________________
જલનાહણ સોવિત્ર ખાલ, કીધલાં કમલનાલ, ભોગી ભમરમાલ, ગુંજિ રહઈ, ભૂમિ ઢાલ્યા સબલ કાચ, નાચઈ નવલા નાચ,
બોલી મધુરી વાચ, મોર તિહઈ. ૧૧૧ ગદ્યાનુવાદ : ધ્વજ, સોનાના પિંડ જેવો કલશ, મદનદંડ રચ્યા છે. પૃથ્વી લગી નવેય ખંડ મોહ્યા છે. નવાનવા ચંદરવા બાંધ્યા છે. મોતીના ઝૂમખા લગાડ્યા છે. એના ગુણ ઘણા વધ્યા છે અને તેજથી તગતગે છે. જલસ્નાન માટે સોનાનો હોજ છે. કમળદંડ કર્યા છે. ત્યાં ભોગીજનોની ભમરમાલ ગુંજી રહી છે. ભૂમિ પર મજબૂત કાચ ઢાળ્યા છે. (તે પર) નવલા નાચ નાચે છે. ત્યાં મોર મધુરી વાણી બોલે છે. વિવરણ : અહીં કોશાના આવાસના વિવિધ ભાગો અને તે અન્તર્ગત સજાવટનું વર્ણન છે. “મદનદંડનો અર્થ સ્પષ્ટ નથી. સં. મવષ્ટિવેz = ધજાનો એક પ્રકાર એવો અર્થ આપે છે. એને લગતો કોઈ ઉલ્લેખ હોવાની સંભાવના છે. પાઠાંતર ઃ ૨. વર માંડ્યા નવઈ = માહીલા નવય. ૪. ૨૩, ગ, ટ ગુણ , ૬, ઇ, , , ૩ ગુણે; ર૩ વાધ્યો ગ, ઘ, પ, ૬ બાંધ્યા (“વાધ્યાને બદલે). ૫ ૨૦, ગ, ઘ, છ, રૂ. ૮, ૩ કીધાં. ૬. રવ “ભોગી ભમરમાલ' નથી; 1 આવીય ટ ભમે (“ભોગી’ને બદલે); ઇ ભમર (“ભમરમાલાને બદલે); ૪ ભમર ભલા સુગુણાલ; 9 ભમર કરઈ ભમાલ; ગ ગુડીય રહઈ. ૭. ૬ જિહાં ઢાલિયા ૮. ઇ મધુકરી (મધુરાં ને બદલે); ૩ મહુર સરઈ (મોર તિહાં'ને બદલે). પાઠચર્ચા : ૪ સિવાયની બધી પ્રતો બીજી પંક્તિમાં “માંડ્યાને સ્થાને “મોહ્યા | મોહિયા” પાઠ આપે છે. એનો અન્વયાર્થ વધુ સ્પષ્ટ થતો હોઈ અને બધી જ પ્રતોનો એને આધાર હોઈ “મોહ્યા' પાઠ લીધો છે.
a પ્રતમાં ચોથી પંક્તિમાં “તગઈ” માંનો ‘ત' “ન' જેવો વંચાય છે. પણ એ ‘ત' જ હોવાનું જણાય છે; તો જ અર્થ બેસે છે. અન્ય પ્રતોમાં તો ‘તગઈ છે જ
ધૂપઘટી સુગંધ વાસ, સદા વસંત માસ, કિજઈ ભોગવિલાસ, તરુણપણઈ, વારૂ સરસ ગવિલ આહાર, લીજઈ લ સંસાર, દીજઇ દાન અપાર, માન ઘણી, નવિ પડઈ ઘડી વિયોગ, કરઈ સબલા ભોગ, મિલ્યઉ સરસ યોગ, કોશિ તાણજે, નિત પહિરઈ નવલ વેશ, નવી યૌવનવેશ,
નહીં કિસ્યઉ કિલેસ, સુગુણ સુણઉ. ૧૧૨ ૨૫૦ / સહજસુંદકૃત ગુણરત્નાકરછંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org