SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ અતિ ચોખી ચઉપટ્ટ શાલ, ચઉખંડી ચઉમુખ ચઉશાલ, ઉચઉ ઊપરિ માલ, વિવાહ પરે, નવરંગી વર પ્રવાલી, કદી ગુખ સજાલી, ભમરી ભઈ, ચિત્રશાલી સંહાલી ખાટ, બહુ થંભા સોવિન ઘાટ, પહલા પર પાટ, બાંધ્યા બારસાઈ ત્રાટ, વાહણ વહી. ૧૦૯ ગદ્યાનુવાદ : બન્નેની ભલી જોડ મળી છે. (સ્થૂલભદ્ર પાસે) સાડાબાર કરોડ છે. ધવલગૃહ (મહેલ)માં તે પોતાના ઉમંગથી ખેલે છે. ચારે બાજુ દરવાજાવાળી સ્વચ્છ, ખુલ્લી, વિશાળ ચોખંડી શાળા બંડ, ગૃહ) છે. ઉપર ઊંચો માળ છે. નવરંગી ઉત્તમ રત્નોથી ખચિત જાળીવાળા વિવિધ પ્રકારના ગોખ બનાવ્યા છે. ત્યાં તે ફુદરડી ફરે છે (?) ચિત્રશાળા દીવાનખાનું, રંગભવન)માં સુકોમળ ખાટ છે. સોનાના ઘડેલા ઘણા થાંભલા છે. ઉત્તમ પહોળા પાટ છે. શ્રમ કરીને (2) બારણે પડદા બાંધ્યા છે. વિવરણ : પહેલી પંક્તિ આગળની કડીમાંના પુનરાવર્તન રૂપે છે. હિંદી શ.કો.માં “વાહણ' = ઉદ્યોગ, પ્રયત્ન એવો અર્થ મળે છે. સં. વ૬િ = પ્રયત્ન કરવો, ઉદ્યમ કરવો, ચેષ્ટા કરવી અર્થ મળે છે. એટલે સંભવત: રૂઢપ્રયોગાત્મક “વાહણ વહી’ પાઠ “શ્રમ કરીને એવા અર્થમાં હોય. () પાઠાંતર : ર છંદનું નામ નથી જ, ૪ ચાલિ : છંદ. ૧. ઇ, ઘ તે બેહુઅ મિલીય જોડ. ૩. ૪ ચમક (ચઉમુખને બદલે); , , ૫, ૩, ૪ વાલ ગ, ૪ ચાલ છે બાલ. ટ ઢાલ (“ચઉશાલ'ને બદલે). ૫ ટ “વર' નથી; ટ કીધી ગુખીય જાલીયા સીધી ભમર ભમે ૬. ૨૩, ગ, ઘ, , ૪, ૫, ૬, ૮. ૪ ચિત્રશાલી હસી રહી; , 2 બિહું ૪ થંભ્યા; ઘણાવન ઘાટ; 9, 9 સોવન ખાટ. ૭. ૪ બહુલા પટેબર પાટ; ર ચીવર (“પવરને બદલે). પાઠચચ : છઠ્ઠી પંક્તિમાં ૪ સિવાયની બધી પ્રતો સિંહાલી ખાટ'ને સ્થાને હસીય રહી’ પાઠ આપે છે. પણ મુખ્ય પ્રતમાં ખાટ'નો ઘાટ, પાટ, ત્રાટ સાથે ચરણાન્ત પ્રાસ બેસતો હોઈ મુખ્ય પ્રતનો પાઠ યથાવત્ રાખ્યો છે. સમગ્ર વર્ણનમાં પણ આ પાઠ એટલો જ બંધબેસતો થાય છે. મતવારણ માદલ ફાર, કુલ્લભી વિદ્ગમ સાર, નયાણ શોભનકાર, મંડપ ઘઉં, જાણે કG રસણ મડઉં, ગોમટ સરગછીંડઉં, જિસ્યઉ ધવલ ઈsઉ પનિ તણઉં, વરૂ દીપમંદિર દસઈ, ઝીણી કોરાણી દીસઈ, પૂતલી પવર હીંસઈ, ઉંચી ચડી, ૨૪૮ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછેદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy