________________
કવિએ કતિમાં આલેખન કર્યું છે. પદ્વરી જેવા ચારણ છંદો એમાં પ્રયોજાયા છે.'
વિક્રૂ મેહાએ ૧૬મી સદીના ઉત્તરાર્ધમાં કેટલીક રચનાઓ કરી છે તેમાં પાબુજી. Rા છેદી, ભાટી સોમસી રતનાવત રો છેદા, ‘કરણીજી રા છેદ આદિ છંદરચનાઓ છે.
૧૯મી સદીના ઉત્તરાર્ધ અને ૧૭મી સદીના પ્રારંભના કવિઓમાંના એક જાડા મેહડૂએ સાદૂલ પરમાર રો ઈદની રચના કરી છે. કેસોદાસે ચંદ મહાદેવજી રો કે શંકર છંદ) અને છંદશ્રી ગોરખનાથ' જેવી કૃતિઓ આપી છે.
આ બધી છંદરચનાઓનું વિષયની દષ્ટિએ વર્ગીકરણ કરતાં જણાય છે કે આ રચનાઓ (૧) કથનાત્મક (૨) સ્તુત્યાત્મક (૩) ઐતિહાસિક અને (૪) જ્ઞાનાત્મક – બોધાત્મક છે.
(૧) કથનાત્મક છંદોમાં બાવીસમા તીર્થંકર નેમિનાથ, કામવિજેતા જૈન સાધુ સ્થૂલિભદ્રઋષભદેવના પુત્રો ભરત-બાહુબલિ, મૃગસુંદરી, સુદર્શન શ્રેષ્ઠી આદિનાં કથાનકોને નિરૂપતા છંદોનો સમાવેશ થાય છે. કવિ ઉદયરત્નનો શંખેશ્વર પાર્શ્વનાથનો સલોકો અથવા છંદ શંખેશ્વર તીર્થની ઉત્પત્તિના કારણભૂત કૃષ્ણ-જરાસંધના યુદ્ધની ઘટનાને નિરૂપે છે. તો શનિશ્ચરનો છંદ લલિતસાગરકૃત)માં સહુને રંજાડતા શનિની અને એને વશમાં આણતા વિક્રમરાજાની કથા રજૂ કરાઈ છે. ક્યારેક તૃત્યાત્મક છંદોમાં પણ ઇષ્ટદેવ-દેવીની સ્તુતિ-પ્રશસ્તિ કે મહિમાગાન કરતાં અગાઉ તેમનું ચરિત્ર પણ સંક્ષેપમાં કહેવામાં આવ્યું હોય છે. જેમકે, ઋષિ જેમલજીરચિત “શાંતિનાથનો છંદમાં ૧૯મા તીર્થંકર શાંતિનાથનો મહિમા ગવાયાની સાથે એમનું સંક્ષિપ્ત ચરિત્ર પણ રજૂ કરવામાં આવ્યું છે.
() છંદરચનાઓમાં સૌથી વધુ રચનાઓ સ્તુતિ-પ્રશતિની મળે છે. સૌથી વિશેષ છંદો ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથની સ્તુતિના છે. જુદાં જુદાં સ્થાનોએ પાર્શ્વનાથજીની મૂર્તિ પ્રતિષ્ઠિત થવાને કારણે તેમજ અન્ય મહિમાને કારણે પાર્શ્વનાથ અનેક નામભેદે ઓળખાયા છે. જેમકે, શંખેશ્વર પાર્શ્વનાથ, ગોડી પાર્શ્વનાથ, અંતરીક્ષ પાર્શ્વનાથ, જીરાઉલા પાર્શ્વનાથ, મહેવામંડણ પાર્શ્વનાથ, ફ્લોધિ પાર્શ્વનાથ, ભીડભંજન પાર્શ્વનાથ. આ બધા જ પાર્શ્વનાથની સ્તુતિ કરતા છંદો મળે છે. એમાંયે સૌથી વિશેષ ગોડી પાર્શ્વનાથ અને શંખેશ્વર પાર્શ્વનાથના છંદો રચાયા હોવાનું જણાય છે. પાર્શ્વનાથ અષ્ટભયનિવારક ગણાયા હોવાને કારણે પણ આ વિષયના સ્તુત્યાત્મક છંદો વધારે પ્રાપ્ત થાય છે.
૧, પુસ્તક : “ચારણો અને ચારણી સાહિત્ય', લે. ઝવેરચંદ મેઘાણી. ૨. પુસ્તક : રાજસ્થાની સાહિત્યના ઇતિહાસની રૂપરેખા', લે. હીરાલાલ માહેશ્વરી, અનુ. ઉપેન્દ્ર પંડ્યા. ૯૨ / સહજસુંદકૃત ગુણરત્નાકરછંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org