________________
કવિએ બધી ઢાળોમાં વિવિધ દેશીઓ પ્રયોજીને કૃતિને સુગેય બનાવવાનો પ્રયાસ કર્યો છે. વળી આ કૃતિ-અંતર્ગત તિથિ, મહિના, સંવાદ જેવાં સ્વરૂપોને પણ કવિએ જુદીજુદી ઢાળોમાં પ્રયોજવાની તક લીધી છે.
- કવિ શંખેશ્વર પાર્શ્વનાથ, સરસ્વતીદેવી અને ગુરુને નમસ્કાર કરીને કાવ્યનો આરંભ કરે છે. પ્રથમ ઢાળમાં કથાની પૂર્વભૂમિકા છે. સ્થૂલિભદ્રનાં માતાપિતા, સ્થૂલિભદ્રનું શાસ્ત્રાભ્યાસ અર્થે દેશાંતર-ગમન, સ્થૂલિભદ્રનો કોશા પ્રત્યેનો મોહપાશ જેવી ઘટનાઓનો કવિ ત્વરિત ગતિએ ઉલ્લેખ કરે છે. બીજા ઢાળમાં કોશાનું પરંપરાગત વર્ણન છે. સ્થૂલિભદ્ર કોશાને ત્યાં બાર વર્ષ રહી આયુષ્ય અને ધનનો ક્ષય કર્યો એનો ઉલ્લેખ અતિ સંક્ષેપમાં થયો છે. ત્રીજી ઢાળમાં શકટાલ મંત્રી રાજખટપટનો ભોગ બનતાં અને શ્રીયકે મંત્રીપદનો અસ્વીકાર કરતાં રાજા સ્થૂલિભદ્રને તેડું મોકલે છે. ચોથી ઢાળમાં કોશાની ધૂલિભદ્રને રોકાઈ જવાની કાકલૂદી અને સ્થૂલિભદ્રનું કોશાને વહેલા પાછા ફરવાનું આશ્વાસન છે. પાંચમી ઢાળમાં સ્થૂલિભદ્ર રાજાના પ્રસ્તાવનો તત્કાલ સ્વીકાર કે અસ્વીકાર કરવાને બદલે વિચારણા માટે સમય માગે છે. અશોકવનમાં જઈને કરેલા ચિંતન દ્વારા સ્થૂલિભદ્રના ચિત્તમાં વૈરાગ્યભાવ જાગ્રત થાય છે. લોચકર્મ કરી એ રાજસભામાં જઈ ધર્મલાભ આપે છે. અને માર્ગમાં મળેલા સંભૂતિવિજય પાસે દીક્ષા માટે પ્રાર્થે છે. છઠ્ઠી ઢાળમાં કોશાની વિરહવેદનાનું નિરૂપણ છે. આ વર્ણનમાં કવિએ પરંપરાગત ઉપમાઓ પ્રયોજી છે. સાતમી ઢાળ તિથિસ્વરૂપે આલેખાઈ છે. અહીં પંદર તિથિના વર્ણન દ્વારા કોશાની વિરહવ્યથા અને અંતે મિલનના આનંદની કથા છે. આઠમી ઢાળમાં પરત થયેલા સ્થૂલિભદ્ર અને કોશા વચ્ચેનો સંવાદ છે. કોશા સ્થૂલિભદ્રને રસભર રમવા ઈજન આપે છે. પણ વિરક્ત બનેલા સ્થૂલિભદ્ર કોશાનો એ અભિલાષ સંતોષી શકે એમ નથી. નવમી ઢાળમાં કોશાને ત્યાં જ ચાતુર્માસિ ગાળી રહેલા યૂલિભદ્રને મનાવવા કોશા ચતુરાઈભર્યા ઉગારો કાઢે છે. તે કહે છે કે, વેશ્યાને ઘેર રહીને તે કોઈ યોગ કરે ?” પોતાના નિવાસને એ પંચબાણ તણી રાજધાની કહે છે. કોશાના આ ઉદ્ગારો શૃંગારરસિક બન્યા છે. “રસ-પ્રેમહીંડોળે હીંચો રે, તરુણી તનવેલડી સીંચો રે.' દસમી ઢાળમાં સ્થૂલિભદ્રનો કોશાને પ્રત્યુત્તર છે. એમાં નારીનિંદાની વાત આવે છે. ૧૧– ૧૨ ઢાળમાં પણ સંવાદ પરસ્પર આગળ ચાલે છે. તેરમી ઢાળ બારમાસી સ્વરૂપે આવે છે : એમાં વિરહિણી સ્ત્રીને બારે માસ વિરહાવસ્થા કેવી પડે છે એનું વર્ણન છે. પણ ૧૪મી ઢાળમાં સ્થૂલિભદ્ર દઢતાપૂર્વક કહે છે :
મેં ધ્યાનની તાળી લગાઈ નીશાન ચઢાયા રે,
સીળ સાથે કીધી સગાઈ તજી ભવમાયા રે.’ ૫૪ / સહજસુંદરફત ગુણરત્નાકરછંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org