________________
અડયલ :
બૃહત્ પિંગલમાં આનું બંધારણ ‘સાવક અડલ'ને નામે મળે છે. કવિ કિસનાજી આ છંદનું નામ “અડિયલ’ કે ‘સાવઝ અડિયલ' આપે જ છે. એટલે એ એક જ જણાય છે. આ છંદમાં દરેક ચરણ ૧૬ માત્રાનું હોય છે. દરેક ચરણને અંતે એકસરખું ચતુષ્કલ પ્રાસ રૂપે આવે છે. જોકે આ કૃતિમાં “અડયુલ્લ નિર્દેશવાળી બધી કડીઓમાં છેલ્લું ચતુષ્કલ એકસરખા પ્રાસવાળું નથી. એને બદલે પહેલા-બીજા અને ત્રીજા-ચોથા ચરણના પ્રાસ મળતા હોય એવી કડીઓ પણ છે. અહીં “અડયલ છંદને કૃતિમાંની એક કડી લઈને તપાસીએ :
-- -- -- -- ૧ ૧૧ ૧૨ ૧ ૧ ૨ ૨ ૧૧ વિરહ વિયોગ ભરી આકંઠહ = ૧૬ માત્રા ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ને લહઈ દુમ્બ સાગરની કંઠહ = ૧૬ માત્રા ("દુખ' ઉચ્ચાર કરતાં) ૨ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ કગિણિની પરિ કેરલ્લાં કઠહ = ૧૬ માત્રા (કરલઈ ઉચ્ચાર કરતાં ૧ ૨ ૧ ૧ ૧ ૨ ૧ ૨ ૧ ૨ ૧ ૧ મિલીમાં જેહ મિલઈ વિઠહ = ૧૬ માત્રા (મિલઇને મીલઈ ઉચ્ચારતાં)
અહીં ચાર ચતુષ્કલ થતાં જણાય છે. પ્રત્યેક ચરણનું છેલ્લું ચતુષ્કલ કંઠહ એક સરખું છે. પ્રત્યેક નવા ચતુષ્કલે તાલ આવે છે. મડયલ - મંડલિ - જડયલ :
- બ્રહત પિંગલમાં આ છંદોનો ઉલ્લેખ નથી. પરંતુ આ છંદોનું પણ માત્રાબંધારણ જોતાં એ “અડલ્સ' છંદને જ મળતા છંદો જણાય છે. આ છંદોની પણ ૧૬ માત્રા છે. સામાન્યત: પહેલા-બીજા ચરણના અને ત્રીજા-ચોથા ચરણના ચરણાન્ત પ્રાસ મળે છે. અડલમડલનું આ પ્રાસતત્ત્વ પરંપરા અનુસાર જુદું પડે છે. ગુણરત્નાકરછંદની વાચના અને પાઠાંતરો માટે ઉપયોગમાં લીધેલી ૧૦ હસ્તપ્રતોમાં અડયેલ / મડયેલ / મંડલિ / બેઅક્ષરી આય એમ એકબીજાના પાઠભેદે નોંધાયેલા મળે છે. (જુઓ : પરિશિષ્ટ) માત્ર પ્રતની ૧.૨૧થી ૨૦ કડીઓ જડયલ' છંદનામથી નોંધાયેલી મળે છે.
૧૩ર / સહજસુંદરકત ગુણરત્નાકરછંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org