SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુમસ ગાળવા આવતા સ્થૂલિભદ્રને કોશા અષાઢ માસમાં પોતાના આવાસે વધાવે છે. પણ સ્થૂલિભદ્ર તો હવે વિરક્ત અને સંયમધારી બન્યા છે. કોશાનાં ગાનવાદન-નર્તન સામે તેઓ અડગ રહે છે. છેવટે કોશાને પ્રતિબોધ પમાડી સ્થૂલિભદ્ર ચાતુમસ વીત્યે પાછા આવીને ગુરુને વંદે છે. અંતમાં કવિએ ગુરુના સ્થૂલિભદ્ર પ્રત્યેના પ્રશંસા-ઉદ્ગારોથી દ્વેષ અનુભવતા સિંહગુફાવાસી મુનિના કથાનકનો સંક્ષિપ્ત ઉલ્લેખ કરી કાવ્યની સમાપ્તિ કરી છે. કાવ્યના અંત્યાનુપ્રાસ, આંતરયમક, દુહા છંદની દેશી અને હરિગીતિકા છંદ એ બેને સાંકળતો ઉથલાવેલો શબ્દપ્રયોગ, પ્રત્યેક કડીમાં આરંભે આવતું શબ્દઆવર્તન, પ્રકૃતિલક્ષણ, સમાજવ્યવહાર, રાગગાન આદિનું પ્રત્યેક માસનું વર્ણન અને આ સમયે કોશાના હૃદયભાવો – આ બધાના આલેખનમાં કવિએ એક ચોક્કસ આકાર તરાહ જાળવ્યાં છે, અને એની એકવાક્યતાને લઈને આખી કૃતિ સૌષ્ઠવયુક્ત નીવડી આવી છે. ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપોમાં અજ્ઞાન કવિકૃત થૂલિભદ્ર શીલ બારમાસ' નોંધાયેલી છે. એની પ્રત સં.૧૫૮૧માં ઉતારાયેલી છે. માગશરથી વર્ણનનો આરંભ અને બારે માસના વિશિષ્ટ રાગોનો એમાં ઉલ્લેખ થયો છે એ જોતાં એ આ કૃતિ જ હોવાનું જણાય છે. • સ્થૂલિભદ્રકોશાના બારમાસ / યૂલિભદ્ર બારમાસા કવિ ચંદ્રવિજયે સં.૧૭૩૪ની આસપાસ રચેલી આ બારમાસા-કૃતિ છે. આ કૃતિનું રચનાવર્ષ પ્રાપ્ત નથી, પણ કવિના ગુરુ નિત્યવિજયે સં.૧૭૩૪માં એક સઝાય રચી છે તેને આધારે આ કવિની રચના તે સમયના આસપાસની હોવાનું અનુમાન થઈ શકે. આ કાવ્યના બાર માસના બાર ભાગમાં કોશાની વિરહોક્તિઓ છે. છેલ્લે ૧૩મા ભાગમાં સ્થૂલિભદ્રનો પ્રત્યુત્તર છે. પ્રત્યેક ભાગ અલગ અલગ દેશીમાં રચાયો છે અને પ્રત્યેકને પોતાની અલગ ધ્રુવપંક્તિ છે. ૯મા ભાગના અપવાદ સિવાય, પ્રત્યેક ભાગ પાંચ-પાંચ કડી ધરાવે છે. ૯ભામાં નવ કડી છે અને ૧૩મામાં છે કડી તેમજ એક કડી કલશની છે. એમ કુલ ૭૧ કડીનું આ કાવ્ય છે. પ્રત્યેક માસના વર્ણનમાં તે-તે માસની પ્રકૃતિનાં લક્ષણો, વ્યવહારજીવનના અંશોને નિરૂપીને કવિએ કોશાના વિરહને ગાયો છે. છેલ્લે સ્થૂલિભદ્ર કોશાને સંયમમાર્ગે વળવાનો પ્રતિબોધ પમાડે છે. કાવ્યની ભાષામાં મારવાડી બોલીની છાંટ કળાય છે. જેમકે, દિલરા માન્યા', “સખરા' જેવા શબ્દો અહીં જોવા મળે છે. કાવ્યનો આરંભ આસો માસના નિરૂપણથી થાય છે. ૫૬ / સહજસુંદરકૂત ગુણરત્નાકરછેદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy