________________
છંદ' નામક કાવ્યપ્રકાર અને મધ્યકાલીન ગુજરાતીમાં છંદરચનાઓ / ૯૩
આ ઉપરાંત ૨૨મા તીર્થંકર નેમિનાથ, આદિ તીર્થંકર ઋષભદેવ, ૨૪મા તીર્થંકર મહાવીરસ્વામી, ૧૬મા તીર્થંકર શાંતિનાથ, ૩જા તીર્થંકર સંભવનાથ, વિહરમાન જિનેશ્વર સીમંધરસ્વામી વગેરે તીર્થંકરોની સ્તુતિના છંદો મળે છે. ઉપરાંત એક જ છંદરચનામાં ચોવીસે તીર્થંકરોની સ્તુતિ સાંકળી લેવામાં આવી હોય એવી છંદરચના પણ મળે છે.
મહાવીરસ્વામીના મુખ્ય ગણધર ગૌતમસ્વામીની સ્તુતિના છંદો ઠીકઠીક સંખ્યામાં લખાયા છે. સરસ્વતી, અંબિકા, ભવાની / વીસહથા માતાજી, જિનશાસનદેવી પદ્માવતી આદિ દેવીઓની સ્તુતિના, સ્થૂલિભદ્ર જેવા ચૌદપૂર્વધર સાધુની સ્તુતિના, સોળ સતીઓની સ્તુતિના, માણિભદ્ર વીરની સ્તુતિના છંદો રચાયા છે.
(૩) ઐતિહાસિક વિષયવસ્તુવાળા છંદોમાં ઈડરના રાવ રણમલ્લ અને મુસ્લિમ સૂબા ઝફરખાનના સૈન્ય વચ્ચે ઈડરની તળેટીમાં ખેલાયેલા યુદ્ધપ્રસંગને વર્ણવતો જૈનેત૨ કવિ શ્રીધર વ્યાસનો ‘રણમલ્લ છંદ', જૈન સાધુ પાર્શ્વચંદ્ર તેમજ જિનદત્તસૂરિનાં ચરિત્રો રજૂ કરતા પાર્શ્વચંદ્રસૂરિના ૪૭ દુહા અથવા છંદ' અને ‘જિનદત્તસૂરિછંદ', કચ્છના શ્રેષ્ઠી જગડૂશાહની સં. ૧૩૧૫ના દુષ્કાળ સમયની દાનવીરતા વર્ણવતો જગડૂસાહ છંદ', આબુ વિશેની માહિતી અર્પતો ‘આબુજીનો છંદ’, પાર્શ્વનાથ જે દેશમાં જન્મ્યા તે દેશનું વર્ણન કરતો ‘(ગોડી પાર્શ્વનાથ) દેશાંતરી છંદ” તેમજ “પૂર્વદેશ વર્ણન છંદ' વગેરે છંદોનો સમાવેશ થાય છે.
(જી શાનાત્મક - બોધાત્મક છંદોમાં શ્રાવક કરણી વિશે, કરણી વિશે, ૩૪ અતિશયો વિશે, કલિયુગ વિશે, ક્રોધ-માન-માયા-લોભ એ ચાર કષાયો વિશે, સત્પુરુષનાં લક્ષણો વિશે, અભય ચિંતામણિ – ગર્ભ ચેતાવણી વિશેના છંદો ઉપરાંત મોહરાજા વર્ણન છંદ', ‘તાવનો છંદ’, ‘નવકાર છંદ’, ‘જીવદયાનો છંદ’, ‘જ્ઞાનબોધનો છંદ', ‘શિખામણનો છંદ' વગેરે છંદોનો સમાવેશ થાય છે.
નાની-મોટી છંદરચનાઓમાં થયેલી છંદપ્રયુક્તિ વિશે વિચારતાં આ છંદરચનાઓ બે ભાગમાં વહેંચાય છે.
(૧) છંદોવૈવિધ્ય ધરાવતી છંદરચનાઓ : છંદોવૈવિધ્યવાળી કેટલીક મહત્ત્વની છંદરચનાઓમાં રણમલ્લછંદ', ‘સપ્તશતીછંદ', ‘રંગરત્નાકર નેમિનાથ છંદ', ‘ગુણરત્નાકર છંદ’, ભાવવિજયનો ‘અંતરીક્ષ પાર્શ્વનાથ છંદ', જ્ઞાનવિમલ નવિમલનો ચોવીસ જિનેશ્વરનો છંદ', કાંતિવિજયગણિનો ગોડી પાર્શ્વનાથ છંદ', કવિ કાન (શ્વેતાંબર)નો ‘ફલવર્ધી પાર્શ્વનાથનો છંદ' વગેરેનો સમાવેશ થાય છે. (૨) સળંગ છંદવાળી રચનાઓ : ઉપર દર્શાવ્યા સિવાયની રચનાઓ સામાન્યત: કોઈ સળંગ છંદમાં રચાયેલી કૃતિઓ છે. ખાસ કરીને લઘુકૃતિઓ કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org