________________
કોશની અનંગપીડાનું ચિત્ર કવિ આમ આપે છે :
મયનહ નવમ દશા કોશિ પાઇ, પિઉ પિઉ જપતઈ ખબરિ ગમાઈ, શીતલ ચંદનબુંદ તનિ લાઈ, વિયેત વયત ચેતન આઈ.”
કૃતિમાં રાજસ્થાની, હિંદી, ફારસી શબ્દોની છાંટ જોવા મળતી હોઈ કૃતિનો ભાષાકીય દષ્ટિએ એક નિજી રણકો સાંભળી શકાય છે.
સંદર્ભ : “મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય' (સં. જયંત કોઠારી, કાન્તિભાઈ બી. શાહ) પુસ્તકમાં જયંત કોઠારીનો પંડિત, રસજ્ઞ, સર્જક કવિ જયવંતસૂરિ લેખ.
• સ્થૂલિભદ્ર સ્વાધ્યાય
કવિ સહસુંદરે રચેલી, ૧૬મી સદીની, ૯ કડીની આ સઝાય છે. સ્થૂલિભદ્રના વિરહમાં ઝૂરતી કોશાના વેદનાસભર હૃદયોદૂગાર રૂપે એનું આલેખન થયું છે. કોશાને વિરહ અસહ્ય બન્યો છે. નાથે પોતાની સાથે કપટ કર્યું છે, એમ કહી એ પોતાનો ઉકળાટ ઠાલવે છે. કોશા ચંદ્રને સ્થૂલિભદ્ર પાસે વેગે જઈ સંદેશો પહોંચાડવા વીનવે
• સ્થૂલિભદ્ધ સઝાય / સ્થૂલિભદ્રકોશા સંવાદ
કવિ ઋષભદાસ (શ્રાવકે) રચેલી મનાતી, ૧૭મી સદીની, ૧૭ કડીની આ રચના છે. આ સઝાયકૃતિ “સ્થૂલિભદ્રકાશાસંવાદને નામે પણ ઓળખાઈ છે.
ચાતુમસિ ગાળવા ન્યૂલિભદ્ર કોશાને ત્યાં આવે છે ત્યાંથી કૃતિનો આરંભ થાય છે. અને પછી સ્થૂલિભદ્ર અને કોશા વચ્ચેના વાર્તાલાપ રૂપે એ ગતિ કરે છે. સ્થૂલિભદ્ર કોશાને સંસારની અસારતા આલંકારિક વાણીમાં સમજાવે છે. જ્યારે કોશા બાર વર્ષની માયા સહેજવારમાં શું જતી થાય એમ કહી કેટલીક દલીલો પણ કરે છે. તે કહે છે, વેશ્યામંદિરે આવનાર તો મનગમતા ભોગ માટે જ આવે. જોગી તો જંગલમાં જાય.” કોશા જૂની સ્મૃતિઓ તાજી કરી સ્થૂલિભદ્રના મનને પિગળાવવા પ્રયાસ કરે છે.
આ સક્ઝાયની પ્રત્યેક કડી વારાફરતી સ્થૂલિભદ્રકોશાના ઉદ્ગાર રૂપે છે. દરેક કડીનો છેલ્લો શબ્દ ઉપાડી લઈ પછીની કડીમાં બીજું પાત્ર ઉલ્બોધનનો આરંભ કરતું હોય તે પ્રકારનું સંવાદ-આયોજન અહીં થયું છે. જેમ કે – કોશા : પ્રીતલડી કરતાં તે રંગભેર સેજ જો,
રમતા ને દેખાડતા ઘણું હેત જો,
રીસાવી મનાવી મુજને સાંભરે જો.’ ધૂલિ : સાંભરે તો મુનિવર મનડું વાળે જો ૬૦ / સહજસુંદરકૃત ગુણરત્નાકરદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org