________________
બીજો અધિકાર | ૨૬૧ પાઠચર્ચા : ર૩, ૩, પ્રતો રુ પ્રતના ‘કાજ કહીને સ્થાને કાજ કરી’ પાઠ આપે છે. કાજ કરી’ પાઠ સીધો સ્પષ્ટ રીતે બંધબેસતો લાગે છે પણ ‘કાજ કહીને ઉપર મુજબ ઘટાવી શકાય છે અને મુખ્ય તથા અન્ય મળી વધારે પ્રતોનો એને ટેકો છે તેથી એ રાખ્યો છે.
પ્રીઊ જિમ તઉ પંખાઈ ગુણવંતી, ચતુરપણઈ ચાલઈ ચમકતી,
જવ તવ નયણાં નયણ મિલાવઈ, તઉ પ્રીઊડઉ નારી વસિ આવઈ. ૧૩૭ ગદ્યાનુવાદ : ગુણવંતી સ્ત્રી પ્રિયની પેઠે પ્રેમભાવે) તેને નિહાળે, ચતુરાઈથી ચમકતી ચાલે, જ્યારે તેની આંખો આંખો સાથે મેળવે ત્યારે પિયડો નારીને વશ આવે. પાઠાંતર : ૧. ૨૪ ૩ દેખઈ ગુણવંતી. ૨. 1 જુ (‘જવાને બદલે).
કાયા પાસ ન છોડઈ છાયા, તિમ ચાલઈ જિમ આણઈ માયા,
પાય પડી જઉ કોપ સમાવઈ, તલ પ્રીઊડઉ નારી વસિ આવઈ. ૧૩૮ ગદ્યાનુવાદ : છાયા જેમ કાયાનો સંગ છોડે નહીં, તેમ માયા લાગી હોય તેવી રીતે (એની સાથે) ચાલે, પગે પડીને જો કોપ શમાવે તો પિયુડો નારીને વશ આવે. પાઠાંતર : ૧. 1 છૂટાં કાયા (છોડ) છાયાને બદલે). ૨. 1 પડંતી કોપ; ૪ હું જઉ ને બદલે).
નારી નામ કહઈ સહૂ અબલા, પૂરા પુરુષ પનઉતા સબલા,
સબલઈ નિબલઉં જાઉં ઠેલાઈ, તઉ કુણ ફોકટ કૂડ કમાઈ. ૧૩૯ ગદ્યાનુવાદ : નારી માત્રને સહુ અબલા કહે છે. પુરુષ પૂરેપૂરા પુણ્યશાળી સબળા છે. પણ સબળા વડે નિર્બળને જો નીચું પાડવામાં આવે તો ફોગટમાં કપટ કોણ કરે ? વિવરણ : બીજી પંક્તિમાના વિચારની સંગતિ સ્પષ્ટ થતી નથી. પાઠાંતર ઃ ૨. તું (‘તઉને બદલે); 1 કમાન્ડે.
અહ્મ ઘરિ આવઈ પુરુષરતત્રહ કેલવીઇ નવનવાં વિસત્રહ,
તકે હું કૂહ કરું નહીં એ સ્યઉં, પરણ્યાની પરિ રાગિ મલેસ્યઉં. ૧૪૦ ગદ્યાનુવાદ : અમારે ઘેર પુરુષરત્ન આવે છે. નવીનવી લત (વ્યસન) લગાડવામાં આવે છે. તોપણ હું એ સાથે કપટ કરું નહીં. આપણે પરણ્યાની પેઠે રાત્રે મળીશું. પાઠાંતર : ૧. ઇ જતન (વિસગ્રહને બદલે). ૨. 1 તું , ૭, ૮ તે ૪ હિવ (તકને બદલે); ઉંગ, ઘ, ટ, એહ સ્પે ઇ, ઇ, ખ, ગ, ૩. ટ રંગિ (“રાગિને બદલે); ૩ ધરેસિÉ (“મલેસ્યઉ'ને બદલે).
સહીઅર સાથિ કરી ઈમ વાતહ તવ લીધે પ્રાઊનલ સંઘાતહ,
બાહિરિ કેલિ-કતુહલ નિરખી આવી નિજ મંદિરિ મનિ હરખી. ૧૪૧ ગદ્યાનુવાદ : સહિયર સાથે એમ વાત કરીને તેણે પ્રિયનો સંગાથ લીધો. બહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org