________________
મુશ્કેલીથી જ બેસાડી શકાય એમ છે.
પાર્કીંતર : ૧. રવ તએ હૈં ત્યજતિ; રૂ, ઘ, ૪, ૫, ૪ તરણી/તરુણી. ૨. ઇ જાઈ (પેખવિ'ને બદલે); છ જયઉ (જોઉ’ને સ્થાને).
તે તઉ હિ પણિ કામિણિ ભાગઉ, જઈ પન્વય તપ કરવા લાગુ, નવિ તેણð નારી-રસ ચાખ્યઉં, ઇમ આપણપઇ સીલ જ રાખ્યઉં. ૪૩ ગદ્યાનુવાદ : પણ તે તો કામિની (છોડીને) ભાગ્યા અને પર્વત પર જઈ તપ કરવા લાગ્યા. તેમણે નારીરસ ચાખ્યો નહીં. એ રીતે આપોઆપ જ ચારિત્ર્ય જાળવ્યું. વિવરણ : નેમિનાથ રાજિમતીને છોડી દઈને ગિરનાર પર્વત ઉપર ગયા અને તપશ્ચર્યા આરંભી એનો ઉલ્લેખ. બીજી પંક્તિ દ્વારા કવિ સ્થૂલિભદ્રના સંયમબળને જ ઉપસાવે છે.
પાઠાંતર : ૧. ગ તે હુ પણિ તે કામિણિ... ∞ પાવઇ ન પર્વત ઘ પચ્છઇ ૨ પ૨તિ. ૨. ૨૬, ૬ આપણપું ગ, ૭, ૮, ૪ આપોપૂં મૈં આપણુ; ૪ શીલગુણ (‘સીલ જ’ને સ્થાને); ગ્ ઇ (જ’ને સ્થાને).
જિગ઼ર્ટે સા તિલ-તેલ જ દીઠઉં, તે કહઉ કિમ જાણઇ ધૃત મીઠઉં, એહ અસંભમ વાત કહાણી, હૂઈ સરી જઉ પહુતિ કહાણી. ૪૪ ગદ્યાનુવાદ : જેણે સદા તલનું તેલ જ જોયું છે તે ઘી મીઠું છે તે કહો, કેવી રીતે જાણે ? એવી અસંભવિત વાત-કથની છે. પણ પૃથ્વીમાં એ કહેવાઈ તેનાથી શોભા થઈ. (?)
**
વિવરણ : છેલ્લા ચરણનો સીધો અર્થ બેસાડવાનું મુશ્કેલ જણાય છે. અહીં ‘કહાણી’ એટલે ‘કહેવાઈ’ એમ ક્રિયારૂપ તરીકે લઈને, એનાથી ‘હૂઇ સરી’ એટલે ‘શ્રી શોભા થઈ' એમ ચરણનો સંભવિત અન્વયાર્થ કર્યો છે.
પાર્માંતર : ૧. ૬ જેણઇ સદાઇ તેલ...; ટ કહઉ' નથી; ટ....જાણી જે ધૃત મીઠો; ૨૬, ૧, ૨, ૩, ૪ ઘી. ૨. રવ કવહાણી; ટ સરખી (સરી જઉ'ને બદલે).
જેણð નારિ તણું રસ ચાખી, જાણ્યઉ સીલ તન્નઉ ગુણ રાખી,
એણð વહિરઇ શિસ સુરજ સાખી, આગમ વાત ઇસી જઉ ભાખી. ૪૫ ગદ્યાનુવાદ : જેણે નારીનો રસ ચાખીને શીલ (ચારિત્ર્ય)નો ગુણ રાખી જાણ્યો તેની પ્રેમક્રીડામાં (?) સૂર્ય અને ચંદ્ર સાક્ષી છે. શાસ્ત્રમાં આવી વાત કહેવાઈ છે. વિવરણ : ૧૯મી કડીથી આરંભીને, સ્થૂલિભદ્રના ચિરત્રના કેટલાક નોંધપાત્ર પ્રસંગો ઉલ્લેખીને કવિએ અહીં સુધી સ્થૂલિભદ્ર-મહિમા રચનાની ભૂમિકા રૂપે રજૂ કર્યો છે. બીજી પંકિતમાં‘વહિરઇ’ પ્રેમક્રીડામાં’ એવો અર્થ બેસાડ્યો છે. વિહરઅ (દે.) = સુરત, સંભોગ. આનો આધાર લઈને આ અર્થ કર્યો છે, પણ તે નિશ્ચિત નથી. ૧૯૬ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ
Jain Education International
=
For Private & Personal Use Only
www.jainelibrary.org