SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્ય સર્જ્યો છે જેમાં પૌરાણિક-ધાર્મિક, ઐતિહાસિક, લૌકિક, રૂપકાત્મક અને ચરિત્રાત્મક કથાઓનો સમાવેશ થાય છે. આવી કથનાત્મક કૃતિઓને સામાન્ય રીતે એમણે ‘રાસા’ સંજ્ઞાથી ઓળખાવી છે. કેવળ જૈન કથાનકોને જ નહીં, રામાયણ અને મહાભારત આદિનાં કથાવસ્તુઓને પણ એમણે આ કથનાત્મક સાહિત્યસર્જનમાં ઉપયોગમાં લીધાં છે. રાસા અને ફાગુ એ મધ્યકાળમાં જૈન કવિઓને હાથે વિકસેલા સાહિત્યપ્રકારો છે. આ ઉપરાંત બારમાસા, પૂજા, વિવાહલો, વેલી, સ્તવન, સઝાય, છંદ, સલોકો, ચૈત્યવંદન, સ્તુતિ (થોય), પ્રહેલિકા, હરિયાળી, ગહૂંળી – એમ દીર્ઘથી માંડી લઘુ કાવ્યસ્વરૂપોવાળું વિપુલ સાહિત્યસર્જન આ કવિઓને હાથે થયું છે. તેમજ બાલાવબોધ, સ્તબક, ટબો, બોલી જેવાં ગદ્યસ્વરૂપો પણ મોટા પાયા ૫૨ એમણે ખેડ્યાં છે. એ સ્વીકારવું પડે કે આ જૈન સાધુકવિઓનું સાહિત્ય ધાર્મિક પ્રયોજનવાળું હતું. વિશેષે કરીને ધર્મ પ્રત્યેની આ સાધુકવિઓની પ્રતિબદ્ધતા અને એમના ધર્માભિનવેશનું આ પિરણામ હતું. પણ, ધર્મબોધના આ હેતુપ્રાધાન્યને લઈને જ એ સઘળું સાહિત્ય સાહિત્યિક ગુણવત્તા કે કાવ્યતત્ત્વના અંશો ધરાવતું જ નથી એમ કહી શકાશે નહીં. આ જૈન કવિઓમાં પણ સમયેસમયે એવી કેટલીક પ્રતિભાઓ મળતી જ રહી છે જેમની કૃતિઓમાં કાવ્યગુણના ચમકારા વરતાય છે. ધાર્મિક પ્રયોજનથી રચાયેલા આ સાહિત્યમાં તે કવિઓએ પાત્રોના ભાવજગતનાં કરેલાં નિરૂપણો તેમજ ભાષાભિવ્યક્તિ, અલંકારરચનાનું કૌશલ, કથનની સચોટતા, પ્રાસાનુપ્રાસ, આંતર્યમક, ઝડઝમક, છંદો-દેશીઓ-ઢાળોનો વિનિયોગ - વગેરે દ્વારા કાવ્યનાં આંતર-બાહ્ય અંગોની કરેલી માવજત આપણું ધ્યાન ખેંચ્યા વિના રહેશે નહીં. સર્જનપ્રતિભા ધરાવતા આવા કેટલાક જૈનકવિઓમાં જિનપદ્મસૂર, જયશેખરસૂરિ, લાવણ્યસમય, સહજસુંદર, જયવંતસૂરિ, યશોવિજય ઉપાધ્યાય, આનંદઘન, નયસુંદર, સમયસુંદર, ઋષભદાસ (શ્રાવક), જિનહર્ષ, ઉદયરત્ન, દીપવિજય અને પં.વીરવિજયનો સમાવેશ થઈ શકે. વળી, એક મહત્ત્વની વાત એ ધ્યાનમાં રહે કે આ બધા વિઓનું બધું જ સાહિત્ય પ્રગટ થયું નથી. મધ્યકાળનું જૈન સાહિત્ય જેટલું પ્રગટ થયું છે તે કરતાં ઘણું તો હજી અપ્રગટ છે અને ભંડારોમાં હસ્તપ્રતો રૂપે જ સચવાયું છે. જૈનો પાસે હસ્તપ્રતોની અને એના ભંડારોની જાળવણીની એક વિશિષ્ટ સૂઝ અને ચીવટ હોઈને જુદાંજુદાં સ્થળોના અનેક ભંડારોમાં આ હસ્તપ્રતો જળવાઈ છે અને શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ જેવા વિદ્વાન સૂચિકારે ઘણીબધી હસ્તપ્રતોની શતકવાર ૪ / સહજસુંદસ્કૃત ગુણરત્નાકરછંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy