________________
ગુણરત્નાકરછંદ' સ્થૂલિભદ્રની ચરિત્રકથા રજૂ કરતી દીર્ઘ કથનાત્મક કૃતિ હોઈ એમાં કથન ખરું, પણ કથન એ કવિનું ગૌણ લક્ષ્ય રહ્યું છે. આ મુદ્દો સ્થાપિત કરવા માટે સૌપ્રથમ આપણે કડીવાર કૃતિનું વસ્તુવિશ્લેષણ કરીએ. પહેલો અધિકાર ૧-૧૪ સરસ્વતીની સ્તુતિ. ૧૫-૨૦ સ્થૂલિભદ્રના ગુણવર્ણન માટે દેવી પાસે મતિ-વાણીયાચના. ૨૧-૪૦ સ્થૂલિભદ્ર-ગુણપ્રશસ્તિ. ૪૧-૪૫ નેમિકથાનક કરતાં સ્થૂલિભદ્રકથાનકનું ચડિયાતાપણું. ૪૬-૫૮ પાડલપુર નગરનું વર્ણન. ૫૯-૬૦ નંદરાજા-પરિચય. ૬૧-૬૮ શકટાલ-લાછલદેવીને ઘેર પુત્રજન્મ. બીજો અધિકાર ૧-૩ શારદાસ્તુતિ. ૪-૧૫ સ્થૂલિભદ્ર-જન્મમહોત્સવવર્ણન – નામકરણ. ૧૬-૨૨ સ્થૂલિભદ્રના શૈશવનું, ઉછેરનું, માતાપિતાના વાત્સલ્યનું વર્ણન. ૨૩
સ્થૂલિભદ્રનો વિદ્યાભ્યાસ. ૨૪-૩૫ સ્થૂલિભદ્રના યૌવનસંક્રમણનું વર્ણન. ૩૬-૩૮ સ્થૂલિભદ્રની રાજસવારીનું વર્ણન. ૩૯-૪૮ સ્થૂલિભદ્રનો વનવિહાર. ૪૯-૫૧ સ્થૂલિભદ્રને પોતાને ત્યાં આવતા જાણી કોશાના મનોરથો. ૫૨-૫૯ સ્થૂલિભદ્રના સ્વાગત અને દર્શન પછી કોશાના મનોભાવો. ૬૦-૬૧ અક્કાની સલાહ સામે કોશાનો અનુરાગભર્યો પ્રત્યુત્તર. ૬૨-૭૫ રૂપસૌંદર્ય, શૃંગાર સજાવટ અને ગાન-વાદન-નર્તન આદિ કલાનૈપુણ્ય
દ્વારા સ્થૂલિભદ્રને રીઝવવાના કોશાના પ્રયાસોનું વર્ણન. ૭૯-૮૩ વેશ્યાચરિત્ર વિશે સ્થૂલિભદ્રના ઉદ્ગારો. ૮૪–૧૦૧ કોશાના વળતા ઉત્તરમાં અકુલીન સ્ત્રીના આચારો વિશે રજૂઆત. ૧૦૨–૧૦૮ સ્થૂલિભદ્ર પ્રત્યેની પ્રીતિમાં કોશાની નિશ્ચલતા અને સ્થૂલિભદ્રને ઇજન. ૧૦૯-૧૧૧ કોશાના આવાસનું વર્ણન. ૧૧૨-૧૬૦ સ્થૂલિભદ્ર અને કોશાના ભોગવિલાસ અને રંગરાગનું વર્ણન: ૯૯ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછેદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org