SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો અધિકાર / ૨૪૯ જિમ વાદલિ મેહલ ગાજર, તિસ્યા માદલ વાઈ, વીરા સરસ બાજઇ, મયણતુડી. ૧૧૦ ગદ્યાનુવાદ:વિશાળ માદલ() ઝરૂખો છે. ઉત્તમ થાંભલાની બેસણી છે. મંડપ આંખને ઘણો જ આનંદ પમાડનાર છે. જાણે રસનું મીંડું કર્યું હોય એવો, સ્વર્ગના છીંડા જેવો, પંખીના શ્વેત ઈંડા જેવો ઘુમ્મટ છે. દીપમંદિર સુંદર દીસે છે. ઝીણી કોતરણી દેખાય છે. ઊંચે રહેલી ઉત્તમ પૂતળી હર્ષ પામે છે. જેમ વાદળમાં મેહુલિયો ગાજે છે તેમ માદલ (એક પ્રકારનું ઢોલક) વાગે છે. મદનસૂરી (એક મુખવાદ્ય) અને સરસ વીણા વાગે છે. વિવરણ: અહીં એકલા ઘુમ્મટને માટે જ કવિએ ઉàક્ષા – ઉપમા જેવા ત્રણ અલંકારો પ્રયોજ્યા છે. માદલ = મર્દલ, ઢોલના પ્રકારનું વાદ્ય એ અર્થ મળે છે. પણ અહીં પહેલી પંક્તિમાં એ સંગત થતો નથી. અન્વય જોતાં ત્યાં “માદલ’ શબ્દ “મતવારણ' (ઝરૂખો)નું વિશેષણ લાગે છે, પણ અર્થ સ્પષ્ટ થતો નથી. ત્રીજી પંક્તિમાં રસણ મીંડઉં = રસનું મીંડું એવો સીધો અર્થ કર્યો છે. પણ રાજ. શકો.માં રસણ = સૂર્ય એવો અર્થ પણ મળે છે. તો “સૂર્યબિંબ જેવો ઘુમ્મટ' એવો અન્વયાર્થ પણ કરી શકાય. પાઠાંતર : ૧. ૪. ર૪, ગ, ઘ, , ૫, રૂ, ૩ મતવાલણ; ; શાલ (“સાર’ને બદલે). ૨. સોવનકાર. ૩. ૩ ઈડઉં “મીંડઉં'ને બદલે); ટ ગોમટિ સ્વર ઍડિઉં. ૪. ટ ધવલહર ૫ ૩, ૪ વારુ દીપઇ મંદિર; રવ, ગ, ઘ, , , ૫, ૮ “દીપ’ નથી; ગ. , ૩, ૪ હીંસઈ (દસઈને બદલે). ૬. ૩ સોવન પૂતલી હીસ); a> પરક છે પરવ (૧૫વરને બદલે); ગ દસઈ (હીંસઈને બદલે). ૭. છ માદલ (‘વાદલિને બદલે); રવ. , ૫, ૭, ૮ મિહાઉ ગાજઈ ર મેહ ગાજે, ૨૩, , ૨, ૪, ૫, ઈસ્યા ૮. ર૩ : વીણ સસર/સસર; ન સરિ “સરસાને બદલે); ગ, ઘ, ૨, સુ મયણકુડી 3 ગયણિ ગુડઈ (મયણતુડી'ને બદલે). પાઠચચ : મુખ્ય પ્રત ૪ સહિત મોટા ભાગની પ્રતો પ્રથમ પંક્તિમાં ‘મતવાલણ' પાઠ આપતી હોવા છતાં ‘ઝરૂખા'ના અર્થમાં મધ્યકાળમાં “મતવારણ' શબ્દ જ વપરાશમાં હોઈ ઇ. ૮ પ્રતોનો મતવારણ' પાઠ લીધો છે. ધજ કલશ કણયપિંડ, રચ્યઉ મયણદેડ, મોહ્યા નવઈ ખંડ, પહુવિ લગઈ, નવનવા ચંદ્રુમ બાંધ્યા, મોતી ઝુંબખ સાધ્યા, સુગુણ સબલ વાધ્યા. તેજિ તગઈ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy