SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય-પરંપરામાં સ્થૂલિભદ્ર-કોશા... / પ૭ માસવર્ણનનાં કેટલાંક ઉદાહરણ જોઈએ : ચૈત્ર માસનું વર્ણન : “ચૈત્રે ચંપો મોરીઓ, સકલ ફલ્યા સહકાર, કોયલ કરે રે ટહુકડા, ભમર કરે હો ગુંજાર. સ-સનેહી ! સુણો વિનતિ, મોરા હો પ્રાણ-આધાર ! વિરહ-વિયોગી માણસો કાં કીધાં, કિરતાર ? સ-સ્નેહી અષાઢનું વર્ણન : “આવ્યા હે આસાઢ ઉદારા, જિહાં મેઘ કરે જલધારા, જિહાં મોર કરે કિંગારા, જે સુલલિત જનને પ્યારા, હો લાલ, મોહન મન મન વસીઓ૦' અષાઢમાં સ્થૂલિભદ્રનું આગમન થતાં કોશાને થયેલા હરખને વર્ણવતાં કવિ કહે છે : “વઠા દૂધ-સાકર જલધારા' - જાણે કે દૂધસાકરની જ વૃષ્ટિ થઈ. છેલ્લે સ્થૂલિભદ્રના સદુપદેશથી કોશા પ્રતિબોધ પામે છે. આ કાવ્યમાં કવિએ ઉપમા, દગંતાદિ અલંકારો પ્રયોજીને અને પ્રકૃતિ અને કોશાની મનોદશાનાં વિરોધચિત્રો સર્જી કાવ્યને રસિક બનાવ્યું છે. જેમકે, ભાદરવા માસમાં પ્રકૃતિનાં તમામ અંગોને ફળતાં બતાવી કવિ કોશાના અફળ રહેલા મનોરથની વાત વેધકપણે નિરૂપે છે. દેશીઓનું વૈવિધ્ય નોંધપાત્ર રહ્યું છે. • સ્થૂલભદ્ર બારમાસ - કવિ ચતુરવિજયે રચેલી, ૧૮ કડીની આ બારમાસા-કૃતિનો વસંતવર્ણનવાળો અંશ જ પ્રકાશિત થયેલો મળે છે. એની હસ્તપ્રત સં.૧૭૫રની પ્રાપ્ત થતી હોઈ વિ.સં.૧૮મી સદીના પૂર્વાધિની રચના જણાય છે. આ કૃતિમાં કોશા સ્થૂલિભદ્રને પોપટ દ્વારા સંદેશો કહાવે છે. કોશાની વિરહસ્થિતિના વર્ણનનો આરંભ ફાગણ માસથી થાય છે. ફગણ માસ જ આવી રે સૂડા, રમીએ તે હોલી ફાગો રે, કેસરભરી કચોલડી રે સૂડા, શ્રી થૂલભદ્ર વિના નહિ લાગો રે.” છેલ્લે મહામાસનો વિરહ વર્ણવતાં તે કહે છે : જમ જમ બોલી સીત પડે રે સૂડા, તેમ તેમ બહુ દુ:ખ થાયે રે, બાર માસનો નેહલો રે સૂડા, મલી ગયો નિરધારી એ.” • સ્થૂલિભદ્ર બારમાસા કવિ વિનયચંદ્ર સં.૧૭૫૫માં રચેલી આ બારમાસા-કૃતિ છે. આ કાવ્ય ૧૩ સ્તબકમાં વિભક્ત છે. પ્રત્યેક સ્તબક ત્રણ કડીનું છે. જેમાં પહેલી કડી દોહા છંદમાં અને પછીની બે કડીઓ હરિગીત છંદમાં છે. દોહા છંદ છે ત્યાં “જી ઉમેરીને કવિએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy