________________
મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય-પરંપરામાં સ્થૂલિભદ્ર-કોશ.... / ૬૧
ઢાંક્યો. અગ્નિ ઉઘાડ્યો પરજાળે જો.
સંયમ માંહે એ છે દૂષણ મોઢું જો.'
કોશા : મોઢું આવ્યું રાજા નંદનું તેડું જો....’
છેવટે સ્થૂલિભદ્ર કોશાને શ્રાવકનાં બાર વ્રત પ્રબોધે છે.
માત્ર ઋષભ નામછાપ ધરાવતી આ જ સજ્ઝાય ‘જૈ.ગૂ.ક.’ ભા.૬ (૨જી આ.)માં શ્રી મો. દ. દેશાઈએ કવિ ઋષભવિજય (તપા. વિજયાણંદસૂરિની પરંપરામાં રામવિજયશિષ્ય)ને નામે બતાવી છે. આ વિ ૧૯મી સદીના છે. કૃતિ ખરેખર કયા
ઋષભની છે એ કોયડો રહે છે.
• સ્થૂલિભદ્ર સઝાય / સ્થૂલિભદ્રજી તથા કોશાની સઝાય
કવિ ભાવરત્ન ભાવપ્રભસૂરિએ રચેલી, ૧૮મી સદીની, ૧૫ કડીની આ રચના છે. કોશા અને સ્થૂલિભદ્રના સંવાદરૂપે આ કૃતિનું આલેખન થયું છે. ૧થી ૭ કડી કોશાના ઉદ્ગારો છે અને ૮થી ૧૫ કડી સ્થૂલિભદ્રનો કોશાને પ્રત્યુત્તર છે. સાધુવેશ અંગીકારી પોતાને ત્યાં પધારેલા સ્થૂલિભદ્રને કોશા વિવિધ દૃષ્ટાંતો દ્વારા મર્મવચનો કહી સંયમવ્રત અને સાધુજીવન ત્યજવાની ટકોર કરે છે. એ કહે
છે :
વાય ઝકોળે ડોલે દીવો, અગ્નિથી ઘી પીગળાયે,
તેમ નારી સંગે વ્રત ન રહે, આખરે હાંસી થાય. બોલોના જી.’ સ્થૂલિભદ્ર પ્રત્યુત્તર વાળે છે કે
ચિત્રલેખિત પુતલડી પણ નિરખે નહીં સોભાગી,
તો કિમ નિશદિન નારી સંગે રાચે વડ વૈરાગી છેડો ના જી’
સ્થૂલિભદ્રના આ સંયમટેકથી અંતે કોશાનું મન ભેદાયું અને એણે પણ શીલવત
સ્વીકાર્યું.
એક વાંઝણીને બેટો મોટો તે સાચો કેમ પ્રીછો,
તિમ વેશ્યાની સંગે આવી સંયમ રાખણ ઇચ્છો. બોલોના જી
•
કાવ્યમાં દૃષ્ટાંતો, આંતરપ્રાસ વગેરે ધ્યાન ખેંચે છે.
સ્થૂલિભદ્રજીની સઝાય
કવિ ઉદયરત્ને રચેલી, ૧૮મી સદીની, ૬ કડીની આ સઝાય છે. આ કૃતિમાં, કોશાને ત્યાં પાછા ફરેલા સ્થૂલિભદ્રને રીઝવવા મથતી કોશાને પ્રત્યુત્તર રૂપે સંયમધારી સ્થૂલિભદ્રનું ઉદ્બોધન છે. કેટલાંક કલ્પનચિત્રો દ્વારા કૃતિને રસિક બનાવાઈ છે. જેમ કે -
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org