________________
એક સળંગ છંદમાં રચાયેલી મળે છે. લાવણ્યસમયનો ગૌતમાષ્ટક છંદ અને
જીરાઉલા પાર્શ્વનાથ છંદ ચોપાઈમાં, “સૂર્યદીપવાદછંદ છપ્પામાં, નયપ્રમોદનો “શંખેશ્વર પાર્શ્વનાથ છંદ' સારસીમાં, જયચંદ્રનો પાર્વચંદ્રસૂરિના ૪૭ દુહા (અથવા છંદ) દુહામાં, સમયસુંદરનો “મહેવામંડણ પાર્શ્વનાથ સ્તવન અથવા છંદ' તોટકમાં, શાંતિકુશલનો “ભારતી સ્તોત્ર (અથવા શારદા છંદ) અડયલ્સમાં, જિનહર્ષનો પાર્શ્વનાથ ઘઘર નિસાણી છંદ સવૈયામાં અને “શ્રાવક કરણી સઝાય અથવા છંદ ચોપાઈમાં, ઉદયરત્નનો ગૌતમસ્વામીનો છંદ ઝૂલણામાં, ૧૧ કડીનો પાર્શ્વનાથનો છંદ અને “મોહરાજા વર્ણનછંદ ભુજંગપ્રયાતમાં, લક્ષ્મીવલ્લભનો “(ગોડી પાર્શ્વનાથ) દેશાંતરી છંદ ત્રિભંગીમાં, ઉત્તમવિજયનો “પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ નામનો છંદ ઝૂલણામાં રચાયેલા છે.
સળંગ છંદવાળી રચનાઓમાં પણ કવિ આરંભે ઈષ્ટદેવ-દેવીની સ્તુતિ કરતી કડી શ્લોક રૂપે કે દુહામાં રચે છે. તો અંતિમ કડી – “કલશ' છપ્પયમાં હોવાનું વિશેષ જણાયું છે.
આ બધી રચનાઓમાં છંદના બંધારણને ચુસ્ત રીતે વળગી રહેવાને બદલે એમાં છૂટછાટ લઈને કવિ એ છંદની ચાલમાં પણ રચના કરે છે. અક્ષરસંખ્યા, ગણ, માત્રા, તાલ, યમક, પ્રાસ એમ કવિ કેવી છૂટછાટ લે છે એના પર તે છંદની ચાલ – ચાલિનો આધાર રહે છે. તો ક્યારેક કવિ નવાં પાદપૂરકો પણ ઉમેરે છે. પણ આ બધું કવિ એણે રચેલી કૃતિના છંદોગાનને – છંદ દ્વારા સધાતા ગેયતત્ત્વને પુષ્ટિ આપવા માટે કરે છે. છંદોગાન એ આ છંદરચનાઓનું એક માણવા જેવું તત્ત્વ છે.
૯૪ / સહસુંદરકત ગુણરત્નાકર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org