________________
સ્થૂલિભદ્ર કોશા પ્રેમવિલાસ ફાગ
કવિ જયવંતસૂરિ – ગુણસૌભાગ્યસૂરિની રચનાવર્ષ વિનાની આ ફાગુરચના છે. આ જ કવિએ ‘શૃંગારમંજરી' નામે શીલવતી સતીનું ચરિત્ર આલેખતી કાવ્યતત્ત્વથી સભર એવી રચના સં.૧૬૧૪માં કરી છે. એટલે આ કૃતિનો રચનાસમય સં.૧૯૧૪ની આસપાસનો હોવાનું અનુમાન કરી શકાય.
જો મંગલાચરણની પહેલી કડીમાં થૂલિભદ્ર-કોશાનો નામોલ્લેખ ન થયો હોય તો, ૪૫ કડીની આ રચનાની ૪૧ કડી સુધી તો એમ જ લાગે કે આ કોઈ સાંસારિક પ્રણયકાવ્યની કૃતિ છે. માત્ર છેલ્લી ૪ કડીમાં સ્થૂલિભદ્ર-કોશાનો અછડતો ઉલ્લેખ થયો છે. એ રીતે લાગે કે આ કવિએ કૃતિમાંથી વૃત્તાન્તકથનનો લગભગ લોપ જ કર્યો છે. વિરહાતુર કોશાને સ્થૂલિભદ્ર મળ્યા એટલું જ વૃત્તાન્ત છેવટના ભાગમાં મળે છે.
કોશાની વિરહાવસ્થાને આખી રચનાનું મુખ્ય કેન્દ્રબિંદુ બનાવી કવિએ સઘનપણે અહીં ભાવનિરૂપણની તક લીધી છે, અને આખું કાવ્ય કોશાના ઉદ્ગારરૂપે આવે છે. એથી કૃતિમાંનાં વર્ણનો પણ જાણે કે કોશાના હૃદયરંગમાં ઝબકોળાઈને આવતાં લાગે છે. અહીં કોશાના બાહ્ય દેહલાવણ્ય કે શૃંગા૨સજાવટના વર્ણનને તેથી જ ખાસ અવકાશ રહ્યો નથી. અહીં કથન અને વર્ણન સુધ્ધાં બાદ થઈ ગયાં છે, અને કોશાના હૃદયભાવનું નિરૂપણ જ મહત્ત્વનું બન્યું છે. કોશાનાં સ્થૂલિભદ્ર માટેનાં વિવિધ પ્રણયસંવેદનો – ઔત્સુક્ય, ઘેલછા, વિહ્વળતા, વ્યાકુળતા, પ્રતીક્ષા, રોષ વગેરેને અલંકારો પ્રયોજીને, પ્રતીકો દ્વારા, ઉક્તિલક્ષણો દ્વારા કવિએ એ રીતે શબ્દબદ્ધ કર્યાં છે કે સમગ્ર રચના એક રસિક કાવ્યકૃતિ બની રહે છે.
વીવાહ વીતઓ માંડવો તિમ હું સૂની કંત' આ પંક્તિમાં વિરહનો ભાવ સચોટપણે ઉપમા દ્વારા ચિત્રિત થયો છે.
કોશાના ચિત્તમાં જાગતા વિવિધ અભિલાષ કલ્પનાચિત્રો દ્વારા કાવ્યાત્મક રીતે પ્રગટ થયા છે. જુઓ :
હું સિð ન સરજી પંખિણિ, જિમ ભમતી પ્રીઉ પાસિ, હું સિðન સરજી ચંદન, કરતી પ્રયતનુ વાસ. હું સિંન સરજી ફૂલડાં, લેતી આલિંગન જાણ, મુહિ સુરંગ જ શોભતાં, હું સિě ન સરજી પાન.'
શ્રી જયંત કોઠારી આ કૃતિ અંગે લખે છે : “સાચું શુદ્ધ કવિત્વ અન્ય પ્રયોજનોને પોતાની પાસેથી કેવાં હડસેલી મૂકે છે એનું આ કાવ્ય સુંદર ઉદાહરણ છે.’’
પ૨ / સહજસુંદéત ગુણરત્નાકરછંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org