SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યપરંપરામાં યૂલિભદ્ર-કોશા.... / પ૩ • સ્થૂલિભદ્ર શગ અથવા ધમાલ કવિ માલદેવ મુનિએ રચેલી ૧૦૭ કડીની આ ફાગુકૃતિ છે. આ કૃતિની હસ્તપ્રત સં.૧૯૫૦ની પ્રાપ્ત થઈ હોઈ કૃતિનો રચનાકાળ વિ.સં.ના ૧૭મા શતકના પૂવધિનો ગણી શકાય કૃતિ સળંગ એક જ દેશમાં રચાયેલી છે જે દેશીને પહેલી કડીમાં કવિએ ફાગ' એવું નામ આપ્યું છે. ગુરુ-શિષ્યનો વસવાટ મુખ્યત્વે મારવાડમાં થયો હોઈ આ કૃતિ ઉપર મારવાડીની છાંટ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. અહીં સ્થૂલિભદ્રની પૂર્વકથાનું આલેખન કવિએ વિસ્તારથી કર્યું છે, જેને લઈને મુખ્ય ઘટનાની આસપાસનો કથાસંદર્ભ ઘણો વ્યાપક બન્યો છે. રાસાસ્વરૂપની રચના માટે આવો કથાવ્યાપ ઉચિત ગણાત, તે આ ફાગુકૃતિમાં કથનકલાની દષ્ટિએ નિષ્ફળ રહ્યો છે. કેવળ પ્રસંગોલેખ કરતા જઈને કવિને આગળ ચાલવું પડ્યું છે, જેથી યોગ્ય પ્રસંગનિરૂપણ ન થતાં કથારસ પણ જામી શક્યો નથી. - છતાં, કેવળ વૃત્તાંતાત્મક બની જતી આ કૃતિમાં ક્વચિત્ રસિક અંશો જોવા મળે છે. જેમ કે, કોશાને ત્યાં સ્થૂલિભદ્રનું આગમન થાય છે એ પ્રસંગના આલેખનમાં કિંચિત્ કાવ્યસ્પર્શ અનુભવાય છે. ત્યાં કવિ વર્ષ અને કોશાના સૌંદર્યનું વર્ણન નિરાંતે કરે છે. વળી કોશાના સ્થૂલિભદ્ર પ્રત્યેના પ્રીતિસંવેદનને વ્યક્ત કરવાની પણ કવિ તક લે છે. સ્થૂલિભદ્રના કામવિજયનો મહિમા કવિએ વિસ્તારીને ગાયો છે. એકંદરે એવી છાપ પડે છે કે કથનકલાના અભાવની નબળાઈ કૃતિને સામાન્ય બનાવી દે છે. વર્ણનના કેટલાક અંશોમાં કવિનું કવિત્વ ઝળકે છે. વિરક્ત સ્થૂલિભદ્ર પ્રત્યેના કોશાના એકપક્ષી પ્રેમ અંગે કવિ લખે છે : ‘એક અંગ કઈ નેહરઈ, કછુ ન હોવઈ રંગો રે, દીવા કે ચિત્તિમાંહે નહીં. જલિ જલિ મરિ પતંગો રે.” એક અંગ નેહરુ, મુરખિ મધુકરિ કીનું રે, કેતકી કે મનહીં નહીં, ભમર મરિ રસ લીણ રે.” • શ્રી સ્યુલિભદ્રજીની શિયળવેલી જૈન સાધુ કવિ પંડિત વીરવિજયજી જેઓ શુભવિજયજીના શિષ્ય હોવાને નાતે “શુભવીરને નામે પણ એટલા જ જાણીતા છે)એ સં.૧૮૬૨માં રચેલી ૧૮ ઢાળમાં વિભક્ત એવી આ કૃતિમાં કોશાની વિરહવ્યથા અને સ્થૂલિભદ્રના વિરલ વિરક્તિભાવને ગાવામાં આવ્યાં છે. મધ્યકાળમાં ‘વેલી કે વેલ' સંજ્ઞા ‘વિવાહના. અર્થમાં પ્રયોજાઈ છે, તો “શુભવેલી' જેવી રચનામાં એ “ચરિત્ર'ના અર્થમાં પ્રયોજાઈ છે. અહીં એ ચરિત્રના અર્થમાં પ્રયોજાઈ છે એમ કહી શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy