધ કરી, ક્યાંક સરસ મઝાનાં કલ્પનાચિત્રો સર્જી, ક્યાંક નાવીન્યપૂર્ણ અભિવ્યક્તિછટા આણી એ વર્ણનોને રસસૌંદર્યમંડિત પણ કર્યા છે. • સ્વાભાવિક વીગતોવાળાં વર્ણનો આવાં વર્ણનોમાં કવિ જે વિષય વર્ણવે છે તેની અનેક ઝીણી ઝીણી વિગતોને કવિ નિરૂપે છે. જેમકે, પાડલપુરનગરનું વર્ણન કરતાં એ નગરનાં કોટ, ગઢ, ફરતી જલખાઈ, દરવાજા, શૈવ-જૈન મંદિરો, પૌષધશાળાઓ, ચોર્યાસી ચૌટાં, વાડી, ઉદ્યાન વગેરે સ્થળોની વિગતો કવિ આપે છે. સાથે એ નગરની પ્રજાને પણ વર્ણવે છે. રાજાથી માંડી સામાન્ય પગપાળા જનો, શૂરવીરોથી માંડી છોગાળા પુરુષો, શ્રીમંતો અને અંત્યજો – એમ વિવિધ વ્યક્તિત્વ ધરાવતા નગરજનો – નરનારીઓની ઝીણવટભરી વિગતોને કવિ સમાવે છે. સ્થૂલિભદ્રના જન્મમહોત્સવનું એવું જ વીગતભર્યું રસિક વર્ણન કવિ આપે છે. મંગલ-ધોળ ગવાય છે, રાસ રમાય છે, અષ્યાણાં ભરી લાવી નરનારીઓ વધામણે આવે છે, નોબતો વાગે છે, માતાપિતા આશિષ આપે છે, ચામુંડાને ચંદરવો ચઢાવાય છે, ગુરુ, ગોત્રજ, ગૌરીને રીઝવવામાં આવે છે, દાન અપાય છે, ઘરો શણગારાય છે, ટોડલે કેળ રોપાય છે, વંદનમાલાનાં તોરણો બંધાય છે, પ્રત્યેક કુટુંબને સહકુટુંબ ભોજન અપાય છે. આમ વિગતોમાં પણ રસ પડે એવું આ વર્ણન છે. યુવાન યૂલિભદ્રની રાજસવારીનુંએના વનવિહારનું, વનવિહાર કરતાં કરતાં એણે કરેલા પ્રકૃતિદર્શનનું વર્ણન પણ આવું જ વિગતપ્રચુર બન્યું છે. વનનાં પશુપંખીઓ, વનની વનસ્પતિ, વૃક્ષ પરનાં વિવિધ ફળોનો સ્થૂલિભદ્ર કરેલો આસ્વાદ વગેરેનો કવિ આ વર્ણનમાં સમાવેશ કરે છે. કોશાના આવાસનું વર્ણન કરતાં એની ચિત્રશાળા, પટશાલ, ગોખઝરૂખા, સ્તંભો, ઘુમ્મટ, તાર, ટોડલા તેમજ એ સૌની સજાવટનાં વર્ણનો કવિએ અહીં આપ્યાં છે. ૧૦૪ / સહજસુંદકૃત ગુણરત્નાકરછંદ Page #122 -------------------------------------------------------------------------- ________________ ગુણરત્નાકરદની સમીક્ષા / ૧૦૫ આ ઉપરાંત ગર્ભસ્થ જીવની વેદના, ગર્ભવિકાસની પ્રક્રિયા, નરકની યાતના, પરમાધામીઓના જુલ્મો, અકુલીન સ્ત્રીનો ઘરકંકાસ, ગૃહસ્થજીવનનો રોજિંદો કકળાટ જેવા વિષયોને, કેવળ તદ્વિષયક સાહજિક વિગતો રજૂ કરીને, કવિ વર્ણવે છે. • કાવ્યસ્પર્શ પામેલાં રસિક વર્ણનો ઉપર દર્શાવ્યાં તે વર્ણનોની સાથે, આ કૃતિમાં સરસ્વતીદેવીનાં, સ્થૂલિભદ્રના શૈશવનાં, એમના લાલનપાલનનાં, માતપિતાનાં વાત્સલ્યનાં, કોશાના રૂપસૌંદર્યનાં, એની શૃંગારચેષ્ટાઓનાં, સ્થૂલિભદ્રકોશાનાં વિશિષ્ટ વ્યક્તિત્વને નાવીન્યપૂર્ણ અભિવ્યક્તિથી ઉઠાવ આપનાર, સ્થૂલિભદ્ર-કોશાના ભોગવિલાસનાં, ધૂલિભદ્રની મનઃસ્થિતિનાં, કોશાની હૃદયવ્યથા અને વિરહવેદનાનાં જે વર્ણનો છે. તે ભાવની ઉત્કટતાને લઈને, અલંકારવિભૂષિત થઈને કે સુંદર કલ્પનચિત્ર રૂપે અંકિત થઈને - કોઈ ને કોઈ રીતે કાવ્યસ્પર્શ પામ્યાં છે. કવિ સરસ્વતીના સાત્ત્વિક સૌંદર્યનાં, વસ્ત્રાલંકારોનાં, દેવીના શ્વેત શણગારનાં - એની સમગ્ર શોભાનાં કલ્પનાસમૃદ્ધ અને આલંકારિક વર્ણનો કરે છે. ક્યાંક કવિ આ શોભા વર્ણવતાં નાદવૈભવની છોળ ઉડાડે છે. જેમ કે - ઘમઘમ ઘૂઘર ઘમઘમકંતય ઝંઝર રિમઝિમ રણરણકંતય કરિ ચૂડી રણકંતિ કિ દિLઈ, તુહ સિંગાર કઉ સહ ઉuઈ.” (૧.૯) ક્યાંક કવિની કલ્પના ગગનમંડળનાં નક્ષત્રોને પોતાના ઊંડળમાં લે છે : રવિશશિમંડલ કુંડલ કિદ્ધા, તારા મસિ મુગતાલ વિદ્ધા' (૧.૮) બાળ સ્થૂલિભદ્રની શૈશવચેષ્ટાઓનું ચિત્ર ક્રિયારૂપોની બહુલતા દ્વારા કવિ કેવું ઉપસાવે છે તે જુઓ : લીલા લટકંતઉ, કર ઝટકંતઉ, ક્ષણિ ચટકંતઉ, વિલનંતી, હવીતલિ પડતઉં, પુત્ર આખડતલું, ન રહઈ રડતઉ, ઢણકતઉ” (૨.૨૦) અહીં બે જ પંક્તિમાં બાળકની કેવી કેવી મુદ્રાઓ ચિત્રાંકિત થઈ છે ! સ્થૂલિભદ્ર બાળકનાં થતાં લાલનપાલન અને માતાના વાત્સલ્યનું ચિત્ર જુઓ : ધાઈ તવ માતા થણહર માતા દૂધિભય તે મુખિ ઠવઈ, રાખઈ વલિ રોતઉ, રહઈ વિગોતઉ પહિરણિ પોતઉ, માય ચવઈ, પાલણી પઢાડઈ, વસ્ત્ર ઓઢાડઈ, બહિનિ રમાડઈ, લલીઅ લલી, સિણગાર સુહાવઈ, લાડ કરાવઈ, વર પહિરાવઈ ઝુલિ વલિ' (ર.૨૧) આ આખાય વર્ણનમાં બાળકના લાલનપાલન અર્થે માતાની એક પછી એક બદલાતી ક્રિયાઓ દ્વારા ગતિશીલ ચિત્ર તો ઊભું થાય જ છે; પણ એમાં વાત્સલ્યનાં અમી વર્ષાવતી માતાની એક મંગલ - મનોહર મૂર્તિ પણ ઊપસે છે. ધાઈ તવા Page #123 -------------------------------------------------------------------------- ________________ માતા...' એટલા પંકિતખંડમાં જ રડતા બાળક માટે માતાના ઉચાટ અને રઘવાટ કેવા મૂર્ત થયા છે ! બાળકને ઝટઝટ છાનો રાખવા તત્ક્ષણ દૂધભર્યા પુષ્ટ સ્તનને બાળકના મુખમાં મૂકતી માતાનું ચિત્ર માતૃસંવેદનાનો સ્પર્શ કરાવે છે. કોશાને ત્યાં આવેલા સ્થૂલિભદ્રના વ્યક્તિત્વનો પરિચય કવિ કેવી નાવીન્યપૂર્ણ વિશિષ્ટ અભિવ્યક્તિછટાથી કરાવે છે તે જુઓ : પૂછઇ સહીઅરસાથિ ઇંદ્ર અવતર્યĞક ના ના, પારવતી-ભરતાર ચંદ્ર સૂરિજ કઈ ના ના, નલકુમ્બર કઈ ધનદ કઇ સુરતિવલભ ના ના, ભરહેસર હિરચંદ દેવનારાયણક ના ના.' (૨.૫૬) * સખી સુણ્યઉ જે શ્રણિ, સગુણ નર સોઈ કિ હા હા, પિંગલ ભરહ કવિત્ત ગીત ગુણ જાણ ક હા હા, વિજ્જાહલ વ્યાકર્ણ લહઇ પારસીક હા હા ચઉરાસી આસત્ર કોકરસ લહઇ કિ હા હા, સુકબહુત્તરી વિનોદકથા સવિ કહઇક હા હા.' (૨.૫૭) અહીં બન્ને કડીઓ જાણે કે પ્રશ્નોત્તરી સ્વરૂપે આલેખાઈ છે. એક કડીમાં પ્રશ્નાવલિનો અલ્પાક્ષરી ઉત્તર ના ના,’ અને બીજી કડીમાં પ્રશ્નાવલિનો અલ્પાક્ષરી ઉત્તર ‘હા હા.’ આ એક વિશિષ્ટ અભિવ્યક્તિ છે. શું અહીં આવ્યો છે તે આ છે ? આ છે ? આ છે ?” એમ મનોમન પ્રશ્ન ઊભા કરીને આડકતરી રીતે તો સ્થૂલિભદ્રના વ્યક્તિત્વને આ બધાની સાથે સરખાવવામાં આવ્યું છે; પણ વિશિષ્ટ રીતે. તેમ પછીની કડીમાં થૂલિભદ્રની નિપુણતાનો પરિચય અપાયો છે; તે પણ વિશિષ્ટ રીતે. પુરુષને ઘાયલ કરવાની કોશાની નિપુણતા કેવી છે ? જુઓ : ભમુહ કમાણિ કરી તિહાં તાકઇ તીર-કડા, ગુરુજ ગદા ભુજદંડ સ્થઉં ભેદઇ ભીમ ભડા.' (૨.૬૫) કોશાને અહીં નયનભ્રમરની કમાન કરીને (આંખોનાં) કટાક્ષ-તીર તાકતી, ગદા સમા ભુજદંડ વડે પુરુષને ભેદતી કલ્પી છે. કોશાનાં અંગોપાંગનું સૌંદર્ય અને આભૂષણો જ કામકલાકૌશલ્યમાં એનાં શસ્ત્રો છે. નીચેની કડીઓમાં કોશાની કામોદ્દીપક ચેષ્ટાઓનું જે વર્ણન છે એમાં ચિત્રાત્મકતા છે, ગતિ છે; અને એ સમગ્ર વર્ણન દ્વારા કોશાની પ્રણયસંવેદનાનું પ્રત્યક્ષીકરણ છે. ૧૦૬ / સહજસુંદસ્કૃત ગુણરત્નાકરછંદ Page #124 -------------------------------------------------------------------------- ________________ ગુણરત્નાકરછેદની સમીક્ષા / ૧૦૭ ચલૈંતિ મોર ચિત્તચોર હાવભાવ મંડએ, જૂવત્તિ મત્તિ રક્તચિત્ત હત્યિ નક્તિ ખંડએ, અસંગરંગ અંગ અંગ કોટિ વેશિ દમ્બએ, કડક્ન-ચલ્મ તીર તિલ્મ તિષ્મિ તિમ્બ મુક્કએ” (૨.૬૯) ‘અનેક બોલ મિઠ ગીઆ, નાદ ભેદ કિજએ, પતંતિ પાય દાસિ તુમ્ભ માન મુક્લ દિજએ, વિલગ્નિ કંઠિ બાહુ ઘલ્લિ હત્થડા મરોડએ, સુજાણ થૂલિભદ્ર સાથિ ભોગયોગ લોડએ.” (૨.૭૦). આવી કડીઓમાં કવિએ કાવ્યના બહિરંગની જે માવજત કરી છે એ મુદ્દો તો આપણે હવે પછીના વિભાગમાં જોઈશું. સ્થૂલિભદ્ર અને કોશાના ભોગવિલાસનાં વર્ણનો પણ શૃંગારરસિક બન્યાં છે. એમાં પણ કલ્પન અને અભિવ્યક્તિની તાજગી જોવા મળશે. નીચેની કડીમાં સ્થૂલિભદ્રકોશાની પ્રણયક્રીડાને કવિએ “કુસુમકેલિ' રૂપે વર્ણવી છે એ એક વિશિષ્ટ પ્રયોગ જણાય છે. જુઓ : કુશમગંધવાસિત જલ ગંગહ, કુસુમસેજિ કુસુમાયુધ રંગહ, કુસુમરેડિ સાથરા સુવિત્થર, કુશમકેલિ ઈમ કરઇ નિરંતર.” (૨.૧૨૭) સ્થૂલિભદ્રને વાત તો કરવી છે વેશ્યાચરિત્રની. ‘વેશ્યા કદી એક પુરુષનિષ્ઠ રહી નથી. એ અનેકની સાથે છળ કરે છે. પણ આ આખીયે વાત સૂરજ અને ચંદ્ર બંનેની સાથે કપટ કરતી રાત્રિનું એક ચિત્ર કલ્પીને કવિ કરે છે. : સૂરિજ જવ અત્યમાં, કેશ તવ મૂકી રોઈ, જવ વેલા જેહની, તામ હસ્યઉં મન મોહી, ફુલ્લ તાર સિરિ ઘલ્લિ, રમઇ તે ચંદા સાથઈ સૂર સમઈ જાણેવિ, ફુલ્લ પણિ નાખઈ હાથઈ, ઇમ રમણિ ફૂડ બિહું ચઉં કરઈ, વેશિ કહીં સાચી નઉ હાં, જાણયો જાણ યુગતઈ વલી, સહિજસુંદર કવિ ઈમ કહઈ.” (૨.૮૩) -- “જ્યારે સૂર્ય આથમે છે ત્યારે રાત્રિ કેશ છૂટા મૂકીને સૂર્યના વિયોગમાં) રડે છે. તે જ રાત્રિ તારા રૂપી ફૂલો માથામાં નાખીને ચંદ્રની સાથે રમે છે. પણ સૂર્યને આવવાનો સમય થતાં રાત્રિ તારા રૂપી ફૂલો હાથથી નાખી દે છે (સવારે તારાનું અસ્ત થવું તે). આમ રાત્રિ બન્નેની સાથે કપટ કરે છે. એ જ રીતે વેશ્યા પણ કદી સાચી હોતી નથી.' રાત્રિનું આ આખું જ કલ્પનાચિત્ર કાવ્યાત્મક બન્યું છે અને વિરલ જણાય છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ સ્થૂલિભદ્ર અને કોશાની પ્રણયક્રીડાવેળાનું એક સુંદર કાવ્યાત્મક ચિત્ર કવિએ અહીં આપ્યું છે. કોશા જ્યારે પિયુના સંગમાં સ્નાન કરે છે, મુખમાં સુગંધી રાતું પાનબીડું છે, રાગથી રમત રમે છે ત્યારે આ દેખીને ભમરાઓની શ્રેણી જાગી જાય છે. તે વેળા કોશા બોલ્યા વિના જ મૌન રહેવાનું પસંદ કરે છે. કેમ ? એના ઉત્તર રૂપે કવિ પછીની કડી આ પ્રમાણે આપે છે : જાણી અલિ પરિમલગુણવાહ્યા, કમલ વરાંસઈ ઊડી આયા, મુઝ બોલંતાં અહર જ ડસઇએ, પાસ પણિ પ્રીઉડઉ હસઈએ.” (૨.૧૩૨) – પરિમલના ગુણથી છેતરાયેલા ભમરાઓ કમળની ભ્રાંતિથી જ (કોશાને જ કમળ સમજીને) ઊડી આવ્યા છે. કોશા વિચારે છે કે પોતે બોલવા જાય તો અધર ઉપર એ (ભ્રમર) ડસે.” આમ વિચારીને કોશાએ મૌન રહેવાનું પસંદ કર્યું. આ આખું વર્ણન કલ્પનસમૃદ્ધ અને રસિક છે. ભ્રમર રખેને અધરને ડસે એવી કોશાની ભીતિમાં અધરચુંબનનો શૃંગારિક ભાવ પણ ભળ્યો છે તે જોઈ શકાશે. • મન:સ્થિતિનાં – હૃદયભાવનાં નિરૂપણો : આપણે આગળ નિર્દેશ કરી ગયા તે પ્રમાણે આ કતિમાં કવિએ કેવળ સ્થળ-સમયાદિનાં બાહ્ય વર્ણનો જ કયાં નથી, પણ સ્થૂલિભદ્ર–કોશા જે આ કાવ્યનાં નાયકનાયિકા છે તેમની ભાવસૃષ્ટિને, મનોજગતને, મનોદ્ધને, હૃદયવ્યથાને પણ સુંદર રીતે ચિત્રબદ્ધ કર્યા છે, રસિકતાથી નિરૂપ્યાં છે. પોતાને ત્યાં સ્થૂલિભદ્રને સૌપ્રથમ આવતા જાણી કોશા વેશ્યાસહજ ભાવે શું વિચારે છે ? ‘ગાઢા ધૂરત માઁ ઠગ્યા છોકર છલ્યા છયેલ ધોરીડા ધરિ જોતરું, હવઈ એ કરું બયલ્લ.” (૨.૫O) પોતે વેશ્યા છે એટલે ધનની લાલચ તો ખરી જ, અને આવનારો શ્રીમંત છે એ સંદર્ભમાં કોશા આગળ વિચારે છે : ‘સોનાની પરસઉ લહી, કોડિ કરીસ્યઇ કામ, ધાત ખરી જઉ લાગસ્થઈ, તક છોડવસ્યઉં કામ.” (૨.૫૧) | (સોનાનો પુરુષ હું પામી. એ મારાં કોટિ કામ કરશે. જો ખરો સંબંધ બંધાશે તો નાણું છોડાવીશ.). પણ આ તો સ્થૂલિભદ્રને જોયા પહેલાં મનના ઘોડા ઘડ્યા હતા. પરંતુ, એના પ્રથમ દર્શને તો કોશાનો હૃદય-પ્રતિભાવ કેવો છે ! પહિલઉં ઠગવિદ્યા હુંતી, દીઠાં થયઉ સ-ભાવ, સાંહામું લાગી રૃરિવા,જલ વિણ જિસ્યઉ તલાવ.” (૨.૫૪) ૧૦૮ / સહજસુંદરત ગુજરત્નાકરછંદ Page #126 -------------------------------------------------------------------------- ________________ ‘ગુણરત્નાકરછંદ'ની સમીક્ષા / ૧૦૯ ઠગવિધાને સ્થાને હવે એ જુદી જ, પ્રીતિની લાગણીનો અનુભવ કરે છે. પહેલાં ઠગાઈનો ભાવ હતો, હવે સ્વ-ભાવ (નારીહૃદયની પુરુષ માટેની પ્રણયઝંખના) પ્રકટે છે. અનેક પુરુષો સાથે રંગરાગ માણવા છતાં સાચા પ્રીતિજળથી એનું હૃદય ભીંજાયું જ નથી. માટે તો કવિ એને પાણી માટે ઝંખતા જળ વિનાના તળાવની ઉપમા આપે છે ને ! સખી આગળ પ્રેમની કબૂલાત કરતાં એ કહે છે : છયલ પુરુષ છઇ કોડિ, સખી પણિ એ મુઝ ભાવઇ' (૨.૫૯) તેથી જ તો સ્થૂલિભદ્રે વેશ્યાચરિત્ર સંભળાવીને જે આળ મૂક્યું એની કેવી વેદના આ પ્રેમઘેલીએ અનુભવી હોય ! પણ પ્રિયતમને તો શું કહી શકાય ? આ મથામણને કવિએ આ રીતે ચિત્રાંકિત કરી છે : અગિન બલઇ તો જલ બૂઝાવઉં નીર જલઇ તુ કેમ સમજાવઉં, અવર કુબોલ સુણી મન ખીજઇ, કંત કહઇ તઉં કિસ્યઉં કહીજઇ.' (૨.૮૭) (અગ્નિ સળગતો હોય તો જળથી બુઝાવું, પણ પાણી બળતું હોય તો શી રીતે ઠારું ? બીજાના ખરાબ બોલ સાંભળી મન ખિન્ન થાય, પણ કંથ જ જો કહે તો એમને શું કહેવાય ?) રંગરાગ પછીનો કોશાનો પ્રસન્નતાપૂર્ણ તત્કાલ પ્રતિભાવ આ છે : *પ્રીઊડા કિસી કહું તુઝ કરણી, જગધૂરતિ કીધી તે ઘરણી.' (૨.૧૫૨) (હે પિયુડા, તારી આ કરણી (કૃત્ય)ને હું કેવી કહું ! જગતને ધૂતનારીને તેં ગૃહિણી કીધી.) પ્રિયતમ સાથેના વિષયભોગની પરિતૃપ્તિનું ચિત્ર એક જ લસરકામાં કવિ ઊભું કરે છે : (મને સરસ ...મુઝ ગુલાલ મિલીઉ હવઇ સૂધઉ.' (૨.૧૫૩) શુદ્ધ ગુલાલ હવે પ્રાપ્ત થયો છે.) પોતાને મળી ચૂકેલા સ્વામી પ્રત્યે એ કેવો સમર્પિત-ભાવ વ્યક્ત કરે છે : નિય માલી વાડી સંભાલઉં.....' (૨.૧૫૪) નિજના મારા માળી હવે આ તમારી વાડી સંભાળો...) પ્રિયતમ પ્રત્યે કોશાને ગૃહિણી તરીકે કેવાકેવા અભિલાષ જાગે છે : પગ ચાંપઉં ને પાય તલહાંસ, તુઝ સેવતી ન છોડä પાસઉં' (૨.૧૫૫) પિતાનું મરણ થતાં રાજ્યનું તેડું લઈ નાનો ભાઈ શ્રીયક સ્થૂલિભદ્રને બોલાવવા આવે છે. શ્રીયક મોટા ભાઈને સુખનિદ્રા ત્યજી રાજમુદ્રાના સ્વીકાર માટે પોરસ ચડાવે છે. હૃદયમાં વ્યાકુળતા અનુભવતા સ્થૂલિભદ્ર કોશાને ત્યાં જવા તો નીકળે છે, પણ - - Page #127 -------------------------------------------------------------------------- ________________ બારબાર વર્ષનું સાહચર્ય છોડતાં એની શી હાલત છે ! આઘા પાઉ ન પાઠવઈ, ફિરિફિરિ પાછઉં જોઈ.” (૩.૧૮) (આગળ ડગ માંડતો નથી. ફરીફરી પાછું જુએ છે.) પછીનું સ્થૂલિભદ્રનું ચિત્ર જુઓ : જે હીંચઉં મોકલવટઈ, માથઈ ન પડવઉ ભાર, તે ધોરી ધરિ જોતરાં, ધૂણઈ સીસ અપાર.” (૩.૧૯) મોકળો – છૂટો ફરેલો બળદ નવીનવો ધંસરીએ જોડવામાં આવતાં મસ્તક ધુણાવીને એનો અણગમો વ્યક્ત કરે એવી મન:સ્થિતિ અત્યારે સ્થૂલિભદ્રની છે. કોશાને યૂલિભદ્રનો વિરહ અસહ્ય બનતાં એ શું કરે છે ? આગલિ પાછલિ ઊતરી, પ્રીફ પાલવ ઝાલંતિ.” (૩.૨૩) (આગળ-પાછળ ઊતરીને પ્રિયનો (વસ્ત્રનો) છેડો પકડે છે) સ્થૂલિભદ્ર બે પરિસ્થિતિઓ વચ્ચે કેવી રહેંસામણ અનુભવે છે ! “ કોણ્યા મન પાડઈ બંધવ ત્રાડઈ રાયતણી ઘઈ આણ, હઈડઈ દુખિ દાધલ, બિહું પરિ બાધઉ કહઉ કિમ કરવું વિનાણ.” (૩, ૨૭) (એક બાજુથી કોશા મન ડગમગાવે છે ને બીજી બાજુ ભાઈ મોટેથી અવાજ કરી રાજાની આજ્ઞા જણાવે છે. હૈયામાં દુ:ખથી દાઝેલો હું બન્ને પ્રકારે મુશ્કેલીમાં મુકાયો. કહો, શો ઉપાય કરું ? મંત્રીપદનો પ્રસ્તાવ થતાં પોતે વિચારીને કહેશે” એમ કહીને રાજસભામાંથી નીકળેલો સ્થૂલિભદ્ર ભારે વિચારવિમર્શ કરે છે. રાજા, રાજ્યતંત્ર, પુરુષની સ્ત્રીઆસક્તિ તરફ ધીમેધીમે ધિક્કારભાવ અનુભવવા માંડે છે એનું નિરૂપણ કવિએ કડી ૩.૪રથી ૫૦માં કર્યું છે. સ્થૂલિભદ્રના સંયમ સ્વીકારના સમાચાર જાણતાં જ કોશાનો પ્રથમ પ્રત્યાઘાત તો આ જ : “વેશ્યા પડી ભૂમંડલિ રડતી.” (૩.૫૩) ઈશ્વરને ફરિયાદ કરતાં કોશા કહે છે : ‘દાધા ઉપર ફોડલઉ તઈં કીધઉ કિરતાર.” (૩.૫૫) એ જ રીતે દેવને ઠપકો આપતાં એ કહે છે : મનપંખી માલુ કરી, રહિતુ ઘણઉં સદૈવ, તે માલઉ તુઝ ભાંજતાં, દયા ન આવી દેવ.” (૩૫૬) મનપંખીનો માળો નષ્ટ કરી નાખતા દેવની સામેની કોશાની આ હૃદયચીસ આદ્ર કરી મૂકે એવી છે. કોશાની વિરહવેદનાને કવિએ યમક-પ્રયોગ સહિત કડી ૩.૬૧થી ૭૮માં વર્ણવી ૧૧૦ - સહજસુંદકૃત ગુણરત્નાકરછંદ Page #128 -------------------------------------------------------------------------- ________________ ગુણરત્નાકરછંદની સમીક્ષા / ૧૧૧ છે જે આપણે વિભાગ-૩માં જોઈશું. • કવિની અલંકારસજ્જતા આ કૃતિમાં જે કાવ્યાત્મક વર્ણનો પ્રાપ્ત થાય છે એમાં કવિની અલંકારસજ્જતા પણ સારી એવી કામે આવી છે. બહિરંગની માવજતમાં શબ્દાલંકાર આદિની જે પ્રયુક્તિઓ છે એ તો આપણે વિભાગ-૩માં જોઈશું પણ અહીં, કવિએ પ્રયોજેલા ઉપમા, રૂપક, ઉàક્ષા, દષ્ટાંત, અતિશયોક્તિ, અથન્સિરન્યાસ, સ્વભાવોક્તિ જેવા અર્થાલંકારોનાં કેટલાંક ઉદાહરણો ટાંકીશું. ઉપમા : * “શશિકરનિકસમુવલ મરાલ...' (૧.૧) (ચંદ્રના કિરણરાશિ સમ સમુન્લલ હંસ) * ‘તું સુકમાલ જિસી જલપોયણી' (૧૬) * ‘ઉuઈ મોતીનઉ હાર જિસ્મઉ ઝબક્કઈ તાર' (૧.૧O). જેમ તારા ઝબકે છે એમ મોતીનો હાર આપે – શોભે છે.) » ‘નિર્દય કાગ મિલી અતિ કાલા, પંખીના જિમ સોધઈ માલા, નગરતલાર લહઈ તિમ આલા...” (૧.૫૮) જેમ ઘણા નિર્દય કાળા કાગડા મળીને પંખીના માળા શોધે છે તેમ નગરના કોટવાળ મકાનો તપાસે છે.) સ્વાતિ નક્ષત્ર સીપ જિમ ગરભ ધરઈ તિમ હેલિ.' (૧.૬૨) પૂરવ દિશિ જિમ ઊગીઉં, શ્રી સૂરિજ સુવિશાલ, તિમ માતા ઉરિ ઊપનઉ લીલાવંત ભૂપાલ.” (૧.૬૪) : ‘તવ વાણી મધુર જિરાઉ મેવઉ ખરસાણી” (૨.૩) (જેવો મધુર ખુરસાણી મેવો એવી તારી વાણી છે.) * કુંલી કમલ જસી પાંખડલી, અણીઆલી આંજી આંખડલી” (૨.૧૮) * “મુખ ચંદ સરીસઉ, જિસ્યઉ અરીસઉ...” (૨.૨૩) (મુખ ચંદ્ર સરખું, અરીસા જેવું છે.) : “સાંહામું લાગી રૃરિવા જલ વિણ સ્થિઉ તલાવ” (૨.૫૪) (જળ વિના જેવું તળાવ તેમ તે ઊલટાનું ઝૂરવા લાગી.) * મધમત્તા મયગલ જિસ્યા થણહર સૂર સુભટ્ટ' (૨.૬). ભદમત્ત હાથી જેવા, શૂરવીર સુભટ સમા સ્તન છે) કઃ ‘ગણિકાભાવ સ્યા માંહિ જિસ્મઉ જલ ઊપરિ લેખું' (ર.૭૩) (ગણિકાભાવ શી વિસાતમાં ? એ તો જેમ જળ ઉપરનું લખાણ.) Page #129 -------------------------------------------------------------------------- ________________ * ફલ ઊપરિ મંકડ ગત્તિ કરઈ જિમ તાકીય તાકીય ફાલ ભરઈ તિમ દેખીય અત્યં મહારસ મંડય..” (૨.૮૧) જેમ વાંદરો તાકી તાકીને ફાળ ભરે છે અને ફળ તરફ ગતિ કરે છે તેમ વેશ્યા) ધન જોઈને મહારસ આદરે છે.) : “કંઠિ વિલગ્નઇ ત્રાધિ જિસિ” (૨.૮૧). (તે વેશ્યા) વ્યાધિની જેમ કંઠે વળગે છે.) * “જિસ્યઉ ધવલ ઈડઉં પંખિ તણઉં' (૨.૧૧૦) ((ઘુમ્મટ) પંખીના શ્વેત ઈંડા જેવો છે.) * “રાજા સાયરની પરઈં ભર્યઉ ન ભરચઈ કોઈ (૩૪૦) (રાજા સાગરની પેઠે ભરેલો થતો નથી કે એને કોઈ ભરી શકશે નહીં). : “કોશા હઈડઈ આવઈ જિમ કાંચલીઉં નાગ' (૩.૫૪) કાંચળીવાળા નાગની જેમ કોશા હૃદયમાં દુઃખી થાય છે.) * ઊંદિર માંજારી તિજીઈ નારી જિમ રાયણિનીકોલ' (૩.૮૮). જેમ ઉંદર બિલાડીને ત્યજે અને રાયણના ઠળિયાને તજવામાં આવે એમ સ્ત્રીને તજીએ.) જ કોઅચિની પરિ કેડ લાગઇ.” (૩૯૦) ( (મદન) કૌવચની પેઠે પાછળ પડે છે.) રૂપક : * “રવિશશિમંડલ કુંડલ કિદ્ધા, તારા મસિ મુગતાલ વિદ્ધા.' (૧.૮) (સૂર્ય-ચંદ્રનાં કુંડળ કર્યા અને તારા રૂપી મોતી એમાં પરોવ્યાં.) * “નારિ-નદીજલિ કિદ્ધઉ સત્થર' (૧.૨૧) (નારી રૂપી નદીના જળમાં પથારી કરી) “રાજા નંદ સુખી સદા, ગુણમણિરયણકરંડ' (૧.૬૦) (નંદ રાજા સદા સુખી છે. તે ગુણરૂપી મણિરત્નોનો કરંડિયો છે.) * ખેડાં સોવિન ખીંટલી, વેણી કરિ તરૂઆરિ, (૨.૬૬) (સુવર્ણની ખીંટલીને ઢાલ અને વેણીને તલવાર કરીને) અવિચલ ગિરિ થણ-જુએલ, રમણ યૌવન ભંડારહ, ગંગા-સિંધુ પ્રવાહ, હાર મુગતાફલ સારહ” (૨.૧૧૫) (સ્તનયુગ્મ તે અવિચળ પર્વત છે. યૌવન (એના) ભંડારનું રત્ન છે. ઉત્તમ મુક્તાફલહાર તે ગંગા-સિંધુનો પ્રવાહ છે.) ક કંચૂકસ બાંધી ગોલા સાંધી ઘૂમઈ ગોફણ-ગાત્રા' (ર.૧૪પ) ૧૧૨ / સહજસુંદરકત ગુણારત્નાકરછંદ Page #130 -------------------------------------------------------------------------- ________________ ‘ગુણરત્નાકરછંદની સમીક્ષા / ૧૧૩ (કંચુકીની* કસ બાંધીને, (નિશાન તાકવા) ગોળા જોડીને ગાત્રરૂષી ગોફણ ઘૂમે છે.) હું નવ જાણ સાચવી, ભૂપતિ સાપ-કરંડ’ (૩.૩૨) સાંગ રૂપક : કવિએ અહીં સાંગ રૂપકવાળાં કેટલાંક સુંદર અને રસિક વર્ણનો કર્યાં છે. રૂપક અલંકારમાં જ્યારે ઉપમેય અને ઉપમાન વચ્ચે અભેદ દર્શાવવા ઉપરાંત એ બંન્નેનાં કેટલાંક અંગો વચ્ચે પણ અભેદ દર્શાવવામાં આવે છે ત્યારે તે રૂપક સાંગ અથવા સાવયવ રૂપક બને છે. સ્થૂલિભદ્રની ગુણપ્રશસ્તિ કરતાં થૂલિભદ્રને રાજાનું રૂપક આપીને એમના સંયમજીવનની કેટલીક વાતોને કવિએ આલેખી છે. આ આખું સાંગ રૂપક (૧.૨૬થી ૩૦) પાંચ કડી સુધી ચાલે છે. * આ સ્થૂલિભદ્ર રૂપી રાજા નવ તત્ત્વરૂપી નગરમાં વસે છે. માયા-મોહનું દળ એનાથી કંપે છે. પુણ્યની સંપત્તિ છે. પંચમહાવ્રતની વખાર છે, શુભધ્યાનનું છત્ર છે, શીલના અલંકાર છે, સદ્બોધ અને જ્ઞાનરૂપી કોટવાળો છે. અઢાર સહસ્ર શીલાંગવાળો રથ છે, બુદ્ધિ, શુદ્ધિ, ચારિત્ર રૂપી હાથીઓ છે, ઉપશમશ્રેણી રૂપી ઘોડા છે, પાંચ સંવરની નોબતો છે, અને અનાસક્તિ રૂપી નારી બે હાથ જોડી આવા નરેન્દ્રની ભક્તિ કરે છે. સ્થૂલિભદ્ર સાથે ભોગવિલાસમાં રત અને સ્નેહસિક્ત કોશાને કવિએ નવવર્ષાનું રૂપક આપીને વર્ણવી છે. જુઓ : * અલિકુલ કજ્જલ સરલ, વેષ્ઠિ છલ મેહ સુઉન્નત, હસત દંત નવ હિત, પિમ્મજલ વરસત સુલલિત, પીઉ પીઉ મુખિ બપ્પીહ રણણરણ નેઉર દુદ્દર, ઇંદ્રધનુષ સીમંત, સરિહિં સિંદૂર ત સુંદર, નવ જ્લદ સરસ નારી નિપુણ, અંગિ વેલિ ફુલતિ લતિ, સિગડાલતત્ર નિતુ રંગરિ, થૂલિભદ્ર ભોગી રમતિ.’ (૨.૧૧૩) આ સાંગ રૂપકમાં કોશા નવવર્ષા, કાળો ચોટલો તે મેઘ, હસતા દાંત તે વીજળી, પ્રેમી રૂપી જળ, પિયુ પિયુ' વતું મુખ તે બપૈયો, નૂપુર તે દેડકાં, સેંથો તે ઇન્દ્રધનુષ. કોશા રૂપી નવવર્ષમાં અંગ રૂપી વેલ ફૂલે-ળે છે. આ જ ભોગવિલાસરત કોશાને માટે સરોવરનું રૂપક અપાયું છે તે જુઓ : નારિ સરોવર સબલ, સકલ મુખકમલ મનોહર, ભમુહ ભમર રણઝણતિ, નયનયુગ મીન સહોદર, C Page #131 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ તણઉ જલ બહુલ, વયણરસલહિરિ લલત્તિ, કબરી જલશેવાલ, પાલિ યૌવન મયમરી, નવ ચક્રવાક થશહરયુગલ, કરઈ રંગ રામતિ રમલિ, શ્રી યૂલિભદ્ર ઝિલ્લઈ તિહાં, રમઈ હંસહંસી જમલિ” (૨.૧૧૪) અહીં કોશા નારી તે સરોવર, મુખ તે કમળ, ભવાં તે કમળ ઉપર ગુંજારવ કરતા ભ્રમરો, આંખો તે મીનદ્રય, પ્રેમ તે જળ, મધુર વચન તે રસલહરી, ચોટલો તે શેવાળ, મદમાતું યૌવન તે સરોવરપાળ, સ્તનયુગ્મ તે ચક્રવાકની જોડ. આવા નારીસરોવરમાં સ્થૂલિભદ્ર સ્નાન કરે છે. કવિએ વસંત માસને રાજાનું રૂપક આપીને વર્ણવ્યો છે. આવીઉ માસ વસંત ભૂપતિ પાયદલપતિ ચાતર્યઉં, રણઝણતિ મધુકરમાલ કમલે, તે સબલ પથદલ પરવર્યઉં, સહકાર સાર સંપત્ત પમ્બર, ગુડીઅ મયગલ માલિકા, ધૂલિભદ્ર, પુરષરતત્ર પબિઉ કરીય કેશુ તિ દીપિકા.” (૨.૧૧૮) અહીં વસંત માસ રાજા છે, ભમરાઓની માળ રૂપી પાયદળથી તે વીંટળાયેલો . છે. ઉત્તમ સંપત્તિ રૂપી આંબા એ હાથીઓની માળા છે. એ વસંત રૂપી રાજા અહીં સ્થૂલિભદ્રનું મદનરૂપ જોવાના કુતૂહલથી પધાર્યા છે. તેમણે કેસૂડા રૂપી દીવો કરીને સ્થૂલિભદ્ર પુરુષરત્નને જોયો. ઉભેક્ષા : કોશાના આવાસને વર્ણવતાં કવિ એના ઘુમ્મટને માટે બે ઉàક્ષા આપે છે : * જાણે કયેઉં રસણ મીંડઉં ગોમટ સરગછીંડઉં' (૨.૧૧૦) (જાણે રસનું મીંડું કર્યું હોય એવો, સ્વર્ગનું છીંડું હોય એવો ઘુમ્મટ) .... મધુર વયણ બોલઈ મુખિ ઝીણી જાણે ફૂલ ખિરઈ..” (૨.૧૫૧). મુખથી ઝીણાં મધુર વચન બોલે છે, જાણે ફૂલ ખરે છે.) દગ્ગત : * “અંધારઈ દીપક જિમ કિન્નઈ અજૂઆલઈ પરમારથ લિજ્જઈ, - યૂલિભદ્ર તિમ ધ્યાન ધરતાં નામ જાઉ ફલ હોઈ અનંતાં.” (૧.૧૯) જેમ અંધારામાં દીવો કરવામાં આવે ત્યારે અજવાળામાં પરમ સત્યનું ગ્રહણ થાય તેમ સ્થૂલિભદ્રનું ધ્યાન ધરતાં અને નામ જપતાં અગણિત ફળ મળે.) * “બોલઈ સહુ મન મિલતા માટઇ, દેખી દાઢ ગલઈ જિમ ખાઈ, પાણી લૂણ ભલ્યઉ જિમ આટઈ, કિમ ઊઠઈ બાંઠા ગુણ સાટછે.” (૨.૮૬) ૧૧૪ / સહજસુંદરકત ગુણરત્નાકરછેદ Page #132 -------------------------------------------------------------------------- ________________ “ગુણરત્નાકરછંદાની સમીક્ષા / ૧૧૫ ખાટી વસ્તુ જોઈ જેમ દાઢ ગળે તેમ મન મળ્યું હોય તેથી સહુ કોઈ બોલે. લોટમાં જેમ પાણી અને મીઠું ભળ્યું હોય તેમ ગુણને કારણે બેઠેલા કેમ અળગા થાય ?) * ‘અગનિ બલઈ તુ જલિ બૂઝાવઉં, નીર જલઈ તુ કિમ સમજાવઉં, અવર કુબોલ સુણી મન ખીજઈ, કંત કહઈ તઉ કિસ્યઉં કહી જઈ” (૨.૮૭) (અગ્નિ સળગતો હોય તો જળથી બુઝાવું, પણ પાણી બળતું હોય તો શી રીતે ઠારું ? બીજાના ખરાબ બોલ સાંભળી મન ખિન્ન થાય, પણ કંથ જ જો કહે તો એમને શું કહેવાય છે અત્તરન્યાસ : “જાતિ કુજાતિ તણઉ નવિ અંતર, ગુણ અવગુણની અછઈ પટંતર, કાદવ થિકી કમલ ગુણવાસહ, સાયરિ શંખ તણઉ નિવાસહ.” (૨.૧૦૧). (જાતિ-કુજાતિનો ભેદ નથી. ગુણ-અવગુણનો ભેદ જ છે. કાદવમાંથી ગુણયુક્ત કમલ પ્રગટે છે અને સાગરમાં શંખનો નિવાસ છે.) અતિશયોક્તિ : ૯ હેવ ઊડાડઉં કેમ હાથિ પોપટ બઈઢઉ” (૨.૬૧) (હાથ ઉપર જે પોપટ બેઠો છે તેને હવે કેમ ઉડાડું ) સ્થૂલિભદ્ર જેવો જે પ્રિય મળ્યો છે તેની પ્રીત હવે શી રીતે છોડું ? – આવી લાચાર સ્થિતિ કોશા વડીલ વેશ્યાની આગળ રજૂ કરે છે. * પોપટ કાખ તણઉ રસ ઘૂંટ) પાસિ પડી સૂડી નવિ છૂટછે.” (૨.૧૪૯) પોપટ દ્રાક્ષના રસના ઘૂંટ લે છે. પાશમાં પડેલી સૂડી પોપટી) છૂટી શકતી નથી.) સ્થૂલિભદ્ર અને કોશાની કામક્રીડાના વર્ણન સંદર્ભે. સ્વભાવોક્તિચિત્ર : સ્થૂલિભદ્રની બાળચેષ્ટાઓને નિરૂપતું, ક્રિયારૂપોની પ્રચુરતાવાળું એક ચિત્ર : * “ચાલઈ ચમકંતઉ, ઘમઘમકંતઉ, રમઝમકેતઉ, ઠમકંતી, રૂડઉ દીસંતઉં, મુખિ બોલંતઉ, હીઈ હીંસંતલ, રખેતઉ, લીલા લટકંત, કર ઝટકંતઉ, ક્ષણિ ચટકંતઉ, વિલબંઉ, પુછવીતલિ પડત, પુત્ર આખડતી, ન રહઈ રહતું, ઠણકંતઉ.” (૨.૨૦) કોશા આવતા સ્થૂલિભદ્રને કેવી રીતે નીરખે છે તે જુઓ : - વેશ્યાનઈં ટોલઈ મિલી, ભરી કરી મુખ પત્ર, ટોડે કોસ લલીલલી, પેખઈ પુરુષરતત્ર' (૨:૫૩). Page #133 -------------------------------------------------------------------------- ________________ વેશ્યાની ટોલી સાથે, મુખમાં પાન ભરીને બારણે કોશા લળીલળીને પુરુષરત્નને નિહાળે છે.) સ્થૂલિભદ્રને રીઝવતી કોશાની વિવિધ ચેષ્ટાઓનું ચિત્ર જુઓ : * “વદA પન્નભંગ રંગ જુત્તમુત્ત મોહએ, કતૂહલા વિનોદહાસ કેલિગેલિ સોહએ, મનોહરા વચગભેદ આવિ આવિ કંતડા, હસંતિ મોહબાણ-રેહ દાખવંતિ દંતડો.” (૨.૭૧) પત્રભંગ (સુશોભન, ચિતરામણ)ના સૌંદર્યથી યુક્ત કે મુક્ત એનું વદન મોહ પમાડે છે. વિસ્મયકારી વિનોદહાસ્ય, ક્રીડા-રમત શોભે છે. એના મનોહર વચનપ્રકાર છે, “હે કંથ, આવો, આવો.” દાંત દેખાડતી, મોહબાણની રેખા સમું તે હસે બાર વર્ષ સુધી કોશાને ત્યાં ભોગવિલાસરત રહ્યા પછી રાજસભામાં જવા નીકળેલા સ્થૂલિભદ્રનું હૂબહૂ ચિત્ર જુઓ : - “આઘા પાઉ ન પાઠવઈ, ફિરિફિરિ પાછઉં જોઈ.” (૩.૧૮) (આગળ ડગ માંડતો નથી, ફરીફરીને પાછું જુએ છે.) સ્થૂલિભદ્રને જતા રોકતી કોશાનું ચિત્ર જુઓ : * જિમજિમ પ્રીઊ પગલાં ભરઈ, તિમતિમ અધિક રહેંતિ, આગલિ પાછલિ ઊતરી, પ્રીફ પાલવ ઝાલંતિ.” (૩.૨૩) કૃતિના બહિરંગની માવજત એ આ કૃતિનો સવિશેષ આસ્વાદ્ય અંશ રહ્યો છે. જોકે કાવ્યના આ “અંતરંગ'-બહિરંગ” એવા ભેદ તો આપણી સગવડ માટે પાડીએ છીએ. મધ્યકાળના કવિ માટે તો આ પ્રકારની માવજત એ પણ સમગ્ર કાવ્યસૌંદર્યનો એક અવિભાજ્ય અંશ જ હતો. કવિતાને આપણા મૂર્ધન્ય વિવેચકે “કાનની કળા' કહી છે. એને યાદ કરીને એમ અવશ્ય કહી શકાય કે આ કૃતિનો આસ્વાદક જો કાન સરવા ન રાખે તો કૃતિનું ઘણુંબધું સૌંદર્ય ચૂકી જાય. આ કૃતિમાં જોવા મળતા અંત્યાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ - આંતપ્રાસ, વર્ણસગાઈ, ...ઝમક, વાજિંત્રનાદસંગીત, યમપ્રયોગની પ્રચુરતા, રવાનુકારી શબ્દાવલિ, વીસેક છંદોનું વૈવિધ્ય, ચારણી વપરાશવાળા આ છંદોની લયછટા, અને એને અનુરૂપ પ્રયોજયેલી પદાવલિ – આ કૃતિમાં ઊડીને આંખે વળગે, કહો કે કાનને સ્પર્શે એવાં અંગો છે. ૧૧૬ / સહજસુંદરકત ગુણરત્નાકરછેદ Page #134 -------------------------------------------------------------------------- ________________ “ગુણરત્નાકરછંદ”ની સમીક્ષો / ૧૧૭ ચરણાન્તપ્રાસ / અંત્યાનુપ્રાસ : આ આખી કૃતિને કવિએ એટલી બધી પ્રાસાનુપ્રાસમાં ઢાળી છે કે એ ક્યાં નથી એવી કડીઓ વીણીને શોધવી પડે. અહીં ચરણાન્તપ્રાસ - અંત્યાનુપ્રાસનાં કેટલાંક ઉદાહરણ જોઈએ : ચંદાવદની તું મુગલોઅગ્નિ, તું સુકમાલ જિસી જલપોયણિ, તું પયકલિ ભમર ગજગામિન, સાર કરુ સેવકની સામિનિ.' (૧.૬) * ઉપ્પઇ ઉપ્પઇ મોતીનઉ હાર, જિસ્મઉ ઝબક્કઈ તાર, દ્ધિઉ સેતસિંગાર, વિવહ પરે, હંસગામિનિ હતિ હેલિ, રમઇ મોહણવેલિ, કરઇ કમલગેલિ, સજ્જ સરે, તપતપઇ કુંડલ કાન, સોહઇ સોવનવાનિ, બઇઠી સુકલ ધ્યાનિ, પ્રસનમણં, સેવઉ સેવઉસારદ્દમાય, સંપત્તિ સયલ થાઇ, દારિદ્દાતિક જાઇ, કીય તણું. (૧.૧૮) અહીં ચાર-ચાર ચરણનાં કુલ ચાર એકમ છે. એમાં પ્રત્યેક એકમમાં ત્રણ ચરણના ચરણાન્તપ્રાસ મળે છે. ઉપરાંત પહેલા અને બીજા એકમમાં છેલ્લું ટૂંકું ચરણ છે એમનો ચરણાન્તપ્રાસ મળે છે. પરે સરે.” એ જ રીતે ત્રીજા અને ચોથા એકમમાં છેલ્લાં ટૂંકાં ચરણનો ચરણાન્ત પ્રાસ મળે છે “મણું તાં.’ કડી ૧.૪૯થી ૧.૫૯ સુધીની ૧૧ કડીઓમાં તો ‘આલા’ ઉચ્ચારણવાળો એકસરખો ચરણાન્તપ્રાસ સળંગ આવે છે. ઘર ઘર સોહઇ વન્નરવાલા, દંડ ધજા સોવિન કલસાલા, ભામિનિ ઓઢઇ નવરંગફાલા, નાનાવિધ પિર ચંપકમાલા. (૧.૪૯) ધૂપ-ઘટી પરિમલ સુવિશાલા, મધુકર ગુણ ગાઇ ઝીણાલા, કેવિ વસઇ માનવ સુગુણાલા, કે લટકાલા શિરિ છોગાલા. (૧.૫૦) ચતુર ચઉપટ નઈં વેધાલા, રૂપð મદન સમા રતનાલા, દાની અલવેસર સુકમાલા, પહુવě પરગટ તે ચઉસાલા. (૧.૫૧) દેશ ધણી તે રણ રોસાલા, પૂરી ઝૂઝ તણી કર ઝાલા, રાજા નંદ જસ્યા રખવાલા, વયરી-પ્રાણ હરઇ તતકાલા.' (૧૮૫૯) ચોથા અધિકારની એક કડીમાં એકસરખો ચરણાન્તપ્રાસ જુઓ : * કોશ્યા વેશ્યા ૨મણિ, કેલિ જઈસી નમણ, હંસલીલા ગણિ, ચતુર ચંપકવરણ, Page #135 -------------------------------------------------------------------------- ________________ ઘુમઈ ઘૂઘર ઘણિ, જમલિ ઝંઝર ઝણણિ, નાચઈ એલઈ તરુણિ, ધસઈ ધડહડઈ ધરણિ, લલીલલી લાગઈ ચરણિ, ચવાઈ બોલ મીઠા વયણિ. ગુણ વેધ ભેદ દાખઈ ઘરણિ, પ્રાણનાથ તોરાં શરણિ. (૪૭) શબ્દાનુપ્રાસ / તદ્માસ : શબ્દાનુપ્રાસ – આંતરપ્રાસની પણ કવિએ જાણે રમઝટ માંડી હોય એમ જ લાગે. આવી કેટલીક પંક્તિઓ | કડીઓ તપાસીએ : * લાલઈ પાલઈ નઈ સંસાલઇ, સુત સાંહામઉં વલિ વલી નિહાલઈ” (૨.૧૬) * હસ્ત કમંડલ પુસ્તક વીણા સુહ ઝાણ નાણુ ગુણ લીણા' (૧.૩) અહીં આંતરપ્રાસની એક વિશિષ્ટ ભાત ઊપસે છે. “વીણા – લીણાનો ચરણાન્ત એ પ્રાસ. વચ્ચે ‘ઝાણ – નાણ'નો આંતપ્રાસ. * હાથ સાંકલાં સોવિન વીટલડી, હથિ વાંકડલી વલી કડલી, કુલી કમલ જસી પાંખડલી, અણીઆલી આંજી આંખડલી.” (૨.૧૮) * “ચાલઈ ચમકતઉ, ઘમઘમકતઉ, રમઝમકંતઉ. ઠમકતઉં, ઉ દીસંતઉ, મુખિ બોલંતઉં. હઇ હીંસંતઉં, રીંખતઉં, લીલા લટકંત, કર ઝટકતઉ, ક્ષણિ ચટકંતી, વિલનંતઉ, "હવીતલિ પડતઉં, પુત્ર આખડતી, ન રહઈ રડતઉં ઠણકતઉ” (૨.૨૦) અહીં વર્તમાન કૃદંતોની પ્રચુરતાવાળા આંતપ્રાસ લીલાવતી છંદની લયછટાને કેવા પૂરક બન્યા છે તે જોઈ શકાશે. * “ક્ષણિ લોટઈ ઓટઈ દુખ મોટઇ, પ્રીજ વિણ ધાન કિસ્યઉં નવિ બોટઈ” (૩.૬૪) નીચેની કડીમાંની દરેક પંક્તિમાં આંતપ્રાસ છે. સાથે પહેલી અને બીજીના પત્યન્ત પ્રાસ અને ત્રીજી અને ચોથીના પત્યન્ત પ્રાસ મળે છે. * “મુખ ચંદ સરીસઉ, જિસ્થઉ અરીસી પંચ વરસઉ હરખભરે, મૂક્યઉ સાલ, રૂપ નિહાલઈ સુત સંસાઈ, ફૂલ પરે, ધુરથી તે સુમતી, ન ગમઈ કુમતી, વિદ્યા ગમતી, સયલ ભણઈ, અક્ષરલિપિ સીખઈ સાથે સરખાં, પાત્ર પરખઈ બાલપણઈ.” નીચેની કડીમાં લગા લગા લગા – માં ગતિ કરતા વૃદ્ધનારા છંદની લયછટાને આંતરપ્રાસની કેવી સંગત મળી છે તે જુઓ : * સુવત્રદેહ રૂપરેહ કામગહ ગજજએ, ઉરહર હીરચીર કંચુકી વિરજૂએ, કટક્કિ લંકિ ઝીણ વીણ ખગ્નિ ખગ્નિ દ્રમ્મએ, ૧૧૮ / સહજસુંદરફત ગુણરત્નાકરછેદ Page #136 -------------------------------------------------------------------------- ________________ ગુણરત્નાકરછેદની સમીક્ષા / ૧૧૯ પયોહરાણ પમ્બિ પકિખ લોક લખ ઘુમ્મએ” (૨.૬૮) * “ચલૂંતિ મોર ચિત્તચોર હાવભાવ મંડએ, જૂવત્તિ મત્તિ રત્તચિત્ત હત્યિ નખિ ખંડએ, અનંગરંગ અંગ અંગ કોટિ વેશિ દલ્મએ, કડક્ન-ચકખ તીર તિલ્મ તિષ્મિ તિક્ષ્મ મુકએ.” (૨.૬૯) નીચેની બે કડીઓમાં ક્રિયાપદોની પ્રચુરતાવાળા શબ્દાનુપ્રાસ છે. એમાંથી પહેલી કડીમાં તો બધાં ક્રિયાપદો રવાનુકારી છે તેમજ સંયુક્તાક્ષરના ભારવાળાં * ‘ઝબક્કઈ વીજ ચબક્કઈ ચાલ, ટેલકઈ ટોલ, ખલક્કઈ ખાલ, ભડક્કઈ ઢોર, કડકઈ ઝડ ધડુક્કઈ મેહ ફડક્કઈ તાડ.” (૪૭૧) * પાલણઈ પઢાડઇ, વસ્ત્ર ઓઢાડઈ, બહિનિ રમાડઈ લલીઅ લલી, સિણગાર સુહાવઈ, લાડ કરાવઈ, વર પહિરાવઈ ઝૂલિ વલી. (૨.૨૧) વર્ણસગાઈ : હંસગામિનિ હસંતિ હેલિ." (૧.૧૦) ક કનીરામ = ૮ ભગતા જાર્ડ જુગતી જાલવઈ' (૧.૩૦) * “મદિરાપાન કરિ મતવાલા, ભોગી ભમર ભમઈ ભમરાલા' (૧.પર) * “છત્ર છાત્ર છતિ છેકડાં છાંય છયેલી નારિ” (૨.૪૪) * ‘કોસિ કહઈ કર જોડી, કર કુકમના રોલા.” (૨,૭૨) * ‘વિસહર વિકબ વરાહ, વેડિ વીંછણિ નઈં વિસનર.” (૨.૭૭) * “કનક કેલિ કુલવંતિ કમલ, કૈલાશ કવીશ્વર' (૨.૭૭) * કુસુમરેડિ સાથરા સુવિત્થર, કુશન-કેલિ ઈમ કરઈ નિરંતર” (૨.૧૨૭) ઝડઝમક : * ગુણ રોલ લોલ કલોલ કરતિ ચપલ ચિહું દિશિ હિંસએ' (૧.૨૮) કક લાલઈ પાલઈ નઈ સંસાલઈ સુત સાંહામઉં વલિ વલી નિહાલ” (૨.૧૬) એક કુલી કમલ જસી પાંખડલી, અણીઆલી આંજી આંખડલી” (૨.૧૮) ક: “મધુકર કમલિ જમલિ ભમંતઉ, હીંડઈ હરખઈ ભયઉ વનિ રમતઉ” (૨.૪૦) * “નયણ વયણ કર ચરણ મુખ, દાઢી મૂંછ મરોડ” (૨.૫૫) : “કડખ ચલ્મ તીર તિઓ તિખિ તિમ્બ મુક્કએ” (૨.૬૯) ક: “કરિ કુંકમરોલ ઝકોલ કરતી કંઠિ વિલમ્મી વાધિ જિસિ' (૨.૮૧) * “નારિ કમલ ભમર નર સંગી, જડતી જોડિ મિલી જવ ચંગી' (૨.૧૧૭) * “વેઝું કરિ મંડઈ, ખંડ વિખંડઈ કલિરવ કરઈ કતાલ' (૪.૩૨) Page #137 -------------------------------------------------------------------------- ________________ લલિત કોમલ પદાવલિયુક્ત ઝડઝમક : અહીં નોંધેલી કેટલીક પંક્તિઓ પણ ઝડઝમકનાં ઉદાહરણો છે પણ એમાં લલિત કોમલ પદાવલિનો રણકો પણ ભળે છે : * “નારિ સરોવર સબલ સકલ મુખકમલ મનોહર' (૨.૧૧૪) [આ પંક્તિમાંની પદાવલિ કવિ કાન્તની “સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન' એ પંક્તિ જે લલિત કોમલ કાન્ત પદાવલિના ઉદાહરણ તરીકે ખૂબ જ જાણીતી બની છે)ની અચૂક યાદ અપાવશે.. * ‘અલિકુલ કજ્જલ સરલ, વેણિ છલ મેહસુતિ હસત દંત નવ તડિત પિમ્પલ વરસત સુલલિત' (૨.૧૧૩) * “ફૂલ-હરી કદલીહર દીહર કિજઈ રંગ ઝમાલ મનોહર' (.૧૨૧) કર્કશવર્ણ પદાવલિ : કવિ એક સ્થળે નરકની વેદનાનું જે કલ્પનાચિત્ર રજૂ કરે છે તે જુગુપ્સાભાવને પ્રગટ કરનારું છે. એ વસ્તુવિષયને અનુરૂપ, કવિ ઉપર છે તેનાથી વિરુદ્ધ કર્કશવર્ણ પદાવલિ પs .... છે. * ‘ઝૂંટે વલિ ઝાલી, ભીતરિ ઘાલી મરડા મારા us v.૦૦) * “નવિ થાઈ આડા, કુચિકુહાડા, લેઈ ધાઈ ધડધુંબ.” (૪૪૩) યમપ્રયોગ : છંદ છંદ સહુ કો ભણઈ, છંદ વિના ચઉ છંદ' (૧.૩૮) (છંદ = લગની, છંદ = વૃત્ત) * “એહ અસંભમ વાત – કહાણી. હૂઈ સરી જઉ પહુવિ કહાણી' (૧ (કહાણી = કથની, કહાણી = કહેવાઈ) * મોટે મંદિર બહુ કોરણી. નયણિ ન દીસઈ તિહાં કો રણી.) સૂર વહઈ નિતુ કરિ કોદંડહ, કહ તીરઈં નવિ દેહ કો દંડહ.” (૧.૪૮) (કોરણીઆં = કોતરણી, કો રણી = કોઈ દેવાદાર, કોદંડહ = ધનુષ્ય, કો દડહ = કોઈ શિક્ષા) * પાલખી બસઈ નરપાલા, હીંડઈ એક વલી નર પાલા' (૧.૫૪) (નરપાલા = નૃપાળ, રાજવી, નર પાલા = પગપાળા લોકો) * “દિશા વાલી ઘરની વલી તાજી આપઈ મનગમતા જે તાજી” (૨.૭) (તાજી = નવી, તાજી = ઘોડા) કઃ “સાવ શૃંગાર સમાન રચાવી, એણી પરિ તેણઈં પાત્ર નચાવી, હસતાં કેહની કૂથ નચાવી, કોઈ ન મૂક્યાં વલી નચાવી.” (૨.૧૩) ૧૨૦/ સહજસુંદરત ગુણરત્નાકરછેદ Page #138 -------------------------------------------------------------------------- ________________ “ગુણરત્નાકરદની સમીક્ષા / ૧૨૧ (નચાવી = (વારાંગનાને) નચાવી, નચાવી = (ભૂકુટિ, ભમાવી, નચાવી = નચાવવામાંથી, બદનામ કર્યા વગર) “લીલાપતિ લહૂઉ ધન માનું, ધાવઈ થાન વલી ઘણ માનું' (૨.૧૬) ભાનું = માનું છું, માનું = માતાનું * ધાઈ તવ માતા, થણહર માતા, દૂધિભર્યા તે મુખિ ઠવાઈ.” (૨.૨ ૧) ભાતા = બા, મા, માતા = પુષ્ટ) * “અક્ક નહીં રે અક્ક, અંબ એ સુરતરુ સરિખુ” (૨.૬૧) (અક્ક = વડીલ વેશ્યા ને સંબોધન), અક્ક = આકડો) ન હૂ રમતી જણજણ સ્વઉ કોરી હું ઘણ કઠણ જમ કોરી.” (૨.૮૮) (કોરી = અલિપ્ત, કોરી = કોતરે) * સૂણિ ભૂપતિ માહ આલોચહ રેખઉ મુઝ મસ્તકિ આલોચહ' (૩૫0) (આલોચ = આલોચના, વિચારણા, આલોચહ = કેશલોચ, વાળ ચૂંટી કાઢવા તે.) * હું યૌવનભરિ તઈ કાં ટાલી, લાગઇ સેજિ હવઈ કાંટાલી' (૩૬૨) (કાં ટાલી = શાને તરછોડી, કાંટાલી = કાંટાવાળી) : ‘ઝરમરિ વરસઈ નયણે કાજલ, રોતાં ગલી ગયઉ સવિ કાજલ. ક્ષણિ છાંહિઇં ક્ષણિ ઊભી તડકઈ, રીસભરી સહીઅર સ્યઉં તડકઇ.” (૩.૬૩) (કાજલ = વાદળ, કાજલ = કાજળ, પેશ. તડકઈ = તડકામાં, તડકઈ = તાડૂકે, ગુસ્સાથી બોલે) * સોવિન સાલિ ગણઈ મનિ વેકર, એક સુહાવઈ પ્રીઊના બે કર' (૩.૬૬) (વેકર = રેતી, બે કર = બે હાથ) * ભોગી માગ ન લહઈ તું પાધરિ, કિમ તે પાલો લઈ. પાધરિ.” (૩.૬૭) પાધરિ = સીધો, પાધરિ = દૂર સુધી, લાંબી મુસાફરીએ, લક્ષ્ય સ્થાને (?) * ‘વિરહ વિયોગ ભરી આકંઠહ, ન લહઈ દુખસાગરનઉ કંઠહ કાગિણિની પરિ કરલ્લઈ કંઠહ, મિલીહ જઉ મિલઈ વિકંઠહ.” (૩.૬૮) (આકંઠહ = ગળા સુધી, કંઠહ = કાંઠો, કિનારો. કંઠહ = ગળામાં, વિકંઠહ = વૈકુંઠ) * ‘ક્ષિણિ બસઈ ચંપક ઉલવઈએ, ગાઢિ રોસિ ભરીઉ લવઈએ, નર વિણ કવણ વસઈ ખોલડઇએ. એક ગમઈ પ્રીયનઈં ખોલડઇએ.” (૩૭) (ઉલવઈએ =ઓથે, (રોસિ ભરીઉ) લવઈએ = (રોષથી ભરેલી) બડબડે છે. ખોલડઇએ = ખોરડામાં, ખોલડઈએ = ખોળામાં) “ક હાર દોર દોસઈ નવિ ગલઈ એ, ભોજન મુખિ સરસઉ નવિ ગલઇ એ, હમ તણઉ ભર જિમ ઉંગલઈ એ, તિમ નારી રડતી ગલગલઇએ.” (૩૭૧) Page #139 -------------------------------------------------------------------------- ________________ (ગલઈ એ = ગળામાં, ગલઈ એ = ગળાતું, ગળાય. ઉગલઇએ = ઓગળે, ગલગલઈ એ = ગળગળી થાય છે, આદ્ર બને છે.) ક ‘ કિસ્યઉં કરું પહિરી ભુષણ એ, પઈસેવા પ્રીય વિણ ભૂષણ એ, કતવિયોગ ટલઇ તપ તપતાં, કરિ નાંખઈ કુંડલ તપતપતાં.” (૩૭૨) (ભૂષણ = આભૂષણો, ભૂષણ = અતૃપ્ત, નિરર્થક. તપ તપતાં = તપ કરતાં, તપતપતાં = તગતગતાં, ચળકતાં) * “ભમરીની પરિ પ્રીક ગુણ ગણતી. કરિ ચૂડી નાંખઈ ગુણગણતી.” (૩.૭૩) (ગુણ ગણતી = (પ્રિયના) ગુણ ગણગણે, ગુણગણતી = બડબડતી, ગણગણાટ કરતી) = “પગિ પગિ વરસાલઈ વર સાલઈ...” (૩૭૮) | (વરસાલઈ = વષકાલમાં, વર સાલઈ = પતિનો વિરહ) સાલે છે.) વાજિંત્રનાદ-સંગીતયુક્ત પદાવલિ : અહીં કેટલીક કડીઓમાં કવિએ વાજિંત્રનાદની રવાનુકારી પદાવલિ પણ પ્રયોજી છે. ચારણી છંદોલયની છટામાં પૂરક બનતી આવી પદાવલિનો પણ એક અનોખો વૈભવ હોય છે. કૃતિમાં જોવા મળતાં એવાં સ્થાનો તપાસીએ : સરસ્વતીની શોભા વર્ણવતાં : * ઘમઘમ ઘૂઘર ઘમઘમકતય, ઝંઝર રિમઝિમ રણરણકંતય, કરિ ચૂડી રણકતિ કિ દિuઈ, તુહ સિંગાર કીઉ સહ ઉuઈ.” (૧.૯) સ્થૂલિભદ્રના જન્મમહોત્સવના એક ભાગ રૂપે થતું ગાનવાદન : * “ઘણ ગજ્જઈ જિમ કરીય સુવલ, વજ્જઈ ધધિકિટ ઢંકટ મદ્દલ, ચચપટ ચચપટ તાલ તરંગા, થગિનિ તિથંગ નિરાકટ થીંગા.” (૨.૧૧) * “તાથગિનિ તાથગિનિ તિઘુગિનિ તિઘુગિનિ સિરિગમ અપધનિ સુસર સર, નીચાણ કિ કમકતિ મદ્રમ દ્રહકંતિ કહહ કુટુકાર કરે, ઝલૂરિ ઝણઝણકંતિ ભેરી ભણકંતિ ભોં ભોં ભૂગલ ભરહરય, ઘેઘુર ઘમઘમકંતિ રણણ રણકંતિ સસબદ સંગિતિ સદ્દસય.” (૨.૧૨) પોતાને ત્યાં પાછા ફરેલા ધૂલિભદ્રને ગાન-વાદન-નર્તનથી કોશા રીઝવવાનો પ્રયાસ કરે છે ત્યારે : * “નાચઈ નાચ કરી સિંગારહ ધિધિકટ ટૅક્ટના ધોંકારહ, ચોલી ચીર કસી કરિ ચરણા ઘમકાવઈ ઠમકાવઈ ચરણા.” (૪.૪) * “ચરણ ઠમકાવઈ, ઘમઘમકાવઈ દેખાડઈ નવનવી કલા, ગાવઈ ગુણ મંગલ, ભેરહ ભુગલ ચચપટ છંદઈ ભરંતિ નલા.” (૪.૫) ૧૨૨ / સહજસુંદરકત ગુણરત્નાકરછેદ Page #140 -------------------------------------------------------------------------- ________________ ગુણરત્નાકરછેદની સમીક્ષા / ૧૨૩ * “તંતી તલ તાલ તવલ દમદમકઈ, ધપમપ દ્રઢંકાર કર્યો, ધોંકટ કટકટ ટૅગગમ ઝેઝે તિથનગિ તિથનગિ તિરાડ ગયું, સિરિ સિરિ ગમ ગમ મઝિ મરિ ગગ મમ પધમ મા ધુનિ ગીય રસ. નાચઈ ઈમ કોશિ કલાગુણ દાખઈ, બોલતિ છંદ તિ કવિત જસં.” (૪૬) કવિએ આ કૃતિને છંદ' સંજ્ઞાથી ઓળખાવી છે. ઓળખાવી છે એટલું જ નહીં, સાચા સ્વરૂપે એ સંજ્ઞાને સાર્થક પણ કરી છે. છંદોગાનનો રસ એ કવિનું લક્ષ્ય રહ્યું છે. કવિ કૃતિના આરંભમાં જ એને માટે સંકલ્પબદ્ધ છે. અને છેક સુધી છંદોગાનનું પ્રાધાન્ય જાળવીને એ સંકલ્પ એમણે સિદ્ધ કર્યો છે. કડી ૧.૧૮માં સ્વસંકલ્પ રજૂ કરતાં કવિ જણાવે છે : આણી નવનવ બંધું, નવનવ છંદેણ નવનવા ભાવા, ગુણરત્નાકરછંદ, વળિસુ ગુણ ધૂલિભદ્રસ્સ.” વળી કડી ૧.૩૭–૩૮માં કવિ કહે છે : નવનવ ગાહ કવિતરસ, દૂહા છંદ રસાલ, રંગ-વિનોદ ગુણી તણા, હવઈ બોલઉં ચઉસાલ. છંદ છંદ સહુ કો ભણઈ, છંદ વિના ચઉ છંદ, છંદઉ કરિ જાણઈ જિ કે, તેહ ઘરિ પરિમાણંદ.” અહીં કવિએ જુદાજુદા વીસ ઉપરાંત છંદો પ્રયોજ્યા છે જેમાં પ્રથમ આર્યા, બેઅક્ષરી આય, રેડકી, અડયલ, જડયલ, સારસી, દૂહા, મડયલ, મંડલિ, ત્રિભંગી, લીલાવતી, વૃદ્ધનારા, પદ્ધડી, છપ્પય, શ્લોક (અનુષ્ટ્રપ), હાટકી, ગગનગતિ, ભુજંગપ્રયાત, રસાઉલઉં, મુક્તાદામ, ગાથા – એટલા છંદોનો સમાવેશ થાય છે. આ બધા છંદો સંસ્કૃત પિંગળમાં આવતા અક્ષરમેળ કે માત્રામેળ છંદો છે અને આ બધા જ છંદોનો ચારણી પરંપરાની રચનાઓમાં ઉપયોગ થયો છે. આમાંથી રેડકી' છંદ બૃહત્ પિંગળ'માં મળતો નથી કે ચારણી પરંપરામાં પણ એ નામનો છંદ જણાતો નથી. “ગુણરત્નાકરછંદની અન્ય પ્રતોમાં રેડકીને સ્થાને ભમરાઉલિ', રેણુકી” અને “રૂડિલાં’ એવાં નામો મળે છે. પણ “બૃહતપિંગલમાં ભમરાઉલિ (ભ્રમરાવલિ)નું છંદબંધારણ અને ચારણી પરંપરામાં રેણકી) છંદનું બંધારણ અલગ પડે છે. રેડકી અને “રૂડિલો એક જ જણાય છે. પદ્ધડીનો ઉપયોગ અપભ્રંશમાં વિશેષ થયો છે. એ પછી એ છંદ ચારણ કવિઓએ જેટલો પ્રયોજ્યો છે એટલો મધ્યકાળના ગુજરાતી કવિઓએ આ પદ્ધડીનો Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ઉપયોગ કર્યો નથી. પણ આપણા આ કવિએ અહીં ‘પદ્ધડી' છંદ પ્રયોજ્યો છે એ દર્શાવે છે કે છંદોગાનની બાબતમાં ચારણી પરંપરાનો આ કવિ ઉપર સારો પ્રભાવ પડ્યો છે. રાઉલઉ એ ચારણ કવિઓએ યોજેલ રસાવળો' તરીકે જાણીતો છંદ બન્યો છે. સારસી છંદ પણ ચારણ કવિઓએ વિશેષ પ્રયોજ્યો છે. વૃદ્ધનારાને ચારણી પરંપરામાં “દૂણો અઠ્ઠો” પણ કહે છે. હાટકી છંદ બૃહત્ પિંગલમાં મરહટ્ટા'ને નામે ઓળખાયેલો છે. ભુજંગપ્રયાત' ચારણી પરંપરામાં મહાભુજંગ, દેવ, સુધાપ, મહાનાગ – આવાં નામે પણ મળે છે. ગુણરત્નાકરછંદની કડીઓનું છેદવાર વર્ગીકરણ : પ્રથમ આય ૧.૧થી ૫] આ કડીઓનું બંધારણ એકસરખું આય ૧.૧૬, ૧૭ E ૮ છે. અહીં ૩૦ + ૨૭ = ૫૭ ગાથા ૧.૧૮ | ' માત્રાવાળો આ છંદ છે. બેઅક્ષરી આય અહીં છંદનામનિર્દેશ ૧.૬થી ૮, ૧૯, ૨૦, ૨.૧થી ૧૧, વિનાની ૨.૧૦૦, ૧૦૧ [બેઅક્ષરી આયો ૨.૧૦, ૧૦૧ એ બે કડીઓ બેઅક્ષરી આય જ છે. અહીં આય ૨.૧૩થી ૧૯, ૩૦થી ૪૩, ૭૮, આય' નામથી દશર્વિલ ૮૬થી ૯૧, ૧૦૭, ૧૧૬, ૧૧૭, આ કડીઓ એ આગળ નિર્દેશેલ પ૭ માત્રાવાળા ૧૧૯થી ૧૨૯, ૧૩૨થી ૧૪૧, ‘આપ’ની નથી, પણ ‘બે અક્ષરી આય' છે. ૧૪૬થી ૧૫૭, ૩.૩૯, ૪૧, ૪૨, આયનામથી દશવેલી ૪પથી પ૩, ૮૫, ૮૬, ૮૯થી ૯૩, આ કડીઓને “અડયલ મડલ્લ જૂથના છંદમાં ૧૦૦થી ૧૦૩, ૪.૧થી ૪, ૮૫, ૮૬ ! પણ મૂકી શકાય. પ્રતનાં પાઠાંતરોમાં તો ‘અથલ મડથલ દુઆરી રેડકી ૧. ૧થી ૧૩, ૨.૧૦૯થી ૧૧૨, ૧૩૧ ] = ૯ મળે જ છે. છપ્પય / કલશ ૧.૧૪ જ્યાં માત્ર “કલશ'નો નિર્દેશ છે પ્રય ૧.૩૧, ૩૨, ૬૮ તે કડીઓ “છપ્પયમાં છે. ષટ્રપદ ૨.૫૬થી ૬૧, ૭રથી ૭૭, = ર૪ અધિકારને અંતે આવતી હોવાથી ૮૩થી ૮૫, ૧૧૩થી ૧૧૫. | આ છપ્પયની કડીને “કલશ' સંજ્ઞા અપાઈ છે. કલશ. ૨.૧૬૦, ૪.૮૭. શ્લોક (અનુષ્ટ્રપ) ૧.૧૫ ] = ૧ અડયલ. ૩.૬૮થી ૮૩ આ બધાં જ છંદો ૧૬ માત્રાના ચરણના છે. ચરણાન્ત ચતુષ્કલના પ્રાસ મળે છે. ક્યાંક ચારેય ચરણનાં જન્ડયલ ૧.૨૧થી ૨૬ અંતિમ ચતુષ્કલ એકસરખાં હોય છે તો ક્યાંક બે મી ૧.૪૦થી ૫૯, ૩.૬, ૭, = ૬૫ ચરણના અંતિમ ચતુષ્કલના પ્રાસ મળે છે. પ્રાસનું આ તત્ત્વ પરંપરા અનુસાર જુદું પડે છે. અહીં ૪.૫૬થી ૭૦ પાઠાંતરોમાં અડયલ/ મડયલ / જડયલ ! બેઅક્ષરી મંડલિ. ૩૬૨થી ૬૭ એવાં નામો એકબીજાના વિકલ્પ મળે છે. ૧૨૪ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછેદ Page #142 -------------------------------------------------------------------------- ________________ ગુણરત્નાકરદની સમીક્ષા / ૧૨૫ સારસી, ૧.ર૭થી ૩૦] ગગનગતિ સારસી ૨.૧૧૮ | = ૫ ૧.૩૩થી ૩૦, ૬૦થી ૬૭, ૨.૨૪થી ૨૯,] જથી પ૫, ૬રથી ૬૭, ૯૮, ૧૦૫, ૧૦૬, | = ૧૧૪ ૧૦૮, ૧૩૦, ૩.૧થી ૫, ૮થી ૧૪, ૧૮થી ૨૩, ૩૧થી ૩૫, ૪૦, ૫૪થી ૬૧, ૧૦૪, ૪.૮થી ૨૮, ૩૭થી પ૫. ત્રિભંગી ૨.૧૨ ] = ૧ લીલાવતી ૨.૨૦થી ૨૩, ૨૭થી ર૯, ૭૦થી ૮૨, ૪.૫, ૬ ] = ૧૩ વૃદ્ધનારાજ - ૨.૬૮થી ૭૧ ] = ૪ ૨.૯૨થી ૯૭, ૩.૯૪થી ૯૯ ] = ૧૨ હાટકી ૨.૯૯, ૧૪૨થી ૧૪૫, ૩.૧૫થી ૧૭, 1. ૨૪થી ૩૦, ૩૬થી ૩૮, ૪૩, ૪, = ૪૧ ૮૪, ૮૭, ૮૮, ૪.૨૯થી ૩૬, ૭૫થી ૮૪] પદ્ધડી તોટક] ૨.૧૦રથી ૧૦૪] ૩ આ ત્રણ કડીનો અહીં છેદનિર્દેશ નથી, પણ એ તોટક છંદમાં છે. ભુજંગપ્રયાત રસાઉલ મુત્રાદામ ૨.૧૫૮, ૧૫૯ ૪.૭ ૪.૭૧થી ૭૪ ] = ૨ ] = ૧ . ] = ૪ કુલ કડી ૪૧૯ આ વર્ગીકરણને આધારે જોઈ શકાશે કે સૌથી વધારે અહીં દુહા છંદ પ્રયોજાયેલો છે. તે પછી ૧૬ માત્રાવાળા બેઅક્ષરી આ આયના છંદો છે. તે પછી અડયલ-જયલ-મડલ-મંડલિ જૂથના છંદો છે. એ બધા પણ ૧૬ માત્રાના ચરણવાળા જ છંદો છે. ચરણાન્ત પ્રાસની પરંપરાને કારણે એમને જુદા પાડી શકાય. તે પછી સંખ્યાના ક્રમમાં હાટકી, છપ્પય, લીલાવતી, પદ્ધડી, રેડકી, સારસી, વૃદ્ધનારા, મુત્તાદામ, તોટક, ભુજંગપ્રયાત, શ્લોક (અનુષ્ટ્રપ, ત્રિભંગી, રસાઉલઉ છંદો પ્રયોજાયા છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ • “ગુણરત્નાકરદમાં છંદોબંધ : આય : (આ કૃતિમાં પ્રથમ આર્યા છંદનામનિર્દેશવાળી ૧.૧થી ૫, ‘આર્યા નિર્દેશવાળી ૧.૧૬,૧૭ અને ‘ગાથા નિર્દેશવાળી ૧.૧૮ કડીઓનું બંધારણ આ છંદનું આ છંદમાં કુલ પ૭ માત્રા અને ૧૫ તાલ હોય છે. પહેલા ચરણમાં છ ચતુષ્કલ અને એક ષટ્રકલ હોય છે. એમ ૩૦ માત્રા. પ્રથમ ત્રણ ચતુષ્કલે એટલે કે ૧૨ માત્રાએ યતિ આવે છે. બીજું ચતુષ્કલ જગણ (U – U) અથવા ચાર લઘુ હોય છે. એ જ રીતે ચોથું અને છઠું ચતુષ્કલ જ ગણ અથવા ચાર લઘુ હોય છે. જો જ ગણને સ્થાને ચાર લઘુ હોય તો પહેલા લઘુએ શબ્દ પૂરો થાય. બીજા ચરણમાં પાંચ ચતુષ્કલ, પછી એક લઘુ (C) અને પછી એક ષટ્રકલ આવે. એમ કુલ ૨૭ માત્રામાં પ્રથમ ત્રણ ચતુષ્કલે એટલે કે ૧૨ માત્રાએ યતિ આવે. છેલ્લો વર્ણ ગુરુ. –૧૨ – –૧૮૪ + ૪ + ૪ | ૪ + ૪ + ૪ + ૬ = UHU ૫૭ માત્રા –૧૨ – –––૧૫ – ૪ + ૪ + ૪ | ૪ + ૪ + ૪ + ૬ = ૨૭] બૃહતપિંગલ' માત્રા, યતિ, તાલનું માપ આ પ્રમાણે આપે છે : ૫૭ માત્રા દાદા દેદા દાદા | દદ્દા દાદા ઉદાલ દાદા ગા 1 દાદા દેદા દેદા | દદ્દા દાદા લ દાદા ગા | ૧૫ તાલ --- -૧૨ ---૧૮ શશિકર + નિકર સ + મુક્વલ | મરાલ + મારુહ્ય + સરસ્વ થતી દેવી ૧૨૬ / સહજસુંદરફત ગુણરત્નાકરછંદ Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ' ' વિચરતિ + કવિજન + હૃદય ૪ ભયહરણી ૪ ૪ ૪ ૬ અહીં, પહેલા અને બીજા ચરણની થઈને ૩૦ + ૨૭ = ૫૭ માત્રા થાય છે. બાર માત્રાએ યતિ છે. બીજા ચતુષ્કલમાં ચાર લઘુ છે. ચોથા અને છઠ્ઠા ચતુષ્કલમાં જ ગણ છે. આણી ૪ અહીં ‘ગાથા’ નિર્દેશવાળી કડીનો આ જ છંદોબંધ તપાસીએ. -૧૮ + બંધ | નવનવ + છંદે + ણનવન + ૪ ૪ ww + ૧૨ નવનવ ૧૨. ' ' ગુણરત્ + નાકર + ૪ ૧ ૧ ૩ ૨ ૧ ૧ ૧ ૧ હરિ હ ૨ ૪ ww °° ૨ જો ડી. s ૧ ૧ ભ ગ તિ " છ છંદ *ગુણરત્નાકરછંદ'ની સમીક્ષા / ૧૨૭ ૧૫ સદયે + સંસા + ૨ + ૪ 3 ૨ ૧ બે ભ બેઅક્ષરી આર્યા : (આ કૃતિમાં બેઅક્ષરી આર્ય' છંદનામનિર્દેશવાળી કડીઓ, નામનિર્દેશ વિનાની બે કડીઓ (૨.૧૦૦, ૧૦૧) તેમજ ‘આ' નિર્દેશવાળી કડીઓનું બંધારણ આ છંદનું છે. ‘આર્યા’ નિર્દેશવાળા કડીક્રમાંકો માટે જુઓ છંદવાર વર્ગીકરણ) આ છંદનું પ્રત્યેક ચરણ ૧૬ માત્રાનું છે. ચરણને અંતે લઘુ-ગુરુ આણવાનો કોઈ ખાસ નિયમ નથી. સામાન્યત: બબ્બે ચરણનો ચરણાન્ત પ્રાસ યોજાય છે. ૧ ૧ નિ તુ ત્રિસુ ૪ ૧ ૨ ૧ ૧ પુ ૨ દ ૨ + ૨ ૧ ૧ મા ગ ઇ ૧ ૧ ૧ ૨ ૨ ૧ ૧ મુ ગતિ દેયો શુ ભ ગુણ v ૧૫ ૪ ww ૨૨ દે વા + ૨ ૨ સે વા ૧ ૧ લ ક્ષ ણ વા ભાવા ભદસ્ત લિ + ભ = ૧૬ માત્રા = ૧૬ માત્રા = ૧૬ માત્રા Page #145 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧ મ્ ઢ ૧ મ ૨ ૧ ૨ તી ન ઈ ૧ ૧ ક સ ૧ ૨ ૧ ૧ વિ ચ ક્ષ ણ = ૧૬ માત્રા અહીં પ્રત્યેક ચરણ ૧૬ માત્રાનું થાય છે. પહેલા અને બીજાના તેમજ ત્રીજા અને ચોથાના ચરણાન્ત પ્રાસ મળે છે. રેડકી છંદ બૃહત્ પિંગલમાં રેડકી છંદ અંગે કાંઈ પરિચય મળતો નથી. એ જ રીતે આ નામનો કોઈ છંદ ચારણી પરંપરાના છંદોમાં હોવાનું પણ જણાતું નથી. પણ અહીં “ગુણરત્નાકરછંદમાં અપાયેલી રેડકી છંદની કડીઓને આધારે એના બંધારણ અંગે કેટલોક વિચાર કરી શકાય. અહીં ચાર ચરણનું એક એકમ એવાં ચાર એકમોની કુલ ૧૬ ચરણની એક કડી બનેલી છે. પ્રત્યેક એકમમાં પ્રથમ ત્રણ ચરણ ક્વચિત્ અપવાદ સિવાય ૮ અક્ષરનાં બનેલાં છે. જ્યારે ચોથું ચરણ ૫ અક્ષરનું બનેલું છે. જેમ ચોથું ચરણ ટૂંકું છે તેમ પહેલા ચરણના ઉપાડમાં કેટલાક અક્ષરો (૨ કે ૩) વધી જઈને પહેલું ચરણ મોટું થાય છે. ઉપાડમાં ઘણી વાર પ્રથમ શબ્દ દ્વિરુક્તિ પામે છે તો ક્યારેક પ્રથમ શબ્દ સાથે પ્રાસમાં મળતો ધ્વનિએકમ ઉમેરાઈને પ્રથમ ચરણની અક્ષરસંખ્યાને વધારે છે. અહીં પ્રત્યેક એકમમાં પ્રથમ ત્રણ ચરણ પ્રાસથી સંકળાયેલાં છે. એટલે કે એમનો ચરણાન્ત પ્રાસ મળે છે. ઉપરાંત પહેલા અને બીજા એકમના છેલ્લા ટૂંકા ચરણનો પ્રાસ મળે છે. એ રીતે ત્રીજા અને ચોથા એકમના છેલ્લા ટૂંકા ચરણનો પ્રાસ મળે છે. ગ અને ૪ પ્રતમાં રેડકી છંદની ૧.૧૦થી ૧૩ કડીઓ વિકલ્પ “ભમરાઉલિ' છંદ-નામથી નિર્દેશાઈ છે અને ૪ પ્રતમાં રેડકી છંદની ૨.૧૩૧મી કડી વિકલ્પ “રૂડિલા’ છંદનામથી નિર્દેશાઈ છે બૃહતિંગલ'માં ભમરાઉલિ'નું બંધારણ મળે છે પણ એ આ કડીઓના છંદબંધારણથી જુદું પડે છે. પણ રેડકી’ અને ‘રૂડિલા” એ બે એક જ છંદનાં વૈકલ્પિક નામો હોવાનું જણાયું છે. એનો વધુ પુરાવો એ છે કે “અનુસંધાન’ અંક ૮ (ઈ.સ.૧૯૯૭)માં ઈસરસૂરિ-વિરચિત “લલિતાંગચરિત્ર/રાસ-ચૂડામણિ' કાવ્યકૃતિ , (સંપાદક : ડૉ. હરિવલ્લભ ભાયાણી) પ્રકાશિત થઈ છે એમાં “રોડિલ્લા' છંદનામનિર્દેશવાળી ૩૭૦થી ૩૭૯ તેમજ ૪૦ ક્રમાંકવાળી કડીઓ મળે છે. એનું બંધારણ ગુણરત્નાકરછંદની રેડકી છંદની કડીઓને પૂરેપૂરું મળતું આવે છે. ત્યાં પણ ચાર ચરણનું એક એકમ એવાં ચાર એકમોની કડી છે, પ્રત્યેક એકમમાં પહેલા ચરણના ઉપાડમાં ૨ કે ૩ અક્ષર વધી જઈને ચરણ મોટું થાય છે, રજા-૩જા ચરણમાં ઘણુંખરું ૮ અક્ષર છે (ક્વચિત્ ૭ કે ૯), અને ચોથું ચરણ ટૂંકુ ૫ અક્ષરનું છે. અહીં પણ ૧૨૮ / સહસુંદરકૃત ગુણરત્નાકર Page #146 -------------------------------------------------------------------------- ________________ ‘ગુણરત્નાકરછંદ'ની સમીક્ષા / ૧૨૯ પ્રત્યેક એકમનાં પ્રથમ ત્રણ ચરણના ચરણાન્ત પ્રાસ મળે છે ઉપરાંત પહેલા-બીજા તથા ત્રીજા-ચોથા એકમના છેલ્લા ટૂંકા ચરણના પ્રાસ મળે છે. પણ આ અગાઉ, ડૉ. હરિવલ્લભ ભાયાણીએ ‘પરબ’ (જુન, ૧૯૯૧)ના અંકમાં પ્રાચીન ગુજરાતી ઓવી' એ લેખમાં કવિ લાવણ્યસમયકૃત નેમિરંગરત્નાકરછંદ'ની કેટલીક કડીઓને તપાસીને એને ‘ઓવી' છંદની બનતી કહી છે, જોકે ત્યાંયે એમને પહેલા ચરણના ઉપાડમાં બેવડાયેલા શબ્દને કારણે વધી જતા ૨ કે ૩ અક્ષરોને ગણતરીમાં ન લેવાનો અપવાદ તો કરવો જ પડ્યો છે. પણ એમ લાગે છે કે ‘નૈમિરંગરત્નાકરછંદ'ની છંદનિર્દેશ વિનાની એ કડીઓને આ રેડકી કે રૂડિલા/રોહિલ્લા છંદની નજીકની જ ગણવી જોઈએ. ફેર એટલો છે કે ‘નેમિરંગરત્નાકરછંદની એ કડીઓ ચાર ચરણની જ છે (ત્યાં ચાર એકમ થતાં નથી). અને ત્યાં બીજા-ત્રીજા ચરણની અક્ષરસંખ્યામાં એકવાક્યતા ઓછી જળવાઈ છે. તે સિવાય ત્યાં પહેલા ચરણની અક્ષર સંખ્યા, ઉપાડનો શબ્દ બેવડાતાં, વધે છે, બીજા-ત્રીજા ચરણની અક્ષરસંખ્યા લગભગ સરખી રહે છે. (૮ અક્ષરની આસપાસની) અને ચોથું ચરણ ટૂંકું (૫ અક્ષરનું) હોય છે. એટલું સ્પષ્ટ છે કે રેડકી કે રૂફિંડલા છંદને એનો ચોક્કસ પદ્યલય છે અને અહીં ‘ગુણરત્નાકરછંદ’માં એ વધારે ચુસ્તતાથી જળવાયો છે. ‘ગુણરત્નાકરછંદ’ની રેડકી છંદની એક આખી કડી તપાસીએ : ૮ અક્ષર ૯ અક્ષર— ઝબક્કઇ તાર, ઉપાડ વધારાના ૩ માર (ઉપ્પઇ) ઉપ્પઇ ઉપાડ વધારાના ૨ અર (હંસ) ઉપાડ વધારાના ૨ માર (તપ) મોતીનઉ []] ૮ અક્ષર દ્ધિઉ સેતસિંગાર, ૮ અક્ષર ગામિનિ હસંતિ હેલિ, ૮ અક્ષર કરઇ તપઇ બઇઠી. . ૮ અક્ષર હાર, જિસ્યઉ કુંડલ ૮ અક્ષર કમલગેલિ, કાનિ, સુકલધ્યાનિ, રમઇ સોહઇ ૫ અક્ષર વિવહ પરે ૮ અક્ષર મોહણવેલિ, -૫ અક્ષર સજલ સરે c ૮ અક્ષર સોવનવાનિ, ૫ અક્ષર પ્રસનમણું Page #147 -------------------------------------------------------------------------- ________________ ઉપાડ વધારાના ૩ આર (સેવઉ) સેવઉ ોળા ૧ ૧ ૧ અન ડે ૮ અક્ષર ૮ અક્ષર દારિદ્દપાતિક જાઇ, કવીય ઉપરની કડીનું માપ આ પ્રમાણે થાય છે : ઉપાડ + ચ.૧ ચ.૩ પહેલું એકમ ૩ + ૮ ८ બીજું એકમ ૨ + ૮ ૮ . ८ ત્રીજું એકમ ૨ + ૮ ८ ८ ચોથું એકમ ૩ + ૮ ८ ८ ચાર ચરણના પ્રત્યેક એકમમાં પ્રથમ ત્રણ ચરણના પ્રાસ મળે છે. ઉપરાંત પહેલા અને બીજા એકમમાં ચોથા ચરણના પ્રાસ મળે છે. (પરેસરે) અને ત્રીજા અને ચોથા એકમમાં ચોથા ચરણના પ્રાસ મળે છે. (મણું-તણું) ૧ ૧ સારદ્દમાય, બી. અક્ષરો અક્ષરો અક્ષરો અક્ષરો ' દાદા દાલ | ૧૧ છપ્પય / ષટ્પદ : આ છંદ છ ચરણનો છે. જેમાંનાં પહેલાં ચાર ચરણ રોળાનાં અને છેલ્લાં બે ચરણ ઉલ્લાલાનાં હોય છે. ૧ ૨ ૨ ૨ ૧ ' ન ડી ખ ૧૧ ‘બૃહદ્ પિંગલ’માં રોળાનું માત્રા, તાલ અને યતિનું માપ આ પ્રમાણે છે : એમાં ચતુષ્કલ સંધિનાં ૬ આવર્તનો હોય છે. કુલ માત્રા ૨૪, ૧૧મી માત્રાએ યતિ. યતિએ શબ્દ પૂરો થાય. ચચ્ચાર માત્રાએ તાલ આવે. ઉલ્લાલામાં ૨૮ માત્રા હોય છે. અને ૧૫મી માત્રાએ યતિ આવે. અહીં કૃતિમાંથી છપ્પયની એક કડી તપાસીએ: દાદા ૧ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ક ર્ય ઉ ન ત્ ૧૩૦ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ સંપત્તિ લ । દાદા ૨ ૧ મેં ત્ર ૮ અક્ષર ચાર ૯ 1 દાદા ૧૩. સયલ થાઇ, ૫ અક્ષર તણું. દાદા ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૨ સ બ લ સે વ ઇ ગુ ણવા ઊ -૧૩ ૨૪ ૧ ૧ ૨ ૧ ૧ ૨ ૨ ધ ન ા મ દિખા ડી રરર ર ૧૧ + ૧૩ = ૨૪ માત્રા ૧૧ + ૧૩ = ૨૪ માત્રા Page #148 -------------------------------------------------------------------------- ________________ રોળા ઉલ્લાલા ર ૧ ૫. પ દા ૧૧ ૧ ૧ ૧ તલુ ઉ -૧૧ 1 દાદા ૨ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૨ પ્રેતિ બો ધી સુ ક ટેબ | કર્યા જિગ્નિ સંયમ વી ક ઠા ર r બદા ૨ ૧ ૧ ૨ વ્યા પા ૨ ક્રિયા ૧૫ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૨ ૨ આવતી બહિનિ દેખી -૧૫ 1 દાલદા | -ત ૮ અક્ષર ઋષિરાજ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૧ કવિ કરી । ૨ ૧ ૨ ૧ ૧ ૧ ૨ ૧ ૨ • કહઇ સહેજ સુંદર ન મ | થૂલીભદ્દ શ્રુતકેવલી “ગુણરત્નાકરછંદ”ની સમીક્ષા / ૧૩૧ ૧૩ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૨ ૨ વ લિ બ ઈં ી જા ણી ૧૩ ગુણાન્તક્ષે દાદા દાદા દાલદા ૧૩ ૨૧ ૨ ૧ ૨૧ ૨ ૧ ૨ સીહ રૂ ૫. દાખ્યઉ વલી ૧૩ અહીં પહેલા-બીજા ચરણનો, ત્રીજા-ચોથા ચરણનો અને પાંચમા-છઠ્ઠા ચરણનો ચરણાન્ત પ્રાસ મળે છે. શ્લોક અનુષ્ટુપ] : (આ કૃતિમાં ‘શ્લોક’ નિર્દેશવાળી કડી ૧.૧૫ સંસ્કૃત શ્લોક છે અને તે અનુષ્ટુપમાં છે.) પ્રત્યેક ચરણમાં આઠ અક્ષર, ચારેય ચરણમાં પાંચમો અક્ષર લઘુ અને છઠ્ઠો અક્ષર ગુરુ. બીજા અને ચોથા ચરણમાં સાતમો અક્ષર લઘુ આવે. શ્રી રા. વિ. પાઠક બૃહતપિંગલમાં નોંધે છે તે પ્રમાણે દરેક ચરણમાં બીજો અને ત્રીજો અક્ષર બન્ને લઘુ ન આવે. આ લક્ષણ છેક વેદકાળથી ચાલ્યું આવ્યું હોવાનું તેઓ જણાવે છે. ૮ અક્ષર ભારતી ચરણાં ભોજ ૮ અક્ષર પૂજયિત્વા મનોરમં ૧૮ • અક્ષર જગદાનંદ ૧૧ + h-n ૨૪ માત્રા કારકાન્ -U ૧૧ + ૧૩ = ૨૪ માત્રા ૧૫ + ૧૩ = ૨૮ માત્રા ૧૫ + ૧૩ = ૨૪ માત્રા ૮ + ૮ અક્ષર ૮ + ૮ અક્ષર Page #149 -------------------------------------------------------------------------- ________________ અડયલ : બૃહત્ પિંગલમાં આનું બંધારણ ‘સાવક અડલ'ને નામે મળે છે. કવિ કિસનાજી આ છંદનું નામ “અડિયલ’ કે ‘સાવઝ અડિયલ' આપે જ છે. એટલે એ એક જ જણાય છે. આ છંદમાં દરેક ચરણ ૧૬ માત્રાનું હોય છે. દરેક ચરણને અંતે એકસરખું ચતુષ્કલ પ્રાસ રૂપે આવે છે. જોકે આ કૃતિમાં “અડયુલ્લ નિર્દેશવાળી બધી કડીઓમાં છેલ્લું ચતુષ્કલ એકસરખા પ્રાસવાળું નથી. એને બદલે પહેલા-બીજા અને ત્રીજા-ચોથા ચરણના પ્રાસ મળતા હોય એવી કડીઓ પણ છે. અહીં “અડયલ છંદને કૃતિમાંની એક કડી લઈને તપાસીએ : -- -- -- -- ૧ ૧૧ ૧૨ ૧ ૧ ૨ ૨ ૧૧ વિરહ વિયોગ ભરી આકંઠહ = ૧૬ માત્રા ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ને લહઈ દુમ્બ સાગરની કંઠહ = ૧૬ માત્રા ("દુખ' ઉચ્ચાર કરતાં) ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ કગિણિની પરિ કેરલ્લાં કઠહ = ૧૬ માત્રા (કરલઈ ઉચ્ચાર કરતાં ૧ ૨ ૧ ૧ ૧ ૨ ૧ ૨ ૧ ૨ ૧ ૧ મિલીમાં જેહ મિલઈ વિઠહ = ૧૬ માત્રા (મિલઇને મીલઈ ઉચ્ચારતાં) અહીં ચાર ચતુષ્કલ થતાં જણાય છે. પ્રત્યેક ચરણનું છેલ્લું ચતુષ્કલ કંઠહ એક સરખું છે. પ્રત્યેક નવા ચતુષ્કલે તાલ આવે છે. મડયલ - મંડલિ - જડયલ : - બ્રહત પિંગલમાં આ છંદોનો ઉલ્લેખ નથી. પરંતુ આ છંદોનું પણ માત્રાબંધારણ જોતાં એ “અડલ્સ' છંદને જ મળતા છંદો જણાય છે. આ છંદોની પણ ૧૬ માત્રા છે. સામાન્યત: પહેલા-બીજા ચરણના અને ત્રીજા-ચોથા ચરણના ચરણાન્ત પ્રાસ મળે છે. અડલમડલનું આ પ્રાસતત્ત્વ પરંપરા અનુસાર જુદું પડે છે. ગુણરત્નાકરછંદની વાચના અને પાઠાંતરો માટે ઉપયોગમાં લીધેલી ૧૦ હસ્તપ્રતોમાં અડયેલ / મડયેલ / મંડલિ / બેઅક્ષરી આય એમ એકબીજાના પાઠભેદે નોંધાયેલા મળે છે. (જુઓ : પરિશિષ્ટ) માત્ર પ્રતની ૧.૨૧થી ૨૦ કડીઓ જડયલ' છંદનામથી નોંધાયેલી મળે છે. ૧૩ર / સહજસુંદરકત ગુણરત્નાકરછંદ Page #150 -------------------------------------------------------------------------- ________________ “ગુણરત્નાકરદની સમીક્ષા / ૧૩૩ મહયલ : –૪– –૪– –૪– –૪૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૧ જિણઈ સદા તિલ તેલ જ દીઠઉં ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ તે કહી કિમ જાણઈ વૃત મીઠઉં = ૧૬ માત્રા = ૧૬ માત્રા (કહઉને કહુ ઉચ્ચારતાં) ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૨ ૨ એહ અસંભમ વાત કહાણી = ૧૬ માત્રા ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૨ ૨ હૂઈ સરી જઉ પહુવિ કહાણી = ૧૬ માત્રા પહેલા-બીજા ચરણના ચરણાન્ત પ્રાસ મળે છે (દીઠઉ - મીઠી). ત્રીજા-ચોથા ચરણનાં અંતિમ ચતુષ્કલ એકસરખાં છે. (કહાણી-કહાણી) મડયલ'નું રજું ઉદાહરણ –૪– –૪– –૪– –૪– ૧૧ ૧૧ ૨૧૧ ૨૧૧૨૨ ઘરિ ઘરિ સોહઈ વન્નરવાલા = ૧૬ માત્રા ર૧ ૧ ૨ ૨ ૧૧ ૧ ૧ ૨ ૨ દંડ ધજા સોવિન કલસાલા = ૧૬ માત્રા ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૧૧૧૧ ૨ ૨ ભામિનિ ઓઢઈ નવરંગ ફાલા = ૧૬ માત્રા (નવરંગમાં રંનું કોમળ નાસિકય ઉચ્ચારણ કરતાં) ૨ ૨ ૧૧ ૧૧ ૨૧૧ ૨ ૨ નાનાવિધિ પરિ ચંપક-માલા = ૧૬ માત્રા અહીં ચાર ચતુષ્કલ પ્રત્યેક ચરણમાં થાય છે. પ્રત્યેક નવા ચતુષ્કલે તાલ આવે છે. ચરણાત્ત પ્રાસ મળે છે. મંડલિ : ૨ ૨ ૨ ૧ ૧ ૨ ૨ ૨ ૨ આસાવલિ વિશુદ્ધી બાલી જ = ૧૬ માત્રા Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ ૧૧૧ ૧૧ ૧૧ ૧૧ ૨૨ રડઈ પડઈ વિરહિણિ વિકરાલી = ૧૬ માત્રા ૨ ૨૧૧૧૧ ૧૧ ૨ ૨ ૨ હું યૌવનભરિ તઈ કાં યલી = ૧૬ માત્રા (હુંનું દર્દ ઉચ્ચારણ કરતાં ર૧૧ ૨૧ ૧૧૧ ૨૨૨ લાગઈ સેજિ હવઈ કાંટાલી = ૧૬ માત્રા પ્રત્યેક ચરણમાં ચાર ચતુષ્કલ છે. નવા ચતુષ્કલે તાલ આવે છે. પહેલા બીજા ચરણનો પ્રાસ મળે છે. ત્રીજા-ચોથા ચરણનાં અંતિમ ચતુષ્કલ એકસરખાં છે. જયલ : –૪– –૪– –૪– –૪૨ ૨ ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૨૨ વાડી શીલ તણી જિણિ રોપી = ૧૬ માત્રા ૨ ૧ ૧ ૧૧૧ ૨૨૧૧ ૨૨ કાઢ્યઉ મયણ દેશાંતરિ કોપી = ૧૭ માત્રા ('દશાંતરિ’ જેવું ઉચ્ચારણ કરીએ તો ૧૬માત્રા થાય) ૨૧ ૧૧૧ ૨૧૧ ૧૧ ૨ ૨ ધર્મ તણઉ દર્પણ વિલિ ઓપી = ૧૬ માત્રા ૨ ૧૧ ૨૧ ૧૨ ૧૧ ૨ ૩ શ્રી જિન આણ કદા નવિ લોપી = ૧૬ માત્રા અહીં પણ પ્રત્યેક ચરણમાં ૧૬ માત્રા છે. પ્રત્યેક ચરણમાં ચાર ચતુષ્કલ છે. પ્રત્યેક ચતુષ્કલે તાલ આવે છે. ચરણાન્ત પ્રાસ મળે છે. આમ જોઈ શકાશે કે ‘અડલ', “મડલ', “મંડલિ', જડયલમાં ચરણની માત્રાસંખ્યા, ચતુષ્કલો, તાલ બધાનું માપ સરખું જ જણાય છે. પ્રાસતત્ત્વ – એકસરખું અંતિમ ચતુષ્કલ – એ બધે જળવાતું જણાતું નથી. સારસી : રણપિંગળ'માં સારસી છંદનું બંધારણ આ પ્રમાણે છે. સારસીના પ્રત્યેક ચરણમાં ૨૮ માત્રા, સામાન્યત: ચરણાત્તે એક ગુરુ વર્ણ. અને ૯, ૭, ૭, ૫ માત્રાએ યતિ. જોકે યતિખંડોનું વિભાજન અનિવાર્ય લક્ષણ નથી. ડૉ. રમણીકલાલ મારુ સારસીને હરિગીત છંદ જ ગણે છે. (જુઓ છન્દતત્ત્વપ્રકાશ', પૃ. ૬૧) સારસીમાં ૩, ૬, ૧૩૪ / સહજસુંદરત ગુણરત્નાકરછંદ Page #152 -------------------------------------------------------------------------- ________________ ગુણરત્નાકરજીંદાની સમીક્ષા / ૧૩૫ ૧૦, ૧૩, ૧૭, ૨૦, ૨૪ અને ૨૭ માત્રાએ તાલ હોય છે. તાલમાં જ ગણ હોવો ન જોઈએ. – – – – – – –––૭– – –પ૧૧ ૨૧ ૨૧ ૧ | ૨૧ ૨૧૧, ૧૧૧ ૧ ૧ ૧ ૧ | ૨ ૧ ૨ ગુણ રોલ લોલ કI લોલ કરતિ ચંપલ ચિહું દિસિ હિંસએ = ૨૮ માત્રા – –૯ – – ૭– ––૭–ા-પ૧૧૧૧૧ ૧ ૧ ૧૧ | ૨૧ ૨ ૧ ૧ ૨૧ ૨૧૧|ર ૧ ર ઝલહલઈ સિરિ સુIઝાણ સીકરિ શીલભૂષણ દિસએ = ૨૮ માત્રા અહીં ચરણાને ગુરુ છે. ચરણાન્ત પ્રાસ મળે છે. દુહો : દુહામાં પહેલા અને ત્રીજા ચરણમાં ૧૩ માત્રા અને બીજા અને ચોથા ચરણમાં ૧૧ માત્રા હોય છે. આમ પહેલું અને બીજું ચરણ કુલ ૧૩ + ૧૧ = ૨૪ માત્રાનું. એ જ રીતે ત્રીજું અને ચોથું ચરણ ૧૩ + ૧૧ = ૨૪ માત્રાનું અંત્ય વર્ણ લઘુ હોય. તાલમાં જ ગણ ન આવે. બૃહત્ પિંગલમાં માત્રા, યતિ, તાલનું માપ આ પ્રમાણે છે : દાદા દાદા દાલદા | દાદા દાદા ગલ _૧૩૨૧૧ ૧૧૧૧ ૧૧ ૧ ૧૧ | ૧૧ ૨૧૧ ૧૧ ૨ ૧ ૧૩ + ૧૧ = ટૂંધ મુનિવર જલ મિલ્યઉ | તલ સીધઉ તસુ કાજ ૨૪ માત્રા - ૧૧ –૧૩– –– 1 ૧૧રર ૧ ૧ ૨ ૨ ૧ ૨ ૧ ૨ ૨ ૧૧૧૧ ૨૧ ૧૩ + ૧૧ = બીજા પણિ તાય ઘણા | પામ્યા અવિચલ રાજ ૨૪ માત્રા રજા, ૪થા ચરણમાં અહીં અંત્ય વર્ગો ગુરુલઘુ છે. બીજા-ચોથા ચરણના પ્રાસ મળે છે. ત્રિભંગી : આ છેદ ૩ર માત્રાનો. ૧૦, ૮, ૮, ૬ માત્રાએ યતિ. દરેક ચરણને અંતે એક ગુરુ વર્ણ પ્રત્યેક યતિખંડને અંતે યોજાતો આંતઝાસ ધ્યાન ખેંચે. બૃહત્ પિંગલ' ૩ર માત્રા અને ૮ તાલ હોવાનું જણાવે છે. એમાં માત્રા, યતિ, તાલનું માપ આ પ્રમાણે છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ દા દાદા દાદા | દાદા દાદા | દાદા દાદા | દેદા ગા – ૧૦- – – – – – – ૬ – ૨ ૧૧ ૧૧૧૧૧૧ , ૨૨ ૧૧૧૧ , ૨ ૨ ૨૧૧, ૧૧૧૧૨. ઝલું લરિ ઝણઝણકંતિ | ભેરી ભણકંતિ 1 ભોં ભોં ભૂગલા ભરહરય -૩૨ માત્રા -૧૦ – – –૮––– ––૮ – -૬૨ ૧૧ ૧૧૧૧૧૧ ૧૧૧ ૧૧૨૧ ૧૧૧૧ ૨૧૧ ૨૧૧૨ ઘુગુઘર ઘમઘમકંતિ રણણ રણકંતિ સસબદ સાગતિ સદ્દસય = ૩૨ માત્રા બન્ને ચરણમાં ઝણકંતિ', “ભણતંતિ' અને “ઘમકંતિમાં કંનું ઉચારણ હસ્વકોમળ અનુસ્વરિત કરવું પડે તો યતિ - માત્રાનો મેળ બેસે. બંને ચરણમાં અંતિમ વર્ણ ગુરુ છે. લીલાવતી છંદ : આ છંદ ૩૨ માત્રાનો છે. એ રીતે ત્રિભંગી છંદ સાથે એની સમાનતા છે. કુલ ૩૨ માત્રાની સમાનતા ત્રિભંગી, લીલાવતી, પદ્માવતી, દેડકળ, દુમિળા અને જલહરણ રેણકી) એ છ છંદોમાં જોવા મળતી હોઈ શ્રી કિસનજી આઢાએ “એ સમ છછું લિખંત' એમ કહ્યું છે. લીલાવતી છંદમાં ૧૦, ૮, ૧૪ માત્રાએ યતિખંડો છે. પણ આ યતિખંડો સર્વમાન્ય નથી. “રણપિંગળ'કાર ૧૮, ૧૪ એમ બે જ યતિખંડો સ્વીકારે છે. - દલપતરામે લીલાવતી છંદમાં ચરણાને બે ગુરુ અથવા વિકલ્પ “સ ગણ હોવાનું લખ્યું છે. યતિખંડને આવતા આંતઆસ અનિવાર્ય નથી. પણ નાદવૈભવ આણવા એ સામાન્યતઃ જરૂરી બને છે. ૩, ૭, ૧૧, ૧૫, ૧૯, ૨૩, ૨૭ અને ૩૧ માત્રાએ – એમ આઠ સ્થાનોએ તાલ આવે છે. બૃહત્ પિંગલમાં યતિ, તાલ, માત્રાનું માપ આ પ્રમાણે છે : દા દાદા દાદા | દાદા દાદા દાદા દાદા દાગા ગા = ૩૨ માત્રા – –૧૦– – – –૮––– 1 –૧૪— ——– ૧૧ ૨૧ ૧૨૧૧ | ૧ ૧ ૧ ૧૨૧૧ | ૨૧ ૧૨૧૧ ૧૧૧૧૨ મુખ ચંદ સરીસઉ | જિસ્યઉ અરીસી | પંચ વરીસ હરખભરે - -૧૦ ૮ ૨૧૧ ૨૨૧૧ | ૨૧ ૧૨૧૧ મૂક્યઉ સાલઈ ! રૂપ નિહાલઈ ૧૪ | ૧૧ ૨૨૧૧ ૨૧ ૧૨ | સુત સંસાલઈ ફૂલ પરે. ૧૩૬ / સહજસુંદકુત ગુણરત્નાકરછંદ Page #154 -------------------------------------------------------------------------- ________________ ગુણરત્નાકરદની સમીક્ષા / ૧૩૭ અહીં માત્રા, યતિ બરાબર જળવાયાં છે. છેલ્લા ૧૪ માત્રાના પતિને હજી બન્ને ચરણમાં ૮ + ૬માં વહેંચી શકાય એમ છે. યત્યન્ત આંતરપ્રાસો તેમજ ચરણાન્ત પ્રાસ જળવાય છે. છેલ્લે બે ગુરને વિકલ્પ આવતો “સ’ ગણ ( -) બન્ને ચરણમાં છેડે છે. વૃદ્ધનારાચ છેદ : આ છંદને ચારણી પરંપરામાં દૂણો અદ્દો' પણ કહે છે. દૂણો અઠ્ઠી એટલે છંદમાપમાં ૮ અક્ષરને બેવડાવીને ૧૬ અક્ષર કરવા તે. આ છંદમાં દરેક ચરણમાં ૧૬ અક્ષર હોય છે. અને લઘુગુરુનો ક્રમ આ રીતે જળવાય છે. લગા લગા લગા લગા લગા લગા લગા લગા = ૧૬ અક્ષર શું વ દેહ રૂ૫ રે હું કામ ગે હું ગજ જ એ - - - - - - - - ઉ રતુ થ હા ૨ હી રચી રક ચુકી વિરજૂ જ એ = ૧૬ અક્ષર અહીં ચરણાન્ત પ્રાસ મળે છે. પ્રત્યેક ચરણમાં મળતા આંતપ્રાસ પણ ધ્યાન ખેંચે છે. પદ્ધડી છદ : આ છંદ ચારણી પરંપરામાં પદ્ધરી, પધડી' નામે પણ ઓળખાય છે. બૃહતું પિંગલમાં એને માટે પદ્ધતિ' એવું નામ પણ મળે છે. આ છંદ અપભ્રંશમાં જ વિશેષ કરીને વપરાયો છે. ગુજરાતીમાં એ ક્વચિત જ વપરાયેલો જોવા મળે છે. પણ ડિંગળમાં એનો પ્રયોગ વિશેષ થયો છે. કવિ કિસનાજી પદ્ધડીપાધડી છંદનાં લક્ષણો આ પ્રમાણે આપે છે. દરેક ચરણમાં ૧૬ માત્રા અને દરેક ચરણને અંતે જ' ગણ ( - ). બંધારણમાં પ્રાસ અંગે નિર્દેશ નથી. બ્રહ, પિંગલમાં શ્રી રા. વિ. પાઠક નોંધે છે કે ચાર ચતુષ્કલ સંધિઓ અને ચરણને અંતે પ્રાસ હોય ત્યારે “પદ્ધરી’ છંદ થાય. અંત્ય ચતુષ્કલ “જ' ગણ હોય (U — ) અથવા ચાર લઘુ (UUUU)નું હોય. બૃહત્ પિંગલ' આ છંદનાં માત્રા-તાલ આ પ્રમાણે આપે છે : દાદા દદ્દા દાદા લદાલ. (તાલ ૧, ૫, ૯, ૧૩ માત્રા ઉપર પડે) ૧૧૧૨ ૨ ૧ ૨ ૨ ૧ ૨ ૧ નવનવી ભોગ લીલા વિલાસ = ૧૬ માત્રા Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૨૧ ૨૧ ૨૨૧ ૨ ૧ કંર ક્રૂર પૂર કંમ્પૂરું વાસ ૧૧ ૨૧ ૨૧ ૧૧૨૧ ૨ ૧ નવ ચીરે હીર ખેંચલીય ચોલ ૨૨૧ ૨૧ ૨૨૧ ૨૧ સિંગાર સાર કુકર્મી રોલ ૧૦ અહીં પ્રત્યેક ચરણની ૧૬ માત્રા પ્રત્યેક ચરણને અંતે “જ” ગણ છે. પહેલાબીજા અને ત્રીજા-ચોથા ચરણાન્ત પ્રાસ મળે છે. હાટકી છંદ ‘હાટકી’ છંદ એ ‘મરહકા’ તરીકે પણ ઓળખાયો છે. (જુઓ : ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ' ગ્રંથ-૧, પ્રકા. ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃ. ૨૩૨.) ‘બૃહદ્ પિંગલ’માં ‘મરટ્ઠા’ છંદનું બંધારણ આ પ્રમાણે છે : ૨૧૧ ૧૧૨૧૧ ગ્રીષમ વ૨સાલઉ ચરણની કુલ માત્રા ૨૯ છે. ૧૦, ૮, ૧૧ માત્રાએ યતિ. ૭ તાલ છે. અહીં દોહરાનો અંત્ય ખંડ ગાલ અંતે આવે છે. ચાર ચરણનો છંદ. દા દાદા દાદા દાદા દાદા દાદા = ૨૯ માત્રા દાદા દાદા ગાલ ૧૧ ૧૦- ८ ૨૪ ૧૧૨ ૨ ૧ ૧૨૧ ૧૧ ૧૧૨ ૨૧૧૧૧૨ સરખી જોડ સરેખ = ૨૯ માત્રા આવી મનિ હરખી કૌતુક નિરખી = ૧૬ માત્રા ૧૦ ૨ ૨ ૧ ૧ ૧૧૨ લક્ષ્મી જિમ કુંમરી ૧૩૮ / સહજસુંદરસ્કૃત ગુણરત્નાકરછંદ = ૧૬ માત્રા ('કંચલીય'માં 'ક'નું ઉચ્ચારણ કોમળ કરતાં હૂઁસ્વ) = ૧૬ માત્રા ૨ ૧ ૧ ૧ ૧ ૨ ભોગિણિ ભમરી ·C. ૧૧ ૨૧૧૨૧૧ ૨ ૨ ૧ ૧ ૧૧૨૧ રંગરસાલઉ સીઆલઉ સવિશેષ ---- -- ૧૧ ૧૧૨૧ ૧ ૧૧૨૧ અમરીનઉ અવતાર = ૨૯ માત્રા - ૨૯ માત્રા Page #156 -------------------------------------------------------------------------- ________________ ગુણરત્નાકરદાની સમીક્ષા / ૧૩૯ – ૧૦ –– – – I – –૧૧– – ૧૧૧૧૨ ૨૧૧ ૨૨ ૨૧૧ ૫ ૧૧ ૧૧ ૧૧૧૧ ૨૧ તપતપતાં મેડલ કોને કુંડલ ઝબઝબ ઝબકઈ સાર = ૨૮ માત્રા દરેક ચરણના અંત્ય ખંડમાં ગુરુલઘુ (- )નું માપ જળવાયું છે. અહીં દરેક ચરણમાં પહેલા-બીજા યત્યન્ત પ્રાસ મળે છે. પહેલા-બીજા ચરણના અને ત્રીજાચોથા ચરણના ચરણાન્ત પ્રાસ મળે છે. તોટક છંદ : પ્રત્યેક ચરણમાં ૧૨ અક્ષર. ચાર “સ' ગણ. સ સ સ સ w - U U - w - uજવ ચંદ્ર તણી નવ સીત કલા w -vu-w --UUહિમ આલય મંડય અગિઝલા ત્રીજા ચરણમાં - “નખતઉ' પાઠનો નખતઉ' ઉચ્ચાર કરતાં ન ગુરુ થશે. wow -Uv - uv આમેય આ પાઠ “નક્ષત્ર' પરથી આવ્યો. ગયÍગણિ તાર ન ન(ફ) ખ ત ઉં ત્રીજા-ચોથા ચરણમાં અંત્ય “ઉ” દઈ પ્રભુ પાસ ન છોડઉં તુમ્ભ તઉ ગણવો. અહીં પહેલા-બીજા ચરણના અને ત્રીજા-ચોથા ચરણના ચરણાન્ત પ્રાસ મળે છે. ભુજંગપ્રયાત : આ છંદનાં ચારણી પરંપરામાં મહાભુજંગ, દેવ, સુધાપ, મહાનાગ – એવાં નામો પણ મળે છે. દલપતરામ આને દેવ' છંદ કહે છે. ભુજંગી છંદમાં ૧૨ અક્ષર ૪ થ' ગણયુક્ત હોય છે, જ્યારે આ ભુજંગપ્રયાતમાં એક ચરણમાં ૨૪ અક્ષર ૮ થ' ગણયુક્ત હોય છે. ય ય ય ય ય ય ય ય - - - - - - - - - - - - - - - - ૪ - લહી કપ પ રસ્ને ગણે પિમ્મવતી અહો ધન્ન ધન્ન સુઅપ્પ મુર્ણતી ય ય ય ય ય ય ય ય - - - - - - - - - - - - મહા મિઠ ગુઠી વિનોદા કરતી સદા લીલવંતી હસતી રમતી અહીં આઠ ય ગણ અને ૨૪ અક્ષર છે. બીજા ચરણમાં મિઠ' પાઠમાં “મિ'નો અને ‘ગુઠી પાઠમાં “ગુનો ઉચ્ચાર દીર્ઘ કરવાનો રહે. U - - U Page #157 -------------------------------------------------------------------------- ________________ સાઉલઉ : રણપિંગલ' પ્રત્યેક ચરણમાં ૧૧ મી માત્રાએ યતિ હોવાનું જણાવે છે. બૃહતુ પિંગલ' નોંધે છે કે દયારામની રસાવલીમાં ૧૧મી માત્રાએ યતિનો નિયમ પળાયો નથી. ૧૦મી કે ૧૨મી માત્રાએ પણ એ આવે છે. વળી બૃહત્ પિંગલ' દયારામની રસાવલી’ અને ‘રસાવલાંને છંદદષ્ટિએ આ છંદથી ભિન્ન નહીં હોવાનું કહે છે. અહીં આ છંદની એક જ કડી (૪૭) છે. એને તપાસીએ. –૧૧– ૨ ૨ ૨ ૨ ૧૧૧ | ૨૧ ૧૨ ૨ ૧૧૧ કોશા વેશ્યા રમણિ | કેલિ જઈસી નમણિ ૧૧, ૧૧ માત્રા -૧૧ –૧૦–– – –૧૧– ૨ ૧ ૨ ૨ ૧૧૧ ] ૧૨૧ ૨૧૧૧૧૧ હંસલીલા ગમણિ | ચતુર ચંપકવરણિ ૧૦, ૧૧ માત્રા - - - - ૧ ૧ -૧૧ ૨૧૧ ૨૧૧ ૧૧૧ | ૧૧૨ ૨૧૧ ૧૧૧ ઘુમઈ ઘૂઘર ઘણણિ | જલિ ઝંઝર ઝણણિ ૧૧, ૧૧ માત્રા - ૧પ –૧૧ – –૧૧૨૧૧ ૨૧૧ ૧૧૧ | ૧૧૧ ૧૧૧૧૧ ૧૧૧ નાચઈ ખેલઈ તરુણિી ધસઈ ધડહડઈ ધરણિ ૧૧, ૧૧ માત્રા –૧૧ – ૧૧૧૧ ૨૧૧ ૧૧૧ | ૧૧૧ ૨ ૧ ૧ ૨ ૧૧૧ લલીલલી લાગઈ ચરણિ ' ચવઈ બોલ મીઠા વયણિ ૧૧, ૧૨ માત્રા –૧૩ – ૧૧૨૧ ૨૧ ૨૧૧ ૧૧૧ ૨૧ ૨૧ ૨૧૧ ૧૧૧ ગુણવેધ ભેદ દાખઈ ધરણિ પ્રાણનાથ તોરઈ શરણિ ૧૫ + ૧૩ માત્રા અહીં છ ચરણની આ કડીમાં પાંચ ચરણ સામાન્યત: ૧૧, ૧૧ માત્રાના યતિખંડોવાળાં બન્યાં છે. કવચિત્ ૧૦ કે ૧૨ માત્રાએ પણ યતિખંડ આવે છે. પણ છેલ્લું ચરણ ૧૫ + ૧૩ = ૨૮ માત્રાનું બનેલું છે. એનો આગળનાં પાંચ ચરણ સાથે મેળ બેસતો જણાતો નથી. ૧૪૦ | સહજસુંદરકત ગુણરત્નાકરછંદ Page #158 -------------------------------------------------------------------------- ________________ ગુણરત્નાકરછેદની સમીક્ષા / ૧૪૧ મુરાદામ : આ છંદ “ગુણરત્નાકરછંદની જુદીજુદી હસ્તપ્રતોમાં ઘણા ઉચ્ચારભેદ મળે છે. જેમકે મુત્તીયદામ, મુત્તાઈદામ, મોતીદામ, મુક્તાદામ વગેરે. આ છંદમાં ૧૨ અક્ષર હોય છે. પહેલી માત્રા બાદ કરીને પછી ગાલલ સંધિનાં આવર્તનો શરૂ થાય છે. નીચે પ્રમાણે : લ ગાલલગાલલગાલલગાલ ૧૨ અક્ષર ઝ બકઈ વીચ બફકઈ ચાલ ટ લફકઈ ટોલ ખ લકઈ ખાલ ભ ડકઈ ઢોર ક ડફકઈ ઝાડ ધ ડુકકઈ મેહ ફ ડકઈ તાડ અહીં પહેલા અને બીજા તેમજ ત્રીજા અને ચોથા ચરણના ચરણાન્ત પ્રાસ મળે છે. રવાનુકારી શબ્દાવલિનો નાદવૈભવ છંદોલયને પૂરક બનતો જણાય છે. ધર્મબોધનું પ્રયોજન કાવ્યાત્મકતાના અંશો ધરાવતી આ કૃતિનું પ્રયોજન તો ધર્મબોધનું છે એ તો સ્વીકારવું જ પડે. આમેય મધ્યકાળનું મોટા ભાગનું સાહિત્ય ધાર્મિક પ્રયોજનથી રચાયેલું છે. જૈન સાહિત્ય મુખ્યત્વે જૈન સાધુકવિઓને હાથે સર્જાયેલું હોઈ વધારે ચુસ્તતાથી આ ધાર્મિક પ્રયોજનને વળગી રહેવાનું વલણ જોવા મળે છે. પણ સહજસુંદર જેવા કેટલાક કવિઓએ કાવ્યગુણનો છેદ ઉડાડીને કૃતિમાં ધર્મબોધનો હેતુ સિદ્ધ કર્યો છે એમ કહી શકાશે નહીં. આ કૃતિમાં મુખ્યતયા કર્યું પ્રયોજન સિદ્ધ થયું છે તે જોઈએ. કૃતિ-અંતર્ગત કથાનો જ એક પ્રસંગ ટાંકીને વાત કરીએ તો સ્થૂલિભદ્ર કોશાને ત્યાં ચાતુર્માસ પૂરું કરી, કોશાને પ્રતિબોધી પાછા ફર્યા ત્યારે એમના ગુરુએ દુક્કર દુક્કર’ એમ બે વાર બોલીને શિષ્યનો આદર કર્યો. આ દુષ્કર કર્મ તે સ્થૂલિભદ્રનો કામવિજય. જે કોશાના પ્રેમમાં પડીને બાર વર્ષ સુધી એના આવાસમાં રંગરાગ અને ભોગવિલાસમાં રચ્યાપચ્યા રહ્યા એ જ કોશાને ત્યાં, ધૂલિભદ્રે દીક્ષિત થયા પછીનો પહેલો ચાતુમસ ગાળવાનો ગુરુનો આદેશ મેળવ્યો અને પાર પાડ્યો. પોતાને રીઝવવાના કોશાના અનેક પ્રયાસો છતાં, ધૂલિભદ્ર અટલ - અડગ રહ્યા અને કામવિજેતા બની શક્યા. જૈન ધર્મમાં સ્થૂલિભદ્રનો મહિમા આ કારણે જ વિશેષ Page #159 -------------------------------------------------------------------------- ________________ થયો છે. અને આ કૃતિમાં પણ સ્થૂલિભદ્રની પ્રશસ્તિમાં કવિએ આ વાતને જ મુખ્ય ગણી છે : નારિ–નદીજલિ કિદ્ધ સત્વર, પણિ ઋષિરાજ ન ભેદ્ય પત્થર. એથી જ તો નેમિચરિત્ર સાથે તુલના કરીને કવિએ સ્થૂલિભદ્ર ચરિત્રને મોટું – ચડિયાતું કહી એને બિરદાવ્યું છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં પણ સ્થૂલિભદ્રનું કથાનક સ્ત્રી-પરીષહના દાન્ત રૂપે જ અપાયું છે. અને આ કૃતિમાં પણ, સ્થૂલિભદ્ર પહેલો ચાતુમસ કોશાને ત્યાં ગાળવાનો નિશ્ચય કર્યો ત્યારે પણ એ પાછળનું એમનું સૂક્ષ્મ પ્રયોજન પણ આ જ હતું કે “નારીકટિક સબલ દલ જીપું, છાય રસ વિગય ગ્રહું નવિ છીપું, ધરમવંત જેહથી જઉ નાસઈ, પાસઈ રહી ન પડું તે પાસઈ. (નારીરૂપી સબળ સેનાસમૂહને જીતું. છયે રસના વિકારજન્ય આહારને ગ્રહું નહીં કે સ્પર્શે નહીં. ધર્મવંત પણ જેનાથી નાસે તેની પાસે રહીને તેના પાશમાં પડું નહીં) જે રથવાહના કથાનકનો અહીં સંક્ષિપ્ત ઉલ્લેખ થયો છે તેના મૂળ કથાનકમાં પણ રથકાર જ્યારે કોશાના કલાકૌશલની પ્રશંસા કરે છે ત્યારે એને પ્રતિબોધતાં કોશા કહે છે કે “કઠિન તેં કર્યું એ પણ નથી, ને મેં કર્યું એ પણ નથી. કઠિન - દુષ્કર તો જે સ્થૂલિભદ્ર કરી બતાવ્યું એ છે.” સિંહગુફાવાસી મુનિનું જે કથાનક અહીં છે એનું તાત્પર્ય કૃતિના પ્રયોજનને પૂરક બને છે. આ કામવિજય કેટલો દોહ્યલો છે. કેવળ કોઈની ઈષ્યવૃત્તિમાં કે સ્પર્ધામાં ઊતરીને એ સિદ્ધ થતો નથી. એમ કરવા જતાં તો સાધુ જેવા સાધુ પણ નિષ્ફળ ગયા. ધર્મબોધના પ્રયોજનવાળી આ કૃતિમાં ધર્મબોધ-વૈરાગ્યબોધની સાથે સમાજ, રાજા, રાજ્યતંત્ર, ગૃહસ્થી જીવન, પરિણીતાના આચારો, વેશ્યાચરિત્ર, વિષયાસક્તિ, ગર્ભસ્થ જીવનની વેદનાઓ, નરકની યાતનાઓ એમ બહુવિધ વિષયો પરત્વેનાં કવિનાં નિરીક્ષણો અને અનુભવજ્ઞાન અહીં રજૂઆત પામ્યાં છે જેમાં આ કવિનું પાંડિત્યા અને બહુશ્રુતત્વ પણ જોઈ શકાય છે. (ક) વ્યવહારજ્ઞાનની જાણકારી પાડલપુર નગરનું વર્ણન કરવાને નિમિત્તે નગરરચનાના કેટલાક ઉલ્લેખો કરવામાં આવ્યા છે. નગરનાં ગઢ, કોટ, ગઢ ફરતી જલખાઈ, ચારે દિશામાં નગરનાં વિશાળ પ્રવેશદ્વારો, ચોયશિી ચૌટાં, ઠેકઠેકાણે આવેલાં શૈવ-જૈન મંદિરો, પોષધશાળાઓ, પરબો, ધર્મશાળાઓ, વાડી, ઉદ્યાન, વાવ, સરોવર, કૂવા, નગર બહાર ગોરલ વીર ૧૪૨ / સહજસુંદરકત ગુણરત્નાકરછેદ Page #160 -------------------------------------------------------------------------- ________________ ‘ગુણરત્નાકરછંદની સમીક્ષા / ૧૪૩ જેવાનાં સ્થાનકો આ બધી નગ૨અંતર્ગત વીગતોનો કવિ ઉલ્લેખ કરે છે. એમાં મકાનો ઉપરની દંડધજા, સુવર્ણકળશ અને ઘરેઘર લટકાવાતી નંદનમાળા સુધી કવિનું નિરીક્ષણ પહોંચ્યું છે. નગરનાં રાજા-પ્રજાનો પણ કવિ પરિચય આપે છે. પાલખીમાં બેસતા રાજવીઓ, શૂરવીરો, સદ્ગુણી સજ્જનો, છોગાળા પુરુષો, મતવાલા ને મસ્તીખોરો, શ્રીમંતો અને અંત્યજો, મકાનોની તપાસ રાખતા કોટવાળો, નવરંગ ઓઢણી ઓઢતી અને ચંપકમાળા ધારણ કરતી સ્ત્રીઓ આ સૌને કવિ નગરપરિચયને મિષે આવરી લે છે. જન્મમહોત્સવ વેળાએ ગામમાં જયનાદ થાય, મંગળ-ધોળ ગવાય, ઢોલ-નોબત આદિ વાજિંત્રો વાગે, માતાપિતા આશિષ આપે, ચામુંડાને ચંદરવો ચઢાવાય, ગુરુગોત્રજ-ગૌરીને રીઝવવામાં આવે, યાચકવર્ગને દાન અપાય, સૌભાગ્યવતી સ્ત્રીઓ ભેગી મળી હાસ્યવિનોદ કરે, અખ્યાણાં ભરી લાવીને વધાવે, રાસે રમે, સહકુટુંબ ઘેરઘેર ભોજનનું નોતરું અપાય, નામકરણવિધિ ટાણે પાન, સોપારી, શ્રીફળ આપીને તિલક કરવામાં આવે આ બધાની રસપ્રદ વીગતો અહીં સાંપડે છે. નાના બાળકને જરી અને રેશમના વસ્ત્રની ફિરંગી ટોપી અને હીરાગલ ઝભલું પહેરાવાય. પગમાં નાની મોજડી હોય. અને આભૂષણમાં હાથસાંકળાં, વીંટી ને કડલી પહેરાવાય એમ બાળવસ્ત્રાલંકારની વીગતો પણ અહીં અપાઈ છે. = યૌવનસંક્રમણની અવસ્થા વિશે પણ કવિનાં નિરીક્ષણો નોંધપાત્ર છે. બાળક જ્યારે યુવાન બને છે ત્યારે એનામાં એવા કશાક સત્ત્વનો સંચાર થાય છે જે એને ચતુર બનાવે છે. મોહનો દોર વધે છે. યુવતીને જોઈને પછી આ યુવાન ફળની આકાંક્ષા ધરાવતા પોપટપંખી જેવો બની જાય છે. કામકલાને લઈને પરાયી સ્ત્રી ગમવા માંડે છે. ચતુરાઈ અને રસિકતાનો તે અભિલાષી બને છે. વસ્ત્રાલંકારો અને કેસરછાંટણ, સુરમાના અંજન વગેરેથી એ દેહની શોભા વધારે છે. રાજ્યવારીમા હાથી, ઘોડા, ઘોડેસવારો, પાયદળના સૈનિકો, તે વખતે વાગતાં પડો (ઢોલ), નિશાન, ભેરી આદિ વાજિંત્રો વગેરેની વીગતો અહીં અપાઈ છે. વનપ્રદેશનું વર્ણન કરતાં અઢારે પ્રકારની વનસ્પતિ, વિવિધ પ્રકારનાં વૃક્ષો, તે પરનાં ફળો, જાતજાતનાં પશુપંખીઓના કવિ અહીં ઉલ્લે કરે છે. ભગવાન રીઝે તેને આ બધું મળે છત્ર, છાત્ર, છત (સમૃદ્ધિ), છેકડાં, છાંય અને છબીલી નાર. — વિદ્વાન – કલાનિપુણ તે હોય જે પિંગળ, ભરત (નૃત્ય-નાટ્ય), કવિત, ગીત, લવિદ્યા (જ્યોતિષ), વ્યાકરણ, પારસી (સાંકેતિક ભાષા), કોકશાસ્ત્ર, ચોર્યાસી ભોગાસન, શુકબહોંતેરી' જેવી કથાઓ આદિનો જાણકાર હોય. Page #161 -------------------------------------------------------------------------- ________________ વેશ્યાચરિત્ર આ કવિએ સ્થૂલિભદ્રમુખે કોશા આગળ કહેવડાવ્યું છે. કવિ વેશ્યાને આઠ ત્યાજ્ય વસ્તુઓમાંની એક તરીકે વર્ણવે છે, સાપ, વિષ, સૂવર, અટવી, વીંછણ, અગ્નિ, વાઘણ અને વેશ્યા એ આઠ ત્યજવા યોગ્ય છે. જ્યારે સુવર્ણ, કેળ, કુલવતી સ્ત્રી, કમલ, કૈલાસ, કવીશ્વર, કપડાં, ગઢ અને કપાસ એ નવ ગ્રહણ કરવા યોગ્ય છે. વેશ્યા વીંછણ અને રીંછણ જેવી છે. વાઘણની જેમ તે વળગે છે. મન વિના જ પુરુષ સાથે હાસ્યવિનોદ કરે છે, પ્રેમનું કેવળ છળ કરે છે. વેશ્યા નિર્લજ્જ ને લંપટ છે. મદથી માતેલી અને છકેલી હોય છે. તે મદિરાપાન પણ કરે છે અને ઘેનમાં – નશામાં ચકચૂર થઈને ઘૂમે છે. એ મુખથી બોલે કાંઈ અને મનમાં વિચારે જુદું. એટલે તો વેશ્યાને અહીં ચણોઠી જેવી કહી છે. એનો બહારનો અને અંદરનો રંગ અલગઅલગ હોય છે. કુલવધુ જે પ્રેમ આપે એમાંનો રતિભાર પણ તે આપતી નથી. એથી જ વેશ્યા સાથે તો ઘડીબેઘડીની ગોષ્ઠી જ સારી. ફળ તરફ તાકીતાકીને ફાળ ભરતા વાંદરાની જેમ તેનું એક જ લક્ષ્ય હોય છે ધન. ધન જોઈને તે ગમે તેને વ્યાધિની જેમ વળગે છે. તે રક્તપિત્તિયા રોગીને, ફકીરને કે ભોગપુરંદરને એકસરખા ગણે છે. એને મન કાંકર અને સાકર વચ્ચે કોઈ ભેદ જ નથી. રાત્રિ જેમ સમય પ્રમાણે સૂરજ અને ચંદ્ર બન્નેની સાથે ગોઠડી માંડે છે તેમ વેશ્યા કદી એકપુરુષનિષ્ઠ હોતી નથી ધૂલિભદ્ર વર્ણવેલા વેશ્યાચરિત્રના પ્રત્યુત્તરમાં કોશા કુલીન ગણાતી ગૃહિણીના દરાચારી વર્ણવે છે. કપટ કેવળ વેશ્યા જ કરે છે એમ નહીં, પરિણીતા સ્ત્રી પણ કપટ કરે છે. પતિ પરદેશ હોય ત્યારે તે નિર્ગુણી બનીને પતિવ્રતા ધર્મનું ખંડન કરે છે. પુત્રને હણવા સુધીનું દુષ્કૃત્ય એ કરી શકે છે. પરિણીતાનો પ્રેમ દોરા સાથે બાંધેલા જેવો છે. તે હંમેશાં માગતી જ રહેતી હોય છે. તે સારા શણગાર, સારું ભોજન, મોંઘાં વસ્ત્રોનો અભિલાષ રાખે છે. અને એ ન મળતાં કંકાસ શરૂ થાય છે. જો પતિ પત્નીને માગ્યું લાવીને ન આપે તો જાણે સનેપાત થયો હોય તેમ બડબડાટ કરે છે, ઘરમાંથી પતિને બહાર જવાનું કહે છે અને રોષે ભરાયેલો પતિ પછી દોડીને પત્નીને ઘા કરે છે. એટલે સ્ત્રી પતિને વગોવતી ઘરની બહાર પાગલ જેવી ચાલી નીકળે છે તે લોકોને આ બધો તમાશો બની જાય છે. રાજા અને રાજ્યસત્તા વિશેના વિચારો અહીં સ્થૂલિભદ્રના આંતરવિમર્શ રૂપે રજૂ થયા છે. સ્થૂલિભદ્ર રાજાને સાપનો કરંડિયો કહે છે. જો તે દુભાય તો દેશ આપતાં અચકાય નહીં. રાજાને સાચવવો – જીરવવો મુશ્કેલ છે. રાજા ખેતરના વાવેતરનો અંદાજ કઢાવે છે, નોકરોને મોકલીને ખાનગી દસ્તાવેજો મગાવે છે ને જો માગેલું કોઈ ન આપે તો તેવાઓને સૈન્યનો ઘેરો નાખીને પકડે છે. રાજા નવાનવા ૧૪ / સહજસુંદકૃત ગુણરત્નાકરછેદ Page #162 -------------------------------------------------------------------------- ________________ ગરરત્નાકરઈદની સમીક્ષા / ૧૪૫ કર નાખી ધન ભેગું કરે છે. એમાં એ કાંઈ જ વિવેક રાખતો નથી. જ્યારે પ્રધાનનો દુશમન રાજાના કાન ભંભેરે ત્યારે એ પ્રધાનને પણ મારતાં અચકાતો નથી. રાજા સમુદ્ર જેવો છે, જે કદી ભરેલો થતો નથી ને એને કોઈ ભરી શકતું પણ નથી. ખ) વૈરાગ્યબોધ સ્ત્રીઆસક્તિ વિશે આંતરવિમર્શ કરતાં સ્થૂલિભદ્ર વિચારે છે કે આ સંસારનું મૂળ સ્ત્રી છે. તે મનના સ્થાનકમાં વસે છે. જ્યાં સ્ત્રી છે ત્યાં સ્વપ્નમાં પણ મેળ નથી. સ્ત્રી કુટુંબકલહ કરાવે છે. છતાંયે વિષયરસથી બંધાયેલા પુરુષો સ્ત્રીની આસક્તિ રાખે છે. નારી પ્રત્યેનો મોહ એ જીવનની મોટી વિટંબણા છે. ગભવિકાસની પ્રક્રિયા અને ગર્ભસ્થ જીવની વેદના વિશે અહીં વાત કરતાં કવિ કહે છે : સ્ત્રી અને પુરુષના એકાંતમિલનથી સ્ત્રી ગર્ભ ધારણ કરે છે. એ પછી કવિ ગર્ભવિકાસની પ્રક્રિયાને નિરૂપે છે. અલબત્ત આ આખું વર્ણન, સ્થૂલિભદ્ર કોશાને વૈરાગ્ય પ્રતિ દોરી જવાના પ્રયોજનથી પ્રતિબોધ પમાડવા કરતા હોય એ રીતે થયું છે. ઋતુધર્મમમાં આવેલી સ્ત્રીએ પુરુષ સાથે એકાંતમિલનને લઈને ગર્ભ ધારણ કર્યા પછી, આ ગર્ભ સાતમે દિવસે કલલ રૂપે ગર્ભની પ્રાથમિક અવસ્થા) હોય છે. બીજા સાત દિવસે એ બુબુદ બને છે. ત્રીસ દિવસે માંસપિંડ રૂપે ગર્ભ સુબદ્ધ થાય છે. બીજે માસે પેશીનો આકાર ધરે છે. ત્રીજે માસે માતા દોહદ ધરે છે. ચોથે માસે માતાના ઉદરનો વિકાસ થાય છે. પાંચમે માસે શક્તિશાળી પાંચેય અંકુરો રચાય છે. છઠ્ઠ માસે પિત્ત અને લોહી વહેતું થાય છે. સાતમે માસે નસ, નાડી, પેશી, શિરા અને રોમ થાય છે. આઠમે માસે અંગ પરિપૂર્ણ થાય છે. અને પૂરા દિવસે પ્રસૂતિની વેદના ઊપડે છે. ગર્ભ જો વચ્ચે હોય તો નપુંસક, જમણી બાજુએ હોય તો નર અને ડાબી બાજુએ હોય તો નારી જન્મે છે. આ ગર્ભની વેદના અત્યંત કષ્ટદાયી છે. સાડા ત્રણ કરોડ પુરષોએ મળીને કોઈ જીવને ઘેરી લીધો હોય અને ધમણ ધમાવીને તપાવેલી તીક્ષ્ણ સોય એને ભોંકતા હોય એ સમયે પેલા જીવને જે વેદના થાય તેનાથી કે આઠ ગણી વેદના આ ગર્ભકાળની છે, જે નરકની વેદના સમી છે. નરકની વેદના અસહ્ય છે. જીવ ત્યાં પાશમાં પડેલો અને એકલો છે. એને ખૂણામાં ઘાલવામાં આવ્યો છે. બંધન ગમતું નથી, પણ અહીંથી નાસી પણ શકાતું નથી. નરકવાસીઓને શિક્ષા કરનારા પરમાધામીઓ તેના પર જુલ્મ ગુજારે છે. તપાવેલા ટીન અને તાંબાનું પાણી પોતાને ન પાવા તે વિનંતી કરે છે. એ જીવ ત્યાં ભૂખ્યોતરસ્યો છે. જેમ સમુદ્રનાં પાણીથી તરસ છીપે નહીં, એમ સઘળાં અન્નાદિક એની આગળ Page #163 -------------------------------------------------------------------------- ________________ મૂકવા છતાં એની ભૂખ ભાંગતી નથી. એને ઝટિયે પકડીને માર મારવામાં આવે છે, ફાંસો કરીને એને પકડી રાખવામાં આવે છે, તલવારનું પાનું ઝીંકી શરીરના ટુકડા કરવામાં આવે છે, કરવતથી એને વહેરવામાં આવે છે. આથી સંતાપ પામેલો જીવ વૈતરણીમાં પડે છે પણ ત્યાંયે એના દુ:ખનો કોઈ છેડો નથી. આ પરમાધામીઓ નરકવાસી જીવોને ગોફણમાંના ગોળાની જેમ ઉછાળે છે, તીર અને ત્રિશૂલથી વીંધ છે, પારાની જેમ મસળે છે ને સૂક્ષ્મ દળી નાખે છે. આગની જ્વાળાની ધગધગતી પૂતળી એને આલિંગન આપે છે. પરસ્ત્રી સાથે પ્રેમ કર્યાનાં ફળ એને અહીં આમ વેઠવાં પડે છે. દુર્ગધવાળા લોહી અને પરુના આહાર આ જીવોને લેવા પડે છે. અત્યંત શીતળ હિમાલય અને અત્યંત ઊની જ્વાળાઓની વેદનાનું આ ક્ષેત્ર છે. જન્મધારણનો કોઈ પણ જીવે કશો ગર્વ કરવા જેવો નથી. જીવની ઉત્પત્તિની. સાથે દુઃખો વળગેલાં જ છે. તેથી જ ઉત્પન્ન થતા જીવની વેદનાને અહીં મોરના દુ:ખ સાથે સરખાવાઈ છે. જેમ મોર સુંદર નર્તનકલા કરવા છતાં પોતાના પગ સામે જોઈને રડે છે એમ કોઈ પણ યોનિમાં ઉત્પન્ન થયેલા જીવને કષ્ટ, દુ:ખ, ક્ષતિ, અપૂર્ણતા વળગેલાં જ છે. કામાસક્તિ એ આ ગર્ભની વેદનાઓના અને નરકની યાતનાઓના મૂળમાં છે. કામવિષય એ એવો વેરી છે જે માતા-પિતા અને ભાઈઓ પ્રત્યેના સ્નેહને પણ તોડી નાખે છે. મદન સગાંસ્નેહીઓનો વિશ્વાસઘાત કરાવે છે. મદન દ્રોહી અને સર્વવ્યાપી છે. ચકમક પડતાં જેમ અગ્નિ સળગી ઊઠે છે તેમ નરની નજરે નારી અને નારીની નજરે નર પડતાં જ બન્ને કામતપ્ત થઈ ઊઠે છે. જોકે આવા યૌવનને પણ છેવટે વૃદ્ધત્વ ગળી જતું હોય છે. પણ યુવાનીમાં તો કામ એવા અગ્નિનું કામ કરે છે જે માણસના વિવેકવિનયને, વિચારશક્તિને બાળી મૂકે છે. વિષયવાસનાનું કળણ એવું અતાગ છે કે એમાં ખૂંપેલો જગતના ફંદામાં પૂરો ફસાય છે. વિષયવાસના એવું મધુબિંદુ છે જે સેવતાં મીઠું તો લાગે છે; પણ સરસવ જેટલો આનંદ આપીને પછી પર્વત જેવડું દુ:ખ પણ આપે છે. માટે જ આવા કામવિષયને ત્યજવો જોઈએ. જિનધર્મ એ ઉપાય સ્થૂલિભદ્ર કોશાને આ યાતનાઓમાંથી ઊગરવા માટે સૂચવે છે. જિનધર્મનું પાલન સાચું ચારિત્રરત્ન દેખાડી શકે એમ છે. આમ, આ કૃતિમાં બોધ-ઉપદેશનું તત્ત્વ છે પણ એનું આલેખન કરવામાં પણ કવિએ અલંકારો – દષ્ટાંતોને ઉપયોગમાં લીધાં છે, ક્યાંક ચિત્રાત્મક વર્ણનો દ્વારા એની રજૂઆત થઈ છે, અને આવા બોધાત્મક કાવ્યખંડોમાં પણ કવિએ અંત્યાનુપ્રાસ, આંતરપ્રાસ, ઝડઝમક, છંદોલયછટા વગેરે જેવી બહિરંગની માવજત તો લીધી જ છે. ૧૪૬ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ Page #164 -------------------------------------------------------------------------- ________________ ‘ગુણરત્નાકરછંદ’નો ભાષાવૈભવ : (ક) રવાનુકારી શબ્દાવલિ ‘ગુણરત્નાકરછંદ’ની સમીક્ષા / ૧૪૭ (ક્રિયાપદો) તપતપઇ, રણઝણઇ, ઝલહલઇ, ડહડઇ, ગડઅડઇ, હણહણઇ, ઝણક્કર્ડ, રણક્કઇ, ઝબકઇ, રણરણકઇ, ખલકઇ, ઘમકાવઇ, ઠમકાવઇ, ઘમઘમકાવઇ, દમદમકઇ, ઝબક્કઈ, ચબક્કઈ, ટલક્કઈ, ખલક્કઈ, ભડક્કઈ, કડક્કઈ, ધડુક્કઈ, ફડક્કઈ, કહુક્કઈ. (ક્રિયારૂપો) લહલહતી, ધડહડી, ઝણઝણકંતિ, ભણકંતિ, ઘમઘમકૃતિ, રણકંતિ, દ્રમકિત. (નામ/વિશેષણ/ક્રિયાવિશેષણ) ઘમઘમ, રિમઝિમ, હણહણહણહણ, ભડક્ખ, વેંટેંકાર, બ્રુકાર, ઝબઝબ, વ્રણ, ઝણણ. આ રવાનુકારી શબ્દાવલિમાં ઘણા શબ્દો દ્વિરુક્ત પ્રયોગો પણ છે એ પણ ધ્યાનમાં લેવું જોઈએ. (ખ) સંયુક્તાક્ષરી શબ્દાવલિ (આખ્યાતિક) વજ્જઇ, ગજ્જઇ, ગજ્જુએ, વિરજ્જુએ, દ્રુમ્મએ, પશ્નિ પક્ખિ, ઘુમ્મએ, દિપ્પઇ, ઉપ્પઇ, ચલ્લઇ, ક્લિઇ, વત્રિસુ, કિજ્જઇ, લિજ્જઇ, બુલ્લઇ, વજ્જુએ, વનવર્ણ, ચત્કંતિ, દખ્ખએ, મુક્કએ, કિજ્જુએ, દિજ્જુએ, વિલગ્નિ, ઘલ્લિ, ઝિલ્લિ, અત્યમઇ, તુટ્ટઇ, કરિજ્જઇ, ઝબક્કઇ, ચબક્કઈ, ટલક્કઈ, ખલક્કઈ, ભડક્કઈ, કડક્કર્ટ, ધડુક્કઈ, ફડક્કઇ, સુણિજ્જઈ, કહુક્કઈ. (નામિક) સુવન્ન, કટક્કિ, ખગ્નિ ખગ્નિ, લક્ષ્ય, સરસ્સઇ, ગુણલચ્છી, ત્રણિ, નિમ્મલ, રત્તિ, વીનત્તી, વિત્થર, સત્થર, તત્તહ, અત્રાણ, મદ્દલ, કંદપ્પ, વિત્રાણ, અજ્જ, ઝલ્લરિ, ઘૂગ્વેર, સદ્, વિજ્જાહલ, સુવ્રત્ર, કડક્ખ, રત્ત, મત્ત, ચક્ક્સ, તિ, તિક્ખિ, તુબ્ન, મુબ્ત, હત્થડા, જુત્તમુત્ત, મિત્ત, અન્ન, અત્ય, સક્કર, કક્કર, ફુલ્લ, કપૂર, ચઉટ્ટ, અગ્નિ, કનકવન્ન, પત્ર, ધન્નધત્રં, દુઠ્ઠાણ, કપ્પરુક્ખ, પિમ્મવંતી, દૃઢહ, ગઢહ, દુક્કર, વદ્દલ, કિત્તિ. (ગ) જૈન પારિભાષિક શબ્દો આ કૃતિનું કથાવસ્તુ ભોગવિલાસમાંથી બહાર આવી મોક્ષમાર્ગ ગ્રહણ કરતા સંયમધારી સાધુનું હોઈ, અને આ કૃતિના કવિ પણ એક જૈન સાધુ હોઈ, સાધુજીવનનો સંદર્ભ ધરાવતા તેમજ જૈન દર્શન સાથે સંકળાયેલા કેટલાક જૈન પારિભાષિક શબ્દો અહીં આવે છે. (એનાં અર્થ / સમજૂતી વાચનાનાં અનુવાદ, વિવરણ કે શબ્દકોશમાં અપાયાં છે.) Page #165 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વ, પંચમહાવ્રત, ભાવના, અઢાર સહસ્ત્ર શીલાંગ, ઉપશમ, પાંચ સંવર, દશ પૂર્વધર, આઠ કર્મો, ચઉદ પૂરવ, ઈગ્યાર અંગ, ઉઘઉ (ઓઘો), પડઘો, અંગોપાંગ દ્વાદશાંગી અને ઉપાંગસૂત્રો), સંયમના સત્તર ભેદ, આદેશ, ચોમાસું રહેવું, વિગય, નવવિધ વાડ, આછણ, ધોઅણનીર, તહત્તિ, જયણા, ચરણ-કરણ, નવકાર, ગમણાગમણ પાપ, પડિકમવું, સમકિત, ચઉવિહ (ચતુર્વિધ) સંઘ, પરજુજી, ધર્મલાભ દેવો વગેરે. (ઘ) રૂઢિપ્રયોગો - ઘરઉંબર સંકટંબ જિમાડઈ, જલ ઊપરિ લેખું, બલિહારી કરે, ભરિ પીઉં કોસ ગંગા તણઉ, દાઢ ગલઈ, સૂતક સાપ જગાડીલ, વીસ વિમાસણ હોઇ, લોકબોક બાંધ્યા કિમ જાઈ, દાધા ઊપરિ ફોડલઉં, કોશ પડાવઉં, ચંદ લિહાવઉં નામ, લાભઈ છેહ, ચડ્યા ગયણે વગેરે. મધ્યકાળમાં સ્થૂલિભદ્ર-કોશ વિષયક જે નાનીમોટી કૃતિઓ રચાઈ છે (આ શોધનિબંધના પરિશીલન ૩માં આવી પ્રગટ-અપ્રગટ કૃતિઓની યાદી પ્રાપ્ત માહિતીને આધારે આપવામાં આવી છે) એ પરથી લાગે છે કે જૈન સમાજમાં સ્થૂલિભદ્ર-કોશાનું કથાનક ઘણું જ લોકપ્રિય બન્યું છે અને છેક પ્રાનરસિંહકાળથી માંડી સમયના જુદે જુદે તબક્કે અનેક કવિઓને હાથે આ વિષય આલેખાતો રહ્યો છે. પણ સર્જાયેલી આ બધી જ રચનાઓમાંથી ઘણી તો હજી અપ્રગટ જ રહી જવા પામી છે. જે પ્રગટ કૃતિઓ છે તેમાંથી મોટા ભાગની તો સઝાય, સ્તવન, ગીત જેવી લઘુકૃતિઓ જ વિશેષ છે. મહત્ત્વની ચારેક ફાગુ રચનાઓ પ્રગટ થયેલી છે. એમાં શ્રી જિનપદ્રસૂરિકૃત “શ્રી યૂલિભદ્ર ફાગ', કવિ હલરાજકૃત ‘સ્થૂલિભદ્ર ફાગ', કવિ જયવંતસૂરિકૃત સ્થૂલિભદ્રકોશા પ્રેમવિલાસ ફાગ’ અને કવિ માલદેવ મુનિકૃત યૂલિભદ્ર ફાગ અથવા ધમાલનો સમાવેશ થાય છે. એમાંયે જિનપદ્યસૂરિની અને જયવંતસૂરિની ફાગુરચનાઓ જ કાવ્યગુણની દષ્ટિએ ચડિયાતી ઠરે એવી છે. એની તુલનામાં માલદેવ મુનિની રચના કેવળ વૃત્તાન્તાત્મક બની જતી કથનકલાના અભાવવાળી રચના છે. હલરાજની રચનામાં પણ પ્રથમ બે ફાગુકવિઓના જેવો કાવ્યસ્પર્શ વરતાતો નથી. ફાગુરચનાઓની પેઠે, કેટલીક બારમાસા રચનાઓ પણ મળે છે. કવિ હીરાનંદસૂરિકૃત “સ્થૂલિભદ્ર બારમાસા', કવિચંદ્રવિજયકૃત “સ્થૂલિભદ્ર-કોશાના બારમાસ” અને કવિ વિનયચંદ્રકૃત “સ્થૂલિભદ્ર બારમાસા' પ્રકાશિત થઈ છે. તેમજ કવિ લાવણ્યસમયની “સ્થૂલિભદ્ર એકવીસો' જેવી લઘુકાવ્યકૃતિ પ્રગટ થઈ છે. પણ છેવટે તો આ ફાગુ, બારમાસા કે એકવીસો સ્વરૂપવાળી રચનાને ભાવાત્મક – વર્ણનાત્મક ૧૪૮ / સહજસુંદરકત ગુણરત્નાકરછેદ Page #166 -------------------------------------------------------------------------- ________________ ગુણરત્નાકરછંદની સમીક્ષો / ૧૪૯ લઘુ રચનાઓ જ ગણવી પડે. - ઉદયરત્નની “સ્થૂલિભદ્ર - નવરસ' સંવાદ) કાવ્ય મળે છે. પણ એમાં સ્થૂલિભદ્ર અને કોશાના સંવાદો દ્વારા કેટલુંક ભાવનિરૂપણ થયું છે અને વર્ષાઋતુ કે કોશાનાં ગાન-નર્તન આદિનાં સામાન્ય કોટિનાં વર્ણનો છે. એથી વિશેષ કોઈ કાવ્યસિદ્ધિ એ રચના પ્રગટ કરતી નથી. સ્થૂલિભદ્રચરિત્રને નિરૂપતી, કથનાત્મક એવી ‘રાસ' સંજ્ઞાથી ઓળખાયેલી ઘણી કૃતિઓ તો અપ્રગટ જ છે. ઈ.સ.૧૫૬૬માં કવિ સમયસુંદરે (કવિયણ) રચેલ ૪૧૧ કડીનો સ્થૂલિભદ્રરાસ' કે ઇ.સ.૧૬૧૨માં કવિ ઋષભદાસે (શ્રાવક) રચેલ ૭૩૨ કડીનો સ્થૂલિભદ્ર રાસ જેવી દીર્ઘ કૃતિઓ હજી પ્રગટ થવી બાકી જ છે. જે કૃતિ વિશે આ શોધનિબંધ છે તે ૪૧૮ કડીની દીર્ઘ રચના “ગુણરત્નાકરછંદ તો આ બન્નેથી ય વહેલી રચાઈ છે અને ઘણી પ્રતો પ્રાપ્ય હોવા છતાં હજી અપ્રગટ જ હતી. - હા, છેક ઈશુની ૧૩મી સદીમાં રચાયેલી અજ્ઞાત કવિ કૃત યૂલિભદ્ર રાસુ કતિ પ્રકાશિત થઈ છે પણ તે કેવળ ૪૯ કડીની રચના છે. એટલે સ્થૂલિભદ્રચરિત્રની ઘટનાઓ અહીં સંક્ષેપમાં જ ગૂંથાઈ છે. સં. ( ૧૮૧માં સોમસુંદરશિષ્યકત “સ્થૂલિભદ્રકવિત / ચરિત' કૃતિ પ્રગટ થઈ છે. એ ૭૨ કડીની રચના છે. પણ એમાં સ્થૂલિભદ્ર પ્રથમ ચાતુર્માસ ગાળવા કોશાને ત્યાં આવ્યા તે પછીનું જ પ્રસંગનિરૂપણ થયું છે. ઈ.સ.૧૮૦૬માં ૫. વીરવિજયજીએ “સ્થૂલિભદ્રજીની શિયળવેલી' નામે ૧૮ ઢાળની લાંબી રચનામાં સ્થૂલિભદ્રકોશાના કથાનકને આલેખ્યું છે. એમાં કવિએ તિથિ, માસ, સંવાદ જેવાં સ્વરૂપોને વણી લેવાની તક લીધી હોઈ એ કૃતિ નોંધપાત્ર અને જાણીતી અવશ્ય બની છે. છતાંય, આ કૃતિ પણ કોઈ ઊંચી કાવ્યાત્મકતા સિદ્ધ કરતી નથી. આ વિષયના સર્જનનું વિહંગાવલોકન કરતાં લાગે છે કે, સ્થૂલિભદ્ર-કોશાના વિષયવસ્તુને નિરૂપતી છંદ સ્વરૂપ ગુણરત્નાકરછંદ રચના એના વૈવિધ્યપૂર્ણ છંદોગાનની સાથે સાથે જે કાવ્યરૂપ પામી છે તે એને આ વિષયની નાની-મોટી રચનાઓમાં એક અતિ મહત્ત્વની કૃતિ ઠેરવે છે અને એ પ્રગટ થવા સાથે મધ્યકાલીન કાવ્યરચનાની વિશેષતા દશવનારું એક લાક્ષણિક ઉદાહરણ પ્રત્યક્ષ કરી શકાયું છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ પ્રતપરિચય અને પાઠસંપાદનપદ્ધતિ (૧) પ્રાપ્ય પ્રતો જૈન સાધુકવિ સહજસુંદરકત ગુણરત્નાકરછંદ' (રચના સંવત ૧૫૭૨)ની ૨૭ હસ્તપ્રતો જૈન ગૂર્જર કવિઓ' ભા–૧ (બીજી આવૃત્તિ)માં શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈએ આજથી ૭૦ વર્ષ પહેલાં નોંધેલી છે. આ સિવાય પણ આ કૃતિની અનેક હસ્તપ્રતો ઉપલબ્ધ છે જ. એમાંથી મને લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદમાંથી ૧૮ હસ્તપ્રતો અને શ્રી હેમચંદ્રાચાર્ય જેને જ્ઞાનમંદિર, પાટણ ખાતેથી ૩ હસ્તપ્રતો એમ કુલ ૨૧ હસ્તપ્રતો જોવા મળી છે. ઉપલબ્ધ આ ૨૧ હસ્તપ્રતોમાંથી લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદની ૮ અને શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણની ર હસ્તપ્રતો મળીને કુલ ૧૦ હસ્તપ્રતો આ કૃતિના પાઠસંપાદન અને પાઠાંતરો માટે પસંદ કરવામાં આવી છે. જો પ્રાપ્ત બધી જ હસ્તપ્રતોનો ઉપયોગ કરવામાં આવે તો તો પાઠાંતરોનું આખું જંગલ જ ઊભું થઈ જાય. વળી બધી હસ્તપ્રતો સંપાદનકાર્યના ઉપયોગમાં લઈ શકાય એવી એમની સ્થિતિ કે ક્ષમતા પણ નહોતી. કેટલીક હસ્તપ્રતો અપૂર્ણ (આગળ કે પાછળનાં પાનાં વિનાની) હતી, કેટલીક પાર વિનાના લેખનદોષોવાળી હતી, કોઈક પ્રમાણભૂતતાની ઊણપવાળી હતી, કેટલીક સુધારાવધારાવાળી જણાઈ હતી તો કેટલીક લેખનસંવત વિનાની હતી. આ રીતે વિચારતાં જે ૧૧ હસ્તપ્રતોનો ઉપયોગ કર્યો નથી તે આ પ્રમાણે છે : લાદ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદની હસ્તપ્રતો : (૧) સૂચિ-ક્રમાંક ખ. ૧૧૨૫ (સૂ) આ પ્રતનું પહેલું પાનું નથી. (૨) સૂક. ૧૫૭૨ આ પ્રત લેખનસંવત વિનાની અને ઘણા સુધારાવધારાવાળી છે. (૩) સૂક. ૪૧૭૪ આ પ્રત લેખનસંવત વિનાની અને ઘણા સુધારાવધારાવાળી છે. ખ. ૪૨૪૫ સૂ) આ પ્રતનું પહેલું પાનું નથી. (૫) સૂક. ૪૩૮૦ આ પ્રતનું પહેલું તથા છેલ્લું પાનું નથી. તેમજ પ્રત લેખનસંવત વિનાની છે. ૧૫૦ | સહજસુંદકૃત ગુણરત્નાકરછંદ Page #168 -------------------------------------------------------------------------- ________________ પ્રતપરિચય અને પાઠસંપાદનપદ્ધતિ / ૧૫૧ પ૧૮૭ આ પ્રત લેખન સંવત ૧૭૨૭ ધરાવે છે. પરંતુ એના પાઠ ફેરફાર પામેલા અને ઓછા શ્રદ્ધેય જણાય છે. ૮૮૧૭ આ પ્રત લેખનસંવત વિનાની અને ઘણા લેખનદોષોવાળી જણાય છે. ૧૩૭૯૨ આ પ્રત અપૂર્ણ છે; કૃતિના ત્રણ અધિકાર સુધી જ. ચોથો અધિકાર નથી. તેમજ પ્રત લેખનસંવત વિનાની છે. ૧૫૮૩૬ આ પ્રત અપૂર્ણ છે; કૃતિના ત્રણ અધિકાર સુધી જ. ચોથો અધિકાર નથી. તેમજ પ્રત લેખનસંવત વિનાની છે. (૧૦) સૂક. ૩૦૨૩૯ આ પ્રત ઓછી પ્રમાણભૂતતાવાળી જણાય છે. તેમજ પ્રત લેખનસંવત વિનાની છે. શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણની હસ્તપ્રત : (૧૧) સૂ.ક્ર. ૧૨૯૬૫ આ પ્રત લેખનસંવત ૧૭૮૪ ધરાવે છે, પણ પાછળના સમયની અને ફેરફારોવાળી જણાય છે. (૨) મુખ્ય પ્રતની પસંદગી ‘ગુણરત્નાકરછંદની મળેલી કુલ ૨૧ હસ્તપ્રતોમાંથી જે ૧૦ હસ્તપ્રતોને કૃતિના સંપાદન અને પાઠાંતરો માટે પસંદ કરવામાં આવી છે તે આ પ્રમાણે છે : લાદ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદની હસ્તપ્રતો : (૧) સૂ.ક્ર. ૨૬૪૫ (૨) સૂ.. ખ ૨૭૭૪ (સૂ.) (૩) સૂ.ક. ૫૦૬૮ (૪) સૂક. પ૨૮૭ (૫) સૂક. ૧૧૪૩૭ (૬) સૂક. ૧૮૩૨૧ (૭) સૂ.ક. ૧૮૩૨૨ (૮) સૂક. ૩૦૨૩૮ તથા શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણની હસ્તપ્રતો : (૯) સૂક. ૯૦૭૯ (૧૦) સૂક. ૯૯૮૪. અહીં દશર્વિલા ૧, ૪, ૯, ૩, ૧૦, ૬, ૨, ૭, ૮, ૫ ક્રમવાળી હસ્તપ્રતોને અનુક્રમે , ૨૩, ગ, ઘ, , , , ૩, ૪, ૪ હસ્તપ્રત તરીકે નામાંકિત કરવામાં આવી છે. આ દસ હસ્તપ્રતોમાંથી હસ્તપ્રત (લા.દ, ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, Page #169 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદની સૂક. ૨૬૪૫ વાળી)ને “ગુણરત્નાકરછંદ' કૃતિની વાચના માટે, મુખ્ય પ્રત તરીકે સ્વીકારી છે. આમ તો અહીં ઉપયોગમાં લેવાયેલી ૧૦ હસ્તપ્રતોમાં સૌથી વહેલું લેખનવર્ષ (સં.૧૯૧૮) ધરાવતી હસ્તપ્રત રવ છે. પણ રવ પ્રતના અનેક પાઠો ભ્રષ્ટ જણાયા છે. અને તેને કારણે કૃતિની વાચના માટે મુખ્ય આધાર રૂપે એ સ્વીકારી શકાય એમ નથી. કેટલાંક ઉદાહરણો જોઈએ. ૧. “વત્રિસુ ગુણ ધૂલિભદ્રસ્સ' (૧.૧૮.૨)* આ ચરણમાં રવ પ્રતમાં ‘ગુણ પાઠ નથી. ૨.જે નર ચલઈને સ્થાને રવ પ્રતમાં “જિ ન ચલ્લઈ' છે. (૧.૨૪.૨) ૩.“અંગિ થકી આલસ સવિ છેડઉને સ્થાને રવ પ્રતમાં “અંગ થકી આલસ છડઉં' છે. (૧.૪૦.૧) ૪. “બાજી બોલ કહઈ ભાવાલાને સ્થાને ૨૪ પ્રતમાં બાજી લોક કહઈ ભામાલા લા” છે. (૧.૫૭.૧) ૫. સમરાવી ને સ્થાને રવ પ્રતમાં માત્ર વી” છે. (૩.૩૭૧) ૨૪ પ્રત પછીના ક્રમે લેખનસંવત ધરાવતી બે પ્રતો ગ અને છે. ગ પ્રતનો લેખનસંવત ૧૬૪૩ અને ઘ પ્રતનો લેખનસંવત ૧૬૭૦ છે. એ પછીના ક્રમે છે પ્રતનો લેખનસંવત ૧૭૧૬ છે. પણ ૪ પ્રતને મુખ્ય પાઠ માટે એટલા માટે સ્વીકારી છે કે આ પ્રત અત્યંત સ્વચ્છ, સુંદર, સુઘડ અક્ષરોવાળી તો છે જ, પણ સાથે સાથે, ચારણી છંદો સમેત વિવિધ છંદોમાં રચાયેલી આ કૃતિના છંદોલયને, થોડાક અપવાદો બાદ કરતાં, બહુ જ ચુસ્તતાથી જાળવે છે. સાથે સાથે એ પણ માલુમ પડ્યું છે કે એમાંની કડીઓના અંત્યાનુપ્રાસ, આંત»ાસને પણ ચુસ્ત રીતે વળગી રહેવાનું વલણ આ છ પ્રત જ વિશેષ ધરાવે છે. અનેક જગાએ એવું લાગ્યું છે કે અન્ય પ્રતોના પાઠ કરતાં આ હસ્તપ્રતના પાઠો જ કૃતિના આંતર-બાહ્ય સૌંદર્યને કાવ્યાત્મક ઓપ આપવામાં વધુ સહાયક બની શકે એમ છે. ઉદાહરણ તરીકે આ પંક્તિ જુઓ (૧.૮.૨) : રવિશશિમંડલ કુંડલ કિલ્કા, તારા મસિ મુગતાફલ વિદ્ધા.” પંક્તિના છેલ્લા શબ્દનું ક્રિયારૂપ ર૩ પ્રત ‘કીદ્ધા આપે છે. ગ પ્રતિ લિધા’ * અંકોનો ક્રમ ૪ પ્રતમાં કૃતિનો અધિકાર, તે અધિકારની કડી, અને તે કડીની પંક્તિ સૂચવે છે. અન્ય ઉદાહરણોમાં પણ એમ જ સમજવું. ૧૫ર / સહજસુંદરકૃત ગુણરત્નાકરછેદ Page #170 -------------------------------------------------------------------------- ________________ પ્રતપરિચય અને પાઠસંપાદપદ્ધતિ / ૧૫૩ આપે છે અને તે પ્રત લીધાં આપે છે. જ્યારે જ પ્રત વિદ્ધા આપે છે. અહીં પંક્તિનો અર્થ તો રવ. ગ, ઘ એ ત્રણ પ્રતોમાંનું કોઈપણ ક્રિયારૂપ મૂકીને બેસાડી તો શકાય, પણ ર પ્રતનો પાઠ સ્વીકારતાં ક્રિયારૂપ બેવડાય છે. ૪ પ્રતના “કીદ્ધા પાઠ કે ગ, ઇ પ્રતોના લિધા’ લીધાં” પાઠ કરતાં ૬ પ્રતનો ‘વિદ્ધા” પાઠ જ વધારે કાવ્યોચિત ઠરે છે. સૂર્ય અને ચંદ્રનાં કુંડળ કર્યા અને તારા રૂપી મોતી એમાં જડ્યાં– પરોવ્યાં' આવું ચિત્ર “વિદ્ધા” પાઠ સ્વીકારવાથી મળે છે. , ૩ સિવાયની કોઈ પ્રતમાં આ “વિદ્ધા પાઠ નથી, બધે ઉચ્ચારભેદે કીધા” કે “લીધા' જ મળે છે. પાડલપુરનું વર્ણન કરતી એક પંક્તિ જુઓ (૧:૪૮.૨) : સૂર વહઈ નિતુ કરિ કોદંડહ, કહ તીર નવિ દેહ કો દંડહ.” અહીં ૨૪ પ્રતા છેલ્લા ચરણનો પાઠ આ પ્રમાણે આપે છે : કહ તીરઇ નવિ દિઇ કો દંડહ.” ગ પ્રત પાઠ આ પ્રમાણે આપે છે : “કહિ તીરિ નવિ દીસિઈ દંડહ.” પ્રત પાઠ આ પ્રમાણે આપે છે : “કહિ તીરિ નવિ દિઈ કો દંડહ” ગ પ્રતના “દીસિઈ' પાઠને કારણે અને “કો’ નીકળી જવાને કારણે કોદંડહ – “કો દંડહમાંની યમક-ચમત્કૃતિ જ ચાલી જાય છે. કવિ આ કૃતિમાં અનેક જગાએ અને પાડલપુર નગરીના વર્ણનમાં પણ યમક પ્રયોગ કરતા હોવાથી અહીં એ તક ચૂક્યા નથી જ. ર૩ અને ૪ પ્રત જ્યાં અનુક્રમે “દિઈ’ ‘દિઈ' પાઠ આપે છે ત્યાં $ પ્રત દેહ પાઠ આપે છે. અહીં અર્થ તો દેનો જ છે (= આપે); પણ “કહે “દંડહ શબ્દોના હકારના ઉચ્ચારણ સાથે દેહ ક્રિયારૂપનો પણ હકાર ભળવાથી એક વિશિષ્ટ લયછટા - લયસૌંદર્ય જળવાય છે. કાવ્યસૌંદર્યનાં આવાં અનેક સ્થાનો ૪ પ્રતમાં જળવાયાં હોઈ તક પ્રત જ કૃતિની વાચના માટે વધારે પસંદગી યોગ્ય જણાઈ છે. પ્રતમાં આગળની પ્રતોની ઠીકઠીક કડીઓ નીકળી ગઈ છે. આ પ્રતમાં બીજા અધિકારમાંથી ૩, ત્રીજા અધિકારમાંથી ૧૦ અને ચોથા અધિકારમાંથી ૬ કડી ઓછી થઈ ગઈ છે. સામે ચોથા અધિકારમાં ૨ કડી નવી ઉમેરાઈ પણ છે. એટલે એ પ્રત સુધારાવધારાવાળી જણાય છે. આથી ૬ સુધીની નો લેખનસંવત વિનાની છે. ૮ પ્રતમાં લગભગ બધે સ્થળે ‘અઈનો “થઈ ગયો છે. ૪ પ્રતમાં ભ્રષ્ટ પાઠોનું પ્રમાણ સારું એવું છે. આમ સંપાદન અને પાઠાંતરો માટે પસંદ કરેલી થી 8 સુધીની કુલ ૧૦ હસ્તપ્રતોમાંથી મુખ્ય પાઠ માટે $ પ્રતની પસંદગી જ સર્વશ્રેષ્ઠ જણાઈ છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૩) પ્રતપરિચય # પ્રત લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ. હસ્તપ્રત સૂચિક્રમાંક ૨૬૪૫. પ્રતનાં કુલ પત્ર ૨૧ છે. પ્રતના પાનાની લંબાઈ ૨૪.૫ સે મિ. છે. તથા પહોળાઈ ૧ સે.મિ. છે. બન્ને બાજુ ૨.૦ સે.મિ. જેટલો હાંસિયો છે. દરેક પત્રની ઉપર અને નીચે ૧.૦ સેમિ. જેટલી જગા છોડેલી છે. દરેક પત્રમાં વચ્ચે કુંડઆકૃતિ કરી કોરી જગા છોડી છે ને એમાં ચાર અક્ષરો પૂરેલા છે. હસ્તપ્રતના પત્રની દરેક બાજુએ ૧૪ કે ૧૫ લીટી છે. એક લીટીમાં ઘણુંખરું ૪૩-૪૪ અક્ષરો છે. પત્રક્રમાંક પત્રની પાછળની બાજુએ જમણી તરફના હાંસિયામાં નીચે આપેલો છે. જ્યારે પાછળની બાજુએ ડાબી તરફના હાંસિયામાં કૃતિનામ “ગુણરત્નાકરછંદ' ઉપરના છેડે લખેલું છે. હાંસિયાની બન્ને બાજુ બે લાલ રેખાઓ કરી વચ્ચે હળદરિયા રંગની પૂરણી કરી છે. તેમજ બન્ને બાજુ પાનાની છેક ધાર પાસે પણ બે લાલ રેખાની વચ્ચે હળદરિયા રંગની પૂરણી કરી છે. કડીક્રમાંક તેમજ છંદનામ ઉપર ગેરુઆ રંગનાં નિશાન છે. પ્રત્યેક કડીક્રમાંકની ડાબી બાજુએ બે ઊભા દંડ કરેલા છે ને ચરણને અંતે એક દંડ છે. છંદના નામનિર્દેશ પછી બે ઊભા દંડ છે. પ્રત સુવાચ્ય છે. અક્ષરો મોટા, મરોડદાર, સુઘડ, સુંદર અને એકધારા લખાયેલા છે. પડિમાત્રા અને ઊભી માત્રા બન્નેનો ઉપયોગ થયો છે. પ્રતની લિપિ જૈન જણાય છે. બ્રહ્મ' જેવા શબ્દમાં ૪ નો ૪ મળે છે. ખ' માટે ૨૪ અને ૬ બન્ને ચિહ્નનો ઉપયોગ થયો છે. જેમકે શિરવ, નરવ પણ છે અને મનમુNT (૧.૧૦.૧), રવાના (૧.૫૯.૨), સુષી (૧.૬૦૧) જેવા શબ્દો પણ છે. “જને સ્થાને ‘ય’ પણ પ્રયોજાયો છે ચરચા (૧.૫૯.૨), વર્મન સરકી (૨.૧૮.૨). ‘ગુણરત્નાકરછંદની આ પ્રતની લેખનસંવત ૧૭૧૬ વૈશાખ સુદ ૧૦ મંગળવાર મળે છે. લેખન-સ્થળ પાટણ છે. કૃતિના આરંભે ભલે મીંડું કરાયું છે. આગળ | આકારના ઊભા બે દંડ છે. આરંભ આ પ્રમાણે છે : દવા શ્રી ગુરુભ્યો નમ: ૧૫૪ / સહજસુંદરકત ગુણરત્નાકરછંદ Page #172 -------------------------------------------------------------------------- ________________ પ્રતપરિચય અને પાઠસંપાદનપદ્ધતિ / ૧૫૫ અંતે પુષ્પિકા આ પ્રમાણે છે : ઇતિ શ્રી ગુણરત્નાકરછંદ મહાવિનોદ મનોહરે ચતુથધિકાર સંપૂર્ણ: || સંવત ૧૭૧૬ વર્ષે, વૈશાખ સુદિ ૧૦ ભોમે, અઘેહ શ્રી પત્તન મળે, શ્રી પૂર્ણિમાગ, ભટ્ટારક શ્રી વિનયપ્રભસૂરિણા લિખિતમિતિ || મુનિશ્રી રાજરત્નવાચનાર્થ સુર્ભ ભવતુ | શ્રીરડુ || કલ્યાણમસ્તુ | છ | આ પ્રતમાં પ્રથમ અધિકારમાં ૬૮, બીજા અધિકારમાં ૧૬૦, ત્રીજા અધિકારમાં ૧૦૪ અને ચોથા અધિકારમાં ૮૭ કડી મળીને કુલ ૪૧૯ કડી છે. બીજા, ત્રીજા અધિકારમાં ૧૦૦ પછીની કડીઓ ૧૦૧, ૧૦૨ વગેરે અનુક્રમે ૧,૨.. આંકથી દર્શાવી છે. ત્રીજા અધિકારમાં ૧૦૦મી કડી ૩૦૦ ક્રમાંકથી દર્શાવી છે. ત્રીજા અધિકારની ૧૦મી કડી ૩૦૩ આંકથી દર્શાવી છે. ચોથા અધિકારમાં ૭મી કડીને સરતચૂકે ૮ ક્રમાંક અપાયો છે. ચોથા અધિકારની ૮૭મી કડી ૩૮૭ ક્રમાંકથી દર્શાવી છે. ૨૪ પ્રત લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ, હસ્તપ્રત સૂચિક્રમાંક પ૨૮૭. પ્રતનાં કુલ પત્ર ૨૦ છે. પ્રતના પાનાની લંબાઈ ૨૬.૫ સે.મિ. છે. તથા પહોળાઈ ૧૦૫ સે.મિ. છે. બન્ને બાજુ ૨.૦ સે.મિ. જેટલો હાંસિયો છે. સામાન્યત: દરેક પત્રની ઉપર નીચે ૧.૦ સે.મિ. જગા છોડેલી છે. કેટલાંક પાનાંમાં નીચે ૦.૮ સે.મિ. જગા છોડેલી હસ્તપ્રતના પત્રની દરેક બાજુએ ૧૩થી ૧૬ લીટી છે. છેલ્લા ૨૦મા પાનાની પાછળની બાજુએ ૪ લીટી છે. એક લીટીમાં ઘણુંખરું ૩૯થી ૪૬ અક્ષરો છે. (અક્ષરો ભેગા-છૂટા લખાવાને કારણે આ અક્ષરસંખ્યા બદલાતી રહી છે.) પત્રક્રમાંક પત્રની પાછળની બાજુએ જમણી તરફના હાંસિયામાં નીચે છેડા પર આપેલો છે. માત્ર પ્રથમ પત્રની આગળની બાજુએ પણ ડાબી તરફના હાંસિયામાં ઉપરના ભાગે પત્રનો ૧ ક્રમાંક દશવ્યિો છે. હાંસિયાની બન્ને બાજુ બબ્બે કાળી ઊભી રેખાઓ બે વખત કરી વચ્ચે જગા છોડેલી છે. ૮ પાનાં પછી આવી જગા છોડેલી નથી. કડીક્રમાંક અને છંદ ઉપર ગેરૂઆ રંગનાં નિશાન છે. પણ તેમાં બધે જ એકરૂપતા જળવાઈ નથી. પ્રત્યેક કડીક્રમાંકની આજુબાજુ બે ઊભા દંડ કરેલા છે, જ્યારે ચરણને અંતે એક ઊભો દંડ કરેલો છે. છંદના નામનિર્દેશ પછી બે ઊભા દંડ કરેલા છે. પ્રતના અક્ષરો સામાન્ય છે. બધાં જ પત્ર પર અક્ષરો એકસરખા મરોડના Page #173 -------------------------------------------------------------------------- ________________ કે કદના જળવાયા નથી. ક્યાંક ગીચ, ક્યાંક છૂટા, ક્યાંક નાના તો ક્યાંક મોટા લખાયા છે. જેમકે પ્રથમ પત્રના આગળની બાજુએ અક્ષરો નાના ને ભેગા છે, જ્યારે છેલ્લા પત્રના આગળ-પાછળના અક્ષરો છૂટા, મોટા ને પાતળા છે. પડિમાત્રાનો ઉપયોગ ક્વચિત્ થયો છે. બ્રહ્મ' જેવા શબ્દમાં જ નો મળે છે. “ખ માટે “૬ ચિહ્ન છે. આ પ્રતની લેખનસંવત ૧૬૧૮ વૈશાખ સુદ ૧૧ ગુરુવાર મળે છે. લેખનસ્થળ પાટણ છે. કૃતિના આંરભે ભલે મીંડું કરાયું છે. આગળ શુ આકારના ઊભા બે દંડ છે. કૃતિનો આરંભ આ પ્રમાણે છે : [ ૬૦ || શ્રી સારદાઈ નમ: અંતે પુષ્પિકા આ પ્રમાણે છે : ઇતિ શ્રી ગુણરત્નાકર મહાછંદસિ ચતુર્થાધિકાર સમાપ્ત: ગ્રંથસલોક સંક્ષા ૧૦૦૦ સંવત સોલ ૧૮ વર્ષે વૈશાખ માસે સુક્લ પક્ષે એકાદસી દિનિ ગુરુવારે છે અ દે શ્રી પત્તનવ મધે ઢંઢેરવાટકે શ્રી વિદ્યપ્રભસૂરિ ભટ્ટારકશષ ચેલા ગોવિંદ લખિત શુભ ભવતુ || એકસ્મિન્ ભુવને સપંચ નવમે પ્રીતિસ્તધા સપ્તમે, મૈત્રીકાદશમે તૃતીય અતિચેત્ દ્વિદ્વાદશ સપ્તતા ! પ્રીતિસ્યાધિક ગંહ. પોથી પ.૧૮ આ પ્રતમાં પ્રથમ અધિકારમાં ૬૮, બીજા અધિકારમાં ૧૬૦, ત્રીજા અધિકારમાં ૧૦૪ અને ચોથા અધિકારમાં ૮૪ કડી મળીને કુલ ૪૧૬ કડી છે. વરુ પ્રતની કડીઓમાંની કેટલીક કડીઓ અહીં ઊલટસૂલટ ક્રમે ગોઠવાઈ છે. જેમકે પ્રતની પ્રથમ અધિકારની રજી કડી અહીં ૩જી છે, જ્યારે ૩જી કડી અહીં રજી છે. વરુ પ્રતની કોઈકોઈ પંક્તિઓ આ પ્રતમાં નથી જેનો નિર્દેશ પાઠાંતરમાં કર્યો છે. # પ્રતના ત્રીજા અધિકારની ૧રમી કડી અહીં નથી. પણ એ જ અધિકારની ચાર પંક્તિની ૨૮મી કડી અહીં બબ્બે પંક્તિની ૨૭મી અને ૨૮મી એમ બે કડીઓ તરીકે દર્શાવી છે જેથી આ અધિકારની એકંદર કડીસંખ્યા મળી જાય છે. ક્યાંક સરતચૂકે કડીક્રમાંક અપાવો રહી ગયો છે. ક્યાંક એક જ ક્રમાંક બે કડીઓને અપાઈ ગયો છે, જેથી કડીક્રમાંકો બદલાતા રહે છે. 5 પ્રતના ચોથા અધિકારની કડી ૫૧, પર, પ૩, ૫૪ આ પ્રતમાં નથી. તો વ પ્રતની આ અધિકારની ૩૩મી કડીને બબ્બે પંક્તિની બે કડી તરીકે દર્શાવી છે. જ પ્રત - શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણ. હસ્તપ્રત સૂચિક્રમાંક ૯૮૭૯. ૧૫૬ / સહજસુંદકૃત ગુણરત્નાકરછંદ Page #174 -------------------------------------------------------------------------- ________________ પ્રતપરિચય અને પાઠસંપાદનપદ્ધતિ / ૧૫૭ પ્રતનાં કુલ પત્ર ૧૯ છે. પ્રતના પાનાની લંબાઈ ૨૬.૦ સે.મિ. છે. તથા પહોળાઈ ૧૦ ૩/૪ સે.મિ. છે. બન્ને બાજુ ૨.૦ સે.મિ. જેટલો હાંસિયો છે. દરેક પાત્રની ઉપર અને નીચે ૧.૦ સે.મિ. જેટલી જગા છોડેલી છે. દરેક પત્રમાં વચ્ચે કુંડ-આકૃતિ કરી કોરી જગા છોડી છે. હસ્તપ્રતના પત્રની દરેક બાજુએ ઘણુંખરું ૧૪ લીટી છે. કવચિત્ ૧૩ કે ૧૫ લીટી પણ છે. એક લીટીમાં મોટે ભાગે ૪૪થી ૪૭ અક્ષરો છે. પત્રક્રમાંક પત્રની પાછળની બાજુએ જમણી તરફના હાંસિયામાં નીચે છેડા પર આપેલો છે. હાંસિયાની બન્ને બાજુ બળે ઊભી રેખાઓ બે વખત કરી વચ્ચે જગા છોડેલી છે. કડીક્રમાંકની ડાબી બાજુએ બે ઊભા દંડ કરેલા છે, અને ચરણને અંતે એક ઊભો દંડ કરેલ છે. છંદના નિર્દેશ પછી બે ઊભા દંડ કરેલ છે. પ્રત સુવાચ્ય છે. અક્ષરો સુંદર, સુઘડ, સ્વચ્છ, મોટા અને એકધારા છે. ૧૯મા છેલ્લા પત્રની પાછળની બાજુએ “ગુણરત્નાકરછંદની પુષ્પિકાના છેડે, છેલ્લી અઢી લીટીમાં ખૂબ નાના અક્ષરોએ (એક લીટીમાં ૯૫ અક્ષરો સમાય એ રીતે) પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ લખવામાં આવી છે તેમજ ડાબી બાજુના હાંસિયામાં સ્વસ્તિક દોય છે. અહીં પડિમાત્રાનો ઉપયોગ થયો છે. 8 માટે જ ચિત મળે છે. આ પ્રતની લેખનસંવત ૧૬૪૩ પ્રથમ વૈશાખ સુદ ૧ ગુરુવાર મળે છે. લેખનસ્થળ મહીશાનપુર (મહેસાણા) છે. - કૃતિના આરંભે ભલે મીંડું કરાયું છે. આગળ જુ આકારના ઊભા બે દંડ છે. કૃતિનો આરંભ આ પ્રમાણે છે : ૬૦ | શ્રી ગુરુભ્યો નમ: | શ્રી સારદાયે નમ: II. કૃતિને અંતે પુષ્પિકા આ પ્રમાણે છે : ઇતિશ્રી યૂલિભદ્રછંદસિ ગુણરત્નાકરે ચતુથધિકાર સંપૂર્ણ | સંવત ૧૯૪૩ વર્ષે પ્રથમ વૈશાખ માસે શુકલ પક્ષે પ્રતિપદા તિથી જીવવારે શ્રી મહીશાનપુર, શ્રીદેવી પક્ષે પંડિતશ્રી રત્નવિમલગણિ શસ્યાનુશસ્ત્ર સીહ વિમલકેન લિખિતમિદ | સ્વયમેવ પઠનાર્થ, પરંતુ પરોપકારાય: II શ્રીરસ્તુ: || કલ્યાણમસ્તુ I ઘટી [? ] યાદશ પુસ્તક દવા, તાદશ લિખિત મયા, યદિ શુદ્ધમશુદ્ધ વા, મમ દોષો ન દીયતે || શ્રી: || ચ્છ || પુષ્પિકાને છેડે ૩ કડીની પાર્શ્વનાથ-સ્તુતિ લખવામાં આવી છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ આ પ્રતના બીજા અધિકારમાં ૧૧પમી કડીને ભૂલથી બીજી વાર ૧૪ [૧૧૪ ક્રમાંક અપાયો છે. બીજા અધિકારની ૨પમી કડીને ૨૬ ક્રમાંક અપાયો છે, એ રીતે એક એક ક્રમાંક ખોટો આવતાં ક પ્રતની ૪૦ મી કડી અહીં ૪૧મી થાય છે. પણ અહીં 45 પ્રતની ૪૧મી કડી નથી. એટલે ૪રમી કડીથી ક્રમાંક બરાબર થઈ જાય છે. ચોથા અધિકારમાં ૪ પ્રતની ૫૧, પર, પ૩, ૫૪ કડીઓ અહીં નથી. એ રીતે વર પ્રત કરતાં કુલ ૫ કડી ઓછી થાય છે. પ્રત લા.દ, ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ, હસ્તપ્રત સૂચિક્રમાંક ૫૦૬૮. આ પ્રતમાં ગુણરત્નાકરછંદ તથા “જગડૂસાહછંદની કૃતિઓ લખવામાં આવી પ્રતનાં કુલ પત્ર ૧૪ છે. પ્રતના પાનાની લંબાઈ ૨૪૫ સે.મિ. છે. તથા પહોળાઈ ૧૧.૦ સે.મિ. છે. બન્ને બાજુ ૨.૦ સે.મિ. જેટલો હાંસિયો છે. દરેક પત્રની ઉપર અને નીચે ૧.૦ સે મિ. જેટલી જગા છોડેલી છે. દરેક પત્રમાં વચ્ચે કુંડ-આકૃતિ કરી કોરી જગા છોડેલી છે ને એમાં ચાર અક્ષરો પૂરેલા છે. પણ વચ્ચેનાં પાનાં ૮-૯-૧૦ પર કળશાકૃતિ કરી છે. હસ્તપ્રતના પત્રની દરેક બાજુએ ૧પથી ૨૦ લીટી છે. એક લીટીમાં ૪૭થી પર અક્ષરો છે. છેલ્લા ૧૪મા પત્રની પાછલી બાજુએ ત્રીજી લીટીએ “ગુણરત્નાકરછંદ પૂરો થાય છે. તે પછી ખૂબ જ ઝીણા અક્ષરોમાં ૧૬ લીટીમાં જગડૂસાહ છંદ કૃતિ (૬ અને ૨ કડીની) લખવામાં આવી છે. ( પત્ર ક્રમાંક પત્રની પાછળની બાજુએ જમણી તરફના હાંસિયામાં નીચે છેડા પર આપેલો છે. હાંસિયાની બન્ને બાજુએ લાલ રંગની નજીક-નજીક ત્રણ-ત્રણ ઊભી રેખાઓ કરેલી છે. કડીક્રમાંક ઉપર ગેરઆ રંગનાં નિશાન છે. પ્રત્યેક કડીક્રમાંકની બન્ને બાજુએ એક એક ઊભો દંડ કરેલો છે. તેમજ પ્રત્યેક ચરણને અંતે પણ એક ઊભો દંડ છે. છંદના નામનિર્દેશ પછી બે ઊભા દંડ કરેલા છે. આ પ્રતના પ્રથમ ત્રણ પત્ર સુધી અક્ષરો મધ્યમ કદના અને સુઘડ રહ્યા છે; પણ ચોથા પત્રથી અક્ષરો ઝીણા ને ગીચ લખાયા છે. બ્રહ્મ' જેવા શબ્દમાં નો ૪ મળે છે. “ખ માટે ચિહ્ન છે. રહી ગયેલું ૧૫૮ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ Page #176 -------------------------------------------------------------------------- ________________ પ્રતપરિચય અને પાઠસંપાદનપદ્ધતિ / ૧૫૯ લખાણ હાંસિયાની ડાબી બાજુએ તો ક્વચિત્ પાનાના ઉપરના ભાગે લખાયેલું છે. આ પ્રતની લેખનસંવત ૧૬૭૦ પોષ સુદ ૧૩ મંગળવાર છે. લેખન-સ્થળ સૌરાષ્ટ્રનું વનસ્થલી છે. કૃતિના આરંભે ભલે મીંડું છે. આગળ શુ આકારના ઊભા બે દંડ છે. - કૃતિનો આરંભ આ પ્રમાણે છે : [ ૬૦ | ઐ નમ: II શ્રી ગુરુભ્યો નમોનમઃ || કૃતિના અંતે પુષ્પિકા આ પ્રમાણે છે : ઇતિશ્રી ઉકેશગચ્છ વિભૂષણવાચક ચક્ર ચક્રવર્તિ, મહોપાધ્યાયશ્રી રત્નસમુદ્રગણિ ચરણપંકજ ચંચરીકામાણ, ઉપાધ્યાયશ્રી સહજસુંદ: ગણિ વિરચિત, શ્રી ગુણરત્નાકરમહાછંદસિ, ચતુર્થાધિકાર: | સંપૂર્ણ: || સંવત ૧૬૭૦ વર્ષે, પોસ માસે, શુકલ પક્ષે, ત્રયોદ ની તિથૌ, ભૌમવારે, સૌરાષ્ટ્ર જનપદે, વણથલીગ્રામે, લિવીકૃત: || શ્રીમત્તપાગચ્છાધિરાજ પરમગુરુ ભટ્ટારક પુરંદર શ્રી ૧૯ શ્રી વિજયસેનસૂરિરાજ્ય, પૂજ્યારાધ્યÀયતમ સકલપંડિત કોટીર હીર પંડિત શ્રી ૫ શ્રી કલ્યાણકુશલગણિ, પંડિત શ્રી દયાકુશલગણિ, તત્ શિષ્ય, સુમતિકુશલગણિના લિખિત:, સ્વવાચનકૃત, શ્રીરન્તુ II લેખકવાચકયો: II માંગલિકા ભૂયાત્ II શ્રી શ્રમણસંઘસ્ય | શ્રેયસ્તુ | છ || છ || છ || શ્રી: || આ પ્રતમાં પ્રથમ અધિકારમાં ૬૮, બીજા અધિકારમાં ૧૬૦, ત્રીજા અધિકારમાં ૧૦૪ અને ચોથા અધિકારમાં ૮૩ કડી મળીને કુલ ૪૧૫ કડી છે. # પ્રતની ચોથા અધિકારની ૫૧, પર, પ૩, ૫૪મી કડીઓ અહીં નથી. આમ કુલ ૪ કડી આ પ્રતમાં ઓછી થાય છે. જ પ્રત શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણ. હસ્તપ્રત સૂચિક્રમાંક ૯૯૮૪. પ્રતનાં કુલ પત્ર ૨૯ છે. પ્રતના પાનાની લંબાઈ ૨૦૦ સે.મિ. છે, તથા પહોળાઈ ૧૧.૫ સે.મિ. છે. બન્ને બાજુ ૨.૫ સે.મિ. જેટલો હાંસિયો છે. દરેક પાત્રની ઉપર અને નીચે ૧.૦ સે મિ. જેટલી જગા છોડેલી છે. હસ્તપ્રતના પત્રની દરેક બાજુએ ૧૩થી ૧૫ લીટી છે. પ્રથમ પત્રની એક લીટીમાં મોટે ભાગે ૩૦થી ૩૪ અક્ષરો છે. પણ પછીનાં પત્રોના અક્ષરો મોટા હોઈ એક લીટીમાં ૨૭થી ૩૦ અક્ષરો છે. છેલ્લા પાના ઉપર લખાણનો કેટલોક ભાગ ચેરાઈ ગયેલો છે. પત્રક્રમાંક પત્રની આગળની બાજુએ જમણી તરફના હાંસિયામાં નીચે આપેલો Page #177 -------------------------------------------------------------------------- ________________ હાંસિયાની બન્ને બાજુ બળે ઊભી રેખાઓ બે વખત કરી વચ્ચે જગા છોડેલી છે; અને બંને બાજુએ પાનાની છેક ધાર પાસે બે ઊભી રેખા કરેલી છે. કડીને અંતે, ૧૫ પત્ર સુધી, દંડ નથી. પછીનાં પાત્રોમાં કડી ક્રમાંકની આજુબાજુ ઊભા બે દંડ કરેલા છે. ચરણને અંતે દંડ કરેલ નથી. છંદના નામનિર્દેશ પછી (૮ પાનાં સુધી) ઊભા બે દંડ કરેલા છે. પ્રત સુવાચ્ય છે. અક્ષરો મોટા, સ્વચ્છ અને સુંદર છે. પડિમાત્રાનો ઉપયોગ થયો નથી. “બ્રહ્મ' જેવા શબ્દમાં નો ૪ મળે છે. ખ” માટે ચિહ્ન છે. દીર્ઘ ઈ અને દીર્ઘ ઊની પ્રચુરતા જણાય છે, જેમ કે – વીચક્ષણ', “યૂલ.પદ્રા, “અવીચલ', પૂસ્તક', ‘સૂહ', મૂગતિ', “ભૂજ'. અઉનો ‘ઓકાર બધે થઈ ગયો છે. જેમ કે – મોટો, પડ્યો', ખોટો', બેઠો' વગેરે.. એ જ રીતે “અઈનો બધે “એ” કાર થયો છે. જેમ કે – દિખેં’, ‘ઉખેં', ‘તપતપે', “સોહે વગેરે. આ પ્રતની લેખનસંવત ૧૬૭૨/૮૨ શ્રાવણ સુદ પ છે. કૃતિના આરંભે ભલે મીંડું કરાયું છે. આગળ ; આકારના ઊભા બે દંડ કૃતિનો આરંભ આ પ્રમાણે છે : [ ૬૦ | શ્રી સારદાઈ નમ: કૃતિને અંતે પુષ્પિકા આ પ્રમાણે છે : ઇતિશ્રી સ્થૂલભદ્રગુણોત્કીર્તનું રૂપ ગુણરત્નાકર [૧] શાસ્ત્ર ચતુબંડે સમાપ્ત | સંવત નેત્રગિરિરિષી ઈંદ્ર વર્ષે શાકે ૧૬૪૮ પ્રવર્તમાને, દક્ષિણાયને, ઉત્તર ગોલે ઉત્તમ માશે શ્રાવણ શિત પંચમી લિખતી. ચૂડામણિ પૂરો સકલ પંડિતૌત્તમ પંક્તી ૧૦૯ લિ. | યાદશ પૂસ્તકે દવા I ૦ | પ્રીતિ રહસ્ય સંપૂરણ. પમ્પિકાનો કેટલોક ભાગ ચેરાઈ ગયેલો છે. લેખનકારે જ એટલો ભાગ રદ કર્યો જણાય છે. આ પ્રતમાં પ્રથમ અધિકારમાં ૬૮, બીજા અધિકારમાં ૧૫૭, ત્રીજા અધિકારમાં ૯૪ અને ચોથા અધિકારમાં ૮૧ કડી મળીને કુલ ૪૦ કડી છે. અહીં કેટલીક કડીઓ ઊલટસૂલટ ક્રમે ગોઠવાઈ છે. જેમકે ૪ પ્રતની પ્રથમ અધિકારની રજી કડી અહીં ૩જી છે, જ્યારે ૩જી કડી રજી છે. બીજા અધિકારમાં # પ્રતની ૧૨૩, ૧૨૪, ૧૨૫ – એ ત્રણ કડીઓ અહીં નથી. ત્રીજા અધિકારમાં # પ્રતની ૧૨, ૬૫, ૬૭, ૬૮, ૭૦, ૭૧, ૭૫, ૮૦, ૮૪ ક્રમાંકવાળી કડીઓ છે જ નહીં. તેમજ ૪ પ્રતની ત્રીજા અધિકારની ૧૩મી અને ૧૪મી કડીની એકએક ૧૬૦ | સહજસુંદરકૂત ગુણરત્નાકરછંદ Page #178 -------------------------------------------------------------------------- ________________ પ્રતપરિચય અને પાઠસંપાદનપદ્ધતિ / ૧૬૧ લીટી મળીને એક જ કડી બની છે. એમ ત્રીજા અધિકારની કુલ ૧૦ કડીઓ ઓછી થતાં અહીં ૯૪ કડી થાય છે. ચોથા અધિકારમાં જ પ્રતની ૮, ૨૨, ૩૬, ૩૮, ૫૮, ૬૮ ક્રમાંકવાળી કડીઓ નથી. = પ્રતની ૨૩મી કડીની પહેલી લીટી અહીં નથી અને બીજી લીટી છે પ્રતની ૨૧મી કડીમાં ગોઠવાઈ જતાં = પ્રતની ૨૩મી કડી પણ નથી. તેમજ ઃ પ્રતની પર અને ૫૩મી કડીઓની એક એક લીટી મળીને એક જ કડી બની છે. એમ કુલ ૮ કડીઓ ઓછી થાય છે. તો જ પ્રતની ૫૪મી કડી પછી અહીં બે કડીઓ વધારાની છે; જેને અહીં ૪૯ અને ૫૦મો ક્રમાંક અપાયો છે. એમ હવે કુલ ૬ કડીઓ ઓછી થતાં ચોથા અધિકારની કુલ કડીસંખ્યા ૮૧ થાય છે. આ પ્રતમાં પણ ક્યાંક ક્યાંક ક્રમ આપવો રહી ગયો છે, તો એક જ ક્રમાંક બે વાર અપાયો છે. જેમકે ચોથા અધિકારમાં ૩૩ અને ૬૩મા ક્રમાંક બે વાર અપાયા છે. આમ કડીક્રમાંકો આ પ્રતમાં ક્ષતિયુક્ત છે. " પ્રત લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ. હસ્તપ્રત સૂચિક્રમાંક ૧૮૩૨૧. પ્રતનાં કુલ પત્ર ૧૨ છે. પ્રતના પાનાની લંબાઈ ૨૬.૦ સે.મિ. છે તથા પહોળાઈ ૧૧.૦ સે.મિ. છે. બન્ને બાજુ ૨.૨ સે.મિ. જેટલો હાંસિયો છે. દરેક પત્રની ઉપર અને નીચે ૧.૦ સે.મિ. જેટલી જગા છોડેલી છે. હસ્તપ્રતના પત્રની દરેક બાજુએ ઘણુંખરું ૧૬ લીટી છે. ક્વચિત્ ૧૭ કે ૧૮ પણ છે. છેલ્લા પાના પર ૧૮ લીટી છે, એક લીટીમાં ૫૮થી ૬૦ અક્ષરો છે. પત્રક્રમાંક પત્રની પાછળની બાજુએ જમણી તરફ હાંસિયામાં નીચે આપેલો છે; જ્યારે પાછળની બાજુએ ડાબી તરફના હાંસિયામાં ઉપરના ભાગે કૃતિનામ ‘ગુણરત્નાકરછંદ’ એમ લખી ત્યાં પણ પત્રક્રમાંક આપેલો છે. હાંસિયાની બન્ને બાજુ બે કાળી ઊભી રેખાઓ કરી વચ્ચે ગેરુઓ રંગ પૂર્યો છે. ચરણ અને કડીને અંતે આવતા દંડ લાલ રંગથી કરેલા છે. છંદ અને કડીક્રમાંક ઉપર ગેરુઆ રંગનાં નિશાન છે. કડીક્રમાંકની આજુબાજુ બે ઊભા દંડ કરેલા છે, અને ચરણને અંતે એક ઊભો દંડ કરેલ છે. છંદના નામનિર્દેશ પછી બે ઊભા દંડ કરેલા છે. પ્રત સુવાચ્ય છે. અક્ષરો મધ્યમ કદના, સુઘડ અને મરોડદાર છે. رہے Page #179 -------------------------------------------------------------------------- ________________ પડિમાત્રાનો ઉપયોગ મોટેભાગે થયો નથી. પણ ક્યાંકક્યાંક થયેલો જણાય છે. “બ્રહ્મ જેવા શબ્દમાં ૪ નો ૪ મળે છે. આ માટે જ કરેલો છે. આ પ્રતનાં લેખનસંવત કે લેખનસ્થળનો નિર્દેશ થયો નથી. કૃતિના આરંભે ભલે મીંડું કરાયું છે. આગળ જુ આકારના ઊભા બે દંડ કૃતિનો આરંભ આ પ્રમાણે છે : [ ૬૦ || નમોંકારાય. અંતમાં આટલું જ લખાણ છે : ઈતિશ્રી ગુણરત્નાકરછંદ સંપૂર્ણ પ્રતના ભાષાસ્વરૂપને આધારે એ વિ.સં.૧૭મા શતકમાં લખાઈ હોવાનું અનુમાન કરી શકાય. આ પ્રતમાં પ્રથમ અધિકારમાં ૬૮, બીજા અધિકારમાં ૧૬૦, ત્રીજા અધિકારમાં ૧૦૪ અને ચોથા અધિકારમાં ૮૯ કડી મળીને કુલ ૪૧૮ કડી છે. પ્રથમ અધિકારમાં જ પ્રતની રજી કડી અહીં ૩જી છે, જ્યારે ૩જી કડી રજી છે. બીજા અધિકારમાં જ પ્રતની પ૪મી કડી અહીં પામી છે, જ્યારે આ પ્રતની ૫૪મી કડી વધારાની છે જે પાઠાંતરમાં દર્શાવી છે). એક કડી વધતાં કડીક્રમાંકો બદલાઈને એકએક વધી જાય છે. ૪ પ્રતની ૧૨૦મી અને ૧૨૧મી કડી અહીં ભેગી થઈ ગઈ છે. એટલે ૧૨૧થી કડીક્રમાંક પ્રતની બરાબર થઈ જાય છે. ત્રીજા અધિકારમાં ૧૭મી કડીનો ક્રમાંક અહીં ભૂલથી ૧૮ દર્શાવાયો છે. ૨૧મી કડીનો ક્રમાંક લખવો રહી ગયો છે. ૮૩મી કડી હસ્તપ્રતપત્રના ઉપરના ભાગે પાછળથી લખી હોઈ ત્યાં પણ ક્રમાંક અપાયો નથી. પરિણામે જ પ્રતની ૮૪મી કડી ૮૩મી, ૮૫મી કડી ૮૪ મી – એમ ક્રમાંકભૂલ છેક ત્રીજો અધિકાર પૂરો થતાં સુધી ચાલુ રહી છે. ચોથા અધિકારમાં જ પ્રતની ૫૧મી કડી પ્રત પાના ૧૧બ ઉપર હાંસિયામાં પાછળથી લખાઈ છે અને તેને વધારાનો ૧ ક્રમાંક અપાયો છે. ઇ પ્રતની પરમી અને પ૩મી કડી ભેગી થઈ જઈને, કેટલોક ભાગ નીકળી જઈને, એક જ કડી બની છે. આ કડી પ્રત પાના ૧૧બ ઉપર પાછળથી ઉમેરી એને કડીકમાંક ૨ અપાયો છે. આમ ૪ પ્રત કરતાં અહીં એક કડી ઓછી થાય છે. જ પ્રતની ૫૪મી કડી પ્રત પાના ૧૧બ ઉપર હાંસિયામાં પાછળથી લખાઈ છે અને તેને વધારાનો ક્રમાંક ૩ અપાયો છે. આ બધાને કારણે ૪ પ્રતની પ૫મી કડીને અહીં ૫૧મો ક્રમાંક અપાયો છે. પણ ૪ પ્રતની ૫૬મી કડીને ૫૮મો ક્રમાંક જ અપાયો છે. પછીના ક્રમાંકો ૪ પ્રત પ્રમાણે ચાલે છે. જ પ્રત લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ. હસ્તપ્રત સૂચિક્રમાંક ખ ૧૯ર / સહજસુંદકુત ગુણરત્નાકરછંદ Page #180 -------------------------------------------------------------------------- ________________ પ્રતપરિચય અને પાઠસંપાદનપદ્ધતિ / ૧૯૩ ૨૭૭૪ (સૂ). પ્રતનાં કુલ પત્ર ૨૮ છે. પ્રતના પાનાની લંબાઈ ૨૫.૫ સે.મિ. છે તથા પહોળાઈ ૧૧.૦ સે.મિ. છે. બન્ને બાજુ ૨.૫ સે.મિ. જેટલો હાંસિયો છે. દરેક પત્રની ઉપર ૧.૫ અને નીચે ૧૩ સે.મિ. જેટલી જગા છોડી છે. દરેક પત્રમાં વચ્ચે કુંડ-આકૃતિ કરી જગા કોરી રાખી છે. હસ્તપ્રતના પત્રની દરેક બાજુએ ૧૧ લીટી છે. એક લીટીમાં લગભગ ૪૩થી ૪૫ અક્ષરો છે. પ્રથમ પત્રમાં ફક્ત આગળની બાજુએ જ લખાણ છે, પાછળની બાજુ કોરી છે. તેથી પત્રક્રમાંક ૧ પત્રની આગળની બાજુએ જમણી તરફ હાંસિયામાં નીચે આપેલો છે. જ્યારે બાકીનાં પત્રોમાં પત્રક્રમાંક પાછળની બાજુએ જમણી તરફના હાંસિયામાં નીચે આપેલા છે. પ્રતનાં કેટલાંક પાનાંનું જમણી તરફના છેડાનું કેટલુંક લખાણ ઊધઈથી ખવાઈ ગયું છે. છેલ્લા પત્ર ૨૮ની પાછળની બાજુએ ચાર લીટી છે અને ત્યાં ડાબી બાજુના હાંસિયામાં ઉપરની બાજુએ કૃતિનું નામ ભૂલીભદ્રગુણોત્કીર્તન ગુણરત્નાકરછંદ એમ આપીને ત્યાં પણ પત્રક્રમાંક ૨૮ આપ્યો છે. હાંસિયાની બન્ને બાજુ ઊભી કાળી રેખાઓ કરેલી છે. છંદ અને કડીક્રમાંક ઉપર ગેરૂઆ રંગનાં ઝાંખાં નિશાન છે. ઘણુંખરું કડીક્રમાંકની ડાબી બાજુ બે ઊભા દંડ અને જમણી બાજુ એક ઊભો દંડ કરેલ છે. પણ એમાં એકરૂપતા નથી. ક્યાંક બન્ને બાજુએ એક એક દંડ પણ છે. ચરણને અંતે એક ઊભો દંડ છે. છંદના નામનિર્દેશ પછી બે ઊભા દંડ છે. પ્રત સુવાચ્ય છે. અક્ષરો મોટા, સ્વચ્છ-સુઘડ, એકધારા છે. પડિમાત્રા અને ઊભી માત્રા બન્નેનો ઉપયોગ થયો છે. બ્રહ્મ' જેવા શબ્દમાં નો 7 મળે છે. આ માટે જ ચિહ્ન છે. થકારની પ્રચુરતા છે. જેમકે “તપતપઇય', બઇઠીય’, ‘સેવઉય”, “રણઝણઈય'. આ પ્રતનાં લેખનસંવત કે લેખનસ્થળનો નિર્દેશ થયો નથી. કિતિના આરંભે ભલે મીંડું કરાયું છે. આગળ જુ આકારના બે ઊભા દંડ છે. કૃતિનો આરંભ આ પ્રમાણે છે : [ ૬૦ || નમો શ્રી જિનાગમાય. અંતે પુષ્પિકા આ પ્રમાણે છે : ઇતિ શ્રી યૂલિભદ્ર ગુણોત્કીર્તને ગુણરતનાગર છંદે ચતુર્થાધિકાર, સંપૂર્ણતામસ્તુ Page #181 -------------------------------------------------------------------------- ________________ પુષ્પિકાને છેડે શ્રી યૂલિભદ્ર છંદપ્રશસ્તિ૬-૬ પંક્તિઓવાળી ત્રણ કડીઓમાં અપાઈ છે, જેને ૯૪, ૯૫, ૯૬ ક્રમાંક અપાયો છે. આ છંદપ્રશસ્તિ નીચે પ્રમાણે છે : મેરુ મહી ધૂ અચલ સૂર શશિહર સુપયઠી, સાયરલહિર મયદિ ગંગ સિંધુ વાસુ સંડી, ગ્રહ ગણ તાર વિચાર ભાર અદશ તરૂઅર, પુણ્યપ્રસિદ્ધિ જ લગઈ ભણુ ગુણઉ તાં લગઈ સુખકર સુરપતિ ફણપતિ સમ ધરઈ આસણ એ આપાપણઈ વિસ્તરુ વાણિ વિસ્તારસિઉં સહિજસુંદર કવિ ઈમ ભણઈ. ૯૪ દાની શી જિન શાંતિ સધર પંચમુ સુચકીય, માની દશનકુમાર, ઈંદ્ર જસુ હુઉં અસક્કીય, સાલિભદ્ર સુપ્રસિદ્ધ સબલ સુરવર સમ ભોગીય, યૂલિભદ્ર ગુણરયણ કવણ કહું સમવડિ યોગીય, એરસુ પુરુષ આણંદકર ચઉવીસી માટે વલી. કવિ કહઈ સહિજસુંદર સદા વારવાર પ્રણમું લલી. ૯૫ જવું નામ જાગ જે તે દુખ દુહ દુરીઅનિવારણ . જવું નામ જગ જં તુ સયલ સંસારહત્તારણ જવું નામ જગ જં તુ લચ્છિલીલા સુખદાયણ, જવું નામ જાગ જં તુ રિદ્ધિ બુદ્ધી વર પાયણ, રિપુ રોગ શોગ ભવઠિહરણ જપુ નામ જયકારકર, નિશિદિવસિ નામ નિશ્ચઈ જ, જિમ પામુ પદ અવિચલ અમર. ૯૬ ઈતિ શ્રી યૂલિભદ્ર છંદપ્રશસ્તિ | I ૦ | શ્રીરતુ I આ છંદપ્રશસ્તિમાં સહજસુંદરની નામછાપ છે પણ તે એક જ પ્રત (સંભવત: મોડા)માં મળે છે, તેથી કવિ સહજસુંદરકત હોવા સંભવ નથી. છંદપ્રશસ્તિ પુષ્પિકાના ભાગ તરીકે છે એટલે લહિયાનું જ કર્તુત્વ કહેવાય. પ્રત અનુમાને વિ.સં.ના ૧૭મા શતકમાં લખાઈ હોવાનું જણાય છે. આ પ્રતમાં પ્રથમ અધિકારમાં ૬૮, બીજા અધિકારમાં ૧૬૫, ત્રીજા અધિકારમાં ૧૦૩ અને ચોથા અધિકારમાં ૯૩ કડી મળીને કુલ ૪૨૯ કડી છે. પ્રથમ અધિકારમાં ૪ પ્રતની રજી કડી અહીં ૩જી, અને ૩જી કડી રજી છે. બીજા અધિકારમાં ૧થી ૮૩ કડી ૪ પ્રત પ્રમાણે છે. પણ પછી ૮થી ૮૭ ૧૬૪ / સહજસુંદરકત ગુણરત્નાકર Page #182 -------------------------------------------------------------------------- ________________ પ્રતપરિચય અને પાઠસંપાદનપદ્ધતિ / ૧૯૫ કડીઓ આ જ પ્રતમાં નવું ઉમેરણ છે. (જુઓ બીજો અધિકાર, કડી ૮૪ નીચેનું પાઠાંતર). એટલે જ પ્રતની ૮૪મી કડી અહીં ૮૮ ક્રમાંકની બને છે. તે પછીની કડીઓ ચારનો ક્રમાંકફેર ધરાવે છે. ૧૨૧મા ક્રમાંકવાળી કડી સરતચૂકે “૨૧ને બદલે “૨૨' અંકથી બતાવાઈ છે. ૪ પ્રતની ૧૩પમી (એટલે પ્રતની ૧૩૯મી) કડી પછી અહીં એક કડી વધારાની છે, જેને ૧૪૦મો ક્રમાંક અપાયો છે. એટલે જ પ્રતની ૧૩૬મી કડી અહીં પાંચના ક્રમાંકફેરે ૧૪૧મી બને છે. તેથી અહીં જ પ્રતની છેલ્લી ૧૬૦ મી કડી ૧૬૫મી બને છે. ત્રીજા અધિકારમાં જ પ્રતની ૧૨મી કડી અહીં નથી તેથી પછીની કડીઓ એક એક ઓછા ક્રમાંકફેરે ચાલે છે. ત્રીજા અધિકારમાં એક કડી ઓછી થાય છે. ચોથા અધિકારમાં ૪ પ્રતની પરમી અને પ૩મી કડીઓ, અમુક અંશ નીકળી જતાં, ભેગી થઈ જઈને અહીં પરમી કડી તરીકે આવતાં એક કડી ઓછી થાય છે. તેથી ૪ પ્રતની ૫૪મી કડી અહીં પ૩મી બને છે. તે પછી અહીં ત્રણ કડીઓ વધારાની છે જેને ૫૪, ૫૫, ૫૬ ક્રમાંકો અપાયા છે. એટલે જ પ્રતની ૧પમી કડીને અહીં પ૭ ક્રમાંક અપાયો છે. અને આ ક્રમફેર પછી ચાલુ રહે છે. સરતચૂકથી ૬૫મો ક્રમાંક લખવો રહી ગયો છે. # પ્રતની ૬૬મી (= પ્રતની ૬૮મા ક્રમાંકની) કડી પછી ચાર કડીઓ વધારાની છે; જેને ૬૯થી ૭રના ક્રમાંકોથી દર્શાવાઈ છે. પરિણામે હવે ૪ પ્રતની ૬૭મી કડી અહીં ૭૩મા ક્રમાંકની બની એ ક્રમફેરે ૪ પ્રતની છેલ્લી ૮૭મી કડી અહીં ૯૩મી બની છે. જ પ્રત | લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ. હસ્તપ્રત સૂચિક્રમાંક ૧૮૩૨. પ્રતનાં કુલ પત્ર ૨૨ છે. પ્રતના પાનાની લંબાઈ ૨૫૫ સેમિ. છે તથા પહોળાઈ ૧૩ સે.મિ. છે. બન્ને બાજુ ૨૩ સે.મિ. જેટલો હાંસિયો છે. દરેક પત્રની ઉપર અને નીચે ૧} સે મિ. જ્ઞા છોડેલી છે. દરેક પત્રમાં વચ્ચે કુંડ-આકૃતિ કરી કોરી જગા છોડી છે ને વચ્ચે મોટો લાલ રંગનો ચાંદલા જેવો ગોળ કરેલો છે. હસ્તપ્રતના પત્રની દરેક બાજુએ ૧૩ લીટી છે. અને એક લીટીમાં ૪થી ૪૬ અક્ષરો છે. ૨૨મા છેલ્લા પત્રની આગળની બાજુએ કૃતિ પૂરી થાય છે ત્યાં ૬ લીટી છે. ક્યાંક રહી ગયેલા લખાણનો ઉમેરો ક્વચિત્ ડાબી તરફના હાંસિયામાં તો ક્વચિત્ ઉપરની કોરી જગામાં કરેલ છે. પ્રથમ પત્રમાં માત્ર આગળની બાજુએ લખાણ છે, પાછળની બાજુ કોરી છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ એટલે પત્રક્રમાંક ૧ પત્રની આગળની બાજુએ જમણી તરફના હાંસિયામાં નીચે છેડા પર આપેલો છે. ડાબી બાજુના હાંસિયામાં ઉપરની બાજુએ કૃતિનામ ગુણરત્નાકરછંદ લખ્યું છે ને સાથે પત્રક્રમાંક આપેલો છે. બાકીનાં પત્રોમાં દરેક પત્રની પાછળની બાજુએ જમણી તરફના હાંસિયામાં નીચે પત્રક્રમાંક અપાયો છે અને ડાબી તરફના હાંસિયામાં ઉપરના ભાગે કૃતિનામ અને પત્રક્રમાંક અપાયાં છે. હાંસિયાની બન્ને બાજુએ બે કાળી ઊભી રેખાઓ કરી વચ્ચે લાલ રંગ પૂરેલો છે. જોકે કોઈકોઈ પાના ઉપર ક્યાંક આવો લાલ રંગનો ગોળ અને રેખાઓ વચ્ચેનો લાલ રંગ કરેલાં નથી. કડીક્રમાંક અને છંદ ઉપર લાલ રંગના ખૂબ ઝાંખાં નિશાન છે. કડીક્રમાંકની ડાબી બાજુએ બે ઊભા દંડ કરેલા છે. પ્રત્યેક ચરણને અંતે એક ઊભો દંડ કરેલ છે. છંદના નામનિર્દેશ પછી બે ઊભા દંડ કરેલા છે. પ્રત સુવાચ્ય છે. અક્ષરો મોટા, મરોડદાર, સુઘડ અને સુંદર છે. પડિમાત્રા અને ઊભી માત્રા બન્નેનો ઉપયોગ થયો છે. બ્રહ્મ' જેવા શબ્દમાં ૪ નો ૩ મળે છે. “ખ” માટે “ ચિહ્ન છે. “ચનો મરોડ ઘણી જગાએ વનો ભ્રમ ઊભો કરે છે. આ પ્રતનાં લેખનસંવત કે લેખનસ્થળનો નિર્દેશ થયો નથી. કૃતિના આરંભે ભલે મીંડું કરાયું છે. આગળ આકારના બે ઊભા દંડ કતિનો આરંભ આ પ્રમાણે છે : [ ૬૦ || શ્રી વીતરાગાય નમ: અંતે પુષ્પિકા આ પ્રમાણે છે : ઇતિશ્રી ગુણરત્નાકરછંદસિ ચતુર્થાધિકાર: સમાપ્ત: || છ || પ્રત વિ.સં.ના ૧૭મા શતકમાં લખાઈ હોવાનું અનુમાને જણાય છે. આ પ્રતમાં પ્રથમ અધિકારમાં ૬૮, બીજા અધિકારમાં ૧૬૦, ત્રીજા અધિકારમાં ૧૦૧ અને ચોથા અધિકારમાં ૮૩ કડી મળીને કુલ ૪૧૨ કડી છે. પ્રથમ અધિકારમાં ૪ પ્રતની બધી જ કડીઓ ૩ પ્રતમાં છે, પણ સરતચૂકથી ૪૧મી કડીને ૩મો ક્રમાંક અપાઈ જતાં બેના ક્રમાંકફેરની ભૂલ અધિકારના અંત સુધી ચાલુ રહી છે. બીજા અધિકારમાં પ્રતની ૨૮મી કડીને ભૂલથી અહીં ૨મો ક્રમાંક અપાતાં ૨૯મી કડી ૩૦મી, અને ૩૦મી કડી ૩૧મી બને છે. ૪ પ્રતની ૩૧મી કડીને ૩૧માં ક્રમાંકથી જ બતાવાઈ છે. પણ વળી, ૪ પ્રતની ૩૨મી કડીને અહીં ૩૩મો ક્રમાંક અપાયો છે. પણ ૩૪મી કડીને ૩૪મો જ ક્રમાંક અપાતાં પછી ક્રમાંકો બરાબર ચાલે છે. ૪ પ્રતની ૮૧મી કડી જે ચાર પંક્તિની છે તે અહીં બબ્બે પંક્તિની ૧૯૬ / સહજસુંદરકત ગુજરત્નાકરછેદ Page #184 -------------------------------------------------------------------------- ________________ પ્રતપરિચય અને પાઠસંપાદનપદ્ધતિ / ૧૯૭ ૮૧મી અને ૮૨મી કડીઓ બની છે. એટલે અહીંથી એકનો ક્રમાંકફેર રહેતાં ૪ પ્રતની છેલ્લી ૧૬૦ મી કડી ૧૯૧મી તરીકે દર્શાવાઈ છે. ત્રીજા અધિકારમાં 5 પ્રતની પમી કડી અહીં નથી. પરિણામે પછીની કડીઓ એકએક ઓછા ક્રમાંકવાળી બને છે. પણ ૪ પ્રતની ૯મી કડીને અહીં ૯ ક્રમાંક જ અપાયો છે, કેમકે ૮નો આંક આપવો રહી ગયો છે. ૪ પ્રતની ૧૨મી કડી અહીં નથી. એટલે કડીઓ એકએક ઓછા ક્રમાંક ફેરવાળી બને છે. પણ ભૂલથી ૪ પ્રતની પરમી કડીને પરનો જ ક્રમાંક અપાતાં ક્રમાંક ૪ પ્રત સાથે સરખા થઈ જાય છે. ૪ પ્રતની ૫૬મી કડી અહીં નથી. એટલે એક ઓછા ક્રમાંકફેરે કડીઓ ચાલે છે. એ રીતે $ પ્રતની ૮૦મી કડી જે અહીં ૭૯મી બનવી જોઈએ તેને ભૂલથી ૭૮ નો ક્રમાંક અપાયો છે. આમ છેક સુધી લેખનકારે વારંવાર ક્રમાંકદોષો કર્યા છે. આ ત્રીજા અધિકારમાં ૪ પ્રતની પમી, ૧૨મી અને પ૬મી એમ ત્રણ કડીઓ અહીં નથી. એટલે ૪ પ્રતની પ૫મી કડી અહીં ૫૧મી બને છે. એ રીતે ચારનો ક્રમફેર રહે છે. ૬૮મો ક્રમાંક બે વાર અપાતાં પાંચના ક્રમફેરે છેલ્લી ૮૭મી કડી અહીં ૮૨મી બને છે. ટ પ્રત લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ હસ્તપ્રત સૂચિક્રમાંક ૩૦૨૩૮. પ્રતનાં કુલ પત્ર ૭ છે. પ્રતના પાનાની લંબાઈ ૨૬.૫ સે.મિ. છે. તથા પહોળાઈ ૧૧.૦ સે.મિ. છે. બન્ને બાજુ ૧ ૩/૪ સે.મિ. જેટલો હાંસિયો છે. દરેક પત્રની ઉપર અને નીચે ૧.૦ સે.મિ. જેટલી જગા છોડેલી છે. હસ્તપ્રતના પત્રની દરેક બાજુએ ૨૩થી ૨૪ લીટી છે. અને એક લીટીમાં ઘણુંખરું ૬૬થી ૬૮ અક્ષરો છે. પત્રક્રમાંક પત્રની પાછળની બાજુએ જમણી તરફ હાંસિયામાં નીચે છેડા પર આપેલો છે. પહેલાં બે અને છેલ્લા સાતમા પત્રમાં ઊધઈથી ક્યાંક ક્યાંક કાણાં પડી ગયાં છે. હાંસિયાની બન્ને બાજુએ કાળા રંગની ઊભી નજીકનજીક ત્રણ રેખાઓ કરેલી છે. છંદ અને કડીક્રમાંક પર ગેરુઆ રંગનાં ખૂબ જ ઝાંખાં નિશાન છે. કડી કે ચરણને અંતે ઊભા દંડ કરવામાં કશી એકરૂપતા જળવાઈ નથી. ક્યાંક કડીક્રમાંકની ડાબી બાજુએ તો ક્યાંક જમણી બાજુએ બે ઊભા દંડ કરેલા છે ને ક્યાંક છે જ નહીં. એ રીતે ચરણને અંતે એક ઊભો દંડ ક્યાંક છે ને ક્યાંક છે જ નહીં. છંદના નામનિર્દેશ પછી બે ઊભા દંડ કરેલા છે. Page #185 -------------------------------------------------------------------------- ________________ પ્રતનાં પાનાં ખૂબ જ પીળાં પડી ગયાં છે. પ્રત જૂની જણાય છે. અક્ષરો ખૂબ જ ઝીણા અને ગીચ લખેલા છે. પડિમાત્રાનો ઉપયોગ નથી. બ્રહ્મ' જેવા શબ્દમાં ૪ નો ય મળે છે. ખ’ માટે ”નું ચિહ્ન છે. અહીં ‘ક્ષ’ “ષ્પ’ જેવો વંચાય છે. ‘અઇ’ બધે ‘ઐ’ રૂપે પ્રચુરપણે મળે છે. જેમકે, પોતે, પડે, ઉપૈ, જાણે, કરે, પ્રણમૈ, ધૂર્ણ, દીપૈ, બૈઠી, સોહૈ, હીથૈ વગેરે. ‘અઉ’નું ‘ઓ’ મળે છે. જેમકે, પાછો, પહિલો, લાગો, મીઠો વગેરે. આ પ્રતનાં લેખનસંવત કે લેખનસ્થળનો નિર્દેશ થયો નથી. કૃતિના આરંભે ભલે મીંડું કરાયું છે. આગળ ર્ આકારના ઊભા બે દંડ છે. કૃતિનો આરંભ આ પ્રમાણે છે : ૬ ૬૦ | એઁ નમ: અંતે પુષ્પિકા આ પ્રમાણે છે : ઇતિશ્રી ગુણરત્નાકરછંદે ચતુર્થાધિકાર: લિપીકૃત । પં. મનોજ્ઞચંદ્ર ગણિવરેણ પ્રેમચંદમુનિ પઠનાય સુભં ભવતુ. શ્રેયોસ્તુ. આ પ્રતમાં પ્રથમ અધિકારમાં ૬૮, બીજા અધિકારમાં ૧૬૦, ત્રીજા અધિકારમાં ૧૦૪ અને ચોથા અધિકારમાં ૯૪ કડી મળીને કુલ ૪૨૬ કડી છે. બીજા અધિકારમાં ઃ પ્રતની ૧૧૫મી તથા ૧૧૭મી કડીનો ક્રમાંક અહીં ભૂલથી ૧૪[૧૧૪] અપાયો છે. ઃ પ્રતની ૧૧૮મી કડીનો ક્રમાંક અહીં ૧૧૭ અપાયો છે. એકનો ક્રમફેર ચાલુ રહેતાં છેલ્લી કડીનો ક્રમાંક ૧૫૯ છે. પણ આ અધિકારની કુલ કડીસંખ્યા તો ૧૬૦ જ છે. ત્રીજા અધિકારમાં ૧૩મી કડીને ભૂલથી બીજી વાર ૧૨નો ક્રમાંક અપાયો હોઈ એકનો ક્રમફેર ચાલુ રહે છે. વચ્ચે ૩૬નો ક્રમાંક દર્શાવવાનો રહી ગયો છે. ઃ પ્રતની ૮૧મી કડીને ભૂલથી ૭૦ ક્રમાંકથી અને ૮૨ મી કડીને ૭૧ ક્રમાંકથી દર્શાવાઈ છે. જ્ઞ પ્રતની ૮૩મી કડી ૮૨ના ક્રમાંકથી દર્શાવાઈ છે. ૢ પ્રતની ૯૬મી કડી અહીં ૯૬ ક્રમાંકથી જ દર્શાવાઈ છે. તે પછી ૧૦૨ સુધી ક્રમાંક બરાબર * ચાલે છે. પણ પ્રતની ૧૦૩મી કડીને ભૂલથી ૪[૧૦૪] ક્રમાંક અપાયો છે. ૧૦૪મી કડીને પણ ૪[૧૦૪] ક્રમાંક અપાયો છે. ચોથા અધિકારમાં, જ્ઞ પ્રતની ૩ કડી પછી વધારાની ૧૧ કડીઓ ૪થી ૧૪ ક્રમાંકોથી મુકાયેલી છે. (જુઓ ચોથો અધિકાર, કડી ૩ નીચેનું પાઠાંતર.). આ રીતે ઃ પ્રતની ૪થી કડી અહીં ૧૫મા ક્રમાંકની બને છે. અગ્યારનો આ ક્રમફેર ચાલુ રહેતાં જ પ્રતની ૫૦મી કડી અહીં ૬૧મી છે. પણ પ્રતની ૫૧થી ૫૪ના ક્રમાંકોવાળી ચાર કડી અહીં દ પ્રતમાં નથી. એટલે ઃ પ્રતની ૫૫મી કડી અહીં ૬૨મી બને છે. આ ક્રમફેરે ૢ પ્રતની ૮૬મી કડી અહીં ૯૩મી બને છે. પણ ૮૭મી છેલ્લી કડીની પંક્તિઓ અહીં ૯૪ અને ૯૫મી કડી રૂપે વિભક્ત થઈ છે. ૧૯૬૮ / સહજસુંદસ્કૃત ગુણરત્નાકરછંદ Page #186 -------------------------------------------------------------------------- ________________ પ્રતપરિચય અને પાઠસંપાદનપદ્ધતિ / ૧૬૯ ૪ પ્રત લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ. હસ્તપ્રત સૂચિક્રમાંક ૧૧૪૩૭. પ્રતનાં કુલ પત્ર ૨૬ છે. પ્રતના પાનાની લંબાઈ ૨૫.૫ સે.મિ. છે, તથા પહોળાઈ ૧૧ ૧/૪ સે.મિ. છે. બન્ને બાજુ ૧ ૩/૪ સે.મિ. જેટલો હાંસિયો છે. દરેક પત્રની ઉપર અને નીચે ૧.૦ સે.મિ. જેટલી જગા છોડેલી છે. હસ્તપ્રતના પત્રની દરેક બાજુએ ઘણુંખરું ૧૪ લીટી છે. ક્વચિત્ ૧૨, ૧૩ કે ૧૫ પણ છે. એક લીટીમાં ૩૧થી ૩૬ અક્ષરો છે. રહી ગયેલું લખાણ પાછળથી જમણી તરફના હાંસિયામાં ઉમેર્યું છે. પ્રથમ પત્રની પાછળની બાજુ કોરી છોડેલી છે. એટલે પ્રથમ પત્રમાં પત્રક્રમાંક આગળની બાજુએ જમણી તરફના હાંસિયામાં નીચે છેડા ઉપર આપેલો છે, જ્યારે બાકીનાં પત્રોમાં પત્રક્રમાંક પત્રની પાછળની બાજુએ જમણી બાજુના હાંસિયામાં નીચે છેડા ઉપર છે. હાંસિયામાં બન્ને બાજુ ત્રણ લાલ રંગની ઊભી રેખાઓ નજીકનજીક દોરેલી છે. બધે જ કડીક્રમાંક લાલ રંગથી લખાયેલા છે. કડીક્રમાંકની આજુબાજુ બે ઊભા દંડ કરેલા છે, જ્યારે ચરણને અંતે એક ઊભો દંડ કરેલો છે. છંદના નામનિર્દેશ પછી બે ઊભા દંડ કરેલા છે. પ્રત સુવાચ્ય છે. અક્ષરો સામાન્ય, ખૂબ મોટા છે. મોટે ભાગે પડિમાત્રાનો ઉપયોગ થયો છે. પણ કેટલેક ઉપયોગ પણ થયો છે. બ્રહ્મ' જેવા શબ્દમાં ય નો TM મળે ચિહ્ન છે. અનુસ્વારની પ્રચુરતા છે. જેમકે, મીઠાં, પાંમઇ, હવð, જાંણી, કાંને, ચતુર, મð, કરદેં, થાð, સોહð, રણઝણð, સુણŪ વગેરે. છે. ‘ખ’ માટે ‘વનું ‘વ’ ઘણી જગાએ ‘ચ’ જેવો વંચાય છે. આ પ્રતનાં લેખનસંવત કે લેખનસ્થળનો નિર્દેશ થયો નથી. કૃતિના આરંભે ભલે મીંડું કરાયું છે. આગળ ર્ આકારના બે ઊભા દંડ છે. કૃતિનો આરંભ આ પ્રમાણે છે : ૬ ૬૦ || લખાણ છૂટું છે. ઠેકાણે ઊભી માત્રાનો અંતે પુષ્પિકા આ પ્રમાણે છે : ઇતિશ્રી ગુણરત્નાકરછંદસિ ચતુર્થોધિકાર સપ્ત. [‘સપ્ત' શબ્દમાં લેખનદોષ છે. ‘સમાપ્ત' જોઈએ.] આ પ્રતમાં પ્રથમ અધિકારમાં ૬૮, બીજા અધિકારમાં ૧૬૦, ત્રીજા અધિકારમાં Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૦ અને ચોથા અધિકારમાં ૮૩ કડી મળીને કુલ ૪૧૧ કડી છે. બીજા અધિકારમાં ૪ પ્રતની ૨૨મી કડી અહીં ૨૩મી છે, અને ૨૩મી કડી ૨૨મી છે. ૨૪મી કડીને સરતચૂકથી ૨૫નો ક્રમાંક અપાયો છે. તેથી એક વધુ ક્રમફેરે વ પ્રતની ૮મી કડી અહીં ૮૧મી થાય છે. ૪ પ્રતની ૮૧મી કડીને અહીં બબ્બે પંક્તિની ૮૨મી અને ૮૩મી કડી તરીકે બતાવાઈ છે. એ રીતે અહીંથી બે વધુ કડીનો ક્રમફેર રહેતાં 5 પ્રતની ૧૦પમી કડીનો ક્રમાંક ૧૦૭ થાય છે. પણ પ્રતની ૧૦૬મી કડી પણ ૧૦૭ ક્રમાંકથી દર્શાવાઈ છે. એ રીતે એકના ક્રમફેરે વ પ્રતની ૧૬૦મી કડી અહીં ૧૬૧મી છે. ત્રીજા અધિકારમાં, ૨ પ્રતની પમી, ૧૨મી અને પમી કડી અહીં નથી. $ પ્રતની ૩૮મી કડીની ચાર પંક્તિઓ અહીં બબ્બે પંક્તિવાળી બે કડીઓમાં વિભક્ત થઈ છે. ૩ પ્રતની ૯૬ અને ૯૭મી કડીની કુલ ચાર પંક્તિમાંથી બે પંક્તિઓ નીકળી જઈ બે પંક્તિની એક જ કડી બની છે, જે અહીં ૯૫ના ક્રમાંકની છે. ત્રીજા અધિકારમાં ખૂબ જ ક્રમાંકદોષો થયા હોઈ બધા અહીં નોંધ્યા નથી. ચોથા અધિકારમાં $ પ્રતની પ૧, પર, ૫૩, ૫૪ ક્રમાંકની ચાર કડીઓ અહીં ૪ પ્રતમાં નથી. એટલે વરુ પ્રતની પપમી કડી અહીં ૫૧મા ક્રમાંકની બને છે. ચારના ક્રમફેરે ૪ પ્રતની છેલ્લી ૮૭મી કડી અહીં ૮૩ના ક્રમાંકવાળી થાય છે. જી પાઠસંપાદનપદ્ધતિ (૧) પ્રથમ ૧૦ કડી સુધી જોડણીભેદ સહિતનાં તમામ પાઠાંતરો નોંધ્યાં છે. (૨) પ્રથમ ૧૦ કડી પછી થોડાક જોડણીભેદવાળાં કે ભ્રષ્ટ પાઠાંતરો નોંધ્યાં નથી. (૩) ગાન-વાદનનાં રવાનુસારી વર્ણનોમાં થોડાક ઉચ્ચારભેદવાળાં બહુસંખ્યા પાઠાંતરોમાંથી મહત્ત્વનાં જ ધ્યાન ખેંચનારાં પાઠાંતરો નોંધ્યાં છે. () રવાનુસારી શબ્દોમાં રમઝિમ', ‘રમિઝિમિ', રમઝમ', “રમિઝમિ’ -- એમ ઘણા ઉચ્ચારભેદે આ શબ્દ મળતો હોઈ એનું રિમઝિમ' એવું એક પ્રમાણિત – Standard – રૂપ કરી લીધું છે. (ઉ.ત. ૧.૯.૧). જ્યાં શબ્દ, અર્થ, નામિક-આખ્યાતિક રૂપ, મહત્ત્વના પદકમ, ચરણક્રમ કે પંક્તિક્રમ બદલાઈ જતાં હોય એવાં પાઠાંતરો નોંધ્યાં છે. (૬) જ્યાં શબ્દોનો સામાન્ય ક્રમભેદ થયો હોય પણ છંદોલય યથાવત્ જળવાયો હોય તો તેવાં પાઠાંતરો, સામાન્ય રીતે, નોંધ્યાં નથી. ઉદાહરણ તરીકે ૪ પ્રતના ૩.૬.૧માં ચરણ આ પ્રમાણે છે : “ઊગ્યઉ તે નવિ જાણઈ સૂરહ.” રા, , ઘ વગેરે પ્રતો એ ચરણનો પાઠ આ રીતે આપે છે : “ઊગ્યઉ નવિ જાણઈ તે સૂરહ.” ૧૭૦ / સહજસુંદરસ્કૃત ગુણરત્નાકરછંદ (૫) Page #188 -------------------------------------------------------------------------- ________________ પ્રતપરિચય અને પાઠસંપાદનપદ્ધતિ / ૧૭૧ એ જ રીતે પ્રતના ૨.૧૫૧.૧માં ચરણ આ પ્રમાણે છે : મધુર વયણ બોલઈ મુખિ ઝીણી’ ૨૩, પ્રતો એ ચરણનો પાઠ આ રીતે આપે છે : મધુર વયણ મુખિ બોલઈ ઝીણી” આવા સામાન્ય ક્રમભેદનાં પાઠાંતરો નોંધ્યાં નથી. કડીના આરંભે અપાયેલા છંદનામનાં પાઠાંતરો નોંધ્યો છે. છંદ એક જ હોય પણ ઉચ્ચારભેદે જુદી રીતે દર્શાવાયો હોય તો એવાં પાઠાંતરો નોંધ્યાં નથી. દા.ત. ૩.૯૪માં પદ્ધડી | પાધડી / પધડી એવા ઉચ્ચારભેદવાળાં પાઠાંતરો જરૂરી ગણ્યાં નથી. એ જ રીતે ૪.૭૧માં મુત્તાદામ | મુત્તીયદામ | મોતીદામ | મુક્તાદામ | મોતિયદામ વગેરે જેવાં પાઠાંતરો નોંધ્યાં નથી. * પ્રતમાં તત્સમ શબ્દની જોડણી ક્વચિત્ સુધારી લીધી છે. જેમ કે ૧.૧.૧માં આવતા “સમુક્વલ' પાઠનું “સમુક્વલ' કરી લીધું છે. ૧.૧૫.૧માં આવતા નિષ્ફર' પાઠનું નિષ્ફર' કરી લીધું છે. પણ તત્સમ શબ્દોમાંયે બધે જ આવો જોડણી સુધાર ઇષ્ટ ગણ્યો નથી; કેમકે એમ કરવા જતાં છંદોલયની મુશ્કેલી ઊભી થાય. (૯) જૂની હસ્તપ્રતલિપિમાં “બ ને ‘વ’ તરીકે લખવાની પરંપરા પણ હતી. એટલે = પ્રતના “બ્રહ્માણી’, ‘બ્રહ્મસુતા” જેવા શબ્દોને બ્રહ્માણી”, “બ્રહ્મસુતા' એમ કરી લીધા છે. જુઓ (૧.૪.૧). (૧૦) $ પ્રતમાં અનુનાસિકને સંયોગે મળતો વધારાનો અનુસ્વાર તત્સમ-તદ્ધવ બધા જ શબ્દોમાંથી કાઢી નાખ્યો છે. જેમકે ૧.૪.રમાં “ભવાની”નું ભવાની', ૧.૬.૨માં ગજગામિનિનું ગજગામિનિ', ૨.૨૮.રમાં “કામ”નું કામ કરી લીધું (૧૧) ક્યાંક થનો જ કરી લીધો છે. જેમકે, ૧.૫૯.૨માં યસ્યાનું જન્મ્યા', ૨.૧૮.૨માં વસી'નું “સી” કરી લીધું છે. (૧૨) કૃતિની વાચના માટે મુખ્ય પ્રત તરીકે સ્વીકારેલી ૩ પ્રતના પાઠ કેટલીક જગાએ છોડવાનું બન્યું છે, અને તેને સ્થાને અન્ય પ્રતોમાંથી પાઠ પસંદ કરી ત્યાં મુકાયા છે. મુખ્યત્વે નીચેનાં કારણોએ આમ કરવાનું વલણ રહ્યું છે. (ક) $ પ્રતમાં સરતચૂકથી જ શબ્દ ખોટો લખાયો હોય અને અન્ય પ્રતો સાથે સરખાવતાં અને વિષયસંદર્ભે પણ એ સ્પષ્ટત: લેખનદોષ જણાયો હોય. ઉદાહરણ તરીકે, ૪ પ્રતની પહેલી કડીનો પાઠ આ પ્રમાણે છે. “શશિકરનિકસમુવલ મરાલમાહ્ય સરસ્વતીદેવી, WWW.jainelibrary.org Page #189 -------------------------------------------------------------------------- ________________ વિરચિત કવિજનહૃદયે સદયે સંસારભયહરણી.’ અહીં બીજી પંક્તિમાં ‘વિરચિત’ શબ્દ સ્પષ્ટ લેખનદોષ છે. વિષયસંદર્ભે ત્યાં ‘વિચરતિ’ પાઠ જ જોઈએ. અને અન્ય બધી પ્રતો વિચરતિ' પાઠ આપે પણ છે. એટલે મુખ્ય પ્રતનો ‘વિરચિત' પાઠ છોડ્યો છે. (ખ) ઃ પ્રતનો કોઈ પાઠ છંદદષ્ટિએ બંધબેસતો ન થતો હોય અને વધારાનો જણાતો હોય તો તેવો પાઠ છોડી અન્ય પ્રતોનો બંધબેસતો પાઠ સ્વીકાર્યો છે. જેમકે, ૧.૩.૧માં રૂ પ્રતની પંક્તિ આ પ્રમાણે છે : ‘હસ્ત કમંડલ પુસ્તક વીણા, સુહમસઝાણનાણગુણલીણા,’ અહીં ‘મણ’ પાઠ અન્ય કોઈ પ્રત આપતી નથી, તેમજ મણ' પાઠ છંદોબંધની દૃષ્ટિએ પણ વધારાનો જણાતાં છોડ્યો છે. ઃ પ્રતના ૪.૨.૧માં ચરણ છે : ઘણે દિવસે પ્રીઉડઉ ઘરિ આવ્યઉ.’ અહીં ‘ઘણે’ને બદલે અન્ય પ્રતોનો ઘણ’ પાઠ લીધો છે જે છંદોલયમાં સરળતાથી બેસે છે. (ગ) ક્યારેક પ્રાસદૃષ્ટિએ અન્ય પ્રતનો પાઠ સ્વીકાર્ય બનતાં વરુ પ્રતનો પાઠ છોડ્યો છે. જેમકે ૧.૭.૨ માં ૢ પ્રતનો પાઠ આ પ્રમાણે છે : ભગત મુગતિ દેયો શુભ લક્ષણ, મૂઢમતીનઇં કરુ વિચક્ષણ.' કવિ અંત્યાનુપ્રાસ, આંતરપ્રાસ, ઝડઝમક, યમકપ્રયોગ વગેરેમાં કૃતિના બહિરંગની માવજતમાં એટલા સભાન હોય છે કે અહીં ‘મુગતિ’, ‘મતી’ શબ્દોના આંતરપ્રાસમાં ‘ભગત’ નહીં, પણ ‘ભગતિ’ પાઠ જ વધુ સ્વીકાર્ય બને. એથી ત્યાં ‘ભગત’ પાઠ છોડી અન્ય પ્રતનો ભગતિ’ પાઠ સ્વીકાર્યો છે. (ઘ) ક્યારેક અર્થદૃષ્ટિએ અન્ય પ્રતોનો પાઠ વધુ બંધબેસતો થતો હોય અને ઘણી પ્રતોનો એને આધાર હોય તો રૂ પ્રતનો પાઠ છોડ્યો છે. જેમ કે ઃ પ્રત ૨.૧૩૧.૭ માં પાઠ આ પ્રમાણે છે : : નિત બોલઇ ન સૂઇ નારી.' : મોટા ભાગની પ્રતો થોડાક ઉચ્ચારભેદે પાઠ આ પ્રમાણે આપે છે તવ બોલ ન સોહઇ નારી.' (= ત્યારે નારીનો બોલ શોભતો નથી). અહીં અન્ય પ્રતોનો આ અર્થ જ બંધ બેસે છે. ઃ પ્રતના પાઠમાં ‘સૂઈ’ કોઈ રીતે બંધબેસતું થતું નથી. એટલે અહીં અર્થદૃષ્ટિએ ઃ પ્રતનો પાઠ બદલવાનો થયો છે. (૧૩) ક્યાંક ઇતર કારણોએ પણ મુખ્ય પ્રતનો પાઠ સુધારી લેવાનું બન્યું છે. જેમકે ૨.૧૨.૨માં ‘સિરિગમ મપદ્ધમિ’ને બદલે ‘સિરિગમ મપનિ’ સંગીત-સૂરાવલિની ૧૭૨ / સહજસુંદત ગુણરત્નાકરછંદ ⚫ Page #190 -------------------------------------------------------------------------- ________________ • પ્રતપરિચય અને પાઠસંપાદનપદ્ધતિ / ૧૭૩ ઓળખને ધ્યાનમાં રાખીને કર્યું છે. ૨.૮૫૬માં પણિ ચઢઈ દો, અહ્મ સિરિ સદા’ આ ચરણમાં લેખનદોષ જણાવાથી દો–નું ‘દોષ કરી જ લીધું છે. (૧) ક્યારેક માત્ર ૪ પ્રત જ અમુક પાઠ આપતી હોય અને બાકીની બધી પ્રતો કે મોટા ભાગની પ્રતો અન્ય પાઠ આપતી હોય તો પણ અર્થ, છંદ, પ્રાસ વગેરેમાંના કોઈ કારણે મુખ્ય પ્રતનો પાઠ જ વધુ બંધબેસતો જણાયો હોય તો એને યથાવતુ જાળવ્યો છે. જેમ કે, ૨.૬૫.૧ માં માત્ર 8 પ્રત જ “તાકઈ તીર-કડબ્બ' પાઠ આપે છે. બાકીની પ્રતો “તાકઈ તીર તડક્ક/તડબ્દ પાઠ આપે છે. તેમ છતાં રુ પ્રતનો પાઠ યથાવત્ એટલા માટે જાળવ્યો છે કે “તડાક દઈને તીર તાકે છે એ કરતાં ‘કટાક્ષ-તીર' તાકે છે' એ વર્ણન જ વિષયસંદર્ભે વધુ કાવ્યોચિત બને છે. (૧૫) દંડને સ્થાને અલ્પવિરામ, પૂર્ણવિરામનાં ચિલો મૂક્યાં છે. (૧૬) સામાન્ય રીતે બે ચરણ કે યતિખંડોને એક પંક્તિ ગણી એ પ્રમાણે અહીં એને ઉતારી છે. (૧૭) પાઠાંતરો માટે પંક્તિક્રમાંકોને ધ્યાનમાં લીધા છે. છંદનામનિર્દેશનાં પાઠાંતરો સૌથી પહેલાં લીધાં છે. (૧૮) હસ્તપ્રતોમાં એવાં ઠીકઠીક સ્થાનો છે જ્યાં મુખ્ય પ્રતની સાથે સરખાવતાં નવી કડીઓ ઉમેરાયેલી છે, ક્યાંક કડીઓ નીકળી ગયેલી છે. ક્યાંક ૪ પ્રતની બે કડીઓમાંથી અમુક પંક્તિઓ નીકળી જઈ, બાકીની પંક્તિઓ ભેગી થઈ જઈ એક જ કડી બની ગઈ છે. આ બધા ઉમેરા, ઘટાડા, ફેરફારો જે તે સ્થાને પાઠાંતરોમાં નોંધ્યા છે. ઉમેરાયેલી કડીઓ પણ પાઠાંતરમાં યથાસ્થાને પૂરેપૂરી ઉતારી છે. પરંતુ, હસ્તપ્રતોમાં લેખનકારોને હાથે થયેલા ક્રમાંકદોષો પાર વિનાના હોવાથી એ બધા પાઠાંતરમાં નોંધવાનું યોગ્ય ગણ્યું નથી એટલે એ ક્રમાંકદોષોની વિગત અહીં પ્રતપરિચય” વિભાગમાં આપી છે. (૧૯) જે શબ્દ કે શબ્દાંશ પાસે 5 હસ્તપ્રતના પત્રની આગળની બાજુ પૂરી થતી હોય ત્યાં ઉપરના ભાગે હસ્તપ્રતનો પત્રક્રમાંક + અ (જેમકે ૧ અ), અને પાછળની બાજુ પૂરી થતી હોય ત્યાં ઉપરના ભાગે હસ્તપ્રતનો પત્રક્રમાંક + બ જેમકે ૧બ)નો નિર્દેશ કર્યો છે. (૨૦) ૪ પ્રતની વાચનામાં જ્યાં લહિયાની સરતચૂકથી કડીઓના ખોટાં ક્રમાંકો લખાયા છે અથવા તો ૧૦૧, ૧૦૨... ક્રમાંકો અનુક્રમે ૧, ૨. આંકથી દશાવાયા છે ત્યાં સુધારીને સાચો ક્રમાંક બતાવ્યો છે. For Privatė & Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ Page #192 -------------------------------------------------------------------------- ________________ ગુણરત્નાકરછંદ : સમીક્ષિત વાચના [પાઠાંતરે, પાઠચર્ચા, ગદ્યાનુવાદ અને વિવરણ સહિત) Page #193 -------------------------------------------------------------------------- ________________ Page #194 -------------------------------------------------------------------------- ________________ પહેલો અધિકાર પ્રથમ આય શશિકરનિકરસમુક્વલમરાલમારુહ્ય સરસ્વતીદેવી, વિચરતિ કવિજનહૃદયે સદયે, સંસારભયહરણી. ૧ ગદ્યાનુવાદ: ચંદ્રના કિરણરાશિ સમ સમુન્લલ હંસ ઉપર આરૂઢ થઈને, સંસારના ભયોને હરનારી સરસ્વતીદેવી કવિજનના સુકોમળ હૃદયમાં વિચરે છે. વિવરણ : સરસ્વતીદેવીનું વર્ણન અને સ્તવન. (કડી ૧થી ૧૪) પાતર : ર, ગ, ઘ, , , ૪, ૮, ૪ છંદનું નામ નથી જ આર્યા; ૧. 