SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ આ રાસામાં, સ્થૂલિભદ્રના કથાનકની મહત્ત્વની ઘટનાઓને સંક્ષેપમાં ગૂંથી લેવામાં આવી છે. શકટાલનું નંદરાજાના દરબારમાં મંત્રીપદ, વરુચિ પંડિતની બનાવટ, એની શકટાલ પ્રત્યેની વૈરવૃત્તિ, શ્રીયકને હાથે પિતાની હત્યા, સ્થૂલિભદ્રને રાજાનું તેડું, મંત્રીપદનો પ્રસ્તાવ, સ્થૂલિભદ્રના મનમાં જાગતો વૈરાગ્યભાવ, સંયમસ્વીકાર, કોશાને ત્યાં પ્રથમ ચાતુર્માસ, કોશાને પ્રતિબોધ પમાડી સ્થૂલિભદ્રનું પ્રત્યાગમન, ગુરુમુખે પ્રશંસા, અન્ય સાધુને થયેલી ઈર્ષ્યા, એ સાધુનું નેપાળથી રત્નકંબલ લઈ કોશાને ત્યાં આગમન, કોશાનાં મર્મવચનથી સાધુનું હૃદયપરિવર્તન, એ સાધુનું, ચારિત્રરત્નનો સ્વીકાર કરી, ગુરુ પાસે આગમન આ બધી ઘટનાઓને કવિ ઝડપથી માત્ર ઉલ્લેખી જાય છે. ઘટનાઓના અછડતા આ ઉલ્લેખોમાં કશી કાવ્યચમત્કૃતિ જણાતી નથી. ચિત્ વેસ સસિવયણિ મૃગનયણિ નવ-જોયણિ સુવિહિ પરિ વિવહ પરિરિ મુણિ લોયણિ' જેવી પંક્તિઓમાં વર્ણન આલંકારિક બન્યું છે અને ઝડઝમકનો ચમકાર જોવા મળે છે. — સ્થૂલિભદ્ર કવિત / ચરિત જૈન ગૂર્જર કવિઓ' ભા.૩ (પ્રથમ આવૃત્તિ)માં શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈએ આ કૃતિને સોમસુંદરસૂરિને નામે મૂકી છે. ‘સ્વાધ્યાય’ પુ.૧૨ અંક ૪માં આ કૃતિનું સંપાદન કરતાં ડૉ. વસંતરાય બી. દવેએ પણ આ કૃતિના કર્તા સોમસુંદરસૂરિ કહ્યા છે. પરંતુ, જૈન ગૂર્જર કવિઓ' ભા.૧ (સંવર્ધિત રજી આવૃત્તિ)ના સંપાદક શ્રી જયંત કોઠારીએ આ કૃતિને કવિ સોમસુંદરની નહીં પણ સોમસુંદરશિષ્યની ગણાવી છે. એટલા માટે કે કૃતિના અંતમાં પંક્તિ આ પ્રમાણે છે : ચાંદ્રગછિ ગિરૂઆ સુપસાð સિરિ સોમસુંદરસૂરિ' અહીં ‘સુપસાě સિરિ સોમસુંદરસૂરિ'નો અર્થ એવો થાય કે શ્રી સોમસુંદરસૂરિના પ્રસાદથી એમના શિષ્યે આ રચના કરી છે. ૭૨ કડીની, સં.(૧૪)૮૧માં રચાયેલી આ કૃતિમાં થૂલિભદ્ર અને કોશાની કથાનો આધાર લઈને કોશાના મનોભાવોને, તેની આંતરવેદનાને કવિએ આલેખી છે. સ્થૂલિભદ્રનું સમગ્ર કથાનક ૨જૂ ક૨વાને બદલે સ્થૂલિભદ્ર ગુરુનો આદેશ લઈ પ્રથમ ચાતુર્માસ ગાળવા માટે કોશાને ત્યાં આવ્યા તે પ્રસંગનિરૂપણથી કવિ કાવ્યનો આરંભ કરે છે. સ્થૂલિભદ્રનો મુનિવેશ અને સંયમની દૃઢતા જોઈ કોશાની વેદના અસહ્ય બને છે. એ કહે છે : બાલાપણનું નેહ ગણઇ નવિ, મઝ સિઉં હસઇ ન બોલઇ.' ૪૬ / સહજસુંદરસ્કૃત ગુણરત્નાકરછંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy