SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાસ્તાવિક / ૫ યાદી કરીને જૈન ગૂર્જર કવિઓજેવા આકરગ્રંથ રૂપે એને પ્રગટ પણ કરી છે. હસ્તપ્રતો રૂપે જ રહેલું આ બધું જ સાહિત્ય જો પ્રગટ થાય તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સમૃદ્ધ વારસો એના યથાર્થ સ્વરૂપે પ્રકાશમાં આવે. આ ભૂમિકા અહીં એટલા માટે રજૂ કરી કે આ શોધનિબંધ માટે સહજસુંદર કવિની કૃતિ ગુણરત્નાકરછંદ વિશેનું સંશોધન હાથ ધરાયું તેની સાથે ઉપર કહેલી બધી વાત સંકળાય છે. ‘ગુણરત્નાકરછંદ' કૃતિ ઈશુની ૧૬મી સદીના પૂર્વાધિમાં થયેલા જૈન સાધુકવિ સહજસુંદરની સં.૧૫૭૨ / ઈ.સ.૧૫૧૬માં રચાયેલી, સ્થૂલિભદ્ર-કોશાના કથાનકને રજૂ કરતી, વિવિધ છંદોમાં વહેતી, કાવ્યાત્મક ગુણવત્તાથી સભર એક કથનાત્મક દીર્ઘ (૪૧૯ કડીની રચના છે અને હજુ સુધી અપ્રગટ છે. કવિ સહજસુંદરે નાનીમોટી થઈને લગભગ પચીસેક કૃતિઓનું સર્જન કર્યું છે. કવિએ સાહિત્યસર્જન કર્યું સોળમી સદીમાં, પણ ત્રણ નાની સઝાયો જેવી લઘુકૃતિઓને બાદ કરતાં છેક ઈ.સ.૧૯૮૪ સુધી આ કવિનું કાંઈ જ સાહિત્ય પ્રગટ થયું નહોતું. છેક ૧૯૮૪-૮૫માં ડૉ. નિરંજના વોરાએ કવિ સહજસુંદરની બે રાકૃતિઓ પરદેશી રાજાનો રાસ’ અને ‘સૂડા સાહેલી રાસ' અનુક્રમે ભાષાવિમર્શ'ના જુલાઈ-સપ્ટે. '૮૪ના અંકમાં અને ઑક્ટો.-ડિસે. '૮૫ના અંકોમાં સંપાદિત કરી પ્રગટ કરી. ત્યારબાદ એમણે સહજસુંદરની એ બે અને અન્ય કેટલીક રાસકૃતિઓ, સઝાય, સ્તવન, ગીત વગેરે નાની-મોટી રચનાઓને ૧૯૮૯માં “કવિ સહજસુંદરની રાસકૃતિઓ' પુસ્તકમાં પ્રગટ કરી. પણ કવિ સહજસુંદરની બધી રચનાઓમાં સર્વોત્તમ કૃતિ તો છે “ગુણરત્નાકરછંદ'; જે અદ્યાપિપર્યત અપ્રગટ જ કૃતિ કથનાત્મક છે, પણ કવિ કેવળ કથા કહી જતા નથી. કથાના આછાપાતળા દોરનો આધાર લઈને સ્થૂલિભદ્ર અને કોશાની ભાવસૃષ્ટિને નિરૂપતી, કાવ્યાત્મક વર્ણનો આલેખતી અને વૈવિધ્યપૂર્ણ લયછટાઓમાં છંદોગાન કરતી આ કૃતિના અંતરંગબહિરંગની કવિએ સુપેરે માવજત કરી છે. કૃતિ તો કાવ્યરસે સભર ખરી જ, તે ઉપરાંત એની ઘણી હસ્તપ્રતો અમદાવાદ, પાટણ, સૂરત આદિના જ્ઞાનભંડારોમાં ઉપલબ્ધ છે. જૈન ગૂર્જર કવિઓમાં જ આ કૃતિની ૨૭ હસ્તપ્રતો નોંધાયેલી છે. લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદમાં એની ૧૮ હસ્તપ્રતો ઉપલબ્ધ છે. છતાં પણ આવી એક રસિક કૃતિ હજી સુધી અપ્રગટ જ રહી જવા પામી. જ્યાં સુધી “ગુણરત્નાકરજીંદા કૃતિ અપ્રગટ છે ત્યાં સુધી કવિ સહજસુંદર પણ અપ્રગટ જેવા જ છે એમ કહીએ તો ચાલે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy