________________
કેમ વશમાં આવે ? પાઠાંતર : ૧. ગ, ૪ ૪ “એ નથી; સોહેલી. ૨. ર૧, , , ૫, , ટ થાઈ (‘આવઈ’ને બદલે).
વાલ્હાનું વલિ વિનય વહેતાં, વસિ થાઈ પ્રી ભગતિ કરતાં,
મિલતાં માણસ નઈ મન દઈ, તલ સુખસંપતિ લીલ કરી જઈ. ૧૩૪ ગદ્યાનુવાદ: વળી વહાલા પ્રત્યે વિનય બતાવતાં અને ભક્તિ કરતાં પિયુ વશ થાય. મળતા (અનુરૂ૫) માણસને મન આપીએ તો સુખસંપત્તિનો આનંદ ભોગવાય. પાઠાંતર : ૧. ૪ વાહીલીનુ 1 વલી (પ્રીઊ'ને બદલે). પાઠચર્ચા: માત્ર પ્રત જ “વાહીલીનુ પાઠ આપે છે. બાકીની પ્રતો થોડાક ઉચ્ચારભેદે વાલ્દાનુ પાઠ આપતી હોઈ તે લીધો છે. અર્થદષ્ટિએ પણ તે બંધબેસતો છે. પુરુષને વશ કરવાનો સંદર્ભ હોઈ “વાલ્હાનું જ બંધ બેસે. અનુસ્વાર ઉમેરીને “વાલ્દાનું પાઠ કર્યો છે. ૪ પ્રત તો “વાલ્દાનું પાઠ આપે જ છે.
પ્રીઊ બઈઠઈ આપણાઈ ગઈસઈ, મુખ છંધ કરતી મનિ પઇસઈ,
ભાવ નવા જડતા જઉ લાવઈ, તવ પ્રીઊડઉ નારી વસિ આવઈ. ૧૩૫ ગદ્યાનુવાદ : પ્રિયના બેસતાં પોતે બેસે, મુખે ખુશામત કરતી મનમાં પ્રવેશે ત્યારે નવા યુક્ત ભાવો લાવે ત્યારે પિયુડો સ્ત્રીને વશ આવે. પાઠાંતર : ૧. ૨ પ્રિએ બઈસઈ, ટ આપણપું ૩ આપોપિઇ; વિહસઈ (પઈસને બદલે). ૨. ૩ ૪ ભલા જડતા.
૩ પ્રતમાં ૪ પ્રતની આ ૧૩પમી કડી પછી એક કડી વધારાની છે. તે આ પ્રમાણે છે :
કહિઉં કરીજઈ કંથનઉ, લક્ષણ રાખી ઠાઈ,
મુહિ મીઠઉ બોલી ઈમ વાહલભ વસિ થાઈ. ૪૦ [૧૪] પ્રીતિ વહઈ નખમસ તણી પરિ, અધિકઉ ભમઈ નહી વલિ ઘરિઘરિ, કાજ કહી જઉ પીહરિ જાવઈ તુ પ્રીઊડઉ નારી વસિ આવઈ. ૧૩૬ ગદ્યાનુવાદ : (સ્ત્રી) નખમાંસની પેઠે (અતૂટ) પ્રીતિ દશર્વિ, વળી ઘેરઘેર અધિકું ભમે. નહીં, પિયરમાં શું કામ છે તે) કહીને જો પિયર જાય તો પિયુડો નારીને વશ આવે. પાઠાંતર : ૧. અતિ ઘણું નવિ જાઈ પરઘરિ. (બીજું ચરણ). ૨. ર૩, , કાજ કરી; ર ટ થાઈ (‘આવઈ’ને બદલે).
ન પ્રતમાં ૪ પ્રતની ૧૩૯મી અને ૧૩૭મી કડી ઊલટા ક્રમે છે. પહેલાં ૧૩૭મી, . પછી ૧૩૬મી. ૨૬૦ | સહજસુંદરકૂત ગુણરત્નાકરદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org