SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિીડાવિનોદ નીરખીને, મનમાં હરખીને, તે નિજ મંદિર (આવાસ)માં આવી. પાઠાંતર : ૧. ઇ કહી ઇમ; ગ સુણી મઈ વાતહ. ૨. ગ પરખી નિરખી’ને બદલે). છંદ હાટકી આવી મનિ હરખી, કૌતુક નિરખી, સરિખી જોડ સરેખ, ગ્રીષમ વરસાલઉં, રંગરસાલ, સીઆલી સવિશેષ, લક્ષ્મી જિમ કમરી, ભોગિણિ ભમરી, અમરીનઉ અવતાર, તપતપતાં મંડલ, કાને કુંડલ, ઝબઝબ ઝબકઈ સાર. ૧૪૨ ગદ્યાનુવાદ : કૌતુક (કીડા) નીરખીને, મનમાં હરખીને તે આવી. તેમની સુંદર સરખી જોડી છે. ગ્રીખ, વષકાળ કરતાં શિયાળો સવિશેષ રંગરસભર્યો છે. ભોગિણી મધમાખી સમી, લક્ષ્મી જેવી તે સ્ત્રી દેવાંગનાનો અવતાર છે. ચળકતા સૂર્યબિંબ માં કાનનાં ઉત્તમ કુંડળ ઝબઝબ ઝબકે છે. પાઠાંતર : રદ છંદનું નામ નથી ચાલિ ટુ ટ, ૩ ૨. ગ્રીખિ. ૩. અમરી (‘ભમરી'ને બદલે). ૪. છ ઝબુક ઝબક્કિ સાર; ઝબઈ સાર; ટ હાર (‘સાર’ને બદલે). રસરણકઈ નેહર, કંકણ કેલર, ઝંઝરની ઝમકાર, નાસ્યા ગુણલી, તે બહુમૂલી, ટીલી તપઈ અપાર, મૃગનયણ રસાલી નઈ અણીઆલી, કીધી કાજલરેહ, રાતા પરવાલી, અહર ઝમાલી, દાડિમ દત સુગેહ ૧૪૩૧૧ ગદ્યાનુવાદ : નૂપુર, કંકણ, કેયૂર રણકે છે. ઝાંઝરનો ઝમકાર થાય છે. નાસિકાએ ગુણવંતી ફૂલી (એક આભૂષણ) છે. તે બહુમૂલી છે. ટીલડી ખૂબ જ ચળકે છે. મૃગલીના જેવી રસાળ, અણિયાળી આંખો છે. કાજળની રેખા કરી છે. રાતા પરવાળા જેવા અધર શોભાવાળા છે. સુંદર મુખ રૂપી) નિવાસસ્થાન ધરાવતા દાંત દાડમ જેવા છે. વિવરણ : “સુગેહ' એટલે સુંદર નિવાસસ્થાન. અહીં એ શબ્દ દાંતના વિશેષણ તરીકે છે. દાંતનું નિવાસસ્થાન મુખ છે. એટલે ‘મુખ રૂપી નિવાસસ્થાન ધરાવતા દાંત' એવો અન્વયાર્થ કર્યો છે. પાઠાંતર : ૧. ૪ રણરણ રણકે નેઉર; ર૩ ઝંઝણના; ક ઝબક ઝબક્કે સાર (“ઝંઝરની ઝમકારને બદલે). ૪. , રાતી; ટ અહર પ્રવાલી; ૪ સૂરીહ (સુગેહને બદલે). પાઠચર્ચા : ૪થી પંક્તિમાં ૪ પ્રતનો ‘સૂરીહ પાઠ લઈએ તો દાડમ જેવા સુરેખ દાંત” એમ સીધો અન્વયાર્થ થાય. પણ ર સિવાયની, મુખ્ય પ્રત સહિતની બધી પ્રતો સુગેહ પાઠ આપતી હોઈ એ પાઠ સ્વીકાર્યો છે. એથી કાજલરેહની સાથે “સુગેહનો પ્રાસ પણ જળવાય છે. ૨૬૨ / સહજસુંદરકત ગુણરત્નાકરછંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy