________________
મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય-પરંપરામાં સ્થૂલિભદ્રકોશા... પપ નૃત્ય-નાટિક જોવાના, કોશા તરફથી ઢંકાયેલા આખરી દાવનો સ્થૂલિભદ્ર સ્વીકાર કરે છે. ૧૫મી ઢાળમાં કોશાના નૃત્ય-નાટિકના આલંકારિક વર્ણનની તક કવિ લે છે :
ઠમક ઠમક પગ ભૂતલ ઠમકે ઝમકે રમઝમ ઝાંઝરિયાં
ખલક ખલક કર કંકણ ખલક ઝલક ઝલક ટીકો ઝળકે.”
કોશા સ્થૂલિભદ્રને કેતકીથી ઘાયલ થયેલા ભ્રમરનું દષ્ટાંત આપી પ્રેમની વાત વિચારવા સમજાવે છે. પણ સામે સ્થૂલિભદ્ર કોશાને ભવનાટિક સાંભળવા જણાવે છે. સોળમી ઢાળ સ્થૂલિભદ્રના કોશાને ઉપદેશરૂપે છે. કોશા પ્રતિબોધ પામે છે. સત્તરમી ઢાળમાં સ્થૂલિભદ્રના ભાવિ જીવનનો સંક્ષિપ્ત પરિચય અપાયો છે. છેલ્લી અઢારમી ઢાળમાં સ્થૂલિભદ્રનું મહિમાગાન કરી કવિ કૃતિની ફલશ્રુતિ કહે છે.
કૃતિ-અંતર્ગત કેટલાંક સ્વરૂપોના પ્રયોગો અને કેટલાંક આલંકારિક વર્ણનો બાદ કરતાં કૃતિ ખાસ કોઈ વિશેષ કાવ્યચમત્કૃતિ દર્શાવતી નથી.
• સ્થૂલિભદ્ર બારહમાસા
કવિ હીરાનંદસૂરિએ સં.૧૪૮૫ આસપાસ આ બારમાસા-કૃતિની રચના કરી છે. કુલ ૧૫ કડીની આ રચનામાંથી ૧૪ કડીનાં પ્રથમ પાંચ ચરણ દોહરા છંદની દેશીમાં અને પછીનાં ચાર ચરણ હરિગીતિકા છંદમાં છે. દોહરા છંદની દેશી માટે કવિએ શબ્દોને પુનરાવર્તિત કર્યા છે તેમજ પાદપૂરકોનો ઉપયોગ કર્યો છે. જેમ કે – પોલિહિં પોસિડિં નિય તનું પોસીઈ એ, લીજઇ લીજઇ સઘત-આહાર કે”
કોશાની વિરહવ્યથા અહીં વર્ણવાઈ છે. જૈન પરંપરા અનુસાર સ્થૂલિભદ્ર માગશરમાં દીક્ષા લીધી હોઈ કાવ્યનો આરંભ કવિ માગશર માસના વર્ણનથી કરે છે. પ્રત્યેક માસના વર્ણનમાં તે સમયની પ્રકૃતિનાં લક્ષણો, સાંસારિક જીવન, જેતે માસમાં ગવાતા રાગ વગેરેનું વર્ણન છે. કેટલાંક ઉદાહરણો જોઈએ -
માગશરને વર્ણવતાં કવિ લખે છે કે માગશરમાં નદી પાર કરી શકાય એવા માર્ગ રૂડા બન્યા છે. ગગનમાં નક્ષત્રો પ્રકાશે છે. લોકો ઝીણાં વસ્ત્રો ત્યજી જાડાં વસ્ત્રો ધારણ કરે છે. વેપારી, દોશી, જોશી માટેની તેમજ લગ્ન અને ગૂંડગિરી રાગની આ તું છે. સ્થૂલિભદ્ર વિના કોશા આંસુ સારે છે.
ફાગણને વર્ણવતાં કવિ લખે છે કે ફાગણમાં વૃક્ષોને નવી કુંપળો આવી. ઘઉં ઊગી નીકળ્યા. હિમ ઓગળ્યું અને પર્વત સધૂમ થયા. રસિક જનો મળીને હોળીના પર્વમાં ફાગ ખેલે છે. શ્યામળી કોયલ બોલે છે. નીલાં રાયણ ને ચંદન નજરે પડે છે. પણ સ્થૂલિભદ્ર વિના કોશાને બધું અશોભાયમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org