________________
છંદ' નામક કાવ્યપ્રકાર અને મધ્યકાલીન ગુજરાતીમાં છંદરચનાઓ / ૮૯
કવિ કાન (શ્વેતાંબર)નો ૧૨૨ કડીનો “ક્લવધી પાર્શ્વનાથનો ઇદ મળે છે. આ છંદની ભાષા રાજસ્થાની છે. કાવ્યનો આરંભ શાર્દૂલવિક્રીડિત છંદમાં પાર્શ્વનાથ ભગવાન અને પદ્માવતીની સ્તુતિથી કરવામાં આવ્યો છે. બીજી કડી “ગાહાની છે. ત્રીજી કડીમાં વછૂઆ (વસ્તુ) છંદ પ્રયોજાયો છે. કડી માં અડલ્સ, પથી ૪૩માં મોતીદામ, ૪થી ૪૮માં દુહા, ૪૯થી ૭૩માં ત્રાટકી જાતિ, ૭૪માં કવિત્ત, ૭૫માં દુહા, ૭૬થી ૧૦૯માં વૃદ્ધનારાચ, ૧૧૦થી ૧૨૧માં જાતિ કેસરી અને છેલ્લી કડી ‘કલશની છે. આમ આ કૃતિનું છંદોવૈવિધ્ય ધ્યાન ખેંચનારું છે. આંતરપ્રાસ અને વર્ણસગાઈયુક્ત એક કડી જુઓ :
જય વિજય સંપદ સાનકારક દુખનિવારક પાસ જિન, પરમાણંદ આણંદ પ્રેમ પ્રફુલ્લત નેત્ર વિકસ્મત પ્રતિમત્ર, નિકલંક નિરંજણ નાથ નમો નમહું સરણે પ્રભુ ત્રિભયણ,
જયતિ જય પારસનાથ જયો ફલવિધ અધિપતિ જયતિ જિર્ણ.”
લોકાગચ્છના ઋષિ જેમલજીએ ૨૬ કડીમાં ‘શાંતિનાથનો છંદની રચના કરી છે. તેમાં સોળમા તીર્થંકર શાંતિનાથનાં પાંચ કલ્યાણકની અને એમણે કરેલી આરાધનાની માહિતી અપાઈ છે. એ રીતે શાંતિનાથનું સંક્ષિપ્ત ચરિત્ર રજૂ કરતી આ કૃતિમાં શાંતિદાયક આ તીર્થકરનો મહિમા ગવાયો છે. કૃતિ તોટક છંદમાં રચાઈ
‘તુમ નામ લિયા સવિ કાજ સરે તુમ નામે મુગતિ-મહેલ મળે તુમ નામે શુભ ભંડાર ભરો.”
આ સદીની જૈનેતર છંદરચનાઓમાં કવિ લાલની ૮૫ કડીની સં.૧૮૩૪ આસપાસ હિંદીમાં લખાયેલી “અભય ચિંતામણિ' (ગર્ભચેતાવણી ] નામની છંદરચના મળે છે. આ કૃતિ દુહા છંદમાં રચાઈ છે. “ગભચેતાવણીનાં કાવ્યોની પરંપરા હેઠળ આ કાવ્યની રચના થઈ હોવાનું જણાય છે. જુઓ :
ગરભવાસકી ત્રાસ મેં રહ્યો, રહ્યો ઊર્ધ્વ દસ માસ, હાથ પાંવ સુક પ્યાર હૈ, દ્વાર ન આવે સાસ.”
કોઈ જેનેતર અજ્ઞાત કવિએ આ સદીમાં ૬૫ કડીનો “વીસહથી માતાજીનો અથવા ભવાનીનો છંદ રચ્યો છે. એમાં શક્તિમાતાનો મહિમા વર્ણવાયો છે.
સમયની અનિશ્ચિતતાવાળી છંદરચનાઓ : બીજી પણ કેટલીક છંદરચનાઓ છે જેમનો સમય નિશ્ચિત નથી. એમનું રચનાવર્ષ તો પ્રાપ્ય ન હોય, પણ એમના કતનો સમય પણ નિશ્ચિત થઈ શકતો નથી. અને ક્યાંક તો કતની અન્ય કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org