SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાળ સિદ્ધ કરી છે. કૃતિના ઢાળને કવિએ ઢાળ ચઉમાસિયાની' તરીકે ઓળખાવી છે. પ્રત્યેક દોહાનો છેલ્લો શબ્દ પછીના હરિગીતમાં ઊથલો પામે એ પ્રકારનું આયોજન કરી કવિએ સમગ્ર કાવ્યને એક ચોક્કસ ભાત આપી છે. પોતાની સાથે ભોગવિલાસ માણ્યા પછી ચાલ્યા ગયેલા સ્થૂલિભદ્રના વિરહમાં ઝૂરતી કોશાની મનોવ્યથાનું નિરૂપણ અહીં થયું છે. આ માનવસંવેદનને કવિએ પ્રત્યેક માસના ઋતુવર્ણન સાથે સાંકળી લીધું છે. કૃતિનો આરંભ અષાઢના વર્ણનથી થાય છે. કતિની અન્ય એક વિશેષતા એ છે કે અહીંથી માંડીને નવ માસ સુધીના આલેખનમાં કવિએ ભરત-નિર્દિષ્ટ એક એક રસ લઈને નવેય રસોને ક્રમશ: ગૂંથી લીધા છે. અષાઢ સાથે શૃંગારરસથી આરંભ કરી ફાગણ સાથે શાંતરસને કવિએ સાંકળ્યો છે. પછી ચૈત્ર સાથે સ્થાયીભાવ, વૈશાખ સાથે સાત્ત્વિક ભાવ અને જેઠ સાથે સંચારી ભાવ વર્ણવીને આખું વર્તુળ પૂરું કર્યું છે. અષાડ સાથે સંકળાતા શૃંગારનું વર્ણન જોઈએ : વેલડી વનિતા ત્યાં આલિંગન, ભૂમિ ભામિની જલધરા, જલરાશિ કંઠઈ નદી વિલગી, એમ બહુ શૃંગારમાં, સમ્મિલિત થઈનઈ રહૈ અહનિશિ, પણિ તુન્હે વતભારમાં.” • સ્થૂલભદ્ર એકવીસો કવિ લાવણ્યસમયની સં.૧૫૫૩ | ઈ.૧૪૯૭માં રચાયેલી ૨૧ કડીની આ એક લઘુ કાવ્યકૃતિ છે. પ્રત્યેક કડીની પ્રથમ ચાર પંક્તિ દેશમાં અને પછીની ચાર પંક્તિ હરિગીત છંદમાં આલેખાઈ છે. આખી રચના દેશી અને હરિગીતમાં અવાન્તરે ચાલ્યા કરે એ પ્રકારે કૃતિનું આયોજન થયું છે. ગણિકા કોશાને ત્યાં જે સ્થૂલિભદ્ર અગાઉ બારબાર વર્ષ પડ્યાપાથર્યા રહ્યા તે જ સ્થૂલિભદ્ર હવે દીક્ષા ગ્રહણ કરીને પ્રથમ ચાતુમસ ગાળવા પૂર્વાશ્રમની પ્રેમિકાને ત્યાં પધારે ત્યાંથી કાવ્યનો આરંભ થઈ, કોશાના હૃદયપરિવર્તન આગળ કાવ્યની સમાપ્તિ થાય છે. કાવ્યના આ આરંભ-અંતની વચ્ચે કોશાએ પોતાના રૂપછાકથી, વિધવિધ હાવભાવથી, ઉત્કટ વિનવણીથી સ્થૂલિભદ્રનું મન ચલિત કરવા અથાગ પ્રયાસ કર્યો પણ સ્થૂલિભદ્ર તો અડગ અને નિશ્ચલ જ રહ્યા. એમના આ વિરક્તિભાવે કોશાના હૃદયને પલટાવી નાખ્યું. કૃતિ નાની છે પણ ભાવપૂર્ણ અને કાવ્યાત્મક બની છે. એ રીતે : એક, કોશાના હૃદયભાવોનું રસિક નિરૂપણ અહીં છે. બે, કોશાના અંગસૌંદર્યનાં, ૫૮ / સહજસુંદકૃત ગુણરત્નાકરછંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy