________________
“છંદ નામક કાવ્યપ્રકાર અને મધ્યકાલીન ગુજરાતીમાં છંદરચનાઓ / ૮૭
કાંતિવિજયે (દર્શનવિજયશિષ્ય) ૩૨ કડીનો ચાર કષાય છેદ (ક્રોધમાનમાયાલોભનો છેદ') (ર.સં.૧૮૩૫ | ઈ.સ.૧૭૭૯) પ્ર.) રચ્યો છે. એમાં ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયો વિશેનું નિરૂપણ છે.
કવિ ભક્તિવિજયનો ૨૯ કડીનો “સરુષ છેદ અથવા સાધુવંદના સઝાય' (ર.સં. ૧૮૦૩ | ઈ.સ.૧૭૪૭) મળે છે.
લક્ષ્મીવલ્લભે ૯૯ કડીના “ભરત બાહુબલી છંદ, ૯૬ કડીના મહાવીર ગૌતમસ્વામી છંદ (લે.સં.૧૭૪૧ પહેલાં) તેમજ ૪૬ કડીના “ગોડી પાર્શ્વનાથ) દેશાંતરી છંદ' પ્ર.)ની રચના કરી છે.
‘ભરત બાહુબલી છંદમાં ઋષભદેવના પુત્રો ભરત અને બાહુબલિ વચ્ચે થયેલા યુદ્ધને વર્ણવી પછી અંતે બાહુબલિએ કરેલા સંયમ સ્વીકારની પ્રશસ્તિ કરાઈ
(ગોડી પાર્શ્વનાથ) દેશાંતરી છંદ કવિએ ત્રિભંગી છંદમાં રચ્યો છે. પાર્શ્વનાથ જે દેશમાં જન્મ્યા તે દેશનું આંતરપ્રાસ અને ઝડઝમકયુક્ત, અનુનાસિકતાની પ્રચુરતાને કારણે સંસ્કૃત રણકારવાળી કાવ્યબાનીમાં કવિએ વર્ણન કર્યું છે. જુઓ :
જિહાં જાપ જપતા ધ્યાન ધરતા સોલહ વિદ્યા સાધંતા,
હોઈ વિદ્યાધરી તે નરનારી અંબાચારી ઉડતા.” પ્રાચીન છંદ સંગ્રહ’ પુસ્તકમાં આ કૃતિ અનુક્રમણિકામાં વિપાસ કવિને નામે દર્શાવાઈ છે તે ભૂલ જ છે. આ ભૂલ પંક્તિપાઠ ખોટી રીતે બેસાડવાને લીધે થઈ છે.
કોઈ મુનિ ઉદયસાગરે ભીડભંજન પાર્શ્વનાથનો છંદ ) સં.૧૭૭૮ / ઈ.સ.૧૭૨૨માં રચ્યો છે.
વિવેક કવિએ ૧૫ કડીનો “શ્રી વીર સ્વામીનો છંદ' (લે.સં.૧૮૫૪ પહેલાં) (પ્ર.) રચ્યો છે. પ્રાચીન છંદ સંગ્રહ' પુસ્તકમાં આ કૃતિ કવિ પુન્યઉદયને નામે દર્શાવાઈ છે. પણ તે કર્તાનામ શંકાસ્પદ જણાય છે. કૃતિની અંતિમ કડી આ પ્રમાણે
‘પુન્ય ઉદય હુઓ ગુરૂ આજ મેરો, વિવેકે લહ્યો મેં પ્રભુ દર્શન તોરો.” ભુજંગપ્રયાતમાં આ રચના થઈ છે.
લક્ષ્મીકલ્લોલનો ૧૬ કડીનો “શ્રી જ્ઞાનબોધ છંદ' પ્ર.) મળે છે. કતની ઓળખ અસ્પષ્ટ રહે છે. ચોપાઈની દરેક કડીમાં ઉત્તમ છે.” “ઠાકુર તે...”, “ગિરૂઓ તે...” એમ આરંભ કરી કવિએ સામાન્ય જ્ઞાન-બોધ પીરસ્યાં છે.
૧૯મી સદીમાં ઉત્તમવિજયે ખુશાલવિજયશિષ્ય) શ્રી પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org