SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠચર્ચા : મોટા ભાગની પ્રતો જ પ્રતના ‘સામંત’ પાઠને સ્થાને ‘સીમંત’ પાઠ આપે છે. વર્ણનનો સંદર્ભ જોતાં ‘સીમંત’ જ બંધબેસતો પાઠ જણાવાથી તે સ્વીકાર્યો છે. નારિ સરોવર સબલ, સકલ મુખકમલ મનોહર, ભમુહ ભમર રણઝતિ, નયનયુગ મીન સહોદર, પ્રેમ તન્નઉ લ બહુલ, વયણસર લત્તિ, કબરી જલશેવાલ, પાલિ યૌવન મયમત્તી, નવ ચવાક થણહર-યુગલ, કરઇ રંગ રાતિ રમલિ, શ્રી. થૂલિભદ્ર ઝિલ્લઈ તિહાં, રમઇ હંસહંસી લિ. ૧૧૪ ગદ્યાનુવાદ : નારી એ મોટું સરોવર છે. એમાં સમગ્ર મુખરૂપી મનોહર કમલ છે. ત્યાં (આંખની) ભ્રમર રૂપી ભમરા રણઝણે (ગુંજારવ કરે) છે. બે આંખો જોડિયાં મીન (માછલીઓ) છે. પ્રેમનું પ્રચુર જળ છે. ત્યાં ઊછળતી (રમ્ય) વાણીરસની લહર આવે છે. ચોટલો તે જલશેવાળ છે. મદમાતું યૌવન (સરોવરની) પાળ છે. સ્તનયુગ્મ રૂપી નવાં ચક્રવાક રંગે રમત ક્રીડા કરે છે. ત્યાં શ્રી સ્થૂલિભદ્ર સ્નાન કરે છે. (આ રીતે) હંસ-હંસી સાથમાં રમે છે. વિવરણ : જેમ આગળની કડીમાં કોશાને નવ વર્ષાનું તેમ અહીં સરોવરનું રૂપક અપાયું છે. તેનાં અંગોપાંગોને સરોવર સાથે સંબદ્ધ વિવિધ ઉપમાનો યોજી રૂપકોથી મઢી લીધાં છે. આ રૂપકચિત્ર સર્જતી વેળા વિ લિલત-મધુર નાદસંગીતને વીસર્યા નથી જ. કડીની પ્રથમ પંક્તિ નારી સરોવર સબલ સકલ મુખકમલ મનોહર' કવિ કાન્તની સુપ્રસિદ્ધ પંકિત ‘સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન’માંની લલિત કોમલ કાન્ત પદાવલિની યાદ અપાવ્યા વિના નહીં રહે. - પાઠાંતર : ૧. ગ નારિ સરોવર કમલ કમલમાંહિં મુક્ત મનોહર ૪ નારિ સરોવર સકલ મુખ તિહાં કમલ મનોહર; રવ, ૫ ‘સબલ’ નથી; ટ સકલ સજલ (‘સબલ સકલ'ને બદલે). ૨. જ્ઞ ભમહિ (‘ભમર’ને સ્થાને). ૪. ગ કબય; ∞ જલ૨સવાલ ઘ થણસેવાલ ૬ જલસરોવ૨; ૬, ૭ પાણિ (‘પાલિ’ને બદલે). ૫. છ રમતિ (‘મલિ’ને બદલે). ૬. ૪ ‘શ્રી’ નથી; યમલ (જમલિ’ને બદલે). અવિચલ ગિરિ · થણ-જુઅલ, ર૫ણ યૌવન ભંડારહ, ગંગા-સિંધુ-પ્રવાહ, હાર મુગાલ સારહ, કોશિ નાભિ દ્રહ ત્રિવલ, વિમલ સોપાન કિ સુંદર, નયણ વણ કર કમલિ,લચ્છિલીલા ગુણમંદિર, વન રોમરાય તરુઅર સલ, કનકવત્ર જંગમ ખડી, તિન્નિ થૂલિભદ્ર ભોગિક ભમર, રમઇ રંગિ હિમગિરિ ચડી. ૧૧૫ ૨૫૨ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy