________________
બીજો અધિકાર | ૨૬૩
કટિમેપલ ખલકઈ, ચૂડી ચલઈ, ઝલકઈ બાજુબંધ, સોવિનિમય ટોડર, કઠિ નિગોદર, ચંપાકુલી સુગંધ. મોતીની જાલી, વેશિ રસાલી, સોહઈ સિરિ સિંદૂર,
મુગતાફલ હારા, ઝલકઈ તારા, તેજ તણા તે પૂર. ૧૪૪ ગદ્યાનુવાદ : કટિમેખલા ખળકે છે. ચૂડી ચળકે છે. બાજુબંધ ઝળકે છે. સુવર્ણમય ડમરાની) કલગી છે. કંઠમાં નિગોદર એક આભૂષણ) છે. ચંપાકળીની સુગંધ છે. મોતીની જાળી છે. રસાળી વેણી (ચોટલો) છે. માથામાં સિંદૂર શોભે છે. મોતીનો હાર તારાની જેમ ઝળકે છે. તે તેનું પૂર છે. પાઠાંતર : ૧. ન ખલક. ૨. ૬ પંક્તિ નથી. ૪. ૪ ઉર શિણગારા (‘ઝલકઈ તારાઓને બદલે; ૪ ઝબકે; ૨૪ રાતા (“તારાને બદલે).
રાતા નખવાલી, મયમતવાલી, લોયણ તાકઈ તીર. ઝૂના વલિ ઝીણા. નવલાખીણા, પરિરઈ જાદર ચીર, કચૂકસ બાંધી, ગોલા સાંધી, ઘૂમઈ ગોફણ ગાત્ર,
ઝૂમણ ઝબકાવઈ, મયણ જગાવઈ, ગણિકા તે ગુણપાત્ર. ૧૪૫ ગદ્યાનુવાદ : તે રાતા નખવાળી છે. મદે મતવાલી છે. લોચનનાં તીર તાકે છે. વળી નવલાખેણા ઝીણા ઝૂના (વસ્ત્રપ્રકાર), જાદર ચીર પહેરે છે. કંચકીની કસ બાંધીને, (નિશાન તાકવા) ગોળા જોડીને, ગાત્ર રૂપ ગોફણ ઘૂમે છે. તે ગુણના પાત્ર સમી ગણિકા ઝૂમણું (કાનનું ઘરેણું) ઝબકાવે છે ને મદનને જગાવે છે. વિવરણ: કવિ કોશા અને સ્થૂલિભદ્રની પ્રણયક્રીડાને ક્રમશ: ઘેરા રંગે આલેખી શૃંગારરસ નિષ્પન્ન કરે છે. આ પ્રણયનિરૂપણ બીજા અધિકારના અંત સુધી ચાલુ રહ્યું છે. અહીં શૃંગારસજ્જ કોશાની ઘૂમતી કાયાને કવિએ ગોફણ કલ્પી છે. પાઠાંતર : ૧. રાતી સુ તારા (“રાતા’ને બદલે); ૩ માયણ પ્રવાલી (‘મયમતવાલી'ને બદલે). ૨. ૩ ૪ નખ લાખીણા; ૩ પરિણિ ટ પહિરણ (પહિરઈ’ને બદલે); ટ માદર ચીર. ૩. ૨૨ ત્રાગ (‘ગાત્રને બદલે). ૪. 2 ઝૂમણ ઝમકાવૈ.
આયા ઈમ સિંગાર કરી હવઈ તુરણી, ઉચઈ માલિ ચડઈ તે ઘરણી,
ગલઇ આરોપી ચંપકમાલા, રમણીભરિ ખેલઈ વરવાલા. ૧૪૯ ગદ્યાનુવાદ : હવે આમ શૃંગાર કરીને તે તરુણી ગૃહિણી ઊંચી મેડીએ ચડે છે. ગળામાં ચંપકમાલા આરોપીને તે સુંદર સ્ત્રી આખી રાત ખેલે (કીડા કરે) છે. પાઠાંતર : ૨૩, ગ શ , 1 છંદનું નામ નથી જ છંદ અડયલ. ૧. તે (હવઈને બદલે ગ, , ૩, તરુણી; દ મેડી ચડઇ; ર૩, ૪ ચડી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org