1 સિસિકર ટ શશીકર; ઘ સમુક્વલ ૪, ૩, ૪ સમુક્કલ; ર૦ મુરારિબારુ0 ગ. ૪, ૮ મુરાલમારુહ્ય ૪ ૩ મરાલમાં રૂઢ; રવ સ્વરસ્વતીદેવી . ૩, ૪ વિશ્વસાદેવી ૪ સરસ્વતિદેવી. ૨. # વિરચિત; કવિજીનરિદયે ૩ કવિજનરિદયે કવીજનહૃદયે; ૪ સદાઇ; ઘ ભયહરણ ૩ ભયહરણિ. પાક્ય : બીજી પંક્તિમાં માત્ર ૪ પ્રત જ “વિરચિત’ પાઠ આપે છે જે સ્પષ્ટ લેખનદોષ હોવાથી બાકીની અન્ય તમામ પ્રતોનો વિચરતિ પાઠ લીધો છે. દ્રોપદ્રવહરણ, દદાતિ ધનધાન્યકાંચનાભરણું. સકલસમીહિતકરણ, દેવીસ્મરણ નિરાવરણ. ૨ ગદ્યાનુવાદ : અધમ ઉપદ્રવોને હરનાર, સર્વ ઇચ્છિત કરનાર, દેવીનું પ્રગટ સ્મરણ ધનધાન્ય રૂપી સુવર્ણ આભૂષણને આપે છે. પાઠાંતર : ૨૩, ૪, ૫, ૩ માં આ કડી ૩જા ક્રમે. ૧. ૨૨, ઇ ક્ષદ્રોપદ્રવહરણ ૪ શૂદ્રોપદ્રવર્ણ; ટ દદાતુ; ૪ ધન્ય ધાન્ય છ ધનધાન; = કાંચનાંભરણે ટ કંચનાભરણે. ૨ ૪ સકલસમિહિત.; ૨૨, છ દેવીસરણ; ર૩, ૫, ૬, ૪ નરવરાણું. હસ્ત કમંડલ પુસ્તક વીણા, સુહઝાણનાણગુણલીલા, અLઈ લીલવિલાસ, સા દેવી સરસ્સઈ જઉ. ૩ ગદ્યાનુવાદ: હાથમાં કમંડલ, પુસ્તક અને વીણા ધારણ કરેલી, શુભ ધ્યાન, જ્ઞાન અને ગુણમાં લીન બનેલી, અને જે લીલાવિલાસને આપે છે તે દેવી સરસ્વતી જય પામો. પાઠાંતર: ૨૨, , , માં આ કડી રજા ક્રમે. ૧ ૨, ૪, ૩, ૪, ૪ હસ્તિ; જ કમંડલુ જ પૂસ્તક, ગ, ૪ વિણા; 5 સુહમણઝાણનાણ... ગ. ૩ સુહનાણઝાણ... ૪ સૂઝાણનાણ... 2 સુહઝાણમાણ... ૪ સહનાણઝાણ.... ૨. ગ, અપય; , ૩, ૪ લીલવિલાસા; ર સા જયઉ સરસ્સઈ દેવી; ૨૨, ૩, ૪ સરસઈ ગ, ઘ સરસ્વતી; Page #195 -------------------------------------------------------------------------- ________________ ગ જયૌ ૪ જઈ8. પાઠચર્ચા: પ્રથમ પંકિતમાં માત્ર ૪ પ્રત જ “સુહમણઝાણનાણ...' એમ પાઠ આપે છે. બાકીની પ્રતોમાં ભણ' નથી. છંદદષ્ટિએ પણ “મણ’ વધારાનો જણાતાં મણ’ પાઠ રદ કર્યો છે.. બહારી બ્રહ્મસતા તે જગદંબા ત્રિલોચના ત્રિપુરા, • આદિ ભવાની માતા, તું ત્રાતા તારુણી તરુણી. ૪ ગદ્યાનુવાદ : તું બ્રહ્માની પુત્રી બ્રહ્માણી, જગદંબા ત્રિલોચના ત્રિપુરા છે. તું આદિ ભવાની માતા તેમજ રક્ષણ કરનારી તારિણીદેવી છે. વિવરણ: કવિ સરસ્વતીને અહીં અન્ય શક્તિઓના અવતારરૂપ પણ ગણે છે. તારુણી’ એટલે ઉતારનારી’ એમ વિશેષણ-પદ થઈ શકે, પણ અહીં અન્ય શક્તિ-અવતારોના ઉલ્લેખો હોઈ ‘તારિણીદેવી” અર્થ ઉચિત જણાયો છે. પાઠાંતર ઃ ૧. ગ, ટ બ્રહ્માણી તું બ્રહ્મસુતા; ર૩, ૪ તૂ , તું. ૩ ત્રિલોચનાં; ઇ ત્રીપૂરા. ૨. ર તુ ગ, ૪ ૪ તું, ૪ તારણી તરણી ગ તારણી દેવી તારુણિ તરુણિ. ઘઉ લીલા ગુણલચ્છી, કરુ દયાદાન દેવિ ભરૂઅચ્છી, શોક હર હરસિદ્ધી, કિરિ કરુ માય પરસિદ્ધી ૫ ગદ્યાનુવાદ : હે ગુણલક્ષ્મી, લીલા (આનંદકીડા) આપો. હે દેવી ભૃગુકચ્છી, દયાનું દાન કરો. હે હરસિદ્ધિ, શોક નિવારો. હે માતા, કીતિ અને ખ્યાતિ કરો પ્રસારો). વિવરણ : “ભરૂઅચ્છી’ તે ભૃગુકચ્છ પ્રદેશની કોઈ દેવી હોવાનું જણાય છે. પાઠાંતર ઃ ૧. રવ, ગ, ઘ, . ૪, ૫, ૭, ૮, ૩ દિ8; લીલાં; રવ, છ, ટ, ૩ ગુણલછી; , કરો; , , ૨, ૪, ૫, ૮ “દાન” નથી; ઇ, ૨ ધી ૩. ૩ દેવ; ર૩ ભરૂછી ન ભરૂઅચ્ચી ભર્યચ્છી ભરુઅચી 8 ભરૂઅછી 3 મૂહ ભરૂઆચ્છી ટ ભરુઈચ્છી. ૨ સોગ છ શોક વ ટ સોક; ઘ હરઉ જ હરો; ૨૨, ા હરિસિદ્ધી – હરિશિદ્ધી ૪, ૩ હરસિધી જ હરસિધિ ઃ હિરસિદ્ધિ ૩ હરિસિદ્ધિ, ૮ કીત્તિ; ગ કરૂં જ કરો ટ ક ર માઅ, ગ, પરિસિદ્ધી ૪ સુપસિધી જ પરસીધિ પરસિધી : પરસિદ્ધિ ૪ પરિસિદ્ધિ. બે અક્ષરી આય * ચંદ્યવદની તું મૃગલોઅરિ, તું સુકમાલ જિસી જલપોયરિ, તું પયકમલિ ભમર ગજગામિનિ, સાર કરુ સેવકની સામિનિ. ૬ ગવાનુવાદ: તું ચંદ્રવદની અને મૃગલોચની છે. તું જલપોયણી સમી સુકોમળ છે. તું ગજગામિની છે. તારા પદકમલનો હું ભ્રમર છું. હે સ્વામિની (અધિષ્ઠાત્રી દેવી), સેવકની સહાય કરો. ૧૭૮/ સહજસુંદરત ગુણરત્નાકરદ Page #196 -------------------------------------------------------------------------- ________________ પહેલો અધિકાર / ૧૭૯ વિવરણ: લોઅણિ-પોયણિ’, ‘ગામિનિ-સામિનિ જેવા પ્રાસ તેમજ સમગ્ર કડીમાં ઈકારનાં આવર્તનોની પ્રચુરતા ધ્યાન ખેંચે છે. પાઠાંતર : ૨૪, ગ, ૪, ૬, ૮, ૩ છંદનું નામ નથી ઇ અ લ્લ છંદ ૨, ૩ છંદ. ૧ = ચંદ્રવદન ચંદાવદનિ; રવ – ગ, ૩, ૪. ૪ ર૩ પ્રગલોયણિ ગ, ઘ, . મૃગલોયણિ ટ મૃગલોઅનિ; ગ, ૩, ૪ ( રવ સકમાલ , , ટ, ૪ સુકુમાલ; રવ, ગ જસી, ઇ, તુ જલપોઅણિ ટ જલપોઇણ ૨ ૨૨, , ૪, ૫, શું તુહ ના તૂ રટ તુઝ ૪ તૂહ; ર૩, ૨, ૩, ૪, ૪, ૮, ૩ પથકમલ; ઘ ગજગામીની ૮ ગયગામનિ; ૨ ૩, ૪ કરો; ગ શેવકની; ર૩, ૪, ૩, ૪ સ્વામિનિ સામીની. હરિ હર ગંભ પુરંદર દેવા, કર જોડી નિત માગઇ સેવા. ભગતિ મુગતિ દેયો શુભ લક્ષણ, મૂઢમતીનઈ કરુ વિચક્ષણ. ૭. ગદ્યાનુવાદ : વિષ્ણુ અને શંકર, બ્રહ્મા અને પુરંદર (ઈ) જેવા દેવો હાથ જોડી નિત્ય તારી સેવા માગે છે. હે દેવી !) ભક્તિ, મુક્તિ અને શુભ લક્ષણ (સદ્ગુણ) આપો. મૂઢમતિવાળા મને વિચક્ષણ કરો. પાઠાંતર : ૧. ૪ પૂરંદર, ૪ જોડિ; રવ, ગ, ટ નિત જ નિતિ : નીત્ય; જ માગું ૪ માગઈ 2 માગે; ગ શેવા ૨ રુ ભગત; જ મૂગતિ; રવ દેજ્યો દેજો; રવ, , સુભ; ર૩ લક્ષણ, રવ મૂઢમતીનઈ ન મૂઢમતીનિ જ મૂઢમતિનૅ ટ મૂઢમતીને ૪ મૂઢમતિનઈ; ૪ કરો ૩ કરઉફ રવ વચક્ષણ વિચક્ષણ વિચિક્ષણ. પાક્યર્ચા : માત્ર ૪ પ્રત જ “ભગત’ પાઠ આપે છે; અન્ય પ્રતો “ભગતિ.” અર્થ તેમજ “ભગતિ-મુગતિના શબ્દાનુપ્રાસની દૃષ્ટિએ પણ “ભગતિ' વધુ સ્વીકાર્ય બને એમ હોઈ એ પાઠ લીધો છે. ત્રિભુવન ત્રષ્ટિ રચ્યઉ તઇ મંડપ, વસિ કરવા જગ મોહન તું જપ, વિશશિમડલ કડલ કિતા, તારા મસિ મુગતાલ વિદ્ધા. ૮ ગદ્યાનુવાદ: ત્રણે ભુવન રૂપી મંડપની તે રચના કરી છે. જગતને વશ કરવા માટે તારો જપ મોહનમંત્ર છે. સૂર્ય-ચંદ્રનાં તેં કુંડળ કર્યા છે અને તારા રૂપી મોતી એમાં પરોવ્યાં છે. પાઠતર : ૧. ઇ ત્રિભુવનિ ૨, ૩ ત્રિભૂવન જી ત્રિહ ભુવન; ર૩, ગ ત્રિણિ ઇ, , ૩ ત્રણ ર ટ ત્રિણ ત્રિષ્ણિ; રવ રચઉં ગ રચિવું , , ૩ રચિઉ ૪ રચ્યો ૩ રહ્યુ ટ રચીઓ ૪ રચ6; રત તઈ તે = તિઈ ટ તેં ગ, ઘ વશિ; ગ કરિવા; ગ, ૪, ૩ જગિ; ઇ મોહન; ૨૨ ગ. ક. ૩, ૪ તું ૨, ૪, શસિ.ટ..શશી..; સુ..મંડલ; ગ, કુડલ; ર૩, ૪, ૪ કીધા ઇ કિધાં છ કિધ્ધાં ૮ કીધ્ધા; ન મિશિ મીસ; રવ, છ મુક્તાફ્લ; રવ કીધ્ધા ગ, ૩ લિધ્ધા ઇ લીધાં લીધા છ કિધ્ધાં Page #197 -------------------------------------------------------------------------- ________________ ટ લીધ્ધા. પાઠચર્ચા : મોટા ભાગની પ્રતો ૪ પ્રતના ‘વિદ્ધા' પાઠને સ્થાને “કીધ્ધા” કે “લીધ્ધા” પાઠ આપે છે. પણ અર્થદષ્ટિએ વિદ્ધા' પાઠ વધુ બંધબેસતો અને કાવ્યોચિત હોવાથી તે યથાવત્ રાખ્યો છે. ઘમઘમ ઘૂઘર ઘમઘમકતય ઝંઝર રિમઝિમ રસરણકતય. કરિ ચૂડી રણકતિ કિ દિમ્બઈ, તુહ સિંગાર કિહ સહ ઉપઈ. ૯ ગદ્યાનુવાદ : ઘમઘમ ઘૂઘરી ઘમકે છે, ઝાંઝર રિમઝિમ રણકે છે, હાથે રણકતી ચૂડી દીપે છે. તે કરેલો શણગાર ઓપી રહ્યો છે. પાઠાંતર : ૧ ઘૂઘર ઘમઘમ ઘમઘમ કરતી; દ પય ઘમઘમ ઘૂઘર ઘમકતહ; ઘમઘમઘમ ઘુઘર; ર૩, ગ, ઘ, રૂ ઘુઘર છ ઘૂધ્ધર; ગ ઘમઘમકતઈ ર ઘુમઘમકતે = પયિ ઘમકતય; ઇ ઝાંઝર; ૪ રમઝિમ ર૩, ૪ રમિઝિમ ગ, ઘ, ઇ રીમઝીમ , ટ રમઝમ , ૪ રિમિઝિમિ; રવ, , ૩, ૩, ૪ રણઝણતય ઘ રણઝણકતી રણઝણકંતે ટ રણરણકંતહ ૨ ૨, ટ કર; ન ચૂડીયા ચુડિ ૪ ચૂડિ; ૨૩, , , ૩, , ૪ રણત રણકંતીય ટ રણકતી; ગ, કિ નથી; ૪ દિખેં છ દીપ) ટ દીપતુહિ ટ તઇ; શૃંગાર ૪ સિગાર દ સિણગાર; ર૩, ૪ કિઉં, ગ સહી ૩ સહુ સુ સહિ, ગ ઉપિ જ ઉપે ટ ઉપઇ ૪ ઉપ્પઈ. છંદ રેડકી ઉuઈ ઉખઈ મોતીની હાર, જિસ્થઉ ઝબક્કઈ તાર, કિધ્ધ સેતસિંગાર, વિવાહ પરે, હંસગામિનિ હસતિ હેલિ. રમઈ મોહરાવેલિ, કરઈ કમલગેલિ, સજલ સરે, તપતાઈ કુંડલ કાનિ, સોહઈ સોવનવાનિ, બઈઠી સુકલ ધ્યાન, પ્રસનમણે સેવઉ સેવઉ સાર૬માય, સંપત્તિ સયલ થાઈ, ઘરિપાતિક જાઈ, કવીય તણે. ૧૦ ગદ્યાનુવાદ: જેમ તારા ઝબકે છે તેમ મોતીનો હાર ઓપે (શોભે છે. વિવિધ પ્રકારે તેં શ્વેત શણગાર કર્યો છે. હંસગામિની (સરસ્વતી) સહજપણે હસે છે. મોહનલિ રમે છે – કીડા કરે છે. જળભર્યા સરોવરમાં કમલની સાથે ગેલ કરે છે. કાને કુંડલ તગતગે છે. સુવર્ણવણ તે શોભે છે. પ્રસન્નમનવાળી તે શુક્લ ધ્યાનમાં બેઠી છે. આવી માતા શારદાને સેવો (ભજો). તો સકલ સંપત્તિ પ્રાપ્ત થાય. કવિજનનાં દારિદ્રશ્ય-પાતક નાશ પામે. ૧૮૧ સહજસુંદરકૃત ગુણરત્નાકરદ Page #198 -------------------------------------------------------------------------- ________________ પહેલો અધિકાર / ૧૮૧ પાઠાંતર : , ૩ છંદનું નામ નથી છંદ ભમરાઉલી ઇ. સુ છંદ ચાલિ ા છંદ ચાલ છંદ રેણકી = ભમરાઉલિ છંદ : છંદ.૧ ગઘ, ૫, ઉપઈ ઉપઈ ૪ ઉપે ઉપેટ ઉપ ઉપ સ ઉપઈ ઉપદં; , સુ, 2 મોતીનું ઇ મોતીનો ૪ મોતિનુ; ૨૨, , , ૩, ૪ જિસિહ ગ જિસિવું ૪ જિજ્યો જિસ ૨૨, , ૩, ૪ ઝબક ગ ઝબુકઇ ૪ ઝબકૅ = ઝબકઈ ૪ ઝબુક: ૩ તારઈં. ૨. ર૦ કિધ્ધઉ ગ, સ, ટ, ૪ કિધુ ઘ, ઇ, કિધઉ ર કેધ્ધ; ગ, , ૫, ૪ સ્વેત ૩ ઑતે; ગ શિણગાર , ટ સીંગાર; ઇ ટ વિવિહ; જ પરે ૩ ૨૩, , , , , , ૪ હંસગમનિ ગ હંસગમણિ 9 હંસગમની; રવ, ૪, ૫, ૬, હસતિ , ૩ હંસતિ આ હસતી; 1 હેલ; , ૨૩, ૪ રમય ગ રમિ ૪ રમેં ૪ રમીઇ ૪ રમઇ, 1 મોહણવેલ. ૪ રવ, છ કરય ૪ કર = કરદય ટ કરત ૩ કરશું; રવ. ૪ કમલિ કમલગેલ ટ કમલગેહ; રવ સાર ન સિરે ૫ ૨૦ તપતાય ગઆ તપઇતપઈ જ તપતપે ૩ તપતપદય ટ તપતપ ઢ તપતપઈ; , ૩ કુડલ; ર૩, ૪, ૫, ૮ કાનિ કાન્તિ જ કાન, ૪ સોહિ જ હરઈ ૪ સોહ = સોહઈય ટ સોહૈ ૪ સોહઈ; ૪ સોવન્નવાન સોવિનવાનિ ૬ ૪ બેઠી બાંઠીય ર બૈઠી હૈ ૩ બઈગ, શુકલ સુ સલ; , ૪, ૮ ધ્યાન; સન્નમણે આ પ્રસનમ ૩ ૩, ૪ પ્રસન્નમણે ૭ ૨૨, ૪ લેવુ તેવુ ગ શેવુ શેવુ , ટ સેવો તેવો સેવઉં સેવઉંય; ૨૪ સારદમાય ૨, ૩ સારદામાય ટ શારદમાય; ૨૨, ગ, ઘ, ૩, ૪, ૮, ૪ સંપતિ; રવ સયલ સુખ સયલા ૪ સય; ર થાઅ ગ, ઘ, ૪, પ થાય ૪ થાઈ. ૮ ૨૦ દારિદપાતિક ગ, ૩ ધરિદપાતક , દાલિદપાતક જ દારિદ્રપાતિગ છ દારિદ ર પાતિકદારિદ્ર ૪ દારીદપાતિક; રવ, ગ, ઘ, ઇ જાય ઇ જઈ ૪ જાઈ; રવ કવીઅણ તણું ન કવીય તણાં ઘ કવિય તણઉં કવિય તણું , ૪ કવીય તણું સેવક તણું. સિરિ સોહઈ સિંદૂરશિખા, રાતા નિમ્મલ નખા. હસઈ કમલમુખા, રમલિ ચડઈ, કરિ ધરઈ મધુર વીણા, વાજાં સરસ ઝીણા. નાઈ સુગુરાલીસા, ગરિ ગઈ, રણઝણઈ તવલતાલ, સુણઈ સુસર ઢાલ, જપઈ જ૫નમાલ, રિદિશે, સેવી સેવઉ સારદમાય. ૧૧ ગદ્યાનુવાદ : માથામાં સિંદૂરશિખા શોભે છે. નખ રાતા અને નિર્મળ છે. કમળ સમા મુખવાળી તે હસે છે, અને ક્રીડા કરે છે. મધુર વીણા હાથમાં ધારણ કરે છે. તે સરસ ઝીણા સૂરે વાગે છે. એના સુંદર ગુણોમાં લીન બનેલા જાણે આકાશમાં પહોંચે છે. તબલાનો તાલ રણઝણે છે. સુસ્વર (મધુર) ઢાળ સાંભળે છે. નિશદિન જપમાળ Page #199 -------------------------------------------------------------------------- ________________ જપે છે. આવી શારદામાતાને સેવો (ભજો). પાઠાંતર : ૧. ર૬ સરિ; વ સીરિસિખા; રવ, ૮ નિમલ.૨. ગ હર્સિ; 7 કમલિમુખા; ૪ ૨મલ. ૩૬ કર; ગ, ૪, ૪ ધરીય 7 રેં હૈં ધરઇય; વ, છ, ન વીણ ગ, જ્ઞ વીણિ ૪ વેણિ ૮, ૪ વીણી; ૧ વાજઇય૮ વાગે; TM સુસિર ટ સુસર; ચ, છ, ૫, ફ્ ઝીણ ગ, ઘ, ૮, ૪ ઝીણીં ૪ ૦ નાદઇહિં. ૫ ૬ રણઝણઇયટ રણઝણ; ઘ સમરઇ હૈં વરણ શુ (સુસર'ને સ્થાને) છ સિર ના જ્ઞ, ટ, ૪ સરસ. ૬. ૬ જÙય = જપજપઇ; ટ મન સાહિ (જપનમાલ'ને બદલે). પાઠચર્ચા : જ્ઞ સિવાયની કોઈ પ્રત નાદòહિં' પાઠ આપતી નથી. છંદદૃષ્ટિએ પણ હિં’વધારાનો જણાવાથી નાદઈં' પાઠ લીધો છે. તુ ત્રિપુર તોતલા તારી, ચામુંડા ઉઠિ નારી, તું હિ જ બાલકુંઆરી, વિઘનહરી, સુર સેવઈ કમલ જોડી, કુમતિ કઠિન મોડી, યોગિન્નિ છપન કોડી, રિધ્ધિ કરી, તું અંબા અંબિગ ઠામ, કાલી કોઇલિ કામ, મોટઉં મોહણ નામ, મણહરણું, સેવઉ સેવઉ સારદ્દમાય. ૧૨ ગદ્યાનુવાદ : તું ત્રિપુરા, તોતલા, તારિણી (દુર્ગાનું સ્વરૂપ), ચામુંડા વગેરે ચોસઠ નારી (યોગિની) રૂપે છે. તું જ બાલકુમારી (સરસ્વતી) છે. તું વિઘ્ન હરનારી છે. દેવો (ક૨)કમલ જોડી તને સેવે છે. તું કઠિન કુબુદ્ધિ દૂર કરે છે. તું યોગિની છપ્પન કોટિ રિદ્ધિ કરનારી છે. તું અંબા અને અંબિકાને સ્થાને છે. તું કાલિકા, કોકિલાદેવી અને કામિનીદેવી છે. મોહ પમાડનારું તારું મોટું નામ છે, જે મનને હરી લેનારું છે. આવી શારદા માતાને સેવો. વિવરણ : અહીં પણ, કડી ૪ની જેમ, કવિ સરસ્વતીને અન્ય શક્તિઓના અવતા૨રૂપે સ્તવે છે. પાઠાંતર : ૧. સ્વ તારી ગ ારી ૪ નારી; ૪ ચામુંડા....નારી’ એ ચરણ નથી. ૩ ૨ સેવ ન સેવઈય; ૫ ૪ આઇ (‘તું'ને સ્થાને); ગ, ઘ, છ, ગ, ટ કાલીય; જ્ઞ નામ (‘કામ'ને બદલે). ૬ । મોય ઇ મોહિઉ (મોટઉં”ને સ્થાને) ૬ મોહન’ નથી; છ મનહરે હણઇરણું – હર્ણરણું. પૂજઉં પૂરૂં પાઉલાં તુજ, વલીય ચતુરભુજ, બાંધઉં સુકતિ-ધજ, પ્રેમ ધરુ, એક ધરું તાહરું ધ્યાન, માગું એતલઉં માન, વાધઈ સુજસ વાન, તિમ્મ કરુ, ૧૮૨/ સહજસુંદરસ્કૃત ગુણરત્નાકરછંદ Page #200 -------------------------------------------------------------------------- ________________ આઈ આપુ અમૃતવાણિ, કસી મ કરશુ કાણિ, હીઇ સુમતિ આશિ, કવિત ભર્ણ, સેવઉ સેવઉ સારમાય, સંપત્તિ સયલ થાય, દારિદ્રપાતિક જાય, કવીય તસ. ૧૩ પહેલો અધિકાર / ૧૮૩ ગદ્યાનુવાદ : તારાં ચરણોની અને ચાર ભુજની પૂજા કરું. હું કવિ તરીકે પ્રતિષ્ઠા પામું (એવું ઇચ્છું છું.) (મારા ઉપર) પ્રેમ ધરો. એક તારું ધ્યાન ધરું છું. એટલી આજીજી કરું છું કે કીર્તિ અને માન (ઇજ્જત) વધે એમ કરો. હે માતા, અમૃતવાણી આપો. એમાં કાંઈ કસર (સંકોચ) કરશો નહીં. હૈયે સુમતિ આણીને કવિતા કહું છું. માતા શારદાને સેવો (ભો) તો સકલ સંપત્તિ પ્રાપ્ત થાય, કવિજનનાં દારિદ્રયપાતક નાશ પામે. પાāતર : ૧. - પૂજય પૂજય; ૪ વલીય ચતુરભુજ એ ચરણ નથી. ૨. ૪ સકલવિધજ. ૩ ૪ પંક્તિ નથી; ૪ ૪ પંક્તિ નથી; ૫ ગ, ટ, ૬ કિસીય; સ્વ, ગ, ઘ, ગ, ઙ, ટ, ૪ ૬ ગ ભણ. છપ્પય, કલશ શકિત વહઉ સહુ કોઇ, સકતિ વિણ કિંપિ ન ચલ્લઇ, શકતિ કરઇ ધનવૃદ્ધિ, શકિત વયરી વિલ કિલ્લઈ, સકતિ વિના નહુ ધર્મ, કર્મ પણિ એક ન હોઈ, શકતિ રમઈ ત્રિભુવત્રિ, શકતિ સેવઉ નિતુ સોઈ, નવનવે રૂપિ રંગŪ ૨મઇ, નામ એક માતા સતી, કવિ કહઇ સહજસુંદર સદા, સોઈ પૂજઉ સરસ્વતી. ૧૪ ગદ્યાનુવાદ : સહુ કોઈ શક્તિસ્વરૂપ પ્રાપ્ત કરો. શક્તિ વિના કાંઈ પણ ચાલતું નથી. શક્તિ ધનવૃદ્ધિ કરે છે, વળી વેરીને પાડે છે. શક્તિ વિના ધર્મ હોતો નથી, વળી એક પણ કામ થતું નથી. શક્તિ ત્રિભુવનમાં રમે છે. તે જ શક્તિને નિત્ય સેવો. તે નવનવા રૂપે આનંદપૂર્વક રમે છે. કવિ સહજસુંદર કહે છે, જે સતી માતાનું એ એક નામ છે તે સરસ્વતીને સદા પૂજો. પાઠાંતર : રવ, ૪, ૫, ૪ છંદનું નામ નથી ઘ કલશ: TM કવિત ષટ્પદ: છ ષટ્પદ ૬ કલશ છંદ ટ કવિત્ત. ૧. ઘ શક્તિ; ઘ વર્શિ (‘વહઉ' સ્થાને) ૬ વર્ષે છ કહઇ ટ કહિ ૪ વહð; ઘ શક્તિ; ટ કોઈ. ૨. ઘ શક્તિ; ટ ધનઋદ્ધિ; ઘ શક્તિ; ગ, ૪ ઘણ (‘વલિ’ને બદલે) પ બલ ૧ દલ; રવ, ૬, ૭, ૪ રિલ્લઇ ગ રિસ્લિપ રેલેં જ્ઞ રલ્લઇ ટ રી. ૩. ૬ શક્તિ; = પિણ ૩ પણઈં. ૪. ઘ શક્તિ; = વહઇ (૨મઇ’ને બદલે); હૈં, ૬, ૮ ત્રિહું ભુવનિ; દ્દ શક્તિ; ગ, ૪, ૪ સહૂ(‘નિતુ'ને બદલે); ગ, ૫, ૪ કોઈ. ૫. ૬, ૨, ૪ રંગ રૂપિં; રવ મના Page #201 -------------------------------------------------------------------------- ________________ ગ નામિ “માતાને સ્થાને). દ ઇ નિતિ સરસ્વતી. પાઠચર્ચા : ૪ પ્રતમાં પમી પંક્તિનો “સતી’ શબ્દ “સતા' જેવો લખાયેલો છે. કાં એ લેખનદોષ હોય કાં તો લિપિમરોડથી એમ લખાયું હોય. વિષયસંદર્ભમાં અને પ્રાસદષ્ટિએ પણ એ સ્પષ્ટ “સતી જ હોઈ શકે. તેમજ બધી જ પ્રતો “સતી' પાઠ આપે પણ છે. એટલે $ પ્રતનો પાઠ સુધારી લીધો છે. ' શ્લોક ભારતી-ચરણાંભોજ પૂજયિત્વા મનોરમ, ઋષિરાજગુણાનું વયે જગદાનંદકારકાનૂ. ૧૫ ગદ્યાનુવાદ : ભારતી (સરસ્વતી)ના મનોરમ પાદપંકજને પૂજીને જગતને આનંદ પમાડનાર ઋષિરાજ (સ્થૂલિભદ્ર)ના ગુણો કહું છું. પાઠાંતર : રર, , , ૪ મથાળે “શ્લોક નથી - આર્યા જ આર્જા = સંસ્કૃત આ છંદ: ૧ ર૩, ૪ ઇતિ ભારતી; ચરણોંટ ચરણ ; પૂરયિત્વા. ૨. ૪ ગુણે જ ગુણનુંઃ ર૧, ગ, ઘ, , , ૩, ૬, ૮ વક્ષે ર.કારઇતું , ૩, ૪.દાયકાનું ૨.કાર. પાઠચચ: આ સંસ્કૃત શ્લોકની પ્રથમ પંક્તિમાં ૪ પ્રતના પૂજયતા પાઠની જગાએ પૂજયિતા' શુદ્ધ પાઠ કરી લીધો છે. આય ગુરમુકુટે ગતકપટે, જિમદવિકટે તપાંબુપૂણર્ણઘટે, મદનમહોત્કટનિષ્ફરમલ્લ-પ્રતિમલ્લભીડે તે. ૧૬ ગદ્યાનુવાદ : એ ગુણોમાં શિરમોર, નિષ્કપટ, વિકટ મદને જીતનાર, પરૂપી જલથી ભરેલા ઘટ સમા ને મદનરૂપી અત્યંત તેજીલા ને નિષ્ફર મલ્લને માટે પ્રતિમલ્લ સમા તે (ઋષિવર)ને હું સ્તવું છું. પાઠાંતર : રવ, ગ, , ખ, ગ, ૩, ૪, ૩ છંદનું નામ નથી. ૧ ટ યત્મદ; રવે, ગ, ઘ, ઇ, ૩, ૪, ૮, ૩ કૃપાંબુ 1 ક્રિપાંબુ ૨ ગ નદન; ૪ મોહોત્કટ; . નીડે તે .મીડિ .મીઢે તે ૩.મીઢે તું ૩.મીઢ તુ. પાક્ય : પ્રથમ પંક્તિમાં ૪ સિવાયની બધી પ્રતો તપાબુને સ્થાને ઉચ્ચારભેદે પાંબ' પાઠ આપે છે. પણ સ્થૂલિભદ્ર-સંદર્ભે તપાંબુ' (ાપરૂપી જલ) પાઠ એટલો જ બંધબેસતો હોઈ મુખ્ય પ્રતનો પાઠ બદલ્યો નથી. બીજી પંક્તિમાં ૪ પ્રતનો ‘નિષ્ફર' પાઠ અશુદ્ધ હોવાથી નિષ્ફર' અને નીડે તે પાઠ ભીડે તે કરી લીધો છે. તમનેમ ? તે એમ શુદ્ધ પાઠ છે. ૧૮૪ સહજસુંદરત ગુણરત્નાકરદ Page #202 -------------------------------------------------------------------------- ________________ પહેલો અધિકાર / ૧૮૫ પય પણમ્ સરસત્તી, માતા સુસિ વાત એક વીનત્તી, માગું અવિરલ વાણી. દેજ્યો વરદાન ગુણ જાણી. ૧૭ ગદ્યાનુવાદ : હે સરસ્વતી માતા, ચરણોમાં પ્રણામ કરું છું. મારી એક વાત – વિનંતી સાંભળો. હું અવિરલ પ્રચુર, સઘન) વાણી માગું છું. ગુણ જાણીને વરદાન દેજો. પાઠાંતર : ૪ ગાહા છંદ. ૧ ગ પણમી; = સિરિ સરસત્તિ; ગ “વાત' નથી ટ માગુ (વાતને બદલે). ૨ માણે (માગું ને બદલે; ગ મા દયો. ગાથા આણી નવનવ બંધ, નવનવ દેણ નવનવાબ ભાવા, ગુણરત્નાકરછંદ, વત્રિસુ ગુણ ધૂલિભદસ્ય. ૧૮ ગદ્યાનુવાદ : નવાનવા રચનાબંધ લાવીને, નવનવા છંદથી, નવનવા ભાવ સાથે સ્થૂલિભદ્રના ગુણ – “ગુણરત્નાકરછંદ' હું વર્ણવીશ (ચીશ). પાઠાંતર : રર, ગ, ઘ, ૨, ૪, ૫, ૬, ૮, ૩ છંદનું નામ નથી. ૧ ગ, ૪ આણી આણી. ૨. વ વત્રિસ્સઈ ન વત્રસ ઇ વિિસ ૩, ૪ નંદિસુ દ વિનવસુ ૨૩ “ગુણ” નથી જ મુણિ (“ગુણ'ને સ્થાને). બેઅક્ષરી આય અંધારઈ દીપક જિમ કિજઈ, અજૂઆલઈ પરમારથ લિઈ, યૂલિભદ્ર તિમ ધ્યાન ધરતાં, નામ જપલે ફ્લ હોઈ અનંતાં. ૧૯ ગદ્યાનુવાદ: જેમ અંધારે દીવો કરવામાં આવે ત્યારે અજવાળામાં પરમ સત્ય ખરી વાસ્તવિકતા)નું ગ્રહણ થાય છે, તેમ સ્થૂલિભદ્રનું ધ્યાન ધરતાં અને એમનું નામ જપતાં અગણિત ફળ મળે છે. વિવરણ: કાવ્યનાયક સ્થૂલિભદ્રનું અને એમના ઉત્કૃષ્ટ શીલસંયમનું મહિમાગાન ભૂમિકારૂપે કવિ કરે છે. (કડી ૧૯થી ૪૫) પાઠાંતર : ર૩, ગ, ૪, ૫, ૮, ૩ છંદનું નામ નથી ઇ, ૪ અધ્યÓ છંદ દ્વિપદી છંદ ૧ ગ અજૂઅલિ ૨. ગઈમ (તિમ’ને બદલે) આ જિમ; ઘ જપિ , ૩ જાઈ ટ જમૈ. હું તો મૂરખ મૂલિ નિટોલહ, બોલી નવિ જાઉં વલિ બોલહ, પણિ આકાસિ રહી વિખ્યાતા. જાણવું મતિ આપઈ મુઝ માતા. ૨૦ ગદ્યાનુવાદ: હું મૂળથી જ સાવ મૂરખ છું. વળી કશા બોલ (ઉદ્ગાર) બોલી જાણતો નથી. પણ આકાશમાં રહેલી પ્રસિદ્ધ મારી માતા દેવી) મને મતિ આપે છે એમ જાણું છું. Page #203 -------------------------------------------------------------------------- ________________ પાઠાંતર: ૧, ૨, ટ તો, ગ, ૪ માંહિ (મૂલિને બદલે) છ મૂઢ, ઝ, ટ ઈક (“વલિ'ને બદલે) ૫ ગુણ (જૈવલિને બદલે). ૨. ૪ સુવિખ્યાતા ૩, ૪ સવિખ્યાતા; ઇ આપુ. પાક્ય : બીજી પંક્તિમાં વરુ પ્રતનો ‘સુવિખ્યાતા પાઠ રદ કરી અન્ય પ્રતોનો ‘વિખ્યાતા” પાઠ લીધો છે. છંદની દષ્ટિએ “સુ' વધારાનો જણાય છે. જડયલ તિથિ આધારિ કરું ગુણવિસ્થર, મીઠી વાત સુણઉ જિમ સક્કર, નારિ-નદીજલિ કિલે સત્થર, પણિ ષિરાજ ન ભેદ્યઉં પત્થર. ૨૧ ગદ્યાનુવાદ : તેને આધારે ગુણવિસ્તાર કરું છું. સાકરના જેવી મીઠી વાત સાંભળો. નારી રૂપી નદીના જળમાં પથારી કરી હોવા છતાં પણ ઋષિરાજ (સ્થૂલિભદ્ર) રૂપી પથ્થર ભેદાયો નહીં. વિવરણ : કોશાના રંગમહેલમાં ચાતુમસ ગાળીને પણ સ્થૂલિભદ્ર અવિચલિત રહ્યા એ સંદર્ભ અહીં છે. પાઠાંતર : ર૩, ગ, ઘ, ૨, ૪, ૫, , , ૩ છંદનું નામ નથી. ૧ વાણિ ('વાત'ને બદલે); ગ સુણી. ૨ ૩, ૮, ૩.જલ; સક્કર (“સત્થર’ને બદલે). વાડી શીલ તણી જિરિ રોપી, કાચઉ મયણ દેશાંતરિ કોપી, ધર્મ તણકે દર્પણ વલિ ઓપી. શ્રી જિન-આણ કદ્ય નવ લોપી. ૨૨ ગદ્યાનુવાદ : જેમણે શીલની વાડ (એટલેકે મર્યાદિ, નીતિનિયમો) બાંધી, કોપ કરીને મદનને દેશાંતરે કાઢ્યો. વળી ધર્મનું દર્પણ અપાવ્યું અને શ્રી જિનેશ્વરની આજ્ઞા કદીયે લોપી નહીં. પાઠાંતર : ૧. ગ સલ; રુ. ૪ ઉપી (રોપી'ને બદલે); કાઢિ ર૦ દિસજરી. ૨ ર૩ જણિ (‘વલિ'ને બદલે) ૫, ૬, ૭, ૩ જિણિ ૩, ૩ જેણઈ. માયા મૂલ થકી જિલિ વારી, સૂધવટઈ થયઉ સંયમધારી, સઘલા જીવ તણઉ હિતકારી, એ જામલિ કહુ કુણ ઉપગારી. ૨૩ ગદ્યાનુવાદ: જેમણે મૂળમાંથી જ માયાને હઠાવી, શુદ્ધપણે જે સંયમધારી થયા, સઘળા જીવોના જે હિતકારી બન્યા એમના સમાન અન્ય કોણ ઉપકારી હોય તે કહો. પાઠાંતર ઃ ૨. ર૩, ગ, ઘ, પ, ૬, ૮ એહ. પાલી શીલ ખરું નવિ જાણ, વલિ બઈઠા મનિ મોટિમ આણઈ, સાતઈ મારગિ જે નર ચલ્લઈ, તેહના ગુણવિત્થર કુણ બુલ્લઈ. ૨૪ ગદ્યાનુવાદ: જેઓ ખરું શીલ ચારિત્ર્ય) પાળી જાણતા નથી, વળી મનમાં મોટાઈ આણીને જેઓ બેઠા છે અને સાતેય (વ્યસનના માર્ગે જે ચાલે છે તેમના ગુણવિસ્તાર કોણ બોલે ? વિવરણ : “સાતઈ મારગિ' દ્વારા સાતેય કુમાર્ગ – વ્યસનના માર્ગો એમ અભિપ્રેત ૧૮ સહજસુંદકૃત ગુણરત્નાકરદ Page #204 -------------------------------------------------------------------------- ________________ પહેલો અધિકાર / ૧૮૭ જણાય છે. સાત વ્યસનના માર્ગો આ : ૧. ધૂત, ૨. માંસ ૩, મદિરા, ૪. વેશ્યા ૫. શિકાર ૬. ચોરી ૭. પરદારાગમન. પાઠતર : ૧. ઇ ધરું (ખરુંને સ્થાને); ૨૩, , જાણહ ર૦ થી ૪ બાંઠ / બઈઠું | બેઠો / બૈઠો / બઈઠું; ર૩, ૩ આણહ. ૨. સાર્ચે 1 વાટે: ૨૨. ઇ. ૨. ઇ, ૩, ૩, ૪, તેહનુઃ ૩, ૩ કિમ (કુણ'ને બદલે). મહા મુનીશ્વર એ જગ મોટઉં, કેહી વાતિ પડવી નવિ ખોટઉં, તેહ તારા ગુણ શીલ વખાણઉં, પોતઈ પુણ્ય કરી ઈમ આણઉં. ૨૫ ગદ્યાનુવાદ : જગતમાં એ (સ્થૂલિભદ્ર) મોટા મુનીશ્વર છે જે કોઈ વાતમાં ખોટા પડ્યા નથી. એમનાં ગુણ અને શીલ વર્ણવું છું, અને આમ મારા ભંડારમાં પુણ્ય ભરું છું. પાઠાંતર : ૧. ઇ વાતન; ૩, ૪ પડઈ; s ન. ૨. રૂ ઘણું (‘કરી’ને બદલે); ટ જાણું (આણઉંને બદલે). શ્રી જિનશાસન કેર ભૂપતિ, માયા મોહ તણઉં દલ કપતિ. પુન્ય તણકે પોતઈ ધનવિરહ મોટઉં નગર વસઈ નવ તત્તહ. ૨૯ ગદ્યાનુવાદ : શ્રી જિનશાસનના એ રાજવી છે; (એમનાથી) માયા-મોહનું દળ કંપે છે. એમના ભંડારમાં પુણ્યરૂપી ધનસંપત્તિ છે. નવ તત્ત્વના મોટા નગરમાં એ વસે છે. વિવરણ : ૨૬થી ૩૦ કડીમાં સ્થૂલિભદ્ર જેવા વિરક્ત સાધુને રાજપદવી ભોગવતા રાજાનું રૂપક આપીને કવિ વર્ણવે છે. સ્થૂલિભદ્ર રૂપી રાજાને નવ તત્ત્વોના નગરમાં વસતા કહ્યા છે. જૈન દર્શન અનુસાર નવ તત્ત્વો આ પ્રમાણે છે : ૧. જીવ ૨. અજીવ ૩. પુણ્ય ૪. પાપ ૫. આશ્રવ ૬. સંવર ૭. નિર્જરા ૮. બંધ અને ૯, મોક્ષ. પાઠાંતર : ૧. ગ શ્રી; રવ તણોલ; ઘ કંપીત. ૨. નું પોતું; તુ ઘણ (ધનને બદલે); ૨૨. ઇ તત્વહ/તત્ત્વહ. છંદ સારસી નવ તત્ત નગર વસંત નિર્મલ, ન્યાય મારગ સંચરઈ, વ્રત મૂલ પંચ વખારિ મંડઈ, ભાવના વહિરાત કરાઈ, અગાણ ચોર વિરોધ કપટી, દેશ બાહિર ત્રાસવાં, ઈમ સ્થૂલિભદ્ર સુજાણ ગણધર, રાજપદવી ભોગવઈ. ૨૭ ગદ્યાનુવાદ : નવતત્ત્વરૂપી નગરમાં એ વસે છે, ન્યાયને માર્ગે સંચરે છે, પાંચ મૂલા વતની વખાર માંડે છે, બાર) ભાવનાને વહોરે – ખરીદે – પ્રાપ્ત કરે છે. અજ્ઞાની, ચોર, વિરોધી, કપટીને દેશ બહાર કાઢી પરેશાન કરે છે. એમ સુખ્યાત ગણધર Page #205 -------------------------------------------------------------------------- ________________ સ્થૂલિભદ્ર રાજપદવી ભોગવે છે. વિવરણ: અહીં પાંચ મૂલ વ્રતનો વેપાર થતો કલ્યો છે. સાધુ જીવનનાં પાંચ મૂલ વ્રત (જેને પંચ મહાવ્રત પણ કહે છે, તે આ : ૧. પ્રાણાતિપાત વિરમણ. એટલે જીવહિંસા ન કરવી. ૨. મૃષાવાદ વિરમણ. એટલે જૂઠું ન બોલવું. ૩. અદત્તાદાન વિરમણ. એટલે ચોરી ન કરવી. ૪. મૈથુન વિરમણ. એટલે શિયળપાલન. ૫. પરિગ્રહ વિરમણ. એટલે ધનધાન્યાદિ પરિગ્રહ ન રાખવો. જૈન દર્શન અનુસાર ભાવના બાર પ્રકારની છે : ૧. અનિત્ય ભાવના ૨. અશરણ ભાવના ૩. સંસાર ભાવના ૪. એકત્વ ભાવના પ. અન્યત્વ ભાવના ૬. અશુચિ ભાવના ૭. આશ્રવ ભાવના ૮. સંવર ભાવના ૯. નિર્જરા ભાવના ૧૦. લોકસ્વરૂપ ભાવના ૧૧. બોધિદુર્લભ ભાવના ૧૨. ધર્મ ભાવના. નવ તત્ત્વ માટે જુઓ કડી ર૬નું વિવરણ. પાઠાંતર : ર૩ છંદનું નામ નથી , ૪ ચાલિ 9 પાહડ ૪, ૮, ૪ છંદ. ૧ રવ, ગ, ઘ, 1, તત્ત્વ; ટ જાઈ. ૨ જ વોહરત કરે. ૩ દેહ (દેશ'ને બદલે); ગ, ૩, ૪ કઠુવઈ/કહએકિદ્દઈએ (“ત્રાસવઈ’ને બદલે). ૪ ૫ શ્રી (ઈમને સ્થાને; ર૦ સુણ (સુજાણને સ્થાને); ૪ રાજપદમી. ગુણરોલ લોલ-કલોલ કરતિ, ચપલ ચિહુ દિસિ હિંસએ, ઝલહલઈ સિરિ સુહ-ઝાણ-સીકરિ શીલભૂષણ દીસએ. વિાણ-નાસતલાર ઘરિઘરિ, સદા ભવીઅણ ગવઈ, ઈમ યૂલિભદ્ર સુજાણ ગણધર૦ ૨૮ ગદ્યાનુવાદ: ગુણનો પ્રવાહ ને કીર્તિનાં ચંચળ મોજાંઓ ચપળ રીતે ચારે દિશામાં ઘૂઘવે છે. માથે શુભ-ધ્યાનનું ધજાળું છત્ર ઝળહળે છે. શીલ રૂપી અલંકાર દીસે છે. સબોધ-જ્ઞાન રૂપી કોટવાળ ઘેરઘેર સદા મોક્ષને યોગ્ય જનોને જગાવે છે. એમ સુખ્યાત ગણધર સ્થૂલિભદ્ર રાજપદવી ભોગવે છે. વિવરણ: આ કડીમાંની ઝડઝમક અને શ્રુતિ-આવર્તનોમાંથી ઊભું થતું નાદસંગીત અવશ્ય ધ્યાન ખેંચશે. પાઠાંતર : ૧. ર૩, , ૩, ૪ કલ્લોલ ૪ કપોલ. ૨ હલ; ન સુઝાણ ઘ જાણ ૩ ૪ તલાવ; ગ સ૬; ર ભવિઅયણ. સીલાંગ સહસ અઢાર રહવર, જોતય ધર ધડહડઈ, વરબુદ્ધસૂદ્ધ ચરિત-મયગલ, મલપતા ગજ ગડઅડદ, હાહાઈ ઉપશમ-શ્રેરિહયવર, ધરા ધપમપ ગજવઈ, ઇમ યૂલિભદ્ર સુજાણ૦ ૨૯ ૧૮૮ી સહજસુંદરકત ગુણરત્નાકરછંદ Page #206 -------------------------------------------------------------------------- ________________ પહેલો અધિકાર / ૧૮૯ ગદ્યાનુવાદ : બળદ જોતરેલા, શીલના અઢાર હજાર અંગવાળા ઉત્તમ રથ ધધડાટ કરે છે. ઉત્તમ બુદ્ધિ, શુદ્ધિ ને ચારિત્ર્યરૂપી મદ ગળતા હાથીઓ મલપતા ગડગડ ધ્વનિ કરે છે. ઉપશમ શ્રેણિરૂપી ઉત્તમ ઘોડા હણહણે છે, અને ધરાને ધમધમ ગજાવે છે. એમ સુખ્યાત ગણધર સ્થૂલિભદ્ર રાજપદવી ભોગવે છે. વિવરણ : જૈન સાધુ શીલનાં અઢાર હજાર અંગોનું પાલન કરે છે. આવા શીલને રથનું રૂપક અપાયું છે. ક્ષમા, મૃદુતા, ઋજુતા, મુક્તિ, તપ, સંયમ, સત્ય, શૌચ, અકિચનત્વ અને બ્રહ્મચર્ય એમ શીલનાં મુખ્ય ૧૦ અંગ. એ દરેક અંગ સંદર્ભે દસ સમારંભનો ત્યાગ – એ રીતે શીલનાં ૧૦૦ અંગ. આ સમારંભત્યાગ પાંચ ઇન્દ્રિયો સંદર્ભે કરતાં ૫૦૦ અંગ. વળી આ સમારંભત્યાગ ચાર સંજ્ઞાથી રહિત, મન-વચન-કાયા એ ત્રણ કરણથી સહિત અને કરવા-કરાવવા-અનુમોદવા રૂપ ત્રણ યોગથી સહિત હોય. આ રીતે ૫૦૦ x ૪ x ૩ X ૩ = ૧૮૦૦૦ અંગો. ક્રોધ, માન, માયા, લોભ એ કષાયોને શાન્ત કરવા અને દબાવવા તેને “ઉપશમ' કહે છે. પાઠાંતર : ૧. . સ હયવર; ગજ ૩, ૪ રથ (ધરને બદલે). ૨ = બુધિશુધિ; ૨૦ ગજ ગડઈ = ગજ્જ જગહિં (ધમલપતા ગજને બદલે). ૩ ટ ધરણિ; ગ ધમધમ; રવ ગજઈ ઇ, જગ્ગવઇ (ગજ્જવઇને બદલે). પાક્યર્ચા : “ધર”નો અર્થ ધર, ધૂસરી જ થાય. તે પરથી ધુરિ=ધુરીબળદ થાય. ગ, ૪ પ્રતો “ધુરિ આપે પણ છે. પણ અહીં બળદ એવો અર્થ અભિપ્રેત રાખી મુખ્ય પ્રત ૪ નો ધર' પાઠ યથાવત્ રાખ્યો છે. સિરિ ધNG શ્રી જિન-આર-છત્તહ, પવિત્ત ચામર છજજએ. નીસાણ પંચ શબદ મદ્દલ, પંચ સંવર વજીએ. નીરાગ નારિ નરિંદ ભગતી. જોડિ જુગતી જાલવઈ, ઈમ ડ્યૂલિભદ્દ સુજાણ મુનિવર૦ ૩૦ ગદ્યાનુવાદ : મસ્તકે શ્રી જિન-આજ્ઞાનું છત્ર ધર્યું છે. પવિત્ર ચામર શોભે છે. પાંચ સંવર રૂપી નોબત, માદલ જેવાં પાંચ મંગલસૂચક વાદ્યો ધ્વનિ કરે છે. અનાસક્તિ રૂપી નારી (ધૂલિભદ્ર) નૃપતિની ભક્તિ (હાથ) જોડીને બરાબર રીતે જાળવે છે. એમ સુખ્યાત મુનિવર યૂલિભદ્ર રાજપદવી ભોગવે છે. વિવરણ : જૈન દર્શન અનુસાર જેનાથી નવાં કર્મો આવતાં રોકાય છે તેને ‘સંવર' કહેવામાં આવે છે. સંવરના પાંચ ભેદ તે ૧. પ્રવચનમાતા ૨. પરીષહ ૩. યતિધર્મ ૪. ભાવના અને ૫. ચારિત્ર. આ પાંચ સંવરના વળી પ૭ પેટાભેદો છે. ત્રીજી પંક્તિમાં એવું પણ એક અર્થઘટન કરી શકાય કે (ધૂલિભદ્ર) અનાસક્તિ Page #207 -------------------------------------------------------------------------- ________________ રૂપી નારી અને નરેન્દ્ર પ્રભુજીની ભક્તિ (હાથ જોડીને કરે છે. પણ અહીં નરેન્દ્ર = પ્રભુ, તીર્થંકર એવો અર્થ કરવો મુશ્કેલ લાગે છે. સ્થૂલિભદ્રને જ નરેન્દ્ર (રાજા) કહ્યા છે. ર૬મી કડીથી સ્થૂલિભદ્રને રાજાનું રૂપક અપાયું છે અને એ રૂપકમાં વર્ણન ચાલે છે. એટલે અનુવાદમાં દર્શાવ્યા પ્રમાણેનો વાક્યોથે ઉચિત લાગે છે. પાઠાંતર : ૧. ન ધરઈ; ૩, ૪ છત્ત/છત્ર; રવ. ઇ વિત્ત (‘પવિત્તને બદલે) ન પવર. ૨ ૨૨, ૩, ૪ શબદ ૪ સદ્દ. પાક્ય : ઘણી પ્રતો પ્રતના જોડને સ્થાને જોડિ પાઠ આપે છે. એનો અર્થ વધારે બંધબેસતો થવાથી જોડિ પાઠ લીધો છે. છDય અનડ નડી કદL. સબલ સેવઈ ગુરાવાડી, સુખી કયેઉ ધનદેવ, મંત્ર ધન-ઠામ દિખાડી, પાપ તાણ વ્યાપાર, ક્રિયા વલિ બઈઠી જાણી, પ્રતિબોધી સુકkબ, કર્યા જિરિ સંયમ ઠાણી આવતી બહિનિ દેખી કરી, સીહ રૂપ દખ્યઉ વલી કવિ કહઈ સહજસુંદર નમઉં, ધૂલિભદ્દ શ્રુતકેવલી. ૩૧ ગદ્યાનુવાદ : ઉદંડ કામદેવને કષ્ટ આપીને જે સબળ ગુણવાડીને સેવે છે, જેણે મંત્ર (પ્રભાવે) ધનનું સ્થાન દેખાડીને ધનદેવને સુખી કર્યો, પાપનો વ્યાપાર અને વળી ધર્મક્રિયાનું અપ્રવર્તન જાણી જેણે આખા કુટુંબને બોધ પમાડીને સંયમસ્થાને સ્થાપ્યા, બહેનોને આવતી જોઈને વળી જેણે સિંહરૂપ દર્શાવ્યું, સહજસુંદર કવિ કહે છે, તે સ્થૂલિભદ્ર શ્રુતકેવલીને હું નમસ્કાર કરું છું. વિવરણ: બીજી પંક્તિમાં ધનદેવને સુખી કર્યાનો સંદર્ભ ઉત્તરાધ્યયન સૂત્ર'ની ભાવવિજયકૃત વૃત્તિમાં મળે છે. ‘ઉત્તરાધ્યયન સુત્ર’નાં ૩૬ અધ્યયનોમાંના બીજા “જ્ઞાન/પ્રજ્ઞા પરીષહ અધ્યયનમાં જ્ઞાન-પરીષહના દાંત તરીકે આ કથા આવે છે. ધનદેવ સ્થૂલિભદ્રનો સંસારી અવસ્થાનો મિત્ર હતો. તે શ્રાવસ્તી નગરીમાં રહેતો હતો. દીક્ષા લીધા પછી સ્થૂલિભદ્ર આ શ્રાવતી નગરીમાં ગયા. ધનદેવ પોતાને મળવા ન આવ્યો એટલે સ્થૂલિભદ્ર સામેથી એને ઘેર ગયા ને ધનદેવ ક્યાં છે એ અંગે એની પત્નીને પૂછ્યું. પત્નીનો ઉત્તર સાંભળીને સ્થૂલિભદ્ર જાગ્યું કે મિત્ર અત્યારે રક અવસ્થામાં છે ને ધન કમાવા દેશાંતરે ગયો છે. સ્થૂલિભદ્ર જ્ઞાનપ્રભાવે સાંકેતિક રીતે ધનદેવની પત્નીને કહ્યું કે “આ આમ છે ને તે તેવો છે !” મતલબ કે “ધન તો અહીં થાંભલા નીચે છે ને તે ધનદેવ નકામો દેશાંતરે ગયો છે. ધનદેવ રંક હાલતમાં જ પાછો ફર્યો. પત્નીની બધી વાત સાંભળી થાંભલા ૧૯૦ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ Page #208 -------------------------------------------------------------------------- ________________ પહેલો અધિકાર / ૧૯૧ નિીચે ખોદતાં ધનનું મોટું નિધાન પ્રાપ્ત થયું. ‘ઉત્તરાધ્યયન સૂત્રમાં આવતી કથાનું તાત્પર્ય એ છે કે સ્થૂલિભદ્ર જ્ઞાનનો પરીષહ કરી શક્યા નહીં. “શ્રી વિચારસાર' નામના પ્રકરણમાં આવો ઉલ્લેખ મળે છે : સો જયઉ થુલભદ્દો, તિન્ન પમન્નાઈ જાયા હૈં, સીહવિઉવાં ગમખં, કહાં અત્યસ્સ મિત્તાણું.” (સાધ્વી શ્રી યક્ષાને આવતાં જોઈને) સિંહનું રૂપ કરવું, (ધનદેવ મિત્રને ત્યાં) જવું અને મિત્રને દ્રવ્ય ક્યાં છે તે કહેવું – બતાવવું એ ત્રણ પ્રમાદ જેમનાથી થયા છે એવા શ્રી યૂલિભદ્ર જયવંતા વર્તો. આ કડીની બીજી પંક્તિમાં કેટલીક પ્રતો મંત્રને સ્થાને મિત્ર પાઠ આપે છે. એ પાઠ લઈએ તો મંત્રપ્રભાવે ધનનું ઠામ દેખાડીને ધનદેવને સુખી કર્યો. એને બદલે “મિત્ર ધનદેવને ધનનું ઠામ દેખાડીને સુખી કર્યો' એમ અન્વયાર્થ થાય. આ કડીની પાંચમી પંક્તિમાં, બહેનોને સ્થૂલિભદ્ર સિંહરૂપ દશવ્યિાનો જે ઉલ્લેખ છે તેનું કથાનક આ પ્રમાણે છે : એક વાર, સ્થૂલિભદ્રની સાત દીક્ષિત બહેનો વિહાર કરતી સાધુ બનેલા ભાઈને મળવા આવી. તેઓ સ્થૂલિભદ્રના ગુરુ ભદ્રબાહુને પૂછે છે કે “સ્થૂલિભદ્ર ક્યાં છે ?' ગુરુએ કહ્યું, “અશોકવાટિકામાં બેઠા સ્વાધ્યાય કરે છે.' ત્યારે સ્થૂલિભદ્ર પોતાની બહેનોને આવતી જોઈ કૌતુકની ઈચ્છાથી સિંહનું રૂપ ધારણ કર્યું. બહેનો ભય પામી ગુરુ પાસે પાછી ગઈ ને કહ્યું કે ભાઈને તો સિંહ ખાઈ ગયો છે. ગુરુએ દુ:ખ ન કરવાનું આશ્વાસન આપી કહ્યું કે, “તમારો ભાઈ કુશળ છે. પુનઃ ત્યાં જઈ એને પ્રણામ કરો.” બધી બહેનો ત્યાં ગઈ ને ટ્યૂલિભદ્રને જોઈ વંદના કરી. સ્થૂલિભદ્ર પોતે સિંહરૂપ ધારણ કર્યાનું કબૂલ્યું. સ્થૂલિભદ્રનો આ જ્ઞાનનો વિકાર જોઈ ગુરુ ભદ્રબાહુએ એમને દશ પૂર્વે પછીનાં બાકીનાં ચાર પૂર્વોનું માત્ર સૂત્ર-જ્ઞાન જ આપ્યું અર્થ-જ્ઞાન આપ્યું નહીં ચૌદ પૂર્વેનું જ્ઞાન ધરાવતા હોવાને કારણે સ્થૂલિભદ્ર “શ્રુતકેવલી' કહેવાયા. પાઠાંતર : ર૪, ગ છંદનું નામ નથી ઇ, ટ કલશ ૩, ૪ કવિત્વ. ૧. ઇ પંક્તિ નથી; ગ, ૩, ૪ નડિઉં. ૨. ૪ પંક્તિ નથી; ૪ કરી; રવ, ગ, ઘ, ઝ, ટ, ૩ મિત્ર; ગ, ૩, ૪ દિવાડી. ૪. ૩ સંધ્યમધારી. ૫ ૬ બિહિણિ; ર૩, પ, ૬, , ૫, રુ, ૮. ૪ જાણી કરી. ૬ ન. ૪, સદા (‘નમઉને બદલે). જોયો જસુ પ્રતિબોધ, ધર્મનલ રંગ બઈઠ6 નર આવ્યઉ રથવાહ, કોશમનિ થયઉ અબીઠ, Page #209 -------------------------------------------------------------------------- ________________ આંબાની ફ્લ લૂંબિ, ગઉખિ બઇઠાં જિન્નિ આણી, થાલી શરશિવ માંહિં, શુચીઅ શિરિ ચડઇ વિનાણી, રીંઝવઇ ગિ નાચી. કરી, પ્રતિબોધી વિશાશ-છલિ, જિમ કર્યઉ કોશિ સહŌ ભગ઼ઇ, ઇસ્યઉં કોઇ ન કરંતિ કલિ. ૩૨ ગદ્યાનુવાદ : જેનો પ્રતિબોધ જોયો અને (કોશાને) ધર્મનો રંગ બેઠો. કોઈ થ ચલાવનાર નર આવ્યો. કોશાના મનમાં તે અરુચિકર થયો. ગોખે બેઠાંબેઠાં જ એણે (રથવાહે) આંબાના ફળ (કેરી)ની લંબને (બાણસંધાનવિદ્યાથી) લાવી દીધી. (એટલે) સરસવની થાળીમાં સોયની ટોચ ઉપર ચડી કલાકૌશલવાળી સ્ત્રી (કોશા) આનંદભેર નૃત્ય કરી, પોતાની એ આવડતથી એને પ્રતિબોધી રીઝવે છે. (કવિ) સહજ(સુંદર) કહે છે કે જેવું કોશાએ કર્યું એવું કલિકાલમાં કોઈ કરે નહીં. વિવરણ : સ્થૂલિભદ્રની કથા-અંતર્ગત રથકાર (અહીં રથવાહ સારથિ છે)નું કથાનક આવે છે. એક દિવસ નંદરાજાની આજ્ઞાથી કોઈ રથકાર કોશાને ત્યાં આવે છે. બારીમાં રહી બાણસંધાન દ્વારા એણે આમ્રફલની લુંબ આણી બતાવી. એટલે કોશાએ સરસવનો ઢગલો કરી, તેના પર સોય મૂકી તેના ઉપર નૃત્ય કર્યું. આ જોઈ રથકારે કહ્યું, ‘આ અતિ કઠિન કામ છે’ ત્યારે કોશાએ કહ્યું કે, આ રીતે આંબાની લંબ તોડવી તે પણ દુષ્કર નથી કે સરસવ પર નૃત્ય કરવું તે પણ દુષ્કર નથી. દુષ્કર તો એ છે જે સ્થૂલિભદ્રે કર્યું. પ્રતિબોધ' પામેલા રથકારે પાછળથી ચારિત્ર લીધું. ગ પ્રતનો પ્રતિબોધિઉ’ પાઠ કે રવ, દ્દ પ્રતના પ્રતિબોધઇ/પ્રતિબોધે પાઠ લઈએ તો પાંચમી પંક્તિનો અનુવાદ કરતાં વાક્ય જુદું થાય. (કોશ) આનંદભેર નૃત્ય કરી એને રીઝવે છે અને પોતાની એ આવડતથી પ્રતિબોધ પમાડે છે / પમાડ્યો. પાઠાંતર : ૧. રવ, જ્ઞ, ટ જોજ્યો 7 જ્યોજો ૪, ૩ જોજો ૫ જોય્યો; ટ તસ ઉપદેસ (‘જસુ પ્રતિબોધ'ને બદલે); ટ રાગ. ૨. ૮ ઘિર ('નર'ને બદલે); સ્વ, ૬, ૮ સારથવાહ; ∞ અભિઠઉ. ૪. ઘ ઘાલિ. ૫ ૪ રુઝવઇ ફ રીઝવઉ; ૪, ૪ રાચી કરી; રૂ પ્રતિબોધઇ વિનાણ ન પ્રતિબોધિઉ વિત્રાણિ ૪ પ્રતિબોધે વિનાણ. ૢ T, - તિમ (‘જિમ’ને બદલે); ગ કરું: ગ લિજ્ઞ, ૪ છલિ (‘કલિ'ને બદલે). દહા સુધઉ મુનિવર જઉં મિલ્યઉં, તઉ સીધઉ તસુ કાજ, બીજા પશિ તાર્યા ઘણા, પામ્યા અવિચલ રાજ. ૩૩ ગદ્યાનુવાદ : જો શુદ્ધ (નિર્મળ) મુનિવર મળ્યા તો તેનું કામ સિદ્ધ થયું. બીજા પણ એમણે ઘણાને તાર્યા અને અવિચલ રાજ પામ્યા. પાઠાંતર : - દુગ્ધઘટા છંદ. ૧. સીધું; ન, ૬ વિ (તસુ'ને બદલે). ૨. રવ ૧૯૨ / સહસુંદરસ્કૃત ગુણરત્નાકરછંદ Page #210 -------------------------------------------------------------------------- ________________ પહેલો અધિકાર / ૧૯૩ તારી; રવ, ગ, ઘ, ૪, ૫, ૩, ૪, ૮, ૩ પામી. ગછનાયક ગુણવંત નર, ભદ્રબાહુનઈ પાટિ, વાદી વલિ છતા ઘાણા, વિદ્યાના બલ મા2િ. ૩૪ ગદ્યાનુવાદ : તે ગુણવંત પુરુષ ભદ્રબાહુની પાટે ગચ્છનાયક થયા. વળી વિદ્યાના બળને લીધે તેમણે ઘણા વાદીને જીત્યા. વિવરણઃ કૃતિમાં અન્યત્ર સ્થૂલિભદ્ર સંભૂતિવિજયના શિષ્ય દર્શાવાયા છે. સંભૂતિવિજય અને ભદ્રબાહુ બન્ને સ્થૂલિભદ્રના ગુરુભ્રાતા છે. ચૌદ પૂર્વનું જ્ઞાન યૂલિભદ્ર ભદ્રબાહુ પાસેથી પ્રાપ્ત કર્યું. પાઠાંતર : ૪ કડી નથી. ૨. ૪ પણિ (વિલિ'ને બદલે; જીપીય ઇ જીપિયા જ આપે. દશ પૂરવધર જેહના, ભલા મહાગિરિ સીસ, અજજ સહી વલિ નમઉં, ધ્યાન ધરે નસિદીસ. ૩૫ ગદ્યાનુવાદ : જૈન અંગ-શાસ્ત્રના દશ વિભાગોનું જ્ઞાન ધરાવનારા, મહાગિરિ અને સુહસ્તી જેમના શિષ્યો છે તે સ્થૂલિભદ્ર)ને વળી આજે નમું છું અને નિશદિન એમનું ધ્યાન ધરું છું. વિવરણ : મહાવીર સ્વામીએ આપેલા ઉપદેશને એમના ગણધરોએ સાંભળીને જે બાર શાસ્ત્રોની રચના કરી એને બાર અંગો - દ્વાદશાંગી કહે છે. કહેવાય છે કે ગણધરોએ રચેલાં બાર અંગો પૈકી બારમું અંગ દૃષ્ટિવાદ' વિચ્છેદ પામ્યું. આ બારમા અંગના જે પાંચ ભાગ હતા એમાંનો એક ભાગ “પૂર્વગત હતો. પૂર્વના ૧૪ પ્રકારો હતા : ૧. ઉત્પાદ પૂર્વ ૨. આઝાયનીય પૂર્વ ૩. વીર્યપ્રવાદ પૂર્વ ૪. અસ્તિનાસ્તિ પ્રવાદ પૂર્વ ૫. જ્ઞાનપ્રવાદ પૂર્વ ૬. સત્યપ્રવાદ પૂર્વ ૭. આત્મપ્રવાદ પૂર્વ ૮. કર્મપ્રવાદ – સમયપ્રવાદ પૂર્વ ૯. પ્રત્યાખ્યાન પ્રવાદ પૂર્વ ૧૦. વિદ્યાપ્રવાદ પૂર્વ ૧૧. કલ્યાણપ્રવાદ પૂર્વ ૧૨. પ્રાણવાદ પૂર્વ ૧૩. ક્રિયા વિશાલ પૂર્વ ૧૪. લોક - બિંદુસાર પૂર્વ આ ચૌદ પૂર્વોનું જ્ઞાન ધરાવનાર છેલ્લા મહર્ષિ તે શ્રી સ્થૂલિભદ્રજી. એમણે ભદ્રબાહુસ્વામી પાસેથી દશ પૂર્વોનું જ્ઞાન અર્થસહિત અને ચાર પૂર્વોનું જ્ઞાન કેવળ સૂત્રથી મેળવ્યું. સ્થૂલિભદ્રના દશ પૂર્વોનું જ્ઞાન ધરાવનાર મહાગિરિ અને સુહસ્તી એ બે શિષ્યોનો અહીં ઉલ્લેખ છે. પાઠાંતર : ૨, અધ. પોતઈ પુણ્ય તરઉ ધણી. પાલઈ દયા દીવ, , ગિરૂઆના ગુણ વત્રવઉં, દુખી ટલઇ જિમ જીવ. ૩૬ Page #211 -------------------------------------------------------------------------- ________________ ગદ્યાનુવાદ : જે પુણ્યના ભંડારના સ્વામી છે, જે સદેવ દયાનું પાલન કરે છે, એવા ગરવા (પુરુષ)ના ગુણ વર્ણવું છું. જેથી જીવ દુ:ખી ન રહે. વિવરણ: પહેલી પંક્તિમાં “પોતઈ પુણ્ય તણઉ ધણીનો સીધેસીધો અર્થ જે પોતે પુણ્યના ધણી છે એમ બેસી જાય, પણ કવિએ અનેક જગાએ પોતઈ' શબ્દ ભંડારમાં - સિલકમાં' અર્થમાં વાપર્યો છે અને અહીં પણ એ અર્થ જ લેવો ઠીક લાગે છે. અહીં પોત=ભંડારની બાબતમાં. કવિ સ્થૂલિભદ્રને “પુણ્યના ભંડારના સ્વામી કહે છે. પાઠાંતર : ૨વિનવું (“વત્રવઉંને બદલે) વિવું ૫ વીનવું છે વીનવવું. નવનવ ગાહ કવિતરસ, દૂહા છંદ રસાલ, રંગ-વિનોદ ગુણી તણા, હવઈ બોલઉં ચઉસાલ. ૩૭. ગદ્યાનુવાદ : ગુણીજન (કદરદાન લોકોના આનંદવિનોદ અર્થે હવે નવનવી ગાથા, કવિતરસ, રસાળ દુહા-છંદ વિસ્તારીને કહું છું. પાઠાંતર: ૧, ૨, ૪, ૮ કવિત ગાહા રસ ઇ, , 1 કવિત્ત ગાહ રસ. ૨ ૨૩. ૨, ૪, ૮ ગુણ ગીતના ગ ગુણ તણું ૩, ૪ ગુણ તણા. છેદ છેદ સહુ કો ભણઈ, છેદ વિના સ્વઉ છંદ, છદઉં કરિ જાણઈ જિ કે, તેહ ઘરિ પરિમાણંદ. ૩૮ ગદ્યાનુવાદ : “છંદ છંદ' એમ સહુ કોઈ કહે છે પણ લગની વિનાનો છંદ કેવો? જે છંદ – લગની કરી જાણે છે તેને ઘરે પરમાનંદ છે. પાઠતર : ૧. ૩ કહઈ (“ભણઈ’ને બદલે). ૨ ૨ છંદા. સારદ નામ તણઉ સદા, દીવઉ કરઈ પ્રકાશ, છંદ બંધ રૂડા હવઈ, સાંભલયો સવિલાસ. ૩૯ ગદ્યાનુવાદ : શારદાના નામનો દીવો સદાયે પ્રકાશ કરે છે. હવે રૂડા છંદોબંધ (છંદરચનાઓ) આનંદભેર સાંભળજો. પાઠાંતર : ૧. ૨૨ દીઠઉ. ૨. # ડાહા (રૂડા’ને બદલે) ૨૩, , ઇ સુવિશલ સુવિકાશ (“સવિલાસ'ને બદલે). અથ મડયલ ઈદ અંગિ થિકિ આલસ સવિ છેડઉં, આઠઈ કરમ તણી દલ ખંડઉં, પ્રગટ કરી ગુણરત્નકડ, મુનિવરના ગુણ ગાવા મંડ. ૪૦ ગદ્યાનુવાદ : અંગેથી બધી આળસ ત્યજું છું. આઠેય કર્મના સમૂહનો ચૂરો કરું છું. ગુણરત્નોના કરંડિયાને પ્રગટ કરી મુનિવરના ગુણ ગાવા માંગું . વિવરણ : જૈન દર્શન અનુસાર આઠ કર્મો આ પ્રમાણ છે : ૧. જ્ઞાનાવરણીય ૨. ૧૯૪ / સહજસુંદરસ્કૃત ગુણરત્નાકરદ Page #212 -------------------------------------------------------------------------- ________________ પહેલો અધિકાર / ૧૯૫ દર્શનાવરણીય ૩. વેદનીય ૪. મોહનીય પ. આયુષ્ય ૬. નામ ૭. ગોત્ર ૮. અંતરાય. આમાંનાં પ્રથમ ચાર ઘાતિકર્મો અને પછીનાં ચાર અઘાતિકર્મો ગણાય છે. પાઠાંતર : રવ ડઅલ ૬, ૬, ૭, ન અડયલ્લ છંદ ટ છંદ. ૧ રૂ ‘સવિ’ નથી ગ, હૈં, ખ, જ્ઞ હિવð (‘સવિ’ને બદલે) હૈં હૂં (‘સવિ’ને બદલે); રવ ખંડે. ૨. ગ, ઘ, ૪ મંડઉં છ મંડું. સીલવંત મુઝ એહ સુહાવઇ, એ જામલિ કોઇ ચિત્તિ ન આવઇ, આગઇ નેમિ-કથાનક મોટાં, તેહ તણાં એ આગલિ છોટાં. ૪૧ ગદ્યાનુવાદ : એ શીલવંત (સ્થૂલિભદ્ર) મને સુખ આપે છે. એની પેઠે અન્ય કોઈ ચિત્તમાં આવતું નથી. આગળ નેમિ-કથાનકો મોટાં છે, પણ તે બધાં એની (સ્થૂલિભદ્ર કથાનક) આગળ નાનાં છે. વિવરણ : અહીં જૈનોના બાવીસમા તીર્થંકર નેમિનાથના કથાનકનો ઉલ્લેખ છે. ખૂબ મહિમા પામેલા નેમ-રાજિમતીના કથાનકને સ્થૂલિભદ્રના કથાનક આગળ વિ નાનું ગણે છે. એનું કારણ દર્શાવતાં હવે પછીની ચાર કડીઓમાં બન્ને કથાનકોની સંક્ષિપ્ત તુલના કવિ કરે છે. ज પાઠાંતર : ૧. ઘ, ચ, છ, જ્ઞ એક (‘એહ’નેબદલે); ~ એક (‘એ'ને બદલે); – જામલિ’ પછી ‘જંગ’ શબ્દ વધારાનો; ગ કોએ નિવે આવઇ. ૨. ઘ તેહ તણી આગલિ એ. છોટાં; ટ ઇણ (‘એ'ને બદલે); ટ ખોટા (છોટાં'ને બદલે). તર્ક જાગ્રત જઉં પહિલઉં પરણી, તજત પછઇ નવયૌવન તુરણી, પાછઉ વલીઉ પેખતિ તોરણ જોઉં વિચક્ષણ હુંતઉ તોરણ. ૪૨ ગદ્યાનુવાદ : એ (નેમિનાથ) તોરણ જોઈને જ પાછા વળ્યા. જો પહેલાં પરણી પછી નવયૌવના સ્ત્રીને તજત તો જાણત કે એ વિચક્ષણોના તોરણરૂપ – શોભારૂપ અગ્રણી છે. (?) વિવરણ : રાજિમતીને પરણવા ગયેલા નેમિનાથ પશુચિત્કાર સાંભળીને જ તોરણેથી પાછા વળી ગયા હતા એ સંદર્ભ છે. સ્થૂલિભદ્રનો મહિમા વર્ણવતાં કવિને એ અપેક્ષિત છે કે સ્થૂલિભદ્ર તો કોશા સાથે ભોગવિલાસ આસ્વાદ્યા પછી પણ અને ચાતુર્માસ એને ત્યાં જ ગાળીને કોશાની ઉપસ્થિતિમાંયે વિરક્ત રહ્યા. - છેલ્લા ચરણમાં સીધો પદાન્વય બેસતો નથી; એ મુશ્કેલીથી બેસાડવો પડે એમ છે. બીજી વારનો ‘તોરણ’ શબ્દ પહેલા ‘તોરણ’ શબ્દથી જુદા અર્થમાં જ હોવો જોઈએ. ‘શોભારૂપ' – ‘અગ્રણી’ એવો એનો અર્થ અહીં હોઈ શકે. (?) ‘તો રણ’ એમ શબ્દો છૂટા પાડી ‘રણવિચક્ષણ’ એમ સમાસ કરીએ તો એમ અન્વયાર્થ કરી શકાય કે ‘તો તમે રણવિચક્ષણ છો એમ માનું.' જોકે આ અન્વયાર્થ પણ Page #213 -------------------------------------------------------------------------- ________________ મુશ્કેલીથી જ બેસાડી શકાય એમ છે. પાર્કીંતર : ૧. રવ તએ હૈં ત્યજતિ; રૂ, ઘ, ૪, ૫, ૪ તરણી/તરુણી. ૨. ઇ જાઈ (પેખવિ'ને બદલે); છ જયઉ (જોઉ’ને સ્થાને). તે તઉ હિ પણિ કામિણિ ભાગઉ, જઈ પન્વય તપ કરવા લાગુ, નવિ તેણð નારી-રસ ચાખ્યઉં, ઇમ આપણપઇ સીલ જ રાખ્યઉં. ૪૩ ગદ્યાનુવાદ : પણ તે તો કામિની (છોડીને) ભાગ્યા અને પર્વત પર જઈ તપ કરવા લાગ્યા. તેમણે નારીરસ ચાખ્યો નહીં. એ રીતે આપોઆપ જ ચારિત્ર્ય જાળવ્યું. વિવરણ : નેમિનાથ રાજિમતીને છોડી દઈને ગિરનાર પર્વત ઉપર ગયા અને તપશ્ચર્યા આરંભી એનો ઉલ્લેખ. બીજી પંક્તિ દ્વારા કવિ સ્થૂલિભદ્રના સંયમબળને જ ઉપસાવે છે. પાઠાંતર : ૧. ગ તે હુ પણિ તે કામિણિ... ∞ પાવઇ ન પર્વત ઘ પચ્છઇ ૨ પ૨તિ. ૨. ૨૬, ૬ આપણપું ગ, ૭, ૮, ૪ આપોપૂં મૈં આપણુ; ૪ શીલગુણ (‘સીલ જ’ને સ્થાને); ગ્ ઇ (જ’ને સ્થાને). જિગ઼ર્ટે સા તિલ-તેલ જ દીઠઉં, તે કહઉ કિમ જાણઇ ધૃત મીઠઉં, એહ અસંભમ વાત કહાણી, હૂઈ સરી જઉ પહુતિ કહાણી. ૪૪ ગદ્યાનુવાદ : જેણે સદા તલનું તેલ જ જોયું છે તે ઘી મીઠું છે તે કહો, કેવી રીતે જાણે ? એવી અસંભવિત વાત-કથની છે. પણ પૃથ્વીમાં એ કહેવાઈ તેનાથી શોભા થઈ. (?) ** વિવરણ : છેલ્લા ચરણનો સીધો અર્થ બેસાડવાનું મુશ્કેલ જણાય છે. અહીં ‘કહાણી’ એટલે ‘કહેવાઈ’ એમ ક્રિયારૂપ તરીકે લઈને, એનાથી ‘હૂઇ સરી’ એટલે ‘શ્રી શોભા થઈ' એમ ચરણનો સંભવિત અન્વયાર્થ કર્યો છે. પાર્માંતર : ૧. ૬ જેણઇ સદાઇ તેલ...; ટ કહઉ' નથી; ટ....જાણી જે ધૃત મીઠો; ૨૬, ૧, ૨, ૩, ૪ ઘી. ૨. રવ કવહાણી; ટ સરખી (સરી જઉ'ને બદલે). જેણð નારિ તણું રસ ચાખી, જાણ્યઉ સીલ તન્નઉ ગુણ રાખી, એણð વહિરઇ શિસ સુરજ સાખી, આગમ વાત ઇસી જઉ ભાખી. ૪૫ ગદ્યાનુવાદ : જેણે નારીનો રસ ચાખીને શીલ (ચારિત્ર્ય)નો ગુણ રાખી જાણ્યો તેની પ્રેમક્રીડામાં (?) સૂર્ય અને ચંદ્ર સાક્ષી છે. શાસ્ત્રમાં આવી વાત કહેવાઈ છે. વિવરણ : ૧૯મી કડીથી આરંભીને, સ્થૂલિભદ્રના ચિરત્રના કેટલાક નોંધપાત્ર પ્રસંગો ઉલ્લેખીને કવિએ અહીં સુધી સ્થૂલિભદ્ર-મહિમા રચનાની ભૂમિકા રૂપે રજૂ કર્યો છે. બીજી પંકિતમાં‘વહિરઇ’ પ્રેમક્રીડામાં’ એવો અર્થ બેસાડ્યો છે. વિહરઅ (દે.) = સુરત, સંભોગ. આનો આધાર લઈને આ અર્થ કર્યો છે, પણ તે નિશ્ચિત નથી. ૧૯૬ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ = Page #214 -------------------------------------------------------------------------- ________________ પહેલો અધિકાર / ૧૯૭ પાઠતર : ૧. ૨૪ જેણિ એ નારિ તણો, ગ, નારીનું રસ. ૨. ર૩, ઇણ એણઈને બદલે) ૪ ૪. ઈણિ; ૪ શ્રી “શસિને બદલે); આ આગઈ. ગામ નામ તસુ ઠામ વખાસઉં, આદિહિં પુન્ય તણઉ જિહાં થાઉં, નગર ભલું તે લંક સમાઉં, પાડલપુર સચરાચર જાઉં. ૪૯ ગદ્યાનુવાદ : તેમનું ગામ, નામ અને સ્થાન વર્ણવું છું. આરંભથી જ્યાં પુણ્યનું સ્થાનક છે તે લંકા સમાન સુંદર નગર પાડલપુર વિશ્વમાં જાણીતું છે. વિવરણ : પાડલપુર નગરનું વર્ણન (કડી ૪૬થી ૫૮). પ્રથમ પંક્તિમાં “આદિહિં માં જોવા મળતો ‘હિં પ્રત્યય આ કાળે વપરાશમાં છે. પાઠતર : ૧. ર૩, , ૫, , ગામ ઠામ તસ નામ વખાણ | વખાણું.... ગ, ઇ, ૨, ૪ આદિ જ આદિઈ; જે (જિહાંને બદલે) છ જિ. ૨. ર જે તેને બદલે). ગઢ પાખલિ મોટી લખાઈ, પડકોઠઈ વલી સબલ સખાઈ, ચિહું દિસિ ચઉપટ પોલિ પગારા ઠામ ઠામિ શિવ જન વિહાર. ૪૭ ગદ્યાનુવાદ: ગઢ ફરતી મોટી લખાઈ છે. વળી પડકોટ સાથે એનું સબળ સંખ્ય કે સહાયતા ?) છે. ચારે દિશામાં વિશાળ પોળ (દરવાજા) અને ગઢ-કોટ છે. ઠામઠામે ઠેકઠેકાણે) શૈવ અને જૈન વિહારો છે. પાઠાંતર : ૧ ઇ તે (વલી’ને બદલે) 2 તિહાં , સજાઈ (“સખાઈ'ને બદલે). ૨ ગ, ૪ સવિ (‘શિવાને બદલે) ૪ શિબ; 1 વિહારી. મોટે મંદિરિ બહુ કોરિણી, નયણિ ન દીસ તિહાં કો રાણીઆ, સૂર વહઈ નિત કરિ કોદડહ, કહ તીરઈ નવિ દેહ કો દડહ. ૪૮ ગદ્યાનુવાદ : મોટાં મંદિરોમાં બહુ જ કોતરણી છે. ત્યાં કોઈ ઋણી દેવાદાર) નજરે પડતા નથી. શૂરવીરો હંમેશાં હાથમાં ધનુષ્ય ધારણ કરે છે. તેઓ કોઈને તીરથી કોઈ શિક્ષા આપતા નથી. વિવરણ : આ કડીની બન્ને પંક્તિઓમાં કવિએ પ્રયોજેલા યમક અચૂક ધ્યાન ખેંચશે. અન્યત્ર પણ કવિએ આવા યમકપ્રયોગોનો ભરપૂર ઉપયોગ કર્યો છે. પાઠાંતર : ૧. સુ મોટો ૪ મોટા; ઇ નર ટ ભીંતરિ ((નયણિ'ને બદલે). ૨ , = કહઈ; ન નવિ દીસિઈ દંડહ; ર૩, પ, ૬, ૪ દિઈ (દેહને બદલે); s લઈ ટ લે ૩, ૩ લિઈ (દેહને બદલે). પાઠચર્ચા : ૪ સિવાયની કોઈ પ્રત “દેહ પાઠ આપતી નથી. દિઇ/દીઇ' સ્પષ્ટ પાઠ ગણાય. પણ બીજી પંક્તિમાંનું કોદંડહ - કહ - દેહ - દંડહ એ પ્રાસસૌંદર્ય જળવાય તે માટે મુખ્ય પ્રતનો દેહ પાઠ યથાવત્ રાખ્યો છે. કવિએ પણ નાદસોંદર્યના આવા પ્રયોજનથી જ દેની સાથે હકારનું ઉચ્ચારણ જોવું જણાય છે. . • FO Page #215 -------------------------------------------------------------------------- ________________ ઘરિ ઘરિ સોહઈ વન્નરવાલા, દડ ધજા સોવિન કલસાલા, ભામિનિ ઓઢી નવરંગ ફાલા, નાનાવિધિ પરિ ચંપકમાલા. ૪૯ ગદ્યાનુવાદ : ઘેરઘેર દ્વારે લટકાવાતી) વંદનમાળા, દંડધજા અને સુવર્ણના કળશ શોભે છે. સ્ત્રીઓ નવરંગી ઓઢણી ઓઢે છે અને વિવિધ પ્રકારે ચંપકમાળા ધારણ વિવરણ: ૪૯થી ૫૯ એમ સળંગ ૧૧ કડી સુધી એકસરખા ચરણાન્ત-પ્રાસ કવિએ પ્રયોજ્યા છે. પ્રત્યેક ચરણને અંતે “આલા” ઉચ્ચારણની પ્રાસતરાહ કવિએ જાળવી છે. પાઠાંતર: ૧. રર ઘરિ સોહઈ ઘરિ સોહઈ; ટ ઘરિ એક જ વાર); ગ સોવન (“સોહને બદલે). ૨ ટ ભામિનિ ઓ ભામિનિ ઓઢે; ઓઢ; ૪ ફલી; ર ગલિ (‘પરિને બદલે); ગ ચંપક પરિમાલા; ૪માલી. ધૂપ-ઘટી પરિમલ સુવિશાલા, મધુકર ગુણ ગાઈ ઝીણાલા, કેવિ વસઈ માનવ સુગુરાલા કે લટકાલા શિરિ છોગાલા. ૫૦ ગદ્યાનુવાદ : ધૂપદાનીનો પરિમલ સુવિશાળ (વ્યાપક) છે. મધુકર ઝીણા (મંદ) ગુણ ગાય છે (ગણગણાટ કરે છે). ત્યાં સદ્દગુણી, લટકાળા કે માથે છોગાળા કેટલાય માણસો વસે છે. વિવરણ: ‘ગુણ ગાઈનો સીધો અર્થ તો ‘ગુણ ગાય છે' એમ થાય. પણ પ્રાકૃતકોશ ગુણ = ઉચ્ચારણ એવો અર્થ આપે છે. હિંદીમાં ગુનગુનાની અને ગુજ. માં ગણગણવું છે જ. એટલે અહીં “ગુણનો અર્થ ગણગણાટ, ગુંજારવ' () લઈએ તો “મધુકર ગુણ ગાઈ'નો અન્વયાર્થ “મધુકર ગણગણાટ કરે છે – ગુંજારવ કરે છે એમ પણ થઈ શકે. પાઠાંતર : ૨. ગ સુવિશાલા (સુગુણાલાને બદલે). ચતુરચઉપટ નઈ વેધાલા, રૂપઈ મદન સમા રતનાલા. ઘની અલસર સુકમાલા, મહુવઈ પરગટ તે ચઉસાલા. ૫૧ ગદ્યાનુવાદ : (તેઓ) ઘણા ચતુર ને વિદગ્ધ (રસિક) છે. રૂપે કામદેવ જેવા રત્નમય (સુંદર?) છે. દાની, અલબેલા અને સુકોમળ છે. પૃથ્વી ઉપર તે ખૂબ પ્રસિદ્ધ છે. પાઠાંતર : ૧. ઇ, ૨, ૩, ૪, ૮, ૪ ચાતુર; ઇ ચુઘટ; 1 અતિ (‘નઇને બદલે). ૨ ઇ સગુણાલા; ઇ પુ4િ v. 1 નઈ (“તેને સ્થાને). મદિરાપાન કરિ મતવાલા, ભોગી ભમર ભમ ભમરાલા. સેરી મેરી લોક અટાલા, વચિ વચિ અંત્યજના હુઈ યલા. પર. ગદ્યાનુવાદ ; મતવાલા પુરુષો) મદિરાપાન કરે છે, ભમરાળા (ચંચળ) ભોગી ભ્રમરો ભમે છે, શેરીએ શેરીએ મસ્તીખોર લોકો છે, વચ્ચેવચ્ચે અંત્યજો – શૂદ્રોના વાડા છે. ૧૯૮ / સહજસુંદરકૃત ગુણરત્નાકરદ Jain. Education International Page #216 -------------------------------------------------------------------------- ________________ પહેલો અધિકાર / ૧૯૯ પાઠાંતર: ૧, ૨, ૩, ૪ કરી; ટ રંગાલા (“ભમરાલાને બદલે). ૨. ૩ કઈ ટાલા. પાક્યર્ચા : ૪ ના કરી’ પાઠને સ્થાને અન્ય પ્રતોનો ‘કરિ પાઠ વ્યાકરણદષ્ટિએ શુદ્ધ હોઈ તે સ્વીકાર્યો છે. પોઢી પરવ ભલી પોસાલા, બીજી ધરમ તણી વલી શાલા, મંગલ ધવલ ભાઈ જયમાલા, રંગવિનોદ કરઈ વર બાલા. ૫૩. ગદ્યાનુવાદ : (ત્યાં) મોટી પરબ અને સુંદર પોષધશાળાઓ છે. અને વળી અન્ય ધર્મશાળાઓ છે. સુંદર સ્ત્રીઓ મંગલ ધોળ અને જયમાલા ગાય છે તેમજ આનંદવિનોદ કરે છે. પાઠાંતર : ૧. ના પવર; ગ, ૪ બીજા; ૪ બહુ સાલા. ૨. રવ રંગિ (રંગને બદલે). પાલખીઠ બસઈ નરપાલા, હીંડઈ એક વલી નર પાલા. લોક વસઈ ધનવંત મયાલા, ખટ દરશન સેવઈ તરડાલા. ૫૪ ગદ્યાનુવાદ : રાજવીઓ પાલખીમાં બેસે છે. વળી કેટલાક લોકો પગપાળા ચાલે છે. ધનવાન અને દયાળુ લોકો ત્યાં વસે છે, અને પદર્શન રૂપી વૃક્ષડાળને સેવે છે. વિવરણ: ષડ્રદર્શન આ પ્રમાણે : ૧ જૈન ૨. મીમાંસક ૩, બૌદ્ધ ૪. નૈયાયિક ૫. વૈશેષિક ૬. સાંખ્ય. પાઠાંતર : ૧. ર એક પાલખી બૈર્સ નરપાલા, હીંડિ વિવહારી ડાકડમાલ. ૨. જ દરસણે. કરમી કોડિ ગમે કુશાલા, મોહન મૂરતિ નર મૂછાલા, ચહેરાસી ચુટે દુંદાલા, સાજણ સહિજઈ કિરઈ સંહાલા. ૫૫ ગદ્યાનુવાદ : અસંખ્ય બાજુએ – બધી બાજુએ કુંચાલા, મુછાળા, સુંદર રૂપવાળા ભાગ્યશાળી પુરુષો જોવા મળે છે. ચોર્યાસી ચૌટે ફાંદવાળા ને સુંવાળા સાજન સ્વાભાવિકતાથી ફરે છે. વિવરણ: કોડિ ગમે' = અસંખ્ય બાજુએ, બધી બાજુએ એવો અર્થ વધુ સંભવિત લાગે છે. ગમ=પ્રકાર એવો અર્થ લઈએ તો “અસંખ્ય પ્રકારના અર્થમાં “કોડિ ગમે અહીં દર્શાવેલા માણસો સાથે બંધ બેસશે. ગમ = યુક્તિ, બુદ્ધિ, દષ્ટિ એવો અર્થ પણ થાય છે. રાજ. શબ્દકોશ કરમી = કાર્યનિષ્ઠ એવો અર્થ આપે છે. પાઠાંતર : ૨ ૨૪ ચહોટઈ; ર મૂછાલા (દુંદાલાને સ્થાને); x સાજન સહિત... વ વસઈ (ફિરઈને સ્થાને). વાડી વન ઉદ્યાન ઝમાલા, વાવિ સરોવર કુપ રસાલા, ગંગાનીર વહઈ અસરાલા, જલચર જીવ કરઈ કતાલા. ૧૬ ગદ્યાનુવાદ: વાડી, વન, ઉદ્યાન શોભીતાં છે. વાવ, સરોવર, કૂવા રસાળ છે. ગંગાનીર Page #217 -------------------------------------------------------------------------- ________________ પ્રચુરપણે વહે છે. જેમાં) જલચર પ્રાણીઓ કાપાકાપી કરે છે. વિવરણ: ઉર્દૂકોશ કિતાલ = મારકાટ, રક્તપાત, ફા.-ગુજ. કોશ અને ભ.ગો. કિતાલ = કાપાકાપી, કંકાસ એવા અર્થો આપે છે. એ આધારે અહીં કતાલા = કાપાકાપી એવા અર્થની સંભાવના કરી છે. પાઠાંતર : ૧. ૪ નવ (વનને બદલે). ૨ ૪ અસુરાલા; રુ. ૪ કરંતિ (‘કરને બદલે); ગ..કઈ તિ કરાલા; ર૩, ૪ તાલા ઇ કુંતાલા. બાજી બોલ કહઈ ભાવાલા, મીઠા ઝૂઝ કરઈ મછરાલા, ચાડી ચોર તણા નહીં ચાલા, સુંહણઈ કોઈ ન ભરાઈ ઊચાલા. ૫૭. ગદ્યાનુવાદ: ભાવવાળા (રસિકો) બાજીબોલ (ગમ્મતભર્યા બોલ) કહે છે. મત્સરવાળા (ગર્વીલા) મીઠાં યુદ્ધ કરે છે. ચુગલીખોર અને ચોરના ત્યાં ચાળા પ્રવૃત્તિ) નથી. સ્વપ્નામાં પણ કોઈ ઉચાળા ભરતું નથી. પાઠાંતર : ૧. ૪ બીજા બોલ; રવ બાજી લોક કહઈ ભામાલા લા; ઇ, કહું; ૩ મીઢારૂ (મીઠા ઝૂઝને સ્થાને); ૭, ૮, ૪ મીંઢા; $ મરાલા (મછરાલાને બદલે). ૨. ર૩ નહી તિહા (‘તણા નહીં'ને સ્થાને); ૪, ૮ તણી. પાઠચર્ચા: સિવાયની અન્ય પ્રતો બાજી અને મછરાલા” પાઠ આપે છે. અર્થદષ્ટિએ આ શબ્દો વધુ બંધબેસતા હોઈ અને અન્ય બધી પ્રતોનો આધાર હોઈ એ પાઠ સ્વીકાર્યા છે. . નિર્દય કાગ મિલી અતિ કાલા, પંખીના જિમ સોધઈ માલા, નગરતલાર લહઈ તિમ આલા, કપટી કિમ થોભઈ વિકરાલા. ૫૮ ગદ્યાનુવાદ : જેમ ઘણા નિર્દય કાળા કાગડા મળીને પંખીના માળા શોધે છે, તેમ નગરના કોટવાળ મકાનો તપાસે છે. ત્યાં વિકરાળ કપટી જનો કેમ રહી શકે ? પાઠાંતર : ૧. ગ કરી (મિલીને બદલે); રુ મિલીઈ તિ; રવ તિહ કાલા; “અતિ' નથી ઇ, ર તિહાં નઈ તિહિ (‘અતિ’ને બદલે); ગ તે ૩, ૪ તિહાં (જિમને બદલે; ૪ સાર્ધ (“સોધઈ ને બદલે). ૨ – વસંતિ મયાલા (લહઈ તિમ આલાને બદલે) દ હીંડે મતવાલા ૪ લહતિ મયાલા; ઘ રહે લહઈ ને બદલે); રવ, ઇ, ૨, s, 2 વિકટી (“કપટીને બદલે). . દેશધણી તે રશિ રોસાલા, પૂરી ઝૂઝ તણી કરિ ઝાલા, રાજા નંદ ત્યા રખવાલા. વયરી-પ્રાણ હરઈ તતકાલા. ૫૯ ગદ્યાનુવાદ : દેશસ્વામી તે રણમાં રોષવાળા છે. હાથથી યુદ્ધની જ્વાળા સળગાવે (પ્રગટાવે છે. નંદ રાજા જેવો રક્ષણહાર છે, જે દુશ્મનના પ્રાણ તત્કાલ હરે છે. વિવરણ : પહેલી પંક્તિમાં પૂરી પાઠ પૂરઈ કે પૂરિના અર્થમાં અહીં લઈએ ૨૦૦ / સહજસુંદરકત ગુણરત્નાકરછંદ , Page #218 -------------------------------------------------------------------------- ________________ પહેલો અધિકાર / ૨૦૧ તો 'જ્વાળા સળગાવે છે' એમ અન્વય બેસે છે. પૂરીને જ્વાળાના વિશેષણ તરીકે પણ લઈ શકાય. પાઠાંતર ઃ ૧. ૪ વલી માલા (કરિ ઝાલા'ને બદલે). ૨. ન રિપુના (‘વયરી'ને બદલે; ૪ હણે તતકાલા. રાજા નંદ સુખી સદા, ગુણમણિરયાણકરંડ, હયગયરથપાયકધણી, પાલઈ રાજ અખંડ. ૬૦ ગદ્યાનુવાદ : નંદરાજા સદા સુખી છે. તે ગુણ રૂપી મણિરત્નોનો કરંડિયો છે. ઘોડા, હાથી, રથ અને પાયદળનો તે ધણી રાજ્યનું અખંડ પાલન કરે છે. પાઠાંતર : દુગ્ધઘટા છંદ. ૨ $ ઘણા (ધણી'ને સ્થાને). પાઠચર્ચા : 8 સિવાયની બધી પ્રતો “ઘણાને સ્થાને “ધણી' પાઠ આપે છે. વસ્તુ સંદર્ભમાં એ યોગ્ય રીતે બંધબેસતો થતો હોઈ એ પાઠ સ્વીકાર્યો છે. મંત્રીસ્વર માહે મૂલગઉ મહિંત શ્રી શગડાલ લાછલદે લિખિમી કિસી ઘરની ઘરિ સુકમાલ. ૬૧ ગદ્યાનુવાદ : મંત્રીશ્વરોમાં મુખ્ય શ્રી શકટાલ મહેતા છે, જેને લક્ષ્મી સમી લાછલદે નામે સુકુમાર ગૃહિણી ઘેર છે. પાઠાંતર : ૧, ૩, ૪ વલી (“શ્રી”ને સ્થાને). ૨ ૩ લાછલદેવી; ગ..ઘર ઘરણી , ૩ ઘરિ ઘરણી; ગ સુવિઘલ ૨, ૪, ૫, સુ સુકુમાલ. પદમિનિ પદમસરોવરÒ, કત કરઈ જલકેલિ, સ્વાતિ નક્ષત્રઈ સીપ જિમ, ગરમ ધરઈ તિમ હેલિ. ૬૨ ગદ્યાનુવાદ : પદ્મસરોવરમાં પદ્મિની (કમલિની)ની જેમ એ પ્રિયતમ સાથે જલક્રીડા કરે છે, અને સ્વાતિ નક્ષત્રમાં છીપની જેમ તે તત્કાલ ગર્ભ ધારણ કરે છે. પાઠતર : ૧. ગ પ્રીતિ (‘પદમ'ને બદલે); $ જલગેલિ ગ ગુણગેલિ. ૨. ટ નક્ષત્રહ; ટ ધરિ જિમ હેલિફ ટ તેણઈ મેલિ (તિમ હેલિ'ને બદલે). દેવ તણી રિધિ ભોગવી, જાણે ચવીહ સુરિંદ, માનવભવ અજૂઆલિવા, પૂનિમન કરિ ચંદ. ૬૩ . ગદ્યાનુવાદ : દેવની રિદ્ધિ ભોગવી, માનવભવ અજવાળવા માટે પૂનમના ચંદ્રની જેમ જાણે દેવેન્દ્ર મનુષ્યગતિમાં (ગર્ભમાં) આવ્યા. વિવરણ : અહીં “સુરિંદ' = દેવેન્દ્ર, ઈન્દ્ર, સુરેન્દ્ર એવો અર્થ હોવાનું જણાય છે. ઉભેક્ષા અલંકારમાં અહીં સ્થૂલિભદ્રના ઉપમાન તરીકે ‘સુરિંદ' શબ્દ છે. - જીવ દેવગતિમાંથી મનુષ્ય કે તિફ અવતારમાં આવે તેને “ચ્યવન' કહે છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ અહીં જુઓ “ચવઉ” ક્રિયારૂપ. પાઠાંતર : ૨, ૪ માનભવ; શ કરે ૩ જિમ ચંદ. પૂરવ દિશિ જિમ ઊગીલ, શ્રી સૂરિજ સુવિશાલ, તિમ માતા-ઉરિ ઊપનઉ, લીલાવંત ભૂઆલ. ૬૪ ગદ્યાનુવાદ : પૂર્વ દિશામાં જેમ સુવિશાળ સૂર્ય ઊગ્યો તેમ માતાના ઉદરે લીલાવંત ભૂપાલ જમ્યો. પાઠતર : ૧, ૨, ૩, ૪, ૪ યમ (જિમ ને બદલે). ૨ તિ (‘તિમાને બદલે). - લઘુ બંધવ બીજઉ વલી, શિરીઉ હસ્યાં સુજાણ, વિલસીનઈ વિરમઈ જિ કે, તેહનઉં કરું વખાણ. ૬૫ ગદ્યાનુવાદ : વળી એક બીજો ડાહ્યો (સમજદાર) નાનો ભાઈ શ્રીયક પેદા થશે. ભોગવિલાસ ભોગવીને જે વિરક્ત થયા તેમનું વર્ણન કરું છું. વિવરણ; પહેલી પંક્તિ શ્રીયક વિશે, પણ બીજી પંક્તિમાં યૂલિભદ્રનો સંદર્ભ છે. પાઠાંતર : ૧. ૨૩, ઘ, , ૩, ૪, ૮ સમાણ (‘સુજાણને બદલે). હવઈ ઉચ્છવ પુત્ર જ તણા કરસ્યાં પિતા પવિત્ર, તે જે કૌતુક હોઇમ્ય જીસ્વઈ લોક વિચિત્ર. ૬૬ ગદ્યાનુવાદઃ હવે પિતા પુત્રના પવિત્ર ઉત્સવ કરશે. તેનાં જે ભાતભાતનાં મનોરંજનો - તમાશા થશે તે લોક જોશે. પાઠાંતર : ૧. હિવે જન્મમહોચ્છવ પુત્રના, ન પુત્રહ તણા; 1 જ નથી. ૨. છે તે જોવા (“તે જેને બદલે). ઘરિ મંડાણ હસ્ય ઘણા, ગુણ ગાસ્ય) નરનારિ, ભોગવચ્ચઇ ભોગીપણઉં, તે બીજઈ અધિકારિ. ૬૭ ગદ્યાનુવાદ: ઘેર ઘણી તૈયારીઓ થશે. નરનારીઓ (એના) ગુણ ગાશે. તે (સ્થૂલિભદ્ર) ભોગીપણું ભોગવશે તે વાત બીજા અધિકારમાં કહેવાશે. પાઠાંતર : ૧. ઘણું ૨ ૪ ભોગી ભમર (ભોગીપણઉને બદલે) , ૮ ભોગી પ્રિય નીર થકી જિમ કમલ, દસઈ દિસિ મૂકઈ વાસી, વઈ ગુહિર નીસાણ, લોક તિહાં મિલઈ તમારી જનમ તણી અધિકારિ એક અખ્યાણાં લ્યાવઈ, ધવલ મંગલ થઈ રાસ, નારિ-નર મલી વધાવઈ, ૨૦૨ / સહજસુંદરત ગુણરત્નાકરછંદ Page #220 -------------------------------------------------------------------------- ________________ પહેલો અધિકાર / ૨૦૩ ઈમ રંગ સહસુંદર કહી, દેવિ દીલ મુઝ સારદા, નવનવા ભાવ કહિવા, વલી લાડકોડ પૂરુ સદા ૬૮ ગદ્યાનુવાદ : નીરમાંથી જન્મેલ કમલની જેમ દસે દિશામાં એ સુવાસ ફેલાવે છે. ઘેરાં – ગંભીર નિશાન (નોબત) વાગે છે. લોક ત્યાં તમાશો જોવા ભેગા મળે છે. જન્મના પ્રકરણ પ્રસંગ)માં કેટલીક સ્ત્રીઓ અખાણું (શુભકાર્યમાં ભરવામાં આવતી ચોખા જેવા અખંડ અનાજની સામગ્રી) લાવે છે. મંગળ ધોળ (ગાઈ) ને રાસે રમી નરનારી ભેગાં મળી વધાવે છે. સહજસુંદર એમ કહે છે, હે દેવી શારદા, મને નવાનવા ભાવ કહેવા માટે ઉમળકો આપો. વળી સદા લાડકોડ પૂરા કરો.” વિવરણ : આ અધિકારની અંતિમ ત્રણ કડીઓમાં બીજા અધિકારના આરંભ – જન્મ મહોત્સવવર્ણનનો પૂર્વનિર્દેશ થયો છે. પાઠાંતર : ૨૨ છંદનું નામ નથી ઘ, ગ, ટ કલશ ઇ કલસ ષપદ છે, કવિતા કલશ સુ કવિત્વ. ૩ ગ, ૪ એહિવિ (‘એક’ને સ્થાને). ૪. , નિર (“નર'ને સ્થાને); મલ (મલી’ને બદલે જ મિલીય. ૫ ૨૩, ગ, ઘ રેગિ જ રંગે; ન ભણઈ (‘કહઈને બદલે) ૩ “કહઈ નથી; ર૩, ૪ દેવ; છ દેવી વર દિલ મુઝ સદા; ટ દેવિ’ નથી; ૪ ધો ૩ દિઇ; ર દિલે વાણી... ૬ ૪, ૪ કહિસ્યઉં, ૪ લાખ કોડ (“લાડકોડને બદલે). પાઠચર્ચા: ૬, ૪ સિવાયની બધી પ્રતો છેલ્લી પંક્તિમાં “કહિસ્યઉ'ને સ્થાને “કહિવા' પાઠ આપતી હોઈ અને છંદદષ્ટિએ એ વધુ સ્વીકાર્ય જણાતાં મુખ્ય પ્રતનો પાઠ બદલ્યો છે. ઈતિ શ્રી ગુણરત્નાકરછેદે, મહાવિનોદરસે, પ્રથમોધિકારઃ ૧ | છ || પાઠાંતર : ૨૪ ઇતિ શ્રી ગુણરત્નાકરસિ મહાછંદસિ પ્રથમોધિકાર. ન ઇતિ શ્રી ગુણરત્નાકરછંદે પ્રથમોધિકાર સંપૂર્ણ: I ચ્છ || ૧. ઇ ઇતિ શ્રી ગુણરત્નાકર મહાછંદસિ પ્રથમોધિકાર: સંપૂર્ણ: # ૧ || છ || ૪ ઇતિ શ્રી ગુણરતનાકર મહાછંદે પ્રથમો અધિકાર સમાપ્ત: | ઇ ઇતિ શ્રી યૂલિભદ્ર ગુણરત્નાકરછંદે પ્રથમાધિકાર: સમાપ્ત: 1 ઇતિ રંગરતનાગર છંદે પ્રથમોધિકાર સુ ઇતિ શ્રી ગુણરત્નાકરછંદસિ પ્રથમોધિકાર: સંપૂર્ણ: છે. ૧. ૪ ઇતિ શ્રી ગુણરત્નાકરછેદે પ્રથમોધિકાર: || ૩ ઇતિ શ્રી ગુણરત્નાકરછંદસિ પ્રથમોધિકાર: | છ | Page #221 -------------------------------------------------------------------------- ________________ બીજો અધિકાર બે અક્ષરી આય હવિ તું સંભલિ સારદ માયા. પહિલા મઈ અધિકાર સુરાયા, વલિ આથી નરનઈ રઢિ લાગી. એ સુશિવા સવિહુ મતિ જાગી. ૧ ગદ્યાનુવાદ : હે શારદ માતા, હવે તું સંભાળ લે. મેં પહેલો અધિકાર સંભળાવ્યો. વળી આગળ, નરને રઢ લાગી એ સાંભળવા સર્વની મતિ જાગી. વિવરણ : “સંભલિ' આજ્ઞાર્થનું રૂપ “સંભાળ લે' એ અર્થમાં હોવાનું જણાય છે. હિં સંમેનના રૂપ છે જ. પાઠાંતર : રવ, ગ, ઘ, શ, ષ. ૩, , ૪ છંદનું નામ નથી જ અડઅલ્લ છંદ. ૧ - હિવઈ સંભલિ તું... ૪ ‘તું નથી; ગ માં ૨, ૩ સહુનઈ ૪ હૂઈ ('સવિહુને બદલે). પાઠચર્ચા : ૬ પ્રતમાં “સવિતું પાઠ હતો તે સુધારીને રવ પ્રતમાં મળતા પાઠની જેમ “સવિહુ' કરી લીધો છે. સવિહુ = સર્વ કોઈ (સં. સર્વ + રવ7) વાર વાર તુઝ પય શિર નામઉં, વલી કહુ તુ જઉ વર પામઉં, તવ બોલી કહઈ સારદ મુઝનઈ, આગઈ દીધઉ છઈ વર તુઝનઈ. ૨ ગદ્યાનુવાદ : વારંવાર તારાં ચરણે શિર નમાવું છું. જો વરદાન પામું તો આગળ કહું. ત્યારે શારદા મને બોલી કહે છે, “આગળ તને વરદાન દીધું છે.” પાઠાંતર: ૧, ૨, ૩ પાય; .પાઈ સિર લાગું, વલી કહુ તુ તુઝ વર માગું; રવ વલીવલી કહું; જો (‘તુ જઉ'ને બદલે). ૨. ઇ તુ બુલ્લઈ તુ બોલ ! તુ બોલર (‘તવ બોલીને બદલે). મુઝ મુખિ ઇસી વસી તવ વાણી, મધુર સ્થિઉ મેવઉ ખરસાણી, જનમ મહોચ્છવ હિવે હું બોલિસ, કરિ વિસ્તાર ઘણી પરિ વત્રિસુ૩ ગદ્યાનુવાદ : મારા મુખમાં તારી વાણી એવી વસી છે, જેવો મધુર ખુરસાણી મેવો હોય છે. હવે હું જન્મમહોત્સવ કહીશ. એનો બહુ પ્રકારે વિસ્તાર કરી વર્ણવીશ. વિવરણ: ઈરાનનો પ્રદેશ ખુરાસાન. તે પરથી વિશેષણ ખરસાણી. પાઠાંતર : ૧. ઇ તિણિ વાણી ઇ જવ વાણી; રુ મધુરસ (મધુર સ્થિઉને બદલે). ૨. ગ જ હું રવ બોલ્લસિ; ગ કવિ (“કરિને બદલે); ર૩ વસ્તારિ; ગ વત્રિસિ વિજ્ઞવસુ. મહિતકે રાજ તણકે અધિકારી, વિત્ત વેચઈ ઘણ પરઉપગારી, વારઈ વહિત કર નવિ અંચઈ, મહિમા જશ કરતિ ગુણ સંચઈ. ૪ ૨૦૪ / સહજસુંદરફત ગુણરત્નાકરછેદ Page #222 -------------------------------------------------------------------------- ________________ બીજો અધિકાર | ૨૦૫ ગદ્યાનુવાદ : મહેતો રાજ્યનો અધિકારી છે. એ પરોપકારી છે અને ઘણું ધન વાપરે છે. મદદ કરતાં એનો હાથ અચકાતો નથી. (આ રીતે તે) મહિમા, યશ, કીર્તિ, ગુણ સંચિત કરે છે. પાઠાંતર : ૧. રવ રાજ પાત્ર; ઞ વિત્ત વેચંતુ પરઉપગારી; સ્વ, ઘ, ચ, છ, ગ, ફા, ટ તે (ઘણ’ને બદલે). ૨, ૬, ૬ જાસ ('જશ'ને બદલે). જનમ્યું પુત્ર કરઇ મહોચ્છવ, આખઇ ગામિ થયઉ જ્યજ્ય રવ, પંચ શબદ વાજઇ લિ ઢોલહ, મૃગનયણી મંગલ મુખિ બોલહ. ૫ ગદ્યાનુવાદ : પુત્ર જન્મ્યો એટલે તે મહોત્સવ કરે છે. આખાય ગામમાં જયજયનાદ થયો. પંચશબ્દ (પાંચ મંગલસૂચક વાદ્યો) ને ઢોલ વાગે છે. મૃગનયણી સ્ત્રીઓ મુખે મંગલ બોલે છે. પાઠાંતર : ૧. વ, ગ જનમિઉ; હૈં હવઇ ઉચ્છવ (મહોચ્છવ’ને સ્થાને) ઞ હિવિ ઉચ્છવ; જ્ઞ નગર (‘ગામિ'ને બદલે) ૪ નગ૨; વ થઉં. માતાપિતા બિહુ થઇ આસીસહ, સુત જીવે છેં કોડિ વીસહ, ચામુડા ચંદ્રઉ ચઢાવઇ, ગુરુ ગોત્રજ નઈં ગર મનાવઇ. ૬ ગદ્યાનુવાદ : માતાપિતા બન્ને આશિષ આપે છે, હે પુત્ર, તું કોટિ વર્ષ જીવજે.' તેઓ ચામુંડાને ચંદરવો ચઢાવે છે. ગુરુ, ગોત્રજ ને ગૌરીને રીઝવે છે. પાāતર : ૧. ૬, ૪, ૬, ૪ બહુ; ૬ દિઅ; રવ જીત. ૨૮ ચંદ્રડૂ; = નઈં’ નથી; ∞, છ ગુરિ; ગ મનાવું. પૂરી દાન તણી તિણિ નાવા, બઇઠઉ યાચક લોક મનાવા, દિશા વાલી ઘરની વલી તાજી, આપઇ મનગમતા જે તાજી. ૭ ગદ્યાનુવાદ : તે દાનની પૂરી અંજલિ ભરીને યાચક લોકોને રીઝવવા બેઠો. વળી ઘરની દશા સુધારી નવી કરે છે અને મનગમતા ઘોડા આપે છે. પાઠાંતર : ૧. ≥ પૂરી ન દાન તણી તિહાં નાવા; ઘ તણો; હૈં કિર નાવા; ઘ જીવક (યાચક'ને બદલે); ૬ જન્ન મનાવા. ૨. રવ, રૂ, ૮, ૪ દિશા વલી; રૂ ઘર (વલી’ને બદલે); ટ છે ઘરની તાજી; રવ, ઘ, છ, ૨, ૩, ૪ તે ગ વલી (જે'ને બદલે); ટ તે વાજી (જે તાજી'ને બદલે). સહી સમાણી મિલી સુહાસણિ, હસઇ વિનોદ કરંતિ વિલાસન્નિ, કુલવર્ધન કુંઅ કુલદીવઉ, બંદી બોલઇ કહઈ ચિરંજીવઉ. ૮ ગદ્યાનુવાદ : સરખેસરખી સૌભાગ્યવતી સખીઓ ભેગી મળી. તે વિલાસિનીઓ હસે છે ને વિનોદ કરે છે. ‘કુંવર કુલવર્ધન અને કુળદીપક છે.' એમ બંદીજનો બોલે છે અને કહે છે, ‘લાંબું જીવો.’ Page #223 -------------------------------------------------------------------------- ________________ પાઠાંતર : ૧. ગ, TM સહીય; ગ, 7 મિલીય; છુ, ટ કરઇ (‘કરંતિ'ને બદલે). ૨ ૨૧, ૫, ૬, ૭, ૬, ૮ બંદીજન બોલઈ ચરજીવઉ/ચિરજીવઉ; ૪ બોલ. દૂહા ગીત ભાઇ ગુણગાથા, ટુંકમ કેસરના ઘઇ હાથા, નવ નવ નાદિર વધાવઇ કોડે, રોપર્ટી કેલિ ધનોહર ટોડે. ૯ ગદ્યાનુવાદ : દુહા, ગીત અને ગુણગાથા ગાય છે. કુમકુમ-કેસરના હાથા દે છે. નવીનવી નારીઓ ઉમંગથી વધાવે છે. (બારણાના) ટોડલા પાસે મનોહર કેળ રોપે છે. પાઠાંતર : ૧. ગાહા (દૂહા’ને બદલે); 7 ભણજ્ઞ ગુણઈ; પ ીયે ૨. ૪ નવનવી; , ૪ રૂપð ટ રોપી. પાઠચર્ચા : છૅ, ૪ સિવાયની તમામ પ્રતો ‘રોપઇ/રોપી' પાઠ આપે છે. અન્નયાર્થની દૃષ્ટિએ એ ઉચિત જણાવાથી રોપર્ટી' પાઠ લીધો છે. તલીઆતોરણ નઈં ધજ ગૂડી, લહલહતી. દીસઇ અતિ રૂડી, ચંદ્રઅડા ઊભવ્યા વિચિત્રહ, નાચઇ પાત્ર સરૂપ વિચિત્રહ. ૧૦ ગદ્યાનુવાદ : તલીઆતોરણ ને હલતી ધજા-પતાકાઓ ખૂબ સુંદર દીસે છે. વિવિધ રંગોવાળા (ચિત્રિત) ચંદરવા લટકાવ્યા છે. રૂપાળી વારાંગના સુંદર નૃત્ય કરે છે. પાઠાંતર : ૧. ૪ ગૂડી (રૂંડી'ને સ્થાને). ૨. ૬, ૮, ૪ ચંદ્ર; ૪ ઊભા (‘ઊભવ્યા’ને સ્થાને); ટ નાટારંભ નાટારંભ કરિ વિચિત્રહ (છેલ્લું ચરણ); 4 પવિત્રહ (‘વિચિત્રહ’ (૨)ને સ્થાને). ઘણ ગજ્જઇ જિમ કરીય સુવદ્દલ, વજ્જઇ કિટ રેંકટ મદ્દલ, ચચપટ ચચપટ તાલ તરંગા, થોંગિનિ તિર્થંગ નિરાકટ થીંગા. ૧૧ ગદ્યાનુવાદ : જેમ ઘણાં વાદળોવાળો હોવાને કારણે મેઘ ગાજે છે તેમ માદલ ધિધિકટ વેંકટ એવો અવાજ કરે છે. ચચપટ ચચપટ એમ તાલના તરંગ ફેલાય છે. થોંગિનિ તિર્થંગ નિરાકટ થીંગા (એમ ધ્વનિ થાય છે). વિવરણ : બીજી પંક્તિ લગભગ રવાનુકારી શબ્દોની જ બનેલી હોઈ શબ્દાર્થ અને અન્વયની મુશ્કેલી છે. પાઠાંતર : ૧ વ વધઇ (‘વજ્જઇ’ને બદલે); ૪ વધ્યઇ ધિધિકટિ ધિધિકટિ મદ્દલ. ૨ ગ, ટ ચચપટ ચઉપટ તાલ સુરંગા; સ્વ રંગા (તરંગા'ને બદલે) સુરંગા; રસ્ત થોગિન થોગન થોગન થૌગા; ગ તથુગિનિ થોંગિનિ થોંકઠ થંગા; ઘ, ૭, ૮ થોગિનિ ોંગિનિ થાંગિનિ થંગા; ૬, ૬, જ્ઞ થોંગની તિથિગિનિ થોંગિટિ થંગા; ૪ થોંગીનિ તિયુગિનિ થોંગટ થોંગા. ત્રિભંગી છંદ તાર્થોગિનિ તાર્થોગિનિ તિઘુગિનિ તિઘુગિનિ સિરિગમ મપનિ સુસર સરં, નીસાણ કદ્રતિ મમ દ્રહદ્રહ દ્વંદ્વ્રકાર દ્રતિ કર, ૨૦૬ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ Page #224 -------------------------------------------------------------------------- ________________ બીજો અધિકાર / ૨૦૭ ઝલૂરિ ઝણઝણકતિ ભેરી ભણકતિ ભૌ ભૌ ભૂગલ ભરહાય, ઘુગ્દર ઘમઘમકતિ રણણ રણકત સસબદ સમિતિ સદસયે. ૧૨ ગદ્યાનુવાદ : તાથગિનિ હાથોંગિનિ તિઘુગિનિ તિઘુગિનિ સિરિગમ અપધનિ એમ મધુર ધ્વનિ થાય છે. નિશાન દ્રમકે (ઢમકે) છે. કમદ્રમ દ્રહકે છે. દ્રહદ્રહ કૂદ્ધકાર કરે છે. ઝાલર ઝણઝણે છે. ભેરી ભણકે છે. ભૂંગળ ભોં ભૌ ભરઉરે છે (અવાજ કરે છે). ઘૂઘર ઘમઘમે છે, રણઝણ એવો રણકાર કરે છે. સુશબ્દ એવું, અનેક ધ્વનિવાળું વાજિંત્ર સંગતમાં છે. પાઠાંતર : ૨૨, ૩, ૪ છંદનું નામ નથી જ ચાલિ ૨, ૪, ૮ છંદ ૧ ગ સાથોંગિ થૉગિનિ; રવ, ઘ, ૪ તિઘુગિનિ તિઘુગિનિ નથી; ક મપધમિ ૨૩, ગ પધનિ છ મપધપનિ ટ પધપ; ર૩ સુર સર. ૨ , ૪ ‘કિ નથી; શુ કહતિ (દ્રમકતિ’ને બદલે); , ઇ, ૨, ૪, દ્રમકતિ (દ્રકંતિ'ને બદલે); ર૩, ૪ દુકા/ટુંકાર કરે. ૩ ગ રણક્કતિ ઇ, 1 ઝણકંતિ (‘ઝણઝણકંતિ’ને બદલે); ૪ ભેણી (“ભેરી’ને બદલે). ૪ રજ પંક્તિ નથી; ગ ઘુઘર ઘમઘમકંતય ઘુઘર ઘમકંતિ કિ શુધ્ધરિ ઘમકતિ ૩ ઘુઘરિ ઘમઘમકતિ; ગ, ઘ, ૨, ૩, ૪, ૩ ઝંઝર ઝમકંતિ રસરણતંતિ (‘રણણ રણકંતિ'ને બદલે); આ ઝંઝર ઝમકંતિ (“રણણ રણકંતિ’ને બદલે); ગ, ઘ, પ, ૬, ૩, ૪ “સસબદ સંગિતિ’ નથી; ટ નેઉર રણઝણ (સસબદ સંગિતિને બદલે); 5 સદ્વરે ટ સદયસય. આયી સાવ મૂંગાર સમાન રચાવી, એણી પરિ તેણઈ પાત્ર નચાવી, હસતાં કેહની કૂટી નચાવી, કોઈ ન મૂક્યા વલી નચાવી. ૧૩ ગદ્યાનુવાદ: સર્વ સપ્રમાણ શૃંગાર રચાવી, એ પ્રકારે તેણે વારાંગનાને નચાવી. હસતાં હસતાં કોઈની ભૃકુટિ ભમાવી. વળી નચાવવા ખેલાવવા)માંથી કોઈને છોડ્યા નહીં. વિવરણ : અહીં ત્રણ વાર ‘નચાવી આવે છે. એ યમક પ્રયોગ છે. ત્રણેની અર્થચ્છાયાઓ જુદીજુદી જણાય છે. છેલ્લા ચરણના અન્વયાર્થીની બીજી પણ એક શક્યતા છે. ચાવ=બદનામી (હિ) એવો અર્થ કરીએ તો “બદનામ કર્યા વગર કોઈને છોડ્યા નહીં. (2) એવો સંભવિત અન્વયાર્થ થઈ શકે. પાઠાંતર : રવ, ગ, ઘ, શ, ષ, સુ, ૪ છંદનું નામ નથી જ અડયુલ્લ છંદ : દૂહા. ૧ ૨૦ સેત સણગાર સમાન. ગ, ઘ, ૫, ૭, ૮, ૪ સવિ (“સાવ'ને સ્થાને); ટ શિણગાર; ર ઇણ પરિ બહુવિધ (‘એણી પરિ તેણને બદલે). ૨. ર૩, હસતી કહિની કૂટ, ૪ ઉછવ મહોચ્છવ અતિ બનાવી (હસતાં....નચાવી’ને બદલે) ૪, ૮ હસતી કહિતી કૂડ નચાવી ૪ હસતાં કતાં કહિની.; સુ કહિની; ગ કોટિ (કૂટીને સ્થાને); મુક્યો; ૩ મુકયા વિણ જ મનાવી; રવ લચાવી (‘નચાવી' (૨)ને બદલે) Page #225 -------------------------------------------------------------------------- ________________ ઇ લજાવી. દેઈ દાન ઘઉં વલિ પોષઈ, પાડલપુર સઘલઉં સંતોષઈ, ઘરઉંબર સુકુટંબ જિમાડઈ, કુલની કરતિ ભલી ભવાઈ. ૧૪ ગદ્યાનુવાદ : વળી ઘણું દાન આપીને સઘળા પાડલપુરને પોષે છે અને સંતોષે છે. ઘરને ઉંબરે (અથવા એકેએક ઘરને) સહકુટુંબ જમાડે છે. કુળની કીર્તિને રૂડી – ઉજ્વળ કરી બતાવે છે. પાઠતર : ૧. ૨૩, , ૩, ૪, દેઈ દાન વલી તિ પોષ(ખ); ગવલી ઘણ પોષઈ; ૨૩, ૫, , , સાચલું (સઘલઉં'ને બદલે). ૨.૮ સકલ કુટુંબનું જ ભમાડે (“ભવાડઈને બદલે). પાચર્ચા : પ્રથમ પંક્તિમાં પોષઈ સંતોષનો ઉચ્ચાર તો પોખઈ', “સંતોખઈ જ ગણવો જોઈએ. અન્ય ઘણી પ્રતોમાં અને સ્થાને ખ’ જ લિપિબદ્ધ થયેલો મળે છે. ફોક્લ પાન અનઈ લ નીલાં, આપી શ્રીલ કીધાં ચલાં, કુલ આચાર કરી સવિ કામહ, થૂલિભદ્ર દીધઉં તસુ નામહ. ૧૫ ગદ્યાનુવાદ : પાન, સોપારી, નીલાં ફળ અને શ્રીફળ આપીને તિલક કર્યો. કુળના આચાર પ્રમાણેની સર્વે ક્રિયાઓ કરીને તેનું નામ સ્થૂલિભદ્ર આપ્યું. પાઠાંતર : ૧ ૪ ફલ અને નીલા (‘અનઈ હલ નીલાં' ને બદલે). ૨ ‘કરી નથી. લીલાપતિ લહૂઉ ધન માનું. ધાવઈ થાન વલી ઘણ માનું, લાલઈ પાલઈ નઈ સંસાઈ, સુત સાંહામઉં વલિ વલી નિહાલ ઈ. ૧૬ ગદ્યાનુવાદ : લઘુ વયના એ ક્રીડા કરનારને ધન્ય માનું છું. વળી તે માતાનાં સ્તન ઘણું ધાવે છે. માતા પુત્રનું) લાલનપાલન કરે છે ને પંપાળે છે. પુત્રની સામું વળીવળીને નિહાળે છે. વિવરણ: સ્થૂલિભદ્રનાં બાળપણ અને ઉછેરનું વર્ણન (કડી ૧૬થી ૨૨). આ કડીમાં આવતાં ધાવઈ, લાલઇ, પાલ, નઇ, સંસાલઇ, નિહાલઈ-માં “આઈ કાર અને કારનાં આવર્તનો, એનાથી સધાતી ઝડઝમક તેમજ ક્રિયાપદોની પ્રચુરતા અચુક ધ્યાન ખેંચશે. પાઠાંતર : ૧૨, , ઘણું વલી (‘વલી ઘણ'ને બદલે). ૨ , ૪, ૩, , ૪ સંભાલે/સંભાલ) (“સંસાલઈને બદલે); ર૩, ૪ લલિલલીય (‘વલિ વલી’ને બદલે). ટોપી સિરિ સોહઈ અતિ ચંગ, જરબાફી નવનવી ફિરંગી, હીરાગલ આગલઉં દુરંગું, બાલ રમઈ તિહાં હોઈ સુરગૃ. ૧૭ ગદ્યાનુવાદ : જરી અને રેશમના વસ્ત્રની, અવનવીન, ફિરંગી અતિ સુંદર ટોપી માથે શોભે છે. બે રંગવાળું હીરાગલ ઝભલું પહેર્યું છે. આવો બાળક ત્યાં રમે છે એથી ૨૦૮ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછેદ Page #226 -------------------------------------------------------------------------- ________________ આનંદોત્સવ થાય છે. વિવરણ : ફિરંગી એટલે પોર્ટુગીઝ. ભારતમાં યુરોપના વેપારીઓનું આગમન ૧૫મી સદીથી શરૂ થયું હતું. એમાં પોર્ટુગીઝો પણ ખરા. ૧૬મી સદીથી પોર્ટુગીઝોએ દીવ-દમણમાં સત્તા જમાવી. પણ આ કૃતિનો સમય એ પહેલાંનો છે. પાઠાંતર : ૧. ૬ નવરંગી ટ નવરંગ (નવનવી’ને બદલે). ૨ સ્વ, જ્ઞ હીરાલગ; ર, ઘ, ઙ, ૮, ૩ આગલાં દુરંગાંગ આંગલાં દુરંગી છ આગલાં સુરંગાં; રવ, TM બાલક ગ બાયડૂ; વ સરંગાં ન સૂરંગી ઘ, છ, જ્ઞ, ૮, ૪ સુરંગાં. હાથસાંકલાં સોવિન વીટલડી, હાથિ વાંકડલી, વલી, કડલી, કુંલી કમલ જી પાંખડલી, અન્નીઆલી આંજી આંખડલી. ૧૮ ગદ્યાનુવાદ : હાથસાંકળાં અને સોનાની વીંટી પહેર્યાં છે. વળી હાથે વાંકી કડલી છે. કમળની પાંખડી જેવી કુમળી અને અણિયાળી આંખ આંજી છે. પાઠાંતર : ૧.