________________
ઓળખ પણ સ્પષ્ટ થતી નથી.
ડૉ. મંજુલાલ મજમુદારે ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો (પદ્યવિભાગ)માં કોઈ મયણબન્મ કવિની “મયછેદ નામની ૩૪ છપ્પામાં રચાયેલી, વિરહને અંતે સંભોગશૃંગારને વર્ણવતી છંદરચનાનો ઉલ્લેખ કર્યો છે.
પ્રાચીન ગુજરાતી છંદ' પુસ્તકમાં જસવિજયજીને નામે ૧૨ અને ૧૫ કડીના બે શંખેશ્વર પાર્શ્વનાથ છંદ (પ્ર.) મળે છે. આ બે છંદોમાંથી ૧૫ કડીનો જે છંદ છે એને “ગુજરાતી સાહિત્ય કોશ ખંડ-૧ જસસૌભાગ્યશિષ્યને નામે દશવેિ છે. કવિનો સમય અસ્પષ્ટ રહે છે.
પ્રાચીન ગુજરાતી છંદ' પુસ્તકમાં જસવિજયજીને નામે ૯ કડીનો ગૌતમસ્વામીનો ઈદ પ્ર.) ઝૂલણા (પ્રભાતી)ની ચાલમાં મળે છે. આ સંવિજય પણ કોણ છે અને કયા સમયના છે તે નક્કી થઈ શકતું નથી. અહીં કોઈ રૂપચંદશિષ્ય ચંદ રચિત ૬ કડીનો ગૌતમસ્વામીનો છંદ' પ્રિ.) છે. અનુક્રમણિકામાં આ કૃતિનું કર્તુત્વ રૂપચંદને નામે દર્શાવાયું છે તે ભૂલ છે. છેલ્લી કડી આ પ્રમાણે છે :
કવિ રૂપચંદગણિ કેરો શિષ્ય, ગૌતમ ગુરુ પ્રણમે નિશદિશ, કહે ચંદ એ સમતાગાર, જયો જયો ગૌતમ ગણધાર.” કવિનો સમય અસ્પષ્ટ રહે છે.
કોઈ સ્વરૂપચંદ્રનો ૨૧ કડીનો ત્રેસઠ શલાકાનો છેદ' ) આ પુસ્તકમાં ગ્રંથસ્થ છે પણ કવિની ઓળખ અને સમય અસ્પષ્ટ રહે છે. આ છંદમાં ૨૪ તીર્થકર, ૧૨ ચક્રવર્તી, ૯ વાસુદેવ, ૯ બલદેવ અને ૯ પ્રતિવાસુદેવ એમ મળી ૬૩ શલાકાનું સ્મરણ કરવામાં આવ્યું છે. કૃતિ ચોપાઈ છંદમાં ચાઈ છે.
ઉદયકુશલ (સુખકુશલશિષ્ય) કવિએ ૨૭ કડીના “શ્રી માણિભદ્રજીનો છંદ (પ્ર.)ની રચના કરી છે. સમય અનિશ્ચિત છે. આ રચના દુહા અને અડયલ્લ છંદમાં થઈ છે. એમાં માણિભદ્રવીરનું સંક્ષિપ્ત ચરિત્ર રજૂ કરીને એમનો મહિમા ગાવામાં આવ્યો છે. એ જ રીતે શિવકીર્તિ રચિત ૯ કડીનો શ્રી મણિભદ્રજીનો છંદ (પ્ર.) મળે છે. સમય અસ્પષ્ટ છે. કૃતિ તોટક છંદમાં ગવાઈ છે.
કવિ લલિતસાગરરચિત ૬૩ કડીનો અને ૩૧ કડીનો એમ બે શનિશ્ચરનો છંદ. પ્ર.) મળે છે. કવિની ઓળખ અને કૃતિસમય અનિશ્ચિત છે. ૯૩ કડીવાળી રચના ચોપાઈની દેશીમાં ગવાઈ છે. એમાં સહુને રંજાડતા શનિની અને એને વશમાં આણતા વિક્રમરાજાની સીધેસીધી કથા કહેવાઈ છે. કાવ્ય તરીકે તદ્દન સામાન્ય છે. ૩૧ કડીનો શનિશ્ચર છંદ એ કોઈ અલગ રચના નથી જણાતી, પણ ૬૩ કડીવાળી રચનાનો સંક્ષેપ જ છે. કેટલીક કડીઓ તો બંને રચનાઓમાં સરખી જ છે. પ્રાચીન
૯૦ | સહજસુંદરકૃત ગુણરત્નાકરદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org