________________
છંદ નામક કાવ્યપ્રકાર અને મધ્યકાલીન ગુજરાતીમાં છંદરચનાઓ / ૯૧ છંદ સંગ્રહ’ પુસ્તકમાં ૧૬ કડીનો એક ત્રીજો “શનિશ્ચર છંદ પ્ર.) પણ મળે છે, પણ કત અંગે કશી માહિતી જ નથી, કતનામ પણ નથી. કલિયુગમાં શનિ કેવું પોતાનું ધાર્યું કરી શકે છે એ વર્ણવીને કવિ એનો મહિમા ગાય છે.
અહીં, ૪૨ કડીનો “શ્રી સરસ્વતી માતાનો છેદ પ્ર.) અડિયલ છંદમાં રચાયેલો મળે છે પણ કતનામ નથી. સમય અનિશ્ચિત છે. આ છંદમાં સરસ્વતીદેવીનું આલંકારિક વર્ણન અને મહિમાગાન થયું છે.
શીલમુનિએ ૬૫ કડીનો “શંખેશ્વર પાર્શ્વનાથ છંદ (પ્ર.) રચ્યો છે. કતની ઓળખ અને કૃતિસમય અસ્પષ્ટ રહે છે. આ છંદની આરંભની ૧૧ કડીઓ દુહામાં છે. બાકીની કડીઓ રસાવળી છંદમાં પ્રયોજાઈ જણાય છે. જુદાંજુદાં સ્થળોના પાર્શ્વનાથની નામાવલિ સાથે શંખેશ્વર પાર્શ્વનાથનો મહિમા ગાયો છે.
૨૪ કડીનો પંચાંગુલીદેવી છંદ પ્ર.) મળે છે. પણ અહીં કતનામ કે કૃતિ સમય નથી. આ કૃતિ હાટકી રહટ્ટા) છંદમાં રચાઈ હોવાનું જણાય છે. એમાં પંચાંગુલીદેવીની શોભાનું વર્ણન કરી કવિએ દેવીનો મહિમા ગાયો છે.
- કવિ હંસનો ૧૧ કડીનો સંભવજિન વિજ્ઞપ્તિ છંદ પ્ર.) મળે છે. પણ કવિની ઓળખ અને કૃતિસમય અસ્પષ્ટ છે.
| તિલક કવિનો ૯ કડીનો ત્રિભંગી છંદમાં “શ્રી મહાવીર જિન. છંદ પ્ર.), ધર્મસિંહ મુનિનો ૫ કડીનો ચોપાઈમાં “મહાવીર સ્વામીનો છંદ પ્ર.), ૭ કડીનો ચોવીસ જિનવરનો છંદ પ્ર.), ૭ કડીનો ચોપાઈમાં “પાંસડિયા યંત્રનો છંદ (પ્ર.) મળે છે. પણ કવિની ઓળખ અને કૃતિઓના સમય અસ્પષ્ટ રહે છે.
અહીં, કોઈ ઉત્તમ કવિનો ૯ કડીનો તોટક છંદમાં ‘શિખામણનો છંદ (પ્ર.) મળે છે.
અહીં નેમવાચક કવિનો ૪ કડીનો શંખેશ્વર પાર્શ્વનાથનો છંદ પ્ર) મળે છે.
હર્ષસાગરનો ૯૭ કડીનો “સુદર્શન શ્રેષ્ઠિ છંદ મળે છે. પણ ક્યા હર્ષસાગર કવિ તે નિશ્ચિત નથી. કૃતિનો સમય પણ અસ્પષ્ટ રહે છે. ચારણી અને રાજસ્થાની સાહિત્યમાં કેટલીક છંદરચનાઓ :
ચારણી સાહિત્યમાં સં.૧૬૫૧ | ઈ.સ.૧૫૯૫ આસપાસ ચારણ સૂકો નાગરાજોત કૃત “રાજ જેતસીનો છંદ નામે એક છંદરચના મળે છે.
હુમાયૂન બાદશાહના બાંધવ કામરાને બિકાનેર પર આક્રમણ કર્યું. રાવ જેતસીએ વિશ્વાસુ સેનાપતિઓને ગઢમાં રાખી મધરાતે શત્રુઓ પર છાપો માર્યો. મોગલોએ જેતસીને હાથે હાર ખાધી. આ વિષયવસ્તુનું પ્રૌઢ અને તેજસ્વી વાણીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org