૪ હથસંકડલી; વ વલી કડલી' નથી; ટ નવલી કડલી. ૨. વ કુલી; વ પી. સ્વ, ઘ, છ, ૬, ૮ તણી ગ જિસી (જસી'ને બદલે), ગ પ્રતમાં અનુક્રમે રૂ પ્રતનું ૨જું ચરણ ૪થું, ૩જું ચરણ રહ્યું અને ૪થું ચરણ ૩જું છે. ત્ર અને ૪ પ્રતમાં અનુક્રમે ઃ પ્રતનું ૨જું ચરણ ૩ અને ૩જું ચરણ રહ્યું છે. નાન્હડલી બીજો અધિકાર | ૨૦૯ ખાસડલી રાતી, દોરંગી મોડી સભાતી, પુત્ર વાધઇ ઘર સુખ વિલ સંતઉ હસ્તમુખઉ ચાલઇ ચમકેતઉ. ૧૯ ગદ્યાનુવાદ : રાતું નાનું પગરખું છે. બે રંગવાળી મોજડી શોભીતી છે. સુખમાં વિલાસ કરતો (૨મમાણ) પુત્ર ઘરમાં મોટો થાય છે. હસતા મુખવાળો ચમકતો તે ચાલે છે. વિવરણ : રાતી ખાસડલી અને દોરંગી મોજડીના વર્ણન અંગે પ્રશ્ન થાય. પુનરાવર્તન અને વિરોધ બન્ને અહીં છે. ‘હસ્તમુખઉ’માંનું ‘હસ્ત’ એ ‘હસિત’નું સંકોચાઈને બનેલું રૂપ જણાય છે. પાઠાંતર : ૧ ગ ખાસડી ૪ ખાટલી (ખાસડલી'ને બદલે); ગ સુરાતી; ર, ગ. ઘ, ચ, છ, ન મોરંગી (‘દોરંગી’ને બદલે) ૪ સોરંગી. ૨. રવ, ગ, ઘ, ૬, ૪, ૬, ૬, ૮, ૪ સુત (પુત્ર'ને બદલે); ઘ હસ્તમુખેં ચાલેં ચમકંતો; હૈં હસતમુખ. પાઠચર્ચા : બીજી પંક્તિમાં રૂ સિવાયની બધી જ પ્રતો પુત્ર’ને સ્થાને ‘સુત’ પાઠ આપે છે. પણ બન્ને સમાનાર્થ શબ્દો હોવાને કારણે મુખ્ય પ્રતનો પાઠ યથાવત્ રાખ્યો છે. છંદ લીલાવતી ચાલઇ ચમકેત, ઘમઘમકેત, રમઝમકેતé, ઠમકેતÎ, રૂડઉ ીસંતઉ; મુખિ બોલંતઉ, હીઇ હીંસંતઉ, રીંખંતઉ, Page #227 -------------------------------------------------------------------------- ________________ લીલા લટકતd, કર ઝટકતઉ, ક્ષ િચટકત, વિલનંતઉં, પુછવીતલિ પડતઉં, પુત્ર આખડતલ, ન રહઈ રડતઉ, ઠકતઉ. ૨૦ ગદ્યાનુવાદ: ચમકતો, ઘમઘમ કરતો, રમઝમ કરતો, ઠમકતો (પુત્ર) ચાલે છે. સુંદર દેખાતો, મુખે બોલતો, હૃદયમાં હર્ષ પામતો, રૂદન કરતો, ક્રીડાસભર લટકાં કરતો, હાથ ઝાટકતો, ક્ષણમાં ચાનક અનુભવતો, ઉદાસ થતો, જમીન ઉપર પડતો, આખડતો પુત્ર રડતો, ઠણકલું કરતો (રહીરહીને રડતો) અટકતો નથી... વિવરણ : બાળ સ્થૂલિભદ્રની વિવિધ ક્રિયાઓ, ચેષ્ટાઓ, એ સહનું ત્વરિત થતું સંક્રમણ – એનું એક સુંદર સ્વભાવોક્તિચિત્ર અહીં છે. એ માટે કવિએ એક સાથે કેટલાં ક્રિયારૂપોને ઉપયોગમાં લીધાં છે ! થોડી થોડી માત્રાએ આવતા તાલ, યતિ અને શબ્દાનુપ્રાસ દ્વારા લીલાવતી છંદોલયની છટા અને નાદસંગીત માણી શકાશે. પાઠાંતર : રવ, ગ છંદનું નામ નથી . ૪, ચાલિ છંદ હાટકી ૪ લીલાવલી દ રુ, ૪ છંદ. ૧ ઇ તુ ચાલઈ; ૪ થમમિકતઉ ટ ઘમઘમ કરતુ ટ રમઝમ કરત: ૨૨, ૪, 2 ચમકંત (‘ઠમકતઉ'ને બદલે). ૨ ૩ રૂઅડુ દીસંતુ હય હીસંતુ મુખિ બોલંતુ રીખંતુ; ૨૪ હય ટ હીંડે (હીને બદલે; ૩ બીજી પંક્તિ નથી. ૩ ગ આખી પંક્તિ આ પ્રમાણે : “લીલા લટકંતુ કર ઝટકંતુ સુત આખડતુ નર રડતુ; આ “ક્ષણિ ચટકંતઉ' નથી. ૪ ગ આખી પંક્તિ આ પ્રમાણે : “પહુવતલિ પડતુ ક્ષણ ચટકંતુ વિલબંતુ નઈ ઠણકંતુ'; રવ, ગ, ઘ, ૨, ૪, ૫, ૭, ૮, ૩ સુત (પુત્રને બદલે); રવ ન રહઈ રડતઉ નથી; “ન' નથી. ધાઈ તવ માતા, થશહર માતા, દૂધિભય તે મુનિ ઠવી, રાખઈ વલિ રીત૭, રહઈ વિગોતી પરિણિ પોતઉ માય ચવાઈ, પાલણઈ પઢાડઈ, વસ્ત્ર ઓઢાડઈ, બહિનિ રમાડઈ, લલીઅ લલી, સિણગાર સુહાવઈ, લાડ કરાવઈ વર પહિરાવઈ, લિ વલી. ૨૧ ગદ્યાનુવાદ:ત્યારે માતા દોડી આવે છે, દૂધથી ભરેલા પુષ્ટ સ્તન તેના મુખમાં મૂકે છે અને એને રડતો અટકાવે છે. બાળક) વ્યાકુળ થાય છે. પહેરવામાં પોતડી છે માતા એને બોલે છે એટલે બોલાવે છે. પારણે પોઢાડે છે, વસ્ત્ર ઓઢાડે છે. લળીલળીને બહેન રમાડે છે, શણગાર સજાવે છે, લાડ કરાવે છે અને વળી ઉત્તમ ઝૂલડી પહેરાવે છે. વિવરણ: બાળકનાં પાલનપોષણ-ઉછેરની માતાની વિવિધ ક્રિયાઓનું ગત્યાત્મક સુંદર સ્વભાવોક્તિચિત્ર. પહેલી પંક્તિમાં “માતા - માતાજીનો યમકપ્રયોગ જુઓ. બીજી પંક્તિમાં “રોતઉ, વિગોતઉ, પોતઉ', ત્રીજીમાં પુઢાડઈ, ઓઢાડઈ, રમાડઈ' અને ચોથીમાં “સુહાવઈ, કરાવઈ, પહિરાવઈ' જેવાં ક્રિયારૂપો દ્વારા શબ્દાનુપ્રાસની આગવી ભાત ધ્યાન ખેંચે છે. ૨૧૦ | સહજસુંદકૃત ગુણરત્નાકરછંદ Page #228 -------------------------------------------------------------------------- ________________ બીજો અધિકાર / ૨૧૧ કેટલીક પ્રતોમાં બીજી પંક્તિોમાંનો ‘રહિ/રહ' પાઠ આજ્ઞાર્થનું રૂપ બનતું હોઈ દુ:ખી થતો રહે (અટક)....'; એમ પણ અન્વય બેસાડી શકાય. પાઠાંતર : ૧. ૬, ૭ ધાવઇટ વિ; ૪ થરહર; રસ, ૬ દૂધ ભરંતા મુખિ વઇ - દૂધ ઝિરંતા મુહિ વઇ ટ દૂધ ઝરંતુ મુખિ વઇ. ૨ ઃ હિરન; 4 વઇ (‘ચવઇ’ને સ્થાને). ૪૬ વર' નથી. ૪ નવી (વર'ને બદલે); છ ઝૂલડી. મનિ રાગ નિ રોસઉ, નાણઇ સોસઉ, મૂંઝઇ તોસઉ, ભરઇ સુખડી, તરુણી નિ તામઉં, ન ગણઇ ભામઉં, ત્યઈ વીસામઉં, ખંધિ ચડી, ન લહઇ ભય-ભાણઉં, રોકડ નાણઉં, સાહઇ ગાણઉં, સાદ સુન્ની, પૂરી ઠકુરાઈ, અધિક વડાઈ, ભલી સજાઈ, બાલ તી. ૨૨ ગદ્યાનુવાદ : (તે) મનમાં રાગ, રોષ કે ખેદ આણતો નથી. તુષ્ટ થઈને ખીસામાં મીઠાઈ ભરે છે. તરુણીઓના શરીરને પીડા આપે છે. ગુસ્સાને ગણતો નથી. ખભે ચડીને વિસામો લે છે. ભયનું ભાન પામતો નથી. રોકડ નાણું રાખે છે. સાદ સાંભળીને ગાન કરે છે. બાળકની ઠકુરાઈ (વૈભવશાલિતા) પૂરેપૂરી છે, ઘણી મોટાઈ છે અને સુંદર સજાવટ છે. વિવરણ : ત્રીજી પંક્તિમાં સાહઇ'ને સ્થાને સોહઇ' પાઠ પણ લઈ શકાય. તો ‘એની પાસે રોકડ નાણું શોભે છે.’ એવો અર્થ લઈ શકાય. ‘સોહઇ’ને પાછળ જોડાય ? તો સાદ સાંભળી કરેલું ગાન શોભે છે' એવો અર્થ લેવાય. અન્વયો અસ્પષ્ટ છે. પાઠાંતર : ૧. રવ, ઘ રોસ ન આણઇ; મોસઉ (‘સોસઉ'ને બદલે) રૂ સરસુ ઇ સોસ ન; રૂ, ૪ ગુડઇ (મૂંઝઇ'ને બદલે); ૪ તોસ્યુ; વ, ગ, ઘ, છ, પ, ફ, ૮, ૪ ખડી (‘સુખડી’ને સ્થાને). ૨ ૬ તનુ; ૪ ગમઇ (ગણઇ'ને બદલે); = નામું (‘ભામઉ'ને બદલે). ૩ રૂ ભુય-ભાણં ટ ભુંઈ ભાણું; વ સુઇ ગ, ઘ, ચ, છ સોહઈ, સુહાઇ ટ સોહિ ૪ સોહ્યě; છ સદા (‘સાદ'ને બદલે). ૪ ૪ પૂરીઉ; ૫ સબલ (ભલી'ને બદલે). જ્ઞ અને ૪ પ્રતમાં આ કડી ૨૩મી છે. પાઠચર્ચા : પ્રથમ પંક્તિમાં ૢ અને TM પ્રત સિવાયની બધી પ્રતો ‘સુખડી’ને સ્થાને ખડી’ પાઠ આપે છે. પણ ખડી’નો અર્થ અસ્પષ્ટ છે, જ્યારે ‘સુખડી’ વસ્તુસંદર્ભમાં બંધબેસતો થતો હોઈ એ પાઠ યથાવત્ રાખ્યો છે. મુખ ચંદ સરીસઉ, જિસ્મઉ અરીસઉ, પંચ વીસઉ હરખભરે, મુક્યઉં નેસાલŪ, રૂપ નિહાલઈ સુત સંસાલઇ, ફૂલ પરે, ધુરથી તે સુમતી, ન ગમઇ કુમતી, વિદ્યા ગમતી, સયલ ભન્નઇ, અક્ષર લિપિ સીખઇ, સાથ સરીખઇ, પાત્ર પરીખઇ, બાલપણઇ. ૨૩ Page #229 -------------------------------------------------------------------------- ________________ ગદ્યાનુવાદ : મુખ ચંદ્ર સરખું, અરીસા જેવું છે. પાંચ વર્ષનો થયો ત્યારે હરખભેર એને નિશાળે મૂક્યો. ત્યારે માતા એનું) રૂપ નિહાળે છે અને ફૂલની પેઠે પુત્રને પંપાળે છે. મૂળથી જ તે બુદ્ધિવાળો છે. કુમતિ એને ગમતી નથી. વિદ્યા ગમે છે અને બધી જ વિદ્યા) તે ભણે છે. અક્ષરલિપિ શીખે છે. બાળપણમાં પણ સરખેસરખા સાથમાં લાયકને પરખી લે છે. પાઠાંતર: ૧, ૩, ૪ જિમ આરીસુ. ૨. ૪પૂત (“સુત’ને સ્થાને); ૪ સભાલ (“સંસાલઈને સ્થાને); રવ વિવહ પરિ (‘ફૂલ પરે'ને સ્થાને). ૩. રવ સમુતી. ૪. , ટ સાવ (સાથીને સ્થાને); ૩ “સાથ સરીખઈ નથી; ઇભાઇ પરીખઈ સંઘ સરીખાં ('સાથ સરીખઈ પાત્ર પરીખઇ ને સ્થાને); ૨૪ પાત્ર પરીખઈ નથી; ટ છેલ્લે ચરણ : “રહિક નિરીખ બાલપણિ'. ૪ અને પ્રતમાં આ કડી ૨૨મી. દૂા ભણી ગણી પોઢઉ થયઉં, મોટઉ મરડ મુછાલ નાન્યપણહું તે વીસર્યઉં, દિવ મંડઈ જંજાલ. ૨૪ ગદ્યાનુવાદ : ભણીગણીને તે પરિપક્વ થયો. મોટો, ગર્વીલો, મુછાળો યુવાન) બન્યો. બાળપણને તે વીસર્યો; હવે તે સંસારની) જંજાળ આદરે છે. પાઠાંતર : ૧. ગ, પઢી ગણી; ર મરટ. ૨. ૪ તવ (હિવાને બદલે); ર૪ માથંલ ગ. ૩, ૪ માંડિઉં ઇ મંડિ , ટ મંડ્યો છે, ક મંડઉ. બાલપણા સરિખઉં ભલઉં અવર નહીં સંસારિ, જવ યૌવન આવી મિલઈ, તવ ભેદઈ નરનારિ. ૨૫ ગદ્યાનુવાદ : આ સંસારમાં બાળપણ જેવું રૂડું અન્ય કાંઈ નથી. જ્યારે યૌવન આવી મળે છે ત્યારે તે નર અને નારીને ભેટે છે – પીડે છે. વિવરણ : યૌવનની સાહજિક અસરો. (કડી ૧પથી ૨૭) પાઠાંતર : ૧. ર4 બાલપણિ ૪ પાલાપણ આ બાળપણમાં ૪ વાલપણા; ૪ ભણું (‘ભલઉં ને બદલે). તેહ જ હત્યા તેહ જ પય, તેહ જિ નયન વદત્ર, પણિ કાંઈ કણ સંચરઈ, ચતુર કરઈ યૌવત્ર ૨૬ ગદ્યાનુવાદ: તે જ હાથ અને તે જ પગ. તે જ આંખ ને મુખ. પણ કશાક એવા સત્ત્વનો સંચાર થાય છે જે યૌવનને ચતુર કરે છે. પાઠાંતર : ૨. ઇ કાંઈક કારિય; ટ કિર્ણિ; ટ ન સંચરે. ૨૧૨ / સહજસુંદરફત ગુણરત્નાકરછંદ Page #230 -------------------------------------------------------------------------- ________________ બીજો અધિકાર / ૨૧૩ છંદ લીલાવતી યૌવનરસ જાગ્યઉં, આવી લાગઉં, વાધઈ ત્રાગઉ, મોહ તણઉ, ઘરિ ખાણઉપીણલું, વલી સુકુલી અણઉં, નર લાખીણઉ, સહિસગુણઉં, મોટ6 પરતાપી, માયા વ્યાપી, સજલ તાપી વહઈ જિસી, જોઈ હરિશંખી, થયઉ કેની પોપટ પંખી રમાઈ રસી. ૨૭ ગદ્યાનુવાદ : યૌવનરસ જાગ્યો. આવી લાગ્યો. મોહનો ત્રાગો (દોર) વધે છે. ઘરમાં ખાણીપીણી ચાલે છે. વળી સહસ્ત્ર ગુણવાળો સુકુલીન લાખેણો નર છે. તે મોટો પ્રતાપી છે. (તેને) એવી માયા વ્યાપી કે જાણે પાણીથી ભરપૂર તાપી નદી વહે છે. હરિણાક્ષી (સ્ત્રી)ને જોઈને એ ફળની આકાંક્ષાવાળા પોપટ પંખી જેવો થયો જે રસથી રમે છે. વિવરણ : છેલ્લી પંક્તિમાંનું વર્ણન ધ્યાન ખેંચે છે. યૌવનરસ જાગ્રત થયેલા સ્થૂલિભદ્રની વાત ગર્ભિત રીતે ફલાકાંક્ષી બનેલા પોપટ પંખીના ચિત્રથી થતાં સમગ્ર અભિવ્યક્તિ રસાળ અને મનોરમ બની છે. છેલ્લા શબ્દ “રસી'ને સ્થાને “શી” પાઠ પણ મળે છે. એ વધુ બંધબેસતો લાગે. પરંતુ એક જ પ્રત એ પાઠ આપતી હોઈ એનો ટેકો અલ્પ ગણાય. પાઠાંતર : ૨૦, ગ, સુ છંદનું નામ નથી ઇ, ચાલિ ૪, ૮, ૪ દ = ત્રિભંગી છંદ. ૧. યોવનિ જસ ટુ યૌવન્ન (યૌવનરસને બદલે); ઇ લાગુ (જાગ્યને બદલે સુજાગુ, ઇ ત્રાગઇ; ; પ્રેમ (મોહાને બદલે). ૨. ૮ વરિ (વલી’ને બદલે). ૪. જ જૂઇ, ર૦, લપંખી ટ ફિરપંખી; ૪ રઇ (“રમ” ને બદલેન ઈશી (“રસીને બદલે). મનતરુઅર છેદઈ, વેધક વેધઈ, ભામિનિ ભેદઈ, ભાવ કરી, ચાહઈ ચતુરાઈ, નારિ પરાઈ, કામકલાઈ ગઈ ખરી, બાવત્રા ચંદન, કેસર–છટન, સરમઉ અંજન સોહ ચડઈ, મુગતાલહારા, ઉરિ સિણગારા, સવિ સંસારા મોહિ પડઈ. ૨૮ ગદ્યાનુવાદ : (ધૂલિભદ્ર) પોતાના ) મન-તરુવરને છેદે છે. તે રસિક (અન્યોને) વીંધે છે. ભાવ કરીને ભામિની (સ્ત્રી)ને ભેટે છે. ચતુરાઈને ઇચ્છે છે – પસંદ કરે છે. ખરે જ, કામકલાને લીધે પરાયી નારી ગમે છે. બાવનાચંદન (નો લેપ), કેસરનું છાંટણ, સુરમાનું આંજણ શોભા વધારે છે. મુક્તાફલહાર, ઉર પરનો શણગાર (જોઈ) સારોયે સંસાર મોહમાં પડે છે. વિવરણ : પહેલી અને બીજી પંક્તિના અન્વયાર્થ બહુ સ્પષ્ટ થતા નથી. પાઠાંતર ઃ ૧. ૩ ધરી (કરીને બદલે). ૨. ર કામ લગાઈ. ૩. ગ બાવડ્યું. રવ, Page #231 -------------------------------------------------------------------------- ________________ ટ સરિસો (“સરમીને બદલે) ગ શરણુ ઘ સરિસઉ ઇ સિરિયું છે સરિર્ ૪. સહુ “સવિને સ્થાને; ૪ નર તારા (“સંસારાને સ્થાને); ૪ સોહં પડે. મીઠ6 મખિ ભાખઈ, નવ રસ ચાખઈ, તે નર આખઈ નગરિ ફિરઈ, જોઈ ગુણવાની, મોટG માની જણજણ ગ્યાની દુષ્પ હરઈ, રધિગારવ જોરુ, નીછટ ગોર કડિ કણદોર વેઢ વલી. આસન ચઉચસી, કોક અભ્યાસી, લીલ વિલાસી કરઈ રલી. ૨૯ ગદ્યાનુવાદ : મુખથી મધુરું બોલે છે, નવેય રસ ચાખે છે, તે નર આખા નગરમાં ફરે છે. જુઓ, એ ગુણવંત, મોટો માની, દરેક જણને જાણનાર (બધાંનાં) દુઃખ હરે છે. તે રિદ્ધિ-ગૌરવમાં બલિષ્ઠ, અત્યંત ગૌર વર્ણનો છે. કેડે કંદોરો અને વળી વેઢ પહેર્યા છે.) ચોર્યાસી ભોગાસન અને કોક (કામ) શાસ્ત્રનો અભ્યાસી, ક્રીડાનો વિલાસી તે આનંદ કરે છે. વિવરણ : ૨૦થી ૨૩ કડીની જેમ અહીં પણ શબ્દાનુપ્રાસ - આંતરપ્રાસની રમણા ધ્યાન ખેંચશે. (કડી ર૭થી ર૯). પાઠાંતર : ૧. ૩ નવનવ (નવ રસને બદલે); = સારઈ નગરિ. ૨. ર૪ ગુણવાણી; જ મોડલ, ૨૪, ગ, ઘ, ૨, ૪, ૫, ૩, ૪, ૪ જયજય (જણજણને બદલે). ૩. ઋદ્ધિગારવ; ૪ ગોરો (જોરુને બદલે); ૨૪ વડિ (‘કડિને બદલે) : કડિહિં ૪. ૪ લીલ અભ્યાસી, ૪ રમાઈ રલી. પાક્ય : ૪ સિવાયની બધી જ પ્રતો “જણજણ'ના સ્થાને “જયજય' પાઠ આપે છે, પણ એનો અન્વય બેસાડવો મુશ્કેલ જણાવાથી પ્રતનો પાઠ જ યથાવત્ રાખ્યો છે. આય દેસિવિદેસિ તિ કીરતિ ચાલી કિરપી કોડિ તણાં મનિ સાલી, પૂરુ પુણ્ય તણઉ વાહુલી, સબલ સીહ જિસ્યઉ પાતલીઉ. ૩૦ ગદ્યાનુવાદ : દેશવિદેશમાં તેની કીર્તિ પ્રસરી. કોટિ પણ જનોના મનમાં તે સાલવા ખટકવા લાગી. પુણ્યનો એ પૂરો જલસ્ત્રોત છે. સિંહ જેવો તે બળિયો અને પાતળિયો છે. પાઠાંતર : ૨૨, ગ, ટ છંદનું નામ નથી , ઇ અડચેલ્લ છંદ ર દ વ છંદેસી ૩, ૪ દૂા. ૧, ૩, ગ, ઘ, ૨, ૪, ૫, ૩, ૪ ‘તિ નથી; ૩ કીરિ; ન કિરપણ ટ કૃપણ, 1 ગમે (‘તણઈને બદલે). ૨. ૪ પાતલી. પાક્ય : આમ તો ૪. ૪ સિવાયની પ્રતો તિ' પાઠ આપતી નથી. પણ એનાથી છંદનું માપ જળવાતું હોવાથી એ પાઠ રહેવા દીધો છે. ભોગિક ભમર ઇસ્યઉ નહીં જામલિ, સઘલઈ ક્ષતિ હુઈ ગુણ સાંભલિ, વેશ્યાઘરિ પુછતા ગુણદૂતહ, સંભલિ સોઈ થઈ અવધૂતહ. ૩૧ ૨૧૪ / સહજસુંદરકત ગુણરત્નાકરદ Page #232 -------------------------------------------------------------------------- ________________ બીજો અધિકાર / ૨૧૫ ગદ્યાનુવાદ : આવો કોઈ ભોગી ભમરો નથી. એના ગુણ સાંભળી સઘળે એની ખ્યાતિ થઈ. ગુણો રૂપી દૂત વેશ્યાને ઘેર પહોંચ્યા. એ સાંભળીને તે (વેશ્યા) ઉન્મત્ત ક્ષુબ્ધ થઈ. પાઠાંતર : ૧. ૬, ૬ ભોગી; જ્ઞ ભર (‘ભમર'ને બદલે); – જિસિઉ = જિસ્યો (ઇસ્યઉ’ને બદલે); ર, ગ, ઘ, ચ, છ, ૬, ૬, ૪ ખ્યાતિ; ટ ઉં. ૨. ગ વેશ્યાઘર પણિ પુહતા દુતહ; દ્દ કોશાઘર છ વેશ્યાનð રિ; સ્વ પહૂતઉ 7 પોહતો ટ પહતુ; ૪ થઈ’ નથી. યૌવનરંગ લહી ઉનમાદહ, નારી સયલ કરઇ સંવાદહ, પ્રાપતિ ભુગતિ વિના વિતપન્નહ, કહઉ કિમ લહીંઇ પુરુષરતત્રહ ૩૨ ગદ્યાનુવાદ : ઉન્માદભર્યો યૌવનરંગ પામીને સઘળી નારીઓ સંવાદ કરે છે, ભાગ્ય અને (ભોગવવાના) ભોગ વિના, પ્રવીણ પુરુષરત્નને, કહો, કેમ પામીએ?” વિવરણ : બીજી પંક્તિમાં પ્રાપતિ ભુગતિ વિના'નો અર્થ ‘ભાગ્યમાં ભોગ વિના’ એમ પણ થઈ શકે. પાઠાંતર : ૧. ૪ ધરઇ (‘કરઇ’ને બદલે). ૨. ૪ ભગતિ ટ યુતિ (‘ભુગતિ’ને બદલે). મદભરીઉ મૂð વલ ઘાલઇ, દાતા દાન ભલી પર આલઈ, સરલપણઉ નઈં મોકલ ચિત્તહ, કહિ સ્થઉં વયર નહીં ગમિત્તહ, ૩૩ ગદ્યાનુવાદ : મદભર્યો તે મૂછે વળ ઘાલે છે. એ દાતા દાન રૂડી પેરે આપે છે. સરળપણું ને મોકળું (ઉદાર) ચિત્ત છે. આ જગમિત્રને કોઈની સાથે વેર નથી. પાઠાંતર : ૧. સ્વ લિ; હૈં આપે (આલઇ’ને સ્થાને). ૨. રદ્દ કોમલ ચિત્તહ; રવ કહિ સિં પ કેહ સું; છ ઇક મિત્તહ. પરિમલ કમલ તન્નઉ જિમ સારહ, ઇગ્નિ પરિ ચિહું દિસિ ગુણ વિત્યારહ, લઘુ બંધવ સિરીઉ સમરત્નહ, સરખી જોડ સદા વડહત્યહ. ૩૪ ગદ્યાનુવાદ : કમળના સારતત્ત્વ જેવો પરિમલ જેમ, તે રીતે ચારે દિશામાં એના ગુણનો વિસ્તાર છે. એનો નાનો ભાઈ શ્રીયક સમર્થ છે. આ આજાનબાહુ (લાંબા હાથવાળા)ની સરખી જોડ છે. વિવરણ : સાર = ઉત્તમ, શ્રેષ્ઠ આવો અર્થ પણ છે. તો ઉત્તમ કમળનો પરિમલ જેમ...' કે 'કમળનો ઉત્તમ પરિમલ જેમ...' એવા અન્વયાર્થો પણ થઈ શકે. પાઠાંતર : ૧. સ્વરિ (‘પરિમલ’ને બદલે) ૮ ઉપરિ; ન જિન સારહ; ગ પણિ (“ઇણિ’ને બદલે). ૨. ૬ સસમત્વહ; ઘ વરહત્યહ. — બંભન્ન નાગર ન્યાતિ સુલક્ષણ, દાતા ભુક્તા જાણ વિચક્ષણ, કસ્તૂરીમૃગ મયણ જબાદી, છઇ તુનઉ રસરંગ સાદી ૩૫ Page #233 -------------------------------------------------------------------------- ________________ ગદ્યાનુવાદ : (એની) નાગર બ્રાહ્મણની સુલક્ષણી જ્ઞાતિ છે. એ દાતા, ભોક્તા, જ્ઞાની ને વિચક્ષણ છે. મૃગની કસ્તૂરી, મીંઢળ, જબાદી (એક સુગંધી દ્રવ્ય) તેમજ છયે ઋતુના રસરંગનો એ સ્વાદ લેનારો છે. વિવરણ: મયણ = મીંઢળ. તે એક વનસ્પતિ છે. મીંઢળ = અંકોલ, ધંતૂરો આવો અર્થ પણ મળે છે. ધંતૂરો અર્થ પણ ઉચિત ઠરે, કેમકે એ પણ કામપ્રેરક ગણાય છે. પાઠાંતર : ૧. ૨૦, ગ, ઘ, ૨, ૪, ૫, ૩, ૪, ૪ વિચક્ષણ (સુલક્ષણ'ને બદલે); ન જાતિ (“જાણ'ને બદલે); ૩, ૪ સુલક્ષણ ('વિચક્ષણ'ને બદલે). ૨. , ગ નયણ; છે (છ)ને બદલે); ૨૪ રતિની ૪ રતિ (‘રિતુનઉને બદલે); $ રતરંગ ગ તે સ્ત્ર નિતિ રંગ. પ્રતમાં પ્રતની ૩પમી અને ૩૦મી કડીની ચાર પંક્તિઓનો ક્રમ બદલાઈ ગયો છે. ક્રમ આ પ્રમાણે છે : ૩૫.૨, ૩૬.૨; ૫.૧, ૩૬.૧. પાક્યર્ચા : પ્રથમ પંક્તિમાં ૪ સિવાયની બધી પ્રતો “સુલક્ષણ'ને સ્થાને વિચક્ષણ' પાઠ આપે છે. પણ એમ થતાં “વિચક્ષણ” વિશેષણ બન્ને ચરણમાં બેવડાતું હોવાથી સુલક્ષણ પાઠ યથાવત્ રાખ્યો છે; જોકે . પ્રતો જેમ “સુલક્ષણાને સ્થાને ‘વિચક્ષણ', તેમ ‘વિચક્ષણ'ને સ્થાને “સુલક્ષણ પાઠ આપે છે ખરી. ૪, ગ સિવાયની પ્રતો નયણ'ને સ્થાને મયણ' પાઠ આપે છે, તે સ્વીકાર્યો છે. નયણ' પાઠ લેતાં કસ્તૂરી, મૃગનયણ (સ્ત્રી), જબાદી.નો એ સ્વાદ લેનારો છે' એમ અર્થ પણ થાય. પણ પદાર્થોની વચ્ચે સ્ત્રીનો ઉલ્લેખ અસંગત લાગે. વળી સ્ત્રી માટે “મૃગનયણી’ પ્રયોગ મળે છે, “મૃગનયણ' નહીં. સવિ સિંગાર ભઈ સોભાગી, ઈતર દેખીત વરણાગી, તેહની કોઈપ કરઈ નવિ ચાડી, એક દિવસિ પુપતક રવાડી. ૩૬ ગદ્યાનુવાદ: સર્વે શૃંગારથી ભરેલો તે સૌભાગ્યવંત છે. વળી તે જોવામાં વરણાગી છે. એની કોઈ ચાડીચુગલી કરે નહીં. એક દિવસ તે રાજસવારી સાથે ત્યાં પહોંચ્યો. વિવરણ: કવિ ન્યૂલિભદ્રની સવારી અને વનવિહારનું વર્ણન કરે છે. (કડી ૩૬થી ૪૭) પાઠાંતર : ૨. ર તેહનઈ ( તેહની કોઈને બદલે); ? તે કહિની ન કરિ વલી ચાડી; # પૃહતક છઈ = "હતુય; ૪ રવાડી. ગ જુઓ ૩પમી કડીનું પાઠાંતર. હણહણહણહણ હય હીંસારવ, ગયઘટઘંટ તાણા ટેકારવ, પયબલ પાર પખઈ તરવરીઆ, આગલિથા ચાલઈ પાખરીઆ. ૩૭ ગદ્યાનુવાદ : હણહણ હણહણ ઘોડાનો હણહણાટ (હેવારવ) થાય છે. ગજઘટા (હાથીઓના સમૂહ)ના ઘંટના ટંકારવ થાય છે. પાયદળમાં પાર વિનાના તરવરાટવાળા (સૈનિકો) છે. ઘોડેસવાર સૈનિકો મોખરે ચાલે છે. ૨૧૯ / સહજસુંદરત ગુણરત્નાકરદ Page #234 -------------------------------------------------------------------------- ________________ બીજો અધિકાર | ૨૧૭ પાઠાંતર: ૧, ૪, ૫, હણહણ સ હણહણના; ઘ હુઈ (હય'ની પહેલાં); ? હયવર; ર૩, ૩, ૪ ઘડ ('ઘટ'ને બદલે); ગ ઘંટારવ. ૨. ૮ ગયદલ; ટ પાખલિ તે (‘પાર પખઈ’ને બદલે); , , ૮ પરવરીયા (‘તરવરીઆ'ને બદલે); ગ, ઘ, ૨, ૪, , , ૪ આગલથી | આગલિથી. પડહ ભેરિ વાજઈ નીસાણહ, જાણે માયણ તણું ઉદ્ધાણહ, તારાગણ માંહિ જિમ ચંદહ, બિરુદાઉલિ બુલ્લઈ ગુણ છંદહ. ૩૮ ગદ્યાનુવાદ : પડો (ઢોલ), ભેરી ને નિશાન લાગે છે. જાણે એ મદનનો ઊભરો (ભરતી) ન હોય ! તારાના વૃદમાં એ ચંદ્ર જેવો છે. (બંદીજનો) છંદમાં એના ગુણની બિરદાવલિ બોલે છે. પાઠાંતર: ૧. # ભરતભેદ (૫ડહ ભેરિને બદલે). ૨. ગ, ઘ, , ૩, ૪ તારાયણ ટ તારાગણ; ટ “જિમ નથી; ૨૨ ઇણ ગ વલી (ગુણ'ને બદલે). પાઠચર્ચા: સિવાયની બધી જ પ્રતો ભરતભેદ વાજઇને સ્થાને પડહ ભેર વાઈ પાઠ આપે છે. પડહ ભેરિ અસંદિગ્ધપણે વાજિંત્રનામો હોઈ એ પાઠ સ્વીકાર્યો છે. ખડોખલી ચંદનભરિ ઝીલઈ, ક્ષણ બસઈ ચંપકતલિ નીલઈ, વાપી કુપ કતૂહલ નિરખી, સજલ સરોવર દેખી હરખઈ. ૩૯ ગદ્યાનુવાદ : (તે) પ્રચુર ચંદનવાળી, ક્રીડા માટેની વાવ (હો)માં સ્નાન કરે છે. થોડો સમય લીલાછમ ચંપક તળે બેસે છે. વાવ-કૂવાને કુતૂહલપૂર્વક નીરખે છે. જળભર્યું સરોવર જોઈને હરખે છે. વિવરણ : “ચંદનભરિ એ વિશેષણપદ જેમ ખડોખલી સાથે તેમ ધૂલિભદ્ર (અહીં અધ્યાહાર) સાથે પણ જઈ શકે. પાઠાંતર : ૧. બઇઇઇ; ટ ચંપકવનિ. ૨. ગ કુતૂહલિ; જ નિર્ણ. સલ સદા ફૂલી વનવાડી, ફ્લ ચાખઈ નવનવ પરિ પાડી, મધુકર કમલિ જમલિ ભમંતઉ, હીંડઈ હરખઈ ભયેલ વનિ રમતઉ. ૪૦ ગદ્યાનુવાદ: સદાયે ખીલેલી અને ફળોવાળી વનવાટિકા છે. તે અવનવા પ્રકારે ફળ પાડીને ચાખે છે. જેમ મધુકર કમળની પાસે ભમે છે તેમ તે વનમાં હરખભય રમતો ચાલે છે. પાઠાંતર : ૧. 3 કલ; ન ફલી; 9, વાડી (પાડીને બદલે). ૨. રવ, ગ, ઘ, છે. ૩, ૪, ૮, ૪ મધુકર કમલિ કમલિ જિમ ભમતુ મધુકર કમલિ રમાઈ જિમ ભમતુ; ર૩, પ, ૬, હીઅડઈ નહીંડ'ને બદલે); ગ હર્ષભરિઉ ટ હર્ષભરી ૪ હર્ષભરઇ; ૮ વલિ (“વનિ’ને બદલે ૪ મનિ. ભાર અઢાર લત ઘણ વૃક્ષહ પંખી પરિ પરિના તિહાં લક્ષહ, તાંડવ મોર કલાઈ મંડઈ હસી-હંસ ન પાસઉં ઠંડઈ. ૪૧ WWW.jainelibrary.org Page #235 -------------------------------------------------------------------------- ________________ ગદ્યાનુવાદ: અઢાર પ્રકારની વનસ્પતિવાળાં ઘણાં વૃક્ષો ફળે છે. જાતજાતનાં લાખો પંખીઓ ત્યાં છે. મોર કળા કરીને તાંડવ નૃત્ય) માંડે છે. હંસી અને હંસ પરસ્પરનું) પડખું સાથ) છોડતાં નથી. પાઠતર : ગ કડી નથી. ૧.ભાવ (‘ભારને બદલે); રવ તિહિ. ૨. ર૪ આ મંડઈ જ મંડહ; ટ હસી હસી; પરણું (પાસઉને બદલે); ? પાસુ નવિ (ન પાસઉને બદલે); ઇંડહ. સારસ પોપટ કોકિલ ચાસહ ચકવાં જોડિ રમઈ કૈલાસહ, કેસરિ કટિલકી મનિ ભાલહ મૃગલાનાં મુખનNણ નિહાલહ ૪૨ ગદ્યાનુવાદ : સારસ, પોપટ, કોકિલ, ચાસ અને ચકવાની જોડી કૈલાસે રમે છે. કેડના લાંકવાળા કેસરીને મન દઈને (ઊલટથી) જુઓ. મૃગલાંનાં મુખ અને નયનને નિહાળો. પાઠાંતર : ૧. ર૩, ૨ ૩ વાસહ; રવ, , ૩, ટ કોડિ; ર૩, ૪, ૫, ૭, ૩, ૪, ટ, ૪ ગમઈ | ગમે – કરિ (“રમઈને સ્થાને). ૨. ગ વલિ (“મનિને સ્થાને); રવ, . , , , ૮, ૪ ભાલઈ ન સાલ0; ગ મુખ નયણિ, ૨, ૪, ૫, ૬, ૮, ૪ નિહાલઈ | નિહાલે. શ્રીલ દાડિમલ બીજોરાં, ખંતિ કરી ખાવઈ વલિ બોરાં. જોતાં જાણ તણાઈ મનિ યુવતી, આવી કોઇ મિલઈ ગુણ આવતી. ૪૩ ગદ્યાનુવાદ: શ્રીફળ, દાડમફળ, બીજોરાં ને બોરાં ખંતથી ખાય છે. (આ પ્રકૃતિશોભા જોતાં) જાણકારના મનમાં ગુણ કહેતી – પ્રગટ કરતી (ગુણવંતી) કોઈ યુવતી આવી મળે છે. પાઠાંતર : ૧, ૨, ૩, ૪ વલી (‘લ (૨)ને સ્થાને) નઈ બીજોર; ગ ચલી બોરાં. ૨. ૨૧, ૨, , , , ૮ ગુણવંતી (‘ગુણ ચવતી’ને બદલે). પાઠચર્ચા : બીજી પંક્તિમાં ઘણી પ્રતો ‘ગુણ ચવતી'ને સ્થાને “ગુણવંતી' એવો પાઠ આપે છે. પણ મુખ્ય પ્રતનો પાઠ એટલો જ બંધબેસતો હોવાથી અને ગ આદિ અન્ય પ્રતોનો આધાર હોવાથી પાઠ બદલ્યો નથી. દૂહા છત્ર છાત્ર છતિ છેકડાં છાંય છલ્લી નારિ, લ છતાં તઉ પામીઇ, જો તુસઈ ત્રિપુરારિ. જ ગદ્યાનુવાદ : જો ત્રિપુરારિ (શિવ) તુષ્ટમાન થાય તો છત્ર, છાત્ર, છત (સમૃદ્ધિ), છેકડાં, છાંય અને છબીલી નારી - એટલાં ફળ પમાય. વિવરણ : છાત્ર’ એટલે શરણ લેનાર, વિદ્યાર્થી, શિષ્ય, અનુયાયી – એમાંથી ૨૧૮ / સહજસુંદરકૂત ગુણરત્નાકરછંદ Page #236 -------------------------------------------------------------------------- ________________ બીજો અધિકાર / ૨૧૯ કોઈક અર્થ હોઈ શકે. લક્ષણાથી “છાત્રનો અર્થ પુત્ર' પણ થાય. “છાત્ર’ એટલે મધનો એક પ્રકાર' એવો અર્થ પણ સંસ્કૃતમાં મળે છે. પણ મધ્યકાળમાં આવા કોઈ અર્થમાં છાત્ર' શબ્દ વપરાયો હોવાનું જાણમાં નથી. છતિનો હોશિયારી, કૌશલ એવો અર્થ પણ લઈ શકાય. (“એનામાં છત નથી' એવો પ્રયોગ થાય છે.) છેક = પુષ્કળ. આવો અર્થ મળે છે. એને આધારે છેકડાં'નો “સમૃદ્ધિ એવો અર્થ પણ લઈ શકાય. કે પછી એ કોઈ ગાડા જેવા વાહનને માટે વપરાયો હશે ? આવી યાદીઓમાં વર્ણસગાઈનું તત્ત્વ પણ નોંધપાત્ર ભાગ ભજવે છે. પાઠાંતર : ૧. છાંહ (છાત્રાને સ્થાને); ઘ નઈં (છતિને સ્થાને); ર૩, , ઘ, ૨, ૩, ૪ છાહ | છાંહ (‘છાંયને સ્થાને). ૨. ગ જુ (‘તઉને સ્થાને); રવ, ગ, g, , , ૩, ૪, ૮, ૩ પૂજીઈ મુરારિ (‘તૂસઈ ત્રિપુરારિને સ્થાને). પાક્ય : છેલ્લા ચરણમાં ૪ સિવાયની બધી જ પ્રતો “તૂસઈ ત્રિપુરારિ'ને સ્થાને પૂજીઈ મુરારિ પાઠ આપતી હોવા છતાં, ૪ પ્રતનો પાઠ પણ એટલો જ બંધબેસતો થતો હોઈ, મુખ્ય પ્રતના પાઠ રૂપે એને યથાવત્ રહેવા દીધો છે. કેટલઉ ઉંચઉ કઠિન, કાલકે દેખી તાડ, સહજસુંદર કહઈ ગુણ વિના, કાંઈ કરઈ લતાડ. ૪૫ ગદ્યાનુવાદ: ઊંચો, કઠિન કંટાળો (એક વનસ્પતિ) તથા મોટો તાડ દેખીને, સહજસુંદર કહે છે, ગુણ વિના (ગુણ તો છે નહીં ને) શાને (મિથ્યા) પરિશ્રમ કરે છે ? પાઠાંતર : ૨, ૩ કહિ રે ગ કિસિÉ (“કાંઇ'ને સ્થાને); ર૩, ૪ લેતાડ ગ, ઘ, ગ, ૪ લેતાડ લઈ તાડ ટ તાડ. કેલિ વેલિ દ્રાખહ તી પાકી થઈ મીઠસિ, સરલપાઈ નીચી નમઇ, જજણ ધઈ સાબાસિ.૪૬ ગદ્યાનુવાદ : કેળ અને દ્રાક્ષની વેલ પાકે ત્યારે મીઠાશ આપે, સરળપણે નીચી નમે અને દરેક જણ શાબાશી આપે. પાઠાંતર : ૧. ઇ વલી (વેલિને બદલે); ગ તણાં. ૨. રવ નીચા આંબો રાંઈ િઘડિમી, વટ કુપોદક ઠામ, અખિ ન દુબઈ તે ભણી, લિખ્યઉં કઢાઈમાં નામ. ૪૭ ગદ્યાનુવાદ : (ત્યાં) આંબા, રાયણ, દાડમડી, વડ, કૂવો અને જળાશય છે. આંખ દુખે નહીં તે માટે લખેલાં નામ કાઢી નાખવામાં આવે છે. વિવરણ : કિઢાઈનો અર્થ પ્રાકૃત કોશ પ્રમાણે કોઈ એક વનસ્પતિ’ એમ થાય. પણ અહીં અન્વયાર્થ કેવી રીતે બેસાડવો ? “આંખો ન દુખે માટે વનસ્પતિમાં નામ લખ્યું એ અન્વયાર્થ અસ્પષ્ટ રહે છે. Page #237 -------------------------------------------------------------------------- ________________ એટલે પ્રથમ પંક્તિમાં પ્રકૃતિતત્ત્વો (વૃક્ષો – જળાશય આદિ)ની કવિએ જે યાદી આપી છે એના સંદર્ભમાં અભિપ્રેત એમ લાગે છે કે “આંખો ન દુખે માટે (ઉપર છે તેવી હજીયે લંબાવી શકાતી યાદીમાંથી લખેલાં નામ કાઢી નાખવામાં આવે છે. મતલબ કે, પ્રાકૃતિક સ્થાનોની યાદી તો ઘણી લાંબી થાય પણ તે વાંચતાં વાચકની આંખો જ દુખવા માંડે. પાઠાંતર ઃ ૨. તેહની (તે ભણી’ને બદલે); ટ તેહ ભણી; ગ, ૪, ૮ કડાહિ. બાહિર દેવી દેહરાં, ખેતલ ગોરલ વીર, પગ પૂજી પાછઉં વલ્યઉં, ગિરૂઉ સાહસ ધીર. ૪૮ ગદ્યાનુવાદ : બહાર દેવી, ક્ષેત્રપાલ (કે ખેતલ વીર) અને ગોરલ વીરનાં દહેરાં છે. ત્યાં ગરવો, સાહસિક, ધીર પુરુષ પગ પૂજીને પગે લાગીને) પાછો વળ્યો. વિવરણ : ખેતલ વીર અને ગોરલ વીર એ કોઈ દંતકથાત્મક વરનાં નામ જણાય છે. “ગોરલનું ગોરડ’ એવું પણ એક પાઠાંતર અહીં છે. પાઠાંતર : ૧. ર૩, ૫, , ૩, ૪ દેહરઈ | દેહરિ ૪ દેવહરા; રવ ગોરડ. ૨. ૩ પય પ્રણમી. પુરુષ પyતક આવતd, જાણી જંગમ દેવ, કોશિ ચતુર ચિંતઈ હવઈ, એહની કરસ્યઉં સેવ. ૪૯ ગદ્યાનુવાદ: જંગમ (હરતાફરતા) દેવ જેવો પનોતો પુરુષ આવતો જાણી ચતુર કોશા હવે વિચાર કરે છે, “એની સેવા કરીશ.” વિવરણ: બીજી પંક્તિમાં ‘હવઈને પછીનાં પદ સાથે જોડતાં આમ પણ અન્વયાર્થ, થાય : .ચતુર કોશા વિચાર કરે છે, હવે એની સેવા કરીશ.' સ્થૂલિભદ્રને આવતા જાણી કોશા વેશ્યાના તત્કાલ – પ્રાથમિક મનોભાવનું નિરૂપણ. (કડી ૪૯થી ૫૧) પાઠાંતર : ૧. ૪ જગમેં (જંગમ'ને સ્થાને). ૨. ર૩, ૪, ૫, ૬, ઈસિલું | ઈસું (“હવઈને બદલે); રવ કરસિં ગ કરૂં છું. ગાઢા ધૂરત મઈ ઠગ્યા છોકર છલ્યા છNલ્લા ધોરીડા ધરિ જોતરે, હવઈ એ કરું બયલ્લ. ૫૦ ગદ્યાનુવાદ : “મોટા ધૂને મેં ઠગ્યા છે, છેલ છોકરાઓને મેં છેતર્યા છે. (આ) ધોરીડાને ધુરાએ જોતરું. એને હવે બળદ કરું.' પાઠાંતર : ૧. ૪ કર્યા (“છલ્યાને બદલે); રુ છઇલ્લઈ. ૨. ર૦ ધરિ; ગ જોતર્યા; ગ, ૪ કરું આ એહનઈ કરું, રવ, ગ છઅલ્લ | છલ્લ (બલ્લીને બદલે). સોનાન પરસઉ લહી, કોડિ કરીસ્ય કામ, ધાત ખરી જ લાગણ્યાં, તી છોડવઉં કામ. ૨૧ ૨૨૦ / સહજસુંદકૃત ગુણરત્નાકરછેદ • Page #238 -------------------------------------------------------------------------- ________________ બીજો અધિકાર / ૨૨૧ ગદ્યાનુવાદ : સોનાનો પુરુષ હું પામી. એ કોટિ કામ કરશે. જો ખરો સંબંધ બંધાશે તો નાણું છોડાવીશ.” પાઠાંતર : ૧. ૪ સોનોને પૂરતો સહી. ૨. # છોડીસ્યઉં. પાઠચ : છેલ્લા ચરણમાં 5 પ્રતના છોડીસ્યઉં' પાઠને સ્થાને અન્ય પ્રતોનો ઉચ્ચારભેદે “છોડવસ્યઉ પાઠ મળે છે જે પદાન્વયમાં વ્યાકરણદષ્ટિએ યોગ્ય જણાતાં છોડવસ્યઉં પાઠ લીધો છે. રથ ખેડી આવ્યઉ તિસ્પઈ, ઈમ કરતાં ગુણગોઠિ, ઊઠી ઊલટિ આપાઈ, ઉતારઈ ધનપોઠિ. પર ગદ્યાનુવાદ : એમ ગુણગાન કરતામાં તે રથ ખેડીને આવ્યો, ત્યારે પોતાની ઊલટથી ઊઠીને તે ધનપોઠ (સમા સ્થૂલિભદ્ર)ને ઉતારે છે. વિવરણ : ૩ પ્રતમાં પોઠ'ને સ્થાને “મોટ' પાઠાંતર છે. મોટ = પોટલું. એ પાઠ પણ અહીં બંધબેસતો થાય. પાછલી કડીમાં નાણાં - દ્રવ્ય છોડાવવાનું વિચારતી કોશાના સંદર્ભમાં સ્થૂલિભદ્ર માટે વપરાયેલો “ધનપીઠ' શબ્દ કેટલો ઉચિત ઠરે છે ! પાઠાંતર ઃ ૧. ૬ જિસિઈ (‘તિસ્યઈને બદલે). ૨. ૪ આપપણઇ; ૩ મોટિ (પોઠિને બદલે). વેશ્યાનાં ટોલઈ મિલી, ભરી કરી મુખ પત્ર, ટોડે કોસ લલીલલી, પેખઈ પુરુષરત. પ૩ ગદ્યાનુવાદ : વેશ્યાની ટોળી સાથે, મુખમાં પાન ભરીને, બારણે કોશા લળીલળીને પુરુષરત્નને નિહાળે છે. પાઠાંતર : ૧. રવ મેલી; = પત્ર (પત્ર'ને સ્થાને). ૨. ઇ, , ર તેડ” (“ટોડે ને સ્થાને); $ લલી લડે, ૪ ખેપઈ (૧૫ખઈને બદલે; રવ, ૨, ૪, ૮ રૂપરતન. પહિલઉં ઠગવિદ્યા હુતી. દીઠાં થયઉ સભાવ, સાંહામું લાગી રૃરિવા, જલ વિણ જિસ્યઉ તલાવ. ૫૪ ગદ્યાનુવાદ : પહેલાં ઠગવિદ્યાવાળી હતી. પણ (સ્થૂલિભદ્રને) દીઠે સ્વ-ભાવ પ્રગટ થયો. જળ વિના જેવું તળાવ તેમ તે ઊલટાનું ઝૂરવા લાગી. વિવરણ : પ્રથમ પંક્તિમાં “સભાવ' શબ્દના બન્ને અર્થ થાય. ૧. સારો ભાવ ૨. સ્વ-ભાવ, સહજપણું. બીજો અર્થ વધારે કાવ્યચમત્કૃતિવાળો અને માર્મિક છે. કોશાની વેશ્યા તરીકે અત્યારસુધી અન્ય પુરુષો પ્રત્યેની જે સ્વાર્થસભર મનોવૃત્તિ હતી એની જગાએ સ્થૂલિભદ્રને જોતાં જુદી જ પ્રીતિની લાગણી તે અનુભવે છે. પહેલાં ધૂર્તતા હતી, હવે સ્વ-ભાવ (નારીહૃદયની સાહજિક પ્રણયઝંખના) પ્રગટે Page #239 -------------------------------------------------------------------------- ________________ છે. એણે અનેક પુરુષો સાથે રંગરાગ માણ્યા હશે પણ પ્રીતિના જળથી એનું હૃદય ભીંજાયું નથી. માટે જ એને પાણી માટે ઝંખતા નિર્જળ તળાવની ઉપમા અપાઈ છે. પાઠાંતર: છ પ્રતમાં આ કડી ૧૫મી. એની આગળ ૫૪મી કડી તરીકે એક વધારાની કડી આ પ્રમાણે છે : ઈણિ પરિ ચિત્તઈં ચિંતવઈ, એ નિશ્ચઈ સુર કોઈ, યૂલિભદ્રનું મસિ કરી, કઈ મકરધૂજ હોઈ.” ૫૪ ૪ પ્રતમાં ૪ પ્રતની આ પ૪મી કડી નથી. ૧. ગ સુભાવ. નયર વયણ કર ચરણ મુખ, ડાઢી મુંછ મરોડ, પાતલીક નર ફૂટર, ઈસી ન દીસઈ જોડ. ૨૫ ગદ્યાનુવાદ : આંખો, વેણ, હાથ, પગ, મુખ, દાઢી, મૂછ અને અંગભંગિવાળો એ પાતળિયો નર ફૂટડો છે. આવી કોઈ જોડ દેખાતી નથી. પાઠાંતર : ૧. “મુખ નથી; ૪ તાડી (ડાઢી’ને બદલે); ર૩, પ, ૬, ૪ મરોડિ. ૨. ર૩, ૪, ૮, ૩ જોડિ. પપદ પૂછઈ સહીઅરસાથિ ઈંદ્ર અવતર્યઉ કિ, ના ના, પારવતી-ભરતાર ચંદ્રસૂરિજ કઈ ના ના, નલકુબ્બર કઈ ધનદ કઈ સુરતિવલભ ના ના.. ભરફેસર હરિચંદ દેવ નારાયણ કિ ના ના, પેખીહ પુરુષ પરવસિ થઈ અક્કાવારી નવિ રહઈ, સગડાલપુત્ર મ મ ઝખિ તું સખી એમ ના ના કહઈ. ૫૯ ગદ્યાનુવાદ : સહિયરોનો સાથ પૂછે છે કે “શું ઇન્દ્ર અવતર્યો ?” “ના રે ના.” “શું એ પાર્વતી-પતિ (શંકર) છે કે ચંદ્ર-સૂરજ ?” “ના રે ના.” “શું એ નલકુબેર (કુબેરનો પુત્ર), કુબેર કે સુરતિવલ્લભ (કામદેવ) છે ?” “ના રે ના.” “શું એ ભરતેશ્વર, હરિશ્ચન્દ્ર કે નારાયણદેવ છે ? “ના રે ના.” પુરુષને જોયો ને કોશા) પરવશ થઈ; વડીલ વેશ્યા (અક્ક)ની વારી ન રહી. ‘એ શકટાલપુત્રને તું ઝંખીશ નહીં, સખી !” એમ અક્કા “ના ના’ કહે છે. વિવરણ : બધી સહિયરોનો આ મનોભાવ છે એમ અભિપ્રેત જણાય છે; જેને ચારણી લયછટામાં પ્રશ્નોત્તરીનું સ્વરૂપ આપીને કવિએ પ્રગટ કર્યો છે. પાઠાંતર : ૨૩, ગ છંદનું નામ નથી જ કવિત ૮ કવિત્ત. ૧. . સાથિઈં; ન અવતારિ ૩ અવરિઉં. ૨. પંક્તિ નથી. ૩. ગ પ્રતમાં ૪ પ્રતની ૩જી પંક્તિ ૪થી; અને ૪થી પંક્તિ ૩જી; “કઈ' (૧) નથી; દ ધ ઇ ધનદત્ત; સુરવલ્લભ ગ, રૂ, ૨૨૨ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ Page #240 -------------------------------------------------------------------------- ________________ બીજો અધિકાર / ૨૨૩ ૪ સુરપતિવલ્લભ ૬ સિઉરિતિવલ્લભ. ૪. રવ, ઘ, ચ, જ્ઞ, ૩ કિ' નથી; ૬ ના. ૫, ગ રૂપ (‘પુરુષ'ને બદલે). ૬. ચ ઞ ટ મ ઝંખ (મ મ ઝંખિ’ને સ્થાને). સખી સુણ્યઉ જે શ્રવત્તિ, સગુણ નર સોઇક હા હા, પિંગલ ભરત કવિત્ત ગીત ગુણ જાણ કિ હા. હા, વિજ્જાહલ વ્યાકરૢ લહઇ પારસી કિ હા હા, ચઉંચસી આસત્ર કોકરસ લહઈ કે હા હા, સુકબહુત્તરી વિનોદકથા સવિ કહઈ કિ હા હા, કવિ કહઇ સહસુંદર સદા કરઈ ગોષ્ઠિ મીઠી ઘણી પ્રસ્તાવ ભાવ વેલા લહઇ બોલિ બોલિ હા હા ભણી. ૫૭ ગદ્યાનુવાદ : ‘સખી, કાને જે સાંભળ્યો તે જ આ સગુણ પુરુષ કે ?” ‘હા હા.’ પિંગળ, ભરત (નૃત્ય-નાટ્ય), કવિત ગીતના ગુણનો જાણકાર કે ?’ ‘હા હા.’ લવિદ્યા (જ્યોતિષ), વ્યાક૨ણ, પારસી જાણે છે તે જ કે ?” ‘હા હા.’ ‘ચોર્યાસી ભોગાસન, કામક્રીડાનો ૨સ જાણે છે તે કે ?” હા હા.’ ‘શુકબહોંતેરી, વિનોદકથા સર્વ કહે છે તે કે ” ‘હા હા.’ કવિ સહજસુંદર કહે છે કે, તે સદા મીઠી ગોષ્ઠી કરે છે ? વિવિધ વિષયો ને ભાવોનો સમય ઓળખે છે ? કહે, કહે.’ ‘હા હા' બોલી. વિવરણ : પાછલી કડીમાં સખીઓના મનોભાવને જે પ્રશ્નોત્તરીનું રૂપ અપાયું તેમાં ઉત્તર ‘ના ના’ રૂપે હતા; અહીં કોશાના મનમાં સ્થૂલિભદ્રનાં જ્ઞાન-નૈપુણ્ય સંદર્ભે ઉદ્ભવતા પ્રશ્નોના ઉત્તર ‘હા હા’ રૂપે છે. પાઠાંતર : TM કવિત્ત. ૧. ૮ સખી ઓ સુણયો શ્રવણ કિ સુગુણ નર સોહૈ કિ હા હા; હૈં સુણ; ∞ સોહઇ (‘સોઇ'ને બદલે). ૨. રવ પંક્તિ નથી; ગ જાણઇ. ૩. રવ, ગ, ઘ, રૂ. ૮, ૪ પંક્તિ નથી; છ પ્રતમાં રૂ ની ૩જી પંક્તિ પમી; ૬ પ્રતમાં જ્ઞ ની ૩જી પંક્તિ ૪થી. ૪. રવ, ૫, ૬ પંક્તિ નથી; છ પ્રતમાં ∞ ની ૪થી પંક્તિ જી. ૫. ૪ પંક્તિ નથી; છ પ્રતમાં ૬ ની પમી પંક્તિ ૪થી; ૪ પ્રતમાં ૢ ની ૫મી પંક્તિ ૩જી. ૯. ૪ સદા (‘ઘણી’ને બદલે). ૭. ઇ ઇમ બોલઇ (‘બોલિ બોલિ’ને સ્થાને). પાચ[ : ø અને ટ સિવાયની તમામ પ્રતો ‘સોહઇ'ને સ્થાને સોઇ’ પાઠ આપે છે. સંદર્ભમાં ‘સોઇ' પાઠ જ ઉચિત છે. નર સોઇ કિ ?” = તે જ આ નર કે ?” એમ પ્રશ્ન છે. આથી ‘સોઇ’ પાઠ સ્વીકાર્યો છે. આ ‘ષટ્પદ’ હોવા છતાં ઃ પ્રતમાં સાત ચરણ છે. અન્ય પ્રતોમાં પણ ચરણસંખ્યાની એકવાક્યતા નથી. સઘલી ગણિકા માંહિ, કોસિ મૂલગી સપલ્લવ, રણઝણતા નર ભમર, ફિરઈ પાખતી નરહિત, Page #241 -------------------------------------------------------------------------- ________________ નાહણ સોવિન ખાલિ, ભમર ગુંજારવ મંડઇ, ૨૫ણીનહું એક લક્ષ, રાય રાણા પિર ડંડઇ, ભૂભંગિ ભાવð જગ ભોલવ્યઉ છલ્યા લોક છંદા કરી, શ્રી થૂલિભદ્ર પેખી કરીબ થઈ વેશિ તે કિંકરી. ૫૮ ગદ્યાનુવાદ : સઘળી ગણિકાઓમાં કોશા મુખ્ય પલ્લવિત છોડ છે; (જેના ઉપર) નર-ભ્રમરો રણઝણે છે (ગુંજારવ કરે છે), જેની આસપાસ નરાધિપ (રાજા) ફરે છે. સ્નાનજળની સોનેરી ખાળે ભ્રમર ગુંજારવ માંડે છે. – રાજારાણાની પેઠે (કોશા) રાત્રિનો એક લાખ દંડ કરે છે (દ્રવ્ય વસૂલ કરે છે). જેણે ભૂ-ભંગ વડે ભાવથી જગતને ભોળવ્યું અને ચેષ્ટાઓ (હાવભાવ) કરીને લોકને છેતર્યા તે વેશ્યા શ્રી સ્થૂલિભદ્રને જોઈને એની દાસી બની. પાઠાંતર : ૨. ૬ ભમઇ (‘ફિરઇ’ને સ્થાને). ૩. ગ પ્રતમાં રૂ ની ૩જી પંક્તિ ૪થી; ગ થાલિદ લાખ (ખાલિ'ને બદલે). ૪. ગ પ્રતમાંની ૪થી પંક્તિ ૩જી; ગ નઉ’ નથી. પ. ઃ લોભવ્યઉ. ૬. જ્ઞ ‘શ્રી’ નથી; ૬ પુરુષ (‘થૂલિભદ્ર’ પછી); ટ દેખી (‘પેખી’ને બદલે); TM વેસાથી (વેશિ તે’ને બદલે); ૪, ૪ કોસ (વેશિ'ને બદલે). • ગોત્રજ ગઉર ગણેશ, મયા મુઝ ઝાઝી કરો, થૂલિભદ્ર વસિ કરું, વિઘન સઘલાં પરિહરયો, દૈયો બુદ્ધિપ્રકાશ, હાથિ માહરઇ જિમ આવઇ, છયલ પુરુષ છઇ કોડ, સખી પણિ એ મુઝ ભાવઇ, સંસાર માંહિં જોતાં ઇસ્યઉ, સજ્જન કો દીસઇ નહીં, જાગિયો દેવદેવી સહૂ, આસ એહ પૂરુ સહી. ૫૯ ગદ્યાનુવાદ : ‘હે ગોત્રજ, ગૌરી, ગણેશ, મારી ઉપર ઝાઝેરી કૃપા કરજો. હું સ્થૂલિભદ્રને વશ કરું એમાં સઘળાં વિઘ્નો દૂર કરજો. મને એવો બુદ્ધિપ્રકાશ દેજો જેથી તે મારે હાથ આવે. છેલછબીલા પુરુષો તો કોટિ (અસંખ્ય) છે, પણ હે સખી, મને તો એ જ ગમે છે. સંસારમાં નજર કરતાં એવો સ્વજન કોઈ દેખાતો નથી. હે સહુ દેવદેવીઓ, જાગજો. મારી એ આશા જરૂર પૂરી કરો.’ પાઠાંતર : ૧. રવ ગુરુ ગ, લ, ગુજ઼ર ગ, ટ ગુરુ; । ગુણેશ. ૨. જ્ઞ ઉપહ૨યો (પરિહરયો’ને બદલે). ૩. ગ તે (જિમ'ને બદલે). ૪. રવ, ઘ, છ ‘સખી' નથી; ગ કો પણિ ઇ, છ એહ જ પણિ; ઞ ‘એ’ નથી; વ, ઘ, ચ, ગ, રૂ, ટ, ૪ મુઝનઇ / મુઝને ૫. ર4 સજ ગ, ઘ સુજન ~ સુગુણ (‘સજ્જન’ને બદલે); ગ, ઘ કોઇ. ૬. હૈં હિ (‘સહૂ'ને બદલે); T‘એહ' નથી. અક્કા ભણઈ સુણિ કોસિ, પ્રેમ અધિકઉ ન કરઈ, નહ સમઝઈ જીહ લૂખિ જાતિ આપણી ભગ઼િજ્જઇ, ૨૨૪ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ Page #242 -------------------------------------------------------------------------- ________________ બીજો અધિકાર / ૨૨૫ નવનવ નર પિmવિ આપ જઉં આપિસિ પાડી, પર ઘરની તું રિદ્ધિ લેસિ. કિમ જગની લાડી, કુલ જાતિ રીતિ લોપ્યા પછઇ, પછતાવઉ તુઝનઈ હસ્યાં, કહઈ કહાં રે દાસિ દીકોડલી, હસઈ નહીં કારણ કિસ્યઈ. ૬૦. ગદ્યાનુવાદ : વડીલ વેશ્યા કહે છે, “હે કોશા, સાંભળ. અધિકો પ્રેમ કરીએ નહીં. જેમ લુખી જીભ (સ્વાદને, સમજે નહીં તેવી આપણી જાતિ કહેવાય છે. નવાનવા પુરુષ જોઈને પોતાની જાતને તું પાડી નાખીશ તો જગતની લાડી એવી તું પર ઘરની રિદ્ધિ કેમ લઈશ ? કુળ-જાત-રીત લોપ્યા પછી તને પસ્તાવો થશે. રે દાસી દીકરી, કહે કહે, શા કારણે તું હસતી નથી ?' વિવરણ : જેમ ગૃહિણીને એમનો કુલાચાર, એમ વેશ્યાને પણ એમની જાતિનાં આગવાં આચાર અને રીતિનીતિ. વડીલ વેશ્યા કોશાને પોતાનો ગણિકાધમ નહીં છોડવા એટલેકે કોઈ પુરુષ પ્રત્યે અધિકો પ્રતિભાવ નહીં દર્શાવવા સમજાવે છે. વેશ્યા જાતિ માટે અપાયેલી લુખી જીભની ઉપમા ધ્યાન ખેંચશે જ. પાઠાંતર : ૧. રર, ઇ, ૩, ૪ એક ('અક્કાને બદલેકહઈ (“ભણઈને બદલે); સુ, ટ, ૩ નવિ ૪ કરિન્જ ધરીન્જઈ ૩, ૪, ૪ કીજ. ૨. ૨૩. ગ, ઘ, . છે, ૫, રૂ. ૩ પંક્તિ આ પ્રમાણે : લુખી જીભ સમાન જાતિ આપણી ભણી જઈ'; ૮ તીખી (લુખિને બદલે). ૩. ઇ .આપ આપઈ જુ પાડી. ૫. ૨૩, ગ, ઘ, ૪, ઇ, ૩. ૮, ૪ કુલ રીતિ. ચાલિ.; ૩ કુલાચાલિ (કુલ જાતિને સ્થાને); 1 હુસ્યો. ૬. ઇ કહિ નારિ દાસિ; ર૬ કોલડી; હમેં કારણ કિસેં. હસઉ કિસ્યઉં રે માય સાલ મન માંહિ પીઠઉં, હેવ ઊડાડઉં કેમ, હાથિ પોપટ્ટ બીઠ, અક્ક નહીં રે અક્ક, અંબ એ સુરતરુ સરિખ, દેશ્યઈ નવઈ નિધાન, પુરુષ પરષોત્તમ પરખુ ન ન વેધ ભેદ વલ્ય ટલઇ, મ મ વારુ ચંદામુખી, ઈમ સુણી વયણ કોશ્યા તણાં, મિલી તવ સઘલી સખી. ૬૧ ગદ્યાનુવાદ : રે માતા, હું કેવી રીતે હસું ? મારા મનમાં શલ્ય (ખટક) પેઠું છે. હાથ ઉપર પોપટ બેઠો છે, તેને હવે કેમ ઉડાડું ? અક્કા, એ (સ્થૂલિભદ્ર) આકડો નથી, પણ સુરતરુ (કલ્પવૃક્ષ) સરખો આંબો છે. તે નવેય નિધાન આપશે. એ પુરુષને હું પુરષોત્તમ તરીકે જોઉં છું. (એનાથી) વીંધાવું ને ભેદવું ટાળ્યું ટળે તેમ નથી. માટે હે ચંદ્રમુખી, મને અટકાવ નહીં.” કોશાનાં આવાં વચન સાંભળી સઘળી સખીએ ત્યારે એકઠી મળી. ' Page #243 -------------------------------------------------------------------------- ________________ પાઠાંતર ઃ ૧. ર૩, ૪, ૫, ૪, , ટ હાસું ૨. ર૮ : પોપટલ ગ, ઇ પોપટડુ. ૩. • : ‘અંબ' નથી; ૨ સુરત – ૪. ર૩, ગ, ઘ, , , ૫, ૬, ૮ પવર (પુરુષને બદલે; ટ સરિખો (‘પરખને બદલે). ૫. ૪ નવ વેધ ગ દ નવનવે / નવનવિ. ૬. ૩ “ઇમ’ નથી; રવ “સુણી” નથી; ગ વાત; ગ તણી; રવ, ગ, , , , , , ૩ તિહાં (‘તવને બદલે). પાઠચર્ચા : ચોથી પંક્તિમાં પ્રતના પુરુષના સ્થાને પવર' અને છઠ્ઠી પંક્તિમાં ના તવ ને સ્થાને તિહાં'નાં વ્યાપક પાઠાંતરો મળે છે. પણ એ પાઠભેદો એટલા મહત્ત્વના ન હોઈ મુખ્ય પ્રતના પાઠ યથાવત જ રાખ્યા છે. સમઝાવી સહીઅર સવે સંપ કરી ધરિ સંચ, પુરુષ તસઉ મન પાડવા, હવઈ મંડઈ પરપંચ. ૬૨ ગદ્યાનુવાદ : સઘળી સહિયરોને સમજાવી, સંપ કરી યુક્તિ યોજે છે. પુરુષનું મન પાડવા માટે હવે તે તજવીજ આદરે છે. પાઠાંતર : રવ, ગ છંદનું નામ નથી. ૧. ૨ સવિઇ; સંપ ન ઘરિ ઘર સંચ; * ઘરિ ર ઘણ (ધરિને બદલે). ૨. ર૩, , ૪ મંડઉ / મંડિલ ન માંડિઉ ટ માંડ્યો. પાઠચર્ચા: પ્રથમ પંક્તિમાં ૪ પ્રત ઘરિ પાઠ આપે છે. પણ અન્ય પ્રતોનો ધરિ પાઠ બંધબેસતો હોવાથી તે સ્વીકાર્યો છે. રતનજડિત સિંગાર સિઉ કરઈ ઘણઉ ઉદ્યોત. કરિ ચોલી કંચૂ કસી પહિરઈ ચીર સપોત. ૬૩ ગદ્યાનુવાદ : રત્નજડિત શણગાર વડે ખૂબ પ્રકાશ કરે છે. હાથથી ચોળી – કંચુકી કસીને બાંધી સારાં પોતવાળાં ચીર પહેરે છે. પાઠાંતર : ૧. ૪ સિણગારનૂ (સિંગાર સિઉને સ્થાને). ૨. ઇ કંચુક. મયમત્તા મયગલ જિલ્યા, થશહર સૂર સુભટ્ટ, પેખી નર પાછા પડઈ, મેહુલ માન મરઢ. ૬૪ ગદ્યાનુવાદ : મદમસ્ત હાથી જેવા, શૂરવીર સુભટ સમા સ્તન છે. એ જોઈને પુરુષો પાછા પડે છે. માન અને મરડ (ગર્વ) મૂકી દે છે. પાઠાંતર : ૧. જિસી. ભમુહ કમાણ કરી તિહાં, તાકઈ તીર-કડક્ત, ગુરુજ ગદા ભુજદડ સ્યઉં, ભેદઈ ભીમ ભડલ્મ. ૬૫ ગદ્યાનુવાદ: ત્યાં ભ્રમરની કમાન કરીને કટાક્ષ-તીર તાકે છે. ગુર્જ અને ગદા સમા ૨૨૬ / સહજસુંદકૃત ગુણરત્નાકર Page #244 -------------------------------------------------------------------------- ________________ બીજો અધિકાર / ૨૨૭ ભુજદંડ વડે ભડાક દઈને વીર પુરુષને ભેટે છે. વિવરણ : ફારસીમાં ‘ગુઝ' શબ્દ છે જેનો અર્થ ગદા જેવું એક શસ્ત્ર' થાય છે. પાઠાંતર ઃ ૧. ગ, ટ ભમહિ; રવ કમિણિ ટ કામિની, ૨૦, ગ, ઘ, ૨, ૪, ૩, ૪, , તડક્ક/ક્ત (“કડક્તને બદલે). ૨. ૪ ગદંડ; ટ ભેદી. પાક્ય : સિવાયની તમામ પ્રતો કડક્ઝ'ને સ્થાને તડક્ક | તડબ્બ' પાઠ આપતી હોવા છતાં “કડમ્બ” પાઠ વધુ કાવ્યોચિત અને બંધબેસતો જણાતાં મુખ્ય પ્રતનો પાઠ યથાવત્ રાખ્યો છે. “તાકઈ તીર-કડબ્બ' = ‘કટાક્ષ-તીર તાકે છે એ કોશા સંદર્ભે વધુ ઔચિત્યપૂર્ણ છે. જે પ્રતો 5 પ્રતના કમાણિ'ને સ્થાને “કામિણિ' કે “કામિની' પાઠ આપે છે ત્યાં તો સ્પષ્ટ અર્થભેદ જ થઈ ગયો છે. ખેડાં સોવિન ખટલી, વેણી કરિ તરૂઆરિ, યૌવનરસ જોઈ ચડી, મારઈ મૂલિ કુઠારિ. ૬૬ ગદ્યાનુવાદ : સુવર્ણની ખીંટલી (એક આભૂષણ)ને ઢાલ અને વેણીને તલવાર કરીને, યૌવનરસના જોરે ચડીને (બળ કરીને) મૂળમાં કુહાડી મારે છે. પાઠાંતર : ૧. ૪, , , , ટ ખીંટેલાં. ૨. ૪ કુઠીર ઇ કટારિ ((કુઠારિ’ને બદલે). આગઈ અતિ ફૂટરપણઉં, દેવિ જિસી સુપ્રસન્ન કરિ કકસ કાને ધડી, મણિમુદ્રી સુવ. ૬૭ ગદ્યાનુવાદ : સુપ્રસન્ન દેવી જેવી (એનામાં) પહેલેથી જ અતિ ફૂટડાપણું સૌંદર્ય) છે. હાથે કંકણ, કાને ધડી (એક આભૂષણ) અને સોનાની મણિમુદ્રા છે. પાઠાંતર = ૨. ટ સોવન ધડી; ર૩, ગ, ઘ, , , ૬, ૮, ૪ મૂડી / મુંદ્રડી. વૃદ્ધનારા છંદ સુવન્ન દેહ રૂપરેહ કામગહ ગજજએ. ઉરત્ય હાર હીરચીર કચુકી વિરજીએ, કષ્કિલંકિ ઝીણ વીણ ખગ્નિ ખગ્નિ તુમ્મએ, પયોહરાણ પકિન પધ્ધિ લોક લકખ ઘુમ્મએ. ૬૮ ગદ્યાનુવાદ : (કોશાનો) રૂપની પરિસીમા અને કામગૃહ સમો સુવર્ણમય દેહ ગાજે છે. ઉર પર રહેલ હાર, હીરનાં ચીર અને કંચુકી વિરાજે છે. કેડનો લાંક, ઝીણી વેણી – એ ખગો (તરવારો) ધમધમે છે. પયોધર (સ્તન) જોઈજોઈને લાખો લોક ઘૂમે છે, (ભટકે છે, ભ્રાન્ત થાય છે.) વિવરણ: ટૂંકા અંતરે આવતા યતિવાળા વૃદ્ધનારાજ છંદની લયછટા તેમજ ઝડઝમક અને આંતરપ્રાસનું સૌંદર્ય અહીં માણી શકાશે. (કડી ૬૮થી ૭૧) Page #245 -------------------------------------------------------------------------- ________________ પાઠાંતર : વ છંદનું નામ નથી ગ, ૬, ૭ નારાચ છંદ ઘ ચાબખી છંદ ચાલિ છ ચાલિ છંદ જ્ઞ છંદ ગગનગતિ ટ છંદ. ૧. ૪ મેહ (‘ગેહ'ને બદલે). ૨. દ ઓપિં (‘ઉરસ્થ’ને બદલે); વ વિરજ્જઇએ. ૩. રવ કટલંક; ૮ કિટલંક ઝીણી વીણ વીણ; ∞ ટૂંક (‘વીણ’ને સ્થાને). પાઠચર્ચા : ત્રીજી પંક્તિમાં ∞ સિવાયની બધી પ્રતો ‘વેંક'ને બદલે ‘વીણ’ પાઠ આપે છે. અર્થદૃષ્ટિએ એ વધુ ઉચિત છે. વેણીને માટે ખડ્ગનું ઉપમાન મધ્યકાલીન પરંપરામાં જાણીતું છે. વળી ‘ઝીણ – વીણ’નો શબ્દાનુપ્રાસ પણ એથી સધાય છે. માટે અન્ય પ્રતોનો ‘વીણ’ પાઠ અહીં લીધી છે. ચતિ મોર ચિત્તચોર હાવભાવ મંડએ, જૂત્તિ ત્તિ રત્નચિત્ત સ્થિ નક્ક્સિ ખંડએ, અત્રંગરંગ અંગ રંગ કોસિ વેશિ ક્ખએ, કડક્ળ-ચક્બ તીર તિક્ષ્મ તિક્ખિ તિક્બ મુક્કએ. ૬૯ ગદ્યાનુવાદ : ચિત્તચોર મો૨ (સમી) ચાલતી તે હાવભાવ કરે છે. અનુરક્ત ચિત્તવાળી તે મદમાતી યુવતી નખથી હાથ ઉપર ક્ષત પાડે છે. તે કોશા વેશ્યા અનંગ (કામ)નો રંગ અને સુંદર દેહ દર્શાવે છે. ચક્ષુકટાક્ષ રૂપી તીક્ષ્ણ તીર કઠોર અને વેગીલાં છોડે છે. પાઠાંતર : ૧. ૬'સો૨ (ભોર'ને બદલે); વ ચિત્તિ ચોરી ૪ ચિત્તચોરી. ૨. ૬, ૪ યોવત્ર મત્ત...; ટ પંક્તિ આ પ્રમાણે : સુવિત્તિ ચિત્ત રત્તિ ચિત્તિ નખિ નિખ ખંડએ; સ્વ ‘રત્ત’ નથી.. ૩. ૪ પંક્તિ નથી; વ વેસહ દિખઇએ. ૪. ૪ પંક્તિ નથી; રૂ, છ કડખ; રવ, છ ચખ ઘ ચક્કુ ટ ચખ્ય; રવ, ૬, ૭, ૮ તીર તીર (તીર તિ'ને બલે) ૪ ‘તીર’ પછી તિક્ષ્મ' નથી; રદ્દ, છ તિક્ષિ તિક્ષિ ૬, ૮ તક્કિ તક્કિ જ્ઞ, ૐ તક્ક તક્ક ('તિક્ખિ તિ’ને બદલે). અત્રેક બોલ મિઠ ગીઅ, નાદભેદ કિજ્જુએ, પડંત પાય દાસિ તુબ્જ માન-મુબ્જ દિજ્જુએ, વિલગ્નિ કંઠિ બાહુ ઘલ્લિ હત્થડા મરોડએ, સુજાણ થૂલિભદ્દ સાથિ ભોગયોગ લોડએ. ૭૦ ગદ્યાનુવાદ : (તે) અનેક મીઠા બોલ, ગીત અને નાદભેદ કરે છે. તારી આ દાસી પગે પડે છે. મને માન-મોભો આપ.' કંઠે વળગીને, બાહુમાં ઘાલીને એના હાથ મરોડે છે. સુજાણ સ્થૂલિભદ્ર સાથે ભોગ-યોગમાં ઝૂમે છે. પાઠાંતર : ૧. રવ કિજ્જઇએ. ૨. ૪, ૮ તુઝ; ૐ મોન; છ, ટ મુઝ; સ્વ દિજ્જઇએ. ૩. ઘ બાહ ઘાલિ = બાંહિ ઘલ્લ. ૪. ૬ સુજાણ જાણ (‘સુજાણ’ને બદલે); 7 જાગ (યોગ'ને બદલે); રવ લોડઇએ. ૨૨૮ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ Page #246 -------------------------------------------------------------------------- ________________ બીજો અધિકાર | ૨૨૯ વદન્ન પન્નભંગ રંગ જુત્તમુત્ત મોહએ. કતૂહલા વિનોદહાસ કેલિગેલિ સોહએ. મનોહરા વચત્રભેદ આવિ આવિ કતડા, હસતિ મોહબાશ-રેહ દાખવેતિ દતડા. ૭૧ ગદ્યાનુવાદ : પત્રભંગ (સુશોભન, ચિતરામણ)ના સૌંદર્યથી યુક્ત કે મુક્ત બન્ને સ્થિતિમાં) એનું વદન મોહ પમાડે છે. વિસ્મયકારી વિનોદ-હાસ્ય, ક્રીડા-રમત શોભે છે. એના મનોહર વચન-પ્રકાર છે. “હે કંથ, આવો આવો.” દાંત દેખાડતી મોહબાણના રેખાંકન સમું તે હસે છે. વિવરણ : કોશાના હાવભાવના વર્ણનવાળી આ કડીઓમાં પુરુષને વશ કરવાની તમામ ચેષ્ટાઓ રસિકપણે કવિ વર્ણવે છે. કામુક ચાલ, નયનકટાક્ષ, મધુર વચન, મીઠાં ગીત, ચરણવંદના, આલિંગન, હાથમરોડ, હાસ્યવિનોદ, હસતી દેતપંક્તિનું ફુટ દર્શન. - આખું વર્ણન ચિત્રાત્મક, ગત્યાત્મક બન્યું છે. પાઠાંતર : ૧. ગ રંગભંગ; રવ, ગ, ઘ, ટ જત/જુત્ત માત્ર ઇ. ઇ જત્ર મત્ર; રવ મોહઇએ. ૨. આ વિનોદહાથ; રવ સોહઈએ. ૩. ૩, ૪ ભેદિક ટ આવિ રંગ.... ષટ્રપદ કોસિ કહઈ કર જોડિ, કરી કુકમના રોલા, ગણિકાગસર માંહિ ઝિલ્લિ ઝિલિ-ન નર ભોલા, જિમ જાઉં ગમર્મ કર્મ સંસાર સરીખ્યઉં, કિસ્યઉં વિમાસ્યઉં ચિતિ પાત્ર પણિ કાં ન પરિખ્યઉં, હીંડોલા-ખાટિ બાંસી કરી, કરુ રંગલીલા રસી, ભોગવી ઋદ્ધિ સહિજ ભણઈ એક વાર બોલઉ હસી. ૭૨ ગદ્યાનુવાદ : કુમકુમના લેપ કરીને, હાથ જોડી કોશા કહે છે, ગણિકાના ગુણ રૂપી સરોવરમાં હે ભોળા પુરુષ, સ્નાન કરો, સ્નાન કરો ને ! ગુણકર્મ અને સંસારને યોગ્ય કર્મ હું જાણું છું. ચિત્તમાં વિમાસણ ાની છે ? પાત્રને પણ કેમ પરખતા નથી ? હીંડોળાખાટે બેસીને રસભરી રંગલીલા કરો. સહજસુંદર કહે છે, “ઋદ્ધિ ભોગવો. એક વાર હસીને બોલો.” પાઠાંતર : ૨, ૪ છંદનું નામ નથી જ કવિતા ૩, ૪ કવિત્વ. ૧. ૩ કોડિ (કોસિને બદલે). ૨. 4 ગણસર ગ, ઘ, ઇ. ૫ ગુણરસ; ઘ ઝાલિ ઝીલિહ; ગ, શ, સુ, ટ, ૪ ઝિલ્લિનમાંનો ને પ્રત્યય નથી. ૩. ઇ જે જિમ ને બદલે); ઘણું જાણવું ને બદલે); $ સંસારી સીખ. ૪. ર વિમાસિ; ર૩, ગ ચિત્તિ , ૪, ૮ ચીત્ત; ૪ નવિ Page #247 -------------------------------------------------------------------------- ________________ પરીખ પ. ૪ હીંચોલાટિ (‘હીંડોલા'ને બદલે; ૨૨, ૪, ૩, ૪ હીંડોલાટિ (અહીંડોલાખાટિને બદલે); ર૩ બાંસી કરુ. ૬. = કહઈ (ભણઇને બદલે). મનિ વલ્લહ સુરિ મિત્ત, પુરુષ સઘલાથી ભાગી, જાણઉં છઉં તુઝ સાથિ, રહઉં હવઈ ચલણે લાગી, ગરિકા-ભાવ સ્યા માંહિ જિસ્યઉં જલ ઊપરિ લેખું, કાંકચિની જિમ જાલિ. અરથ એકો નવિ દેખું, નવરંગ પ્રેમિ કાદવિ કલી, કાઢિ કાઢિ કરિ કરિ સુખી. તુઝ વારવાર પાય પડું ટાલિ યલિ મુઝનઈ દુખી. ૭૩ ગદ્યાનુવાદ : હે મનના વલ્લભ, મિત્ર, સાંભળ. હું સઘળા પુરુષોથી (દૂર) ભાગેલી છું. માત્ર તારો સાથ જાણું છું. હવે ચરણે લાગીને રહું છું. ગણિકા-ભાવ શી વિસાતમાં? એ તો જેમ જળ ઉપરનું લખાણ અને કાંકચ (એક વનસ્પતિ)ની જાળ (ઝુંડ). એનો એકેય અર્થ હું જોતી નથી. નવસૌન્દર્યભર્યા પ્રેમથી કાદવમાં ખૂંપેલીને બહાર કાઢીને સુખી કર. તને વારંવાર પગે પડું છું. મારાં દુ:ખોને દૂર કર, દૂર કર. વિવરણ : યૂલિભદ્રને જોયા પછી કોશાનો ગણિકાભાવ ગયો ને પ્રતિભાવ જાગ્યો. કોશાનું ભાવસંક્રમણ એના વ્યક્તિત્વને નવો ઓપ આપે છે. ગણિકાભવ’ એવું પાઠાંતર લઈએ તો ‘(આ) ગણિકાનો અવતાર હવે શી વિસાતમાં ?' એમ વાક્યાથે કરવો પડે. પાઠાંતર : ૧. ૨૩, ૪ મણવલ્લહ ગ, ગ મનવલ્લભ ઈ મણવલ્લભ; ર૩, પ, ૬, , ટ હું ભાગી. ૨. ૨૩, ૪, ૨, , ૫, , ૪ ૪ પાસિ (“સાથિ’ને બદલે); ગર ચરણે જ પાય. ૩. ર૪, ગ, ઘ, , ૩, ૪ ભવ (“ભાવને બદલે); ટ સર (“સ્યાને બદલે). ૪. ટ ડાલિ; ટ લેખું (દેખું ને બદલે). ૫ ફુ મધુબિંદુ પાવ ૪ મધુબિંદુ કંથ (નવરંગ પ્રેમિ'ને બદલે); ર૩, ગ કાદવ; ૪ વલી (કલીને બદલે) ૮ કલિઉ; કરિ ((કરિકરિ’ને બદલે); ૪ કરિ એ સખિ ટ પીઉ કરિ સુખી. પાઠચચ: બીજી પંક્તિમાં 9 અને 1 સિવાયની બધી પ્રતો સાથિને બદલે પાસિ’ પાઠ આપતી હોવા છતાં રૂ નો સાથિ’ વધુ બંધબેસતો લાગવાથી બદલ્યો નથી. વળી ગ પ્રતનો આ પાઠને આધાર છે જ. ત્રીજી પંક્તિમાં ‘ગણિકાભાવ'ને સ્થાને ‘ગણિકાભવ”નું વ્યાપક પાઠાંતર મળે છે પણ કાવ્યસંદર્ભે ગણિકાભાવ' પાઠ વધુ ઉચિત લાગવાથી મુખ્ય પ્રતનો પાઠ યથાવત્ રાખ્યો છે. એસઈ રહિત સહવાસ, સદા મઈ કૂડ કરેવઉં, મિલઉં જણ જણ સ0િ વલી પર હત્યિ ચડેવઉં, ૨૩૦ / સહજસુંદરત ગુણરત્નાકરછંદ Page #248 -------------------------------------------------------------------------- ________________ બીજો અધિકાર ૨૩૧ પખું નવનવ પુરુષ, હવઈ ન રમવું તુઝ વેલી, બલિહારી તુઝ ઘસિ કરું ન ન હવઈ અચાલી. પૂસ્લિઉં પાય તાહરા સદા, બોલબંધ માહટ સહી, ભરિ પીઉં કોસ ગંગા તણઉ, આજ પછી વિહડઉં નહીં. ૭૪ ગદ્યાનુવાદ : એ પ્રમાણે સહવાસમાં રહેતાં સદા મેં કપટ – છળ કર્યું છે. દરેક જણની સાથે મળવું અને વળી બીજાને હાથે ચડવું. નવનવા પુરુષને જોઉં છું, પણ હવે તને ટાળીને હું એમની સંગે) રમીશ નહીં. તારી દાસી તારા પર વારી જાઉં છું. હવે હું ચલિત ન થાઉં. સદાયે હું તારા પગ પૂજીશ. આ મારો કોલ છે. હવે ગંગાનો કોશ ભરીને પીઉં (ગંગાજળ લઉં, સોગંદ ખાઉં. આજ પછી અળગી નહીં થાઉં. વિવરણ: સહવાસિની = પડોશણ સ્ત્રી, અનેકની સાથે રહેતી સ્ત્રી – વેશ્યા એવા અર્થનો સંભવ સ્વીકારીએ તો અહીં પ્રથમ પંક્તિ “સહવાસ' એટલે “અનેક પુરુષો સાથેનો સંબંધ' એમ અભિપ્રેત જણાય છે. બલિહારી કરવી એ “વારી જવું, ન્યોછાવર થવું' એ અર્થમાં મધ્યકાળમાં એક વિશિષ્ટ રૂઢ પ્રયોગ છે. એ જ રીતે અપરાધીઓ પોતાની નિર્દોષતા દર્શાવવા જે અંજલિ ભરે, પાણી પીએ તેને માટે કોશ ભરી પીવો' એવો પ્રયોગ છે. પોતે જેને પ્રિય કે પવિત્ર માની હોય એ નદીના સોગંદ ખાવાની રસમ પણ જાણીતી છે. પાઠાંતર : ૧. ર૪, ગ, ઘ, , , , , રહી, ૨૪ કરિવું ૨. ર૪ મિલવું; ૪ સાથિ છે હત્યિ “સલ્વિને બદલે); હથ; ર૬ હથિ ચડેવુ = હાથિ પારકે ચડેવું. ૩. ર૩ પેખ રેખ નવ પુરુષ; ર પેખી; ગ હવઈ નર મૂકે ટાલી. ૪. આ ચિત નિઈ વાલી (બીજું ચરણ) ૮. તન હીઉં બાલી (બીજું ચરણ). ૫. ટ પૂરું પય; ર૩ “બંધ' નથી, ૨, ૩તાહરુ (માહરુને બદલે). પાઠચર્ચા: પહેલી પંક્તિમાં 5 પ્રતના રહિત પાઠને સ્થાને રહી”નું વ્યાપક પાઠાંતર મળતું હોવા છતાં રૂ નો પાઠ એટલો જ બંધબેસતો થતો હોઈ યથાવત્ રાખ્યો છે. બીજી પંક્તિમાં વર પ્રતના સાથિ’ પાઠને સ્થાને રવ, ઇ જેવી પ્રતોનો “સચૈિ” પાઠ એટલા માટે લીધો છે કે એનાથી “સલ્થિ – હત્યિ'નો આંતપ્રાસ જળવાય છે. પાંચમી પંક્તિમાં ૪ પ્રતના ‘તાહરુને બદલે “માહરુનું વ્યાપક પાઠાંતર મળે છે. કોશાની ઉક્તિના સંદર્ભમાં માહર ઉચિત જણાય છે અને ઘણી પ્રતોનો એને આધાર છે એથી માહરુ' પાઠ લીધો છે. અહ્મ ઘરિ આવઈ કોડ, લોક પરદેશી પરથી વિશની વેધ-વિલગ્ન, ભમી ભમરા જિમ અરથી, Page #249 -------------------------------------------------------------------------- ________________ મહુધા મરદ્દ, રાય ચણા ગલ જોવા, સબલાબ સારથવાહ, સેઠિ સેનાની છોડવા, ધનલોભ-થોભ દેતા જિ કે, હઈયાથી તે અત્યમઇ, સંતોષ(ખ)પોખ પૂરી હવઇ, એક નામ તાહનું ગમઇ. ૭૫ ગદ્યાનુવાદ : અમારે ઘેર અસંખ્ય પરદેશી લોક દૂરથી આવે છે. વ્યસની, રસિકતા (આસક્તિ)માં રચ્યાપચ્યા એવા તે લાલચુ ભમરાની જેમ ભમે છે. મુકુટધારીઓ (સામંતો), એકાકીઓ (અનન્યો) (?) અને રાજવીઓને ગળેથી પકડ્યા, આંકડામાં (લાલચમાં) ફસાવ્યા. બલવંત પુરુષો, સાર્થવાહો, શેઠિયા, સેનાનીઓ સર્વને હવે છોડી દીધા છે. જેઓ ધનની લાલચ આપતા અને પ્રશંસા કરતા તે હવે હૈયામાંથી આથમે છે (અળગા થાય છે). (તું) હવે સંતોષનું પોષણ કર. એક માત્ર તારું જ નામ ગમે છે. વિવરણ : પ્રથમ પંક્તિમાં, પરથી’ પાઠ કદાચ પરસ્થિત પરથી વ્યુત્પન્ન થયો હોય, તો ‘બીજેથી’ કે અજાણ્યા લોક' એવો પણ અર્થ થાય. (?) - ત્રીજી પંક્તિમાં આવતા ‘મફરદ્દ’ પાઠ માટે એકાકીઓ – અનન્યો – એકલવીર (?) એવા અર્થની સંભાવના એ આધારે કરી છે કે ‘મુરદ’નો અર્થ હિંદી કોશ ‘અકેલા’ અને રાજ. શ.કો. ‘એક, અકેલા' અર્થ આપે છે. છઠ્ઠી પંક્તિમાં ‘પૂરી’ પાઠ છે તે પૂરિ' (= પૂર) એમ આજ્ઞાર્થનું રૂપ ગણવું યોગ્ય લાગે છે. પાઠાંતર : ૧. ૪ કોસિ (કોડિને બદલે); જ્ઞ અરથી. ૨. સ્વ વિધિ (વેધ'ને બદલે). ૩. રવ મંડઉધાઘ મુડધા છે, ૮ મઉડબધા ૪ મુડોધાં જ મુડબ; ઘ મકરંદ (‘મફરદ્દ’ને બદલે) ૬ નરિદ્દ છ મંડલીકટ મંગલિક. ૪. ૪ પંક્તિ નથી. ૫. TM દેવા જિવા જિ કે; સ્વ, ઘ, ૬, ૭, ૬, ૮, ૪ હીયા થિંકી; ૬, ૮ જે (તે'ને સ્થાને). ૬. ૦ પેખિ (પોખ'ને સ્થાને); સ્વ, ઘ, છ, ટ પૂરી કરી; રવ, 7 હિવઇ ૬ હિતું ટ હર્વિ (‘ગમઇ’ને સ્થાને). ઇશ પિર સંભલિ વયણ, સૂઅણ મનમાંäિ વિમાસઇ, ફોકટ ભાવ કપટ્ટ, કરઈ મુખિ અન્ન પાસઇ, જાણઇ જાતિસભાવ, વેસિ ઘટ ભીંતરી ખોટી, બાહિર દાખઈ રંગ, ચતુર લેખવઇ ચિણોઠી, એહની ગોઠિ બિ ઘડી ભલી, કિમ થાઇ અસતી સતી, કુલવહુ પ્રેમ પાલઈ જિસ્યઉ તિસ્યઉ તે નાણઇ રતી. ૭૬ ગદ્યાનુવાદ : આ પ્રમાણે વચન સાંભળીને (તે) સુજન મનમાં વિચાર કરે છે : એનો ભાવ ફોગટ છે. એ કપટ કરે છે. મુખે બીજું જ પ્રકાશી (બોલી) રહી છે. ચતુર ૨૩૨ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ Page #250 -------------------------------------------------------------------------- ________________ બીજો અધિકાર | ૨૩૩ એનો જાતિસ્વભાવ જાણે છે કે વેશ્યા હૃદયની ભીંતર ખોટી હોય છે, બહારથી જ રંગ દાખવે છે. ચતુર એને ચણોઠી જેવી લેખવે છે. એની સાથેની ગોઠડી (વાતચીત) બે ઘડી જ સારી. અ-સતી સતી કેમ બને ? જેવો પ્રેમ કુલવધૂ રાખે છે તેવો તે રતીભાર પણ આણે નહીં. વિવરણ : કોશાને સાંભળ્યા પછી સ્થૂલિભદ્રનો તત્કાલ પ્રતિભાવ તો એ જ રહ્યો કે આ તો સઘળો વેશ્યાનો કપટભાવ.' સ્થૂલિભદ્રના પ્રત્યુત્તરરૂપે કવિ અહીંથી વેશ્યાચરિત્ર રજૂ કરે છે જેમાં વેશ્યાજીવનની ઘણીબધી લાક્ષણિકતાઓ જોવા મળે. (કડી ૭૬થી ૮૩) અહીં વેશ્યાના કપટભાવ માટે કવિ એને ચણોઠીની ઉપમા આપે છે. પંચતંત્ર'માં આવો શ્લોક મળે છે : अन्तर्विषमया येता बहिश्चैव मनोरमाः I गुञ्जाफल समाकाराः योषितः केन निर्मिताः ॥ બીજી પંક્તિમાં ફોકટ ભાવ કટ્ટ'નો અન્વયાર્થ ‘કપટથી જૂઠો ભાવ કરે છે' એમ પણ થઈ શકે. (જુઓ કડી ૭૯ની બીજી પંક્તિ.) પાઠાંતર : ૧. ઘ વયણ સુર્ણવિ; ર૬, ૬, ૪ સયણ જ્ઞ સયલ (‘સૂઅણ’ને બદલે). ૩. ૪ જાસ્તિસ્વભાવ; ઞ ઘર (ઘટ'ને સ્થાને); ટ ઉપર (ભીંતરી’ને સ્થાને). ૪. ન રાખઇ દેખઇ; = ચિણઉઠી. ૬. ન આણઇ (પાલઇ’ને સ્થાને); ૬, ૪ તિસિઉ (જિસ્યઉ'ને સ્થાને); . ૪ ઇસિઉ (તિસ્યઉ'ને સ્થાને); સ્વ, ગ, ઘ, ચ, છ, ગ, રૂ. ૮, ૪ નેહ (તે’ને સ્થાને). પાઠચર્ચા : છેલ્લા ચરણમાં ∞ સિવાયની બધી પ્રતો તે' પાઠને સ્થાને નેહ’ પાઠ આપે છે. અન્વય બન્ને વિકલ્પોથી જળવાય છે. જ્ઞ પ્રતના ‘તે’ પાઠમાં કર્તાનો અન્વય છે. વળી છેલ્લી પંક્તિનું જે વાક્ય બને છે તેમાં કર્મ-પદ તરીકે ‘પ્રેમ’ શબ્દ આવ્યો જ છે. છંદદૃષ્ટિએ પણ ‘તે' વધુ બંધબેસતો છે. તેથી મુખ્ય પ્રતનો પાઠ યથાવત્ રાખવાનું યોગ્ય ગણ્યું છે. વિસહર વિક્ખ વરાહ, વેડ વીંછણ નઈ વિસનર, વૈશ્યા વાઘિણિ આઠ પરા પરહરીઇ નિખર, કનક કેલિ કુલવંતિ કમલ, કૈલાશ કવીશ્વર, કપ્પડ કોટ કપાસ ભન્નઈ સહિઉ કરિ આદર, પાડૂ પાસ પડીઈ નહી, સજન ગોષ્ઠિ કરીઇ સદા, એતલા ભેદ જાણઇ જિ કે, તિ કે ન લહઇ આપદા. ૭૭ ગદ્યાનુવાદ : વિષધર (સાપ), વિષ, વરાહ (સૂવર), અટવી, વીંછણ, વૈશ્વાનર (અગ્નિ), Page #251 -------------------------------------------------------------------------- ________________ વેશ્યા અને વાઘણ એ આઠ ખરાબ (ચીજો)ને દૂર ત્યજવી જોઈએ. સુવર્ણ, કેળ, કુલવતી સ્ત્રી, કમલ, કૈલાસ, કવીશ્વર, કપડાં, ગઢ અને કપાસનો આદર કરીએ, એમ સહજસુંદર કહે છે. દુર્જનોને પનારે પડીએ નહીં, સજ્જનો સાથે સદાયે ગોઠડી (વાતચીત) કરીએ. જે કોઈ આટલા ભેદ જાણે તે કોઈ કદી આપત્તિ પામે નહીં. વિવરણ : આઠ ત્યાજ્ય બાબતોમાં કવિ વેશ્યાને એમાંની એક ગણે છે. એની સામે નવ સ્વીકાર્ય ચીજોની યાદી પણ કવિ આપે છે. આવી યાદી સાથે વર્ણસગાઈનું તત્ત્વ પણ સંકળાતું હોય છે તે જોઈ શકાશે. ‘વિક્મ’ને સ્થાને ‘વિલિ’ પાઠ લઈએ તો, કોઈ ઘેન કરનારી કે નિદ્રા લાવનારી વેલિ અભિપ્રેત હોઈ શકે. પાઠાંતર : ૧. ૨૬, ગ, ઘ, ચ, છ, ગ, લ, ટ, ૪ વિલિ (‘વિક્મ’ને સ્થાને); છ વિરાધિ (‘વરાહ’ને સ્થાને); રત, ગ, ૪, જ્ઞ વિસહર (વિસનર'ને સ્થાને) ૪ વિસહનર. ૨. છ વાઘ; છ વણિક્ક (આઠ'ને સ્થાને); ઞ પહ ટ એહ (પરહા’ને સ્થાને); ગ, ઇ નરકર ૪ નિરક્બર. ૩. રવ કૈલાસિ. ૪. ૬ કપટ; = સહજો; રવ કહઈ હૈં કહ્યું. ૫ હ્ર, ૮ વસ્તિ (પસિ'ને સ્થાને); ૪ કોટિ (ગોઠિ'ને સ્થાને); વ કરીયઇ. ૬. 7 બોલ જાણઇ; ગ જ કે ૬ જિ કો; રવતિ ગતિ કો; ગ કિસી ન લહિં તે આપા દ તેહનેં કિસી ન આવિ આપદા; ઘ પામઈ ૐ હઈં (લહઇ’ને સ્થાને). પાઠચર્ચા : પ્રથમ પંક્તિમાં હ્ર સિવાયની બધી જ પ્રતો ‘વિક્ખ'ને સ્થાને ‘વિલિ’ પાઠ આપે છે. પણ ત્યાજ્ય વસ્તુ તરીકે ‘વિધ્ન' જેટલું સ્પષ્ટ થાય છે એટલું ‘વિલિ’ = વેલ સ્પષ્ટ થતું નહીં હોવાથી મુખ્ય પ્રતનો ‘વિક્મ’ પાઠ જ રહેવા દીધો છે. એ જ રીતે જ્ઞ પ્રતના ‘વિસનર'ને સ્થાને કેટલીક પ્રતો ‘વિસહર' પાઠ આપે છે. પણ એ સ્વીકારતાં ‘વિસહર’ બેવડાય છે (કેમ કે આરંભમાં તો છે જ). વળી ‘વિસન૨’ એટલે વૈશ્વાનર, અગ્નિ એ ત્યાજ્ય વસ્તુઓના સંદર્ભમાં ઉચિત જ છે. પાંચમી પંક્તિમાં છૅ, ટ સિવાયની બધી જ પ્રતો વસ્તિ’ને સ્થાને પાસિ’ પાઠ આપે છે. વસ્તિ પાસિ' વચ્ચે કોઈ મોટો અર્થભેદ છે નહીં, છતાં વર્ણસગાઈનું તત્ત્વ જળવાતું હોવાથી ‘પાસિ’ પાઠ સ્વીકાર્યો છે. આ વેશ્યાચરિત્ત ચવઉં તુઝ આગલિ, કોશા કમલનયશિ તૂં સંભલિ, કઇ વીંછણિ કઇ રીંછણિ રૂઠી, વાઘિણિની પરિ વિલગઇ ઊઠી. ૭૮ ગદ્યાનુવાદ : તારી આગળ વેશ્યાચરિત્ર કહું છું (સંભળાવું છું). હે કમલનયની કોશા, તું સાંભળ. (વેશ્યા) વીંછણ કે રૂઠેલી રીંછણ જેવી છે. વાઘણની પેઠે તે ઊઠીને વળગે છે. ૨૩૪ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ - Page #252 -------------------------------------------------------------------------- ________________ બીજો અધિકાર | ૨૩૫ પાઠાંતર : રવ, ગ, છ, જ્ઞ, ૮, ૪ છંદનું નામ નથી ઘ, = અડયલ્લ છંદ - છંદ. ૧. હૈં વંચુ (ચવઉં'ને બદલે); સ્વ, ગ, ઘ, ૬, ૭, ૮ કમલવયણ / ણિ - કોમલવયણ. ૨. ૬ ઇંક વીંછણિ; T ...પરેં વલગ જુઠી. લીલાવતી છંદ જિમ ઊડીઅ વાઘિણિ સૂધીઅ શાશિ પાપિણિ ધન સ્થઉં મત્ર હરઇ, છલીઈ છલ લોક અનેક કરી પિર ફોકટ ભાવ કપટ્ટ કરઇ, હસતાં નર હાસ કરઇ મન પક્બઇ, બાંહુડલી. ગલિ ઘાલિ રહઇ, વલિ રૂસણ પ્રેમવચત્ર તણાં કિર, ભોગીઅડા મન માંહિં દહઈ. ૭૯ ગદ્યાનુવાદ : વાઘણની જેમ ઊઠતી (તરાપ મારતી), ડાકણની જેમ પૂરી તે પાપિણી ધન સાથે મન હરે છે. લોકોને અનેક પ્રકારે છળ કરીને છેતરે છે, કપટથી ખોટા ભાવ કરે છે. મન વિના જ પુરુષ પ્રત્યે હસતાંહસતાં હાંસીમજાક કરે છે, હાથ ગળે વીંટાળી રહે છે. વળી પ્રેમ-વચનનાં રૂસણાં કરી ભોગીજનોના મનને બાળે છે. વિવરણ : પ્રથમ પંક્તિના શબ્દાનુપ્રાસ-આંતરપ્રાસ, બીજી પંક્તિમાંના ‘લ’ અને ‘ક’ વર્ણનાં આવર્તનો અને ત્રીજી પંક્તિમાં સર્જાતી ઝડઝમક ધ્યાન ખેંચ્યા વિના નહીં રહે. બીજી પંક્તિમાં, જ્ઞ પ્રતનો ‘સાચ’ પાઠ લઈએ તો ખોટા શપથ ખાઈને કપટ કરે છે’ એમ અન્વયાર્થ થાય. છેલ્લી પંક્તિમાં પ્રેમવચનનાં રૂસણાં એટલે પ્રેમવચન માટેનાં, રૂસણાં એમ અભિપ્રેત હશે. (?) પાઠાંતર : રવ, ગ, ચ, છ, રૂ, ટ, ૪ છંદનું નામ નથી ઘ ચાલિ - દેસી છંદ. : ૧. ∞ શાકણ; ગ, જ્ઞ ...ધન/ન્ન સુર્વન હરઇ TM મન સું ધન્ન રહિ; ૪ ‘સ્યઉં મન્ન’ નથી. ૨. ૮ પરિ’ નથી; છૅ સાચ (ભાવ’ને સ્થાને) ૬ ભાવિ ૩. ટ હસતાં મન હીસી કિર...; ૪ મહા (નર'ને બદલે); ઘ હાસ્ય; ઘ પાખઈ. ૪. ૬ વિલ રૂસણું પ્રેમ તણું વચન કહિ પાઠચર્ચા : રુ પ્રતના શાણ’ પાઠને બદલે રવ પ્રતનો ‘શાકિણિ’ પાઠ, ‘વાઘિણિ’ અને પાપિણિ'ની સાથે પ્રાસમાં બેસતો હોઈ, લીધો છે. બીજી પંક્તિમાં વ્ઝ સિવાયની બધી જ પ્રતો ‘સાચ’ને સ્થાને ભાવ’ પાઠ આપે છે. (ઘુ પ્રત ‘ભાવિં’ આપે છે.) આમ તો ‘સાચ’નો એક અર્થ ‘શપથ’ થાય; પણ તે અર્થ મધ્યકાળમાં વિરલ જણાય છે. એટલે ‘ભાવ’ પાઠ સહજપણે બંધબેસતો થવાથી તે સ્વીકાર્યો છે. વળી કડી ૭૬માં પણ ફોકટ ભાવ કપટ્ટ કરઇ’ મળે જ છે. મુદિ માતીય સંડ તણી પિર નીલિજ, લંપટ છાકીઅ છોડિ ભમઇ, મુખ આગલિ મોહ ડાડિ ઝારય, મારઇ લોયણ કોણ ખમઇ, Page #253 -------------------------------------------------------------------------- ________________ મદિરા-ઘટ-ઘૂંટ પીઈ મદઘારિત ઘુમ્મતિ ઘોરણ પણ ઘણી, અન બોલઈ ચિતિ અનેરું ચાહિ વાહય લોભ ઝડપ્પ ઘણી ૮૦ ગદ્યાનુવાદ : એ નિર્લજ્જ અને લંપટ, સાંઢની પેઠે મદથી માતેલી અને છકેલી આવેશપૂર્વક ભમે છે. મુખ આગળ મોહની અવિરત વષ રેલાવે છે. લોચનપ્રહાર કરે છે તે કોણ ખમી શકે ? મદિરાઘટના ઘૂંટ પીએ છે. મદના ઘેનવાળી તે ઘૂમે છે. એની ભ્રમિત દશા ઘણી ભારે છે. બોલે કાંઈ અને ચિત્તમાં ઈચ્છું જુદું જ. (એ) લોભ કરે છે. એની ત્વરા ઘણી છે. વિવરણ : વેશ્યાના ઉન્માદક, નિર્લજ્જ, છકેલા હાવભાવોનું, નાદસંગીત સાથેનું ગત્યાત્મક ચિત્ર. પાઠાંતર : ૧. ગ ગેહિ ભમાં. ૨. ર માહિ (મોહને બદલે); રવ, છ, જ, ઝ, ટ કારએ | કારઈ ગ મારાં ૩ મંડઈ (‘ઝારયને બદલે); માયા લાવિણ (મારઈ લોયણને બદલે). ૩. ૪ ઘટિ ગ ઘટઘટ ર, ૩, ૪ ઘટ્ટઘટ્ટ (“ઘટઘૂટને સ્થાને); " મદિઘારી; રવ, ગ, ઘ, ૩, ૪ ઘુમિત (‘ઘુમ્મતિ'ને સ્થાને; $ પીત ઘણી. ૪. $ અરું (‘અન’ને બદલે) ઇ અન્ય છ થાઈ (ચાહિને બદલે); $ જડપ્પ. પાઠચચ : $ સિવાયની બધી જ પ્રતો બીજી પંક્તિમાં ૪ ના માયા લાવિણ'ને સ્થાને “મારઈ લોયણ પાઠ આપે છે. “માયા લાવિણ' = માયા લાવીને - આવો અર્થ અન્વયમાં સુભગ રીતે બેસતો નથી એટલે મારાં લોયણ પાઠ લીધો છે. ત્રીજી પંક્તિમાં, $ સિવાયની બધી પ્રતો પીત'ને સ્થાને “પીણ' પાઠ આપે છે. “ઘોરણ'ના વિશેષણ તરીકે “પીણ' અર્થદષ્ટિએ બંધ બેસે છે, સાથે પંક્તિની ડઝમકમાં વિશેષ સાથ આપે છે. લ ઊપરિ મંકડ ગત્તિ કરો, જિમ તાકીય તાકીય ફલ ભરઈ, તિમ દેખીએ અન્ય મહારસ મંડય ઠંડય નીરસ સોઈ સરઈ, કરિ કુકમરોલ ઝકોલ કરતી કઠિ વિલગી વા‘અધિ જિસિ, ધન છોડય મોડય અંગ કડક્કમ નિરગુણ નીઠર જાતિ સી. ૮૧ ગદ્યાનુવાદ : જેમ વાંદરો તાકીતાકીને ફાળ (લાંગ) ભરે છે અને ફળ તરફ ગતિ કરે છે તેમ વેશ્યા) ધન જોઈને મહારસ આદરે છે અને છેવટે તે જ નીરસને ત્યજે છે. કુમકુમના લેપ કરી, મોજ (3) કરતી, વ્યાધિની જેમ કંઠે વળગે છે, ધન છોડે છે, કડકડાટ કરી અંગ મરોડે છે. એની આવી નિર્ગુણ ને નિષ્ફર જાત છે. પાઠાંતર : ૧. પગતિ કરઈ; છ મિજિમ. ૩. ટ કલોલ (‘ઝકોલને બદલે); રવ, ૪, ૨, ૩, ૪ વિરાધિ ગ વ્યાધિ. ૩ અને ૪ પ્રતમાં આ કડીને બબ્બે પંક્તિની બે કડીઓ તરીકે દર્શાવાઈ છે. ૨૩૬ / સહજસુંદકૃત ગુણરત્નાકરછંદ Page #254 -------------------------------------------------------------------------- ________________ બીજો અધિકાર / ૨૩૭ જસુ નાશિક અંગુલિ મુખ ગયું ગલિ, ચામર લિંબ તણા જિ ફિરઈ, ખીરોદક રૂપ કઠોર કુલક્ષણ, કોઢ અઢારસ દુખિ મરઈ, વિકરાલ કલંદર ભોગપુરંદર સક્કર કક્કર એક ગુણઉં, સપનંતરિ સાચ નહીં સુશિ સુંદરિ, પાર ન લાભો તુહ્ય તણઉ. ૮૨ ગદ્યાનુવાદ : જેનાં નાક, આંગળીઓ, મુખ ગળી ગયાં છે અને જેના પર લીમડાના ચામર ફેરવાય છે, જેનું ક્ષીરોદક (સફેદ ચાઠાં અને પરુવાળું) રૂપ કઠોર અને ખરાબ લક્ષણોવાળું છે તે કોઢિયો (રક્તપિત્તિયો) અઢારેય દુઃખોથી મરે છે. વિકરાળ ફકીરને અને અત્યંત ભોગવિલાસીને, સાકરને અને કાંકરને તમે એક ગણો. હે સુંદરી સાંભળ, સ્વપ્નમાં પણ (તમારી પાસે) સાચ હોતું નથી. તમારો પાર કોઈ પામી શકતું નથી. વિવરણ : ક્ષીરોદક = ધોળું રેશમી વસ્ત્ર. અહીં રક્તપિત્તિયાના સફેદ ચાઠાં અને પરુવાળા દેહની આવા ધોળા વસ્ત્ર સાથે સરખામણી કરવામાં આવી છે. પાઠાંતર : ૧. ઇ નાસઈ (‘નાશિકને બદલે); ઇ માય ગલિ : ગલગલિ; ઘ ચારિ લિબ; ૨૨, ૫, તણી; ઇ જિસી ૩ ૪ જસિ. ૨. ગ વરરુદ્દક રૂપ જ રંગરુક્કુરૂપ ૪ રૂપરુદકુરૂપ ટ રૂપકરૂપ રવિરુહકરૂપ; ૪ તુલક્ષણ; આ દોષ મરઈ. ૩. ૪ એમ ગુણ3; ટ ગુણે ૪. ૪ તે સુંદરિ; ર૦ પાપ (પાર’ને બદલે); ઘ ..પાવ ન લાભ તાં તણે છે. પાર નહી તુમ્હ ગુણહ તણ૭; ૪ સરઇ (‘તણઉ'ને બદલે). પાક્ય : બીજી પંક્તિમાં ૪ સિવાયની બધી જ પ્રતો કુલક્ષણ' પાઠ આપે છે. વરુ પ્રતનો તુલક્ષણ' લેખનદોષ જ જણાય છે. એટલે કુલક્ષણ’ પાઠ લીધો છે. ત્રીજી પંક્તિમાં ૪ સિવાયની બધી પ્રતો ‘એમને સ્થાને “એક પાઠ આપે છે. વિષયના સંદર્ભમાં એક પાઠ જ વધુ બંધબેસતો થતો હોઈ અને અન્ય બધી પ્રતોનો એને આધાર હોઈ એ પાઠ સ્વીકાર્યો છે. ૫પય સૂરિજ જવ અત્યમઈ, કેશ તવ મૂકી રોડ, જય વેલા જેહની, તામ તેહસ્યઉં મન મોહઈ, કુલ્લતાર સિરિ ઘલ્લિ, રમઈ તે ચંદા સાથ, સૂર સમઈ જાણેવિ, કુલ્લ પણિ નાખઈ હાથઈ, ઈમ રયદિ કૂડ બિહુ સ્યઉં કરઈ, વેશિ કહીં સાચી ન હઈ, જાણયો જાણ યુગતઈ વલી, સહિજસુંદર કવિ છેમ કહી. ૮૩ ગદ્યાનુવાદ જ્યારે સૂર્ય આથમે છે ત્યારે રાત્રિ) કેશ (છૂટા મૂકીને રડે છે. જ્યારે જેની વેળા ત્યારે તેની સાથે તેનું મન મોહે છે. તે રાત્રિ) તારા રૂપી ફૂલો માથામાં નાખીને ચંદ્ર સાથે રમે છે. પણ સૂર્યનો (આવવાનો) સમય જાણીને એ ફૂલો હાથથી નાખી દે Page #255 -------------------------------------------------------------------------- ________________ છે. એમ રજની બન્નેની સાથે કપટ કરે છે. વેશ્યા કદી સાચી હોતી નથી એમ આ યુક્તિથી - દાખલાથી સમજુ લોકો સમજજો. એમ કવિ સહજસુંદર કહે છે. વિવરણ : આ કડીમાંનું આખું જ કલ્પનચિત્ર વિરલ અને અદ્વિતીય જણાય છે. ‘ફુલ્લ-તાર’માં ‘તારા રૂપી ફૂલો' એમ રૂપક અલંકાર છે. વેશ્યાને કવિએ અહીં રાત્રિ સાથે સરખાવી છે. જેમ રાત્રિ સૂરજ અને ચંદ્ર બન્નેની સાથે ગોઠડી માંડે છે, એમ વેશ્યા પણ એક પુરુષનિષ્ઠ નથી. સૂર્ય ઊગવાના સમયે રાત્રિ માથામાં ગૂંથેલાં તારા રૂપી ફૂલોને ફેંકી દે છે એવા કલ્પન દ્વારા વેશ્યાના છદ્મચરિત્રને કવિએ રસિકતાથી મૂર્ત કર્યું છે. પાઠાંતર : રવ, છ છંદનું નામ નથી TM કવિતા ગ, ટ, ૩ કવિત: જ્ઞ દૂહા છંદ. ૧. ૬, ૪ સૂર; TM જત્ર (જવ'ને બદલે); હૈં, ૪ કોશિ (“કેશ'ને બદલે); ૢ તિમ વ તમ ૪ તનું (તવ'ને બદલે); ઇ સોઇ ૬, ટ જોઇ (રોઇ'ને બદલે). ૨. ૪ જેહ ટ જામ (જવ’ને બદલે). ૩. ∞ ભાર (તાર’ને બદલે) રદ્દ રાતિ ૬ તારેં ૪, જ પુલ્લ; । તે (‘પશિ’ને બદલે). ૫. ગ, જ્ઞ રમઇ (‘કરઇ’ને બદલે); ૪ ન હુઇ (‘કહીં’ને બદલે); ઘ, ન, જ્ઞ, ૪ નુહઇ = ન હીઈંટ નુ હૈ (‘નઉ હઇ'ને બદલે). ૬. ૪ જાણજો જુગતિ સહી; ગ વિગતિ કરી (યુગતě વલી'ને બદલે); છ કરી (વલી’ને બદલે); ૪ ‘કવિ' નથી. પાઠચર્ચા : પ્રથમ પંક્તિમાં ઃ પ્રતના કોશિ’ પાઠને સ્થાને ‘કેશ / કેસ’નું વ્યાપક પાઠાંતર મળે છે. કેશ' પાઠથી કડી-અંતર્ગત કલ્પનચિત્ર વધુ સ્પષ્ટ અને સુરેખ બનતું હોઈ મુખ્ય પ્રતનો ‘કોશિ’ પાઠ છોડીને અન્ય પ્રતનો કેશ' પાઠ લીધો છે. વેશિ કહઈ સુગ્નિ સ્વામિ, આજ હું ભલી ભવાડી, જાતિ અભારી નિબલ સબલ ઊઘાડી પાડી, માહરઇ તુઝસ્ય કામ, વાદ કરતાં કલિ થાઇ, આત્મઉ અવસરિ બોલ સોઇ હૈઅડઇ ન સમાઇ, તિમ મર્મ મોસ બોલી કરી. વખોડી મેહલ્યાં મુસી, કુલકર્મી અહ્મ જાણઈ સહુ, લાજ ગાલિ અાનð કિસી. ૮૪ ગદ્યાનુવાદ : વેશ્યા કહે છે, હે સ્વામી સાંભળ, આજે તમે મને સારી કરી બતાવી ! અમારી જાતિ નિર્બળ છે એને સબળ રીતે તમે ઉઘાડી પાડી. મારે તો તમારી સાથે કામ છે. વાવિવાદ કરતાં કજિયો-કંકાસ થાય. અવસરે આવેલો હોય ત્યારે તે જ બોલ હૈયામાં સમાય નહીં. તેમ જૂઠાં (આળભરેલાં) વચનો બોલીને (તમે) અમને વખોડીને લૂંટી લીધાં. અમે સઘળાં કુલકર્મ જાણીએ છીએ. અમને વળી લાજ કે ગાળ કેવી ! ૨૩૮ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ Page #256 -------------------------------------------------------------------------- ________________ બીજો અધિકાર | ૨૩૯ ૪. ન આવિÖ; ટ સો તુમ્હે (‘તિમ’ને બદલે). પાઠાંતર ૩. ઘ મોહ (‘કામ'ને બદલે); TM વાત કરતાં. (‘સોઇ’ને બદલે); = હીયઈં. ૫. ૪ મેં ગ, ૪, ૬, ૪ તð ૬. જ્ઞ મર્મ જાણઇ; સ્વ, ઘ લાગઇ (‘ગાલિ’ને બદલે). ૪ પ્રતમાં ૢ પ્રતની ૮૪મી કડી ૮૮મી તરીકે મળે છે. તે અગાઉ ૮૪થી ૮૭ એમ ચાર કડીઓનું નવું ઉમેરણ ૪ પ્રતમાં છે. એ ચાર કડીઓ આ પ્રમાણે છે : કાવ્ય છંદ નિજ મુખ મચકોડઇ આલર્સે અંગ મોડઇ, નિત સિર જ પખોડઇ, કારમી વાત જોડઇ, ધનરહિત વિખોડઇ પાગ સિ ં ગાંઠિ છોડઇ, જિમ કિમતિમ લોડઇ અરથ વેશા વિછોડઇ. ૮૪ ઉત્તમ મધ્યમ તેડઇ અર્થ લેતી ન જેડઇ, જિમ નર તરુ વેડઇ એક સિ ં એક ભેડઇ, પ્રિય સિરિ ૨જ રેડઇ વેશ પાઇખ બેડઇ, વિલગઈ જેહું કેડઇ તેહનું ઠામ ફેડઇ. ૮૫ સુરત-રસિં ન ભીંજઇ કોડિ ઉછંગી લીજઇ, તુહિ મન જપતી જઇ હાથિ લીધી વિલીજઇ, સમસપથિ નઇ ધીજે ગરથ નઇ કાજિ ખીજઇ, તુમ્હે ઘિર રહ કીજઇ તુ દૈવ સિઉ દોસ દીજઇ. ૮૬ વણ દામુહિ રસીયા, નેહ વિહુણા વિલગ્ગએ કંઠે, પચ્છા કરઈ વીયારું, ચણવૂ સારિખી વેસા. ૮૭ કુલવંતી નિત ફૂડ કરઇ પણિ કોઇ ન છંડઇ, નારિ નિરગુણી વિષંડઇ, આગિ પરજાલઇ ચલણી જિમ પરદેશð વાસ, લાખહરા ઘર માંહિં, નંદન હણવા કાજ, એવડાં કપટ કુલવંતિના, અવર લિ. કેતાં. કહ્યું, ફૂડ કેલવઇ કુઘરણી, . પણ ચઢઈ દોસ] અમ સિરિ સદા, વલી બોલ તોરુ સહૂં. ૮૫ ગદ્યાનુવાદ : કુળવતી સ્ત્રી હંમેશાં કપટ કરે પણ કોઈ એને ત્યજે નહીં. જેમકે (પતિનો) પરદેશમાં વાસ હોય ત્યારે નારી નિર્ગુણી બનીને (પતિવ્રતાધર્મનું) ખંડન કરે છે. (બ્રહ્મદત્તની માતા) ચલણી પુત્રને હણવા માટે લાક્ષાગૃહમાં આગ લગાડે છે; કુગૃહિણી (બની) કપટ કરે છે. કુળવતીનાં એવાં એવાં કપટ છે. વળી અન્ય Page #257 -------------------------------------------------------------------------- ________________ કેટલાં કહું ! પણ સદાયે અમારે શિરે જ દોષ ચઢે. વળી હું તો તારો બોલ પણ સહી લઉં. વિવરણ: જેમ સ્થૂલિભદ્ર કોશાને વેશ્યાચરિત્ર સંભળાવ્યું તેમ કોશા હવે કુલવંતી હોવાનો માત્ર દેખાવ કરતી, પતિને છેતરતી પરિણીતા કુગૃહિણીનાં “ચરિતર' - અપલક્ષણો વર્ણવી બતાવે છે. આ વર્ણન પાત્રમુખે થતું હોઈ પાત્રગત લાગણીઓનો સંસ્પર્શ પામ્યું છે. કોશાના ઉદ્ગારોમાં આળ સહી લેવાની નમ્રતા - ઉદારતા છે, તો કુગૃહિણી માટેના મર્મપ્રહારો અને ચાબખા પણ છે. પાઠાંતર : ૧. ૨ કાઇ ન. ૨. ર૩, ગ, ઘ, પ, , ૩, ૪, ૮ પરદેસી/શી તાસ (પરદેશઈ વાસને બદલે). ૪. ૮ “કાજિ' નથી; ઊં લેખવઇ કુવરણી. ૬. ર૪ અમનઈ સદા; ૩ સહી વલી; $ દોસ તોર; ગ તાહારા તોરો ન તુમ્હચા (તોર’ને બદલે); ૪ કેતાં કહ્યું (“તોરુ સહું' ને બદલે). પાઠચર્ચા : બીજી પંક્તિમાં 5 પ્રતના “પરદેશઇ વાસને સ્થાને મોટા ભાગની પ્રતોનું પરદેસી/શી તાસ' નું વ્યાપક પાઠાંતર મળે છે પણ 5 નો અન્વયાર્થ વધુ સ્પષ્ટ થતો હોવાથી પાઠ યથાવત્ રાખ્યો છે. છેલ્લી પંક્તિના પ્રથમ ચરણમાં પ્રતમાં માત્ર “દો – ' લખાયો છે જે સ્પષ્ટત: લેખનદોષ હોઈ દોસ] કરી લીધું છે. છેલ્લા ચરણમાં માત્ર ૬ પ્રત જ દોસ' પાઠ આપે છે; બાકીની પ્રતો “બોલ' આપે છે. “તારો દોષ સહી લઉં' એ કરતાં “તારો બોલ સહી લઉં' કોશાનો આ ઉદ્ગાર અહીં વધુ ઉચિત જણાવાથી બોલ” પાઠ લીધો છે. એથી દોસ” શબ્દનું પુનરાવર્તન પણ ટળે છે. આય બોલઈ સહૂ મન મિલતા માટઈ, દેખી ઘઢ ગલઈ જિમ ખાટી, પાણી લૂણ ભલ્યઉ જિમ આટઈ, કિમ ઊઠઈ બઈઠ ગુણ સાટછે. ૮૯ ગદ્યાનુવાદ : ખાટી વસ્તુ જોઈ જેમ દાઢ ગળે છે તેમ મન મળ્યું હોય તેથી સહુ કોઈ બોલે છે. જેમ લોટમાં પાણી અને મીઠું ભળ્યું હોય તેમ ગુણને કારણે બેઠેલા હોય તે કેમ ઊઠે ? – અળગા થાય ? વિવરણ: આ કડીમાં દષ્ટાંત અને વિચારની સંગતિ બહુ સ્પષ્ટ નથી. ખાટી વસ્તુથી જેમ આપોઆપ દાઢ ગળે છે તેમ સ્નેહસંબંધમાં સહજ રીતે બોલવાનું થાય છે; લોટમાં પાણી અને મીઠું પછી અલગ થઈ શકતાં નથી તેમ ગુણથી ખેંચાયેલા પણ પછી અલગ થઈ શકતા નથી – એમ અભિપ્રેત જણાય છે. પાઠતર : ૨૨, ગ, ઘ, ૪, ૬, ૮, ૩ છંદનું નામ નથી ઇ અડલ્લ છંદ : છંદ. ૧. ર૩, ગ, ઘ, ૨, ૪, ૩, ૪ બોલ; ૪ મનગમતા (“મન મિલતા'ને બદલે); ર૩, . ૨૪૦ / સહજસુંદરત ગુણરત્નાકરછંદ Page #258 -------------------------------------------------------------------------- ________________ બીજો અધિકાર / ૨૪૧ , , ૩, દાત (દાઢને બદલે). ૨. ૫ મિલિઉં જિમ ૮ ભિલે જિમ; ર૩ છૂટ (ઊઠઇને બદલે); ગ, ઘ, , , , , ૪ છૂટઊં બઈઠી. ૪ પ્રતમાં ચરણનો ક્રમ ૧-૩, ૨-૪ છે. પાઠ્યચ : સિવાયની બધી પ્રતો છેલ્લા ચરણમાં “ઊઠઈ ને સ્થાને “છૂટ / છૂટ પાઠ આપે છે, પણ બાંઠાની સાથે ઊઠઈનું વિરોધી ક્રિયારૂપ વધુ કાવ્યોચિત જણાતાં મુખ્ય પ્રતનો પાઠ યથાવત્ રાખ્યો છે. એ જ રીતે “ના “બઈઠા' પાઠને સ્થાને ‘બઈઠી'નું વ્યાપક પાઠાંતર હોવા છતાં, દષ્ટાન્ન આપીને એક વ્યાપક કથન કરવાના સંદર્ભમાં “બઈઠા' એટલું જ બંધબેસતું થતું હોઈ પાઠ યથાવત્ રાખ્યો છે. અગનિ બલઈ તુ જલિ બૂઝાવવું, નીર જલઈ તુ કિમ સમઝાવવું, અવર કુબોલ સુણી મન ખીજી, કત કહઈ ત૬ કિસ્યઉં કહીઇ. ૮૭ ગદ્યાનુવાદ : અગ્નિ સળગતો હોય તો જળથી બુઝાવું, પણ પાણી બળતું હોય તો શી રીતે ઠારું ? બીજાના ખરાબ બોલ સાંભળી મન ખિન્ન થાય, પણ કંથ જ જો કહે તો (એમને શું કહેવાય ? વિવરણ : યૂલિભદ્ર માટેનાં કોશાનાં પ્રેમ, ધૈર્ય, સહિષ્ણુતા અને ઔદાર્ય જેવા ગુણો પ્રગટાવતી ઉક્તિની સચોટતા. પોતાની હૃદયવ્યથાની અભિવ્યક્તિ પ્રથમ પંક્તિમાંના દત્ત અલંકાર દ્વારા થઈ છે. મધ્યકાળનું ‘સમઝાવઉં રૂપ સં. સ + જુગતે > સ + બુઝઈ એ રીતે બનેલું પહેલા પુરુષવાળું રૂપ છે, જેનો અર્થ “સારી રીતે ઠારું – બુઝાવું' એમ થાય. પાઠાંતર ઃ ૧. , , , ૩ બલઈ (જલઈને બદલે). ૨. ૪ “કુ' નથી; ઇ કહુ ૨, ટ કરીનઈ. હું રમતી જાણજણ આઉં કોરી તેણું ઘણ કઠણ જમ કોરી, તઈ લીધઉં મારું મન ચોરી, હવઈ ચલ્લઈ તુઝ સ્યઉ સી જોર. ૮૮ ગદ્યાનુવાદ : હું દરેક જણ સાથે રમતી (છતાં) અલિપ્ત છું. જેમ ઘણ (એક કીડો) લાકડાને કોતરી ખાય છે તેમ તેં મારું મન ચોરી લીધું છે. હવે તારી સાથે શું જોર ચાલે ? પાઠાંતર : ૧. ૪ “ઉં નથી; 1 તિઈ હઉં ઘણહ; છ ઘુણી (“ઘણને બદલે); ર૪, ગ, ઘ, ટ ઠ ક ક૨ઇ (‘કઠહને બદલે). ૨. ગ ચરણનો ક્રમ ૪-૩; ૩ ચિત ચોરી; થાઈ તુ ચાલું “ચલ્લઈ'ને બદલે). સુ “સી” નથી. વટકુપોદક જિમ હુઈ ચઢઉં, તારું વયણ ગમઈ તિમ ગાઢઉં, પરિ સકુલીશી નઈ અકુલીણી તેમની વાત કહું ગુણલીણી. ૮૯ ગદ્યાનુવાદ : વડાની છાયા)વાળા વૃક્ષ પાસેના કૂવાનું જળ જેમ ટાઢું હોય તેમ તારું Page #259 -------------------------------------------------------------------------- ________________ વચન મને અત્યંત ગમે છે. પણ ગુણમાં લીન એવી હું કુલીન અને અકુલીન સ્ત્રીની વાત કહું છું. વિવરણ: કોશાનો પ્રતિયોગ એવો કે સ્થૂલિભદ્રનાં આળવચનો પણ એને ટાઢક કરતા જળની જેમ મનભાવન લાગે છે. પાઠાંતર ઃ ૧. ગ હઉછે; રવ ગમ; ર૩, , , , ૪, ૪ છ૮/છે ગાઢઉં; આ “તિમ’ નથી; ગ મુઝ તાતૂ (તિમ ગાઢઉં' ને બદલે). ૨. ઇ તેહઈ; સ હિવટ મન (‘ગુણ'ને બદલે). સુરિ સ્વામી તુઝ વાત પરીચ્છી, તઈ તઉ વેશિ નિટોલ નિબંછી, પશિ પરણીનુ જે આચારહ, તે પણિ કહિતાં કઈ વિસ્તારહ ૯૦ ગદ્યાનુવાદ : હે સ્વામી સાંભળ, મેં તમારી વાત જાણી. (એ રીતે) તો તમે વેશ્યાને સંપૂર્ણપણે તિરસ્કારી છે. પણ પરિણીતાનો જે આચાર છે તે કહેતાં પણ વિસ્તાર થાય તેમ છે. વિવરણ : ગૃહસ્થજીવનની રોજિંદી ઝંઝટ અને પરિણીતાના આચારનું વર્ણન. (કડી ૯૦થી ૧O) પાઠાંતર : ૧, ૩, ૪ મઈ વાત. ૨. ર૩, , , ૫, ૮ પર/ણી છઈ (પરણીને બદલે) , સુકુલીણીનુ; છ જે’ પછી ‘ઈ’ વધારાનો; ર કહતી; = વધઈ વિસ્તારહ. જવ પરગઈ તવ ધરઈ સોહેલું નરવહિતાં કઈ ખર દોહેલું બાંધ્યઉ કતસનેહ સ્યઉં ત્રાગઈ, નિતુનિત નવનવ પરઇ માગઇ. ૯૧ ગદ્યાનુવાદ : (સ્ત્રી) જ્યારે પરણે છે ત્યારે સરળ - સહેલું લાગે છે; પણ એનો નિભાવ કરતાં તે ખરું દોહ્યલું – કપરું છે. એનો પતિપ્રેમ દોરા સાથે બાંધેલા જેવો છે. નિતનિત નવેનવ પ્રકારે તે માગે છે. પાઠાંતર : ૧. ગ પરઈ (પરણ'ને બદલે); 2 અણપરણ્યાનો નામ દુહેલો (બીજું ચરણ); ૩, ૪ પણિ (છડને બદલે). ૨. રવ, ગ, ઘ, ૨, ૩, ૪, ૪ પરિ કરિ ૪ પરિ તે (“પરઈને બદલે). પાઠી : બીજી પંક્તિમાં ૪ પ્રતના પરઈ' પાઠને સ્થાને પરિ કરિનું વ્યાપક પાઠાંતર મળે છે; પણ બન્ને પાઠનો અર્થ એકસરખો થતો હોવાથી મુખ્ય પ્રતનો પાઠ યથાવત્ રાખ્યો છે. છંદ પાધડી નવનવા ભોગ લીલાવિલાસ, કરિ દૂર પૂર કપૂરવાસ, નવ ચીર હીર કચલીય ચોલ, સિંગાર સાર કુકમ્મ રોલ. ૯૨ ગદ્યાનુવાદ : (સ્ત્રી) નવાનવા ભોગ અને લીલાવિલાસ કરે છે. તે કપૂરની સુગંધથી ૨૪૨ / સહજસુંદકૃત ગુણરત્નાકરછેદ Page #260 -------------------------------------------------------------------------- ________________ બીજો અધિકાર | ૨૪૩ ભરપૂર (રાંધેલો) ભાત, હીરનાં નવાં ચીર અને લાલ કાંચળી, સરસ શૃંગાર અને કુમકુમના લેપ – વિવરણ: આ કડીનું વાક્ય અપૂર્ણ છે. અન્વય પછીની કડી સાથે છે. પાઠાંતર : ર૩, પ, ટ છંદનું નામ નથી છંદ હનુમંત પદ્ધડી જ છંદ ભાષા. ૧. ૨૩, કૂર કપૂર ન પૂરપૂર (કૂરપૂરને બદલે); ટ કપૂરનિવાસ કપૂસુગંધવાસ. ૨. ગ કંચૂય; ; “સાર નથી. જોઈઇ વાનાં લાખલાખ,ઘરિ મિરિઅ લુણ વલિ નહી સરાખ. વૃત ઘોલ શાક તણી શાહ કિમ જિમસ્ય લખું આજ નાહ ૯૩ ગદ્યાનુવાદ: – એમ લાખલાખ વસ્તુઓ જોઈએ. ઘરમાં મરી, મીઠું ને વળી સરાખ (કોઈ મસાલો ? ખાદ્ય પદાર્થ ) નથી. ઘી, (દહીંનું) ઘોળવું, શાકની રેલછેલ હોય પણ) હે નાથ, આજ લૂખું (ભોજન) કેમ જમીશું ? પાઠાંતર : ૧. લાખ (એક જ વાર) આજ લાખ ટ નવનવા લાખ. ૨. ઇ સાહ તણી; રુ નહી ૪ વલી નહી ('તણી’ને બદલે). રે નિશુરિ નાથ મારા સુચંગ, ઈધણ ભારા જોઈઈ હીંગ, વલી નથી તણિ દવઈ ન તેલ ધુપેલ ધૂપ સીંદૂર મેલ. ૯૪ ગદ્યાનુવાદ : રે મારા સુંદર નાથ, સાંભળો. ઇંધણના ભારા અને હીંગ જોઈએ છે. વળી તૃણિ (ઇ નથી ને દીવામાં તેલ નથી; ધુપેલ, ધૂપ, સિંદૂરનો મેળ (સગવડ) નથી. પાઠાંતર : ૧. . ૪ નાહ, ગ, રૂ. ૩ સુહિંગ. ૨. ર, દીવેલ તેલ; ગ સુ (‘ના’ને બદલે); ઘ તેલ (મેલ'ને બદલે). મલા કિસ્યું આવી આ ધઉંબ, પાછા વલઉ મ કરુ વિલંબ, તુમ કિસી હીઅડઈ નથિ સાન, લાવ્યા ન વારૂ ફૂલપાન. ૯૫ ગદ્યાનુવાદ : બાઘા ગમાર) જેવા ઠાલા શાને આવ્યા ? પાછા વળો, વિલંબ કરો નહીં. તમને હૈડામાં કશી સાન (ગતાગમ) નથી. રૂડાં ફૂલપાન પણ લાવ્યા નહીં. વિવરણ : “લાડી જુએ લાવતો ને માડી જુએ આવતો' એ લોકકહેવતના પૂર્વાર્ધની યથાર્થતા અહીં સમજી શકાશે. પાઠાંતર : ૧. ગ કિસ્યા; લાવી આ કિસંઉં, 5 ઘઉંબ. ૨. ૪, ૫, ૩ નહી વારૂ; ર ફોલપાન ૩ પયફૂલપાન. પાક્ય: પ્રથમ પંક્તિમાં ૪ પ્રતના “ઘઉંબ' પાઠમાંનો “ઘ' લેખનદોષ જણાય છે. એ ધઉંબ જોઈએ. અન્ય પ્રતોના ધુંબ' પાઠનો આને આધાર હોઈ ધઉંબ' પાઠ કર્યો છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ માગ્યઉં ન આણઈ કંત જામ, ધડહડી ક્રોધð સુ કરઈ તામ, રે ઘટિન પાપીઅ તુા નામ, ઘર તણીઅ બાહિર ગમીઅ મામ. ૯૬ ગદ્યાનુવાદ : જ્યારે કંથ માગ્યું લાવે નહીં ત્યારે ક્રોધથી ધડબડાટ મચાવે છે. રે પાપી, તારું નામ દાટી દે ને (નષ્ટ ક૨). બહાર ઘરનો મહિમા ચાલ્યો ગયો ન રહ્યો.’ પાઠાંતર : ૧. ૪ આપઇ ૪ આલð (આણઇ'ને બદલે); હૈં ધડહડતી; ઘ, ૪, ૬, રૂ. ૮. ૪ ક્રોધ; ઇ તસુ (સુંને બદલે). ૨. રસ, ગ, ઘ, છ, ૪, ૫, ૪ દાટ; ગ, ૪, ૫, ૬, ૮, ૪ ઝ, ધ તુબ્જ (‘તુહ્મ'ને બદલે). તુઝ સાથŪ કેહઉ સુખવાસ, એક્ ન પુહતી કિસીઅ આસ, મુખિ બરલઇ જાણે સન્નિપાત, તવ ધાઈઉ ધૂંબડ કરઈ ઘાત ૯૭ ગદ્યાનુવાદ : ‘તારી સાથે સુખથી રહેવાનું કેવું ? કોઈ એકેય આશા પૂરી થઈ નહીં.’ જાણે સનેપાત થયો હોય તેમ (પત્ની) મુખથી બબડે ત્યારે ગમાર (પતિ) દોડીને · ઘા કરે છે. પાઠાંતર : ૧. ૮ ઘરવાસ, ગ અમ્હે હૈં, ૪ મુઝ (કસીઅ’ને બદલે). ૨. રવ, ગ, ઇ, હૈં, ઇ, ૨, જ્ઞ, ૪ બોલઈ બરલઇ; દ બોલિ જિમ (બરલઇ જાણે'ને બદલે); રસ, ૬ ૫, ૬, ‘તવ’ નથી; જ ધાઈય; ઘ, ૐ ધાઇ; છ ધાઈઉ' નથી; ઘ ધડધુંબડ. પાઠચર્ચા : બીજી પંક્તિમાં રૂ પ્રતના બરલઇ જાણે' પાઠને સ્થાને અન્ય પ્રતોનું બોલઇ બરલઇ’ વ્યાપક પાઠાંતર મળે છે પણ ‘બરલઇ' પદ આવ્યા પછી ‘બોલઇ’ નિરર્થક જણાય છે; વળી જાણે’ પાઠ ‘સન્નિપાત' સાથે સહજ રીત અન્વિત થતો હોઇ પ્રતનો પાઠ જ ચાલુ રાખ્યો છે. દૃહઉ ભયર ભૂત ભામિનિ ભઈ, ચડી ચઉટ્ટઇ પ્રાણિ, હતઉ ભસઉ જેહનઉ, તે ચાલી દીવાણિ. ૯૮ ગદ્યાનુવાદ : સ્ત્રી ભયંકર ભૂત જેવી બની. બળ કરીને એ ચૌટે ચડી. જેનો ભરોસો હતો તે પાગલ જેવી બનીને ચાલી. ભયઅર ભયર વિવરણ : ‘ભયર’ શબ્દ ભયકર એમ વ્યુત્પન્ન થયો હોવાની સંભાવના ગણી, અહીં ‘ભયર’નો ભયંકર’ એવો અર્થ કર્યો છે. - પાઠાંતર : વ છંદનું નામ નથી. ૧. ઘ, ચ, છ ભયરવ; ટ ભૈરવ; ઇ. રૂ. ૪ થઈ; ગ ચા; ૪ જામ (‘પ્રાણિ'ને બદલે). - છંદ હાટકી. દીવાણી સુ ચાલી પાલવ ઝાલી, કરતી તાોતાણિ, મિલીઉં તિહાં જોગ઼ઉં પુરુષ વિગોગ઼ઉં, હોવઇ નારિ પ્રમાણિ, ૨૪૪ / સહજસુંદéત ગુણરત્નાકરછંદ Page #262 -------------------------------------------------------------------------- ________________ બીજો અધિકાર / ર૫ સુકુલીની નારી હુઈ અકલીણી ગુણ વિણ દઈ નેહ, કુણ કારરિ વસઈ વખોલ્મકી સ્વામી, આપકે ઉત્તર એહ ૯૯ ગદ્યાનુવાદ : તે દીવાની પાલવ પકડીને ખેંચાખેંચી કરતી ચાલી. પુરુષને વગોવનાર તમાશો ત્યાં મળ્યો. સ્ત્રી આ પ્રમાણે હોય છે. કુલીન નારી અકુલીન બની. ગુણ વિના સ્નેહ તૂટે છે. તો હે સ્વામી, યે કારણે વેશ્યાને તમે વખોડી એનો ઉત્તર આપો. પાઠાંતર : રવ, ગ છંદનું નામ નથી ઇ, છ ચાલિ જ છંદ ભાષા 5 લીલાવતી છંદ ટ છંદ. ૧. ર૩ સુચલી . રુ સુચલ્લી; $ ઝલ્લી. ૨. ટ તવ (તિહાંને બદલે). ૩. ગ તૂટ્ટ , ૩, ૩ કૂઉ તુટશે ૪. ઇ વેસ. પાક્ય : ૬ પ્રતના ‘ઝલ્લી' પાઠને સ્થાને ગ નો ‘ઝાલી” પાઠ એટલા માટે લીધો છે કે એનાથી ચાલી – ઝાલીનો આંતરપ્રાસ જળવાય છે. ઈહાં ઘરિ રવિણઉં જા મનિ ભાવઈ, ધન ખૂટ) તવ ઊઠી જાવ, જાતાં કોઈ ન પાલવ ઝલ્લઈ, પરણી સ્યઉ કહું બલ ચલઈ. ૧૦૦ . ગદ્યાનુવાદ : જ્યાં લગી મનને ઈચ્છા થાય ત્યાં સુધી આ ઘરે રહેવાનું. ધન ખૂટે તો ઊઠીને ચાલી જાય. જતાં કોઈ પાલવથી પકડે નહીં. પરણેલીની પત્નીની) સાથે કેટલું બળ ચાલે ? " પાઠાંતર : 7 છંદ અડયલ ૩, ૪ આર્યા ટ ચાલિ. ૧. ૨૩, ગ, ઘ, , , ૪ અસ્તુ ઘરિ; 8 આવઇ (“રહિણઉં'ને બદલે); ગ, ૪ નવિ ભાવઈ; ૪ ભાવહ; ર૬ ખૂટવું , ઇ ખુટું ર તો , ૪ વલી (‘તવને બદલે); ઘ ઊઠવું. ૨. ૨૩, ગ, ઇ પલ્લવ; ક અણપરણ્યાં. જાતિ કુજાતિ તણઉ નવિ અંતર, ગુણ અવગુણની અછઈ પટેતર, કાદવ થિકી કમલ ગુણવાસ, સાયરિ શંખ તણઉ નિવાસણ ૧૦૧ ગદ્યાનુવાદ : જાતિનુજાતિનો ભેદ નથી. ગુણ-અવગુણનો ભેદ જ છે. કાદવમાંથી ગુણયુક્ત કમલ પ્રગટે છે. અને સાગરમાં શંખનો નિવાસ છે. વિવરણ : ભેદ જાતિ-કુજાતિનો નથી, ગુણ-અવગુણનો છે. આ વાત સચોટપણે રજૂ કરવા બીજી પંક્તિમાં બે સુંદર દષ્ટાંતોનો ઉપયોગ. પાઠાંતર : ૧, ૨, , , ૫, ટ એ છઈ (“નઉ અછઈને બદલે). ૨. ૩ કાદમ; ટ જિમ વાસણ, ૩ શંખલિખમીય (“શંખ તણઉ'ને બદલે). કણયાચલ ચલઈ વાયઈ થિરી, દૂઅમંગલ છેડઈ ઠામિ ફિરી, દિસી પશ્ચમ ઊગઈ સૂર જઉ તુહ પ્રભુ પાસ ન છો તુલ્મ તઉ. ૧૦૨ ગદ્યાનુવાદ : જો કનકાચલ પર્વત) ચલાયમાન બને, વાયુમાં સ્થિરતા થાય, ધ્રુવ Page #263 -------------------------------------------------------------------------- ________________ એનું સ્થાન છોડી ફરે (અને) સૂર્ય પશ્ચિમમાં ઊગે, તોપણ હે પ્રભુ, તારો સંગ (હું) છોડું નહીં. વિવરણ : કોઈ પણ ભોગે સ્થૂલિભદ્રનો સંગ નહીં છોડવાનો મક્કમ નિર્ધાર કર્યો હોય એમ કડી ૧૦૨થી ૧૦૪માં પ્રભુ પાસ ન છોડું તુમ્ભ તઉ' એ ચરણ ધુવા તરીકે આવે છે. ત્રણેય કડીઓમાં દષ્ટાંતોની પ્રચુરતા ધ્યાન ખેંચે છે. (કડી ૧૦૨થી ૧૦૪) પાઠાંતર : ઇ તોટક છંદ જ છેદ ૩ છંદાંસિ. ૧. કૂમમંગલ. ૨. ૪ સુરજ ગ સૂર ત૬ ૪ જો રવી (“સૂર જઉને બદલે); ઇ, ઢ “તુહદ' નથી; ૪, ૫, પાય (‘પાસ’ને બદલે); , , , , ૮, ૪ તુઝ તી; $ “ઉ” નથી. પાઠચર્ચા: બીજી પંક્તિમાં ૪ ના “સુરજ્જ' પાઠને સ્થાને “સૂર જઉ'નું વ્યાપક પાઠાંતર મળે છે. જઉ – તનો પ્રાસ બેસતો હોઈ અન્ય પ્રતોનો “સૂર જઉ પાઠ લીધો છે. મોટા ભાગની પ્રતો વ પ્રતના માત્ર ‘તુમ્ભ' પાઠને સ્થાને “તુમ્ભ તઉ પાઠ આપે છે. પછીની કડીઓમાં તો ૪ પ્રતમાં પણ ‘તુમ્ભ તઉ પાઠ છે જ. એટલે અહીં આ કડીમાં કેવળ સરતચૂકે જ “ઉ” રહી ગયો લાગે છે. એટલે “તુમ્ભ તઉ' , પાઠ કરી લીધો છે. અવલાં જલ ગંગ વહેંતિ કયા, વલી પન્નગ મૂકઈ વિમ્બ સયા, - ધન યૌવન જીવી કાય ખલે, પ્રભુ પાસ ન છોડઉં તલ્મ ત. ૧૦૩ ગદ્યાનુવાદ : કદાચિત ગંગાનાં પાણી અવળાં વહે, વળી સર્પ સદા વિષ ત્યજી દે, ધન, યૌવન, જીવન અને કાયાનો ક્ષય થાય, ત્યારેયે હે પ્રભુ, તારો સંગ (હું) છોડું નહીં. પાઠાંતર : ૧. ઇ અબલા જલ; , ૨૩ “ગંગ’ નથી. ૨. જીવિત; 5 કાંઅ ટ ખયો; = પાય ન. પાઠચચ : ર સિવાયની બધી પ્રતો “ગંગ વહેંતિ પાઠ આપે છે. ગંગના ઉમેરણથી છંદ પણ જળવાતો હોઈ એ પાઠ સ્વીકાર્યો છે. કાય ખઉ” પાઠ કેટલીક પ્રતોમાં ભ્રષ્ટપણે લખાયો છે. જવ ચંદ્ર તણી નવ સીતકલા, હિમ આલય મંડય અગિઝલા, ગયાંગ િતાર ન નખત, પ્રભુ પાસ ન છોડઉં તુલ્મ તઉ. ૧૦૪ ગદ્યાનુવાદ : જ્યારે ચંદ્રની શીતકલા ન હોય, હિમાલય અગ્નિજવાળા માંડે, ગગનાંગણમાં તારા અને નક્ષત્રો ન હોય, ત્યારેયે હે પ્રભુ, તારો સંગ (હું) છોડું નહીં. પાઠાંતર : ૧. ૪ ન ન સીત, ૪, ૪ હિમાચલ ૮ માલો; ટ મૂકે (મંડયાને સ્થાને). ૨. ૮ ગયગંગણ તારા તેજ રચો; $ તર ન; ૧ પાય ન; ૩, ૩ તુઝ લઉં. ૨૪૬ / સહજસુંદરકત ગુણરત્નાકરછંદ · Page #264 -------------------------------------------------------------------------- ________________ દૂહા મુગતાફલ મનદોરડઇ, નવનવ પિર વેધાલ, હાર કરી કંઠð વ્યઉં, જાણે તું સુગુરાલ. ૧૦૫ ગદ્યાનુવાદ : હે રસિક, નવેનવે પ્રકારે મન રૂપી દોરીમાં મોતી (પરોવીને) હાર કરીને ગળામાં મૂક્યો. (એ હાર તે) હે ગુણવંત, જાણે તું છે. પાઠાંતર : સ્વ, છ છંદનું નામ નથી. ૨. ૪ ઠવું; ૬ જાણે તો છ જાણઇ તે. એક વાત સાચી સુન્નઉ, સુગુર્ણા સુગુણ મિલૈંતિ, મનમોહન મન માનતઇ, હંસા કમલ વસંતિ. ૧૦૬ ગદ્યાનુવાદ : એક સાચી વાત સાંભળો, ગુણીજનો ગુણીજનને મળે છે. હે મનમોહન, મન માને છે ત્યારે (ગોઠે છે ત્યારે) હંસો કમળમાં વાસ કરે છે. પાઠાંતર : ૧. ઇ સુગુણિને સુગુણ. ૨. હંસી. આર્યા બીજો અધિકાર | ૨૪૭ એમ સુણીનð વાત વિચારી, નવયૌવનભર ીસઇ નારી, રિખા-સિરખઉ છઇ સંયોગહ, મનમાન્યઉ કીજઇ સંભોગહ. ૧૦૭ ગદ્યાનુવાદ : એમ સાંભળીને વાત વિચારો. નારી યૌવનવંતી દીસે છે. સરખેસરખાનો સંયોગ થયો છે. મનમાન્યો સંભોગ (ભોગવિલાસ) કરો. પાઠાંતર : રવ, ગ, ઘ, ૮, ૩ છંદનું નામ નથી TM છંદ અડયલ્લ છ, ન દ્વાક્ષરી દા મડયલ્લ. ૧. ૬ વીચારે; છ ધનયૌવન. ૨. ૬ છઇ' નથી; હૈં મનવંછિત કીઇ; ટ કીજૈ સંયોગ તિહાં ભોગહ; 7 સંજોગહ (‘સંભોગહ'ને બદલે). દૂઉ તાતð ધન આપ્યઉં ઘણઉં, સાઢી બારહ કોડ, ધનૌનિ માતી સદા, બિહું મિલી ભલ જોડિ. ૧૦૮ ગદ્યાનુવાદ : સાડીબાર કરોડ જેટલું અઢળક ધન પિતાએ (તમને) આપ્યું છે. યૌવનધનથી હું સદા મત્ત છું. બન્નેની ભલી જોડ મળી છે. પાર્શ્વતર : સ્વ, ગ, ઘ, છ, ટ, છંદનું નામ નથી. ટ ભલી ઘ, ૬ એ (ભલ’ને બદલે). ૧૪ તવ આપ્યઉં. ૨. ગ, છંદ રેડકી બિહું મિલીઅ ભલીઅ જોડ, સાઢીઅ બારહ કોડિ, ખેલૈંતિ આપણઇ કોડિ, ધવલહરે, Page #265 -------------------------------------------------------------------------- ________________ અતિ ચોખી ચઉપટ્ટ શાલ, ચઉખંડી ચઉમુખ ચઉશાલ, ઉચઉ ઊપરિ માલ, વિવાહ પરે, નવરંગી વર પ્રવાલી, કદી ગુખ સજાલી, ભમરી ભઈ, ચિત્રશાલી સંહાલી ખાટ, બહુ થંભા સોવિન ઘાટ, પહલા પર પાટ, બાંધ્યા બારસાઈ ત્રાટ, વાહણ વહી. ૧૦૯ ગદ્યાનુવાદ : બન્નેની ભલી જોડ મળી છે. (સ્થૂલભદ્ર પાસે) સાડાબાર કરોડ છે. ધવલગૃહ (મહેલ)માં તે પોતાના ઉમંગથી ખેલે છે. ચારે બાજુ દરવાજાવાળી સ્વચ્છ, ખુલ્લી, વિશાળ ચોખંડી શાળા બંડ, ગૃહ) છે. ઉપર ઊંચો માળ છે. નવરંગી ઉત્તમ રત્નોથી ખચિત જાળીવાળા વિવિધ પ્રકારના ગોખ બનાવ્યા છે. ત્યાં તે ફુદરડી ફરે છે (?) ચિત્રશાળા દીવાનખાનું, રંગભવન)માં સુકોમળ ખાટ છે. સોનાના ઘડેલા ઘણા થાંભલા છે. ઉત્તમ પહોળા પાટ છે. શ્રમ કરીને (2) બારણે પડદા બાંધ્યા છે. વિવરણ : પહેલી પંક્તિ આગળની કડીમાંના પુનરાવર્તન રૂપે છે. હિંદી શ.કો.માં “વાહણ' = ઉદ્યોગ, પ્રયત્ન એવો અર્થ મળે છે. સં. વ૬િ = પ્રયત્ન કરવો, ઉદ્યમ કરવો, ચેષ્ટા કરવી અર્થ મળે છે. એટલે સંભવત: રૂઢપ્રયોગાત્મક “વાહણ વહી’ પાઠ “શ્રમ કરીને એવા અર્થમાં હોય. () પાઠાંતર : ર છંદનું નામ નથી જ, ૪ ચાલિ : છંદ. ૧. ઇ, ઘ તે બેહુઅ મિલીય જોડ. ૩. ૪ ચમક (ચઉમુખને બદલે); , , ૫, ૩, ૪ વાલ ગ, ૪ ચાલ છે બાલ. ટ ઢાલ (“ચઉશાલ'ને બદલે). ૫ ટ “વર' નથી; ટ કીધી ગુખીય જાલીયા સીધી ભમર ભમે ૬. ૨૩, ગ, ઘ, , ૪, ૫, ૬, ૮. ૪ ચિત્રશાલી હસી રહી; , 2 બિહું ૪ થંભ્યા; ઘણાવન ઘાટ; 9, 9 સોવન ખાટ. ૭. ૪ બહુલા પટેબર પાટ; ર ચીવર (“પવરને બદલે). પાઠચચ : છઠ્ઠી પંક્તિમાં ૪ સિવાયની બધી પ્રતો સિંહાલી ખાટ'ને સ્થાને હસીય રહી’ પાઠ આપે છે. પણ મુખ્ય પ્રતમાં ખાટ'નો ઘાટ, પાટ, ત્રાટ સાથે ચરણાન્ત પ્રાસ બેસતો હોઈ મુખ્ય પ્રતનો પાઠ યથાવત્ રાખ્યો છે. સમગ્ર વર્ણનમાં પણ આ પાઠ એટલો જ બંધબેસતો થાય છે. મતવારણ માદલ ફાર, કુલ્લભી વિદ્ગમ સાર, નયાણ શોભનકાર, મંડપ ઘઉં, જાણે કG રસણ મડઉં, ગોમટ સરગછીંડઉં, જિસ્યઉ ધવલ ઈsઉ પનિ તણઉં, વરૂ દીપમંદિર દસઈ, ઝીણી કોરાણી દીસઈ, પૂતલી પવર હીંસઈ, ઉંચી ચડી, ૨૪૮ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછેદ Page #266 -------------------------------------------------------------------------- ________________ બીજો અધિકાર / ૨૪૯ જિમ વાદલિ મેહલ ગાજર, તિસ્યા માદલ વાઈ, વીરા સરસ બાજઇ, મયણતુડી. ૧૧૦ ગદ્યાનુવાદ:વિશાળ માદલ() ઝરૂખો છે. ઉત્તમ થાંભલાની બેસણી છે. મંડપ આંખને ઘણો જ આનંદ પમાડનાર છે. જાણે રસનું મીંડું કર્યું હોય એવો, સ્વર્ગના છીંડા જેવો, પંખીના શ્વેત ઈંડા જેવો ઘુમ્મટ છે. દીપમંદિર સુંદર દીસે છે. ઝીણી કોતરણી દેખાય છે. ઊંચે રહેલી ઉત્તમ પૂતળી હર્ષ પામે છે. જેમ વાદળમાં મેહુલિયો ગાજે છે તેમ માદલ (એક પ્રકારનું ઢોલક) વાગે છે. મદનસૂરી (એક મુખવાદ્ય) અને સરસ વીણા વાગે છે. વિવરણ: અહીં એકલા ઘુમ્મટને માટે જ કવિએ ઉàક્ષા – ઉપમા જેવા ત્રણ અલંકારો પ્રયોજ્યા છે. માદલ = મર્દલ, ઢોલના પ્રકારનું વાદ્ય એ અર્થ મળે છે. પણ અહીં પહેલી પંક્તિમાં એ સંગત થતો નથી. અન્વય જોતાં ત્યાં “માદલ’ શબ્દ “મતવારણ' (ઝરૂખો)નું વિશેષણ લાગે છે, પણ અર્થ સ્પષ્ટ થતો નથી. ત્રીજી પંક્તિમાં રસણ મીંડઉં = રસનું મીંડું એવો સીધો અર્થ કર્યો છે. પણ રાજ. શકો.માં રસણ = સૂર્ય એવો અર્થ પણ મળે છે. તો “સૂર્યબિંબ જેવો ઘુમ્મટ' એવો અન્વયાર્થ પણ કરી શકાય. પાઠાંતર : ૧. ૪. ર૪, ગ, ઘ, , ૫, રૂ, ૩ મતવાલણ; ; શાલ (“સાર’ને બદલે). ૨. સોવનકાર. ૩. ૩ ઈડઉં “મીંડઉં'ને બદલે); ટ ગોમટિ સ્વર ઍડિઉં. ૪. ટ ધવલહર ૫ ૩, ૪ વારુ દીપઇ મંદિર; રવ, ગ, ઘ, , , ૫, ૮ “દીપ’ નથી; ગ. , ૩, ૪ હીંસઈ (દસઈને બદલે). ૬. ૩ સોવન પૂતલી હીસ); a> પરક છે પરવ (૧૫વરને બદલે); ગ દસઈ (હીંસઈને બદલે). ૭. છ માદલ (‘વાદલિને બદલે); રવ. , ૫, ૭, ૮ મિહાઉ ગાજઈ ર મેહ ગાજે, ૨૩, , ૨, ૪, ૫, ઈસ્યા ૮. ર૩ : વીણ સસર/સસર; ન સરિ “સરસાને બદલે); ગ, ઘ, ૨, સુ મયણકુડી 3 ગયણિ ગુડઈ (મયણતુડી'ને બદલે). પાઠચચ : મુખ્ય પ્રત ૪ સહિત મોટા ભાગની પ્રતો પ્રથમ પંક્તિમાં ‘મતવાલણ' પાઠ આપતી હોવા છતાં ‘ઝરૂખા'ના અર્થમાં મધ્યકાળમાં “મતવારણ' શબ્દ જ વપરાશમાં હોઈ ઇ. ૮ પ્રતોનો મતવારણ' પાઠ લીધો છે. ધજ કલશ કણયપિંડ, રચ્યઉ મયણદેડ, મોહ્યા નવઈ ખંડ, પહુવિ લગઈ, નવનવા ચંદ્રુમ બાંધ્યા, મોતી ઝુંબખ સાધ્યા, સુગુણ સબલ વાધ્યા. તેજિ તગઈ, Page #267 -------------------------------------------------------------------------- ________________ જલનાહણ સોવિત્ર ખાલ, કીધલાં કમલનાલ, ભોગી ભમરમાલ, ગુંજિ રહઈ, ભૂમિ ઢાલ્યા સબલ કાચ, નાચઈ નવલા નાચ, બોલી મધુરી વાચ, મોર તિહઈ. ૧૧૧ ગદ્યાનુવાદ : ધ્વજ, સોનાના પિંડ જેવો કલશ, મદનદંડ રચ્યા છે. પૃથ્વી લગી નવેય ખંડ મોહ્યા છે. નવાનવા ચંદરવા બાંધ્યા છે. મોતીના ઝૂમખા લગાડ્યા છે. એના ગુણ ઘણા વધ્યા છે અને તેજથી તગતગે છે. જલસ્નાન માટે સોનાનો હોજ છે. કમળદંડ કર્યા છે. ત્યાં ભોગીજનોની ભમરમાલ ગુંજી રહી છે. ભૂમિ પર મજબૂત કાચ ઢાળ્યા છે. (તે પર) નવલા નાચ નાચે છે. ત્યાં મોર મધુરી વાણી બોલે છે. વિવરણ : અહીં કોશાના આવાસના વિવિધ ભાગો અને તે અન્તર્ગત સજાવટનું વર્ણન છે. “મદનદંડનો અર્થ સ્પષ્ટ નથી. સં. મવષ્ટિવેz = ધજાનો એક પ્રકાર એવો અર્થ આપે છે. એને લગતો કોઈ ઉલ્લેખ હોવાની સંભાવના છે. પાઠાંતર ઃ ૨. વર માંડ્યા નવઈ = માહીલા નવય. ૪. ૨૩, ગ, ટ ગુણ , ૬, ઇ, , , ૩ ગુણે; ર૩ વાધ્યો ગ, ઘ, પ, ૬ બાંધ્યા (“વાધ્યાને બદલે). ૫ ૨૦, ગ, ઘ, છ, રૂ. ૮, ૩ કીધાં. ૬. રવ “ભોગી ભમરમાલ' નથી; 1 આવીય ટ ભમે (“ભોગી’ને બદલે); ઇ ભમર (“ભમરમાલાને બદલે); ૪ ભમર ભલા સુગુણાલ; 9 ભમર કરઈ ભમાલ; ગ ગુડીય રહઈ. ૭. ૬ જિહાં ઢાલિયા ૮. ઇ મધુકરી (મધુરાં ને બદલે); ૩ મહુર સરઈ (મોર તિહાં'ને બદલે). પાઠચર્ચા : ૪ સિવાયની બધી પ્રતો બીજી પંક્તિમાં “માંડ્યાને સ્થાને “મોહ્યા | મોહિયા” પાઠ આપે છે. એનો અન્વયાર્થ વધુ સ્પષ્ટ થતો હોઈ અને બધી જ પ્રતોનો એને આધાર હોઈ “મોહ્યા' પાઠ લીધો છે. a પ્રતમાં ચોથી પંક્તિમાં “તગઈ” માંનો ‘ત' “ન' જેવો વંચાય છે. પણ એ ‘ત' જ હોવાનું જણાય છે; તો જ અર્થ બેસે છે. અન્ય પ્રતોમાં તો ‘તગઈ છે જ ધૂપઘટી સુગંધ વાસ, સદા વસંત માસ, કિજઈ ભોગવિલાસ, તરુણપણઈ, વારૂ સરસ ગવિલ આહાર, લીજઈ લ સંસાર, દીજઇ દાન અપાર, માન ઘણી, નવિ પડઈ ઘડી વિયોગ, કરઈ સબલા ભોગ, મિલ્યઉ સરસ યોગ, કોશિ તાણજે, નિત પહિરઈ નવલ વેશ, નવી યૌવનવેશ, નહીં કિસ્યઉ કિલેસ, સુગુણ સુણઉ. ૧૧૨ ૨૫૦ / સહજસુંદકૃત ગુણરત્નાકરછંદ Page #268 -------------------------------------------------------------------------- ________________ બીજો અધિકાર | ૨૫૧ ગદ્યાનુવાદ : ધૂપદાનીની સુગંધિત વાસ છે. અહીં સદાયે વસંત માસ છે. તરુણપણાથી ભોગવિલાસ કરે છે. ગોરસનું (દૂધદ્રવ્યોનું) સરસ મજાનું ભોજન છે. સંસારનું ફળ પામે છે. માન સહિત ઘણું દાન આપે છે. એક ઘડીનો પણ વિયોગ પડતો નથી. ઘણા ભોગ કરે છે. કોશાનો સરસ સાથ મળ્યો છે. (તે) હમેશાં નવલા વેશ પહેરે છે. નવી (ઊગતી) યુવાવસ્થા છે. અહીં કશોય ક્લેશ નથી. હે ગુણીજન સાંભળો. પાઠાંતર : ૧. ૐ સોવિન વાસ. ૨. ૬ ભોગતમાસ. ૩. ગ્વ ‘વિલ' નથી; છ કીજઇ (લીજઇ'ને બદલે); સસાર. ૫. ૬ ન ન પડઇ; ∞ કરઇ તે સબલા... ૬. ન મિલિઉ સરીખુ યોગ માનવપણઇ. ૭. ૬, ૪ બિહું (નવઉ’ને બદલે); ૪ નવલ વેસ (યૌવનવેશ'ને બદલે). ૮. ૬ સુણઇ. પાઠચર્ચા : પાંચમી પંક્તિમાં છ સિવાયની બધી પ્રતો કરઇ સબલા ભોગ’ પાઠ આપે છે. ઃ પ્રતનો ‘તે’ વધારાનો જણાવાથી રદ કર્યો છે. ષટ્પદ અલિકુલ કજ્જલ સરલ, વેશિ છલ મેહ સુઉન્નત, હસત દંત નવ તડિત, પિમ્મજલ વરસત સુલલિત, પીઉં પીઉ મુખિ બપ્પીહ રણશરણ નેઉર ૬૬, ઈંદ્રધનુષ સીમંત, સિિહં સિંદૂર ત સુંદર, નવ જલદ સરસ નારી નિપુણ, અંગિ વેલિ કુતિ તિ, સિગડાલતત્ર નિતુ રંગભરિ, થૂલિભદ્ર ભોગી રમતિ. ૧૧૩ ગદ્યાનુવાદ : ભ્રમરોના સમૂહ સમો કાળો, લાંબા ચોટલા રૂપે ઊંચે રહેલો મેઘ છે. હસતા દાંત તે નવીન વીજળી છે. સુંદર પ્રેમ રૂપી જળ વરસે છે. પિયુ પિયુ કરતું મુખ બપૈયો છે. રણઝણ રણકતાં નૂપુર તે દર્દુર (દેડકા) છે. સેંથો તે ઇંદ્રધનુષ છે. માથામાં સરસ સિંદૂર છે. આ સરસ નિપુણ નારી નવી વર્ષા છે. એમાં અંગ રૂપી વેલ ફૂલે-ફળે છે. શકટાલપુત્ર ભોગી સ્થૂલિભદ્ર રંગભેર નિત્ય રમે છે. વિવરણ : કોશાનાં અંગોપાંગ, આભૂષણ અને શૃંગારસજાવટ માટે કવિએ યોજેલી રૂપકશ્રેણિ ધ્યાન ખેંચે છે. કોશાને નવવર્ષાનું મુખ્ય રૂપક આપી એની સાથે સંબદ્ધ અન્ય ઉપમાનોને કવિએ સમગ્ર વર્ણનમાં પ્રયોજ્યાં છે. પાઠાંતર : ય કવિત. ૧. ૢ અલિકલ વ અલિ = અલિકલિ; છ સલિલ (‘સરલ’ને બદલે). ૨. ચતુડિતું. ૩. ડણણરણ. ૪. ૬, ૬, ૭ સામંત; સ્વ, ગ, ૬, ૭, ૨, જ્ઞ. ૮, ૪ સાર સિંદૂર. ૫. છ સમ નારી; રવ, ઘ, છ, ૭, ૪ ફૂલિત ફલિત ટ સફ્ટે ફલિત. ૬. ૬ ભમર (૨મતિ'ને બદલે). Page #269 -------------------------------------------------------------------------- ________________ પાઠચર્ચા : મોટા ભાગની પ્રતો જ પ્રતના ‘સામંત’ પાઠને સ્થાને ‘સીમંત’ પાઠ આપે છે. વર્ણનનો સંદર્ભ જોતાં ‘સીમંત’ જ બંધબેસતો પાઠ જણાવાથી તે સ્વીકાર્યો છે. નારિ સરોવર સબલ, સકલ મુખકમલ મનોહર, ભમુહ ભમર રણઝતિ, નયનયુગ મીન સહોદર, પ્રેમ તન્નઉ લ બહુલ, વયણસર લત્તિ, કબરી જલશેવાલ, પાલિ યૌવન મયમત્તી, નવ ચવાક થણહર-યુગલ, કરઇ રંગ રાતિ રમલિ, શ્રી. થૂલિભદ્ર ઝિલ્લઈ તિહાં, રમઇ હંસહંસી લિ. ૧૧૪ ગદ્યાનુવાદ : નારી એ મોટું સરોવર છે. એમાં સમગ્ર મુખરૂપી મનોહર કમલ છે. ત્યાં (આંખની) ભ્રમર રૂપી ભમરા રણઝણે (ગુંજારવ કરે) છે. બે આંખો જોડિયાં મીન (માછલીઓ) છે. પ્રેમનું પ્રચુર જળ છે. ત્યાં ઊછળતી (રમ્ય) વાણીરસની લહર આવે છે. ચોટલો તે જલશેવાળ છે. મદમાતું યૌવન (સરોવરની) પાળ છે. સ્તનયુગ્મ રૂપી નવાં ચક્રવાક રંગે રમત ક્રીડા કરે છે. ત્યાં શ્રી સ્થૂલિભદ્ર સ્નાન કરે છે. (આ રીતે) હંસ-હંસી સાથમાં રમે છે. વિવરણ : જેમ આગળની કડીમાં કોશાને નવ વર્ષાનું તેમ અહીં સરોવરનું રૂપક અપાયું છે. તેનાં અંગોપાંગોને સરોવર સાથે સંબદ્ધ વિવિધ ઉપમાનો યોજી રૂપકોથી મઢી લીધાં છે. આ રૂપકચિત્ર સર્જતી વેળા વિ લિલત-મધુર નાદસંગીતને વીસર્યા નથી જ. કડીની પ્રથમ પંક્તિ નારી સરોવર સબલ સકલ મુખકમલ મનોહર' કવિ કાન્તની સુપ્રસિદ્ધ પંકિત ‘સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન’માંની લલિત કોમલ કાન્ત પદાવલિની યાદ અપાવ્યા વિના નહીં રહે. - પાઠાંતર : ૧. ગ નારિ સરોવર કમલ કમલમાંહિં મુક્ત મનોહર ૪ નારિ સરોવર સકલ મુખ તિહાં કમલ મનોહર; રવ, ૫ ‘સબલ’ નથી; ટ સકલ સજલ (‘સબલ સકલ'ને બદલે). ૨. જ્ઞ ભમહિ (‘ભમર’ને સ્થાને). ૪. ગ કબય; ∞ જલ૨સવાલ ઘ થણસેવાલ ૬ જલસરોવ૨; ૬, ૭ પાણિ (‘પાલિ’ને બદલે). ૫. છ રમતિ (‘મલિ’ને બદલે). ૬. ૪ ‘શ્રી’ નથી; યમલ (જમલિ’ને બદલે). અવિચલ ગિરિ · થણ-જુઅલ, ર૫ણ યૌવન ભંડારહ, ગંગા-સિંધુ-પ્રવાહ, હાર મુગાલ સારહ, કોશિ નાભિ દ્રહ ત્રિવલ, વિમલ સોપાન કિ સુંદર, નયણ વણ કર કમલિ,લચ્છિલીલા ગુણમંદિર, વન રોમરાય તરુઅર સલ, કનકવત્ર જંગમ ખડી, તિન્નિ થૂલિભદ્ર ભોગિક ભમર, રમઇ રંગિ હિમગિરિ ચડી. ૧૧૫ ૨૫૨ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ Page #270 -------------------------------------------------------------------------- ________________ બીજો અધિકાર / ૨૫૩ ગદ્યાનુવાદ : સ્તનયુગ્મ તે અવિચળ પર્વત છે. યૌવન (એના) ભંડારનું રત્ન છે. ઉત્તમ મુક્તાફલહાર તે ગંગા-સિંધુનો પ્રવાહ છે. કોશાની નાભિ તે ધરો છે. ત્રિવલિ (ઉદર પરની ત્રણ રેખાઓ) વિમલ સુંદર સોપાન છે. આંખો, વાણી અને હાથ કમળ છે. લક્ષ્મીની લીલા માટેનાં એ ગુણભર્યા મંદિર છે. કનકવર્ણી જંગમ રોમરાજિ સલ વૃક્ષોવાળા વન રૂપે ખડી છે. ત્યાં ભોગીભ્રમર સ્થૂલિભદ્ર હિમગિરિ ચડીને રંગે રમે છે. પાઠાંતર : ૩. ૮ પ્રહ નથી; ૪ કમલ (ત્રિવલ'ને બદલે). ૪. ૪ નરયણ વિમલ કરિ કમલિ. ૫ ૩, ૪, ૪ નવ (‘વનને બદલે); s સકલ ૩, ૪ સબલ. ૬. ૨૦ ભોગી રમતિ ઇ ભોગી ભમઈ; પ, ટ ગેલિ ચડી. આય ઈમ વિલસઈ સુખ બાર માસહ જણજણની મનિ પૂરઈ આસહ, પહિરઈ ચીર પટઉલાં ચંગહ, નવનવ રંગ રમઈ નવરંગહ ૧૧૬ ગદ્યાનુવાદ : આમ બારેય માસ ભોગ ભોગવે છે. મન દઈને દરેક જણની આશા પૂરી કરે છે. સુંદર ચીર – પટોળાં પહેરે છે. નવાનવા આનંદભર્યા – સુંદર રંગે રમે છે. પાઠાંતર : રવ, ગ છંદનું નામ નથી , ૪ અડચેલ્લ છંદ , 1 ચઆક્ષરી છંદ ૩, ૪ મડયુલ્લ. ૧. ૪ જણજણ પુરે મનઅસહ; છ મન આસ (‘આસહને બદલે). ૨. ૨૦ નવનવ રગિ ટ નવરૂપિ; ૪ મનિ રંગહ (‘નવરંગહને બદલે). નારી કમલ ભમર નર સંગી, જડતી જોડિ મિલી જવ ચંગી, માયણ રૂપ જાણી જસવંતહ, આવ્યઉ તવ જોવા સુવસંતહ. ૧૧૭ ગદ્યાનુવાદ: નારી કમળ છે. અને એનો સંગી નર ભ્રમર છે. બંનેની સુંદર બંધબેસતી જોડ જ્યારે મળી ત્યારે યશવંતું એવું મદનરૂપ જાણીને તે જોવા વસંત (ઋતુ) આવ્યો. વિવરણ : યૂલિભદ્ર અને કોશાના મદનરૂપને જોવા જાણે વસંત પધાર્યો હોય એ રીતે કલ્પના કરીને કવિએ એના આગમનને વર્ણવ્યું છે. વસંત અને એની અસરનું વર્ણન. (કડી ૧૧૭થી ૧૩૦) પાઠાંતર : ૧. ઇ નવ સંગી. ૨. છ ચરણક્રમ ૪૩ જિવ ચંગહ (જસવંતહીને બદલે. ર જો જોવાને બદલે); , છ માસ વસંતહ ર વસંતહ (સુવસંતહીને બદલે). પાઠચચ: ૪ પ્રતના “માસ વસંતહ' પાઠને સ્થાને ગ, ઘ, , ૫, ૩ પ્રતનો “સુવસંતહ' પાઠ લીધો છે. છંદદષ્ટિએ તે બંધબેસતો આવે છે. Page #271 -------------------------------------------------------------------------- ________________ ગગનગતિ છેદ / સારસી આવી6 માસ વસંત ભૂપતિ, પાયદલપતિ ચાતર્યઉં, રણઝાતિ મધુકરમાલ કમલે, તે સબલ પથદલ પરવર્યઉં, સહકાર સાર સંપત્ત પમ્બર, ગુડીએ મયગલ માલિકા, થૂલિભદ્ર પુરુષરતત્ર પેખિલ કરી કેશુ તિ દીપિક૧૧૮. ગદ્યાનુવાદ : વસંત માસ રૂપી રાજા આવ્યો. પાયદળપતિ ફંટાયો. () કમળ ઉપર ભમરાઓની માળ (હાર) રણઝણે છે, તેના રૂપી બળિયા પાયદળથી તે વીંટળાયો. ઉત્તમ સંપત્તિ રૂપે સાજવાળા આંબા જાણે સજ્જ કરેલી હાથીઓની માળા છે. કેસૂડાનો દીવો કરીને પુરુષરત્ન સ્થૂલિભદ્રને જોયો. વિવરણ: આ કડીમાં વસંતને ભૂપતિનું રૂપક અપાયું છે. છેલ્લી પંક્તિમાં ખીલેલા કેસૂડાને દીવાનું રૂપક અપાયું છે તેમાં ઔચિત્ય છે. કેસૂડો અને દીપકજ્યોત વચ્ચે રંગ અને આકારનું સામ્ય તો ખરું જ; વળી વસંત તો સ્થૂલિભદ્રનું મદનરૂપ જોવા આવ્યો હતો ને ! એટલે જાણે કેસૂડાનો દીવડો પ્રગટાવીને એ રૂપને નીરખું એવું કલ્પનચિત્ર છે. અજ્ઞાત કવિકૃત ‘વસંતવિલાસમાં આને મળતું એક કલ્પન આ પ્રમાણે છે : ચાંપલા તરૂઅરની કલી નીકલી સોવનવાનિ, માર-મારગ-ઊદીપક દીપક-કલીય સમાન.” પાઠાંતર: ૪ ગમનગતિ છંદ છ ગગનિ છંદ સુ “સારસી નથી ર છંદનું નામ નથી. ૧. રવ, ગ, ઘ, , ૪, ૩, , ૮, ૪ ચતુર દલપતિ. ૨. રત પંક્તિ નથી. ૩. ઇ સુપત્ત (“સંપત્તને બદલે; રવ મંગલમાલિકા. ૪. શ્રી યૂલિભદ્ર; રુ દેખીય (પેખિકને બદલે); ટ પેખીય કરી કરી; રવ, ગ, ઘ, પ, ૬, ૮, ૪ કેશૃંદીપિકા ઇ કિંશુકદીપિકા = કિંસૂયદીપિકા. પાક્ય : પહેલી પંક્તિમાં 9 સિવાય બધી જ પ્રતો પાયદલપતિને સ્થાને “ચતુર દલપતિ પાઠ આપે છે. પણ વર્ણન-સંદર્ભે બન્ને પાઠ એકસરખા બંધ બેસે છે અને બન્ને પાઠથી વર્ણસગાઈ જળવાય છે, એટલે મુખ્ય પ્રતનો પાઠ યથાવત્ રાખ્યો છે. આયા કોઇલિ રૂપ કરી ગુણ ગાવા, બઈઠઉ સ્વર સંગીત સુણાવા, ભમરા શ્રુતિ પૂરઈ તે નવનવા, નાચાં મોર કરઈ હિંગારવ. ૧૧૯ ગદ્યાનુવાદ : કોકિલનું રૂપ ધારણ કરી તે (રાજા) ગુણ ગાવા અને સંગીતના સ્વર સુણાવવા બેઠો. ભમરા નવીનવી શ્રુતિ પૂરે છે. મોર નાચે છે ને કેકારવ કરે છે. ૨૫૪ / સહજસુંદકુત ગુણરત્નાકરછંદ Page #272 -------------------------------------------------------------------------- ________________ બીજો અધિકાર / ૨૫૫ વિવરણ : સંગીત-સંદર્ભે ‘શ્રુતિ’નો અર્થ ‘એક સ્વરથી બીજા સ્તર પર જતી વેળાનો અત્યંત સૂક્ષ્મ સ્વરાંશ' એવો થાય. પાતર : વ, ગ, ઘ, છ, ગ, ટ છંદનું નામ નથી TM છંદ અડયલ્લ. ૧. ઘ સુર સંગીત; ગ કરીવા ૪ સુહાવા (‘સુણાવા’ને બદલે). ૨. ૪ રવ (‘શ્રુતિ’ને બદલે); ∞ તેહના રવ (તે નવનવ’ને બદલે); ૬ ચકોર (‘કરઇ’ને બદલે); હૈં, ગ, છ કેકારવ. પાઠચર્ચા : બીજી પંક્તિમાં ‘તેહના ૨વ’ને સ્થાને ‘તે નવનવ’નું વ્યાપક પાઠાંતર મળે છે. છંદમાં એ પાઠ બંધબેસતો થવાથી અને ઘણી પ્રતોનો એને આધાર હોવાથી એ પાઠ સ્વીકાર્યો છે. વિનય વસંત વહઈ વનમાલી, તરૂઅર મિસિ પ્રણમઇ કર વાલી, ભેટિ કરઇ ફ્લફૂલ મહોચ્છવ, મલયાનિલ પરિમલ પસર્વઉ તવ. ૧૨૦ ગદ્યાનુવાદ : વનમાળી વસંત વિનય દર્શાવે છે. વૃક્ષને રૂપે હાથ જોડીને પ્રણામ કરે છે. મહોત્સવપૂર્વક ફ્લફૂલની ભેટ કરે છે. ત્યારે મલયાનિલનો પરિમલ પ્રસર્યો. પાઠાંતર : ૪ પ્રતમાં ઃ પ્રતની ૧૨૦ અને ૧૨૧મી કડીઓ ભેગી થઈ ગઈ જણાય છે. કડી આ પ્રમાણે છે : વિનય સંત વહઇ વનમાલી, કીજઇ રંગ ઝમાલ મનોહર, તોરણ વક્ષરમાલ ભલેરી, મંડપ સોહઇ કરી અધિકેરી. ૧. ૮ વિન (વિનય'ને બદલે). ૨. ૬ ‘ફૂલ’ નથી; ર, ઘ, ચ, ખ, ૮ મલયાચલ. કુલ હરી કદલીહર દીહર, કિજ્જઇ રંગ ઝમાલ મનોહર, તોરણ વન્નરવાલ ભલેી, મંડિવ સોહ કરઇ અધિકેરી. ૧૨૧ ગદ્યાનુવાદ : ખીલેલું અને હરિયાળું દીર્ઘ કદલીગૃહ છે. (ત્યાં) મનોહર આનંદવિલાસ થાય છે. રૂડી વંદનમાલાનાં તોરણ છે જે મંડપમાં અદકેરી શોભા કરે છે. વિવરણ : પહેલી પંક્તિમાં ‘લ’, ‘હ’, અને ‘૨’નાં આવર્તનોમાંથી ઊભું થતું નાદસંગીત ધ્યાન ખેંચે છે. ફૂલ = ખીલેલું (સં. પ્રુ) અને હરી = હરિયાળું (સં. રિત). આ બન્ને ‘કદલીહ૨’ કદલીગૃહનાં વિશેષણો છે. પાઠાંતર : છ જુઓ કડી ૧૨૦નું પાઠાંતર. ૧. ૬, ૪ ફૂલહરાં; કદલીદલ. ૨. ટ વન્નરમાલ; શોભ કરઇ. = પાઠચર્ચા : પ્રથમ પંક્તિમાં પ્રતના ‘કદલીદલ’ પાઠને સ્થાને ‘કદલીહર’નું વ્યાપક પાઠાંતર મળે છે. ‘દીહર’ વિશેષણ સાથે ‘કદલીહર'નો અન્વય વધુ બંધબેસતો જણાવાથી એ પાઠ સ્વીકાર્યો છે. Page #273 -------------------------------------------------------------------------- ________________ ભોગી માસ વસંત વિલાસી, થૂલિભદ્ર એલઈ કલાસી, પીજઇ પ્રેમ તણઉ રસ ક્ષિણિ ક્ષિણિ. વીણાનાદ સાઈ વલી ગિરિ ઝિરિ. ૧૨૨ * ગદ્યાનુવાદ: વસંતમાસના વિલાસી ભોગી શૂલિભદ્ર જાણે કૈલાસે ખેલે છે. ક્ષણેક્ષણે પ્રેમનો રસ પિવાય છે, અને ઝીણો ઝીણો વીણાનાદ સાંભળે છે. પાઠાંતર : ૧. ૮ થૂલિભદ્ર દેખી કવિલાસી. ૨. ઇ લીણ (“ક્ષિણિ ક્ષિણિ'ને બદલે); ર૪ ઝણિ છ ઝીણ (ઝિણિઝિણિ'ને બદલે). કિહાં સુખેલ સોગઠાં સુહાસણ, કિહાં સુકોક ચઉચસી આસણ, કિહાં સુનાદ નાટિક્ક નિરખણ, કિહાં સુરાસ રમયંતિ વિચક્ષણ. ૧૨૩ ગદ્યાનુવાદ : ક્યાંક સોગઠાંબાજી ને સુખાસને બેસવાનું છે, ક્યાંક સરસ ચોર્યાસી કામાસન છે; ક્યાંક સુંદર ધ્વનિ અને નાટકનાં નિરીક્ષણ છે; તો ક્યાંક વિચક્ષણ (સ્ત્રીપુરુષ) સુંદર રાસ રમે છે. વિવરણ: પ્રત્યેક ચરણ ‘કિહાં'થી આરંભાય, ‘કિહાં” પછીનો પ્રત્યેક શબ્દ “સુ વર્ણથી શરૂ થાય, ચરણાન્ત પ્રાસ બધે જ જળવાય અને વર્ણસગાઈનો સાથ – આ બધા દ્વારા કવિએ બહિરંગની કેવી માવજત લીધી છે તે જોઈ શકાશે. (કડી ૧૨૩ – ૧૨) પાઠાંતર : ૪ કડી નથી. ૧. આ કિહાં સખેલ; $ સકોક ઇ સખેલ (સુકોકને બદલે); છે.સખેલ કોક ચઉદાસી આસન. ૨. સનાદ સિનાદ; દ વિચક્ષણ (નિરખણને બદલે); ર૩, ગ, ઘ, , , ૪, ૮ રમઈ ૪ વલી રમઈ; ૩ સુવિચક્ષણ. પાઠચચ : ૪ પ્રતમાં “સકોક' અને “સનાદ' પાઠ હતા તે બદલીને ન પ્રતના “સુકોક' અને ‘સુનાદી પાઠ અહીં લીધા છે. તેમ કરવાથી ‘કિહાં' પછીનો શબ્દ બધે જ “સુ પ્રત્યયથી આરંભાય છે. આ પછીની કડીમાં પણ આવી જ ભાત જોવા મળશે. કિહાં સુજબાદિ અબીર વસંતહ કિહાં સુગુલાલ લાલ વિલસંહ, કહી સુકપૂર કરઈ કરિ ચૂરણ, કિહાં સુરોલ કેસરનાં છાંટણ ૧૨૪ ગદ્યાનુવાદ : ક્યાંક સુંદર જપાકુસુમ, અબીલની સુગંધ) રહેલી છે, ક્યાંક સુંદર લાલ ગુલાલ વિલસે છે, ક્યાંક હાથથી કપૂરનો ચૂરો કરે છે, ક્યાંક સારી રીતે ઘોળેલા કેસરનાં છાંટણાં છે. પાઠાંતર : ૪ કડી નથી. ૧. ટ સલાલ ગુલાલ વસંતહ; ૪ ૪ વેલિ વસંતહ (લાલ વિલસંતહને બદલે). ૨. ટ “કરિ નથી, ૪ ચંદણ (છાંટણને બદલે). કિહાં સુગંધિ સૂકડિ કસ્તુરી, છાંટી શ્યલ રમાઈ રસપૂરી, કિહાં સુબોલ બોલઈ બંદીજન, થલિભદ્ર જીવઉ જગજીવન- ૧૦૫ - ગદ્યાનુવાદ : ક્યાંક સુગંધી સુખડ-કસ્તૂરી છે, ક્યાંક છેલછબીલાઓ એકબીજાને છંટકાવ કરે છે, ને ખૂબ રસપૂર્વક રમે છે. ક્યાંક બંદીજનો સુંદર બોલ બોલે છે : ૨૫૬ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ Page #274 -------------------------------------------------------------------------- ________________ બીજો અધિકાર | ૨૫૭ જગજીવન ધૂલિભદ્ર, (ઘણું) જીવો.” વિવરણ : રસપૂરી = રસપૂરિ એમ સમજીએ તો એનો અર્થ “રસના પૂર સાથે એમ થઈ શકે. પાઠાંતર : ૬ કડી નથી. ૧. 1 કેસરકસ્તૂરી. કિહાં સુખેલ જલકેલિ કરિજ્જઈ, કિહાં સુમદલ નાદ સુજિઈ, | કિહાં સુભેરિ ઝલ્લરી ઝણક્કઈ, કિહાં સુત્ર રણતુર રણક્ક0. ૧૨૯ ગદ્યાનુવાદ : ક્યાંક સુંદર ખેલ અને જલક્રીડા કરાય છે, ક્યાંક માદલનો નાદ સંભળાય છે, ક્યાંક સુંદર ભેરી ને ઝાલર ઝણકે છે, ક્યાંક તૂર અને રણતુર રણકે છે. પાઠાંતર : ૧. ટ કહી સિખેલ ખડોખલિ કીજે, કિહી સિ સરસ મદલહ સુણિજે; ર૩, ઘ જલિ 1 કેરિ; રવ, ગ, ઘ, છ કિહી સુસમદ્દલ મદ્દલહ સુણિજઈ; સુસમદ્દલ સમદ્દ સુણીજં; ; સબદ મદ્દલહ સુ ૪ સુસદ્દ મદ્દલહ (“સુમદલ નાદને બદલે). ૨. ૪ સુભેર; ; “રણદૂર નથી. કુશમગંધવાસિત જલ ગંગહ, કુસુમસેજિ કુસમાયુધ રંગહ, કસુમતિ સાથરા વિત્થર, કશમકેલિ ઈમ કરઈ નિરંતર. ૧૨૭. ગદ્યાનુવાદ : કુસુમની ગંધથી સુવાસિત ગંગાનાં જળ છે. કુસુમોની સેજમાં કુસુમાયુધ (કામદેવ)નો આનંદપ્રમોદ છે. કુસુમો પાથરેલી સુવિસ્તીર્ણ પથારી છે. એમ નિરંતર કુસુમકેલિ કરે છે. પાઠાંતર : ૧. ૨૩ગ ઇ, ૨, ૩, ૪ વાસિ/સી ૩ ૪ વાસ્યા ટ વાસિલ (વાસિત'ને બદલે). ૨. , ટ કુસુમકરંડ ઇ કુસુમસેજ; ર૩, , ઇ કુસુમાકલિ (‘કુશમકેલિ’ને બદલે); નિરંતર. પાઠચર્ચા: ૪ પ્રતના “રમ પાઠને સ્થાને બધી પ્રતો ઉચ્ચારભેદે કરઈ' પાઠ આપે છે. કેલિ કરઈ' એવો પ્રયોગ જ ઉક્તિ ગણાય. એટલે “કરઈ' પાઠ લીધો છે. મયમરી નવયૌવનટોલી, ભામિનિ ભાવ કરઈ તે ભોલી, કસર કસી કરિ કુકમ રોલે, પ્રીજી સરિસી હીંચઈ હીંડોલે. ૧૨૮ ગદ્યાનુવાદ : નવયૌવનના નિવાસસ્થાન રૂપ મદમત્ત તે ભોળી ભામિની (સ્ત્રી) ભાવ કરે છે. (કંચકીની) કસ બાંધીને, (હાથમાં) કંકુનો લેપ કરીને પ્રિયની સાથે હીંડોળે હીંચે છે. પાáતર : ૧. ર૪, , ૬, ૪, ૫, ૮ નિત મન ( તેને બદલે). ૨. 5 કુસમકલી (કસણ કસીને બદલે; ૪ પ્રીઉ (“કરિને બદલે; t “કરિ નથી; ૨૪, ગ, ઘ, , આ ૩ ટ હીંચોલે. પાઠચર્ચા : ૪ અને ૪ સિવાયની બધી પ્રતો અહીંડોને સ્થાને હીંચોલે' પાઠ આપે Page #275 -------------------------------------------------------------------------- ________________ છે. પણ બન્ને એકબીજાના પર્યાયિસમા હોઈ મુખ્ય પ્રતનો પાઠ યથાવત્ જાળવ્યો છે. પામી સક્લ લ્યા સવિ તરુઅર, જિમ ઝંકાર કરઈ વનિ મહુઅરિ, ન ખમઈ વિરહ જિસ્યઉ જલચારી, તિમ ગુણગોઠિ કરઈ નરનારી. ૧૨૯ ગદ્યાનુવાદ : બધાં જ વૃક્ષો સફળ રીતે ફળ્યાં છે તેમ જાણીને જેમ મધુકરી (ભમરી) ઝંકાર કરે છે અને જેમ જલચર (જીવો) વિરહ ખમતાં નથી તેમ નરનારી ગોષ્ઠી કરે છે. પાઠાંતર ઃ ૧. ઇ ફલી. દૂહલે ચૂઆની જિમ પિલી ભરી સુગંધી સાર, ખોખલી તિમ જલભરી ઝીલઈ ઝીલણહાર. ૧૩૦ ગદ્યાનુવાદ: જેમ ચૂઆ મિશ્ર ગંધદ્રવ્ય)ની કૂંપી ઉત્તમ સુગંધથી ભરેલી છે તેમ હોજ (કુંડ) જળથી ભરેલો છે. સ્નાન કરનાર એમાં સ્નાન કરે છે. પાઠાંતર : ૨. ગ, ઘ, ૩ જલિ ભરી. છેદ રેડકી ચૂઆ ચંદન કરી અંઘોલ, કીધઉ કુકમરોલ, ચત મુખિ તંબોલ. સુગંધ સહી, ચંદમુખી ચંપકવાનિ, ચડી ચતુર તાનિ, રહઈ મયરિમાનિ, સુઘડ લડી. પ્રીલ જમલિ ઝીલણ લાગી, રમઈ રમતિ રાગી, માલા ભમર જાગી, દેખી ઇસ્યઉં, તવ બોલ ન સોહઈ નારી, જૂહ સુમતિ સારી. કહું જાણ વિચારી, તેહ કિસ્યઉં. ૧૩૧ ગદ્યાનુવાદ : ચૂઆ મિશ્ર ગંધદ્રવ્ય) અને ચંદનનાં સ્નાન કરીને કંકુનો લેપ કર્યો. મુખમાં સુગંધી રાતું પાનબીડું છે. ચંદ્રમુખી, ચંપકવણ તે ચતુરા મસ્તીએ ચડે છે. સુઘડ પુરુષને ?) પામીને મદનમાં અને માનમાં રહે છે. પિયુના સાથમાં સ્નાન કરવા લાગી. રાગથી રમત રમે છે. આવું દેખી ભ્રમરમાળ જાગી. ત્યારે નારીનો બોલ શોભતો નથી (નારી બોલતી નથી). (એની) સરસ બુદ્ધિ જુઓ. તે કેમ તે જ્ઞાની વિચારીને કહો. વિવરણ: છેલ્લી બે પંક્તિમાં, “નારી કેમ બોલતી નથી એવા જ્ઞાનીજનને પુછાયેલા પ્રશ્નનો ખુલાસો પછીની કડીમાં મળી રહે છે. પાઠાંતર : ર૩, , ૪, ૮, ૪ છંદનું નામ નથી રૂડિલા છંદ. ૧. રવ, . ૨ ૩ ૪ કરીય ખોલ ગ૪, ૩, ૪ કરી ઘોલ; રવ, ગ, ઘ, , ૪, ૮ દીધુ ૨૫૮ / સહજસુંદકુત ગુણરત્નાકરછંદ . Page #276 -------------------------------------------------------------------------- ________________ બીજો અધિકાર / ૨૫૯ (‘કીધઉ'ને બદલે). ૩. ૪ પંક્તિ નથી; ૩, ૪ આખી પંક્તિ આ પ્રમાણે : ઝબઝબઇ કુંડલ કાનિ સોહઇ સોવિનવાનિ; ૨, ૬, ૬ વાનિ (‘તાનિને બદલે). ૪. ૪ પંક્તિ નથી; રવ, ગ, ઘ, રૂ. ૮, ૪ ૪ સુખડ લી. ૫. ૬ રતી રાગી. ૬. દ માલા સમં; હૈં જાણી ફ જોગી. નિવ બોલઇ ન સૂઇ નારી..., ૪ બોલð. ૮. હિ; ૭. ટ જૂઉ જાણ; TM નેહ કરું. પાઠચર્ચા : સાતમી પંક્તિમાં ∞ પ્રત સિવાયની મોટા ભાગની પ્રતો થોડાક ઉચ્ચારભેદ તવ બોલ ન સોહઇ નારી' પાઠ આપે છે. પછીની કડીના સંદર્ભમાં પણ એ પાઠ બંધબેસતો થાય છે. આ પંક્તિને પછીની કડી સાથે સાંકળી શકાય છે. જ્ઞ પ્રતના ‘વિ બોલઇ ન સૂઇ નારી'માં સૂઇ' બંધબેસતું થતું નથી. આર્યા જાણી અલિ પરિમલગુણવાહ્યા, કમલ વર્ચસઇ ઊડી. આયા, મુઝ બોલંતાં અહર જિ ડસઇએ પાસð પણિ પ્રીઊઉ એ હસઇએ. ૧૩૨ ગાનુવાદ : જાણે પરિમલગુણથી છેતરાયેલા ભમરાઓ કમલની ભ્રાંતિથી જ ઊડી આવ્યા છે. હું બોલું ત્યારે અધર પર હસે. પાસે (રહેલો) પ્રિયતમ (એ જોઈ) હસે. વિવરણ : આ કડીમાં, પાછલી કડીને અંતે જ્ઞાનીને જે પ્રશ્ન પુછાયો હતો તેનો ખુલાસો છે. નારી બોલતી નથી કેમકે બોલતાં હોઠ ખુલ્લા થાય તો ભમરા હસે. અહીં એક સુંદર કલ્પનચિત્ર છે. કોશાના મુખમાં ભ્રમરોને જાણે કમળની ભ્રાંતિ થાય છે. કોશાએ કરેલા દ્રવ્યલેપની સુગંધમાં ભ્રમરોને પુષ્પપરિમલની ભ્રાંતિ થાય છે. અધરને ડસવાના ચિત્રમાં ચુંબનનો શૃંગારભાવ નિરૂપિત થયેલો જોઈ શકાય. અહીં મહાકવિ કાલિદાસકૃત ‘અભિજ્ઞાન શાકુન્તલમ્' નાટકના પ્રથમ અંકનો ૨૧મો શ્લોક સ્મૃતિએ ચડશે. રાજા દુષ્યન્ત ભ્રમરની ઇર્ષ્યા કરતાં, ઘપાનાં...થી આરંભાતા શ્લોકની છેલ્લી બે પંક્તિમાં કહે છે : करौ व्याधुन्वत्याः पिबसि रतिसर्वस्वमधरं । वयं तत्त्वान्वेषा मधुकर हतास्त्वं खलु कृती ॥ પાઠાંતર : વ, ગ, ૪, ૫, ૬, ૮, ૪ છંદનું નામ નથી घु च અડયલ. ૧. ૪ વહાં (‘વાહ્યા’ને બદલે). ૨૬ પ્રીયુડે ૪ પ્રીયડુ તિહ ૬, ૪ વલી પ્રીઊંડું; ૬, ૭, ૪ હસએ ટ હર્સિ. સહી એ સોહિલઉં પ્રીતિ કરતાં, છેહ લગð દોહિલઉં નરવહતાં, ભમરા પુરુષ જબાદી જલમહર, કહઉ કિમ તે વિંસ આવઇ સુંદર. ૧૩૩ ગદ્યાનુવાદ : સખી, પ્રીત કરવી એ સોહ્યલું છે, પણ છેક સુધી નિભાવવી એ દોહ્યલું છે. ભ્રમર, પુરુષ, જબાદી (સુગંધી દ્રવ્ય) અને વાદળ – સુંદર એવાં તે બધાં, કહો, Page #277 -------------------------------------------------------------------------- ________________ કેમ વશમાં આવે ? પાઠાંતર : ૧. ગ, ૪ ૪ “એ નથી; સોહેલી. ૨. ર૧, , , ૫, , ટ થાઈ (‘આવઈ’ને બદલે). વાલ્હાનું વલિ વિનય વહેતાં, વસિ થાઈ પ્રી ભગતિ કરતાં, મિલતાં માણસ નઈ મન દઈ, તલ સુખસંપતિ લીલ કરી જઈ. ૧૩૪ ગદ્યાનુવાદ: વળી વહાલા પ્રત્યે વિનય બતાવતાં અને ભક્તિ કરતાં પિયુ વશ થાય. મળતા (અનુરૂ૫) માણસને મન આપીએ તો સુખસંપત્તિનો આનંદ ભોગવાય. પાઠાંતર : ૧. ૪ વાહીલીનુ 1 વલી (પ્રીઊ'ને બદલે). પાઠચર્ચા: માત્ર પ્રત જ “વાહીલીનુ પાઠ આપે છે. બાકીની પ્રતો થોડાક ઉચ્ચારભેદે વાલ્દાનુ પાઠ આપતી હોઈ તે લીધો છે. અર્થદષ્ટિએ પણ તે બંધબેસતો છે. પુરુષને વશ કરવાનો સંદર્ભ હોઈ “વાલ્હાનું જ બંધ બેસે. અનુસ્વાર ઉમેરીને “વાલ્દાનું પાઠ કર્યો છે. ૪ પ્રત તો “વાલ્દાનું પાઠ આપે જ છે. પ્રીઊ બઈઠઈ આપણાઈ ગઈસઈ, મુખ છંધ કરતી મનિ પઇસઈ, ભાવ નવા જડતા જઉ લાવઈ, તવ પ્રીઊડઉ નારી વસિ આવઈ. ૧૩૫ ગદ્યાનુવાદ : પ્રિયના બેસતાં પોતે બેસે, મુખે ખુશામત કરતી મનમાં પ્રવેશે ત્યારે નવા યુક્ત ભાવો લાવે ત્યારે પિયુડો સ્ત્રીને વશ આવે. પાઠાંતર : ૧. ૨ પ્રિએ બઈસઈ, ટ આપણપું ૩ આપોપિઇ; વિહસઈ (પઈસને બદલે). ૨. ૩ ૪ ભલા જડતા. ૩ પ્રતમાં ૪ પ્રતની આ ૧૩પમી કડી પછી એક કડી વધારાની છે. તે આ પ્રમાણે છે : કહિઉં કરીજઈ કંથનઉ, લક્ષણ રાખી ઠાઈ, મુહિ મીઠઉ બોલી ઈમ વાહલભ વસિ થાઈ. ૪૦ [૧૪] પ્રીતિ વહઈ નખમસ તણી પરિ, અધિકઉ ભમઈ નહી વલિ ઘરિઘરિ, કાજ કહી જઉ પીહરિ જાવઈ તુ પ્રીઊડઉ નારી વસિ આવઈ. ૧૩૬ ગદ્યાનુવાદ : (સ્ત્રી) નખમાંસની પેઠે (અતૂટ) પ્રીતિ દશર્વિ, વળી ઘેરઘેર અધિકું ભમે. નહીં, પિયરમાં શું કામ છે તે) કહીને જો પિયર જાય તો પિયુડો નારીને વશ આવે. પાઠાંતર : ૧. અતિ ઘણું નવિ જાઈ પરઘરિ. (બીજું ચરણ). ૨. ર૩, , કાજ કરી; ર ટ થાઈ (‘આવઈ’ને બદલે). ન પ્રતમાં ૪ પ્રતની ૧૩૯મી અને ૧૩૭મી કડી ઊલટા ક્રમે છે. પહેલાં ૧૩૭મી, . પછી ૧૩૬મી. ૨૬૦ | સહજસુંદરકૂત ગુણરત્નાકરદ Page #278 -------------------------------------------------------------------------- ________________ બીજો અધિકાર | ૨૬૧ પાઠચર્ચા : ર૩, ૩, પ્રતો રુ પ્રતના ‘કાજ કહીને સ્થાને કાજ કરી’ પાઠ આપે છે. કાજ કરી’ પાઠ સીધો સ્પષ્ટ રીતે બંધબેસતો લાગે છે પણ ‘કાજ કહીને ઉપર મુજબ ઘટાવી શકાય છે અને મુખ્ય તથા અન્ય મળી વધારે પ્રતોનો એને ટેકો છે તેથી એ રાખ્યો છે. પ્રીઊ જિમ તઉ પંખાઈ ગુણવંતી, ચતુરપણઈ ચાલઈ ચમકતી, જવ તવ નયણાં નયણ મિલાવઈ, તઉ પ્રીઊડઉ નારી વસિ આવઈ. ૧૩૭ ગદ્યાનુવાદ : ગુણવંતી સ્ત્રી પ્રિયની પેઠે પ્રેમભાવે) તેને નિહાળે, ચતુરાઈથી ચમકતી ચાલે, જ્યારે તેની આંખો આંખો સાથે મેળવે ત્યારે પિયડો નારીને વશ આવે. પાઠાંતર : ૧. ૨૪ ૩ દેખઈ ગુણવંતી. ૨. 1 જુ (‘જવાને બદલે). કાયા પાસ ન છોડઈ છાયા, તિમ ચાલઈ જિમ આણઈ માયા, પાય પડી જઉ કોપ સમાવઈ, તલ પ્રીઊડઉ નારી વસિ આવઈ. ૧૩૮ ગદ્યાનુવાદ : છાયા જેમ કાયાનો સંગ છોડે નહીં, તેમ માયા લાગી હોય તેવી રીતે (એની સાથે) ચાલે, પગે પડીને જો કોપ શમાવે તો પિયુડો નારીને વશ આવે. પાઠાંતર : ૧. 1 છૂટાં કાયા (છોડ) છાયાને બદલે). ૨. 1 પડંતી કોપ; ૪ હું જઉ ને બદલે). નારી નામ કહઈ સહૂ અબલા, પૂરા પુરુષ પનઉતા સબલા, સબલઈ નિબલઉં જાઉં ઠેલાઈ, તઉ કુણ ફોકટ કૂડ કમાઈ. ૧૩૯ ગદ્યાનુવાદ : નારી માત્રને સહુ અબલા કહે છે. પુરુષ પૂરેપૂરા પુણ્યશાળી સબળા છે. પણ સબળા વડે નિર્બળને જો નીચું પાડવામાં આવે તો ફોગટમાં કપટ કોણ કરે ? વિવરણ : બીજી પંક્તિમાના વિચારની સંગતિ સ્પષ્ટ થતી નથી. પાઠાંતર ઃ ૨. તું (‘તઉને બદલે); 1 કમાન્ડે. અહ્મ ઘરિ આવઈ પુરુષરતત્રહ કેલવીઇ નવનવાં વિસત્રહ, તકે હું કૂહ કરું નહીં એ સ્યઉં, પરણ્યાની પરિ રાગિ મલેસ્યઉં. ૧૪૦ ગદ્યાનુવાદ : અમારે ઘેર પુરુષરત્ન આવે છે. નવીનવી લત (વ્યસન) લગાડવામાં આવે છે. તોપણ હું એ સાથે કપટ કરું નહીં. આપણે પરણ્યાની પેઠે રાત્રે મળીશું. પાઠાંતર : ૧. ઇ જતન (વિસગ્રહને બદલે). ૨. 1 તું , ૭, ૮ તે ૪ હિવ (તકને બદલે); ઉંગ, ઘ, ટ, એહ સ્પે ઇ, ઇ, ખ, ગ, ૩. ટ રંગિ (“રાગિને બદલે); ૩ ધરેસિÉ (“મલેસ્યઉ'ને બદલે). સહીઅર સાથિ કરી ઈમ વાતહ તવ લીધે પ્રાઊનલ સંઘાતહ, બાહિરિ કેલિ-કતુહલ નિરખી આવી નિજ મંદિરિ મનિ હરખી. ૧૪૧ ગદ્યાનુવાદ : સહિયર સાથે એમ વાત કરીને તેણે પ્રિયનો સંગાથ લીધો. બહાર Page #279 -------------------------------------------------------------------------- ________________ ક્રિીડાવિનોદ નીરખીને, મનમાં હરખીને, તે નિજ મંદિર (આવાસ)માં આવી. પાઠાંતર : ૧. ઇ કહી ઇમ; ગ સુણી મઈ વાતહ. ૨. ગ પરખી નિરખી’ને બદલે). છંદ હાટકી આવી મનિ હરખી, કૌતુક નિરખી, સરિખી જોડ સરેખ, ગ્રીષમ વરસાલઉં, રંગરસાલ, સીઆલી સવિશેષ, લક્ષ્મી જિમ કમરી, ભોગિણિ ભમરી, અમરીનઉ અવતાર, તપતપતાં મંડલ, કાને કુંડલ, ઝબઝબ ઝબકઈ સાર. ૧૪૨ ગદ્યાનુવાદ : કૌતુક (કીડા) નીરખીને, મનમાં હરખીને તે આવી. તેમની સુંદર સરખી જોડી છે. ગ્રીખ, વષકાળ કરતાં શિયાળો સવિશેષ રંગરસભર્યો છે. ભોગિણી મધમાખી સમી, લક્ષ્મી જેવી તે સ્ત્રી દેવાંગનાનો અવતાર છે. ચળકતા સૂર્યબિંબ માં કાનનાં ઉત્તમ કુંડળ ઝબઝબ ઝબકે છે. પાઠાંતર : રદ છંદનું નામ નથી ચાલિ ટુ ટ, ૩ ૨. ગ્રીખિ. ૩. અમરી (‘ભમરી'ને બદલે). ૪. છ ઝબુક ઝબક્કિ સાર; ઝબઈ સાર; ટ હાર (‘સાર’ને બદલે). રસરણકઈ નેહર, કંકણ કેલર, ઝંઝરની ઝમકાર, નાસ્યા ગુણલી, તે બહુમૂલી, ટીલી તપઈ અપાર, મૃગનયણ રસાલી નઈ અણીઆલી, કીધી કાજલરેહ, રાતા પરવાલી, અહર ઝમાલી, દાડિમ દત સુગેહ ૧૪૩૧૧ ગદ્યાનુવાદ : નૂપુર, કંકણ, કેયૂર રણકે છે. ઝાંઝરનો ઝમકાર થાય છે. નાસિકાએ ગુણવંતી ફૂલી (એક આભૂષણ) છે. તે બહુમૂલી છે. ટીલડી ખૂબ જ ચળકે છે. મૃગલીના જેવી રસાળ, અણિયાળી આંખો છે. કાજળની રેખા કરી છે. રાતા પરવાળા જેવા અધર શોભાવાળા છે. સુંદર મુખ રૂપી) નિવાસસ્થાન ધરાવતા દાંત દાડમ જેવા છે. વિવરણ : “સુગેહ' એટલે સુંદર નિવાસસ્થાન. અહીં એ શબ્દ દાંતના વિશેષણ તરીકે છે. દાંતનું નિવાસસ્થાન મુખ છે. એટલે ‘મુખ રૂપી નિવાસસ્થાન ધરાવતા દાંત' એવો અન્વયાર્થ કર્યો છે. પાઠાંતર : ૧. ૪ રણરણ રણકે નેઉર; ર૩ ઝંઝણના; ક ઝબક ઝબક્કે સાર (“ઝંઝરની ઝમકારને બદલે). ૪. , રાતી; ટ અહર પ્રવાલી; ૪ સૂરીહ (સુગેહને બદલે). પાઠચર્ચા : ૪થી પંક્તિમાં ૪ પ્રતનો ‘સૂરીહ પાઠ લઈએ તો દાડમ જેવા સુરેખ દાંત” એમ સીધો અન્વયાર્થ થાય. પણ ર સિવાયની, મુખ્ય પ્રત સહિતની બધી પ્રતો સુગેહ પાઠ આપતી હોઈ એ પાઠ સ્વીકાર્યો છે. એથી કાજલરેહની સાથે “સુગેહનો પ્રાસ પણ જળવાય છે. ૨૬૨ / સહજસુંદરકત ગુણરત્નાકરછંદ Page #280 -------------------------------------------------------------------------- ________________ બીજો અધિકાર | ૨૬૩ કટિમેપલ ખલકઈ, ચૂડી ચલઈ, ઝલકઈ બાજુબંધ, સોવિનિમય ટોડર, કઠિ નિગોદર, ચંપાકુલી સુગંધ. મોતીની જાલી, વેશિ રસાલી, સોહઈ સિરિ સિંદૂર, મુગતાફલ હારા, ઝલકઈ તારા, તેજ તણા તે પૂર. ૧૪૪ ગદ્યાનુવાદ : કટિમેખલા ખળકે છે. ચૂડી ચળકે છે. બાજુબંધ ઝળકે છે. સુવર્ણમય ડમરાની) કલગી છે. કંઠમાં નિગોદર એક આભૂષણ) છે. ચંપાકળીની સુગંધ છે. મોતીની જાળી છે. રસાળી વેણી (ચોટલો) છે. માથામાં સિંદૂર શોભે છે. મોતીનો હાર તારાની જેમ ઝળકે છે. તે તેનું પૂર છે. પાઠાંતર : ૧. ન ખલક. ૨. ૬ પંક્તિ નથી. ૪. ૪ ઉર શિણગારા (‘ઝલકઈ તારાઓને બદલે; ૪ ઝબકે; ૨૪ રાતા (“તારાને બદલે). રાતા નખવાલી, મયમતવાલી, લોયણ તાકઈ તીર. ઝૂના વલિ ઝીણા. નવલાખીણા, પરિરઈ જાદર ચીર, કચૂકસ બાંધી, ગોલા સાંધી, ઘૂમઈ ગોફણ ગાત્ર, ઝૂમણ ઝબકાવઈ, મયણ જગાવઈ, ગણિકા તે ગુણપાત્ર. ૧૪૫ ગદ્યાનુવાદ : તે રાતા નખવાળી છે. મદે મતવાલી છે. લોચનનાં તીર તાકે છે. વળી નવલાખેણા ઝીણા ઝૂના (વસ્ત્રપ્રકાર), જાદર ચીર પહેરે છે. કંચકીની કસ બાંધીને, (નિશાન તાકવા) ગોળા જોડીને, ગાત્ર રૂપ ગોફણ ઘૂમે છે. તે ગુણના પાત્ર સમી ગણિકા ઝૂમણું (કાનનું ઘરેણું) ઝબકાવે છે ને મદનને જગાવે છે. વિવરણ: કવિ કોશા અને સ્થૂલિભદ્રની પ્રણયક્રીડાને ક્રમશ: ઘેરા રંગે આલેખી શૃંગારરસ નિષ્પન્ન કરે છે. આ પ્રણયનિરૂપણ બીજા અધિકારના અંત સુધી ચાલુ રહ્યું છે. અહીં શૃંગારસજ્જ કોશાની ઘૂમતી કાયાને કવિએ ગોફણ કલ્પી છે. પાઠાંતર : ૧. રાતી સુ તારા (“રાતા’ને બદલે); ૩ માયણ પ્રવાલી (‘મયમતવાલી'ને બદલે). ૨. ૩ ૪ નખ લાખીણા; ૩ પરિણિ ટ પહિરણ (પહિરઈ’ને બદલે); ટ માદર ચીર. ૩. ૨૨ ત્રાગ (‘ગાત્રને બદલે). ૪. 2 ઝૂમણ ઝમકાવૈ. આયા ઈમ સિંગાર કરી હવઈ તુરણી, ઉચઈ માલિ ચડઈ તે ઘરણી, ગલઇ આરોપી ચંપકમાલા, રમણીભરિ ખેલઈ વરવાલા. ૧૪૯ ગદ્યાનુવાદ : હવે આમ શૃંગાર કરીને તે તરુણી ગૃહિણી ઊંચી મેડીએ ચડે છે. ગળામાં ચંપકમાલા આરોપીને તે સુંદર સ્ત્રી આખી રાત ખેલે (કીડા કરે) છે. પાઠાંતર : ૨૩, ગ શ , 1 છંદનું નામ નથી જ છંદ અડયલ. ૧. તે (હવઈને બદલે ગ, , ૩, તરુણી; દ મેડી ચડઇ; ર૩, ૪ ચડી. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨. ર૪, ગ, ઘ, ૨, ૪, ૫, ૩, ૪ ના બાલા ટ તે બાલા. પાઠચર્ચા : 5 સિવાયની બધી પ્રતો ‘વરબાલાને સ્થાને ‘સા બાલા | તે બાલા' પાઠ આપે છે. પણ ‘વરબાલા” પાઠ વધુ સ્વાભાવિક – સાહજિક લાગવાથી મુખ્ય પ્રતનો પાઠ યથાવત્ રાખ્યો છે. દિપક હાથિ કરી તે કામિનિ, પ્રીઉ પાસઈ આવી ગજગામિનિ, નાગરવેલિ ગ્રહી તિશિ નાગરિ, બેહુ રંગઈ રમઈ સુખસાગરિ. ૧૪૭ ગદ્યાનુવાદ : તે ગજગામિની કામિની હાથમાં દીવો કરીને (લઈને) પિયુ પાસે આવે છે. તે નાગરે નાગરવેલિને ગ્રહણ કરી અને બન્ને જણાં સુખસાગરમાં રંગભેર રમે છે. પાઠાંતર : ૧. ર૩, ગ, ઘ, ૨, ૩, ૩, ૪ સી ટ સહી કરીને બદલે); ગ સામિનિ ક ગામિનિ (“કામિનિ ને બદલે). ૨. ૨૩, , ૫, ૪, પ ર તે (તિણિ'ને બદલે; વ બહુ ૩ તેહુ “બેહૂને બદલે); ર૩, ૪ રંગ; ટ રમઈ તે સુખસાગર. પાઠચચ : પ્રથમ પંક્તિમાં વરુ પ્રતના ‘કરીને સ્થાને “ગ્રહી'નું વ્યાપક પાઠાંતર મળે છે. સંદર્ભમાં બન્ને પાઠનો અર્થ બંધબેસતો છે. પણ બીજી પંક્તિમાં પણ ‘ગ્રહી' શબ્દ આવે જ છે, એટલે પુનરાવર્તન ન થાય એ માટે મૂળ પ્રતનો પાઠ યથાવત્ રાખ્યો છે. વાડી નારિ તણઉ રસ મીઠઉ ચતુર તણઈ પાસઈ મઈ દીઠઉં, કેલિ કેલિ કરઈ જવ જંગહ, તવ ઝલઈ શ્રીલ નારિંગહ. ૧૪૮ ગદ્યાનુવાદ : નારી રૂપી વાડીનો રસ મીઠો છે. એ (રસ) ચતુરની પાસે મેં દીઠો. જ્યારે તે પ્રણયકેલિનો જંગ કરે છે ત્યારે શ્રીફળનારંગીને પચ્છે છે. વિવરણ : કામક્રીડાને કવિ આલંકારિક વાણીમાં વર્ણવે છે. શ્રીફળ તે સ્તન અને નારંગી તે હોઠ હોવાનું અનુમાન થઈ શકે. પછીની કડીમાં એનો અણસાર મળે છે. પાઠાંતર : ૧. ઇ વડી; ઇ સર (“રસ'ને બદલે); રવ, ટ ચતુરપણઈ. ૨. ન જગિ જંગહ; ઇ ટ ચંગહ સંગહ (જંગહીને બદલે). કરિ તાડી તાડી ફ્લ લઈ, ઊપરિ અહર સુધારસ પીજ, પોપટ દ્રાખ તણી રસ ઘૂંટઇ, પાસિ પડી સૂડી નવિ છૂટછે. ૧૪૯ ગદ્યાનુવાદ : હાથથી પ્રહાર કરી કરીને સ્તન રૂપી) ફળ લેવાય છે. ઉપરથી વળી અધરસુધારસ પિવાય છે. જાણે) પોપટ દ્રાક્ષના રસના ઘંટ લે છે – પીએ છે. પાશમાં પડેલી સૂડી પોપટી) છૂટી શકતી નથી. વિવરણ : કામક્રીડાનું સાંકેતિક વર્ણન. સ્થૂલિભદ્ર-કોશાને કવિએ અહીં પોપટ-સૂડી કહ્યાં છે. પાઠાંતર : ૧. 1 કરિ તે તડી તડી.; ૩ રસ લીજઈ; ટ અમીરસ. ૨. છ નવિ (૧રસને બદલે); ન પાસઈ પડી. ૨૬૪ / સહજસુંદરકત ગુણરત્નાકરછંદ વળ Aળ કા તી નથી Page #282 -------------------------------------------------------------------------- ________________ બીજો અધિકાર / ૨૬૫ દોઈ કર પાખર બંધન ભીડઇ, આંકસ નખ દેઇ તન પીડઈ, પ્રીયુ પોંતાર સબલ સિરિ આવ્યઉ, યૌવન-હાથી મીલી મનાવ્યઉ. ૧૫૦ ગદ્યાનુવાદ : બન્ને હાથના કવચથી બંધન ભીડે છે. નખ રૂપી અંકુશ મારી શરીરને પીડે છે. પિયુ રૂપી બળિયો મહાવત માથે આવ્યો છે. યૌવન રૂપી હાથીને મળીને એને મનાવ્યો છે (રાજી કર્યો છે). વિવરણ : આ કડીમાંનો રૂપક અલંકાર ધ્યાનપાત્ર. કામક્રીડાનું વર્ણન અહીં મહાવતહાથીના રૂપકચિત્રથી થયું છે. પાઠાંતર : ૧. ૨૪ પાલિ ૬ પાખઇ (‘પાખર'ને બદલે); 7 ઉપર નખ; ૬ મું પીડઇ. ૨. ૬ પુરતાર ૬, ૮, ૪ કુંતાર (પોતાર'ને બદલે); સ્વ, ઘ, છ, રૂ, ૮, ૪ રસિ ૬ તન (સિસિર'ને બદલે); ∞ મીલ ૬, ૪ મીન (મીલી'ને બદલે). કોશા કામ તન્નઇ સિ પ્રીણી, મધુર વયણ બોલઇ મુખિ ઝીણી, જાણે ફૂલ ખિરઈ જગ જોતી, કવિ અહિનાણ કહઇ મુખિ મોતી. ૧૫૧ ગદ્યાનુવાદ : કોશા કામક્રીડાના રસથી પ્રસન્ન બની છે. મુખથી ઝીણાં મધુર વચન બોલે છે. જાણે ફૂલ ખરે છે, જગતમાં જ્યોતિરૂપ છે. મુખમાં મોતી છે એમ કવિ ઓળખ આપે છે. વિવરણ : કોશાની કામક્રીડાની પ્રસન્નતાને કવિએ અલંકારવિભૂષિત કરી છે. પાઠાંતર : ૧. ૬ અમીય વાણિ ૬, ૪ મધુકર વયણ (મધુર વયણ'ને બદલે). ૨. ૬ ખિયર; ૪ કવિજન કહÛ ક્ષરě મુખી મોતી. પારધીઉ તું પાડલિપુરણઉ, નયણાણિ મારી સિકરણઉં, પ્રીઊંડા કિસી કહું તુઝ કરણી, જગધૂત કીધી તે ઘરણી. ૧૫૨ ગદ્યાનુવાદ : પાડલપુરનો તું પારધી છે. નયનબાણ મારીને વશમાં લેનારો છે. હે પિયુડા, તારી આ કરણી (કૃત્ય)ને હું કેવી કહું ! જગતને ધૂતનારીને તેં ગૃહિણી કીધી. વિવરણ : જગધૂરતિ કીધી તે ઘરણી' કોશાના એ ઉદ્ગારમાં ઇપ્સિત લક્ષ્યપ્રાપ્તિનો સંતોષ ડોકાય છે ! પાઠાંતર : ૧. રૂ પાધરીઉ. ૨. ગ તુમ્હે કરણી; હૈં, ૩ જગધૂતારણ છે જિંગ ધૂતારી; હૈં, છ, મૈં ‘તે’નથી. પ્રીતð પ્રીતિ મિલી છઇ તુઝસ્યઉં, હવંઇ મ થાઇસિ દુમન મુઝસ્યઉં, રિદયકમલિ તું ભમર વિલુદ્ઘઉં, મુઝ ગુલાલ મિલીઉ હવઇ સૂધઉં. ૧૫૩ ગદ્યાનુવાદ : તારી સાથે પ્રીતથી પ્રીત મળી છે. હવે મારી સાથે તું દુર્ભાવવાળો (ઉદાસીન) થઈશ નહીં. હૃદયકમળમાં લુબ્ધ થયેલો તું ભ્રમર છે. મને હવે સરસ શુદ્ધ ગુલાલ પ્રાપ્ત થયો છે. Page #283 -------------------------------------------------------------------------- ________________ વિવરણ: સ્થૂલિભદ્રને પ્રાપ્ત કર્યાના આનંદની કોશાની કાવ્યાત્મક અભિવ્યક્તિ : મને હવે સરસ-શુદ્ધ ગુલાલ પ્રાપ્ત થયો છે.” પાઠાંતર: ૧. ૨૨ પ્રીતિ ઘ પ્રીતિ (પ્રીત'ને બદલે); ૫ દુશ્મન. ૨.ગોવાલ (‘ગુલાલને બદલે); 1 કઈ ટ જગ (‘હવઈ’ને બદલે). ક્ષણ ક્ષણ ન રહુ જુહી ગુણાતી. હાથિ ચડી કિમ શોધ્યું જાતી. નિય માલી વાડી સંભાલઉ, કેવડે ભાવ કરું મન વાલઉ. ૧૫૪ ગદ્યાનુવાદ : ગુણથી અનુરક્ત એવી હું ક્ષણમાત્ર પણ જુદી ન રહું. હાથે ચડેલી હવે હાથમાંથી જાતી કેમ શોભે ? નિજના (મારા) માળી, હવે (આ) તમારી વાડી સંભાળો. કેટલા ભાવથી હવે મનને વાળવાનું રાજી રાખવાનું) કાર્ય કરું ! પાઠાંતર : ૧. ર, ગ, ઘ, , ૪, ૫, ૬, ૩ ક્ષિણ/ક્ષણ ન રહું; = હૂઈ તુહ્ય રાતી (જુહી ગુણરાતી'ને બદલે). ૨. ગ, , , ૪ કરી; રુ મન ચાલી. પગ ચાંપાઉં નઈ પાય તલહાંસલું, તુઝ સેવતી ન છોડવું પાસઉં, વયરી વિરહ વિયોગ નિવાર, મોગર હાથિ ગ્રહીનઈ મારુ. ૧૫૫ ગદ્યાનુવાદ : પગ ચાંપુ ને પાય તળામું; તારું સેવન કરતી હવે હું (તાર) પડખું સંગ) છોડું નહીં. વેરી વિરહ-વિયોગને દૂર કરો. એને મગદળ (શસ્ત્ર) હાથમાં પકડીને મારો. વિવરણ : ક્ષણનો પણ વિયોગ કોશા માટે હવે અસહ્ય. વિયોગ-વેરીનો શસ્ત્રથી ઘાત કરવાનું એ કહે છે. પાઠાંતર : ૧. ૪ મુઝ ('તુઝને બદલે). ૨. ર૦, , ૫, ૬, ૮ કરીનઈ (‘ગ્રહીનઈને બદલે). હૈ રે નયણાં પાપી મ રૂઉ, અવિહડ નાહ મિલ્યઉ છ0 ગિરૂઉં, જાસૂઅણની કિત્તિ અનંતી, વઉલસિરી વિલસઈ ગુણવંતી ૧૫૯ ગદ્યાનુવાદ : હે રે, પાપી નયણાં, તમે રડો નહીં. ગરવો અખંડ (સંબંધવાળો) નાથ મળ્યો છે. જબાકુસુમની કીર્તિ અનંત છે. ગુણવંતી બકુલશ્રી (બોરસલી) વિલસે છે. વિવરણ: પોતાની આંખોને રુદન નહીં કરવાની વિનંતી કોશાના હૃદયભાવને ચોટદાર બનાવે છે. પોતાની સુંદર જોડી માટે જબાકુસુમ અને બકુલશ્રીની કલ્પના પણ સુંદર છે. અહીં, પોતાને અખંડ નાથ મળ્યાનો કોશાનો ઉદ્દગાર મીરાંની આ પંક્તિનું સ્મરણ કરાવે : “અખંડ વરને વરી.” પાઠાંતર ઃ ૧. ગ હૈ નથી; ૪ રહિ રે; ૨૪ મ રૂયા ગ મ મ રોઉ; છ એ છઈને બદલે). બોલ સુવેધ કહી ઈમ નવનવ, મોહણવેલિ થઈ નવપલ્લવ, મંગલ ધવલ કરઈ જયકારહ આણ ભવિ તૃહિ જ ભરતારહ. ૧૫૭ ર૬૬ / સહજસુંદરફત ગુણરત્નાકરછેદ Page #284 -------------------------------------------------------------------------- ________________ બીજો અધિકાર / ર૬૭ ગદ્યાનુવાદ : એમ નવનવા વિદગ્ધતા (રસિકતા) ભરેલા બોલ કહીને મોહનવલિ (મોહ પમાડનાર વેલી સમી કોશ) નવપલ્લવિત થઈ. મંગલ ધવલ અને જયકાર કરે છે. આ ભવમાં તું જ ભરતાર છે. પાઠાંતર : ૧. ર૩, કઈ કહીનઈં ? કહેસિ ટ કહી તે (“કહી ઈમ'ને બદલે); ઈમ' નથી. ૨. ભણઈ (‘કરાંને બદલે); ૨, ૩ તૃહ જિ તૂહ. અથ ભુજંગપ્રયાતઃ કલા કોડિ જાણંતિ કતારની કલાપી વનદેસુ ગીએ લલિત્તી, જહા ચંદ ચક્કર મહા મયૂરે તહાં ધa દુરાણ નેહાણ પૂરે. ૧૫૮ ગદ્યાનુવાદ : કંથમાં અનુરક્ત થયેલી તે કોટિ કલા જાણે છે. વનપ્રદેશમાં મોર લલિત ગીત ગાય છે. જેમ ચંદ્ર અને ચકોર, મેઘ અને મયૂરની બાબતમાં છે, તેમ અકળ એવું સ્નેહનું પૂર ધન્ય છે. વિવરણ : અકળ એવા સ્નેહપૂરની ધન્યતા દર્શાવતી બે કડીઓ પ્રાકૃત ભાષામાં છે. (કડી ૧૫૮–૧૫૯) પાઠાંતર : ૧. વડ તે કલા, ૨૩, ગ, ઘ, , ૩, , , ૪ સ્તા; રદ કપાલી; ૪ નવદેસુ ૨૦, ગ, ઘ, ૨, ૩, ૩. ટ, ૪ લલિતા. ૨. ૪ મોહ; ટ દુલ્યાણ. પાઠચર્ચા : 5 સિવાયની કોઈ પ્રત કડીના આરંભે “તે’ પાઠ આપતી નથી. છંદદષ્ટિએ પણ તે વધારાનો જણાવાથી કાઢી નાખ્યો છે. પ્રથમ પંક્તિમાં ૪ સિવાયની બધી જ પ્રતો અનુક્રમે રસ્તી અને લલિત્તી' પાઠને સ્થાને “રત્તા” અને “લલિત્તા' પાઠ આપે છે. પણ અર્થ અને છંદોલયમાં બન્ને સરખા જ બંધબેસતા થતા હોઈ મુખ્ય પ્રતના પાઠ યથાવત્ રાખ્યા છે. લહી કપરખે ગુણે પિગ્મવતી અહો ધન્ન ધન્ન સુ અખં મુન્નતી, મહા મિઠ ગુઠી વિનોદા કરતી સદા લીલવંતી હસતી રમતી. ૧૫૯ ગદ્યાનુવાદ: ગુણમાં પ્રેમ રાખતી, કલ્પવૃક્ષને મેળવીને પોતાની જાતને ધન્યધન્ય માનતી, મહા મીઠી વિનોદગોષ્ઠી કરતી તે લીલાવંતી સદા હસે છે, રમે છે. પાઠાંતર ઃ ૧. ૪ ગણે રદ ગુણિ 1 ગુણો, ૨૪, “સુ નથી; રવ, ઇ અપ્પ ગ, ૨, ૪, ૩, ૪ અપ + અધ્ધહે (‘અખંને બદલેતુ ટ સ સુતી. ૨. ૪ છેલ્લું ચરણ નથી. કલશ પાઠક રતનસમુક, ચરણ તસુ નામી સીસહ, ગુરુ ગુણનિધિ ભંડાર, અમીરસ વય િવરસહ, Page #285 -------------------------------------------------------------------------- ________________ તૂટી સારદમાય, પાય પણિ પ્રણમી ભગતð, ક્રીડા કામ વિનોદ, તેહ મ બોલ્યઉ વિગતð, અધિકાર એહ બીજઉં હૂંઉ, ભાવ ભેદ નવનવ કહી, વઇરાગ રંગ આઘઉં હવઇ, કહઉં બોલ અવસર લહી. ૧૬૦ ગદ્યાનુવાદ : પાઠક રત્નસમુદ્ર જે ગુણનિધિના ભંડાર છે, વચનમાં અમૃતરસ વરસાવતા છે એ ગુરુને ચરણે મસ્તક નમાવીને, પ્રસન્ન થયેલી શારદમાતાના ચરણે ભક્તિથી પ્રણમીને, કામક્રીડા – વિનોદને વિશે મેં વીગતે કહ્યું. નવનવા ભાવભેદ કહીને આ બીજો અધિકાર થયો. વૈરાગ્યનો રંગ (હજી) આગળ છે. હવે અવસર ઓળખીને (અવસરને યોગ્ય) બોલ કહું છું. પાઠાંતર : ‘કલશ' નથી; જ્ઞા, ૪ પપદ. ૧. ર, ગ, ઘ, ચ, છ, ત્ર, જ્ઞ, ૮, ૪ નામું (‘નામી’ને બદલે). ૨. ૬ અમીયરત્ના. ૩. ૪ બહુ (‘પણિ'ને બદલે); રત, ચ, છ ભગતિહિ ૬૪ ભગતિઈં. ૪. ગ તેહ બોલિઉં ઇમ વિગતÖ; ૩, ૪ બોલી (‘બોલ્યઉ’ને બદલે); સ વિગતિહિ. ૫. ટ પૂરું (‘બીજઉ’ને બદલે); ૪ થયઉ/હુઉ (બન્ને શબ્દો પ્રતમાં નીચે-ઉપર મૂકેલા છે.) ૬. ગ, ઘ, છ આવિઉ હવઇ. પાઠચર્ચા : : પ્રથમ પંક્તિમાં હ્ર સિવાયની બધી પ્રતો ‘નામી’ને સ્થાને ‘નામું’ પાઠ આપે છે. આ પાઠ પણ બંધબેસતો થાય એમ છે. પણ ગુરુને ચરણે જેમ ‘નામી’એમ ત્રીજી પંક્તિમાં શારદમાતને પાયે ‘પ્રણમી’ ક્રિયારૂપ આવે છે. આમ ‘નામી’ અને ‘પ્રણમી’નાં સરખી ભાતવાળાં ક્રિયારૂપોથી થતો વાક્યાન્વય વધુ સ્વીકાર્ય બને એમ હોઈ, મુખ્ય પ્રતનો પાઠ બદલ્યો નથી. ઇતિ શ્રી ગુણરત્નાકર મહાછંદે દ્વિતીયો અધિકાર સંપૂર્ણમતિ | ૨ છ | પાઠાંતર : રદ્દ ઇતિ ગુણરત્નાકરછંદ દ્વિતીયોધ્યાય સમાપ્ત: 7 ઇતિ શ્રી ગુણરત્નાકરછંદસિ દ્વિ[તી]યોધિકાર સંપૂર્ણ: ઘ ઇતિ મહોપાધ્યાય શ્રી ૫ શ્રી સહજસુંદરગણિ વિરચિતે, ગુણરત્નાકર મહાછંદસિ દ્વિતીયોધિકાર: સંપૂર્ણ: ॥ ૨ ॥ ૬ ઇતિશ્રી ગુણરત્નાકરછંદ દ્વિતીયોધ્યાયા | છ ઇતિ થૂલિભદ્ર ગુણરત્નાકરછંદસિ દ્વિતીયોધિકાર: ગ ઇતિ શ્રી ગુણરતનાગરછંદો પંડિત શ્રી સહિજસુંદરવિરચિતે દ્વિતીયોધિકાર: ॥ 7 ઇતિ ગુણરત્નાકરછંદસિ દ્વિતીયોધિકાર: ॥ છ ॥ ૨ ॥ ૮ ઇતિ ગુણરત્નાકરછંદે દ્વિતીય અધિકાર સંપૂર્ણ. ૪ ઇતિ શ્રી ગુણરત્નાકરછંદસિ દ્વિતીયોધિકાર II ૨૬૮ / સહજસુંદરસ્કૃત ગુણરત્નાકરછંદ Page #286 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો અધિકાર દૂહા સંભલવા હરખ્યઉં સહુ, આઘઉં વિલ અધિકાર, મુઝ મન તે રંગ જ થયઉં, ગિરૂઉ સરસ અપાર. ૧ ગદ્યાનુવાદ : વળી આગળનો અધિકાર સાંભળવા સહુ ઉત્સુક થયું. મારા મનમાં પણ આનંદ જ થયો. (એ અધિકાર) ગૌરવવંતો ને અપાર રસભર્યો છે. પાઠાંતર : રવ, ગ, ૫, ૮ છંદનું નામ નથી. ૨. ગ, છ મુઝનð (મુઝ મિન’ને બદલે); 7 થઉં. - ચિતિ ચોખઇ રયણી સમય, હીઇ ધરી બહુ ધ્યાન, સુપનંતિર આવી રી, તે સરસતિ પરધાન. ર ગદ્યાનુવાદ : સ્વચ્છ ચિત્તે, રાત્રિને સમયે, હૈયામાં બહુ જ ધ્યાન ધરતાં સ્વપ્નમાં તે શ્રેષ્ઠ પ્રસિદ્ધ સરસ્વતી આવી રહી. પાઠાંતર : ૧. સ્વ ચિત્ત; છ હીયડઇ; સ્વ, ઘ, પ, ૬ ધિરઉં. ઊઠવ લાગઉ પાઉલે, હૂંઉ તિ જયજયકાર, વર વાણી માગઉં સદા, તે કરો ઉપકાર. ૩ ગદ્યાનુવાદ : ઊઠીને પગે લાગ્યો ત્યારે જયજયકાર થયો. હંમેશાં ઉત્તમ વાણી માગું છું, તો ઉપકાર કરજો. પાઠાંતર : ૧. ૐ તે (તિ'ને બદલે). ૨. રવ કજ્યો. સારદ સાર દયાર્ષી કરી, દિઇ મુઝ અવિરલ વાણિ, જિમ વનમાલી ફૂલની, માલા રઈ વિનાશિ. ૪ ગદ્યાનુવાદ : હે શ્રેષ્ઠ શારદા, દયા કરીને મને અવિરલ (પ્રચુર, સઘન) વાણી આપો. જેમ વનમાળી કલાકૌશલ્યથી ફૂલની માળા રચે (તેમ હું કાવ્ય રચી શકું). પાઠાંતર : ૧. ∞ થઇ ગ, ટ ઉત્ત ધો. દૂર ગઈ ભાવઠિ સર્વે, નાઠાં અલીઅ વિઘત્ર, વાણીરસ હવઇ કેલવઉં, સુણો સહૂ સજન. ૫ ગદ્યાનુવાદ : સર્વ સંક્ટ દૂર થયાં, અનિષ્ટો ને વિઘ્નો નાશ પામ્યાં: હવે હું વાણી (કાવ્ય)નો રસ નિષ્પન્ન કરું છું તો સહુ સજ્જનો સાંભળજો. પાઠાંતર : જ્ઞ, ૪ કડી નથી. ૧. રવ નાઠઉં. ૨. છ વાણી સરસ જ કેલવું; સ્વ સુણિજ્યો. Page #287 -------------------------------------------------------------------------- ________________ અથ મડયેલ લીલાપતિ લીલારસપૂરહ, ઊગ્યઉ તે નવિ જાણઈ સૂરહ, નવયૌવનભર લાહઉ લીજઇ, અહનિસિ પ્રેમ તણઉ રસ પીજઇ. ૬ ગદ્યાનુવાદ : કીડાનો કરનાર (સ્થૂલિભદ્ર) ક્રીડારસનું પૂર છે. સૂર્ય ઊગ્યો છે તે તે જાણતો નથી. નવયૌવનપૂર્ણ લહાવો લેવાય છે. અહર્નિશ પ્રેમનો રસ પિવાય છે. પાઠાંતર : ૨, ૫, ૬, , ૫, ૮ અડઅલ છંદ ઈશિ પરિ સુખ ભોગવતાં સારહ, વઉલ્યાં વરસ તિહાં વલિ બારહ, પાછલિ મરણ પિતાનું હૂઉં, તે જુઉ ચરિત્ર અછાં વલિ જૂઉં. ૭ ગદ્યાનુવાદ : આ પ્રમાણે ઉત્તમ સુખ ભોગવતાં ત્યાં વળી બાર વરસ વીત્યાં. પાછળ પિતાનું મરણ થયું. એ ચરિત્ર તો વળી જુદું જ છે, તે જુઓ. વિવરણ: અહીંથી કવિ સ્થૂલિભદ્રના પિતા શકટાલ મંત્રીની હત્યાનું કથાનક સંક્ષેપમાં રજૂ કરે છે. (કડી ૭થી ૧૩) પાઠાંતર ઃ ૧. ગ વિઉલિયાં. ૨. ગ તેહ જિ ચરિત્ર; ઈ તે જો પણિ ચરતાં કઈ જૂઉં, ૪ તેહ ચરિત, ૪ ૯ ૩ જોચ્યો ૪ હર્વિ (જુઉને બદલે); પ, ૬, , ૪ તે (“વલિ'ને બદલે). દુહા પિતામરણ પાછલિ હવઉં, તે કઈ ઘણા વિસ્તાર, અવસર જાણીનઈં કહું, થોડઉઘઉ વિચાર. ૮ ગદ્યાનુવાદ: પાછળ પિતાનું મરણ થયું તેનો (કથા)વિસ્તાર ઘણો છે. થોડોઘણો વિચાર, પ્રસંગ જાણીને, કહું છું – પ્રસંગોચિત રીતે થોડુંઘણું વિવરણ કરું છું. પાઠાંતર : ટ છંદનું નામ નથી. ૧. ઇ તે તે ઘણે વિસતાર; બહુ (ઘણ'ને બદલે). ૨. રવ, , ઘ, , ૨, ૩, ૪ થોડઈ. એકલર્સથી અનુક્રમઈ, જસુ ઘર બેટી સાત, ફીકઉ પંડિત પાડીલ, અવર કરી અવાત. ૯ ગદ્યાનુવાદ : જેને ઘેર અનુક્રમે એકલસંથી એક વખત સાંભળવાથી જેને યાદ રહી જાય તેવી) સાત પુત્રીઓ છે તેમણે પંડિતને ઝાંખો પાડ્યો અને તે બીજા કરતૂત પણ કરે છે. વિવરણ : શકટાલ મંત્રીને સાત પુત્રીઓ હતી. ૧. યક્ષા ૨. યક્ષદત્તા ૩. ભૂતા ૪. ભૂતદત્તા પ. રેણા ૬. વેણા અને ૭. એણા. એમની પાસે એકલસંથી વિદ્યા (આનુક્રમિક) હતી. એકલસંથી એટલે એક વખત સાંભળવાથી યાદ રહી જાય છે. પહેલીને એક ૨૭૦ | સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ Page #288 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો અધિકાર | ૨૭૧ વાર સાંભળવાથી, બીજીને બે વાર સાંભળવાથી. એમ અનુક્રમે સાતમીને સાત વાર સાંભળવાથી યાદ રહી જતું. આ વિદ્યાથી રાજસભામાં એમણે શકટાલના ઈષળુિ પંડિત વરરુચિ બ્રાહ્મણને ઝાંખો પાડ્યો. આ વરરુચિ રોજ ૧૦૮ નવાં કાવ્યો રચી નંદરાજાની સ્તુતિ કરતો. પણ તે મિથ્યાત્વી હોઈ શક્ટાલ એની પ્રશંસા કરતો નહીં. તેથી રાજા પણ વરરુચિને કાંઈ આપતો નહીં. શwાલે રાજાને કહ્યું કે આ કવિ જે કાવ્યો કરે છે તે તો મારી પુત્રીઓને પણ આવડે છે. બીજે દિવસે મંત્રીએ સાતેયને પડદાની અંદર બેસાડી. દરેક પુત્રી અનુક્રમે એક વાર, બે વાર, ત્રણ વાર એમ સાંભળીને કાવ્ય બોલી ગઈ. આથી રાજા વરરુચિ ઉપર ક્રોધે ભરાયો. પાઠાંતર ઃ ૨. ન કહું (“કરઈ'ને બદલે); ૪ વિદ્યાના બલ માટિ. (છેલ્લું ચરણ) સૂતઉ સાપ જગાડીલ, પંડિત છેડઈ જામ, ગંગાતટિ બદ્ધ કરી. બાહરિ કાઢઈ દ્રામ. ૧૦ ગદ્યાનુવાદ : પંડિતને છેડ્યો એટલે સૂતેલા સાપને જગાડ્યો. પંડિત) ગંગાકિનારે બુદ્ધિપૂર્વક નાણું બહાર કાઢે છે. વિવરણ : છંછેડાયેલા વરરચિએ એક યુક્તિ કરી. તે હંમેશાં ગુપ્ત રીતે આગલી સાંજે ગંગાના જળમાં ૧૦૮ સોનામહોરોની પોટલી મૂકી આવતો ને બીજે દિવસે ગંગાસ્તુતિનો ડોળ કરી જાણે ગંગાએ પ્રસન્ન થઈ મહોરો આપી હોય તેમ ગ્રહણ કરતો. શકાટાલ મંત્રીએ તેના આ કપટની વાત ગુપ્ત અનુચરોથી જાણી લીધી ને વરરુચિએ ગંગામાં મૂકેલું દ્રવ્ય અનુચરો દ્વારા મંગાવી લીધું. પછી બીજે દિવસે વરરુચિનું કૌતુક જોવા નંદ રાજા મંત્રી સાથે ગંગાકાંઠે આવ્યા. વરરુચિએ સ્તુતિ કરી પણ દ્રવ્ય મળ્યું નહીં. તે લજ્જિત થયો. શwાલે અગાઉથી મંગાવેલી સોનામહોરોની પોટલી વરરુચિને પાછી આપી. પાઠાંતર ઃ ૧. ૨૪, ગ, ઘ, , , ટ, ૪ એરિઉછેડિG; ટ દામ (જામને બદલે). ૨. ૨૪, , , ૪, , ૮ ગંગાતટિ તેણિ બુદ્ધિ કરી; , ૪ કાઢિઉ. પાઠચર્ચા: પહેલી પંક્તિમાં ૨ પ્રતના છેડઈને સ્થાને છેડિઉછેરિઉનું વ્યાપક પાઠાંતર મળે છે. પણ જામ’ અને ‘દ્રામના અંત્યાનુપ્રાસની જેમ જ નજીકના છેડ’ અને ‘કાઢઈનો પ્રાસ બેસતો હોઈ મુખ્ય પ્રતનો પાઠ યથાવતુ જાળવ્યો છે. વળી એને અન્ય પ્રતોનો આધાર તો છે જ. કુતકલા મહિલઈ લડી, પંડિત ભાગઉ ભરમ. પીડવર્ક પંડિત પરિકરઈ, દૂહઉ લિખઈ સમરમ્મ. ૧૧ ગદ્યાનુવાદ : મહેતાએ કપટકલા પામી જઈને પંડિતનો ભ્રમ ભાંગ્યો – એનું રહસ્ય ખુલ્લું કરી નાખ્યું. સપરિવાર પીડાયેલો પંડિત મર્મભર્યો દૂહો લખે છે. Page #289 -------------------------------------------------------------------------- ________________ વિવરણ: આગળની કડીમાં દર્શાવ્યા પ્રમાણે શકટાલ મંત્રી પંડિતની કપટકલા ખુલ્લી પાડે છે ત્યારે પંડિત સંતાપ પામીને પોતાની પાસે અભ્યાસ કરતા બાળકોને એક દુહો લખીને શીખવે છે જેમાં શક્યાલ ઉપર આળ મૂકવામાં આવે છે. જુઓ પછીની કડી. પાઠાંતર : ૧. રવ મહુતઈ. ૨. લિખ્યો. રાય લોક જાણઈ નહીં, જે સિંગડાલ કરિજ, નંદરાય મારી કરી, સિરીઉ પાટિ ઠવિજ. ૧૨ ગદ્યાનુવાદ : “જે શકટાલ કરે છે તે રાજા-પ્રજા જાણતા નથી. એ નંદરાજાને મારીને શ્રીયકને ગાદીએ સ્થાપે છે.” પાઠાંતર : રવ, ગ, , , ૩, ૪ કડી નથી. ૧. ઇ ભોલુ રાજા ક ભોલુ લોક 2 નંદરાય (‘રાયલોકને બદલે); ઘ કાંઈ ન જાણઈ છે ન જાણઈ (જાણઈ નહીં ને બદલે); ઘ કરે ૮ કરેસ (કરિજ્જને બદલે). ૨. ઇ મારેવિ કરી; ઘ રાજિ (પાટિને બદલેઘ, છ હવેઈ ટ ઠવેસ (‘ઠવિજ્જને બદલે). ઘરિ ઘરિ દૂહઉ સંભલી, કોપ કરઈ ભૂપાલ તવ સિરીમાં માર્યઉ પિતા, કરિ કહૃહી કરવાલ. ૧૩ ગદ્યાનુવાદ : ઘેરઘેર દૂહો સાંભળીને રાજા કોપ કરે છે. ત્યારે શ્રીયકે હાથથી તરવાર ખેંચીને પિતાને માર્યા વિવરણ : આ કડીમાં શક્યાલની હત્યાનો પ્રસંગ એટલા બધા સંક્ષેપથી ઉલ્લેખાયો છે કે આખી વાત અસ્પષ્ટ રહી જાય કાં તો ખોટી રીતે સમજાય. શ્રીયકે સજ્જન પિતાને કેમ માર્યો? એની મૂળ કથા આ પ્રમાણે છે : બાળકોને મોઢે દુહો સાંભળી રાજાને શંકા જતાં ગુપ્ત અનુચરોને શક્ટાલને ત્યાં મોકલ્યા. શાલને ત્યાં સિંહાસન-છત્ર આદિની તૈયારી થતી હોવાના હેવાલ રાજાને મળ્યો. હકીકતે તો આ તૈયારી શ્રીયકના વિવાહની હતી, પણ ગેરસમજનો ભોગ બનેલો રાજા શાલ પર કોપાયમાન થયો. તેણે મંત્રીને મારી નાખવાનું વિચાર્યું. આ જાણીને શwાલે જાતે જ વિષ પી લીધું. પછી તેણે પુત્ર શ્રીયકને સામેથી કહ્યું કે “તું જ રાજસભામાં મને તારા હાથે મારી નાખજે. તેમ કરવાથી બાકીનું આખું કુટુંબ રાજાના કોપમાંથી ઊગરી જશે. આમેય વિષપાનને કારણે મારું મરણ તો થવાનું જ છે.' પછી શwાલ રાજસભામાં ગયો. રાજાએ મોં ફેરવી લીધું. શ્રીયકે કહ્યું કે દેશદ્રોહીનો વધ થવો ઘટે. આ ખગ્ર જ એનું મસ્તક છેદશે.” એમ કહી શ્રીયકે સ્વહસ્તે પિતાનો વધ કર્યો. જોકે પછી રાજાને સાચી પરિસ્થિતિની જાણ થતાં વરરુચિ પંડિતને દેશત્યાગ કરાવ્યો. પાઠાંતર : ૧. ટ સીખવિઓ (“સંભલીને બદલે); ૪ પ્રધાન (“ભૂપાલ'ને બદલે). ૨. ૨૭૨ / સહજસુંદરત ગુણરત્નાકરછંદ Page #290 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો અધિકાર / ૨૭૩ ગ, ૪ તવ સિરીઉ મારાં પિતા; રવ, ગ, ઘ, ૫, , ૮, ૪ કાઢી. 1 પ્રતમાં ૪ પ્રતની ૧૩મી કડીની ૧લી અને ૧૪મી કડીની રજી પંક્તિ મળીને આ કડી બની પાઠચર્ચા : બીજી પંક્તિમાંનો ‘કઢી' પાઠ ૪ પ્રતમાં “કદી' જેવો વંચાય છે, પણ એ સ્પષ્ટ લેખનદોષ જ જણાય છે. એ સુધારીને “કઢી' કરી લીધો છે. અન્ય પ્રતોમાં મળતો “કાઢી’ પાઠ એનો આધાર છે. બેટાન તેડી કરી, ભૂપ કરઈ પરધાન, વડ બંધવનઈ તેડવા, આવ્યઉં રૂપનિધાન. ૧૪ ગદ્યાનુવાદ પુત્રને તેડીને રાજા અને પ્રધાન કરે છે. મોટા ભાઈને તેડવા રૂપનિધાન (શ્રીયક) આવ્યો. વિવરણ: નંદરાજાએ શ્રીયકને મંત્રીપદ ગ્રહણ કરવા કહેલું પણ શ્રીયકે મોટા ભાઈને મંત્રીપદ મળે એવો આગ્રહ રાખ્યો. પાઠાંતર : ૨. ટ વડા; ર૩, પ, ટ આવિ/આવઈ: ૪ જુઓ ૧૩મી કડીનું પાઠાંતર. ઈદ હાટકી આવ્યઉં તવ તેડઉં, લ્યઉ હિત ખેડુ કરિ ઝાલ કરવાલ, ગરિકા-સહવાસ, મુકિ તમાસઉ સાદ કરઈ ભૂપાલ, કરયો સવિશેષ પતિ લેખ, સંભાલકે ભંડાર મૂકી સુખનિદ્રા, પહિર મુદ્રા, લ્યઉ સઘલક વ્યાપાર, ૧૫ - ગદ્યાનુવાદ : “તમને તેડું આવ્યું છે. હવે ઢાલ લો. હાથમાં તરવાર પકડો. ગણિકાનો સહવાસ અને આ તમાશો મૂકો. રાજા બોલાવે છે. ભૂપતિએ જે ગણના કરી છે તેને સવિશેષ કરી બતાવો. ભંડાર સંભાળો. સુખચેનની નિદ્રા છોડો. (રાજી મુદ્રા ધારણ કરો. અને સઘળો કારોબાર (હાથમાં) લો. .' પાઠાંતર : ૧. ઇ લહઈ (લ્યઉ'ને બદલે). ૨. ૨૪ સુહવા – (‘સહવાસઉને બદલે). ૩. ર૩, ૪ કરિજ્યો; ગ સંભલઉ. ૪. ગ સવિનિદ્રા. નિજ મંદિર આવઉં, ચાલ ચલાવઉં, બાપ તરઉ વલિ પાટ, સેવકજન સઘલા. રાખલ જમલા, ઘઉ વયરી-મુખિ ઘટ, સુકુલીશી ઘરણી, ભોગવિ પરણી, કીજઈ કુલ-આચાર, પદવી પ્રતિપાલઉં, કુલ અજૂઆલઉ સંતોખલે પરિવાર૧૬ ગદ્યાનુવાદ : નિજ નિવાસમાં આવો. રિવાજને ચાલતો રાખો. વળી પિતાની ગાદી સંભાળો. સઘળા સેવકજનોને પાસે રાખો અને દુશ્મનોને મુખે દાટો દ્યો. કુળવાન ગૃહિણીને પરણીને ભોગવિલાસ કરો. કુળનો આચાર પાળો. પદવીનું રક્ષણ કરો, કુળને Page #291 -------------------------------------------------------------------------- ________________ અજવાળો અને પરિવારને સંતોષો. પાઠાંતર : ૧. ૪ ભાર (‘ચાલ’ને બદલે); પિતા (બાપ’ને બદલે). ૨. ૬, ૭ સબલા (‘સઘલા’ને બદલે); TM કરસ્યું (રાખઉ'ને બદલે). ૩. ૪ ભોગિણિ ભમરી (ભોગિવ પરણી'ને બદલે). ૪. ૬ નિતિ પાલઉ (પ્રતિપાલઉ'ને બદલે). અવિચલ જગ ભીતરિ, લ્યઉ સચરાચઅર, જસ કીતિ જ્યવાદ, કીઇ ઘર ચિંતા, સુષિ ગુણવંતા, પરિહરીઇ પરમાદ, ભૂપતિ વિંસ આગ઼ઉ, જનક માણઉ કાંઈ જાણઉ ઘરસૂત્ર, હઈડઈ ગહિંબરી૯, તવ નીસરીલ લાછલિદેવીપૂત્ર ગદ્યાનુવાદ : આ જગતમાં અને સચરાચરમાં અવિચલ યશકીર્તિ અને જયવાદ (જયજયકાર) પામો. ઘરની ચિંતા કરો. ગુણીજનોને સાંભળો અને પ્રમાદને ત્યજો. રાજાને વશમાં આણો. પિતા મરાયા છે તો (હવે) કાંઈ વ્યવહાર જાણો.' ૧૭ ત્યારે હૃદયમાં વ્યાકુળ થયેલો લાછલદેવીનો પુત્ર નીકળ્યો. પાઠાંતર : ૧. ૬ ગજ (જગ'ને બદલે); ગ, ૪ જસવાદ. ૨. ૨ કરીયઇ. ૪. T હીનેં ગૃહગીઉ; રૂ, ગ, ઘ, ૨, ૪, ૬, ૮, ૪ દેવર (દેવી'ને બદલે). પાઠચર્ચા : જ્ઞ પ્રતના ‘દેવીપૂત્ર’ પાઠને સ્થાને ઘણી પ્રતો દેવર પુત્ર' પાઠ આપે છે. ‘દેવર’ માંનો ‘૨’કાર એ સંબંધાર્થે વપરાયેલો અનુગ છે. બંને પાઠ સરખો અર્થ આપતા હોઈ અને બંધબેસતા થતા હોઈ મુખ્ય પ્રતનો પાઠ ચાલુ રાખ્યો છે. દૂહા આઘા પાઉ ન પાઠવઇ, િિાિર પાછઉં જોઇ, છયેલ તાઈ મિન છાંડતાં, વીસ વિમાસણ હોઇ. ૧૮ ગદ્યાનુવાદ : આગળ ડગ માંડતો નથી. ફરીફરી પાછું જુએ છે. છેલછબીલાના મનમાં આ છોડતાં વીસ વાર વિચાર થાય છે. વિવરણ : બાર વર્ષ સુધી જેને ઘેર રહીં રંગરાગ માણ્યો તે છોડતાં સ્થૂલિભદ્રની માનસિક તાણનું ચિત્ર સચોટ બન્યું છે. પાઠાંતર : ૧. ૧, ૨, જ્ઞ આઘઉ; ટ સાહમો જોઇ. ૨. ૧, ૩, ૪ છયલપણઇ મિન. જે હોંઉ મોકલવટઇ, માથઇ ન પડ્યĞ ભાર, તે ધોરી રિ જોતરઇ, ધૂન્નઇ સીસ અપાર. ૧૯ ગદ્યાનુવાદ : જે મોકળાશ (મોકળી વૃત્તિ)થી ચાલ્યો છે (અને) જેને માથે ભાર પડ્યો નથી તે બળદ હવે ધૂંસરીએ જોતરાતાં, પોતાનું માથું ખૂબ ધૂણે છે. ૨૭૪ / સહજસુંદસ્કૃત ગુણરત્નાકરછંદ Page #292 -------------------------------------------------------------------------- ________________ - ત્રીજો અધિકાર | ૨૭૫ વિવરણ : એક સુંદર કલ્પનચિત્ર. કલ્પન ધૂંસરીએ નવાસવા જોતરાતા બળદનું છે. વારંવાર મસ્તક ધુણાવીને બળદ આ નવી પરિસ્થિતિ પ્રત્યેનો અણગમો – ડર વ્યક્ત કરે છે. એ જ રીતે જેણે આજદિન સુધી કોઈ જવાબદારી જ વહન કરી નથી અને સ્વતંત્ર વિહર્યો છે તે સ્થૂલિભદ્રની ભાવપરિસ્થિતિને વ્યક્ત કરતું આ કલ્પનાચિત્ર સચોટ બન્યું છે. પાઠાંતર ઃ ૧. ૪ મોકલપણઈ. ૨. ૨૦ ધર (ધુરિને બદલે; , ગ શ સ જોતરિઉ જ જોતર્યા. ગણિકાગુણિકાદવિ કલ્યઉં, બાંધવિ કાચઉ તારિ, તવ ઊભી આગલિ રહી, કોઠ્યા વડઈ વિનારિ. ૨૦. ગદ્યાનુવાદ: ગણિકાના ગુણકાદવમાં ખૂંપ્યો હતો. તેને ભાઈએ બહાર) તાણી કાઢ્યો. ત્યારે કોશા ખૂબ ચતુરાઈથી આગળ આવીને ઊભી રહી. પાઠાંતર : ૧. ર ગલ્યો (‘કલ્યઉ'ને બદલે); રર, ગ, ઘ, ૩, ૪, ૪ કાઢઇં. ૨. ૩ આંગણિ રહી; ટ ખડી (રહી’ને બદલે). ચતુર ન ચાતરતઉ કિમઈ, આઘઉ મુઝ વિણ પાઉં, વીસાસી મંદિરિ રહી, ઈમ કિમ દઈ દઉ. ૨૧ ગદ્યાનુવાદ : ચતુર, તું મારા વિના કેમેય આગળ પગ ખસેડતો – મૂકતો નહીં. વિશ્વાસ રાખીને, આ નિવાસમાં રહીને આમ શાને મોકો મેળવાય છે, લાગ જોવાય વિવરણ: બીજા અધિકારની અંતિમ કડીઓમાં, ધૂલિભદ્ર સાથેના સહચારનાં કેવાંકેવાં સ્વખો કોશાએ જોયાં હતાં ! અને હવે જે વિપરીત પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે કોશાના ઉદ્ગારો હૃદયદ્રાવક બને છે. પાઠાંતર : ૧. રવ ચાતુર (ચાતરતજીને બદલે); ટ પાઈ. ૨. ૪ વેશ્યાસી ઇ વેસ ઈસી ટ વિમાસી (“વાસી’ને બદલે); ટ રહો; ધ્રહ ટ દાઈ (દાઉને બદલે). ભમરા તું નવિ મૂકતઉં, કાશિકમલ ગુણગેહ, ક્ષિણ વિરહય ખમતી નહીં, તે કિહાં ગયઉ સનેહ ૨૨ ગદ્યાનુવાદ : હે ભમરા, પહેલાં તો) તું કદી ગુણોના ગૃહ જેવું કોશા રૂપી કમલ મૂકતો નહીં, ક્ષણનો પણ વિરહ ખમતો નહીં. તે (તારો) સ્નેહ ક્યાં ગયો ? પાઠાંતર ઃ ૧. ગ, ટુ વર (“ગુણને બદલે). ૨. 1 “નહીં' નથી. જિમ જિમ પ્રીજ પગલાં ભરઈ, તિમતિમ અધિક રતિ, આગલિ પાછલિ ઊતરી, પ્રીફ પાલવ ઝાલતિ. ૨૩ ગદ્યાનુવાદ : જેમ જેમ પિયુ પગલાં ભરે છે તેમતેમ કોશા) અધિક રડે છે. Page #293 -------------------------------------------------------------------------- ________________ આગળપાછળ ઊતરીને પ્રિયનો (વસ્ત્રનો) છેડો પકડે છે. વિવરણ : એક સુંદર સ્વભાવોક્તિ ચિત્ર. કશાય કલ્પનો – ઉપમાનો વિનાનું ચિત્ર પણ કેટલું ભાવપૂર્ણ બની શક્યું છે ! પાઠાંતર : ૧. ૨૨ પલા ભરઇ. છંદ હાટકી પાલવ કરિ ઝાલાં, પ્રી જવ ચાલઈ સાલઈ સાલ સમાન, મંત્રીસ્વર થાવા, નહીં ઘઉં જાવા, ઊભા રહુ સુજાણ, વાસઉ પ્રીલ મોરા, ઊજડ ઓરા પાય પડઉં ઘઉં માન, સોભાગીસુંદર, ભોગપુરંદર પાછા વલઉ પ્રધાન. ૨૪ ગદ્યાનુવાદ : હાથથી છેડો પકડે છે. જ્યારે પ્રિય ચાલે છે ત્યારે તે શલ્યની પેઠે ખેંચે છે. મંત્રીશ્વર બનવા માટે હું જવા નહીં દઉં. હે સુજાણ, ઊભા રહો. હે મારા પ્રિય, તમે આ ઉજ્જડ ઓરડામાં વાસ કરો. હું તમારે) પગે પડું છું. વિનંતી સ્વીકારો. () હે સૌભાગ્યસુંદર, હે ભોગવિલાસમાં ઈન્દ્ર સમાન, હે (અગ્રણી) પુરુષ, પાછા વળો. વિવરણ : મધ્યકાળમાં “માન માગવું પ્રયોગ વિનંતી કરવી'ના અર્થમાં પ્રચલિત છે. અહીં એથી વિરુદ્ધ “ઘઉ માન’ – માન આપો એવો પ્રયોગ છે. એટલે વિનંતી માગણી) સ્વીકારો' એવો અર્થ અભિપ્રેત હોવાનો સંભવ ગણી શકાય. પાઠાંતર ઃ ૨. ર૩, પ, ૬, ૪ ઊભા; રુ રહઈ ટ રહિ. ૩. છ વિમાસુ (‘વાસઉને બદલે); ઉજજલ ઓરા. ૪. ર૪ વાલું. નિસનેહા થાસ્યઉં, મંદિરિ જાસ્યઉં, મિલસ્પઈ સહુ કુટુંબ મુઝનઈ વીસારી, વરસ્યઉ નારી હિસ્યઉ કરી વિલંબ, ગણિકા ગુણવંતી, ઇમ વિલતી કિમ રહિસ્યાં નિરધાર, યૌવનભરિ માતાં. ઇડી જાતાં કિમ શોભઉ સુવિચાર. ૨૫ ગવાનવાદ: તમે નિઃસ્નેહ થશો, મંદિરે નિજ આવાસ) જશો, સર્વ કટુંબ ભેગું થશે. મને વિસારીને સ્ત્રીને પરણશો. વિલંબ (દૂરતા ?) કરીને રહેશો. ગુણવંતી ગણિકા એમ વિલાપ કરે છે. તે નિરાધાર (હવે) કેમ રહેશે ? ભરપૂર યૌવનમાં મત્ત હતાં તે વેળા છોડી જતાં, હે સુવિચારી, કેવી રીતે શોભો ? પાઠાંતર ઃ ૧. ૪ મિલઉ. ૩. ર, ગ, ઘ, ટ એ ૪ બહૂ (ઈમ'ને બદલે); રવ રહિસુ સુ ૪ રહી. ૪. ૪ માતી; નવિ સોભો (“કિમ શોભઉ'ને બદલે). ભૂપાલ ભલેરા, પુરુષ અનેરા તે નાવઈ આવાસિ, વેશ્યા અકુલીશી થઈ સકુલીશી, જઉં બઈઠી તુઝ પારિ, ૨૭૬ / સહજસુંદરકત ગુણરત્નાકરછંદ Page #294 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો અધિકાર | ૨૭૭ ચિહું દિસિ ચઉસાલી, એ પટશાલી તુઝ વિણ સૂની આજ, ઈમ કોશ્યાવયણ સણી નવનવ પરિ તવ બોલઈ કવિરાજ. ૨૬ ગદ્યાનુવાદ : ઉત્તમ રાજાઓ, અનન્ય પુરુષો તે (આ) આવાસમાં આવતા નથી. આ અકુલીન વેશ્યા જ્યારે તારી પાસે બેઠી ત્યારે સકુલીન બની. ચારેય બાજુ ખુલ્લી એ પરસાળ આજે તારા વિના સૂની છે. આમ જુદે જુદે પ્રકારે કોશાનાં વચન સાંભળીને ત્યારે કવિરાજ બોલે છે. પાઠાંતર : ૧. ગ તે આવઈ, ૪ નાવે તે ઘરિ આવાસિ. ૨. ૮ જઇ (“જીને બદલે); ૪ નુહ પ્રીય (‘તુઝ'ને બદલે). ૩. ૪ ચિત્રશાલી (“ચઉસાલીને બદલે); તુહ્મ. ૪. ૩, ૪ ઇમ (‘તવ'ને બદલે); ૪ બોલ્યો. કોશ્યા મન પાડઈ બંધવ ત્રાડઈ રાય તણી દઈ આણ, હઈડઈ દુખિ દાધઉ, બિહું પરિ બાધઉ કહી કિમ કરવું વિનાશ૧, મનસ્યઉં મન મિલતી, હિ વિલવંતી વારે વારોવાર, માહરઈ તું પ્રીતી જગત્ર વદતી નવિ ચૂકઉં વ્યવહાર. ૨૭ ગદ્યાનુવાદ: એક બાજુ કોશા મન પાડે (ડગમગાવે છે. બીજી બાજુ ભાઈ મોટેથી અવાજ કરે છે અને રાજાની આજ્ઞા જણાવે છે. હૈયામાં દુ:ખથી દાઝેલો હું બન્ને પ્રકારે મુશ્કેલીમાં મુકાયો. કહો, શો ઉપાય કરું ? મન સાથે મન મેળવ્યું છે એવી તું વિલાપ કરતી અટક. હું વારંવાર તેને અટકાવું છું. મારે તારી સાથે પ્રીતિ છે એ તો ત્રણે જગતમાં પ્રસિદ્ધ છે. હું વ્યવહાર નહીં ચૂકું. વિવરણ આગળની કડીઓમાં કોશાના મનોકંઠનું આલેખન હતું તો અહીં સ્થૂલિભદ્રનું હૃદયદ્રુદ્ધ છે. પાઠાંતર ઃ ૧. ટુ વેશ્યા; ર નઈ (‘મન’ને બદલે; ગ ત્રાટઈ; ધૂ ૨. હીંડાં દુખિ; ઇ કરઈ વિનાણ. ૩. ન તૂટ્યું મન મિલતી; રુ. , ૪ રહઈ; ર૦ વિલતી ઇ. ૪ વિલવિલતી ૪ લવલવતી. ૪. ૪ પ્રીતમ ('પ્રીતી’ને બદલે); ૩ નહીં; ૨૨, ટ મૂકું ચૂકઉંને બદલે). પાઠચચ: ત્રીજી પંક્તિમાં ૪ પ્રતના રહઈ' પાઠને સ્થાને અન્ય પ્રતોનો રહિ પાઠ સ્વીકાર્યો છે. કેમકે “રહિમાંનું આજ્ઞાર્થનું રૂપ અહીં બંધ બેસે છે. ‘વિલાપ કરતી રહે – અટક.' – એમ અન્વયાર્થ છે. ઈશિ પરિ સમઝાવીકોશિ મનાવી ચાલ્યા ચાલણહાર, પથદલ પરવરીઆ, રથ જોતરીઆ, તરવરીઆ તોખાર, જયમંગલ ભેરી, સરસ નફરી વજઈ ગુહીર દમામ, જોવા જન મિલીઆ, રણરાઉલીઆ, દેખી કરઈ પ્રણામ. ૨૮ Page #295 -------------------------------------------------------------------------- ________________ ગદ્યાનુવાદ: આ પ્રકારે સમજાવીને, કોશાને મનાવીને ચાલનારા ચાલ્યા. પાયદળથી (તે) વીંટળાયેલા છે. રથો જોડ્યા છે. તરવરાટભય ઘોડા છે. જયમંગલ ભેરી, સરસ નફેરી અને ઘેરી નોબતો વાગે છે. એ જોવા લોકો અને રાજદરબારીઓ એકઠા મળ્યા. (સ્થૂલિભદ્રને) જોઈને તેઓ પ્રણામ કરે છે. પાઠાંતર : ૧. રર ચાલુ ક, છ, ટ, ઠ ચાલિઉ. ૨. વર પરવી; સ ‘રથ જોતરીઆ' નથી. ૩. દૂર નફેરી ૪ સુસરિ નફેરી; નાદ = નિનાદ ૪, ૮, ૪ દુદામ / દદામ (“દમામને બદલે). ૪. રર જોવા નઈ; ૩ તે દેખી. જેહનઈં ન્ગ જાણ, સહુ વખાઈ, વયરી પડઈ પરાણ, સાજણ નર હરખ, જિમજિમ નિરખઈ મંત્રીસર મંડાણ, ભૂપતિ-ઘરિ પુતઉ, ઈમ ગહિમહિતી દેતી અવિરલ દાન, કુલદેવી તૂઠી, સાહામઉ ઊઠી રાજા દઈ બહુ માન. ૨૯ ગદ્યાનુવાદ : જેને જગત જાણે છે, સહુ વખાણે છે, જેની પાસે) વેરીના પ્રાણ પડે છે, તે મંત્રીશ્વરની સવારી જેમજેમ નીરખે છે તેમતેમ સહુ સ્વજનો હરખે છે. આમ આનંદ પામતો અને પુષ્કળ દાન આપતો તે રાજાના આવાસે પહોંચ્યો. કુલદેવી પ્રસન્ન થઈ. રાજા સામો ઊઠીને – આવીને એને) બહુ માન આપે છે. પાઠાંતર ઃ ૧. જન જાણઈ. ૨. ઇ. ૪, ૮ મનિ ૩, ૪ સવિ (‘નર’ને બદલે); ગ સહૂ કો નિરખઈ. ૩. પુહુતઈ. ૪. ૩, ૪ કુલદેવતિ. એ કાજ તુહ્મા, રાજ અમારું અા મનિ કરઉ નિયંત, સઘલી લ્યઉ કૂચી પદવી ઉંચી હોસ્પઈ વલી અનંત, બિસઉ ઈણિ આસહિ, પાટિ સુખાસણિ લીલા કરુ વિલાસ વધસ્ય ગુણવાનઉ, બોલ જ માની એ પૂર મનિ આસ. ૩૦ ગદ્યાનુવાદ: ‘આ કાર્ય તમારું છે. રાજ્ય અમારું છે. અમારા મનને નિશ્ચિત કરો. સઘળી કૂંચીઓ લો. વળી (તમારી) અત્યંત ઊંચી પદવી હશે. આ આસન પર બેસો. સુખપૂર્ણ – આરામદાયક આસનવાળી ગાદી પર બેસી) લીલાવિલાસ કરો. ગુણગૌરવ વધશે. ભારો) બોલ માનો અને મનની આશા પૂરી કરો.” પાઠાંતર : ૧. ન એક આજ (“એ કાજને બદલે); રવ, ગ, ઘ, , ૩, ૩, ૪, ૮ અધ્યાર/ અધ્યારું તુલ્બારું'ને બદલે); ૨૩ગ, , ૨, , ૪, ૮, ૪ તખ્તાર/તુમ્ભારું (‘અહ્માસુને બદલે); રવ, ગ, ઘ, ૨, ૩, ૪, ૮, ૪ અહનઈ કરી. ૩. તિણિ હુ એણ(“ઈણિ'ને બદલે); ૩ સેજપાટ (પાટિને બદલે). ૪. ૪ વધસેસિ; ન મનકી આસ ટ મુઝ આસ. પાચર્ચા: પ્રથમ પંક્તિમાં આ સિવાય અન્ય પ્રતો તુલ્બારું અહ્મારું' પાઠને સ્થાને ૨૭૮ / સહજસુંદરત ગુણરત્નાકરછંદ Page #296 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો અધિકાર / ૨૭૯ ‘અહ્મારું' “તુહ્મા પાઠ ઉચ્ચારભેટે આપે છે. પણ વિષયસંદર્ભે મુખ્ય પ્રતનો પાઠ સંગત . અને બંધબેસતો જણાતાં યથાવત્ રાખ્યો છે. દુહા યૂલિભદ્ર વલતઉં ભણી, કરું વિમાસી કાજ, તવ બઈઠ આલોચવા, ગિરૂઉ શ્રી કવિરાજ. ૩૧ ગદ્યાનુવાદ: સ્થૂલિભદ્ર વળતું કહે છે, “વિચારીને કાર્ય કરું.’ ત્યારે ગરવા શ્રી કવિરાજ વિચાર કરવા બેઠા. પાઠાંતર: ૧.૪ વિસિ કાજ. ૨. ન જવ (“તવાને બદલે); ર બોલ્યો (“બઈઠઉને બદલે. હું નવિ જાઉં સાચવી ભૂપતિ સાપ-કરંડ, કરતાં ઓલગ દેહિલી, દૂહAઉ કરઈ સુસ. ૩૨ ગદ્યાનુવાદ : “રાજા રૂપી સપનો કરંડિયો હું સાચવી જાણું નહીં. એની દોહ્યલી સેવાચાકરી કરતાં દુભાયેલો તે (રાજા રૂપી સર્પ) તીવ્ર દંશ આપે ! વિવરણ: સ્થૂલિભદ્રના આંતરવિમર્શની પળોમાં રાજા કેવો હોય છે તેની આલોચના થઈ છે. (કડી ૩૨થી ૪૦) પાઠાંતર : ૨, ૩, ૪ સોંડ ગ, ઘ, , ૩, ૪ સુદંડ/સદંડ; ટ કરસિ દંડ. હવડાં છઉં વસિ આપણઈ, જિમ કીજઇ તિમ હોઇ, પરવસિ પાસિ પડ્યા પછી, બલ નવિ ચાલઈ કોઈ. ૩૩ ગદ્યાનુવાદ : હમણાં તો પોતાને વશ છું. જેમ કરીએ તેમ થાય. પણ) પરવશતાના પાશમાં પડ્યા પછી કાંઈ જોર ચાલે નહીં. પાઠાંતર ઃ ૧. ર૩ હિત છાડ વસિ; ર૩, ૪ છે/છS (“છઉ'ને બદલે). રાજા જવ લગઈ પાધર, તવ લગિ તે પરધાન, ચાલ ચલાવઈ આપણ૩, સુખ વિલસઈ ગુણવાન. ૩૪ ગદ્યાનુવાદ : રાજા જ્યાં લગી સીધો હોય ત્યાં લગી જ તે પ્રધાન પોતાની ચાલ ચલાવી શકે અને એ ગુણવાન સુખે વિલસી શકે. પાઠાંતર : ૧. ર૩, ૪, ૪, ૪ તા/તાં તેને બદલે); લઇંગઈ (લગિ’ને બદલે). ૨. 1 ગુણવાનિ જ ગુણવંત. - મદિ ચડીઉં ઊતર ન થઈ, જણજણ કરઈ પોકાર, | પરવરીe પગલાં ભરઈ, પથદલ નઈ અસવાર. ૩૫ ગદ્યાનુવાદ : મદે ચડેલો તે (રાજા) ઉત્તર આપે નહીં. દરેક જણ પોકાર કરે. પાયદળ ને અસવારથી વીંટળાયેલો તે પગલાં ભરે. પાઠાંતર : ૧. રદ ચડિ. Page #297 -------------------------------------------------------------------------- ________________ છંદ હાટકી પથદલ અસવાર, તલાર મસારા, માગઈ તે કર જોડિ. પ્રધાન તણાં મંદિર સહુ આવઈ, લાવઈ કચાણ કોડ, ખાંપાઈ જિમ ખીજડ, વછરી વેગડ આપઈ સહુ પંચાસ, થરહર સહુ કાંપઈ, પર ઘર ચાંપબ માંડઈ મોટઉ વાસ. ૩૬ ગદ્યાનુવાદ : પાયદળ, અસવારો, કોટવાળ હાથ જોડીને વેતન માગે છે. પ્રધાનને આવાસે સહુ આવે છે ને કોટિ સુવર્ણ લાવે છે. ખીજડાની જેમ પ્રતાપી દુશ્મનને ઉજેડી નાખે છે અને તે પચાસ-સો (સુવર્ણદ્રવ્ય) આપે છે. સહુ થરથર કાંપે છે. પ્રધાન) બીજાનું ઘર ચાંપે છે – દબાવે છે અને પોતાનો મોટો આવાસ માંડે છે. વિવરણ: આ કડીમાંનો વિચાર એકદમ સ્પષ્ટ થતો નથી. પણ સ્થૂલિભદ્રના મનમાં રાજા અને રાજ્યતંત્ર વિશે જે વિચારચક્ર ચાલે છે એના ભાગ રૂપે આ ચિત્ર છે. પાઠાંતર : આ છંદનું નામ નથી. ૧. 1 તરલ (તલારને બદલે); ર૩ સુસીરા . ટ સુઆરા ૪, ૫, સુમારા (મસારાને બદલે); ૮ માંગત જન કર જોડિ; ૩, ૪ બે કર. ૨. ૨૨, , ઘ, ચ, છ, , ૩, ૪ પ્રધાનપણમાં જ તે આવઈ; કંકણ કોડિ. ૩. ઇ પોખઈ જિમ; આપી સુ પંચાસ. ૪. ૩, ૪ મોટા વાસ; ૨૨ અવાસ. ઘોડા ઘણ છયલ ખરા સમરાની કીજઈ સરલ સનેભત્ર, નગરી પુર પાટણ ગામ નવેસે કલવા કરસણ ખેત્ર, સહ દેસિ વસિ કરીનઈ ચાકર મરમ અણાવઈ લેખ, માગ્યઉં નવિ આલઈ તેહનઈ ઝલ, કડ કરી સરેખ. ૩૭ ગદ્યાનુવાદ : ઘણા ચતુર (દક્ષ, કુશળ) ઘોડાને શણગારી, તેમને લગામ નાખીને વિનયી બનાવવામાં આવે છે. નગર, પુર, પાટણ, ગામ અને નિવેશમાં ખેતરના વાવેતરનો અંદાજ કઢાવે છે. સઘળા દેશવિદેશમાં ચાકર રાખીને મોકલીને) ખાનગી લેખ મગાવે છે. માગેલું ન આપે તેમને સૈન્યનો બરાબર ઘેરો નાખીને પો છે. વિવરણ : “છયલ'ને સ્થાને બયલ' પાઠાંતર મળે છે. એ પાઠ લઈએ તો બયલ ૮ બેલ = બળદ થાય. અહીં “ઘોડાને માટે વપરાયેલા સુનેત્ર' શબ્દનો અર્થ લગામ નાખેલાએમ સમજવો જોઈએ. નેત્ર = નેતરું. પણ અહીં ઘોડાના સંદર્ભમાં નેત્ર = લગામ.નવેસ = નિવેશ, ગામથી નાનું ઘટક. પાઠાંતર : ૧, ૨, ૪ બયલ જ બદલા; ૨૨, રખરા વી કીજઈ ઇ ખરા વી ખીજઇ જ ખરા સુહેલા જ ખરા તિહાં સમરવિ (ખરા સમરાવી’ને બદલે); દીજૈ સરલ; a સરલાં નેત્ર. ૨. ગ નગર (ગામને બદલે); ૨૨, ૫, , , , ૪, ૮, ૪ કરવા (‘કલવાને ૨૮૦ | સહજસુંદષ્કૃત ગુણરત્નાકરછંદ * Page #298 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો અધિકાર / ૨૮૧ બદલે). ૩. ∞ કરી નર ચાકર; રદ્દ મર્મ આણઇ. ૪. ૪ નામું નિવ. ધન મેલઈ નવનવ કર બઇસાી નાણઇ કિસ્યઉ વિવેક, ખાવા ખયગાલ મિલઇ સહુ કોઈ વેઅણુ સહસð એક, લેતાં પર ઉંચા નહીં ખલ ખેંચા કરવી ઘણી કવાટ, વયરી જવ કાન ભરઇ ભૂપતિના તન મારઇ તે સાટ. ૩૮ ગદ્યાનુવાદ : નવાનવા કર બેસાડી (નાખી) ધન ભેગું કરે. કશોય વિવેક આણે નહીં. મૃત્યુ સમયે ખાવા સહુ કોઈ ભેગા મળે, પણ વેદના તો એક જ સહન કરશે. બીજાની પાસેથી લાંચ લેતાં દુષ્ટને ખચકાટ હોતો નથી. તે ઘણો જ પ્રપંચ કબાડું (?) કરે છે. જ્યારે દુશ્મન રાજાના કાન ભંભેરે ત્યારે તેના બદલામાં – તેને કા૨ણે તેને મારે છે. પાઠાંતર : ૧. ૬ નવ કર. ૨. જ્ઞ પંક્તિ નથી; ૪ ખાવાનઇ લોક મિલઇ; ∞ ખયગલ ૬ ખયલાગા છ સગાં (ખયગાલ'ને બદલે). ૩. રૂ ૫૨ સંચા; હૈં પણિ (‘ઘણી’ને બદલે). ૪. છ જવ' નથી; ટ જન ('જવ'ને બદલે); ૬, ૮ તે મારઇ. આર્યા www જે નર ચઢતઉ ચંચલ ઘોડઇ, તે ઘાલ્યઉ ઝાલી કર ખોડઇ, રાજા ડંડ કરઈ લાખીન્નઉ, ઊપર માર સહઇ લિ ઝીણઉ. ૩૯ ગદ્યાનુવાદ : જે માણસ ચંચળ ઘોડા પર ચઢતો હતો તેને હાથથી પકડીને (પગની લાકડાની) બેડીમાં નાખ્યો. રાજા લાખ રૂપિયાનો (ઘણો મોટો) દંડ કરે છે. ને ઉપરથી વળી તે તીક્ષ્ણ (સૂક્ષ્મ) માર સહન કરે છે. પાશ્ર્વતર : રવ, ગ, ઘ, છ, ટ છંદનું નામ નથી પ છંદ અડયલ્લ ૪ દેસી છંદ ૬, ૪ દૂા. ૧. ૬ તે ઘાલેં; હૈં કાલી. ગ આણી (‘ઝાલી’ને બદલે); ટ કર સાહી (‘ઝાલી કિર’ને બદલે). ૨. ૬ તે ઝીણઉ. પાઠચર્ચા : પહેલી પંક્તિમાં પ્રતમાં મળતો ‘કાલી’ પાઠ સ્પષ્ટ લેખનદોષ જણાય છે. ‘ઝાલી’ પાઠ જ બંધ બેસે છે. અન્ય પ્રતોનો એને આધાર છે. આમેય હસ્તપ્રતના ∞ અને જ્ઞ” ના લિપિમરોડમાં તફાવત ઘણો ઓછો હોય છે. દૂહઉ રાજા સાયરની પરð ભર્યુઉ ન ભરસ્યઇ કોઇ, પાપ કર્યુંઉં પોતઇ રહઇ બાપ તણી. પરિ જોઈ. ૪૦ ગદ્યાનુવાદ : રાજા સાગરની પેઠે ભરેલો થતો નથી કે એને કોઈ ભરી શકશે નહીં. પાપ કરેલું જ સિલકમાં રહે છે. પિતાની જે પેર (દશા) થઈ તે (સ્થૂલિભદ્ર) જુએ છે. પાઠાંતર : સ્વ, જ્ઞ છંદનું નામ નથી. ૧. ગ ...ભરઉં ભરઇ સહૂ કોઇ. ૨. ૨ કરું; Page #299 -------------------------------------------------------------------------- ________________ રત રહઉં ૪ રહિઉં, ૨, ૪ ગતિ જોઈ; ૪ જાઈ. આય રાજસભા થાનક છઈ જૂનઉં, માહરા બાપ વિના સવિ સૂનવું તે ઠાકર તે ચાકર હીંસઈ, પણિ સગડાલ કિહાં નવિ દીસાઈ. ૪૧ ગદ્યાનુવાદ : રાજસભાનું સ્થાનક જૂનું છે. મારા પિતા વિના સઘળું સૂનું છે. તે જ ઠાકર ને ચાકર આનંદ કરી રહ્યા છે. પણ શકટાલ ક્યાંય દેખાતા નથી. પાઠતર : રવ, ગ, ઇ, ૩, ૪, છંદનું નામ નથી ઇ છંદ અડયુલ્લ ા છંદ ચાલિ = દૂઆક્ષરી. ૧. ગ સૂનું (જૂનને બદલે); ૪ પખું (વિનાને બદલે); = સહુ સૂનઉં. ૨, રવ કઈ ચાકર; 9 “તે' (૨) નથી; , , ટ દીસઈ (હીંસ'ને બદલે; 1 કલિ (“કિહાંને બદલે). આવ્યઉં પાપ કર્થઉં જે પોતઈ, ઇણિ સંસારિ નથી સુખ જોઈ, કો કહિનું નહી સગુંસણીજઉં, હવઈ હું કુમતિકલાદલ વરજઉં. ૪૨ ગદ્યાનુવાદ : જે પાપ કર્યું તે સિલકમાં આવ્યું. જોતાં – વિચારતાં, આ સંસારમાં સુખ નથી. કોઈ કોઈનું સગું-સ્નેહી નથી. હવે હું દુબુદ્ધિભરી વિદ્યાના દળનો ત્યાગ કરે. વિવરણ: આંતરવિમર્શના ફલસ્વરૂપ સંસાર પ્રત્યે જન્મવા માંડેલો વિરક્તિભાવ. (કડી ૪રથી ૪) પાઠાંતર : ૧. ર૪ કરિ ૪ કરે ‘કર્યઉ'ને બદલે); ઇ તે પોતઈ; ૪ સંસાર મહીં સુખ જોતે; , ૪, ૪નહી (‘નથી’ને બદલે). ૨. ૨, ૩ કલાદર ૪ કહાગ્રહ (‘કલાદલને બદલે). છંદ હાટકી દલ રજુ કુમતિકલાનાં સઘલાં, મલ કાઢઉ જિમ વત્ય, સંસાર અસાર સગઉ નહીં કોઈ માયાબંધ નિરર્થી, પાપી જલયૌવનપૂર વહેતય જીવ કરઈ ઉનમાદ, જિમ જાણ્યઉ તાત નહીં મઈ મરતક તે તકે વિષયવાદ. ૪૩ પદ્યાનુવાદ : દુબુદ્ધિભરી વિંદ્યાનાં સઘળાં દળોનો ત્યાગ કર્યું, જે રીતે નકામાં મળ – મેલને દૂર કરું. આ સંસાર અસાર છે. કોઈ કોઈનું) સગું નથી. માયાબંધ નિરર્થક છે. પાપી યૌવનજળનું પૂર વહે છે. ને એમાં જીવ ઉન્માદ કરે છે. પિતાનું મૃત્યુ પામતા મેં જાણ્યા નહીં તે તો (મારા) વિષયસ્વાદને કારણે. વિવરણ : રાજા કે રાજખટપટ એ જ માત્ર વિરક્તિભાવનું કારણ નહીં, પણ પોતાનો વિષયસ્વાદ પણ કેમકે એમાં રત રહેવાને કારણે તો પિતાના મૃત્યુને પણ જાણી શક્યો નહીં. પાઠાંતર : ૨ છંદનું નામ નથી ગ છંદ ભાષા જ ચાલિ ૩, ૪ ૪ છંદ. ૧. ૪ દલ ૨૮૨ / સહજસુંદરકત ગુણરત્નાકરછંદ Page #300 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો અધિકાર / ૨૮૩ વરજું હું કુમતિકલાના. ૨. ૪ સસાર; ૪ માય બાપ ઝવ નિરત્ન; છ અનરત્ય. ૩. T જવ યૌવન; ન હિતે; વ જી (‘જીવ’ને બદલે). ૪. રવ ‘તાત’ નથી; ગ, ઘ, ચ, છ, ઞ, રૂ. ૮, ૪ બાપ (‘તાત’ને બદલે); ∞ વિખપ્રસાદ (‘વિષયસવાદ’ને બદલે). પાઠચર્ચા : જ્ઞ સિવાયની બધી જ પ્રતો ‘વિખપ્રસાદ'ને સ્થાને ‘વિષયસવાદ’ પાઠ આપે છે. એમાં સ્થૂલિભદ્રના સ્વદોષદર્શન અને દોષસ્વીકૃતિનો ભાવ આવતો હોઈ વધુ ઔચિત્યપૂર્ણ લાગવાથી એ સ્વીકાર્યો છે. મહિલા તિહાં મેલ નહીં સપનંતિર, કકરવઉ કલહ કુટુંબ, ઘઉંબડ ધનવંત રમઇ રસબાધઉં, જોજ્યો મોવિટંબ, વનિતા ભવમૂલ વસઈ મન-થાણઈ કાઢી નાખઉં સાલ, ત મારગ મોક્ષ તન્નઉ જઇ સાધઉં આરાધઉં ગુરુ ચાલ. ૪૪ ગદ્યાનુવાદ : જ્યાં સ્ત્રી છે ત્યાં સ્વપ્નમાં પણ મેળ નથી. (તેના થકી) કુટુંબકલહ કરાય છે. ગમાર (ઘેલો) ધનવંત (વિષય) રસથી બંધાયેલો રમે છે. આ મોહની વિટંબણા જોજો. સંસારના મૂળ સમી નારી મનના સ્થાનકમાં વસે છે. એ શલ્ય કાઢી નાખું. તો (હવે) જઈને મોક્ષનો માર્ગ સાધું ને ગુરુની ચાલ (રીત, માર્ગ) આરાધું. વિવરણ : વિષયાસક્તિ નિર્મૂળ કરવાનો અને મોક્ષમાર્ગ સાધવાનો સ્થૂલિભદ્રનો નિર્ધાર. પાઠાંતર : ૧. છ કરવું ૨. ઘ. ૬ રિસ બાંધિઉ; ગ, ઘ, ચ, ન જોયો. ૩. રવ ભાવમૂલે; રૂ, ઘ, છ, ટ વમય/ઇ (વસઇ’ને બદલે). આર્યા બારહ કોડિ ખપી જે સાઢી નાખ્યઉં સાલ સહૂ તે કાઢી, નરભય નર નિકલંક બયઠઉ ઉપસમરસભંડાર પયઠઉ. ૪૫ ગદ્યાનુવાદ : જે સાડી બાર કોડી (દ્રવ્ય) વપરાયું તે સઘળું શલ્ય કાઢી નાખ્યું. નિર્ભય નર નિષ્કલંક થઈને બેઠો (અને) ઉપશમરસ (વૈરાગ્યરસ)ના ભંડારમાં પ્રવેશ્યો, વિવરણ : ઉપશમરસના ભંડારની ઉપલબ્ધિ આગળ ખાલી થયેલ ધનભંડાર (ખર્ચાયેલું સાડા બાર કોડી દ્રવ્ય)નું કાંઈ શલ્ય સ્થૂલિભદ્રના મનમાં ન રહ્યું. પાઠાંતર : રવ, ગ, ઘ, ગ, રૂ, ટ, ૪ છંદનું નામ નથી ઇ છંદ અડયલ્લ છ છંદ. ૧. ૬ પખી (‘ખપી’ને બદલે); ૬ જિહાં (જે”ને બદલે); છ જવ કાઢી (જે સાઢી’ને બદલે); હૈં પરું (‘સહુ'ને બદલે). ન્યાન રૂપ ઊગ્યઉ દિનકારહ વહિસ્યાં કોશકમલ સુવિચારહ, ઊઉ ભમર થયઉ પ્રતિકૂલી વિઘનવેલિ નાખી ઉનમૂલી. ૪૬ ગદ્યાનુવાદ : જ્ઞાન રૂપી સૂર્ય ઊગ્યો. સુવિચારથી કોશા રૂપી કમલ વિકસ્યાં – ખૂલ્યાં. ભ્રમર ઊડ્યો અને પ્રતિકૂળ થયેલાએ અણરાગીએ વિઘ્નવેલીને ઉખેડી નાખી. - Page #301 -------------------------------------------------------------------------- ________________ વિવરણ: સુંદર રૂપક અલંકાર અહીં પ્રયોજાયો છે. પાઠાંતર: ૧. ગ ઉદયો; દ દિનકરહ; ગ વેશ્યા (વહિસ્યાં'ને બદલે); રુ. ૪ કમલકોશિ. ૨. ૨ ઊગિઉ , ૩, ૪, ૮, ૪ ઉગ્યો “ઊડ્યઉ'ને બદલે); ૩ લાખી (“નાખી'ને બદલે). બડિનર સાત સહોજદર ભાસદ પાલઉં મંત્રિપણઉં ગુરુ પાસ, શ્રી જિનઆણ વહઉં કરિ ખાંડઉં પંચ મહાવ્રત લેખું માંડઉં. ૪૭ ગદ્યાનુવાદ: સાત બહેનો અને ભાઈને કહે છે, “ગુરુની પાસે જઈને મંત્રીપણું નભાવું. શ્રી જિનેશ્વરની આજ્ઞા રૂપી ખાંડું (તરવાર) હાથમાં ધારણ કર્યું અને પાંચ મહાવ્રતનું લેખું (હિસાબ) માંડું.' વિવરણ : અહીં સ્થૂલિભદ્રના સંયમનિધરિની વાત રૂપકમાં રજૂ થઈ છે. પોતે મંત્રી તો બનશે, પણ ગુરુનો; શસ્ત્ર પ્રહશે પણ જિન-આજ્ઞાનું. સાધુજીવનનાં પાંચ મહાવ્રત માટે જુઓ અધિકાર ૧, કડી ર૭નું વિવરણ. પાઠતર : ૧. ૨૩ બહિનઈ; ગ ભાસસિ ભાસહ છ વાસણ (‘ભાઈ’ને બદલે); ન મંત્રતણઈ; ૨૨, ૫ પાસહ ‘પાસને બદલે). ૨. 1 સિરિ ખાંડઉં; ઘ ખોલે માંડઉં. કુર અન્યા પ્રાણી તઈ કિદ્ધઉ તેહનઉ દડ કરું તપિ દિદ્ધઉં, પોતઈ ધર્મ તણઉં ધન મેલઉં વિઘન વિયોગ થિકી ઉવેલઉં. ૪૮ ગદ્યાનુવાદ : હે પ્રાણી, તે કયાં દુષ્કર્મ કર્યાં છે ? તેનો (હવે, તપથી અપાયેલો દંડ કરું. સિલકમાં ભંડારમાં) ધર્મનું ધન ભેગું કરું. વિદ્ધ અને વિયોગને જગતમાંથી ઉલેચી કાઢું. પાઠાંતર : ૧. 2 – (“તઇ'ને બદલે); ગ કરી તવ દીધું. ૨. ૪ દલ મેલઉં, ૩, ૪ વિઘનયોગ; ર૩, ૪, ૨, , ૫, ૩, ૪, ૩ “જગ' નથી. પાઠચર્ચા: બીજી પંક્તિમાં , ન પ્રત વિના અન્ય પ્રતો “જગ” પાઠ આપતી નથી, પણ “જગતમાંથી' એમ સીધો અન્વયાર્થ બેસતો હોવાથી મુખ્ય પ્રતનો આ પાઠ ચાલુ રાખવાનું યોગ્ય ગણ્યું છે. વળી ગ પ્રતનો એને આધાર પણ છે જ. આયઉ હૃદય થિકી પ્રતિબોધહ છાંડરાઉ મદ મચ્છર ઘણ ક્રોધ, જીત્યઉ મયણ મહા ભડ યોધહ ઈણિ પરિ કીધી કાયાશોધહ. ૪૯ ગદ્યાનુવાદ: હૃદયપૂર્વક પ્રતિબોધ સ્વીકાર્યો. અતિ મદ, મત્સર અને ક્રોધ દૂર કર્યા મહાન ભડ યોદ્ધા એવા મદનને જીત્યો. આ પ્રકારે કાયાશુદ્ધિ કરી. પાઠાંતર : ૧. જી આણી; છ છાંડું છોડિG; ઇ મછ૨ અતિ (“મદ મચ્છરને બદલે). ૨. , ગ જીત્ય િમાણ મયણ ભડ યોધહ માયણ મહા ભડ મોટઉ યોધહ; . ૮ માયાશોધહ. તવ ચકેસરિ આપઇ વેશહ પહિરઇ પવર ગુણી સવિસેસહ સુશિ ભૂપતિ મારુ આલોચહ પેખી મુઝ માસ્તકિ આલોચહ ૫૦ ૨૮૪ | સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ Page #302 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો અધિકાર / ૨૮૫ ગદ્યાનુવાદઃ ત્યારે ચક્રેશ્વરીદેવી (સ્થૂલિભદ્રને) (સાધુ) વેશ આપે છે. મોટા ગુણવંત પુરુષ વિશેષ રીતે તે પહેરે છે. હે રાજા, મેં જે વિચાર્યું છે (આલોચના કરી છે, તે સાંભળ. મારા મસ્તક ઉપરની આલોચના (વાળ ચૂંટી કાઢવા તે, કેશલોચ) જો. વિવરણ : જૈન ધર્મમાં જે દેવદેવીઓના ઉલ્લેખો આવે છે તેમાંની એક મહત્ત્વની દેવી ચક્રેશ્વરી. બીજી પંક્તિમાં “આલોચહ – આલોચમાં યમકપ્રયોગ છે. જૈન સાધુ પોતાના હાથે જ મસ્તક પરના કેશ ચૂંટી કાઢે તેને કેશલોચ” પણ કહે છે. પાઠાંતર : ૧. ઇ, છ, ૪ આપ્યો/આપિલ (‘આપને બદલે). ૨.૪ માહરઇ આલોચહ; ૨, ૫ કરિઉ પેખિ મસ્તક આલોચહ. રાજાદિક જણજણ તસુ ઝટકઈ, મંત્રિપણઉં એ પાલી ન સકઈ, નાહાનડી નઈ છોકરબુદ્ધઈ કરિ આવી નાંખઈ સવિ રિઈં. ૫૧ ગદ્યાનુવાદ : રાજા આદિ દરેક જણ તેમની ઝાટકણી કાઢે છે, “મંત્રીપણું એ પાળી શકતો નથી. એ નાનડિયો છોકરબુદ્ધિથી હાથમાં આવેલી સઘળી રિદ્ધિ વૈભવ)ને નાખી દે છે. પાઠાંતર : ૧. ૪ રાજાદિક સહુ જણજણ ઝલક્કેગ જાણ (“જણજણ’ને બદલે; સહુ (તસુને બદલે); $ ઝબકઈ (“ઝટકઈ’ને બદલે); રવ મંત્રપણું. ૨. ૪ “ન” નથી; ૨૩, ગ, છોકરબુદ્ધી; , , , ૪ ઘરિ આવી. પાઠચર્ચા : પહેલી પંક્તિમાં ૪ પ્રતના ‘ઝબકઈ પાઠને સ્થાને મોટા ભાગની પ્રતો ‘ઝટકઈ પાઠ આપે છે. કડીના વિષયસંદર્ભમાં ‘ઝટકઈ' પાઠ જ બંધબેસતો થાય છે. રાજા આદિ સૌના ઉદ્દગારો જ એનો પુરાવો છે. એથી એ પાઠ સ્વીકાર્યો છે. જે નર વાધ્યઉ વેશ્યાવાડઈ કિમ તે મયગલનાં દલ પાડી, ભાર ન ભૂપ તણા નરવાહઈ લોકબોક બાંધ્યા કિમ જાઈ. પર ગદ્યાનુવાદ : જે પુરુષ વારેવારે વેશ્યાવાડે ગયો હોય તે હાથીનાં દળ કેવી રીતે પાડે ? રાજાનો કાર્યભાર તે નિભાવી શકે નહીં. લોકબોક એનાથી કેમ બાંધી શકાય ?” વિવરણ : લોકબોક' એ રૂઢ દ્વિરક્ત પ્રયોગ હોવાનો સંભવ છે. પાઠાંતર : ૧ ગ, ઘ, ટ, ૪ મદ પાડઈ સુમન પાડઈ; ર પડઈ. ૨. ન ભૂમિ તણા; રવ તણી ઘ તણું 7 સાહ્મા (“બાંધ્યાને બદલે); ૨૩, ગ, ૪, ૪ નવિ જાઈ. છયેલપણાઉં છાંડી નઈ ધાધલ પહિયલ નયરિ થયઉ કોલાહલ, સઘળી વાત સુણી જવ નિરતી વેશ્યા પડી ભૂમંડલિ રડતી. પ૩ ગદ્યાનુવાદ: રંગીલાપણું ત્યજીને (સ્થૂલિભદ્ર) ધાબળો પહેર્યો. નગરમાં કોલાહલ થયો. Page #303 -------------------------------------------------------------------------- ________________ જ્યારે સઘળી વાત સ્પષ્ટ સાંભળી ત્યારે વેશ્યા (કોશા) રુદન કરતી ધરણી પર પડી. પાઠાંતર : ૧. ગ પહિરિð ટ પહિલો (પહિયંઉ'ને બદલે); છ આખઇ નયિંર. ૨. ૫, ૬ નેં (વ'ને બદલે); ઘ, 7, ન કોશ (“વેશ્યા”ને બદલે). દૂહા આગઈ પશિ દુખ છઇ ઘાઉ, વલી સુણ્યઉ વયરાગ, કોશા હઈડઈ આવટઇ, જિમ કાંચલીઉ નાગ ૫૪ ગદ્યાનુવાદ : પહેલેથી જ દુઃખ ઘણું છે. તેમાં વળી વૈરાગ્ય વિશે સાંભળ્યું. કાંચળીવાળા નાગની જેમ કોશા હૃદયમાં દુ:ખી થાય છે. વિવરણ : બીજી પંક્તિમાંની ઉપમાનું તાત્પર્ય સ્પષ્ટ થતું નથી. કહેવાય છે કે સાપ કાંચળી ઉતારવાની થાય ત્યારે પીડાતો – દુ:ખ પામતો હોય છે. પાઠાંતર : ૨. છ આવટ. મયણરૂપ ટાલી કરી, દીધઉં વેશ ગમાર, ઘધા ઊપર ફોડલઉં, તð કીધઉ કિરતાર. ૫૫ ગદ્યાનુવાદ : કામદેવ સરખું રૂપ ટાળીને ગમાર વેશ પહેરાવ્યો. હે કિરતાર, આ તો દાઝ્યા ઉપર ફોડલો તેં કર્યો. પાઠાંતર : ૧. ગ, ૪ લીધુ વેશ. ૨. ૬ દાધો; વ તિઇં; દીધઉ કિરતાર. મનપંખી માલુ કરી, રહિતુ ઘણઉં સદૈવ, તે માલઉ તુઝ ભાજતાં, દયા ન આવી દૈવ. ૫૬ ગદ્યાનુવાદ : મનપંખી માળો કરીને સદાયે ઘણું રહેતું હતું. હે દેવ, તે માળો ભાંગતાં તને દયા ન આવી ? વિતરણ : કોશાના મનની અભિલાષાઓની શીવિશીર્ણતા, મનપંખીનો માળો દેવે ભાંગી નાખ્યાના કલ્પનચિત્ર દ્વારા કવિએ કાવ્યાત્મક રીતે મૂર્ત કરી છે. પાદ્વંતર : જ્ઞ, ૪ કડી નથી. ૨. ગ ભાંજવા; વ દેવ (દૈવ'ને બદલે). વાહાલા તð વિરૂä કર્યઉં, છાંય્સઉ સાજણવાસ, મેહલી માયા માયની, કોશા કરી નિાશ. ૫૭ ગદ્યાનુવાદ : હે વહાલા, આ તેં ખરાબ કર્યું. સાજણનો – પ્રિયજનનો વાસ તેં છોડી દીધો. નારીની માયા છોડીને તેં કોશાને નિરાશ કરી. વિવરણ : કોશાનો પ્રિયતમ સ્થૂલિભદ્રને ઉપાલંભ. (કડી પથી ૬૨) પાઠાંતર : ૧. ગ વાહલું. ૪ વાલ્વનેં વિરૂઉં..; રદ્દ કીઉંઘ કરી (‘કર્યઉ'ને બદલે); રવ સાજણસાથ ટ સગુણાવાસ. ૨. ૪, ૮ માનિની (ભાયની'ને બદલે). ૨૮૬ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ Page #304 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો અધિકાર | ૨૮૭ આગઈ વયર વહઈ ઘઉં, વેશ્યા વિરતી સાથિ, કર્યઉં વિગોણઉં વાલહા, દોહગ દીધઉ હાથિ. ૫૮ ગદ્યાનુવાદ : વેશ્યા વિરતિ સાથે આગળથી ઘણું વેર દશવેિ છે. વહાલા, તેં પીડા ઊભી કરી. (તારે) હાથે જ દુર્ભાગ્ય આપ્યું. વિવરણ : પ્રતના ‘વિગોણઉંને સ્થાને સુ અને પ્રત અનુક્રમે “આણું', પીઆણું પાઠ આપે છે. એ પ્રમાણે “તેં પ્રયાણ કર્યું. (તારે) હાથે જ દુર્ભાગ્ય આપ્યું' એમ પણ અન્વયાર્થ બેસી શકે. પાઠાંતર : ૧. ર૪ વઇરહે જી હુઇ (વહઈને બદલે). ૨. ર૦ વિનાણું પૈઆણું ૪ પીઆણું ‘વિગોણને બદલે). ઓલંભા જણજણ તણા કેમ સહું ગુણવંત. તુઝ વિણ અવર ન કો ગમઈ નાહ મલે જે અંત. ૫૯ ગદ્યાનુવાદ : હે ગુણવંત, દરેક જણના ઉપાલંભ (ઠપકા) કેમ સહન કરું ? હે નાથ, અંતે તારા વિના અન્ય કોઈ મળે તે મને ગમે નહીં. પાઠંતર ઃ ૧. ગ ઊલંભડા; રુ સાજણ તણા; હુ કહું ગુણવંત. પાક્ય: ૪ સિવાયની બધી જ પ્રતો પ્રથમ પંક્તિમાં “સાજણ'ને સ્થાને જણજણ” પાઠ આપે છે. વિષયસંદર્ભે એ પાઠ વધુ બંધબેસતો થતો હોઈ એ સ્વીકાર્યો છે. જે મનમાન્યા આપણઈ તે તસુ મીઠા હોઇ, પારવતી ઈશ્વર લહી કેડિ ન છાઈ તો. ૬૦ ગદ્યાનુવાદ: જે આપણને મનમાન્યા હોય તે જ મીઠા લાગે. પાર્વતી ઈશ્વર (શંકર)ને પામીને તેમનો કેડો મૂકતી નથી. પાઠાંતર : ૧. ઇ આપણા. ૨. ૪ પારબતી; ર૩, ૪, ૮, ૪ ઈસર. કમલ સુગંધી પરિહરી બઈઠ ભમર કરીરિ, ઈશિ પરિ દુખભરિ ઝૂરતાં વાગી લહિર શરીરિ. ૬૧ ગદ્યાનુવાદ : સુગંધી કમળ ત્યજીને ભમરો કેરડા ઉપર જઈ બેઠો. આ પ્રકારે દુ:ખપૂર્ણતાથી ઝૂરતાં શરીર મૂછવશ થયું. વિવરણ: કોશા કમળ, સ્થૂલિભદ્ર ભ્રમર અને સાધુવેશસ્વીકૃતિ તે કેરડો. આમ પહેલી પંક્તિમાં આલંકારિક ચિત્ર દોરાયું છે. બીજી પંક્તિમાંનું વર્ણન કોશાનું કે યૂલિભદ્રનું એમ પ્રશ્ન થાય. પણ આગલી-પાછલી કડીના સંદર્ભો જોતાં અહીં કોશાનો જ પ્રત્યાઘાત વર્ણવાયો હોવાનો સંભવ વધુ છે. પાઠાંતર : ૧. છોડિ કરી (પરિહરીને બદલે). ૨ ૪ ઈમ એણી પરિ ઝૂરતાં; 1 લાગી (‘વાગીને બદલે). Page #305 -------------------------------------------------------------------------- ________________ મંઝિલ આસાવેલિ વિલુદ્ધી બાલી, ડઇ પડઇ વિરહણિ વિકાલી, હું યૌવનભર તઇ કાં ટાલી, લાગઈ સેજિ હવઇ કાંટાલી. ૬૨ ગદ્યાનુવાદ : આશા રૂપી વેલથી લોભાયેલી આ વિક્ષુબ્ધ વિરહિણી બાળા રડે છે, (ઢળી) પડે છે. ભરયૌવનમાં મને તેં શાને તરછોડી ? હવે સેજ કાંટાળી લાગે છે. વિવરણ : કોશાની વિરહાવસ્થાનું વિપ્રલંભશૃંગાર નિષ્પન્ન કરતું ચિત્ર. (કડી ૬૨થી ૭૮) વિરહાવસ્થાના નિરૂપણમાં કવિએ પ્રચુરપણે કરેલા યમકપ્રયોગો પણ ધ્યાન ખેંચશે જ. (કંડી ૬૨થી ૭૩) પાર્માંતર : રવ ડુઅલ ગ, ગ, જ્ઞ મડયલ ૬, ૬, ૭, ૮, ૪ અડયલ્લ છંદ. ૧. ઘ વેશ્યાવેધ વિલૂધી; છ આસાવેશ ૪ આસ્યાવેધ; સ્વ રડએ પડએ વિરહ વિકરાલી; ૪ ૨ઇ (૨Rsઇં’ને બદલે). ૨. ૪ અતિ (તě'ને બદલે); ૬, ૪ વલી કંટાલી. ઝરમર વરસઇ નયણે કાજલ, રોતાં ગલી ગયઉં સતિ કાજલ, ક્ષત્રિ છાંડિર્ટી ક્ષગ્નિ ઊભી તડકઇ, રીસભરી સહીઅર સ્થઉં તડકઇ. ૬૩ ગદ્યાનુવાદ : નયનોમાં વાદળ ઝરમર વરસે છે. રડતાં સઘળું કાજળ ગળી ગયું. ઘડીક છાંયડે તો ઘડીક તડકે તે ઊભી રહે છે. રીસે ભરેલી (કોશા) સખી પ્રત્યે તાડૂકી ઊઠે (ગુસ્સાથી બોલે) છે. પાઠાંતર : ૧. રવ નયણએ છ નયણાં; ઘ રોતી; ટ ગહિલ્યો તે (ગલી ગયઉં”ને બદલે); ઘ ગયાં; જ્ઞ વલી કાજલ. ૨. ગ ક્ષણ ભીતર ઊંબર ક્ષણ ખેલઇ ( પ્રતની ૬૪મી કડીનું ૧લું ચરણ અહીં રજા ચરણ તરીકે છે.); સ્વ, ઇ છાહિ / છાંહિð ખિણ ખિણ ઊભી તડકઇ; – બાહિર ૪ છાયાં (છાંહિઇંને બદલે); ૬, ૪ રીસ ચડી; ગ રીસિઈ સહીયર સ્ક્રૂ વલી તકઇ; છ રોસ ભરી સહીઅર સ્યું ભડકઇ. પાઠચર્ચા : બીજી પંક્તિમાં ઃ પ્રતના બાહિ’િ પાઠને સ્થાને ર૬, ૪, ૪ વગેરે પ્રતોનો ‘છાંહિઇં’ પાઠ લીધો છે; કેમ કે છાંહિð’ અને ‘તડકઇ’ દ્વારા ઊભું થતું વિરોધચિત્ર જ કાવ્યોચિત બને છે. શિ ભીતિર ઉંબરિ સિન્નિ ખેલઈ, ચક ચડી નીસાસા મેહલઇ, શિ લોટઇ ઓટઇ દુખ મોટઇ, પ્રીઊ વિણ ધાન કિસ્સઉં નવિ બોટઈ. ૬૪ ગદ્યાનુવાદ : ઘડીક અંદર તો ઘડીક ઉંબરે તે ખેલે છે. ચોકીએ ચડીને નિસાસા મૂકે છે. ઘડીક મોટા દુઃખે તે ઓટલા ઉપર આળોટે છે. પ્રિય વિના કાંઈ પણ અનાજ તે ચાખતી (એઠું કરતી, મોઢે અડાડતી) નથી. વિવરણ : આંતપ્રાસ શબ્દાનુપ્રાસ ધ્યાન ખેંચે છે. બીજી પંક્તિમાં લોટઇ મોટઇ બોટઇ' ના પ્રાસ નોંધપાત્ર. ઓટઇ ૨૮૮ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ - Page #306 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો અધિકાર / ૨૮૯ પાઠાંતર : ૧. ૪ ખીલ (“ખેલઈને બદલે); ઇ ખિણ બાંસઈ તરુઅર તલિ નીલઈ (બીજું ચરણ); ૪ ગોખે ચડી. ૨ ન દુખિ. રોવાઈ રીબઈ આંસુ પાડઈ, કોલાહલ થયઉ આખઈ પાડઈ, ધવધવ ધાઈનઈ ઊજાઈ, ઊઠાડઈ સહીઅર કરિ સાહી. ૬૫ ગદ્યાનુવાદ : તે રડે છે, વિલાપ કરે છે, આંસુ પાડે છે. આખા પાડામાં પોળમાં) કોલાહલ થયો. ધવધવ કરતી તે દોડી ધસી) ને નીકળી પડે છે. હાથથી પકડીને સહિયર એને ઉઠાડે છે. પાઠતર : ૪ કડી નથી. ૧. ઇ. 0ઈ. ૨. 1 તવ તે (ધવધવાને બદલે). દીઠઉ ન ગમઈ નયરિ નિશાકર, મહઈ ન ભાવઈ ઘોલી સાકર, સોવિન સાલિ ગરાઈ મનિ વેકર, એક સુહાવઈ પ્રીઊના બે કર. ૬૬ ગદ્યાનુવાદ : ચંદ્ર આંખે દીઠો ગમતો નથી. ઘોલી સાકર (સાકરનો એક પ્રકાર) મુખે ભાવતી નથી. સુવર્ણશાલિ (ઊંચી જાતના ચોખા)ને મનથી રેતી ગણે છે. માત્ર પ્રિયના બે હાથ જ સુખ આપે એમ છે. પાઠાંતર : ૧. ૪ મહૂર જ મધુર ૪ મુખે મુહિર (મુહને સ્થાને); ૪ નવી ભાવેં; ૨, ૪, ૫, , ૫, ૮, ૩ મીઠી “ઘોલીને સ્થાને). ૨. ૮ ગમે (‘ગણઈને સ્થાને; તે (‘મનિ'ને સ્થાને); ર છેકર (વેકર'ને સ્થાને); s એ સુહાવઈ. પ્રીઊ પાખઈ સઘલા ન્ગ સૂના ફિરિફિરિ ગુણ સંભારઈ જૂના. ભોગી માગ ન લહઈ તુ પાધરિ, કિમ તે પાલો પલસ્પઈ પાધરિ. ૪૭, ગદ્યાનુવાદ : પિયુ વિના સઘળું જગત સૂનું છે. ફરીફરીને જૂના (આગળ અનુભવેલા) ગુણ સંભારે છે. ભોગી પાધરો (સીધો) માર્ચ લેતો નથી. તે પગપાળો દૂર સુધી – લાંબી મુસાફરીએ (લક્ષ્ય સ્થાને ?) કેવી રીતે જશે ? પાઠાંતર : કડી નથી. ૨. ૬ ભોગી માસ વસંત વિલાસી, થૂલિભદ્ર કિમ જાઈ નાસી. (આખી પંક્તિ અલગ પડે છે.); $ પાગ ને; ૩ સાકરિ (ઉપાધરિને બદલે); ટ પડસિ (‘પલટ્યુઈ’ને બદલે). પાક્ય : બીજી પંક્તિમાં માત્ર ૪ પ્રત જ “પાગ’ પાઠ આપે છે. અન્ય પ્રતોનો માગ પાઠ વધારે બંધ બેસતો હોવાથી અને અન્વયાર્થ સરળ બનતાં એ સ્વીકાર્યો છે. અડયલ વિરહવિયોગ ભરી આકઠહ ન લહઈ દુખસાગરનઉ કઠણ કાગિરિની પરિ કરલઈ કઠહ મિલીઈ જઉ મિલઈ વિઠહ ૯૮ ગદ્યાનુવાદ: આકંઠ ગળા સુધી) વિરહ-વિયોગ ભરીને તે દુ:ખ-સાગરનો કાંઠો પામતી નથી. કાગડીની પેઠે ગળામાં ચીસો પાડે છે. જો એને મળાય તો વૈકુંઠ મળી જાય. Page #307 -------------------------------------------------------------------------- ________________ પાદ્ધતર : ૨૩, ગ, ઘ, , ૫, ૬, ૮, ૩ છંદનું નામ નથી. ૪ કડી નથી. ૧. ક, દુષ્ણસાગર ઉપકંઠહ ૨. ૪, ૪ કાંગિણિ નીર ર૪ કાગણિ નિરિ તુ કાગિણિ નીરિ (“કાગિણિની પરિ’ને બદલે); ૨૨, , કરયલઈ કઠહ; ર૪. , ૬, , ૪, ૪ મેલઈ જઉ; ૪ શ્રીકંઠહ (વિકેટહાને બદલે). પાઠચચ : સહિત કેટલીક પ્રતો “કાગિણિ નીર’ પાઠ આપે છે. એનો અર્થ અસ્પષ્ટ રહે છે. એટલે જ, દ. ૪ પ્રતનો “કાગિણિની પરિ પાઠ લીધો છે. ભૂષણ મયલ ધરઈ અપરીઠાં, આખે કંકણ વલી દીઠાં, મેખલ મેખલ પરિ સંતાવઈ, ઓગણીઓ યૂલિભદ્ર સુહાવઈ. ૬૯ ગદ્યાનુવાદ : બદલાવ્યા વિનાનાં આભૂષણો મેલ ધારણ કરે છે. કંકણને રુદ્રાક્ષમાં પરિવર્તન પામેલાં જોયાં. મેખલા ખલ – દુર્જનની પેઠે મને સંતાપ આપે છે. અવગુણિયો સ્થૂલિભદ્ર જ આનંદ આપે છે. વિવરણ: પહેલી પંક્તિના ઉત્તરાર્ધમાં આખે ને સ્થાને “આંખે પાઠ લઈએ તો અન્વયાર્થ સીધો બેસે છે : “આંખે કંડાળાં વળી ગયેલાં દીઠાં.” પણ એક પણ પ્રતમાં આખે ને સ્થાને “આંખે પાઠાંતર મળતું નથી. બીજી પંક્તિના બીજા “મે-ખલ' શબ્દનો બન્ને રીતે અર્થ ઘટાવી શકાય. મેખલ = ઘોડાની લગામ. તો વાક્યર્થ આ પ્રમાણે થાય : મેખલા લગામની જેમ સંતાપ આપે છે ! પણ એ ખલ’ એમ શબ્દને છૂટો પાડીએ તો મેખલા મને ખલની પેઠે સંતાપ આપે છે.' – આમ વાક્યર્થ થાય. આ બીજો અન્વયાર્થ વધુ ચમત્કારક અને માર્મિક લાગે છે. પાઠાંતર : ૧. ર૩, ગ, , ૫, , અલ/સયલ ઇ સયણ (મયલ’ને બદલે); આ અપરીયાં, ૪ આખે કંકલિ વિટાં દીઠાં. ૨. સુહાવઈ (“સંતાવને બદલે); ગ ઘરિ આવઈ (“સુહાવઈ’ને બદલે). ક્ષિરિ બાઈસઈ ચંપક ઉલવઈ એ, ગાઢિ રોસિ ભરી ઉ લવઈ એ, - નર વિણ કવણ વસઈ ખોલડઇએએક ગમઇ પ્રીયન ખોલડઇએ. ૭૦ ગદ્યાનુવાદ: ઘડીક ચંપકની ઓથે બેસે છે. ગાઢા (ઘેરા) રોષથી ભરેલી તે બડબડે છે. પુરુષ વિના ખોરડામાં કોણ રહે? એક માત્ર પ્રિયના ખોળામાં જ બેસવું ગમે છે. પાઠાંતર : ૪ કડી નથી. ૧. ર૩ પંચક ઉલલવઈ ગ, ઘ, , ૩, ૪ ઉલવએ, ગ, છે, ૩, ૪, ૪ લવએ; ર૩ ચરણાન્ત “એ” નથી. ૨. આ ચરણનો ક્રમ ૪-૩, ૪ કિસ્યું (‘કવણ'ને બદલે); ખોલડએ; $, દપ્રીઉના બોલડએ (પ્રીયનઇ ખોલડઈએ'ને બદલે; ૩ ખોલડએ. હાર દોર દસઈ નવિ ગલઈ એ. ભોજન મુખિ સરસવું નવિ ગલઈ એ. હીમ તણઉ ભર જિમ ઉગલઈ એ. તિમ નારી રડતી ગલગલઈ એ. ૭૧ ૨૯૦ / સહજસુંદષ્કત ગુણરત્નાકરછંદ Page #308 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો અધિકાર | ૨૯૧ ગદ્યાનુવાદ: ગળામાં હાર કે દોરો દેખાતા નથી. મુખથી ભોજન ગળાતું નથી. હિમનો રાશિ જેમ ઓગળે તેમ નારી ગળગળી થાય છે – આદ્ર બને છે. પાઠાંતર : ૪ કડી નથી. ૧. ૩ ચરણક્રમ ૧-૩; ગ ઉલવએ (“નવિ ગલઇ એને બદલે), શ, ષ સરસ; ગ સરસું નહ ઉગલએ; ૨૨ , ૩ નહુ ગલ; ર૪ ચરણાન્ત “એ” નથી. ૨. = ચરણક્રમ ર-૪; દ હીમ તણી પરિ જિમ; ૩ હેમ; ગ, ઘ, ગ ઉગલએ ૩, ૪ રવિ ગલએ (“ઉગલઇ એને બદલે); ૪ એક ગમઈ પ્રીઊનઈ ખોલડએ ( પ્રતની ૭૦મી કડીનું છેલ્લું ચરણ અહીં પુનરાવર્તિત); ૩ રાઈ (રડતીને બદલે); ન ઉગલઈ , ૫ ગલગલએ (‘ગલગલઇ એને બદલે); રવ ચરણાત્ત “એ' નથી. કિસ્યઉં કરું પહિરી ભૂષણ એ, પરસેવા પ્રીય વિણ ભૂષણ એ.પળ, કતવિયોગ ટલઇ તપ તપતાં. કરિ નાખઈ કુડલ તપતપતાં. ૭૨ ગદ્યાનુવાદ: આભૂષણો પહેરીને શું કરું ? પ્રિયની પદસેવા () વિના એ આભૂષણો) નિરર્થક છે. તપ તપતાં કંથનો વિયોગ ટળે. તગતગતાં (ચળકતાં) કુંડળ તે હાથથી ફેંકે છે. વિવરણ : પહેલી પંક્તિનું બીજું ચરણ પઈસેવા પ્રીય વિણ ભૂષણ એ એકદમ સ્પષ્ટ થતું નથી. એનો અર્થ થોડોક તાણીને કરવો પડ્યો છે. પઇસેવા = પદસેવા = સેવા (2) પ્રિયની પદ-સેવા વિના એ આભૂષણો ભૂખણ – અતૃપ્ત – નિરર્થક છે' એમ સંભવિત અર્થ કર્યો છે. પાઠાંતર : ૧. ર૪, ઇ કરી; ૮ પિણ લાગિ ખણએ (પહિરી ભૂષણ એને બદલે); રવ ભૂષણઈ; સુપહિરણિ (પ્રીય વિણ'ને બદલે); રવ ભૂષણઈ એ. ૨.ગુ પડઈ (ટલઇને બદલે); ૩ તે નાખઈ; ન કુંડલડાં તપતાં, રૂ નાખઈ કંકણ તે તપતપતાં છેલ્લું ચરણ). પહિય પરિ ન ગમઈ સિંગારા, લાગઈ અંગિ જિત્યા અંગારા, ભમરીની પરિ પ્રીક ગુણ ગણતી. કરિ ચૂડી નાખઈ ગુણગણતી. ૭૩ ગદ્યાનુવાદ : પહેર્યા છે પણ તે શૃંગાર ગમતા નથી. જાણે શરીરે તે અંગારા જેવા લાગે છે. ભમરીની જેમ પ્રિયના ગુણ ગણગણે છે. ગણગણતી (બડબડતી) તે હાથથી ચૂડી કાઢી નાખે છે. પાઠાંતર : છંદ અડયલ. ૧. ટ પિઉ પાખી ન ગમિ સિણગારા; રવ, ગ, ઘ, ૫. વ. ૮ આગિ તણા અંગારા. ૨. ૨૦, ગ, છ ગણ ગણતી (‘ગુણ ગણતી’ને બદલે); ગ, ઘ, શ, ષ ગણગણતી ૭, ૮, ૩ રણકતી (ગુણગણતીને બદલે).. પાઠચર્ચા: પ્રતના “અંગિક જિમ્યા અંગારાને સ્થાને “આગિ તણા અંગારાનું વ્યાપક પાઠાંતર મળે છે. પણ કરેલો શણગાર “અગ્નિના અંગારા જેવો’ એમ કહેવા કરતાં Page #309 -------------------------------------------------------------------------- ________________ શરીરે અંગારા જેવો' એ ઉદ્ગાર વધુ ઉચિત હોવાથી મુખ્ય પ્રતનો પાઠ યથાવત્ રાખ્યો છે. છોડી ખાટ સુરંગી પાથ, બઇઠી ભૂમિ તાઈ જઈ સાથિર, પાણી ધાન ગમð નહીં દીઠઉં, સંભારઇ પ્રીઉ નામ સુમીઠઉં. ૭૪ ગદ્યાનુવાદ : બિછાવેલી સુરંગી ખાટ છોડીને તે જમીનની પથારીમાં જઈ બેઠી. અત્ર અને પાણી દીઠાં પણ ગમતાં નથી. પ્રિયનું સુમધુર નામ સંભારે છે. પાઠાંતર : ૧. ૬, ૭ સુગંધી ૪ સુહાસણ (સુરંગી’ને બદલે); ટ વિલ સાથ. ૨. ૬, ૪ નવિ દીઠઉં; રૂ સાભરઇ ગ, ઘ, ૫ જ મીઠઉં, પાઠચર્ચા : મોટા ભાગની પ્રતો ૢ પ્રતના ‘સુગંધી’ને સ્થાને ‘સુરંગી’ પાઠ આપે છે. તે વધુ બંધબેસતો જણાવાથી સ્વીકાર્યો છે. સાધારણ નારી જે ભોગિન્નિ, એક પુરુષ ઊપરિ થઈ યોગિન્નિ, તે પણિ વિરતી સીલ ન ચૂકઇ, વેશ્યા તઉહઇ વેધ ન મૂકઇ. ૭૫ ગદ્યાનુવાદ : જે વેશ્યા અને રખાત સ્ત્રી હતી તે એક પુરુષ ઉપર જોગણ બની. વળી વિરક્ત થયેલી તે શીલ ચૂકતી નથી. વેશ્યા છે તોપણ આસકિત (એક પુરુષપ્રીતિ) મૂકતી નથી. પાઠાંતર : = કડી નથી. ૧. ~ તે એક. ૨. ૮ પિયુ વિણ (‘તે પણિ'ને બદલે); ન વલતી સીલ. જપમાલી ગુંથઈ ગુણ પરખઇ, જાણે મંત્ર ભણી આકરખઇ, સાર કરુ તૂસઉ જ્ગદીસહ, ઇણિ પરિ ધ્યાન કરઇ નિશીસહ. ૭૬ ગદ્યાનુવાદ : તે જપમાલા ગૂંથે છે, ગુણ પરખે છે, જાણે મંત્ર ભણીને આકર્ષે છે, હે જગદીશ, તું તુષ્ટ થઈને મદદ કર.' આ પ્રકારે તે નિશદિન ધ્યાન કરે છે. પાઠાંતર : ૧. ર૬, ૬, ૭, ૬, ૪ જવમાલી ટ વનમાલી; ટ ગુણી (‘ભણી'ને બદલે). ૨. જ્ઞ સાર કરે તૂ જગદીસહ ઇ તુ હિ સાર કરઇ જગદીસહ; ગ, ઘ, ચ, છ, ગ, ૐ ધ્યાન ધરઈ. ઇમ કરતાં આવ્યઉ વરસાલઉ, ઝબકઇ વીજ કરઇ ઘણુ ચાલુ, બાપીઅડુ પીઊ. પીઊ પોકારઇ, મરતાં માણસનŪ લિ મારઈ. ૭૭ ગદ્યાનુવાદ : એમ કરતાં વર્ષાઋતુ આવી. વીજળી ઝબકે છે, અને વાદળ ચાળા કરે છે. બપૈયો પિયુ પિયુ પોકારે છે. મરતા માણસને વળી વધુ મારે છે. પાāતર : ૧. ૬ બહુ ચાલુ. ૨. છ બપ્પીહા; ટ ‘વિલ' નથી. ગિ ગિ વરસાલઇ વર સાલઇ, માલિ ચડી પ્રીઉપંથ નિહાલઇ, ચિહું દિસિ ચાહઈ પ્રાણ ચિંતામણિ, પણિ પેખઇ સઘલઇ કોલામણ. ૭૮ ૨૯૨ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ Page #310 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો અધિકાર / ૧૯૩ ગદ્યાનુવાદ: વરસાદમાં (વષકાલમાં) ડગલેડગલે વર (કંથ) સાલે છે. મેડીએ ચડીને પ્રિયનો પંથ નિહાળે છે. ચારે દિશામાં પ્રિય રૂપી ચિંતામણિની પ્રતીક્ષા (ઝંખના) કરે છે. પણ સઘળે સ્ફટિકખંડ (કાચનો ટુકડો) જ જુએ છે. વિવરણ : બીજી પંક્તિમાં મનની ઝંખના અને વાસ્તવિકતા વચ્ચેનું વિરોધચિત્ર. પાઠાંતર : ૧. ૨, ૩ વરસાલો લુ; આ ‘વરસાલઈ' નથી; ટ નાલે (“વરસાલઈને બદલે). ૨. ન દેખી છ પેખઈ (“ચાહને બદલે). - હવઈ સંબંધ હૂઉ જે પાછલિ. સુણિયો રાય પત્રલે વાચાછલિ. મોટઉં કામ કર્યઉં તઈ કરમી, ગુણ બોલઈ મરમી જિનધરમી. ૭૯ ગદ્યાનુવાદ: હવે, પછી જે વૃત્તાન્ત થયું તે સાંભળજો. રાજા વાહ્મપંચમાં સપડાયો. હે કરમી, તેં મોટું કામ કર્યું. જ્ઞાની જિનધર્મી જિનધર્મનો મર્મ જાણનાર) એના ગુણ બોલે છે. પાઠાંતર ઃ ૧. ૨ સુણજો ૪ સુપાયો ‘સુણિયો'ને બદલે). ૨. ૪ કાજ કર્યઉં, ટ સઘલા જિનધરમી. સઘલા લોક મિલ્યા રવિરાઉલિ, સુહવિ નારિ વધાવઈ ચાઉલિ, ભરિ ભાણાં અગાણાં લાવઈ, સાસનદેવિ મિલી ગુણ ગાવઈ. ૮૦ ગદ્યાનુવાદ: સઘળા લોક રાજદરબારમાં મળ્યા. સૌભાગ્યવતી નારી ચોખાથી વધારે છે. અખિયાણાં (અક્ષત અનાજનાં) ભાણાં ભરીને લાવે છે. શાસનદેવી મળીને ગુણ ગાય છે. પાઠાંતર: ૪ કડી નથી. ૮ પ્રતમાં ૪ પ્રતની ૮૦મી અને ૮૧મી કડીઓની પંક્તિઓ એકબીજીમાં વહેંચાઈ ગઈ છે. ૪ પ્રતની ૮૧મી કડીની રજી પંક્તિ ૮૦મી કડીની ૧લી પંક્તિ; $ પ્રતની ૮૦મી કડીની રજી પંક્તિ ૮૧મી કડીની ૧લી પંક્તિ. ૧. આ સબલા; રવ મિલો રણ, છ રાઉલ; ર૩, ૩, ૪ સૂહવ; છ ચાઉલ. ૨. આ દેવ; ૪ વધાવઈ (‘ગુણ ગાવઈ’ને બદલે). ઉઘઉ કમલ- કોમલ ઝીણલું, પડઘઉ પશિ લીધઉ લાખીશ, શ્રી સંભૂતિ સુગુરુનઈ પાસઈ, આવી અંગોપાંગ અભ્યાસ. ૮૧ ગદ્યાનુવાદ : કમળ જેવો સુકોમળ ઝીણો ઓઘો (રજોહરણ) લીધો. વળી લાખેણું મૂલ્યવંતું) ભિક્ષાપાત્ર પણ લીધું. શ્રી સંભૂતિ સદ્ગુરુની પાસે આવીને અંગ-ઉપાંગો (શાસ્ત્રો)નો અભ્યાસ કરે છે. વિવરણ : “ઉઘઉ' (ઓશો) અને પડઘો’ પાતરાં) એ શ્વેતામ્બરીય જૈન સાધુનાં આવશ્યક ઉપકરણો છે. ઓઘો તે ઊનમાંથી બનાવેલું રજોહરણ છે જેના વડે બેસતાં પહેલાં જગાને પૂંજી–પ્રમાજીને ઉપયોગમાં લેવાય છે અને અંગ ઉપર ચડી ગયેલા Page #311 -------------------------------------------------------------------------- ________________ જીવજંતને એનાથી દૂર કરવામાં આવે છે. સાધુ નિરંતર આ ઉપકરણને પોતાની સાથે જ રાખે છે. જ્યારે, પડઘો તે ગૃહસ્થીને ત્યાંથી ગોચરી દ્વારા વહોરેલી રસોઈ મૂકવાનું પાત્ર છે. શ્રી સંભૂતિવિજય તે દીક્ષાર્થી સ્થૂલિભદ્રના ગુરુ, અંગો તે અંગસૂત્રો. એ ગણધરોની રચના છે. એમણે દ્વાદશાંગી – બાર અંગો રચ્યાં હતાં. એ જ રીતે ઉપાંગ-સૂત્રો પણ બાર છે. પાાંતર : ૮ જુઓ ૮૦ મી કડીનું પાઠાંતર. ૧. ૨ પઢગો. સતર ભેદ સંયમ ગુણ વહતાં, ગુરુ પાસઈ સૂધઈ મનિ રહતાં, લઈતાં પુણ્ય તાઉં નિત પાસઉં, ઈમ કરતાં આવ્યઉ ચાઉમાસું. ૮૨ ગદ્યાનુવાદ: સંયમના સત્તર પ્રકારના ગુણ ધારણ કરતાં, ગુરુ પાસે શુદ્ધ મનથી રહેતાં, પુણ્યનો નિત્ય પક્ષ લેતાં પુણ્ય આચરતાં) – એમ કરતાં ચોમાસું આવ્યું. વિવરણ: જૈન શાસ્ત્રો અનુસાર સંયમના ૧૭ પ્રકારના ગુણ આ પ્રમાણે છે : ૧. પ્રાણાતિપાત વિરમણ ૨. મૃષાવાદ વિરમણ ૩. અદત્તાદાન વિરમણ ૪. મૈથુન વિરમણ ૫. પરિગ્રહ વિરમણ ૬. સ્પર્શેન્દ્રિયનિગ્રહ ૭. રસનેન્દ્રિયનિગ્રહ ૮. ધ્રાણેન્દ્રિયનિગ્રહ ૯. ચક્ષુરિન્દ્રિયનિગ્રહ ૧૦. શ્રોત્રેન્દ્રિયનિગ્રહ ૧૧. ક્રોધજય ૧૨. માનજય ૧૩. માયાજય ૧૪. લોભજય ૧૫. મનદંડનિગ્રહ ૧૬. વચનદંડનિગ્રહ ૧૭. કાયદંડનિગ્રહ આ કડીમાં “ચોમાસું એટલે વષકાળ. જૈન સાધુને માટે ચોમાસાનું આગમન મહત્ત્વની ઘટના છે. કેમકે અષાઢ સુદ ૧૪થી કારતક સુદ ૧૪ના ચાર માસ સુધી જેન સાધુ એક જ સ્થળે સ્થિરતા કરે છે; વિહાર કરતા નથી. આવી ચાર માસની જૈન સાધુની સ્થિરતાને માટે જૈન પરિભાષામાં “ચાતુમસિ’ કે ‘ચોમાસું' શબ્દ પ્રચલિત છે. પાઠાંતર : ૧. જી સુધ વહિત (‘ગુણ વહતાં'ને બદલે). ૨. રવ ગુણ ગ હવઈ ૪, વલી (નિતુ'ને બદલે). કો રિષિ માગ ગુરુ આદેસહ, સાપ તણાં બિલિ કૂઈ નિવેશ, સીહ તણઈ બારઈ કો પહચાં, ધૂલિભદ્ર તિવર્ષ આલોચ. ૮૩ ગદ્યાનુવાદ : કોઈ સાધુ સાપના દર પાસે, કૂવાના થાળે નિવાસ કરવા ગુરુનો આદેશ માગે છે. કોઈ સિંહની ગુફાએ પહોંચે છે. સ્થૂલિભદ્ર ક્યાં રહેવું તે વિચારે છે. વિવરણ : “આદેસહ એટલે આદેશ. જૈન સાધુએ જ્યાં ચાતુર્માસ કરવાનો હોય તે સ્થાન માટે પોતાના ગુરુનો આદેશ મેળવવો પડે છે. જૈન ધર્મમાં તપશ્ચર્યાનો મહિમા હોઈ સાધુ કઠિન તપશ્ચય થઈ શકે એવું સ્થાન પસંદ કરે છે. આ કડીમાં શ્રી સંભૂતિવિજયના શિષ્યો ગુરુજી પાસે આવાં સ્થાનોસાપનું દર, કૂવાનું થાળું, સિંહની ગુફા)એ ચાતુર્માસ માટેનો આદેશ માગે છે. ૨૯૪ / સહજસુંદકૃત ગુણરત્નાકરછંદ Page #312 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો અધિકાર / ૨૯૫ પાઠાંતર: ૧, ૨, ૪ કોઈ; ગ . કોઇ બિલિ નિવેસહ; , ૪, ૭, ૮, ૪ કૂપ નિવેશહ. ૨. ૪ બારહ ૪ વલિરઈ (બારઈ'ને બદલે); દ એક (કો’ને બદલે); રવ, ૮ રહિઉં; ૪ આલોચહ. છંદ હાટકીમ રવિવું આલોચઈ કોશ્યામંદિરિ, પૂરવિ જિહાં કી ભોગ, તેહ નારી પાસઇ રહઉ ચાઉમાસઈ, જઈ જોઉં મનયોગ, કો કઠ વિકઠ કરીનઈ લઈ, મયણ તણઉં ઊધાણ, જઉં ખાતાંપીતાં મયણ વિહારું, તઉ મુઝ પહુવિ પ્રમાણ. ૮૪ ગદ્યાનુવાદ : તે કોશાના નિવાસે રહેવાનું વિચારે છે, જ્યાં અગાઉ ભોગ ભોગવ્યા હતા. “તે નારીની પાસે ચોમાસું રહ્યું. જઈને મનનો યોગ જોઉં. કોઈ, મદનનો ઊભરો ખૂબ કષ્ટભર્યો છે એમ ગણીને આ (સહવાસ) ટાળે. જો ખાતાંપીતાં મદનને નષ્ટ કરું તો જ મારું પૃથ્વીમાં જન્મ્ય) પ્રમાણ – સાર્થક થાય. વિવરણ: સ્થૂલિભદ્ર કોશાના નિવાસસ્થાને ચાતુર્માસ ગાળવાનો નિર્ણય કરે છે, જ્યાં એમણે બાર વર્ષ ભોગવિલાસમાં વિતાવેલાં. આ નિર્ણયનું કારણ સ્થૂલિભદ્ર પોતે જ મનોમન આપતા હોય એ પ્રકારે અહીં રજૂઆત છે. આ નિર્ણયમાં કામવૃત્તિ સામેનો પડકાર છે. સામાન્ય રીતે તો કામને જીતવા એનાં સ્થાનો ત્યજવાં પડે, પણ અહીં યૂલિભદ્ર તો સામે ચાલીને કામની સોડમાં જઈને કામવિજેતા બનવાનો નિર્ધાર કરે છે. ‘કઠ વિકઠ'ના શબ્દાર્થની બે સંભાવના છે. “કષ્ટ + વિકટ' લઈએ તો વિકટ કષ્ટ, ખૂબ મુશ્કેલ કષ્ટ એવો અર્થ થાય. “કષ્ટ + વિકષ્ટ' પરથી બનેલો ગણીએ તો કષ્ટ + વિશેષ કષ્ટ એમ અર્થ કરવો પડે. પાઠાંતર : ૨૪, ૨, ૪, ૮, ૪ ચાલિ ગ દ જ કડી નથી. ૧. ર૪ રહિલ, ગ વેશ્યામંદિરિ, ૪ જેહ (જિહાંને બદલે); રવ કીધો ભોગ. ૨. ૩ તરુણી (“નારી’ને બદલે); ગ જોઉં જે (જઈ જોઉં ને બદલે); ઇ જઈ જો કર્મયોગ. ૩. ગ કંઠવિકંઠ; આ સમયણ. ૪. રવ, ગ, ઘ, , , , ૮, ૩ કામ (‘મયણ'ને બદલે); ૪ નિવારું (‘વિવારુને બદલે). પાઠચર્ચા : ૪ સિવાયની પ્રતો ચોથી પંક્તિમાં ‘મયણ'ને સ્થાને “કામ' પાઠ આપે છે. પણ બન્ને શબ્દો એકબીજાના પર્યાયો જ હોઈ પાઠ બદલવો જરૂરી નથી. આય નારી કટિક સબલ દલ જીપું, છગ્ય રસ વિગય ગ્રહું નવિ છીપું. ધરમવંત જેહથી જ નાસઈ, પાસઈ રહી ન પડું તે પાસઈ. ૮૫ Page #313 -------------------------------------------------------------------------- ________________ ગદ્યાનુવાદ : નારી રૂપી સબળ સેનાસમૂહને જીતું. છયે રસના વિકારજન્ય આહારને ગ્રહું નહીં કે સ્પર્શે નહીં. ધર્મવંત પણ જેનાથી નાસે તેની પાસે જ રહીને હું તેના પાશમાં પડીશ નહીં. વિવરણ : જેનોમાં છ રસવાળા વિકારજન્ય આહારને ‘વિગય' કહે છે. આ છ રસ તે ૧. તિક્ત ૨. કટુ ૩. કષાય ૪. અમ્લ પ. મધુર ૬. લવણ. પાઠાંતર : ર૩, ગ, ઘ, 1, 2, 3 છંદનું નામ નથી જ અડલ્લ છંદ છે બિયાખરી છંદ, ૧. ૪, મારી કટિક; ઇ સબલહ જીવું; ર ગ્રહી; છ તસ છીપું. ૨. જઉ' નથી; ટ તે નાસૈ; નાસહ; 9, 8 પાસહ. પાઠચચ : ૪, પ્રત સિવાય બાકીની પ્રતો “મારી' પાઠને સ્થાને “નારી’ પાઠ આપે છે. મારી’ પણ બંધ બેસે, પણ નારી-કટિક'નું રૂપક અહીં સ્પષ્ટ બનતું હોઈ અને ઘણી પ્રતોનો એને ટેકો હોઈ એ પાઠ સ્વીકાર્યો છે. મયણબાણ મહિલા જગ મારરિ, ત્યાગી ત્યાગ કરઈ તિણિ કારણિ, નવ વિધિ વાડિ કરી ગુણ થાવા, ખપઈ તપઈ નારીરસ જાવા. ૮૬ ગદ્યાનુવાદ : સ્ત્રી જગતને મદનબાણ મારનારી છે. તે કારણે ત્યાગી તેનો ત્યાગ કરે છે. ખંત અને તપથી નારી માટેનો રસ દૂર કરવા માટે તથા ગુણ થાય તે માટે નવ પ્રકારની (સંયમની) વાડ કરી છે. વિવરણ: જૈન ધર્મમાં સાધુને માટે શિયળની – ચારિત્ર્યની નવ વાડ (મયદા) બાંધેલી છે. તે આ પ્રમાણે છે : ૧. સ્ત્રી, પશુ અને નપુંસકથી રહિત એવા સ્થાને વસવાટ. ૨. સ્ત્રીની સાથે રાગપૂર્વક કથા-વાતનો ત્યાગ. ૩. સ્ત્રી જે આસને બેઠી હોય તે સ્થાને બેસે નહીં. ૪. સ્ત્રીનાં અંગોપાંગો રાગપણે ન જોવાં. ૫. સ્ત્રી-પુરુષ સૂતાં હોય ત્યાં ભીંતની આડશે ન રહેવું. ૬. પૂર્વે સ્ત્રી સાથે ભોગવેલાં સુખ ન સંભારવાં. ૭. વિકાર જગવે એવો સુસ્વાદુ આહાર ન કરવો. ૮. નીરસ આહાર પણ અધિક માત્રામાં ન લેવો. ૯. પોતાના દેહની શોભાથી અળગા રહેવું. પાઠાંતર : ૧. ૪ નયણબાણ. ૨. રવ નવિ વિધા; છ ગુણ ગાવા; રુ ખાઈ જાઈ ૨ ખપિ તપે. પાઠચચ : બીજી પંક્તિમાં સિવાયની બધી જ પ્રતો ખાઈ જપ'ને સ્થાને ઉચ્ચારભેદે ખાઈ તપઈ પાઠ આપે છે. વિષયસંદર્ભે તપઈ પાઠ જ બંધબેસતો ગણાય. વળી બાકીની બધી જ પ્રતોનો એને ટેકો હોઈ એ પાઠ સ્વીકાર્યો છે. ઇદ હાટકી નારીરસ જાવા મયણ સમાવા કીજઈ કાયકિલેશ, ચાલઈ પગપાલઈ વલી ઉત્પાલઈ તાવડ સહઈ વિસેસ, ૨૯૬ / સહજસુંદરકત ગુણરત્નાકરછંદ Page #314 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો અધિકાર / ૨૯૭ ઉન્હીં જલ લીજઇ આછણ પીઇ, નીરસ ધોઅણ નીર, મઇલા મલધારી, ભિક્ષાચારી, ન કરઇ સાર શરીર. ૮૭ ગદ્યાનુવાદ : નારી૨સ જતો (દૂર) કરવા, મદનને શમાવવા માટે કાયાક્લેશ (દેહદમન) કરવામાં આવે છે. તે પગપાળા ચાલે છે, વળી ઉનાળામાં વિશેષ તાપ સહે છે. ઊનાં જળ લે છે. આછરેલ પાણી (ચોખા વગેરેનું નિતરામણ) પીએ છે. એમને માટે તો ની૨સ ધોવણપાણી છે. મેલું મલમલ પહેરનારા ભિક્ષાચારીઓ શરીરની સંભાળ રાખતા નથી. વિવરણ : જૈન સાધુઓ ઠંડું – કાચું પાણી પીતા નથી. ઉકાળેલું પાણી ઠારીને પીએ. એ રીતે ચોખા વગેરેનું નિતરામણ તે આછણનીર જેને ધોવણ પણ કહે છે; આવું નીરસ આછણ-ધોવણ નીર તેઓ પીએ છે. પાઠાંતર : રવ, છ, ટ છંદનું નામ નથી ગ, જ્ઞ, ૐ છંદ ૬ ચાલ. ૧. ૬ નારી સ્યૂ જાવા; છ મનાવા જ્ઞ, સમા; સ્વ, ઘ, ચ, છ, ૫, ૬, ટ કાઆ/કાયા કઇ કલેસ, ૨. ૪ ચાલિ પર ચલિ વિવિધ ઉનાલેં; ન પગચાપાલઈ; ૧, ૬, ૬, ૪ વિચિ ઇ રેતુ ૪ અતિ (‘વલી’ને બદલે); ટ ઉનાલો; ૪, ૬ અસેસ (વિસેસ’ને બદલે). ૩. T પીજઇ (‘લીજઇ’ને બદલે); ૢ લીજઇ (‘પીજઇ’ને બદલે); s તંદુલ (‘નીરસ’ને બદલે). ૪. ૬ ભિખ્યાહારી. ઉંદિર માંજારી, તિજીઇ નારી, જિમરાયણિનીકોલ, કામાગિન ટલવા, નઈં નિ વલવા, સાચા શ્રી જિનબોલ, પદ્મિ કર્યું પવાડઉં, તૂર વજાડઉં, જીરૂં જગવિશ્રામ, જિનસોહ ચડાવઉં, કોશ પડાવઉં, ચંદ લિહાવઉં નામ. ૮૮ ગદ્યાનુવાદ : જેમ ઉંદર બિલાડીને ત્યજે અને રાયણના ઠળિયાને (તજવામાં આવે) તેમ સ્ત્રીને તજીએ. કામાગ્નિ દૂર કરવા અને મનમાં વળવા માટે શ્રી જિનેશ્વરની વાણી જ સાચી છે. હું પણ પરાક્રમ કરું, (વિજયનું) રણશિંગું વગાડું ને જગવિશ્રામને જીતું - · સંસારનું શમન પામું. જિનશોભા વધારું, સિક્કા પડાવું પ્રતિષ્ઠા મેળવું) અને એ રીતે ચંદ્રમાં નામ લખાવું (નામ કાઢું). વિવરણ : બાહ્ય દૃષ્ટિએ તો સ્થૂલિભદ્રનો કોશાના નિવાસસ્થાને ચાતુર્માસ કરવાનો નિર્ણય સાધુજીવનની નવ વાડ (મર્યાદા)થી વિપરીત લાગે. પણ સાચા ‘કામવિજેતા’ બનવા માટેના પડકાર રૂપે આ નિર્ણય છે. તેથી તો જૈન ચરિત્રકથાનકોમાં સ્થૂલિભદ્ર કામવિજયનું એક વિરલ દૃષ્ટાન્ત ગણાયા છે. એ પૂર્વાવસ્થાની પ્રેમિકા પાસે જશે પણ એ તો ‘કામાગ્નિ ટલવા, નઈં નિ વલવા માટે જ; માથે તો ચડાવ્યા છે સાચા શ્રી જિનબોલ.' પાઠાંતર : ૧. તિમ તિજિ (‘તિજીઇ'ને બદલે); ગ, ટ નીકોલિ. ૨. ૪ કામી Page #315 -------------------------------------------------------------------------- ________________ મન (‘કામાગનિ’ને બદલે); ગ, ઘ, છ, , મલવા (વલવાને બદલે). ૪. ૨૦ સાહ આ સોભ (સોહને બદલે); 4 કોશ્યા પાડવા કોસા પાડું. પાઠચચ : ૪ સિવાયની બધી જ પ્રતો ‘તિમ તિજીને સ્થાને તિજઈ | તિજીઈ' પાઠ આપે છે. તિજીઈ રૂપ જ સાચું ગણાય એટલે બાકીની અન્ય પ્રતોનો પાઠ લીધો છે. આયા જાણી ભાવ કહઈ ગુરુ વલઉં, ચેલા અવર કહુ એ ટલd, રે મૂરખ તુઝનઈ સ્યઉ કહીઈ, સહવાસણિ પાસઈ કિમ રહી. ૮૯ ગદ્યાનુવાદ : (આ) ભાવ જાણી ગુરુ વળતું (સામું) કહે છે, “હે ચેલા, આ સિવાય તું બીજું કહે. રે મૂર્ખ, તને શું કહીએ ? રખાત સ્ત્રી પાસે કેમ રહેવાય ? વિવરણ : સહવાસણિ (સં. દવાસિની) સ્ત્રી એટલે સાથે રહેતી પડોશણ સ્ત્રી.” એ અર્થની સાથે અનેકની સાથે વસતી સ્ત્રી – રખાત એવો અર્થ પણ હોઈ શકે. પાઠાંતર : ર૩, ગ, ખ, ગ, . 2, છંદનું નામ નથી ઇ, ઇ છંદ અડયલ. ૧. રુ નામ કહઈ તામ કહઈ; વહિલ (‘વલતઉં ને બદલે); , ટ કહઈ (‘કહુને બદલે); એટલડી (“એ હલતું ને બદલે). રાહઈ ચંદ ગલ્યઉ છઈ આગઈ, વયરી મયણ તણઉં દલ જાગઈ, કૌઅચિની પરિ કેડઈ લાગી, તિણિ સ્થાનકિ આયસ કુણ માગઈ. ૯૦ ગદ્યાનુવાદ : પૂર્વે રાહુએ ચંદ્રને ગળ્યો છે. વેરી મદનનું સૈન્ય જાગે ને કવચની પેઠે પાછળ પડે તેવું સ્થાનકે આદેશ કોણ માગે ?” વિવરણ: પૂર્વે રાહુએ ચંદ્રને ગળ્યાનું દષ્ટાન્ન આપીને, વેશ્યાના નિવાસસ્થાને સંયમની સામે રહેલા ભયસ્થાન વિશે ગુરુ ધૂલિભદ્રને ચેતવતા જણાય છે. કૌવચ નામની વનસ્પતિ એ પ્રકારની હોય છે કે શરીરને એ લાગતાં ખંજવાળ પેદા કરે છે, અને એને શમાવવાનો પ્રયત્ન કરવા જતાં વધુ ને વધુ ચળ, પેદા કરે છે. વેરી મદનની તીવ્રતા – આક્રમકતાના દષ્ટાન્ત રૂપે કૌવચનો ઉલ્લેખ અહીં થયો છે. પાઠાંતર : ૧. ૪ રાઈ (‘રાહઈ’ને બદલે) , વિષય તણઉં. તહતિ કરી બોલાઈ વલિ હેલો, તલ હું સહી તુલ્બારુ ચેલઉં, મયગલ મયણ તાઉં દલ ગાલઉં, સીહ થઈનઇ ભવ અજૂગલઉં. ૯૧ ગદ્યાનુવાદ: વળી તે તરત જ ‘તહત્તિ’ ‘તેમજ) કરીને બોલે છે, “તો જ હું તમારો ચેલો ખરો. સિંહ થઈને મદનરૂપી હાથીનું દળ ગાળી નાખ્યું અને આ જન્મને અજવાળું. વિવરણ: ‘તહત્તિ એ જૈન પારિભાષિક શબ્દ છે. ‘તહત્તિ એટલે તેમજ - ‘તમે જેમ કહો છો તે પ્રમાણે જ છે.” મદન કેવો કારમો છે એ ગુરુજીની વાત સ્વીકારતાં યૂલિભદ્ર ‘તહત્તિ કહે ૨૯૮ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ Page #316 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો અધિકાર | ૨૯૯ છે. પણ પછી આગળ પોતાના નિર્ણયનો ખુલાસો કરે છે. - પાઠાંતર : ૧. ઇ વહિલઉ જ હિરેં વહિલો જ તે વહિલ ૪ વહલોઉ (“વલિ હેલોને બદલે). ૨. ‘તણઉં નથી; ર મદ ગાલઉં; રુ “નઈ નથી; જ અજૂઆલે. સહિગુરુ સીસ લહી ગાઢઉ દહ સીલ તણઉ જાલવસ્યાએ ગહ, સંઘ વદીત આયસ દધઉબ, હરખી હેલિ પ્રિયાણ કીધ6. ૯૨ ગદ્યાનુવાદ : શિષ્ય અત્યંત દઢ છે અને શીલનો ગઢ એ જાળવશે એમ પામીને સદ્ગુરુએ સંઘથી પ્રસિદ્ધ રીતે (સંઘની સાક્ષીએ) આદેશ દીધો. હરખીને (એમણે) સત્વરે પ્રયાણ કર્યું. પાઠાંતર: ૧.૮ સહિગુરુ સીખ લહીનઈ ચાલિઉં, દઢ શીલ જાલવયો ગાઢો; 9 લહિલ; ૨૦, , , ઇ જાલવશિઈ ન જાલવસિઉંએ; ર૩, ગ, ઘ, ૩, ૪ ગઢ. ૨. ૪ હરખે; ૩, ૩ પીયાણું. જીવ તણી જયણા પરજુજી, પગ પગ મુનિ મૂકઈ પગ પૂંજી, મૃગમદ ચરણ-કરણ મહિમહિતઉ, કોસ્યાઘરિ ૫હતઉ ગતિગહિતઉ. ૯૩ ગદ્યાનુવાદ : જીવની જયણા પાળીને (જીવહિંસા ન થાય એની કાળજી રાખીને) ડગલે ડગલે મુનિ પૂંજીને પગ મૂકે છે. ચરણ-કરણ ભૂલ આચાર અને ક્રિયાકાંડ) રૂપી કસ્તૂરીથી મઘમઘતા આનંદ પામતા તે કોશાને ઘેર પહોંચ્યા. વિવરણ : ‘જયણા જેન પારિભાષિક શબ્દ છે. સં. યત્ન – જતન. લગભગ એ અર્થમાં આ “જયણા’ શબ્દ છે. જીવહિંસા ન થાય તેની કાળજી રાખવી તેને “જયણા પાળવી' કહે છે. ચરણ-કરણ’ એ પણ જૈન પરિભાષાનો શબ્દ છે. ચરણ = ચારિત્ર્ય ભૂલ આચાર) અને કરણ = ક્રિયાકાંડ. આ ચારિત્ર્ય અને ક્રિયાકાંડનું નિરૂપણ ચાર ‘અનુયોગ પૈકીના ચરણકરણાનુયોગમાં કરવામાં આવ્યું છે. પાઠાંતર : ૧. જીવ તણી પરિ જયણા રંજી; જયતના; “જયણા' નથી; છ જંજી (પરજુજીને બદલે; છ પગિપગ પગ મૂકઈ ધર પૂંજી. ૨. ૪ ‘કરણ’ નથી; ન ગહિંગહિત (મહિમહિતી’ને બદલે); ૩ આવઉ (પુહતઉ'ને બદલે). છંદ પડી દરસણી ઠઉ કોસિ વાસિ તવ ચડી ઉંચાઈ માલિ સિ. વધામણી ઘઈ એક સાસ યૂલિભદ્ર આવ્યઉ પાડિ પાસિ. ૯૪ ગદ્યાનુવાદ : કોશાના નિવાસમાંથી તે નજરે પડ્યા ત્યારે દાસી ઊંચી મેડીએ ચડી એકે શ્વાસે વધામણી આપે છે, “યૂલિભદ્ર પાડા પોળ) પાસે આવ્યા છે.” વિવરણ : ચિત્ર ગત્યાત્મક અને રસિક છે. સ્થૂલિભદ્રને જોતાં જ દાસી એકે શ્વાસે Page #317 -------------------------------------------------------------------------- ________________ દોડીને વધામણી આપે છે એમાં એનાં આનંદ, સૂક્ય, આશ્ચર્ય અને સખ્યનો સુમેળ છે. પાઠાંતર : ૪ ૮ ૧ ૪ દરસન દીઠો કોશ આવાશે ઊજાણી દાસી એક સાર્સે ૮ દરમણિ દીઠો કોસિ વાસિ, વધામણિ તવ દઈ દાસિ; ઇ કોશા અવાસિ (કોસિ વાસિને બદલે); ૪ વેસિ (વાસિ'ને બદલે); બીજું ચરણ નથી. ૨.૪ મુનિવેષ ધરી પુતચઈ ઉલ્લાસી ૨, વધામણી દેઈ મન ઉલ્હાસે ર ધવધવ થઈ ઉઠી ઈક દાસી (ત્રીજું ચરણ); ર૩, , દાસિ (“સાસિ'ને બદલે); આ પાડિ નથી; રુ પડિ; ૪ પડિલે પાસ. અરથીલ વ્યસની થયઉ એહતલ આવીય મનિ ધરીએ નેહ, હ્ય દુખ નાઠ સયલ દરિ, હવઈ તહ્મ ઊતરઉ આણંદપૂરિ. ૯૫ ગદ્યાનુવાદ : “એ વ્યસની અભિલાષાવાળો થયો એટલે મનમાં નેહ ધરીને આવ્યો છે. તારાં સઘળાં દુઃખ દૂર નાઠાં. હવે તમે આનંદના પૂરમાં ઊતરો’ વિવરણ: “તારાં સઘળાં દુઃખ દૂર થયાં' એમ જ્યારે દાસી કહે છે ત્યારે તો એને અભિપ્રેત એટલું જ છે કે તારા આનંદપૂર-પ્રવેશની, રંગરાગની વેળા પાછી આવી. પણ સ્થૂલિભદ્ર દ્વારા કોશાનો જે સમુદ્ધાર થવાનો છે તે સંદર્ભમાં તો ‘તુહ્ય દુષ્ણ નાઠાં સયલ દૂરિનો ગર્ભિતાર્થ કાંઈ જુદો જ છે ! પાઠાંતર ઃ ૧. ઇ તનુ ટ તવ ('તીને બદલે); ગ, ઇ ધરી સનેહ ધરીઅ નેહને બદલે). ૨. તુઝ ઝ તુઝ (‘તુહ્મ' (૧)ને બદલે); ટ સઘલાં દૂર, 5 તુમે (‘તુભ'(ર)ને બદલે; ૨૨. ગ, ઘ, ૩, ૪, ૮, ૪ ‘તુહ્મ (ર) નથી; ઉતારો. ઈમ સુણી સાચઉં નાહ નામ. ઘણાં ઘન માન દિધા સુદામ, પ્રીઊ પાસિ આવી નમાં કેલિ. યૂલિભદ્ર બોલઈ અવર મેલિ. ૯૬ ગદ્યાનુવાદ : આમ નાથનું સાચું નામ સાંભળીને ઘણાં દાન, માન ને દ્રવ્ય આપ્યાં. પ્રિયની પાસે આવીને તે લીલાપૂર્વક નમે છે. સ્થૂલિભદ્ર જુદા જ મેળથી (સંદર્ભથી) બોલે છે. પાઠાંતર : ૧. ઇ “નાહ’ નથી; ર૩, , ૪ ઘણ; ૪ મન ('માન'ને બદલે); રવ, ઇ દઈ સુદ્રામ; ટ સુઠામ (સુદ્રામને બદલે). ૨. ૩ વ્રત પાંચમું વલી બહુ ભાર તપ તપૂ સંયમ કરૂં સાર ( પ્રતની ૭મી કડીની બીજી પંક્તિ અહીં મુકાઈ છે. 5 પ્રતની ૯૬મી કડીની ૨જી પંક્તિ અને ૯૭મી કડીની પહેલી પંક્તિ ૪ પ્રતમાંથી નીકળી જઈને એક કડી ઓછી થઈ જાય છે.); ક નમીઆ કેલી; અમર મેલિ. અહ્મ યોગિ ઘઉ ચાઉમાસિ ઠામ, જિમ જવું શ્રી નવકાર નામ, વ્રત પાંચનુ વલી વહુ ભાર, તપ તપે સંયમ કરું સાર. ૯૭ ૩૦૦ / સહજસુંદકૃત ગુણરત્નાકરદ Page #318 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો અધિકાર / ૩૦૧ ગદ્યાનુવાદ : “અમ જોગીને ચોમાસામાં રહેવાનું) સ્થળ આપો; જેથી કરી શ્રી નવકારનામ જપું અને પાંચ વ્રતનો ભાર ઉપાડું, તપ તપું અને શ્રેષ્ઠ સંયમ આચરું.’ વિવરણ: “નવકાર તે જૈન ધર્મમાં મહામંત્ર ગણાયેલો ‘નવકારમંત્ર” – ‘નમસ્કારમંત્ર.” એમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ પરમેષ્ટિને નમસ્કાર કરવામાં આવ્યા છે. પાંચ વ્રત તે સાધુએ પાળવાનાં પાંચ મહાવ્રત (જુઓ અધિકાર ૧ : કડી ૨૭નું વિવરણ.) પાઠતર : ૪ પંક્તિ નથી. (જુઓ કડી ૯૬નું પાઠાંતર) ૧ ટ અભિયોગ (‘અહ્મ યોગિ’ને બદલે); ૪ યોગ્ય. ૨. વ્રત પંચ હુ ન વહુ આ ભાર; સુ પાંચમું; સાર (“ભાર’ને બદલે). પટલાલ આપી સુણી એમ. ટૂકડG રાખ્યઉ કરી નેમ, પડિકમી ગમણાગમાણ પાપ, તે રહાઉ નિરમલપણાઈ આપ. ૯૮ ગદ્યાનુવાદ : આમ સાંભળીને (એમને) પરસાળ (મુખ્ય ગૃહ ?) આપી. નિશ્ચયપૂર્વક એમને નજીક રાખ્યા. ગમણાગમણ (આવજાથી) થતા પાપને પ્રતિક્રમીને તે આપમેળે નિર્મલપણાના ભાવે રહ્યા. વિવરણ: ગમણાગમણ પાપ એટલે આવ-જાને કારણે થતી જીવોની હિંસા કે એમને પડતું કષ્ટ. પડિકમવું એટલે પ્રતિક્રમવું – પાપમાંથી પાછા ફરવું, પાપનું પ્રાયશ્ચિત્ત કરવું. પાઠાંતર ઃ ૧. ર૪ એમ (નેમાને બદલે). ૨ = પડિમી (પડિકમી'ને બદલે); $ પાર (પાપને બદલે); રહુ જ નિરમલ આપણાં આપ; ૪ અપાર (‘આપ’ને બદલે). પાઠચર્ચા: બીજી પંક્તિમાં ૪ સિવાયની બધી જ પ્રતો પાર ને સ્થાને પાપ અને અપાર'ને સ્થાને ‘આપ’ પાઠ આપે છે. અહીં ગમણાગમણ નામના પાપનો સંદર્ભ હોઈ “પાપ” પાઠ જ બંધ બેસતો થાય છે. તેથી “પાપ” અને “આપ” પાઠ લીધા છે. નવિ રૂસવઈ સાચવઈ ચાલ, મન પાડવા ગૂંથઈ નવ જાલ, વાંકી વલી વાલું કમાણિ, વસિ કરું હાથી અવસિ જાણિ. ૯૯ ગદ્યાનુવાદ: કોશા તેમને) નારાજ કરતી નથી, રૂઢ વ્યવહાર સાચવે છે ને (સ્થૂલિભદ્રનું) મન પાડવા નવી જાળ ગૂંથે છે. “વાંકી વળીને કમાન (રચું) અને એમને અવશ જાણીને હાથી (સમા સ્થૂલિભદ્ર)ને વશ કરું. વિવરણ: છેલ્લા ચરણમાં જો હાથિ” પાઠાંતર લઈએ તો ..હાથથી વશ કરું' એમ અન્વયાર્થ થઈ શકે. પણ મોટા ભાગની પ્રતો ‘હાથી પાઠ આપતી હોઈ હાથીને વશ કરું એટલે કે “હાથી સમા સ્થૂલિભદ્રને વશ કરું એમ અન્વયાર્થ કર્યો છે. પ્રત તો હાથીને સ્થાને “વયરી” પાઠ આપે છે. Page #319 -------------------------------------------------------------------------- ________________ પાઠાંતર : ૧. નવિ રૂસર્વે સાચવું ગુણ રસાલ ૩, ૪ નવિ રૂવ૮/રૂસવઈ ઇસીય સાચવઈ ચાલ પહેલું ચરણ); s સવિ સાચવઈ; આ આપ (“ચાલીને બદલે); ગ, ઘ, છે. રુ. , ૪ ‘મન’ નથી; ઇ ઈમ (મનને બદલે); આ પાડવા વલી ગુંથ્યઉએ જાલ; = પડવા. ૨. બાંકીય; કબાણ; ૪ વયરી (હાથી’ને બદલે). આયા મુનિવર જાણઈ સહી એ તરસ્યાં, જાણઈ કોશિ વલી એ પડસ્ટઈ, સબલઈ સબલ મિલ્યા ઝૂઝારહ, પરિ જયવાદ વરઈ અણગારહ. ૧૦ ગદ્યાનુવાદ : મુનિવર જાણે છે કે એ કોશા) જરૂર તરશે. અને કોશા જાણે છે કે એ (સ્થૂલિભદ્ર) પડશે. બળિયા સાથે બળિયા યોદ્ધા મળ્યા છે. પણ સાધુ જ જયજયકારને વરે છે. વિવરણ : કવિએ સ્થૂલિભદ્ર અને કોશા બન્નેને અહીં યોદ્ધા તરીકે વર્ણવ્યાં છે. પણ અંતે જય કોનો છે એ કહેવાની લાલચ કવિ રોકી શક્યા નથી. પાઠાંતર : ર૩, ગ, છ, ૩, ટ, ઠ છંદનું નામ નથી ઇ. ૨ છંદ અડયલ્સ 3 . ૧. રવ, ગઘ, ૨, ૪, ૫, ૭, ૮, ૪ મુનિવર મનિ જાણઈ એ તરસ્યાં ; ૨૪ જાણએ કોશ વલીદ પાસે; જાણું. ૨.૫ સબલા સબલા મિલ્યા; ર૩, ૩ જયવાર , જયકાર; રવ પડુ , ટ ચઢિઉં. , ૪ કરિઉ (“વરને બદલે). પાઠચર્ચા: 5 સિવાયની બધી પ્રતોમાં પહેલા ચરણનો પાઠ થોડાક ઉચ્ચારભેદે આ પ્રમાણે છે : “મુનિવર મુનિ જાણઈ એ તરસ્યઈ'. ૪ પ્રતમાં મનિ' નીકળી ગયો છે અને “સહી’ ઉમેરાયો છે. વાક્યર્થમાં, પાઠ બદલવો પડે એવો ભેદ ન જણાતાં મુખ્ય પ્રતનો પાઠ યથાવત્ રાખ્યો છે. ચતી રંગ ધરાઈ હવઈ અગિરિ, ગાવઈ મંગલ ધવલ સોહાગરિ. વલી મંડાણ કરઈ ઊજાણી. આવઈ ઘરિ ગણિકા ઊજાણી. ૧૦૧ ગદ્યાનુવાદ: રાગવાળી અને અનુરક્ત એવી તે હવે ઉલ્લાસભરી બને છે. સોહાગિણી મંગળ ધવલ ગાય છે. અને ઉત્સવની તે તૈયારી કરે છે. ગણિકા ઘરમાં દોડીને આવે છે. પાઠાંતર : ૧. ૨, ૪, ૮ વયરાગિણિ (‘હવઈ રાગિણિ'ને બદલે; વડ હવઈ રંગણિ; ૨૩, ૪ સોહાસણિ ગ, ઘ, , ૪, ૫, ૩, ૪ સુહાસિણિ. પાઠચચ : પ્રત જ ‘રંગણિ” પાઠ આપે છે. એને સ્થાને ઘણી પ્રતો “રાગિણિ’ પાઠ આપે છે એ લીધો છે. “વયરાગિણિ” પાઠ પણ મળે છે. એને એ રીતે ઘટાવી શકાય કે ‘વિરહમાં જે વૈરાગિણી હતી તે હવે ઉલ્લાસભરી બને છે.” પણ આ પાઠને અલ્પ પ્રતોનો જ ટેકો છે. ૩૦૨ / સહજસુંદરત ગુણરત્નાકરછંદ Page #320 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો અધિકાર / ૩૦૩ ઊભી મુનિવરનું મુખ જોઈ, દરસણ દેખીનઈ મનિ રોડ, કોઈ કરઈ ઢાંકી મુખ હાસઉં, કોએ વલી તાણઈ તસુ પાસે. ૧૦ર ગદ્યાનુવાદ : મુનિવરનું મુખ જોઈને તે ઊભી રહી. દર્શન કરીને મનમાં રડવા લાગી. કોઈ મુખ ઢાંકીને હાસ્ય (હાંસી) કરે છે. કોઈ વળી તેનો પક્ષ તાણે છે. પાઠાંતર : ૧. જોવઈ, ૨૦, ૪, ૪, ૩, ૪, ૪ મન મોહઈ (‘મિનિ રોડને બદલે). ૨. ર૩, ૪ મુખિ હાસઉં; દ મુખિ (તસુને બદલે). કરઇ મહોચ્છવ વન્નરમાલણ, બાંધઈ બારિ સતેજી થાલય, રોપાં કેલિ સતોરણ નીલઈ, કોશા રંગસરોવરિ ઝીલઈ. ૧૩ ગદ્યાનુવાદ : તે મહોત્સવ કરે છે. બારણે વંદનમાલા અને તેજયુક્ત (ચળકતા) થાળ બાંધે છે. લીલા તોરણ સાથે કેળ રોપે છે. કોશા આનંદસરોવરમાં સ્નાન કરે છે. પાઠાંતર : ૧. રવ વનરવાલ ગ, , ૪ વરવાલહ ઘ વંદનમાલહ 1 વન્નરતાલ; ટ બાંધે દોર.; ૨૩, , , , ૬, ૪ તેજા; ઇ તોરણ બાલા (“સતેજી થાલહને બદલે); ગ વાલહ (થાલહને બદલે). ૨. રૂ, રેગિ સરોવર. દૂહ પ્રેમ તણઉ૦મ જલ નામતાં વલી કરઈ વિસ્તાર, સહિજસુંદર મુનિવર ભગઈ એ ત્રીજ અધિકાર. ૧૦૪ ગદ્યાનુવાદ : પ્રેમનું જળ રેડતાં વળી વિસ્તાર કરે છે. સહજસુંદર મુનિવર કહે છે કે એ ત્રીજો અધિકાર થયો. પાઠતર : , ઇ છંદનું નામ નથી : છંદ: ૧. ૪ વાગતાં ૩ નામ જાં (“નામતાંને બદલે; ગ, રુ, ૪ વેલિ ૪ વલિવલિ. ૨. ગ, ઇ સહિજસુંદર કવિ ઇમ કહિ / કહઈ. ઇતિ શ્રી રંગરત્નાકરછેદે તૃતીયોધિકાર સંપૂર્ણ: | ૩ છ || પાઠતર : ર૯, ઇતિશ્રી ગુણરત્નાકરછંદ ત્રતીિિધકાર | ગ ઇતિ ગુણરત્નાકરછંદસિ તૃતીયોધિકાર: સંપૂર્ણ: રૂા દ ઇતિ શ્રી ગુણરત્નાકર મહાછંદસિ તૃતીયોધિકાર: / સંપૂર્ણ: lia જ ઇતિ શ્રી ગુણરત્નાકરછંદે ત્રીતિયોધ્યાય JIષા. ઈતિ શ્રી યૂલિભદ્ર ગુણરત્નાકરછંદસિ તૃતીયોડધિકાર: || ઇતિ શ્રી ગુણરત્નાગરછંદે ત્રતીયોધિકાર: || તુ ઇતિ શ્રી ગુણરત્નાકરછંદસિ તૃતીયોધિકાર: Iછા ૩ | ટ ઇતિ શ્રી ગુણરત્નાકરછંદે ત્રીતીયોધિકાર: || ૪ ઇતિ શ્રી ગુણરત્નાકરછંદસિ તૃતીયોધિકાર: ૩ Page #321 -------------------------------------------------------------------------- ________________ ચોથો અધિકાર આય ગદંબા જગમાંહિ પ્રસિદ્ધી વાણી સરસ વલી મુઝ દિહી, કેલવસ્યઉં ચઉથઉ અધિકારહ સુરિયો નર કરયો જાકારહ ૧ ગદ્યાનુવાદ : જગતમાં જગદંબા પ્રસિદ્ધ છે. વળી એણે મને સરસ વાણી આપી છે. ચોથો અધિકાર રચીશું. હે નર, સાંભળજો અને જયકાર કરજો. પાઠાંતર : ૨૩, ગ, ૪, ૫, ૭, ૮, ૪ છંદનું નામ નથી ઇ, અડયુલ્લ છંદ, ૧ ૪ સરલવતી (“સરસ વલી’ને બદલે). ૨. ૪ કેવલસિઉં; રવ જયજયકારહ. ઘણા દિવસિ પ્રીઉડઉ ઘરિ આવ્યઉ ભરિભરિ મોતીથાલિ વધાવ્યઉં, જિમજિમ સંયમનઈ ગુણિ ચાલઈ તિમતિમ સાલ તણી પરિ સાલી. ૨ ગદ્યાનુવાદ: ઘણે દિવસે પિયુડો ઘેર આવ્યો. ભરીભરીને મોતીથાળે વધાવ્યો. જેમજેમ (એ) સંયમના ગુણથી ચાલે છે તેમતેમ શલ્યની પેઠે ખેંચે છે. પાઠતર ઃ ૧. ૪ ઘણે ગ ઘ બહુ દિવસિ; s વાલિભ ઘરિ. પાઠચર્ચા : ૪ પ્રતના “ઘણે પાઠથી છંદ જળવાતો ન હોઈ, અન્ય પ્રતોનો “ઘણ” પાઠ સ્વીકાર્યો છે. ગ, ૪ પ્રત બહુ’ પાઠ આપે છે. સવિ સિંગાર કરી મન પાટું માંકડની પરિ માયણ રમાડઉં, બાલા બિરુદ કરઈ મન મોટઉં પણિ આગલિ હોસ્પઈ તે ખોટઉં. ૩. ગદ્યાનુવાદ : સઘળા શણગાર કરીને એનું મન પાડું માંકડાની પેઠે મદનને રમાડું બાળા મનમાં મોટો સંકલ્પ કરે છે. પણ આગળ ઉપર તે ખોટો ઠરશે (થશે. પાઠાંતર : ૨. ર૦ બોલાં જ બોલઉ છ બોલી ૪, ૮, ૪ બોલ0 (‘બાલા'ને બદલે); ગ બોલ કરઈ ૪ મદ કરે ‘બિરુદ કરઈ'ને બદલે); ઇ મનિ મોટઉં, ૪ ૫ ટ કાર્યો તે ૩ છોટું (“ખોટઉ'ને બદલે). ૮ પ્રતમાં ૪થી ૧૪ ક્રમાંકવાળી ૧૧ કડીઓ વધારાની છે જે ૪ પ્રતમાં નથી. આ કડીઓ નીચે પ્રમાણે છે : Dણ અનસરિ કોશ્યા તણે, પી3 અંગ અનંગ, સિર સિથો સીંદૂરી, સંકલ જેમ પતંગ. ૪ ચાલિ પનગલિ દીવલો વિશાલ ભાલ ચંદલો, સુભંગ ભંગ જ કિરતા, સુરંગ નયણ ચ પૂરિતા. ૫ ૩૦૪ / સહજસુંદકૃત ગુણરત્નાકરછેદ For Private & Persona Jse Only Page #322 -------------------------------------------------------------------------- ________________ ચોથો અધિકાર / ૩૦૫ શુકર ચંચુ નાશિકા, લગંતિ રયણ રાશિકા, દશણ યોતિ હીરલા અનંગ તેજ નીરલા. ૬ સોહંતિ મુખકમલા, ભમંતિ ભંગયમલા, વચંતિ વયણ વાસના, ફિરંતિ તેણ આસના. ૭ પ્રવાલરંગ અધુરે જપતિ વાણ મધુર, પયોહરાણિ છજ્જએ, નારિંગ જેમ રજૂએ. ૮ સમાન સીહ લંક એ, વિલોક્ય ગજ સંક એ, યુગ્મ જંઘ મેલ એ, ઉધમ જષ્ણ કેલિ એ. ૯ ચલતિ હંસ ચાલિની, વિશુદ્ધ જાણિ વંસની, સમીપ સામ આવ એ. કરંતિ હાવભાવ એ ૧૦ તું પ્રાણનાથ કેરડા, કરંતિ કોઈ અનેરડા, પતંતિ પાય તેરડા વચનિ માનિ અમેરડા. ૧૧ સુરંગ સેજ વિધુરી, સુગંધ ફૂલ ત્વરી, સુપથિ સ્વામિ તત્થરી, સુનંતિ કેમ સત્યરિ. ૧૨ સુવારવાર બોલ એ શ્રી યૂલિભદ્ર ન ડોલ એ, ધરતિ ધ્યાન માત્ર એ, સનાત શીલ તત્ર એ. ૧૩ વિલોક્ય કોશ એહવે, ઉપાય એહ ચીંતવે, મુની એ ન રચએ, કરંતિ કોશ નચએ. ૧૪ નાચઈ નાચ કરી ઢિંગારહ શિધિકટ ટૅકટના ધોકારહ, ચોલી ચીર કસી કરિ ચરણા ઘમકાવઈ ઠમકાવઈ ચરણા. ૪ ગદ્યાનુવાદ : શણગાર કરીને તે નાચ નાચે છે. ધિધિકટ ટૅકટ ધોં ધોં એમ નાદ થાય છે. હાથથી ચોળી, ચીર, ચણિયા ખેંચીને બાંધીને તે ચરણને ઘમકાવે, ઠમકાવે છે. પાઠાંતર : ૧. ૪ સંગીતહ (સિંગારહને બદલે); ૪ બંધીક્કટિ બ્રોક્ટ ધોંકારહ. ૨ ગ ચોલા ચોલ કસી તિણિ ચરણા; ૪ ધમકાવઈ ઝમકાવઈ. પાઠચ: બીજી પંક્તિમાં ૪ પ્રતના ધમકાવઈ ઝમકાવઈ' પાઠને સ્થાને “ઘમકાવાઈ ઠમકાવ'નું વ્યાપક પાઠાંતર મળે છે. “ઘમકાવઈ ઉચ્ચારણ વધુ યોગ્ય જણાતાં અને જ પ્રતે જ પછીની પમી કડીમાં “ઘમકાવઈ' પાઠનો ઉપયોગ કર્યો જ હોઈ અહીં અન્ય પ્રતોનો પાઠ લીધો છે. ઈદ લીલાવતી ચરણ ઠમકાઈ, ઘમઘમકાવઈ દેખાડઈ નવનવી કલા, ગાવઈ ગુણ મંગલ. ભેરહ ભુંગલ, ચચપા. દઈ ભરતિ નલા. Page #323 -------------------------------------------------------------------------- ________________ પાહુડીલ નાદ કરી કર ચાલી, કડિ વાલઈ તે મોર થઈ, માદલ વર વીણા વંશ વજાડઈ અંગ નમાડઈ પાસ જઈ. ૫ ગદ્યાનુવાદ : (કોશા) ચરણ ઠમકાવે છે, ઘમકાવે છે, નવીનવી કલા દેખાડે છે. ગુણભર્યા મંગલ ગીતો ગાય છે. ભેરી-ભૂંગળ વાગે છે. ચચપટ એવા છંદ (નાદ)થી નલા (કોઈ વાદ્ય) ભરાય છે. મોટો અવાજ કરીને હાથથી (જમીન પર હાથ મૂકી) ચાલે છે. વળી તે મોર બનીને કંઠ્ય વાળે છે. ઉત્તમ માદલ, વીણા, વાંસળી વગાડે છે. પાસે જઈને અંગ નમાવે છે. વિવરણ : નર્તન-ગાન, વાદિકવાદન અને નર્તન વેળાની કોશાની અંગભંગિઓના વર્ણન દ્વારા એક સુંદર શબ્દચિત્ર ઊભું થયું છે. પાઠાંતર : ૨, ૪, ૮, ૩ છંદનું નામ નથી ગ, ૪ ચાલિ , અડલ્લ છંદ = મડયલ્લ છંદ. ૧ ૨ ઝમકાવઈ (ઠમકાવઈને બદલે); ન દેખાવઈ. ૨. આ ચચપટ છંદ કિ સદ્ધિ કલા; ગ, ઘ છંદ; નિલા જ વલા. ૩ ૪ મન ચાલઈ ક કરિ ચલઈ ટ કરિ વાલિ (કર ચાલઈને બદલે). ૪ ૪ વજાઈ. જ $ પ્રતની રજી પંક્તિ અહીં ૩જી, અને ૩જી રજી છે. ૪ પ્રતનાં ચરણ ૩-૪-૫-૬ અહીં અનુક્રમે પ-૪-૩-૬ છે. તંતી તલ તાલ તવલ દમદમકઈ, ધપમપ દ્રઢંકાર કર્યો, ધોંકટ કટકટ એંગગમ તિથનગ તિથનગ ત પાડ ગયું. સિરિસિરિ ગમ ગમ મઝિમરિ ગગમમ પધમ મપ ધનિ ગીય રસ, નાચઈ ઈમ કોશિ કલાગુર દાખી, બોલતિ છંદ તિ કવિત સં. ૬ ગદ્યાનુવાદ : તંતી તલ તાલ સાથે તબલું ડમકે છે. ધપમપ ઢંઢંકાર થાય છે. ધોંકટ કટકટ ટૅગગમ ૐૐ તિથનગિ તિથનગિ તેમજી સિરિ સિરિ ગમગમ મઝિમરિ ગગમમ પધમ માના ધ્વનિથી ગીતરસ (જામે છે). એમ કોશા નૃત્ય કરે છે, કલાગુણ દાખવે છે. તે છંદ અને કવિત વડે યશ બોલે છે. વિવરણ : સંગીતધ્વનિનું વર્ણન કરવામાં રવાનુકારી શબ્દોને કવિએ પ્રચુરપણે ઉપયોગમાં લીધા છે. “તિ પાડ ગયેનો અર્થ સ્પષ્ટ થતો નથી. અન્ય પ્રતો પણ પાડગયું” પાઠ આપે છે. “તિ પાડ ગય' પાઠ અનુવાદમાં લીધો નથી. પાઠાંતર : ૧. ટ તંતિ લતાલ તિવલ; તવ સુ તરવલ (‘તવલને બદલે); ર૩ દમકઈ; ૪ ધમધમ (ધપમપ'ને બદલે); ૨૦ ટૅ ટૅ કરિઅં.૨. ર ટ્રિક્ટ ક્ટ કૅરિ ગગગમ ૐ ૐ ૪ ધોંકટ ધોંકટ કટ ઝૂરિ ગગમે ઝેડ પ્રથમ ચરણ); . મેં ગિગમ હૈં તિથિગિગિ જમલિ ઝંઝર ઝણણિ નાચે ધનગ તિધગનિ પાડગયું; ૪, ૩.ઝે એં રિગમગ ૐ ૐ તિથિગીનિ તિથિગીનિ પાડગયું ૮.ઝ ઝ રિગમગ ઝગૃનિ ધનગ ૩૦૬ / સહજસુંદરત ગુણરત્નાકરદ Page #324 -------------------------------------------------------------------------- ________________ ચોથો અધિકાર / ૩૦૭ તિથગ તિપાડગયું .. દ્વિગમગ ઝું તિથગિનિ તિથગિનિ પાગડયો; અતિથન ગતિ ગતિ પાડગયું; ર.પાડ ગયું જ પડયું (તિપાડગય'ને બદલે). ૩ સસરિગમ રમઝિમ રિગગમ મપધમ પધનિ ધુનિ ગીયરસ = સિરિગમ રિમિઝિમિ રમગમ ધપમપ માધુનિ ગીય રસ ૩ સિરિ સિરિગમ રિમિઝિમિ રિમિઝિમિ ગમગ મપુધમ મયુધમ ગીય રસ.. મઝિમરિ મગગમ પધુનિ મધુનિ ગીઅરસ ... ગમ ધપમપ ધપમપનિ ગીતરસ ...મગગ મપધુનિ માધુનિ ગીયરસ ટ મિરાગ માધુનિ માધુનિ ગીયરસં; છ મિગિમ ગગમ (“ગગમમ'ને બદલે); ઇ પધુનિ પધુનિ (‘પધમ માધુનિ’ને બદલે). ૪ ટ કલા દેખાડે (‘કલાગુણ દાખઈને બદલે); રવ, ગ, ઘ, ૨, ૪, ૫, ૩, ૪ બોલઈ છેદિક ટ બોલે (બોલતિ’ને બદલે). રસાઉલઉ છંદ કોશા વેશયા રમણિ, કેલિ ઈસી નમરિ, હંસલીલા ગમ િચતુર ચંપકવરિ, ઘુમઈ ઘૂઘર ઘશિ, જમલિ ઝઝર ઝારિ, નાચ ખેલઈ તરફ ધસઈ ધડહાઈ ધરાર, લલીલલી લાગઈ ચરવિ, ચવાઈ ૭૧ બોલ મીઠા વયરિ, ગુણવેધ ભેદ દાખઈ ઘરવિ, પ્રાણનાથ તીરઈ શરણ ૭ ગદ્યાનુવાદ : રમણી કોશા વેશ્યા કેળ જેવી નમણી સુંદર છે. હંસ ક્રીડા કરતા હોય તેવી ચાલવાળી છે. ચંપકવર્તી ને ચતુર છે. ઘૂઘર ઘણણણ ઘૂમે છે, સાથમાં ઝાંઝર ઝમકે છે. તરુણી નાચે છે, ખેલે છે, જમીન ઉપર ધડધડતી ધસે છે, લળીલળીને ચરણે લાગે છે, મુખેથી મધુર બોલ બોલે છે. ગૃહિણી (સ્ત્રી) ગુણરસિકતા અને મર્મજ્ઞતા દશવિ છે, હે પ્રાણનાથ, હું તારે શરણે છું.’ વિવરણ: આ કડીમાં કોશાના લાવણ્ય માટેની ઉપમાઓ, તમામ યતિસ્થાનોએ આવતા રમણિ, નમણિ, ગમણિ, વરણિ, ઘણિ, ઝણણિ શરણિ-નાં આંતપ્રાસો અને વર્ણસગાઈઓ ધ્યાનપાત્ર છે. પાઠાંતર : ૪ કડી નથી. ૧ ૨ જઈસા. ૨ ૩, ૪ “હંસલીલા ગમણિ નથી. ૩. ઘુર (ઘૂઘર'ને બદલે). ૪ ઇ ધડહડ ધડહ (ધડહડઈને બદલે). ૫ ૪ વલી લલી લાગઇ ૪ ૪ વલિ લલિલલિ લાગઈ; વચઇ (“ચવાઈ'ને બદલે); ગ બોલ; , ટ બોલ' નથી. દર બોલ ("વેધને બદલે); આ તલાઈ (દાખઈને બદલે). દુહા ગુણ સમરી ભમરી કર, કુમારી અમરતત્ર, ત્રોડઈ તાલ રહી તિહાં બોલઈ અમીવચન ૮ , Page #325 -------------------------------------------------------------------------- ________________ ગદ્યાનુવાદ : દેવાંગના જેવી કુમારી ગુણ સ્મરીને ફુદરડી ફરે છે. ત્યાં રહીને તાલ તોડે છે (આપે છે ), અને અમૃતવચન કહે છે. વિવરણ : બીજી પંક્તિમાં ત્રોડઇ તાલ' પ્રયોગ સ્પષ્ટ થતો નથી. ત્રોડઇ = તોડે. ‘તાલ તોડે’ એટલે ‘તાલ આપે છે’ (?) આવા કોઈ અર્થની સંભાવના છે. પાર્શ્વતર : ગ છંદનું નામ નથી ૬ દુગ્ધઘટા છંદ. ૧ ઘૂ કહઇ (‘કરઇ’ને બદલે). ૨ રવ, ગ, ઘ, ૨, ૩, ૬, રૂ. ૮, ૪ અપ્રત/અમૃત (‘અમી’ને સ્થાને). પાઠચર્ચા : ∞ સિવાયની બધી પ્રતો અમી’ને સ્થાને ‘અમ્રત/અમૃત’ પાઠ આપે છે. શબ્દો પરસ્પરના પર્યાયરૂપે હોઈ મુખ્ય પ્રતનો પાઠ યથાવત્ રાખ્યો છે. ચતુર કહઈ તુઝનઈ સહુ, ચતુર નહીં તઉં નાથ, ગોરી ગોરાપણ ગમ્યું, બાઉલિ દીધી બા.. ૯ ગાનુવાદ : તને સહુ ચતુર કહે છે. (પણ) હે નાથ, તું ચતુર નથી. ગોરીનું ગોરાપણું ગુમાવ્યું (છોડી દીધું) અને બાવળિયે બાથ દીધી છે. પાઠાંતર : ૧. ૬ પ્રિય ચતુર; ન તુજ ઇ તુ (તઉં”ને બદલે). ૨. ૮ ગોરપણો; ∞ નમ્યું વ ગ ઘ, છ, ષ, જ્ઞ ગયું ૬ થયું ટ ગયો (‘ગમ્યું'ને બદલે). હવિગિરૂĞ ગુજારતઉ, જિસ્મઉ પંચાયઉ સીહ, તવ ઊતર વલર્જી કરઇ ઉપસમ ભર્યઉ નિરીહ. ૧૦ ગદ્યાનુવાદ : જેવો છંછેડેલો (પડકાર ફેંકેલો) સિંહ ગર્જના કરે તેવો હવે ગરવો (સ્થૂલિભદ્ર) ગર્જના કરે છે. એષણા વિનાનો ને ઉપશમથી ભરેલો તે ત્યારે વળતો ઉત્તર કરે છે. પાઠાંતર : ૧. સ્વ ગિર ગુંજારતો; વ પંચાઇણ સીહ . ૪ પાખરીઉ સીહ. ૨. રવ કહિઈ = વર્ષોં છ ીઇન, રૂ, ટ કહઇ (‘કરઇ'ને બદલે); સ્વ ઉપસમ ભિરઉ જિમ સીહ. ભાવ કર્યા તð એવડા તે મુઝ લેખઇ વાય, કોશા તે કારણ સુન્નઉ તૂઠા શ્રી જિનરાય. ૧૧ ગદ્યાનુવાદ : “તેં એવડા ભાવ કર્યા તે મને વાયુ સમાન છે. (?) હે કોશા, સાંભળો, તેનું કારણ શ્રી જિનરાય (મને) પ્રસન્ન થયા છે. વિવરણ : લેખઇ વાય = વાયુ સમાન (?) અન્વયાર્થ અસ્પષ્ટ રહે છે. પાઠાંતર : ૧. દ કહ્યા (કર્યા'ને બદલે); છ...જે તð વડા; સ્વ ઇતલા (‘એવડા’ને બદલે); ઘ મું (મુઝ'ને બદલે); TM ખેલેં (લેખઇ'ને બદલે). ૨. રવ, છ, જ્ઞ, ૪ વેશા. ચઊદહ. પૂરવ અભ્યસ્યા ભણીઆ અંગ ઇંગ્યાર, પરમારથ પ્રીછ્યા પછી વિખ જાણ્યઉ સંસાર. ૧૨ ૩૦૮ / સહજસુંદસ્કૃત ગુણરત્નાકરછંદ . Page #326 -------------------------------------------------------------------------- ________________ ' ચોથો અધિકાર / ૩૦૯ ગદ્યાનુવાદ: ચૌદ પૂનો મેં અભ્યાસ કર્યો, અગ્યાર અંગો ભણ્યો. પરમાર્થ ઓળખ્યા પછી આ સંસાર વિષ જેવો જાણ્યો. વિવરણ: ચૌદ પૂર્વે અને અગ્યાર અંગો માટે જુઓ અધિકાર ૧, કડી ૩૫નું વિવરણ. પાઠાંતર ઃ ૧. ૪ ચઊદઈ. પ્રીય પરિમાનંદસ્યઉં પાપડિલ ગયાં દૂર, નિરમલ નયણાં ઊઘડ્યાં જિમ ઊગમત સૂરિ. ૧૩ ગદ્યાનુવાદઃ પરમાનંદથી હું પ્રસન્ન કરાયેલો છું. પાપનાં પડળો દૂર થયાં છે; જેમ સૂર્ય ઊગતાં નિર્મળ નયનો ઊઘડ્યાં છે. પાઠતર : ૨, ૪ જિમ ઝગમિગતિ સૂર; રસ ઊગતઈ. જિરિ થાનકિ રાત રમ્ દવઈ જિસ્યઉ પતંગ જાણીનઈ પડતા હતા તે મુઝ થયઉ વિરગ. ૧૪ ગદ્યાનુવાદઃ જેમ દીવામાં પતંગિયું, એમ જે સ્થાનકે હું રાગી બનીને રમ્યો ને જાણીબૂઝીને પડતો હતો તે સ્થાનક મારે માટે નીરસ બની ગયું. પાઠતર : ૧. ટ રમ્યો; દીઠઈ દીવઈને બદલે). ૨. ન જાણી નર; પડતો હવે. ગરભ તણી પરિ દોહિલી વિરૂઈ વિષમ અપાર, સુણતાં હઈડલું કમકમઈ દુમ્બ તણઉં ભંડાર. ૧૫ ગદ્યાનુવાદ: ગર્ભની પ્રક્રિયા કષ્ટભરી, વિરૂપ અને અત્યંત વિષમ છે. એ સાંભળતાં પણ હૈયું કમકમે છે. એ દુ:ખનો ભંડાર છે. વિવરણ: દીક્ષિત થયેલા સ્થૂલિભદ્રનો કોશાને પ્રતિબોધ – ધર્મોપદેશ છે. અહીં ભવોભવની – જન્મજન્માંતરોની વેદનાને, ગર્ભધારણ અને ગર્ભવિકાસની પ્રક્રિયાને, નરકગતિનાં દુઃખો સાથે સરખાવી, કવિએ વિસ્તારથી ગાઈ છે. પણ ત્યાંયે કવિનું પાંડિત્યસભર સર્જકવ્યક્તિત્વ જોઈ શકાશે. (કડી ૧૫થી પ૫) પાઠતર : ૧. આ વિર૧, ૬, ૭ વિષય ન વિષમી; છ વિકાર (‘અપારને બદલે). પાઠચર્ચા : ૪ પ્રતના વિષય' પાઠને સ્થાને “વિષમનું વ્યાપક પાઠાંતર મળે છે. અહીં ગર્ભપ્રક્રિયાના વિશેષણ તરીકે એ હોઈ વિષમ' પાઠ સ્વીકાર્યો છે. મોર ઘઉં નાચઈ રમઈ પણ પગ જોઈ રોય, તિમ ઉતપતિ છઈ આપણી ગરવ મ કરસ્યઉ કોય. ૧૯ ગદ્યાનુવાદ : મોર ઘણું જ નાચે છે, રમે છે પણ પગ સામે જોઈ રડે છે. તેવી જ આપણી ઉત્પત્તિ છે. કોઈ એનો) ગર્વ કરશો નહીં. વિવરણ : મોર સુંદર નર્તન – કલા કરે છે પણ પોતાના પગ સામે જોઈને રહે Page #327 -------------------------------------------------------------------------- ________________ છે. કહેવાય છે કે મોરના પગ એટલા પાતળા છે કે એના દુ:ખથી એ રડે છે. અહીં તાત્પર્ય એ છે કે કોઈ પણ યોનિમાં ઉત્પન્ન થયેલા જીવને કષ્ટ, દુ:ખ, ક્ષતિ, અપૂર્ણતા વળગેલાં જ છે. પાāતર : ૧. ફા...પગ સાહમ્ જોઈ. ૨ = હીઇં વીમાસી જોઇ (છેલ્લું ચરણ); જ્ઞ...ધરસિઉ કોઇ. પિતા પ યૌવની તિવતી લિ. માય, જવ એકાંતિ મિલઇ તિહાં ગરભ ધર્મઉ કહિવાય. ૧૭ ગદ્યાનુવાદ : ભાગ્યશાળી પિતા અને યુવાન ને ઋતુધર્મમાં આવેલી માતા જ્યારે એકાંતમાં મળે ત્યારે ગર્ભ ધારણ થાય છે એમ કહેવાય છે. વિવરણ : અહીં ‘રતિદ્વંતી' નો અર્થ, સંદર્ભમાં ઋતુવતી, ઋતુકાળ – ઋતુધર્મમાં આવેલી એમ છે. ઋતુવંતી > તુિવંતી > રતિનંતી એમ શબ્દ વ્યુત્પન્ન થયો જણાય છે. પાઠાંતર : ૧. ૬ પહોં (‘પતુ'ને બદલે); છ યોવના; ગ રિતુવંતી. ૨. ૬, ૬ જવ’ નથી; હૈં એકાંતે એકઠે મિલ્યા છ એકાંતિð એકઠાં થયાં; = મિલ્યા ટ મલિઉ (‘મિલઇ'ને બદલે); ગ વલી તવ (‘તિહાં'ને બદલે); 7, ન ‘તિહાં' નથી. કલલ હુઈ સાતે દિને સાતે બુદબુદ જોઇ, પલ રૂપી ત્રીસે દિને થાઉં સબદ્ધઉ હોઇ. ૧૮ ગદ્યાનુવાદ : સાત દિવસે કલલ (ગર્ભની પ્રાથમિક અવસ્થા) થાય છે, અને બીજા સાત દિવસે બુર્બુદ બને છે. અને ત્રીસ દિવસે માંસપિંડ રૂપે (ગર્ભ) ઘણો જ સુબદ્ધ થાય છે. પાઠાંતર : ૧. ઘ કલલ દિવસ સાતે થયુ; ગ, ગ હૂંઉ; રવ સાત દિનિ; ૪ હોઈ (જોઇ’ને બદલે). ૨. રવ, ઘ, છ, ૪ પત્ર/પુત્ર રૂપી; TM પુત્રપૂત્રી (‘પલરૂપી’ને બદલે); રસ, ઘ, છ, ઙ, ૮, ૪ વીસિ દિન, ગ ત્રીજઇ દિનિઇં; છ સવુઠો હોઇ; 7 જોય (‘હોઇ'ને બદલે). બીજઇ માસિ વલી. કરઇ પેસીનઉ આકાર, માય ધરઇ મિન દોહલઉ ત્રીજ્ડ જોઇ વિચાર. ૧૯ ગદ્યાનુવાદ : બીજે માસે વળી પેશીનો આકાર ધારણ કરે છે. ત્રીજે માસે માતા મનમાં દોહદ ધરે છે. આ વિચારી જુઓ. પાઠાંતર : ૧. ૬ અધિકાર (આકાર'ને બદલે). ૨૫, ૬, ૪ માસિ વિચારિ. માસ ચથઉં માયનું મોટઉં કરઈ શરીર, અંકૂચ પાંચઈ રચઇ પંમિ માસ સુધીર. ૨૦ ગદ્યાનુવાદ : ચોથો માસ માતાનું શરીર મોટું કરે છે. પાંચમે માસે શક્તિશાળી ૩૧૦ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ Page #328 -------------------------------------------------------------------------- ________________ ચોથો અધિકાર / ૩૧૧ () પાંચેય અંકુર રચે છે. પાઠાંતરઃ ૨. ર૪, , ૪ ૪ સરીર , ધીર (સુધીરને બદલે). પિત્ત અનઈ લોહી વહઈ છઠઈ માસિ વિમાસિ નસ નાડી પેસી સચ રોમમ હુઈ સત માસિ. ૨૧ ગદ્યાનુવાદ : એ જાણો કે છઠ્ઠ માસે પિત્ત અને લોહી વહેતું થાય છે. સાતમે માસે નસ, નાડી, પેશી, શિરા અને રોમ થાય છે. પાઠાંતર : ૧. # ત્વચા છ માસ (પિત્ત'ને બદલે); , ગ વધઈ છ વલી હવઈ (‘વહઈને બદલે). ૨. ઇ કરમ વિનાણ કહીઈ કિસ્યું રમે વલી સુખવાસ ($ પ્રતની ૨૩મી કડીની રજી પંક્તિ અહીં મુકાઈ છે.); છ પસરઈ (પેસી’ને બદલે); ગ સરી ૪ સરઈ (“સરાને બદલે); ગ તસ (“સત’ને બદલે). અઠમ માસઈ સુણી સહુ પરિપૂરણ હુઈ અંગ, પૂરા દિન ૫હતા પછી હુઈ જાવન જંગ. ૨૨ ગદ્યાનુવાદ : આઠમે માસે અંગ પરિપૂર્ણ થાય છે, તે સહુ સાંભળો. પૂરા દિવસ પહોંચ્યા પછી જણવાનો પ્રસૂતિનો) જંગ શરૂ થાય છે. પાઠતર : ૪ કડી નથી. ૧ ર૩ સણોલ, ૨ ટ હુઆ પછી. વિચિ કિલીવ નર દાહિનું નારી ડાવઈ પારિ, કરમવિનાણ કહું કિસ્યું રમઈ વલી સુહવાસિ. ૨૩ ગદ્યાનુવાદ : ગર્ભ જો) વચ્ચે હોય તો નપુંસક, જમણે હોય તો) નર અને ડાબી બાજુએ હોય તો) નારી જન્મે છે). કર્મનું શાસ્ત્ર-રહસ્ય શું કહું ? વળી તે (કર્મયોગ) સુખભય વાસમાં ક્રીડા કરે છે. પાઠતર : ૧. પંક્તિ નથી. ૨ ૪ પંક્તિ નથી (આ પંક્તિ ૪ પ્રતની ૨૧મી કડીની રજી પંક્તિ તરીકે ગોઠવાઈ છે. જુઓ ૨૧મી કડીનું પાઠાંતર); ટ વિના એ (વિનાશને બદલે); ર૪ કર્સિ ('કિસ્યુને બદલે; કરઈ વલી; વ સહવાસ ર૪ સુહવાસ ૫ ટ સુખવાસિ ૩ સહવાસ. પાચર્ચા : ૪ પ્રતના “સહવાસિ' પાઠને સ્થાને ર૩, ૪, ૫, ૮ પ્રતો “સુહવાતિ, સુહવાસ/સુખવાસિ” પાઠ આપે છે જે વિષયસંદર્ભે વધારે અર્થપૂર્ણ લાગવાથી સુહવાસિ' પાઠ લીધો છે. ઉદર તણાં દુખ દોડિલાં કથા કહું સુણિ કોસિ. ઔઠ કોડિ પર મિલી ગ્રાઉ ગુણી નર સોસિ. ૨૪ ગદ્યાનુવાદ : ઉદરનાં દુઃખ કષ્ટદાયી છે. એની કથા કહું તે, હે કોશા, સાંભળ. સાડાત્રણ કરોડ પુરુષોએ મળીને ગુણી નરને વેદનામાં રહ્યો છે. (છે. Page #329 -------------------------------------------------------------------------- ________________ વિવરણ: અહીં બીજી પંક્તિનો અર્થ સ્પષ્ટ થતો નથી. પણ ગર્ભસ્થ અવસ્થાની તીવ્ર વેદનાનું વર્ણન અભિપ્રેત જણાય છે. કવિ એ વેદનાનું કલ્પનાચિત્ર રજૂ કરે છે. (કડી ૨૪થી ૨૭). પાઠાંતરઃ ૨.૨ પુરુષ મેલી; ૪ ગ્રહઉ નિગુણી; ગ સેસિ ૩ ૪ સોઈ (સોસિ'ને બદલે). વચિ ઘાલી પાલિ રહી ભમુહ ચડાવી ભાલિ, ધમણિ ધમી તીખી સુઈ તલ્સ ચોભઈ સમકાલિ. ૨૫ ગદ્યાનુવાદ : વચ્ચે ઘાલીને, પડખે રહીને, કપાળે ભવાં ચડાવીને, ધમણ ધમાવીને તીક્ષ્ણ સોય તેને ચાંપે ભોકે) છે. એ સમયે.... વિવરણ : આ કડીનો વાક્યાન્વય પછીની ૨૬મી કડીમાં જાય છે. અહીં છેલ્લો શબ્દ છે “સમકાલિ.' ત્યાં વાક્ય અધૂરું છે. સમકાલિએ સમયે...એ સમયે શું થાય છે એ વાત પછીની કડીમાં આવે છે. પાઠતર : ૧. ૪ થાલી જ ખાલી; રવ, ગ, ઘ પાછલિ; ગ ભમહિ. ૨. ૫, ૬ શુચી. જે વેદના હુઈ તેહનઈ આઠ ગુણી તે પહિં નરગ સમી છઈ વેદના જિન જાણઈ જ્ઞમાંહિં ૨૯ ગદ્યાનુવાદ : તેને જે વેદના થાય છે તેના કરતાં પણ આઠ ગણી આ (ગર્ભકાળની) નરક સમી વેદના છે, એ જગતમાં માત્ર જિનેશ્વરદેવ જ જાણે છે. વિવરણ : ઉદરની વેદનાને કવિએ નરકની વેદના સમી કષ્ટદાયી ગણાવી છે. પાઠાંતર: ૧૨, ૪ તેહ (તેને બદલે). ભવિ ભતિ વેણ ભોગવી વલિ વલિ ઈસી અનત. કઈ જાણઈ તે જીવડઉં કઈ જાણઈ ભગત. ૨૭ ગયાનુવાદ : ફરીફરીને ભવોભવ (આ) અનંત વેદના ભોગવી છે. આ (વાત) એક જીવડો જાણે છે કે એક ભગવંત જાણે છે. પાઠાંતર : ૧. વલી ઈસી. ૨ ૪ કૅ વલી જાણે જીવડો... સગાં સણીજાં પોસીઈ નવિ કીજઇ જિનધર્મ, પાપ કરી નરગઈ પડઈ કિમ છૂટાં કૃત કમ્મ ૨૮ ગદ્યાનુવાદ : સગાંસ્નેહીઓને પોષવામાં આવે છે, પણ) જિનધર્મ કરતો નથી. તે પાપ કરી નરકમાં પડે છે. કરેલાં કર્મો કેમ છૂટે ? પાઠાંતર ઃ ૨. ટ તૂટે (છૂટ’ને બદલે). ઈદ હાટકી કિમ છૂટાં પાસિ પહaઉ તે પરવસિ, બઈઠ કરઈ વિચાર, દુહજ્ય ભોગવસ્યઉં, કિમ જોગવસ્યઉં, એકલડઉ નિરધાર, ૩૧૨ / સહજસુંદરકૃત ગુણરત્નાકર Page #330 -------------------------------------------------------------------------- ________________ ચોથો અધિકાર / ૩૧૩ તવ ઘાલ્યઉ ખૂગઈ, માથું ધુણઈ, હા હા દેવદયાલ, એ ન ગમઈ પાસઉં, ઊઠી નાસ, મેહલ મુઝ મયાલ. ૨૯ ગદ્યાનુવાદ: પાશ (બંધન)માં પડેલો ને પરવશ તે કેમ છૂટે? (તે) બેઠો વિચાર કરે છે, “દુઃખરૂપી ફળ ભોગવીશું, એને કેમ પાર પાડશું? પોતે નક્કી એકલો છે. ત્યારે એને ખૂણામાં ઘાલ્યો. માથું ધૂણે છે, ‘હા હા, દૈવદયાળ, આ બંધન ગમતું નથી. ઊઠીને નાસું . હે દયાળુ, મને છોડી દ્યો.” વિવરણ: નરકની યાતનાનું વર્ણન. (કડી ૨૯થી ૩૬) અહીં બીજી પંક્તિમાંનો નિરધાર’ શબ્દ “નિરાધાર'ના અર્થમાં પણ લઈ શકાય. મધ્યકાળમાં નિરાધાર, અનાથ' એવા અર્થમાં પણ નિરધાર' શબ્દપ્રયોગ થયો છે. એ અર્થ લઈએ તો “પોતે નિરાધાર એકલો છે' એમ અન્વયાર્થ થાય. પાઠતર : ર૩, ટ છંદનું નામ નથી ગ, ૪, ૩, ૪ % જ ચાલિ. ૧ ટ... પડિઉં વિમાસિ મારિ મર્મપ્રહાર. ૨. છ ઈસું જાણી નિરધાર. ૩ ગ ઘાલઈ ર ઘાલિ. ૪ ૪ એક ન; દ ઊઠી જાસું ગ, ઘ મુર્ભ; સ દયાલ (“ખયાલ’ને બદલે). ધાયા ધર પામી, પરમાધામી, દીઠા દાનવ દીવ, કરાણી સંભારઈ, ઊપરિ મારઈ, બોલ મચારી જીવ, d) મદિરાપાન ચડ્યઉ રસિ છાકય કિમ દેતઉ નર ઘાલે, લાગઈ મુઝ વિરૂઉં, તાતું તરૂઉં, ત્રાળું નીર મ પાઉ. ૩૦ ગદ્યાનુવાદઃ એનું મૂળ () પામી જઈને પરમાધામી (નરકવાસીઓને શિક્ષા કરનાર દેવયોનિ) દોડી આવ્યા. એણે દેવ અને દાનવને જોયા. તેઓ એને કરણી યાદ કરાવે છે, ઉપરથી મારે છે, જીવને વચનના ટોણા મારે છે, “મદિરાપાનમાં (નશો) ચડેલો, રસમાં છકી ગયેલો તું કેમ નરને ઘા દે છે ?” મને એ વરવું લાગે છે. તપાવેલું ટીન (કલાઈ) અને તાંબાનું પાણી ન પાઓ. વિવરણ: આ કડીમાંનું આખું ચિત્ર પૂરેપૂરું સ્પષ્ટ થતું નથી. પાઠાંતર: ૧. ઇ ધાઈ (ધાયા ને બદલે); ૮ પર ધરીને બદલે); , ઇ ધામી (“પામીને બદલે); રવ, દૈવ ૪, ૮. ૪ દેવ (દીવાને બદલે). ૨. ૪ કારણ; નવલિ બોલ. ૩. ર૩, ગ, ઘ, ૨, ૪, ૫, ૬, ૮, ૩ તૂ પીતુ મદિરાપાન; ૨૩, ગ, ઘ, , , , ૩, ૪, ૩ છાક્યઉ' નથી. ૪. ૪ મુખ મુઝ'ને બદલે); આ સરઉં = ભાતું (‘તાતું'ને બદલે); ૨૨, ગ, ઘ, , ૫, ૩ ટ ત્રાબા ૪ શંબા (ત્રાબૂને બદલે); આ ખાય (પાઉ'ને બદલે). પાઠચર્ચા: બીજી પંક્તિમાં ૪ પ્રત સિવાય તમામ પ્રતો “કારણ'ને સ્થાને કરણી’ પાઠ આપે છે, જે વધારે અર્થસૂચક અને બંધબેસતો લાગવાથી સ્વીકાર્યો છે. Page #331 -------------------------------------------------------------------------- ________________ પ્રતની ૩જી પંક્તિમાં “તું” છંદદષ્ટિએ વધારાનો લાગવાથી એને કૌંસમાં મૂક્યો છે. બધી જ પ્રતો ‘તું પાઠ આપતી હોવાથી એને રહેવા દીધો છે. હું ભૂખ્યા તરસ્યઉ, સી ગતિ- કરસ્યઉં, ત્રોડી થઈ હનુમસ, જિમ અંતર ગોહી, આતમ લોહી પીતઉ ભરઈ પ્રહંસ, અાદિક સઘલાં, મૂકઈ જમલો, કિમ ન ભાઈ ભૂખ, સાયરનાં પાણી આપવું આણી, છીપઈ તરસ ન દૂખ. ૩૧ ગદ્યાનુવાદ: “હું ભૂખ્યો-તરસ્યો છું. મારી શી ગતિ કરશો ?” આ દેહ-માંસ તોડી રહે છે. જેમજેમ ગોહી (એક જંત) પોતાનું લોહી અંદરથી પીએ છે તેમતેમ એ ડૂસકાં ભરે છે. સઘળાં અત્રાદિક પાસે મૂકે તોપણ કેમેય ભૂખ ભાંગતી નથી. સમુદ્રનાં પાણી લાવી આપો, તો એથી કાંઈ તરસનું દુ:ખ છીપતું નથી. પાઠાંતર : ૧. રસ હઉ (હુને બદલે ૩, ૪ સંગતિ (સી ગતિને બદલે); ૪ કરસ્યઉ નથી; ર૪ કાઢી થઈ; ક તું માંસ. ૨. અસરત (“અંતર'ને બદલે); ર૩ લાહી; ર૩, ૪, ૫, ૬ પોતુ પોતઇ (પીતીને બદલે); ન કરઈ (‘ભરઈને બદલે). ૪ સુ આપ; ૪, ૪ છીપઈ નહીં ત્રણભૂખ; ગ તરસનું દૂખ; સૂખ ટ ભૂખ (દૂખને બદલે). ઝૂટે વલિ ગલી, ભીંતરિ ઘાલી, મરડી મારઈ માર, બઇઠ અંધારઈ, મણિ પોકારો, પાડઈ બૂબ અપાર, Jપઈ % વાહઈ, વલિવલિ સાહિ પાસ કરી જિમ જાલ, તે કરિ મંડઈ, ખડવિખંડઈ કલિરવ કરઈ કતાલ. ૩૨ ગદ્યાનુવાદ: વળી ઝટિયાંથી પકડીને, અંદર ઘાલીને, મરડીને માર મારે છે. અંધારામાં બેઠો છે. મુખથી પોકાર કરે છે, ઘણી જ બૂમો પાડે છે. ઝપટ મારે છે, પ્રહારની) ઝડી વરસાવે છે, ફરીફરીને જાળની જેમ ફાંસો કરીને પકડે છે. હાથથી નિશાન સાંધે છે. ચૂરેચૂરા કરે છે. વધનો ભોગ બનનાર કકળાટ (કોલાહલ) કરે છે. / વિવરણ : આ કડીની બધી પંક્તિઓમાં સર્જાતી ઝડઝમક નોંધનીય છે. ઉદૂકોશ કતલવધિત અને કિતાલ =મારકાટ, રક્તપાત એવા અર્થો આપે છે. એ આધારે અહીં કતાલ વધનો ભોગ બનનાર એવા અર્થની સંભાવના કરી છે. પાઠાંતર : ૧. ૪ ઘાલી (ઝાલીને બદલે). ૩ ગ ઝડપાઈ (‘ઝડ વાહને બદલે). કમલાણી કાયા, સીતલ છાયા, બાંસઈ તરૂઅર હેઠિ. અસિધારા પાન પડઈ તન ખંડ, રડતઉ નાસઈ નેટિ, કરવત સ્યઉં કાપ્યઉં, નર સંતાપ્યઉ જોઈ જલપરવાહ, વૈતરણી માંહિ પડગ્રી પરવાહઈ, લાભઈ છેહ ન માહ ૩૩ ૩૧૪ / સહજસુંદરફત ગુણરત્નાકરછંદ Page #332 -------------------------------------------------------------------------- ________________ ચોથો અધિકાર / ૩૧૫ ગદ્યાનુવાદ : કાયા કરમાઈ છે. વૃક્ષની નીચે શીતળ છાયામાં બેસે છે. તરવારની ધાર પાનું) પડે છે. શરીરના ટુકડા કરે છે. (તે) નક્કી ૨ડતો નાસે છે. (તેને) કરવતથી કાપ્યો. નર સંતાપ પામ્યો. જલપ્રવાહ જોઈને વૈતરણીના પ્રવાહમાં પડ્યો. એમાં કોઈ છેડો પ્રાપ્ત થતો નથી – પાર પમાતો નથી. પાઠાંતર : ૧. ૪ કયા (કાયાને બદલે). ૩ ૪ લેઈ (“Dઉંને બદલે); ૪ કલહ પ્રવાહ. ૪ ૪ પ્રવાહિ. ર૪ પ્રતમાં આ કડી બબ્બે પંક્તિની બે કડીઓ તરીકે છે. નવિ થાઈ આડા, કુતિકુહાડા, લેઈ ધાઈ ધડધૂબ, જાઈ જસુ પાસઈ, સોએજિ વિશાસઈ કિમ નાસઈ થિરથભ, ઊછાલઈ ગોક્ષિ,િ ગોલાની પરિ, વધઈ તીર ત્રશુલ, પારા પરિ મિલીઇ, સૂક્ષ્મ દલીઈ, તનુ ઊડઈ જિમ તુલ. ૩૪ ગદ્યાનુવાદ : કોઈ મદદમાં આવતું નથી. () કોશ-કુહાડા લઈને અત્યંત જંગલી (અનાડી) પરમાધામી દેવો) દોડે છે. જેની પાસે જાય છે તેનો જ વિનાશ કરે છે. થાંભલા સાથે સ્થિર થયેલો કેવી રીતે નાસે ? ગોફણમાં ગોળાની પેઠે ઉછાળે છે. તીર અને ત્રિશૂલથી વીંધે છે. પારાની જેમ મસળવામાં આવે છે. (2) સૂક્ષ્મ દળી નાખવામાં આવે છે, ને રૂની જેમ શરીર ઊડે છે. વિવરણ: અહીં મધ્યકાલીન ગુજરાતીનો આડા થવું' શબ્દપ્રયોગ છે તે અવચીન ભાષામાં જે અર્થમાં પ્રયોજીએ છીએ એનાથી જુદો પડે છે. અહીં “આડા થવું” એટલે મદદમાં આવવું' એવા અર્થમાં પ્રયોજાયો હોવાની સંભાવના છે. મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશમાં આડઈન્વચ્ચે, મદદે અને આડી આર્સ મદદરૂપ થશે – એવા અર્થો મળે છે. પાáતર : કડી નથી. ૧ ટ ધાવૈ ૨ ૨૪ જાઈ સઈ ઇ જાઈ જડ જાસઈ (“જાઈ જસુ પાસઈ’ને બદલે); , સોજિ , ઇ ૩, ૪ સોઇ; ૨૪ થિકુંભ. ૩. જ ઊછાલઈ ગોરલ ગોફિણની પરિ ૪ ઊછાલઈ ગોલા ગોફીણિની પરિ; ર વાધઈ ૨૪ બાધઈ (“વીંધઈ’ને બદલે; લેઈ ત્રિસૂલિ; ૪ તીરછે. ધગધગતી પૂતલિ, આગિ તણી ઝલિ એહનઈ ઘઉં આલિંગ, પરદારપ્રેમ કયાંના એ ભોગવિ ભોગ સુરંગ, દુરગંધા જૂના, રુધિર પિરૂના લીજઇ આહાર સરેહ, ભર સીત હિમાચલ, અતિ ઉન્હી ઝલ, ક્ષેત્રજ વેદન એહ. ૩૫ ગદ્યાનુવાદ : આગની જ્વાળાથી ધગધગતી પૂતળી એને આલિંગન અપાવે છે. રંગરાગભર્યા ભોગ ભોગવીને, પરસ્ત્રી સાથે પ્રેમ કર્યાનાં આ ફળ છે. વાસી (), દુર્ગધવાળા લોહી અને પરુના આહાર નિશ્ચિતપણે (સારી રીતે ?) લેવાય છે. અત્યંત WWW.jainelibrary.org Page #333 -------------------------------------------------------------------------- ________________ શીતળ હિમાલય અને અતિ ઊની જ્વાળાઓ એવું આ વેદનાનું ક્ષેત્ર છે. પાર્માંતર : ૧. સ્વ અગન ૬, ૪, ૪, ૬ અનિ; ૪ સમી લિ; હૈં તેહને ઘઉં. ૨૬ ૫રદારાગમન કર્યાં તે.; ર, ઘ, ૪, ૫, ૮....કરાં એ તે ફ્લ; ગ તણાનાં (‘કર્યાંના'ને બદલે); ઘ ભંગ (‘ભોગ’ને બદલે). ૩ 7 પુરેહ (સરેહ'ને બદલે). ૪. ટ સિર (ભર’ને બદલે); રવ, ઘ, ૫, ૬, ૮, ૪ અતિ ઉન્હા જલ હૈં અધિક ઉન્હા જલ; 7 ઇતિ (‘અતિ”ને બદલે); ટ હોઇ (‘એહ'ને બદલે). - વર્ણીકૃત વેદન, કરઈ વઢાવઢ, કાલા અનð કરૂપ, કેહાં દુખ સમરઇ, માર્યઉ ન મરઇ, જિમ અતુલીબલ ભૂપ, અત્રાણ અવીજિ અસરણ અબલી, વેઅન્ન સહઇ અનંત, ઇમ કાલ અનાદિ અનંતઇ પામી તે જાણઇ ભગવંત. ૩૬ ગદ્યાનુવાદ : આ વૈરીઓએ કરેલી વેદના છે. એ કાળા અને કદરૂપા (વૈરી) મારામારી કરે છે. કેટકેટલાં દુ:ખો યાદ કરે ? અતુલ બળવાળા રાજાની જેમ એ માર્યો મરતો નથી. અરક્ષિત, નિર્વીર્ય, અશરણ, અબળો તે અનંત વેદના સહન કરે છે. આમ અદિ અનંત કાળ સુધી (વેદના) પામી તે ભગવંતને જાણે છે. પાઠાંતર : 7 કડી નથી. ૧૪ વયરી તું વેદન; છ કાલી. ૩ ટ એહવા દુખ દેઅણ અસરણ વેઅણ ઘાણી સહિ અનંત; છ આસણ (અત્રાણ'ને બદલે); ગ, કુ, ૪ ‘વેયણ’ પછી ‘વલી/વલીય’ વધારાનો. દૂહા એ દુખ શ્રવણે સંભલી, કુશ રાચઈ સંસાર, વયરી વિષય વલી વડઉં, બોલઈ ગત્ર મારિ. ૩૭ ગદ્યાનુવાદ : આવું દુ:ખ કાને સાંભળી સંસારમાં કોણ રાચે ? વળી વિષય એ મોટો દુશ્મન છે એમ ત્રણે જગતમાં કહેવાય છે. વિવરણ કામવિષયનાં પ્રભાવકતા, બળિયાપણું અને વ્યાપકતા વિશે. (કડી ૩૭થી : ૫૦) પાઠાંતર : ૧. ૬, ૮ શ્રવણે સુણી. ૨ ૪ વયર (‘વિષય'ને બદલે); ∞ વિલાપડઉ રવ વલી ખડઉ (વલી વડઉ'ને બદલે); હૈં, ૪ પડિઉ (‘વડઉ’ને બદલે); ૩, ૪ બોલિઉ; જ્ઞ જગ. પિતામરણ જાણ્યઉ નહીં, પિશુન તન્નઉ પરવેસ, મરતાં મિલી સઉ નહીં, જોયો મયણિકલેસ. ૩૮ ગદ્યાનુવાદ : કઠોર (નીચ) (કામદેવ)નો પ્રવેશ થતાં પિતાના મરણને પણ જાણી શકયો નહીં; અને (એમના) મરતાં (સમયે) મળી શકયો નહીં. કામદેવનો આ સંતાપ જોજો. ૩૧૬ / સહજસુંદરસ્કૃત ગુણરત્નાકરછંદ Page #334 -------------------------------------------------------------------------- ________________ ચોથો અધિકાર / ૩૧૭ પાઠાંતર : ૪ કડી નથી. ૧ ગ જાણી તણે કરઈ (‘તણઉને બદલે). ૨. ર જોજો તે તુ તુ જોજ્યો (જોયો’ને બદલે); ટ વયરકિલેસ. માતપિતા બંધવ તણા, તાણી ત્રોડઈ મોહ, સગાસીજાં વંચીઈ, વિષય કરાવઈ દ્રોહ ૩૯ ગદ્યાનુવાદ : માતા, પિતા અને બંધુઓના મોહ (સ્નેહ)ને તે (કામ) તાણીને તોડી નાખે છે. સગાંસ્નેહીઓનો વિશ્વાસઘાત થાય છે. વિષય (કામ) દ્રોહ કરાવે છે. પાઠાંતર : ૧. ? માયતાય; ૩ બંધ; ઘ તણઉ; નેહ (મોહને બદલે). ૨ ૩, , ટ વિકારઈ કરીવઈ વિકારો રૂ. ૩ વિકરિ ((કરાવઈને બદલે). પાઠચર્ચા : બીજી પંક્તિમાં ઘણી પ્રતો પ્રતના “કરાવઈ' પાઠને સ્થાને ‘વિકારઈ' ‘વિકરિ પાઠ આપે છે. પણ વિષય કરાવઈ દ્રોહ' એ અન્વયાર્થ એટલો સ્પષ્ટ છે કે મુખ્ય પ્રતનો પાઠ યથાવત્ રાખ્યો છે. માયણ તણી વ્યાપતિ ઘણી, ૧લ્મમયણ સમઉ નહીં કોઈ, ચતર પગઈ ચિહું દિશિ ભમઈ, વેધ વિગોચર જોઈ. ૪૦ ગદ્યાનુવાદ : મદનની વ્યાપ્તિ ઘણી છે. મદન સમો (અન્ય) કોઈ નથી. (તે) ચતુરપણાથી ચારે દિશામાં ભમે છે. એનાથી થતી) આસક્તિ અને વ્યાકુળતા જુઓ. પાઠાંતર : ૪ ૪ પ્રતની ૧લી પંક્તિ રજી, રજી પંક્તિ ૧લી. ૧ જ વિષય સમો. ૨ રવ, છ, જ, ઝ, ટુ, ટ, ૪ ફરઈ ગ ગમઈ (“ભમઈને બદલે); આ વેઢિ ટ વેશ (‘વેધને બદલે). બાલપણછ દિન કેતલા નગમા ભોગવિલાસ. - ઘર ભીંતરિ પઈસી હવઈ, યૌવન કરઈ વિાસ. ૪૧ ગદ્યાનુવાદ : બાળપણમાં કેટલાક દિવસ ભોગવિલાસમાં નિર્ગમે પસાર થાય) છે. હૃદયની ભીતર પેસીને હવે યૌવન વિનાશ કરે છે. તે પાઠાંતર : ૧. ૪ દિન' નથી. ૨ ૩ વહઈ (“હવઈને બદલે). - નર દેખી નારી તપઈ, નર નઈ નારિ સનેહ, ચકમક પરાઉ જિમ પરજલઈ, પેખિ પટેતર એહ ૪૨ ગદ્યાનુવાદ : નરને જોઈને મારી ને નારીને જોઈને નર) તપે છે (કામતપ્ત થાય છે). નર અને નારી સ્નેહયુક્ત થાય છે, ચકમક પડતાં (ઘસાતાં) જેમ અગ્નિ સળગી ઊઠે છે તેમ. આ સંકેત સમજો. પાઠાંતર: ૨. ર૦, ગ, ૪, ૫, ૬, ૮, ૩ પાSિઉં પાડઈ પાડ્યો (પડ્યઉને બદલે); ગ, , , ૫, ૩, ૪, ૮, ૩ જિમ નથી. છ ખિ; રવ જોઈ (“એહને બદલે). Page #335 -------------------------------------------------------------------------- ________________ પાઠચર્ચા: માત્ર ૬ પ્રત જ “પડ્યઉ તેમજ વધારાનો “જિમ પાઠ આપે છે. બાકીની બધી પ્રતોમાં જિમ નથી. પડ્યઉ'ને સ્થાને પાડિ૯/પાડપાડ્યો' પાઠ છે. પણ છંદદષ્ટિએ મુખ્ય પ્રતનો પાઠ બંધબેસતો થતો હોઈ અને વાક્યર્થ બદલાતો નહીં હોઈ પાઠ યથાવત્ રાખ્યો છે. તે યાવન ગાલઈ જા, ખારકનક પરિ જોઈ, અંગ મનોહર જે વલી, હાં અબીઠાં સોઈ. ૪૩ ગદ્યાનુવાદ : ક્ષાર જેમ સોનાને, તેમ ઘડપણ તે યૌવનને, જુઓ, ગાળી નાખે છે. વળી જે મનોહર અંગો છે તે જ અમારાં (અરુચિકર) થઈ જાય છે. પાબંતર : ૧. , ૩ તિણિ (તેને બદલે); ર૩, ૨, ૩ લાગઈ રા; ગ, ૩, ૪ ખારિકિની. ૨. ર વલી મનોહર; ૪ બલી (“વલી'ને બદલે); $ અંગીઠા ર4 અમીઠ6. ગ, ઘ, ૩, ૪ અબીદ્ગ ૪ માઠું ઇ અનીઠઉ અભીઠ૬ અદીઠો. પાક્ય : કેટલીક પ્રતો $ પ્રતના “ગાલઈને સ્થાને “લાગઈ' પાઠ આપે છે. પણ વૃદ્ધત્વ – ઘડપણ યૌવનને ગાળી નાખે છે એ અર્થમાં “ગાલ' પાઠ જ અર્થસૂચક ઠરે છે. વળી ગ, ઘ જેવી પ્રતોનો એને આધાર છે. તન દેખી તપતા જિ કે, ગઢ ઊતરતાં ડાકિ, ૨ જાજ દેખી તિહાં, સલખાલઈ તે નાકિ. ૪૪. ગદ્યાનુવાદ : શરીર જોઈને જે કોઈ તપતા હતા અને ઠેકડો મારીને (2) ગઢ ઊતરતા હતા તે નાક છીંક્યા કરે છે. આ જર્જરિત વૃદ્ધત્વ જુઓ. વિવરણ: રાજસ્થાનમાં ડાકવું=નાગવું એવો અર્થ મળે છે. શ્રી ઝવેરચંદ મેઘાણીના લોકસાહિત્ય' ભા.૧ પૃ. ૩૦૦માં આ પંક્તિઓ મળે છે : કુવો તો હું તો પિયા ડાકલું જી ઢોલા સમદર ડાકિયો, સમદર ડાકિયો નવ જાય.” આ પંક્તિઓમાં પણ ડાકનું શબ્દ “તાગવું'ના અર્થમાં છે. પણ અહીં એ અર્થ બંધ બેસે એમ નથી. અહીં ડાકવું = ઠેકવું (2) એવા અર્થની સંભાવના છે. પાાંતર : ૧ ૩ ઢાકિ = ઝાકિ ટ તાક (ડાકિને બદલે). ૨ v ; ર૩ સલવાઈ ગ, ઘ, , , , , , સલવાઈ. પાશ્ચર્ચા : ૪ પ્રતના “સલખાલઈ પાઠને સ્થાને “સલઘાલનું વ્યાપક પાઠાંતર મળે છે. ભાષાકીય રીતે એ અશુદ્ધ જણાય છે. સં. ઉત્તેઝ પરથી જેમ “સળેખમ' શબ્દ આવ્યો છે તે જ રીતે “નાક છીંકવું” કે “કફ કાઢવો'ના અર્થમાં આ સલખાલ' ક્રિયારૂપ છે. એથી પાઠ યથાવત્ રાખ્યો છે. ૩૧૮ / સહજસુંદકુત ગુણરત્નાકરછંદ Page #336 -------------------------------------------------------------------------- ________________ ચોથો અધિકાર / ૩૧૯ વિષય વખાણયઉ પાડૂ, અગનિ તણી જિમ ઝાલ. વિનય વિવેક વિચારનઉં, વન બાલઈ તતકાલ. ૪૫ ગદ્યાનુવાદ : અગ્નિની જ્વાળાની જેમ વિષય અનિષ્ટ (નઠારા) તરીકે વર્ણવાયો છે. વિનય, વિવેક અને વિચાર રૂપી વન તે તત્કાળ બાળે છે. પાઠાંતર : ૧. ૪ પીડીઉ ૪ પાપીઓ (“પાડૂકને બદલે). ૨ ટ કે વિનય વિવેક વિલાસ સિવું.; ૪ વિલાસનઉં. પાક્ય : ૪ પ્રતના પીડીઉ' પાઠને સ્થાને પાડૂકનું વ્યાપક પાઠાંતર મળે છે. એનો અન્વયાર્થ વધુ બંધબેસતો થતો હોઈ એ પાઠ સ્વીકાર્યો છે. વિષયકલણ વિસમી ઘણઉં, ઉંડી અનઈ અતાગ, મૃતક જ્ઞધધઈ પડયલ, ધરમ તણી નહીં લાગ. ૪૬ ગદ્યાનુવાદ : વિષયનું કળણ ઘણું વિષમ, ઊંડું અને અતાગ છે. એમાં ખૂંપેલો જગતના ફંદામાં પડ્યો છે. એને ધર્મનો કોઈ લાગ મોકો) મળતો નથી. પાઠતર : ૧. ઇ નદી (“ઘણઉને બદલે); ૪ ઉડી નહી અથાગિ. ૨ ૪ જગબંધી ગહિલ ૩, ૪ ગવેધય પડિ6. જિનમારગિ ધાર્યું કરઈ, મયણ થઈ અવધૂત. કણ સેવઈ તે પાપીઉં, નરગ તણી જે દૂત. ૪૭ ગદ્યાનુવાદ : મદન ઉન્મત્ત બનીને જિનદેવના માર્ગમાં ધાડ પાડે છે. નરકનો જે દૂત છે એવા એ પાપિયાને કોણ સેવે ? પાઠાંતર ઃ ૨. ૪ નગર (“નરગને બદલે; ૨૨. ઇ. , ૪, ૪ તે દૂત. મીઠઉ લાગઇ સેવતાં. વિષય તરઉ મધુબિંદુ, પરબત પરિ દોહિલિમ કરઈ શરદવનઉ આણંદ. ૪૮ ગદ્યાનુવાદ : વિષયનું મધુબિંદુ સેવતાં ભોગવતાં) મીઠું લાગે છે. પણ (તે) પર્વત જેવડું દુઃખ કરે છે, ને સરસવ જેટલો આનંદ આપે છે. પાાંતર : ૨. ન પર્વતિ; આ સમ; ઘ દોહિલિ 2 દાહ જ. - જનમ તણી જિહાં કડલી, જીવ તણી તિહાં રાશિ. ઈમ જાણી મૂરખ વિના કવણ પડઈ તે પાસિ. ૪૯ ગદ્યાનુવાદ : જન્મની જ્યાં કુંડળી છે ત્યાં જીવની રાશિ છે. એમ જાણીને, મૂરખ વિના (અન્ય) કોણ તેના પાશમાં પડે ? વિવરણ : પહેલી પંક્તિમાં કવિને શું અભિપ્રેત છે અને એનો અહીં શું સંબંધ છે તે અસ્પષ્ટ રહે છે. પાઠાંતર ઃ ૧. ગ, ૩ તિહાં (જિહાંને બદલે); ગ, ૪ જીવી; ગ ર જિહાં (“તિહાંને Page #337 -------------------------------------------------------------------------- ________________ બદલે); ૪ રાત્રિ (“રાશિને બદલે). ૨. ક તસુ પાસિ. તિ િકાર માં પરિહNG, વિરૂઉ વિષયવિકાર, પ્રેમ વહઈ જઉં પતિવ્રતા, તઉ પરિહરિ સંસાર. ૫૦ ગદ્યાનુવાદ : તે કારણે મેં વરવો (અનિષ્ટ) વિષયવિકાર ત્યજ્યો છે. જો પતિવ્રતા સ્ત્રી પ્રેમ રાખે તોપણ સંસારનો ત્યાગ કર. પાઠાંતર : ૧. ગ તે કારણિ તે પરિહરુ. ૨. ઇ નેમ વહઈ; ટ તુ (જને બદલે); a પ્રતિવ્રતા; , ઇ પરિહરિ તું સંસાર (છેલ્લે ચરણ). પાછલિ પરિવજીઉં હતું. હું નવિ લોપઉં લીહ ૨ ગુણવંતી ગોરડી, તે સંભારિન રહ ૫૧ ગદ્યાનુવાદ: પૂર્વે સ્વીકાર્યું હતું કે હું રેખા (મદિા) લોપું નહીં. રે ગુણવંતી ગોરી, તે દિવસને યાદ કર ને !' વિવરણ : ૧૧મી કડીથી શરૂ થયેલા સ્થૂલિભદ્રના સર્બોધભર્યા ઉદ્દગારો અહીં ૫૧મી કડી સુધી ચાલે છે. પૂર્વે, મર્યાદા નહીં ઓળંગવાનું સ્વીકારેલું તે કોણે ? સ્થૂલિભદ્ર કે કોશાએ? જો કે પાછળ કડી ૨.૭૩માં આંગણે આવેલા સ્થૂલિભદ્રને વિનંતી રૂપે કોશાના આવા ઉદ્ગાર છે : ગણિકાભાવ સ્યા માંહિ, જિસ્ય જલ ઊપરિ લેખું.' અને કડી ૨.૭૪માં કોશાએ સસંકલ્પ કહેલું : બલિહારી તુઝ દારિ કરું ન ન હવઈ અચાલી, પૂજિસ્યઉ પાય તાહરા સદા, બોલબંધ તાહરુ સહી, ભરિ પીઉં કોસ ગંગા તણઉ આજ પછી વિહડઉં નહીં.” કોશાના આવા કોઈ સંકલ્પની યાદ સ્થૂલિભદ્ર દેવડાવતા હોય એમ બને. પણ અન્ય કોઈ સંદર્ભની પણ સંભાવના નકારી ન શકાય. પાાંતર : ર, ગ, ઘ, ૪, ૮, ૪ કડી નથી. ૧ , ૩ નહી (“નવિને બદલે). ૨ ૪ સંભારિ મ બીહ સંભાલઉ દીહ. સ્વામિ સંભારી ઢું કરું, નહિ થાઈ તુહ્મ સેવ, તડિ તાહરી કા કરિ સકઈ, યૂલિભદ્ર ઈક ખેવ. પર ગદ્યાનુવાદ : “હે સ્વામી, યાદ કરીને શું કરું ? તમારી સેવા થઈ શકે તેમ નથી હે સ્થૂલિભદ્ર, એક ક્ષણ પણ તમારી બરોબરી કોણ કરી શકે ? વિવરણ : અહીંથી કોશાનો સંવાદ છે. સ્થૂલિભદ્રના પ્રતિબોધથી કોશામાં આવવા માંડેલા પરિવર્તનનો અણસાર એના ઉદ્ગારોમાં કળી શકાશે. વૈરાગ્ય કે અનાસક્તિની ૩૨૦ / સહજસુંદરકત ગુણરત્નાકરછેદ : Page #338 -------------------------------------------------------------------------- ________________ ચોથો અધિકાર / ૩૨૧ બાબતમાં એ સ્થૂલિભદ્રનું પ્રભુત્વ કબૂલ કરે છે. પાઠાંતર : ૨૦, ગ, ઘ, ૪, ૮, ૩ કડી નથી; , ૪, કડી આ પ્રમાણે : - સ્વામિ સંભારી સું કરું, સંયમ સુણિ સુગુણ, સીખ તુમ્ભારી સિર ધરું પણ ન પલે દીખ દયાલ. ( પ્રતની પરમી અને પ૩મી કડીનાં કેટલાંક ચરણ અહીં ભેળસેળ થઈ ગયાં છે. કેટલાક અંશ નીકળી ગયો છે.) ખેવ સેવ નુહઈ સુહા તણી, સંજય સુણિ સુગુણાલ, સીખ તારી સિરિ ધરે, પરિ ન પલઈ દન દયાલ. પ૩ ગદ્યાનુવાદ : તમારી સેવા ક્ષણ પણ થઈ શકતી નથી. હે સુ-ગુણવાન વિજયવંત સાંભળો, તમારી શિખામણ માથે ધરું છું. પણ હે દયાળ, દીક્ષાનું પાલન થઈ શકે : નહીં. પાઠતર : ૨૪, ગ, ઘ, ૪, ૮, ૪ કડી નથી; ૪, ૫, ૬ જુઓ કડી પરનું પાઠાંતર. દીક્ષા પલતાં દહિલી જિમ ખાંડાની ધાર, કહ ઊપાડી કુણ સક, પંચમહાવ્રતભાર. ૫૪ ગદ્યાનુવાદ: તરવારની ધારની જેમ દીક્ષા પાળવી તે દોહ્યલી છે. પાંચ મહાવ્રતનો ભાર કહો કોણ ઉપાડી શકે ?' પાઠાંતર: ર. ગ ૫, ૩, ૪, ૪ કડી નથી. ૧ જ શિ ૪ = દીસઈ (પલતાને બદલે) ૨ ૪. ૪ કહો. ૪ પ્રતમાં, ૪ પ્રતની આ ૫૪મી કડી અને પપમી કડીની વચ્ચે, બે કડીઓ વધારાની છે, જેને ૪૯, ૫૦ ક્રમાંક અપાયેલા છે. તે આ પ્રમાણે છે : ભાર કેસ્યો ભામિનિ ભલા જેહ તણો દઢ મન્ન સંયમ સરિખું સુંદરી ભૂતિલિ નહી રતત્ર. ૪૯ વસવા લાભ મુગતિનો તો કુણ સવુિં વેડિ : કરિ સંવર સોહિલું હોએ યુવતિ મ કરીસ ડિ. ૫૦ જ પ્રતમાં, પ્રત પાના ૧૧બ પર, હાંસિયામાં લખાયેલી ક્રમાંક ૪, ૫, ૬ વાળી ત્રણ કડીઓ વધારાની છે જે ૪ પ્રતમાં નથી. એ ત્રણ કડીઓમાંની કડી ૪ અને ૬ અનુક્રમે ૪ પ્રતની ૪૯ અને ૫૦મી કડી (ઉપર દશવિલી) સાથે લગભગ મળતી આવે છે. આ ત્રણ કડીઓ આ પ્રમાણે છે. ભાર કિસઉ ભામિનિ ભલા જિહના છ દઢ મન્ન, સંયમ સરિખું સુંદરી, ભૂતલિ મહારતત્ર. ૪ તન સોષી જઈ તપ કરી, તપથી વિષઈ-વિણાસ. Page #339 -------------------------------------------------------------------------- ________________ વિષય વિણઠઈ સુંદરી, લહીઈ સુખનું વાસ. ૫ સુખઈ લાભઈ મુગતિ જઉં, તઉ કુણ સેવઈ ચંડ, કરિ સંવર સોહિલું હસિક યુવતી એ કરીસિ ખંડ. ૬ = પ્રતમાં પણ ત્રણ કડીઓ વધારાની મળે છે જેને એ પ્રતમાં ૫૪, ૫૫, પ૬ ક્રમાંકો અપાયા છે અને ૪ પ્રતની પમી અને પપમી કડીની વચ્ચેના સ્થાને છે. આ ત્રણ કડીઓ અનુક્રમે ૪ પ્રતની વધારાની ૪, ૫, ૬ ક્રમાંકોવાળી (ઉપર દર્શાવેલી) કડીઓને મળતી છે. એમાંની ૫૪ અને ૫૬ ક્રમાંકવાળી કડીઓ ૪ પ્રતની ૪૯, ૫૦ ક્રમાંકવાળી છે. આમ, ૪ પ્રતની ૫૪મી અને પપમી કડીની વચ્ચે , , પ્રતમાં મળતી વધારાની કડીઓનો કોઠો આ પ્રમાણે થાય : ક્રમાંક ક્રમાંક ક્રમાંક ૨ ૪૯ ૫૦ જ કી ૫૪ ૫૫ ૫૬ એ યૌવન એ વિષયરસ, સઘલી રંગ રુહાડ, સીલરયણ જિનધર્મ વિણ, કોશ્યા કિહીં દેખાડિ. ૨૫ ગદ્યાનુવાદ : “એ યૌવન, એ વિષયરસ, સઘળી આનંદની ભોગવિલાસની અભિલાષા મનોકામના) (એ બધું તો છે જ; પણ જિનધર્મ વિના શીલ રૂપી રત્ન, હે કોશા, ક્યાંય (હોય તો) દેખાડ.” પાઠાંતર : ૧. ગ વિષયરસિ. ૨ ૨ સીયલરઈશ. આ પ્રતમાં પૃષ્ઠ ૧૧બ અને ૧૨અ ઉપર પાછળથી હાંસિયામાં લખાયેલી ૪, ૫, ૬ ક્રમાંકોવાળી કડીઓ વધારાની મળે છે (જુઓ કડી ૫૪નું પાઠાંતર) તે ઉપરાંત આ પૃષ્ઠો ઉપર બીજી ચાર કડીઓ વધારાની મળે છે. જે 5 પ્રત કે અન્ય પ્રતોમાં પણ નથી. આ ચાર કડીઓને પર, પ૩, ૫૪, ૫૫ એમ ક્રમાંકો અપાયા છે. તે આ પ્રમાણે છે : સૌ ધમ્માયતિ જે નમઈ, હસીઅ લઈહ ચિત, વિશ્વાનર જલ સમ સહુ, સીતા વિશ્વ વદીત. પર ચાલણીશું જલ કાઢીઉં સુભદ્રા સીલ પ્રમાણિ, કલાવતીના કર નવા, પ્રભાવતી સીલ પ્રમાણિ. ૫૩ દ્વપદી ચીર જ પહિરી, એકોતર સુચંગ, સાડલીઈ રવિ થંભીઉં, એહવઉ સીલ રંગ. ૫૪ ૩૨૨ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ Page #340 -------------------------------------------------------------------------- ________________ ચોથો અધિકાર / ૩૨૩ સોવન નાય હરિ ઝવઈ, સીલ સુદર્શન જાણિ, નારદ નવ જે ઉધય તે તુ સીલ પ્રમાણ. ૫૫ અથ મડયલ ઈષિ પરિ વયણ સુણી મનિ બીહની, કાચા કુભ તણી પરિ ભીની. સાતે ધાતઈ ભેઘઉં સમકિત્તહ, પુણ્ય વર વેચઈ નિજ વિરહ ૫૬ ગદ્યાનુવાદ : આ પ્રકારનાં વચન સાંભળીને (કોશા) મનમાં ડરી ગઈ. એ વચનથી) કાચા ઘડાની પેઠે ભીંજાઈ ગઈ. સમ્યકત્વ (સત્ય ધર્મતત્ત્વ પ્રત્યેની શ્રદ્ધા સાતે ધાતુએ (સંપૂર્ણપણે) પ્રસરી ગયું. તે પુણ્યનો માર્ગ લે છે ને પોતાનું ધન વાપરે છે. વિવરણ : શરીરની મૂળભૂત સાત ધાતુ તે ૧. રસ ૨. રુધિર ૩. માંસ ૪. મેદ ૫. અસ્થિ ૬. મજ્જા ૭. શુક (વીર્ય). પાઠતર : રવ, ઇ મડલિ છંદ ૨, ૪, ૮ અડયુલ્લ. ૧ ૨૨. ઇ. ૨, ૪, , ૭, ટ, ૪ સુણીનઈ બીહની; ન પરિ બીન્હી. ૨ ૪ સાત; રવ, ગ, ઘ, , ૩, ૪, ટ, ૪ ધાત ઇ ધાત: ગ ભરિઉં ૨, ૩, ૪ મિલ્વે ૩ ભિલઈ ભેદ્યઉ'ને બદલે); આ પુણ્યઈ વર વેચ; વંચે (વેચઈ’ને બદલે). કોશ્યાન ધન દીહ સુવલીઉ, થૂલિભદ્ર થિરતામય મલીલ, તારિ તારિ સ્વામિ હવઈ મુઝનઈ, ખમિ અપરાધ કર્યઉં જે તુઝનઈ. પ૭ ગદ્યાનુવાદ : કોશાનો ધન્ય દિવસ સારી રીતે વળ્યો. સ્થિરતામય સ્થૂલિભદ્ર મળ્યા. કહે સ્વામી, હવે મને તમે તારો, તારો. તમરો જે અપરાધ કર્યો છે તેની ક્ષમા આપો. પાઠાંતર ઃ ૧. ગ તે ..મયને બદલે). ૨. p. ૪ કરિયા, ન તું (હવઈને બદલે). તું સ્વામી હું ઘસી તોરી, અભગતિ હીઅડઈ માહિતિ મોરી, જયજય જોગીશ્વર અવતારા, ઊતારુ અહ્મનઈં ભવપારા. ૫૮ ગદ્યાનુવાદ : તમે સ્વામી છો. હું તમારી દાસી છું. મારી અ-સેવા હૃદયમાં આણશો નહીં. હે યોગીશ્વરના અવતાર, જયજય થાઓ. અમને ભવપાર ઉતારો. પાઠાંતર : ૪ કડી નથી. ૧ ગ ઈ; છ માહરી. ૨ જયજયજય; મઝનઈ. તવ હરખી જિનવયશ સુણાવઈ, ધરમ તણઉ મુખિ પાઠ અણાવઈ, સુધી શ્રાવકનાં વ્રત પાલઈ, ભવ ભીતરિ તે ભવ અજુઆલઈ. ૫૯ ગદ્યાનુવાદ : ત્યારે હરખીને (સ્થૂલિભદ્ર) જિનવચન સંભળાવે છે. એને મુખે ધર્મનો પાઠ લેવડાવે છે. (કોશા) શ્રાવકનાં શુદ્ધ વ્રત પાળે છે. આ સંસારની અંદર (રહીને) જન્મ અજવાળે છે. પાઠાંતર ઃ ૧. ૪ તવ હરખ્યો નિજ વચન સુણાવેં; $ મિષિ (મુખિને બદલે); ૬, ર૩ પાઢ આ ગાઢ (પાઠને બદલે). ૨. વર ઘટ ભીતરિ, ૪ સીહણી થઈને ભવ Page #341 -------------------------------------------------------------------------- ________________ અજૂઆલેં. જોયો સંગતિનઈ ગણદેખાહ, વેશ્યા વિરતિ કરઈ સવિસેષહ. જે પાપિણિ સાપિણિ જિમ ધામિણિ, થઈ ગઈઠી તે સૂધી સાંતાગિરિ. ૬૦ ગદ્યાનુવાદ : સંગતિના ગુણદોષ જોજો. વેશ્યા સવિશેષ વિરતિ વૈરાગ્ય) ધારણ કરે છે. વિષયુક્ત સાપ સમી જે પારિણી છે તે શુદ્ધ પવિત્રી સ્વામિની થઈ બેઠી. પાઠતર : ૧. ગ જોયો; રવ, ઇ, સ, શ, ષ. ટ. ૪ સંગતિના; રવ, ગઘ, ચ ઇ, , ૭, ૮, ૩ ગુણદોસહ/ગુણદોષહ, ગ કરઈ સંતોષહ. ૨ જી હુંતી (“સાપિણિીને બદલે, (જિમને બદલે); , ૪ સાકિણ (ધામિણિને બદલે); રવ, ગ, ઘ, ૨, , ૫, ૭, ૮, ૩ ધામણિ (“સાહમિણિને બદલે). પાક્ય : પહેલી પંક્તિમાં ૪ સિવાયની બધી પ્રતો “ગુણદોસહ/ગુણદોષહ' પાઠ આપે છે અને અર્થદષ્ટિએ એ વધુ બંધબેસતો પણ થાય છે. પણ પ્રાસદષ્ટિએ સવિસેષણની સાથે “ગુણદેખહ જ અનુરૂપ બને એમ છે. એટલે અહીં “ગુણદેખહ’ (ગુણષ) પાઠ ચાલુ રાખ્યો છે પણ એને “ગુણદોષના અર્થમાં લેવાનો રહે. ગગામિનિ જીતી જગ સૂરી, ઈમ ચુમાસિ કરી તિકિ પૂરી, જય જસવાદ ગ્રહી કરિ આવ્યઉં, સૂધવ8 સહિગુરિ બોલાવ્યઉ. ૬૧ ગદ્યાનુવાદ : સાધુએ જગતમાં ગજગામિની (સ્ત્રી)ને જીતી. આમ તેમણે “ચોમાસું પૂરું કર્યું. હાથમાં જયની કીર્તિગાથા (કીર્તિપતાકા) ગ્રહીને તે આવ્યા. સદ્ગુરુએ તેમને સારી રીતે બોલાવ્યા. પાઠાંતર : ૧. ગ ગસૂરી ટ તે સૂરી; ગ, , ૪ તે પૂરી. ૨ જ જયવાદ; ટ કરી તે (‘ગ્રહી કરિને બદલે); ઇ ૩ ઘરિ આવ્યઉ; ઇ સદગરિ ૪ સહગુરૂઈં. દુક્કર વ્રતધારી સુપ્રસિદ્ધઉ દુક્કર દુક્કર તઈ વછા કિઉં, સાસન-માનસરોવર-હંસહ ચઉવિધ સંઘ કરઈ સુપ્રસંસહ દર ગદ્યાનુવાદ : “દુષ્કર વ્રતધારી સુપ્રસિદ્ધ છે. પણ હે વત્સ, તેં તો દુષ્કર દુષ્કર કરી બતાવ્યું. તું જિનશાસન રૂપી માનસરોવરનો હંસ છે. ચતુર્વિધ સંઘ (તારી) ખૂબ પ્રશંસા કરે છે.' વિવરણ : પોતાના પૂર્વજીવનની પ્રેમિકા કોશાના આવાસમાં જ ચાતુમસ રહેવા છતાં સ્થૂલિભદ્ર અવિચલિત રહ્યા અને કામવિજેતા બનીને આવ્યા. સંયમની આ વિરલતા ગુરુ પાસે દુષ્કર દુષ્કર’ એમ બે વાર ઉદ્ગાર કઢાવે છે. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા - એમ ચાર અંગોનો બનેલો સંઘ જૈનોમાં ચતુર્વિધ સંઘ' તરીકે ઓળખાય છે. પાઠાંતર ઃ ૧. ન દુષ્કર , ૮ દુકર છ દુક્કર, ન દુષ્કર દુષ્કર . ૪ દુકર ૩૨૪ / સહજસુંદરકત ગુણરત્નાકરછંદ Page #342 -------------------------------------------------------------------------- ________________ 'ચોથો અધિકાર / ૩૨૫ દુષ્કર છ દુક્ખર દુક્બર. ૨૬ માંહિ સરોવર ૪ માનસસરોવર; = સુપ્રસીદ્ધહ. વાર વાર ઇમ સુણી સુદુક્કર, મુનિવર અવર ગન્નઈ તે કક્કર, મુનિ પરસ ભર્યા ગુરુવયણે, કર અહંકાર ચડ્યા વિલ ગયો. ૬૩ ગદ્યાનુવાદ : વારેવારે આમ ‘સુદુષ્કર’ સાંભળીને અન્ય મુનિવરો તે (શબ્દોને) કાંકરા સમાન ગણે છે. ગુરુનાં વચનથી, દુ:ખની લાગણીના આવેગથી ભરેલા તે મુનિઓ અહંકાર કરીને વળી ગગનમાં ચઢ્યા. (ઘોડા ઘડવા લાગ્યા.) પાઠાંતર : ૧. ૪ ‘સુણી' નથી; ∞ સુદુષ્કર રવ સદુકર; = અવગુણે તે હોઉ કક૨ (બીજું ચરણ); ૪ વર (‘અવર’ને બદલે); TM કિંકર. ૨ રવ, ચ, છ, ગ, રૂ, ટ મન હુંસ ભર્યા જ્ઞ માની રોસભરયા (‘મુનિ પરસ ભર્યા'ને બદલે); ૪ ભરઉં; હૈં ગુણવયણે; ૬ ભરી (‘કિર'ને બદલે); ૬, ૬ તે ગયણે. ઘોર પરીસહના સહનારહ, થાનિક વિષમ તણા રહિશારહ, નવિ ગિરૂ ગુણવંત વખાણ્યા, ગુરુના ભાવ મનોગત જાણ્યા. ૬૪ ગદ્યાનુવાદ : ઘોર પરીષહના સહનારા (કષ્ટ વેઠનારા), વિષમ (ભયંકર) સ્થાનકમાં રહેનારા ગરવા ગુણવંતોને વખાણ્યા નહીં. ગુરુના મનોગત ભાવ જાણ્યા. વિવરણ : ભારે કષ્ટ વેઠનારા અને વિષમ સ્થાનોએ રહેનારા મુનિજનો કોણ ? જુઓ અધિકા૨ ૩, કડી ૮૩. ત્યાં જુદાજુદા મુનિઓએ સાપના દર પાસે, કૂવાના થાળા પાસે, સિંહની ગુફામાં ચાતુમસ ગાળવાનો આદેશ માગેલો. આ મુનિજનોને દ્વેષ-ઈર્ષા થયાં. જૈન ધર્મમાં નવ તત્ત્વો પૈકીનું એક સંવર તત્ત્વ છે. જેનાથી નવાં કર્મો આવતાં બંધાતાં રોકાય તે સંવર. એ સંવરના કુલ ૫૭ ભેદમાંથી ૨૨ પરીષહના ભેદો છે. પરીષહ એટલે કષ્ટો વેઠવાં – દુઃખ સહન કરવું તે. પરીષહના ૨૨ ભેદ આ પ્રમાણે છે : ૧. ક્ષુધા ૨. પિપાસા ૩. શીત ૪. ઉષ્ણ ૫. હંસ ૬. અચેલક ૭. અતિ ૮. સ્ત્રી ૯. ચર્યા ૧૦, નિષધિકી ૧૧. શય્યા ૧૨. આક્રોશ ૧૩. વધ ૧૪. યાચના ૧૫. અલાભ ૧૬. રોગ ૧૭. તૃણફાસ ૧૮. મલ ૧૯. સત્કાર ૨૦ પ્રશા ૨૧. અજ્ઞાન ૨૨. સમ્યક્ત્વ. પાઠાંતર : ૧. ૪ પરીસહણારહ (પરીસહના સહનારહ”ને બદલે); સ્વ, ગ, ઘ રહનાર/રહિનારહ. ભાજી સીલ તણી જિશિ વાડી, જઉં તસુ ગુણ બોલઈ ગુરુ ત્રાડી, તઉ ઋષિરાજ વલી કો જાસ્યઇ, તે પણિ સીલગુણી કહિવાસ્યઇ. ૬૫ ગદ્યાનુવાદ : જેણે શીલની વાડ (મર્યાદા)ને ભાંગી તેના ગુણ જો ગુરુ તાડૂકીને (ગાજીને) બોલતા હોય તો વળી બીજા કોઈ ઋષિરાજ (કોશાને ત્યાં) જશે અને તે પણ શીલગુણી (ચારિત્ર્યવાન) કહેવાશે.’ Page #343 -------------------------------------------------------------------------- ________________ પાઠાંતરઃ ૧. ૮ નવ વાડી; ઇ જઈ; દ જોઉ સુગુણ બોલે ગુરુ ચાડી; , ૪ બોલ્યા; ૪ ગુણ તાડી છ ગુરૂવાડી ૩, ૩ ગુણ ત્રાડી. ૨. ૪ સાસિ (જાસ્યઈને બદલે); ૪ સીલગુણે ગવરાટ્યું રીસાવી ગુરૂને પગિ લાગઈ આયસ કોનિ ઘરિ માગઈ, ગુરુ વાર મ કરુ એહની તડિ કવણ સહઈ પંચાયણની ઝડ. ૬૯ ગદ્યાનુવાદઃ (તે સાધુ) રિસાઈને ગુરુને પગે લાગે છે. કોશાના ઘેર (જવાનો આદેશ માગે છે. ગુરુ એને અટકાવે છે. એની સ્પર્ધા ન કરો. પંચાનન (કામદેવ)ની ઝડી (વર્ષા) કોણ સહન કરે ? વિવરણ: સિંહગુફાવાસી મુનિના કથાનકને આ કવિએ અહીંથી સંક્ષેપમાં આલેખ્યું છે. (કડી ૬૬થી ૮૦) પાઠાંતર : પ્રતમાં આ કડીની ૧લી પંક્તિ રજી અને ૨જી પંક્તિ ૧લી છે. ૩ આખી કડી લગભગ જુદી પડે છે .. ગુરુ કહઈ કાંઈ કરુ એહની તુડી, શસિ નઈ સૂર ભરઈ એહની પડિ, તાણી જઈ નહી બાંધીનઈ થડિ, કિહાં કાચ ફફ્ટ કિહાં સોના ધડિ. ૬૮ ૧ ૪, ગ, ૪ પાય લાગઈ. ૨ ૪ ગુરુ કહે કાં કરો એહની તોડિ, શસ કિમત પુહર્ચે સીહ સમોવડિ પંક્તિ અલગ પડે છે); રવ વડિ ગ સુડિ (‘તડિ’ને બદલે); ન કુણ સહિસિ. ૩ પ્રતમાં આ કડી પછી બીજી ચાર કડીઓ વધારાની છે જે ૪ પ્રતમાં નથી. એને અહીં = પ્રતમાં ૬૯થી ૭૨ના ક્રમાંક અપાયા છે. એ વધારાની ચાર કડીઓ આ પ્રમાણે છે : સીહગુજ્ઞ મુનિ ગર્વ જિ આયુ, કિમ હઉ કાચ સમું તુહે જાણિ3. રિ માસ ઉપવાસ જિ કરીઈ તિહાં રહીઈ નિદ્રા પરિહરીદ. ૬૯ ગુરુ કહઈ વચ્છ સહુ એ સોહિલું, પણિ પદમનિનઇ પાસિઈ દોહિલું, કોશા સિવું કાંઈ નહી ચાલઇ, મહીયાં માહુ થાસિઉ વરસાલ. ૭૦ પ્રીછિ છછ તિહાં ચઉંમાહુ થાવું. દિઉ આદેશ ઉંહણ તિહાં જાવું, મુનિવર મન સિઉ કાં દૂખાઈ, પહુચે સંયમ રખે દૂખાઇ. ૭૧ રીસાવી ગુરુને પાએ લાગઇ, આયસ કોશાનાં ઘરિ માગઇ, * એહવે હામિ ચઉમાસઉં રહીઈ, દુઃકર દુકર કહિવા લહી. ૭૨ પાઠ્ય : કેટલીક પ્રતો પ્રતના પાયાને સ્થાને પગિ' પાઠ આપે છે. છંદ અને પ્રાસમાં એ વધુ બંધબેસતો લાગવાથી એ પાઠ લીધો છે. ૩૨૬ / સહજસુંદકુત ગુણરત્નાકરછેદ Page #344 -------------------------------------------------------------------------- ________________ ચોથો અધિકાર / ૩૨૭ મદમચ્છર મનમાંહિ વિમાસી, ગહિગડિતા પુણતા ચઉમાસી, ધર્મલાભ જઈ દીધઉ મંદિરિ, નવિ હરખી નિરખીનઈ સંદરિ. ૬૭ ગદ્યાનુવાદ : મનમાં અભિમાન અને ઈષ્ય રાખીને આનંદ પામતા તે ચોમાસું કરવા પહોંચ્યા. આવાસે જઈને ધર્મલાભ દીધો. મુનિને જોઈને સુંદરી હરખી નહીં. વિવરણ : જૈન સાધુ ગૃહસ્થને ઘેર પ્રવેશ કરતાં “ધર્મલાભ' એવો ઉચ્ચાર કરે છે. સાધુનું આગમન એ ગૃહસ્થને માટે ધમચિરણનો લાભ મળ્યાનો પ્રસંગ ગણાય. પાઠાંતર : ૧. ઇ પુહતુ. ૨. ૪ તવ હરખી; નિરખી તે = દેખીનઈ (નિરખીનઈને બદલે).. જિમ આવઈ મુઝ મંદિર પરથી એ માહારુ તિમ દિસઈ અરથી, એ તાપસ તપસી તપ ચૂકો, તલે આવી માહરઈ ઘરિ (કઉ. ૬૮ ગદ્યાનુવાદઃ જેવી રીતે મારા આવાસે દૂરથી બીજેથી ?) (અજાણ્યા લોક ) આવે છે તેવી રીતે તે મારા પ્રત્યે અભિલાષાવાળો દેખાય છે. એ તપસ્વી સાધુ તપ ચૂકયો છે. તેથી જ મારે ઘેર આવી પહોંચ્યો છે. વિવરણ : પરથી’ = દૂરથી - આવો અર્થ હોવાનો સંભવ છે. કદાચ પરિચત પરથી વ્યુત્પન્ન થયો હોય તો બીજેથી”, “અજાણ્યા લોક' એવો પણ અર્થ થઈ શકે. પાઠાંતર : ૪ કડી નથી. ૧. ૩ નિજ મંદિર; મહાતમા (“માહારુ તિમ'ને બદલે); ૪ દિસિ છે અરથી (તિમ દસઈ અરથી’ને બદલે). ૨. તપથી ૨૪ પતસી (તપસીને બદલે); આ તઉ આવ્યા એ અમ ઘરિ.... પાઠચચ : ૪ પ્રત “તપથી પાઠ આપે છે. પણ તપથી તપ ચૂક્યો’ એવો અન્વયાર્થ યોગ્ય લાગતો નથી. પણ અન્ય પ્રતોના ‘તપસી' પાઠ દ્વારા “તપસ્વી સાધુ તપ ચૂક્યો’ એ અન્ડયાથે યોગ્ય રીતે બેસતો હોઈ એ પાઠ લીધો છે. શ્રી સંભૂતિવિજયના દીખ્યા, હવઈ જોઉં મન તણી પરીખ્યા. ભલઈ પધાય મંદિર આવઉં, કેબલરાયણ જઈનઈ લ્યાવઉ. ૬૯ ગદ્યાનુવાદ : શ્રી સંભૂતિવિજયના તે દીક્ષિત છે. હવે (એમના) મનની પરીક્ષા કરી જોઉં. “મંદિરે (આવાસ) ભલે પધાર્યા. આવો. જઈને રત્નકંબલ (રત્નજડિત કાંબળો) લાવો.” પાઠતર : ૧. ૪ સંભૂતિ સુગુરુના ૨૪ સંત વિજઅન ટુ સંપ્રભૂતિવિજયના; રુ દિક્ષા; ર હતિ જોવો; જ્ઞ તપ તણી; રુ પરિક્ષા. પાઠચચ : $ સિવાયની બધી પ્રતો ઉચ્ચારભેદે “સંભૂતિવિજયના-પાઠ આપે છે. રવ પ્રતનો આ પાઠ ભ્રષ્ટ જણાય છે. મોટા ભાગની પ્રતો “દીખ્યા-પરીખ્યા પાઠ આપતી હોઈ એ લીધા છે. Page #345 -------------------------------------------------------------------------- ________________ મહિલાવયણ સુન્ની મન માહાલઈ, તવ નેપાલ ભરી તે ચાલઇ, ઝરમર ઝરમર મેહ ટબૂકઈ ઝલહલ ઝલહલ વીજ ઝબૂક. ૭૦ ગદ્યાનુવાદ : નારીનાં વચન સાંભળીને (તે) મનમાં આનંદ પામે છે. પછી તે નેપાળ તરફ ચાલે છે. ઝરમર ઝરમર વરસાદ ટપકે છે. ઝળહળ ઝળહળ વીજ ઝબકે છે. પાઠાંતર : ૧. રવ, ઘ, ચ, છ, , ઙ, ૮, ૪ સુણીનð (‘સુણી નિ'ને બદલે); ર, ગ, ચ, છ, જ્ઞ, ૮, ૪ માલ્હઈ; ૫, ૬ દેશ નેપાલ. મુúામ છંદ ઝબક્કઈ વીજ, ચબક્કઈ ચાલ, ટલક્કઇ ટોલ, ખલક્ક ખાલ, ભડક્કઈ ઢોર, કડઈ ઝાડ, ધડુક્કઈ મેહ, ડેક્કઈ તાડ. ૭૧ ગદ્યાનુવાદ : વીજ ઝબકે છે, ચાલ ચબકે છે (જી, મકાનો કંપે છે, નાળાં છલકાય છે, ઢોર ભડકે છે, ઝાડ કડકડાટ કરે છે, મેઘ ધડૂકે (ગડગડે) છે, તાડ (વૃક્ષ) ફડકે છે (ફ્લશ્ડ ધ્વનિ કરે છે). વિવરણ : વર્ણસગાઇ, રવાનુકારી અને સંયુક્તાક્ષરી શબ્દપ્રયોગો, આંતરપ્રાસની જળવાતી ભાત અને એ બધામાંથી ઊભું થતું નાદસંગીત આસ્વાદ્ય બને છે. વર્ષાના વાતાવરણને કવિએ શબ્દનાદના માધ્યમથી સુપેરે ચિત્રબદ્ધ કર્યુ છે. રાજસ્થાની શબ્દકોશ ચાલ' = ધરતી, જીવન, લોક એવા અર્થો આપે છે. અને ‘ચબકના’ = કસક ઊઠના, રહરહ કર પીડાકા ઊઠના એવા અર્થો આપે છે. એટલે અહીં ચબક્કઇ ચાલ’નો ધરતી કણસે છે' એવો સંભવિત અર્થ લઈ શકાય. રા.શ.કો. ખલક્કઇ’નો છલકાય' એવો અર્થ આપે છે. પાઠાંતર : ૧. ૨૬ ઝબકઇ; 7 ચમક્કે ચાલ ટ ચમક ચાલિ; TM ટબક્કઈ ગ ટબૂક્કઈ (‘ટલક્કઇ'ને બદલે); વ ખલકઈ. ૨ ૪ ઝાલ (ઝાડ'ને બદલે); ૨૧, ગ, ઘ, ચ, ૪, પ, રૂ, ટ, ૪ ટબક્કઈ મેહ; રવ, છ ફુટકઇ તાડ દ ન ખંડિ ધારા (ફડક્કઇ તાડ'ને બદલે). પાઠચર્ચા : ∞, ગ જેવી પ્રતોને બાદ કરતાં બાકીની પ્રતો ટલક્કઇ ટોલ' પાઠ આપે છે. અર્થદૃષ્ટિએ તેમજ કવિએ પ્રયોજેલા આંતરપ્રાસ-સૌષ્ઠવને જોતાં ટલક્કઈ ટોલ’ પાઠ સ્વીકાર્ય બને એમ છે. કિ વજ્જઈ વાઉલ, સીયલ વાઉ, સુગઇ એંબર મોર કિંગાય, ધડુક્કઈ મેહ, ન ખંડઈ ધાર, કરીઇ રાગ સુરંગ મલ્હાર ૭૨ ગદ્યાનુવાદ : વંટોળ અવાજ કરે છે, શીતલ વાયુ (વાય છે), આકાશ ખૂબ ગાજે છે, મોર કેકારવ કરે છે, મેઘ ધડૂકે છે, ધારા ખંડિત થતી નથી, સુંદર મલ્હાર રાગ કાઢવામાં આવે છે (ગવાય છે). ૩૨૮ / સહજસુંદરકૃત ગુગ઼રત્નાકરછંદ Page #346 -------------------------------------------------------------------------- ________________ ચોથો અધિકાર / ૩૨૯ વિવરણ: “વાલિ' () = વ્યાકૃત, ફેલાયેલું એવો અર્થ આપે છે. રા.શ.કો. “વાવળ’ = આંધી, ઝંઝાવાત, વાયુ એવા અર્થો આપે છે. એ પરથી અહીં “વાઉલ માટે વંટોળ' એવો અર્થ લીધો છે. પાઠતર : ૧. શું સગય; ૪ કિંગાર. ૨. વર અખંડઈ મેહ; ઇ, પંચ ધાર; ટ તવ (ધાર'ને સ્થાને); ૨૩, , ૫, ૪, પ, ફુ, ટ, ૪ કીજઇ; ઇ રાગરંગ (“રાગને બદલે). પાઠ્યચ: બીજી પંક્તિમાં ૪ સિવાયની બધી જ પ્રતો “અખંડઈને સ્થાને “ધડુક્કઈ” પાઠ આપે છે. “અખંડઈ મેહ, ન ખંડઈ ધાર'માં ચિત્રનું પુનરાવર્તન થાય છે. વળી ધડુક્કઈ' પાઠને બાકીની તમામ પ્રતોનો આધાર છે એથી એ પાઠ સ્વીકાર્યો છે. સવદલ છહ ન દીસઈ દીહ કિ બોલઈ બોલ રસાલ બપીહ, કહુક્કઈ કોઈલિ પંચમ નાદ વિલાસ વિનોદ સુરીજઈ સાદ. ૭૩ ગદ્યાનુવાદ : વાદળયુક્ત (વાદળિયો) છાંયો છે. દિવસ દેખાતો નથી. બપૈયો રસાળ બોલ બોલે છે. કોકિલ પંચમ નાદે કુહૂરવ કરે છે. વિલાસવનોદ ભય) સાદ સંભળાય છે. પાઠતર ઃ ૧. ૨૩, ૨ સબદલ; ર૩, ૪, ૫, ૬, ૮ કિ નથી; ઇ બોલઈ પિલ (કિ બોલઈને બદલે); ટ તવ બોલ. ૨. વર, ર૩, ટહુકઇ. ઇ સહૂ (“કહુક્કઈ ને બદલે); ટ કોકિલ (કોડલિને બદલે); વિશાલ વિનોદ; જ જર સાદ. પાચર્ચા: ૪ પ્રતના ટહુકઈ' પાઠને સ્થાને કહુક્કઈ”નું વ્યાપક પાઠાંતર મળે છે. વર્ણસગાઈનું તત્ત્વ જળવાતું હોઈ અને કોકિલનો કુહૂરવ વધારે ઉચિત જણાવાથી એ પાઠ લીધો છે. મુનીશ્વર ચીકણ ચીખલ્લ માંહિ નદી નયનાલ, સઊ તરિ જાઈ, વલી વ્રત પંચ ગુયા નહી નેમ, પહતઈ દેશ નેપાલઈ એમ. ૭૪. ગદ્યાનુવાદ : મુનીશ્વર ચીકણા કાદવમાં (ચાલે છે.) નદી, નદ, નાળાં સહુ તરી જાય છે. વળી પાંચ વ્રતના નિયમ ગણકાર્યા નહીં. એમ નેપાળ દેશમાં પહોંચ્યા. વિવરણ: સાધુજીવનનાં પાંચ મહાવ્રત માટે જુઓ અધિકાર ૧, કડી ૨૭નું વિવરણ. પાઠતર : ૧, ૨, ૩ મહી/હા મનીસ્વર ચીખલ માહેં નદી ને નાલા ઉતરિ જાઈ; ર...વીકણ ચીકણ માંહિ; નદીય નલાં સવિ ઊછરિ જાંહિ; ર૪ અનય; ઊપરિ. ૨. ર૪, ગ ઘ, કુ, પહુતા જ પહુતુ ઇ દિનિ થોડે નેપાલ એમ (દેશ નેપાલ) એમને બદલે). છેદ હાટકી નેપાલઈ આવી, રાય વધાવી દીધી વલી આસીસ ચિર કાલ સજીવલે, તું કુલદીવડે, નંદઉ કોડ વરસ Page #347 -------------------------------------------------------------------------- ________________ માગ્યઉ વર કંબલ, જે જ્ગ સંબલ, યજ્ઞ અમૂલિક નામ રાજા મનિ રંજી, દાલિદ ભંજી, આપ્યઉં કબલ તામ. ૭૫ ગદ્યાનુવાદ : નેપાળમાં આવીને, રાજાને વધાવીને વળી આશિષ આપી. ચિરકાળ જીવો. તું કુળદીપક કોટિ વરસ આનંદ ક૨ (સુખ ભોગવ).' જગતમાં ભાથા સમો, ‘રત્ન’ નામે અમૂલ્ય ઉત્તમ કાંબળો માગ્યો. ત્યારે મનમાં રાજી થઈને, દારિદ્રય ભાંગીને, રાજાએ કાંબળો આપ્યો. પાઠાંતર : ૧. ગ વંદાવી છ મનાવી (વધાવી'ને બદલે); છ દીઇ; 7 તેણેં (‘વલી'ને બદલે). ૨. ૨૫ જ જીવઉ ઘ તુ જીવઉ 7 જીવો જ્ઞ, ૪ સુજીવું (‘સજીવઉ'ને બદલે); રવ નદેઉ ગ પ્રતિપઉ (‘નંદઉ'ને બદલે). ૩. રવ જે કંબલ, જ્ઞ ગિ; ∞ નયણ (‘રયણ’ને બદલે). ૪. ૬ રંગી; ગ, ૪ દારિદ્ર ૬ દ્રિ; ગ, ૪ ભંગી; ન આણિä (‘આપ્ય’ને બદલે). પાઠચર્ચા : ત્રીજી પંક્તિમાં → પ્રતમાં ‘નયણ’ પાઠ સ્પષ્ટતયા ખોટો જ છે. કેમકે કંબલનું નામ ‘રયણ’ (‘રત્ન’) છે અને અહીં એ નામનો જ ઉલ્લેખ છે. તેથી બાકીની બધી પ્રતોનો રયણ' પાઠ લીધો છે. નહિઁદ એહનઈં કો તારી લેસ્યઇ ઘણી, બોલઈ બુદ્ધિ ઘાલઉં કરિ જોરી ડાંડઉ કોરી, ચાલ્યઉ પછઇ મુર્શિદ હિતશિખ્યા ાખી, છાનઉ રાખી માની થય વચન જિમ ગિરિવાહુલીઆબ પાછા વલીમ, આવ્યા નગરિ પ્રસન્ન. ૭૬ ગદ્યાનુવાદ : એને કોઈ દાણી (કર ઉઘરાવનાર) તાણી લેશે' એમ નરેન્દ્રની બુદ્ધિ કહે છે. દાંડો કોરીને એમાં હાથ વડે જોરથી ઘાલો.’ હિતશિક્ષા આપીને, છાનું રાખીને, રાજાનું વચન માનીને પછી મુનીન્દ્ર ચાલ્યા. પર્વતના વહેળાઓની જેમ તે પાછા વળ્યા અને પ્રસન્ન (થતા) નગરમાં આવ્યા. પાઠાંતર : ૧.૬ નિદ છ નિધાન (નરિંદ'ને બદલે). ૨ ન કર જોડી. ૩ ગ રાખી (‘દાખી’ને બદલે); ઽ દાખી (‘રાખી'ને બદલે); ૪ માનઉ રાય. ૪. ૬ કીધી ખપ ગાઢી આપિઉં કાઢી કરયો વલી યતત્ર ( ૢ પ્રતની ૭૭મી કડીની ૧લી પંક્તિ અહીં ગોઠવાઈ છે.); . ૪ જગિ/જિંગ (ગિરિ’ને બદલે). કીધી. ખપ ઘાઢી, આપ્યઉં કાઢી, કરયો વલી. જિત, ફિરતાં પરદેસ ઘણઇ કિલેસð આણ્યઉં એહ રતત્ર, સમઝાવા લક્ષણ, કરઇ વિચક્ષણ, રૂપ તણી તે આલિ, ડાવઇ ગિ ઝાલી કાદવ ઘાલી, નાખ્યઉં ચોલી ખાલિ. ૭૭ ગદ્યાનુવાદ : અત્યંત શ્રમ કર્યો. (કંબલ) કાઢીને આપ્યો. વળી (આનું) જતન કરજો. ૩૩૦ | સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ Page #348 -------------------------------------------------------------------------- ________________ ચોથો અધિકાર / ૩૩૧ પરદેશમાં ફરતાં ઘણાં કષ્ટ પછી આ રત્ન આપ્યું છે.” સમજાવવા માટે રૂપની શ્રેણિ સમી વિચક્ષણ તે (કોશા) સૂચક – દત્ત રૂપ વર્તન કરે છે. (રત્નકંબલને) ડાબે પગે ઝાલીને, કાદવમાં ઘાલીને, ચોળીને ખાળમાં નાખ્યું. વિવરણ: ત્રીજી પંક્તિમાં, અહીં લક્ષણ કરઈ'નો વિશેષ અર્થ છે : “સૂચક – દષ્ટાન્ત રૂ૫ વર્તન કરે છે.' પાઠાંતર : ૧. શુ આપઈ. ૨ , ઇ પરદેશિ ઘણું જ આપ્યો એહ. ૩ ૪ જિમ ગિરિ વાહુલીઆ પાછા વલીઆ આવ્યા નગરિ પ્રસન્ન (પ્રતની ૭૬મી કડીની ૪થી પંક્તિ અહીં ગોઠવાઈ છે.); સમઝાવ્યા ૪ સમઝાવી; છ વલી આલિ. ૪. છ રાલી (‘ઝાલીને બદલે); ઘ કાદિમ ઘાલી; ક નાખિઉં તે વલી ખાલિ; હુ ચાલી (‘ચોલી'ને બદલે). બોલ્યા પોકારી, ગણિકા વારી કબલ ધૂલિ મ મેલિ. ઊતર થઈ વલતુ. મુનિવર મિલતી જિમ સાયરની વેલિ, ચઉમાસિ વિરાધી, સુમતિ ન સાધી નવિ લાધી ગુસખાણિ, વાયસ ઊડામણિ. વર ચિંતામણિી નાખ્યઉં તે બલ પ્રાણિ. ૭૮ ગદ્યાનુવાદ : (મુનિ પોકારીને બોલ્યા. ગણિકાને અટકાવી, કંબલ ધૂળમાં મેળવ નહીં - રગદોળ નહીં. મુનિવરને સાગરની ભરતીના જેવો મળતો બંધબેસતો) વળતો ઉત્તર (કોશા) આપે છે, “(તમે) ચોમાસાની વિરાધના (નિયમભંગ) કરી સુબુદ્ધિ સાધી નહીં. ગુણની ખાણ પ્રાપ્ત થઈ નહીં કાગડાને ઉડાડવામાં ઉત્તમ ચિંતામણિ રત્ન બળપૂર્વક નાખી દીધું.' પાઠીતર : ૧. ર બોલ્યો. ૩ ૨૨ વિરધી; રવ “સુમતિ ન સાધી’ નથી; ગ મુનિવર સાધી; ર નિ વિરાધી (નવિ લાધી’ને બદલે); ઇ, લાગો 2 સાધાં (લાધી’ને બદલે; ૪ ગુરૂખાણિ. ૪. પંક્તિ નથી; ૪, ત/તિઈ તેને બદલે); ? તે’ નથી; પ્રમાણિ (પ્રાણિ'ને બદલે). પ્રીમ્યા મુઝ વયણે, ઊડ્યા ગયણે, જાઉ નહીં પરમત્ય, મર્યાદા લોપી, હું પણિ કોપી, એકઈ ન સર્યઉ અત્ય, યૂલિભદ્ર તણી તડિ સીહ સમી ઝડિ કવણ સહઈ તે સૂર, કંબલ જિમ સંયમ, રોલ્યા તે તિમ, લહિસ્યઉ લ ધંતુર. ૭૯ ગદ્યાનુવાદ: “મારા વચનથી પ્રસન્ન થયેલા તમે ગગનમાં ઊડ્યા ખોટા વિચાર કર્યા. પરમાર્થ જાણ્યો નહીં. તમે મયદા લોપી. હું પણ ગુસ્સે થઈ. એકેય અર્થ સર્યો નહીં. સ્થૂલિભદ્રની બરોબરીમાં, સિંહ સમી ઝડી કયો શૂરવીર સહન કરે ? કંબલની જેમ તમે સંયમને રોળી નાખ્યો. તમે ધતૂરાનું ફળ પ્રાપ્ત કરશો.” Page #349 -------------------------------------------------------------------------- ________________ પાઠાંતર : ૨, ૩, ૪ એકૃ; ર સજ્યો સુ કરિઉં (સયઉ'ને બદલે); ૪, ૮ અરW. ૩. છ સમી (‘તણી’ને બદલે); g ‘તણી’ નથી; ગ.ર તણી (“સમી’ને બદલે); ; “સમી' નથી. ૪.૮ કેબલ જિમ સંબલી, સંયમ રોલિઉ; ૪ સંબલ (સંયમને બદલે); જ રોલ્યું તિમ; ર૩ લહસિ ન લહિસિઈ લાયું (લહિસ્યને બદલે); ૪ તિમ (°ફલને બદલે). પાઠચર્ચા: ૪ પ્રતમાં “રાલ્યઉ પાÁ હતો તે લેખનદોષ હોવાથી રોલ્યઉ' કરી લીધો વયણાં ઇમ સાંભલિ, વલી ભાંભલિ, હઈઇ વિમાસી આપ. મદમયગલ ભાંજી, ગાઢઉ લાજી, સયલ ખમાવઈ પાપ, ભવસાયરતારણિ, નરગ નિવારણિ, ગોરી તું ગુણરાશિ, સંયમ ય ગુડીઆ, ઉપસમિ ચડીઆ, આવ્યા શ્રી ગુરુ પાસિ. ૮૦. ગદ્યાનુવાદઃ આવાં વચનો સાંભળી, વ્યાકુળતા ટાળીને (મુનિ) હૈયામાં સ્વયં વિચાર કરે છે. મદ રૂપી હાથીને ભાંગીને, અત્યંત શરમાઈને સકલ પાપ ખમાવે છે પાપની ક્ષમાપના યાચે છે). હે ભવસાગર તરાવનારી, નરક નિવારનારી ગોરી, તું ગુણનો ભંડાર છે. સંયમરૂપી હાથીને સજ્જ કરીને, (કષાયોના) ઉપશમે ચડેલા તે (મુનિ) શ્રી ગુરુ પાસે આવ્યા. પાઠતર : ૧. છ મન મઈ સંકા (ટાલિ ભાંભલિ’ને બદલે); ર૩, ૨ ૩ વિમાસઈ. ૨. ભાગી; ર લાગી “લાજીને બદલે); ૪ સબલ પખાલે પાય (છેલ્લું ચરણ). ૩. ૪ વારણિ (‘તારણિને બદલે). ૪. v સંયમગુણ જડીઆ ઉડીઆ ('ગુડીઆ'ને બદલે) લાછિલદે નંદન, જય જગવંદન, કરઈ પ્રદક્ષિણ તા. પગિ પગિ ગુણ ભાખઈ, સાલ ન રાખઈ, વલિવલિ કરઈ પ્રણામ. નારી નયણાલે. જલ અસરગલે, નવિ બૂડલે પરવાડિ ઇમ વતક વીતું, જગત્ર-નદીતું, તે છતું જગમાંહિં. ૮૧ ગદ્યાનુવાદ : “લાછલદેવીના પુત્ર, જગતવંદ્ય (સ્થૂલિભદ્ર)નો જય હો.' (કહી) પછી પ્રદક્ષિણા કરે છે. ડગલેડગલે ગુણ બોલે છે. કોઈ શલ્ય રાખતા નથી. વળીવળી પ્રણામ કરે છે. “નારીની આંખો રૂપી પ્રચુર જળના પ્રવાહમાં હવે બૂડું નહીં. આ પ્રમાણે વીતક વીત્યું. ત્રણે જગમાં પ્રસિદ્ધ જે છે હવે) તેને (સંયમમાર્ગને) આ જગતમાં જીતું.’ પાઠાંતર : ૧. ૪ જયજય વંદન. ૨ ૨૩, ૩, ૪ વલિ કર. ૩ નાલી નયનાલે જ નારી નવનાલે; ૪ નસ અસરાલે; ૪, ૪ છૂટક (બૂડઉ'ને બદલે). ૪. ૪ અહ્મ વીતક; ૨૦, ગ, ઘ, આ તઈ ૪ નઈ ( તેને બદલે); ૪ “તે જીતું નથી. પાશ્ચચ: ત્રીજી લીટીમાં ૪ પ્રતના છૂટી પાઠને સ્થાને મોટા ભાગની પ્રતો “બૂડ ૩૩ર | સહજસુંદરફત ગુણરત્નાકરછંદ Page #350 -------------------------------------------------------------------------- ________________ ચોથો અધિકાર / ૩૩૩ પાઠ આપે છે. પ્રચુર જળના પ્રવાહમાં બૂડું નહીં એ ચિત્રમાં પ્રવાહની સાથે બૂડવું' ક્રિયારૂપ જ વિશેષ બંધબેસતું ગણાય. એથી મુખ્ય પ્રતનો પાઠ બદલ્યો છે. ભાગી મન સંસા. કરાં, પ્રસંસા, સેવઈ સુરનર પાય, જિનસાસનહસહ નિરમલ વસહ, ગુણ બોલઈ ગુરુરાય, સુધઉ બ્રહ્માચારી. પરઉપગારી, નરનારી ઘઈ રાસ, લેસ્યઈ સુરરિદ્ધિ, કઈ શિવસિદ્ધિ, જસ તિહુઅરજણ દાસ. ૮૨ ગદ્યાનુવાદ : મનમાંના સંશયો દૂર થયા. (તે) પ્રશંસા કરે છે. દેવો અને માનવો ચરણ સેવે છે. જિનશાસનના હંસ સમાન, નિર્મળ વંશના (સ્થૂલિભદ્રના) ગુરુરાય ગુણ બોલે છે. (સ્થૂલિભદ્ર) પરોપકારી, શુદ્ધ બ્રહ્મચારી છે. નરનારી રાસ રમે છે. ત્રિભુવનના લોકો જેમના દાસ છે તેવા તે (સ્થૂલિભદ્ર) દેવની રિદ્ધિને કે શિવસિદ્ધિને (મોક્ષપદને પામશે. વિવરણ : કાવ્યનાયક સ્થૂલિભદ્રની ગુણપ્રશસ્તિ. સિંહગુફાવાસી મુનિના કથાનકની ઉપયોગિતા કે હતુસિદ્ધિ એ કે સ્થૂલિભદ્ર વિશેના સંશયો નિર્મૂળ થયા. સ્થૂલિભદ્રનો કામવિજય અન્ય મુનિના સ્વાનુભવે પ્રમાણિત – પ્રતીત થયો. પાઠાંતર : ૧. ર૩, , , , ૩, ૪ ભાગ. ૨. ગ હંસા; ગ વંહ ૩ ટુ વ્રતધારી (“બ્રહ્મચારી’ને બદલે). ૪ ૪ લહર્સે ૩ લહઈસાઈ; ૪ સુરરિદ્વઈ; # શિવસિદ્ધઈ શિવસુદ્ધી, ગ “જણ' નથી; ટ જય દાસ (...જણ દાસને બદલે). ઇક આવઈ જાઇ, હરખ ન માઈ, ગુણ ગાઈ ચિરકાલ. મંગલ ધજ ધવલા, દઈ સબલા, ગાજઇ વર પોસાલ, મોતીભરિ ભાવઈ, થાલ વધાવઈ, ફિત્તિ કરઈ નરનાર, ગુણવંત મુની:શ્વર, જય યોગીશ્વર, વિઘન હરઈ સંસારિ. ૮૩ ગદ્યાનુવાદ: કેટલાક આવે ને જાય છે. હર્ષ માતો નથી. ચિરકાળ ગુણ ગાય છે. મંગલ અને શુભ્ર મોટી ધજા ફરકાવાય છે. ઉત્તમ પોષાળ પોષધશાળા) ગાજે છે. નરનારીઓ થાળમાં મોતીના ઢગ લાવે છે, અને વધાવે છે; કીર્તિગાન કરે છે : “ગુણવંતા મુનીશ્વર, યોગીશ્વર જય પામો, જે સંસારમાં વિખો હરે છે.” પાઠાંતર: ૧.ઈમ (ઈકને બદલે; આંબઈ (“આવ ને બદલે). ૨. છ દીસઈ નવલા (દીજઈ સબલા'ને બદલે); છ ગુણ બોલાઈ ચુસાલ (“ગાજઈ વર પોસાલ'ને બદલે). ૩ ગ ધવલ (થાલ'ને બદલે). ૪ $ એ ગુણવંત; રવ મુણીસર જયઉ જોગીસર; ટ જોઉ (જયને બદલે); ૪ વિઘનહરણ સંસારિ. Page #351 -------------------------------------------------------------------------- ________________ જલભરીઆ સાયર, તપઈ દિવાયર, તેજ કરઈ જા ચંદ, સહિગુરુપય વદઉ, તાં લગિ નંદઉ, ગુણરતનાગરદ, ઉવએસગછમંડણ, દુરિતવિહંડણ, ગિરૂઆ રયાસમુદ્ર, ઉવઝાયપુરંદર, મહિમામંદિર, મંગલ કરુ સુભદ્ર. ૮૪ ગદ્યાનુવાદ : જ્યાં સુધી સાગર જળથી ભરેલા હોય, સૂર્ય તપતો હોય અને ચંદ્ર તેજ કરતો હોય ત્યાં સુધી સદ્ગુરુનાં ચરણ વંદો અને ગુણરત્નાકરછંદ આનંદ આપો. ઉપકેશગચ્છના ભૂષણ રૂપ, અનિષ્ટને હરનારા, મહિમાના મંદિર સમા, ઉપાધ્યાયોમાં પુરંદર (મુખ્ય) ગરવા રત્નસમુદ્ર મંગલ અને સુભદ્ર (સુકલ્યાણ) કરો. પાઠાંતર ઃ ૨. ૪ સુહગુરૂ, ૩, ૫૩, ૪ પાય. ૪ ૪ પંક્તિ નથી; ૨, ૪, ૫, ૭, ટ, ૩ મહિમા સુંદર, આય સંવત પન્નર બિહુતરિ વરસે. એ મઈ છંદ રચ્યઉ મનહરસે, ગિરૂઉ ગણહર નવનવ દહૈં, સહિજસુંદર બોલઈ આણંદઈ. ૮૫ ગદ્યાનુવાદ: સંવત પંદરસો બોંતેર વર્ષે, મનના હર્ષથી એ છંદ મેં રચ્યો. નવાનવા છંદોથી સહજસુંદર ગરવા ગણધર (સ્થૂલિભદ્ર)ને આનંદપૂર્વક વર્ણવે છે. પાઠતર : ર, ગ, ઘ, , , ટ, ૩ છંદનું નામ નથી જ અડયુલ્લ છંદ ન છંદ: ૧. ર૪ વરસિદ; ૨૪ એમ (“એ મને બદલે; છ એ છંદ રચિઉ મનનિઈ હરસે; છેદહિ; ત કરિઉ મનહરસિ; સુ મનિ હરસે. ૨. ૨ આણંદહેં. એ ઋષિરાજ સગુણ જે ગાસ્ય, અર અમર માનવ તે થાસ્ય, " ઘરિ મંડાણ-મહોચ્છવ સંતતિ, દ્વિવૃદ્ધિ લહસ્યાં તે સંપતિ. ૮૬ ગદ્યાનુવાદ: ગુણવંત એ ઋષિરાજ (સ્થૂલિભદ્ર)ને જે ગાશે તે માનવ અજરઅમર થશે. ઘરમાં મહોત્સવની રચના, સંતતિ, ઋદ્ધિ-વૃદ્ધિ અને સંપત્તિને તે પ્રાપ્ત કરશે. વિવરણ: આ કડીમાં કવિ ‘ગુણરત્નાકરછંદની ફલશ્રુતિ કહે છે. બીજી પંક્તિમાં સંતતિનો અર્થ “સાતત્ય, પરંપરા' પણ હોઈ શકે. તો “મંડાણ-મહોચ્છવ-સંતતિ'નો અન્વયાર્થ મહોત્સવરચનાની પરંપરા એમ પણ હોવાનો સંભવ છે. પાઠાંતર : ૧. ૪ એ ઋષિરાય તણા ગુણ ગાર્સિ પહેલું ચરણ); ૨૩, , , , ૩, ગુણ ગાશે; ઇ અજરામર થાનક તે થાસિઈ; ; અર (“અર’ને બદલે). ૨. ગ ઘરિ ઉચ્છવ મંડાણ જ સંતતિ (ત્રીજું ચરણ); 1 સંપત્તિ (સંતતિ’ને બદલે); રવ રધિવધિ લહસિ; ઘ લહસે; , રૂ, ૪, ૪ સંતત્તિ (“સંપતિ’ને બદલે). ૩૩૪ / સહજસુંદકૃત ગુણરત્નાકર Page #352 -------------------------------------------------------------------------- ________________ ચોથો અધિકાર / ૩૩૫ કુલસ પાડલપુરિ સિગડાલ, સબલ મંત્રીશ્વર ભગ઼ીઇ, નંદરાય નરમુગટ, સુભટ જ્સ કીતિ સુણીઇ, થૂલિભદ્ર થિરમન્ન, કોસિ યુવતી જિણ તારી, ચંદ્રકલા નિકલંક, સા સાસન કારી, વયી-વિયોગ-ભાવઠિહરણ, કરણ રિદ્ધીસિદ્ધી સયા, લીલાવિલાસ રસરંગ ઘઉ, કરું સહિસુંદર મા. ૮૭ ગદ્યાનુવાદ : પાડલપુરમાં બળિયો મંત્રીશ્વર શકટાલ કહેવાય છે. નરમુકુટ નંદરાજાના એ સુભટ; જેમની કીર્તિ સંભળાય છે. જેમણે કોશા યુવતીને તારી તે સ્થિર મનવાળા સ્થૂલિભદ્ર છે. નિષ્કલંક ચંદ્રકલા સમા તે શાસનનો જય કરનારા છે. વેરી, વિયોગ ને સંકટોનું હરણ કરનારા અને સદા રિદ્ધિ-સિદ્ધિ કરનારા છે. તે લીલાવિલાસ ને રસરંગ આપો. સહજસુંદર પર કૃપા કરો. પાઠાંતર : રવ, ગ ‘કલસ’ નથી ષ ષપદ છંદ. ૧. રવ ‘સબલ’ નથી; રદ્દ ભણીજઇ ઇ સુણીઇ (‘ભણીઇ’ને બદલે). ૨. ૢ વર મુગટ છ નરેસ (નરમુગટ'ને બદલે); T, ૬ ઘિર (નરને બદલે); ઘ સુભગ (‘સુભટ’ને બદલે); સ્વ સુણીએ છ થુણીઇ. ૩. રવ...કોશ જવતી ગુણરાતી. ૪. ર ચંદ્રલિ. ૫ ઘ, ૪ વયર; ગ ‘કરણ’ નથી; છ વૃદ્ધી (‘સિદ્ધી'ને બદલે). ૬ ૬ લીલા સરસ રંગે દીઉ... છૅ, ઘ સરંગ (‘રસરંગ’ને બદલે). પાઠચર્ચા : છેલ્લી પંક્તિમાં રૂ પ્રતમાં ‘સરંગ’ પાઠ છે પણ એ લેખનદોષ જણાય છે. અન્ય ઘણી પ્રતો ‘રસરંગ’ પાઠ આપે છે. એ યોગ્ય જણાવાથી સ્વીકાર્યો છે. [∞ થી ૪ સુધીની બધી પ્રતોની પુષ્પિકાઓ માટે જુઓ ‘પરિશીલન’ પ્રકરણ ૬ : પ્રતપરિચય અને પાઠસંપાદનપદ્ધતિ’] Page #353 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ પ્રિત્યેક શબ્દ સાથે દર્શાવેલ આંક અનુક્રમે અધિકાર અને કડીક્રમાંક સૂચવે છે. ક્યાંક ગોળ કૌંસમાં દર્શાવેલા (૧), (૨), (૩) ક્રમાંકો, કડીમાં એક જ શબ્દ એકથી વધુ વાર આવ્યો હોય તો એનો અનુક્રમ સૂચવે છે. રૂઢપ્રયોગ હોય ત્યાં સમગ્ર પદસમૂહનો અર્થ આપ્યો છે.] અક્ક(૧) ૨.૬૧ આકડો અનડ ૧,૩૧ અનમ્ર, ઉદ્દંડ, નિર્બંધ અક્ક (ર), અક્કા ૨.૫૬, ૨.૬૦, ૨.૬૧|અત્રાણ ૧.૨૭ અજ્ઞાન વડીલ વેશ્યા અન્યા ૩.૪૮ દુષ્કર્મ અખ્યાણાં ૧.૬૮, ૩.૮૦ શુભ કાર્યમાં ભરવામાં અપરીઠાં ૩.૬૯ બદલાવ્યા વિનાનાં આવતી ચોખા વગેરે અખંડ અનાજની (સં. અપર્યસ્ત) અપ્પઇ ૧.૩ આપે (સં. અર્પયતિ) અપ્પઉં ૨.૧૫૯ પોતાની જાત (સં. આત્મ) અચાલી ૨.૭૪ અચલિત, અચળ, અટલ અબીઠઉ, અબીહૂં ૧.૩૨, ૪.૪૩ અરુચિકર, અછઇ ૨.૧૦૧, ૩.૭ છે અજૂઆલઇ ૧.૧૯ અજવાળામાં અકારું અબીર ૨,૧૨૪ અબીલ, એક સુગંધી દ્રવ્ય અઆલઇ ૪.૫૯ અજવાળે, ઉજ્વળ કરે સામગ્રી (સં. અક્ષતવાયન, અક્ષતદાન) અગ્નિઝલા ૨.૧૦૪ અગ્નિજ્વાળા (સં. ઉજ્વલ – પરથી) - અજૂઆલઉ ૩.૧૬ અજવાળો અજ્જ ૧.૩૫ આજ (સં. અધ) અટાલા ૧.૫૨ અટારા, મસ્તીખોર અઢારસ ૨.૮૨ અઢારેય (સં. અષ્ટાદશ) અણગાર ૩.૧૦૦ સાધુ (સં. અનાગાર) અણાવઇ ૩.૩૭ મગાવે છે અણાવઇ ૪.૫૯ લેવડાવે જુઓ પાઢ અણાવઇ અતુલીબલ ૪.૩૬ અતુલ બળવાળો અત્ય ૨.૮૧ ધન અત્થ ૪.૭૯ અર્થ, હેતુ અસ્થમઇ ૨.૭૫, ૨.૮૩ આથમે (અ.) અભગતિ ૪.૫૮ અ-સેવા અભ્યસ્યા ૪.૧૨ અભ્યાસ કર્યો અમરી ૨.૧૪૨ દેવાંગના અમરીતત્ર ૪.૮ દેવાંગના શરીરવાળી અપ્સરાના જેવા અરથી, અરથીઉ ૨.૭૫, ૩.૯૫, ૪.૬૮ લાલચુ, લોભી, લાલસાવાળા, ઇચ્છુક, અભિલાષાવાળા (સં. અર્થિન્) અલવેસર ૧.૫૧ અલબેલા, સુંદર અલિ ૨.૧૩૨ ભમરા અલિકુલ ૨.૧૧૩ ભમરાઓનો સમૂહ અલીઅ ૩.૫ અપ્રિય, અનિષ્ટ (સં. અલીક) ઐવદાત ૩.૯ કરત અવધૂત ૨.૩૧, ૪.૪૭ ઉન્મત્ત, ઘેલી, ક્ષુબ્ધ અવર ૩.૯ અને, વળી અવિસ ૩.૯૯ અવશ અત્રાણ ૪.૩૬ અરક્ષિત અઘેહ ૪. પુષ્પિકા આજે જ અધિકાર ૧.૬૮ પ્રકરણ, પ્રસંગ, વિષય અન, અન્ન ૨.૭૬, ૨.૮૦ અન્ય ૩૩૬ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ - Page #354 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ / ૩૩૭ અવિરલ ૧.૧૭, ૩.૪, ૩.૨૯ પ્રચુર, સઘન, આણૐ ૨.૧પ૭ આ ભવ)માં પુષ્કળ | આણઉં ૧.૨૫ લાવું અવિહડ ૨.૧૫૬ અખંડ (સં. અવિઘટ) | આણંદઈ ૪.૮૫ આનંદપૂર્વક અવીરિજ ૪.૩૬ અવીર્ય, નિર્વીર્ય આણંદપૂર ૩.૯૫ આનંદનું પૂર અસરાલ ૪.૮૧ પ્રચુર, અત્યંત, પુષ્કળ | આઉ ૩.૪૯ આણ્યો, સ્વીકાર્યો અસંભમ ૧.૪૪ અસંભવિત આદિહિં ૧.૪૬ પહેલેથી, આરંભથી અસુરાલા ૧.૫૬ પ્રચુર, ખૂબ આદેસ ૩.૮૩ આદેશ અહનિસિ ૩.૬ અહોનિશ, હંમેશાં આપણઈ ૨.૫ર પોતાની ઊલટ)થી અહર ૨.૧૩૨, ૨.૧૪૩, ૨.૧૪૯ અધર, | આપણઈ ૩.૩૩, ૩.૬૦ પોતાને હોઠ આપણપઈ ૧.૪૩ આપોઆપ અહિનાણ ૨.૧૫૧ એંધાણ, ઓળખ (સં. | આપણાઈ ૨.૧૩૫ પોતે અભિજ્ઞાન) આયસ ૩૦, ૩.૯૨, ૪૬૬ આદેશ અહ્મ ૨.૭૫ અમારું આલા ૧.૫૮ આલય, મકાનો અંગ ૪.૧૨ જેન પરંપરાનાં અંગશાસ્ત્રો | આલિ ૪.૭૭ આવલિ, શ્રેણી અંગોપાંગ ૩.૮૧ અંગ અને ઉપાંગ નામનાં આલોચવા ૩૩૧ વિચાર કરવા જૈન શાસ્ત્રો આલોચ (૧) ૩.૫૦ વિચાર, વિચારણા અંઘોલ ૨.૧૩૧ સ્નાન આલોચ (૨) ૩.૫૦ કેશલોચ, વાળ ખેંચી અંતર ૨.૧૦૧ ભેદ કાઢવા તે અંબ ૨.૬૧ આંબો આવઈ ૩૫૪ પીડાય, દુઃખી થાય, વ્યાકુલ અંબિગ ૧.૧૨ અંબિકા થાય આઈ ૧.૧૩ માતા | આસન, આસત્ર ૨.૨૯, ૨.૫૭ ભોગાસન આકરખઈ ૩.૭૬ આકર્ષે, ખેંચે (ચોર્યાસી આસન) આખ ૩.૬૯ અક્ષ, રુદ્રાક્ષ આસાવલિ ૩.૬૨ આશારૂપી વેલથી આગઈ ૨.૬૭, ૩.૫૪, ૩.૫૮ આગળથી, આસીસ ૨.૬, ૪.૭૫ આશિષ પહેલેથી આંકસ ૨.૧૫૦ અંકુશ આગઈ ૩.૯૦ આગળ, પૂર્વે (સં. અગ્ર) |આંગલઉં ૨.૧૭ ઝભલું આગમ ૧.૪૫ આગમમાં, શાસ્ત્રમાં | ઈક ૪.૫૨ એક આગલિથા ૨.૩૭ આગળ થઈને, મોખરે |ઈક ૪.૮૩ કેટલાક આગિ ૨.૮૫, ૪.૩૫ અગ્નિ ઈગ્યાર ૪.૧૨ અગિયાર આઘઉ ૨.૧૬૦, ૩.૧, ૩.૨૧ આઘો, આગળ ઈસી ૨.૫૫, ૨.૮૧ આવી (સર્વ). આઘા, આથી ૨.૧, ૩.૧૮ આગળ | ઇસ્યઉ–ઉં ૨.૫૯, ૨.૧૩૧ આવો – આવું આછણ ૩.૮૭ (ચોખા વગેરેનું) નિતરામણ | (સર્વ) આટ) ૨.૮૬ આટામાં, લોટમાં ઉ ૩.૭૦ એ આણ ૩.૨૭ આજ્ઞા ઉગલાં ૩.૭૧ ઓગળે Page #355 -------------------------------------------------------------------------- ________________ ઉઘલ ૩.૮૧ ઓઘો, જૈન સાધુનું રજોહરણ |ઔઠ ૪.૨૪ સાડાત્રણ ઉતપતિ ૪.૧૬ ઉત્પત્તિ કઈ ૪.૮૨ કે ઉદ્વાહણ ૨.૩૮ ઉધાણ, ભરતી, ઊભરો કક્કર ૨.૮૨, ૪.૬૩ કાંકરા ઉદ્યોત ૨.૬૩ પ્રકાશ કન્જલ ૨.૧૧૩ કાળો ઉપસમ ૪.૧૦, ૪.૮૦ (કષાયોનો ઉપશમ, કટક્કિલંકિ ૨.૬૮ કટિ – કેશ્યનો વળાંક વૈરાગ્ય કટિક ૩.૮૫ સેના (સં. કટક) ઉMઈ ૧.૯ ઓપે, શોભે કટિલંકી ૨૪૨ કેડનો લાંક-વળાંક ઉલવઈ ૩.૭૦ ઓથે, આડશે કઠવિકઇ ૩.૮૪ ખૂબ મુશ્કેલ, ખૂબ કષ્ટભર્યું ઉવએસગછમંડણ ૪.૮૪ ઉપકેશ ગચ્છના (સં. કષ્ટ + વિકટ) ભૂષણ કઠહ ૨.૮૮ કાષ્ઠને, લાકડાને વિઝાયપુરંદર ૪.૮૪ ઉપાધ્યાયોમાં પુરંદર- કડી ૩.૩૭ સૈન્ય, ઘેરો (સં. કટક) શ્રેષ્ઠ કડક્કાં, કડક્ય ૨.૮૧, ૪.૭૧ કડકડાટ કરે ઉવેલઉં ૩.૪૮ ઉલેચું કડખ ૨.૬૫, ૨.૬૯ કટાક્ષ ઊગમતઈ ૪.૧૩ ઊગતાં કડિ ૨.૨૯, ૪.૫ કેડ્ય (સંકટિ) ઊજાઈ ૩.૬૫ નીકળી પડે છે (સં. ઉદ્દેશ્યા) કઢાઈઇ ૨.૪૭ કાઢી નાખવામાં આવ્યું, કોઈ ઊજાણી(૧) ૩.૧૦૧ ઉત્સવ, સમારંભ | વૃક્ષનામ ? વનસ્પતિ ? ઊજાણી(૨) ૩.૧૦૧ દોડીને કઢી ૩.૧૩ કાઢીને, ખેંચીને ઊઠવિ ૩.૩ ઊઠીને, જાગીને કણ ૨.૨૬ સત્ત્વ, શક્તિ, બુદ્ધિ (રાજ.શ.કો.). ઊડામણિ ૪.૭૮ ઉડાડવામાં કણદોર ૨.૨૯ કંદોરો ઊધાણ ૩.૮૪ ઊભરો કણયપિંડ ૨.૧૧૧ સોનાનો પિંડ ઊપનઉ ૧.૬૪ પેદા થયો, જમ્યો કણયાચલ ૨.૧૦૨ કનકાચલ, મેરુ પર્વત ઊભી ૩.૨૪ ઊભા રહો કતાલ ૪.૩૨ હત્યાનો વધનો ભોગ બનનાર ઊભવ્યા ૨.૧૦ ઊભા કર્યા, લટકાવ્યા કતાલા ૧.૫૬ હત્યા, કાપાકાપી, રક્તપાત ઊલટિ ૨.પર ઊલટથી, ઉમંગથી કતૂહલ જુઓ કેલિકતૂહલ એક ૧,૫૪, ૧.૬૮ કેટલાક, કેટલીક કદલીહર ૨.૧૨૧ કદલીગૃહ, કેળનો મંડપ એકલસંથી ૩.૯ એક વખત સાંભળવાથી જેને કMડ ૨.૭૭ કપડાં યાદ રહી જાય તે (સં. એકસંસ્થ) કિપૂરખ ૨.૧૫૯ કલ્પવૃક્ષ પ્રા.) એણઇ ૨.૭૪ આ (સહવાસ)માં કિપૂરવાસ ૨.૯૨ કપૂરની સુગંધ ઓગણીઓ ૩.૬૯ અવગુણિયો, દોષિત |કબરી ૨.૧૧૪ ચોટલો ઓટ) ૩.૬૪ ઓટલા ઉપર કમલનાલ ૨.૧૧૧ કમળદંડ ઓપી ૧.૨૨ ચળકતું કરી કમલાણી ૪.૩૩ કરમાઈ ઓરા ૩.૨૪ ઓરડા |કમાઈ .૨.૧૩૯ કરે ઓલગ ૩.૩૨ સેવા, ચાકરી કમાણિ ૨.૬૫, ૩.૯૯ કમાન ઓલંભા ૩.૫૯ ઉપાલંભ, ઠપકા કય ૪.૬ કર્યું, થયું (સંકૃતમ્) ૩૩૮ | સહજસુંદરકત ગુણરત્નાકરછંદ Page #356 -------------------------------------------------------------------------- ________________ કયા ૨.૧૦૩ કદા, કદાચ, ક્યારેક કરણ ૩.૯૩ ક્રિયાકાંડ કલિ ૨.૮૪ કંકાસ, કજિયો (સં.) કલિરવ ૪.૩૨ કકળાટ, કોલાહલ કરમી ૧.૫૫ ભાગ્યશાળી, કાર્યનિષ્ઠ (રા.) (?) | કલી ૨.૭૩ ખૂંપી, ખૂંપેલી કરલ્લઇ ૩.૬૮ ચીસો પાડે, દુ:ખનો અવાજ કલોલ ૧.૨૮ તરંગ, મોજું (સં. કલ્લોલ) કલ્યઉ ૩.૨૦ કળ્યો, ખૂંપ્યો કવાટિ૩.૩૮ પ્રપંચ, કબાડું (?) કરે કસણ ૨.૧૨૮ કાંચળીની કસ, બાંધવાની દોરી કરવાલ ૩.૧૩, ૩.૧૫ તલવાર કરસણ ૩.૩૭ ખેતી, વાવેતર (સં.કર્ષણ) કરસ્યઉ ૪.૧૬, ૪.૩૧ કરશો કદંડ ૧.૪૦, ૧.૬૦, ૩.૩૨ કરંડિયો જુઓ |કસી ૨.૧૨૮ બાંધી યણકરંડ કિર ૧.૫૨, ૨.૧૨૮ કરે કિર ૧.૫૯ કરે, (અહીં) પ્રગટાવે કહ ૪.૫૪ કહો કિર ૨.૧૨૪, ૩.૧૩, ૩:૨૪, ૩.૩૯, ૩.૬૫, કહાણી(૧) ૧.૪૪ કથની ૪.૭૬ કહાણી(૨) ૧.૪૪ કહેવાઈ, જાહેર થઈ કહિ ૨.૩૩ કોઈ ૩.૭૨, ૩.૭૩, ૪.૪, ૪.૩૨, કરથી, હાથથી કિર ૩.૧૫, ૩.૪૭, ૩.૫૧, ૪.૬૧ હાથમાં કહિવાસ્યઇ ૪.૬૫ કહેવાશે કરજ્જ ૩.૧૨ કરે કહીજઇ ૨.૮૭ કહેવાય કરિજ્જઇ ૨.૧૨૬ કરાય છે કહુક્કઈ ૪.૭૩ કુહૂરવ કરે કંચલીય ૨.૯૨ કાંચળી કિરવઉ ૩.૪૪ કરાય છે કરીજઇ ૨.૧૩૪ કરાય, ભોગવાય કંચૂ ૨.૬૩ કાંચળી કરીજઇ ૪.૭૨ (રાગ) કાઢવામાં આવે છે, કંચૂકસ ૨.૧૪૫ કાંચળીની કસ ગવાય છે કંટાલઉ ૨.૪૫ એક વનસ્પતિ, કંટાળો કંઠ(૧) ૩.૬૮ કાંઠો કંઠ(૨) ૩.૬૮ કંઠે, ગળામાં કંઠિ ૨.૧૪૪ કંઠમાં, ગળામાં શબ્દકોશ / ૩૩૯ કસ્તૂરીમૃગ ૨.૩૫ મૃગની કસ્તૂરી કહ ૧.૪૮ કોઈને કરી ૩.૬૧ કેરડો કરેવઉં ૨.૭૪ કર્યું કલણ ૪.૪૬ કળણ, કાદવ, કીચડ કલલ ૪.૧૮ ગર્ભની પ્રાથમિક નામ કલવા ૩.૩૭ ખેતરમાં પાકેલા અનાજના કંદપ્પ ૧.૩૧ કંદર્પ, કામદેવ કંબલ ૪.૭૫ કામળો અંદાજ કાઢવા કલસાલા ૧.૪૯ કળશયુક્ત કલંદર ૨.૮૨ યોગી, મસ્ત ફકીર (ફા.) કલા જુઓ કુમતિકલા કલાઈ ૨.૪૧ કળા કરીને કલિ ૧.૩૨ કળિકાળ (સં. કાલ) અવસ્થાનું કંત ૧.૬૨ પ્રિયતમ કંતાણુરત્તી ૨.૧૫૮ ગ્રંથમાં અનુરક્ત (પ્રા.) કંબલયણ ૪.૬૯ રત્નકંબલ, રત્નજડિત કામળો કાગિણિ ૩.૬૮ કાગડી કાજલ(૧) ૩.૬૩ વાદળ કાજલ(૨) ૩.૬૩ કાજળ Page #357 -------------------------------------------------------------------------- ________________ કાણિ ૧.૧૩ સંકોચ કુમતિકલા ૩૪૨, ૩:૪૩ દુબુદ્ધિભરેલી કળાકામ ૧.૧૨ કામિનીદેવી વિદ્યા કામ ૨.૧૫ કમોં, ક્રિયાઓ કુમરી ૨.૧૪૨, ૪.૮ કુમારી, સ્ત્રી કામકલાઈ ૨.૨૮ કામકળાને લીધે કુશમ ૨.૧૨૭ કુસુમ, ફૂલ કામગહ ૨.૬૮ કામદેવનું નિવાસસ્થાન કુચિકુહાડા ૪૩૪ કોશકુહાડા કાયાશોધક ૩.૪૯ કાયાશુદ્ધિ | કુંચાલા ૧.૫૫ દાઢીવાળા (સંકૂચ) કાલઉ ૨.૪૫ મોટો (રા) || કુંભી ૨.૧૧૦ થાંભલા નીચેની પથ્થર અથવા કાલી ૧.૧૨ કાળી માતા લાકડાની બેસણી (સં.કુંભક) કાંકચિ ૨.૭૩ કાંકી. એક વનસ્પતિ | કૂઇનિવેશ ૩.૮૩ કૂવાના થાળે નિવાસ કાંચલીક ૩.૫૪ કાંચળીવાળો ફૂટી ૨.૧૩ ભ્રકુટિ - ભમર (2) કિજ્જઈ, કિજએ ૧.૧૯, ૨.૧૨૧ કરાય, કૂડ ૨.૭૪, ૨.૮૩, ૨.૮૫, ૨.૧૩૯, ૨.૧૪૦ કરવામાં આવે ૨.૭૦ કરાય છે, થાય છે | ૩.૧૧ કપટ, છળ કિત્તિ ૧.૫, ૨.૧૫૬, ૪.૮૩ કીર્તિ કૂિપોદક ૨.૮૯ કૂવાનું જળ કિદ્ધઉ ૧.૧૦, ૪.૬૨ કર્યો, કરી બતાવ્યું કૂિર ૨.૯૨ (રાંધેલો) ભાત (સં.) કિરપી ૨.૩૦ કૃપણ, કંજૂસ | દૂપિલી ૨.૧૩૦ ફૂપી, શીશી જેવું પાત્ર કિલીવ ૪.૨૩ નપુંસક (સં. ક્લીબ) કેલર ૨.૧૪૩ કેયૂર, કાંડાનું આભૂષણ કિલેસ ૨.૧૧૨, ૪.૩૮, ૪.૭૭ ક્લેશ, કેતાં ૨.૮૫ કેટલાં સંતાપ, કષ્ટ કેલવ૬ ૩.૫ નિષ્પન્ન કરું કિસી ૨.૮૪ કેવી (સં.કીદશ) કેલવસ્યઉં ૪.૧ કરીશું, રચીશું કિસ્સઈ ૨.૬૦ કશા, શા, કયા, કેવા કેલવી૨.૧૪૦ કરવામાં આવે, લગાડવામાં કિસ્યઉ ૨.૧૧૨ કશોય આવે કિસ્યઉં ૨.૬૧, ૨.૭૨, ૨.૮૭, ૨.૧૩૧, કેલિ ૨.૯, ૨૪૬, ૨.૭૭, ૩,૧૦૩, ૪.૭ ૩.૭૨ શું, કેવું, શાનું, શાને કેળ કિસ્સે ૨.૯૫ શાને કેલિ ૩.૯૬ કીડાપૂર્વક, લીલાપૂર્વક કિર્ ૪.૨૩ શું કેલિકતૂહલ ૨.૧૪૧ ક્રીડાવિનોદ, ક્રીડાઉત્સવ, કિહાં ૨.૧૨૩ ક્યાંક, કેટલેક સ્થાને કેલિગેલિ ૨.૭૧ ક્રીડા – રમત કિહીં ૪.૫૫ ક્યાંય કેવિ ૧.૫૦ કેટલાય કિંગાય ૪.૭ર કિંગારવ કરે, કેકારવ કરે કેશુ ૨.૧૧૮ કેસૂડો કિંગારવ ૨.૧૧૯ કેકારવ કેહઉ ૨.૯૭ કેવું કિંથી ૧.૧૪ કાંઈપણ (સં. કિમપિ) કહાં ૪.૩૬ કેટલાં કીજઈ ૩.૧૬ કરો, પાળો કહી ૧.૨૫ કોઈપણ કીજઈ ૩.૮૭ કરાય, કરવામાં આવે કેવું ૨. ૧૦ કેટલું કુઘરણી ૨.૮૫ કુગૃહિણી | કોઇલિ ૧.૧૨ કોકિલાદેવી કુઠારિ ૨.૬૬ કુહાડી કોઇલિ ૨.૧૧૯, ૪.૭૩ કોકિલ, કોયલ ૩૪૦ | સહજસુંદરકત ગુણરત્નાકરછંદ Page #358 -------------------------------------------------------------------------- ________________ કોક ૨.૨૯ કોકશાસ્ત્ર, કામશાસ્ત્ર કોકસ ૨.૫૭ કામક્રીડાનો રસ ખેંચઇ ૨.૪ ખચકાય, અચકાય ખેંચા ૩.૩૮ ખચકાટ કોટ ૨.૭૭ ગઢ ખંડએ ૨.૬૯ ક્ષત પાડે, ઘા પાડે કોડિ (૧) ૨.૫૯, ૨.૧૦૮, ૨.૧૦૯, ૪.૨૪ ખંડઇ-ઉં ૧.૪૦, ૪.૩૩ ટુકડા કરે—કરું કરોડો, અસંખ્ય (સં. કોટિ) ખંવિખંડઇ ૪.૩૨ ચૂરેચૂરા કરે કોડિ(૨) ૨.૧૦૯ કોડે, હોંશપૂર્વક ખાટઇ ૨.૮૬ ખાટી વસ્તુથી ખાણઉપીણઉ ૨.૨૭ ખાવુંપીવું તે કોઢ ૨.૮૨ એ નામનો રોગ કોદંડ ૧.૪૮ ધનુષ્ય કોરણી ૨.૧૧૦ કોતરણી, શિલ્પ કોરણીઆં ૧.૪૮ કોતરણી, શિલ્પ કોરી(૧) ૨.૮૮ અલિપ્ત કોરી(૨) ૨.૮૮ કોતરી નાખી કોલામણિ ૩.૭૮ સ્ફટિકખંડ, કાચનો ટુકડો કોશ પડાવઉં ૩.૮૮ સિક્કા પડાવું (કીર્તિ –|ખાસડલી ૨.૧૯ નાનું પગરખું નામના પ્રતિષ્ઠા મેળવું) કોસ ૨.૭૪ અપરાધીઓ પોતાની નિર્દોષતા ખાંપઇ ખાંડઉં ૩.૪૭ ખાંડું, તલવાર, શસ્ત્ર ૩.૩૬ નાશ કરે, ઉઝરડી નાખે બતાવવા પીએ તે પાણી, અંજલિ ખીજઇ ૨.૮૭ ખિન્ન થાય (સં.ખિદ્યતે) કૌચિ ૩.૯૦ કૌવચ નામની વનસ્પતિ ખીજડ ૩.૩૬ ખીજડાનું વૃક્ષ કૌતુક ૧.૬૬, ૨.૧૪૨ તમાશો, મનોરંજન | ખીરોદક ૨.૮૨ ધોળું રેશમી વસ્ત્ર (સં. ક્ષણ ૨.૩૯ થોડો સમય ક્ષાતિ ૨.૩૧ ખ્યાતિ ― ક્ષુદ્ર ૧.૨ અધમ, નીચ, દુષ્ટ ખઉ ૨.૧૦૩ ક્ષય ખગ્નિ ૨.૬૮ તલવાર (સં.ખડ્ગ) ખડી ૨.૧૧૫ ઊભી છે -- શબ્દકોશ / ૩૪૧ ખપ ૩.૮૬, ૪.૭૭ શ્રમ, મહેનત, ઉધમ, ખંત ખપી ૩.૪૫ વપરાઈ, ખર્ચાઈ (સં. ક્ષપ્) ખમાવઇ ૪.૮૦ ખમાવે, ક્ષમાયાચના કરે મિ ૪.૫૭ ક્ષમા આપ ખાર ૪.૪૩ ક્ષાર ખાલ ૨.૧૧૧, ૪.૭૭ ખાળ, ખાડો, ન્હાવા માટેનો હોજ (દે. ખલ્લ=ખાડો) ખાલ ૪.૭૧ નાળું ખાલિ ૨.૫૮ ખાળ, ખાડો, ન્હાવા માટેનો હોજ (દે. ખલ્લ) ખડોખલી ૨.૩૯, ૨.૧૩૦ ક્રીડા માટેની વાવ, ખૂતઉ ૪.૪૬ ખૂંપેલો હોજ, કુંડ ક્ષીરોદક) ખીરોદકરૂપ ૨.૮૨ ક્ષીરોદક રૂપ, કોઢિયાનું (રક્તપિત્તિયાનું) સફેદ ચાઠાંયુક્ત અને પરુવાળું રૂપ ખીંટલી ૨.૬૬ એક આભૂષણ ખુરસાણી ૨.૩ ખુરાસાન પ્રદેશના ખેડાં, ખેડૂ ૨.૬૬, ૩.૧૫ ઢાલ ખેતલ ૨.૪૮ ક્ષેત્રપાળ, ખેતલવીર ખેત્ર ૩.૩૭ ખેતર ખેવ ૪.૫૨, ૪.૫૩ પળ, ક્ષણ ખોડઇ ૩.૩૯ પગની લાકડાની બેડીમાં ખયગાલ ૩.૩૮ મૃત્યુ સમયે (સં. ક્ષયકાલ) ખોલડઇએ(૧) ૩.૭૦ ખોરડામાં, ઓરડીમાં ખલ ૩.૩૮ દુષ્ટ ખોલડઇએ(૨) ૩.૭૦ ખોળામાં ગઉખ ૧.૩૨ ગૉખ ખલકઈ ૪.૭૧ વહે, છલકાય (રા.) Page #359 -------------------------------------------------------------------------- ________________ (રા) ગઉરિ ૨.૬ ગૌરી, દેવી ગાહ ૧.૩૭ ગાથા ગજએ ૨.૬૮ ગાજે છે ગિરૂઉ, ગિરૂઆ ૧.૩૬, ૨.૪૮, ૨.૧૫૬, ગજ્જવઈ ૧.૨૯ ગજાવે ૩.૧, ૩.૩૧, ૪.૧૦ ૪.૬૪, ૪.૮૫ ગડઅડઈ ૧.૨૯ ગડગડે છે, ગડગડ ધ્વનિ | ગરવો–વા, ગૌરવવંતો-તા કરે છે ગીઅ ૨.૭૦ ગીત ગડઈ ૧.૧૧ પેસે, ધસે, સુધી પહોંચે, ફેલાય ગીએ ૨.૧૫૮ ગીત ગાય છે. ગીય ૪.૬ ગીત ગણહર ૪.૮૫ ગણધર ગુખ ૨.૧૦૯ ગોખ ગમણાગમણપાપ ૩.૯૮ ગમનાગમન -|ગુઠી ૨.૧૫૯ ગોષ્ઠી, વાતચીત આવજાથી થતું પાપ ગુડીઅ, ગુડીઆ ૨.૧૧૮, ૪.૮૦ સજ્જ કર્યા ગમણિ ૪.૭ ગમન-ગતિવાળી, ચાલવાળી ગુણ ૧.૫૦ ગણગણાટ (?), ગુંજારવ (2) પ્રા. ગમીઅ ૨.૯૬ ચાલ્યો ગયો, ન રહ્યો | ગુણ=ઉચ્ચારણ) સરખાવો હિં. ગુનગુનાના, ગમે ૧.૫૫ બાજુએ, પ્રકારે ગુ. ગણગણવું ગમ્યું ૪.૯ ગુમાવ્યું ગુણગણતી ૩.૭૩ ગણગણતી ગયણ ૧.૧૧, ૪.૬૩, ૪.૭૯ ગગન ગુણગોષ્ઠિ ૨.પર, ૨.૧૨૯ ગુણગાન, પ્રશંસા, ગયગંગણ ૨.૧૦૪ ગગનાંગણ ગુણભાવભરી ગોષ્ઠી ગય ૨.૮૨ ગયું ગુણદૂત ૨.૩૧ ગુણો રૂપી દૂત ગલ ૨.૭૫ ગળું, કંઠ, માછલી પકડવાનો ગુણ દેખ ૪.૬૦ ગુણદ્વેષ, (અહીં) ગુણદોષ આંકડો ગુણફૂલી ૨.૧૪૩ ગુણયુક્ત – ઉત્તમ પ્રકારની ગલઇ ૨.૮૬ ગળે, ટપકે, પીગળે | ફૂલી, નાકનું એક આભૂષણ ગલઇ(૧) ૨.૧૪૬, ૩.૭૧ ગળે, ગળામાં ગુણરાતી ૨.૧૫૪ ગુણથી અનુરક્ત ગલઈ(૨) ૩.૭૧ ગળાય, ગળામાં ઊતરે ગુણલચ્છી ૧.૫ ગુણલક્ષ્મી, ગુણના ગલગલઈ ૩.૭૧ ગળગળી બને – આદ્ર બને ઐશ્વર્યવાળી,ગુણયુક્ત ઉત્તમ લક્ષ્મીદેવી ગલિ ૨.૮૨ ગળી (અંગ ગળી જવું) ગુણલીસી ૨.૮૯ ગુણલીન (સ્ત્રી) ગલ્ય ૩.