SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ નામનો છંદ' (૨.સં.૧૮૮૧ / ઈ.સ.૧૮૨૫) પ્ર.) રચ્યો છે. આ કૃતિ ઝૂલણાની ચાલમાં રચાઈ છે. જેમની ભક્તિથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે એવા પાર્શ્વનાથનો મહિમા ગવાયો છે. કવિ લખે છે : સાચ જાણી સ્તવ્યો મન માહરે ગમ્યો, પાર્શ્વ હૃદયે રમ્યો પરમ પ્રીતે, સમીહિત સિદ્ધિ નવનિધિ પામ્યો સહૂ, મૂજ થકી જગતમાં કોણ જીતે.’ આ ઉપરાંત આ કવિએ ૧૩ કડીનો પાર્શ્વનાથ સ્વામીનો છંદ' (૨.સં.૧૮૮૦ / ઈ.સ.૧૮૨૪) (પ્ર.) તોટક છંદમાં રચ્યો છે. કૃષ્ણવિજયશિષ્યનો ૫૬ કડીનો ભૃગસુંદરી માહાત્મ્ય ગર્ભિત છંદ' (૨.સં.૧૮૮૫ / ઈ.સ.૧૮૨૯) મળે છે. એમાં મૃગસુંદરીનું માહાત્મ્ય ચોપાઈ છંદમાં ગવાયું છે. ચોપાઈ ખાંડણ પીસણ ચૂલકઠામ ચૈત્ય સામાયક જલવિશ્રામ, પોઢણ ધાન વિગય ભોજન, એ દશ ઠામેં કરીયે જતન.' અમૃતવિજયે ‘કલિયુગનો છંદ' (૨.સં.૧૯૦૨ / ઈ.સ.૧૮૪૬) રચ્યો છે. આ કૃતિ પણ ચોપાઈ છંદમાં રચાઈ છે, જેમાં કલિયુગનાં લક્ષણો વર્ણવાયાં છે. છેલ્લે કિવ કલિયુગનું આ ચિરત્ર જોઈને મોહમમતા ત્યજવાની શીખ આપે છે. કવિ રૂપનો ૧૧૨ કડીનો ગોડી પાર્શ્વનાથ છંદ' અને ‘આબુજીનો છંદ' પ્રાપ્ત થાય છે. કવિ દીપવિજય કવિરાજે ૫ કડીમાં માણિભદ્ર છંદ' રચ્યો છે. (પ્ર.). જૈનોમાં ઘંટાકર્ણ વીરની જેમ માણિભદ્ર એક વીર ગણાયા છે. અને ઐહિક સુખની અપેક્ષાએ એમની ઉપાસના કરવામાં આવે છે. દુહામાં રચાયેલી આ કૃતિમાં માણિભદ્ર વીરનો પ્રભાવ વર્ણવાયો છે : તું હિ ચિંતામણી રતન ચિત્રાવેલ વિચાર, માણિક સાહેબ માહરે દોલતનો દાતાર.’ રઘુનાથ નામના જૈન સાધુ કવિએ ૧૬ કડીનો શાંતિનાથ સ્વામીનો છંદ' (૨.ઈ.સ.૧૮૩૮) (પ્ર.) હિંદી મિશ્ર ગુજરાતીમાં રચ્યો છે. રચના ચોપાઈ છંદમાં થઈ છે. પ્રાચીન છંદ સંગ્રહ'માં આ કૃતિના કવિ ખુશાલવિજયજી હોવાનું જણાવ્યું છે. જ્યારે ડૉ. કવિન શાહ જૈન સાહિત્યની છંદ રચનાઓનો પરિચય'એ લેખ પુસ્તક જૈન સાહિત્ય સમારોહ ગુચ્છ • ૪')માં આ છંદના કવિ ખુશાલદાસ હોવાનું જણાવે છે. પણ ગુજરાતી સાહિત્ય કોશ ખંડ-૧'માં આ કૃતિ ઉત્તમવિજય (ખુશાલવિજયશિષ્ય)ની દર્શાવાઈ છે જે હકીકત કૃતિની અંતિમ કડી જોતાં સાચી જણાય છે. જુઓ કડી : ‘અઢાર એકાસીએ ફાલ્ગુન માસીએ, બીજ ઉજ્જ્વલ પખે છંદ કરીયો, ગુરુ ગૌતમ તણા વિજયખુશાલનો, ઉત્તમે સુખ સંપત્તિ વરીયો.' ૮૮ / સહજસુંદરસ્કૃત ગુન્નરત્નાકરછંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy