________________
૫
‘ગુણરત્નાકરછંદ”ની સમીક્ષા
‘ગુણરત્નાકરછંદ’ એ જૈન સાધુવિ સહજસુંદરની સં.૧૫૭૨ / ઈ.સ.૧૫૧૬માં એટલે કે આજથી બરાબર ૪૮૧ વર્ષ પહેલાં રચાયેલી મધ્યકાલીન ગુજરાતીની દીર્ઘ કૃતિ છે. કવિ સહજસુંદ૨ે નાનીમોટી થઈને પચીસેક રચનાઓ કરી છે. (જેનો પરિચય આપણે આગળ ‘કિવ સહજસુંદર અને એમનું સાહિત્યસર્જન' વિષયક અભ્યાસમાં કર્યો.) પણ ‘ગુણરત્નાકરછંદ' આ કવિની શ્રેષ્ઠ રચના છે. અને જ્યાં સુધી આ રચના અપ્રગટ છે ત્યાં સુધી સહજસુંદર પણ અપ્રગટ જેવા જ છે એમ કહેવામાં વાંધો નથી.
આ કૃતિના શીર્ષકમાં જેનો સંકેત છે તે પ્રમાણે આ કૃતિ જુદાજુદા છંદોમાં રચાયેલી છે. એ છંદોમાં ચારણી પરંપરાના છંદોનો પણ સમાવેશ થતો હોઈ કૃતિ મુખ્યત્વે ચારણી છંદોલયની છટામાં ગવાય એવી બની છે. છેક ઈ.સ.૧૩૯૮માં ‘રણમલ્લછંદ’ જેવી રચનાથી માંડી મધ્યકાળના વિવિધ તબક્કાઓમાં જે નાનીમોટી છંદરચનાઓની એક પરંપરા ઊભી થઈ હતી તેમાં છંદસ્વરૂપની એક રચના લેખે ‘ગુણરત્નાકરછંદ’ પણ મોખરાનું સ્થાન ધરાવે એવી કૃતિ છે.
આ કૃતિ ચાર અધિકારમાં વિભક્ત અને ૪૧૯ કડીની બનેલી છે. જૈન સમાજમાં સુપ્રસિદ્ધ સાધુ સ્થૂલિભદ્ર અને કોશાનું ચિરત્ર આલેખતી આ એક દીર્ઘ કથનાત્મક કૃતિ છે. આ કૃતિનું અપરનામ સ્થૂલભદ્રછંદ’ એમ પણ મળે છે, પણ મુખ્યત્વે સઘળી હસ્તપ્રતોમાં એ ‘ગુણરત્નાકરછંદ'ને નામે જ ઓળખાઈ છે. કાવ્યનાયક સ્થૂલિભદ્રને અહીં ગુણોના રત્નાકર કહ્યા છે.
મુખ્યત્વે પાંચ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ કૃતિની સમીક્ષા કરવાનો અહીં ઉપક્રમ છે :
૧. આ કૃતિ સ્થૂલિભદ્રની ચિરત્રકથા રજૂ કરતી કથનાત્મક રચના છે, પણ કથન એ કવિનું ગૌણ લક્ષ્ય રહ્યું છે.
૨. કથન નહીં, વર્ણન અહીં વિશેષ ધ્યાન ખેંચે છે.
૩. કૃતિના બહિરંગની માવજત એ આ કૃતિનો સવિશેષ આસ્વાદ્ય અંશ રહ્યો છે. ૪. છંદ' સંજ્ઞાને સાર્થક કરતી આ રચના છે.
૫. કૃતિમાં કવિનાં પાંડિત્ય અને બહુશ્રુતત્વ જોવા મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org