૯૦ ગળી ગયો, કોળિયો કર્યો |ગુણવાન ૩.૩૦ ગુણગૌરવ ગવિલ ૨.૧૧૨ ગોરસનું, દૂધ-દ્રવ્યોનું ગુણવાની ૨.૨૯ ગુણવંત (2) ગહિગહિત, ગહિગહિતા ૩.૨૯, ૩૯૩, ગુણવાસ ૨.૧૦૧ ગુણના નિવાસરૂપ, ગુણયુક્ત ૪.૬૭ આનંદ પામતો-તા ગુણસર ૨.૭૨ ગુણનું સરોવર ગહિંબરીક ૩.૧૭ વ્યાકુળ થયેલો ગુણ્યા ૪.૭૪ અભ્યાસ કર્યો, અનુપાલન કર્યું ગાઢઉં ૨.૮૯ ગાઢું, અત્યંત ગુરુજ ૨.૬૫ ગદા જેવું એક શસ્ત્ર (ફા. ગુઝ ગારવ જુઓ રધિગારવ ગુહિર, ગુહીર ૧.૬૮, ૩.૨૮ ગંભીર, ઘેરા, ગાલાં ૪૪૩ ગાળે, ગાળી નાખે ઘોર ગાલઉં ૩૯૧ ગાળું ગુંજારતી ૪.૧૦ ગર્જના કરતો ગાલિ ૨.૮૪ ગાળ ગૂડી ૨.૧૦ નાની ધજા, પતાકા ૩૪૨ / સહજસુંદરકત ગુણરત્નાકરછંદ -- Page #360 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ | ૩૪૩ ગૂંઝઈ ૨.૨૨ ગુંજામાં, ખીસામાં ચીરાસી ૨.૫૭ ચોર્યાસી ગોમટ ૨.૧૧૦ ઘૂમટ ચઉહિ ૪.૬૨ ચતુર્વિધ, ચાર પ્રકારનો, ચાર ગોષ્ઠિ ૨.૫૭, ૨.૭૬, ૨.૭૭ ગોષ્ઠી, વાતચીત, અંગવાળો સંલાપ ચઉશાલ ૨.૧૦૯ વિશાળ, વિસ્તૃત ગોરલ ૨.૪૮ દંતકથાત્મક કોઈ વીરનું નામ ચિઉસાલ ૧.૩૭ વિસ્તારીને ગોરુ ૨.૨૯ ગૌર ચિઉસાલા ૧.૫૧ ખૂબ, વિસ્તૃત રીતે ગોલા ૨.૧૪૫ ગોળા (અહીં સ્તનરૂપી). ચઉસાલી ૩.૨૬ ચારે બાજુ ખુલ્લી ગોહી ૪૩૧ એક જંતુ, ઘો (?) (સં. ગોધિકા) ચહિટ્ટ) ૨.૯૮ ચૌટે ગ્યાની ૨.૨૯ જ્ઞાની, જાણનાર ચક્તાક ૨.૧ ૧૪ ચક્રવાક ઘટ ૨.૩૭ ઘટા, સમૂહ ચક્કેસરિ ૩.૫૦ ચક્રેશ્વરીદેવી ઘટ ૨.૭૬, ૪૪૧ હૃદય ચષ્મ ૨.૬૯ ચક્ષુ ઘટી ૧.૫૦ પાત્ર ચટકતી ૨૨૦ ચટક – ચાનક અનુભવતો ઘણ ૨.૧૧ મેઘ (સં.ઘન). ચડેવઉં ૨.૭૪ ચડવું ઘણ ૨.૮૮ એક કીડો (સં. ઘુણ) ચબક્કઈ ૪.૭૧ કણસે () (રા. ચબકના= ઘણ ૩.૭૭ ઘન, વાદળ કસક ઊઠના) ઘરઉંબર ૨.૧૪ ઘરને ઉંબરે, ઘેર ચમકતઉ ૨.૨૦ ચમકતો ઘરણિ, ઘરણી ૧.૬૧, ૨.૧૪૬, ૨.૧૫ર, ચરણ ૩.૯૩ ચારિત્ર, મૂલ આચાર ૩.૧૬, ૪.૭ ગૃહિણી ચરણા(૧) ૪.૪ ચણિયો ઘલ્લિ ૨.૭૦, ૨.૮૩ ઘાલી, ઘાલે ચરણા(૨) ૪૪ ચરણ, પગ ઘાઉ ૪.૩૦ ઘા, પ્રહાર ચલણ ૨.૭૩ ચરણ, પગ ઘાઢી ૪.૭૭ ગાઢ, ખૂબ ચલ્લાઈ ૧.૨૪ ચાલે છે ઘાત ૨.૯૭ ઘા ચલૂંતિ ૨.૬૯ ચાલે ઘારિત ૨.૮૦ ઘેરાયેલો, –ના ઘેનવાળો ચવઈ ૨.૨૧, ૪.૭ કહે, બોલે ઘુમ્મએ ૨.૬૮ ઘૂમે, ભટકે, બ્રાન્ત થાય ચિવ૬ ૨.૭૮ કહું ઘેટાં ૨.૧૪૯ ઘંટ લે, પીએ ચવતી ૨.૪૩ કહેતી, પ્રશંસા કરતી ઘોરણ ૨.૮૦ ચક્કર ખાવા તે, ભ્રમિત –ાચવીલ ૧.૬૩ દેવમાંથી મનુષ્ય કે તિર્યક અસ્થિર ગતિ, ડોલન, લથડિયાં | અવતારમાં આવેલો ઘોલ ૨૯૩ ઘોળવું (દહીંનું) ચંગ ૨.૬૯ સુંદર ઘોલીસાકર ૩.૬૬ સાકરનો એક પ્રકાર ચંગી ૨.૧૭, ૨.૧૧૭ સુંદર ચઉકિ ૩.૬૪ ચોકી, એક પ્રકારનું બાંધકામ ચંદ, ચંદા ૨.૮૩, ૩.૮૮ ચંદ્ર ચઉથઈ ૪.૨૦ ચોથે ચંદનભરિ ૨.૩૯ ચંદનની પ્રચુરતાવાળી ચપટ-ટ્ટ ૧.૪૭, ૨.૧૦૯ વિશાળ, મોટું, ચંદ્રઅડા, ચંદ્રુઆ, ચંઉ ૨.૬, ૨.૧૦ ૨.૧૧ ચંદરવા ચઉપટ ૧.૫૧ ઘણા, સંપૂર્ણ, સાવ, પૂરા ચંપક ૩.૭૦ ચંપકવૃક્ષ ખુલ્લું Page #361 -------------------------------------------------------------------------- ________________ ચંપાકુલી ૨.૧૪૪ ચંપાકળી હોંશિયારી, કૌશલ ચાઉલિ ૩.૮૦ ચોખાથી છત્ત ૧.૩૦ છત્ર ચાડી ૧.૫૭ ચુગલી, ચુગલીખોર છયલ-લ્લ ૨.૫૦, ૨.૫૯, ૨.૧૨૫ ચાતરતઉ ૩.૨૧ ખસેડતો છેલછબીલો, રંગીલો પુરુષ ચાતર્યઉ ૨.૧૧૮ ચાતર્યો, ફંટાયો છયેલ ૩.૩૭ ચતુર, દક્ષ, કુશળ ચામર ૨.૮૨ પવન નાખવા માટેનું ઉપકરણ, છિલ્લી ૨.૪૪ છબીલી, રંગીલી પૂંછ (રા) છલ, છલિ ૧.૩૨, ૨.૧૧૩ છલથી, રૂપથી, ચામુડા ૨.૬ ચામુંડાદેવી રૂપે, –ના બહાને ચાલ ૩.૧૬, ૩.૯૯ રિવાજ છલીઇ ૨.૭૯ છેતરવામાં આવે ચાલ ૪.૭૧ ધરતી (2) (રા.). છલ્યા ૨.૫૦, ૨.૫૮ ઠગ્યા, છેતર્યા ચાલ ૩.૪૪ રીત, માર્ગ ઠંડી, ઠંડય ૨:૪૧, ૨.૮૧, ૨.૮૫, ૨.૧૦૨ ચાલા ૧.૫૭ પ્રવૃત્તિ | છાંડે, ત્યજે ચાલુ ૩.૭૭ ચાળા છંડઉ ૧.૪૦ છાંડો, ત્યજો ચાસ ૨૪૨ ચાસ પક્ષી છંડી ૩.૨૫ છોડી ચાહઈ ૨.૨૮, ૩.૭૮ પ્રેમદૃષ્ટિથી જુએ, છંદ(૩) ૧.૩૮ લગની, અભિલાષા, રુચિ ઈચ્છે, પસંદ કરે, પ્રતીક્ષા કરે છંદા ૨.૫૮, ૨.૧૩૫ ચાળા, ખુશામત ચાહિ ૨.૮૦ ઇચ્છે છાકીએ ૨.૮૦ છકેલ થઈને, છકેલી ચાંપઈ ૩.૩૬ ચાંપે, દબાવે છાક્યઉ ૪.૩૦ છકી ગયેલો ચિણોઠી ૨.૭૬ ચણોઠી છાત્ર ૨.૪૪ શરણ લેનાર, વિદ્યાર્થી, શિષ્ય, ચિતિ ૩.૨ ચિત્તથી અનુયાયી ચિત્રશાલ ૨.૧૦૯ દિવાનખાનું, રંગભવન છાંડ્ય૩ ૩.૪૯, ૩.૫૭ દૂર કર્યા, છોડી દીધું ચીકણ ૪.૭૪ ચીકણો છાંહ, છાંહિ ૩.૬૩, ૪.૭૩ છાંયો ચીખલ્લ ૪.૭૪ કાદવ છીપું ૩.૮૫ સ્પર્શ ચૂઆ ૨.૧૩૦, ૨.૧૩૧ વિવિધ દ્રવ્યોના છકડાં ૨.૪૪ સમૃદ્ધિ છેક = પુષ્કળ – એ મિશ્રણવાળું એક ગંધદ્રવ્ય પરથી) () કોઈ વાહન (?) ચોખઈ ૩.૨ ચોખે, સ્વચ્છ છે ૪.૩૩ છેડો ચોખી ૨.૧૦૯ ચોખ્ખી, સ્વચ્છ છેહ લગઈ ૨.૧૩૩ છેડા સુધી, છેક સુધી, ચોભઈ ૪.૨૫ ભોકે અંત સુધી ચોલ ૨.૯૨ મજીઠના રંગનું, રાતું છોકર ૨.૫૦ છોકરા, જુવાનડા ચોલી ૪.૭૭ ચોળીને છોડવસ્યઉં ૨.૫૧ છોડાવીશ છઈ ૨.૩૫ છયે છોહિ ૨.૮૦ રોષપૂર્વક, આવેશપૂર્વક (સં. છઉ ૩.૩૩ છું ક્ષોભ) છજ્જએ ૧.૩૦ છાજે, શોભે જઈસી ૪૭ જેવી છતિ ૨.૪૪ છત, સમૃદ્ધિ, સંપત્તિ, શક્તિ, જઉ ૩.૨૬ જ્યારે ૩૪૪ / સહજસુંદરકત ગુણરત્નાકરછંદ Page #362 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ / ૩૪૫ જઉ ૩.૬૮ જો જંગમ ૨.૪૯, ૨.૧૧૫ હરતો ફરતો, જગત્ર ૩.૨૭, ૪.૩૭, ૪.૮૧ ત્રણે જગત | હરતીફરતી જગબંધ ૪૪૬ જગતનો વ્યવહાર, જગતના જંગમદેવ ૨.૪૯ હરતો ફરતો દેવ ફંદા - માયા જાજર ૪.૪૪ જર્જરિત, ખખડી ગયેલ જગધૂરતિ ૨.૧૫ર જગતને ધૂતનારી | જાણ ૨.૩૫, ૨,૪૩, ૨.૮૩, ૨.૧૩૧ જ્ઞાની, જગવિશ્રામ ૩.૮૮ સંસારનું શમન જાણકાર જગ્ગવઈ ૧.૨૮ જગાડે, જાગ્રત કરે | જાણઉં ૧.૪૬ જાણીતું જડતા ૨.૧૩૫ યુક્ત, જડેલા જાણયો ૨.૮૩ જાણજો, પામજો જડતી ૨.૮૨, ૨.૧૧૭ જોડાતી, યુક્ત, | જાણેવિ ૨.૮૩ જાણીને મળતી, બંધબેસતી જાતી ૨.૧૫૪ જતી રહેતી જપમાલી ૩.૭૬ જપમાળા જામ ૨.૯૬, ૩.૧૦ જ્યાં સુધી, એટલે, જ્યારે જબાદી ૨.૩૫, ૨.૧૩૩ એક સુગંધી દ્રવ્ય | જામલિ ૧.૨૩, ૧૯૪૧, ૨.૩૧ સમાન, જેવું જુઓ સુજલાદિ | જલિ ૨.૭૨ જાળ, ઝુંડ જમલા-લાં ૩.૧૬, ૪.૩૧ સાથે, પાસે |જાવા ૩.૮૬, ૩.૮૭ દૂર કરવા જમલિ ૨.૪૦, ૨.૧૧૪, ૨.૧૩૧, ૪.૭] જાસૂઅ ૨.૧૫૬ જાસૂદ પ્રા. જાસુયણ) સાથમાં, પાસે | જાસ્ય) ૪.૬૫ જશે જયઉ ૧.૩ જય પામો જાં ૪.૮૪ જ્યાં સુધી જયણા ૩.૯૩ જીવહિંસા ન થાય એની | જાસૂઅણ ૨.૧૫૬ જપાકુસુમ કાળજી (સં.યત્ન) જિ કે ૧.૬૫, ૨,૭૫, ૨.૭૭ જે કોઈ જર, જરા ૪:૪૩, ૪૪૪ જરા, વૃદ્ધત્વ | જિતન ૪.૭૭ જતન, જાળવણી જરબા ૨.૧૭ કરી અને રેશમના વણાટવાળા | જિન ૪.૨૬ જિનેશ્વરદેવ એક વસ્ત્ર પ્રકારનું બનેલું જિમ ૨.૧૩૭ જેમ, પેઠે જલચારી ૨.૧૨૯ જળમાં રહેનાર માછલી | જિસિ ૨.૮૧ –ની જેમ, જેવી જિસ્યઉ-ઉં ૧.૧૦, ૨.૭૩, ૨.૧૨૯, ૪.૧૦, જલદ ૨.૧૧૩ વર્ષ ૪.૧૪ જેવો, જેવું જલનાહણ ૨.૧૧૧ જલસ્નાન | જીતા ૧.૩૪ જીત્યા જલહર ૨.૧૩૩ જલધર, વાદળ જીપુંરૂં ૩.૮૫, ૩.૮૮ જીતું જસ ૪.૮૨, ૪.૮૭ જેની જીવી ર.૧૦૩ જીવિત, જીવન જસવાદ ૪.૬૧ કીર્તિગાથા, કીર્તિગાન જીહ ૨.૬૦ જીભ જસં ૪.૬ યશ જુઅલ ૨.૧૧૫ યુગલ, યુગ્મ જસુ ૧.૩૨, ૨.૮૨, ૩.૦, ૪.૩૪ જેનું જુઉં, જૂઉ ૨.૧૩૧, ૩.૭ જુઓ જલ્સા ૧.૫૯ જેવા જુત્તમુત્ત ૨.૭૧ યુક્ત કે મુક્ત, વાળું કે જહા ૨.૧૫૮ જેમ વગરનું જે ૩.૧૨ જે જુહી ૨.૧૫૪ જુદી વગેરે Page #363 -------------------------------------------------------------------------- ________________ ઝીણઉ ૩.૩૯ સૂક્ષ્મ, તીક્ષ્ણ જૂવત્તિ ૨.૬૯ યુવતી ઝીણાલા ૧.૫૦ ઝીણા, મંદ જોઈ ૪૪૦, ૪:૪૩ જુઓ ઝીલઈ ૨.૧૩૦, ૩.૧૦૩ સ્નાન કરે જોઈઇ ૨.૯૩, ૨.૯૪ જોઈએ, જરૂર પડે ઝીલણ ૨.૧૩૧ સ્નાન કરવું તે જોગવસ્યઉં ૪.૨૯ પાર પાડશું, વ્યવસ્થા ઝીલણહાર ૨.૧૩૦ સ્નાન કરનાર કરશું ઝુંબખ ૨.૧૧ ઝૂમખાં જોડ્યા ૨.૭૫ પકડ્યા ઝૂઝ ૧.૫૯ યુદ્ધ જોઉં ૨.૯૯ જોણું, જોવા માટેનો ખેલ- ઝૂઝાર ૩.૧૦૦ યોદ્ધા તમાશો. ઝૂના ૨.૧૪૫ એક વસ્ત્રપ્રકાર જોતાં ૩.૪૨ જોતાં, વિચારતાં ઝૂમણ ૨.૧૪૫ ઝૂમણું, કાનનું ઘરેણું જોતરાં ૩.૧૯ જોતરાતાં ઝૂંટ ૪.૩ર ઝટિયાં જોતરીઆ ૩.૨૮ જોડ્યા ટબૂકઈ ૪.૭૦ ટપકે જોતી ૨.૧૫૧ જ્યોતિ ટિલક્કઈ ૪.૭૧ કંપે, ડગમગે જોરુ ૨.૨૯ બલિષ્ઠ ટલતું ૩.૮૯ સિવાય જોસ્સઈ ૧.૬૬ જશે ટાલા ૧.પર વાડા ઝકોલ ૨.૮૧ મોજ (2) ટાલિ ૨.૭૩ ટાળ, મિટાવ (આજ્ઞાર્થ) ઝટકઈ ૩.૫૧ ઝાટકણી કાઢે ટાલી ૩.૬૨ તરછોડી ઝડ ૪.૩ર ઝડી ટીલી ૨.૧૪૩ ટીલડી ઝડપઈ ૪.૩૨ ઝપટ મારે છે |ટોડર ૨.૧૪૪ ડમરાની કે અન્ય કલગી, ઝડપ્પ ૨.૮૦ ત્વરા છોગું ઝડાઝડિ ૨.૮૦ નિરંતર વર્ષ ટિોડે ૨.૯, ૨.૫૩ બારણાના ટોડલે, બારણે ઝડિ ૪.૬૬, ૪.૭૯ ઝડી, વર્ષા ટોલ ૪.૭૧ મકાન, ઘર ઝમાલ ૨.૧૨૧ વિલાસ ટોલી ૨.૧૨૮ (નવયૌવનના) નિવાસસ્થાન ઝમાલા, ઝમાલી ૧.પ૬, ૨.૧૪૩ (ઝાક) રૂપ ઝમાળ, શોભીતાં, શોભાવાળા ઠકુરાઈ ૨.૨૨ વૈભવશાલિતા, ગૌરવશાલિતા ઝલ, ઝલિ ૪.૩૫ જ્વાળા ઠણકત ૨.૨૦ રહીરહીને રડતો (સા.જો.કો.) ઝલ્લાં ૨.૧૦૦ પકડે, ઝાલે ઠવાઈ ૨.૨૧ મૂકે ઝલ્લરિ-રી ૨.૧૨, ૨.૧૨૬ ઝાલર (એક ઠવિજ ૩.૧૨ સ્થાપે વાધ) ઠવ્યઉ ૨.૧૦પ મૂક્યો ઝાણ ૧.૩, ૧.૨૮ ધ્યાન ઠાણી ૧.૩૧ સ્થાનકરૂપ ઝારય ૨.૮૦ છાંટે, રેડે, રેલાવે ઠામ, ઠામિ ૨.૧૦૨, ૩.૯૭ સ્થાન ઝાલ, ઝાલા ૧.૫૯, ૪૪૫ જ્વાળા, ઝાળ |ઠિલ્લાં ૧.૧૪ નીચા પાડે, વેરીને) પાડે ઝિલ્લાં ૨.૧૧૪ સ્નાન કરે કેિલાઈ ૨.૧૩૯ નીચા પડાય ઝિલ્લિ ૨.૭૨ સ્નાન કરો (આજ્ઞાર્થ) ડિસઈ ૨.૧૩૨ ડિસે, દેશ દે ૩૪૬ / સહજસુંદરકત ગુણરત્નાકરછંદ Page #364 -------------------------------------------------------------------------- ________________ તુતિ શબ્દકોશ | ૩૪૭ ડાકિ ૪૪૪ ઠેકડો મારીને (?) તસુ ૪.૨૫ તેને ડાવઈ ૪.૨૩, ૪.૭૭ ડાબે, ડાબી બાજુએ તહતિ ૩.૯૧ તહત્તિ, તેમજ, બરાબર (૮). (સં.તથા ઈતિ) ઢાલ ૧.૧૧ ઢાળ, કાવ્યનો ગેય વિભાગ તા ૨.૧૫૮ તેમ ટૂંક ૪.૬૮ ટૂકયો, પાસે આવ્યો, આવી તંબોલ ૨.૧૩૧ પાનનું બીડું પહોંચ્યો તાજી(૧) ૨.૭ નવી તલ ૨.૧૩૭ તેને (સં. ત) તાજી(૨) ૨૭ ઘોડા (ફા) તઉ ૩.૯૧ તો તાડીતાડી ૨.૧૪૯ પ્રહાર કરી તહઈ ૩.૭૫ તોપણ તાણીતાણિ ૨.૯૯ ખેંચાખેંચી તઉં ૪.૯ ૮ (સં. ત્વમ્, અપ. તુતું) તાતું ૪.૩૦ તપાવેલું તગઈ ૨.૧૧૧ તગતગે, ચમકે તાનિ ૨.૧૩૧ તાન, તાનમાં તડકઈ(૧) ૩.૬૩ તડકામાં તાપી ૨.૨૭ તાપી નદી તડકઈ(૨) ૩.૬૩ તાડૂકે, મોટેથી બોલે તામ ૨.૯૬, ૪.૭૫, ૪.૮૧ ત્યારે, પછી તડિ ૪.૬૬, ૪.૭૯ બરોબરી, સ્પધ જુઓ(સંતાવતુ) તામઉ ૨.૨૨ પીડા આપે તડિત ૨.૧૧૩ વીજળી (સં. તડિત) તાર ૧.૧૦, ૨.૮૩, ૨.૧૦૪ તારા તત્ત ૧.૨૬ તત્ત્વ (આકાશના) હનુમંત ૪૩૧ દેહ-માંસ તારી ૧.૧૨ તારિણી, દુગનુિં એક સ્વરૂપ તપઈ ર.૧૪૩ ચળકે તારુણી ૧.૪ તારિણીદેવી તપઈ ૩.૮૬ તપ કરે છે તાવડ ૩.૮૭ તાપ, તડકા તપતપતાં ૩.૭૨ ચળકતાં તાંડવ ૨.૪૧ નૃત્ય (ખાસ કરીને નરનું તમાસઉ ૩.૧૫ તમાશો, વિહાર, ક્રીડા |તિ ૩.૩ ત્યારે તમાસી ૧.૬૮ તમાશો જોનાર, કુતૂહલ |તિ ૪.૬ તે ધરાવતા તિકે ૨.૭૭ તે કોઈ તરૂઆરિ ૨.૬૬ તરવાર તિષ્પ ૨.૬૯ તીક્ષ્ણ, ધારદાર તરૂઉં ૪.૩૦ ટીન (એક ધાતુ), કલાઈ |તિખિ ૨.૬૯ તીક્ષ્ણ, પરુષ, કઠોર, વેગવાન, તલહાંસઉં ૨.૧પપ તળાંસું, દબાવું, ચોળું ! ધારદાર તલાર ૧.૨૮, ૧૫૮, ૩.૩૬ કોટવાળ (દે. | તિણિ ૨.૭, ૨.૧૪૭ તેણે (સં. તેન) તલવર) તિપાડગય ૪.૬ ? તલીઆતોરણ ૨.૧૦ બારણે લટકાવવાનાં તિસ્યાં રાપર ત્યારે ખાસ પ્રકારનાં તોરણ તિહઈ ૨.૧૧૧ ત્યાં તવલ ૪.૬ તબલું (અ. તબ્લ) તિહૂઅણજણ ૪.૮૨ ત્રિભુવનજન, ત્રિભુવનના તસુ ૧.૪૬, ૨.૧૫, ૨.૧૬૦, ૩.૫૧ તેનું –| લોકો તેમનું (સં.તસ્ય) તીખી ૪.૨૫ તીક્ષ્ણ, અણીદાર Page #365 -------------------------------------------------------------------------- ________________ તુઝનઈ ૪.૫૭ તારા પ્રત્યે થણજુઅલ ૨.૧૧૫ સ્તનયુગલ તુડિ ૪.૫ર બરોબરી જુઓ તડિ ગુથણહર ૨.૨૧, ૨.૬૪, ૨.૧૧૪ સ્તન (સં. તુમ્ભ ૨.૭૦, ૨.૧૦૨ તારો, તારી (સર્વ) | સ્તનભર). તુરણી ૧.૪૨, ૨.૧૪૬ સ્ત્રી (સં. તરુણી) | થંભા ૨.૧૦૯ થાંભલા (સં.સ્તમ્ભ) તુહઈ ૨.૧૦૨ તોપણ (સં. તત: પરથી) થાણાં ૩૪૪ સ્થાનકમાં તૂઠા, તૂઠી ૨.૧૬૦, ૩.૨૯, ૪.૧૧ તુષ્ટ, થાણ૩ ૧.૪૬ થાણું, સ્થાન પ્રસન્ન થાન ૨.૧૬ સ્તન તૃણિ ૨.૯૪ રોજિંદા ઘરવપરાશની કોઈ ચીજ થાનકિ ૪.૬૪ સ્થાનકમાં થાસ્ય) ૪.૮૬ થશે તૂર ૨.૧૨૬, ૩.૮૮ શરણાઈના પ્રકારનું એકથાસ્યઉ ૩.૨૫ થશો વાધ, રણશિંગું (સંતૂર્ય) થિરથંભ ૪.૩૪ થાંભલાની સાથે સ્થિર – તૂલ ૪.૩૪ 3 બદ્ધ અથવા થાંભલા જેવા સ્થિર તૂસઈ ૨.૪૪ સંતુષ્ટ થાય (સં. તુષ્યતિ) |થિરી ૨.૧૦૨ સ્થિરતા તૂસ ૩.૭૬ તુષ્ટ થઈને થોભ ર.૭૫ પ્રશંસા (સં.સ્તોભ) તેહૂ ૨.૮૮ તેમ, તેવી રીતે દલ્મએ ૨.૬૯ બતાવે છે તો) ૩.૬૦ તેમનો દમદમકઈ ૪.૬ ડમકે, ધમધમે તોખાર ૩.૨૮ ઘોડો દમામ ૩.૨૮ નોબત (ફ. દમામ) તોરાં ૪.૭ તારે (સર્વ) દરસણી દીઠ ૩.૯૪ નજરે પડ્યા તોરણ(૨) ૧૪ર શોભારૂપ, અગ્રણી) દલ ૩.૪૨, ૩:૪૩ સમૂહ તોસઉ ૨.૨૨ તુષ્ટ થઈને દલીઇ ૪.૩૪ દળાય છે, ચૂરો કરાય છે ત્રણિ ૧.૮ ત્રણેય (સં.ત્રીણિ) દશ પૂરવધર ૧.૩૫ દશ પૂર્વ એટલે કે ત્રાગઇ ૨.૯૧ દોરા સાથે, ત્રાગડા સાથે અંગશાસ્ત્રના દશ વિભાગોનું જ્ઞાન ધરાવનાર ત્રાગઉ ૨.૨૭ દોર દહઈ ૨.૭૯ બાળે ત્રાટ ૨.૧૦૯ પડદા (દે. તટ્ટી) દાઉ દીકઈ ૩.૨૧ લાગ – મોકો સધાય છે, ત્રાડઇ ૩.ર૭ મોટેથી અવાજ કરે લાગ – મોકો જોવાય છે. ત્રાડી ૪.૬૫ તાડૂકીને, ગાજીને દાખઈ ૨.૭૬ દાખવે, બતાવે ત્રાળું ૪.૩૦ ત્રાંબું (સં.તામ્ર) દાખી ૪.૭૬ દાખવી, આપી ત્રાસવઈ ૧.૨૭ ત્રાસ આપે છે, પરેશાન કરે દાખલ ૧.૩૧ દાખવ્યું. દર્શાવ્યું છે. (સં.ત્રાસયતિ) દાટિન) ર.૯૬ દાટ, નષ્ટ કર, બગાડ(ને) ત્રિપુરારિ ૨.૪૪ શિવ (આજ્ઞાર્થ) ત્રિપલ ૨.૧૧૫ ઉદર પરની ત્રણ રેખાઓ | દાઢ ગલઈ ૨.૮૬ દાઢ ગળે, લાલસા થાય (સંપત્રિવલી) દાણી ૪.૭૬ કર ઉઘરાવનાર ત્રાડઈ ૪.૮, ૪.૩૯ તોડે છે (સં. ત્રોટટ્યતિ) દાધ ૩.૨૭ દાઝેલો (સં. દગ્ધ) ત્રોડી ૪.૩૧ તોડીને, છેદીને દાધા ૩.૫૫ દાઝયા ૩૪૮ / સહજસુંદકૃત ગુણરત્નાકરછંદ Page #366 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ | ૩૪૯ દારિદ્ર ૧.૧૦ દારિય દોરંગી ૨.૧૯ બે રંગની દાલિદ ૪.૭૫ દારિત્ર્ય, ગરીબી દોહગ ૩.૫૮ દુર્ભાગ્ય, દુર્ભાગી અવસ્થા (સં. દાહિર્ ૪.૨૩ જમણું, જમણી બાજુએ (સં.) દૌભગ્ય) દક્ષિણ) દોહલઉ ૪.૧૯ દોહદ, ગર્ભવતી સ્ત્રીની દિજ્જએ ૨.૭૦ આપે છે ઈચ્છા દિદ્ધઉ ૩.૪૮ અપાયેલો દોહિલઉં, દોહિલ, દોહિલી, દોહેલું ૨.૯૧, દિનકાર ૩૪૬ સૂર્ય ૨.૧૩૩, ૪.૧૫, ૪.૨૪, ૪.૫૪ દોહ્યલું, દિપ્પઈ ૧.૯ દીપે કપરું, કઠિન, દુ:ખ આપનારું, કષ્ટભર્યુ (સં. દિવાયર ૪.૮૪ સૂર્ય (સં. દિવાકર) દુ:ખઈલ્સ) દિશા વાલી ૨.૭ દશા વાળી, સ્થિતિ સુધારી દોહિલિમ ૪૪૮ દોહ્યલાપણું, દુ:ખ દિસિ ૩.૨૫ બાજુએ ઘઉ ૪૩૫ દો, આપો (અહી) દેવડાવે દીકોડલી ૨.૬૦ દીકરી પ્રહ ૨.૧૧૫ ધરો (સં. હૃદ) દિખ ૪.૫૩ દીક્ષા દ્રામ ૩.૧૦ નાણું, પૈસા (સં. દ્રમ્મ). દીખ્યા ૪૬૯ દીક્ષિત, દીક્ષા પામેલા, શિષ્ય દ્રમ્મએ ૨.૬૮ ધમધમે છે. દિજઈ ૪.૮૩ અપાય (સં. દીયતે) દૂઅમંડલ ૨.૧૦૨ ધ્રુવનો તારો દીવ ૪.૩૦ દેવ | ધઉંબ, ધઉંબડ ૨.૯૫, ૩.૪૪ બાઘો, ગમાર, દિવઈ ર.૯૪, ૪.૧૪ દીવામાં બોથડ, અનાડી, જંગલી દિવાણિણી ૨.૯૮, ૨.૯૯ દીવાની, પાગલ ધજ ૧.૧૩, ૨.૧૦, ૨.૧૧૧ ધ્વજ દિહ ૪.૫૧, ૪.૫૭, ૪૭૩ દિવસ, દહાડા ધડધૂબ ૪.૩૪ અત્યંત જંગલી, અનાડી દિહર ૨.૧૨૧ દીધું ધડહડઈ ૧.૨૯, ધણધણે, ધડધડે, ધધડાટ દુક્કર ૪.૬૨ દુષ્કર કરે, ૪.૭ ધડહડતી (પ્રા. ધડધડિય) દુદ્દર ૨.૧૧૩ દેડકો (સં. દદુર) | ધડહડી ૨.૯૬ ધડબડાટ, ધધડાટ દુત્રાણ ૨.૧૫૮ દુર્ગાન, મુશ્કેલીથી જાણી ધડી ૨.૬૭ કાનનું એક ઘરેણું શકાય તેવું, અકળ (પ્રા.) ધડુક્કઈ ૪.૭૧, ૪.૭ર ગડગડે, ગર્જના કરે દુમનઉ ૨.૧૫૩ દુભવવાળો, ઉદાસીન ધન ૨.૧૬, ૪.૫૭ ધન્ય દુરંગૂં ૨.૧૭ બે રંગનું ધનદ ૨.૫૬ કુબેર (સં.) દુરિતવિહંડણ ૪.૮૪ અનિષ્ટને હરનારા ધનપોષ્ઠિ ૨.૫ર ધનની પોઠ દુહલ ૪.૨૯ દુ:ખરૂપી ફળ | ધન્ન ૨.૧૫૮ ધન્ય (પ્રા.) દુંદાલા ૧.પપ ફાંદવાળા ધન્નધન્ન ૨.૧૫૯ ધન્ય ધન્ય (પ્રા.) દૂહવ્યઉ ૩.૩૨ દૂભવ્યો, દુભાયેલો ધમણિ ૪.૨૫ ધમણ દેખ જુઓ ગુણદેખ ધમી ૪.૨૫ (ધમણ) ધમાવી દેખીતી ર.૩૬ દેખવામાં, જોવામાં ધર ૧.૨૯ બળદ (મૂળ અર્થ “ધૂંસરી.” તે દેયો ૧.૭ દેજો, આપો પરથી) દેશ્યર્થ ૨.૬૧ આપશે | ધર ૪.૩૦ મૂળ (2) Page #367 -------------------------------------------------------------------------- ________________ ધિર ૨.૬૨ યોજે, કરે ધવલહર ૨.૧૦૯ ધવલગૃહ, મહેલ ધંતૂર ૪.૭૯ ધંતૂરો ધારૂં ૪.૪૭ આક્રમણ (દે.) નરવાહઇ ૩.૫૨ નિભાવે ધાત લાગસ્યઇ ૨.૫૧ મેળ થશે, સંબંધ |નરાહિત ૨.૫૮ રાજા (સં. નરાધિપ) રિંદ ૧.૩૦, ૪.૭૬ નરેન્દ્ર જોડાશે ધાબલ ૩.૫૩ ધાબળો નલકુમ્બર ૨.૫૬ નલકુબેર (કુબેરનો પુત્ર) ધામિણિ ૪.૬૦ સર્પની એક ઝેરીલી જાતનલા ૪.૫ નળાકાર કોઈ વાવિશેષ (રા. (સં.હિમન્) ધાયા ૪.૩૦ દોડી આવ્યા નરભય ૩.૪૫ નિર્ભય નરવહતાં, નરવહિતાં ૨.૯૧, ૨.૧૩૩ નિર્વહતાં, નિભાવતાં, પાલન કરતાં ધુર ૨.૨૩ મૂળ ધૂપઘટી ૨.૧૧૨ ધૂપદાની, ધૂપનું પાત્ર (સં.) ધૂરત ૨.૫૦ ધૂર્ત પૂર ૨.૫૦, ૩.૧૯ રાએ, ધૂંસરીએ ધૂંબડ ૨.૯૭ જુઓ ધઉંબ ધોઅણ ૩.૮૭ ધોણ (ધોવાની ક્રિયા)નું પાણી, ધોવણ (સં. ધૌત પરથી) નલીનાધવિશેષ) નવકાર ૩.૯૭ નમસ્કારમંત્ર નવરંગ ૨.૧૧૬ તાજા આનંદભર્યા, સુંદર નવવિવધ વાડિ ૩.૮૬ (બ્રહ્મચર્યની) નવ પ્રકારની વાડ મર્યાદા - નવેસ ૩.૩૭ નિવેશ, ગામથી નાનું ઘટક નશિદીસ, નસિદીસ ૧.૩૫, ૩.૭૬ નિશદિન, રાતદિવસ નહુ ૧.૧૪ નહીં (સં. નખલુ) નંદઉ ૪.૭૫, ૪.૮૪ આનંદ કરો, આનંદમાં નઉ ૨.૮૩ ન, ના, નવ રો નધ્ધિ ૨.૬૯ નખથી નખતઉ ૨.૧૦૪ નક્ષત્રો નંદન ૨.૮૫ પુત્ર (સં.) નિક ૪.૪૪ નાક નગમઇ ૪.૪૧ નિર્ગમે, પસાર થાય નચાવી(૧) ૨.૧૩ નાચ કરાવી નાઠાં ૩.૫ નાશ પામ્યાં (સં.નષ્ટ) નચાવી(૨) ૨.૧૩ ભમાવી નાણ ૧.૩, ૧.૨૮ જ્ઞાન નચાવી(૩) ૨.૧૩ નચાવવામાંથી, નાણઇ ૨.૨૨, ૨.૭૬, ૩.૩૮ ન આણે ખેલાવવામાંથી (ન ચાવી = બદનામ કર્યા નામઉં ૨.૨ નમાવું વગર. (હિં.) ચાવ = બદનામી – એ પરથી) |નામતાં ૩.૧૦૪ રેડતાં નડી ૧.૩૧ પવી, કષ્ટ આપી નસ્થિ ૨.૯૫ નથી (સં. ન અસ્તિ) નફેરી ૩.૨૮ વાઘનો એક પ્રકાર નમણિ ૪.૭ કોમળ, સુંદર નય ૪.૭૪ ન૬, મોટી નદી નયણાંલે ૪.૮૧ આંખોમાં નામી ૨.૧૬૦ નમાવીને નારિંગ ૨.૧૪૮ નારંગી |નાવઇ ૩.૨૫ આવતા નથી નાવા ૨.૭ અંજલિ, ખોબો નાશિક ૨.૮૨ નાક (સં. નાસિકા) નાસ્યા ૨,૧૪૩ નાક, નાસિકા નરગ ૪.૨૬, ૪.૨૮, ૪.૪૭, ૪.૮૦ નરક |નાહ ૨.૯૩, ૨.૧૫૬, ૩.૫૯ નાથ નરપાલા ૧.૫૪ નૃપાળો, રાજવીઓ નાહણ ૨.૫૮ સ્નાનજળ ૩૫૦ / સહજસુંદરસ્કૃત ગુણરત્નાકરછંદ Page #368 -------------------------------------------------------------------------- ________________ નિકલંક ૩.૪૫, ૪.૮૭ નિષ્કલંક નિખર ૨.૭૭ ખરાબ (રા.) નિગોદર ૨.૧૪૪ કંઠનું એક આભૂષણ નિટોલ ૧.૨૦, ૨.૯૦ સંપૂર્ણ, સાવ, નક્કી, નેહાણ ૨.૧૫૮ સ્નેહનું (પ્રા.) અવશ્યપણે (દે. ણિત્તુલિય) ન્યાન ૩.૪૬ જ્ઞાન (સં. નરીહ) નિવારણિ ૪.૮૦ નિવારનારી નેમ ૪.૭૪ નિયમ નેમ ૩,૯૮ નિશ્ચય નિબલ ૨.૮૪ નિર્બળ પઇસેવા ૩.૭૨ ચરણસેવા, પદસેવા (?) નિભ્રંછી ૨.૯૦ તિરસ્કૃત કરી (સં. નિર્ભર્સ્ પશ્નઇ ૨.૭૯ વિના (સં. પક્ષસ્મન્) નિમ્મલ ૧.૧૧ નિર્મળ પમ્બર ૨.૧૧૮ પાખર, ઘોડાનો સાજ, નિય ૨.૧૫૪ નિજ પલાણ (દે. પદ્મરા) નિવારૢ ૨.૧૫૫ દૂર કરો નિવેશ ૩.૮૩ નિવાસ, વસવું તે નિશુદ્ધિ ૨.૯૪ સાંભળો નીકોલ ૩.૮૮ ફોલવા, ઠળિયા નીછટ ૨.૨૯ ખૂબ જ, અત્યંત નીઠર ૨.૮૧ નિષ્ઠુર નીરાગ ૧.૩૦ વૈરાગ્ય, અનાસક્તિ નીલઇ ૨.૩૯, ૩.૧૦૩ લીલાછમ નીલજ ૨.૮૦ નિર્લજ્જ નીસરીઉ ૩.૧૭ નીકળ્યો નીસાણ ૧.૩૦, ૧.૬૮, ૨.૧૨, નોબત (સં. નિ:સ્વાન) નુહઇ ૪.૫૩ ન હોય નેઉ૨ ૨.૧૪૩ પુર નિટ ૪.૩૩ નક્કી નેત્ર ૩.૩૭ નેતરું, (અહીં) લગામ શબ્દકોશ / ૩૫૧ નિરખણ ૨,૧૨૩ નિરીક્ષણ, દર્શન નિરતી ૩.૫૩ સ્પષ્ટ (સંનિરુક્તિ) નિત્ય ૩.૪૩ નિરર્થ, નિરર્થક નિરધાર ૩.૨૫ નિરાધાર, અસહાય નિરધાર ૪.૨૯ નક્કી, ચોક્કસ નિરાવરણં ૧.૨ પ્રગટ નિરીહ ૪.૧૦ ઇચ્છા રહિત, એષણા વિનાનો પછતાવઉ ૨.૬૦ પસ્તાવો નેસાલ ૨.૨૩ નિશાળ (સં.લેખશાલા) પશ્નિ ૨.૬૮ જોઈ (પાર) પખઇ ૨.૩૭ (પા૨) વિનાના (સં.પક્ષસ્મિન્) પગારા ૧.૪૭ ગઢ, કોટ, કિલ્લો (સં. પ્રાકાર) પચારી ૪.૩૦ ટોણો મારી પચાર્યઉ ૪.૧૦ છંછેડેલો, પડકારેલો પટઉલાં ૨.૧૧૬ પટોળાં (સં. પટ્ટદુકૂલ) પટશાલી ૩.૨૬ પરસાળ (સં. પ્રતિશાલા) પટસાલ ૩.૯૮ પરસાળ, મુખ્ય ગૃહ (?) પટંતર ૨.૧૦૧ પડદો ૫દંત૨ ૪.૪૨ સંકેત પડકોઠ ૧.૪૭ પરકોટ પડઘઉં ૩.૮૧ દાન લેવા માટેનું પાત્ર, ભિક્ષાપાત્ર પડહ ૨.૩૮ પડો, ઢોલ (સં.પટહ) પડિકમી ૩.૯૮ પ્રતિક્રમી, પાપમાંથી પાછા ફરી પડિવજીઉં ૪.૫૧ સ્વીકાર્યું ૨.૩૮ પદ્મઉ ૩.૭૮, ૪.૨૯ સપડાયો, પડેલો પતંગ ૪.૧૪ પતંગિયું (સં.) પત્તન ૪.પુષ્પિકા પાટણ શહેર પનઉતા, પત્તુતઉ, પત્તુતુ ૨.૪૯, ૨.૧૩૯, ૪.૧૭ પનોતા, પુણ્યશાળી, ભાગ્યશાળી (સં. પુણ્યવંત) Page #369 -------------------------------------------------------------------------- ________________ પન્ન ૨.૫૩ પાન, તાંબુલ (સંપ) |પરવાહ ૪.૮૧ પ્રવાહ પન્નગ ૨.૧૦૩ સપ (સં.) પરસઉ ૨.૫૧ પુરુષ પ્રા. પુરસો, માગુ.શ. પન્નભંગ ૨.૭૧ પર્ણભંગ, પત્રભંગ. ચંદન ફરસો) વગેરેથી શરીરના અવયવો ઉપર કરવામાં પરસિદ્ધી ૧.૫ પ્રસિદ્ધિ, ખ્યાતિ આવતું ચિતરામણ – સુશોભન પરા ૨.૭૭ દૂર (સં. પરમિન્) પય ૧.૧૭, ૨.૨૬, ૪.૮૪ પગ (સં. પદ) |પરણું ૪.૬૩ દુ:ખની લાગણીનો આવેગ પઠઉ ૩.૪૫ પેઠો (સં. પ્રવિષ્ટ) પરાણ ૩.૨૯ પ્રાણ, જીવ પયાસઇ ૨.૭૬ પ્રકાશે, પ્રગટ કરે | પરિ ૧,૪૯, ૨.૮૦, ૨.૧૦૫, ૨.૧૩૬, પયોહર ૨.૬૮ સ્તન (સં. પયોધર) ૨.૧૪૦, ૩.૭, ૩.૨૬, ૩.૬૮, ૩.૬૯, પરશું ૨.૯૧ પ્રકારે, ૩.૪૦ પેઠે, રીતે (સં. ૪.૪૩ પેરે, રીતે, પ્રકાર, જેમ પ્રકાર) પરિ ૪.૧૫ રીત, પ્રક્રિયા પરખઈ ૩.૭૬ પરખે પરિ ૩.૪૦ પેર, દશા પરખુ ૨.૬૧ જોઉં | પરિકરઈ ૩.૧૧ સપરિવાર પરગટ ૧.૫૧ પ્રસિદ્ધ પરિપરિના ૨.૪૧ જાતજાતના પરજલઈ ૪.૪ર પ્રજળે, સળગે, બળે (સં. પરિમાનંદ ૪.૧૩ પરમ આનંદ પરિવલતિ) પરિહરિ, પરિહરી) ૩.૧૭, ૪.૫૦ ત્યજી પરજાલઈ ૨.૮૫ પ્રજાળ, સળગાવે, બાળે | પરિહર્ષલ ૪૫૦ પરહર્યો, ત્યજ્યો પરણુંજી ૩૯૩ પ્રયોજી, રાખી પરીખ્યા ૪.૬૯ પરીક્ષા પરણી ૨.૧00 પરણેલી પરીચ્છી ૨.૯૦ પ્રીછી, જાણી પરતાપી ૨.૨૭ પ્રતાપી પરીસહ ૪.૬૪ પરિષહ, કર્મની નિર્જરા અર્થે પરથી ૨.૭૫, ૪.૬૮ દૂરથી, બીજેથી (?) (સં. સ્વેચ્છાએ ભોગવવાનાં કણે પ્રા) પસ્થિત ) પરે ૧.૧૦, ૨.૧૦૯ પ્રકારે પ્રકારના પરધાન ૩.૨ શ્રેષ્ઠ પ્રસિદ્ધ, અગ્રણી પુરષ પલ ૪.૧૮ માંસપિંડ (રા.) પલઈ ૪.૫૩ પળાય, પાલન થાય પરપંચ ૨.૬ર તજવીજ, ખટપટ, ઉપાય પિલતાં ૪.૫૪ પાલન કરતાં પરમત્ય ૪.૭૯ પરમાર્થ પલસ્ય) ૩.૬૭ પળશે, જશે પરમાધામી ૪.૩૦ નરકવાસીઓને શિક્ષા પર ૨.૧૦૯, ૨.૧૧૦, ૩.૫૦ પ્રવર, મોટા, કરનાર દેવયોનિ (સં. પરમ+અધાર્મિક) | ઉત્તમ પરમારથ ૧.૧૯ પરમ સત્ય, ખરી વાસ્તવિકતા|પવાડી ૩.૮૮ પરાક્રમ પર ૧.૫૩ પરબ (સં. પ્રપા) પવ્યય ૧.૪૩ પર્વત પરવરીઆ, પરવરીઉ ૩.૨૮, ૩.૩૫ –થી પસઉ ૨.૧૨૦ પ્રસર્યો, ફેલાયો વીંટળાયેલા (સં.પરિવૃત) પિહિરણિ ૨.૨૧ પહેરવેશમાં, પહેરવામાં પરવર્યઉ. ૨.૧૧૮ વીંટાળાયો પહિર ૩.૧૫ ધારણ કરો પરવસિ ૩.૩૩, ૪.૨૯ પરવશ, પરવશતામાં પહિલઉં ૨.૫૪ પહેલાં ૩૫ર | સહજસુંદરકત ગુણરત્નાકરછેદ Page #370 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ | ૩૫૩ પહુવઈ ૧.૫૧ પૃથ્વીએ પાધરિ(૧) ૩.૬૭ પાધરો, સીધો (સં.પ્રાધ્વર) પહુવિ ૧.૪૪, ૩.૮૪ પૃથ્વીમાં પાધરિર) ૩.૬૭ દૂર સુધી, લક્ષ્યસ્થાને (2) પહુવિ ૨.૧૧૧ પૃથ્વી પાધરુ ૩.૩૪ પાધરો, સીધો (સં. પ્રાધ્વર) પંચશબદ-૬ ૧.૩૦, ૨.૫ પાંચ મંગલસૂચક | પાન ૪.૩૩ હથિયારનું ધારવાળું પાનું વાદ્યો કે એમનો ધ્વનિ પામીઇ ૨.૪૪ પમાય, મેળવાય, મેળવીએ પંચાયણ ૪.૬૬ સિંહ (સં. પંચાનન). પાયક ૧.૬૦ પાયદળ, પગપાળા સૈનિકો પંચાસ ૩.૬૬ પચાસ (સં. પંચાશ) પારધીઉ ૨.૧૫ર પારધી, શિકારી (સં. પાઉ ૩.૧૮, ૩.૨૧ પગ, ડગ (સં. પાઈ પાર્દીિક) પાઉ ૪.૩૦ પાઓ (આજ્ઞાર્થ) પારસી ૨.૫૭ સાંકેતિક ભાષા પાઉલ, પાઉલાં ૧.૧૩, ૩.૩ ચરણ, પગ પારા ૪.૩૪ પારો – એક દ્રવ્ય પાખઈ ૩.૬૭ વિના, સિવાય (સં.પક્ષ) પાલઈ જુઓ લાલબપાલઈ પાખતી ૨.૫૮ આસપાસ, ફરતી પાલઉં ૩.૪૭ પાળું, નભાવું પાખર ૨.૧૫૦ કવચ પાલવ ૩.૨૩, ૩.૨૪ (વસ્ત્રનો છેડો : પાખરીઆ ૨.૩૭ ઘોડેસવાર સૈનિકો, પાખરેલા પાલા, પાલો ૧.૫૪, ૩.૬૭ પગપાળા, પગે ઘોડા ચાલનાર પાખલિ ૧.૪૭, ૪.૨૫ આસપાસ, ફરતી, પાલિ ૨.૧૧૪ પાળ (સં.) પડખે (સં.પક્ષ-) | પાસ ૨.૧૩૮ સંગ, સાથ પાછલિ ૩.૭૯ પછી, પછીથી (સં. પશ્ચ- પાસ ૪.૩૨ ફાંસો પરથી) પાસઈ(૧) ૩.૮૫, ૩.૯૪, ૪.૩૪ પાસે (સં. પાછલિ ૪૫૧ પૂર્વે પા) પાટ ૩.૧૨, ૩.૧૬, ૩.૩૦ ગાદી (સં.પટ્ટ) પાસઈ(૨) ૩.૮૫ પાશમાં, બંધનમાં (સંપાશ) પાઠવઈ ૩.૧૮ માંડે, મૂકે પાસઉં ૨.૪૧, ૨.૧૫૫, ૩.૮૨, પાસું, સાથ, પાડઈ ૩.૨૭ પાડે, ડગમગાવે પડખું, પક્ષ (સં. પાશ્વમું) પાડઈ(૧) ૩.૬૫ પાડે (ક્રિ) પાસઉં ૪.ર૯ પાશ, બંધન પાડઈ(૨) ૩.૬૫ પાડામાં, પોળમાં (સંપાદક) પાસિ ૨.૧૪૯, ૩.૩૩, ૪.૨૯, ૪:૪૯ પાડ ૩.૯૪ પાડો, પોળ (સંપાદક) | પાશમાં પાડી આપિસિ ૨.૬૦ પાડી દઈશ, પાડી | પાસું ૩.૧૦૨ પક્ષ, પડખું નાખીશ, સમર્પિત કરી નાખીશ | પાહુડી ૪.૫ મોટો, ખૂબ પાડૂઆં ૨.૭૭ ખરાબ માણસ, દુર્જન | પાહિ ૪.૨૬ –ના કરતાં (સંપાશ્વ) પાડૂઉ ૪૪૫ અનિષ્ટ, નઠારું પિક્સેવિ ર.૬૦ પેખીને, જોઈને (સં. પ્રેક્ષ) પાઢ અણાવઈ ૪.૫૯ પાઠ લેવડાવે પિમજલ ૨.૧૧૩ પ્રેમ રૂપી જળ પાતિક ૧.૧૦ પાપ પિગ્મવંતી ૨.૧૫૯ પ્રેમવતી, પ્રેમ રાખતી પાત્ર ૨.૧૦, ૨.૧૩ વારાંગના પિરૂ ૪.૩૫ પરુ પાથરિ ૩.૭૪ બિછાવેલી, પાથરેલી પિશુન ૪.૩૮ કઠોર, નીચ Page #371 -------------------------------------------------------------------------- ________________ પીઈ ૨.૮૦ પીએ : પોસઈ ૪.૨૮ પોષવામાં આવે, સાચવવામાં પીજઇ ૨.૧૨૨, ૨.૧૪૯, ૩.૬ પિવાય છે. આવે પીડ્ય૩ ૩.૧૧ પીડાયેલો પોંતાર ૨.૧૫૦ હાથીનો મહાવત (સં પ્રયોક્ત) પીણ ૨.૮, ૨.૮૦ પીન, પુષ્ટ, ખૂબ જ, ભારે પ્રતિકૂલી ૩.૪૬ પ્રતિકૂળ, અવળો, (અહીં) (સં. પીન) | અણરાગી પીતઉ ૪.૩૧ પીએ છે પ્રતિપાલઉ ૩.૧૬ પાલન કરો, રક્ષણ કરો પીહર ૨.૧૩૬ પિયર (સંપિતૃગૃહ) પ્રતિમલ્લ ૧.૧૯ પ્રતિસ્પર્ધા યોદ્ધો (સં.) પુરંદર જુઓ ભોગપુરંદર પ્રધાન ૩.૨૪ શ્રેષ્ઠ, પ્રસિદ્ધ, અગ્રણી પુરુષ પુહતઈ, પુહત, પુહતા, પુહતી ૨.૩૬, પ્રમાણિ ૨.૯૯ (આ) પ્રમાણેની ૨.૯૭, ૪.૨૨, ૪.૭૪ પહોંચ્યો-ચ્યા-ચી, પ્રવાલી ૨.૧૦૯ પરવાળાવાળી, વિદ્ગમ (એક પૂરી થઈ (સં. પ્રભૂત, પ્રા. પહd) | રત્ન)થી ખચિત (સં. પ્રવાલ) પહલા ૨.૧૦૮ પહોળા (સં. પૃથુલ) પ્રસ્તાવ ૨.૫૭ વિષય, પ્રસંગ (સં.) પુહીતલ ૨.૨૦ પૃથ્વીતળ, ભોંય પ્રહૂસ ૪.૩૧ ડૂસકાં (મ.શિ.કો. પ્રહસુ = પૂર ૨.૯૨ જથ્થો, ભરપૂર, પૂરા (સંપૂર) | દુ:ખની લાગણીનો આવેગ) પૂરી ૧.૫૯ પૂરે, (અહીં) (જ્વાળા) પ્રગટાવે– પ્રાણિ ૨.૯૮, ૪.૭૮ જોશથી, બળપૂર્વક સળગાવે પ્રાપતિ ૨.૩૨ ભાગ્ય પૂર્વ ૪.૧૨ જૈન અંગગ્રંથનો એક વિશાળ પ્રયાણ ૩.૯૨ પ્રયાણ વિભાગ (સં.) |પ્રીઉડઉ ૨.૧૩૨ પ્રિયતમ પૂંજી ૩૯૩ કચરો વાળી (સં.પ્રોંજી પ્રીઊ ૨.૧૩૫ પિયુ, પ્રેમી, પ્રિય પેખ) ૨.૧૩૭ નિહાળે, જુએ પ્રીણી ૨.૧૫૧ પ્રસન્ન થઈ, રાજી થઈ. પખવિ ૧.૪૨ જોઈને (સંપ્રીણિત) પેખિ ૪.૪ર જુઓ, સમજો પ્રીષ્ય ૪.૧૩ પ્રસન્ન કરાયેલો, રાજી થયેલો પેખિલ ૨.૧૧૮ જોયો | (સં. પ્રીણિત) પેસી ૪.૧૯, ૪.૨૧ પેશી પ્રીમ્યા ૪.૭૯ પ્રસન્ન થયા, રાજી થયા પોખ ૨.૭૫ પોષ, પોષણ, પુષ્ટિ ફિડક્કઈ ૪.૭૧ ફડફડ ધ્વનિ કરે પોઢઉ ૨.૨૪ પ્રૌઢ, પરિપક્વ ફિલકંખી ૨.૨૭ ફલાકાંક્ષી, ફળની પોઢી ૧.૫૩ મોટી, વિશાળ (સં. પ્રૌઢ) | આકાંક્ષાવાળો પોતઈ ૧.૨૫, ૧.૨૬, ૧.૩૬, ૩.૪૦, ૩:૪૨, ફિલસંસાર ૨.૧૧૨ સંસારનું ફળ ૩૪૮ ભંડારમાં, સિલકમાં ફાર ૨.૧૧૦ પુષ્કળ, વિશાળ, મોટું (સં. પોતઉ ૨.૨૧ પોતિયું, પોતડી ફાર) પોલિ ૧.૪૭ પોળ, દરવાજો (સં. પ્રતોલિ) ફાલ ૨.૮૧ ફાળ, ફલાંગ (સંસ્ફાલ). પોષઈ ૨.૧૪ પોષે, સંવર્ધન કરે ફાલા ૧.૪૯ ઓઢણી, સાડી (દે. ફાલિ) પોસાલલા ૧૫૩, ૪.૮૩ પોશાળ, પોષધશાળા ફિરંગી ૨.૧૭ પોચુગીઝ (સં. પૌષધશાલા) ફુલ્લ ૨.૮૩ ફૂલો, પુષ્પો ૩૫૪ / સહજસુંદકૃત ગુણરત્નાકરછંદ Page #372 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ / ૩૫૫ ફૂટરપણઉં ૨.૬૭ સૌંદર્ય બુલ્લાં ૧.૨૪ બોલે (દે. બોલ) ફૂટ ૨.૫૫ ફૂટડો, સુંદર (સં. ફુટતર) બોટાં ૩.૬૪ ચાખે, એંઠું કરે, મોઢે અડાડે ફૂલ ૨.૧૨૧ ખીલેલું (સં.ફુલ્લ) બોલબંધ ૨.૭૪ કોલકંરાર, વચનબદ્ધ થવું તે ફૂલી જુઓ ગુણફૂલી બોલ્યઉ ૨.૧૬૦ કહ્યું ફોડલઉ ૩.૫૫૫ ફોડલો (સં. સ્ફોટ–પરથી) ભઈ ર.૯૮ થઈ ફોલ ૨.૧૫ સોપારી (સં. પૂગલ) ભગતઈ ૨.૧૬૦ ભક્તિથી બઈઠઈ ર.૧૩૫ બેસતાં ભગતિ ૧.૭ ભક્તિ (કર) બUસારી ૩.૩૮ બેસાડી, (કર) નાખી ભડખ ૨.૬૫ ભડાક દઈને બયઠક ૩.૪૫ બેઠો (સં. ઉપવિષ્ટ) ભણઈ ૧.૩૮, ૩.૧૦૪ કહે (સં. ભણતિ) બયલ-લ્લ ૨.૫૦, ૩.૩૭ બળદ ભાઈ ૨.૯ ગાય (સં. ભણતિ) બરલઈ ૨.૯૭ બબડે ભણિજ્જઈ ર.૬૦ કહેવાય છે, ગણાય છે બલિહારી કરું ૨.૭૪ વારી જાઉં, ન્યોછાવર ભણી ૨.૪૭ માટે થાઉં ભણી) ૪.૮૭ કહેવાય છે બહિનર ૩:૪૭ બહેનો ભમરાલા ૧.પર ચંચળ (2) બંધ ૧.૧૮ રચનાબંધ, પધબંધ ભમરિ .૧૦૯ ઘૂમરી, ફુદરડી બંભ ૧.૭ બ્રહ્મા (સં. બ્રહ્મ) ભમરી ૨.૧૪૨ મધમાખી બાઉલ ૪.૯ બાવળ (દે. બબૂલ) ભમરી કરઈ ૪.૮ ફુદરડી ફરે છે, નૃત્ય કરે છે બાજીબોલ ૧.૫૭ ગમ્મતભર્યા બોલ () |ભમુહ ૨.૬૫, ૨.૧૧૪, ૪.૨૫ આંખની બાધ ૩.૨૭ વિબ પામેલો, અવરોધાયેલો, ભ્રમર, ભવું (સં. ભ્રમુખ) મુશ્કેલીમાં મુકાયેલો ભયર ૨.૯૮ ભયકર, ભયંકર પ્રા. ભયઅ૨) બાધ ૩.૪૪ બંધાયેલો ભર ૨.૩૯, ૨.૧૦૭, ૨.૧૪૬, ૩.૬, ૩.૨૫, બાપીઅડુ ૩.૭૭ બપૈયો (દે. બપ્પીહ) ૩.૬૧, ૩.૬૨, ૩.૭૧, ૪.૩૫, ૪.૮૩ બારઈ ૨.૧૧૬ બારેય . ભરાવો, જથ્થો, પ્રચુરતા, ઢગ (સં.) બાર) ૩.૮૩ બારણે, દ્વારે, ગુફદ્વારે ભરસ્ય) ૩.૪૦ ભરશે બારિ ૩.૧૦૩ બારણે, દ્વારે ભરહ ૨.૫૭ ભરત, નાટ્ય, નૃત્ય બાલી ૩.૬૨ બાળા, સ્ત્રી ભરફેસર ૨.૫૬ ભરતેશ્વર (ભરત ચક્રવર્તી) બાવત્રાચંદન ૨.૨૮ એક પ્રકારનું ચંદન ભરૂઅચ્છી ૧૫ (ભૃગુકચ્છ પ્રદેશની કોઈ બિરુદ ૪.૩ પ્રતિજ્ઞા, સંકલ્પ (સં.) દેવીનું સ્થાનિક નામ બિલિ ૩.૮૩ દર ભર્યઉ ૩૪૦, ૪.૧૦ ભરેલો બિસઉ ૩.૩૦ બસો ભલી ૨.૮૪ સારી રીતે બિહું ૨.૬, ૨.૮૩ બન્ને, બેય (સં. ક્રિખલ) ભિલ્ય ૨.૮૬ ભળ્યું બિહુત્તરિ ૪.૮૫ બોંતેર (સં. દ્વિસપ્તતિ) ભવ(૧) ૪.૫૯ સંસાર બીહની ૪.૫૬ બીની, ડરી ભવ(૨) ૩.૯૧, ૪.૫૯ જન્મ બુદ્ધ ૧.૨૯ બુદ્ધિ, જ્ઞાન ભવસાયરતારણિ ૪.૮૦ ભવસાગર તરાવનારી Page #373 -------------------------------------------------------------------------- ________________ ભવાડઈ ૨.૧૪ કરી બતાવે છે || ૪.૫ એક વાજિંત્ર ભવાડી ૨.૮૪ કરી બતાવી ભોગપુરંદર ૨.૮૨, ૩૨૪ ભોગમાં પુરંદર – ભવિ ૨.૧૫૭ ભવમાં ઈન્દ્ર સમાન, અત્યંત ભોગવિલાસી ભવીઅણ ૧.૨૮ ભવજન, મોક્ષને યોગ્ય જન|ભોગવિ ૩.૧૬ ભોગવિલાસ કરો (સં. ભવ્યજન, ભવિકજન) ભોગિણિ ૩.૭૫ રખાત ભંજી ૪.૭૫ ભાંગીને, નષ્ટ કરીને (સં. ભં ભોગીઅડા ૨.૭૯ ભોગીજનો ભાખઈ ૪.૮૧ કહે, બોલે (સંભા) |મ ૪.૩૦ ન, ના ભાગ ૧.૪૩ ભાગ્યો, નાસી ગયો મછલા ૩.૮૭ મેલું ભાગી ૪.૮૨ દૂર થઈ (સં.ભગ્ન) મ ૨.૧૬૦, ૪.૮૫ મેં (સં. મયા) ભાજી ૪.૬૫ ભાંગી, છેદી મહુધા ૨.૭૫ મુકુટધારી (સામંતો) (સં. ભાણવું ૨.૨૨ ભાન મુકુટબદ્ધ) ભામઉં ૨.૨૨ રોષ, ગુસ્સો (સંભામ) મચ્છર ૪.૬૭ ઈષ (સં. મત્સર) ભાર અઢાર ૨.૪૧ અઢાર પ્રકારની (વનસ્પતિ) મછરાલા ૧.૫૭ મત્સરવાળા, ગર્વીલા ભાલહ ૨.૪૨ ભાળે છે, જુએ છે (સં. ભાલુ) મણહરણ ૧.૧૨ મન હરનારું ભાવઠિ ૩.૫ ૪.૮૭ ઉપાધિ, સંકટ |મતવારણ ૨.૧૧૦ ઝરૂખો, અટારી (સં. ભાવના ૧.૨૭ સંસાર અનિત્ય છે વગેરે | મત્તવારણ) પ્રકારની બાર ભાવના મત્તિ ૨.૬૯ મત્ત, મદમાતી ભાવાલા ૧.૫૭ ભાવવાળા માણસો, રસિકો મદઘારિત ૨.૮૦ મદના ઘેનવાળી ભાસઈ ૩.૪૭ કહે, બોલે મદુલ ૧.૩૦, ૨.૧૧, ૨.૧૨૬ માદલ, મૃદંગ, ભાંભલિ ૪.૮૦ વ્યાકુળતા એક પ્રકારનું વાધ (સં. મર્દીલ) ભીની ૪.૫૬ ભીંજાઈ મનથાણઈ ૩.૪૪ મનના સ્થાનકમાં ભીમ ૨.૬૫ બળવાન, વીર પુરુષ મનવાલઉ ૨.૧૫૪ મનને વાળવાનું – રાજી ભક્તા ૨.૩૫ ભોક્તા, ભોગવનાર રાખવાનું કાર્ય ભુગતિ ૨.૩૨ (ભોગવવાના) ભોગ મનહરસ ૪.૮૫ મનનો હર્ષ - ભુગલ ૪૫ ભૂંગળ – એક મુખવાદ્ય દેભુગલ) મનાવઈ ૨.૬ રીઝવે ભૂલ ૧.૬૪ ભૂપાલ, રાજા મનાવ્યઉ ૨.૧૫૦ રાજી કર્યો ભૂષણ(૧) ૩.૬૯, ૩.૭૨ આભૂષણો |મનિ ૨૪૨, ૨.૧૧૬ મનથી, મન દઈને, ભૂષણ(૨) .૭ર ભૂખણ, ભૂખ્યા, અતૃપ્ત, અનુરાગથી, ઊલટથી નિરર્થક મફર૬ ૨.૭પ એકલો (?) અનન્ય (?) ભેટિ ૨.૧૨૦ ભેટ, બક્ષિસ એકલવીર ((ફા. મુફ્રદ, હિં. મુફરદ) ભેદ ૨.૬૧, ૪.૭ –થી ભેદાવું તે, મર્મજ્ઞતામય ૨.૧૪પ મદ ભેદ્યઉ ૧.૨૧, ૪.૫૬ ભેદાયો, –થી ઓતપ્રોત મયગલ ૨.૬૪, ૨.૧૧૮, ૪.૮૦ મંગળ, થયો હાથી (સં. મદકલ) ભેરહ, ભેરિ, ભેરી ૨.૩૮, ૨.૧૨૬, ૩.૨૮, મયણ ૨.૩૫ કામપ્રેરક ફળ, મીંઢળ, એનું ૩૫૬ / સહજસુંદરફત ગુણરત્નાકરછેદ Page #374 -------------------------------------------------------------------------- ________________ ચૂર્ણ મયણતૂડી ૨.૧૧૦ એક મુખવાઘ મયણદંડ ૨.૧૧૧ મદનદંડ શોભાનો એક ભાગ મયમત્તા–ત્તી ૨.૬૪, ૨.૧૧૪, મદમાતા-તી (સં. મદમત્ત) મયલ ૩.૬૯ મેલ મા ૨.૫૯, ૪.૮૭ દયા, કૃપા મયાલ-લા ૧.૫૪, ૪.૨૯ દયાળુ, કૃપાળુ મરટ્ટ ૨.૬૪ મરડ, એંટ, અહં, ગર્વ (દે.) મરડ ૨.૨૪ ગર્વીલો માગ ૩.૬૭ માર્ગ મટિ ૧.૩૪ ને લીધે, કારણે આવાસની માિિણસ ૪.૫૮ આણીશ નહીં માતા(૧) ૨.૨૧ મા, બા ૨.૧૨૮ માતા(૨) ૨.૨૧ મત્ત, પુષ્ટ માતાંન્તી ૨.૧૦૮, ૩.૨૫ મત્ત માતીય ૨.૮૦ માતેલી માદલ(૧) ૨.૧૧૦ ? માદલ(૨) ૨.૧૧૦, ૪.૫ મૃદંગ, એક પ્રકારનું વાઘ (સં. મર્દલ) માનતઇ ૨.૧૦૬ માને છે ત્યારે માન ઘઉ ૩.૨૪ વિનંતી (માગણી) સ્વીકારો (?) મલધારી ૩.૮૭ મલમલ પહેરનારા માન માગું ૧.૧૩ વિનંતી કરું, આજીજી કરું |મનિ ૨.૧૩૧ માનમાં, અભિમાનમાં માની ૨.૨૯ ગર્વીલો મલેસ્યઉં ૨.૧૪૦ મળશું મસારા ૩.૩૬ માસિક વેતન, પગાર (અ.મામ ૨.૯૬ મહિમા, ગૌરવ, પ્રતિષ્ઠા (સં. મરમ ૩.૩૭ ખાનગી, ગુપ્ત (સં. મર્મ) મરમી ૩.૭૯ જ્ઞાની, મર્મ જાણનાર મરોડ ૨.૫૫ અંગભંગિ શબ્દકોશ / ૩૫૭ મુશાહ) માહાત્મ્ય) મસિ ૧.૮ મિષે, બહાને, રૂપે માય ૧.૫ માતા (દેવી) મહાગિરિ ૧.૩૫ સ્થૂલિભદ્રના પટ્ટધર શિષ્ય માય ૩.૫૭ સ્ત્રી (પ્રા. માઇ) મહિતઇ ૩.૧૧ મહેતાએ માય ૪.૨૦ માતા મહિમહિતઉ ૩.૯૩ મઘમઘતો (દે.) માણિ ૩.૮૬ મારનારી માલ ૩.૭૮ મેડી (દે.) મહિંતઉ ૧.૬૧, ૨.૪ મહેતો (સં. મહત્) મહૂરિ ૨.૧૨૯ મધુકરી, ભમરી મંકડ ૨.૮૧ માંકડું, વાંદરું (સં. મર્કટ) મંડઇ, મંડય ૧.૨૭, ૨,૨૪, ૨.૬૨, ૨.૮૧, માહાલઇ ૪.૭૦ મહાલે (ક્રિ.) ૪.૩૨ માંડે, સ્થાપે, આદરે (સં. મંડયતિ) માંકડ ૪.૩ માંકડું, વાંદરું (સં. મર્કટ) માલઉ, માલુ ૩.૫૬, ૩.૯૪ માળો માહ ૪.૩૩ માંહી, એમાં મંડલ ૨.૧૦૨ પ્રદેશ, સ્થાન માંજારી ૩.૮૮ બિલાડી (સં. માર્જર) મિઠ ૨.૭૦, ૨.૧૫૯ મીઠાં-ઠી મિત્ત ૨.૭૩ મિત્ર મંડલ ૨.૧૪૨ સૂર્યબિંબ મંડવ ૨.૧૨૧ મંડપ મંડાણ ૧.૬૭, ૩.૧૦૧, ૪.૮૬ સાજસરંજામ, તૈયારી, ઉત્સવ, રચના, ૩.૨૯ સવારી મંસ ૨.૧૩૬ માંસ માઇ ૪.૮૩ સમાય (ક્રિ.) મિરિઅ ૨.૯૩ મરી (મિરયાં) મિલતઉ ૪.૭૮ મળતો, પ્રસંગાનુરૂપ મિલતાં ૨.૧૩૪ મળતા, અનુરૂપ મિલતી ૩.૨૭ મેળવતી, મેળવ્યું છે એવી Page #375 -------------------------------------------------------------------------- ________________ મિલઉં ૨.૭૪ મળવું મેહલઉ ૪.૨૯ મૂકો, છોડો (પ્રા. મેલ્ડ) મિલક્ષ્યમાં ૩.૨૫ ભેગું થશે મોકલ ર.૩૩ મોકળું, ખુલ્લું, ઉદાર (દે. મિલી૩.૬૮ મળાય, મિલન થાય મોક્કલ) મિલી ૪.૩૪ મસળાય છે (2) મોકલવટ ૩.૧૯ મોકળાશ, મોકળી વૃત્તિ, મિસિ ૨.૧૨૦ બહાને, રૂપે (સંમિષ) બંધનરહિતતા મીઠાસિ ૨.૪૬ મીઠાશ મોગર ૨.૧૫૫ મગદળ, એક શસ્ત્ર (સં. મીલી ૨.૧૫૦ મળીને, ભેગા થઈને (સં. મિલ)| મુડ્ઝર) મુક્કએ ૨.૬૯ મૂકે, છોડે (સં. મુક્ત) મોટિમ ૧.૨૪ મોટાઈ મુખિ પાઠ અણાવઈ ૪.૫૯ મોઢે પાઠ લેવડાવે |મોડય ૨.૮૧ કરોડ મોડી ૧.૧૨ મરડી મુન્ઝ ૪.૨૯ મને (સં. મહ્યમ્) મોસ ૨.૮૪ જૂઠાં, અસત્ય, આળભરેલાં મુર્ણતી ૨.૧૫૯ માનતી, વિચારતી | (સં.મૃષા, પ્રા.મુસા) મુણિંદ ૪.૭૬ મુનીન્દ્ર, શ્રેષ્ઠ મુનિ યુગતઈ ર.૮૩ યુક્તિએ, દલીલથી, તર્કથી મુત્ત જુઓ જુત્ત-મુત્ત યોગિણિ ૩.૭૫ જોગણ મુક્લ ૨.૭૦ મોભો યૌવની ૪.૧૭ યુવાન મુસી ૨.૮૪ લૂંટી રણરાઉલીઆ ૩.૨૮ રાજદરબારીઓ, મૂકઈ ૧.૬૮ ફેલાવે રાજસેવકો મૂકઈ ૨.૧૦૩ ત્યજે (સં. મુક્ત પરથી) રિણિ ૧.૫૯ રણયુદ્ધ)માં મૂકી ૨.૬૭ મુદ્રા, વીંટી રણિરાઉલિ ૩.૮૦ રાજદરબારમાં મૂલગઉ, મૂલગી ૧.૬૧, ૨.૫૮ મુખ્ય (સં. રણ ૧૪૮ ઋણવાળાં, દેવાદાર (સં. મૂલગત) ઋણિનું) મલિ ૧ ૨૦. ૨.૬૬ મળમાં. મૂળથી રતનાલા ૧.૫૧ રત્નમય, સુંદર (?) મૃગમદ ૩.૯૩ કસ્તુરી (સં.) રતિવંતી ૪.૧૭ ઋતુવતી, ઋતુકાળમાં આવેલી મેખલ(૧) ૩.૬૯ મેખલા કંદોરો રતી ૨.૭૬ રતીભાર, તદ્દન થોડું મેખલ (૨) ૩.૬૯ ઘોડાની લગામ, રન્નચિત્ત ૨.૬૯ રક્ત (અનુરક્ત) ચિત્તવાળી (શબ્દને છૂટો પાડતાં) મે ખલ = ખલની જેમ રથવાહ ૧.૩૨ રથ ચલાવનાર, સારથિ મને..... | રધિગારવ ૨.૨૯ રિદ્ધિ-ગૌરવ, રિદ્ધિથી આવતી મેલ ૨.૯૪ મેળ, પ્રાપ્તિ, સગવડ (સં. મિલુ) | મોટાઈ મેલ ૩.૪૪ મેળ, એકરાગ |રમતિ ૨.૧૩૧ રમત, ક્રીડા મેલઈ ૩.૩૮ એકઠું કરે, ભેગું કરે રમલિ ૧.૧૧, ૨.૧૧૪ કીડા મેલઉં ૩.૪૮ એકઠું કરું, ભેગું કરું રયણ ૨.૧૧૫, ૪.૭૫ રત્ન મેલિ ૪.૭૮ મેળવ, રગદોળ રયણકરંડ ૧.૬૦ રત્નનો કરંડિયો મેલિ ૩.૯૯ મેળથી, અથસંદર્ભથી રયણસમુદ્ર ૪.૮૪ રત્નસમુદ્ર (એ નામના ગુરુ) મેહલઉ ૨.૧૧૦ મેહુલિયો, મેઘ રમણિ ૨.૫૮, ૨.૮૩ ૩.૨ રજની, રાત્રિ ૩૫૮ / સહજસુંદરકત ગુણરત્નાકરછંદ Page #376 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ / ૩૫૯ રયવાડી ૨.૩૬ રાજસવારી, સવારી (સં.રૂસવઈ ૩૯૯ ચીડવે, નારાજ કરે રાજપાટિકા) રેડિ ૨.૧૨૭ પાથરેલી રલી ૨.૨૯ આનંદ (દે) રેહ ૨.૬૮, ૨.૭૧ રેખા, સીમા, રેખાંકન, રસણ મીંડઉં ૨.૧૧૦ રસનું મીંડું આકૃતિ: જુઓ રૂપરેહ રસપૂરી ૨.૧૨૫ રસપૂર્વક, રસના પૂર સાથે રોપી ૧.૨૨ બાંધી રસી ૨.૨૭ રસથી રોમરાય ૨.૧૧૫ રોમરાજિ. રોમાવલિ, રૂંવાડાં રહઈ ૩.૨૭ રહે, અટક રોલ, રોલા ૧.૨૮, ૨.૭૨, ૨.૯૨, ૨.૧૨૮, રહઈ વિગોતઉ ૨.૨૧ દુ:ખી થાય છે | ૨.૧૩૧ ઘટ્ટ પ્રવાહી, લેપ રહવર ૧.૨૯ રથવર, ઉત્તમ રથ રોલ્યઉ ૪.૭૯ રોળ્યો, નષ્ટ કર્યો, રગદોળ્યો રવિણઉં ૨.૧૦૦ રહેવાનું રોસ, રોસઉ ૨.૨૨, ૩.૭૦ રોષ, ગુસ્સો રહિતતુ ૨.૭૪, ૩૫૬ રહેતાં તો રોસાલા ૧.૫૯ રોષવાળા, યુદ્ધના આવેશવાળા રતિવર્ષ ૩.૮૩, ૩.૮૪ રહેવું લઈતાં ૩.૮૨ લેતાં રહીઈ ૩.૮૯ રહેવાય લખ ૨.૬૮ લાખ (સં.લક્ષ) રંગ ૧.૧૪, ૧.૬૮, ૨.૧૨૭, ૩.૧, ૪.૫૫ લક્ષ ૨.૪૧ લાખ ઉમળકો, આનંદ, આનંદપ્રમોદ લક્ષણ ૪૭૭ સૂચક – દગંતરૂપ વર્તન રંગ ૨૭૧ રોનક, શોભા લચ્છિ ૨.૧૧૫ લક્ષ્મી, વૈભવ, મહિમા રજી ૪૭૫ આનંદીને, રાજી થઈને લટકંતઉ ૨.૨૦ લટકાં કરતો, લટકમટક રાઉલ ૩.૮૦ રાજમંદિર, રાજદરબાર (સં.) કરતો રાજકુલ) લતાડ ૨.૪૫ પરિશ્રમ રાઉલીઆ ૩.૨૮ રાજસેવકો લિલત્તિ ૨.૧૧૪ ઊછળતી, રમ્ય રાગિણિ ૩.૧૦૧ રાગવાળી લલિત્તી ૨.૧૫૮ સુંદર રાગી ૨.૧૩૧ અનુરાગી, પ્રેમી લવઈ ૩.૭૦ બડબડે (સં. લપુ) રાતઉ, રાતી ૩.૧૦૧, ૪.૧૪ આસક્ત, લહઈ ૧.૫૮ તપાસે અનુરક્ત, રાગી (સં. રક્ત) લહઈસ્ય) ૪.૮૬ મેળવશે, પ્રાપ્ત કરશે રામતિ ૨.૧૧૪ રમત, કીડા લહલહતી ૨.૧૦ હલતી રાયણિ ૨.૮૨ રાયણ (સં. રાજાની) લહિર ૩.૬૧ મૂછ (?) રાહઈ ૩.૯૦ રાહુએ લહિસ્યઉ ૪.૭૯ મેળવશો, પ્રાપ્ત કરશો રીંખઈ ૩૬૫ વિલાપ કરે લહી ૨.૫૧, ૨.૧૫૯, ૨.૧૬૦, ૩.૧૧ પામી રીખંતઉ ૨.૨૦ રુદન કરતો, રડતો (રા. લઘુઉ ૨.૧૬ લઘુવયનો, નાનો (સં. લઘુક) રીંકણી) લિંક ૧.૪૬ લંકાનગરી રુહાડિ ૪.૫૫ ઇચ્છા, મનોકામના, અભિલાષા |લંકિ, લંકી જુઓ કટક્કિલંકિ, કટિલંકી રુહિર ૪.૩૫ લોહી (સં. રુધિર) લિંકિ ૨.૬૮ લાંકવાળી, વળાંકવાળી રૂઉ ૨.૧૫૬ રડો (આજ્ઞાર્થ) લંચા ૩.૩૮ લાંચ (સં.) રૂપરેહ ૨.૬૮ રૂપની પરિસીમા; જુઓ રેહ લાખહરા ૨.૮૫ લાખનું બનેલું ઘર, લાક્ષાગૃહ Page #377 -------------------------------------------------------------------------- ________________ લાખીણઉ ૩.૩૯, ૩.૮૧ લાખ રૂપિયાનો, પેલ્યઉ ૩.૧૫ લો ઘણો મોટો, મૂલ્યવંતો તું લ્યાવઉ ૪.૬૯ લાવો લાખીણા ૨.૧૪૫ મૂલ્યવાન વલસિરી ૨.૧૫૬ બોરસલી (સં.બકુલશ્રી) લાભાઈ ૪.૩૩ પ્રાપ્ત થાય, પાર આવે (સં. વઉલ્યાં ૩૭ વીત્યાં લભ્યતે). વઉહરતિ ૧.૨૭ વહોરવું તે, ખરીદવું તે, લાલદપાલઈ ૨.૧૬ લાલનપાલન કરે | પ્રાપ્ત કરવું તે (સં. વ્યવહ). લાહઉ ૩.૬ લહાવો વખાણ ૧.૬૫ વર્ણન (સં. વ્યાખ્યાન) લિખિમી ૧.૬૧ લક્ષ્મીદેવી વખાણવું ૧.૨૫ વર્ણવું લિજ્જઈ ૧.૧૯ લઈએ, પ્રાપ્ત કરીએ વખાણ્ય૩ ૪.૪૫ વર્ણવાયો લિહાવઉં ૩.૮૮ લખાવું વખારિ ૧.૨૭ વખાર (દે. વકખાર) લિંબ ૨.૮૨ લીમડો વચત્રભેદ ૨.૭૧ વચનના પ્રકાર લીજઇ ૨.૧૧૨ મેળવે, પામે વચિ ૪.૨૫ વચ્ચે લીજઇ ૨.૧૪૯, ૩.૬ લેવાય છે વછ ૪.૬૨ વત્સ લીણા ૧.૩ લીન બનેલા (સં.લીન) વજઇ-એ ૧.૩૦, ૧.૬૮, ૨.૧૧, ૪.૭૨ લીલ ૨.૨૯, ૨.૧૩૪ લીલા, કડા, આનંદ| વાગે, અવાજ કરે (સં.વાદ્યતે) લીલાપતિ ૨.૧૬, ૩.૬ ઐશ્વર્યયુક્ત, ક્રીડાવડ, વડ૯ ૩.૧૪, ૪.૩૭ મોટો (દેવિઠ્ઠ) કરનાર વડઇ ૩.૨૦ ખૂબ લીહ ૪૫૧ લીટી, રેખા, મર્યાદા (સં. લેખા) વડહસ્થ ૨.૩૪ લાંબા હાથવાળો, આજાનબાહુ લૂબિ ૧.૩૨ લંબ, લૂમ, ઝૂમખું વઢાવઢિ ૪.૩૬ મારામારી લેખઈ વાય ૪.૧૧ લેખે થાય, સાર્થક થાય વિત્ય ૩:૪૩ વ્યર્થ લેખું ૩૧૫ ગયું, ગણના કરી વિદીતી, વદીતી, વદીતું ૩.૨૭, ૩.૯૨, લેખું ૩.૪૭ હિસાબ ૪.૮૧ પ્રસિદ્ધ (સંવદિત). લેખું ૨.૭૩ લેખ, લખાણ વધસ્ય) ૩.૩૦ વધશે લેસિ ૨.૬૦ લઈશ વનમાલી ૨.૧૨૦ વનમાલા ધારણ કરનાર, લેસ્ય) ૪૦૬, ૪.૮૨ લેશે વસંત લોકબોક ૩.પર સામાન્ય લોકો (“બોક' વિન્નરમાલ ૩.૧૦૩ વંદનમાલા, ઉત્સવ પ્રસંગે દ્વિરુક્ત પ્રયોગ) દ્વાર પર લટકાવાતી માલા લોટઈ ૩.૬૪ લોટ, આળોટે વન્નરવાલ-લા ૧.૪૯, ૨.૧૨૧ જુઓ વન્નરમાલ લોડએ ૨.૭૦ આળોટે, રત રહે, ઝૂમે (સં. વિન્નવલું ૧.૩૬ વર્ણવું લોટતિ) વસિસ ૧.૧૮, ૨.૩ વર્ણવીશ લોભ વાહય ૨.૮૦ લોભ કરે, લોભ કરાવે, વિયણ ૨.૧૬૦, ૪.૭, ૪.૭૦ વચન લલચાય, લલચાવે વયણરસલહિરિ ૨.૧૧૪ વચનરસની લહર, લોયણ ૨.૧૪૫ લોચન વરજઉં, વરખું ૩:૪૨, ૩.૪૩ ત્યાગ કરું, ત્યજું લોલ ૧.૨૮ ચંચળ વરબાલા ૧.૫૩, ૨.૧૪૬ સુંદર સ્ત્રી-સ્ત્રીઓ ૩૬૦ | સહજસુંદષ્કત ગુણરત્નાકરછંદ Page #378 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ | ૩૬૧ વરસાલમાં ૩.૭૮ વરસાદમાં, વર્ષાઋતુમાં | રા. વાવળ=ઝંઝાવાત, આંધી) વરસાલઉ ૨.૧૪૨, ૩.૭૭ વર્ષાકાલ, વટતુ વાચાછલિ ૩.૭૯ વાકપ્રપંચમાં, વાણીની વરસ્યઉ ૩.૨૫ વરશો, પામશો, પરણશો | ચતુરાઈમાં વરાહ ૨.૭૭ એક પ્રાણી, સૂવર | વાડિ, વાડી ૧.૨૨, ૩.૮૬, ૪.૬૫ (સંયમની) વરાંસઈ ૨.૧૩૨ ભ્રાન્તિથી (સંવિપયસિ). વાડ, મર્યાદા, નીતિનિયમો વરીસ ૪૭૫ વર્ષ, વરસ | વાદી ૧.૩૪ વાદવિવાદ કરનાર (સં.) વરસઉ ૨.૨૩ વરસનો, વર્ષની ઉંમરનો |વાધ્યઉ ૩.૫૨ ગયો, વારેવારે ગયો, વરીસહ ૨.૧૬૦ વરસતા, વરસાવતા આદતવાળો થયો, પૈધ્યો વલતઉં ૩.૮૯, ૪.૧૦ વળતું, સામું | વાન ૧.૧૩ માન, ઈજ્જત (રા.) જુઓ વલિ, વલી ૨૪૩, ૩૯૭, ૩.૧૦૦, ૩.૧૦૧, | ગુણવાની ૪.૧૭ ને, અને | વાય ૪.૧૧ વાયુ () વલિવલિ ૪.૨૭, ૪.૩૨ ફરીફરીને વાયઇ ૨.૧૦૨ વાયુમાં વલી ૨.૨ વળી, ઉપરાંત, આગળ | વાયસ ૪.૭૮ કાગડો વલી ૩૬૯ વળ્યાં, પરિવર્તિત થયાં | વારઈ વહિત ૨૪ વહાર કરતાં, મદદ વલહ ૨.૭૩ વલ્લભ, પ્રિય કરતાં વસંત ૨.૧૨૪ વસેલી, રહેલી | વારુ ૨.૬૧ વારો, અટકાવો, રોકો વસિ ૧.૮, ૨.૫૯, ૨.૧૩૩થી ૧૩૮, વારૂ ૨.૯૫ રૂડાં, સુંદર ૨.૧૫૨, ૩.૧૭, ૩.૩૩, ૩.૯૯ વશમાં | વાલા, વાલ્વા ૨.૧૩૪, ૩.૫૮ વહાલા વહઈ ૨.૧૨૦, ૨.૧૩૬, ૩.૫૮, ૪.૫૦ (સં.વલ્લભ) ધારણ કરે, બતાવે, દશવે, રાખે (સં.વહ) (કર) વાલી ૨.૧૨૦ (કર) હલાવીને, (કર) વહ૩ ૧.૧૪ ધારણ કરો, પ્રાપ્ત કરો | જોડીને વહઉ ૩.૪૭ ધારણ કરું વાસ ૨.૮૫ વસવાટ વહતાં, વહેતાં ૨.૧૩૪, ૩.૮૨ બતાવતાં, વાસ ૨.૧૧૨ સુગંધ ધારણ કરતાં વાસઉ ૩.૨૪ નિવસિત કરો, –માં વસવાટ વહિતઈ જુઓ વારઈ વહિતઈ વહિરઇ ૧૪૫ વિહારમાં, પ્રેમકીડામાં . વાસિ ૩.૯૪ નિવાસમાંથી) વિહરિઅસુરત, સંભોગ) વાસી ૧૯૬૮ સુગંધ વહિયાં ૩૪૬ વિકસ્યાં (સંવિકસ) | વાહઈય ૨.૮૦, ૪.૩૨ વરસાવે છે વહું ૩૯૭ ઉપાડું વાહણ વહી ૨.૧૦૯ ઉદ્યમ – પ્રયત્ન – શ્રમ વિક ૨.૬૮ વાંકું, મરોડદાર (સં.વક્ર) કરીને (?) (સં. વાપ્રયત્ન-ઉદ્યમ કરવો) વંચાઈ ૪.૩૯ –નો વિશ્વાસઘાત થાય | વહુલીઆ-ઉ ૨.૩૦, ૪.૭૬ વહેળા, જલસ્રોત વંશ ૪.૫ એક વાદ્ય, વાંસળી વાહ્યા ૨.૧૩૨ છેતરાયા વાઉ ૪.૭૨ વાયુ, પવન વિકઇ ૩.૮૪ વિકટ (અથવા વિશેષ કષ્ટ) વાઉલ ૪.૭૨ વંટોળ () દે. વાઉલ વ્યામૃત | વિકરાલ ૩.૬ર વિક્ષુબ્ધ, વ્યાકુળ કરો Page #379 -------------------------------------------------------------------------- ________________ વિકંઠ ૩.૬૮ વૈકુંઠ વિરતિ, વિરતી ૩૫૮, ૪.૬૦ વિરક્તિ, વિમ્બ ૨.૭૭, ૨.૧૦૩ વિષ | વૈરાગ્ય વિગય ૩.૮૫ વિકારજનક ઘી વગેરે ખાદ્ય વિરતી ૩.૭૫ વિરક્ત થયેલી પદાર્થ (સં. વિકૃતિ) વિરમઇ ૧.૬૫ (ભોગમાંથી) અટક્યા, વિરક્ત વિગોચણ ૪:૪૦ વ્યાકુળતા થયા (સં.વિરમતિ) વિગોણઉં ૨.૯૯ વગોવનારું વિરંગ ૪.૧૪ નીરસ, આનંદ વગરનું (સં.) વિગોણઉં ૩.૫૮ પીડા, દુ:ખ વિરાધી ૪.૭૮ વિરાધના કરી, નિયમભંગ વિગોતઉ ૨.૨૧ વ્યાકુળ થતો (સં. વિગુપ્ત) | કર્યો વિચાર જોઈ ૪.૧૯ વિચારી જુઓ વિરૂઇ, વિરૂ, વિરૂઉં ૩.૫૭, ૪.૧૫, ૪.૩૦, વિચિ ૪.૨૩ વચ્ચે ૪.૫૦ વરવો-વ-વું, ખરાબ, અનિષ્ટ, ખોટું વિચિત્ર ૧.૬૬ ભાતભાતના (સંવિરૂ૫) વિચિત્ર(૧) ૨.૧૦ વિવિધ રંગોવાળા, ચિત્રિત વિલખંતઉ ૨.૨૦ ઉદાસ થતો (સંવિલક્-) વિચિત્ર(૨) ૨.૧૦ સુંદર વિલગઇ ૨.૭૮ વળગે સંવિસ્તગુ) વિક્કાહલ ૨.૫૭ વિદ્યા, ફલ-જ્યોતિષ |વિલગ્ન ર.૭૫ –ને વળગેલા, –માં રચ્યાપચ્યા વિડારું ૩.૮૪ નાશ કરું વિલવંતી ૩.૨૫, ૩.૨૭ વિલાપ કરતી વિણાસ ૪૪૧ વિનાશ વિલસઈ ૨.૧૧૬ ભોગ ભોગવે છે વિણાઈ ૪.૩૪ નષ્ટ કરે (સં. વિનાશયતિ) વિલસીનઈ ૧.૬૫ ભોગ ભોગવીને વિતપત્ર ૨.૩૨ પ્રવીણ (સં. વ્યુત્પન્ન) |વિલંબ ૩.૨૫ દૂરતા () વિત્થર, વિત્યાર ૧.૨૧, ૨.૩૪ વિસ્તાર વિલુદ્ધ ૨.૧૫૩ લુબ્ધ થયેલો, મગ્ન થયેલો વિદ્ગમ ૨.૧૧૦ પરવાળાં, એક જાતનાં રત્ન |વિશુદ્ધી ૩.૬૨ –થી લોભાયેલી વિદ્ધા ૧.૮ પરોવ્યા, જડ્યા વિવાહ ૧.૧૦, ૨.૧૦૯ વિવિધ વિનાશ ૩.૪, ૩.૨૦ કલાકૌશલ, ચતુરાઈ વિશની ૨.૭૫ વ્યસની વિનાણ ૩.૨૭ યુક્તિ, ઉપાય વિસના ૨.૭૭ વૈશ્વાનર, અગ્નિ વિનાણ ૪.૨૩ શાસ્ત્રરહસ્ય – ભેદ, વિસત્ર ૨.૧૪૦ લત (સં.વ્યસન) | ક્રિયાકારિત્વ (સંવિજ્ઞાન) વિસહર ૨.૭૭ વિષધર, સાપ વિનાણી ૧.૩૨ ચતુર – કલાકૌશલવાળી સ્ત્રી વિહડઉં ૨.૭૪ અળગી થાઉં (સં. વિઘ) વિત્રાણ ૧.૨૮ વિશેષ જ્ઞાન, સદ્ધોધ વિહંડઇ ૨.૮૫ પતિધર્મનું ખંડન કરે છે, વિજ્ઞાણ ૧.૩૨ આવડત, કૌશલ | ભ્રષ્ટતા આચરે છે. (સંવિઘ) વિમાસણ ૩.૧૮ વિચાર (સંવિમર્શન) વીટલડી ૨.૧૮ વીંટી (સં.વેષ્ટિકા) વિમાસિ ૪.ર૧ વિચારો, જાણો વીણ ૨.૬૮ વેણી, ચોટલો વિમાસી ૩.૩૧ વિચારીને વીનત્તી ૧.૧૭ વિનંતી વિમાસી ૪.૬૭ (વિચાર) રાખીને વીસ વિમાસણ હોઈ ૩.૧૮ વીસ વાર વિચાર વિમાસ્યઉં ૨.૭૨ વિમાસણ | થાય, ખૂબ વિચાર થાય વિરક્તએ ૨.૬૮ વિરાજે, શોભે વીસાસી ૩.૨૧ વિશ્વાસ આપીને ૩૯૨ / સહજસુંદરકત ગુણરત્નાકરછંદ Page #380 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ | ૩૬૩ વેઅણ ૩.૩૮, ૪.૨૭ વેદન, વેદના |સઊ ૪.૭૪ સહુ (સં.સર્વ+ખલુ) વેકર ૩.૬૬ રેતી સકતિ ૧.૧૪ શક્તિ (માતૃસ્વરૂ૫) વેગડ ૩.૩૬ જોરાવર, પ્રતાપી સકુલીણી ૨.૮૯ કુલીન સ્ત્રી વેચઈ ૨.૪, ૪.૫૬ વાપરે, ખર્ચે પ્રા.વેચ્ચ)| સખાઈ ૧.૪૭ સખ્ય, સહાયતા (2) વેનું ૪.૩૨ પ્રહારનું નિશાન (સં.વેધ્ય) સગાંસણીજાં, સગૂંસણીજઉં ૩.૪૨, ૪.૨૮, વેડિ ૨.૭૭ અટવી, જંગલ, વન, રાન (રા.) ૪.૩૯ સગાંસ્નેહી (સં.સ્વકસ્નિ ) પ્રા. વેણિ ૨.૧૧૩. ૨.૧૪૪ ચોટલો સિણિઝઃસ્નેહી). વેધ ૨.૬૧ વીંધાવું તે, આસક્તિ સજાઇ ૨.૨૨ સજાવટ (સંસજ્જતા) વેધ ૨.૭૫, ૩.૭૫, ૪.૭, ૪.૪૦ રસિકતા, સજાલી ૨.૧૦૯ જાળીવાળું રસવૈદધ્ય, આસક્તિ સજીવઉ ૪.૭૫ જીવો (આજ્ઞાર્થ) વેધઈ ૨.૨૮ વધે સજ્જન ૨.૫૯ સ્વજન વેધક ૨.૨૮ વિદગ્ધ. રસિક, ચતુર સતર ભેદ ૩.૮૨ (સંયમગુણના) સત્તર પ્રકાર વેધાલ-લા ૧.૫૧, ૨.૧૦૫ વિદગ્ધ, રસિક સતેજી ૩.૧૦૩ તેજયુક્ત, ચળકતા વેલિ ૪.૭૮ ભરતી સત્થર કિદ્ધઉ ૧.૨૧ પથારી કરી વેશ ૨.૧૧૨ વય (સં. વયસુ) સન્ધિ ર.૭૪ સાથે (સં. સાથે) વેશ ૩.૫૦ (અહીં) સાધુવેશ સદીવ ૧.૩૬ સદેવ, હંમેશાં વેશિ, વેસ, વેસિ ૨.૫૮, ૨.૭૬, ૨.૮૩, સદ્દસય ૨.૧૨ અનેક ધ્વનિવાળું કોઈ ૨.૮૪, ૨.૯૦, ૨.૯૯ વેશ્યા વાજિંત્રનામ (?) (સં. શબ્દશત) વ્યાકર્ણ ૨.૫૭ વ્યાકરણ સ-નેહ ૪.૪૨ સ્નેહયુક્ત વ્યાપતિ ૪:૪૦ વ્યાપ્તિ, ફેલાવો સપનંતરિ ૩.૪૪ સ્વપ્નમાં વાધિ ૨.૮૧ વ્યાધિ, પીડા સપલ્લવ ૨.૫૮ ડાળપાંદડાંવાળી, વિકસિત, શરશવ, શરશિવ ૧.૩૨, ૪.૪૮ સરસવ (સં. ખીલેલી; (અહીં) પ્રેમીઓ – યારોવાળી સર્ષપ) સિપીત ૨.૬૩ સારા પોતવાળું શરા ૨.૯૩ સરવાણી, પ્રવાહ સબદ્ધઉ ૪.૧૮ સુબદ્ધ શાકિણિ ૨.૭૯ ડાકણ સબલ-લા ૨.૧૧૧, ૨.૧૧૨ ઘણું શાલ ૨.૧૦૯ શાળા, ખંડ, ગૃહ સબલ-લા ૨.૧૧૪, ૪.૮૩ મોટીમોટું શિરીલ ૧.૬૫ શ્રીયક (સ્થૂલિભદ્રનો નાનો ભાતી ૨.૧૯ શોભતી ભાઈ) સભાવ ૨.૫૪ સારો ભાવ, સારી લાગણી, શિવસિદ્ધિ ૪.૮૨ મુક્તિપદ - મોક્ષપદની, સ્વભાવ, સહજપણું પ્રાપ્તિ સમઈ ૨.૮૩ સમય શુચીઅ ૧.૩૨ સોય સમકાલિ ૪.૨૫ એ વખતે શ્રવણિ ૨.૫૭ કાને સમકિત ૪.૫૬ સમકિત, સમ્યક્ત, સત્ય સઈજલ .૨૭ પાણીથી ભરપૂર ધર્મતત્ત્વ પરની શ્રદ્ધા સઉ ૩.૩૬ સો (સંશત) સમઝાવઉં ૨.૮૭ સારી રીતે ઠારું (સં. Page #381 -------------------------------------------------------------------------- ________________ સમ્બુ બતે) ધ્વનિવાળું સમરત્વ ૨.૩૪ સમર્થ સહકાર ૨.૧૧૮ આંબો સમરખ ૩.૧૧ મર્મભરેલો, માર્મિક | સહવાસણિ ૩.૮૯ સાથે રહેતી પડોશની સમરાવી ૩.૩૭ સજ્જ કરી, શણગારી સ્ત્રી, અનેકની સાથે વસનારી – રખાત સમાણી ૨.૮ સમાન, સરખેસરખી (સં. સહવાસિની) સમાન ૨.૧૩ સપ્રમાણ સહસઈ ૩.૩૮ સહન કરશે સમાવા ૩.૮૭ શમાવવા સહિગુરુ ૩.૯૨, ૪.૬૧, ૪.૮૪ શુભગુરુ, સમીહિત ૧.ર ઇચ્છિત સદગુરુ સમુદ્ર જુઓ રયણસમુદ્ર સહિજઈ ૧.૫૫ સરળતાથી, સ્વાભાવિક રીતે સયલ ૩.૯૫, ૪.૮૦ સકલ, સઘળાં સહિત ૨.૨૭ સહસ્ત્ર સયા ૨.૧૦૩, ૪.૮૭ સદા સહી ૨.૮, ૨.૧૩૩ સખી, સખીઓ સરઈ ૨.૮૧ અંતે, છેવટે સહી ૨.૫૯, ૩.૧૦૦ જરૂર સરગ ૨.૧૧૦ સ્વર્ગ સહી ૩.૯૧ ખરો, સાચો સરમઉ ૨.૨૮ સુરમો સંગિતિ ૨.૧૨ સંગતમાં, સાથે સરલ ૨.૧૧૩ લાંબો સંઘાત ૨.૧૪૧ સંગાથ, સાથ સરલ ૩.૩૭ વિનયી સંચ ૨.૬૨ યુક્તિ, ગોઠવણ સરસ૬ ૩.૭૧ સાથે. –થી સંચઈ ૨૪ એકઠું કરે સરસસ્તી ૧.૧૭ સરસ્વતીદેવી સંજય ૪.૫૩ વિજયવંત સરસ્સઈ ૧.૩ સરસ્વતીદેવી સંડ ૨.૮૦ સાંઢ (સં. ષડુ) સરા ૪.૨૧ શિરા, નસ સંતાવઈ ૩.૬૯ સંતાપ આપે છે (સં. સંતાપથતિ) સરાખ ૨.૯૩ કોઈ મસાલો (?), ખાદ્ય પદાર્થ સંતોખ ૩.૧૬ સંતોષ આપો સંપત્ત ૨.૧૧૮ સંપત્તિ, સમૃદ્ધિ સરિહિં ૨.૧૧૩ માથામાં સંબલ ૪.૭૫ ભાથું (રા) (સં.ચંબલ) સરી ૧.૪૪ શ્રી, શોભા (2) સંબંધ ૩.૭૯ વૃત્તાન્ત (સં.) સરીખ ૨.૨૩ સરખેસરખા (સં. સદક્ષ) સંભલવા ૩.૧ સાંભળવા સરીખ્યઉ ૨.૭૨ –ને યોગ્ય | સંભલિ ૨.૧ સંભાળ લે સરેખ ૨.૧૪ર સુંદર સંભલિ ૨.૭૮ સાંભળી સરેહ ૪.૩૫ સ્પષ્ટગણે, નિશ્ચિતપણે, સારી સંભલિ ૨.૩૧, ૩.૧૩, ૪.૩૭ સાંભળીને રીતે (?) (ફા સરીહસ્પષ્ટ, સાફ, વ્યક્ત) | સંભારઈ ૪.૩૦ યાદ કરાવે છે સલખાલઈ ૪.૪૪ (નાક) છીકે સંભારિન) ૪.૫૧ સંભારને, યાદ કરને સવાદી ૨.૩૫ સ્વાદ - રસ લેનાર, ભોગવનાર સંયમમય ૪.૮૦ સંયમગજ, સંયમ રૂપી હાથી સવિ ૨.૧૫ સર્વ સંવર ૧.૩૦ જેનાથી નવાં કર્મો આવતાં સવિહુ ૨.૧ સર્વ કોઈ (સં. સર્વ ખલુ) | રોકાય તે સસબદ ૨.૧૨ ધ્વનિયુક્ત, સુશબ્દ, સુંદર | સંસા ૪.૮૨ સંશયો ૩૬૪ / સહજસુંદરકત ગુણરત્નાકરછંદ Page #382 -------------------------------------------------------------------------- ________________ સંસાલઇ ૨.૧૬, ૨.૨૩ પંપાળે સાંહામિણિ ૪.૬૦ સ્વામિની સાચ ૨.૭૯ શપથ, કોલ (સં.સત્ય) સાંહારૂં ૨.૫૪ સામું, બદલામાં, ઊલટાનું સિઉં ૨.૬૩ વડે સાજણ ૩.૨૯ સ્વજનો સાટઇ, સાટિ ૨.૮૬, ૩.૩૮ –ને કારણે, સિગડાલ ૨.૧૧૩, ૩.૮૭ શકટાલ (મંત્રી) સિરિ ૧.૨૮, ૨.૮૩, ૨.૧૪૪, ૨.૧૫૦, ૪૫૩ માથે –ના બદલામાં સાઢી, સાઢીઅ ૨.૧૦૮, ૨.૧૦૯, ૩.૪૫ સાર્ધ, અર્ધસહિત, સાડી (બાર) (સં. સ+અર્ધ) સિરીઇ ૩.૧૩ શ્રીયકે સાતે ધાતð ૪.૫૬ સાતે ધાતુએ, શરીરની સિરીઉ ૨.૩૪, ૩.૧૨ શ્રીયક (સ્થૂલિભદ્રનો નાનો ભાઈ) સાત મૂળભૂત ધાતુઓમાં, સંપૂર્ણપણે સાથો ૨,૧૨૭, ૩.૭૪ પથારી (સં. સસ્તર) સાદ કરઇ ૩.૧૫ બોલાવે સાધારિણ ૩.૭૫ વેશ્યા સાધ્યા ૨.૧૧૧ લગાડ્યા સામિનિ ૧.૬ સ્વામિની, અધિષ્ઠાત્રી દેવી સાયર ૨.૧૦૧, ૩.૪૦, ૪.૭૮, સાગર શબ્દકોશ / ૩૬૫ સીઆલઉ ૨.૧૪૨ શિયાળો (સં. શીતકાલ) સીકિર ૧.૨૮ ધજાવાળું છત્ર (સં. શ્રીકર) સીત ૪.૩૫ શીતળ (સં.શીત) સીધઉ ૧.૩૩ સિદ્ધ થયું, પાર પડ્યું સીમંત ૨.૧૧૩ સેંથો (સં.) ૪.૮૪સીયલ ૪.૭૨ શીતલ સીલ ૪.૬૫ શીલ સાર ૧.૬, ૩.૭૬ સહાય, મદદ સીલરયણ ૪.૫૫ શીલરૂપી રત્ન સાર ૨.૯૨, ૨.૧૧૦, ૨૧૧૫, ૨.૧૩૦, સીલાંગ ૧.૨૯ શીલના અંગરૂપ ૨.૧૪૨, ૩૪, ૩.૭, ૩.૯૭ ઉત્તમ સીસ ૧.૩૫, ૩.૯૨ શિષ્ય સાર ૩.૮૭ સંભાળ સાર ૨.૩૪ સારતત્ત્વ સીસ ૨.૧૬૦, ૩.૧૯ મસ્તક (સં.શીર્ષ) સીહ ૪.૧૦, ૪.૭૯ સિંહ સુ ૨.૯૯, ૨.૧૫૯ તે સાર૬માય ૧.૧૦ શારદામાતા સાલ ૨.૬૧, ૩.૨૪, ૩.૪૪, ૩.૪૫, ૪.૮૧ શલ્ય, ડંખ, ખટક સાલ ૩.૨૪, ૩.૭૮, ૪.૨ ખૂંચે છે સાલિ ૩.૬૬ ડાંગર, ચોખા સાલી ૨.૩૦ ખટકી, ડંખી સાવ ૨.૧૩ સર્વ, સંપૂર્ણ સાસ ૩,૯૪ શ્વાસ સાહઇ ૨.૨૨ ૨ાખે સાહામઉ ૩.૨૯ સામો સાહિ ૪.૩૨ પકડે સાંધી ૨.૧૪૫ નિશાન તાકવા જોડી. (સં.|સુગુણાં ૨૧૦૬ સુંદર ગુણોવાળાં સં+ધા) સુગેહ ૨.૧૪૩ સુંદર નિવાસસ્થાન (સં.) ૪.૨,| સુ-ઉન્નત ૨.૧૧૩ ઊંચે રહેલો | સુકબહુત્તરી ૨.૫૭ સૂડાબોતેરી (એક વાર્તાગ્રંથ) સુકમાલ-લા ૧.૬, ૧૫૧, ૧.૬૧ સુકુમાર, સુકોમળ | સુકલધ્યાન ૧.૧૦ શુક્લ ધ્યાન, ધ્યાનનો એક પ્રકાર, શુદ્ધ આત્મસ્વરૂપનું ધ્યાન સુકોક ૨.૧૨૩ સુંદર કામશાસ્ત્ર (અનુસારનાં) સુખડી ૨.૨૨ મીઠાઇ સુખાસણ ૨.૧૨૩, ૩.૩૦ આરામદાયક આસન Page #383 -------------------------------------------------------------------------- ________________ સુઘોલ ૨.૧૨૪ સુઘટ્ટ, સારી રીતે ઘોળેલા / તેવું આસન સુચંગ ૨.૯૪ સુંદર સુહાસણિ ૨.૮ સૌભાગ્યવતી સ્ત્રી, સુવાસિની સુજલાદિ ૨.૧૨૪ સુંદર જપાકુસુમ; જુઓ ૨.૯૬ સહિત, સાથે જબાદી (ત્યાં અર્થ જુદો). સુહણાઈ ૧.૫૭ સ્વપ્નમાં સુજસ ૧.૧૩ સુયશ સિંહાલા-લી ૧.૫૫, ૨.૧૦૯ સુંવાળા-ળી, મૃદુ સુજાણ ૧.૬૫ સમજદાર, ડાહ્યો (સં. સુ+જ્ઞાન) | (સં. સુકુમાર) સુણિજઈ ૧.૧૨૬ સંભળાય સૂઅણ ૨.૭૬ સુજન સુણિયો ૩.૭૯, ૪.૧ સાંભળજો સૂકડિ ૨.૧૨૫ સુખડ (સં.શુષ્ક) સુણી) ૪.૮૭ સંભળાય છે સૂડી ૨.૧૪૯ પોપટી, માદા પોપટ (સં. શુક) સુણીજઇ ૪.૭૩ સંભળાય સૂધ, સૂધઉ, સૂધાં, સૂધી ૧.૩૩, ૩.૮૨, સુદ્ધ ૧.૨૯ શુદ્ધિ ૪.૫૯, ૪.૬૦, ૪.૮૨ શુદ્ધ, નિર્મલ સુનેત્ર ૩.૩૭ લગામ નાખેલા (નેત્ર=નેતરું; સૂધઉ ૨.૧૫૩ સરસ, પૂરેપૂરું અહીં લગામ) (સં.નેત્ર) સૂધવટઇ-૧.૨૩, ૪.૬૧ શુદ્ધપણે, યોગ્ય સુભદ્ર ૪.૮૪ સુભદ્ર, કલ્યાણ આ રીતે, સારી રીતે સુભેરિ ૨.૧૨૬ સુંદર ભેરી સૂધીએ ૨.૭૯ પૂરેપૂરી, પૂરી સુરતિવલ્લભ ૨.૫૬ કામદેવ સૂર ૧.૪૮, ૨.૬૪, ૪.૭૯ શૂર, શૂરો સુરરિદ્ધઈ ૪.૮૨ દેવની રિદ્ધિ સૂર ૨.૮૩, ૨.૧૦૨, ૩.૬, ૪.૧૩ સૂર્ય સુરંગ ૪.૩૫ રંગરાગભય સૂરી ૪.૬૧ સાધુએ સુરંગું ૨.૧૭ આનંદોત્સવ સૂવિ ૩.૮૦ સૌભાગ્વતી સ્ત્રી (સં. સુધવા) સુરિંદ ૧.૬૩ સુરેન્દ્ર, દેવેન્દ્ર, ઈન્દ્ર સિજ, સેજિ ૨.૧૨૭, ૩.૬ર શય્યા, પથારી સુવલ ૨.૧૧ ઘણાં વાદળવાળું સિત ૧.૧૦ શ્વેત સુવિત્થર ૨.૧૨૭ ઘણા વિસ્તારવાળું, સોઈ ૧.૧૪, ૨.૩૧, ૨.૫૭, ૨.૮૧, ૨.૮૪, સુવિસ્તીર્ણ ૪.૪૩ તે, તે જ (સં. સ: અપિ) સુવેધ ૨.૧૫૭ વિદગ્ધતાભરેલું સોએજિ ૪.૩૪ એને જ સુવત્ર ૨.૬૭ સોનાનું સોભાગી ૨.૩૬ સૌભાગ્યવંત સુસર ૨.૧૨ મીઠા સ્વરવાળું, મધુર સિવિન, સોવિત્ર ૧.૪૯, ૨.૧૮, ૨.૬૬, સુહ ૧.૩, ૧.૨૮ શુભ ૨.૧૦૯, ૨.૧૧૧, ૨.૧૪૪, ૩૬૬ સોનાનુંસુહસ્થી ૧.૩૫ સુહસ્તી – સ્થૂલિભદ્રના એક ! ની, સુવર્ણ (સં.સૌવર્ણ પટ્ટધર સોસ ૪.૨૪ સુકાઈ જવું તે, ક્ષીણ થવું તે, સુહવાસ ૪.૨૩ સુખભર્યો વાસ | વેદના (સં. શોષ) સુહાવઈ ૧.૪૧, ૩.૬૬, ૩.૬૯ સુખ આપે, સિોસઉ ૨.૨૨ અફસોસ, ખેદ સોહ ૨.૧૨૧ શોભા સુહાવઈ ૨.૨૧ સજાવે સિહ ચડઇ .૨૮ શોભા થાય, શોભા વધે સુહાસણ ૨.૧૨૩ સુખાસન, સુખે બેસી શકાય |સોહ ચડાવવું ૩.૮૮ શોભા વધારું ૩૬૯ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ ગમે - Page #384 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ / ૩૬૭ સોહઈ ૨.૧૩૧ શોભે (સં. શોભતે) હાસઉ ૩.૧૦૨ હાંસી, હાસ્ય સોહિલઉં, સોહેલું ૨.૯૧, ૨.૧૩૩ સોહ્યલું, હિતશિખ્યા ૪૭૬ હિતશિક્ષા સરળ, સુખકર (સં.સુખ- પરથી) હિવ ૨.૩, ૩.૧૫ હવે ચલ, સ્વઉં ૧.૩૮, ૩.૮૯ શો, શું (સં. હિંસએ ૧.૨૮ ઘૂઘવે (સંહિષતિ) કીદશકમ્) હીઅડઈ, હઇ, ૨.૨૦, ૩.૨, ૪.૫૮ હૃદયમાં સ્યઉં ર.૩૩, ૨.૭૯, ૨.૮૩, ૨.૧૦૦, હીરાગલ ૨.૧૭ એક વસ્ત્રપ્રકાર ૨.૧૪૦, ૩.૨૭, ૩.૬૩, ૪.૧૩ સાથે (સં. હીંસઈ ર.૧૧૦, ૩૪૧ હર્ષ પામે, આનંદ સમમ્) સ્યઉં ૨.૬૫, ૪.૩૩ –થી, વડે હસંત .૨૦ હર્ષ પામતો હઈ ૨.૮૩ હોય (સં. ભવતિ) હીંસારવ ૨.૩૭ હણહણાટ (સંહિષારવ) હઈઈ, હઈડઇ ૩.૧૭, ૩.૨૭, ૩.પ૪, ૪.૮૦ હુઈ ૪.૧૮, ૪.૨૨ ૪૪૩ હોય, થાય (સં. હૈયામાં (સંહૃદય). ભવતિ) હથિ ૨.૬૯ હાથ ઉપર હિંચઇ ૧.૬૫, ૧,૬૭, ૨.૬૦ થશે હરખભરે ૨.૨૩ હર્ષભેર, હર્ષપૂર્વક હૂઉ ૩.૩, ૩.૭૯ થયો હરગણું ૩.૧ ઉત્સુક થયું હિલિ ૧.૧૦ સહજપણે, સરલતાથી હરસ ૪.૮૫ હર્ષ હલિ ૧.૬૨, ૩.૯૨ તત્કાળ, સત્વરે હરિશંખી ૨.૨૭ હરિણાક્ષી હિલો ૩.૯૧ તરત જ હરી ૨.૧૨૧ હરિયાળું, લીલું (સંહરિત) હવ ૨.૬૧ હવે હલ જુઓ વિક્સાહલ હિઅડઈ ૨.૮૪ હૃદયમાં હસવું ૨.૬૧ હસવું તે, હાસ્ય હોઇચઈ ૧.૬૬ થશે (સં. ભવિષ્યતિ) હસ્તમુખઉ ૨.૧૯ હસતા મુખવાળો હિસ્ય) ૩.૩૦, ૪૩ હશે, થશે, ઠરશે (સં. હાથસાંકલાં ૨.૧૮ હાથનું એક આભૂષણ | ભવિષ્યતિ) Page #385 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ : ગુણરત્નાકરછંદની ‘૪ થી ૪ સુધીની હસ્તપ્રતોમાં નિર્દિષ્ટ છંદોની યાદી [અહીં રજૂ કરેલા કોઠામાં, પહેલા ખાનામાં કૃતિના અધિકાર અને કડીક્રમાંક (૪ પ્રતના), બીજા ખાનામાં પ્રતઓળખ અને ત્રીજા (છેલ્લા) ખાનામાં છંદનામ દર્શાવ્યાં છે. થી ૪ સુધીની હસ્તપ્રતોમાં જે-જે કડી આગળ છંદનામ-નિર્દેશ થયો છે એનો અર્થ એમ સમજવાનો નથી કે માત્ર તે-તે કડી જ એ છંદમાં પ્રયોજાઈ છે. ઘણુંખરું છંદનામનિર્દિષ્ટ કડી પછીની કડી કે કડીઓ પણ એ જ છંદમાં છે એમ અભિપ્રેત ગણવાનું છે. દા.ત. વરુ પ્રતમાં ૨.૬૮ કડી આગળ વૃદ્ધ રાચ છંદનો નિર્દેશ છે. પણ પછીની ૨.૬૯થી ૨.૭૧ કડીઓ પણ એ જ છંદમાં પ્રયોજાયેલી છે. છતાં એક છંદનિર્દેશ પછી બીજો છંદનિર્દેશ આવે ત્યાં સુધીની બધી કડીઓમાં બધે જ એમ થયું છે એવું પણ સમજવાનું નથી દા.ત. ૪ પ્રતમાં ૨.૯૯મી કડી આગળ હાટકી છંદનો નિર્દેશ છે. પણ પછીની ૨.૧00થી ૨.૧૦૪ કડીઓ હાટકી છંદમાં નથી. શ્લોક, ચાલિ, કલશ – એવી જે સંજ્ઞાઓ છે એ છંદનામનો નહીં પણ જુદો નિર્દેશ કરનારી છે. “શ્લોક કડી સંસ્કૃત ભાષામાં હોવાનો, ચાલિ' કડી કોઈ ચોક્કસ છંદની ચાલમાં ગવાતી હોવાનો, ‘કલશ'એ અધિકારને અંતે આવતી ઘણુંખરું છપ્પય છંદમાં પ્રયુક્ત કડીનો નિર્દેશ કરે છે.) પ્રતના અધિકાર અને કડી-ક્રમાંક ૧૧ પ્રથમ આર્યા ૧.૬ બેઅક્ષરી આય અડયલ પ્રત છંદ 101 8 p છંદ [ P ૧.૧૦ રેડકી घ, झ " ચાલિ ચાલ રેણુકી ભમરાઉલિ છંદ 6' 0 ૩૬૮ / સહક સુંદરકૂત ગુણરત્નાકરછંદ Page #386 -------------------------------------------------------------------------- ________________ ૧.૧૪ ઘ, S ૨, છે ૧.૧૫ , ૨ પરિશિષ્ટ / ૩૬૯ છપ્પય, ક્લશ ક્લિશ કવિત પપદ કવિત્ત શ્લોક આર્યા આજ આય ગાથા બેઅક્ષરી આય અડયલ્લા દ્વિપદી ગ, ૩ , g ૧.૧૬ ૧.૧૮ क ૧.૧૯ क ઇ, ૨ ૧.૨૧ જયલ ૧.૨૭. સારસી વર, ગ, ૩ - દ, ૪ ચાલી. પાહડ ૩, ૮, ૩ છંદ ૧૩૧ છપ્પય ક્લશ છે. ૩. ટ च, छ ૧.૩૩ ક્યી છે, થી ષટ્રપદ કવિત્વકવિત્ત દૂહા દુગ્ધઘટા મડયલ્સ ડઅલ અડયલ ૧.૪૦ ૪, ગ, રૂ. ૩ ઇ, ૨, ૪, ૫ ર कधी छ, झी ठ છંદ ૧.૬૦ દૂહા દુગ્ધઘટા છપ્પય ષટ્રપદ ૧.૬૮ Page #387 -------------------------------------------------------------------------- ________________ g, s, ટ ક્લિશ ક્લશ ષપદ: કવિત્ત ક્લશ . 8 કવિત્વ ૨.૧ A B ! બેઅક્ષરી આર્યા અડઅલ્લ ત્રિભંગી ૨.૧૨ क, गज ચાલિ ૨, ૪, ૮ છંદ ૨.૧૩ આય અડયલ્સ, ૨.૨૦ દૂહા લીલાવતી ચાલિ હાટકી લીલાવલી છંદ, ૨. ૨૪ ી ૪ ૨.૨૭ છે. ટ. ૩ ૪ ૨.૩૦ • A ઇ. છ B લીલાવતી ચાલિ છંદ ત્રિભંગી આર્યા અડયલ્સ છંદ છંદેસી દૂહા દૂહા પપદ કવિ/કવિત્ત છપયુ E ૨.૪૪ ૨.૫૬ की ठ ૨, ૪, ૫, ૬, ૩ ઇ, ૮ ૩૭૦ | સહજસુંદરકત ગુણરત્નાકરછંદ Page #388 -------------------------------------------------------------------------- ________________ ૨. પ૭ ૨.૬૨ , ઘ, , ૪, ૩, ૪, ૮, ૩ ૨.૬૮ ગ, ૨, ૩ ૨.૭૨ $, ૪, ૫ ટ, ૩ ગ, ૨, घ ૩, ૩ | ૨.૭૮ પરિશિષ્ટ I ૩૭૧ કવિત્ત દૂહા વૃદ્ધનારાચ નારાચ ચાબખી છંદ ચાલિ ચાલિ ગગનગતિ છંદ ષટ્રપદ કવિતા કવિત્વ આર્યા અડયલ છંદ લીલાવતી ચાલિ દેસી છંદ ષટ્રપય કવિતા/કવિ/કવિત્વ દૂહા આઈ અડયલ્સ છંદ પાધડી | પદ્ધડી હનુમંત પદ્ધડી છંદ ભાષા ઇ, ૨ ' ૨.૭૯ ૨.૮૩ , ગ, ટ ૨ | | ઠં ૨.૮૬ ૨ ૯૨ [ , ગ / ૪, ૩, ૨.૯૮ ૪. ગરી ૩ દૂહઉ - હાટકી ૨.૯૯ घ, छ ચાલિ છંદ ભાષા લીલાવતી Page #389 -------------------------------------------------------------------------- ________________ ૨.૧૦૦ ભ ૨.૧૦૨ અડયલ્સ આય ચાલિ તોટક છંદ છંદાંસિ દૂહા આર્યા અડયલ કાક્ષરી મયલ દૂહઉ , ગ, ઘ, ચ, ઝ, , ૮, ૩| ૨.૧૦પ ૨.૧૦૭ छ, ज ૨.૧૦૮ ૨,૧૦૯ રેડકી ૨, , , ઇ, ૨ ૩, ૮, ૩ ૨, ૨૦, ગ, જરી ૨.૧૧૩ ૩ | ૨.૧૧૬ ૨, ટ , જ ઇ, ૩ ૩, ૩ ૨.૧૧૮ ચાલિ છંદ ષટ્રપદ કવિત આય અડયલ ચુઆખાક્ષરી છંદ મડયલ ગગનગતિ સારસી ગગનગતિ ગમનગતિ ગગનિ આર્યા અડયલ્સ દૂહઉ/દુહા રેડકી ચાલિ રૂડિલા છંદ ર, ગ, ઘ, ૩, ૪, ૩| ૨.૧૧૯ a | થી ૨.૧૩૦ ૨.૧૩૧ ગ, ૮, ૩ ग, ज क, ૩૭૨ / સહજસુંદકૃત ગુણરત્નાકરછંદ Page #390 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ / ૩૭૩ ૨.૧૩૨ g, આર્યા અડયલ્સ હાટકી ચાલિ ૨.૧૪૨ ૪, ગ, ઘ, 8, 9 છંદ ૨.૧૪૬ ૨.૧૫૮ ૨.૧૬૦ ૩.૧ ૩.૬ ૩.૮ ૩.૧૫ ૩.૧૮ ૩.૨૪ , , ૪ આય અડયલ્સ ૨, ૫, ૬, ૩, , ૪ ભુજંગપ્રયાત ૨૦/ /s/s | ભુજંગપ્રિઆ/ ભુજંગપ્રિયાતિ, ભુજંગપ્રિયાત / ભુગપ્રયાતિ $, ગ, ઘ, ૨, ૩, ૪, ૮ કલશ ષટ્રપદ ૨, , ૬, ૭, ૩, ૯ દૂહા, ૪, ૫, 3, 4 મડયલ ર૩, ૪, , ગ, ટ અડઅલ/અડયલ की झ,ठ દૂહા હાટકી ી ૩ ી ૪ કી ૪ વરી , વધી ૪ આર્યા અડયલ દેસી દૂહા જ, ગ, ઘ, ૨, ૩, ૪, ૮ క్షల આર્યા અડયલ ચાલિ. દૂઆક્ષરી ૨, ૨, ૪, ૫ ગ ભાષા હાટકી ૩.૩૧ હાટકી ૩.૩૬ ૩.૩૯ : ૩.૪૦ ૩.૪૧ ૩.૪૩ હાટકી Page #391 -------------------------------------------------------------------------- ________________ ઝ ૩, ૪, ૮ ચાલિ છંદ આય ૩.૪૫ અડયલ્સ છંદ ૩.૫૪ દૂહા મંડલિ ૩.૬૨ હઅલ મલ્લ ગ, ૪, ૩ ઇ, , ૪, ૮, ૪ અડયલ્સ ૩.૬૮ ૩.૮૪ ૨૩, ૫, ૬, ૮, ૩ ૩.૮૫ * ૩.૮૭. 10 . ૩ ગ, ૩, ૪ ૩.૮૯ અડયલ હાટકી ચાલિ છંદ આર્યા અડયલ્સ બિયાખરી હાટકી છંદ ચાલિ આર્યા અડયલ પદ્ધડી/પાધડી/પધડી છંદ આર્યા અડયલ, છંદ દૂહઉ છંદ આય અડયલ્લા ૩.૯૪ ,,/૨વન,ફાગઢ ૩, ૧૦૦ क ૩.૧૦૪ ૨, ગ, ઘ, , રૂ, ૮, ૩ ૪.૧ घ, च ૩૭૪ / સહસુંદરકત ગુણરત્નાકરછંદ Page #392 -------------------------------------------------------------------------- ________________ ૪.૫ ૪.૭ ૪.૮ ૪.૨૯ ૪.૩૭ પરિશિષ્ટ / ૩૭પ લીલાવતી ચાલિ च, छ અડયલ મડયલ #,રવ,,ઘ,છ,ફ, રસાઉલઉ/રસાલુ , ૮ રસાયેલી/રસાલો કરવ,૫,૬,૭,૩૮, દૂહા દુગ્ધઘટા ૨, ૨, ૩ હાટકી ગ, ૪, ૩, ૪ છંદ ચાલિ. ી ૪ દૂહા , , ગ, , ૩ મડયલ ર૩, મડલિ ૨, ૪, ૮ અડયલ / રવ, ઘ / ગન, મુત્તાદામ/મુત્તીયદામ/મુત્તાઈદામ ૨, | | ૪, ૩ મોતીદામ/મરીયાદા/મુક્તાદામ મોતિયદામ ટી ૪ આર્યા અડયલ્સ છંદ ૪િ,,૫,૭,૩,૪,૩ કલ/ક્લશ ષટ્રપદ ૪.૫૬ ૪.૭૧ ૪૭પ હાટકી ૪.૮૫ : ૪.૮૭ Page #393 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભસૂચિ [શોધનિબંધ માટે ઉપયોગમાં લીધેલા મહત્ત્વના ગ્રંથો અને લેખોની આ સૂચિ છે.] અદ્યયાવત્ અપ્રસિદ્ધ કવિ હલરાજકૃત યૂલિભદ્ર ફાગુ – એક પરિચય', લે. અને સં. | ડૉ. કનુભાઈ શેઠ, “સ્વાધ્યાય', એપ્રિલ ૧૯૭૧ ઉદય-અર્ચના, સં. કાન્તિભાઈ બી. શાહ, વિનોદચંદ્ર ર. શાહ, કીર્તિદા ૨. જોશી, પ્રકા. શ્રી ઉદયરત્નજી શંખેશ્વર તીર્થયાત્રા સ્મૃતિસંઘ, અમદાવાદ – ૭, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૯ ઉપક્રમ, લે. જયતે કોઠારી, પ્રકા. શબ્દમંગલ, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૯ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભા. ૫ ગૂર્જરાનુવાદ), અનુ. પં. શ્રી વિશાલવિજયજી ગણિવર્ય વિરાટ), પ્રકા. વિરાટ પ્રકાશન મંદિર, મુંબઈ - ૪, ૧૯૭૪ ઉપદેશમાલા (ભાષાંતર), પ્રકા. શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર, ૧૯૧૦ કવિ લાવણ્યસમયની લઘુ કાવ્યકૃતિઓ, સં. ડૉ. શિવલાલ જેસલપુરા, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૯ કવિ સહજસુંદરની રાસકૃતિઓ, સં. વૅ. નિરંજના વોરા, પ્રકા. પ્રાકૃત વિદ્યામંડળ, અમદાવાદ – ૮, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૯ ગુજરાતી સાહિત્ય (ભાગ પહેલો) (મધ્યકાલીન), લે. અનંતરાય રાવળ, પ્રકા. મેકિમલન અને કંપની લિ., મુંબઈ, ૧૯૫૪ ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૧, મુખ્ય સં. જયંત કોઠારી, જયંત ગાડીત, પ્રકા. ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૯ ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો (પદ્યવિભાગ), લે. ડૉ. મંજુલાલ મજમુદાર, પ્રકા. આચાર્ય બુક ડેપો, વડોદરા, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૪ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ ૧-૨, સં. ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ, યશવન્ત શુક્લ, પ્રકા. ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ ૧૯૭૩, ૧૯૭૬ ચારણો અને ચારણી સાહિત્ય, લે. ઝવેરચંદ મેઘાણી, પ્રકા. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, પ્રથમ આવૃત્તિ, ૧૯૪૩ ચૈત્યવંદન સ્તુતિ-સ્તવનાદિ સંગ્રહ ભા.૩, પ્રકા. શા. શિવનાથ લંબાજી, પૂના, ૧૯૨૪ છંદતત્ત્વપ્રકાશ, લે. ડૉ. રમણીકલાલ છે. મારુ, પ્રકા. પોતે, પ્રથમ આવૃત્તિ, ૧૯૯૪ છંદમીમાંસા, લે. ડૉ. રમણીકલાલ છ. મારુ, પ્રકા. પોતે, પ્રથમ આવૃત્તિ, ૧૯૯૧ છંદોની દુનિયામાં, લે. ડૉ. રમણીકલાલ છે. મારુ, પ્ર. પોતે, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૮ છંદોવિચાર, લે. ડો. રમણીકલાલ છ. મારુ, પ્ર. પોતે, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૭ છંદોવિમર્શ, લે. ડૉ. રમણીકલાલ છે. મારુ, પ્ર. પોતે, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૫ જિનપસૂરિકૃત શ્રી સ્થૂલિભદ્ર ફાગુ, સં. ડૉ. હરિવલ્લભ ભાયાણી, ફાર્બસ ત્રૈમાસિક, એપ્રિલ-સપ્ટે. ૧૯૫૪ (શ્રી જિનેન્દ્ર ભક્તિ પ્રકાશ (સ્તવનાદિ સંગ્રહ), પ્રકા. માસ્તર હરખચંદ કપુરચંદ, મુંબઈ, ૩૭૬ / સહજસુંદકૃત ગુણરત્નાકરછંદ Page #394 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભસૂચિ / ૩૭૭ બીજી આવૃત્તિ, ૧૯૩૮ જૈન ગૂર્જર કવિઓ ભાગ ૧થી ૭, સંગ્રાહક અને સંપ્રયોજક મોહનલાલ દલીચંદ દેશાઈ, સંશોધિત-સંવર્ધિત બીજી આવૃત્તિના સંપાદક જયંત કોઠારી, પ્રકા. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, બીજી સંશોધિત આવૃત્તિ, (અનુક્રમે) ૧૯૮૬, ૧૯૮૭, ૧૯૮૭, ૧૯૮૮, ૧૯૮૮, ૧૯૮૯, ૧૯૯૧ જૈન ગૂર્જર કવિઓ ભા. ૩ ખંડ ૨, સંગ્રાહક અને સંપ્રયોજક મોહનલાલ દલીચંદ દેશાઈ, પ્રકા. શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ, મુંબઈ, પ્રથમ આવૃત્તિ, ૧૯૪૪ જૈન ધર્મ પરિચય ભા.૧-૨, લે. ધીરજલાલ ટોકરશી શાહ, પ્રકા. વનેચંદભાઈ અવિચલ મહેતા, પહેલી આવૃત્તિ, સં.૨૦૧૪, સં.૨૦૧૮ જૈન સઝાયસંગ્રહ, પ્રકા. સારાભાઈ નવાબ, પ્રથમ આવૃત્તિ, ૧૯૪૦ જૈન સાહિત્ય સમારોહ ગુચ્છ-૪, સં. રમણલાલ ચી. શાહ, પ્રકા. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, પ્રથમ આવૃત્તિ, ૧૯૯૫ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, લે. મોહનલાલ દલીચંદ દેશાઈ, પ્રકા. શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ, મુંબઈ, પ્રથમ આવૃત્તિ, ૧૯૩૩ જૈનાચાર્ય શ્રી આત્માનંદ શતાબ્દી સ્મારક ગ્રંથ, સં. મોહનલાલ દલીચંદ દેશાઈ, પ્રકા. જૈનાચાર્ય શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક સમિતિ, મુંબઈ, ૧૯૩૬ નેમિરંગરત્નાકરછંદ (કવિ લાવણ્યસમયરચિત), સં. ડો. શિવલાલ જેસલપુરા, પ્રકા. લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૫ (શ્રી) પંચ પ્રતિક્રમણ સૂત્રાર્થ, પ્રકા. માસ્તર ઉમેદચંદ રાયચંદ, અમદાવાદ, સં. ૧૯૯૫ પંડિત વીરવિજયજી અપ્રગટ શોધનિબંધ), લે. ડૉ. કવિનું શાહ પંડિત શ્રી વીરવિજયજીનું જન્મચરિત્ર, લે. મૌક્તિક (મોતીચંદ ગિરધરલાલ કાપડિયા), પ્રકા. પંડિત શ્રી વીરવિજયજી જૈન ઉપાશ્રય, અમદાવાદ, બીજી આવૃત્તિ, ૧૯૯૫ પંદરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્ય, સં. રા. બ. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ, પ્રકા. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી હીરાલાલ ત્રિ. પારેખ, ૧૯૨૭ પ્રાચીન ગુર્જર કાવ્યસંચય, સં. ડો. હરિવલ્લભ ભાયાણી, શ્રી અગરચંદ નાહટા, પ્રકા. લા. દ, ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ, ૧૯૭૫ (શ્રી) પ્રાચીન છંદ સંગ્રહ, પ્રયોજક મુનિરાજ શ્રી વિદ્યાનંદવિજયજી મહારાજ, પ્રકા. કીકાભટ્ટની પોળ જૈન ઉપાશ્રયના કાર્યવાહકો, અમદાવાદ, સં.૨૦૦૨ પ્રાચીન ફાગુ સંગ્રહ, સં. ભોગીલાલ સાંડેસરા, સોમાભાઈ ધૂ. પારેખ, પ્રકા. મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા, બીજી આવૃત્તિ, ૧૯૬૦ પ્રાચીન સઝાય તથા પદસંગ્રહ : ૧, પ્રકા. માસ્તર હિરાલાલ રણછોડભાઈ, સં.૧૯૯૬ બારમાસા સંગ્રહ ખંડ ૧, સંશોધક-સંપાદક ડૉ. શિવલાલ જેસલપુરા, પ્રકા. નરેન્દ્ર જેસલપુરા, અમદાવાદ-૭, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૪ ભરતેશ્વર બાહુબલિ વૃત્તિ ભા.૧-૨ (ભાષાંતર), અનુ. શાહ મોતીચંદ ઓધવજી, પ્રકા. Page #395 -------------------------------------------------------------------------- ________________ શાહ અમૃતલાલ ઓધવજી પૂર્વપ્રકાશક જૈન વિદ્યાશાળા, અમદાવાદની મંજૂરીથી), ૧૯૩૮ મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય, સં. જયંત કોઠારી, કાન્તિભાઈ બી. શાહ, પ્રકા. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, પ્રથમ આવૃત્તિ, ૧૯૯૩ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનોનું પ્રદાન, લે. જયંત કોઠારી, પ્રકા. શબ્દમંગલ, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૫ (શ્રી) માણિભદ્રાદિકોના છંદોનો પુસ્તક, પ્રકા. નિર્ણયસાગર પ્રેસ, સં.૧૯૪૦ યોગશાસ્ત્રનો ગૂર્જરાનુવાદ, અનુ. આચાર્યશ્રી હેમસાગરસૂરિ રાજસ્થાની સાહિત્યના ઇતિહાસની રૂપરેખા, લે. હીરાલાલ માહેશ્વરી, અનુ. ઉપેન્દ્ર પંડ્યા, પ્રકા. સાહિત્ય અકાદમી, દિલ્હી, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૪ વિનયચંદ્ર-કૃતિકુસુમાંજલિ, સં. ભંવરચંદ નાહટા, બિકાનેર, સં.૨૦૧૮ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા, સં. જયંત કોઠારી, કાન્તિભાઈ બી. શાહ, પ્રકા. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, પ્રથમ આવૃત્તિ, ૧૯૯૨ (શ્રી) શીલોપદેશમાલા (ભાષાંતર), પ્રકા. શ્રી જૈન વિદ્યાશાલા, અમદાવાદ, ૧૯૦૦ સઝાયમાલા, પ્રકા. લલ્લુભાઈ કરમચંદ, સં.૧૯૨૧ સજઝાયમાલા ભા.૧-૨, સં. બાઈ જાસુદ, ૧૯૨૧ સક્ઝાયમાળા, પ્રકા. પં. મફતલાલ ઝવેરચંદ, અમદાવાદ, ૧૯૩૯ સઝાયમાલા-૧, સં. ભીમસિંહ માણેક, મુંબઈ, ૧૯૮૨ સમયસુંદર-કૃતિ-કુસુમાંજલિ, સં. અગરચંદ નાહટા અને ભંવરલાલ નાહટા, ૧૯૬૧ સ્થૂલિભદ્ર નવરસ (જૈન કવિ ઉદયરત્ન વિરચિત), સં. જશભાઈ કા. પટેલ, ચારુતર પ્રકાશન સં.૨૦૭ (શ્રી) સ્થૂલિભદ્રજીની શિયળવેલી, લે. પં. શ્રી વીરવિજયજી, પ્રકા. શાહ મણિલાલ ગોકળદાસ, વીરવિજયજી ઉપાશ્રય તરફથી, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૧૯૨૭ હસ્તપ્રતોને આધારે પાઠસંપાદન, લે. ડૉ. હરિવલ્લભ ભાયાણી, પ્રકા. પ્રાકૃત વિદ્યામંડળ, અમદાવાદ, ૧૯૮૭ (શ્રી) હંસરત્નમંજૂષા ભા. ૨, પ્રયોજક શ્રી મુનીન્દ્રસાગરજી અને શ્રી નરેન્દ્રસાગરજી મહારાજ, પ્રકા. શ્રી શાસન કંટકોદ્ધારકસૂરિજી જૈન જ્ઞાનમંદિર, ઠળિયા, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૪ Kumārapālapratibodha, Ed. by Ludwig Alsdort, Hamburg Friederichsen, De Gruyter & Co. m. b. H. 1928 ) Treasury of Jain Tales, Ed. by Prof. V. M. Kulkarni, Pub. by Shardaben Chimanbhai Edu. Research Centre, Ahmedabad, First Edition, 1994 આ ઉપરાંત નીચેના શબ્દકોશોનો ઓછોવત્તો ઉપયોગ કર્યો છે જેન પારિભાષિક શબ્દકોશ (સં. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા) ફારસી શબ્દોનો સાથે વ્યુત્પત્તિકોશ (છોટુભાઈ નાયક) ૩૭૮ | સહજસુંદરત ગુણરત્નાકરછંદ W\WW.jainelibrary.org Page #396 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભસૂચિ / ૩૭૯ બૃહદ્ ગુજરાતી કોશ ખંડ ૧-૨ (કેશવરામ કા. શાસ્ત્રી) બૃહદ્ હિન્દી કોશ (સં. કાલિકાપ્રસાદ વગેરે) ભગવદ્ગોમંડલ ભા.૧થી ૯ (ભગવતસિંહજી) મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ (સં. જયંત કોઠારી રાજસ્થાની સબદ કોસ ખંડ ૧થી ૪ (ગ્રંથ ૧થી ૯) (સં. સીતારામ લાલસ) વર્ણકસમુચ્ચય ભા.૧-૨ (સં. ભોગીલાલ સાંડેસરા) સંસ્કૃત-ઈંગ્લિશ ડિક્શનરી (સર મોનિએર વિલિઅચ્છ) સાર્થ ગુજરાતી જોડણીકોશ ગૂજરાત વિદ્યાપીઠ) (બી) ટુડન્ટ્સ સંસ્કૃત-ઈંગ્લિશ ડિક્શનરી વી. એસ. આર્ટ) Page #397 -------------------------------------------------------------------------- ________________ Page #398 -------------------------------------------------------------------------- ________________ કાળ05ઝીણીને राचिनकविह Tીરિલ જી) રીનJવ813818 विनिकसमायरान @ 12દિકરો 2 ડી 'હની 2732 @i 2287 किदिप्यशउहसिना ગઢવર્તિ 1રાફિક pકરવેશોત્રા यादा रियानि એક સાધુપુરુષને જ લભ્ય વિદ્યાના અસીમ સીમાડા સુધી વિસ્તરેલી પ્રજ્ઞા, ચારણી સાહિત્યમાં બહુલતાએ વપરાતા. છંદોનું જ્ઞાન, એ છંદોને સમ્યક રીતે પ્રયોજવાની કળા, સંગીતના ઊંડા જ્ઞાનની. સાક્ષી આપતી સુરમ્ય લયબદ્ધ પદાવલિ - આવું તો કેટલુંય દર્શન આમાં પદે પદે થાય છે. યથાસ્થાને પ્રયુક્ત સુભાષિતો. અને કહેવતો કવિના બહોળા અનુભવને જણાવે છે, તો વિષયને અનુરૂપ સિદ્ધાંત-શાસ્ત્રઆગમકથિત ભાવોનું નિરૂપણ તેમના શાસ્ત્રોના વ્યાપકે અવગાહન અને બોધને જણાવે છે. ' છે. આવા અદ્ભુત ગ્રંથનો અભ્યાસ પ્રા. શ્રી કાન્તિભાઈ બી. શાહે ઘણી જહેમત લઈને કર્યો છે. મહાનિબંધની દૃષ્ટિએ તેમને એક એક પડમાંથી પસાર થવાનું બન્યું છે. વરસો સુધી એક જ કૃતિનું સઘન અધ્યયન તેમણે કર્યું છે, એકથી વધારે હસ્તપ્રતોના પાઠ નોંધવા, તેનો નિર્ણય કરવો, ને દેશી શબ્દોનો સંગત અર્થ આપવો - આ બધું તેઓએ ઘણી સારી રીતે કર્યું છે. સાથે જ તેઓ ધન્યવાદના અધિકારી છે. અને આ ગ્રંથને આવકારતાં હૃદય આનંદનો અનુભવ કરે છે. - આચાર્ય શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી उणार नाका विपनदरसंसानिरी કે રિટારે || હાફિઝીટિવ. નિય૩)] જીર રીતે fa]nોતા તરત વટિરા 2 || s11 (Rajg0 || विविवादित ક્રિાતિવિલિi