________________
મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય-પરંપરામાં સ્થૂલિભદ્ર-કોશ... / ૫૯ હાવભાવનાં, સ્થૂલિભદ્રની અડગતાનાં અલંકારપ્રચુર અને કલ્પનાસમૃદ્ધ વર્ણનો અહીં
છે.
કાવ્યનો આરંભ વર્ષાઋતુના ચિત્રથી થાય છે. સ્થૂલિભદ્રના આગમનનો પ્રતિભાવ કોશા આ રીતે આપે છે :
‘કુણ મુરખ રે અંબીંબ સરખા ગણઇ ?’
સ્થૂલિભદ્રની અડગતાના ચિત્રણ માટે યોજાયેલી દૃષ્ટાંતમાલા કે ‘અતિ કુંઅલઇ રે કિટલીકઇં કેસરી હસ્યā' પંક્તિમાંનો વ્યતિરેક ધ્યાન ખેંચે છે.
લગભગ પ્રત્યેક પંક્તિમાં જોવા મળતા શબ્દાનુપ્રાસ, ઝડઝમક તેમજ કોશાની આભૂષણસજ્જાના વર્ણનમાં આવતા રવાનુસારી શબ્દપ્રયોગો સમગ્ર ચિત્રને કર્ણમંજુલ બનાવે છે.
જવ ધપમરે ધો ધોં મદ્દલ રણકિયાં નાચંતાં રે કંકણડાં કિર ખકિયાં
સખિ રિમિઝિમિ રે ઝાંઝરડાં પાયે ઝમિકયાં,
કુંડલનાં રે તેજ તિવારěઝળકિયાં.'
કેટલીક કડીઓના પહેલા ચરણમાં આવતો આગલી કડીના છેલ્લા ચરણનો ઊથલો ધ્યાન ખેંચે છે. વળી, તે વખતે કવિ ખૂબી એ કરે છે કે દેશીના પંક્તિખંડને ઉથલાવીને હિરગીતમાં ઢાળે છે સાંકળે છે. કવિના છંદપ્રભુત્વ વિના આ યોજના સફળ ન બને.
દા.ત.
ઊથલો
...રંગ વલી કીઇ નવઉ’
નવરંગ કીજě રિસ રમીð
• સ્થૂલિભદ્ર ચંદ્રાયશિ
કવિ જયવંતસૂરિએ રચેલી, ૧૭મી સદીની આ રચના છે. કૃતિ હજી અપ્રગટ છે. ૧૪૭ કડીની આ કૃતિ બે ખંડમાં વિભક્ત છે. પહેલા ખંડમાં સ્થૂલિભદ્ર અને કોશાના મિલનપ્રસંગનું આલેખન છે. બીજા ખંડમાં સ્થૂલિભદ્રે રાજમંત્રીપદનો કરેલો અસ્વીકાર, દીક્ષાગ્રહણ, કોશાની વિરહાવસ્થા, સ્થૂલિભદ્રનું કોશાના નિવાસે ચાતુર્માસ માટે આગમન અને અંતે કોશાને પ્રતિબોધ વગેરે પ્રસંગોનું આલેખન થયું છે.
પહેલા ખંડમાં સંયોગશૃંગારને કવિએ નિષ્પન્ન કર્યો છે. શિકારેથી પાછા વળતા સ્થૂલિભદ્રને કોશા જુએ છે અને એમના પ્રત્યે મુગ્ધ બને છે, ત્યાંથી કથાનકનો આરંભ થાય છે. કવિએ અહીં કામચેષ્ટાઓનું ઉત્કટ આલેખન કર્યું છે, અને કોશાનાં અંગોપાંગની સૌંદર્યશોભાને રસિકતાથી વર્ણવી છે. વર્ણન અલંકારસમૃદ્ધ બન્યું છે. કૃતિમાં એક વિશિષ્ટ પ્રકારની અભિવ્યક્તિછટા જોઈ શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org