SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો અધિકાર | ૨૫૧ ગદ્યાનુવાદ : ધૂપદાનીની સુગંધિત વાસ છે. અહીં સદાયે વસંત માસ છે. તરુણપણાથી ભોગવિલાસ કરે છે. ગોરસનું (દૂધદ્રવ્યોનું) સરસ મજાનું ભોજન છે. સંસારનું ફળ પામે છે. માન સહિત ઘણું દાન આપે છે. એક ઘડીનો પણ વિયોગ પડતો નથી. ઘણા ભોગ કરે છે. કોશાનો સરસ સાથ મળ્યો છે. (તે) હમેશાં નવલા વેશ પહેરે છે. નવી (ઊગતી) યુવાવસ્થા છે. અહીં કશોય ક્લેશ નથી. હે ગુણીજન સાંભળો. પાઠાંતર : ૧. ૐ સોવિન વાસ. ૨. ૬ ભોગતમાસ. ૩. ગ્વ ‘વિલ' નથી; છ કીજઇ (લીજઇ'ને બદલે); સસાર. ૫. ૬ ન ન પડઇ; ∞ કરઇ તે સબલા... ૬. ન મિલિઉ સરીખુ યોગ માનવપણઇ. ૭. ૬, ૪ બિહું (નવઉ’ને બદલે); ૪ નવલ વેસ (યૌવનવેશ'ને બદલે). ૮. ૬ સુણઇ. પાઠચર્ચા : પાંચમી પંક્તિમાં છ સિવાયની બધી પ્રતો કરઇ સબલા ભોગ’ પાઠ આપે છે. ઃ પ્રતનો ‘તે’ વધારાનો જણાવાથી રદ કર્યો છે. ષટ્પદ અલિકુલ કજ્જલ સરલ, વેશિ છલ મેહ સુઉન્નત, હસત દંત નવ તડિત, પિમ્મજલ વરસત સુલલિત, પીઉં પીઉ મુખિ બપ્પીહ રણશરણ નેઉર ૬૬, ઈંદ્રધનુષ સીમંત, સિિહં સિંદૂર ત સુંદર, નવ જલદ સરસ નારી નિપુણ, અંગિ વેલિ કુતિ તિ, સિગડાલતત્ર નિતુ રંગભરિ, થૂલિભદ્ર ભોગી રમતિ. ૧૧૩ ગદ્યાનુવાદ : ભ્રમરોના સમૂહ સમો કાળો, લાંબા ચોટલા રૂપે ઊંચે રહેલો મેઘ છે. હસતા દાંત તે નવીન વીજળી છે. સુંદર પ્રેમ રૂપી જળ વરસે છે. પિયુ પિયુ કરતું મુખ બપૈયો છે. રણઝણ રણકતાં નૂપુર તે દર્દુર (દેડકા) છે. સેંથો તે ઇંદ્રધનુષ છે. માથામાં સરસ સિંદૂર છે. આ સરસ નિપુણ નારી નવી વર્ષા છે. એમાં અંગ રૂપી વેલ ફૂલે-ફળે છે. શકટાલપુત્ર ભોગી સ્થૂલિભદ્ર રંગભેર નિત્ય રમે છે. વિવરણ : કોશાનાં અંગોપાંગ, આભૂષણ અને શૃંગારસજાવટ માટે કવિએ યોજેલી રૂપકશ્રેણિ ધ્યાન ખેંચે છે. કોશાને નવવર્ષાનું મુખ્ય રૂપક આપી એની સાથે સંબદ્ધ અન્ય ઉપમાનોને કવિએ સમગ્ર વર્ણનમાં પ્રયોજ્યાં છે. પાઠાંતર : ય કવિત. ૧. ૢ અલિકલ વ અલિ = અલિકલિ; છ સલિલ (‘સરલ’ને બદલે). ૨. ચતુડિતું. ૩. ડણણરણ. ૪. ૬, ૬, ૭ સામંત; સ્વ, ગ, ૬, ૭, ૨, જ્ઞ. ૮, ૪ સાર સિંદૂર. ૫. છ સમ નારી; રવ, ઘ, છ, ૭, ૪ ફૂલિત ફલિત ટ સફ્ટે ફલિત. ૬. ૬ ભમર (૨મતિ'ને બદલે). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy